Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 160 ; Date: 04-01-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 24

 

Page 120 of 225
PDF/HTML Page 133 of 238
single page version

૧૨૦ શ્રી પ્રવચન રત્નો-૧

પ્રવચન ક્રમાંક – ૧૬૦ દિનાંકઃ ૪–૧–૭૯

પંચોતેર ગાથા. આંહીથી ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ છે ને...? શું કહે છે? કર્મ અને નોકર્મ એ પુદ્ગલ છે. એ સ્વતંત્રપણે વ્યાપક-કર્ત્તા હોવાથી, સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્ત્તા હોવાથી ‘પુદ્ગલપરિણામનો કર્ત્તા છે’ રાગ આદિનો કર્ત્તા પુદ્ગલ છે.

આહા...! આંહી તો એ સિદ્ધ કરવું છે, નહિતર તો રાગાદિ છે ઈ આત્માની પર્યાયમાં, આત્માની પર્યાયથી એટલે ષટ્કારક પરિણમનથી થાય છે. એ તો એને-પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે... અને તેનાથી.. એ થવાનું છે એમ જ્યારે સિદ્ધ કરવું છે, ત્યારે પણ વિકાર છે ઈ આત્માની પર્યાયમાં થાય છે એટલું સિદ્ધ કરીને હવે,

આત્મા, જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. એ વીતરાગસ્વરૂપ છે. એ... વીતરાગસ્વરૂપનું વ્પાપકપણે થઈને વ્યાપ્ય રાગ, એનું કાર્ય રાગ ન હોય! સમજાણું કાંઈ..? જે બે વાત કીધી એ રાખીને આ વાત છે. અહીંયાં હવે એ આત્મા વીતરાગસ્વરૂપ છે-જિનસ્વરૂપ છે’ એટલે? જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ સ્વરૂપ છે!! તેનો વ્યાપક પોતે થઈને-પ્રસરીને વ્યાપ્ય જે થાય, તે વિકાર ન થાય! ઈ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ એ કર્ત્તા થઈને અર્થાત્ વ્યાપક થઈને કાર્ય થાય-એ જાણવા-દેખવાના ને આનંદના પરિણામ એમાં થાય. સમજાણું કાંઈ...?

આહા... હા! આવી વાત છે. એટલે આંહી કહે છે કે વિકારી પરિણામ જે થાય અને શરીરના પર્યાય થાય, એ ‘પુદ્ગલપરિણામને પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્ત્તા તે સ્વતંત્રપણે કરે (તે કર્ત્તા) એમ કહે છે અહીંયા કર્મ પોતે સ્વતંત્ર થઈને વિકારના પરિણામનો કર્ત્તા થાય છે!

આહા.. હા! અહીયાં સ્વભાવ એનો જે આત્માનો (સ્વભાવ) એ તો જિનસ્વરૂપી- વીતરાગસ્વરૂપી જ પ્રભુ છે. (એ) વીતરાગસ્વરૂપી પ્રભુના પરિણામ તો વીતરાગી થાય. આહા.. હા! એની-સ્વભાવની દ્રષ્ટિ રાખીને, જે સ્વભાવ વીતરાગપણે પરિણમે-એ સ્વભાવ રાગપણે ન પરિણમે.. એમ સિદ્ધ કરવું છે. આહા... હા! તેથી તે પર્યાયદ્રષ્ટિમાં જે રાગ આદિ થાય છે તે સ્વતંત્રપણે પુદ્ગલના-નિમિત્તના સંબંધે થાય છે માટે પુદ્ગલકર્મ તે કર્ત્તા-વ્યાપક (અને) વિકારીપરિણામ તેનું કાર્ય એટલે વ્યાપ્ય રાગ આદિ!

આહા.. હા! આવું છે! કેટલા પ્રકારો પડે! અપેક્ષા ન સમજે ને.. ઉપાદાનની જ્યાં વાત આવે! આત્મા અશુદ્ધ ઉપાદાન પણે એટલે વ્યવહારપણે-પર્યાયપણે-વિકારપણે પરિણમે છે પોતે, કર્મ તો નિમિત્ત માત્ર છે! કર્મને એ વિકાર થતાં કર્મ એનુ અડતું ય નથી એમ કર્મનો ઉદય છે એ રાગને અડતો ય નથી!

આહા... હા! ત્યારે તે રાગના પરિણામ એની પર્યાયમાં સ્વતંત્ર ષટ્કારકના પરિણમનથી થાય એમ એનાથી જ થાય એમ સિદ્ધ કરવું છે, પણ.. અહીંયા તો,..‘સ્વભાવ એવો નથી (આત્માનો)’!! આહા...! સ્વભાવ જે છે આત્મા જે છે એ જિનસ્વરૂપી-વીતરાગસ્વરૂપી છે.

આહા... હા! જિનસ્વરૂપી પ્રભુ (આત્મા છે) એનાં પરિણામ સમ્યગ્દર્શનના પણ વીતરાગીપર્યાય થાય.


Page 121 of 225
PDF/HTML Page 134 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૧

કો’ક કહે છેને.. સમ્યગ્દર્શન સરાગ! એ વસ્તુ બીજી અપેક્ષા છે. (આંહીતો) વીતરાગ જિનસ્વરૂપી પ્રભુ (આત્મા) એ વીતરાગસ્વરૂપી પર્યાય વીતરાગ થાય, એ સમ્યગ્દર્શન પણ વીતરાગપર્યાય છે અને આગળ જતાં ચારિત્ર થાય એ પણ વીતરાગીપર્યાય છે!

આહા...હા! એ વીતરાગ સ્વભાવનું કાર્ય, વીતરાગસ્વભાવ વ્યાપક અને વ્યાપ્ય વીતરાગીપર્યાય છે - એટલે ભેદ પાડીને. કથન કરવું એપણ ઉપચારથી છે. એ અવિકારી પરિણામ તેના કર્તાને કર્મ પરિણામમાં છે!! પણ આત્મા એનો વ્યાપક એટલે પ્રસરીને થાય છે એ પણ ભેદનયનું કથન છે. (તથા) વિકારી પરિણામનો કર્ત્તા આત્મા અને વિકારી પરિણામ કાર્ય- એ પણ ઉપચારથી કથન છે.

