Page 103 of 225
PDF/HTML Page 116 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૩
(સમયસાર ગાથા-૬) એનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ (છે). (કહે છે) ‘અહીં એમ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે’ -આત્મા છે, તે જ્ઞાયકભાવ ત્રિકાળ છે. એટલે કે ગુણસ્થાનના જે ભેદ છે- એ શુભ, અશુભ-પુણ્ય, પાપના ભેદ, એમાં છે નહીં, પર્યાયમાં છે.
આહા...! વસ્તુ જે છે જ્ઞાયકરસ! ચૈતન્યરસ! અસ્તિ-મૌજુદગી ચીજ! વસ્તુ-વસ્તુ મૌજુદગી ચીજ!! એ આત્મા ધ્રુવ છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે, ધરમની પહેલી સીડી પ્રાપ્ત કરવા માટે એ જ્ઞાયકરસ! ચૈતન્યરસ (આત્મદ્રવ્ય) જે પરિણમન-પર્યાય વિનાની ચીજ!! હલચલ નથી એમાં! (એ જ સમયગ્દર્શનનો વિષય-ધ્યેય છે).
ઝીણી વાત છે ભાઈ...! પર્યાય છે ઈ હલચલસ્વરૂપ, બદલે છે ને...! વસ્તુ ધ્રુવ છે, એ તો હલચલ વિનાની ધ્રુવ, એકરૂપ ત્રિકાળ છે. શુદ્ધ સત્તા સ્વરૂપ, એમાં પર્યાયના ભેદ પણ નથી. એ સમ્યગ્દર્શનનો વિષય છે.
આહા.. હા! ધરમની પહેલી સીડી! સમ્યગ્દર્શન પર્યાય છે, એનો વિષય- ધ્યેય, ત્રિકાળી જ્ઞાયકભાવ જ છે. એ જ સમયગ્દર્શનનો વિષય છે. એ અપેક્ષાથી (એને) અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો, પર્યાય કહો કે વ્યવહાર કહો- એ ત્રિકાળી ચીજમાં (આત્મદ્રવ્યમાં) નથી.
(શ્રોતાઃ) એ શુભાશુભ બધું પર્યાયમાં છે? (ઉત્તરઃ) પર્યાયમાં છે. (આત્મ) વસ્તુમાં નથી, વસ્તુ તો ત્રિકાળી એક, સદ્રશ, ચૈતન્યધન, ચૈતન્યના પ્રકાશનું પૂર... એનું નૂર છે! આહા.. હા! અસ્તિ છે ને...! અસ્તિ છે. ને અસ્તિ!! ‘છે’ -છે ને...! મૌજુદગી છે. કાયમી-મૌજુદગીમાં શું આવ્યું?
કાયમી-મૌજુદગી તો જ્ઞાન-આનંદ આદિનો રસ! ધ્રુવ એકરૂપ ત્રિકાળ (સદ્રશ ચીજ આત્મતત્ત્વ) આદિ-અંત વિનાની ચીજ! (જેની) શરૂઆત નહીં, અંત નહીં. એટલે કાયમ-ધૂ્રવપણે બિરાજમાન પ્રભુ!! આહા.. હા! એ ચીજને સત્ કહીને, પર્યાયને અસત્ કીધી અથવા પર્યાયમાં રાગપણે ધ્રુવ પરિણમતો નથી, એમ કહ્યું! એમ કેમ કહ્યું છે? કે, જ્ઞાયકભાવ જે ધ્રુવ છે એ પુણ્ય ને પાપ (જે) અચેતન ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના વિકલ્પ છે એ તો અચેતન છે અચેતનનો અર્થઃ કે જે જ્ઞાયકરસ ચિદાનંદ છે તે તેમાં આવતો નથી, તેમજ જ્ઞાયકનું કિરણ (જ્ઞાનકિરણ) જે છે તે-પણ પુણ્ય-પાપના ભાવમાં આવતું નથી. તે કારણે પુણ્ય-પાપના ભાવને અચેતન ને જડ કહેવામાં આવ્યા છે. આ શરીર જડ છે એમાં તો રસ, ગંધ, રંગ, સ્પર્શ છે અને પુણ્ય-પાપના ભાવ છે જે દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધ (આદિભાવ) એમાં રંગ, ગંધ આદિ (જડનાગુણ) નહીં, પણ તેમાં ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી એ અપેક્ષાથી પુણ્ય-પાપના ભાવને જડ ને અચેતન કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ...?
આહા... હા! તો કહે છે કે અચેતનને જડ કહીને એનો નિષેધ કર્યો કે એ વસ્તુમાં છે નહીં. એ (ભાવ) જ્ઞાયકમાં છે નહીં. તો ઈ પર્યાયમાં છે કે નહીં? પર્યાયમાં છે. એ નિર્ણય કરનારી તો પર્યાય છે.
Page 104 of 225
PDF/HTML Page 117 of 238
single page version
૧૦૪ શ્રી પ્રવચન રત્નો-૧
(જુઓ)! શું કહે છે? કે ત્રિકાળી (જ્ઞાયક) શુદ્ધ છે, એ ધ્રુવ-જ્ઞાયક ધ્રુવ! વજ્રનો પિંડ!! વજ્ર-વજ્ર જેમ છે ને એમ જ્ઞાન-આનંદનું બિંબ! ધ્રુવ છે. પર્યાયની હલચલ વિનાની ધ્રુવ ચીજ!!
પણ... એ ‘આ’ છે. એનો નિર્ણય કોણ કરે છે? એ પર્યાય જ એનો નિર્ણય કરે છે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. આરે.. આરે! આ વાત જ જુદી, આખી દુનિયાથી જુદી છે!
(શ્રોતાઃ) અનિત્ય, નિત્યનો નિર્ણય કરે, તો તે પોતે અનિત્ય છે! (નિત્ય-અનિત્ય) બંને જુદાજુદા છે?
(ઉત્તરઃ) એ નિત્યાનંદ છે ધ્રુવ...! આદિ-અંત વિનાની વસ્તુ, સહજ! સહજ આત્મા-સહજાત્મ સ્વરૂપ! ધ્રુવ! આમાં તો એનો નિર્ણય થાય નહીં, નિર્ણય કરવાવાળી તો પર્યાય છે એ અનિત્ય છે, પર્યાય પલટતી છે, હલચલ (વાળી) છે. આહા... હા! એ પર્યાય, એમાં નથી. પણ.. પર્યાય નિર્ણય કરે છે તો પર્યાય, પર્યાયમાં છે, (છતાં) એનાથી પૃથક્ કરવું છે-સમજવું છે.
