Page 27 of 225
PDF/HTML Page 40 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૨૭
સમયસાર ગાથા-૨ અધિકાર એ ચાલે છે કે જીવ, જીવ કેને કહેવો? એનાં ઘણાં વિશેષણ આવી ગયાં છે પહેલાં (ટીકામાં)
એને ઉત્પાદ-વ્યય-ધ્રુવવાળો પણ કહ્યો છે ને ભાઈ ઈ શું કહ્યું ઈ? કે વસ્તુ છે એમાં પર્યાય બદલે છે. નવી નવી અવસ્થા થાય જૂની અવસ્થા જાય, બદલે છે ને...! ઈ બદલે છે ઈ એને નવી દશા ઉત્પન્ન થાય ને જૂની વ્યય થાય, અને વસ્તુ છે એ ધ્રુવ કાયમ રહે ઉત્પાદવ્યયધ્રુવ સહિત તે તત્વ જીવ છે. અને આમેય કહ્યું ને ગુણપર્યાયવાળું! એ વસ્તુ જે છે ગુણ એટલે ત્રિકાળ રહેનાર આ વસ્તુ જે છે આત્મા અંદર! એ ત્રિકાળ રહેનાર છે એ અપેક્ષાએ ધ્રુવ અને નવી નવી અવસ્થા પલટે છે તે પર્યાય, પર્યાય એટલે હાલત દશા. તો ગુણપર્યાયવાળું એ દ્રવ્ય છે. એ સમુચ્ચય અત્યારે જીવને સિદ્ધ કરે છે. દર્શનજ્ઞાનમય છે એમ કહ્યું. જયસેનઆચાર્યની ટીકામાં તો એવી રીતે લીધું છે. જીવ છે એ નિશ્ચયથી પોતાના જ્ઞાનને આનંદથી છે માટે નિશ્ચય જીવ! વસ્તુ છે ને...! અસ્તિ છે ને...! છે તો તેના અસ્તિ-છે એવા ગુણ છે ને...! તો આનંદને જ્ઞાન આદિ ગુણ છે, એ પ્રાણથી કાયમ જીવે ટકે માટે એને અમે જીવ કહીએ.
અને બીજી રીતે પણ લીધું કે, અશુદ્ધભાવપ્રાણ (થી) જીવે છે ને આ. ભાવ પ્રાણ! આ આયુષ્ય, મન, વચન, કાય નો યોગ આદિ છે અશુદ્ધદશા વિકારી એના પ્રાણથી જીવે છે, ટકે છે એ પણ એક અશુદ્ધ નિશ્ચયથી કહ્યું છે. અને અસદ્ભૂત વ્યવહારથી દશપ્રાણથી તે જીવે છ આ જડ નિમિત્ત છે ને આ પાંચ ઇન્દ્રિય આદિ એ જડ પર છે. એનાથી જીવે એમ અસદ્ભૂતવ્યવહારથી પણ કહેવાય.
આંહી આપણે આવ્યું છે આંહી ‘વળી તે કેવો છે?’ આંહી સુધી આવ્યું છે. છે? આ જીવવસ્તુ છે ને તત્ત્વ છે ને પદાર્થ છે. આ જેમ જડ છે, એની જેમ અસ્તિ છે તત્ત્વો! એમ ચૈતન્ય એનો જાણનારો! જાણનાર જણાય છે, એ જાણનારો જુદી ચીજ છે. એ જુદી ચીજ છે એના બધા વિશેષણો આપ્યાં છે. એ જીવ કેવો છે? એ શક્તિ અનેત્રપ અવસ્થાવાળો છે, ઉત્પાદવ્યયધ્રુવવાળો છે, દર્શનજ્ઞાનસ્વરૂપે છે, આંહી વળી તે કેવો છે? વિશેષ વાત કરે છે.
આહા... હા! ‘અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો-વળી જીવમાં અન્ય બીજાં દ્રવ્યો નથી. આ શરીર, વાણી કાંઈ જીવમાં નથી. ‘અન્ય દ્રવ્યોના’ છે ને? વિશિષ્ટ જે ખાસ ગુણો, એમ કરીને બીજી ચીજો પણ સિદ્ધ કરી. આકાશ નામનો પદાર્થ છે કે જે બધા પદાર્થને રહેવાને અવગાહન આપે. એવી એક અરૂપી ચીજ (આકાશ) છે. લાંબી લાંબી વસ્તુ સિદ્ધ કરવા જાય તો વખત જાય! આકાશ નામનો એક પદાર્થ છે. એનો ગુણ અવગાહન છે. અવગાહન એટલે? એમાં બીજા પદાર્થો રહે એવા ગુણને અવગાહન કહે છે. તો ઈ અવગાહન ગુણ આકાશનો છે. એ આત્માનો નથી એમ સિદ્ધ કરવું છે. અહા...! છે? મૂળ વાત છે શરૂઆતના શ્લોકો જ ઝીણાં છે!
‘દ્રવ્યોના જે વિશિષ્ટ (ખાસ) ગુણો- અવગાહન-ગતિ-સ્થિતિ’ ધર્માસ્તિકાય નામનું તત્ત્વ છે જડ-ચેતન ગતિ કરે તેમાં એ ધર્માસ્તિ તત્ત્વ નિમિત્ત છે. અધર્માસ્તિ (કાય) છે. જીવ ને જડ સ્થિર રહે પોતાની
Page 28 of 225
PDF/HTML Page 41 of 238
single page version
૨૮ શ્રી પ્રવચન રત્નો-૧ શક્તિથી, એમાં નિમિત્તરૂપે જે દ્રવ્ય છે એને અધર્માસ્તિકાય કહે છે.
‘વર્તનાહેતુપણું’ કાળદ્રવ્ય એક છે. અસંખ્ય કાલાણુ છે જે દરેક પદાર્થ બદલે છે- પરિણમે છે એમાં નિમિત્તરૂપ જે છે, એને કાળદ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા બહુ મોટી! છે? ‘અને રૂપીપણું’ વર્તનાહેતુપણું તે કાળ અને રૂપી તે આ જડ - આ શરીર, વાણી, પૈસા રૂપી છે, જડ છે. (તેમાં) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. રૂપીપણું તે જડનો ગુણ છે. એ ગુણ આત્મામાં નથી.
આહા...! ‘તેમના અભાવને લીધે’ બીજાં દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. આહા.. આરે આવી વાતું છે! તત્ત્વની વસ્તુ બહુ મોંધી પડી ગઈ. લોકોને અભ્યાસ ન મળે! અને બહારમાં રોકાઈ ગ્યા! મૂળ ચીજ શુ છે ચૈતન્યવસ્તુ, એનાથી બીજાં પાંચ પદાર્થ ભિન્ન છે. એ પાંચ પદાર્થના જે ખાસગુણ છે એ ગુણોનો આમાં (આત્મામાં) અભાવ છે. છે?