આહા.. હા! એમ દ્રવ્યકર્મ અને પરનો કર્ત્તા (આત્મા), ઉપચારથી પણ નથી, તેમ કર્મ, શરીર કે આત્માને વિકારી પરિણામનો ઉપચારથી પણ કર્ત્તા નથી. પણ અહીંયા સ્વભાવની દ્રષ્ટિથી કથન કરવું છે! આહા... હા! ભગવાન આત્માના અનંતગુણો છે તેમાં કોઈ ગુણ વિકાર પણે પરિણમે એવો (કોઈ) ગુણ નથી. એથી એ સ્વભાવીવસ્તુ, સ્વભાવના પરિણામપણે પરિણમે અને એ કાર્યવ્યાપ્ય છે એમ કહેવાય, પણ વિકારપરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવદ્રષ્ટિએ એમ નથી. આહા... હા! હવે! આટલી બધી અપેક્ષાઓ!!

આહા... હા! આંહી ‘પદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા થઈને, સ્વતંત્ર એ કર્ત્તા છે. તો એ સ્વતંત્રપણે કર્ત્તા થઈને પુદ્ગલપરિણામનો એટલે કે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવનો કર્ત્તા છે, આ દ્રષ્ટિએ... આહાહા! સમજાણું કાંઈ...?

‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે’ - એ રાગને, દ્વેષને પુણ્ય-પાપના ભાવ, એ પુદ્ગલપરિણામને ‘તે વ્યાપક વડે’ એટલે કર્મના વ્યાપક વડે ‘સ્વયં વ્યપાતું’ (એટલે) સ્વયં થતું- સ્વયં કાર્ય થતું હોવાથી તે પુદ્ગલપરિણામ તે પુદ્ગલનું કાર્ય છે!

આહાહાહા...! આવી વાત છે! કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ. અપેક્ષા જાણ્યા વિના... કરમથી વિકાર થાય, કરમથી વિકાર થાય! ભઈ, પરદ્રવ્યથી થાય? એમ ત્રણકાળમાં ન હોય.

પર્યાય તો સ્વતંત્ર તે સમયની પોતાથી થાય છે, પણ તે જીવનો સ્વભાવ નથી તેથી જીવના સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી. ત્યારે તેના કાર્યનો કર્ત્તા કર્મ છે એમ કહ્યું. જોયું...? ભેદ પાડી નાખ્યો, પરથી એને જૂદું પાડી નાખ્યું!!

(શ્રોતાઃ) આત્મા કર્તા છે કે જ્ઞાતા? (ઉત્તરઃ) જ્ઞાતા છે ને..! પણ પરિણમન તરીકે ભલે કર્ત્તા કહો! કર્ત્તા (કહ્યો) પણ કરવાલાયક છે એવી બુદ્ધિપણે કર્ત્તા નથી. આહા... હા! કેટલી... અપેક્ષા!

(જ્ઞાનીને કર્ત્તા કહે છે) સુડતાલીસ નયમાં એમ કહ્યું કે પરિણમે છે તે જ્ઞાની કર્ત્તા છે, એનો અધિષ્ઠાતા છે એમ કર્ત્તા કહ્યો! કઈ અપેક્ષાએ? આ પ્રવચનસાર, નયઅધિકાર (માં કહ્યું) એ જ્ઞાનપરિણામ એનું છે એટલું બતાવવા કર્ત્તા, તે પરિણમે (છે) તે કર્ત્તા એમ કહ્યું! પણ... અહીંયાં તો સ્વભાવની દ્રષ્ટિમાંએનું પરિણમન સ્વભાવનું હોય છે. એનું પરિણમન વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કહીને સ્વભાવના પરિણમનથી એને જૂદું પાડી નાખ્યું છે!

આવું... અને હવે આટલું બધું!! બીજી વાત હોય તો... (સમજાય!) આ વસ્તુ જ એવી છે!


Page 122 of 225
PDF/HTML Page 135 of 238
single page version

૧૨૨ શ્રી પ્રવચન રત્નો-૧ પણ મેળ થાવો જોઈએ ને! એમને એમ કહે-કથન કરે તો શી રીતે મેળ થાય...!

આહા.. હા! અહીંયાં તો ભગવાન એમ કહે છે કે.. નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિએ ભગવાન આત્માનો સ્વભાવ તો વીતરાગ છે ને! આકષાય સ્વભાવ છે ને! એટલે સ્વ-ભાવ દરેક ગુણ શુદ્ધ છે ને! એ શુદ્ધ વ્યાપક થઈને વિકારીપર્યાય (એનું) વ્યાપ્ય થાય એમ છે નહીં.

એટલું સિદ્ધ કરવા એ વિકારીપરિણામનું વ્યાપક કર્મ છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય છે, વ્યાપ્ય નામ કાર્ય છે. એવું છે હવે ક્યાં! હજીતો પુદ્ગલ કહેશે, હજી તો પુદ્ગલપરિણામને પુદ્ગલ કહેશે.

(જુઓ! આગળ ટીકામાં) ‘પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે’ (આમ કહ્યું) આહાહાહા! એ પુદ્ગલ જ છે! જીવદ્રવ્ય નહીં!! ભગવાનની ભક્તિનો, સ્તુતિનો જે રાગ છે એનો કર્ત્તા કર્મ છે એમ આંહી કહે છે. આવું છે!