આહા...! વીતરાગનો મારગ! જિનેશ્વરદેવનો મૂળ મારગ સૂક્ષ્મ છે! જગતને તો અત્યારે સાંભળવા મળતો નથી. બહારનાં-વત્ર કર્યા ને.. સેવા કરો ને... દેશ સેવા કરો ને... માણસની સેવા કરો નેે! ક્યાં ખબર છે પ્રભુ! પરની સેવા એટલે શું? તેનો અર્થ શું?
(વિશ્વમાં) પરદ્રવ્ય છે કે નહીં? છે. (છે તો) તેની પર્યાય, વર્તમાનમાં શું નથી? પર્યાય વિનાનું શું દ્રવ્ય છે? (પર્યાય તો છે) તો પછી તેનું પર્યાયનું કાર્ય તો એ દ્રવ્ય કરે છે. (શું) તું બીજાનું કાર્ય કરે છે?
‘હું બીજાની સેવા કરી શકું છું’? -એમ માને છે, તો તે માન્યતા છે તે જ મિથ્યાત્વ, ભ્રમ ને અજ્ઞાન છે.
આહા...! અહીંયા તો પ્રભુ કહે છે ત્રિલોકનાથ! સર્વજ્ઞ જિનેશ્વરદેવને વીતરાગદેવ પરમાત્મા અનંત તીર્થંકરો!! વર્તમાન બિરાજે છે, વર્તમાનમાં વીસ તીર્થંકર પ્રભુ મહાવિદેહમાં બિરાજે છે. તેમની વાણી ‘આ’ છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા.
ત્યાંથી આવીને ‘આ’ -આ ભગવાનનો સંદેશ છે એમ જગતને ‘જાહેર કરે છે આડતિયા થઈને, ‘માલ’- તો પ્રભુનો છે! (સીમંધરપ્રભુનો) છે સમજાણું કાંઈ...?
આહા.. હા.! ભગવાન આત્મા, ચૈતન્ય જ્ઞાયકરસ જ છે! અસ્તિ, મૌજુદગી ચીજ! એતો પર્યાય વિનાની ચીજ છે. એમાં કોઈ અશુદ્ધતા (નથી) જે અશુદ્ધદ્રવ્યાર્થિક કહેવામાં આવેલ છે. અશુદ્ધદ્રવ્યાર્થિક (કહ્યું છે પણ) દ્રવ્ય અશુદ્ધ થતું નથી, પણ દ્રવ્યની પલટતી પર્યાય અશુદ્ધ થાય છે, તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિક કહે છે. (ખરેખર) તો અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયથી પર્યાય કહે છે, પર્યાય છે તે વ્યવહાર છે (અને) ત્રિકાળી ચીજ નિશ્ચય છે!
આમાં વાત.. કયાં સમજવી...! એ કારણે કહ્યું ને... પર્યાયનો નિષેધ કર્યો છે ને...! કે જ્ઞાયકમાં પર્યાય છે નહીં. અને જ્ઞાયકભાવ, શુભ-અશુભપણે થયો જ નથી. કેમ કે જ્ઞાયકરસ! ચૈતન્યરસ! ચૈતન્ય-ચૈતન્ય પ્રકારનો પુંજ પ્રભુ! એ પુણ્ય-પાપના ભાવ જે અચેતન છે, એમાં અંધારા છે, એમાં પ્રકાશનો અંશ નથી, એ (ભાવો) અંધારા છે. જે ચૈતન્યપ્રકાશનો પુંજ! જે ચૈતન્ય તત્ત્વ, એ અંધારાસ્વરૂપ થયો જ નથી. સમજાણું કાંઈ...?
Page 105 of 225
PDF/HTML Page 118 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦પ
આહા...! અને એ જ્ઞાયકભાવ, શુભ-અશુભભાવે થઈ જાય તો જ્ઞાયકરસ અચેતન-જડ થઈ જાય! અચેતન થઈ જાય!! આહા.. હા..! આ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ પણ અચેતન જડ છે, કેમ કે એ વિકલ્પ છે-રાગ છે.
એ રીતે ચૈતન્ય જે સ્વભાવ છે, જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ પ્રભુ! એ શુભાશુભ વિકલ્પરૂપે થાય તો, જ્ઞાયકચૈતન્ય અંધારા સ્વરૂપ જડ થઈ જાય.
આહા.. હા! આવી વાત છે! એ અશુદ્ધતા, પર્યાયમાં જે અશુદ્ધતા છે, એ દ્રવ્યાર્થિક નયનો વિષય નથી, એતો અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિક નયને કહ્યું તો દ્રવ્યની અશુદ્ધપર્યાય છે. એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહ્યું, એને જ પર્યાયાર્થિક કહીને, એને જ વ્યવહાર કહ્યો, એ વ્યવહાર જૂઠો-એવું કહ્યું!!
આહા.. હા! જુઓ! એ અહીંયાં કહે છે. ‘આહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે’ -વીતરાગ ત્રિલોકનાથનું કથન- અભિપ્રય સ્યાદ્વાદરૂપ છે. સ્યાદ્=સ્યાત્ (સ્યાત્) એટલે અપેક્ષાએ કથન કરવું તે. સ્વદ્વાદ=સ્યાત્ નામ અપેક્ષાએ, વાદ નામ કથન કરવું. એનું નામ સ્યાદ્વાદ છે. એ જિનમતનું કથન છે.
‘તેથી અશુદ્ધનયને’ - તે ઈ પર્યાયમાં શુભાશુભભાવ છે. ચેતન શુભાશુભપણે થયો નથી, એમ કહ્યું (તો) એ અશુદ્ધનયનો વિષય જ છે નહીં, એવું છે નહીં. ‘સર્વથા અસત્યાર્થ ન માનવો’ (અર્થાત્) જેમ ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવપ્રભુ (આત્મ દ્રવ્ય) એ શુભાશુભ ભાવપણે થયો નથી, પણ શુભાશુભભાવ પર્યાયમાં છે. (પર્યાયમાં) છે એનો નિષેધ કરે-નથી જ સર્વથા-એમ માને તો તો વસ્તુનો નિષેધ થઈ જાય. આહા...! સમજાણું કાંઈ..?
(કહે છે કે) ‘અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો’ - ત્યાં તો (ગાથામાં) એ કહ્યું કે અશુદ્ધ છે એ જૂઠું છે, અશુદ્ધતા અસત્યાર્થ છે- જુઠું છે. (એ) કઈ અપેક્ષાએ? એ તો ત્રિકાળી ચૈતન્યજ્યોત જે ધ્રુવધાતુ! ચૈતન્ય ધાતુ! ચૈતન્યપણું જ જેણે ધારી રાખ્યું છે એવો (ચેતનઆત્મા છે) એની અપેક્ષાએ, રાગ-પુણ્ય, પાપ છે, તેને અશુદ્ધ કહીને, અચેતન કહીને, દ્રવ્યમાં નથી, એમ કહ્યું. પણ, રાગ પર્યાયમાં છે (સર્વથા) નથી જ એમ નહીં તેથી ‘અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો’ આહા.. હા! સમજાણું કાંઈ...?