‘રૂપીપણું- તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્ભાવને લીધે’ એનો તો ચૈતન્ય-જાણવું-દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્યસ્વભાવ છે. ચેતનનો-આત્માનો ચૈતન્યસ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણોનો એમાં અભાવ છે. પોતાના ગુણોનો એનામાં સદ્ભાવ છે.
આહા... હા! ‘ચૈતન્યરૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ- એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે’ ચૈતન્યવસ્તુ એ જગતના પાંચ પદાર્થથી ભિન્ન છે. એનાથી એ ભિન્ન જુદો છે.
આહા...! એ રૂપે-શરીરરૂપે નથી, વાણી રૂપે નથી, કર્મરૂપે નથી, આકાશને ધર્મ-અધર્મરૂપે પણ આત્મા નથી. આહા... હા! ઘણું શીખવું પડે! અનાદિકાળની વાસ્તવિક ચીજ શું છે! અને ઈ કઈ રીતે રખડે છે અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય? એ ચીજો કોઈ અલૌકિક છે.
આહા...! આંહી કહે છે બીજાં દ્રવ્યોના જે ગુણો છે એનો આત્મામાં અભાવ છે. ‘એ પાંચ દ્રવ્યોથી તે ભિન્ન છે’ કેમકે એનાં ગુણો આમાં નથી તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. ‘આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.’ એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે, વેદાંત! સર્વવ્યાપક એક આત્મા વેદાંત માને છે એનું નિરાકરણ થયું.
એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણવાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં (આત્મામાં) નથી, તે તે દ્રવ્યરૂપ આત્મા નથી, ન્યાયથી લોજિકથી તો વાત કહે છે પણ હવે અભ્યાસ નહીં ને... શું થાય?
આહા...! બહારમાં ધરમને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધાં લોકોને. તત્ત્વ અંદર શું ચીજ છે અસ્તિપણે મૌજુદગી ચીજ અંદર અનાદિ અનંત છે. અને તે પોતાના ગુણવાળી-શક્તિવાળી છે. તે બીજાના ગુણવાળી નથી તેથી તે બીજાં દ્રવ્યોનો તેમાં અભાવ છે.
આહા... હા! ‘વળી તે કેવો છે?’ છેલ્લો બોલ હવે. ‘અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ રહેવા છતાં’ શું કહે છે? ભગવાન આ ચેતનવસ્તુ જાણન-દેખન, બીજાં અન્ય- અનેરાં દ્રવ્યો એક જગ્યાએ રહેલાં છે. જુઓને આ શરીર આંહી છે, વાણી આંહી છે, આત્મા આંહી છે, બીજાં
Page 29 of 225
PDF/HTML Page 42 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૨૯ તત્ત્વો પણ આંહી છે. એવા એક જગ્યાએ આત્મા અને બીજાં પદાર્થો રહેલાં હોવા છતાં... છે? ‘એકક્ષેત્રાવગાહ (એટલે) એક ક્ષેત્રમાં રહેલાં છતાં પણ ‘પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી’ પોતે પોતાના સ્વરૂપથી છૂટતો નથી કદિ. એ ચૈતન્યસ્વરૂપ છે જાણન-દેખન જેનું સ્વરૂપ છે. બીજાં અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગાં રહેવા છતાં પોતાના ચૈતન્યસ્વરૂપથી તે છૂટતો નથી.
આહા... હા! ઝીણી વાતું ઘણી ભાઈ! હજી તો કહેવું છે પછી સ્વસમય ને પરસમય એનું. આંહી તો હજી ‘જીવ’ આવો છે એટલી વાત સિદ્ધ કરે છે.
આહા... હા! ‘છતાં પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય-સ્વભાવરૂપ છે’ જાણક્સ્વરૂપ વસ્તુરૂપે, સત્રૂપે, શાશ્વત-શરૂઆત નહીં આદિ નહીં અંત નહીં ચૈતન્યસ્વરૂપ જેનો ગુણ છે. એવો આત્મા અનાદિથી છે.
‘છે’ એને આદિ ન હોય, ‘છે’ એનો નાશ ન હોય. ‘છે’ ઈ પોતાના ગુણથી ખાલી ન હોય આ તો મહાસિદ્ધાંતો છે બધા!! ટંકોત્કીર્ણ એટલે જેવો છે એવો અનાદિથી ચૈતન્ય સ્વભાવી છે. ‘આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો’ વસ્તુસ્વભાવ છે તે આમ હોય એમ બતાવ્યું ‘આવો જીવ નામનો પદાર્થ સમય છે’ સમુચ્ચય વાત કરી. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ અને ચૈતન્યગુણવાળું તત્ત્વ! એનાથી બીજાં તત્ત્વો બીજાં ગુણવાળા-એ ગુણોનો આમાં અભાવ છે માટે તે દ્રવ્યનો પણ એમાં અભાવ છે. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વ ચૈતન્યગુણથી કોઈ દિ’ છૂટતો નથી. પરરૂપે થતો નથી ને સ્વપણું છોડતો નથી.
આહા... હા! શરીર, શરીરપણે રહ્યું છે એ શરીર આત્માપણે થતું નથી, અને શરીરનો શરીરપણાથી અભાવ થતો નથી. એમ આત્મા, આત્માપણે રહે છે એ શરીરપણે થતો નથી, પોતાના સ્વભાવથી રહિત થતો નથી. છે તો લોજિકથી પણ ઝીણું બહુ બાપુ! અત્યારે તો... દોડ ચાલે એકલી... મારગ ઝીણો બહુ બાપુ! જનમ-મરણ રહિત થવાનો મારગ-પંથ, બહુ અલૌકિક છે!
હવે આવો જે જીવ! ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન’ શું કહે છે હવે! આત્મામાં કેવળજ્ઞાન જયારે ઉત્પન્ન થાય છે- પૂર્ણ જ્ઞાન! કેમકે પૂરણજ્ઞાનસ્વરૂપ પ્રભુ (આત્મા) છે. જ્ઞાનસ્વરૂપ કીધું ને... ચૈતન્યસ્વરૂપ છે. તો ચૈતન્યસ્વરૂપ છે તો પૂરણ ચૈતન્યસ્વરૂપ છે. અને પૂરણચૈતન્યસ્વરૂપ છે એટલે સર્વજ્ઞસ્વભાવી ચૈતન્યસ્વરૂપ છે. એનું જેણે ધ્યાન કરીને જેની દશામાં કેવળ જ્ઞન! એકસમયમાં ત્રણકાળ, ત્રણલોક જણાય. એવું જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
‘એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદયં થવાથી’ આહાહા...! એટલે શું કહે છે? ચૈતન્યસ્વરૂપ જે અંદર છે એ આ શરીર, વાણીથી જુદો! ભેદજ્ઞાન! અને પુણ્યને પાપના વિકલ્પની વૃત્તિઓ-રાગ-દ્વેષ એનાથી જુદો! એવું રાગને પરથી ભેદજ્ઞાન પ્રગટ થવાથી, પરથી જુદું પાડવાની ભેદજ્ઞાનની કળા પ્રગટ કરવાથી એક તો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું, બીજાં દ્રવ્યો સિદ્ધ કર્યા, બીજાં દ્રવ્યોની ગુણો નથી એમાં (આત્મામાં માટે) બીજાં દ્રવ્યો પણ એમાં નથી. અને પોતાનો ચૈતન્યસ્વભાવ છે. એક જગ્યાએ બધાં તત્ત્વો રહ્યાં હોવા છતાં પોતાના સ્વભાવને તે છોડતો નથી.
