Page 0 of 660
PDF/HTML Page 21 of 681
single page version
Page 1 of 660
PDF/HTML Page 22 of 681
single page version
નમિ જિન પ્રતિમા જિનભવન,જિન મારગ ઉર આનિ. ૨
ઋષભ અજિત સંભવ પ્રણમિ, નમિ અભિનંદન, દેવ;
સુમતિ જુ પદ્મ સુપાર્શ્વ નમિ, કરિ ચન્દ પ્રભુ સેવ. ૩
પુષ્પદંત શીતલ પ્રણમિ, શ્રી શ્રેયાંસકો ધ્યાય;
વાસુપૂજ્ય વિમલેશ નમિ, નમિ અનંત કે પાય. ૪
ધર્મ શાંતિ જિન કુન્થુ નમિ, ઔર મલ્લિ યશ ગાય;
મુનિસુવ્રત નમિ નેમિ નમિ, નમિ પારસ કે પાય. પ
વર્ધમાન વરવીર નમિ, સુરગુરુવર મુનિ વંદ;
સકલ જિનંદ મુનિંદ નમિ, જૈનધર્મ અભિનંદ.
મહાપદ્મ પરમુખ પ્રભૂ, ચૌવીસોં જગદીશ.
સીમંધર આદિક નમૂં, દશ દૂને જિનરાય.
પૂજૈં જિનકો સુરપતિ, નાગપતિ નિરધાર.
હોંગે કેવલજ્ઞાનમય, નાથ અનંતાનંત.
Page 2 of 660
PDF/HTML Page 23 of 681
single page version
કેવલિ શ્રુતકેવલિ નમૂં, આચારજ ઉવઝાય.
સંતન કો પરણામ કર, નમિ દંગ વ્રત નિજ જ્ઞાન. ૧૨
શિવપુરદાયક સુગુરુ નમિ, સિદ્ધલોક યશ ગાય;
કેવલદર્શન જ્ઞાનકો, પૂજૂં મન વચ કાય.
ધર્મ શુક્લ નિજ ધ્યાન કો, વંદૂં ભાવ લગાય. ૧૪
ઉપશમ વેદક ક્ષાયિકા, સમ્યગ્દર્શન સાર;
કર વંદન સમભાવ કો, પૂજૂં પંચાચાર.
પંચ સમિતિ ઔર ગુપ્તત્રય, યે શિવમૂલ અનાદિ. ૧૬
અનિત્ય આદિક ભાવના, સેઊં ચિત્ત લગાય;
અધ્યાતમ આગમ નમૂં, શાંતિભાવ ઉર લાય.
તિનકી સ્તુતિ કરિ ભાવસોં, ષોડશ કારણ ધ્યાય. ૧૮
દશલક્ષણમય ધર્મકી, ધર સરધા મન માંહિ;
જીવદયા સત શીલ તપ, જિનકર પાપ નસાહિં. ૧૯
તીર્થંકર ભગવાન કે, પૂજૂં પંચકલ્યાણ;
ઔર કેવલિનકો નમૂં, કેવલ અરુ નિર્વાણ.
થુતિકર ચહુૉં વિધિ સંઘ કી, તજકર મિથ્યા ભર્મ. ૨૧
વંદૂં ગૌતમ સ્વામિ કે, ચરણકમલ સુખદાય;
વંદૂં ધર્મ મુનીન્દ્રકો, જંબૂ કેવલિ ધ્યાય.
વંદિ સમાધિ સુતંત્રકો, જ્ઞાન તને ગુણ ગાય. ૨૩
મહાધવલ અરુ જયધવલ, તથા ધવલ જિનગ્રંથ;
વંદૂં તન મન વચન કર, જે શિવપુરકે પંથ. ૨૪
ષટ્પાહુડ નાટક જુ ત્રય, તત્ત્વારથ સૂત્રાદિ;
તિનકો વંદૂં ભાવકર, હરૈં દોષ રાગાદિ.
ક્ષપણસાર ભવતાર હૈ, યોગસારરસધાર.
Page 3 of 660
PDF/HTML Page 24 of 681
single page version
પદ્મનંદિ પચ્ચીસિકા, કરે કર્મ ઉન્મૂલ.
દ્રવ્યસંગ્રહ નયચક્ર ફુનિ, નમૂં શાંતિ રસધાર. ૨૮
આદિ પુરાણાદિક સબૈ, જૈન પુરાણ વખાન;
વંદૂં મન વચ કાય કર, દાયક પદ નિર્વાણ; ૨૯
તત્ત્વસાર આરાધના, સાર મહારસ ધારઃ
પરમાતમ પડકાશકો, પૂજાૂં વારંવાર.
કુન્દકુન્દ પદ ધોક દે, કહું કથા સુખદાય.
પાત્રકેશરીકો પ્રણમિ, સમંતભદ્ર યશ ગાય.
પૂજ્યપાદકો કર પ્રણમિ, પૂજાદિક અભિનંદ.
શ્રી યોગીન્દ્ર મુનીન્દ્રકો, વંદૂં મન વચ કાય. ૩૪
વંદૂં મુનિ શુભચંદ્રકો, દેવસેનકો પૂજ;
કરિ વંદન જિનસેનકો, જિન કે સમ નહિં દૂજ. ૩પ
પદ્મપુરાણ નિધાનકો, હાથ જોડિ સિર નાય;
તાકી ભાષા વચનિકા, ભાષૂં સબ સુખદાય. ૩૬
પદ્મ નામ બલભદ્ર કા, રામચન્દ્ર બલભદ્ર;
ભયે આઠવેં ધાર નર, ધારક શ્રી જિનમુદ્ર. ૩૭
તા પીછે મુનિસુવ્રતકે, પ્રગટે અતિગુણધામઃ
સુરનરવંદિત ધર્મમય, દશરથ કે સુત રામ.
ન્યાયવંત બલવંત અતિ, કર્મહરણ જયવંત.
ભ્રાતભક્ત અનુરક્ત અતિ, જૈનધર્મ યશવંત. ૪૦
ચન્દ્ર સૂર્ય સે વીર યે, હરૈં સદા પરપીર;
કથા તિનોંકી શુભ મહા, ભાષી ગૌતમ ધીર. ૪૧
સુની સબૈં શ્રેણિક નૃપતિ, ધર સરધા મન માંહિ;
સો ભાષી રવિષેણને, યામેં સંશય નાહિં.
Page 4 of 660
PDF/HTML Page 25 of 681
single page version
ભરત શત્રુધ્ન અનુજ હૈ, યહી બાત ઉર ધારિ. ૪૩
તદ્ભવ શિવગામી ભરત, અરૂ લવ-અંકુશ પૂત
મુક્ત ભયે મુનિવરત ધરિ, નમૈં તિને પુરહ્ત. ૪૪
રામચન્દ્રકો કરિ પ્રણમિ, નમિ રવિષેણ ઋષીશ;
રામકથા ભાષૂં યથા, નમિ જિન શ્રુતિ મુનિ ઈશ. ૪પ
છે અને અન્યોને મુક્તિના કારણ થાય છે, પ્રશસ્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રકાશક
છે. વળી, સુરેન્દ્રના મુગટનાં કિરણોથી સ્પર્શાયેલ કેસર જેમના ચરણકમળ ઉપર પડેલ છે
એવા ભગવાન મહાવીર કે જે ત્રણ લોકનાં પ્રાણીઓના મંગળરૂપ છે, તેમને હું નમસ્કાર
કરું છું.
મત્સર, લોભ, અહંકાર, પાખંડ, દુર્જનતા, ક્ષુધા, તૃષા, વ્યાધિ, વેદના, જરા, ભય, રોગ,
શોક, હર્ષ, જન્મ, મરણાદિ રહિત છે, શિવ એટલે અવિનશ્વર છે, દ્રવ્યાર્થિકનયથી જેમની
આદિ પણ નથી અને અંત પણ નથી, જે અછેદ્ય, અભેદ્ય, કલેશરહિત, શોકરહિત,
સર્વવ્યાપી, સર્વસંમુખ, સર્વવિદ્યાના ઇશ્વર છે. આ ઉપમા બીજાઓને આપી શકાતી નથી. જે
મીમાંસક, સાંખ્ય નૈયાયિક, વૈશેષિક, બૌધ્ધાદિક મત છે તેમના કર્તા જૈમિનિ, કપિલ,
કાણભિક્ષ, અક્ષપાદ, કણાદ અને બુધ્ધ છે તે મુક્તિના કારણ નથી. જટા, મૃગછાલા, વસ્ત્ર,
અસ્ત્ર, સ્ત્રી, રુદ્રાક્ષ અને ખોપરીઓની માળાના ધારક છે અને જીવોને બાળવા, હણવા, છે.
દવાના કાર્યમાં લાગેલા છે, વિરુધ્ધ અર્થનું કથન કરે છે. મીમાંસક તો ધર્મનું લક્ષણ અહિંસા
છે એમ કહીને હિંસામાં પ્રવર્તે છે. સાંખ્યમતી આત્માને અકર્તા અને નિર્ગુણ ભોક્તા માને
છે અને પ્રકૃતિને કર્તા માને છે. નૈયાયિક તથા વૈશેષિક આત્માને જ્ઞાન-રહિત-જડ માને છે
અને ઈશ્વર જગતના કર્તા છે એમ માને છે. બૌધ્ધો બધું ક્ષણિક છે એમ માને છે.
શૂન્યવાદી બધું શૂન્ય માને છે. વેદાન્તી નર, નારક, દેવ, તિર્યંચ, મોક્ષ, સુખ,
Page 5 of 660
PDF/HTML Page 26 of 681
single page version
કારણ નથી. મોક્ષનું કારણ એક જિન શાસન જ છે કે જે બધાં પ્રાણીઓનો મિત્ર છે અને
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રગટ કરનાર છે. આવું જિન શાસન શ્રી વીતરાગદેવ પ્રગટ
કરીને બતાવે છે. કેવા છે શ્રી વર્ધમાન વીતરાગદેવ? સિદ્ધ એટલે જીવનમુક્ત છે અને સર્વ
અર્થથી પૂર્ણ છે, મુક્તિનું કારણ છે, સર્વોત્તમ છે અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પ્રકાશક
છે. વળી, કેવા છે? ઇન્દ્રોના મુગટ જેમના ચરણારવિંદને સ્પર્શ્યા છે એવા શ્રી મહાવીર
વર્ધમાન, સન્મતિનાથ, અંતિમ તીર્થંકરને હું નમસ્કાર કરું છું. તે ત્રિલોકનાં સર્વ
પ્રાણીઓને માટે મહામંગળરૂપ છે, મહાયોગીશ્વર છે, મોહમળના વિજેતા છે, અનંત
બળધારી છે, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉધ્ધાર કરનાર છે. શિવ, વિષ્ણુ, દામોદર,
ત્ર્યંબક, ચતુર્મુખ, બુધ્ધ, બ્રહ્મા, હરિ, શંકર, રુદ્ર, નારાયણ, હરિ, ભાસ્કર, પરમમૂર્તિ, આદિ
જેમનાં અનેક નામ છે, તેમને શાસ્ત્રના આદિમાં મહામંગળ અર્થે, સર્વ વિઘ્નોના વિનાશ
નિમિત્તે, હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું.