હવે, કહે છે કેઃ ‘કારણકે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા, બન્ને વસ્તુના ધર્મ છે’ - શું કીધું? કંથચિત્ નયથી જે પરમાર્થનયનું કથન છે પ્રભુનું, એ શુદ્ધ જે વસ્તુનું સત્ત્વ છે વસ્તુનું સત્વ છે- વસ્તુનો કસ છે, તેમજ પુણ્ય-પાપના (ભાવ) પર્યાયમાં, પણ વસ્તુનો કસ છે, પર્યાયમાં, પણ વસ્તુનો કસ છે, પર્યાયમાં (છે) તે પણ સત્ત્વ છે.
આહા.. હા! દરેક શબ્દ અજાણ્યા બધા..! એનાં ભણતરમાંનો’ આવે, વેપારમાં નો’ આવે ને અત્યારે તો સંપ્રદાયમાં ય નથી આ (તત્ત્વની વાત)
આહા.. હા! શું કીધું? ‘સ્યાદ્વાદ પ્રમાણે’ -અપેક્ષાથી, વસ્તુને સિદ્ધ કરવા માટે, શુદ્ધતા ત્રિકાળી અને અશુદ્ધતા વર્તમાન-બન્ને વસ્તુનાં ધર્મ છે. ધર્મ નામ એ (ભાવ) વસ્તુએ ધારી રાખેલી ચીજ
Page 106 of 225
PDF/HTML Page 119 of 238
single page version
૧૦૬ શ્રી પ્રવચન રત્નો-૧ છે. ધર્મ એટલે અહીં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રના પરિણામ એની વાત નથી. પરંતુ વસ્તુએ ધારી રાખેલ ભાવ, એ ઘરમ અહીં (સમજવું)
જેમ વસ્તુ ત્રિકાળી ભગવાન (જ્ઞાયકભાવ) એણે ધારી રાખેલી ચીજ છે, એમ જ પુણ્ય-પાપ પર્યાયમાં ધારી રાખેલી ચીજ છે. પુણ્ય-પાપ અસ્તિ છે, પુણ્ય-પાપ નથી જ, એવું છે નહીં, સમજાણું કાંઈ....?
ઝીણી વાત છે આ બધી...! કોઈ દિ’ ક્યાં’ય સાંભળ્યું નથી! સત્ય શું છે? સંપ્રદાયમાં તો અત્યારે ગોટા ઊઠયા છે બધા- આ કરો ન... આ કરો... વત્ર કરો-તપ કરો, ધર્મ થશે! પરંતુ કરવું- કરવું એ તો બધો વિકલ્પ ને રાગ છે.
રાગના તત્ત્વને, જ્ઞાનના-ચૈતન્યને સોંપવું મિથ્યાત્વ છે. પણ, વસ્તુ છે ખરી, અશુદ્ધતા છે ખરી. પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તો પર્યાય શૃદ્ધ જ છે, તો છે જ (શુદ્ધ) એને ધરમ કરવો, એ તો રહેતું નથી. આહા...! ‘મારે ધરમ કરવો છે’ - એવો પ્રશ્ન ઊઠે-થાય છે. તો તેમાં શું આવ્યું? કે ઈ પર્યાયમાં ધરમ છે નહીં, પર્યાયમાં અધર્મ છે, તો અધર્મનો નાશ કરીને ધર્મ કરવો છે. એનો અર્થ એ છે કે પર્યાયમાં અધર્મ છે.
આહા... હા! આ તો, લોજિકથી પ્રભુનો મારગ! આવો કહ્યો છે, અત્યારે અજાણ્યો થઈ ગ્યો છે!! આહા. હા! ‘બન્ને વસ્તુનાં ધર્મ છે’ - ધર્મનો અર્થ છે કે વસ્તુએ ટકાવી રાખેલી ચીજ છે. વસ્તુ જે ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ટકાવી રાખેલ છે એમ જ પર્યાયે અશુદ્ધતા ટકાવી રાખેલ છે. સમજાણું કાંઈ...?
આહા...! ‘અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે’ - શું કહ્યું? સમજાણું...? વસ્તુ જે પ્રભુ! જ્ઞાયકભાવ જે ત્રિકાળ! એ પણ વસ્તુનો ધર્મ છે, વસ્તુએ ધારી રાખેલી. ટકાવી રાખેલી ચીજ છે. એની પર્યાયમાં મલિનતા છે એ પણ વસ્તુનું સત્ત્વ છે. (એ કાંઈ) અસત્ નથી. પર્યાયમાં મલિનતા-અશુદ્ધતા છે. એ સત્ત્વ છે, સત્ત્વનામ ‘છે’ - એક અંશ છે તે પણ સત્ત્વ છે.
આહા... હા! ‘અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે’ - સત્ત્વ એટલે શું? શુદ્ધત્રિકાળીવસ્તુ એ વસ્તુનું સત્ત્વ છે, આ ત્રિકાળી (સત્ત્વ છે) અને શુભભાવ-અશુભભાવ (એટલે કે) દયા, દાન, કામ- ક્રોધનાં ભાવ વર્તમાન પર્યાયમાં (છે), એનાં અસ્તિત્વમાં, એનાં સત્ના સત્ત્વમાં અર્થાત્ પર્યાયના સત્ત્વમાં એટલે કે પોતાનામાં છે.
આહા... હા! અંતર શું કે આ અંતર છે કેઃ ‘અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે’ - એટલો ફેર છે. શુભને અશુભ ભાવ-અશુદ્ધ (ભાવ), વસ્તુની પર્યાયમાં, સત્ત્વનામ એની ચીજ છે. પર્યાય પણ એની ચીજ છે. પણ શુભાશુભભાવ ઈ અશુદ્ધતાના ભાવ, સંયોગના લક્ષથી ઉત્પન્ન માટે સંયોગજનિત અશુદ્ધ કહેવામાં આવે છે. આહા.. હા’ ‘અને અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે’ અશુદ્ધનય તો ‘હેય’ કહેલ છે અહીંયાં! એ પુણ્ય-પાપના ભાવ છોડવાલાયક કહ્યા છે. જેમને ધર્મ પ્રગટ કરવો છે - સમ્યગ્દર્શન - ધરમની પહેલી સીડી!! એમને જ્ઞાયકભાવ ત્રિકાળ જે છે તે જ આદરણીય છે,
Page 107 of 225
PDF/HTML Page 120 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૭ અને શુભ-અશુભ ભાવ, એમને હેય છે- છોડવા લાયક છે, એમ કહેલ છે. સમજાણું કાંઈ...?