હવે એ સ્વભાવની પ્રાપ્તિ પૂરણ જયારે થાય છે તેને કેવળજ્ઞાન-સર્વજ્ઞજ્ઞાન કહે છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પોરી તીખાશ ભરેલી છે. છોટી પીપર-લીંડીપીપર, કદે નાની રંગે કાળી, પણ એનો
Page 30 of 225
PDF/HTML Page 43 of 238
single page version
૩૦ શ્રી પ્રવચન રત્નો-૧ તીખો સ્વભાવ ચોસઠપોરો છે. તેથી ચોસઠ પ્હોર ઘૂંટવાથી ચોસઠ પંહોરી તીખાશ બહાર આવે છે. લીંડીપીપરમાંથી... પણ ઈ અંદર પૂરણતીખાશ હતી. ઈ ચોસઠ પ્હોરી શક્તિ, ચોસઠપ્હોરી એટલે રૂપિયો! સોળ આના, ૬૪ પૈસા. એ લીંડીપીપરમાં પણ ચોસઠપ્હોરી એટલે પૂરણ તીખાશ હતી એટલે ઘૂંટવાથી હતી તે બહાર આવી છે. લાકડાને અને કોલસાને ચોસઠપ્હોર ઘૂંટે તો ચોસઠપ્હોરી તીખાશ નહિ બહાર આવે કારણકે એમાં તે છે નહીં. પણ આ પીપરમાં તો (તીખાશ) છે. છે ચોસઠપ્હોરી રૂપિયેરૂપિયો પૂરણ. લીલો રંગ અને તીખાશની પૂર્ણતા એ એક-એક પીપરના દાણામાં પડી છે. તો... છે ઈ બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે.
એમ ભગવાન આત્મા, એનામાં સર્વજ્ઞસ્વભાવ શક્તિ છે. સર્વજ્ઞ કહો કે પૂરણજ્ઞાન કહો ચોસઠપ્હોરું એટલે પૂરણજ્ઞાન કહો. આહા... હા! (લીંડી) પીપરની વાત બેસે પણ આ વાત...! પૂરણજ્ઞાન અંદર છે (આત્મામાં) ચોસઠપ્હોર એટલે રૂપિયે ૧ રૂપિયો સોળઆના. એવા પૂરણજ્ઞાનનેપૂરણઆનંદ સ્વરૂપ પ્રભુને જયારે એક વર્તમાનમાં કેવળજ્ઞાન થાય છે. ત્રણકાળ-ત્રણલોકને જાણનારું જ્ઞાન, ‘એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ આહા...! હા! ભાષા જુઓને કેટલું સ્પષ્ટ કર્યું છે!
આવા બધા સિદ્ધાંતો... ભારે! આ તો કોલેજ છે. અધ્યાત્મનું પહેલું જાણવું હોય, તો આ સમજાય કે જેમ એ પીપરમાં ચોસઠપ્હોરી તીખાશ ભરી છે તો એ ઘૂંટવાથી છે તે બહાર આવે છે, એમ આત્મામાં સર્વજ્ઞસ્વભાવ, જ્ઞસ્વભાવ પૂરણ પડયો છે એને દયા-દાનના વિકલ્પને શરીર, વાણીથી ભિન્ન-જુદો કરતાં, જુદો પાડતાં, ભેદ-જ્ઞાન કરતાં એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી, પરથી જુદો પાડી, સ્વમાં એકાગ્ર થતાં એ લીંડીપીપરમાં જેમ વર્તમાનમાં કાળપ અને અલ્પ તીખાશ છે એને ઘૂંટવાથી અલ્પ તીખાશને જૂદી પડતાં અને અંદર તીખાશ પૂરી ભરી છે તે પ્રગટ થતાં, ભરી છે ઈ પ્રગટ થતાં એમ આત્મામાં રાગ ને દયા-દાનને-વિકલ્પ જે પુણ્ય-પાપના કે શરીરના, એનાથી જુદો પાડતાં, એમાં પૂરણસ્વરૂપ ભર્યું છે એમાં એકાગ્ર થતાં, તે કેવળજ્ઞાન એટલે પરમાત્મ દશા-મોક્ષદશા તેને ઉત્પન્ન થાય છે.
આહા... હા! મોક્ષની દશાનો ઉત્પન્ન થવાનો ઉપાય કે રાગઆદિ વિકલ્પ છે તે દુઃખરૂપ છે એનાથી મુક્ત થવું અને સ્વભાવની પૂરણતામાં એકાગ્ર થવું એ દુઃખથી મુક્ત થવું તે નાસ્તિ અને તેના સ્થાનમાં અતિન્દ્રીયજ્ઞાન પ્રગટ થવું તે અસ્તિ!
શબ્દો પણ એકે એક ઝીણાં છે! ખબર છે દુનિયાની બધાંની ખબર છે! આ માલ જુદી જાતનો છે ભાઈ!
આહા... હા! ‘કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી, ભાષા છે ને...! ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન.’ પૂરણજ્ઞાન જયારે પ્રગટ થાય છે. આત્મામાં ત્યારે ઈ સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે. પહેલો તો ઈ સિદ્ધાંત સિદ્ધ કર્યો! બીજો... એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ થવાથી’ આહા... હા! વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થશે એમ ન આવ્યું એમાં ભઈ... એ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા એવા વ્યવહાર સદ્આચરણ કરો એ કરતા સર્વજ્ઞપણું-મોક્ષ થશે એમ નથી.
