Padmapuran (Gujarati). Introduction; Edition Information; Thanks & Our Request; Version History; Shree Kundkundacharya; Shree Kanjiswami; Preface; Translator's Note; Contents.

Next Page >


Combined PDF/HTML Page 1 of 35

 

Page -20 of 660
PDF/HTML Page 1 of 681
single page version

background image
ભગવાનશ્રી કુંદકુંદ-કહાન જૈન શાસ્ત્રમાળા, પુષ્પ-૧૯૧
।। नमः श्री सीमंधरजिनवराय।।
શ્રી રવિષેણાચાર્ય વિરચિત
પદ્મપુરાણ
(ગુજરાતી અનુવાદ)
(શ્રી રામ–ચરિત)
-ઃ હિન્દી ભાષાકારઃ-
સ્વ. પં. શ્રી દૌલતરામજી
-ઃ ગુજરાતી અનુવાદકઃ -
શ્રી બ્ર. વ્રજલાલ ગીરધરલાલ શાહ
બી. એ. ઓનર્સ, એસ. ટી. સી. , રાષ્ટ્રભાષારત્ન
* પ્રકાશક *
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -19 of 660
PDF/HTML Page 2 of 681
single page version

background image
પ્રથમ આવૃત્તિઃ પ્રત–૨૦૦૦
વીર સં. ૨પ૨૨ વિ. સં. ૨૦પર ઇ.સ. ૧૯૯૬
શ્રી મહાવીરભગવાનનો દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસઃ દ્વિ અષાઢ વદ ૧
દ્વિતીય આવૃત્તિઃ પ્રત–૨૦૦૦
વીર સં. ૨પ૨પ વિ. સં. ૨૦પપ ઇ.સ. ૧૯૯૯
પૂ. બહેનશ્રી ચંપાબેનનો ૮૬મો જન્મજયંતિ મહોત્સવ
*

Page -18 of 660
PDF/HTML Page 3 of 681
single page version

background image
Thanks & Our Request
This shastra has been kindly donated in memory of Ramniklal Jivraj
Shah who passed away on 9 August 2002 by his wife, Muktaben
Ramniklal Shah, and children - Kalpesh, Harsha, Reena and Roma of
London, UK who have paid for it to be "electronised" and made
available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of
Padmapuran is a faithful copy of the paper version. However if you find
any errors please inform us on Rajesh at AtmaDharma.com so that we
can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that
if corrections have been made you can replace your copy with the
corrected one.

Page -17 of 660
PDF/HTML Page 4 of 681
single page version

background image
Version History
Version
Number
Date
Changes
001
27 May 2003
First electronic version.

Page -16 of 660
PDF/HTML Page 5 of 681
single page version

background image
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે.

Page -15 of 660
PDF/HTML Page 6 of 681
single page version

background image
પરમ પૂજ્ય આધ્યાત્મમૂર્તિ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી

Page -14 of 660
PDF/HTML Page 7 of 681
single page version

background image
પ્રસ્તાવના
આ અવસર્પિણી કાળમાં ઉત્પન્ન થયેલ ત્રેસઠ શલાકા પુરુષોમાં તીર્થંકરોના જેવું જ રામનું
નામ અત્યંત પ્રસિદ્ધ છે અથવા આમ કહેવું કે ભારતવર્ષમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષોમાં રામનું
નામ જ સૌથી વધારે લોકો દ્વારા લેવાય છે તો તે અત્યુક્તિ નહિ ગણાય. રામનું નામ આટલું
બધું પ્રસિદ્ધિ કેમ પામ્યું? લોકો વાતવાતમાં રામની મહત્તા કેમ માને છે અને અત્યંત શ્રદ્ધા તથા
ભક્તિ સહિત રામ-રાજ્યનું સ્મરણ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્નો પર આપણે જ્યારે
ઊંડાણથી વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે રામના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની
છે કે જેનાથી તેમનું નામ પ્રત્યેક ભારતીયની રગેરગમાં સમાઇ ગયું છે, તેમનું પવિત્ર ચરિત્ર
લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે અને એજ કારણે તેઓ આટલા લોકપ્રિય મહાપુરુષ સિદ્ધ
થયા છે.
રામના ગુણોની ગાથા તેમના જીવનકાળમાં જ લોકો દ્વારા ગવાતી હતી. કહેવાય છે કે
ભારતવર્ષનું આદિ કાવ્ય વાલ્મીકિ-રામાયણ તેમના જીવન-કાળમાં જ રચાયું હતું અને મહર્ષિ,
વાલ્મીકિએ તે લવ અને કુશને શિખવ્યું હતું. જે હોય તે પરંતુ આટલું નિશ્ચિત છે કે રામનું
ચરિત્રચિત્રણ કરનાર ગ્રંથોમાં વાલ્મીકિ-રામાયણ આદિ ગ્રંથ છે. જેનું સૌથી મોટું પ્રમાણ સ્વયં આ
પદ્મપુરાણની તે ભૂમિકા છે જેમાં રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે કેઃ-
श्रूयन्ते लौकिके ग्रन्थे राक्षसा रावणादयः । वसाशोणितमांसादिपानभक्षणकारिणः।।
અર્થાત્-લૌકિક ગ્રંથમાં એવું સાંભળવામાં આવે છે કે રાવણાદિ રાક્ષસ હતા. અને તે
માંસ, ચરબી આદિનું ભક્ષણ કરતાં અને લોહી પીતા હતી. યાદ રાખવાનું કે અહીં લૌકિક ગ્રંથનો
અભિપ્રાય વાલ્મીકિ-રામાયણનો છે આથી પણ વધારે પુષ્ટ પ્રમાણ એના આગળના શ્લોક છે.
જેમાં પદ્મપુરાણકારે અત્યંત દુઃખ પ્રગટ કરતાં કહ્યું છે કે -
अहो कुकविभिर्मूर्खे र्विद्याधरकुमारकम्। अभ्याख्यानमिदं नीतो दुःकृतग्रन्थकच्छकैः।।
एवंविधंकिल ग्रन्थं रामायण मुदाहृतम्। श्रृण्वतां सकलं पापंक्षयमायाति तत्क्षणात्।।
અર્થાત્ - આશ્ચર્ય છે કે મૂર્ખ કવિઓએ શ્રેષ્ઠ વિદ્યાધરોનું ચરિત્ર આ પ્રમાણે વિરૂપ
ચીતર્યુ છે, આ પ્રમાણે આ ગ્રંથ રામાયણ નામથી પ્રસિદ્ધ છે જેને સાંભળતાં સાંભળનારના સર્વ
પાપ ક્ષણવારમાં નાશ પામે છે.
આ ઉલ્લેખથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના સમયમાં પણ વાલ્મીકિ-રામાયણનો ખૂબ
પ્રચાર હતો અને લોકો માનતા હતા કે તેનું શ્રવણ કરવાથી પોતાના પાપોનો ક્ષય થાય છે.
પદ્મપુરાણની રચનાનો આધાર
પદ્મપુરાણની રચનાનો આધાર વિદ્વાનો ‘पउमचरिउ’ ને માને છે. એ ગ્રંથ ભગવાન
મહાવીરના નિર્વાણ પછી લગભગ ૪પ૦ વર્ષે રચાયો હતો, તેમાં પણ આજ જાતનો ઉલ્લેખ છે તેથી
એજ સિદ્ધ થાય છે કે તે સમયે વાલ્મીકિ-રામાયણ જન સાધારણમાં અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ હતો અને
તેમાં ઉપસાવવામાં આવેલ રામ રાવણનું ચરિત્રજ લોકો સાચું માનતા હતા, રામ અને રાવણના
ચરિત્ર-વિષયક ભ્રાંતિ દૂર કરવા માટે ‘
पउमचरिउ’ અને પ્રસ્તુત પદ્મચરિતની રચના થઈ છે.
(૧)