હવે, એની એક પંકિત સમજવી કઠણ છે!! આ તો, સિદ્ધાંત વાત છે! આ કોઈ કથા-વાર્તા નથી. (આ તો) ભાગવત...! ભગવત્ કથા છે. (લોકો) ભાગવતકથા કહે છે ને...! નિયમસારમાં આવે છે ને...! આ જ ભાગવત કથા છે-ભાગવત્કથા-ભગવાન આત્માની (કથા), ભગવાન ત્રિલોકનાથે કહેલ છે. પ્રભુ! તારું સ્વરૂપ તો ભગવત્સ્વરૂપ છે ત્રિકાળ પ્રભુ છે!!
પણ, તારી પર્યાયમાં ભૂલ છે- પુણ્ય-પાપના ભાવ છે, તે છે. શુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે ઈ અશુદ્ધતા દ્રવ્યે કરી છે (દ્રવ્ય, દ્રવે છે ને.. !) છે ભલે, પર્યાયની ક્રિયા પણ આ પર્યાય પણ રાખેલ છે, અશુદ્ધતા પર્યાયમાં છે. ફકત ફેર એટલો!! ત્રિકળી જે સ્વતઃસ્વાભાવિક વસ્તુ છે અને પુણ્ય- પાપના ભાવ સંયોગજનિત-સંયોગ (ના લક્ષે) થાય છે. આહા.. હા! છે? (અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે)
આહા.. હા! ‘અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે. - એ પુણ્ય-પાપના ભાવ, સંસાર છે-દુઃખ છે.. આ દુકાન-ધંધામાં રહેવું આખો દિ’ એકલા પાપભાવ છે.
(શ્રોતાઃ) પણ રહેવું કેવી રીતે? ધંધો ન કરીએ તો રહેવું કેવી રીત? પૈસા શી રીતે આવે? (ઉત્તરઃ) કોણ કહે છે કે કરે, એ તો જડ છે, જડની ચીજ આવવાની હશે તો આવશે જ. (લોકમાં કહેવત છે ને કે) ‘દાને દાને પે લિખા હે ખાનેવાલેકા નામ’ ખાવાવાળાનું પરમાણુમાં નામ છે. દાણે-દાણે નામ છે. ભાઈ...! સાંભળ્યું છે તેમ ખાને વાલેકા નામ- દાણે-દાણે ખાવાવાળાની મ્હોરછાપ છે.
મ્હોરછાપનો અર્થ (છે કે) જે પરમાણુ આવવાના છે તે આવશે જ અને નહીં આવવાવાળા નહીં આવે!
તારા લાખ પ્રયત્ન કરવા છતાં નહીં આવે, અને આવવાવાળા છે તે એને કારણે આવે છે, એને કારણે રોકાય છે, તારા કારણે નહીં. જે પરમાણુ આવે છે તે તારા હાથની વાત છે નહીં.
(શ્રોતાઃ) પરમાણુંમાં ભલે એમ હોય, અમારે તો રૂપિયાની વાત છે! (ઉત્તરઃ) ધૂળેય... એ પણ એમ જ છે. રૂપિયા પણ જડ-પરમાણું છે. એક-એક પરમાણું જ્યાં જવાવાળા છે ત્યાં જશે જ, જ્યાં રહેવાવાળા છે ત્યાં રહેશે, તારાથી તે રહેશે?! પરની સત્તા એ તો છે (તારી સત્તાથી એમાં કાંઈ ફેરફાર થાય) એ વાત ત્રણકાળમાં સાચી છે નહીં... આહા.. હા!
વાત બહુ છે! (સૂક્ષ્મ!) બાપુ! અરે, ચોરાશીના અવતાર બાપુ! ભાઈ, ધણાંય રખડીને પડયા છે. ભગવાન તો એમ કહે છે કે ‘તારું એટલું દુઃખ તે ભોગવ્યું, એ દુઃખ જોનારને રોવું આવ્યું! તે તો (દુઃખ) સહન કર્યા! પણ એટલાં.. એટલાં દુઃખ છે ચોરાશીના અવતારમાં... નરકને કીડા, કાગડાં, કંથવા આહા.. હા!
એવા તો પ્રભુ! અનંત ભવ તેં કર્યા છે. અનંતકાળનો છે ને તું! અનાદિ છો.. નવો છો કાંઈ...? આહા.. હા! એ... પરિભ્રમણનું દુઃખ તેનો નાશ કરવો હોય તો પ્રભુ! તારો (આત્મા) અંતર આનંદનો નાથ છે, તારું શરણ ત્યાં છે, તારો રક્ષક ત્યાં છે, તારું સર્વસ્વ ત્યાં જ્ઞાયકમાં છે. ત્યાં શરણ લેવા
Page 108 of 225
PDF/HTML Page 121 of 238
single page version
૧૦૮ શ્રી પ્રવચન રત્નો-૧ માટે જા, અસ્તિ છે તેને ઉપાદેય કર, તો પરિભ્રમણનો અંત આવશે.
જુઓ...! પુણ્ય ને પાપના ભાવ હેય ને છોડવાલાયક કહેવામાં આવ્યા, પણ એ ‘છે’ તો છોડવાલાયક કહ્યા ને...! તો તે ‘છે’ કે નથી? કે છે જ નહીં? તો કહ્યું ને..’ અશુદ્ધનયનો વિષય સંસાર છે.’
આહા.. હા! ત્રણલોકનો નાથ! ચૈતન્ય પ્રભુ જ્ઞાયક! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ! એ સિવાય, પુણ્યને પાપના ભાવ જે થાય છે તે સંસાર છે. ‘संसरण इति संसारः’ જેમાં સંસરણ - પરિભ્રમણ જ છે જેનાથી ઉત્પન્ન થાય, એનું નામ સંસાર છે. પુણ્યને પાપના, બન્ને (પ્રકારના) ભાવ, સંસરણ ઈતિ સંસાર છે, એ વર્તમાન સંસાર છે અને ભવિષ્યમાં પરિભ્રમણનાં બીજડાં છે! આવી વાત સાંભળતાં....