(શ્રોતાઃ) (રાગનો) કર્ત્તા કર્મ છે એમાં જ્ઞાન નથી! (ઉત્તરઃ) જ્ઞાનસહિત ક્યાં પણ પરિણમે છે? એમાં અનંતા-અનંતા ગુણો છે, કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો (કોઈ) ગુણ નથી (આત્મામાં) એ તો પર્યાયમાં થાય છે માટે પરના લક્ષે થયેલી છે માટે પર વ્યાપક ને તે તેનું વ્યાપ્ય!! આહા... હા! ભગવાન આત્મા! નિર્મળ અનંતગુણ વ્યાપક એટલે કર્તા અને વિકારીપર્યાય વ્યાપ્ય એટલે કાર્ય, એમ બંધબેસતું નથી!!

કો ‘ભાઈ! આવી બધી અપેક્ષાઓ ને આ બધું!! (શ્રોતાઃ) અનુભવથી જણાય! (ઉત્તરઃ) અનુભવથી... વાત સાચી! આ...હા...! ‘સ્વયં વ્યપાતું હોવાથી’ એટલે સ્વયં થતું--સ્વયં કાર્ય થતું-કર્મને લઈને પુણ્ય-પાપના ભાવ, ભક્તિ આદિના ભાવ, ભગવાનની સ્તુતિ આદિના ભાવ-એ કર્મ વ્યાપક થઈને વ્યપાતું એટલે થતું કાર્ય હોવાથી તે પુદ્ગલનું કાર્ય છે. આહા...હા...હા...હા..! ભાઈ, આવી ગંભીર વસ્તુ છે બાપુ!

આહા... હા! ‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્ત્તા થઈને’ જોયું...? પુદ્ગલકર્મ વડે કર્ત્તા થઈને એ ‘કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મ રૂપ પુદ્ગલપરિણામ જોયું...? એ કર્મના પરિણામને નોકર્મના પરિણામ જે શરીરાદિના, ભાષાદિના એ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ આ દાખલો’ યે એવો!!

‘પુદ્ગલપરિણામને અને આત્માને’ (એટલે કે) જે રાગના ને દ્વેષના પરિણામને અને આત્માને ‘ઘટ અને કુંભારની જેમ’ કુંભારવ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય નથી! આહાહાહા! હવે! આ ધડો કુંભારથી કરાતો, કુંભારથી નથી થતો, માટીથી થાય છે. બાપુ! પરદ્રવ્યને શું સંબંધ છે? પરદ્રવ્ય નિમિત્ત માત્ર હો! પણ એથી કરીને એનું કાર્ય કેમ કરે? આહાહા!

ઘટ ને કુંભારની જેમ. એટલે? રાગ-દ્વેષના પરિણામ અને આત્માને, ઘટ ને કુંભારની જેમ ‘વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે’ આહાહાહા! શું ટીકા! ઓહોહોહોહો!! ગંભીર!

શું કહ્યું? કે દયા-દાન-વ્રતાદિના-ભક્તિના જે (પરિણામ), ભગવાનની સ્તુતિના જે પરિણામ છે, એ પરિણામને અને આત્માને ઘટ ને કુંભારની જેમ. ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક એમ નથી તેથી તે પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે


Page 123 of 225
PDF/HTML Page 136 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૩ આહા... હા! કુંભાર વ્યાપક થઈને-પ્રસરીને ઘટનું કાર્ય કરે એનો અભાવ છે એમ આત્મા વ્યાપક થઈને પ્રસરીને એ વિકારના પરિણામ કરે એનો અભાવ છે.

બહું! આવું આકરું છે! (શ્રોતાઃ) સ્વભાવ એનો એવો છે! (ઉત્તરઃ) સ્વભાવની વાત કીધી ને....! વસ્તુસ્વભાવ છે ને એની દ્રષ્ટિ થઈ છે, સ્વભાવ છે એની દ્રષ્ટિ થઈ છે તો સ્વભાવના પરિણમનમાં વિકારીપરિણામ ન હોય-એ આંહી વાત લેવી છે. આમ આગળ તો કહેશે મિથ્યાત્વ ને અવ્રત ને પ્રમાદના પરિણામ જીવના છે, અને જડના જે છે બેય જુદાં પડી જાય છે. ગાથામાં છે.

આહા... હા! અહીંયાં તો.... વસ્તુનો સ્વભાવ, ચૈતન્યમૂર્તિ ભગવાન (આત્મદ્રવ્ય) રાગના પરિણામથી ભિન્ન પ્રભુનો સ્વભાવ! એવું જ્યાં અંતર જ્ઞાન થયું તે જ્ઞાનીને રાગ તેનું વ્યાપ્ય ને આત્મા તેનો વ્યાપક નથી. કોની પેઠે? ઘટને કુંભારની પેઠે! કુંભાર વ્યાપક અને ઘટ તેનું વ્પાપ્ય-કાર્ય નથી, એમ આત્મા વ્યાપક થાય અને વિકારી પરિણામ વ્યાપ્ય એમ નથી.

આહા... હા.! આવો.... મારગ! વસ્તુનું સ્વરૂપ આવું છે!! (કહે છે) ‘પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકના અભાવને લીધે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી’ ઘટનો કર્ત્તા કુંભાર એની અસિદ્ધિ હોવાથી, તેમ વિકારીપરિણામનો કર્ત્તા આત્મા એની અસિદ્ધિ હોવાથી આહા... હા... હા!

‘પરમાર્થે કરતો નથી, - ઘટને જેમ કુંભાર પરમાર્થે કરતો નથી, એમ વિકારીપરિણામને આત્મા સ્વભાવથી પરમાર્થે કરતો નથી! આહાહા... હા!

ભાષા તો સાદી છે! પણ બાપુ, ભાવ તો જે છે એ છે! ભાવ... શું થાય...? ‘પરંતુ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને’ આહાહાહા! એટલે? જે રાગ આદિ ભક્તિ આદિ, સ્તુતિ આદિ ના વિકલ્પ જે થાય, તેના જ્ઞાનને પુદ્ગલપરિણામના જ્ઞાનને, એપણ નિમિત્તથી કથન છે. એટલે જે પરિણામ થયા, તેના જ્ઞાનને-તેનું જાણવું-તેના તે સમયે જ્ઞાનની પર્યાય, ષટ્કારકરૂપે પરિણમતી જ્ઞાનની પર્યાય ઊભી થાય છે, તે પરિણામના જ્ઞાનને - આમ પરિણામના જ્ઞાનને ભાષા આમ છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય પોતાથી ષટ્કારરૂપે પરિણમે છે અ જેને રાગના પરિણામનું જ્ઞાન, એવી પણ અપેક્ષા નથી. ભાઈ...!