Page -13 of 660
PDF/HTML Page 8 of 681
single page version

background image
પદ્મપુરાણનો રચના–કાળ
સંસ્કૃત પદ્મચરિતની રચના ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૨૦૩ વર્ષે થઈ છે. જો
વીર સંવતથી ૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવતનો પ્રારંભ માનવામાં આવે તો પદ્મપુરાણનો રચનાકાળ
વિક્રમ સંવત ૮૩૪માં સમજવો જોઈએ.
દિગંબર સંપ્રદાયમાં પ્રાપ્ત કથા-સાહિત્યમાં એક-બે ગ્રંથો સિવાય આ ગ્રંથ સૌથી પ્રાચીન છે.
જો પ્રાકૃત पउमचरिउ’ પણ દિગંબર ગ્રંથ સિદ્ધ થઈ જાય (જેનું હજી અંતરંગ પરીક્ષણ થયું
નથી) તો કહેવું પડે કે દિગંબર કથા-ગ્રંથોમાં આ સર્વપ્રથમ છે.
રામ ચરિત્રનું ચિત્રણ
રામનું ચરિત્ર આલેખનારા ગ્રંથોમાં સ્પષ્ટપણે બે પ્રકાર મળે છે. એક પદ્મપુરાણનો પ્રકાર
અને બીજો ઉત્તરપુરાણનો પ્રકાર. પદ્મપુરાણની કથા પ્રાયઃ રામાયણને અનુસરે છે પણ
ઉત્તરપુરાણમાં રામનું ચરિત્ર એક નવા જ પ્રકારે ચીતરવામાં આવ્યું છે. બન્નેમાંથી કયું કથાનક
સત્ય છે અથવા સત્યની અધિક સમીપ છે-એ બાબતનો નિર્ણય કરનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ
નથી, વળી અમારામાં તેનો નિર્ણય કરવાની શક્તિ તથા યોગ્યતા પણ નથી. અમે ફક્ત
ધવલાકાર વીરસેનાચાર્યના શબ્દોમાં આટલું જ કહી શકીએ છીએ કે બન્નેય પ્રમાણિક આચાર્યાે છે
ને અમારે બન્નેય પ્રકારોનો સંગ્રહ કરવો જોઈએ, યથાર્થ સ્વરૂપ તો કેવળજ્ઞાન ગમ્ય જ છે.
પદ્મપુરાણના રચયિતા આચાર્ય રવિષેણ
સંસ્કૃત પદ્મપુરાણના રચનાકાર રવિષેણ આચાર્ય છે. તેમણે પોતાની ગુરુ-પરંપરા
આ પ્રમાણે આપી છે -
ज्ञाताशेषकृतान्तसन्मुनिमनः सोपानपर्वावली, पारंपर्य क्षमाधितं सुवचनं
सारार्थमत्यद्भूतम्
आसीदिन्द्रगुरोर्दिवाकरयति शिष्योडस्य चार्हन्मुनिस्तस्माँल्लक्ष्मणसेनसः मुनिरदः
शिष्यो रविस्तु स्मृतम्।।
અર્થાત્ – ભગવાન મહાવીર પછી સંપૂર્ણ આગમોને જાણનારી આચાર્ય પરંપરામાં
ઇન્દ્રગુરુ થયા તેમના શીષ્ય દિવાકર યતિ થયા, તેમના શિષ્ય અર્હન્મુની થયા, તેમના શિષ્ય
લક્ષ્મણસેન થયા. તેમના શિષ્ય રવિષેણ થયા જેમણે આ પદ્મમુનિનું પવિત્ર ચરિત્ર રચ્યું છે.
રવિષેણાચાર્યની ગુરુપરંપરાના આચાર્યોએ કયા કયા ગ્રંથોની રચના કરી છે, તેનો હજી સુધી
કાંઈ પતો લાગ્યો નથી પણ રવિષેણાચાર્ય ના ઉક્ત શબ્દોથી આટલું નિશ્ચિત છે કે તે સર્વ આગમના
જ્ઞાતા હતા તેથી ગુરુ પરંપરાથી રવિષેણાચાર્યને પણ આગમજ્ઞાન મળેલું હતું. પ્રસ્તુત પદ્મપુરાણની
સ્વાધ્યાય કરતાં ખ્યાલમાં આવે છે કે રવિષેણાચાર્યને પ્રથમાનુયોગ-સંબંધી કથા સાહિત્યનું કેટલું
વિશાળ જ્ઞાન હતું. તેમણે પોતાના આ ગ્રંથમાં હજારો ઉપકથાઓ રચી છે. તે ઉપરાંત ચરણાનુયોગ,
કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-સંબંધી જ્ઞાન પણ અત્યંત વૃધ્ધિ પામેલું હતું. તેમના કથાનકની વચ્ચે
વચ્ચે આપવામાં આવેલ સ્વર્ગ-નરકાદિના વર્ણન, દ્વીપ સમુદ્રોનું કથન, આર્ય-અનાર્યોના આચાર
વિચાર, રાત્રિભોજનાદિ અને પુણ્ય-પાપના ફળાદિથી એની ખાત્રી થાય છે. શાન્ત અને કરુણરસનું
આવું સુંદર ચિત્રણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. સીતાનું હરણ થયા પછીની રામની દયાજનક
(ર)

Page -12 of 660
PDF/HTML Page 9 of 681
single page version

background image
દશાનું, લંકાના ઉપવનમાં અને દેશનિકાલ કર્યા પછી વનમાં છોડી દેવાયેલ તથા અગ્નિકુંડની પરીક્ષામાં
ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલૌકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એકવાર આંખોમાંથી
આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછી રામની દશા જોઈએ
છીએ, તેમના અકૃત્રિમ અને લોકોત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું
આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં કહેવામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા
રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે.
મૂળગ્રંથનું પ્રમાણ લગભગ ૧૮૦૦૦ શ્લોક છે અને તે શ્રી માણિકચન્દ્ર દિ. જૈનગ્રંથમાળા
મુંબઈથી ત્રણ ભાગમાં છપાઈ ગયો છે. સ્વાધ્યાય પ્રેમીઓને મારો આગ્રહ છે કે તેઓ એકવાર
મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે.
રામનું વ્યક્તિત્વ
જોકે પદ્મચરિત અથવા પદ્મપુરાણનું નામ હોવાથી આમાં મુખ્યપણે શ્રીરામનું ચરિત્ર
કહેવાયું છે પણ તેમની જીવનસહચરી હોવાને લીધે આખાય રામચરિત્રમાં સીતા બધે વ્યાપ્ત છે.
સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ
આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફેલાયો, રાવણ પર વિજય મેળવવાને
લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો
પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો
રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેઃ-
अपश्यन् क्षणमात्रं यां भवामि विरहाकुलः। अनुरक्तां त्यजाम्येतां दयितामधुना कथम् ।।
चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।।
અર્થઃ- જે સીતાને ક્ષણમાત્ર પણ જોયા વિના હું વિરહથી આકુળવ્યાકુળ થઈ જાઉં છું તે
અનુરક્ત પ્રાણપ્યારી સીતાનો કેવી રીતે ત્યાગ કરું? જે મારા નયનોમાં અને મનમાં સદા
અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે
તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુઃસહ વિયોગ.
કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિંકર્તવ્યવિમૂઢ થઈ જાય
છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ -
इतो जनपरीवादश्चेतः स्नेह सुदुस्त्यजः। आहोडस्मि भय – रागाभ्यां प्रक्षिप्तो
गहनान्तरे।।
श्रेष्ठा सर्व प्रकारेण दिवौकोयोषितामपि। कथं त्यजामि तां साध्वी प्रीत्या
यातामिवैकताम्।।
અર્થાતઃ- એક તરફ જનાપવાદ અને બીજી તરફ દુસ્ત્યજ સ્નેહ. અહો! હું બન્નેની દુવિધામાં
પડેલો ગહન વન વચ્ચે ફેંકાઈ ગયો છું. જે સીતા દેવાંગનાઓથી પણ સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, સતી સાધ્વી
છે, મારા પ્રાણ સાથે એકત્વ પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે -
एतां यदि न मुंचामि साक्षाद् दुः कीर्तिमुद्गताम। कृपणो मत्समो मह्यां वदैतस्यां न
विद्यते।।
(૩)

