Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 163 ; Date: 08-01-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 24

 

Page 152 of 225
PDF/HTML Page 165 of 238
single page version

૧પ૨ શ્રી પ્રવચન રત્નો-૧

પ્રવચન ક્રમાંક – ૧૬૩ દિનાંકઃ ૮–૧–૭૯

આહીંથી છે. ‘આ રીતે’ ... છે? (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) જ્ઞાયકસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો એ જ્ઞાયકસ્વભાવ (નો) તો જાણવાનો-દેખવાનો સ્વભાવ છે. એ જાણવા- દેખવામાં... કહે છે કે ‘પુદ્ગલના પરિણામનું જ્ઞાન’ એ વખતે ત્યાં રાગઆદિ, દ્વેષઆદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ થાય! એ ‘પુદ્ગલ પરિણામ’ કહેવામાં આવ્યા છે.

તેનું જ્ઞાન કરે છે (જ્ઞાની) - એનું જ્ઞાન! જ્ઞાયકસ્વભાવ હોવાથી, ‘જાણનાર-દેખનાર’ હોવાથી-અનુભવમાં જાણનાર-દેખનાર આવ્યો હોવાથી, એ રાગાદિ થાય, દયા-દાન-ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તેને એ જાણે! .... ઝીણી વાત છે!

છે? ‘પુદ્ગલપરિણામ’ એટલે રાગ. ચાહે તો ભગવાનની ભક્તિનો સ્તુતિનો, પંચમહાવ્રતનો એ રાગ, એ રાગ પુદ્ગલપરિણામ છે! એનું જ્ઞાન કરે છે એને જાણે છે જ્ઞાની!!

‘તેથી એમ પણ નથી’ એટલે શું? કે આત્મા જ્ઞાયકસ્વભાવી છે એમ જ્યાં જણાણું અનુભવમાં આવ્યું! ભગવાન દ્રષ્ટિમાં આવ્યો! પર્યાયમાં-જ્ઞાનપર્યાયમાં જ્ઞેય પૂર્ણ છે તેનો અનુભવ થયો એ ધર્મીને.. રાગઆદિના પરિણામ થાય તેને તે જાણે છે! કેમકે તેનો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ હોવાથી, ધર્મીને રાગ કે પુણ્ય-પાપના ભાવ થાય એને ‘પુદ્ગલપરિણામ’ કહીને એને ઈ જાણે છે! જાણવા છતાં... ‘એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપય છે.’ શું કીધું ઈ...? રાગ અને દયા-દાનના વિકલ્પોને જાણે જાણતાં... છતાં એમ નથી રાગ છે તે આત્માનું કાર્ય છે!

આહા. હા! આવું છે! ભગવાન આત્મા! જ્ઞાયક સ્વભાવ! વસ્તુસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ જ છે એવું જ્યાં ભાન થયું ત્યારે તેને રાગાદિના પરિણામ (છે) વીતરાગ પૂરણ નથી, એથી તેને દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિ, એવો રાગ આવે! તેથી તે રાગને જાણે! જાણવા છતાં, રાગ આત્માનું કાર્ય છે એમ નથી.

(શ્રોતાઃ) તો એ કોનું કાર્ય છે? (ઉત્તરઃ) પુદ્ગલનું કાર્ય છે. આહા.. હા.! ઝીણી વાત છે ભાઈ...!

આહા.. હા! છે? જાણનારો જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે! એ રાગને જાણવાનું કામ કરે! તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ એ રાગાદિ છે એ જ્ઞાતાના-જાણનારાનું એ કાર્ય છે એમ નથી. સમજાય છે આમાં?

(શ્રોતાઃ) રાગને જાણે છે? (ઉત્તરઃ) રાગનું? ...એ તો, વ્યવહાર કહ્યો ને..! પહેલો પોતાને જાણે છે, પણ રાગનું જ્ઞાન એવું બતાવ્યું! (જ્ઞાની) જાણે છે તો પોતાને!! ...પણ આંહી ઈ કહેવું છે પાછું કે ઈ રાગને જાણે છે. ‘જાણવાની પર્યાય તો પોતાથી, સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જાણે છે’ એ જ્ઞાનની પર્યાય, ષટ્કારકપણે પરિણમતી, પોતે કર્તા-પર્યાયનો પોતે કર્મ પોતાનું એ રાગનું કાર્ય નહીં! આહા.. હા! પણ... રાગને જાણે છે એથી રાગ વ્યાપ્ય નામ આત્માનું કાર્ય છે એમ નથી! ઝીણું છે! ‘આ’

આહા.. હા! ભગવાન આત્મા જાણનાર-દેખનાર જેનો (સ્વભાવ છે) આવ્યું’ તું ને કાલ ‘હું


Page 153 of 225
PDF/HTML Page 166 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ૩ સ્વસંવેદન-દર્શન-જ્ઞાન-સામાન્ય છું બસ! એવું જ્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં... રાગનો ભાવ હોય તે રાગ આવે! પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે.

તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કેમ નહી? એમ પ્રશ્ન છે. (જ્ઞાની) રાગને જાણે છે-જાણવાનું કાર્ય તો એનું છે તો... રાગને જાણે છે તો રાગ એનું કાર્ય છે કે નહીં? આહા.. હા! સમજાણું કાંઈ...?

પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે ‘એમ પણ નથી એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી! આ-રે આવી વાતું છે!

(કહે છે કે) ‘કારણ કે પુદ્ગલને’ (જુઓ!) ઈ પુદ્ગલના પરિણામને ‘પુદ્ગલ’ કહી દીધું! (એટલે) અંદર દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો રાગ થાય તેને પહેલાં પુદ્ગલના પરિણામ કહ્યાં હતાં, આંહી એને ‘પુદ્ગલ’ કહી દીધાં. સમજાણું કાંઈ...?