આહા... હા! પણ આંહી એને જે સમજાવવું છે! એટલે કહે છે ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ - એટલે કે જે કાંઈ દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો વિકલ્પ થયો, તે કાળે અહીં જ્ઞાન પોતે પોતાના સ્વપરપ્રકાશમાં પોતાથી પોતે પરિણમે છે તે રાગના પરિણામના જ્ઞાનનું- ‘જ્ઞાનના પરિણામને કરતો આત્મા’ આહા.. હા! છે...? ‘રાગના પરિણામના જ્ઞાનને કર્મપણે કરતો’ - એ પણ ઉપચારથી છે.

ભાઈ....! એમાં (કળશટીકામાં) કળશ છે ને...! તેમાં નાખ્યું છે. ‘જ્ઞાનની પર્યાયનો કર્ત્તા આત્માને કર્મ જ્ઞાન, એ ઉપચારથી છે. ભેદ છે ને....? આહા...! એમાં છે ભાઈ! કળશટીકામાં છે. પરનો તો ઉપચારથીયે કર્ત્તા નથી, રાગનો આત્મા ઉપચારથી પણ કર્ત્તા નથી, સ્વભાવદ્રષ્ટિએ! પણ ‘રાગનું જે જ્ઞાન’ કહેવામાં આવે છે, એ પણ અપેક્ષિત! સમજાવવા માટે (કહેવાય છે) ખરેખર તો એ વખતે જ્ઞાનની


Page 124 of 225
PDF/HTML Page 137 of 238
single page version

૧૨૪ શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય સ્વપરપ્રકાશકપણે સ્વતઃ પરિણમનસ્વભાવ છે. તેથી ષટ્કારકપણે તે જ્ઞાનપરિણામ પરિણમે છે, તે જ્ઞાનપરિણામને ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એમ કીધું છે. સમજાણું કાંઈ....?

બહુ ગંભીર વસ્તુ છે બાપુ! આહા... હા! ‘પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે- આત્મા તે જ્ઞાનના કર્મપણે પરિણમે છે! જ્ઞાનનું કાર્ય તે પણે પરિણમે છે! રાગનું કાર્ય તેપણે પરિણમતો નથી. આહા... હા! સમજાય છે?

ભાષા તો બહુ સાદી! પણ ભાવ તો છે ઈ છે ને ભાઈ...!! આહા... હા! આહીંતો... પ્રભુની પ્રભુતાનું વર્ણન છે. પામરતા જે થાય છે ઈ પ્રભુતાનું કાર્ય નથી! એમ કીધું.

આહા....! પ્રભુત્વગુણનો ધરનાર! ભગવાન (આત્મા), અનંતગુણના પ્રભુત્વથી ભરેલો પ્રભુ! એ પોતે રાગના પરિણામને વ્યાપક થઈને - કર્ત્તા થઈને કરે એ કેમ બને? કેમ કે એનાં દ્રવ્યમાં નથી, એનાં ગુણમાં નથી! સમજાણું કાંઈ?

આહા. હા! ‘એ પુદ્ગલપરિણામના જ્ઞાનને’ - આવી રીતે! આવી ભાષા!! ખરેખર તો જ્ઞાન જે છે એ પુદ્ગલપરિણામનું જ્ઞાન છે એમ કહેવું એ વ્યવહાર છે! એ જ્ઞાનનો પર્યાય તે કાળે ષટ્કારકપણે સ્વતંત્ર સ્વયં પરિણમે છે કે જેને પરની અપેક્ષા તો નથી પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી!!

અરે! આવું તત્ત્વ! એને લોકો કંઈક-કંઈ દ્રષ્ટિએ વિપરીત, પીંખી નાખે છે પોતાની દ્રષ્ટિએ એને...! આહા...!

આહા... હા. ! કળશમાં લીધું છે હો! પછીનો કળશ આવશે ને! પોતાના જ્ઞાનના પરિણામને કરે, એ પણ ઉપચારથી છે, ભેદ છે ને...! એટલો! ‘પરિણામ, પરિણામને કરે છે’ એ થયાર્થ છે.

આહા... હા! શું કીધું ઈ? ‘રાગનું જ્ઞાન’ એતો નિમિત્તથી કથન છે. અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે, એ ઉપચાર (કથન) છે. બાકી જ્ઞાનપરિણામને પરિણામ ષટ્કારકરૂપે પરિણમીને કરે છે એ નિશ્ચય છે. જુઓ! પંડિતજી? સમજમેં આતા હૈ? આહા...! શું વાત છે! ભાષા તો સાદી છે! ભગવાન, તારી મહત્તાની શી વાતું!!

આહા... હા! પ્રભુત્ત્વગુણથી ભરેલો ભગવાન! એ પામર (એવા) રાગના પરિણામમાં કેમ વ્યાપે? આવું તત્ત્વ!! એ રાગના પરિણામનું જ્ઞાન તે આત્માનું કાર્ય એ પણ ભેદથી કથન છે.

“પરિણામે પરિણામનો કર્ત્તા-કાર્ય-પરિણામ કારણ ને પરિણામ કાર્ય, એ નિશ્ચય!! કર્ત્તા કહો, કારણ કહો (એકાર્થ છે)

(શ્રોતાઃ) તો જ સ્વતંત્રતા રહે ને! (ઉત્તરઃ) સ્વતંત્રતા જ છે. દરેક સમયનો પર્યાય, સત્ છે તેને હેતું ન હોય! આહા... હા! ‘છે’ એને હેતુ શું? ‘છે’ ઈ પોતાથી ‘છે’ ને પરથી છે એમ કહેવું? એ રાગ થયો એનું જે જ્ઞાન થયું એમ કહેવું ઈ વ્યવહાર છે, અને ઈ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એમ કહેવું ઈ વ્યવહાર છે! આહાહાહાહા!

