Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 162 ; Date: 07-01-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 24

 

Page 141 of 225
PDF/HTML Page 154 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૧

પ્રવચન ક્રમાંક–૧૬૨ દિનાંકઃ ૭–૧–૭૯

સમયસાર, ગાથા ૭પ, આંહી.. આંહી સુધી તો આવ્યું છે. જ્ઞાની કેમ ઓળખાય એવો પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું. સમ્યક્ થયું એનાં એંધાણ શું? એનાં લક્ષણ શું? એનાં ચિન્હ શું? એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે, એના ઉત્તરમાં અહીંયા કહ્યું! (ટીકામાં) છેલ્લું!

આહા...! ‘જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ’ (ટીકામાં) નીચેથી છે. (શું કહે છે?) કે જેટલા આત્મામાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ થાય એ બધાં પરિણામ પુદ્ગલના છે.

કેમકે અહીંયા આત્મા છે એ તો અનંતગુણનો પિંડપ્રભુ! એમાં કોઈ ગુણ વિકાર કરે એવો (કોઈ) ગુણ નથી. તેથી અનંત ગુણ જે શુદ્ધ છે, તેનું જેને જ્ઞાન થયું ભાન! એ જીવને રાગ એનું કાર્ય નથી. કેમકે દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન! એની જેને દ્રષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કર્તા કહેવાય, ઉપચારથી-શુદ્ધપરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાન- ચારિત્રનાએ પરિણામનો સ્વભાવના દ્રષ્ટિવંતને ઉપચારથી કર્તા કહેવાય, અને તે શુદ્ધ પરિણામને ઉપચારથી તેનું કાર્ય કહેવાય એમ, ભેદ પડયોને!

ખરેખર તો એ શુદ્ધપરિણામ જે છે. શુદ્ધચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ થતાં, એ શુદ્ધ પરિણામ છે તે ષટ્કારકરૂપે પરિણમતાં ઊભાં થયા છે. શું કહ્યું ઈ...? શુદ્ધ દ્રવ્યને શુદ્ધગુણ સ્વભાવ છે એવી દ્રષ્ટિ થઈ તો ઈ દ્રષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષટ્કારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી! ઝીણું છે ભાઈ...!

આહા..! અજ્ઞાનમાં પુણ્યને પાપના ભાવ અશુદ્ધનિશ્ચયથી એટલે વ્યવહારથી તેની પર્યાયમાં છે અને તેના જન્મક્ષણે તે કાળે વિકાર થાય- તે ઉત્પન્ન થાય તેનો અજ્ઞાની કર્તા છે ને અજ્ઞાનીનું તે કાર્ય છે.

કેમકે એને જે દ્રવ્યસ્વભાવ ગુણ પવિત્ર છે એની દ્રષ્ટિ થઈ નથી અને દ્રષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી અજ્ઞાની રાગનો કર્ત્તા ને રાગ તેનું છે, અને ખરેખર તો... રાગનું કાર્ય પર્યાયનું છે, એનો કર્તા રાગપર્યાય છે. રાગનો કર્તા રાગ છે. રાગનું કાર્ય રાગ છે, રાગનું સાધન રાગ છે. જેની દ્રષ્ટિ રાગ ઉપર ને વિકાર ઉપર છે તેનાં પરિણામ વિકારના ષટ્કારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે.

આહા... હા! જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર છે. ભગવાન આત્મા શુદ્ધ અનંત... અનંત... અનંત જેનો પાર નહીં એટલા ગુણો છે, પણ કોઈ ગુણ વિકારને કરે એવો કોઈ ગુણ નથી (આત્મામાં) તેથી... તે ગુણના ધરનારને દ્રષ્ટિમાં લીધો તેનું કાર્ય, દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, ઈ એનું કાર્ય નથી. એ (કાર્ય તો) પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને કર્મ, એ વિકારી પરિણામનો કર્તા છે.

(જુઓ.. !) એક કોર એમ કહેવું કે અશુદ્ધ ઉપાદાનથી જીવમાં વિકાર થાય! એ તો, એની પર્યાયની સિદ્ધિ કરવા.

પણ.. જ્યારે, આત્માની દ્રષ્ટિ જ્યાં પર્યાય પરથી હઠી,.. અને જે પર્યાય જ્ઞાનની છે, તેને


Page 142 of 225
PDF/HTML Page 155 of 238
single page version

૧૪૨ શ્રી પ્રવચન રત્નો-૧ અંતરસ્વભાવમાં લઈ જઈ ધ્રુવમાં લઈ જઈ ને અનુભવ થયો. આહા.. હા! એને દ્રષ્ટિના વિષયમાં એ દ્રવ્યસ્વભાવ આવ્યો! એનું કાર્ય તો... નિશ્ચયથી એ.. શુદ્ધપરિણામ પણ તેનું કાર્ય નથી થયું. શુદ્ધપરિણામ, પરિણામનું કાર્ય છે!

પણ જેની દ્રષ્ટિ રાગ ઉપર છે ને સ્વભાવ ઉપર નથી, તેને રાગનો કર્તા, કરણ ને સાધન કહેવામાં આવે છે.

જ્ઞાનીને પરમાર્થે સમસ્ત કર્મનો કર્મ પુદ્ગલ પરિણામ! પુદ્ગલપરિણામમાં દયા-દાન-વ્રત- ભક્તિ-કામ-ક્રોધ, બધાં લેવાં.

આહા.. હા! ‘જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા (કરતો નથી) ‘પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અસદ્ભાવ હોવાથી’ - આહા...હા! જેમ કુંભાર ઘટનો કર્તા નથી એટલે કુંભાર વ્યાપક થઈને ઘટ એનું વ્યાપ્ય થાય એમ નથી.

એ તો માટી પોતે કર્તા થઈને ધડો એનું વ્યાપ્ય નામ કાર્ય છે. એમ બધાં પુણ્ય-પાપના પરિણામ અને આત્માને છે? આ ‘પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ’ -જેમ ઘટનું કાર્ય કુંભારનું નથી એમ જીવમાં થતાં વિકારી પરિરણામએ જ્ઞાનીનું વ્યાપ્ય-કાર્ય નથી.