આહા... હા! આંહી તો કહે છે પ્રભુ! તું જાણક્શક્તિનું તત્ત્વ છો! એ રાગનું ને પરનું કેમ કરી શકે? એ રાગને પુણ્ય-પાપના કર્તા માને છે એ તારો સંસાર છે. એ બીજ છે!! આહા.. હા! છે? .. અશુદ્ધ નયનો વિષય સંસાર છે’ - એ પુણ્ય-પાપ ભાવ જ સંસાર છે. આહા... હા! ‘અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે’
(શ્રોતાઃ) એ તો (આત્મા) શુદ્ધ છે! (ઉત્તરઃ) એવો શુદ્ધ તો આત્મા છે (વર્તમાન પર્યાય અશુદ્ધ છે).
(જુઓ ને...!) પૈસા થયા પાંચ-પચાસ લાખ, છોકરાં થયાં સાત, આઠ, દસ! બબ્બે લાખની પેદાશવાળા, એમાં સુખ ભર્યાં છે? કલેશ છે પ્રભુ! એ શુભ-અશુભ ભાવથી વર્તમાન કલેશ ભોગવે છે અને ભવિષ્યમાં કલેશનું કારણ છે આહા... હા!
આહા.. હા! હવે, કહે છે કે ‘જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે’ - હવે સવળી, ધરમની વાત કરે છે. હવે અહીંથી સવળી વાત આવે છે, ધરમની વાત કરે છે, કે પુણ્યને પાપના શુભ-અશુભ ભાવ એ સંસાર છે, કલેશ છે, દુઃખ છે, અને ભવિષ્યમાં સંસાર પરિભ્રમણના તે (ભાવ) કારણ છે. ‘જ્યારે તે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય છે’ - એ પુણ્ય-પાપના ભાવથી ત્રિકાળ હું ભિન્ન છું, મારી ચીજ તો એનાથી જુદી-ભિન્ન છે. હું તો જ્ઞાયક ચૈતન્યરસથી ભરચક્ક ભરેલ, અતીન્દ્રિય આનંદથી ભરપુર ભરેલ તત્ત્વ છું! અને રાગ જે પરદ્રવ્ય છે એને ભિન્ન કરું છું, તો સંસારથી છુટકારો છે.
(શ્રોતાઃ) અહીંયા તો પરદ્રવ્યથી ભિન્ન કહ્યું છે!! (ઉત્તરઃ) સ્વદ્રવ્યથી તો ભિન્ન છે અનાદિથી (અજ્ઞાની) હવે, પરદ્રવ્યથી ભિન્ન કરવો છે! (અનાદિથી અજ્ઞાની) સ્વદ્રવ્યથી ભિન્ન થઈને, રાગ-દ્વેષને પોતાનાં માને છે, એ જ સંસાર છે, કલેશ છે, દુઃખ છે નરક-નિગોદનાં કારણ છે.
આહા...હા! ‘જ્યારે સ્વયં પરદ્રવ્યથી ભિન્ન થાય છે ત્યારે સંસાર મટે છે’ આહા...! એ શુભ કે અશુભ ભાવ- આ કમાવું-રળવું, સ્ત્રી પરિવાર-કુટુંબના પોષણના ભાવ, એ તો પાપ છે. તો એ કલેશ છે, દુઃખ છે અને ભવિષ્યમાં પણ કલેશના-દુઃખનાં કારણ છે. અને શુભભાવ પણ વર્તમાન દુઃખ છે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના જે વિકલ્પ, શુભ ભાવ છે એ રાગ છે દુઃખ છે, વર્તમાન કલેશ છે. ભવિષ્યમાં કલેશનું કારણ છે.
Page 109 of 225
PDF/HTML Page 122 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૯
આહા... હા! આનાથી ભિન્ન પડીને-જે શુભ-અશુભ ભાવ (છે) તો કલેશ છે, સંસાર છે અરે રે! દુઃખ છે. મારી ચીજ એ નહીં. એવા પરદ્રવ્યને ભિન્ન કરીને-આહા... હા! એ પુણ્ય-પાપના ભાવ સાથે ચૈતન્યની એકત્વબુદ્ધિ-રાગ સાથે એકત્વબૃદ્ધિ (છે) એ એકત્વને છોડવું અને પૃથક કરવું- ભેદજ્ઞાન કરવું (એટલે કે) પુણ્ય ને પાપના ભાવ મલિન છે, દુઃખ છે એ પોતાનથી ભિન્ન છે-એમ ભિન્ન કરીને પોતાનો (સ્વયંનો) અનુભવ કરવો, એ સંસારનો નાશ કરવાનો ઉપાય છે, કીજો કોઈ. પાય છે નહીં.
આહા... હા! અત્યારે તો એવું (ચાલ્યું છે કે) દેશ સેવા કરો! ભૂખ્યાંને અનાજ આપો! તરસ્યાંને પાણી આપો! બિમારને દવા આપો મકાન ન હોય તો મકાન-ધર આપો! (તેથી) ધરમ થશે...!!
અરે! ભગવાન, (પરનું) કોણ કરે? પ્રભુ! પરદ્રવ્યની ક્રિયા કોણ કરે? ભાઈ, એ પરદ્રવ્યની ક્રિયા એનાથી થાય છે, તારાથી નહીં. પરદ્રવ્યની-પરમાણુની પર્યાય એનાથી (સ્વયં) થાય છે. તારાથી આ (તારી) આંગળી ય હલતી નથી. (છતાં) તારી સત્તામાં તું ગરબડ કરે છે કે પરનું કાંઈ કરી શકું છું, કરી શકતો નથી, માત્ર તું માને છે, પરની સત્તામાં તારી ગરબડ (મિથ્યામાન્યતા) બિલકુલ ચાલે નહીં.
આહા.. હા! અરે...! અહીં આવે તો સાંભળવું મુશ્કેલ પડે એવું છે!! એક તો સાંભળવું મળે નહીં, સાંભળવું કઠણ પડે! વસ્તુ આવે નહીં હાથ!! આહા.. હા!
આહા..! અનંતકાળથી પરિભ્રમણ કરી-કરીને.. એ દુઃખી છે. અત્યારે તો સાંભળીએ છીએ, એ ભ્રમણા! બાપા! આવું છે. બોલતાં-બોલતાં હાર્ટફેલ! આહા..! આ મૃત્યુના પ્રસંગો અનંતવાર આવી ગયા છે એ બધા પુણ્ય-પાપના ભાવની કર્ત્તાબુદ્ધિને લઈને. આકરી વાત છે પ્રભુ! આ તો પરિભ્રમણ કર્યાં!! (કારણ કે) પરદ્રવ્યની ક્રિયા મેં કરી (મિથ્યા માન્યતા હોવા છતાં) પરદ્રવ્ય તો એમાં છે નહીં, શુભાશુભ ભાવ છે નહીં અને પુણ્ય-પાપના ભાવથી પણ (આત્મદ્રવ્ય) નિવૃત્ત છે.