(શ્રોતાઃ) રાગનું જ્ઞાન થયું એ પણ વ્યવહાર છે? (ઉત્તરઃ) આંહીયાં જ્ઞાનના પરિણામને આત્મા


Page 125 of 225
PDF/HTML Page 138 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨પ કરે છે એ ય વ્યવહાર છે!

‘પરિણામ પરિણામને કરે છે’ રાગની અપેક્ષ વિના, દ્રવ્યગુણની અપેક્ષા વિના! તેથી તે કળશમાં લીધું છે, એમાં કળશ છે ને.... ઓગણપચાસ! વ્યાપ્ય-વ્યાપક છે ને... !

દ્રવ્યપરિણામી, પોતાના પરિણામનો કર્ત્તા. વ્યાપ્ય પરિણામ. દ્રવ્યત્રિકાળી વ્યાપક તેમાં આવો ભેદ કરવામાં આવેે તો થાય, ન કરવામાં આવે તો નથી થતો!

આહા... હા! જીવતત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું તત્ત્વ તો ભિન્ન છે! ભિન્ન છે તેથી વ્યાપ્યવ્યાપક સબંધ નથી. ભાવાર્થ આ છે કે આત્મા પોતાના પરિણામનો ઉપચારથી કર્ત્તા છે.

આહા... હા! રાગનો કર્ત્તા તો નહી, પણ રાગસંબંધીનું જ્ઞાન કહેવું, એ નિમિત્તિ છે અને એ જ્ઞાનના પરિણામનો કર્ત્તા આત્મા કહેવો, એ ઉપચાર છે.

આહા... હા! કારણ કે પરિણમન-પર્યાય, ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે, સ્વતંત્રપણે પરિણમે તે કર્ત્તા, એનો બીજો કોઈ કર્ત્તા-કારણ હોય નહીં! સમજાય છે કાંઈ....? ઝીણું છે બહું!

આહા... હા! એ પહેલું કીધું ન....! ઉપચાર માત્રથી - પોતાના જ્ઞાનના પરિણામને કરે એ ઉપચાર. એ પરિણામ દ્રવ્યથી કરાયેલો તેથી કર્ત્તા, અન્યદ્રવ્યનો તો ઉપચારમાત્રથી પણ નથી.

રાગના પરિણામનું આંહી જ્ઞાન થયું એ તો જ્ઞાનનું જ્ઞાન છે! રાગના પરિણામનું (જ્ઞાન) નથી, છતાં એ સમજાવવું છે તેથી આ રાગ થયો-ભગવાનની સ્તુતિનો આદિે. તે રાગનું જ્ઞાન થયું, એ નિમિત્તનું કથન છે, જ્ઞાન જ્ઞાનથી થયું છે એ રાગથી નથી (થયું) દ્રવ્ય–ગુણથી નથી (થયું)

આહા... હા! એવા જ્ઞાનપણે સ્વતંત્રપણે ષટ્કારકપણે પર્યાય પરિણમે છે અને દ્રવ્ય (ને) એનો કર્ત્તા કહેવો-દ્રવ્યસ્વભાવને કર્ત્તા કહેવો એપણ ઉપચાર ને વ્યવહાર છે.

આહાહા! સમજાય એવું છે હો! ઝીણું છે માટે ન સમજાય એવું નથી. સમજાણું? (કહે છે કેઃ) ‘પરંતુ પુદ્ગલપરિણામના જ્ઞાનને’ ભાષા છે ભાઈ...! ખરેખર તો એ પરિણામ જ્ઞાન આત્માના ય નથી. પરિણામ પરિણામના છે!! આહાહા... હા! પણ... આંહી સમજાવવું છે એટલે શી રીતે સમજાવવું?

‘રાગનો કર્ત્તા નથી’ એમ સમજાવવું છે. ત્યારે. શું, શેનો કર્ત્તા છે? કે રાગસંબંધીનું જ્ઞાન જે પોતાથી પોતામાં થયું તેનો તે કર્ત્તા કહેવામાં આવે છે. એ પણ ભેદથી-વ્યવહાર (કથન) છે. ગજબ વાત છે!! આવી વાત, સર્વજ્ઞ સિવાય, સંતો-વીતરાગી સંતો સિવાય ક્યાંય હોય નહીં.

આહા... હા! પુદ્ગલપરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે’ જોય્રું? એ તો રાગને જાણે છે એમે ય નહીં’ રાગના પરિણામને આત્મા કરતો, પરિણામને જાણે છે, રાગને જાણે છે એમ નહીં. ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન’ આવે છે ને...! એ અહીં લઈ લીધું! પણ આ તો બાપા! એકેક અક્ષર આતો સર્વજ્ઞની વાતો છે! સર્વજ્ઞના કેડાયતો-સંતોની વાતું બાપા! આ કાંઈ કથા નથી! વારતા નથી!

(શું કહે છે) ‘કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે? જોયું? (એટલે કે) ઈ ઓલા પરિણામને જાણે છે એમ રાગને જાણે છે એમ નહીં. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠયો! આહાહા! એનું આંહી જ્ઞાતાપણે જ્ઞાન કરે છે પર્યાયમાં. એ પણ વ્યવહારથી (કથન છે) અને પરિણામ પોતાના આત્માને


Page 126 of 225
PDF/HTML Page 139 of 238
single page version

૧૨૬ શ્રી પ્રવચન રત્નો-૧ જાણે છે એ પરિણામ પોતાના છે, રાગના નહીં ને રાગથી થયા નથી.