Page 31 of 225
PDF/HTML Page 44 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૩૧
આહા... હા! એનાથી ભિન્ન પાડતાં અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતાં, આમાંથી ખસતાં અને આમાં વસતાં આહાહા! ‘પરથી ખસ, સ્વભાવમાં વસ એ ટૂંકું ટચ, એ તારે માટે બસ!’ આકરાં સિદ્ધાંતો છે બાપુ! એ આંહી કહે છે પરથી ખસ. ભેદ કર! રાગ ચાહેતો દયા-દાનનો હો પણ એનાથી ભેદ-ભિન્ન કર અને સ્વરૂપ જે છે તેમાં વસ! એકાગ્ર થા... તો તે ભેદજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કે જે કેવળજ્ઞાન સર્વ પદાર્થને જાણનારું છે એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
આહા... હા! જેમ ચોસઠપ્હોરી તીખાશમાંથી, ચોસઠપ્હોરી તીખાશ બહાર આવે છે એમ અંદર સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થતાં, રાગથી ભિન્ન પડતાં, સર્વજ્ઞ સ્વભાવ શક્તિરૂપે છે એ અવસ્થામાં પર્યાયમાં પ્રગટરૂપે થાય છે. સમજાણું કાંઈ?
આવી વાત છે ભાઈ! લોકો તો ક્યાંય બહારમાં મથ્યા (કરે છે) ભગવાનની ભક્તિ કરીને ઈશ્વરની ભક્તિ કરી ને થઈ જાય? હવે ઈશ્વરની ભક્તિ કરે ઈ તો રાગ છે. અને તારો માલ ત્યાં ક્ય ાં છે કે ત્યાંથી આવે? તારો તો આંહી પડયો છે અંદર! જે કંઈ પ્રગટ કરવાની તારી ધર્મદશા-શાંતદશા પ્રગટ કરવાની તને ભાવના હોય, તો ઈ ત્યાં છે ઈ શાંતદશા! તારી શાંતદશા ક્યાં ભગવાન પાસે છે? તારી શાંતદશા પ્રગટ કરવાનું ભરેલું સ્થાન તારું તત્ત્વ અંદર છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. ‘છે’ એમાંથી આવશે. ભગવાન પાસે છે ઈ એની છે. સમજાણું કાંઈ...?
આહા... હા! ઈ બે લીટીમાં તો ઘણું છે!! આવો જે જીવ વર્ણવ્યો, જવ કહેતાં આત્મા છે. ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ’ આહા... હા... હા! પ્રભુઆત્માને જયારે કેવળજ્ઞાન થાય છે-એકલું જ્ઞાન પ્રગટ હોય છે. વિકાર નહીં, અલ્પજ્ઞતા નહીં. પૂરું (પૂર્ણ) જ્ઞાન થાય છે આત્માને જયારે, એ કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાન, સર્વ પદાર્થના સ્વભાવને જાણવા સમર્થ છે. એ કેવળજ્ઞાન, અને પરદ્રવ્યથી ભિન્ન આત્માને કરતાં, જેમાં ઈ જ્ઞાન પણું પૂરું ભર્યું છે તેમાં એકાગ્ર થતાં, પરથી એકાગ્રતા છૂટતાં, સ્વમાં એકાગ્રતા કરતાં, એ ભેદજ્ઞાનની જ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આહા... હા! ભેદજ્ઞાન કહો કે મોક્ષમાર્ગ કહો, કેવળજ્ઞાન કહો કે મોક્ષ કહો. આહા...! કેટલું યાદ રહે આમાં? બધું અજાણ્યા જેવું લાગે બધું! બાપુ! મારગ કોઈ જુદો છે ભાઈ! ધરમ, એ ધરમ પ્રગટ થવો, ધરમ એટલે આત્માની શાંતિ! વીતરાગતા! નિર્દોષતા! સ્વચ્છતા! એ પ્રગટ થવું એ ક્યાંથી પ્રગટ થાય? કહે છે કે પરથી હઠી, પરથી જુદું પાડી અને જેમાં એ શક્તિઓ પડી છે તેમાં એકાગ્રતા થતાં, એ સ્વચ્છતાથી ભરેલો ભગવાન છે, એ અતીન્દ્રિયજ્ઞાનથી પૂરો ભર્યો છે પ્રભુ! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો ભગવાન છે.
જે વસ્તુ હોય તેનો સ્વભાવ અપૂર્ણ ન હોય. પૂરણ સ્વભાવથી ભરેલો ભગવાન! (આત્મદ્રવ્ય) એમાં એકાગ્ર થવાથી, અને પરથી ભિન્ન પડવાથી/પરથી નાસ્તિ ને સ્વથી અસ્તિ એમાં એકાગ્રતા, એવું જે ભેદજ્ઞાન એ મોક્ષ નામ પૂરણજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ છે.
આહા... હા! આમાં હવે નવરાશ કેદિ’ મળે! આખો દિ’ ધંધા... પાણી! બાયડી-છોકરાં સાચવવાં, ધંધા કરવા, એમાં ધરમ તો નહીં પણ પુણ્યનાં ય ઠેકાણાં નહીં. કે બે-ચાર કલાક સત્ય આવી
Page 32 of 225
PDF/HTML Page 45 of 238
single page version
૩૨ શ્રી પ્રવચન રત્નો-૧ ચીજ છે એને વાંચવી-વિચારવી-સાંભળવી, એવો વખત ન મળે! ભાઈ?
આંહી તો એકદમ ભગવાન આત્માને સિદ્ધ કરી ‘जीवो’ આવો, આવો છે ગુણપર્યાયવાળો, ઉત્પાદ-વ્યય-ધ્રુવવાળો, દર્શનજ્ઞાનજ્યોતિ, એ જીવ (અને) બીજાં તત્ત્વો છે. બીજા તત્ત્વો ન હોય તો બીજાં તત્ત્વોને લક્ષે વિકાર થાય એ વિકાર ન હોય. પોતાના સ્વભાવના આશ્રયે વિકાર ન થાય. કેમકે સ્વભાવમાં વિકાર છે નહીં. એથી જે વિકાર થાય છે પુણ્ય-પાપનો, એ પરદ્રવ્યના લક્ષે થાય છે. તેથી પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણોનો જેમાં અભાવ છે એટલે એને પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાનું છે નહીં.
આહા... હા! તારામાં જ ભરેલા/ઈ પીપરમાં જેમ લીલોરંગ ભરેલો છે, કાળારંગનો નાશ થઈને એ લીલો પ્રગટ છે, અંદર ભર્યો છે. લીલો (રંગ) બહારથી કાંઈ આવતો નથી. લીલી થાય છે ને આ પીપર...! લીલો રંગ! એમાં પડયો છે ઈ બહાર આવે છે.
એમ પ્રભુ આત્મામાં લીલો નામ અનંતજ્ઞાન અને તીખો નામ અનંતઆનંદ અનંત વીર્ય, અનંત દર્શન, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી શક્તિથી ભરેલું જીવતત્ત્વ છે! એને કેવળજ્ઞાનને મુક્તિપ્રાપ્ત કરનારને પરદ્રવ્યથી ભિન્ન પાડીને, પોતાના પૂરણ સ્વભાવમાં, (પૂર્ણ) પર્યાય પ્રગટ કરવા માટે, પોતાના પૂરણસ્વભાવમાં એકાગ્ર થતાં તે ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે) ઈશ્વરની ભક્તિ ને કરોડોના દાન ને માળા જપે-માળા એ બધું તો શુભ રાગ છે- વિકલ્પ છે એનાથી ભેદ પાડે જુદુ પાડે, કેમકે સ્વરૂપમાં એ રાગ નથી સ્વરૂપ તો જ્ઞાન દર્શનને આનંદથી ભરેલું છે.
આહા... હા! ‘સર્વ પદાર્થોના સ્વભવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન’ એ કેવળજ્ઞાનની સિદ્ધિ કરી. કોઈ એમ કહે કે ત્રણકાળનું જ્ઞાન થાય નહીં આત્માને... સર્વ પદાર્થોના સ્વભાવને જાણવાની શક્તિ આત્મામાં છે જ નહીં, એને આંહી જૂઠ્ઠો ઠરાવ્યો છે.
આહા... હા! ભાઈ...! ખરેખર તો તારો જ્ઞસ્વભાવ છે ને ‘હા’ - જાણવું’ એ સ્વભાવ છે ને...! ઈ કોનો સ્વભાવ છે? શરીરનો? રાગનો? કર્મનો? ઈ તો ‘જાણવું’ ચૈતન્યનો સ્વભાવ છે, આત્માનો (સ્વભાવ છે) જેનો જે સ્વભાવ છે એ જ્ઞસ્વભાવ એ અપૂર્ણ ન હોય. એનો સ્વ.. ભાવ છે પોતાનો ભાવ, એ અપૂર્ણ ન હોય, વિપરીત ન હોય. એ પૂરણસ્વરૂપ છે!! એ પૂરણ શક્તિરૂપે પૂરણસ્વરૂપ છે. એને... રાગ-દયા-દાનના વિકલ્પોથી જુદો પાડી કેમકે પૂરણ થવાની શક્તિ એનામાં (રાગાદિમાં) નથી, રાગમાં-વ્યવહારમાં, પૂર્ણ થવાની શક્તિ તો સ્વભાવમાં છે. એથી સ્વભાવમાં એકાગ્ર થતાં ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અને રાગની-પુણ્યપાપની ક્રિયાથી ભિન્ન પડતાં, જે સર્વજ્ઞસ્વભાવ, સર્વપદાર્થના સ્વભાવને પ્રકાશવાં સમર્થ છે, તે ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન થાય છે.
આહા... હા! આમાં કેટલું યાદ રાખવું! બધા નવા સિદ્ધાંત લાગે! નવા નથી બાપુ! તારું સ્વરૂપ જ એ છે. તેં જાણ્યો નથી તને! એ ચીજ અત્યારે બધી ગૂમ થઈ ગઈ છે. ઈ હવે બહાર આવે છે!
આહા... હા! ભાઈ... તું કોણ છો? જેમ પીપર ચોસઠપ્હોરી એટલે રૂપિયે રૂપિયો સોળઆના! સોળઆના એટલે ચોસઠ પૈસા કહો કે રૂપિયો કહો (પૂરણ) સ્વભાવથી ભરેલી વસ્તુ છે એમ આ ભગવાન આત્મા વસ્તુ છે એ સોળઆના નામ પૂરણ જ્ઞાનને આનંદથી ભરેલી શક્તિવાળું તત્ત્વ છે. એ શક્તિમાં એકાગ્ર થતાં/જ્યારે એ શક્તિમાં એકાગ્ર થવું છે ત્યારે પરથી ખસી જવું છે, પરતરફથી ભિન્ન પડયા વિના,
Page 33 of 225
PDF/HTML Page 46 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૩૩ સ્વમાં એકાગ્ર થવાય નહીં... આહા! અને સ્વમાં એકાગ્ર થયા વિના, સ્વમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થયા વિના એની દશામાં પરિપૂર્ણ જ્ઞાનને પરિપૂર્ણ આનંદ કોઈ દિ’ પ્રગટ ન થાય. સમજાણું કાંઈ...?
એ ભાઈ? આવી વાતું છે! ‘છે’ દુનિયાને એવું લાગે એવું છે! પાગલ જેવું લાગે એવું છે. આખી લાઈન ફેર! હેં? આખો મારગ ફેર છે બાપુ! તને ખબર નથી ભાઈ! અનંતકાળનો અજાણ્યો મારગ! એને આંહી જાણવાનું કહીને, પૂરણની પ્રાપ્તિ એનાથી થશે. પૂરણ પરમાત્મા દશા-જનમ- મરણસહિત દશા એ રાગથી ભિન્ન, અને પૂરણ સ્વભાવમાં એકાગ્રતા એનાથી થશે.
આહા... હા! માણસો તો કંઈક માને ને કંઈક માને! એમ અજ્ઞાની અનાદિથી ભ્રમણામાં પડયા, પરિભ્રમણ કરી, ચોરાશીના અવતાર, કાગડાના ને કૂતરાંના અવતાર કરી-કીરને, માંડ માંડ માણસપણું મળ્યું હોય, એમાં જો આ રીતે નહીં સમજે, પાછા ઈ ના ઈ દોષે અવતાર છે!
આહા... હા! આંહી તો ઈ અવતારનો અભાવ કરવાની રીત બતાવે છે! કે જેમાં ઈ ભવ ને ભવનો ભાવ જેના સ્વરૂપમાં નથી, જેના સ્વભાવમાં તો પરિપૂર્ણ જ્ઞાનઆનંદ છે. આહાહા! ભાઈ તું વસ્તુ છો! વસ્તુ છે તેમાં શક્તિ અને ગુણો વસેલાં-રહેલાં છે. એ શક્તિ-ગુણ વિનાની ચીજ હોઈ શકે નહીં. અને એ શક્તિને ગુણ પરિપૂર્ણ-આનંદજ્ઞાનાદિ પરિપૂર્ણ શક્તિ છે. તો... જે તારી ચીજમાં નથી એવા આ શરીરવાણીમન, પુણ્ય-પાપના ભાવ, એનાથી જુદો પડી અને તારામાં જે પુરણ પડયું છે તેમાં એનો આદર કરી, તેમાં એકાગ્ર થઈ, તને તારી દશામાં કેવળજ્ઞાન મુક્તદશા, દુઃખથી મુક્ત અને આનંદને જ્ઞાનથી (પરિપૂર્ણ) દશા થશે તારી.
આહા... હા! બે લીટીમાં તો બહુ ભર્યું છે! એકલા સિદ્ધાંતો છે! આહાહા! ‘જયારે આ જીવ’ એમ કીધું ને... જીવની વ્યાખ્યા તો (પહેલાં) કરી. હવે જયારે આ જીવ હવે પોતે કરે ત્યારે! કો’ ક કરી દે ને કો’ ક કરાવી દે ને? એમ છે નહીં. આહા... હા! ‘જયારે આ આત્મા, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન-સર્વજ્ઞજ્ઞાન’ એ પૂરણજ્ઞાન પ્રગટ કરે તો એનો અર્થ છે કે અંદર પૂરણ જ્ઞાન છે. આહા... હા! અંદર કેવળ... એક... કેવળ એક જ્ઞાનસ્વરૂપ જ પ્રભુ છે. આહા...! અસ્તિ ચૈતન્યસ્વરૂપ પૂરણ, જ્ઞાનને આનંદથી પૂરણ છે. તે ચીજમાં જેને એનો આદર કરવો હોય, એને રાવાદિનો આદર છોડી દેવો, એટલે એનાથી ભિન્ન પડવું. આહા... હા! ચાહે તો દયા-દાન-વ્રતને ભક્તિ-પૂજા (ના ભાવ) હો! એ પણ એક રાગ છે વિકલ્પ છે વૃત્તિ છે. (શ્રોતાઃ) આ સાંભળવું ય રાગ? (ઉત્તરઃ) ઈ એ રાગ છે ને કહેવું ઈ એ રાગ છે.
આહા... હા! આ તો... જનમ-મરણ રહિત થવાની વાતું છે પ્રભુ! જનમ-મરણને ચોરાશીના અવતાર કરી-કરીને અનંતા અવતાર કર્યાં! વસ્તુ છે ને પોતે! તે રહી ક્યાં અત્યાર સુધી? છે તો છે આત્મા. એ રહી ચાર ગતિ રખડવામાં રહી અત્યારસુધી આ કાગડામાં ને કૂતરામાં ને ભવ કરી-કરી નરકનાને નિગોદના ને મનુષ્યના અને એક ગતિમાં ગમે ત્યાં જાય દુઃખ જ છે! દુઃખ જ છે સ્વર્ગ હોય તો છે પરાધીનતા અબજોપતિ, આ શેઠિયાવ ધૂળના ધણી! એ બધા દુઃખી બચારા છે. આહા... હા... હા! દુઃખી છે બિચારાં!
(શ્રોતાઃ) પૈસા જોઈએને બિચારા! (ઉત્તરઃ) પૈસા જોઈએ છે ને એને! આત્મા જોતો નથી એને
Page 34 of 225
PDF/HTML Page 47 of 238
single page version
૩૪ શ્રી પ્રવચન રત્નો-૧ આ ધૂળ જોઈએ છે. આ લાવો... આ લાવો... આ મારું એ માગણ ભિખારી છે. અંદરમાં અનંતજ્ઞાનને અનંતઆનંદ ભર્યો છે. એવી લક્ષ્મીવાળો પ્રભુ છે અંદર. એની પાસે જાતો નથી! જ્યાં મળે એવું છે ત્યાં જાતો નથી. જેમાં આવે એવું નથી ત્યાં જઈને માગ્યા કરે છે. અને તે પણ પૈસા આવે તો એની પાસે આવતો નથી. એની પાસે તો મમતા આવે છે કે પૈસા આવ્યા તે મારા! મમતા (છે) પૈસો, પૈસામાં રહે છે જડમાં આહા... હા... હા! આ તો એવી ચીજ છે! વસ્તુ છે ને...! આંહી પુરણજ્ઞાન પ્રગટ કરવાનો ઉપાય કહે છે ને...! પૂરણજ્ઞાન પ્રગટ કરવાની સમયની દશા એવી તો અનંતીશક્તિ જેનામાં હોય, એમાં અકાગ્ર થાય તો કેવળજ્ઞાન થાય. એ કેમકે કેવળજ્ઞાન એક જ પર્યાય એકસમયે આવે તે બીજું શું થાય? આહા.. હા! એક સેકન્ડના અસંખ્યભાગમાં-નાનામાં નાના સૂક્ષ્મ કાળમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી એની શક્તિ પર્યાયમાં પ્રગટ થાય, એને કેવળજ્ઞાન કહે છે દશામાં છે કેવળજ્ઞાન. એવી તો અનંતી-અનંતી શક્તિઓ અંદરમાં પડી છે (આત્મામાં) જો એક જ પર્યાય બહાર આવી ને ખાલી થઈ જાય એવું હોય તો તો ખલાસ થઈ જાય પછી શું રહ્યું! એમ કોઈ દિ’ બને નહીં.
આહા... હા! સત્યના સિદ્ધાંતો બહુ કઠણ છે બાપુ! આહા... હા! અત્યારે તો લોકોએ, ગુરુ એ ને ધરમના ગુરુઓએ કંઈકનું કંઈક ચલાવીને ચલાવી માર્યું છે! (અમને) બધી ખબર છે દુનિયાની!
આહા... હા! સત્ પ્રભુ! ... ‘છે’ અને જે ‘છે’ ઈ શક્તિ વિનાનો ન હોય, એટલે એના ગુણ વિનાનો-સ્વભાવ વિનાનો ન હોય. જેમ ‘છે’ એમ એના ગુણો પણ, શક્તિ પણ ત્રિકાળ છે. જેમ દ્રવ્ય પૂરણ છે એમ એનાં ગુણો પણ પૂરણ છે. એવો ભગવાન આત્મા,
આહા...! અરે, એને કેમ વિશ્વાસ બેસે?! આંહી પાંચ-પચાસ હજાર પૈસા મળે ત્યાં રાજી-રાજી થઈ જાય! છે ધૂળ... એમાં...!
મૂઢ છે તેથી ખુશી થાય. મૂઢ છે ને મૂઢ! સાધારણ કોને કહેવું? પ્રભુતો અંદર આનંદથી ભરેલો છે. એની લક્ષ્મીનો પાર નથી! અમાપ ને અમાપ... અમાપને... અપરિમિત! અપરિમિત નામ મર્યાદા જેમાં નથી એવો સ્વભાવ છે બાપુ! જે સ્વભાવ હોય એને મર્યાદા હોય નહીં. એ શું? આહા...!
એવું જે આત્મતત્ત્વ! જેમાં અપરિમિત, મર્યાદા વિનાના સ્વભાવ ને શક્તિઓ પડી છે. એનો વિશ્વાસ લાવી અને પુણ્ય-પાપના ભાવ અને એનાં ફળ બહારનાં એનો વિશ્વાસ ઊઠાડી દઈ આહાહા... હા! એમાં હું નથી, એમાં મને કંઈ લાભ નથી આહા... હા! અને જેમાં હું છું તેનાથી મને લાભ છે, એવો પોતાનો સ્વભાવ સ્વભાવવાન જેમ છે અનાદિ... એમ એનો સ્વભાવ, સ્વભાવવાન હોય ને સ્વભાવ ન હોય? સાકર હોય ને ગળપણ ન હોય? એમ બને?
એમ આત્મા સ્વભાવવાન છે અને એનો સ્વભાવ અનંદ ને જ્ઞાનનો (ન હોય) એમ બને નહીં ત્રણકાળમાં! આહા... હા! અને જેનો સ્વભાવ છે એ પરિપૂર્ણ છે. સ્વ... ભાવ! પોતાનો ભાવ, પોતાનું સત્ત્વ, પોતાની શક્તિ, પોતાનો ગુણ પોતાનો સ્વભાવ! આહા...! એવા આત્મામાં એકાગ્ર થવાથી અને રાગને શરીરની ક્રિયાથી ભિન્ન પડવાથી એને કેવળજ્ઞાનજ્યોતિ સર્વપદાર્થને પ્રકાશવામાં સમર્થ એવી પ્રગટ થાય છે.
ઓલા-શુભરાગ! દયા-દાન ને વ્રત શુભરાગ! વૃત્તિ ઊઠે છે વૃત્તિ, વિકલ્પ એ રાગ છે.
Page 35 of 225
PDF/HTML Page 48 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૩પ આહા...! એનાથી ભિન્ન પડતાં, સ્વરૂપમાં અભિન્નતા થતાં ‘પરથી વિભક્ત ને સ્વથી એકત્વ’ ત્રીજીગાથામાં કહેશે. આહા... હા! સમજાણું કાંઈ...?
હવે આમાં દેવ-ગુરુ-શાસ્ત્રથી ય મળે એવું નથી એમ આંહી આવ્યું આંહી તો! કેમકે જે આ ગુણો છે ઈ એમાં નથી. અને એના ગુણો જે છે ઈ આમાં નથી. તો... જ્યાં ગુણ છે ત્યાં જાય તો વસ્તુ મળે! આ ગુણો ત્યાં નથી, એની પાસે.
(શ્રોતાઃ) ભલે એના ગુણો એની પાસે નથી પણ બતાવનાર તો જોઈએ ને? (ઉત્તરઃ) બતાવનાર જોઈએ પણ ‘જાણનારો જાણે’ ત્યારે બતાવનારે બતાવ્યું એમ કહેવાય ને...! ‘એ આ નળિયાં સોનાના થયા લ્યો! (લોકો) સવારમાં નથી કહેતાં? કહેવતમાં કહે છે. સૂરજ ઊગી ગ્યોને ઓલો ઊઠે નહીં. ઓલા નળિયાં ધોળાં થઈ ગ્યા હોય ને સૂરજ ઊગ્યો’ તો... (શ્રોતાઃ) એ તડકો થયો હોય! (ઉત્તરઃ) એ તડકો થયો તો નળિયાં સોનાના થયાં તો તે જુએ એને કે ન જુએ એને? ઓલાએ તો કહ્યુંઃ એલા સોનાના નળિયાં થયાં હવે તો ઊઠ, ક્યાં સુધી સૂઈ રહીશ? એટલે શું? નળિયાં ઊજળાં થયાં સૂર્યના પ્રકાશથી પણ ‘જોનાર’ ને ખબર પડે કે આંખ્યું (વીંચીને સૂતેલાને ખબર પડે?)
ઓરડો એક હોય, બારણું એક હોય આહી ત્રણ ગોદડાં ઓઢયાં હોય, આંખ્યુંમાં ચીપડાં વળ્યાં હોય! હવે એને શીરીતે જોવું ઈ? સમજાણું કાંઈ...?
આ બધા દાખલા છે, શાસ્ત્રમાં છે હો? એકે એક દાખલા. એમ અનાદિથી મિથ્યાદર્શનજ્ઞાન અજ્ઞાનને (ભ્રમના) એમાં ચીપડાં તો પડયાં છે અંદર, આંખ્યું તો બંધ છે. અને ઓરડો એક જ છે. બારણું ખુલ્લુ કરવાને-જવાને એની સામું તો જોતો નથી તો નળિયાં ધોળા ક્યાંથી દેખાય એને આહા... હા! એમ આ ભગવાન આત્મા અજ્ઞાનને રાગ-દ્વેષમાં ઊંઘે છે. એને એમ કહે કે આ ચૈતન્યપ્રકાશનું પૂર અંદર પડયું છે ને...! પણ બતાવનારે બતાવ્યું પણ જોનારેત્રપ જોયા વિના આસ્થા ક્યાંથી બેસે?
એ ગુણનો તેજ છે, ચૈતન્યના પૂરનું તેજ છે પ્રભુ તો. આ સૂર્યના પ્રકાશના તેજને પોતાના તેજની ખબર નથી (સૂર્યના) પ્રકાશની ખબર તો આ (આત્માના) પ્રકાશને ખબર છે ચૈતન્યપ્રકાશ જાણે છે કે આ જડનો પ્રકાશ છે. હું ચૈતન્ય પ્રકાશ છું.
આહા... હા! પણ એનું એને માહાત્મ્ય આવ્યું નથી ને...! આત્મા એટલે શું ને કેવડો, કેમ? અને એની દશા પૂરણ પ્રગટ થાય તે કેવી, કેવડી હોય? કોઈ દિ’ સાંભળ્યું નથી, બેઠું નથી. નવરો નથી. બાવીસ બાવીસ કલાક ત્રેવીસ કલાક તો બાયડી, છોકરાં ધંધો ને પાપ-પાપ બધું! કલાક-બે કલાક મળે તો તેને મળી જાય એવા, રસ્તે ચડાવી દ્યે બીજે! જ્યાં છે ત્યાં જાય નહીં, નથી ત્યાં જશે કુદેવને... એ પુણ્ય કરો, દાનકરો, વ્રતકરો... જે એમાં નથી આત્મા, અને એમાંથી પ્રગટે એવો નથી. એમાં ચડાવી દીધાં એને! આહા...! ઝીણું તો પડે ભાઈ...!
આહા... હા! ‘ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી’ ભાષા દેખો! ભાઈ... શ્રીમદ્વાપરે છે ને.. ‘ઉદય થાય ચારિત્રનો’ ઉદય નામ પ્રગટ. આહા... હા! અસ્તિ છે વસ્તુ છે આત્મા! તો એની શક્તિ-કાંઈક સ્વભાવ છે કે નહીં. તો જેની વસ્તુસ્થિતિ એકરૂપે છે, પરના અભાવસ્વભાવસ્વરૂપ છે. એમ એની
Page 36 of 225
PDF/HTML Page 49 of 238
single page version
૩૬ શ્રી પ્રવચન રત્નો-૧ શક્તિઓ એકરૂપે પૂરણ છે. અને તે પણ પરના ભાવના અભાવસ્વભાવસ્વરૂપ છે.
આહા... હા! એવો ભગવાન આત્મા, સર્વોત્કૃષ્ટ પોતે પરમાત્મા સ્વરૂપજ શક્તિએ-સ્વભાવે છે, એમાં એકાગ્ર થવાથી અને રાગની ક્રિયા ને શરીરની ક્રિયા ને બહારની ક્રિયાથી ભેદપાડીને જુદો પાડીને, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે.
આહા... હા! આવું છે! આ બહારમાં શું કરવું આમાં? બહારનું કાંઈ કરીશ (તોપણ) અંદરનું મળે એવું નથી લે! (શ્રોતાઃ) પણ બહારનું ક્યાં કરી શકે છે? (ઉત્તરઃ) બહારમાં છે પણ ક્યાં, બહારમાં તું છો ક્યાં? શરીરમાં છે? વાણીમાં, જડમાં પૈસામાં? પુણ્યપાપના ભાવ થાય શુભઅશુભ, એમાં આત્મા છે?
આહા... હા! ન્યાયથી જરી, લોજિકથી... પકડશે કે નહીં? હેં? એમને એમ આંધળે-આંધળું અરેરે! આંખ્યું વીંચીને... ક્યાંય ચાલ્યો જશે! દેહની સ્થિતિ પૂરી થઈ જશે, થઈ રહ્યું! આત્મા તો અવિનાશી છે તે આત્મા ભેગો નાશ થાય એવો નથી. શરીર તો નાશ થઈ જશે આંહી.
અને (અજ્ઞાની) મારા, આ મારા એ માનીને ચાલ્યો જશે, રખડવા ચોરાશીમાં...! આહા...! ત્યાં કાંઈ ધર્મશાળા નથી! પાંજરાપોળ ત્યાં નથી ક્યાંય! ત્યાં ‘માશીબા બેઠાં નથી કે આવો ભાઈ!
આહા...! જેમાં તું છો... તારો સ્વભાવ છે અને તે સ્વભાથી સ્વભાવથી ખાલી હોય નહીં પ્રભુ! એ સ્વભાવ પૂરણ છે. એ ગુણો અનંતગુણોની શી વાતો કરવી આહા...! જેને સંખ્યાએ ગુણનો પાર ન મળે! આહા... હા... હા! એ દરેક ગુણ પરિપૂર્ણ છે અને એવા પરિપૂર્ણ ગુણનો પુંજ પ્રભુ તે આત્મા છે. એ આત્મામાં રાગથી ભેદજ્ઞાન કરીને, માર્ગ આ છે બાપુ! બીજા ગમે તે રીતે ચડાવે બીજે રસ્તે! જીવન ચાલ્યા જશે પ્રભુ! બાપુ, મનુષ્યપણું અનંત કાળે મળવું મુશ્કેલ છે પ્રભુ!
આહા... હા! બે લીટીમાં તો ઓહોહોહો! પછી કહે છે, ‘સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન’ એકલી પર્યાય પૂર્ણ જ્ઞાનની પ્રગટ થાય એને ‘ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ’ એને પરથી ભિન્ન પાડવાની ભેદજ્ઞાનદશા તે પૂરણપ્રાપ્તિનો ઉપાય છે. એ સર્વ પરદ્રવ્યથી છૂટી/ભેદ કહ્યું ને...? ભેદજ્ઞાન કીધું ને..! તો સર્વ પરદ્રવ્યથી છૂટી, પુણ્યને પાપ ના ભાવ, દયા-દાન આદિના ભાવ એ પરદ્રવ્ય રાગ છે એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ’ આહા.. હા!
‘જે દર્શનજ્ઞાનસ્વભાવ છે એમાં નિયત-નિશ્ચય પરિણતિરૂપ, અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે’ આહા... હા! જયારે ભગવાન આત્મા પરદ્રવ્યથી છૂટી પોતાના જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિર રહે-નિયતવૃત્તિ-નિશ્ચયવૃત્તિરૂપ છે એવું અસ્તિત્વ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે દર્શનજ્ઞાનચારિત્રપણું કહ્યું છેને પાછું પાઠમાં ‘चरित्तदंसणणाण’ હતું (અહીંયાં) પાછું લઈ લીધું હતું ઈ. (ઓલું તો) પદ્યમાં ગોઠવવા સાટુ!
આહા... હા! ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ એમાં કયું બાકી રહ્યું? પરમાત્મા, દેવ-ગુરુ-શાસ્ત્ર, એનાથી છૂટી! એ ભાઈ...! કેવળી ગુરુએ પરદ્રવ્ય? એના બાપે પ્રશ્ન કર્યો’ તો! દસની સાલ, બોટાદમાં મ્યુનિસિપલમાં વ્યાખ્યાન ચાલતું હતું આ પ્રશ્ન, દેવગુરુશાસ્ત્ર ઈ પર? શુદ્ધ છે ઈ પર? લાખવાર પર. આંહી પરદ્રવ્ય કીધાં ને...! ‘સર્વપરદ્રવ્યો’ કીધું તો એમાં દેવગુરુશાસ્ત્ર બાકી રાખ્યાં?
Page 37 of 225
PDF/HTML Page 50 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૩૭
આહા... હા! ‘સર્વ પરદ્રવ્યોથી છૂટી’ દર્શનજ્ઞાનસ્વભાવ પોતાનો... એમાં જ્ઞાનદર્શન ચારિત્ર છે ને...! ‘નિયત વૃત્તિરૂપ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે તે દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી’ આહા... હા... હા! અંર્ત સ્વરૂપમાં શ્રદ્ધામાં વર્તે! જ્ઞાનમાં વર્તે ને સ્થિરતામાં વર્તે ત્યારે તે આત્મા જ્ઞાનદર્શન-ચારિત્રમાં આવ્યો, એથી તેને સ્વસમય નામ આત્મા કહેવામાં આવે છે. સ્વસમય એને કહીએ! એને આત્મા કહીએ.
આહા... હા! ‘છે’ તો ‘છે’ પણ પરિણતિમાં શ્રદ્ધાજ્ઞાનચારિત્રમાં આવે ત્યારે એને ‘છે’ આત્મા એને સ્વસમય કહીએ એમ કહે છે.
શું કહ્યું ઈ...? છે તો છે આહા...! વસ્તુ તો છે અનંત આત્માઓ પડયા છે ને! પણ એનું- એની તરફની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા, પૂર્ણાનંદનાનાથમાં શ્રદ્ધાજ્ઞાનને ચારિત્રની પરિણતિ કરતાં તેને આત્મા સાચો કહેવામાં આવે છે. અને તે સ્વસમય નામ આત્મા આત્મારૂપે થયો એમ એને કહેવામાં આવે છે. અને તેને ધર્મી કહેવામાં આવે છે.
વિશેષ કહેવાશે... (પ્રમાણવચનગુરુદેવ!)
ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર
જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે;
એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ
કહ્યાં છે પણ પરની વાત લીધી નથી.
-સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું
લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર
તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી
સૂક્ષ્મ વાત! પરને જાણે છે, એમ કહેવું એ તો
અસદ્ભૂત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય
આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષનેજ
જાણવાનું છે, પરને નહિ.