પ્રસાદથી અનેક ભવ્ય જીવ ભવસાગર તરી ગયા. બીજા શ્રી અજિતનાથ સ્વામી થયા.
જેમણે બાહ્યાભ્યંતર શત્રુઓને જીતી લીધા, તે અમને રાગાદિરહિત કરો. ત્રીજા સંભવનાથ
છે, જેમનાથી જીવોને સુખ થાય છે; ચોથા અભિનંદન સ્વામી આનંદના આપનાર છે.
સુમતિ આપનાર પાંચમા સુમતિનાથ મિથ્યાત્વના નાશક છે, છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ ઊગતા
સૂર્યનાં કિરણોથી પ્રફુલ્લિત કમળની પ્રભા સમાન છે. સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
સર્વના જાણનાર સર્વના નિકટવર્તી છે, જેમનું તેજ શરદપૂનમના ચંદ્ર જેવું છે એવા આઠમા
શ્રી ચન્દ્રપ્રભુ અમારા ભવસંતાપને દૂર કરો. પ્રફુલ્લિત મોગરાના ફૂલ સમાન ઉજ્જવળ
દંતપંક્તિવાળા નવમા શ્રી પુષ્પદંત જગતના સ્વામી છે, દશમા શ્રી શીતલનાથ
શુક્લધ્યાનના દાતા અને પરમ ઈષ્ટ છે તે અમારા ક્રોધાદિ અનિષ્ટને દૂર કરો. જીવોનું
સકળ કલ્યાણ કરનાર, ધર્મોપદેશક અગિયારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી અમને પરમાનંદ
આપો. દેવો વડે પૂજ્ય, સંતોના ઇશ્વર, કર્મશત્રુના જીતનાર બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી
અમને નિજવાસ આપો. સંસારનું મૂળ એવા રાગાદિ મળથી અત્યંત દૂર એવા તેરમા શ્રી
વિમળનાથ દેવ અમારું કર્મકલંક દૂર કરો. અનંત જ્ઞાનના ધારક, સુન્દર છે દર્શન જેમનું,
એવા ચૌદમા શ્રી અનંતનાથ દેવાધિદેવ અમને અનંત જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. ધર્મધુરાના
ધારક પંદરમા શ્રી ધર્મનાથ સ્વામી અમારા અધર્મને દૂર કરી અમને પરમધર્મની પ્રાપ્તિ
કરાવો. જ્ઞાનાવરણાદિ કર્મશત્રુઓને જેમણે જીતી લીધા છે એવા શ્રી શાંતિનાથ અમને
શાંત ભાવની પ્રાપ્તિ કરાવો. કંથવા આદિ સર્વ જીવોના હિતકારી સતરમા શ્રી કુંથુનાથ
સ્વામી અમને ભ્રમરહિત કરો. સમસ્ત
Page 6 of 660
PDF/HTML Page 27 of 681
single page version
કર્મરહિત કરો. સંસારના તારક, મોહમલ્લના જીતનાર, બાહ્યાભ્યંતર મળરહિત એવા
ઓગણીસમા શ્રી મલ્લિનાથ સ્વામી અમને અનંત વીર્યની પ્રાપ્તિ કરાવો. સુન્દર વ્રતોના
ઉપદેશક અને સમસ્ત દોષના વિદારક વીસમા શ્રી મુનિસુવ્રતનાથ કે જેમના તીર્થમાં શ્રી
રામચંદ્રનું શુભ ચરિત્ર પ્રગટ થયું તે અમારા અવ્રત મટાડી મહાવ્રતની પ્રાપ્તિ કરાવો. સુર,
નર, અસુરોના ઇન્દ્ર જેમને નમ્યા છે એવા એકવીસમાં શ્રી નમિનાથ પ્રભુ અમને
નિર્વાણની પ્રાપ્તિ કરાવો. સમસ્ત અશુભ કર્મોરૂપી અરિષ્ટને કાપવાને ચક્રની ધાર સમાન
બાવીસમા શ્રી અરિષ્ટનેમિ ભગવાન, હરિવંશના તિલક શ્રી નેમિનાથ સ્વામી અમને
યમનિયમાદિ અષ્ટાંગયોગની સિદ્ધિ કરાવો. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર, સૂર્યાદિથી પૂજિત દેવાધિદેવ
તેવીસમા શ્રી પાર્શ્વનાથ અમારો ભવસંતાપ હરો. ચોવીસમા શ્રી મહાવીર સ્વામી, જે
ચતુર્થકાળના અંતે થયા છે તે અમને મહામંગળ કરો. આ ઉપરાંત અન્ય પણ ગણધરાદિ
મહામુનિઓને મનવચનકાયાથી વારંવાર નમસ્કાર કરીને રામચંદ્રના ચરિત્રનું વ્યાખ્યાન
કરું છું.
જેમનું વળી, જેમનું ચરિત્ર કેવળજ્ઞાનને જ ગમ્ય છે એવા જે રામ તેમનું ચરિત્ર શ્રી
ગણધરદેવ જ કિંચિત્ માત્ર કહેવાને સમર્થ છે. એ મોટા આશ્ચર્યની વાત છે કે મારા જેવા
અલ્પબુધ્ધિ પુરુષ પણ તેમના ચરિત્રનું કથન કરે છે. જો કે મારા જેવા આ ચારિત્રનું
કથન કરવાને સમર્થ નથી તો પણ મહામુનિ પરંપરાથી જે રીતે કહેતા આવ્યા છે તેમના
કથનાનુસાર કાંઈક સંક્ષેપથી હું કહું છું. જેમ જે માર્ગ પર મદમત્ત હાથીઓ ચાલે છે તે
માર્ગ પર મૃગ પણ ગમન કરે છે અને જેવી રીતે યુધ્ધમાં મહાસુભટ અગ્રે રહીને
શસ્ત્રપ્રહાર કરે છે, તેમની પાછળ બીજા પુરુષો પણ યુધ્ધમાં જાય છે, જેમ સૂર્યથી
પ્રકાશિત પદાર્થોને બીજા નેત્રધારી લોકો પણ સહેલાઈથી દેખે છે અને વજ્રની સોયની
અણીથી છેદવામાં આવેલ મણિમાં સૂતરનો દોરો પણ પ્રવેશ કરે છે તેમ જ્ઞાનીઓ દ્વારા
કહેવાયેલ અને પરંપરાથી ચાલ્યા આવતા રામચરિત્રનું કથન કરવાની ભક્તિથી પ્રેરાયેલી
અમારી અલ્પબુધ્ધિ પણ ઉદ્યત થઈ છે. મહાન પુરુષના ચિંતવનથી ઉત્પન્ન થયેલ પુણ્યના
પ્રસાદથી અમારી શક્તિ ઉત્પન્ન થઈ છે. મહાપુરુષોના યશકીર્તનથી બુધ્ધિ વધે છે, યશ
અત્યંત નિર્મળ થાય છે અને પાપ દૂર જાય છે. આ પ્રાણીનું શરીર અનેક રોગોથી ભરેલું
છે, એની સ્થિતિ અત્યંત અલ્પકાળની છે અને સત્પુરુષની કથાથી ઉત્પન્ન થયેલો યશ
સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ટકે છે માટે જે આત્મજ્ઞાની પુરુષ છે તે સર્વ પ્રકારે મહાપુરુષના
યશકીર્તન વડે પોતાનો યશ ફેલાવે છે. જેણે સજ્જનોને આનંદ આપનારી સત્પુરુષની
રમણીય કથાનો આરંભ કર્યો છે તેણે બન્ને લોકનું ફળ મેળવ્યું છે.
Page 7 of 660
PDF/HTML Page 28 of 681
single page version
ઊઠે છે, તે જ મસ્તક ધન્ય છે. બાકીનાં મસ્તક ખાલી નાળિયેર સમાન જાણવા.