આહા.. હા “એ પુદ્ગલને અને આત્માને’ -ઈ પુદ્ગલપરિણામને ‘પુદ્ગલ’ કહી દીધું, આખાદ્રવ્ય લીધાં ને... બેય! આહા...! ‘જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ -એ પુદ્ગલના પરિણામ કહો કે પુદ્ગલ કહો, રાગઆદિને આહાહા! વ્યવહારરત્નત્રયનો રાગ એને પુદ્ગલ આંહી કીધું! (એ) પુદ્ગલનું વ્યાપ્ય-કાર્ય છે એથી તે પુદ્ગલ છે એમ કીધું!

‘એ પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર! (એટલે કે) એ રાગને... જાણનારો... જે જણાય એ જ્ઞાયક-જ્ઞેયનો, વ્યવહાર માત્ર સંબંધ! નિશ્ચય સંબંધ તો છે નહીં.. આહા! ‘જ્ઞેય-જ્ઞાયકને’ રાગ જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો જે જ્ઞેય–જ્ઞાયકનો સંબંધ, ઈ વ્યવહાર માત્ર છે આહાહા! પરમાર્થે તો પોતે જ્ઞાનનો પર્યાય જે થયો એ દ્રવ્ય–ગુણને પર્યાય તે જ્ઞેય અને તેનો ‘જાણનાર’ !! આવું ઝીણુ છે!

‘પુદગલને અને આત્માને.’ આહાહા! ભગવાનની ભક્તિનો ભાવ, સ્તવન.. આમ ચાલતું હોય.. (શ્રોતાઃ) એ તો વિકલ્પ! (ઉત્તરઃ) વાચન ચાલે વિકલ્પ! પણ આ તો સમંતભદ્ર આચાર્ય યાદ આવ્યા! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ને (સ્વયંભૂસ્તોત્રમાં)

સમંતભદ્ર આચાર્ય કહે છે કે પ્રભુ! મને આપની ભક્તિનું વ્યસન પડી ગયું છે એમ કહે છે. છે એમાં..? પોતે સ્તવનમાં કહ્યું છે ‘મારે એ જાતનું વ્યસન છે’ ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી! પણ એમ કહ્યું પ્રભુ! મને વ્યસન છે. (શ્રોતાઃ) એને તો આંહી ‘પુદ્ગલ’ કહો છો (ઉત્તરઃ) એ રાગ છે, છોડવાનું છે. કેમકે.... ઈ તો પરદેશ છે. શ્રીમદ્માં આવ્યું ને... ‘જાશું સ્વરૂપ સ્વદેશ’

આહા.. હા! અરે, અમારે હજી રાગ બાકી છે, પરદેશ! શેષ કર્મનો ભાગ છે, ભોગવવો અવશેષ રે’ એટલો હજી રાગ બાકી છે, પરદેશ! આહા.. હા! ‘તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ..’ ઈ રાગ જે બાકી છે ભક્તિ આદિનો ઈ પરદેશ છે.

આહા.. હા! અંર્ત ભગવાન સ્વરૂપ સ્વદેશ અનંત.. અનંત.. ગુણનો સાગર-દરિયો (આત્મા) એ અમારો સ્વદેશ છે, એમાં અમે જવાના છીએ. આહાં... હા! એય.. ભાઈ..? આવી વાતું છે.

આ તો બહેને (ચંપાબેને ‘પરદેશ’ શબ્દ (બોલમાં) વાપર્યો છે અને શ્રીમદે ય (શ્રીમદ્રાજચંદ્રે)


Page 154 of 225
PDF/HTML Page 167 of 238
single page version

૧પ૪ શ્રી પ્રવચન રત્નો-૧ ‘સ્વદેશ’ શબ્દ વાપર્યો છે.

આહા... હા! ભગવાન આત્મા જ્ઞાનને આનંદ આદિ ગુણનો દરિયો છે તે સ્વદેશ છે. અને ચાહે.. તો ભગવાનનું સ્મરણ પંચ પરમેષ્ઠિની ભક્તિ-સ્તુતિ, એ રાગ તે પરદેશ છે. આહા.. હા! હજી એકાદ ભવ પરદેશમાં રહેવાનું છે! પછી તો.. એમ સ્વરૂપમાં-સ્વદેશમાં ચાલ્યા જશું!!

બહુ વાત આકરી બાપા! મારગ સમયસારનો મારગ કોઈ અલૌકિક છે સમયસાર એટલે આત્મા એનો મારગ એમ. (શ્રોતાઃ) મારગ શું સહેલો છે? (ઉત્તરઃ) મારગ સહેલો છે, અણ અભ્યાસે દુષ્કર થઈ ગ્યો છે. દુર્લભ કીધું છે ને...! સમ્યગ્દર્શન દુર્લભ કીધું છે! સત્.. જ્ઞાયક સ્વભાવ છે! ‘છે’ તેને પામવું તેમાં શું? ‘છે’ તેને પામવું સહજ છે! એ શ્રીમદે ય કહ્યું છે ને..! ‘સત્ સરળ છે, સત્ સહજ છે, સત્ સર્વત્ર છે!

આહા.. હા! આ.. ભગવાન આત્મા સત્ છે! સર્વત્ર છે! સરળ છે! પોતે જ છે! જ્ઞાયકસ્વભાવભાવ ભગવાન!! એને કહે છે કે જ્ઞાનમાં રાગનાપરિણામનું જ્ઞાન થાય એથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે? એમ પ્રશ્ન છે આહા.. હા! છે? કારણ! પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ પણ... છતાં? ... ‘પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે’ એટલે કે જે દયા-દાન-ભક્તિ-વ્રત-તપનો વિકલ્પ ઊઠયો છે રાગ-પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે ‘એવું જે જ્ઞાન’ આહા.. હા! જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી... આહા..! જેઓ પાઠ! રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી એમાં રાગ નિમિત્ત છે. રાગના જ્ઞાનમાં એ (રાગ) નિમિત્ત છે. જ્ઞાન થયું છે/રાગનું જ્ઞાન થયું છે ઈ તો પોતાના ઉપાદાનથી થયું છે!

આહાહા.. હા! બહુ ઝીણું બાપુ! મારગડા... ઝીણા ભાઈ...! “જ્ઞાયક” કહેતાં એમાં બધાં સિદ્બાંત સમાઈ જાય છે, એ ‘જાણનાર’ જાણનારો છતાં... /ઈ આવી ગયું છે ને.. છઠ્ઠીગાથામાં ‘જ્ઞાયક’ ण वि होदि अप्पमत्तो, ण पमतो जाणगो दु जो भावो! एवं भणंति શુદ્ધં, જાણનાર જાણનારને જાણે છે! णादो तो सो हु सो चेव!!

આંહી કહે છે કે ‘જાણનાર જાણનારને જાણે છે એ વાત બરાબર છે, હવે ઈ જાણનારમાં- જાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે, નિમિત્ત છે એટલે કાંઈ કરતું નથી એમ એનો અર્થ છે.

આહા.. હા! છે? ‘પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે’ આહા.. હા! ‘એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે’ -તે જ આત્માનું કાર્ય છે. રાગનું જ્ઞાન થયું માટે એનું એ કાર્ય છે અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી.

ઈ તો પહેલાં આવી ગયું છે, જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે ઈ એમ તો નથી. પણ રાગ આત્માનું કાર્ય છે / આંહી એનું જ્ઞાન થયું (તેથી) એ આત્માનું કાર્ય રાગ છે એમ નથી.

આહા.. હા! આવું છે! ... ભાઈ...? ઝીણી વાતું છે બાપા! આહા.. હા! પુદ્ગલ.. જ્ઞેય! એ રાગ આદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, એ જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો વ્યવહાર માત્ર હોવા છતાં આહાહા! ‘પણ... પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે’ - આંહી જાણવાનો પર્યાય થયો પોતાથી, રાગથી થયો નથી. રાગને


Page 155 of 225
PDF/HTML Page 168 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧પપ જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી. થયું છે પોતાથી. પોતાના જ્ઞાન (પર્યાયમાં) જ્ઞાન થયું, તેમાં રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય, જીવનું નથી. આહા.. હા! છે? ‘એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે.’

આહા..! રાગનું જ્ઞાન, એમાં એ (રાગ) નિમિત્ત છે, (જ્ઞાન) આમ તો, પોતાનું પોતાથી થયું છે રાગને જાણવાનું જ્ઞાન પણ જ્ઞાન પોતે પોતાથી થયું છે. એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે અને તે જ્ઞેય-જ્ઞાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં એ રાગ આત્માનું કાર્ય નથી.

આહા.. હા! રાગનું કાર્ય નથી આત્માનું-ઈ તો પહેલાં આવી ગયું છે. આંહી તો હવે આત્માનું જ્ઞાન થયું/ રાગનું જ્ઞાન થયું, જ્ઞાન થયું છે પોતાના ઉપાદાનથી. રાગ વ્યવહારરન્તત્રયનો વિકલ્પ છે, નિમિત્તનું જ્ઞાન/જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી.

ભાષા તો સાદી છે પણ ભઈ, ભાવ તો... ભાવ તો જે હોય તે આવે એમાં... અને હળવા કરી નખાય કાંઈ? ... આહા.. હા! એવું સ્વરૂપ છે!

આહા.. હા! ‘માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે’ લ્યો! વ્યવહારે.. (કહ્યું) એ આત્મા જ્ઞાયક છે, એણે સ્વને જાણ્યો... રાગ છે તેને પરને જાણ્યું, એવું જે જ્ઞેયજ્ઞાયક (પણું) તો વ્યવહાર માત્ર! છતાં... તે રાગનું કાર્ય આત્માનું નથી. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે-રાગ આત્માનું કાર્ય નથી, રાગસંબંધી જ્ઞાન જે પોતાથી થયું છે તે જ જ્ઞાતાનું કાર્ય છે. આહા.. હા! છે? ‘માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે એ પણ હજી ભેદ છે આહા.. હા! એ આંહી પરથી જુદું બતાવવું છે ને...! નહિતર તો... રાગસંબંધી જ્ઞાન ને પોતાસંબંધી જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે, એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે એ પણ વ્યવહાર કીધો! (ખરેખર તો) એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કર્તા અને પરિણામ એતું કાર્ય (છે), એને આત્માનું કાર્ય (કહ્યું એ તો) પરથી જુદું પાડવાને કહ્યું છે.

આહા..! આટલા બધા ભેદ, ક્યાં સમજવા! વીતરાગ મારગ એવો છે ભાઈ! બહુ સૂક્ષ્મ-ઝીણો છે!!

હવે, આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. લ્યો! ગાથા પૂરી થઈ, ટીકા (પૂરી થઈ)

કલશ–૪૯
(शार्दूलंविक्रीडित)
व्याप्यव्यापकता तदात्मनि भवेत्रैवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तुकर्मस्थितिः।
ईत्युद्दामविवेकधस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९।।

(શ્લોકાર્થ) ‘व्याप्यव्यापकता तदात्मनि भवेत्’ – વ્યાપ્યવ્યાપકપણું એટલે કર્તાકર્મપણું તત્સ્વરૂપમાં જ હોય’ -રાગ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેથી ‘વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય.’ આત્મા વ્યાપક અને એના જ્ઞાનપરિણામ તે વ્યાપ્ય હોય. પરથી જુદું પાડીને બતાવવું છે ને અત્યારે!

આહા..હા! વ્યાપક (નું) વ્યાપ્ય, એટલે જ્ઞાનપરિણામ, અને વ્યાપક તે આત્મા. એ તત્સ્વરૂપમાં


Page 156 of 225
PDF/HTML Page 169 of 238
single page version

૧પ૬ શ્રી પ્રવચન રત્નો-૧ જ હોય. રાગ-દયા-દાન-વ્રત-ભક્તિનો, સ્તુતિનો રાગ, એ કાંઈ તત્સ્વરૂપ નથી, એ કાંઈ આત્મસ્વરૂપ નથી.

આહાહાહા! એથી વ્યાપ્યવ્યાપકપણું એટલે કે કર્તાકાર્યપણું તત્સ્વરૂપમાં જ હોય. એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે/તત્સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય (તેથી) કર્તા આત્મા અને જ્ઞાનપરિણામ કાર્ય (કર્મ). ‘अतदात्मनि अपि न एव’ ‘અતત્સ્વરૂપમાં ન જ હોય’ (એટલે) રાગ જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તે અતત્સ્વરૂપ છે. આહા... હા! હવે... આવી વાતું! નવા અજાણ્યા માણસને તો એવું થાય કે શું આ તે કહે છે!! સાંભળવા મળ્‌યું નથી અને પરિચય નથી.

આહા.. હા! ‘વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય’ એટલે? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ- આનંદસ્વરૂપ (છે), એના પરિણામ પણ જ્ઞાનસ્વરૂપ-આનંદસ્વરૂપ, ઈ આત્મા! આત્મા વ્યાપક જ્ઞાનપરિણામ વ્યાપ્ય તે તેનું તત્સ્વરૂપ છે. ઈ તત્સ્વરૂપમાં કર્તા-કર્મપણું હોય, તત્સ્વરૂપમાં વ્યાપયવ્યાપકપણું હોય, તત્સ્વરૂપમાં કારણ-કાર્યપણું હોય. (શ્રોતાઃ) ક્ષયોપશમજ્ઞાન એ તત્સ્વરૂપ કહેવાય કે નહીં? (ઉત્તરઃ) બહારનું... બહારનું જ્ઞાન, એ જ્ઞાન નથી. ઈ પરજ્ઞાન છે! પરસત્તાવલંબી!

એ આવી ગયું છે આપણે જ્ઞેયનિષ્ઠ-જ્ઞેયનિમગ્ન! આમે ય અગ્યાર અંગનું (જ્ઞાન) અનંત વાર કર્યું છે. નવ પૂર્વ અનંતવાર થયાં છે! એ સ્વજ્ઞેય હોય તો કલ્યાણ થઈ જાય ત્યાં, આહા.. હા! એનાથી એક ભવ ઘટયો નથી. (શ્રોતાઃ) વધ્યો ખરો! (ઉત્તરઃ) એ ભવ જ છે ત્યાં વધવાનું શું? ઈ પોતે જ ભવસ્વરૂપ છે, જેમ રાગ ભવસ્વરૂપ છે એમ ‘પરસંબંધીનું જે જ્ઞાન સ્વનું મૂકીને (પરસંબંધીજ્ઞાન) એ ભવસ્વરૂપ જ છે!

ઝીણી વાત છે પ્રભુ! આહા! આવો વીતરાગ મારગ! સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળી છે વાણી એ ‘આ’ વાણી છે! આ તો સમયસાર છે! ઓલું-પ્રવચનસાર દિવ્યધ્વનિનો સાર! ‘આ’ તો આત્માનો સાર!!

આહા.. હા! ‘વ્યાપકવ્યાણકપણું તત્સ્વરૂપમાં જ હોય’ - જોયું? તત્સ્વરૂપમાં ‘જ’ હોય! એકાંત કરી નાખ્યું. કથંચિત્ તત્સ્વરૂપમાં અને કથંચિત્ અતત્સ્વરૂપમાં એમ નહીં. અ એ અસ્તિથી કહ્યું. હવે ‘अतदात्मनि अपि न एव’ ‘અતત્સ્વરૂપમાં ન જ હોય.’ અને વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના ‘कर्तृकर्मस्थितिः काः’ - કર્તાકર્મની સ્થિતિ કેવી?

આહા... હા! રાગનું કાર્ય આત્માનું ને કર્તા આત્મા એમ અતત્સ્વરૂપમાં ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ...?

‘તત્સ્વરૂપમાં આવે આત્મા કર્તા અને એના શુદ્ધસ્વભાવના-મોક્ષમાર્ગના પરિણામ તેનું કર્મ હોય. આત્મા વ્યાપક અને મોક્ષમાર્ગના પરિણામ વ્યાપ્ય એ તત્સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય.

પણ... રાગ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક-કર્તા તેનું કાર્ય રાગ એમ નથી. અતત્સ્વરૂપમાં વ્યાપ્યવ્યપકપણું નથી. આહા.. હા! પુદ્ગલપરિણામમાં વ્યાપક આત્મા અને પુદ્ગલપરિણામ વ્યાપ્ય એમ નથી. પુદ્ગલ વ્યાપક અને એ (રાગ-વ્યાપ્ય છે) આહા...! ગજબ વાતું છે ને...!

ભગવાનની ભક્તિ-ભગવાનની સ્તુતિ એ પણ પુદ્ગલના પરિણામ પુદ્ગલ વ્યાપકનું વ્યાપ્ય છે.


Page 157 of 225
PDF/HTML Page 170 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ૭ આહા... હા! પુદ્ગલ પોતે પરિણમીને તે રાગ-વ્યાપ્ય તેનું થયું છે. સમજાય છે ને ભાઈ...? સમજાય છે? આવો મારગ! અરે...

અસ્તિ-નાસ્તિ કરી. (હવે) ત્રીજી વાત, ‘વ્યાપ્યવ્યાપકભાવનો સંભવ વિના ‘कर्तृकर्मस्थितिः का’ એ ત્રીજું! જ્યાં વ્યાપયવ્યાપકપણું નથી ત્યાં કર્તાકર્મપણું કેવું?

રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતત્સ્વરૂપમાં તો છે નહીં... સમજાણું કાંઈ...? આહા..! દેહની ક્રિયાની તો વાતું ક્યાં ગઈ?! આહા..! શરીર, વાણી, મનની પર્યાય, એનો વ્યાપક પરમાણું ને એનું વ્યાપ્યએ પર્યાય!

આંહી તો આત્મામાં થતા રાગના પરિણામ-ભક્તિના પરિણામસ્તુતિના પરિણામ, પરમાત્મા પરદ્રવ્ય છે ને...! એ પરિણામની સાથે અતત્સ્વરૂપ હોવાથી આત્માને તેનું કર્તાકર્મપણું નથી. સમજાણું કાંઈ..? છે ને... એમાં છે ને...? ત્રણ વાત થઈ.

કર્તાકર્મપણું એટલે કારણ-કાર્યપણું, વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અને વ્યાપ્યવ્યાપક સિવાય અતત્ સ્વરૂપમાં કર્તાકર્મપણું હોય નહીં.

માટે ‘વ્યાપ્વ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી?’ આહા.. હા! આવું ઝીણું છે પ્રભુ!

આહા... હા! ‘અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય’ એટલે? વ્યવહાર-રત્નત્રયનો જે વિકલ્પ છે એ આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક ઈ અતત્સ્વરૂપમાં હોઈ શકે નહીં ઈ અતત્ સ્વરૂપ છે!

આહા...! કો’ ભાઈ..? આવું છે!! (કહે છે કેઃ) ‘इति उद्वाम–विवेक–धस्मर–महोभारेण’ –ઓહો...! શું કહે છે, શું કળશ.. તે કળશ!! ઓહો...! ‘આવો પ્રબળ વિવેકરૂપ’ આવો પ્રબળ વિવેકરૂપ! એટલે...? રાગાદિના પરિણામ અતત્સ્વરૂપ છે ભગવાન જ્ઞાતાના પરિણામ તે તત્સ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે!

આહા.. હા! ‘આવો પ્રબળ વિવેકરૂપ’ - આવો પ્રબળ ભેદરૂપ-આવો પ્રબળ ભેદજ્ઞાનરૂપ! ‘અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે’ -પ્રબળ વિવેકરૂપ-ભેદરૂપ અને જે જ્ઞાનને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે ‘એવો જ્ઞાનપ્રકાશ.’ રાગના પરિણામ તે પુદ્ગલતા પરિણામ તે પુદ્ગલનું વ્યાપ્ય તે અતત્સ્વરૂપ તે તત્સ્વરૂપમાં હોય શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા તે કર્તા, અને તેના પરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર થાય, એ પરિણામ તેનું વ્યાપ્ય! આહા.. હા! એ પણ ભેદથી.. (કથન છે!) આવી વાત છે!

નિશ્ચયથી તો એ મોક્ષમાર્ગના પરિણામ ષટ્કારકથી પરિણમતાં પોતાથી છે. આહા.. હા! ભગવાન (આત્મદ્રવ્ય) ધ્રુવ છે એ ક્યાં પરિણામે છે? (અપરિણામી છે.)

આહા... હા! શું... કળશ!! (કહે છે) વ્યાપયવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય! તો તત્સ્વરૂપ તો.. ભગવાન જ્ઞાન ને આનંદસ્વરૂપ છે પ્રભુ! એ તત્સ્વરૂપમાં એનાં જ્ઞાનને આનંદના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ... રાગ વ્યાપ્ય અને વ્યાપક આત્મા કોઈ રીતે વિવેકથી-ભેદજ્ઞાન છે ત્યાં ન


Page 158 of 225
PDF/HTML Page 171 of 238
single page version

૧પ૮ શ્રી પ્રવચન રત્નો-૧ કરાય...! આહા...!

દ્રષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. હેં? દ્રષ્ટિ એવી સૃષ્ટિ!! જ્ઞાયકની દ્રષ્ટિ થઈ તેને ‘જાણવા-દેખવા ને મોક્ષનાં માર્ગને આનંદના પરિણામ, એ તેનું (આત્માનું) વ્યાપ્ય થાય છે અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગથી જ્ઞાન થયું તે રાગનું કાર્ય નહીં.

ઝીણી વાત છે ભાઈ...! આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ કેવળીના વચનો છે ઈ સંતો જગતને જાહેર કરે છે. આહા.. હા! ‘આવો પ્રબળ વિવેકરૂપે’ - ઉદમ્ વિવેક! ઉદમ્ વિવેક! એમ. પ્રબળ વિવેક!! ‘અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે’ (એટલે) જ્ઞાન તો સ્વને જાણે-પરને જાણે ઈ ‘જાણવાનું કાર્ય’ પોતાનું પોતાથી થાય, એ બધાને જાણવાનો-ગ્રાસીભૂત-કોળિયો કરી જાય! લોકાલોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગ્યો છે! નિમિત્તરૂપે!

આહા.. હા! ‘ગ્રાસીભૂત’ - એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકાલોક ભલે એમાં નિમિત્ત હો પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું (એવો છે)! કોળિયો નાનો ને મોઢું મોટું! એમ જ્ઞાનનો પ્રકાર મોટો ને જ્ઞેય (લોકાલોક) તે નાનો, કોળિયા સમાન છે. આહા.. હા!

ભાષા તો સાદી છે પ્રભુ! આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય? આહા..! એને બીજી રીતે કરે તો કાંઈ.. આહા.. હા! ખરેખર, મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે એ તેનું વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે ઈ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ.. ભાઈ? શું કીધું? મુનિ એનો આત્મા કર્તા કહેવો અને મોક્ષમાર્ગના પરિણામ તેનું કાર્ય કહેવું- એ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ, પણ રાગ તેનું કાર્ય છે-વ્યવહાર રત્નત્રયનો રાગ એનું આત્માનું કાર્ય છે એમ નથી!

(શ્રોતાઃ) અશુદ્ધનયે તો કહેવાય ને...! (ઉત્તરઃ) હેં? અશુદ્ધનયે તો પર્યાયમાં એની થાય છે ઈ અપેક્ષાએ, પણ સ્વભાવદ્રષ્ટિએ અને સ્વભાવમાં નથી’ માટે તો એને પરનાં પરિણામ કીધાં. એમ કહેવું છે ને..! એ તત્સ્વરૂપ નથી એનું! એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાન જ્ઞાયકસ્વરૂપ છે, એ તત્સ્વરૂપમાં રાગનું કાર્ય ક્યાંથી આવે?

આહા.. હા! ઈ તો બપોરે આવી ગયું હતું ને ચૈતન્યસ્વરૂપ!! ચારે કોરથી જુઓ તો સંતોની વાણીમાં અવિરોધપણું ઊભું થાય છે. પણ ધીરાના કામ છે ભાઈ...! આહા...! એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે આવી વાત છે બાપુ... !

આહા... હા! ભગવાન આત્મા! એ રાગથી ભિન્ન પડેલો ને એકરૂપ ભેદજ્ઞાનમાં એવું જે જ્ઞાન (કે) ‘જેનો સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી’ -જ્ઞાનપ્રકાશના ભારથી અજ્ઞાન-અંધકારને ભેદતો રાગ તે અજ્ઞાન છે તેને તોડતો ભેદતો सः एषः पुमान् આ આત્મા ‘ज्ञानीभूय’ જ્ઞાનસ્વરૂપ થઈને’ (અર્થાત્) જ્ઞાયક છે તે જ્ઞાનસ્વરૂપ થઈને’

આહા.. હા! દ્રવ્યસ્વભાવ! ગુણસ્વભાવ! જ્ઞાયકસ્વભાવ! સર્વજ્ઞસ્વભાવ! જેની શક્તિ જ પોતે... પોતાને ત્રિકાળીને પોતાથી ‘જાણે ને દેખે’ એવો એનો સ્વભાવ છે. ત્રિકાળજ્ઞાનદર્શનનો, ત્રિકાળી પોતાના


Page 159 of 225
PDF/HTML Page 172 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ૯ જ્ઞાન-દર્શનનો જાણવા-દેખવાનો સ્વભાવ છે! એ... જયારે પર્યાયમાં / આ તો ગુણમાં વાત કરી, હવે પર્યાયમાં જ્ઞાન થયું એનો પણ સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે.

આહા..! શું કહ્યું ઈ..? કે આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા-દેખવાવાળું, શક્તિવાળું એ તત્ત્વ છે! આહા... હા! ‘નિયમસાર’ માં આવ્યું છે.

એ ત્રિકાળી જ્ઞાનદર્શન ને- ત્રિકાળીદ્રવ્યને, જ્ઞાનદર્શન-જાણવા-દેખવાના સ્વભાવવાળું છે. એ જયારે પર્યાયમાં પ્રગટ થાય તત્સ્વરૂપ! રાગથી ભિન્ન પડી સ્વભાવની દ્રષ્ટિ થઈ ને આત્માનો આશ્રય આવ્યો ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે. મોક્ષના માર્ગની એ જીવનું વ્યાપ્ય નામ કર્મ છે /કાર્ય છે. આ વ્યવહારરત્નત્રય એ જીવનું કાર્ય નહીં. એ... ભાઈ! આવું છે!! છે એમાં? આહા..! ‘વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય.’ અરે! ભગવાન શાસ્ત્રમાં કહ્યું છે ને એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે (અને નિશ્ચય સમજીશ) તો એ તત્ત્વનો વિરોધ થઈ જશે!

આહા.. હા! ‘આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને,’ આ પર્યાયની વાત છે હો! એ ભગવાન (આત્મદ્રવ્ય) જ્ઞાયકસ્વરૂપ તો છે! પણ હવે પર્યાયમાં ‘જ્ઞાનસ્વરૂપ થઈને’ ‘તે કાળે’ ‘कर्तृत्वशून्यः लसितः’ થયેલો શોભે છે.’ ‘જાણવાના’ પરિણામ જે થયા તે પરિણામ થયો થકો-પરિણામરૂપે થયો થકો એમ. રાગરૂપે થયો થકો નહીં. (પણ..) જ્ઞાનપરિણામરૂપે થયો થકો-થઈને ‘તેકાળે- તત્સમયે’ એમ. ‘કર્તૃત્વ રહિત થયેલો શોભે છે.’ - રાગના કાર્યના કર્તા રહિત થઈને જ્ઞાનસ્વરૂપ થઈને શોભે છે!

બહુ ગાથા સારી આવી છે, ભાઈ..! આહા..! એક કળશમાં કેટલું નાખ્યું છે!! અહા..! એક, એક ગાથા ને...! એક, એક પદને...! એક, એક કળશ!! આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે!!

ભાવાર્થઃ ‘જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક’ (એટલે કે) દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ. ‘અને કોઈ એક અવસ્થા વિશેષ થાય તે’ વ્યાપકનું વ્યાપ્ય-કાર્ય કહીએ.

આત્મા જ્ઞાયક! એની દરેક અવસ્થામાં વ્યાપક છે ને તેની જ્ઞાન પર્યાય જ તેનું વ્યાપ્ય છે. અવસ્થાવિશેષ-ઈ એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક ત્રિકાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા (વિશેષ) ઈ પર્યાય છે-વ્યાપ્ય છે. એ વ્યાપક બધી અવસ્થામાં વ્યાપનારો જ્ઞાનની પર્યાયમાં વ્યાપે છે. સમજાણું કાંઈ...?

આહા...! ‘આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે’ આંહી તો દ્રવ્યને સિદ્ધ કરવું છે ને પરથી ભિન્ન! આહા... હા! ‘દ્રવ્ય તો વ્યાપક છે’ આત્માજ્ઞાયકદ્રવ્ય તો વ્યાપક છે! ‘અને પર્યાય વ્યાપ્ય છે’ -મોક્ષમાર્ગની જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે. કાર્ય છે.

આહા... હા! ઈ જ્ઞાયક છે તે કારણ પરમાત્મા છે, દરેક અવસ્થામાં ઈ હોય છે અને અવસ્થા- એકસમયનું વિશેષ તે તેનું કાર્ય છે. દ્રવ્ય વ્યાપક છે ને પર્યાય વ્યાપ્ય છે/નિર્મળ પર્યાય વ્યાપ્ય છે ઈ કહેવું છે હો! રાગ એનું વ્યાપ્ય છે ઈ આંહી છે નહીં. ઈ ષુદ્ગલમાં જાય છે.

આહાહા! ‘દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે’ આંહી તો... ઈ સિદ્ધ કરવું છે ને...! પરથી ભિન્ન સિદ્ધ કરવું છે ને...! રાગ આદિ પુદ્ગલના ભાવ એનાથી ભિન્ન સિદ્ધ કરવું છે ને એથી આંહી કહે છે કે ‘દ્રવ્ય


Page 160 of 225
PDF/HTML Page 173 of 238
single page version

૧૬૦ શ્રી પ્રવચન રત્નો-૧ ને પર્યાય અભેદરૂપ જ છે’ . દ્રવ્ય જે જ્ઞાયકભાવ અને નિર્મળ પર્યાય એ અભેદ છે. સ્વના આશ્રયે થયેલી તે અભેદ છે. અભેદ છે એટલે? પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ છે એમ નથી. પણ.. પર્યાય આમ.. જે ભેદરૂપ (પરસન્મુખ) એ પર્યાય આમ (સ્વસન્મુખ) થઈ તે અભેદ થઈ!

આહા.. હા! એક.. એક શબ્દના અર્થ આવા! પકડાઈ એવું છે, ભાષા તો સાદી છે પ્રભુ! પણ તું એવો છો અંદરમાં અલૌકિક ચીજ!

આહા.. હા! એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ-મોક્ષનો મારગ તે વ્યાપ્ય છે. આમ દ્રવ્યને પર્યાય અભેદરૂપ જ છે. આંહી દ્રવ્યને પર્યાય જુદા છે એ આંહી નથી સિદ્ધ કરવું. (સમયસાર) સંવર અધિકારમાં તો ઈ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે! પર્યાયનો કાળ ભિન્ન છે! દ્રવ્યનો ભાવ ભિન્ન છે!! આહા.. હા! અહીંયા તો પુદ્ગલના પરિણામથી ભિન્ન બતાવવું (છે) એવાં જે જ્ઞાનના પરિણામ થયાં તે તે જ્ઞાતાનું વ્યાપ્ય છે, જ્ઞાતા તેનો કર્તા છે!

આમાં ધરે એની મેળે સમજે તો શું એમાંથી કાઢે? એ... ભાઈ? (કર્તાપણાના) ભાવ કરે! બીજું શું? (પરદ્રવ્યનું કાંઈ કરી શકે છે?) આ કર્યું ને આ (એવા ભાવ કરે!)

ભારે કામ બાપુ આકરાં! જુઓ! પાછું શું કહે છે? ‘જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથાવ સત્ત્વ.’ જોયું? જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ દ્રવ્યનો આત્મા સ્વરૂપ! સ્વરૂપ અથવા સત્ત્વ! (એટલે) દ્રવ્યનતો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું સત્ત્વ! ફરીને વધારે લેવાય છે હો? ફરીને... વસ્તુ છે જે ભગવાન આત્મા/અત્યારે એના ઉપર લેવું છે ને... !

એનું-દ્રવ્યનું સ્વરૂપ આત્મા, સ્વરૂપ મૂળ તો આ વ્યાખ્યા કરી કે, દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ તે દ્રવ્યનું સ્વરૂપ! તે દ્રવ્યનું સત્ત્વ! આહા.. હા! સત્... સત્ પ્રભુ જ્ઞાયક! સત્દ્રવ્ય, તેનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ!! સત્નું સત્ત્વ! આહા.. હા! ‘તે જ પર્યાયનો આત્મા, પર્યાયનો ભાવ, તેજ પર્યાયનું સ્વરૂપ ને તે જ પર્યાયનું સત્ત્વ!

આહા.. હા! દ્રવ્યનું-સત્નું સત્ત્વ અને પર્યાયનું સત્ત્વ બેય એક છે. આ અપેક્ષાએ! પરનું સત્ત્વ જુદું પાડવું છે ને અત્યારે!

આહાહા! દયા-દાન-ભક્તિ-સ્તુતિનો રાગ છે તે પુદ્ગલનું-સત્નું સત્ત્વ છે! આ.. નિર્મળપર્યાય ને નિર્મળ ભગવાન (આત્મદ્રવ્ય) કે જે દ્રવ્યનો આત્મા! દ્રવ્યનો જે સ્વભાવ! તે જ સ્વરૂપે તે તેનું સત્ત્વ! તે જ પર્યાયનો આત્મા! આહાહાહા! આ એવું -ત્રિકાળીનું સ્વરૂપ એનું છે ને..! પર્યાયનો આત્મા તે ત્રિકાળીસ્વરૂપ! અને સત્ત્વ! ‘આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે’ દ્રવ્ય નિર્મળપર્યાયમાં વ્યાપે છે.

આહા... હા! કઈ અપેક્ષાનું કથન છે! (સમજવું જોઈએ ને.. !) એક બાજુ કહે છે કે પર્યાય ષટ્કારકથી પરિણમે છે તેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી!

આંહી તો.. પરથી પુદ્ગલનાપરિણામથી (જે) રાગ-દયા-દાન-વ્રતાદિ એનાથી ભિન્ન બતાવવા


Page 161 of 225
PDF/HTML Page 174 of 238
single page version

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૧ દ્રવ્યનું સ્વરૂપ છે એ પર્યાયનું સ્વરૂપ છે એમ કીધું છે. આહા.. હા! કેવી અપેક્ષા વીતરાગમાર્ગની!

એ.. ભાઈ? સમજાય છે કે નહીં ‘આ’ , ત્યાં તમારે કાંઈ સમજાય એવું નથી એક્કેય લીટી ત્યાં... (શ્રોતાઃ) સમજવા તો આવ્યા છે! (ઉત્તરઃ) વાત સાચી છે.

આહા.. હા! દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ એમ. દ્રવ્યનું સ્વરૂપ, સત્ત્વ-બેયનો, આત્મા અને પર્યાયનો ભાવ! એનું સ્વરૂપ-સત્ત્વ! આંહી... રાગના દ્રવ્ય-સત્ત્વ, એની હારે કોઈ સંબંધ નથી. સમજાણું કાંઈ...?

આહા.. હા.. હા..! ઝીણું બહુ બાપુ! વીતરાગ મારગ! સર્વજ્ઞ પરમેશ્વર.. આરે...! એને લોકાલોકનું જ્ઞાન કહેવું ઈ કહે છે વ્યવહાર છે. એ જ્ઞાન લોકાલોકને કોળિયો કરી ગ્યું! ‘પ્રવચનસારમાં’ તો આવે છે ને.. કોતરાઈ ગયું, જ્ઞાનમાં કોતરાઈ ગયું! ખોડાઈ ગયું પ્રવચનસારમાં પહેલા ભાગમાં આવે છે ને..! આ તો સમયસાર છે. પ્રવચનસારમાં છે ‘એ બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય!’ કારણ કે એ સંબંધી જ્ઞાન થયું ને...! એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું!

આહા.. હા! ‘આમ દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે’ દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયમાં વ્યાપે-દ્રવ્ય જે વસ્તુ છે ઈ પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે, ઈ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય નથી (આત્મ દ્રવ્યની) (શ્રોતાઃ) એ પુદ્ગલ છે રાગ? (ઉત્તરઃ) પુદ્ગલ!

આહા..! દ્રવ્ય-વસ્તુ પર્યાયમાં રહે-વ્યાપે છે. ‘અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે’ કાર્ય થઈ જાય-દ્રવ્ય વડે કાર્ય થાય.

આહા... હા! પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય! આવો મારગ વીતરાગનો’ . આમાં.. ક્યાં બીજે ક્યાં.. (આવું તત્ત્વ છે!) અનાર્ય દેશ, લંડનમાં!

(શ્રોતાઃ) એમાં આ સાંભળવા ય ન મળે! (ઉત્તરઃ) સાંભળવા ન મળે? સાચી વાત બાપા! અરે...! આવી વાત બાપા! પ્રભુ તું કોણ છો?

તારા દ્રવ્યનું ને પર્યાયનું સત્ત્વ એક છે, કહે છે. અને રાગનું ને પુદ્ગલનું સત્ત્વ (તારાથી) ભિન્ન છે! પુદ્ગલની હારે (એનું સત્ત્વ) ગયું! પુદ્ગલ દ્રવ્ય છે ઈ એનો આત્મા ઈ એનું સ્વરૂપ ને સત્ત્વ! એવો જ રાગ, એનું સ્વરૂપ ઈ એનો આત્મા સ્વરૂપ ને સત્ત્વ!

ધીમે... થી.. કહેવાય છે પ્રભુ! વિચાર કરવાનો વખત મળે! આહા.. હા! અરે! પરમાત્માના વિરહ પડયા, ત્રણલોકનો નાથ ભગવાન બિરાજે છે, એની ‘આ વાણી છે’ શબ્દો તો ભગવાન પાસેથી (સાંભળીને) લાવીને ‘આ’ વાણી (શાસ્ત્ર) બનાવી, (અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્યે) કહે છે ને..! કુંદકુંદાચાર્યના પેટમાં પેસીને.. આહા! ટીકા એણે કરી છે.

(કહે છે કે) ‘આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ ઈ અભિન્ન સત્તા છે, પર્યાયને દ્રવ્ય! ‘અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય’ -ભગવાન આત્માનું સત્ત્વ દ્રવ્યને પર્યાયનું સત્ત્વ છે.

પણ.. જે વ્યવહાર-રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્ત્વને સત્ તદ્ન ભિન્ન છે.


Page 162 of 225
PDF/HTML Page 175 of 238
single page version

૧૬૨ શ્રી પ્રવચન રત્નો-૧

આહા... હા.. હા! એ.. ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે બાપા! પરમાત્માની વાણી છે, ભગવાનની-તીર્થંકરદેવની...

આહા..! ‘જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મ ભાવ હોય, વ્યાપ્યવ્યાપક ભાવ વિના, કર્તાકર્મભાવ ન હોય? વ્યવહારરત્નત્રયમાં વ્યાપ્યવ્યાપકપણું આત્માનું નથી માટે તેમાં કર્તાકર્મપણું (આત્માનું) નથી.

આહા..! ‘આવું જે જાણે છે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે’ -ઈ પુદ્ગલપરિણામ-રાગ આદિ છેલ્લે (ટીકામાં) કહ્યું હતું ને...! ‘આવું જે જાણે છે તે પુદ્ગલને એટલે રાગાદિના પરિણામ પુદ્ગલ અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. ભગવાન આત્મા કર્તાને દાય દાનના ને ભક્તિના ને સ્તુતિના પરિણામ તે કાર્ય (આત્માનું) એમ જ્ઞાની માનતો નથી એમ કહે છે. ‘પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે.

‘એમ જાણતાં તે જ્ઞાની થાય છે’ આહા.. હા! (કહે છે કે) કર્તાકર્મભાવથી રહિત થાય છે.

* * *