‘એ રાગને જાણતો નથી એ પરિણામને જાણે છે. સમજાણું કાંઈ...? ‘એવા પોતાના આત્માને જાણે છે’ - ઈ પર્યાયને જાણે છે એમ. આત્માને જાણે છે નહિ કે એ રાગને જાણે છે.

આહા...! ‘તે આત્મા કર્મનોકર્મથી અત્યંત ભિન્ન’ - રાગ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન! ‘જ્ઞાનસ્વરૂપ થયો થકો’ - જ્ઞાનસ્વરૂપ થયો થકો -જાણવાના સ્વભાવપણે થયો થકો ભિન્ન છે. સમજાણું?

આહાહાહા! ‘આ’ એની મેળે વાંચે તો, બરાબર બેસે એવું નથી. આહા...! કાંઈકનું કાંઈક ખતવી નાખે! એવીવાત છે!

શ્રોતાઃ જ્ઞાનપરિણામને જાણે છે જ્ઞાની કે આત્માને? (ઉત્તરઃ) એ જ્ઞાનપરિણામને જાણે છે એ આત્માના પરિણામ છે એથી આત્માને જાણે છે. ‘આ તો રાગને જાણતો નથી એમ બતાવવા’ આત્મા પોતાના પરિણામને જાણે છે તે આત્મા, આત્માને’ જાણે છે એમ કીધું એ પરિણામ થયાને એના ‘પોતાના આત્માને જાણે છે’ આહા... હા!

કેમ કે તે જ્ઞાનના પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને પરજ્ઞેયને જાણે છે, એમ ન કહેતાં તે પરિણામ સ્વને જાણે છે ને પર નામ પરિણામને જાણે છે- એટલે ‘આત્માને જાણે છે’ એમ કીધું છે.

“શું કહ્યું ઈ? તે પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને તે પરિણામ પરિણામને જાણે છે, એથી આત્માને જાણે છે એમ કહેવામાં આવ્યું છે!!” આહાહા... હા! આકરું છે! ગાથા જ અલૌકિક છે!! સમજણમાં આવે છે કે નહીં?

આહા... હા! ‘અત્યંત ભિન્ન છે’ લ્યો! રાગથી ભિન્ન પણ રાગનું જ્ઞાન જે થયું છે, એ જ્ઞાનપરિણામથી પણ (આત્મદ્રવ્ય) ભિન્ન છે! ‘એવો જ્ઞાની થયો થકો, આત્મા તે જ્ઞાની છે’ આહાહા! સમજાણું કાંઈ...?

ટીકા...! ધણી ગંભીર છે, ધણી ગંભીર!! બહુ ઊંડી, ઓહોહોહો!! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ -ભાષા આવે છે! ‘આત્માનું કર્મ કઈ રીતે છે’ - એ રાગનું થયેલું જ્ઞાન- છે તો જ્ઞાનનું જ્ઞાન-પણ આંહી એને સમજાવવું છે ને...! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ એટલે કે દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો જે વિકલ્પ ઊઠયો, એનું જ્ઞાન! આહાહા! એનું જ્ઞાન એને આંહી થાય છે ને! એટલે તે છે તો પોતાથી સ્વપરપ્રકાશક!!

પણ, ‘આછે’ એમ લોકાલોકનું જ્ઞાન કીધું ને...! તો લોકાલોકનું જ્ઞાન નથી ખરેખર તો જ્ઞાનજ્ઞાનનું છે! સમજાણું કાંઈ...? આહા. હા... હા!

(શ્રોતાઃ) પરપ્રકાશકજ્ઞાન કેવળજ્ઞાનમાં એનું છે ને...? (ઉત્તરઃ) પરપ્રકાશક એ પોતાનો સ્વભાવ છે. એ પરને લઈને પ્રકાશે છે એવું કેવળજ્ઞાન નથી. (શ્રોતાઃ) પરસંબંધીનું કેવી રીતે કીધું? (ઉત્તરઃ) એ પરસંબધીનું કીધું એ પોતાને, પોતાનું સ્વતંત્ર જ્ઞાન છે. સર્વજ્ઞ સ્વરૂપમાં ‘આત્મજ્ઞ’ છે. શક્તિમાં લીધું છે ને ભાઈ...! ત્યાં. સર્વજ્ઞ ઈ આત્મજ્ઞ છે’ ઈ પરજ્ઞ નહીં. આહાહાહા! સર્વજ્ઞ સ્વભાવ જ સ્વનો સ્વતઃ


Page 127 of 225
PDF/HTML Page 140 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૭ છે. એ પર્યાયમાં સર્વજ્ઞપણું આવ્યું, સર્વજ્ઞ એટલે પરજ્ઞ છે એમ નહીં, એ ‘આત્મજ્ઞ’ છે. ઈ આત્મજ્ઞ, સર્વજ્ઞને, આત્મજ્ઞ કહેવામાં આવે છે. આહા... હા! હવે! આવી વાતું ક્યાં!!

આહા..! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ એટલે કે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ-રાગ, એનું આંહી જ્ઞાન. એ તો જ્ઞાનનું છે ને....! જ્ઞાન, રાગ પરનું નથી છતાં એ તો પરનું જ્ઞાન થયું એમ એને સમજાવે છે.

‘એ (પુદ્ગલ) પરિણામનું જ્ઞાન’ (કીધું પણ) જ્ઞાન પરિણામનું નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે. પણ એ સંબંધીનું ત્યાં જાણવામાં આવ્યું તેથી લોકાલોક જાણવામાં આવ્યો (તેમ કીધું પણ) લોકાલોકનું (જ્ઞાન) નથી, જ્ઞાન જ્ઞાનનું છે!

આહાહા! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ આત્માનું કાર્ય કઈ રીતે છે તે સમજાવે છે? આહા... હા.. હા! ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી’ આહાહાહાહા!

‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એટલે રાગ થયો જે તેના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે!