આહા.. હા! હવે, આ રીતે સમજશે નહીં તો એનો સંસાર રહેશે. સમજાણું કાંઈ...? આહા..! જિનેશ્વરદેવ, ત્રણલોકના નાથ! આમ ફરમાવે છે આહા.! એની ‘આ’ વાણી છે!
આહા..! ‘એ પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે છે’ અને ત્યારે કલેશ મટે છે -શુભ- અશુભ ભાવ એ કલેશ છે, દુઃખ છે, સંસાર છે. એનાથી ભિન્ન પડીને, પોતાના ચૈતન્ય- આનંદસ્વરૂપ ભગવાન, ત્રિકાળ મૌજુદગી ચીજ છે. કાયમની ચીજ છે (શાશ્વત છે) એનું શરણ લેવાથી સંસાર મટી જાય છે, દુઃખ છૂટી જાય છે.
(કહે છે કે) ‘એ રીતે દુઃખ મટાડવાનો શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે’ - શું કહે છે? કે ઈ શુદ્ધનયનો વિષય, આનંદરૂપ ત્રિકાળી (જ્ઞાયક) ને કહ્યો, પુણ્ય-પાપ અસત્ય કહ્યા- શુદ્ધનયના વિષયને આદરવા માટે (ઉપાદેય કરવા માટે) મુખ્યપણે (ઉપદેશ છે). શુદ્ધનયનો વિષય ધ્રુવ છે, એનો આદર કરવા શુદ્ધનયને સત્ય કહ્યો અને પુણ્ય-પાપના ભાવની પર્યાય અશુદ્ધ છે, એ શુદ્ધભાવની અપેક્ષાએ અસત્ છે-સ્વભાવની અપેક્ષાએ એને ‘નથી’ એમ કહ્યું સમજાણું કાંઈ..?
એ રીતે શુદ્ધનયનો ઉપદેશ મુખ્ય છે- પ્રધાન છે. આહા.. હા! ત્રિકાળજ્ઞાયક ભાવ જ છે, એનું શરણ લે! એ જ ધ્યેય છે!! એના વિના જ રખડે છે. ચૈતન્ય ભગવાન આનંદનો નાથ! જ્ઞાયકધ્રુવ (એ એક જ શરણરૂપ છે)
Page 110 of 225
PDF/HTML Page 123 of 238
single page version
૧૧૦ શ્રી પ્રવચન રત્નો-૧
આહા...! ઓલા તેર બોલ છે ને..! ‘આત્મધર્મ’ ગુજરાતીમાં આવ્યું’ તુ ‘ધૂંવ ધામના ધણી, ધ્યાનના’ આ બોલ છે ને..! ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધુણી ધગશ ને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. બધા ‘ધ.. ધા..’ છે.
ધ્રુવધામ=પોતાનું ધ્રુવ સ્થાન- નિત્યાનંદ પ્રભુ (આત્મા) પુણ્ય-પાપની પર્યાયથી ભિન્ન, એ ધ્રુવધામ.
ધણી=એને ધ્યેય બનાવી ધ્યાન=એની એકાગ્રતા કરી ધખતી ધુણી=પર્યાયની એકાગ્રતાની ધખતી ધુણી. ધગશને ધીરજથી ધખાવવી=પોતાના ઉગ્ર પુરુષાર્થથીને ધીરજથી ધખાવવી, અંદર એકાગ્રતા કરવી.
તે ધરમનો ધારક ધર્મી ધન્ય છે. તેર છે, તેર (બોલ છે) આ તો, અમારી પાસે હોય ઈ આવે, બીજું શું આવે...! આપ્યા’ તા ને તમને એનો ખુલાસો છે.
અહીં કહે છે ‘શુદ્ધનયનો વિષય મુખ્ય કરીને- પ્રધાન કરીને કહ્યો છે’ ત્રિકાળીઆનંદનો નાથ પ્રભુ! છે ને...! આહા...! તેનું રક્ષણ લઈ! તારું શરણ ત્યાં છે, તારુ ધામ ત્યાં છે, તારું સ્થાન ત્યાં છે, તારી શક્તિ ત્યાં છે, તારા ગુણ ત્યાં છે!!
અરે! આવું ક્યાં સાંભળે?! અરે.. રે! મનુષ્યપણું મળ્યું, પણ એમને એમ પચાસ-સાઠ વરસ ગાળે! પાપમાં ને પાપમાં, જગતમાં એને ક્યાં જાવું ભાઈ! આહીં તો (કહે છે) પુણ્યનાં પૂર્વના ઉદય આવે કદાચિત તો પણ તે બંધનનું કારણ દુઃખ ને કલેશ છે.
આહા.. હા! એને દુઃખથી છોડાવવા ને ત્રિકાળ (આત્માની) દ્રષ્ટિ કરાવવા માટે એને શુદ્ધનયને પ્રધાન કરીને-મુખ્ય કરીને- ‘તે છે’ એવું કહ્યું છે. ત્રિકાળી ચીજ! ચિદાનંદપ્રભુ ભગવાન (આત્મા ધ્રુવ છે) પ્રભુ, તારું શરણ પૂર્ણ છે ત્યાં જા. આ મલિનપર્યાય છે તેનાથી હઠી જા. તારે જો મુક્તિ લેવી હોય ને આનંદ લેવો હોય તો દુઃખી તો થાય છે અનાદિથી છે..?
કહે છે કે ‘અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી’ -અશુદ્ધનય નામ પુણ્ય-પાપના ભાવ, ‘તે નથી’ એમ કહ્યું. અસત્યાર્થ કહ્યા, અભૂતાર્થ કહ્યા, જૂઠા કહ્યા’ તો એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી’ - આકાશમાં ફૂલ (ઊગતા જ) નથી આકાશને ફૂલ હોય છે? (ના.) એમ જ પુણ્ય-પાપના પરિણામ-અશુદ્ધતા છે જ નહીં, એમ છે નહીં. તારી પર્યાયમાં છે અને છે તો સ્વરૂપની દ્રષ્ટિ કરવાથી તે છૂટી જાય છે, તે (અશુદ્ધતા) દુઃખ છે દુઃખ!
આહા..! આંખ વિંચાય, તો ખલાસ થઈ ગ્યું! એ પૈસાને શરીરને બધું જ્યાં - જ્યાં છે ત્યાં ત્યાં જ રહેશે. તારા કારણથી પરમાં ફેરફાર થયો? જ્યાં જ્યાં પરમાણુ-પુદ્દ્ગલ, જેવી જેવી પર્યાયમાં છે ત્યાં ત્યાં (તેવી તેવી અવસ્થામાં) રહેશે. એમાં ફેરફાર ગમે તે તું કર, પણ એ ચીજ જે પર્યાય જેવી છે ત્યાં તેવી રહેશે.