આહા...! આવી વાતું! સમજાણું કાંઈ..? આહા.. હા! ‘પુદ્ગલપરિણાને અને આત્માને’ -પુદ્ગલપરિણામ એટલે રાગ-દ્વેષ, પુણ્ય- પાપના પરિણામ, બધા વિકાર. એને અને આત્માને ‘પુદ્ગલપરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ’ (એટલે) જેમ કુંભાર ઘટના કાર્યનો કર્તા નથી તેમ જ્ઞાની પુણ્ય-પાપના પરિણામનો કર્તા નથી.

આહા.. હા! ‘જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી’ ... પરમાર્થે કરતો નથી’ આહા.. હા! જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી તે દ્રષ્ટિવંતને જે કાંઈ પુણ્ય- પાપના ભાવ થાય તેનું તેને-જ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું- કર્તાપણું નથી, એનું (વિકારનું) વ્યાપ્યવ્યાપકપણું પુદ્ગલમાં જાય છે.

આહા...! ઉપાદાનવાળા વિરોધ કરે, કે થાય વિકાર પર્યાયમાં ને આ કહે કે કર્મને લઈને થાય! આહાહા! આરે... થાય છે એનાં ઉપાદાનની પર્યાયમાંજ, પણ.. એ અશુદ્ધ ઉપાદાન છે. એથી તેની (જેની) દ્રષ્ટિ શુદ્ધ ઉપાદાન ઉપર ગઈ છે, એનાં એ પરિણામને-વિકારના પરિણામનો કર્તા, એ દ્રવ્યસ્વભાવ નથી એમ છે તેથી જે (વિકારપરિણામ) પર્યાયમાં ઉત્પન્ન થાય અદ્ધરથી એ પુદ્ગલ સ્વતંત્રપણે વ્યાપક થઈને વિકાર થાય છે એ એનું કાર્ય છે!

(શ્રોતાઃ) જીવમાં થાય ને કહેવું પુદ્ગલમાં?! (ઉત્તરઃ) એ કહ્યું ને...! પર્યાયમાં- અશુદ્ધ ઉપાદાનથી એનામાં છે પણ.. દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડી છે જ્યાં! એથી એ પર્યાયમાં ઉત્પન્ન થાય, એ ‘દ્રવ્યનું કાર્ય’ નથી, તેથી એને કર્મનો સ્વતંત્રપણે કર્તા કહીને વિકાર તેનું વ્યાપ્ય છે-તેનું કાર્ય છે. આહા..! કો ‘ભાઈ? આવું છે! આવો મારગ છે બાપા!

એકકોર એમ કહેવું... જીવની જે વિકારની પર્યાય થાય છે તેની તે તે પર્યાયનો તેનો જન્મક્ષણ-તેનો તે તે છે પરથી નહીં.


Page 143 of 225
PDF/HTML Page 156 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૩

અને એકકોર એમ કહેવું.. કે.. પુણ્યને પાપનું પરિણમન ષટ્કારકરૂપે પરિણમે પર્યાયમાં, ષટ્કારકપણે પર્યાયથી થાય છે, દ્રવ્યગુણથી નહીં, નિમિત્તથી નહીં.

આહા..! એકકોર એમ કહેવું... દ્રવ્યમાં તે સમયની જે પર્યાય છે, તે (તેની) કાળલબ્ધિ છે, તે તે કાળે થવાનો તે કાળલબ્ધિ છે. ત્રણ (પ્રકારો થયા)

ચોથું એમ કહેવું.. આહા.. હા.. હા! ભાઈ..! આ બધી આવી વાતું છે! (શ્રોતાઃ) ગૂંચવણમાં મૂકી દે! (ઉત્તરઃ) ગૂંચવણ નીકળી જાય એવી વાત છે. (કહે છે) કે જેની પર્યાય ઉપર દ્રષ્ટિ છે, તેને જે વિકાર થાય છે તે ષટ્કારકપણે પરિણમતા જીવનું કાર્ય છે એમ વ્યવહારે કહેવાય છે. નિશ્ચયથી તોએ પર્યાયનું કાર્ય છે.

આહા.. હા! પણ.. જેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હઠી.. અને જે પર્યાય રાગમાં જતી હતી તે પર્યાયને ધ્રુવમાં વાળી છે-દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તેમાં તે પર્યાયને અંદર વાળી છે, એવા ધર્મી જીવને દયા-દાન-વ્રતાદિના પરિણામ જે છે તે પુદ્ગલના પરિણામ છે જીવના નહીં એમ કહેવામાં આવ્યું છે!

(શ્રોતાઃ) આમ જ જ્ઞાની માને! (ઉત્તરઃ) જ્ઞાની એમ જ જાણે છે અને એમ છે. કારણ તો કહ્યું! એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે અને દ્રવ્યસ્વભવમાં એવો કોઈ ગુણ નથી કે વિકાર કરે!

આહા.. હા! ભાઈ! મારગડા જુદા છે પ્રભુ! એ વાત સર્વજ્ઞભગવાન સિવાય ક્યાંય છે નહીં, સંપ્રદાયમાં ય આ વાત નથી!! ભાઈ...?

અહા..! એકકોર એમ કહેવું કે ઉપાદાન એનું છે તો એનાથી થાય છે, તે તો પર્યાયમાં છે ને પર્યાયની સિદ્ધિ કરવી છે, અસ્તિકાય સિદ્ધ કરવું છે. ‘પંચાસ્તિકાયમાં’ જ્યાં લીધું છે ત્યાં વિકારના પરિણામ ષટ્કારકપણે, વિકારના તેના છે. દ્રવ્યગુણ નહીં, નિમિત્ત નહીં.

પણ... અહીંયાં તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના જ્ઞાનનું લક્ષણ શું? એંધાણ શું? ચિન્હ શું? એટલે કે... જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર થઈ છે અને પર્યાયની દ્રષ્ટિ જેને ઉઠી ગઈ છે, એવો જે જ્ઞાની એના જે પરિણામ રાગ ને દ્વેષના છે, ઈ પુદ્ગલ કર્મ સ્વતંત્રપણે કર્તા થઈને તે વિકારનું-રાગનું કાર્ય તેનું છે આહા.. હા! સમજાય છે કાંઈ...?