આહા... હા! કુંભાર વ્યાપક અને કટ વ્યાપ્ય નથી. એમ રાગના જ્ઞાનથી આત્મા વ્યાપક છે. પણ પુદ્ગલનું-રાગનું-પરિણામનું જ્ઞાન, માટે રાગ વ્યાપક છે ને જ્ઞાનપરિણામ વ્યાપ્ય છે, એમ નથી. રાગ કહો કે કર્મ કહો-કર્મ વ્યાપક થઈને આંહી જ્ઞાન થયું આત્માને એમ નથી. આહાહાહા!

‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ આહા.. હા.. હા! ‘ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી, કર્ત્તાકર્મપણાની અસિદ્ધિ છે!

આહા...! કુંભાર ઘટનો કર્ત્તા નથી, એમ રાગના પરિણામનો આત્મા કર્ત્તા નથી. આહાહા.. આહા..! વ્યવહાર રત્નત્રયના રાગનો કર્ત્તા આત્મા નથી એમ કહે છે. આહા.. હા! (શ્રોતાઃ) નિશ્ચય છે? (ઉત્તરઃ) કંથચિત એ વ્યવહાર છે. નિયમસારમાં કહ્યું છે ને...! ઈ તો એમ કહે છે વ્યવહારથી પરને જાણે છે અને વ્યવહારથી સ્વને ન જાણે! પણ વ્યવહારથી સ્વને ન જાણે તન્મય થઈને.

આવી વાત છે બાપુ! સમયસાર તો સમયસાર છે! ત્યાં ઈ બીજી વાત, છે જ નહીં. આહા..! ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ જોયું...? રાગને. જ્ઞાનને અને રાગને ‘ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી’ આહા... હા! ‘કર્ત્તાકર્મપણાની અસિદ્ધિ છે ‘-કર્મ કર્ત્તા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય, એનો અભાવ છે પુદ્ગલકર્મ કર્ત્તા-રાગકર્ત્તા અને રાગનું પરિણામ તેનું કાર્ય, એનો અભાવ છે.

ઝીણો વિષય છે આજ ધણો! આહાહા! આવું છે! શાંતિથી આ તો પકડાય એવું છે. આહા... હા! ‘તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાક ભાવનો સદ્ભાવ હોવાથી’ જોયું? આત્માના પરિણામને એટલે કે જ્ઞાનનાં પરિણામ થયાં તેને અને આત્માને, વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી - આત્મા વ્યાપક છે અને જ્ઞાનના, દર્શનના, આનંદના પરિણામ જે થયાં તે તેનું વ્યાપ્ય


Page 128 of 225
PDF/HTML Page 141 of 238
single page version

૧૨૮ શ્રી પ્રવચન રત્નો-૧ છે. તેનો સદ્ભાવ છે. ‘કર્તાકર્મપણું છે’ એટલું છે’ એટલું છે. આત્મા કર્ત્તા અને જ્ઞાનના પરિણામનું કાર્ય એનું વ્યાપ્ય, એટલું છે! ભેદથી.. આહાહા.. હા!

(કહે છે કે) ‘આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ -ભગવાન આત્મા કર્ત્તા એટલે કે સ્વતંત્રપણે કર્ત્તા હોવાથી-સ્વતંત્રપણે વ્યાપક એટલે પ્રસરતો હોવાથી-કર્ત્તા હોવાથી, વ્યાપક એટલે કર્ત્તા ‘આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્ત્તા છે!

આહાહાહા! સમજાવવામાં શું આવે શૈલી! ‘આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ આત્મપરિણામનો એટલે વીતરાગી પરિણામ, જ્ઞાનના પરિણામ, શ્રદ્ધાના પરિણામ, શાંતિના પરિણામ, આનંદના પરિણામ-જ્ઞાનના પરિણામ એટલે આ બધાં પરિણામ કીધાં એ એટલે કે ‘પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્ત્તા છે’ - એ રાગના જ્ઞાનનો આત્મા કર્ત્તા છે. આહાહા! રાગનો નહીં.

આહાહાહા! ‘અને પુદ્ગલ પરિણામનું જ્ઞાન’ એટલે રાગનું જે જ્ઞાન, સમજાવવું છે ને...! ‘તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી’ આહા.. હા! ‘કર્મ છે - તે આત્માનું કાર્ય છે. ‘પુદ્ગલપરિણામનુંજ્ઞાન’ - એટલે ભગવાનની સ્તુતિ આદિના રાગનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી’ એટલે એ આત્મા વડે સ્વયં કરાતું હોવાથી વ્યપાતું હોવાથી એટલે કાર્ય થતું હોવાથી ‘કર્મ-કાર્ય છે!!

ઝીણું ભારે આવ્યું ભાઈ આજ તો! (શ્રોતાઃ) ફરીને લેવું! (ઉત્તરઃ) હેં? આવે છે તે શબ્દો પુદ્ગલના! આહાહા! આવું છે.

આહાહા! ‘વળી આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે’ ભગવાન આત્મા રાગનું જ્ઞાન કરે છે. ‘તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે’ - એ રાગનું જ્ઞાન કરે છે માટે રાગ એ પુદ્ગલપરિણામ એટલે જે રાગ એ જ્ઞાતાનું વ્યાપ્ય એમ નથી. આહા.. હા! ફરીને ‘આ રીતે જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પુદ્ગલકર્મ, જ્ઞાતાનું વ્યાપ્ય છે’ - રાગનું જ્ઞાન કરે છે માટે રાગ વ્યાપ્ય છે આત્માનું એમ નથી. રાગનું આંહી જ્ઞાન કરે છે માટે આત્માનું વ્યાપ્ય-ઉત્પન્ન થઈને રાગવ્યાપ્ય છે એમ નથી. (અને) રાગ વ્યાપક-કર્મના પરિણામ વ્યાપક છે ને જ્ઞાન વ્યાપ્ય છે, એમ નથી.