આહા..! આ આવું આકરું છે!
Page 111 of 225
PDF/HTML Page 124 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧૧
જે પર્યાય જ્યાં જે ક્ષેત્રે થાય, જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે રહેશે. તારી કલ્પનાથી એમાં ફેરફાર થાય, કાળ બદલી જાય, પર્યાય બદલી જાય તું બદલી જા, તારી દ્રષ્ટિ જે પુણ્ય-પાપને અશુદ્ધ (પર્યાય) ઉપર છે એને છોડી દે તું, એ તારા અધિકારની વાત છે. આવી વાત ભાઈ..!
કહે છે કે ‘આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી, એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે’ - આત્માની પર્યાયમાં, મલિનતા છે જ નહીં, એવું માનવાથી આકાશના ફૂલની જેમ તો તો આકાશમાં ફૂલ નથી ને છે એમ માનવાથી મિથ્યાત્વ થશે એમ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા નથી એમ માનવાથી મિથ્યાત્વ થશે. પર્યાયમાં, મલિનતા-અશુદ્ધતા (સર્વથા) નથી જ એમ માનવું મિથ્યાત્વ છે, અને અશુદ્ધ, એમ માનવાથી ધરમ થશે, એવી માન્યતા પણ મિથ્યાતવ છે અને મારા શુદ્ધસ્વભાવમાં અશુદ્ધતા ધુસી ગઈ છે (પ્રસરી ગઈ છે) એવું માનવું પણ મિથ્યાત્વ છે.
આહા... હા! આ આવો. ઉપદેશ હવે! માણસો... સાંભળનારા થોડાં! પણ.. હવે તો ધણાં.. જિજ્ઞાસાથી લોકો સાંભળે છે. આ વખતે જન્મ-જ્યંતિ થઈ, પંદર હજાર-વીસહજાર માણસો!
વાત તો આ છે અમારી બાપુ! પ્રભુ, તું કોણ છે!? ક્યાં છો? તું છો, તો તારી પર્યાયમાં, પણ તું છો, પણ પર્યાયમાં મલિનતા છે. એ છોડવા માટે (એને) અસત્યાર્થ કહીને ત્રિકાળનું સત્યાર્થનું શરણ લેવાનું કહ્યું છે.
આહા...હા! ‘માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ અપેક્ષાથી કહ્યું હતું કે શુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્યમાં મલિનતા છે જ નહિ, એ (અશુદ્ધતા) પર્યાયમાં નથી એમ કહ્યું નહોતું. અપેક્ષાએ કહે વસ્તુમાં (મલિનતા) નથી.
આહા...! ‘સ્યાદ્વાદનું શરણ લઈ’ - સ્યાદવાદ એટલે અપેક્ષાએ કથન કરવું તે. સ્યા્ત= અપેક્ષાએ, વાદ = કહેવું અથવા જાણવું. સ્યાદ્વાદ, તેનું શરણ લઈને શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ’ -પુણ્ય-પાપ મલિતના પર્યાયમાં છે, એમ જાણીને, એની દ્રષ્ટિ છોડીને, ત્રિકાળીનું શરણ લેવું!! આહા... હા!
આમાં... કંઈ દયા પાળવી, વ્રત પાળવાં, પૈસા દેવા કોઈ મંદિર કરાવવું કે ભઈ, પાંચ કરોડ રૂપિયા છે તેમાંથી એક કરોડ ધરમમાં! તારા પાંચેય કરોડ દે તો, એ તો જડ છે તેને ધરમ ક્યાં છે એમાં? (શ્રોતાઃ) મંદિર થઈ ગ્યું છે! (ઉત્તરઃ) હવે આપણે મંદિર થઈ ગ્યું છે એમ કહે છે. મંદિર નો’ તું થયું તો પણ પહેલેથી કહેતાં આવીએ છીએ!
બેંગ્લોરમાં બાર લાખનું મંદિર થયું, અને આ સત્તરમી તારીખે આક્રિકામાં (નૈરોબીમાં) પંદર લાખનું મંદિર! ખાતમુહૂર્ત કર્યું.
પણ એ તો પારકી ચીજ છે બાપુ! એનાથી બનવાના કાળમાં બને છે, કોઈ કહે છે કે મારાથી બને છે તે ભ્રમ છે. (શ્રોતાઃ) કડિયાથી તો બનેલ છે ને..! (ઉત્તરઃ) કડિયાથી (પણ) બનતી નથી. એ તો બીજી ચીજ છે એને કોણ બનાવે? એની ‘જન્મક્ષણ’ છે. પ્રવચનસાર ૧૦૨ ગાથા.
‘જે દ્રવ્યની જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય તે તેની જન્મક્ષણ છે. જન્મક્ષણ નામ ઉત્પત્તિનો કાળ છે, તેથી તે ઉત્પન્ન થઈ છે, પરથી બિલકુલ (ઉત્પન્ન) થઈ નથી, ત્રણકાળ, ત્રણલોકમાં!
Page 112 of 225
PDF/HTML Page 125 of 238
single page version
૧૧૨ શ્રી પ્રવચન રત્નો-૧
આહા...! (જુઓ!) આ હાથ હલે છે આમ-આમ, એ સમયની એની ‘જન્મક્ષણ’ છે- પર્યાયની એની ઉત્પત્તિનો કાળ છે, તેથી ઉત્પન્ન થાય છે, આત્માથી બિલકુલ નહીં.
અરે... આવી વાત હવે સાંભળવા મળે નહીં, કઠણ વાત છે બાપુ! અને એનું ફળ, પણ કેવું છે!! શુદ્ધનયનો આશ્રય, ચિદાનંદનો આશ્રય કરતાં, એનાં ફળમાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આદિ અનંત અતીન્દ્રિય આનંદ છે!!
આહા..! ‘માટે સ્યાદ્વાદનું શરણ લઈને’ - અપેક્ષાથી (કહ્યું) ત્રિકાળી શુદ્ધદ્રવ્યમાં અશુદ્ધતા નથી, પર્યાયમાં અશુદ્ધતા છે. આમ બે પ્રકારનું જ્ઞાન કરીને, અશુદ્ધતાનું શરણ છોડી દઈ અને ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્યનું શરણ લે...