Page -11 of 660
PDF/HTML Page 10 of 681
single page version

background image
અર્થઃ– જો હું સીતાનો ત્યાગ ન કરું તો આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ
કૃપણ નહિ હોય. અહીં કૃપણ શબ્દ ખાસ વિચારવા જેવો છે. જે દાન કરતો નથી તે કુંજસ
કહેવાય છે તેને માટે સંસારમાં કૃપણ શબ્દનો વ્યવહાર થાય છે. દાનના લક્ષણમાં કહ્યું છે-
अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम्। (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭, ૩૮)
અર્થઃ- જે બીજાના અનુગ્રહ માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે તેને
દાન કહે છે. લોકોમાં ફેલાયેલ કલંક (નિંદા) દૂર કરવા માટે પોતાના પ્રાણથી પણ પ્યારી
વસ્તુ (સીતા) નો જો હું પરિત્યાગ કરી શકતો નથી તો મારા કરતાં મોટો બીજો કૃપણ
કયો હોય? રામની માનસિક દશાનું યથાર્થ ચિત્રણ છે!
અંતે ગં્રથકાર પોતે લખે છે કે-
स्नेहापवादभयसंगतमानसस्य व्यामिश्रतीव्ररसवेगवशीकृतस्य।
रामस्य गाढ परितापसमा कुलस्य कालस्तदा निरुपमः स बभूव कृच्छः।।
અર્થઃ– એક તરફ જેનું ચિત્ત ગાઢ સ્નેહથી વશીકૃત છે અને બીજી તરફ
લોકાપવાદથી જેમનું હૃદય વ્યાકુળ છે એવાં સ્નેહ અને અપવાદથી વ્યાપ્ત ચિત્તવાળા રામ
તે વખતે અત્યંત કષ્ટમાં હતા જેની ઉપમા બીજે મળી શકતી નથી. આ સ્થિતિમાં સીતાનો
પરિત્યાગ રામને માટે ખરેખર મહાન ત્યાગનો આદર્શ ઉપસ્થિત કરે છે. આ એક એવી
ઘટના છે કે જેનાથી રામ સાચા રામ બન્યા અને યુગાન્તર સુધી ટકતો તેમના યશ આજે
પણ દિગંદમાં વ્યાપેલો છે. જો તેમના જીવનમાં આ પ્રસંગ ઉભો થયો ન હોત તો લોકો
રામરાજ્યનું સ્મરણ પણ આ રીતે ન કરેત.
સીતાનો આદર્શ
સીતાના પરિત્યાગથી રામનું નામ જ અમર થયું નથી પણ સીતા ય અમર થઈ
ગઈ. એ જ કારણે લોકો ‘સીતારામ’ કહેતાં રામથી ય પહેલાં સીતાનું નામ લે છે. જો
રામની કથામાંથી સીતાની કથા દૂર કરવામાં આવે તો આખીયે કથા નિષ્પ્રાણ બની જાય
છે. સીતાના પ્રત્યેક કાર્યે ભારતના જ નહીં પણ સમસ્ત સંસારની સ્ત્રીઓ સામે અનેક
મહાન આદર્શ ઉપસ્થિત કર્યા છે. પતિની વિપત્તિઓના સમયમાં સદા સાથે રહેવું, દુર્જનોની
વચ્ચે આવી પડતાં પોતાના પતિવ્રતનું રક્ષણ કરવું, રામ દ્વારા ત્યજાવા છતાં પણ રામ
પ્રત્યે જરાય અન્યથાભાવ મનમાં ન લાવયો એ કેટલો મોટો આદર્શ છે? જ્યારે રામના
સેનાપતિ સીતાને ભયંકર વનમાં છોડીને જવા લાગે છે ત્યારે સીતા સેનાપતિને કહે છે -
सेनापते त्वया वाच्यो रामो मद्वचनादिदम्। यथा मत्यागजः कार्यो न विषादस्त्वया प्रभो।।
અર્થ‘– હે સેનાપતિ! તું રામને કહે જે કે તે મારા ત્યાગનો કોઈ વિષાદ ન કરે.
ત્યાર પછી પણ સીતા રામને સંદેશો આપે છેઃ-
अवलम्ब्य परं धैर्यं महापुरुष सर्वथा । सदा रक्ष प्रजां सम्यक् पितेव न्यायवत्सलः।।
અર્થઃ– હે મહાપુરુષ! મારા વિયોગથી દુઃખી ન થતાં પરમ ધૈર્યનું અવલંબન કરીને
સદા ન્યાયવત્સલ બનીને પિતા સમાન પ્રજાની સારી રીતે રક્ષા કરજો.
(૪)

Page -10 of 660
PDF/HTML Page 11 of 681
single page version

background image
આહ! ધન્ય સીતા! તમને ભવિષ્યમાં આવનારી તમારી મુશ્કેલીઓનો જરાય ખ્યાલ નથી
અને પ્રજાના રક્ષણની આટલી ચિંતા છે! આથી બે બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. એક તો
એ કે રામે સીતાને દેશનિકાલ કરવા છતાં સીતાને રામ પ્રત્યે જરાય ક્રોધ નથી. તે બરાબર
જાણતી હતી કે રામનો મારા તરફ અગાધ સ્નેહ છે અને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રજાનું ધ્યાન
રાખીને તેમને મારો ત્યાગ કરવા લાચાર થવું પડયું છે. ધન્ય પ્રતિવ્રતા! રામ દ્વારા એક ગર્ભવતી
અબળાને સંકટોથી ભરેલા વિકટ વનમાં છોડી દેવા છતાં પણ તને પતિ ઉપર જરા જેટલોય ક્ષોભ
થયો નહિ. અને તારો પ્રજાપ્રેમ પણ રામથી યે વધારે ચડિયાતો છે કેમ કે આવી પોતાની દારૂણ
દશા વખતે ય પ્રજાના હિતનો વિચાર કરીને રામને પિતા જેવા વાત્સલ્યથી પ્રજાનું રક્ષણ કરવાનો
તે સંદેશ આપે છેઃ-
संसाराद् दुःखनिर्धोरान्मुच्यनते येन देहिनः। भव्यास्तद्रर्शनं सम्यगाराधयितुमर्हसि।।
साम्राज्यादपि पद्माभ तदेव बहु मन्यते। नश्यत्येव पुनाराज्यं दर्शनं स्थिरसौख्यदम्।
અર્થઃ- જે સમ્યગ્દર્શનના પ્રભાવથી ભવ્ય જીવ ઘોર સંસારસાગરથી પાર ઉતરે છે, હે
રામ! તમે તે સમ્યગ્દર્શનની સારી રીતે આરાધના કરજો. હે પદ્માભ-પદ્મ! તે સમ્યગ્દર્શન
સામ્રાજ્યથી અધિક છે. રાજ્ય તો નાશ પામે છે. પણ તે સમ્યગ્દર્શન સ્થાયી અવિનશ્વર સુખ
આપે છે. તેથી હે પુરુષોત્તમ રામ! આવા સમ્યગ્દર્શનને તમે કોઇ અભવ્ય પુરુષ દ્વારા નિંદા
કરવામાં આવે તો પણ છોડશો નહિ જેમ લોકાપવાદના ભયથી મને છોડી દીધી છે.
કેટલો માર્મિક સંદેશો છે? ધન્ય, સીતા ધન્ય! તું આવડી મોટી વિપત્તિમાં પડવા છતાં
પણ પોતાના પ્રિયને આટલો દિવ્ય સંદેશો આપી રહી છે. વાસ્તવમાં તું સતી-શિરોમણિ અને
પતિવ્રતાઓમાં અગ્રણી છે.
ત્યાર પછી આપણે સીતાનું અતુલ ધૈર્ય તે વખતે જોઈએ છીએ જ્યારે ભામંડળ આદિ
જઈને પુંડરીકનગરથી સીતાને અયોધ્યા લાવે છે, સીતા રામની પાસે ભરી સભામાં સામે આવે
છે, ચિરવિયોગ પછી પતિમિલનની આશા હૃદયમાં ઉછળી રહી છે, એવા સમયે રામ કહે છેઃ-
ततोडभ्यधायि रामेण सीते तिष्ठसि किं पुरः अपसर्प न
शक्तोडस्मिभवतीमभिवीक्षितुम्।।
અર્થઃ- સીતા સામે કેમ ઉભી છો? અહીંથી દૂર જા, હું તને જોવા ઇચ્છતો નથી. સેંકડો
વર્ષો પછી અને પ્રિયજનો દ્વારા અત્યંત સ્નેહપૂર્ણ આગ્રહ સાથે લાવવામાં આવ્યા છતાં પણ
સીતાએ જ્યારે રામના આ વચન સાંભળ્‌યા હશે ત્યારે વાચક પોતે જ વિચારે કે તેની તે સમયે
કેવી દશા થઈ હશે?
અંતે પોતાને સાંભળીને અને કોઈ પ્રકારે શક્તિ એકઠી કરીને સીતાએ રામને કહ્યું, હે
રામ! જો તમારે મારો ત્યાગ જ કરવો હતો તો આર્યિકાઓની પાસે કેમ ન છોડી? દોહદ પૂરા
કરવાનું બહાનું શા માટે કાઢયું? શું મારી સાથે પણ તમારે આવો માયાચાર કરવો જરૂરી હતો?
તે વખતે રામ નિરુત્તર બની જાય છે અને કહે છે -
रामो जनद जानामि देवि शीलं तवानधम्। मदनुव्रततां चोच्यैर्भावस्य च विशुद्धताम्।
परिवादमिमं किन्तु प्राप्ताडसि प्रकटं परमा स्वभावकुटिलस्वान्तामेतां प्रत्ययाय प्रजाम्।।
(પ)

Page -9 of 660
PDF/HTML Page 12 of 681
single page version

background image
હે દેવી! હું તારું નિર્દોષ શીલવ્રત સારી રીતે જાણું છું, તમારા ભાવોની વિશુદ્ધતા અને તારું
અનુકુળ પતિવ્રત પણ બરાબર જાણું છું પણ શું કરૂં? તું લોકાપવાદ પામી છો. પ્રજાનું ચિત્ત
સ્વભાવથી જ કુટિલ હોય છે, તેને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે આમ કરવું પડયું છે.
અંતે સીતા કહે છે કે લોકમાં સત્યની પરીક્ષાના જેટલા પ્રકાર છે તે હું કરવા તૈયાર છું
આપ કહો તો હું કાળકૂટ વિષનું પાન કરૂં, આપ કહો તો હું આશીવિષ સર્પના મુખમાં હાથ
નાખું અને જો કહો તો પ્રજ્વલિત અગ્નિની જ્વાળામાં પ્રવેશ કરૂં. આપ દરેક પ્રકારે મારા
શીલની પરીક્ષા કરી શકો છો પણ આ રીતે મારો પરિત્યાગ કરવો ઉચિત નથી. ત્યારે રામ
ક્ષણવાર ચૂપ રહીને કહે છે કે તું અગ્નિકુંડમાં પ્રવેશીને પોતાના શીલની પરીક્ષા કરાવ. આથી
સીતા અત્યંત આનંદ પામીને પોતાની સ્વીકૃતિ આપે છે. રામની આજ્ઞા પ્રમાણે ત્રણસો હાથ
લાંબો પહોળો ચતુષ્કોણ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવે છે અને તેમાં ચારે તરફથી અગ્નિ
લગાડવામાં આવે છે. હજારો સ્ત્રી પુરુષો સીતાનું સત્ય જોવા માટે એકઠા થયા છે. અગ્નિકુંડ
ચારે તરફથી પ્રજ્વલિત થયા પછી સીતા પોતાના શીલની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ.
લોકોમાં હાહાકાર ફેલાઈ ગયો. જુદા જુદા મુખે જુદી જુદી વાતો થવા લાગી. તે સમયે સીતા
પરમેશ્વરનું ધ્યાન કરીને કહે છેઃ-
कर्मणा मनसा वाचा रामं मुक्त्वा परं नरम्। समुद्वहामि न स्वप्नेडप्यन्यं सत्यमिदं मम्।।
यधेतदनृतं वच्मि तदा मामेष पावकः। भस्मसाद्भावमप्राप्तामपि प्रापयतु क्षणात्।।
આજ વાત એક બીજા કવિએ આ પ્રમાણે કહી છેઃ-
मनसि वचसि काये जागरे स्वप्नमार्गे यदि मम पतिभावो राघवादन्यपुंसि।
तदिह दह शरीरं पावके मामकीनं सुकृत – विकृत नीते देव साक्षी त्वमेव।।
અર્થઃ- જો મેં મન વચન કાયાથી જાગતાં કે સ્વપ્નમાં પણ રામચંદ્ર સિવાય અન્ય
પુરુષનું ચિંતવન પણ કર્યું હોય તો આ અગ્નિ મારા શરીરને ક્ષણવારમાં ભસ્મ કરી નાખો. હે
દેવ! સાચા-જૂઠા કાર્યોના વિષયમાં આપ સાક્ષી છો.
આમ કહીને સીતાએ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી જે કાંઈ થયું તે સર્વને પરિચિત
છે. એમાં કાંઈ શંકા નથી કે જે મનથી વચનથી, કાયથી શુદ્ધ શીલના ધારક છે તેમને સંસારનો
કોઈ મોટામાં મોટો ભય પણ ચળાવી શકતો નથી.
લોકો કહે છે કે કથાગ્રંથો અને પુરાણોમાં શું રહ્યું છે? તે વાંચવાથી શો લાભ થવાનો
છે? એવા લોકોને હું કહેવા ઈચ્છું છું કે સાંસારિક પ્રલોભનોમાં લલચાવનારી કથાઓ સાંભળવાથી
ભલે કોઈ લાભ ન હોય પણ તે મહાપુરુષોની કથાઓ હૃદય ઉપર પોતાનો અમિટ પ્રભાવ પાથર્યા
વિના રહેતી નથી કે જેમના જીવનમાં એક એકથી ચડિયાતી અનેક ઘટનાઓ બની હોય છે,
અનેક સંકટો આવ્યા હોય છે અને જે પોતાના પ્રબળ અને અદમ્ય ઉત્સાહથી તથા પરાક્રમથી
તેમના પર વિજય મેળવવા માટે નિરંતર આગળ વધતા રહ્યા અને અંતે મહાપુરુષ બનીને
સંસારની સામે એક પવિત્ર આદર્શ ઉપસ્થિત કરી ગયા છે. સ્વયં રામનું જીવન એનું જવલંત
ઉદાહરણ છે. તેમના પવિત્ર ચરિત્રથી પ્રભાવિત થઈને રાવણ જેવા તેના પ્રબળ પ્રતિપક્ષીને અનેક
વાર તેમની પ્રશંસા કરવી પડી છે.
(૬)

Page -8 of 660
PDF/HTML Page 13 of 681
single page version

background image
તે ઉપરાંત જ્યારે આપણે અનેક કથાઓમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જોઈએ છીએ તો
તેનો એવો ઊંડો પ્રભાવ હૃદય ઉપર પડે છે કે આત્મા સાંસારિક-ઝંજાળોથી ઉદ્વેગ પામીને તેમાંથી
છૂટવા માટે તરફડે છે અને હૃદયમાં એવા ભાવ નિરંતર વહેવા લાગે છે કે પૂર્વોપાર્જિત કર્મોએ
જ્યારે મહાપુરુષોને પણ છોડયા નથી તો પછી આપણે કઈ ગણતરીમાં છીએ? આવા ભાવ વડે જ
મનુષ્ય આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે. માટે સંસારની સ્થિતિનું યથાર્થ ચિત્રણ કરનાર પુણ્યપાપનું
ફળ પ્રત્યક્ષ દેખાડનાર, મહર્ષિઓએ રચેલા મહાપુરુષોના ચરિત્રોનું અધ્યયન કરવું જોઈએ.
દીર્ધસૂત્રી મનુષ્ય
દીર્ધસૂત્રી મનુષ્ય કેવી રીતે પડયો પડયો જાત જાતના વિકલ્પો કરતો રહે છે એનું બહુ
સુંદર ચિત્રણ ગ્રંથકારે ભામંડળની મનોવૃત્તિનું લક્ષ્ય કરીને આપ્યું છે. ભાષાકારના શબ્દોમાં એનો
થોડો અંશ જોઈએ-મેં આ પ્રાણ સુખમાં વીતાવ્યા છે તેથી થોડા દિવસો રાજ્યનું સુખ ભોગવી,
કલ્યાણનું કારણ એવું તપ પછી કરીશ. આ કામ-ભોગ દુર્નિવાર છે, એનાથી જે પાપ થશે તે
ધ્યાનરૂપ અગ્નિ વડે ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. ઈત્યાદિ મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ
એક મુહૂર્તની પેઠે ગાળવા લાગ્યો. આ કર્યુ, એ કરૂં, આમ કરીશ, આવું ચિંત્વન કરતાં આયુષ્યના
અંતને જાણી શક્યો નહિ. એક દિવસ સાતમાળના મહેલની ઉપર સુંદર શય્યા પર સૂતો હતો ત્યાં
તેના પર વીજળી પડી અને તે તત્કાળ મૃત્યુ પામ્યો.
દીર્ધસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પો કરે પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો નથી. તૃષ્ણાથી
હણાયેલો એક ક્ષણ પણ શાતા પામતો નથી. મૃત્યુ શિર પર ચકરાય છે પણ તેની શુધબુધ નથી.
ક્ષણભંગુર સુખ નિમિત્તે દુર્બુધ્ધિ આત્મહિત કરતો નથી. વિષય વાસનાથી લુબ્ધ બનીને અનેક
પ્રકારના વિકલ્પો કર્યા કરે છે જે કર્મબંધના કારણ છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે. જે
તેમને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે છે તે ભવસાગરમાં ડૂબતો
નથી. અને વિષયાભિલાષી જીવ ભવમાં કષ્ટ સહન કરે છે. હજારો શાસ્ત્ર વાંચવા છતા શાંતિ ન
થઈ તો શો ફાયદો? અને એકજ પદથી શાંતિ પ્રાપ્ત થાય તો તે પ્રશંસવા યોગ્ય છે. જે જાતજાતના
અશુભ ઉદ્યમોથી વ્યાકુળ છે તેમનું આયુષ્ય નકામું વીતે છે જેમ હાથમાં આવેલું રત્ન જતું રહે છે
તેમ. આમ જાણીને સર્વ લૌકિક કાર્યોને નિરર્થક જાણીને દુઃખરૂપ ઈંદ્રિયના સુખોનો ત્યાગ કરી
પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો.
કેટલું માર્મિક ચિત્રણ છે અને ગ્રંથકાર ભામંડળના બદલે સર્વ સંસારી લોકોને જાણે કે
પોકારી પોકારીને કહી રહ્યા છે કેઃ
“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ
પલમેં, પરલય હોયગા, બહુરિ કરેગા કબ.”
હિન્દી પદ્મપુરાણ
ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ ‘પદ્મપુરાણ’ નામથી જ પ્રસિદ્ધ છે. જે પ્રમાણે
હિન્દી સંસારમાં તુલસી રામાયણ અત્યંત પ્રસિદ્ધ છે અને ઘરઘરમાં પ્રચલિત છે તેવીજ રીતે
જૈનોમાં અને ખાસ કરીને દિગંબરોમાં આ પદ્મપુરાણનો ખૂબજ પ્રચાર છે. દિ. જૈનોનું ભાગ્યે જ
કોઈ એવું મંદિર
(૭)

Page -7 of 660
PDF/HTML Page 14 of 681
single page version

background image
હશે કે જ્યાં પદ્મપુરાણની એક બે હસ્તલિખિત પ્રતો ન હોય.
પદ્મપુરાણની હિન્દી વચનિકા પં. દૌલતરામજીએ વિક્રમ સં. ૧૮૨૩ માં કરી છે. તે
જયપુરમાં રહેતા. તેમની જાતિ ખંડેલવાલ અને ગોત્ર કાશલીવાલ હતું. જયપુરમાં તેમના એક
પરમમિત્ર શ્રી રાયમલ્લજી રહેતા હતા. તેમના અત્યંત સ્નેહ અને પ્રેરણાથી પં. દૌલતરામજીએ
આ ભાષા ટીકા બનાવી છે. તે પોતે પોતાના શબ્દોમાં લખે છે -
રાયમલ્લ સાધર્મી એક, જાકે ઘટમેં સ્વ-પરવિવેક,
દયાવન્ત ગુણવન્ત સુજાન, પર-ઉપકારી પરમ નિધાન.
દૌલતરામ સુતાકો મિત્ર, તાસોં ભાષ્યો વચન પવિત્ર;
પદ્મપુરાણ મહાશુભ ગ્રંથ, તામેં લોગ શિખરકો પંથ.
ભાષારૂપ હોય જો યેહ, બહુજન વાંચ કરૈં અતિ નેહ;
તાકે વચન હિયમેં ધાર, ભાષા કીની મતિ-અનુસાર.
હિન્દી પદ્મપુરાણની ભાષા
હિન્દી પદ્મપુરાણની ભાષા ઢૂંઢારી અથવા રાજસ્થાની છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જેટલા પ્રસિદ્ધ
દિગંબર જૈન વિદ્વાનો થયા છે તે ઘણું કરીને જયપુર અથવા તેની આસપાસ જ થયા છે અને
તેમણે પોતાને ત્યાં જનસામાન્યમાં પ્રચલિત રાજસ્થાની ભાષામાં જ પોતાના મૌલિક કે અનુવાદિત
ગ્રંથો રચ્યા છે. છતાં પણ આ ઢૂંઢારી ભાષા એટલી શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે કે
ભારતવર્ષના વિભિન્ન પ્રાંતોના નિવાસી બધા દિગંબર જૈન તેને સારી રીતે સમજી શકે છે.
પ્રસ્તુત સંસ્કરણ
આ હિન્દી ભાષા વચનિકાના કેટલાક સંસ્કરણો અગાઉ પ્રકાશિત થઈ ચૂકયા છે. પણ
આજે તેની પ્રાપ્તિ અસંભવ જેવી બની ગઈ છે. એ વાતનું ધ્યાન રાખીને શ્રી ૧૦પ ક્ષુલ્લક
ચિદાનંદજી મહારાજની પ્રેરણાનુસાર સસ્તી ગ્રંથમાળાના સંચાલકોએ તેને પ્રકાશિત કરવાનો
નિર્ણય કર્યો.
કેટલાક લોકોની ઈચ્છા હતી કે ભાષાને આજની હિન્દી રૂપમાં પરિવર્તિત કરવી પણ
એમ બની શક્યું નહિ. એના બે કારણ હતા-એક તો એ કે પ્રાચીન લોકોને ઉક્ત ઢુંઢારી
ભાષાજ સાંભળવી ગમતી હતી, બીજું કારણ એ કે તેનું વર્તમાન રૂપમાં પરિવર્તન ઘણો સમય
માગતું હતું. મને સારી રીતે યાદ છે કે મારા પૂજ્ય ગુરુ સ્વ. પં. ઘનશ્યામદાસજી ન્યાયતીર્થે ૩પ
વર્ષ પહેલાં શ્રી સ્વ. પં. ઉદયલાલજી કાશલીવાલની પ્રેરણાથી વિશુદ્ધ હિન્દીમાં પદ્મપુરાણનો
અનુવાદ કર્યો હતો અને પ્રકાશન માટે તેને પં. ઉદયલાલજી પાસે મુંબઈ મોકલ્યો હતો. તે બન્ને
વિદ્વાનોના અકાળ અવસાનથી તે અનુવાદ ક્યાં પડયો પડયો પોતાનું દુઃખી જીવન વીતાવી રહ્યો
છે તેની કાંઈ ખબર પડી નથી. જો સ્વ. પં. ઉદયલાલજીના ઉતરાધિકારીઓ પાસે તે અનુવાદ
સુરક્ષિત હોય તો તે સસ્તી ગ્રંથમાળાને આપવાની કૃપા કરે કે જેથી આગામી સંસ્કરણમાં તે
પ્રકાશિત કરાવી શકાય.
પ્રસ્તુત સંસ્કરણ ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા કલકત્તાથી મુદ્રિત પદ્મપુરાણની
કોપી પરથી છાપવામાં આવેલ છે. પણ તેમાં દિ. જૈન મન્દિર ધર્મપુરી, દિલ્હી શાસ્ત્રભંડારની હસ્ત
(૮)

Page -6 of 660
PDF/HTML Page 15 of 681
single page version

background image
લિખિત પ્રતિ પરથી અને મૂળ સંસ્કૃત ગ્રંથ સાથે મેળવીને યથાસ્થાન આવશ્યક સંશોધન
કરવામાં આવેલ છે. કથાનકોની વચ્ચે આવતા દેશ, ગામ અને વ્યક્તિઓના જે અશુદ્ધ
નામ અત્યાર સુધી છપાયા કરતા હતા તેમને શુદ્ધ કરી લેવામાં આવ્યા છે.
– હીરાલાલ જૈન
શ્રી શીતળ પ્રસાદજીએ સોનીપત) પોતાનો અમૂલ્ય સમય આપીને આ ગ્રંથનું
સંશોધન કર્યું છે. તેથી સસ્તી ગ્રંથમાળા કમિટિ તેમની અત્યંત આભારી છે. છતાં પણ જો
દ્રષ્ટિદોષથી કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો વાચક તેને શુદ્ધ કરીને વાંચશે અને સાથે
ગ્રંથમાળાને સૂચિત કરશે કે જેથી આગામી સંસ્કરણમાં તેમને સુધારી શકાય.
સુમેરચંદ જૈન અરાઈજ નવીસ
મંત્રી, સસ્તી ગ્રંથમાળા કમિટિ, દિલ્હી.
અનુવાદકનું કથનઃ–
શ્રી રવિષેણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (શ્રી રામ-ચરિત) સંસ્કૃત રચના છે. તે અનુષ્ટુપ
છંદમાં અઢાર હજાર તેવીસ શ્લોક પ્રમાણ છે. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૨૦૩ વર્ષે
તેની રચના થઈ. સંસ્કૃત પદ્મપુરાણના રચયિતાની ગુરુ પરંપરા ગ્રંથના અંતે આપી છે.
ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ ‘પદ્મપુરાણ’ નામથી પ્રસિદ્ધ છે. પદ્મપુરાણની
હિન્દી વચનિકા પં. દૌલતરામજીએ વિક્રમ સંવત ૧૮૨૩માં કરી છે. તેની ભાષા ઢૂંઢારી અથવા
રાજસ્થાની છે. આ ભાષા શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે.
અધ્યાત્મ અતિશય તીર્થ સોનગઢમાં રહીને આધ્યાત્મિક સત્પુરુષશ્રી કાનજીસ્વામીએ
સનાતન દિગંબર જૈનધર્મનું રહસ્ય અદ્ભુત રીતે પ્રકટ કર્યું છે અને ભારતભરમાં તેમજ
વિદેશોમાં પણ તેનો પ્રચાર થયો છે. સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના લાખો અનુયાયીઓ
ગુજરાતીભાષી છે અને દેશવિદેશમાં ફેલાયેલા છે. તેમને પણ આ ઉત્તમ પ્રાચીન પુરાણ ગ્રંથનો
અભ્યાસ કરવા મળે તે માટે કેટલાક જિજ્ઞાસુ વાચકોની માગણીથી ઉપરોક્ત પં. દૌલતરામજી કૃત
ભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત રચના ગુજરાતી ભાષી
વાચકોને રસ ઉત્પન્ન કરે અને આ મહાન પુરાણ ગ્રંથમાંથી તેઓ યથેષ્ટ લાભ પ્રાપ્ત કરે તેવી
ભાવના છે. ઈતિ અલમ્
(૯)

Page -5 of 660
PDF/HTML Page 16 of 681
single page version

background image
વિષયાનુક્રમણિકા
ક્રમ
પર્વ સં.
વિષય
પૃષ્ઠનં.
૧ પ્રથમ પર્વ
મંગળાચરણાદિ પીઠબંધ વિધાન
૨ દ્વિતીય પર્વ
વિપુલગિરિ પર ભગવાન મહાવીરનું
૧૧
સમોસણ અને રાજા શ્રેણિક દ્વારા
રામકથાનો પ્રશ્ન
૩ તૃતીય પર્વ
વિદ્યાધર લોકનું વર્ણન
૨૧
૪ ચોથું પર્વ
શ્રી ઋષભનાથ ભગવાનનું વર્ણન
૩૩
પ પાંચમું પર્વ
રાક્ષસવંશી વિદ્યાધરોનું કથન
૩૭
૬ છઠું પર્વ
વાનરવંશી વિદ્યાધરોનું કથન
પ૩
૭ સપ્તમ પર્વ
રાવણનો જન્મ અને વિદ્યા સાધવાનું કથન
૭૨
૮ આઠમું પર્વ
દશગ્રીવ રાવણનું કથન
૮૭
૯ નવમું પર્વ
વાલી મુનિનું કેવળજ્ઞાન અને
૧૦પ
મુક્તિનું કથન
૧૦ દસમું પર્વ
સહસ્ત્રરશ્મિ અને અરણ્ય રાજાનું નિરુપણ
૧૧૪
૧૧ અગિયારમું પર્વ
મરુતના યજ્ઞનો વિધ્વંસ અને રાવણના
૧૨૧
દિગ્વિજયનું કથન
૧૨ બારમું પર્વ
ઇન્દ્ર નામના વિદ્યાધર રાજાના પ્રભાવનું કથન
૧૩૩
૧૩ તેરમું પર્વ
ઇન્દ્ર વિદ્યાધર રાજાના નિર્વાણગમનનું કથન
૧૪૬
૧૪ ચૌદમું પર્વ
અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું વર્ણન
૧પ૦
૧પ પંદરમું પર્વ
અંજના સુંદરી અને પવનંજ્યના વિવાહનું વર્ણન
૧૬૬
૧૬ સોળમું પર્વ
પવનંજ્ય અંજનાના મેળાપનું વર્ણન
૧૭૪
૧૭ સત્તરમું પર્વ
શ્રીશૈલ હનુમાનની જન્મકથાનું વર્ણન
૧૮૨
૧૮ અઢારમું પર્વ
પવનંજ્ય અંજનાના પુનર્મિલનનું વર્ણન
૧૯૭
૧૯ ઓગણીસમું પર્વ
રાવણની ચક્રપ્રાપ્તિ અને રાજ્યાભિષેકનું વર્ણન
૨૦૩
૨૦ વીસમું પર્વ
ચૌદ કુલકર, ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ
નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર અને
તેમના માતાપિતાના પૂર્વભવ અને
નગરોના નામ વગેરે.
૨૦૮
૨૧ એકવીસમું પર્વ
વજ્રબાહુ કીર્તિધરના માહામ્યનું વર્ણન
૨૨૦
૨૨ બાવીસમું પર્વ
રાજા સુકૌશલનું માહત્મ્ય અને તેમના
૨૨૭
વંશમાં રાજા દશરથની ઉત્પત્તિનું વર્ણન
૨૩ તેવીસમું પર્વ
રાજા દશરથ અને જનકને વિભીષણકૃત
૨૩પ
મરણભયનું વર્ણન

Page -4 of 660
PDF/HTML Page 17 of 681
single page version

background image
ક્રમ
પર્વ સં.
વિષય
પૃષ્ઠનં.
૨૪ ચોવીસમું પર્વ
રાણી કૈકેયીને રાજા દશરથના વરદાન
આપવાનું વર્ણન
૨૩૮
૨પ પચીસમું પર્વ
રામચંદ્રાદિ ચાર ભાઈઓના જન્મનું વર્ણન
૨૪૧
૨૬ છવીસમું પર્વ
સીતાઅને ભામંડળના યુગલ જન્મનું વર્ણન
૨૪૪
૨૭ સત્તાવીસમું પર્વ
મ્લેચ્છોની હાર અને રામની જીતનું વર્ણન
૨પ૨
૨૮ અઠાવીસમું પર્વ
રામ લક્ષ્મણનો ધનુષ ચડાવવા આદિનો
૨પ૬
પ્રતાપ અને રામના સીતા સાથે તથા
ભરતના લોકસુંદરી સાથેના વિવાહનું વર્ણન
૨૯ ઓગણત્રીસમું પર્વ
અષ્ટાહ્નિકા પર્વનું આગમન અને રાજા
૨૬૮
દશરથનું ધર્મોપદેશ શ્રવણ
૩૦ ત્રીસમું પર્વ
ભામંડળનો રામલક્ષ્મણ સાથે મેળાપ થવો
૨૭૨
૩૧ એકત્રીસમું પર્વ
રાજા દશરથના વૈરાગ્યનું વર્ણન
૨૭૯
૩૨ બત્રીસમું પર્વ
દશરથ રાજાનું તપગ્રહણ, રામનું વિદેશગમન
૨૮૯
અને ભરતનો રાજ્યાભિષેક
૩૩ તેત્રીસમું પર્વ
રામ લક્ષ્મણ દ્વારા વજ્રકરણ રાજાના
૨૯૬
ઉપકારનું વર્ણન
૩૪ ચોત્રીસમું પર્વ
મ્લેચ્છોના રાજા રૌદ્રભૂતિનું વર્ણન
૩૦૮
૩પ પાંત્રીસમું પર્વ
દેવો દ્વારા નગર વસાવવું અને કપિલ
૩૧૨
બ્રાહ્મણના વૈરાગ્યનું વર્ણન
૩૬ છત્રીસમું પર્વ
વનમાલાની પ્રાપ્તિનું વર્ણન
૩૧૯
૩૭ સાડત્રીસમું પર્વ
અતિવીર્યના વૈરાગ્યનું વર્ણન
૩૨૨
૩૮ આડત્રીસમું પર્વ
લક્ષ્મણને જિતપદ્માની પ્રાપ્તિ
૩૨૮
૩૯ ઓગણચાળીસમું પર્વ
દેશભૂષણ-કુલભૂષણ કેવળીનું વર્ણન
૩૩૩
૪૦ ચાળીસમું પર્વ
રામગિરિનું વર્ણન
૩૪૨
૪૧ એકતાળીસમું પર્વ
જટાયુ પક્ષીનું વર્ણન
૩૪૪
૪૨ બેંતાળીસમું પર્વ
રામના દંડકવનમાં નિવાસનું વર્ણન
૩પ૦
૪૩ તેંતાળીસમું પર્વ
શંબૂકના વધનું વર્ણન
૩પપ
૪૪ ચુમાળીસમું પર્વ
સીતાહરણ અને રામવિલાપનું વર્ણન
૩પ૯
૪પ પીસ્તાળીસમું પર્વ
રામને સીતાનો વિયોગ અને પાતાળ
૩૬૬
લંકામાં નિવાસનું વર્ણન
૪૬ છેંતાળીસમું પર્વ
લંકાના માયામયી કોટનું વર્ણન
૩૭૦
૪૭ સુડતાળીસમું પર્વ
રાજા સુગ્રીવના વ્યાખ્યાનનું વર્ણન
૩૭૮
૪૮ અડતાળીસમું પર્વ
લક્ષ્મણે કોટિશિલા ઊંચકી તેનું વર્ણન
૩૮૩

Page -3 of 660
PDF/HTML Page 18 of 681
single page version

background image
ક્રમ
પર્વ સં.
વિષય
પૃષ્ઠનં.
૪૯ ઓગણપચાસમું પર્વ
હનુમાનના લંકાગમનનું વર્ણન
૩૯૨
પ૦ પચાસમું પર્વ
મહેન્દ્ર અને અંજના શ્રીરામ નિકટ આવ્યા
૩૯૬
તેનું વર્ણન
પ૧ એકાવનમું પર્વ
રામને રાજા ગંધર્વની કન્યાઓની પ્રાપ્તિનું
૩૯૮
વર્ણન
પ૨ બાવનમું પર્વ
હનુમાનને લંકાસુંદરીની પ્રાપ્તિનું વર્ણન
૪૦૦
પ૩ ત્રેપનમું પર્વ
હનુમાન લંકાથી પાછા ફર્યા તેનું વર્ણન
૪૦૪
પ૪ ચોપનમું પર્વ
રામલક્ષ્મણનું લંકાગમન
૪૧૩
પપ પંચાવનમું પર્વ
વિભીષણનો રામ સાથે મેળાપ, ભામંડળનું
૪૧પ
આગમન
પ૬ છપનમું પર્વ
બન્ને સૈન્યોના પરિમાણનું વર્ણન
૪૨૦
પ૭ સત્તાવનમું પર્વ
રાવણની સેના લંકામાંથી આવી તેનું વર્ણન
૪૨૧
પ૮ અઠ્ઠાવનમું પર્વ
હસ્ત-પ્રહસ્તના મરણનું વર્ણન
૪૨પ
પ૯ ઓગણસાઠમું પર્વ
હસ્ત-પ્રહસ્ત નળનીલના પૂર્વભવનું વર્ણન
૪૨૬
૬૦ સાઠમું પર્વ
રામ લક્ષ્મણને અનેક વિદ્યાઓની પ્રાપ્તિનું
૪૨૮
વર્ણન
૬૧ એકસઠમું પર્વ
સુગ્રીવ ભામંડળનું નાગપાશથી છૂટવું,હનુમાનનું
કુંભકરણની ભુજાપાશથી છૂટવું, રામ લક્ષ્મણને
સિંહવાહન ગરુડવાહન વિદ્યાની પ્રાપ્તિનું વર્ણન
૪૩૩
૬૨ બાસઠમું પર્વ
લક્ષ્મણને રાવણના હાથથી શક્તિ લાગવી
૪૩૪
અને અચેત થવાનું વર્ણન
૬૩ ત્રેસઠમું પર્વ
લક્ષ્મણને શક્તિ લાગતાં રામનાવિલાપનું વર્ણન
૪૩૮
૬૪ ચોસઠમું પર્વ
વિશલ્યાના પૂર્વભવનું વર્ણન
૪૪૦
૬પ પાંસઠમું પર્વ
વિશલ્યાના સમાગમનું વર્ણન
૪૪૪
૬૬ છાંસઠમું પર્વ
રાવણના દૂતનું આવવું અને પાછા ફરવું
૪૪૭
૬૭ સડસઠમું પર્વ
શ્રી શાન્તિનાથના ચૈત્યાલયનું વર્ણન
૪પ૧
૬૮ અડસઠમું પર્વ
શ્રીશાન્તિનાથના ચૈત્યાલયમાં અષ્ટાહ્નિકાનો
૪પ૨
ઉત્સવ
૬૯ ઓગણસીત્તેરમું પર્વ
લંકાનાલોકોના અનેકાનેક નિયમો લેવાનું વર્ણન
૪પ૩
૭૦ સીત્તેરમું પર્વ
રાવણનું વિદ્યાસાધન અને કપિકુમારોનું
૪પ૪
લંકાગમન પછી પૂર્ણભદ્ર-મણિભદ્રની કોપ
શાંતિનું વર્ણન
૭૧ એકોત્તેરમું પર્વ
શ્રી શાન્તિનાથના મંદિરમાં રાવણને બહુરૂપિણી
વિદ્યાની સિદ્ધિ થવાનું વર્ણન
૪પ૮

Page -2 of 660
PDF/HTML Page 19 of 681
single page version

background image
ક્રમ
પર્વ સં.
વિષય
પૃષ્ઠનં.
૭ર બોંતેરમું પર્વ
રાવણના યુદ્ધ નિશ્ચયનું વર્ણન
૪૬૦
૭૩ તોંતેરમું પર્વ
રાવણ યુદ્ધમાં ઉદ્યમી થયો તેનું વર્ણન
૪૬૪
૭૪ ચુમોતેરમું પર્વ
રાવણ અને લક્ષ્મણના યુદ્ધનું વર્ણન
૪૭૧
૭પ પંચોત્તેરમું પર્વ
લક્ષ્મણને ચક્રરત્નની પ્રાપ્તિનું વર્ણન
૪૭પ
૭૬ છોતેરમું પર્વ
રાવણના વધનું વર્ણન
૪૭૭
૭૭ સત્તોત્તેરમું પર્વ
વિભીષણના શોકનિવારણનું વર્ણન
૪૭૯
૭૮ અઠોત્તેરમું પર્વ
ઇંદ્રજિત મેઘનાદ કુંભકરણાદિનો વૈરાગ્ય અને
૪૮૨
મંદોદરી આદિ રાણીઓના વૈરાગ્યનું વર્ણન
૭૯ ઓગણએંસીમું પર્વ
રામ અને સીતાના મિલનનું વર્ણન
૪૮૮
૮૦ એંસીમું પર્વ
શ્રીમય મુનિનું માહાત્મ્યનું વર્ણન
૪૯૦
૮૧ એકાસીમું પર્વ
અયોધ્યા નગરીનું વર્ણન
૪૯૮
૮૨ બ્યાસીમું પર્વ
રામ લક્ષ્મણનું આગમન
પ૦૨
૮૩ ત્યાંસીમું પર્વ
ત્રિલોકમંડન હાથીને જાતિસ્મરણ થતાં તે
પ૦પ
ઉપશાન્ત થયો તેનું વર્ણન
૮૪ ચોર્યાસીમું પર્વ
ત્રિલોકમંડન હાથીના વૈરાગ્યનું વર્ણન
પ૧૦
૮પ પંચાસીમું પર્વ
ભરત અને હાથીના પૂર્વ ભવોનું વર્ણન
પ૧૧
૮૬ છયાંસીમું પર્વ
ભરત ને કૈકયીના વૈરાગ્યનું વર્ણન
પ૧૮
૮૭ સત્તાસીમું પર્વ
ભરતના નિર્વાણગમનનું વર્ણન
પ૨૦
૮૮ અઠાસીમું પર્વ
રામ લક્ષ્મણના રાજ્યાભિષેકનું વર્ણન
પ૨૧
૮૯ નેવ્યાસીમું પર્વ
મધુનું યુદ્ધ અને વૈરાગ્ય,
પ૨૩
મધુના પુત્ર લવણાર્ણવનું મરણ
૯૦ નેવુંમું પર્વ
મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત ઉપદ્રવનું વર્ણન
પ૨૮
૯૧ એકાણુમું પર્વ
શત્રુધ્નના પૂર્વભવનું વર્ણન
પ૨૯
૯૨ બાણુંમું પર્વ
મથુરાના ઉપસર્ગ નિવારણનું વર્ણન
પ૩૧
૯૩ ત્રાણુમું વર્ણન
રામનેશ્રીદામા અને લક્ષ્મણને મનોરમાની પ્રાપ્તિ
પ૩પ
૯૪ ચોરાણુમું પર્વ
રામ લક્ષ્મણની ઋદ્ધિનું વર્ણન
પ૩૬
૯પ પંચાણુમું પર્વ
જિનેન્દ્ર પૂજાની સીતાને અભિલાષા અને
પ૩૮
ગર્ભના પ્રાદુર્ભાવનું વર્ણન
૯૬ છન્નુમું પર્વ
રામને લોકાપવાદની ચિંતાનું વર્ણન
પ૪૦
૯૭ સત્તાણુમું
પર્વ
સીતાનો વનમાં વિલાપ અને વજ્રજંધનું
આગમન
પ૪૩
૯૮ અઠાણુમું પર્વ
સીતાને વજ્રજંધે ધૈર્ય બંધાવ્યું તેનું વર્ણન
પપ૦
૯૯ નવાણુમું પર્વ
રામનો સીતાત્યાગ પછીનો શોક
પપ૪
૧૦૦ સોમું પર્વ
લવણાંકુશના પરાક્રમનું વર્ણન
પપ૯

Page -1 of 660
PDF/HTML Page 20 of 681
single page version

background image
ક્રમ
પર્વ સં.
વિષય
પૃષ્ઠનં.
૧૦૧ એકસો એકમું પર્વ
લવણાંકુશના દિગ્વિજયનું વર્ણન
પ૬૨
૧૦૨ એકસો બીજું પર્વ
લવણાંકુશ એ લક્ષ્મણ વચ્ચેના યુદ્ધનું વર્ણન
પ૬પ
૧૦૩ એકસો ત્રીજું પર્વ
રામલક્ષ્મણ સાથે લવણાંકુશના મેળાપનું વર્ણન
પ૭૨
૧૦૪ એકસો ચોથું પર્વ
સકળભૂષણ કેવળીના દર્શન માટે દેવોનું
આગમન
પ૭પ
૧૦પ એકસો પાંચમું પર્વ
સીતાનો અગ્નિકુંડમાં પ્રવેશ અને રામને
કેવળીના મુખે ધર્મશ્રવણ થયું તેનું વર્ણન
પ૮૦
૧૦૬ એકસો છઠું પર્વ
રામ લક્ષ્મણ વિભીષણ સુગ્રીવ સીતા અને
પ૯૪
ભામંડળના પૂર્વભવનું વર્ણન
૧૦૭ એકસો સાતમું પર્વ
કૃતાંતવક્ત્રના વૈરાગ્યનું વર્ણન
૬૦પ
૧૦૮ એકસો આઠમું પર્વ
લવકુશના પૂર્વભવનું વર્ણન
૬૦૭
૧૦૯ એકસો નવમું પર્વ
રાજા મધુના વૈરાગ્યનું વર્ણન
૬૦૯
૧૧૦ એકસો દસમું પર્વ
લક્ષ્મણના આઠ કુમારોનું વર્ણન
૬૧૬
૧૧૧ એકસોઅગિયારમું પર્વ ભામંડળના મરણનું વર્ણન
૬૨૧
૧૧૨ એકસો બારમું પર્વ
હનુમાનના વૈરાગ્ય ચિંતવનનું વર્ણન
૬૨૨
૧૧૩ એકસો તેરમું પર્વ
હનુમાનના નિર્વાણ ગમનનું વર્ણન
૬૨૬
૧૧૪ એકસો ચૌદમું પર્વ
ઇન્દ્રનો દેવોને ઉપદેશ
૬૨૮
૧૧પ એકસો પંદરમું પર્વ
લક્ષ્મણનું મરણ અને લવણાંકુશના
૬૩૧
વૈરાગ્યનું વર્ણન
૧૧૬ એકસો સોળમું પર્વ
રામચંદ્રના વિલાપનું વર્ણન
૬૩૪
૧૧૭ એકસો સત્તરમું પર્વ
લક્ષ્મણનો વિયોગ, રામનો વિલાપ અને
૬૩૬
વિભીષણનું સંસારના સ્વરૂપનું વર્ણન
૧૧૮ એકસો અઢારમું પર્વ
લક્ષ્મણના અગ્નિસંસ્કાર અને મિત્ર દેવોના
૬૩૮
આગમનનું વર્ણન
૧૧૯ એકસોઓગણીસમુંપર્વ શ્રીરામના વૈરાગ્યનું વર્ણન
૬૪૩
૧૨૦ એકસો વીસમું પર્વ
રામમુનિનું નગરમાં આહાર અર્થે આવવું
૬૪૬
અને થયેલા અંતરાયનું વર્ણન
૧૨૧ એકસો એકવીસમું પર્વ રામ મુનિને નિરંતરાય આહારલાભનું વર્ણન
૬૪૭
૧૨૨ એકસો બાવીસમું પર્વ
રામમુનિને કેવળજ્ઞાનની ઉત્પત્તિનું વર્ણન
૬૪૮
૧૨૩ એકસો ત્રેવીસમું પર્વ
રામનેમોક્ષપ્રાપ્તિ-ભાષાકારના પરિચયનું વર્ણન
૬પ૧