અટપટી વાત છે કહે છે! આહા..! મારગ તો એ છે ભાઈ..! આહા.. હા! ‘કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી’ જોયું...? દ્રવ્યસ્વભાવના દ્રષ્ટિવંત જ્ઞાનીને તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવાથી તે વિકારને પરમાર્થે જ્ઞાની કરતો નથી.

આહા.. હા’ કો’ ભાઈ...? આવું છે. ભાષા તો આવે છે, સમજાણું? કે જેની દ્રષ્ટિ અનંતગુણનો પિંડ પવિત્ર છે (આત્માદ્રવ્ય) એના ઉપર ગઈ નથી- એનો સ્વીકાર થયો નથી, એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગનો અને દ્વેષનો સ્વીકાર છે એથી તેને વ્યાપ્યવ્યાપક (સંબંધ) છે, રાગ-દ્વેષ તેનામાં છે.

શુભ ને અશુભ-બેય અને દયા-દાન-ભક્તિ-વ્રત-અપવાસનો જે વિકલ્પ થયો એ રાગ, દ્રષ્ટિ- દ્રવ્યદ્રષ્ટિવંતને રાગનો એનો સ્વભાવ નથી, એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે તેથી તે રાગનું વ્યાપ્ય


Page 144 of 225
PDF/HTML Page 157 of 238
single page version

૧૪૪ શ્રી પ્રવચન રત્નો-૧ કર્મપુદ્ગલ સ્વતંત્ર થઈને કર્તાવ્યાપક થઈને કરે છે. સમજાણું કાંઈ..? હવે આવી વાતું! લોકોને સત્ મળ્‌યું નથી, આ વાડા બાંધીને બેઠા ઈ પોતાના પંથ કરવા આ એ નથી ‘આ’!!

આહા.. હા! વ્રતને... તપને... અપવાસને... ભક્તિને... પૂજાને... દાનને... દયાને એવાં પરિણામ અપવાસના... ને એ પરિણામ તો રાગ છે અને એ રાગનું વ્યાપ્યપણું-વ્યાપક છે એ કર્મ છે. આંહી તો (દ્રવ્ય) સ્વભાવ છે ઈ એનો વ્યાપક ક્યાંથી હોય?

આહા...! દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીને દ્રવ્યસ્વભાવથી એ વિકારી કાર્ય ક્યાંથી થાય? એમ કેમ હોય? હજી (તો) એ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિને નિર્વિકારીપરિણામનું કાર્ય પણ વ્યવહારથી કહેવાય છે, આહા.. હા! ઉપચારથી કહેવાય છે એ. સમજાય છે કાંઈ...?

ભાષા તો સાદ છે ને પ્રભુ! ભાવ તો જે છે એ છે! એમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને એવા કોઈ શબ્દો નથી, ધણીસાદી ભાષામાં છે! તે તત્ત્વ જ આવું છે! એની ખબરુ નથી, એ અજ્ઞાનમાં (જે છે) ઈ રાગમાં જાય છે, એના પરિણામ પુણ્ય-પાપના પરિણામ મારું કાર્ય છે-હું એનો કર્તા છું- વ્યાપ્યવ્યાપકપણે (એમ અજ્ઞાની માને છે) સમજાય છે કાંઈ... ?

પણ... ધર્મી જીવ! એટલે કે દ્રવ્યસ્વભાવને દ્રષ્ટિમાં લીધેલ જીવ! આહાહા! એને જે પરિણામ થાય નિર્મળ એ નિર્મળપર્યાયનો પણ કર્તા ઉપચારથી કહેવામાં આવે છે, બાકી તો પર્યાય પર્યાયની કર્તા ને પર્યાય એનું કાર્ય! આહાહાહા! અને તે ધર્મીને દ્રવ્યદ્રષ્ટિના-સ્વભાવના જોરને લઈને જે કંઈ પર્યાયમાં કમજોરીને લઈને રાગ-દ્વેષ, દયા આદિના ભાવ થાય, એ પરિણામ સ્વતંત્રપણે કર્મ, કર્તા થઈને કરે છે, કર્તા થઈને તે કરે છે, આત્મા તેનો કર્તા નથી.

આહા.. હા! આવું છે બાપા! (કહે છે કેઃ) ‘પરમાર્થે કરતો નથી’ -કાંઈ કરતો નથી. ‘પરંતુ’ હવે આવ્યું છે ‘પરંતુ’ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને જોયું? જેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે તેને જે રાગ થાય છે એ રાગનું જ્ઞાન થાય છે એ ‘જ્ઞાન’ એનું કાર્ય છે. છે? ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એટલે કે? આંહી તો... કેટલીક વાત કરી’ તી કાલ. કેટલા’ ક કહે છે કે નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે તેને ‘જ્ઞાન’ કહેવું, નીચે ઊતરી જાય-વિકલ્પમાં આવી જાય, તેને જ્ઞાન ન કહેવું. એમ નથી! આંહી તો... ચોથે ગુણસ્થાનથી ઉપાડી છે વાત.

આહા..! જ્ઞાની કોને કહેવો...? કે જેને દ્રવ્ય-વસ્તુ ભગવાન આત્મા, જે અનંતગુણનો પિંડ તે દ્રષ્ટિમાં આવી ગયો છે, જેની વર્તમાન પર્યાય એ પર્યાયવાનને સ્વીકારી લીધો છે. જેને વર્તમાનપર્યાય જ્ઞાનની છે. /એ તો કહ્યું ‘તું કાલે કે ‘જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્ય જણાય છે’ સતરમી ગાથા (સમયસાર!)

આહા... હા! એ જ્ઞાનની પર્યાયનો જ એવો સ્વભાવ છે કે... તેમાં સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ આનંદ અનંતગુણનો પિંડ એ જ્ઞાનની પર્યાયમાં જણાય છે.

કેમ કે પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી એને જાણે જ છે. પણ આ અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં તેના ઉપર નથી, એની દ્રષ્ટિ રાગ ને અંશવર્તમાન તેના. પર હોવાથી તેને ‘જાણવામાં આવતો હોવા છતાં, તે જાણતો નથી’ અને જે રાગના પરિણામનો કર્તા થઈ અજ્ઞાનપર્યાયદ્રષ્ટિમાં અટકી ગયો છે!