સત્પુરુષના યશકીર્તનમાં પ્રવર્તતા હોઠ જ શ્રેષ્ઠ છે. બાકીના હોઠ ઈતરડીના વાંસા સમાન
નિષ્ફળ જાણવા. જે પુરુષને સત્પુરુષની કથામાં અનુરાગ ઉત્પન્ન થાય છે, તેમનું જ જીવન
સફળ છે. મુખ તે જ છે જે મુખ્ય પુરુષની કથામાં લીન થાય છે, બાકીનાં મુખ દાંતરૂપી
જંતુઓથી ભરેલ બખોલ સમાન છે. જે સત્પુરુષની કથાના વક્તા અથવા શ્રોતા છે તે જ
પુરુષ પ્રશંસનીય છે, બાકીના મનુષ્યોને ચિત્ર જેવા જાણવા. ગુણ અને દોષના સંગ્રહમાં જે
ઉત્તમ પુરુષ છે તે ગુણોનું જ ગ્રહણ કરે છે. પાણીમિશ્રિત દૂધમાંથી હંસ દૂધને જ ગ્રહણ
કરે છે. ગુણદોષના મિશ્રણમાંથી નીચ પુરુષ દોષને જ ગ્રહણ કરે છે, જેમ હાથીના
મસ્તકમાં મોતી અને માંસ બન્ને છે, તેમાંથી કાગડો મોતીને છોડી માંસનું જ ગ્રહણ કરે
છે. જે દુષ્ટ છે તે નિર્દોષ રચનાને પણ દોષરૂપ દેખે છે. જેમ ઘૂવડ સૂર્યના બિંબને
તમાલવૃક્ષના પાંદડા સમાન કાળુ દેખે છે જે દુર્જન છે તે સરોવરમાં પાણી આવવાની
જાળી સમાન છે. જેમ જાળી પાણીને છોડીને ઘાસ, પાંદડાં, કંટક, વગેરેને ગ્રહણ કરે છે
તેમ દુર્જનનો આવો સ્વભાવ જાણીને જે સજ્જન પુરુષ છે તે પોતાના હિત માટે
સત્પુરુષની કથાના શ્રવણમાં જ રોકાય છે. સત્પુરુષની કથાના શ્રવણથી મનુષ્યોને
પરમસુખ થાય છે. વિવેકી પુરુષોને ધર્મકથા પુણ્યોત્પત્તિનું કારણ છે. જેવું કથન શ્રી
વર્ધમાન જિનેન્દ્રની દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું, તેનો અર્થ ગૌતમ ગણધરે અવધાર્યો હતો
અને ગૌતમ પાસેથી તે સુધર્માચાર્યને મળ્યો હતો અને ત્યારપછી જંબૂસ્વામીએ તેનો
પ્રકાશ કર્યો હતો. જંબૂસ્વામી પછી બીજા પાંચ શ્રુતકેવળી થયા તેમણે પણ તે જ પ્રમાણે
કથન કર્યું. એ જ પ્રમાણે મહાપુરુષોની પરંપરાથી કથન થતું રહ્યું, તે પ્રમાણે રવિસેનાચાર્યે
વ્યાખ્યાન કર્યું છે. આ શ્રી રામચંદ્રનું સંપૂર્ણ ચરિત્ર સજ્જન પુરુષો, સાવધાન થઈને
સાંભળો! આ ચરિત્ર સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું કારણ છે અને સર્વ પ્રકારનાં સુખો
આપનારું છે. જે મનુષ્ય શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોનું ચિંતવન કરે છે, અતિશય
ભાવસહિત નમ્ર બનીને પ્રમોદ લાવે છે, તેમના અનેક જન્મોનાં સંચિત પાપ પણ નાશ
પામે છે. જે સંપૂર્ણ પુરાણનું શ્રવણ કરે છે તેમનાં પાપ અવશ્ય દૂર થાય જ, એમાં સંદેહ
નથી. કેવું છે પુરાણ? ચન્દ્રમા સમાન ઉજ્જવળ છે તેથી જે વિવેકી ચતુર પુરુષ છે તે આ
ચરિત્રનું સેવન કરો. આ ચરિત્ર મહાપુરુષો વડે સેવવા યોગ્ય છે.
લવણાંકુશની ઉત્પત્તિ, પ ભવનિરૂપણ, અને ૬ રામચંદ્રનો મોક્ષ. શ્રી વર્ધમાન દેવાધિદેવ
સર્વકથનના વક્તા છે, જે અતિવીર અથવા મહાવીર કહેવાય છે. રામચરિત્રના મૂળ
કહેનાર શ્રી મહાવીર સ્વામી છે તેથી પ્રથમ તેમનું કથન કરીએ છીએ.
Page 8 of 660
PDF/HTML Page 29 of 681
single page version
ગણધર મહામહંત છે, એમનું બીજું નામ ઇન્દ્રભૂતિ છે. પછી ગૌતમ સ્વામી વ્યાખ્યાન કરે
છે. ત્યાં પ્રશ્નના સંદર્ભમાં પ્રથમ જ યુગનું વર્ણન કરે છે. પછી કુલકરોની ઉત્પત્તિ,
અકસ્માત ચંદ્રસૂર્યના અવલોકનથી યુગલિયાઓને ભયની ઉત્પત્તિ થવી, પ્રથમ કુલકર
પ્રતિશ્રુતના ઉપદેશથી તેમનો ભય દૂર થવો, અંતિમ કુલકર નાભિ રાજા, તેમના ઘરે શ્રી
ઋષભદેવનો જન્મ, સુમેરૂ પર્વત ઉપર ઇન્દ્રાદિ દેવો વડે તેમનો જન્માભિષેક, બાળલીલા
અને રાજ્યાભિષેક, કલ્પવૃક્ષના વિયોગથી ઉપજેલું પ્રજાનું દુઃખ, કર્મભૂમિની વિધિ
બતાવીને તે દુઃખનું દૂર કરવું, ભગવાનનો વૈરાગ્ય, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, સમોસરણની
રચના, જીવોને ધર્મનો ઉપદેશ આપી ભગવાનનું નિર્વાણગમન, ભરત ચક્રવર્તી અને
બાહુબલીનું પરસ્પર યુધ્ધ, વિપ્રોની ઉત્પત્તિ, ઇક્ષ્વાકું આદિ વંશનું કથન, વિદ્યાધરોનું વર્ણન,
તેમના વંશમાં રાજા વિદ્યુતદ્રંષ્ટ્રનો જન્મ, સંજયંત સ્વામીને વિદ્યુતદ્રંષ્ટ્ર દ્વારા ઉપસર્ગ,
ધરણેન્દ્રનો તેના ઉપર કોપ, તેની વિદ્યાનો નાશ, પછી શ્રી અજિતનાથ ભગવાનનો જન્મ,
મેઘવાહન વિદ્યાધર ભગવાનને શરણે આવ્યો તેનું કથન કર્યું. રાક્ષસદ્વીપના સ્વામી
વ્યંતરદેવે તેના ઉપર પ્રસન્ન થઇને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો. પછી સગર ચક્રવર્તિની
ઉત્પત્તિનું કથન, પુત્રોના દુઃખથી દીક્ષાગ્રહણ અને મોક્ષપ્રાપ્તિ, પૂર્ણમેઘના વંશમાં મહારક્ષનો
જન્મ, વાનરવંશી વિદ્યાધરોની ઉત્પત્તિનું કથન, વિદ્યુતકેશ વિદ્યાધરનું ચરિત્ર, ઉદધિવિક્રમ
અને અમરવિક્રમ વિદ્યાધરનું કથન, વાનરવંશીઓનો ક્રિષ્કિંધાપુરનો નિવાસ અને અંધક
વિદ્યાધરનું કથન, શ્રીમાલા વિદ્યાધરીનો સંયમ, વિજયસંઘના મરણથી અગ્નિવેશને ક્રોધનું
ઉપજવું, સુકેશીના પુત્રનું લંકાગમનનું નિરૂપણ, નિર્ધાત વિદ્યાધરના વધથી માલી નામના
વિદ્યાધર-રાવણના દાદાના મોટા ભાઈનું અને તેમને થયેલી સંપત્તિની પ્રાપ્તિનું કથન,
વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ઇન્દ્ર નામના વિદ્યાધરનો જન્મ, ઇન્દ્ર સર્વ
વિદ્યાધરોનો અધિપતિ થયો તેનું વર્ણન છે. ઇન્દ્ર અને માલીના યુધ્ધમાં માલીનું મરણ,
લંકામાં ઇન્દ્રનું રાજ્ય, વૈશ્રવણ નામના વિદ્યાધરના સ્થાનમાં રહેવું, સુમાલીના પુત્ર
રત્નશ્રવાનું પુષ્પાંતક નામનું નગર વસાવવું, કેકસી સાથે લગ્ન, કેકસીને શુભ સ્વપ્નનું
દર્શન, રાવણનો જન્મ અને વિદ્યાસાધન, વિદ્યાની સાધનામાં અનાવૃત દેવ દ્વારા વિઘ્ન,
રાવણનું અચળ રહેવું અને વિદ્યાની સિધ્ધિ, અનાવૃત દેવ રાવણને વશ થયો, રાવણ
પોતાના નગરમાં આવીને માતાપિતાને મળ્યો, પછી પોતાના પિતા સુમાલીને ખૂબ
આદરથી બોલાવ્યા, મંદોદરી અને રાવણના લગ્ન તેમ જ અનેક રાજાઓની કન્યા સાથે
લગ્ન, કુંભકરણનું ચરિત્ર, વૈશ્રવણનો કોપ, યક્ષ રાક્ષસ કહેવરાવનાર વિદ્યાધરોનો સંગ્રામ,
વૈશ્રવણનું ભાગવું, તપશ્ચર્યા રાવણનું લંકામાં કુટુંબ સહિત આગમન, સર્વ રાક્ષસોને ધૈર્ય
આપવું, ઠેકઠેકાણે જિનમંદિરોનું નિર્માણ અને જૈન ધર્મનો ઉદ્યોત. હરિષેણ ચક્રવર્તિનું
ચરિત્ર સુમાલીએ રાવણને સંભળાવ્યું, રાવણે તે ભાવસહિત સાંભળ્યું. કેવું છે હરિષેણ
ચક્રવર્તિનું ચરિત્ર? પાપનો નાશ કરનાર
Page 9 of 660
PDF/HTML Page 30 of 681
single page version
વાનરવંશી રાજા સૂર્યરજને પકડી બંદીખાનામાં નાખ્યો હતો. રાવણે સમ્મેતશિખરની યાત્રા
કરી પાછાં ફરતાં સૂર્યરજના સમાચાર સાંભળ્યા અને તે જ સમયે જઇને યમને જીતી
લીધો. યમનું થાશ્ચં પડાવી લીધું. યમ ભાગી ગયો. રાજા સૂર્યરજને કેદમાંથી છોડાવ્યો અને
ક્રિષ્કિંધાપુરનું રાજ્ય આપ્યું. રાવણની બહેન સૂર્પણખાને ખરદૂષણ હરી ગયો હતો તેથી
સાથે તેના લગ્ન કરાવી આપ્યા અને તેને પાતાલલંકાનું રાજ્ય આપ્યું. ખરદૂષણ પાતાલલંકા
ગયો, ચંદ્રોદરને યુધ્ધમાં હણ્યો, ચંદ્રોદરનો પુત્ર વિરાધિત રાજ્યભ્રષ્ય થઇને ક્યાંનો ક્યાં ભટકવા
લાગ્યો. વાલીને વૈરાગ્ય, સુગ્રીવને રાજ્યની પ્રાપ્તિ, કૈલાસ પર્વત ઉપર વાલીનું રહેવું,
રાવણે વાલી ઉપર ક્રોધ કરીને કૈલાશ પર્વત ઊંચક્યો ત્યારે ચૈત્યાલયની ભક્તિના કારણે
વાલીએ પગનો અંગૂઠો દાબ્યો, રાવણ દબાઇને રૂદન કરવા લાગ્યો, રાણીઓની વિનંતીથી
વાલીએ અંગૂઠો ઢીલો કર્યો.