આહા... હા..! આ સમયસાર!! (કહે છે) ‘વ્યાપ્યરૂપ થતું હોવાથી આ રીતે જ્ઞાતા-આત્મા પુદ્ગલપરિણામનું એટલે રાગનું જ્ઞાન કરે છે તેથી ‘એમ પણ નથી’ રાગનું જ્ઞાન કરે છે માટે પુદ્ગલપરિણામ આત્માનું વ્યાપ્ય છે જ્ઞાન કરે છે માટે રાગ આત્માનું વ્યાપ્ય છે - રાગનું જ્ઞાન કરે છે માટે રાગ, આત્માનું કાર્ય-વ્યાપય છે એમ નથી.

કો ‘ભાઈ...? આવું ઝીણું છે!! સમયસાર! સમયસાર!! આહા.. હા! ‘આ રીતે આત્મા રાગનું જ્ઞાન કરે છે તેથી, એમ પણ નથી કે રાગ-દ્વેષ પુદ્ગલપરિણામ, જ્ઞાતાનું વ્યાપ્ય છે. આહાહા! જ્ઞાતાનું વ્યાપ્ય તો જ્ઞાનના પરિણામ છે, રાગનું જ્ઞાન માટે એ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ નથી.

આહા.. હા! (શ્રોતાઃ) રાગ તો પુદ્ગલપરિણામ છે! (ઉત્તરઃ) હેં? એ વાત પહેલી ક્યાં હતી? હવે ટૂંકું કરી નાખીને. પુંદ્ગલદ્રવ્ય કહી દીધું. (શ્રોતાઃ) રાગ કર્મ થયું ને વ્યાપ્ય નહીં? (ઉત્તરઃ)


Page 129 of 225
PDF/HTML Page 142 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૯ રાગનું... નહીં, આંહી રાગનું જ્ઞાન કરે છે ને...! એમ કીધું ને...! રાગનું જ્ઞાન કરે છે ને..! રાગનું જ્ઞાન કરે છે, તો રાગ એનું વ્યાપ્ય થયું કે નહીં? ના. આહાહાહા!

આહા.. હા! આવી વાતું છે બાપુ આકરી! એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે સમજાણું? હવે, પુદ્ગલપરિણામ કહ્યાં અત્યાર સુધી, હવે, પુદ્ગલપરિણામને પુદ્ગલ કહે છે. ‘ભગવાનની ભક્તિના ભાવ-સ્તુતિના ભાવ પુદ્ગલ’ છે’ આહાહાહા... હા! અભેદ કરી નાખ્યું ને....? અભેદ કરી કહે છે. ‘કારણ કે પુદ્ગલને અને આત્માને’ - એટલે કે પુદ્ગલના પરિણામને જે કહ્યું હતું તે પુદ્ગલને એમ. એ પુદ્ગલ કીધાં એ પુદ્ગલને અને આત્માને ‘જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ આહા... હા!

શું કીધું? રાગને એટલે પુદ્ગલને, અને આત્માને, જ્ઞેય રાગ અને આત્મા ‘જ્ઞાયક’ છે, ‘એવો જ્ઞેયજ્ઞાયકનો સંબંધ વ્યવહાર માત્ર હોવા છતાં’ આહા.. હા.. હા! ‘પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે’ કોનું? જ્ઞાનનું. જ્ઞાન થાય છે ને તેનું નિમિત્ત એવું જે જ્ઞાન (અર્થાત્) પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન’ આહાહાહા!

રાગ... એ પુદ્ગલ! એ જ્ઞાનના પરિણામને નિમિત્ત છે. ‘એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે’-તે જ જ્ઞાતાનું કાર્યને વ્યાપ્ય છે. આહા..! તે તેની પર્યાય છે, તે તેનું કાર્ય છે, તે તેનું વ્યાપ્ય છે!

આહા... હા! ‘માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે’ લ્યો!! ધણું જમાવ્યું હો? આહાહા! શું કીધું સમજાણું?

કે, આત્મા જ્ઞાતા છે ને રાગનું જ્ઞાન છે માટે તે રાગનું-વ્યાપકપણું જ્ઞાન પર્યાય વ્યાપક થયું ને...! રાગનું જ્ઞાન એમ કીધું ને... માટે રાગ, વ્યાપક થયો, આંહી જાણવાનું થયું ને...! પણ... જ્ઞાતાના પરિણામ તે વ્યાપ્ય તે આત્માનું વ્યાપ્ય છે. એ પણ ભેદથી... છે.

બાકી તો, પરિણામ જે જ્ઞાતાના છે, તે રાગના નથી તેમ દ્રવ્યગુણના નથી. આહા... હા! ‘તે પરિણામ પરિણામના છે’ છતાં જ્ઞાતાનું એ વ્યાપ્ય છે એમ કહેવું એ વ્યવહાર છે આહા... હા... હા!

રાગ એનું વ્યાપ્ય છે એ તો છે જ નહીં. લ્યો! ઓહો...! બહુ સરસ! આહા... હા! ટીકા તે ટીકા છે ને!! અમૃતચંદ્રાચાર્ય! આવું! આહા...! વસ્તુની સ્થિતિ એવી છે! વસ્તુની મર્યાદા!! આહા...!

મર્યાદા પુરુષોત્તમ પુરુષ આત્મા! એ પોતાના જ્ઞાનપરિણામનો કર્ત્તા!! રાગનું જ્ઞાન માટે, રાગનું વ્યાપ્યજ્ઞાન એમ નહીં. ‘રાગનું જ્ઞાન’ એમ કીધું ને...! વ્યવહાર રત્નત્રય છે તેનું જ્ઞાન કીધું ને...! એટલે કે રાગ વ્યાપક અને જ્ઞાનપરિણામ વ્યાપ્ય એમ નથી! આહા.. હા!

એ તો, જ્ઞાનપરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક! એ કીધું એ સિદ્ધ કર્યું છે વ્યવહારથી, ઓલું તો વ્યવહારથી ય નહીં.

આહા... હા... હા! લ્યો! વિશેષ કહેવાશે... (પ્રમાણવચન ગુરુદેવ!)