આહા...! ‘પર્યાયમાં સારું (પૂર્ણ) દ્રવ્ય અજ્ઞાનીને પણ એનો સ્વભાવ સ્વપરપ્રકાશક હોવાથી એમાં


Page 145 of 225
PDF/HTML Page 158 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪પ પૂરણ આનંદનો નાથ (આત્મા) એ પર્યાયમાં એને જણાય છે’ છતાં ‘જાણનાર’ ઉપર એની દ્રષ્ટિ નથી એની દ્રષ્ટિ અંશને વર્તમાન રાગ ઉપર છે તેથી ‘જાણવામાં આવતો’ છતાં તેને તે ‘જાણતો’ નથી.

આવી વ્યાખ્યા હવે! આકરી પડે માણસોને! શું થાય ભાઈ..! મારગ તો ‘આ’ છે. આહા...! આંહી કહે છે ‘પરંતુ માત્ર પુદ્ગલપરિણામના જ્ઞાનને’ -પુદ્ગલપરિરણામના જ્ઞાનને એટલે? એ દયા-દાન-વ્રતના પરિણામ એ પુદ્ગલપરિણામ છે. કેમકે જ્ઞાયકસ્વભાવ ભગવાન (આત્મા) ના એ નથી. દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેને જ્ઞાયકના એ પરિણામ નથી. એ ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એનાથી (એમ કહીને) વ્યવહાર સિદ્ધ કર્યો છે. ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન’ આવ્યું ને બારમી ગાથામાં એ... વ્યવહાર સિદ્ધ કર્યો છે.

આહા.. હા! ધર્મી-દ્રવ્યદ્રષ્ટિવંતને ‘પુદગલપરિણામના જ્ઞાનને’ એ રાગ થાય, વ્યવહાર રત્નત્રયનો, દયા-દાન-વ્રત-ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ એ બધાં પુદ્ગલના પરિણામ છે, તે પુદ્ગલનાં છે, એનું ‘જ્ઞાન’ આંહી થાય! એય વ્યવહાર છે.

જ્ઞાનના પરિણામમાં જ્ઞાન થાય છે પોતાનું તે સ્વપરપ્રકાશકશક્તિથી થાય છે રાગ છે માટે રાગનું જ્ઞાન થયું–એમ કહેવું ઈ તો વ્યવહાર છે. ભાઈ..?

ભાઈ...! મારગ તો ધણો ઝીણો છે પ્રભુ! આહા.. હા! અરે.. એને સાંભળવા મળે નહીં, એ કેદિ’ વિચારમાં પ્રયોગમાં મૂકે?! આહા...! એ પર્યાયમાં દ્રવ્ય આવું ક્યારે ભાળે! અને એ કર્યા વિના એનું કાર્ય થાય નહીં! આહાહા...!

આહા... હા..! ‘એ પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એટલે શું કીધું? જરી કંઈક જ્ઞાનની કમજોરીને લઈને રાગ, દયા-દાન-ભક્તિ-પૂજાનો ભાવ આવે! પણ તેના ‘જ્ઞાનને’ /એનું જ્ઞાન કહેવું તો સમજાવવું છે એને! બાકી.. તો ‘જ્ઞાન જ્ઞાનનું છે’ - પર્યાયનું જ્ઞાન, ષટ્કારકપણે પરિણમતું જ્ઞાન, એને આંહી ‘રાગનું જ્ઞાન’ (કહીને) નિમિત્તથી સમજાવ્યું છે. સમજાણું કાંઈ... ?

આરે...! આવી વાતું છે બાપા! આ... તે તમારે લોકોને... બહારમાં... ભાઈ! આહા... હા! એ ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ આહા.. આહા.. હા! ‘કર્મપણે કરતા’ -પર્યાય પર્યાયથી કરે છે પણ અહીંયાં દ્રવ્ય એને કરે છે એમ ઉપચારથી કહેવામાં આવ્યું છે.

શું કહ્યું ઈ...? જ્ઞાનીને એટલે જેને દ્રવ્યસ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા! જેની દ્રષ્ટિમાં આવ્યો... એને રાગ છે તેનું જ્ઞાન થાય, તે જ્ઞાન તેનું કાર્ય છે એમ કહેવાય વ્યવહારે! આહા.. હા! ખરેખર તો... એ પરિણામનું જ્ઞાન કીધું એ નિમિત્તથી કથન છે બાકી તો તે કાળે તે જ્ઞાનના પરિણામ ષટ્કારકપણે પરિણમતાં પોતાથી સ્વતંત્રપણે ઊભાં થાય છે એને નથી રાગની અપેક્ષ, નથી દ્રવ્યગુણની અપેક્ષા!!

સમજાય છે કાંઈ? આવો મારગ છે ભાઈ...! આ ઈશ્વરતાની વાત હાલે છે મોટી! આહા..! પ્રભુ જણાણો એમ કહે છે, પ્રભુ જણાણો!! (આત્મપ્રભુમાં) અનંત ગુણ છે તો એમાં પ્રભુત્વનું, એમાં એનું રૂપ છે. જ્ઞાનમાં પ્રભુત્વ! દર્શનમાં પ્રભુત્વ! આનંદમાં પ્રભુત્વ! વસ્તુમાં પ્રભુત્વ! અસ્તિત્વમાં પ્રભુત્વ! આહા.. હા! એવાં અનંતગુણમાં, એક-એક ગુણમાં અનંત ગુણનુંરૂપ છે! અને એક-એક ગુણમાં પ્રભુતાનું રૂપ છે!


Page 146 of 225
PDF/HTML Page 159 of 238
single page version

૧૪૬ શ્રી પ્રવચન રત્નો-૧

આહા... હા! એવો જે અનંતગુણનો સંગ્રહાલય ભગવાન આત્મા એ જેને દ્રષ્ટિમાં આવ્યો એવા આ ધર્મીને પુદ્ગલપરિણામનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન તેનું કાર્ય છે. એ દયા-દાન-વ્રતના પરિણામ તે તેનું કાર્ય નથી. તે પરિણામનું કાર્ય સ્વતંત્ર પુદ્ગલ કરીને, પુદ્ગલ વ્યાપક થઈને, કેમકે પર્યાય ત્યાં છે એટલે પુદ્ગલ વ્યાપક થઈને વિકારનો પરિણામને ત્યાં કરે છે. પર્યાયદ્રષ્ટિવાનને નહીં પણ દ્રવ્યદ્રષ્ટિવાનને આમ છે. સમજાય છે કાંઈ...?

આહા...! હવે, આવું છે લ્યો! (કહે છે) ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને ‘આહાહા! વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભરાગ છે અને દુનિયા એમ કહે છે કે એ શુભરાગથી શુદ્ધતા થાય! પણ.. આંહી કહે છે કે એ શુભરાગનું જ્ઞાન છે, એ પરિણામ (જ્ઞાનનું થયું) એ શુભરાગને લઈને પણ નથી એ જ્ઞાનનું પરિણામ, (તો) શું થયું ત્યાં? જ્ઞાનના પરિણામ જ્ઞાનના પરિણામને લઈને થયાં છે સ્વતઃ થયાં છે એ રાગથી આંહી જ્ઞાન પણ થયું નથી તો એ રાગથી શુદ્ધતા થાય? શુભભાવ કરતાં-કરતાં એને શુદ્ધતા થાય? ધણો ફેરફાર... ધણો ફેરફરા!! ભાઈ? સમજાણું કાંઈ...?

આહા... હા! ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ આહા... હા! એટલું ભિન્ન કર્યું છે સમજાવવું છે પણ શું કરે? આહા... હા! કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન છે એમ કહેવું ઈ એ વ્યવહાર છે પરદ્રવ્યનું (જ્ઞાન) ? એ તો જ્ઞાનનો પર્યાય જ પોતાનો પોતાથી થાય છે. કેવળજ્ઞાનની પર્યાય પણ ષટ્કારકપણે પરિણમતાં કેવળજ્ઞાનની પર્યાય કર્તા, તે જ કર્મ, કેવળજ્ઞાનની પર્યાય સાઘન, એ જ સંપ્રદાન- અપાદાન-આધાર એ જ પર્યાય રાખે એમાં લોકાલોક પણ કારણ નહીં ને દ્રવ્યગુણ પણ (કારણ) નહીં. સમજાણું કાંઈ...?

ઝીણું પડે, પણ સમજવા જેવું છે બાપા! આહા.. હા! ક્યાં જઈને... સાંભળવા મળે?! લોકો ક્યાંય સલવાઈને પડયા છે! ભાઈ... તું ભગવાન છો ને..! ભગવાન તરીકે તને બોલાવે છે. બોંતેર ગાથામાં (સમયસાર!)

આહા...! પ્રભુ, તને પુણ્ય-પાપના દયા-દાનના ને વ્રતના ને ભક્તિના અને તપના વિકલ્પ, જે રાગ છે, એ અશુચિ છે! એ જડ છે! ચૈતન્યના સ્વભાવનો એમાં અભાવ છે! અને તે (આસ્રવો) દુઃખરૂપ છે!!

જ્ઞાનીને દ્રવ્યદ્રષ્ટિમાં તો એને એ પરિણામનું આંહી જ્ઞાન થાય તે જ્ઞાનનો જ્ઞાની કર્તા છે, પણ ઈ (રાગ) પરિણામનો કર્તા જ્ઞાની નથી! સમજાય છે કાંઈ..?

ભાષા તો પ્રભુ સાદી છે, ભાવે ય સાદા છે અંદર!! દ્રવ્ય વ્યાપક નથી એ વ્યાપક તો વ્યવહારથી કહેવાય છે, બાકી તો પર્યાય પર્યાયમાં વ્યાપક છે એ વિકાર પોતાનો છે નહીં. આંહી તો... આકરી.. હજી આકરી વાત આવશે અત્યારે તો આટલું હાલે છે!

આહા... હા! ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને? એટલે એ રાગ થયો છે તેનું જ્ઞાન આંહી થયું છે જ્ઞાનીને, એ જ્ઞાનના પરિણામને ‘આત્મા કર્મપણે’ કર્તા. દ્રવ્યથી (કહ્યું) વાત સિદ્ધ કરવી છે, એટલે કહ્યું છે. પરથી ભિન્ન પાડયું છે.

ઝીણી વાણ છે બાપુ! એ શબ્દે શબ્દના ભાવ તો અંદર હોય બધાં! ભાવ તો બધાં હોય (જ્ઞાનમાં)


Page 147 of 225
PDF/HTML Page 160 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૭ તે વખતે હો? પણ કઈ શૈલીથી વાત ચાલે છે એની વાત આવે. એ ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને કાર્યપણે કરતા એવા’ - ખરેખર તો એ ભેદ છે! ખરેખર તો પોતાના આત્માને જાણે છે. જોયું? રાગના જ્ઞાનને કીધું ‘તું ને... તો રાગને શી રીતે જાણે?

શું કહ્યું પ્રભુ, એ રાગનું જ્ઞાન કહ્યું ‘તું એ જ્ઞાનીના પરિણામ છે જ્ઞાનના, છતાં તે જ્ઞાનના પરિણામ રાગને જાણે છે એવું જે કાર્ય, તે એનું (કાર્ય) નહીં એ તો ‘ખરેખર આત્માને જાણે છે.’ આહા.. હા! સમજાણું કાંઈ...?

અરે..! પ્રભુ, તારો પ્રભુત્વ સ્વભાવ, એને દ્રષ્ટિમાં આવ્યો પ્રભુ! એમાં જે રાગ છે તેનું જ્ઞાન કરે જ્ઞાની તે ‘જ્ઞાનના પરિણામ તેનું કાર્ય છે. એટલું કહીને પણ રાગને જાણે છે એમ કહ્યું પાછું! (પરંતુ પાછું) ફેરવી નાખ્યું કે (જ્ઞાની) પોતાના આત્માને જાણે છે!

(શ્રોતાઃ) રાગને જાણે છે એમે ય કહ્યું! (ઉત્તરઃ) ઈ તો ફકત! રાગ છે એની વાત કરી. અરે..! બાપા! આ વસ્તુ... ભાઈ...! એ કરોડો-અબજો રૂપિયે મળે એવું નથી! આહા...! અહીંયાં તો એટલું જ કીધું કે દ્રવ્યદ્રષ્ટિવંતને એટલે જ્ઞાનીને એટલે કે સમ્યગ્દ્રષ્ટિને, એ રાગના-દયા-દાન- વ્યવહારના ભગવાનની સ્તુતિનો રાગ આવ્યો, તે રાગનાજ્ઞાનને કરતો આત્મા આત્માને જાણે છે!! રાગને જાણે છે ઈ કાઢી નાખ્યું!

ફકત, સિદ્ધ એટલું કરવું છે, રાગ થયો છે તે કાળે જ્ઞાન પોતે પોતાથી થયું છે. ‘પરિણમ્યું છે સ્વપરપ્રકાશપણે’ રાગ થયો છે તે કાળે પણ જ્ઞાનના પરિણામ પોતાથી સ્વપરપ્રકાશપણે પરિણમ્યા છે પોતાથી, એને.. રાગનું જ્ઞાન છે એમ કીધું, છતાં તે રાગનાજ્ઞાનના પરિણામને કરતો એવો આત્મા પોતાને જાણે છે! રાગને નહીં.. !!

આહા.. હા! ભાઈ...? આવી વાતો છે. આહા..! એ પ્રભુનો મારગ છે શૂરાનો એ કાયરના કામ ત્યાં નથી! એ વીરોના કામ છે બાપા!

જેનું વીર્ય વીર્યવાન છે, દ્રવ્ય તરફ જેનું વીર્ય વળ્‌યું છે એને વીર્યવાન કહીએ. સમજાય છે કાંઈ..? એવા જે વીરના પુત્રો! આહા... હા! એનું વીર્ય વીરતાથી દ્રવ્યમાં ફેલાણું છે! એવા વીરને જે રાગથાય તેનું જ્ઞાન એવા જ્ઞાનને કરતો આત્મા આત્માને જાણે છે!! સમજાણું કાંઈ?

આહા..! એ પ્રશ્ન આવ્યો’ તો કારણ પરમાત્માનો! (દ્રવ્યને) કારણ પરમાત્મા કહો છો તે કારણ પરમાત્મા કહેવાય નહીં કેમકે પયરયને કારણ કહેવાય, દ્રવ્યને કારણ ન કહેવાય! છાપામાં (છાપે) છે.

અરે, ભગવાન! કારણ કીધું ને... કારણ કીધું માટે પર્યાય થઈ ગઈ એમ તે કહે છે. એમ નથી, પ્રભુ! આહા... હા! મૂળ વસ્તુ ત્રિકાળી છે અને કાર્ય જે સમ્યગ્દર્શન થાય એ પર્યાય છે. તેથી.. કારણ એને (ત્રિકાળીને) કહ્યો છે અને રાગ કારણ છે ને પર કારણ છે એમ નથી સમજાય છે કાંઈ આમાં? એ જ્ઞાનના પરિણામને રાગ કારણ છે, નિમિત્ત કારણ છે (કહેવામાં આવે છે) એમ સમ્યગ્દર્શનના પરિણામને દ્રવ્ય કારણ છે ફકત લક્ષ ત્યાં ગયું છે, માટે દ્રવ્યમાં એ પરિણામ ગયાં નથી. ફકત લક્ષ ગ્યું છે આ બાજુ! એથી દ્રવ્યને કારણ કહેવામાં આવે છે. ‘भूदत्थम असिदो खलु’

આહા... હા! બહુ કામ આકરું બાપા! મનુષ્યભવ મળ્‌યો આવો હાલ્યો જાય છે ‘આ ભવ ભવના


Page 148 of 225
PDF/HTML Page 161 of 238
single page version

૧૪૮ શ્રી પ્રવચન રત્નો-૧ અભાવ માટે ભવ છે!’ આહા..! એમાં ફરીને ભવ ન રહે તારા એવી ચીજ છે ભગવાન આત્મા!!

(જ્ઞાનીએ) પર્યાયને જ્ઞાયક તરફ વાળી છે! જ્ઞાયકનો આશ્રય લીધો છે, એનો અર્થ એ થયો કે ત્યાં લક્ષ કર્યું છે. કાંઈ પર્યાય જ્ઞાયકમાં ભળી જતી નથી. એ પર્યાય જે રાગતરફના વલણવાળી આંહી હતી. આહા..! એ જ્ઞાનની પર્યાયને અંદર પર્યાૃયવાન તરફ વાળી! આહા.. હા! અને ઢળેલી જે પર્યાય થઈ, તે જ્ઞાનપર્યાય તે કાળે રાગ થાય છે અને આ જ્ઞાનની પર્યાય થાય છે (એકજ સમયે એ રાગનું કાર્ય છે એમ તો નથી પણ રાગ છે માટે (એનું) જ્ઞાન થયું એમેય નથી. પણ.. એને બતાવવું છે કે રાગ અને જ્ઞાન એના પરિણામને કરતો તે આત્માને જાણે છે.

આહા.. હા! આવું ક્યાં’ ય મળે એવું નથી! જ્યાં વીરનો મારગ પ્રવર્ત્યો છે ત્યાં ફેરફાર થઈ ગ્યો છે! અરે પ્રભુ!

આહા..! એ... જ્ઞાની રાગના પરિણામને કરતો નથી વ્યાપ્યવ્યાપકથી... એમ છે ને..! ‘પરંતુ પુદ્ગલપરિણામના જ્ઞાનને’ - એ વ્રત ને પુણ્યનો, તપનો વિકલ્પ ઊઠયો જ્ઞાનીને, એ (વિકલ્પ) રાગનું આંહી જ્ઞાન થાય, એમ કહેવું ઈ પણ ફક્ત બતાવવું છે કે રાગનું જ્ઞાન!

પણ... તેથી તે રાગ કર્તા અને જ્ઞાનપરિણામ કાર્ય એમ નથી. રાગનું જ્ઞાન થયું માટે રાગ કર્તા ને જ્ઞાનના પરિણામ કર્મ એમ નથી. ફકત! ‘જ્ઞાન થયું’ એ બતાવવું છે, એમ બતાવીને ‘કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે’ (એમ કહ્યું પાછું) આહા.. હા! ગજબ ટીકા છે ને...! હેં? આ એક લીટી! સમયસાર!! એટલે...? બીજું કોઈ છે નહીં એની હારે એની જોડમાં

આહા.. હા! ‘એવા પોતાના આત્માને જાણે છે’ (હવે કહે છે) ‘તે આત્મા અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો’ આહા..! આત્મા રાગના પરિણામનું જ્ઞાનને કરતો એવો આત્માને જાણતો.

‘તે.. આત્મા કર્મનોકર્મથી અત્યંત ભિન્ન’ (એટલે કે) કર્મના અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન! ‘જ્ઞાનસ્વરૂપ થયો થકો’ આમ. ‘થયો થકો’ (કહ્યું તો) કર્તા સિદ્ધ કરવું છે ને...! રાગથી નહીં, જ્ઞાનસ્વરૂપ થયો થકો એવો ધર્મી ‘જ્ઞાની છે.

ભાઈ..., ગાથા તો સાદી છે પ્રભુ! બાપુ, મારગ તો આ છે ભાઈ...! ધીમેથી.. એને પચાવવું પડશે! અરે..! આવે વખતે નહિ કરે તે કેદિ’ કરશે ઈ... દુનિયા દુનિયાનું જાણે! આહા...! અહિં કહે છે ‘એ જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે’ રાગસ્વરૂપ થયો થકો જ્ઞાની છે એમ નહીં. તો એણે રાગનું જ્ઞાન કર્યું તેથી રાગને જાણતો થકો એમેય નહીં રાગનું જ્ઞાન થયું પણ એ ‘આત્માને જાણે છે.’

આહાહા... હા! ક્યાંય સાંભળવા મળે એવું નથી ત્યાં વાડામાં તે... એ આત્માને જાણે છે રાગ છે એ પર છે તે પરને જાણવું કહેવું ઈ અસદ્ભૂતવ્યવહાર છે. અને જ્ઞાન જ્ઞાનને જાણે છે એ સદ્ભૂતવ્યવહાર છે. એ ય વ્યવહાર હો?

આ આત્મા, આત્મા છે!! આહા.. હા! (એ નિશ્ચય છે) સમજાય છે કાંઈ..? હવે, કૌંસમાં (પુદ્ગલપરિણામનું જ્ઞાન, આત્માનું કર્મ, કઈ રીતે છે તે સમજાવે છે એ રાગ થયો-દયા-દાન-વ્રતનો, એનું આંહી જ્ઞાન થયું! એ પુદ્ગલપરિણામનું જ્ઞાન (કીધ્રું) જે રાગ પરિણામ કીધાં એ


Page 149 of 225
PDF/HTML Page 162 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૯ બધાં (પુદ્ગલપરિણામ!)

ભગવાન (આત્મદ્રવ્ય) તો પવિત્રનો પિંડ એનાં પરિણામ રાગ કેવાં? આહા..હા! કો’ ભાઈ..?

આહા.. ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ (ટીકામાં કહ્યું) ઈ છે આત્માનું જ્ઞાન! પણ... માથે કહ્યું છે ને..! ‘આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે.’

કહે છે ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને’ આહાહા! છે? શરીરની અવસ્થા ઈ નોકર્મની તે પુદ્ગલના પરિણામ અને અહીં દયા-દાન-વ્રતાદિના પરિણામ તે પુદ્ગલના પરિણામ!

કર્મથી આમ થાય ને પુદ્ગલથી-શરીરથી આમ થાય બેય પુદ્ગલના પરિણામ. આહા.. હા! ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી’ આહા.. હા! ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ- કુંભારની જેમ (એટલે) કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય તેનો અભાવ છે એમ પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને જેમ કુંભાર વ્યાપક અને ઘટ વ્યાપ્ય (એવા વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે, (એમ) પુદ્ગલના પરિણામ છે રાગ એ પુદ્ગલના પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. આહા.. હા! રાગનું જ્ઞાન એ રાગના કારણે છે એવો અભાવ છે. પરમાર્થે પુદ્ગલપરિણામ એટલે રાગ (બધો) આવી ગયો, દ્વેષ આવી ગયો, એ પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને/એ જ્ઞાનને અને પુદ્ગલને, ઘટ અને કુંભારની જેમ, વ્યાપ્યવ્યાપકનો અભાવ છે.

આહા.. હા! શું કીધું ઈ...? કે, પુદ્ગલપરિણામ-રાગાદિ એનું જે જ્ઞાન, અને રાગઆદિ પુદ્ગલ, તેને વ્યાપ્યવ્યાપક (ભાવનો) અભાવ છે. ઘટ અને કુંભારની જેમ. શું કીધું ઈ..? કુંભાર એ ઘટના કર્તાકર્મપણે નથી. કુંભાર વ્યાપક પ્રસરનાર અને ધડો તેનું વ્યાપ્યં તેમ નથી.

આહા..! આ રાગ પુદ્ગલના પરિણામ અને તેનું જ્ઞાન, અને રાગ, પુદ્ગલને (અર્થાત્) પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને, કુંભાર અને ઘટની જેમ (એટલેકે) રાગ છે તે વ્યાપક છે અને જ્ઞાનઆત્માનું થયું તે વ્યાપ્ય છે ઈ ઘટ-કુંભારની જેમ અભાવ છે ઘટ છે તે કાર્ય છે કુંભારનું એનો અભાવ છે તેમ રાગ છે તે જ્ઞાનનું વ્યાપ્ય-કાર્ય છે તેનો અભાવ છે.

આહા.. હા! આવી વાતું છે!! પહેલું તો એમ કહ્યું હતું ‘રાગનું જ્ઞાન’ પછી એમ કહ્યું.. કે ‘રાગનુંજ્ઞાન’ ઈ કાર્ય છે એનો અભાવ છે જેમ ઘટ (કાર્ય) માં કુંભારનો અભાવ છે એમ રાગના જ્ઞાનપરિણામ કીધું તે કાર્ય એનું છે (એનો) અભાવ છે.

ઝીણી.. ઝીણી! બાપુ, આ ગાથા જ એવી છે! આહા.. હા! ત્રણલોકના નાથ એ વાણી કરતા હશે, ગણધરો ને ઈંદ્રો સાંભળતા હશે આહા..! એ કેવું હશે! બાપુ! ત્રણલોકનો નાથ બિરાજે છે! દિવ્યધ્વનીમાં ઈંદ્રો બેસે, ગણધરો બેસે! આહા..! એકાવતારી ઈંદ્ર ઈ સાંભળે (વાણી!) બાપુ, એ વાત બીજી હોય! આહા..! એ ત્રણ જ્ઞાનના ધણી! એકાવતારી ઈંદ્રો, જેની વાણી સાંભળતાં આમ ગલૂડિયાંની જેમ બેઠાં હોય!


Page 150 of 225
PDF/HTML Page 163 of 238
single page version

૧પ૦ શ્રી પ્રવચન રત્નો-૧

બાપુ એવી વાતું છે ભાઈ! વીતરાગની વાણી કોઈ અલૌકિક હોય છે. અત્યારે તો રાગને નામે વીતરાગ મારગને ખતવી નાંખ્યો છે અજૈનને જૈન નામે ખતવી નાંખ્યું છે!

આહા...! એમ હોય ભાઈ..? શ્વેતાંબર અને સ્થાનકવાસીને મોક્ષમાર્ગ પ્રકાશકમાં અન્યમતિ અજૈન કહ્યા છે પણ આ સંપ્રદાયમાં રહેલા પણ રાગને નામે ખતવી નાખે છે તે પણ અજૈન છે.

આહા.. હા! પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકનો અભાવ છે. આહા..! રાગ વ્યાપક છે / રાગનું જ્ઞાન કીધું’ તું તેથી રાગ વ્યાપક છે-કર્તા છે અને જ્ઞાન તેનું કર્મ છે એમ નથી સમજાણું કાંઈ...?

આ તો આવી ગયું છે પરમ દિ’ ફરીને વધારે ફરીને આવ્યું. આહા... હા! બાપુ! વીતરાગની વાત એવી છે એ તે શું ચીજ છે! એ તે સાધારણ વાત છે! ‘વચનામૃત વીતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ’

નપુંસકને વીર્ય ન હોય, પ્રજા ન હોય એની જેમ રાગની પર્યાયનો કર્તા થાય એને ધર્મની પ્રજા ન હોય! રાગને રચે તે વીર્ય નહીં બાપુ! (શ્રોતાઃ) ‘કલીબ’ કીધું છે (ઉત્તરઃ) ‘કલીબ’ બે ઠેકાણે લીધું છે ને.. પુણ્ય-પાપ (અધિકારમાં) છે ને અજીવ અધિકારમાં છે, ‘કલીબ’ -નપુંસક! પાવૈયા હીજડાઓ!!

પાવૈયા-હીજડાઓને વીર્ય ન હોય, પુત્ર ન થાય. એમ રાગના પરિણામમાં ધરમ માનનારા હીજડાઓ છે તેને ધરમ ન થાય! (શ્રોતાઃ) આકરું (ઉત્તરઃ) આકરું છે. ટીકામાં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું છે એ જ નપુંસક (કલીબનું)

ભાઈ... તું મહા... વીર... છોને પ્રભુ! તારી વીતરતાની શી વાત કરવી! કે આહા..! વીર્ય ગુણ છે, ઈ વીર્યગુણનું પણ એકેએક ગુણમાં રૂપ છે. જ્ઞાનગુણ આદિમાં (વીર્યગુણનું) રૂપ છે. આવો વીર્ય ગુણ છે.

આહા...! એવો જે ‘વીર’ ભગવાન આત્મા! એની જ્યાં દ્રષ્ટિ-સમ્યગ્દર્શન થયું એવા અનંતગુણોનો સ્વીકાર અને સત્કાર થયો અને રાગનો સ્વીકાર ને સત્કાર ગયો! તેને રાગનું જ્ઞાન થયું તેમાં રાગ વ્યાપક છે ને જ્ઞાનના પરિણામ વ્યાપ્ય છે (તો કહે છે) ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ છે.

રાગના પરિણામને અને એના જ્ઞાન (પરિણામને) કુંભાર-ઘટની જેમ અભાવ છે રાગ વ્યાપક છે ને આંહી જ્ઞાનના પરિણામ એને લઈને થયા છે એમ નથી. સમજાણું કાંઈ..?

૧૭/૧૮ ગાથા-સમયસાર (ત્યાં કીધું) પહેલો આત્માને જાણવો, પહેલાં ઈ નવને જાણવોઅએમેય કીધું નથી. ભગવાન! પહેલો આત્માને જાણવો એમ પહેલી ભગવાનને જાણવાની પાધરી વાત કરી છે.

આહા.. હા! બાપુ! સમયસાર તો કોઈ અલૌકિક ચીજ છે! સમજાણું કાંઈ..? આહાહા! જગતના ભાગ્ય! એવી પળે રચાઈ ગયું ને એવી પળે રહી ગ્યું છે! ‘આ’ આહા.. હા! હેં? છે?

(કહે છે) ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ એટલે કે પુદ્ગલપરિણામ એટલે રાગના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે’


Page 151 of 225
PDF/HTML Page 164 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ૧

આહા... હા! ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ જોયું? એલા-પહેલા પુદ્ગલપરિણામ કહ્યા ઈ બધાં નાખી દીધા પુદ્ગલ (માં) આહા.. હા! શું કીધ્રું? પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગનાજ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી-રાગ કર્તા અને જ્ઞાનપરિણામ કર્મ એનો અભાવ છે. (તેથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે).

આહા..! ‘અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ (એટલે) ધડો કાર્ય છે ને માટી કર્તા છે એવું કર્તાકર્મપણું છે. ‘તેમ આત્મપરિણામને અને આત્માને’ - આત્મપરિણામ એટલે કે જ્ઞાનપરિણામ થયાં તે અને આત્માને વ્યાપ્યવ્યાપકનો સદ્ભાવ છે.

આત્મા વ્યાપક છે ને જ્ઞાનપરિણામ વ્યાપ્ય છે. અપેક્ષાથી કથન શું આવે પણ પરિણામ તો પરિણામથી છે સ્વતંત્ર!! પણ અપેક્ષા બતાવવી છે ને એટલે આવી શૈલી છે!

એ કહેતાં વખતે ખ્યાલ તો બધો હોય, જે ચાલતું હોય તે પ્રમાણે કહેવાય ને.. ! આત્મા કર્તા છે એમ કહ્યું અહીંયા પણ આત્મા દ્રવ્ય છે ને માટે ના પાડશે અહીંયાં (પાછું) ‘આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મ પણું છે’ એટલે આત્મા કર્તા નિર્વિકારી પરિણામ-જ્ઞાનના તે તેનું કાર્ય-કર્મ છે? આંહી રાગનું જ્ઞાન-કર્મ થયું માટે રાગકર્તાને જ્ઞાન કર્મ એમ છે નહીં..

* * *