સહસ્ત્રરશ્મિને વૈરાગ્ય, રાવણે યજ્ઞનો નાશ કર્યો તેનું વર્ણન, રાજા મધુને પૂર્વભવનું કથન,
રાવણની પુત્રી ઉપરંભાના મધુ સાથે લગ્ન, રાવણની ઇન્દ્ર ઉપર ચડાઇ, ઇન્દ્ર વિદ્યાધરને
યુધ્ધમાં જીતી, પકડીને લંકામાં લાવીને છોડી મૂક્યો. ઇન્દ્રને વૈરાગ્ય અને મોક્ષપ્રાપ્તિ.
રાવણનો પ્રતાપ, સુમેરૂ પર્વત ઉપર ગમન, ત્યાંથી પુનરાગમન. અનંતવીર્ય મુનિને
કેવળજ્ઞાનની પ્રાપ્તિ, રાવણે નિયમ લીધો કે જે પરસ્ત્રી મારી અભિલાષા ન કરે તેનું
સેવન હું નહીં કરૂં. હનુમાનનો જન્મ. કેવા છે હનુમાન? વાનરવંશીઓમાં મહાત્મા છે.
કૈલાસ પર્વત ઉપર અંજનીના પિતાએ-રાજા મહેન્દ્રએ પવનજયના પિતા રાજા પ્રહલાદને
પોતાની પુત્રીનો તેમના પુત્ર સાથે સંબંધ જોડવાની વાત કરી અને રાજા પ્રહલાદે તે વાત
માન્ય રાખી. અંજનીના પવનજય સાથે લગ્ન થયા. પવનજયનો અંજની પ્રત્યે રોષ,
ચકવાસ ચકવીના વિયોગના વૃત્તાંતથી અંજની પ્રત્યે પ્રસન્નતા, અંજનીને ગર્ભધારણ,
વનમાં મુનિએ હનુમાનના પૂર્વજન્મ અંજનીને કહી સંભળાવ્યા. હનુમાનનો પ્રવતની
ગુફામાં જન્મ, અનુરૂધ્ધ દ્વીપમાં વૃધ્ધિ, પ્રતિસૂર્ય મામાએ અંજનીને બહુ જ આદરથી રાખી.
પવનજયનો ભૂતાટવીમાં પ્રવેશ, પવનજયના હાથીને જોઇ પ્રતિસૂર્યનું ત્યાં આગમન,
પવનજયને અંજનીનો ફરી મેળાપ અને પરમ ઉત્સાહ, પુત્રનો મેળાપ, પવનજયનું રાવણ
પાસે જવું, રાવણની આજ્ઞાથી વરૂણ સાથે યુધ્ધ અને તેને જીતી લીધો. રાવણના મહાન
રાજ્યનું વર્ણન, તીર્થંકરોના આયુષ્ય, કાય, અંતરાયનું વર્ણન, બળભદ્ર, નારાયણ,
પ્રતિનારાયણ, ચક્રવર્તિઓના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન. રાજા દશરથનો જન્મ કૈકેયીને વરદાન
આપવું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્નનો જન્મ. સીતાનો જન્મ. ભામંડલનું હરણ અને
તેની માતાનો શોક. નારદે સીતાનું ચરિત્ર ચિત્રપટ ભામંડલને બતાવ્યું તે જોઇને
ભામંડલને મોહ થયો. જનકના સ્વયંવરમંડપનું વૃત્તાંત. સ્વયંવરમંડપમાં ધનુષ્યરત્ન મુકાયું.
શ્રી રામચંદ્રનું આગમન. ધનુષ્ય ચઢાવીને સીતા સાથે લગ્ન. સર્વભૂતશરણ્ય
Page 10 of 660
PDF/HTML Page 31 of 681
single page version
થયા. કૈકેયીને આપેલા વરદાનથી ભરતને રાજ્ય મળ્યું. રામ, લક્ષ્મણ, સીતાએ દક્ષિણ
દિશામાં ગમન કર્યું. વજાકરણનું ચરિત્ર, લક્ષ્મણને કલ્યાણમાળાની પ્રાપ્તિ. રૂદ્રભૂતને વશ
કર્યો. બાલખિલ્યને છોડાવ્યો. શ્રી રામ અરૂણ ગામમાં આવ્યા. વનમાં દેવોએ નગર
વસાવ્યું ત્યાં ચાતુર્માસ રહ્યા.
ભગવાનનાં મંદિરોનું નિર્માણ કર્યું તેનું વર્ણન. જટાયું પક્ષીને વ્રતપ્રાપ્તિ, પાત્રદાનના ફળનો
મહિમા, શંબૂકનું મરણ, સૂર્પણખાને વિલાપ, ખરદૂષણ સાથે લક્ષ્મણનું યુધ્ધ, સીતાનું હરણ,
સીતાને રામના વિયોગથી અત્યંત શોક, રામને સીતાના વિયોગથી અત્યંત શોક, વિરાધિત
વિદ્યાધરનું આગમન, ખરદૂષણનું મરણ, રતનજટીની વિદ્યાનો રાવણ દ્વારા નાશ, સુગ્રીવનુ
રામ પાસે આવવું, સુગ્રીવ માટે શ્રી રામે સાહસગતિને માર્યો. રતનજટીએ સીતાનું વૃત્તાંત
રામને કહ્યું. શ્રી રામની લંકા પર ચડાઇ. રામ-રાવણનું યુધ્ધ. રામ-લક્ષ્મણને સિંહવાહિની
અને ગુરુડવાહિની વિદ્યાની પ્રાપ્તિ, લક્ષ્મણને રાવણની શક્તિ લાગી. ને વિશલ્યાના
પ્રસાદથી તે શક્તિ દૂર થઇ. રાવણની શાંતિનાથ ભગવાનના મંદિરમાં બહુરૂપિણી વિદ્યાની
સાધના. રામના લશ્કરના વિદ્યાધર કુમારનો લંકામાં પ્રવેશ, રાવણનું ચિત્ત ડગાવવાનો
પ્રયત્ન. પૂર્ણભદ્ર મણિભદ્રના પ્રભાવથી વિદ્યાધર કુમાર પાછું લશ્કરમાં આવવું. રાવણને
વિદ્યાની સિધ્ધિ, રાવણનું યુધ્ધ, રાવણનું ચક્ર લક્ષ્મણના હાથમાં આવ્યું. રાવણનું મૃત્યુ.
રાવણની સ્ત્રીઓનો વિલાપ. લંકાના વનમાં કેવળીનું આગમન. ઇન્દ્રજિત, કુંભકરણાદિએ
દીક્ષા ગ્રહણ કરી, રાવણની સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. શ્રી રામનો સીતા સાથે મેળાપ.
વિભિષણને ત્યાં ભોજન. થોડાક દિવસો લંકામાં નિવાસ. નારદ રામ પાસે આવ્યા. રામનું
અયોધ્યાગમન. ભરત અને ત્રિલોકમંડન હાથીના પૂર્વભવનું વર્ણન. ભરતનો વૈરાગ્ય.
રામ-લક્ષ્મણનું રાજ્ય. યુધ્ધમાં મધુ અને લવણનું મરણ. મથુરામાં શત્રુધ્નનું રાજ્ય. મથુરા
અને આખા દેશમાં ધરણેન્દ્રના કોપથી રોગની ઉત્પત્તિ. સપ્તઋષિના પ્રભાવથી રોગની
નિવૃત્તિ. લોકનિંદાથી સીતાનો વનમાં ત્યાગ. વજ્રજંધ રાજાનું વનમાં આગમન. સીતાને
બહુ જ આદરપૂર્વક લઇ ગયો. ત્યાં લવણાંકુશનો જન્મ. લવણાંકુશે મોટા થઇને અનેક
રાજાઓને જીતી લઇ વજ્રજંધના રાજ્યનો વિસ્તાર કર્યો. પછી અયોધ્યા જઇ શ્રી રામ
સાથે યુધ્ધ કર્યું. સર્વભૂષણ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, દેવોનું આગમન, સીતાના શીલથી
અગ્નિકુંડ શીતળ બની ગયો. વિભિષણના પૂર્વભવોનું વર્ણન. કૃતાંતવક્રનું તપગ્રહણ.
સ્યંવરમંડપમાં રામના પુત્રો સાથે લક્ષ્મણના પુત્રોનો વિરોધ. લક્ષ્મણના પુત્રોનો વૈરાગ્ય
અને વીજળીના પડવાથી ભામંડલનું મૃત્યુ. હનુમાનનો વૈરાગ્ય. લક્ષ્મણનું મૃત્યુ. રામના
પુત્રોનું તપ. શ્રી રામને લક્ષ્મણના વિયોગથી અત્યંત શોક. દેવોના પ્રતિબોધવાથી
મુનિવ્રતનું ધારણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણગમન.
Page 11 of 660
PDF/HTML Page 32 of 681
single page version
સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું સોપાન છે, સર્વ પ્રકારનાં સુખ આપનાર છે. શ્રી રામચંદ્રાદિ
મહામુનિઓનું જે મનુષ્ય ચિંતવન કરે છે. અતિશય ભાવોથી નમ્ર થઇને પ્રમોદ ધારે છે, તેમના
અનેક જન્મોનાં સંચિત પાપનો નાશ થાય છે. સંપૂર્ણ પુરાણનું જે શ્રવણ કરે તેમનાં પાપ દૂર
થાય જ થાય. એમાં સંદેહ શેનો? કેવું છે પુરાણ? ચંદ્રમા સમાન ઉજ્જવળ છે. તેથી જે વિવેકી
ચતુર પુરુષ છે તેમણે આ ચરિત્રનું સેવન કરવું. કેવું છે ચરિત્ર? મહાન પુરુષોએ સેવવાયોગ્ય
છે. જેમ સૂર્ય વડે પ્રકાશિત માર્ગમાં સુનેત્રધારક પુરુષ શાનો ડગે?
પૂર્ણ થયું. ૧
પ્રવર્તે છે. ત્યાં સરોવરોમાં કમળો ખીલી રહ્યાં છે, ખેતરોમાં અમૃત સમાન મધુર શેરડી
શોભે છે, જાતજાતના અનાજના પર્વત જેવડા ઢગલા થઇ રહ્યા છે, રેંટના જળથી
સીંચવામાં આવતા ધાણા અને જીરૂના ખેતરો લીલાંછમ બની રહ્યા છે. ભૂમિ અત્યંત
ઉત્તમ છે, સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. ચોખાના ક્યારા શોભી રહ્યા છે. મગ, મઠ
ઠેકઠેકાણે લહેરાઇ રહ્યા છે. ઘઉં વગેરે સર્વ પ્રકારનાં અનાજને કોઇ પ્રકારનું વિધ્ન નથી.
ત્યાં ભેંસની પીઠ ઉપર બેસીને ગોવાળિયા ગીત ગાઇ રહ્યા છે. અનેક રંગવાળી ગાયોના
ગળામાં બાંધેલી ઘંટડીઓ રણઝણી રહી છે. દૂધઝરતી તે અત્યંત શોભે છે. ત્યાં ધરતી
દૂધમય બની ગઇ છે. અત્યંત સ્વાદિષ્ટ ઘાસ ચરીને ગાયો, ભેંસો પુષ્ટ બની છે. શ્યામસુંદર
હજારો હરણો ફરી રહ્યા છે. જાણે કે ઇન્દ્રનાં હજારો નેત્રો ન ફરતાં હોય? ત્યાં પ્રાણીઓને
કોઇ બાધા નથી. જૈન ધર્મવાળા રાજ્ય કરે છે, વનપ્રદેશ કેતકીની ધૂળથી રગદોળાઈ રહ્યા
છે. ગંગાના કિનારા સમાન ઉજ્જવળ શોભે છે, ત્યાં કેસરની ક્યારીઓ અતિ મનોહર છે,
ઠેકઠેકાણે નાળિયેરનાં વૃક્ષો છે, અનેક પ્રકારનાં શાકભાજીઓથી ખેતરો લીલાંછમ બની
ગયાં છે. વનપાળ નારિયેળ વગેરે મેવાનો આસ્વાદ લઇ રહ્યા છે, દાડમના અનેક વૃક્ષો છે,
ત્યાં પોપટ, મેના વગેરે પક્ષીઓ જાતજાતનાં ફળોનું ભક્ષણ કરે છે, વાંદરાઓ આનંદથી
કિલ્લોલ કરે છે. બીજોરાનાં વૃક્ષ ફાલેફૂલે છે. અનેક જાતનાં વૃક્ષોનાં સ્વાદિષ્ટ ફળોનો રસ
પીને પક્ષીઓ સુખી સૂવે છે. દ્રાક્ષના માંડવા છાઇ રહ્યા છે. વનમાં દેવ વિહાર કરે છે,
પ્રવાસીઓ ખજૂરનું ભક્ષણ કરે છે. કેળાના વન ફાલ્યા છે, ઊચાં ઊંચા અર્જુન વૃક્ષોનાં વન શોભે
છે અને નદીના તટ ગોકુળના શબ્દથી રમણીય લાગે છે. નદીઓમાં માછલીઓ કલ્લોલ
Page 12 of 660
PDF/HTML Page 33 of 681
single page version
કરે છે. તરંગો ઊઠી રહ્યા છે. જાણે કે નદી નૃત્ય કરી રહી હોય. હંસોના મધુર શબ્દથી
જાણે નદી ગીત ગાઇ રહી હોય એવું લાગે છે. ત્યાં સરોવરના કિનારે સારસ પક્ષી ક્રીડા
કરે છે. વસ્ત્ર, આભૂષણ, સુગંધાદિ સહિત મનુષ્યો શોભી રહ્યા છે, કમળો ખીલી રહ્યાં છે,
અનેક પ્રાણીઓ ક્રીડા કરે છે, હંસોનાં ટોળાં ઉત્તમ મનુષ્યોના ગુણો સમાન ઉજ્જવળ રંગ,
સુંદર શબ્દ અને સુંદર ચાલથી વનને ધવલ બનાવી રહ્યા છે. જ્યાં કોયલના મધુર ટહુકાર
અને ભમરાઓના ગુંજનથી, મોરના મધુર શબ્દસંગીતથી, વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોના
અવાજથી દશે દિશાઓ રમણીય બની ગઇ છે, તે દેશ ગુણવાન પુરુષોથી ભરેલો છે. તેમાં
દયાળુ ક્ષમાશીલ, શીલવાન, ઉદારચિત્ત, તપસ્વી, ત્યાગી, વિવેકી, સદાચારી લોકો વસે છે.
મુનિઓ અને આર્યિકાઓ વિહાર કરે છે. ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ વસે છે, જે પૂર્ણિમાના
ચંદ્ર સમાન નિર્મળ ચિત્તવૃત્તિવાળાં છે. મોતીસમાન ઉજ્જવળ છે, આનંદદાયક છે. તે દેશમાં
મોટા મોટા ગૃહસ્થો વસે છે, જે કલ્પવૃક્ષસમાન છે, અનેક પથિકોને તેમણે તૃપ્ત કર્યા છે,
ત્યાં અનેક શુભ ગ્રામ છે, તેમાં કુશળ કૃષિકારો વસે છે. તે દેશમાં કસ્તૂરી, કપૂરાદિ અનેક
સુગંધી દ્રવ્યો મળે છે અને ભાતભાતનાં વસ્ત્રાભૂષણોથી શોભિત નરનારીઓ ઘૂમી રહ્યાં
છે, જો કે દેવદેવીઓ જ ન હોય! ત્યાં જિનવચનરૂપી આંજણથી મિથ્યાત્વરૂપી દ્રષ્ટિવિકાર
દૂર થાય છે અને મહામુનિઓના તપરૂપી અગ્નિથી પાપરૂપીવન ભસ્મ થાય છે. એવો
ધર્મરૂપ મહામનોહર મગધ નામનો દેશ આવેલો છે.
મનમોહક છે. ઇન્દ્રના નગરમાં ઇન્દ્રાણી શરીરે કુમકુમનો લેપ કરે છે અને આ નગરમાં
રાજાની રાણી સુગંધી પદાર્થોનો શરીર પર લેપ કરે છે. તે રાણીનું નામ મહિષી છે.
ભેંસને પણ મહિષી કહેવાય છે. અહીં ભેંસો પણ કેસરની ક્યારીઓમાં આળોટીને કેસરથી
ખરડાયેલી વિચરે છે. અહીં સુંદર, ઉજ્જવળ ઘરોની પંક્તિઓ છે, મકાનો ટાંકણાથી ઘડેલા
સફેદ પાષાણની શિલાઓથી બનાવેલાં છે. જાણે કે ચંદ્રકાન્તમણિથી નગર બન્યું છે.
મુનિઓને આ નગર તપોવન ભાસે છે, વેશ્યાઓને કામમંદિર, નૃત્ય કરનારીઓને
નૃત્યમંદિર અને વેરીઓને યમપુર લાગે છે. આ નગર સુભટોને માટે વીરોનું સ્થાન,
યાચકોનો ચિંતામણિ, વિદ્યાર્થીઓને માટે ગુરુગૃહ, ગીતકળાના પાઠકોનું ગંધર્વનગર,
ચતુરજનોને સર્વ પ્રકારની કળા શીખવાનું સ્થળ અને ઠગોને ધૂર્તોનું ઘર લાગે છે. સંતોને
સાધુઓનો સંગમ અહીં થાય છે, વેપારીઓને લાભભૂમિ, શરણાગતોને વજ્રપિંજર,
નીતિવેત્તાઓને નીતિનું મંદિર, જિજ્ઞાસુઓને જિજ્ઞાસા તૃપ્ત કરવાનું સ્થાન, કામિનીઓને
અપ્સરાનું નગર, સુખી લોકોને આનંદનું નિવાસ જણાય છે. ત્યાં ગજગામિની, શીલવંતી,
વ્રતધારિણી, રૂપવાન અનેક સ્ત્રીઓ વસે છે. તેમના શરીરની પ્રભા પદ્મરાગમણિ જેવી છે,
તેમનાં મુખ ચંદ્રકાન્તમણિ જેવાં છે, અંગ સુકુમાર છે, પતિવ્રતા છે, વ્યભિચારીઓને
અગમ્ય છે, મહાસુંદર છે, મિષ્ટભાષી છે.
Page 13 of 660
PDF/HTML Page 34 of 681
single page version
પ્રતિક્રમણ કરનારી છે, વ્રતનિયમમાં સાવધાન છે, અન્ન શોધી-તપાસીને રાંધવામાં, પાણી
ગાળીને ઉપયોગમાં લેવામાં, પાત્રોને ભક્તિથી દાન દેવામાં અને દુઃખિયા-ભૂખ્યા જનોને
દયાથી દાન દેવામાં, શુભ ક્રિયામાં સાવધાન છે. તે નગરમાં મહામનોહર જિનમંદિરો છે,
ઠેકઠેકાણે જિનેશ્વરની ભક્તિ અને સિદ્ધાંતની ચર્ચા થાય છે. આવું રાજગૃહ નગર વસેલું
છે, જેની ઉપમા આપી શકાય તેમ નથી. સ્વર્ગલોક તો માત્ર ભોગનું નિવાસસ્થાન છે
અને આ નગર તો ભોગ અને યોગ બન્નેનું નિવાસસ્થાન છે. ત્યાંના કોટ પર્વત જેવા
ઊંચા છે, ખૂબ ઊંડી ખાઇ છે, જેમાં વેરીનો પ્રવેશ થઇ ન શકે એવું દેવલોક સમાન
શોભતું રાજગૃહ નગર વસેલું છે.
સુમેરું સુવર્ણરૂપ છે અને રાજા કલ્યાણરૂપ છે. તે રાજા સમુદ્ર સમાન ગંભીર છે. તેને
મર્યાદા ઉલ્લંઘનનો ભય રહે છે, તે કળાને ગ્રહણ કરવામાં ચંદ્ર સમાન છે, પ્રતાપમાં સૂર્ય
સમાન છે, ધનસંપત્તિમાં કુબેર સમાન છે, શૂરવીરપણામાં પ્રસિદ્ધ છે, લોકનો રક્ષક છે,
ન્યાયી છે, લક્ષ્મીથી પૂર્ણ છે, ગર્વથી મલિન નથી, સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવી લીધો
છે તો પણ શસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખે છે અને જેઓ તેને નમ્યા છે તેમનું માન વધારે
છે, જેઓ તેમના પ્રત્યે કઠોર વર્તન રાખે છે તેમનો માનભંગ કરે છે, આપત્તિના સમયે
ચિત્તમાં ઉદ્વેગ ધારતા નથી, સંપત્તિમાં મદોન્મત્ત થતા નથી. જે નિર્મળ સાધુઓ પ્રત્યે રત્ન
સમાન બુદ્ધિ રાખે છે અને રત્નોને પાષાણ સમજે છે. તે દાનયુક્ત ક્રિયામાં ખૂબ સાવધાન
છે અને એવો સામંત છે કે મદોન્મત્ત હાથીને જંતુ સમાન ગણે છે, દીન ઉપર દયાવાન છે,
જિનશાસનમાં તેમની પરમ પ્રીતિ છે, ધન અને જીવનમાં જીર્ણ તણખલા સમાન બુદ્ધિ છે,
દશે દિશાઓ વશ કરી લીધી છે, પ્રજાના પાલનમાં જાગ્રત છે, સ્ત્રીઓને ચર્મની પૂતળીઓ
જેવી ગણે છે, ધનને રજકણ ગણે છે, ગુણથી નમ્ર ધનુષ્યને પોતાનો સાથી માને છે,
ચતુરંગ સેનાને કેવળ શોભારૂપ માને છે.
ક્રૂર પશુઓ પણ હિંસા કરતાં નથી તો મનુષ્યો કેવી રીતે હિંસા કરે? જો કે રાજા શ્રેણિક
કરતાં વાસુદેવ મોટા હોય છે, પરંતુ તેમણે વૃષ એટલે કે વૃષાસુરને હરાવ્યો છે અને આ
રાજા શ્રેણિક વૃષ એટલે ધર્મનો પ્રતિપાલક છે તેથી તેમના કરતાં ચડિયાતો છે. પિનાકી
અર્થાત્ શંકરે રાજા દક્ષના ગર્વનું ખંડન કર્યું અને આ રાજા શ્રેણિક દક્ષ અર્થાત્ ચતુર
પુરુષોને આનંદકારી છે તેથી તે શંકરથી પણ અધિક છે. ઇન્દ્રને વંશ નથી, આ (રાજા)
વિસ્તીર્ણ વંશવાળો છે. દક્ષિણ દિશાનો દિગ્પાલ યમ કઠોર છે, આ રાજા કોમળ ચિત્તવાળો
છે. પશ્ચિમ દિશાનો દિગ્પાલ વરુણ દુષ્ટ જળચરોનો અધિપતિ છે. આને દુષ્ટોનો અધિકાર
જ નથી. ઉત્તર દિશાનો અધિપતિ કુબેર ધનનો
Page 14 of 660
PDF/HTML Page 35 of 681
single page version
રક્ષક છે, આ રાજા ધનનો ત્યાગી છે. તે બૌદ્ધ સમાન ક્ષણિકની માન્યતાવાળો નથી,
ચંદ્રમાની પેઠે કલંકવાળો નથી. આ રાજા શ્રેણિક સર્વોત્કૃષ્ટ છે, યાચક તેના ત્યાગનો પાર
પામી શકતા નથી, પંડિતો તેની બુદ્ધિનો પાર પામી શકતા નથી, શૂરવીરો તેમનાં
સાહસનો પાર પામતા નથી, તેમની કીર્તિ દશે દિશાઓમાં ફેલાયેલી છે. તેમના ગુણને
સંખ્યા નથી, સંપદાનો ક્ષય નથી. સેના વિશાળ છે. મહાન સામંતો સેવા કરે છે. હાથી,
ઘોડા, રથ, પ્યાદાં એ બધાંથી રાજાનો ઠાઠ અધિક છે. પૃથ્વી ઉપર પ્રાણીઓનું ચિત્ત તેમના
પ્રત્યે અતિ અનુરાગી બન્યું છે. શત્રુઓ તેમના પ્રતાપનો પાર પામી શકતા નથી. તે સર્વ
કળાઓમાં નિપુણ છે તેથી અમારા જેવા મનુષ્યો તેના ગુણ કેવી રીતે ગાઇ શકે? તેમના
ક્ષાયિક સમ્યક્ત્વનો મહિમા ઇન્દ્ર પોતાની સભામાં સદા કરે છે, તે રાજા મુનિરાજના
સમુદાયમાં નેતરની લતા સમાન નમ્ર છે અને ઉદ્ધત વેરીઓને વજ્રદંડથી વશ કરે છે, તેણે
પોતાની ભુજાઓથી પૃથ્વીનું રક્ષણ કર્યું છે. કોટ, ખાઇ તો નગરની શોભામાત્ર છે.
જિનચૈત્યાલયોના બનાવનાર, જિનપૂજા કરનાર, જેને મહાપતિવ્રતા, શીલવાન, ગુણવાન,
રૂપવાન, કુળવાન, શુદ્ધ સમ્યગ્દર્શનની ધારક, શ્રાવિકાનાં વ્રત પાળનાર, સર્વ કળાઓમાં
નિપુણ ચેલના નામની રાણી છે, તેનું વર્ણન અમે ક્યાં સુધી કરીએ? આવો ઉપમારહિત
ગુણોનો ભંડાર રાજા શ્રેણિક રાજગૃહ નગરમાં રાજ્ય કરે છે.
વૃત્તાંત રાજાને કહ્યું અને છયે ઋતુઓનાં ફળફૂલ લાવીને તેમની સન્મુખ ધર્યાં તેથી રાજા
સિંહાસનથી નીચે ઊતર્યો અને ઊભાં થઇને પર્વતની દિશામાં સાત પગલાં આગળ ચાલી
ભગવાનને અષ્ટાંગ નમસ્કાર કર્યા તથા વનપાલને પોતાનાં બધાં અલંકારો ઉતારીને
ઇનામમાં આપ્યા. તેણે તરત જ ભગવાનના દર્શન માટે જવાની તૈયારી કરી.
ત્રણ જ્ઞાન સહિત અચ્યુત સ્વર્ગમાંથી ચ્યવીને બિરાજ્યા હતા. તેમના માતાના ગર્ભમાં
આવવા પહેલાં છ માસ અગાઉથી ઇન્દ્રના આદેશથી કુબેરે રત્નવૃષ્ટિ કરીને પિતાનું આંગણું
ભરી દીધું હતું. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિ દેવોએ સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી
તેમનો જન્માભિષેક કર્યો હતો અને તેમનું નામ મહાવીર પાડયું હતું. તેમની
બાલ્યાવસ્થામાં ઇન્દ્રે તેમની સાથે ક્રીડા કરવા દેવકુમાર મૂક્યા હતા. મહાવીરે તેમની સાથે
ક્રીડા કરી. તેમના જન્મથી માતાપિતા, સમસ્ત પરિવાર, પ્રજા અને ત્રણ લોકના જીવોને
પરમ આનંદ થયો હતો. નારકીના જીવોને પણ એક મુહૂર્ત માટે પીડા મટી ગઇ હતી.
તેમના પ્રભાવથી પિતાના ઘણા વખતના વિરોધી રાજાઓ
Page 15 of 660
PDF/HTML Page 36 of 681
single page version
આપી ગયા હતા. પોતાના છત્ર, ચામર, વાહનાદિમાંથી નીચે ઊતરી હાથ જોડી દીન
બનીને તેમના પગમાં પડયા હતા. જુદા જુદા દેશમાંથી લોકો આવીને અહીં વસ્યા હતા.
પરંતુ તે ભગવાનનું ચિત્ર ભોગોમાં લીન થયું ન હતું. જેમ સરોવરમાં કમળ જળથી
નિર્લેપ રહે છે તેમ ભગવાન જગતની માયાથી અલિપ્ત રહ્યા હતા. સ્વયંબુદ્ધ ભગવાન
જગતની માયાને વીજળીના ચમકારા જેવી ચંચળ જાણીને વિરક્ત થયા હતા ત્યારે
લૌકાંતિક દેવોએ આવી તેમની સ્તુતિ કરી હતી. ભગવાને મુનિવ્રત ધારણ કરી
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી. ઘાતીકર્મોનો નાશ કરી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ
કરી. તે કેવળજ્ઞાન સમસ્ત લોકાલોકનું પ્રકાશક છે. એવા કેવળજ્ઞાનના ધારક ભગવાને
જગતના ભવ્ય જીવોના હિત માટે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. તે ભગવાન મળરહિત,
પરસેવારહિત છે. તેમનું રુધિર ક્ષીર સમાન છે, શરીર સુગંધી છે, તેમાં શુભ લક્ષણો,
અતુલ બળ, મિષ્ટ વચન, સમચતુર્સંસ્થાન, વજાર્ષભનારાચ સંહનનના ધારક છે, તેમનો
વિહાર થાય છે ત્યારે ચારે દિશાઓમાં દુષ્કાળ પડતો નથી, સકળ ઇતિ ભીતિનો અભાવ
થઇ જાય છે. તેઓ સર્વ વિદ્યાના પરમેશ્વર છે, તેમનું શરીર નિર્મળ સ્ફટિક સમાન છે.
આંખો પલક મારતી નથી, તેમને નખકેશની વૃદ્ધિ થતી નથી, સર્વ જીવોમાં મૈત્રીભાવ રહે
છે, શીતળ, મંદ, સુગંધી વાયુ વાય છે, છ ઋતુઓનાં ફળફૂલ ફળે છે, ધરતી દર્પણ સમાન
નિર્મળ બની જાય છે, પવનકુમાર દેવો એક યોજન સુધીની જમીનને તૃણ, પાષાણ,
કંટકાદિથી, રહિત કરે છે અને મેઘકુમાર દેવો ઘણા ઉત્સાહથી ગંધોદકની વૃષ્ટિ કરે છે
ભગવાનના વિહાર સમયે દેવો તેમનાં ચરણ તળે સુવર્ણમય કમળોની રચના કરે છે,
ચરણોને ભૂમિનો સ્પર્શ થતો નથી, આકાશમાં જ ગમન કરે છે, પૃથ્વી ઉપર છ યે
ઋતુઓનાં સર્વ ધાન્ય નીપજે છે. શરદ ઋતુના સરોવર જેવું આકાશ નિર્મળ બની જાય
છે. દશે દિશાઓ ધૂમ્રાદિરહિત નિર્મળ બને છે. સૂર્યના તેજને ઝાંખુ પાડે એવું સહસ્ત્ર
આરાયુક્ત ધર્મચક્ર ભગવાનની આગળ આગળ ચાલે છે. આ પ્રમાણે આર્યખંડમાં વિહાર
કરતાં કરતાં શ્રી મહાવીર સ્વામી વિપુલાચલ પર્વત ઉપર આવીને બિરાજ્યા છે. તે પર્વત
ઉપર નાના પ્રકારનાં જળના ઝરણાં વહી રહ્યાં છે. તેમનો અવાજ મનનું હરણ કરે છે.
ત્યાં વેલીઓ અને વૃક્ષો શોભી રહ્યાં છે. ત્યાં જાતિવિરોધી પ્રાણીઓએ પણ વેરભાવ છોડી
દીધો છે. પક્ષી ગાન કરી રહ્યા છે, શબ્દોથી પહાડ ગુંજી રહ્યો છે, ભમરાઓના ગુંજારવથી
પહાડ ગાન કરી રહ્યો છે, સઘન વૃક્ષોની નીચે હાથીઓના સમૂહ બેઠા છે, ગુફાઓમાં સિંહ
બેઠા છે. જેવા કૈલાસ પર્વત ઉપર ઋષભદેવ ભગવાન વિરાજતા હતા તેવી જ રીતે
વિપુલાચલ પર્વત ઉપર શ્રી વર્ધમાન સ્વામી વિરાજે છે.
જઇને તેમની વંદના કરું તેથી ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર ચડીને આવ્યા. તે હાથી
શરદઋતુના વાદળા સમાન
Page 16 of 660
PDF/HTML Page 37 of 681
single page version
ઉજ્જવળ છે. જાણે કે કૈલાસ પર્વત સુવર્ણની સાંકળથી સંયુક્ત ન હોય! તેનું કુંભસ્થળ
ભમરાઓની પંક્તિથી મંડિત છે જેણે દશે દિશાઓને સુગંધમય બનાવી છે, મહામદોન્મત્ત
છે, જેના નખ ચિકણા છે. રોમ કઠોર છે, મસ્તક ભલા શિષ્યના જેવું વિનયવાન અને
કોમળ છે, અંગ દ્રઢ છે, તે દીર્ઘકાય છે, જેના સ્કંધ નાના છે, લમણામાંથી મદ ઝરે છે
અને નારદ સમાન કલહપ્રિય છે. જેમ ગરુડ સર્પને જીતે છે તેમ આ નાગ એટલે
હાથીઓને જીતે છે. જેમ રાત્રિ નક્ષત્રોની પંક્તિથી શોભે છે તેમ આ નક્ષત્રમાળાથી -
આભરણોથી શોભે છે. સિંદૂરથી લાલ, ઊંચું કુંભસ્થળ દેવ અને મનુષ્યોનાં મન હરે છે
એવા ઐરાવત હાથી ઉપર બેસીને સુરપતિ આવ્યા અને બીજા દેવો પણ પોતપોતાનાં
વાહનો ઉપર બેસીને ઇન્દ્રની સાથે આવ્યાં. જિનેન્દ્રના દર્શનના ઉત્સાહથી જેમનાં મુખ
ખીલી ઊઠયાં છે એવા સોળે ય સ્વર્ગના સમસ્ત દેવ તથા ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી
દેવો આવ્યા તેમ જ કમલાયુધ આદિ સર્વ વિદ્યાધરો પોતાની સ્ત્રીઓ સહિત આવ્યા. તે
વિદ્યાધરો રૂપ અને વૈભવમાં દેવ સમાન હતા.
વીતરાગ! આપને નમસ્કાર હો. આપ પરમાત્મા પુરુષોત્તમ છો, સંસારસમુદ્રથી પાર થઇ
ગયા છો, આપ મહાન સાર્થવાહ છો, ભવ્ય જીવરૂપી વેપારીઓ ચૈતન્યધન સાથે આપના
સંગે નિર્વાણદ્વીપ જશે ત્યારે માર્ગમાં તે દોષરૂપી ચોરોથી લૂંટાશે નહિ, આપે
મોક્ષાભિલાષીઓને નિર્મળ મોક્ષનો પંથ બતાવ્યો છે અને ધ્યાનરૂપી અગ્નિથી કર્મઇંધનને
ભસ્મીભૂત કરેલ છે. જેમને કોઇ ભાઈ નથી, નાથ નથી તેવાં દુઃખરૂપી અગ્નિના તાપથી
સંતપ્ત જગતનાં પ્રાણીઓના આપ ભાઈ છો, નાથ છો. આપ પરમ પ્રતાપવંત છો. અમે
આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરીએ? આપના ગુણ ઉપમારહિત અનંત છે, તે
કેવળજ્ઞાનગમ્ય છે.” આ પ્રમાણે ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કરીને અષ્ટાંગ નમસ્કાર કર્યા. તે
સમોસરણનો વૈભવ જોઇને ખૂબ આશ્ચર્ય પામ્યા. તેનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ.
કોટને ચાર ચાર દ્વાર છે. દરેક દ્વાર પર અષ્ટમંગળ દ્રવ્ય છે, ત્યાં રમણીક વાવ છે, સરોવર
અને ધજાઓ અદ્ભુત શોભા આપે છે. ત્યાં સ્ફટિકમણિની દીવાલ છે અને ગોળાકારે બાર
કોઠા છે. એક કોઠામાં મુનિરાજ છે, બીજામાં કલ્પવાસી દેવોની દેવીઓ છે, ત્રીજામાં
અર્જિકાઓ છે, ચોથામાં જ્યોતિષી દેવોની દેવીઓ છે, પાંચમામાં વ્યંતરદેવીઓ છે, છઠ્ઠામાં
ભવનવાસિની દેવીઓ છે, સાતમામાં જ્યોતિષી દેવી છે, આઠમામાં વ્યંતરદેવ છે, નવમામાં
ભવનવાસી દેવ, દશમામાં કલ્પવાસી દેવ, અગિયારમામાં મનુષ્ય અને બારમામાં તિર્યંચ
છે. આ બધા જીવો પરસ્પર વેરભાવરહિત બેઠા છે. ભગવાન અશોકવૃક્ષ સમીપે સિંહાસન
પર બિરાજે છે. તે અશોકવૃક્ષ પ્રાણીઓનો શોક દૂર કરે છે, સિંહાસન નાના પ્રકારના
રત્નોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ્ય સમાન
Page 17 of 660
PDF/HTML Page 38 of 681
single page version
લે છે. ત્રણ લોકની ઇશ્વરતાનું ચિહ્ન એવાં ત્રણ છત્રથી શ્રી ભગવાન શોભે છે, દેવો
પુષ્પોથી વર્ષા કરે છે, તેમના શિર ઉપર ચોસઠ ચામર ઢોળે છે, દુંદુભિ વાજાં વાગે છે,
તેનો અત્યંત સુંદર ધ્વનિ થઇ રહ્યો છે.
છોડીને સ્તુતિપૂર્વક નમસ્કાર કરવા લાગ્યા. પછી આવીને મનુષ્યોના કોઠામાં બેઠા. તેમના
કુંવરો વારિષેણ, અભયકુમાર, વિજયબાહુ ઇત્યાદિ રાજપુત્રો પણ સ્તુતિ કરી, હાથ જોડી
નમસ્કાર કરી, યથાસ્થાને આવીને બેઠા. ભગવાનનો દિવ્ય ધ્વનિ ખરે છે ત્યારે દેવ,
મનુષ્ય, તિર્યંચ બધા જ પોતપોતાની ભાષામાં સમજે છે. તે ધ્વનિ મેઘના શબ્દને જીતે છે.
દેવ અને સૂર્યની કાંતિને પરાજિત કરનાર ભામંડળ શોભે છે. સિંહાસન ઉપર જે કમળ છે,
તેના ઉપર આપ અલિપ્ત બિરાજે છે. ગણધર પ્રશ્ન કરેે છે અને દિવ્ય ધ્વનિમાં સર્વનો
ઉત્તર આવી જાય છે.
જીવના બે ભેદ છે-સિદ્ધ અને સંસારી. સંસારીના બે ભેદ છે-એક ભવ્ય, બીજો અભવ્ય.
મુક્તિ પામવા યોગ્યને ભવ્ય કહે છે અને કોરડું મગ સમાન જે કદી ન ચડે તેને અભવ્ય
કહે છે. ભગવાને કહેલાં તત્ત્વોનું શ્રદ્ધાન ભવ્ય જીવોને જ થાય છે, અભવ્ય જીવોને થતું
નથી. સંસારી જીવોના એકેન્દ્રિયાદિ ભેદ અને ગતિ, કાય આદિ ચૌદ માર્ગણાઓનું સ્વરૂપ
બતાવ્યું, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનું સ્વરૂપ કહ્યું, સંસારી જીવોને દુઃખી કહ્યા ત્યાં
મૂઢ જીવોને દુઃખરૂપ અવસ્થા સુખરૂપ ભાસે છે. ચારેય ગતિ દુઃખરૂપ છે. નારકી જીવોને
તો આંખના પલકારામાત્રનું પણ સુખ નથી. મારણ, તાડન, છેદન, ભેદન, શૂલી ઉપર
ચડાવવું આદિ અનેક પ્રકારનાં દુઃખ નિરંતર રહે છે અને તિર્યંચોને તાડન, મારણ, લાદન,
શીત, ઉષ્ણ, ભૂખ, તરસ આદિ અનેક દુઃખ છે. મનુષ્યોને ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ
સંયોગ આદિનાં અનેક દુઃખ છે. દેવોને પોતાના કરતાં મોટા દેવોની વિભૂતિ જોઈને સંતાપ
ઉપજે છે અને બીજા જીવોનાં મરણ જોઈને ઘણું દુઃખ ઉપજે છે, પોતાની દેવાંગનાઓના
મરણથી વિયોગ થાય છે, પોતાનું મરણ નજીક આવે છે ત્યારે અત્યંત વિલાપ કરીને ઝૂરે
છે. આ પ્રમાણે મહાદુઃખ સહિત ચારે ગતિમાં જીવ ભ્રમણ કરે છે. જે મનુષ્ય કર્મભૂમિમાં
જન્મ પામીને પણ સુકૃત (પુણ્ય) કરતા નથી, તેમના હાથમાં આવેલું અમૃત નષ્ટ થાય
છે. સંસારમાં અનેક યોનિઓમાં ભ્રમણ કરતો આ જીવ અનંતકાળે કોઈક જ વાર મનુષ્ય
ભવ પામે છે. ત્યાં પણ ભીલાદિક નીચ કુળમાં જન્મ થાય તો શો ફાયદો? મ્લેચ્છ ખંડમાં
જન્મ થાય તો પણ શો લાભ? અને કદાચિત્ આર્યખંડમાં ઉત્તમ કુળમાં જન્મે અને
અંગહીન થાય તો શું? કદાચ સુંદર રૂપ હોય પણ રોગસહિત હોય તો શો લાભ? અને
બધીયે સામગ્રી
Page 18 of 660
PDF/HTML Page 39 of 681
single page version
યોગ્ય મળે, પણ વિષયાભિલાષી થઈને ધર્મનો અનુરાગી ન થાય તો પણ કાંઈ લાભ
નથી માટે ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. કેટલાક તો બીજાના નોકર બનીને અત્યંત
દુઃખથી પેટ ભરે છે. કેટલાક યુદ્ધમાં જોડાય છે. યુદ્ધ શસ્ત્રના પ્રહારથી ભયંકર હોય છે,
રક્તના કીચડથી મહાગ્લાનિરૂપ છે. કેટલાક ખેતી કરીને ક્લેશથી કુટુંબનું ભરણપોષણ કરે
છે. તેમાં અનેક જીવોની હિંસા કરવી પડે છે. આ પ્રમાણે પ્રાણીઓ અનેક ઉદ્યમ કરે છે
અને તેમાં દુઃખ તથા ક્લેશ જ ભોગવે છે. સંસારી જીવ વિષયસુખના અત્યંત અભિલાષી
છે. કેટલાક તો દારિદ્રથી ખૂબ દુઃખી છે. કેટલાકને ધન મળે છે તો ચોર, અગ્નિ, જળ કે
રાજાદિક તે લઇ જશે એવા ભયથી સદા આકુળતારૂપ રહે છે. કેટલાક દ્રવ્ય ભોગવે છે
પરંતુ તૃષ્ણારૂપ અગ્નિની વૃદ્ધિથી બળી રહ્યા છે. કોઈકોઈને ધર્મની રુચિ ઉપજે છે પરંતુ
તેમને દુષ્ટ જીવો સંસારના જ માર્ગમાં નાખે છે. પરિગ્રહધારીઓના ચિત્તને નિર્મળતા ક્યાંથી હોય? એ ચિત્તની નિર્મળતા વિના ધર્મનું સેવન કેવી રીતે થાય? જ્યાં સુધી જીવને
પરિગ્રહથી આસકિત રહે છે ત્યાં સુધી જીવ હિંસામાં પ્રવર્તે છે અને હિંસાથી નરક
નિગોદાદિ કુયોનિમાં મહાદુઃખ ભોગવે છે. સંસારભ્રમણનું મૂળ હિંસા જ છે, જીવદયા
મોક્ષનું મૂળ છે. પરિગ્રહના સંયોગથી રાગદ્વેષ ઉપજે છે, તે રાગદ્વેષ જ સંસારનાં દુઃખનાં
કારણ છે. કેટલાક જીવો દર્શનમોહનો અભાવ થવાથી સમ્યગ્દર્શન પણ પામે છે પરંતુ
ચારિત્રમોહના ઉદયથી ચારિત્ર ધારણ કરી શકતા નથી અને કેટલાક ચારિત્ર ધારણ કરીને
પણ બાવીસ પરિષહોથી પીડિત બની ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ અણુવત જ ધારણ
કરે છે અને કોઈ અણુવ્રત પણ ધારણ કરી શકતા નથી, કેવળ અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જ રહે
છે. સંસારના અનંત જીવો સમ્યક્ત્વરહિત મિથ્યાદ્રષ્ટિ જ છે. જે મિથ્યાદ્રષ્ટિ તે વારંવાર
જન્મમરણ કરે છે. દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત થઈને ભવસંકટમાં પડયા છે. મિથ્યાદ્રષ્ટિ જીવ
જીભના લોલુપી છે અને કામકલંકથી મલિન છે. ક્રોધ, માન, માયા, લોભમાં પ્રવર્તે છે
અને જે પુણ્યના અધિકારી જીવ સંસાર, શરીર, ભોગથી વિરક્ત થઈ શીધ્ર જ ચારિત્ર
અંગીકાર કરે છે અને તેને નિભાવે છે, સંયમમાં પ્રવર્તે છે, તે મહાધીર પરમ સમાધિથી
શરીર છોડીને સ્વર્ગમાં મહાન દેવ થઈને અદ્ભૂત સુખ ભોગવે છે, ત્યાંથી ચ્યવીને ઉત્તમ
મનુષ્ય થઈને મોક્ષ પામે છે. કોઈ મુનિઓ તપ કરીને અનુત્તર વિમાનમાં - અહમિન્દ્રથી
ચ્યવીને તીર્થંકરપદ પામે છે, કેટલાક ચક્રવર્તી, બળદેવ, કામદેવ વગેરે પદ પામે છે. કોઈ
મુનિ મહાતપ કરી, નિદાન કરી, સ્વર્ગમાં જઈને, ત્યાંથી ચ્યવીને વાસુદેવ થાય છે, તે
ભોગને છોડી શકતા નથી. આ પ્રમાણે શ્રી વર્ધમાન સ્વામીના મુખથી ધર્મોપદેશ સાંભળીને
દેવ, મનુષ્ય, તિર્યંચ, અનેક જીવ જ્ઞાન પામ્યા. કેટલાક ઉત્તમ પુરુષો મુનિ થયા, કેટલાક
શ્રાવક થયા, કેટલાક તિર્યંચ પણ શ્રાવક થયા. દેવ વ્રત ધારણ કરી શક્તા નથી તેથી
અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જ થયા, પોતપોતાની શક્તિ પ્રમાણે અનેક જીવો ધર્મમાં પ્રવૃત્ત થયા,
પાપકર્મના ઉપાર્જનથી વિરક્ત થયા, ધર્મનું શ્રવણ કરી, ભગવાનને નમસ્કાર કરી
પોતપોતાના સ્થાનકે ગયા. શ્રેણિક મહારાજ પણ જિનવચનોનું શ્રવણ કરી, હર્ષિત થઈને
પોતાના નગરમાં ગયા.
Page 19 of 660
PDF/HTML Page 40 of 681
single page version
ત્યારે કિરણ મંદ થાય જ એ ઉચિત છે. જેમ પોતાના સ્વામી આપત્તિમાં આવે ત્યારે કોના
તેજની વૃદ્ધિ રહે? ચકવીનાં આંસુ ભરેલાં નેત્રો જોઈને જાણે કે દયાથી સૂર્ય અસ્ત થયો.
ભગવાનના સમોસરણમાં તો સદા પ્રકાશ જ રહે છે, ત્યાં રાત્રી દિવસનો વિચાર નથી
હોતો. પૃથ્વી ઉપર રાત્રી ઉતરી ત્યારે સંધ્યાસમયે જે દિશા લાલ થઈ હતી તે જાણે કે
ધર્મશ્રવણથી પ્રાણીઓના ચિત્તમાંથી જે રાગ નષ્ટ થયો હતો તે સંધ્યાના બહાને દશે
દિશામાં પ્રવેશી ગયો.
દેખવાની શક્તિ પ્રગટી હતી તે સૂર્યાસ્તથી ચાલી ગઈ. કમળ બિડાઈ ગયાં. જેમ મહાન
રાજાઓનો અસ્ત થતાં ચોરાદિક દુર્જનો જગતમાં ચોરી વગેરેની કુચેષ્ટા કરે છે, તેમ
સૂર્યનો અસ્ત થતાં પૃથ્વી પર અંધકાર ફેલાઈ ગયો. રાત્રિના સમયે દરેક ઘરમાં ચંપાની
કળી સમાન દીવાઓનો પ્રકાશ થયો તે દીવાઓ જાણે કે રાત્રિરૂપ સ્ત્રીનાં આભૂષણ જ
હતાં. કમળના રસથી તૃપ્ત થઈ રાજહંસ સૂઈ જવા લાગ્યા. રાત્રિનો શીતળ, મંદ, સુગંધી
પવન રાત્રિનો શ્વાસ ચાલી રહ્યો હોય તેવો લાગતો હતો. ભમરાઓ કમળોમાં વિશ્રામ
કરવા લાગ્યા અને જાણે ભગવાનનાં વચનોથી ત્રણ લોકનાં પ્રાણી ધર્મનું સાધન કરી
શોભે તેમ મનોજ્ઞ તારાઓથી આકાશ શોભવા લાગ્યું. જેમ જિનેન્દ્રના ઉપદેશથી
એકાંતવાદીઓના સંશય નાશ પામે તેમ ચન્દ્રના કિરણોથી અંધકાર દૂર થયો. લોકોનાં
નેત્રોને આનંદ આપનાર ચંદ્રના ઉદય સમયે તે કંપવા લાગ્યો, જાણે કે અંધકાર ઉપર તે
અત્યંત કોપાયમાન થયો હોય!
આ પ્રમાણે રાત્રિનો સમય લોકોને વિશ્રામ આપનાર થયો. રાજા શ્રેણિકને સંધ્યા સમયે
સામાયિક પાઠ અને જિનેન્દ્રની કથા કરતાં કરતાં ઘણી રાત્રિ વીતી પછી તે સુવા માટે
ગયાં. કેવો છે રાત્રિનો સમય? જેમાં સ્ત્રી-પુરુષોનાં હિતની વૃદ્ધિ થાય છે. રાજાના
શયનનો મહેલ ગંગાના કિનારા જેવો ઉજ્જવળ છે અને રત્નોની જ્યોતિથી અતિ
ઉદ્યોતરૂપ છે, ઝરુખાઓમાંથી ત્યાં ફૂલોની સુગંધ આવે છે. મહેલની સમીપે સુન્દર સ્ત્રીઓ
મનોહર ગીતો ગાઈ રહી છે, મહેલની ચારે તરફ સાવધાન સામંતોની ચોકી છે, અતિ
શોભા બની રહી છે, શય્યા ઉપર અત્યંત કોમળ ગાદીઓ બિછાવેલી છે. તે રાજા
ભગવાનના પવિત્ર ચરણ પોતાના મસ્તક પર ધારણ કરે છે. તે સ્વપ્નમાં પણ વારંવાર
ભગવાનનાં જ દર્શન કરે છે અને સ્વપ્નમાં ગણધરદેવને પ્રશ્ન કરે છે. આ પ્રમાણે
સુખપૂર્વક રાત્રિ પૂર્ણ થઈ. પછી વાદળાનાં ધ્વનિ સમાન પ્રાતઃકાળના વાજિંત્રો વાગવા
લાગ્યા. તેના અવાજથી રાજા નિદ્રારહિત થયા.