પણ... અશુદ્ધનું સાથે-સાથે જ્યારે જ્ઞાન હોય ત્યારે આહા... હા! (સમયસાર) ચૌદમી ગાથામાં આવ્યું છે ને... ! ટીકાના ભાવાર્થમાં કે ‘ના’ પાડીને તમે (કે ‘અશુદ્ધ’ નથી!) પર્યાયમાં અશુદ્ધતા નથી એમ માને તો તો વેદાંત થઈ જાય છે. એકાંત! પર્યાયને માની નહી - પર્યાયને માને નહીં તો અનુભવ કોનો? ત્રિકાળનો નિર્ણય કોણે કર્યો? દ્રવ્યે કર્યો કે પર્યાયે કર્યો?
આ ત્રિકાળ આત્મા છે. નિર્ણય કોણે કર્યો? પર્યાયન હોય તો, પર્યાય વિના નિર્ણય કરે કોણ? નિત્યનો નિર્ણય, અનિત્ય કરે છે. - દ્રવ્ય નિત્ય છે એની પર્યાય અનિત્ય છે એ પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે. પણ... એ પર્યાયની દ્રષ્ટિ છોડાવવા માટે, ત્રિકાળી વસ્તુ સત્ય છે અને અશુદ્ધતા છે તે અસત્ય છે - એવી રીતે નિત્ય (ત્રિકાળ) ગ્રહણ કરવા માટે (અશુદ્ધતા-પર્યાયને) અસત્ય કહેવામાં આવેલ છે. બિલકુલ અશુદ્ધતા પર્યાયમાં ય છે જ નહીં તો તો અશુદ્ધતા છોડવાનો ઉપદેશ કેમ કરવામાં આવે છે અને ‘ધર્મ કરવો છે’ તો જો” અધર્મ નહો, પર્યાયમાં અધર્મ ન હો તો ધર્મ કરવો છે એ પણ રહેતું નથી. આહા.. હા!
કેમકે... પર્યાયમાં, અધર્મના સ્થાન ધર્મ લાવવો છે. તો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હોય તો આશ્રયદ્રષ્ટિ વિના ધર્મ થતો નથી અને (પર્યાયમાં) અશુદ્ધતા ન હોય તો તો વ્યય થઈને શુદ્ધતા પ્રગટ થતી જ નથી.
અરે... આવી વાતું છે!! (કહે છે કે) ‘માટે સ્વદ્વાદનું શરણ લઈને શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ’ - શુદ્ધનય એટલે ત્રિકાળીવસ્તુ (આત્મદ્રવ્ય), સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી, ચૈતન્યમૂર્તિ શુદ્ધજ્ઞાન દ્રષ્ટિમાંપ્રતીતિમાં- અનુભવમાં આવ્યો. પણ (અનુભવમાં) આવીને જેમ પૂરણપ્રાપ્તિ સર્વજ્ઞ થયા, કેવળજ્ઞાન થયું એમને (તો) શુદ્ધનયનું પણ આલંબન રહેતું નથી, (કારણ) એમને તો સ્વ તરફ ઝૂકવાનું રહેતું નથી, એ તો પૂરણ થઈ ગયું આહા... હા! એતો વસ્તુસ્વરૂપે જે છે તે છે, એ તો જેવું દ્રવ્ય, તેવી જ પર્યાયપણે છે- પૂર્ણ થઈ ગયા, ‘એનું ફળ વીતરાગતા છે’ - પ્રમાણનું કથન!
આહા... હા! ‘આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે’ - કેટલું ભર્યું છે. !! આ તો સામાન્ય ભાષામાં છે, ચાલતી ભાષામાં (ભાવાર્થ છે ને... !)
Page 113 of 225
PDF/HTML Page 126 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧૩
(કહે છે કેઃ) ‘અહીં, (જ્ઞાયકભાવમાં) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત- અપંમત્ત’ એટલે શું? -શું કહે છે? વસ્તુ જે ધ્રુવ ચૈતન્ય જ્ઞાયક ભાવ, જે સમ્યગ્દર્શનનો વિષય, એતો પ્રમત્ત-અપ્રમત્ત-ચૌદગુણસ્થાનેય એમાં છે નહીં. પર્યાયનો ભેદ, એમાં છે નહીં, એમ કહ્યું.
ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા સુધી પ્રમત્ત અને સાતમાથી લઈને અપ્રમત્ત કહેવામાં આવે છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે. આહા..! પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, તેરમું એમ ચૌદેય ગુણસ્થાન છે એ વ્યવહારનયનું કથન છે.
આહા... હા ‘પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે’ શુદ્ધનયનથી આત્મા જ્ઞાયક જ છે’ -એકલો ચૈતન્યબિંબ! પ્રકાશનો પુંજ! જાણવાવાળો-જાણક્સ્વરૂપ છે એમાં એ ભેદ ગુણસ્થાનના છે નહીં. આહા.. હા!
એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે. વળી
લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમેય નથી. એ
તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે
પોતાથી જ ષટ્કારકરૂપ થઈને લોકાલોકને જાણતી થકી
પ્રગટ થાય છે. આહા! કેવલજ્ઞાનની પર્યાયનાં કર્તા,
કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ- એમ
ષટ્કારક પર્યાય પોતે જ છે; પરજ્ઞેય તો નહિ, પણ
દ્રવ્ય-ગુણેય નહિ. અંદર શક્તિ છે, પણ પ્રગટ થવાનું
સામાર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવલજ્ઞાન ખરેખર
લોકાલોકને અડયા વિના, પોતાની સત્તામાંજ રહીને
પોતે પોતાથીજ પોતાને (પર્યાયને) જાણે છે કે જેમાં
લોકાલોક પ્રકાશિત થાય છે. આહા! પોતાની પર્યાયને
જાણતાં લોકાલોક જણાઈ જાય છે.
Page 114 of 225
PDF/HTML Page 127 of 238
single page version
૧૧૪ શ્રી પ્રવચન રત્નો-૧
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत ईति चेत् –
करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।।
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એ કઈ રીતે ઓળખાય? તેનું ચિહૃન (લક્ષણ) કહો, તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.
ગાથાર્થઃ [यः] જે [आत्मा] આત્મા [एनम्] આ [कर्मणः परिणामं च] કર્મના પરિણામને [तथा एव च] તેમજ [नोकर्मणः परिणामं] નોકર્મના પરિણામને [न करोति] કરતો નથી પરંતુ [जानतति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति]
ટીકાઃ નિશ્ચયથી મોહ, રાગ, દ્રેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહા ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલ પરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલ દ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જ સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલ પરિણામ તેને જે આત્મા, પુદ્ગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ) પરમાર્થે પુદ્ગલ-પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સસદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલ પરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે)