Atmadharma magazine - Ank 184
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૪
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧૬ મું
અંક ૪ થો
મહા
વી. સં. ૨૪૮પ
ઃ સંપાદકઃ
રામજી માણેકચંદ શાહ
૧૮૪
પોતામાં જ શાંતિનું વેદન
આત્માની શાંતિ પોતાના સ્વભાવમાં જ છે, પર સાથે
તેને કાંઈ સંબંધ નથી. જો આમ ન હોય, ને પર સાથે સંબંધ
હોય તો, પર સાથેનો સંબંધ તોડી, સ્વભાવમાં એકતા કરીને
શાંતિનો અનુભવ થઈ શકે નહિ,–પરથી જુદો પડીને પોતાના
સ્વરૂપમાં સમાઈ જઈ શકે નહિ. પરંતુ પરથી વિભક્ત ને
સ્વરૂપમાં એકત્વ થઈને આત્મા પોતામાં જ પોતાની શાંતિનું
વેદન કરી શકે છે, પોતાની શાંતિના વેદન માટે આત્માને પરનો
સંબંધ કરવો પડતો નથી, કેમકે પોતાની શાંતિ પોતામાં જ છે.
માટે હે જીવ! બહારમાં શાંતિ ન શોધ; તારા અંતરમાં જ શાંતિ
છે–એનો વિશ્વાસ કરીને અંતર્મુખ થા, તો તારામાં જ તને તારી
શાંતિનું વેદન થશે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
વૈરાગ્ય સમાચાર
ભાવનગરના ભાઈશ્રી હરિલાલ જીવરાજ ભાયાણી માહ સુદ ૧૨
ના રોજ લગભગ ૭૦ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ભાવનગરમાં
સ્વર્ગવાસ પામ્યા છે. તેમને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણોં ભક્તિભાવ હતો, પૂ.
ગુરુદેવ સોનગઢ રહ્યા ત્યારથી જ તેઓ અનેકવિધ સેવાકાર્યમાં ભાગ લેતા
હતા. તેઓ સોનગઢ–સંસ્થાના એક કાર્યકાર હતા. સાહિત્ય પ્રવૃત્તિઓ પણ
તેઓ શોખીન હતા. સોનગઢ જૈન અતિથિ સેવાસમિતિના તેઓ
શરૂઆતથી જ સેક્રેટરી હતા. અને છેલ્લે છેલ્લે દક્ષિણતીર્થયાત્રા સંઘની
વ્યવસ્થા કમિટિના સભ્ય તરીકે સંઘની વ્યવસ્થા સંબંધી અનેક કાર્ય તેઓ
કરતા હતા. માહ શુદ આઠમે મુંબઈથી સંઘના પ્રસ્થાન વખતે પણ તેઓ
મુંબઈમાં હાજર હતા, અને ત્યાંથી માહ શુદ ૧૧ના રોજ તેઓ ભાવનગર
પહોચ્યા.....ત્યારબાદ બીજે જ દિવસે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. ગુરુદેવ
સાથે યાત્રામાં આવવાની તેમની ભાવના હતી પરંતુ મુંબઈમાં તેમની
તબીયત નબળી થઈ જવાને કારણે તેઓ જાત્રામાં આવી શકેલ નહિ.
છેલ્લે છેલ્લે ઘણા વખતથી તેઓ સોનગઢમાં જ રહેતા હતા ને
સત્સમાગમનો લાભ લેતા હતા. તેઓ સમાગમના સદ્ભાવમાં આગળ
વધીને આત્માનું હિત પામો–એમ ઇચ્છીએ છીએ. સંસારનું સ્વરૂપ જ
આવું અસ્થિર–ક્ષણભંગુર છે; સંસારમાં નિરંતર બની રહેલા આવા
ક્ષણભંગુરતાના પ્રસંગો ઉપરથી, આત્માર્થી જીવોએ સંસાર તરફના
વલણથી વિરક્ત થઈને, આત્મિક સિદ્ધિ માટે તીવ્રપણે ઉધકત થવા જેવું
છે....શ્રી વીતરાગી દેવ–ગુરુ–ધર્મનો સમાગમ જીવોને સંસારના દરેકે દરેક
પ્રસંગમાં વીતરાગતા શીખવીને આત્મસન્મુખ થવાની પ્રેરણા આપે છે.
બન્ને નયોનું સફળપણું
જીવનું સ્વરૂપ બે નયોથી બરાબર જણાય છે; એકલા
દ્રવ્યાર્થિકનયથી કે એકલા પર્યાયાર્થિકનયથી જણાતું નથી; માટે બે નયોનો
ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. એકાંતદ્રવ્ય જ સ્વીકારે ને પર્યાય ન સ્વીકારે
તો, પર્યાય વગર દ્રવ્ય નો સ્વીકાર કોણે કર્યો? શેમાં કર્યો? અને એકલી
પર્યાયને જ સ્વીકારે ને દ્રવ્યને ન સ્વીકારે તો કોના ઉપર મીટ માંડીને
પર્યાય એકાગ્ર થશે? માટે બંને નયોનો ઉપદેશ સ્વીકારીને, દ્રવ્ય–પર્યાયની
સંધિ કરવાયોગ્ય છે. દ્રવ્યપર્યાયની સંધિ એટલે શું? પર્યાયને જુદી પાડીને
લક્ષમાં ન લેતાં, અંતર્મુખ કરીને દ્રવ્ય સાથે એકાકાર કરવી, એટલે કે
દ્રવ્ય–પર્યાયના ભેદનો વિકલ્પ તોડીને એકતારૂપ નિર્વિકલ્પ અનુભવ
કરવો, તે દ્રવ્યપર્યાયની સંધિ છે, તે જ બંને નયોની સફળતા છે.
પર્યાયને જાણતાં તેના જ વિકલ્પમાં અટકી જાય–તો તે નયનું
સફળપણું નથી; એ જ રીતે દ્રવ્યને જાણતાં જો તેમાં એકાગ્રતા ન કરે તો
તે નયનું સફળપણું નથી. દ્રવ્ય–પર્યાય બંનેને જાણીને બંનેના વિકલ્પ
તોડીને, પર્યાયને દ્રવ્યમાં અંતર્લીન અભેદ એકાકાર કરીને અનુભવ કરવો
તેમાં જ બંને નયોનું સફળપણું છે.
–નિયમસાર ગા. ૧૯ ના પ્રવચનમાંથી

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક મહા
અંક ૪ થો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
મુંબઈનગરીમાં
ઉજવાએલ
અભૂતપૂર્વ પંચકલ્યાણક
પ્રતિષ્ઠા–
મહોત્સવ
દક્ષિણના તીર્થધામ શ્રી
બાહુબલિજી આદિ પવિત્ર તીર્થધામની
મંગળ યાત્રા નિમિત્તે મુંબઈ નગરીના
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
નિમિત્તે પરમપ્રભાવી પૂ. ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ સોનગઢથી પોષ શુદ
છઠના રોજ મંગલ પ્રસ્થાન કર્યું અને
જ્યાં પાંચ કરોડ મુનિવરો સિદ્ધિ
પામ્યાં છે, એવા સિદ્ધક્ષેત્ર શ્રી
પાવાગઢ તીર્થની યાત્રા કરીને માર્ગમાં
નાશીક જાહેર આદિ સ્થળોએ થઈને
મુંબઈ શહેરમાં પોષ સુદ ૧પના રોજ પધારતાં હજારો ભક્તજનોએ પૂ. ગુરુદેવનું ઉમળકાભર્યું જે સ્વાગત કર્યું
તેના સમાચાર ‘આત્મધર્મ’ ના પોષ માસના અંકમાં અપાઈ ગયા છે.
મુંબઈના શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ દ્વારા મમ્બાદેવી પ્લોટમાં નિર્માણ કરવામાં આવેલ ભવ્ય
દિગંબર જિનમંદિરમાં તીર્થંકર પરમદેવ ૧૦૦૮ શ્રી નેમીનાથ ભગવાનના વીતરાગ ભાવપ્રતિપાદક
જિનબિમ્બની પંચકલ્યાણકપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
મુંબઈનગરીનો ભવ્ય પ્રતિષ્ઠામંડળ
જ્યાં અભૂતપૂર્વ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો.....અને જ્યાં પંદર–પંદર હજારની
માનવમેદનીએ પૂ. ગુરુદેવના શ્રીમુખથી જિનેશ્વરભગવંતોનો પવિત્ર ધર્મસન્દેશ સાંભળ્‌યો

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૧૮૪
પૂ. ગુરુદેવ પધાર્યા હતા,
એટલે મુંબઈનગરીના
મુમુક્ષુઓ પંચકલ્યાણક
મહોત્સવ ભવ્ય રીતે દીપાવવા
માટે ઘણા જ ઉલ્લાસપૂર્વક તૈયારી કરી રહ્યા હતા. અને આ પંચ કલ્યાણક મહોત્સવ એવા જ ઉલ્લાસપૂર્વક
ઉજવાયો, મુંબઈના નાગરિકોએ હજારોની સંખ્યામાં આ મહોત્સવને આવકાર્યો અને ઉદ્ગારો કાઢયા કે–ધન્ય એ
પંચકલ્યાણક મહોત્સવ, ધન્ય એ ગુરુદેવની મંગળવાણી, ધન્ય એ ભક્તજનોનો ઉલ્લાસ અને ધન્ય એ શુભ ઘડી
કે જ્યારે પંચકલ્યાણકોનો ભવ્ય વરઘોડો–મહોત્સવ નીહાળી મુંબઈના નાગરિકોએ વાહ વાહ પોકારી.
માહ સુદ એકમથી છઠ સુધી પંચકલ્યાણક મહોત્સવનો મંગળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધર્મભાવનાના આ મંગળ પ્રસંગે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ તરફથી પાઠવવામાં આવેલ આમંત્રણને
માન આપીને અનેક ભક્તજનો બહારગામથી આ પ્રસંગે ખાસ પધાર્યા હતા.
મહોત્સવને શાનદાર બનાવવા માટે ભક્તોનો ઉલ્લાસ પણ અપૂર્વ હતો. આ માટે પંદર હજારની
માનવમેદની પૂ. ગુરુદેવના શ્રીમુખેથી જિનેશ્વર ભગવંતોનો પાવન ધર્મસન્દેશ સાંભળી શકે તે માટે શ્રી
મહાવીરનગરની ભવ્ય રચના કરવામાં આવી હતી, તે મુંબઈ નગરીમાં મહત્વનું આકર્ષણ થઈ પડયું હતું્ર. અને
માનવમહેરામણે પંચકલ્યાણક મહોત્સવના વિવિધ ભાવવાહી સુંદર દ્રશ્યો નિહાળવાનો અમૂલ્ય લાભ લીધો હતી.
મહોત્સવના આરંભ પહેલાં જ શાન્તિજાપ, ઝંડારોપણની મંગળ વિધિ શેઠ શ્રી ખીમચંદભાઈના શુભ
હસ્તે હજારોની માનવમેદની વચ્ચે કરવામાં આવી હતી. પૂ. ગુરુદેવના સાનિધ્યમાં જ્યારે જિનશાસનનો ધર્મધ્વજ
મહાવીર નગરમાં ફરકતો કરવામાં આવ્યો ત્યારે ભક્તજનોના હૃદય આનંદથી ઉભરાતા હતા. અને હૃદયના
ઉલ્લાસપૂર્વક સૌના દિલ બોલી રહ્યા હતા. “લહરાયેગા........લહરાયેગા.....ઝંડા શ્રી મહાવીરકા”
ઝંડારોપણની મંગળ વિધિ કરવાની સાથે જલયાત્રાનો ભવ્ય મહોત્સવ પણ મહા સુદ એકમ પહેલાં ઉજવવામાં
આવ્યો હતો.
મહા સુદ ૧ રવિવારે નાંદિવિધાન, ઇન્દ્રપ્રતિષ્ઠા, ઇન્દ્રોનો વરઘોડો, યાગમંડલવિધાન અને ગર્ભકલ્યાણકની
પૂર્વક્રિયા કરવામાં આવી. અને મહા સુદ ૨ સોમવારે ગર્ભકલ્યાણક, મંદિર–વેદી–કળશ–ધ્વજશુદ્ધિ કરવામાં આવી.
મહા સુદ ૩ મંગળવારે બાવીશમા તીર્થંકર પરમદેવ ૧૦૦૮ શ્રી નેમીનાથ ભગવાનનો જન્મકલ્યાણક મહોત્સવ
યોજવામાં આવ્યો હતો.
પૂ. ગુરુદેવ મુંબઈ
પધાર્યા અને તેઓશ્રીનું
ભાવભીનું સ્વાગત
કરવામાં આવ્યું.
ત્યારબાદ શેઠશ્રી
ખીમચંદભાઈ, શેઠશ્રી
મણીભાઈ વગેરેને ત્યાં
તા. ૨પ–૨–પ૯ના પૂ.
ગુરુદેવ આહાર માટે
પધાર્યા હતા તે પ્રસંગનું

PDF/HTML Page 6 of 25
single page version

background image
મુંબઈખાતેની પોતાની
સ્થિરતા દરમિયાન
પૂજ્યપાદ ગુરુદેવ
શીવમાં ભાઈશ્રી
સુખલાલભાઈ
રામજીભાઈને ત્યાં
પધાર્યાં
હતા તે સમયનું એક
દ્રશ્ય.
પોષઃ ૨૪૮પ ઃ ૩ઃ
આ માંગલિક પ્રસંગે જન્મકલ્યાણકનો એક વિરાટ વરઘોડો ચઢાવવામાં આવ્યો હતો. વરઘોડામાં
ભગવાન શ્રી નેમીનાથને હાથી ઉપર સૌધર્મ ઇન્દ્રની ગોદમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, અને ઇન્દ્ર–
ઇન્દ્રાણીઓ વરઘોડામાં સામેલ હતા.
ભગવાન શ્રી નેમીનાથસ્વામીના માતા–પિતા થવાનું અહોભાગ્ય મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી મણીલાલ
જેઠાલાલ શેઠને પ્રાપ્ત થયું હતું અને તે બદલ તેઓશ્રીએ પોતાનો આનંદ વ્યક્ત કરીને પોતાના તરફથી રૂપિયા
દસ હજાર ને એકની રકમ સંસ્થાને અર્પણ કરી હતી.
દોઢ માઈલ લાંબો હાથી, ઇન્દ્ર–ઇન્દ્રાણીઓ અને હજારો મુમુક્ષુઓથી શોભી રહેલ વરઘોડો કાલબાદેવી
પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હજારોની માનવ મેદની તે જોવા માટે ઉમટી પડી હતી. અને આવો વિરાટ
વરઘોડો પ્રથમ વાર જ જોવા માટે પોતાની જાતને ધન્ય માનતી હતી.
શહેરના મુખ્ય ભાગોમાં ફરીને વરઘોડો આઝાદ મેદાનખાતે ખાસ રચવામાં આવેલ સુમેરૂ પર્વત પાસે
આવ્યો હતો, અને ત્યાં ૧૦૦૮ સુવર્ણ તથા ચાંદીના કળશોવડે મહાન જન્માભિષેકની ક્રિયા ઉલ્લાસપૂર્વક કરવામાં
આવી હતી.
આ મંગળ દિવસે જ પારણાઝુલન, શ્રી નેમીનાથ ભગવાનના વિવાહની તૈયારીઓ અને રાજઓના
આગમનનો મહોત્સવ ઉજવવામાં આવેલ.
મહા સુદ ૪ બુધવારે શ્રી નેમીનાથ પ્રભુજીએ વૈરાગ્ય, જૈનેશ્વરી દીક્ષા માટે વનગમન અને દીક્ષા
કલ્યાણકના ભવ્ય વરઘોડાની વિધિ કરવામાં આવી હતી.
મહા સુદ પ, ગુરુવારે આહારદાન, અંકન્યાસવિધિ, કેવળજ્ઞાન કલ્યાણક અને સમવસરણ–રચનાની ક્રિયા
ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યા બાદ મહા સુદ છઠ શુક્રવારે નિર્વાણ કલ્યાણક કરીને પ્રાતઃકાળે જિનવેદીમાં શ્રી
જિનબિંબ બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમ જ આ પ્રસંગે કળશ તથા ધ્વજારોપણ, શાંતિયજ્ઞ, રથયાત્રા
વગેરે કરવામાં આવેલ.
આ પંચકલ્યાણક મહોત્સવનો વિસ્તૃત અહેવાલ, પોસ્ટની ગડબડને અંગે સમયસર આવી શક્યો નથી
એટલે શક્ય એટલો સંક્ષિપ્તમાં અહેવાલ ઉપર રજૂ કર્યો છે, તેમજ મહોત્સવને અંગેના પ્રસંગ ચિત્રો પણ થોડા
રજુ કર્યા છે અને બીજા કેટલાક મહત્વના દ્રશ્યો આવતા અંકે રજૂ કરવામાં આવશે.
હાથી ઉપર પ્રભુનું જુલૂસ, જન્માભિષેક, દીક્ષા, જિનબિંબો વગેરેના દ્રશ્યો પણ મેળવવાનો અમારો પ્રયાસ
ચાલુ છે. જો બની શકશે તો ‘આત્મધર્મ’ માં હવે પછી આપીશું.
પોસ્ટની ગડબડના અંગે મુંબઈના પ્રતિષ્ઠા મહોત્સવના વિસ્તૃત સમાચાર અમો આ અંકમાં આપી શક્યા
નથી તે બદલ વાચકબન્ધુઓની ક્ષમા યાચીએ છીએ.

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૪
શુદ્ધાત્માનુભવ
તે જિનશાસન
સંસારભ્રમણ કરતાં કરતાં
જીવને બાકી રહેલું એક જ કાર્ય
બાહુબલી (કારંજા) ક્ષેત્રમાં પૂ. ગુરુદેવનું પ્રવચન તા. ૨૦–૨–પ૯
પૂ. ગુરુદેવ પ્રવચન આપી રહ્યા છે તે પ્રસંગનું દશ્ય
ભગવાન સીમંધર પરમાત્મા પાસે મહાવિદેહમાં શ્રી કુંદકુંદાચાર્ય ગયા હતા, ને ભગવાનની દિવ્યવાણી
સાંભળીને તેમણે આ સમયસાર શાસ્ત્ર રચ્યું છે. તેની પંદરમી ગાથામાં જૈનશાસનનું દોહન કરતાં કહે છે કે–
અબદ્ધસ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્માને
તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે.
કેવા આત્માને ઓળખવાથી જૈનશાસનને ઓળખ્યું કહેવાય? કર્મના બંધન વગરનો અને પરના સંબંધ
વગરનો જે એકરૂપ આત્મસ્વભાવ, તેને ઓળખવાથી જૈનશાસન ઓળખાય છે. પર સાથે નિમિત્ત–નૈમિત્તિક
સંબંધથી આત્માને ઓળખે તો તેમાં ખરું જિનશાસન આવતું નથી. જિનશાસનનો સાર, જિનશાસનનું હાર્દ, એ
છે કે આત્માને પરના સંબંધ વગરનો ભાવશ્રુતજ્ઞાનથી અનુભવવો, આવા આત્માનો જે અનુભવ છે. તે જ
જૈનશાસન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ ફરમાવે છે કે અરે આત્મા! ભાવશ્રુતને અંતરમાં વાળીને તારા શુદ્ધ આત્માનો
અનુભવ કર, તે જ સર્વ જિનશાસનનો સાર છે, ને તે જ દિવ્યધ્વનિનો સાર છે. જિનશાસનમાં

PDF/HTML Page 8 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ પઃ
સર્વજ્ઞદેવે કહેલું જે કાંઈ દ્રવ્યશ્રુત છે તેનો સાર શું? કે શુદ્ધઆત્માને ભાવશ્રુતજ્ઞાનથી અનુભવવો તે જ સર્વ
દ્રવ્યશ્રુતનો સાર છે; એટલે જેણે શુદ્ધઆત્માનો અનુભવ કર્યો તેણે જિનશાસનનું સર્વ દ્રવ્યશ્રુત જાણ્યું, અને જેણે
ભાવશ્રુતથી પોતાના શુદ્ધ આત્માને ન જાણ્યો તેણે જિનશાસનનું દ્રવ્યશ્રુત પણખરેખર જાણ્યું નથી. અનંતવાર
શાસ્ત્રો ભણ્યો, મહાવ્રત ધારણ કરીને દ્રવ્યલિંગી પણઅનંતવાર થયો, પરંતુ શ્રુતજ્ઞાનનો અંતર્મુખ કરીને આત્માને
ન જાણ્યો–તેથી તેનું હિત ન થયું, તેણે ખરેખર જૈન શાસનને જાણ્યું નથી.
નિશ્ચય સ્વભાવના અનુભવ વગર એકલા વ્યવહારને જાણવામાં રોકાય તો તેને જૈનશાસનનો પત્તો
લાગતો નથી. અબંધ સ્વભાવી આત્માનો પોતાને અનુભવ થઈ શકે છે ને પોતાને ભાવશ્રુતના સ્વસંવેદનથી
તેનો નિઃશંક નિર્ણય થાય છે. આત્માનું સમ્યગ્જ્ઞાન એવું આંધળું નથી કે પોતાને પોતાની ખબર ન પડે.
સમ્યગ્જ્ઞાન થતાં જ નિઃશંકપણે પોતાને તેની ખબર પડે છે. જેને પોતાના જ્ઞાનમાં સંદેહ છે, અમને સમ્યગ્દર્શન
હશે કે નહીં–એવી જેને શંકા છે તે ભલે બાહ્યમાં ત્યાંગી હોય તોપણ તે સાધુ નથી, તે ધર્મી નથી, તે વ્રતી શ્રાવક
નથી કે તે પંડિત નથી. હજી આત્માનું જ્ઞાન થયું છે કે નહિ–તેની પણ જેને શંકા છે–તે જીવને એકેય ધર્મ નથી,
કેમકે જૈનશાસનનો સાર તો એ છે કે પોતાના શુદ્ધ આત્માને શુદ્ધનયદ્વારા જાણવો. આવા આત્મજ્ઞાન વગર
બીજું ગમે તે કરે પણ તે કોઈ સાચો ઉપાય નથી. સાચો ઉપાય જાણ્યા વગર અત્યાર સુધી બીજું બધું અનંતવાર
કર્યું, શું શું કર્યું? તો કહે છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ રહ્યો મુખ મૌન ગ્રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે,
મત મંડન ખંડન ભેદ કિયે
વહ સાધન બાર અનંત ક્યિો
તદપિ કછૂ હાથ હજુ ન પર્યો....
અબ કયોં ન વિચારતા હૈ મનમેં
કછુ ઔર રહા ઉન સાધનસેં.....
બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે
મુખ આગળ હૈ કહ બાત કરે?
અરે જીવ! વિચાર તો કર કે આ બધું અત્યારસુધી કર્યું છતાં કિંચિત્ સુખ–શાંતિ કે ધર્મ તારા હાથમાં ન
આવ્યો, આત્માની નિઃશંકતા તને હજી ન થઈ, જૈન શાસન શું છે તે હજી તું ન સમજ્યો, તો એમાં વાસ્તવિક કયું
સાધન બાકી રહી ગયું? એ જ વાત અહીં આચાર્ય ભગવાન બતાવે છે કે ભાવશ્રુતને અંતરમાં વાળીને તારા
શુદ્ધ આત્માને તું જાણ. કેમ કે–
મુનિ વ્રતધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
માટે હે ભાઈ, પહેલે જ ધડાકે તું એ જાણ કે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન શું ચીજ છે? ને કઈ રીતે તેની
પ્રાપ્તિ થાય છે! તારી આત્માની શાંતિ માટે કે સમ્યગ્દર્શન માટે વિકાર બેકાર છે..... અનંતવાર શુભભાવ તેં કર્યા
પણ તેનાથી તને સમ્યગ્દર્શન ન થયું; કેમકે શુભરાગ તે કાંઈ સમ્યગ્દર્શનનો ઉપાય નથી; સમ્યગ્દર્શન નો ઉપાય
તો આ છે કે પરના સંબંધ વગરના પોતાના એકરૂપ શુદ્ધ આત્માને ભાવશ્રુતજ્ઞાનવડે સ્વાનુભવમાં લેવો. એકલા
ગુરુના શબ્દોથી પણ આવો સ્વાનુભવ નથી થતો, પરંતુ પોતાના ભાવશ્રુતજ્ઞાનને અંતરમાં સ્વસન્મુખ કરવાથી
જ આત્માનો સ્વાનુભવ થાય છે, ને આવો સ્વાનુભવ કરવો તે જ જિનશાસન છે.
જેને સ્વાનુભવ થાય તેને અંતરથી નિઃશંકતા આવી જાય છે કે હવે અમે જિનશાસનનું હાર્દ જાણી લીધું
છે, અમને આત્માનું સમ્યગ્ દર્શન થયું છે. તે સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં સર્વ આગમનું રહસ્ય વર્તે છે. જિનશાસન
તે વીતરાગતાને ઉપદેશે છે, ને વીતરાગતા તે સ્વભાવસન્મુખતાથી જ થાય છે, એટલે કે જ્ઞાનનો સ્વસન્મુખ
ઝુકાવ થતાં વિતરાગતા થાય છે, તે જ જૈનશાસન છે. અંતર્મુખ ભાવશ્રુતથી અપૂર્વ અતીન્દ્રિય આનંદનો
અનુભવ થાય છે; આવો અનુભવ કરનારી શ્રુતજ્ઞાન–પર્યાય આત્મા સાથે અભેદ થયેલી છે તેથી તેને જ આત્મા
કહ્યો છે, અને તેને જ જિનશાસન કહ્યું છે. પહેલાં આવી યથાર્થ સમજણનો પ્રયત્ન કરવો જોઈએ.

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૪
યાત્રા સમાચાર
મુંબઈ નગરીમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ અતિ ઉત્સાહપૂર્વક ઉજવાયા બાદ માહ શુદ આઠમના
મંગલ દિને પૂ. ગુરુદેવે ૬પ૦ જેટલા યાત્રિકો સહિત દક્ષિણનાં તીર્થધામોની યાત્રા નિમિત્તે મંગલપ્રસ્થાન
કર્યું....મુંબઈથી સંઘસહિત ગુરુદેવ પુના પધાર્યા; પુના જતાં વચ્ચે મુમ્રામાં બાહુબલી પ્રભુના ૨૮ ફૂટના
પ્રતિમાજી (કે જેની પ્રતિષ્ઠા થવાની બાકી છે) તેનું અવલોકન કરવા સંઘ થોડીવાર રોકાયો હતો, અને ત્યાં
આખા સંઘને ભાતું જમાડયું હતું. મુમ્રાથી પુના આવતા ત્યાંના દિ. જૈન સમાજે સ્વાગત કર્યું હતું. પુનાથી
દહીંગાવ જતાં ફલ્ટન ગામે જિનમંદિરોનાં દર્શન કરવા સંઘ રોકાયો હતો અને પૂ. ગુરુદેવનું પ્રવચન પણ
થયું હતું. ફલ્ટનમાં છ જિનમંદિરો છે. જેમાં વિશાળ મનોજ્ઞ પ્રતિમાજી (–રત્નત્રય ભગવંતો વગેરે) બિરાજે
છે; તેમજ ધરસેનાચાર્યદેવના પ્રતિમાજી અને તામ્રપત્ર ઉપર કોતરેલા ષટ્ખંડાગમ પણ છે. યાત્રાસંઘ અહીં
આવ્યો ત્યારે અહીં પંચકલ્યાણક ચાલતા હતા. અહીં દર્શન કરીને સંઘ દહીંગાવમાં આવી પહોંચ્યો. રસ્તાના
થાકથી થાકેલા યાત્રિકોને દહીંગાવમાં સીમંધરાદિ વીસ વિહરમાન ભગવંતોના એક સાથે દર્શન થતાં ઘણો
આનંદ થયો....... વિદેહના વીસ વિહરમાન ભગવંતોને ભારતમાં એક સાથે દેખીને ભક્તોનું હૃદય
પ્રસન્નતાથી નાચી ઉઠયું....ને અહીં બે દિવસ રોકાઈને ખૂબ પૂજન–ભક્તિ કર્યા....ભક્તોએ વીસ ભગવંતોનો
અભિષેક કર્યો.....પૂ. ગુરુદેવે પણ પ્રમોદપૂર્વક સુવર્ણપાત્રથી સીમંધર પ્રભુનો ચરણાભિષેક કર્યો......અહીં
એક વિશાળ જિનમંદિરના ભોંયરામાં વીસ વિહરમાન ભગવંતોના મોટામોટા ભાવવાહી પ્રતિમાજી બિરાજે
છે. તે ઉપરાંત પાર્શ્વનાથ, આદિનાથ, મહાવીરનાથ વગેરે ભગવંતોના પણ વિશાળકાય પ્રતિમાજી છે; એક
વેદીમાં ચાજે બાજુ ત્રિપુટી ભગવંતો શોભી રહ્યા છે. અહીં વીસ વિહરમાન ભગવંતોના ધામમાં ગુરુદેવ
સાથે દર્શન–પૂજન–ભક્તિ કરતાં યાત્રિકોને ઘણો આનંદ થયો. પૂ. બેનશ્રીબેને પણ વીસ ભગવંતો પાસે
વિશિષ્ટ ભક્તિ કરી હતી. દસમની રાત્રે વીસે ભગવંતોનું નામ લઈને ભક્તિ કરતાં વિશેષ ઉલ્લાસ થયો
હતો. યાત્રા દરમિયાન આવા ધામમાં ગુરુદેવને આહારદાનનો લાભ મળતાં ભક્તોને ઘણી પ્રસન્નતા થઈ
હતી. આ રીતે આનંદથી દર્શન–પૂજન–ભક્તિ કરીને, ૮ મોટર બસો ને ૪૦ મોટરોનો સંઘ દહીંગાવથી
બાહુબલી (કુંભોજ) આવ્યો હતો. બાહુબલી તરફ જતાં વચ્ચે રસ્તામાં કરાડ ગામે આખો સંઘ જમવા
રોકાયો હતો. અને ત્યાંથી લગભગ ત્રણ વાગે બાહુબલીક્ષેત્ર પહોંચતા ત્યાંના કાર્યકરો અને વિધાર્થીઓએ
ભાવપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું હતું; તથા ગુરુદેવે મંગલપ્રવચન કર્યું. પ્રવચન વગેરે માટે શીતળ
સુશોભિત મંડપ કર્યો હતો, આ બાહુબલીક્ષેત્રમાં નાનોશો પર્વત છે, તેના ઉપર જિનમંદિરમાં ચંદ્રપ્રભુ,
શાંતિનાથ તથા આદિનાથ ભગવંતોના સુંદર ખડ્ગાસન પ્રતિમા બિરાજે છે. તે ઉપરાંત મહાવીરપ્રભુનો
માનસ્તંભ છે. ક્ષેત્રનું દ્રશ્ય ઘણું રમણીય છે. (દક્ષિણ યાત્રાના જે પ્રસિદ્ધ બાહુબલી છે તે તો શ્રવણ
બેલગોલમાં છેઃ આ ક્ષેત્રનું ‘બાહુબલી’ નામ બાહુબલી નામના એક મુનિ ઉપરથી લગભગ ૨પ૦ વર્ષથી
પડયું છે.) અહીં બાહુબલી–બ્રહ્મચર્યાશ્રમ છે–જેની વ્યવસ્થા ઘણી સુંદર છે. એક જિનમંદિરમાં બાહુબલી
સ્વામીના ૭ ફૂટના અતિ મનોહર પ્રતિમાજી છે; ઉપરના ભાગમા આદિનાથપ્રભુના અતિ ઉપશાંતભાવધારી
પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. બાજુમાં સમવસરણ–મંદિર (મહાવીરપ્રભુનું) છે, તેની રચના ઘણી સુંદર છે.
આ ઉપરાંત અહીં ૨૮ ફૂટના વિશાળ મનોજ્ઞ બાહુબલી પ્રભુના પ્રતિમાજી આવેલા છે, જેની પ્રતિષ્ઠા હવે
થવાની છે. આ પ્રતિમાજીનું વજન ૧૮૦૦ મણ જેટલું છે, અને ૮૦, ૦૦૦ રૂા. તેની કિંમત છે. અત્રે સુંદર
તત્ત્વચર્ચા થઈ હતી, તેમજ બાહુબલીસ્વામીના ઉપરોક્ત અતિ ભવ્ય પ્રતિમાજી જયપુરની ખાણમાંથી અહીં
(બાહુબલી–આશ્રમ)

PDF/HTML Page 10 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પ ઃ ૬ અઃ
સુધી લાવવામાં આવ્યા તેની ફિલ્મ દેખાડવામાં આવી હતી. બીજે દિવસે સવારમાં પર્વત ઉપરની યાત્રા કરી
હતી. યાત્રામાં ગુરુદેવે ભક્તિ ગવડાવી હતી. બપોરે પ્રવચન બાદ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હતો, રાત્રે તત્ત્વચર્ચા
હતી. અહીંનો દોઢ દિવસનો કાર્યક્રમ ઘણો સરસ હતો; શાંત વાતાવરણમાં બધા યાત્રિકોને પ્રસન્નતા થતી હતી.
બાહુબલીક્ષેત્રથી તા. ૨૧ના રોજ સવારમાં નીકળીને કોલ્હાપુર આવ્યા. કોલ્હાપુરમાં ત્રણચાર મોટા જિનમંદિરો
છે. અહીં ગુરુદેવનું સ્વાગત થયું હતું.
બાહુબલીમાં ગુરુદેવનું પ્રવચન સાંભળવા તથા દર્શન કરવા આસપાસના ગામોથી અનેક માણસો આવ્યા
હતા. બ્ર. જિનદાસજીએ ટુંકા ભાષણદ્વારા ગુરુદેવદ્વારા થઈ રહેલી પ્રભાવનાની ઘણી સરાહના કરી હતી, અને
યાત્રાની સફળતા ચાહી હતી.
બ્ર. માણેકચંદ્રજી (કે જેઓ બાહુબલિ–બ્રહ્મચર્યાશ્રમ સંસ્થાના એક ખાસ કાર્યકર છે.)–તેમણે
વિદાયપ્રવચન આપતાં કહ્યું હતું કેઃ ઈતને બડે સંઘકે સાથ યાત્રાકે પ્રસંગમે હમારે સ્થાનમેં સ્વામીજી કા દર્શન
હોના યહ એક બડે ભાગ્યકી બાત હૈ. ઈસમેં કોઈ શક નહીં કિ પૂ. સ્વામીજીકા યહાં આના યહ ઈસ સંસ્થાકા
ઐતિહાસિક પ્રસંગ ગીના જાયગા, હમારી સંસ્થાકે ઈતિહાસમેં યહ પ્રસંગ અવિસ્મરણીય બના રહેગા, ઈતના હિ
નહીં બલ્કિ સંસ્થાકે ઈતિહાસમેં ઈસકા બહુત ઉચ્ચ સ્થાન રહેગા.
સ્વામીજી જૈન ધર્મકી બડી પ્રભાવના કર રહૈ હૈ, સ્વામીજીકા જો પ્રભાવ હો રહા હૈ ઈસસે યહ બાત
નિશ્ચિત સમજી જાયગી કિ આપકે દ્વારા અબ ઈસ પ્રાતમેં ભી જૈનધર્મકી અચ્છી પ્રભાવના હોગી. હમારે યહાં ડેઢ
દિન કૈસે બીત ગયે યહ ભી હમેં માલુમ ન પડા.....હમારી ભાવના થી કિ સંઘ યહાં ઔર ભી એક દિન
ઠહરે....હમ યાત્રાસંઘકી સફલતાકી કામના કરતે હૈ.
બાહુબલીક્ષેત્રના દોઢ દિવસના કાર્યક્રમમાં બધા યાત્રિકોને આનંદ થયો હતો.
કોલ્હાપુર–તા. ૨૧ ના રોજ સંઘ બાહુબલીથી કોલ્હાપુર આવ્યો હતો, ગુરુદેવનું સ્વાગત થયું હતું; જેમાં
પ્રોફેસર એ. એન. ઉપાધ્યે વગેરે પણ સાથે હતા. સ્વાગત બાદ નગરપાલિકા હોલમાં મંગલ પ્રવચન થયું હતું.
અહીં તેમજ કરાડ વગેરેમાં સંઘના ભોજનાદિની વ્યવસ્થા શેઠ લક્ષ્મીચંદ ભાઈ તરફથી કરવામાં આવી હતી.
બપોરે ગુરુદેવના પ્રવચનમાં હજારો માણસોએ લાભ લીધો હતો. પ્રવચન બાદ પ્રોફેસર
A. N. Upadhye
એ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે–આજ હમારા બડા સૌભાગ્ય હૈ ઔર કોલ્હાપુર નગરકે સભી લોગોંકા
સૌભાગ્ય હૈ કિ કાનજીસ્વામી મહારાજ યહાં પધારે હૈ; હમ સબકી ઓરસે–જો યહાં ઉપસ્થિત હૈ ઉન સબકી
અનુમતીસે, એવં જો ઉપસ્થિત નહીં હૈ ઉનકી ભી અનુમતી હી સમઝ કરકે કોલ્હાપુર નગરકી સભી જનતાકી
ઓરસે, મૈં આપકા વ સંઘકા સ્વાગત કરતા હું. આપ (પૂ. શ્રી કાનજીસ્વામી) સૌરાષ્ટ્ર કે હોતે હુએ ભી, ઉનકી
વાણીકા પ્રભાવ સારે ભારતમેં ફૈલ રહા હૈ, ઔર આત્મજ્ઞાનમેં રસ લેનેવાલે લોગોંકે લિયે ઉનકી વાણી બડી
ઉપયોગીં હૈ. વર્તમાનમેં જબ સારે સંસારમેં અશાંતિકા વાતાવરણ ફૈલ રહા હૈ તબ, સંસારસે હમ કૈસે મુક્તિ પાવે
ઈસકી કુંજી હમેં ઐસે મહાન પ્રભાવશાળી મહાત્માઓંસે હી મિલ સકતી હૈ. મૈં ફિરસે આપકા સ્વાગત કરતાં હૂં
ઔર આપકે સંઘકી યાત્રામેં સફલતા ચાહતા હૂં.
કોલ્હાપુરમાં અનેક પ્રાચીન જિનમંદિરો છે, જેમાં રત્નત્રય ભગવંતો વગેરે બિરાજમાન છે. કેટલાક
પ્રાચીન વૈભવશાળી મંદિરો આજે ભગ્નાવશેષ જેવી સ્થિતિમાં છે. કોલ્હાપુરમાં રાત્રિચર્ચામાં સેંકડો માણસોએ
લાભ લીધો હતો.
સ્તવનિધિ થઈને બેલગાંવ
પૂ. ગુરુદેવ યાત્રાસંઘ સહિત કોલ્હાપુરથી તા. ૨૨ના રોજ, વચ્ચે સ્તવનિધિક્ષેત્રે બિરાજમાન પાર્શ્વનાથાદિ
ભગવંતોના દર્શન કરીને, બેલગાંવ પધાર્યા હતા, ત્યાં ગુરુદેવનું સ્વાગત થયું હતું. બેલગાંવ–કિલ્લાના પ્રાચીન
જિનમંદિરમાં, શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીના મંગલહસ્તે પ્રતિષ્ઠિત શ્રી નેમિનાથ ભગવાનની અતિ ઉપશાંત
મુદ્રાધારી ભવ્ય પ્રતિમાના દર્શન કરીને ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ હતી. કહે છે કે અહીં કિલ્લામાં પહેલાં ૧૦પ
જેટલા જિનમંદિરો હતાં, અને અહીંના રાજાએ નેમિચંદ્રસ્વામી પાસે દીક્ષા લીધી હતી.

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૬ બઃ આત્મધર્મઃ ૧૮૪
નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી જેવા જિનબિંબપ્રતિષ્ઠાના મંગલકાર્યો આજે કરી રહ્યા છે, અને અહીં તે
નેમિચંદ્રસ્વામીના હસ્તે થયેલું જિનેન્દ્ર પ્રતિષ્ઠાનું મંગલકાર્ય નજરે નિહાળીને ગુરુદેવને ઘણો પ્રમોદ થયો
હતો.....સંઘના બધા યાત્રિકો પણ પૂ. ગુરુદેવની પ્રેરણાથી આ જિનમંદિરના દર્શન કરીને આનંદિત થયા હતા.
પ્રતિમાજી લગભગ ૪ ફૂટ અર્ધપદ્માસને છે. ને મંદિર ખૂબ જ કળામય ભવ્ય પ્રાચીન છે. આ ઉપરાંત હૂબલીમાં
બીજા પણ અનેક જિનમંદિરો છે.
બપોરના પ્રવચન પહેલાં શેઠ ચન્દ્રકાન્ત કાગવાડીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે ૧૮–૨૦ સાલસેં
હમ કાનજી મહારાજકા નામ વ કાર્ય સુન રહે થે, ઔર ઉનકે દર્શનકી હમે બહુત ઉત્કંઠા થી; આજ યહાં પર ઉનકે
સાક્ષાત્ દર્શન પાકર હમ બહુત ખુશ હુએ હૈ.....હમ મહારાજજીકે દર્શનસે પાવન બન ગયે હૈ, હમારી નગરી
પાવન બન ગઈ હૈ, ઔર આજ હમ અપનેકો ધન્ય સમઝતે હૈ, હમ હૃદયસે પૂ. સ્વામીજીકા વ સંઘકા સ્વાગત
કરતે હૈ.
ત્યારબાદ કુમારી પુષ્પાબેને મરાઠીમાં સ્વાગત ગીત (સ્વાગત કરું યા ત્યાગી વરાંચે.....) ગાયું હતું.
તેમજ અહીંના આગેવાન વેપારી શેઠશ્રી જીવરાજભાઈ (–જેઓ શ્વેતાંબર સમાજમાં આગેવાન છે) તેમણે પણ
ગુરુદેવનું સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, હમે હર્ષ હૈ કિ યહાં ‘શ્રી મહાવીર જૈન સંઘ’ કી ઓરસે પૂ.
સ્વામીજી કા સ્વાગત–સન્માન કિયા ગયા હૈ. હમારે ‘મહાવીર જૈન સંઘ’ મેં શ્વેતાંબર–સ્થાનકવાસી વ મૂર્તિપૂજક
સભી સામેલ હૈ, ઔર સભી સામેલ હોકર કે આજ સ્વામીજીકા સ્વાગત કર રહે હૈં. ઈતને બડે સંઘકે સાથ
કાનજીસ્વામી મહારાજ યહાં પધારે હૈ ઔર યાત્રા કે લિયે જા રહે હૈ ઈસસે હમેં બહુત ખુશી હૈ. હમ સબકી
ઔરસે મૈં આપકે સ્વાગતકે સાથસાથ યહ ભાવના કરતા હૂં કિ આપકી સબકી યાત્રા સફલ હો.”
ત્યારબાદ જૈન બોર્ડીગમાં ગુરુદેવનું પ્રવચન થયું હતું, જેમાં ત્રણેક હજાર માણસો હતા. અહીંની જનતા
હિંદી ભાષા પણ બરાબર સમજતી ન હોવા છતાં ઉત્સુકતાથી પ્રવચન સાંભળતી હતી, ને ગુરુદેવનો પ્રભાવ
દેખીને લોકો પ્રસન્ન થતા હતા.
હુબલી શહેર–બેલગાંવથી પ્રસ્થાન કરીને સંઘ તા. ૨૨ ની રાતના હુબલી શહેર પહોંચી ગયો હતો, ને પૂ.
ગુરુદેવ તા. ૨૩ ની સવારમાં હુબલી પધાર્યા હતા. ગુરુદેવ પધારતાં ભવ્ય સ્વાગત (ચંદ્રપ્રભુ જિનમંદિર, જૈન
બોર્ડીંગથી) થયું હતું.....ગુરુદેવ મોટરમાંથી ઊતરતાં વેંત બે નાનકડા હાથીઓએ સલામી આપીને હારતોરાથી
ગુરુદેવનું સ્વાગત કર્યું હતું....વચ્ચે ત્રણ જિનમંદિરોના દર્શન કરીને સ્વાગત સરઘસ શાંતિનાથ પ્રભુના જિનમંદિરે
આવ્યું હતું; અહીં શાંતિનાથ પ્રભુના સુંદર સુંદર પ્રાચીન ત્રણ ફૂટના ખડ્ગાસન ભગવાન બિરાજે છે, તેમજ પંચ
બાલબ્રહ્મચારી તીર્થંકરો વગેરેના પણ સુંદર (નાનકડા) પ્રતિમાજી છે. ત્યાં દર્શન કરીને તથા અર્ધ ચડાવીને
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું. લોકો એકબીજાની ભાષા પણ ન સમજે એવા અજાણ્યા દેશમાં પણ બબ્બે હાથી
સહિતનું ગુરુદેવનું ભવ્ય સ્વાગત દેખીને યાત્રિકોને ઘણો હર્ષ થતો હતો. જુની હુબલીના સિદ્ધાર્થમઠમાં સંઘનો
ઉતારો હતો. જુની હુબલમાં બે તથા નવી હુબલીમાં ચાર–જિનમંદિરો છે.
સંઘનું પ્રસ્થાન આનંદપૂર્વક ચાલી રહ્યું છે. હવે સંઘ કાનડી ભાષાના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યો છે.–જ્યાંના
લોકો હિંદી ભાષાપણ સમજી શકતા નથી. ગુરુદેવ જેવા મહાપ્રભાવશાળી સંતો સાથે જાત્રા કરતાં યાત્રિકો
ઘરબારને ભૂલી ગયા છે, દેશથી કેટલે દૂર આવી ગયા છીએ તે પણ યાદ નથી આવતું....જ્યાં જ્યાં સંઘનો પડાવ
થાય છે ત્યાં ત્યાં જાણે કે એક નવી જ નાનકડી નગરી વસી જાય છે......ને જૈનધર્મના પ્રભાવથી નગરી ગાજી
ઊઠે છે.....હજારો માણસોનાં ટોળાં આશ્ચર્યથી સંઘને નીહાળે છે...આમ ૭૦૦ જેટલા યાત્રિકો સહિત પૂ. ગુરુદેવ
દક્ષિણના તીર્થધામોની મંગલ યાત્રા અર્થે વિચરી રહ્યા છે.
આ રીતે પૂ. શ્રી કાનજીસ્વામીનો યાત્રાસંઘ આનંદપૂર્વક પ્રસ્થાન કરી રહ્યો છે.....સંતો અને સાધર્મીઓ
સાથે રોજ નવા નવા જિનેન્દ્ર ભગવંતોને ભેટતાં હર્ષ થાય છે......
(તા ૨૩–૨–પ૯ સવાર સુધીનું.)
યાત્રિકો સાથેના પત્રવ્યવહારનું સરનામુંઃ–
श्री कानजीस्वामी दि. जैन तीर्थंयात्रा संघ
C/o पोस्टमास्तर साहब ગામનું નામ...........

PDF/HTML Page 12 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ ૭ઃ
જેનાથી સંસાર
અટકે..... ને.....
મુક્તિ થાય......એવી વાત
વર્દ્ધમાનપુરીમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૮૪ વૈશાખ સુદ પાંચમઃઃ
સમયસાર ગા. ૭૨
પ્રથમ જીવને એમ ધગશ જાગવી
જોઈએ ને આત્માની ધૂન લાગવી જોઈએ
કે મારા આત્માનું સમ્યગ્દર્શન કર્યા વગર
આ જન્મમરણથી છૂટકારો થાય તેમ
નથી, માટે સમ્યગ્દર્શન કરવા જેવું છે.–
એમ અંદર આત્માના સમ્યગ્દર્શનની
ખરી ઝંખના જાગે તો અંતરમાં તેનો
માર્ગ શોધે. તે જીવ બહારના સંયોગમાં કે
વિકલ્પોમાં સુખબુદ્ધિ કરે નહિ એટલે
તેમાં આત્માને બાંધી દ્યે નહિં, પણ
તેનાથી છૂટો ને છૂટો રહીને જ્ઞાનાનંદ
સ્વભાવ તરફ વારંવાર વળ્‌યા કરે. આવા
અંતરપ્રયત્નથી આત્માનો અનુભવ થાય
છે....ને તેનાથી જ સંસાર અટકીને મુક્તિ
થાય છે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૪
આ સમયસારશાસ્ત્ર વંચાય છે. ‘સમય’ એટલે આત્મા, તેમાં ‘સાર’ તે શુદ્ધઆત્મા છે, એટલે કે
શુદ્ધઆત્મા તે ‘સમયસાર’ છે ને તેને બતાવનારું આ શાસ્ત્ર ‘સમયસાર’ છે. સમયસાર એટલે આત્માનો
શુદ્ધસ્વભાવ શું છે તેને જાણ્યા વિના, અજ્ઞાનભાવે જીવ અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે; તે પરિભ્રમણ કેમ
ટળે તેની આ વાત છે.
ક્ષણિક રાગાદિભાવો હોવાં છતાં ચૈતન્યસ્વભાવ તે રાગમય થઈ ગયો નથી. રાગથી પાર ચૈતન્યતત્ત્વની
દ્રષ્ટિ વગર એકલો ક્ષણિક રાગ તે જ હું એમ અજ્ઞાની જીવ પોતાને રાગમય જ અનુભવે છે. આચાર્યદેવ તેને
સમજાવે છે કે અરે ભાઈ! તારો આત્મા રાગથી જુદા સ્વભાવવાળો છે. જેમ સેવાળ પાણીથી ભિન્ન છે, સેવાળ
તો મલિન છે ને પાણી પવિત્ર છે, તે બંને એક નથી પણ પૃથક છે; તેમ રાગાદિભાવો તારા ચૈતન્યસ્વભાવથી
ભિન્ન છે, રાગાદિ તો મલિન છે ને ચૈતન્યસ્વભાવ તો પવિત્ર છે, તે બંને એકમેક નથી પણ જુદા છે. માટે તારા
આત્માને રાગથી ભિન્ન જાણ. આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન કરવાથી જ સંસાર અટકશે ને મુક્તિ થશે.
ત્યારે શિષ્ય પૂછે છે કે પ્રભો! એ રીતે ભેદજ્ઞાનથી જ સંસાર કઈ રીતે અટકી જાય છે? રાગાદિ ભાવો
દુઃખદાયક છે ને તેનો વિરોધ કરવા જેવો છે, તે રાગથી પાર ચૈતન્યનો અનુભવ કર્યે જ મારો ભવભ્રમણથી
છૂટકારો થાય તેમ છે–એમ લક્ષમાં લઈને, કોઈ પણ રીતે સમ્યગ્દર્શનવડે શુદ્ધઆત્માનો અનુભવ કરવાની જેને
ધગશ અને ઝંખના જાગી છે એવો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્મા અને રાગાદિને ભિન્ન જાણવાથી જ
સંસાર અટકી જાય છે તે કઈ રીત?
એવા શિષ્યને ઉત્તર આપતાં આચાર્ય ભગવાન કહે છે કે–
અશુચિપણું વિપરીતતા એ આસ્રવોના જાણીને,
વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨
આત્માનો સ્વભાવ તો જાગૃત ચૈતન્યરૂપ છે, તે તો પવિત્ર છે; અને આસ્રવો એટલે કે શુભાશુભવૃત્તિઓ
તેનાથી વિપરીત અપવિત્ર છે; વળી ચૈતન્યસ્વભાવમાં વળતાં તો શાંત અનાકુળ સુખનું વેદન થાય છે ને
રાગાદિમાં તો આકૂળતારૂપ દુઃખનું વેદન છે–આમ યથાર્થપણે જે જીવ જાણે છે તે, આસ્રવોને અપવિત્ર, વિપરીત
અને દુઃખરૂપ જાણીને તેનાથી પાછો વળે છે એટલે કે તેમાં એકતાબુદ્ધિ છોડે છે, ને ચૈતન્યસ્વભાવને પવિત્ર–
સુખરૂપ જાણીને તેમાં અંતર્મુખ થાય છે–તેમાં એકતારૂપે પરિણમે છે. આ રીતે ભેદજ્ઞાન વડે આસ્રવોથી નિવૃત્ત
થાય છે ત્યારે તેનો સંસાર અટકી જાય છે ને મુક્તિ થાય છે.
જુઓ, આ ભેદજ્ઞાન! જેનાથી સંસાર અટકે ને મુક્તિ થાય. એક સેકંડનું ભેદજ્ઞાન અનંત સંસારનો નાશ
કરીને અલ્પકાળમાં મુક્તિ આપે છે. અહા! ભેદજ્ઞાનનો મહિમા જીવને અનાદિથી ભાસ્યો નથી, ને બહારની ક્રિયા
કે બહારના શુભાશુભભાવોનો મહિમા માન્યો છે; જેનો મહિમા માને તેનાથી પાછો કેમ વળે? અને ચૈતન્યનો
મહિમા જાણ્યા વગર તેમાં અંતર્મુખ કેમ થાય? અહો, હું તો જ્ઞાયક છું, મારો આત્મા જ મારા સુખનું કારણ છે–
એમ નિર્ણય કરીને અંતર્મુખ થવું તે જ બંધનથી છૂટકારાનો ઉપાય છે. અરે જીવો! એકવાર આવો નિર્ણય તો કર
કે મારા આત્મામાં અંતર્મુખ થવું તે જ મને સુખનું કારણ છે ને બર્હિર્મુખ વૃત્તિ તે મને દુઃખનું કારણ છે; સંયોગો
મને સુખ–દુઃખનું કારણ નથી પણ સંયોગ તરફના બહિર્મુખ ભાવો છોડીને જ્ઞાયકસ્વભાવમાં અંતર્મુખ થવા જેવું
છે.–આવો યથાર્થ નિર્ણય પણ પૂર્વે કદી કર્યો નથી અંતરના અપૂર્વ પ્રયત્નથી જો આવો નિર્ણય કરે તો તે
નિર્ણયના બળે અંતરમાં વળ્‌યા વગર રહે નહિ. પ્રથમ જીવને એમ ધગશ જાગવી જોઈએ ને આત્માની ધૂન
લાગવી જોઈએ કે મારા આત્માનું સમ્યગ્દર્શન કર્યા વગર આ જન્મમરણથી છૂટકારો થાય તેમ નથી, માટે
સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શન કરવા જેવું છે.–એમ અંદર આત્માના સમ્યગ્દર્શનની ખરી ઝંખના જાગે તો
અંતરમાં તેનો માર્ગ શોધે. તે જીવ બહારના સંયોગમાં કે વિકલ્પોમાં સુખબુદ્ધિ કરે નહિ એટલે તેમાં
આત્માને બાંધી ઘે નહિ; પણ તેનાથી છૂટો ને છૂટો રહીને જ્ઞાનાનંદ સ્વભાવ તરફ વારંવાર વળ્‌યા કરે.
આવાં અંર્તપ્રયત્ન વગર આત્માનો અનુભવ થાય નહિ ને આત્માના અનુભવ વગર ભવભ્રમણથી છૂટકારો;
થાય નહિ.

PDF/HTML Page 14 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ ૯ઃ
અંતર્મુખ લક્ષ કરે તો ખ્યાલમાં આવે કે આ રાગાદિની લાગણીઓમાં શાંતિ નથી પણ આકુળતા
છે, ને ચૈતન્યસ્વભાવ શાંત–અનાકુળ સ્વાદથી ભરેલો છે, તે સ્વભાવમાં વળતાં શાંત અનાકુળ સ્વાદનું
વેદન થાય છે.–આમ પોતાને સ્વાદના ભેદથી આત્મા અને રાગની ભિન્નતાનો નિર્ણય થાય છે. અને જ્યાં
બંનેના સ્વાદને ભિન્ન જાણ્યો ત્યાં રાગના સ્વાદમાં જ્ઞાન રોકાતું નથી પણ અંતર્મુખ થઈને ચૈતન્યના
અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે. આ રીતે અંતર્મુખ ભેદજ્ઞાન વડે જ આત્મા આસ્રવોથી નિવૃત્ત થઈ
જાય છે. આસ્રવોના સ્વાદને પોતાથી વિપરીત જાણ્યો, પછી જ્ઞાન તેમાં કેમ અટકે? ન જ અટકે એટલે કે
તેનાથી પાછું વળી જાય છે–પૃથક્ થઈ જાય છે; ને ચૈતન્યના આનંદસ્વભાવને પોતાનો જાણીને જ્ઞાન તે
તરફ વળે છે એટલે કે તેમાં એકાગ્ર થાય છે.–આ રીતે ભેદજ્ઞાન થતાં જ આત્મા સંસારથી નિવૃત્ત થાય છે
ને મોક્ષ તરફ પરિણમતો જાય છે. આવું ભેદજ્ઞાન તે ધર્મ છે.
સમ્યગ્જ્ઞાન વડે આત્મા અને આસ્રવ વચ્ચે વિવેક થતાં જ જીવને વિકારબુદ્ધિ છૂટી જાય છે એટલે કે
વિકારથી લાભ એવી બુદ્ધિ તેને રહેતી નથી. જેમ અંધારામાં કોઈ પુરુષને અજાણી સ્ત્રી પ્રત્યે વિકાર ભાવ થાય,
પણ જ્યાં પ્રકાશમાં ખબર પડી કે અરે, આ તો મારી માતા! ! ત્યાં તરત જ તેની વિકારવૃત્તિ છૂટી જાય છે, ને
માતા પ્રત્યે આદરબુદ્ધિ થાય છે. જુઓ, જ્ઞાન થતાં જ વિકારબુદ્ધિ છૂટી ગઈ, તેમાં બીજું કાંઈ કરવું ન પડયું. તેમ
ચિદાનંદ સ્વભાવને ભૂલીને અજ્ઞાનથી અંધ થયેલો જીવ અનાદિથી રાગાદિ વૃત્તિને સુખરૂપ જાણીને તેની રુચિ
કરે છે–તેનો જ સ્વાદ લ્યે છે પણ ચિદાનંદતત્ત્વની સન્મુખ દ્રષ્ટિ કરતો નથી. જ્યાં સત્સમાગમે લક્ષ થયું કે અરે,
આ વિકાર તો મને દુઃખરૂપ છે–મલિન છે ને મારો ચૈતન્યસ્વભાવ તેનાથી પૃથક્ છે–પવિત્ર છે ને તેજ મને
સુખરૂપ છે.–આવું લક્ષ થતાં જ અંતરસ્વભાવ પ્રત્યે આદરભાવ થયો ને વિકારનો આદર છૂટી ગયો, વિકારીબુદ્ધિ
છૂટી ગઈ. ચૈતન્યસ્વભાવ તરફ રુચિ ઢળી ગઈ ત્યાં હવે વિકારીભાવો પ્રત્યે સ્વપ્નેય પ્રીતિ ન રહી. આ રીતે
સમ્યગ્જ્ઞાનરૂપ પ્રકાશવડે આત્મા આસ્રવોથી પાછો ફરી જાય છે.–આ જ ધર્મનો ઉપાય છે. આવા સમ્યગ્જ્ઞાન
વગર બીજું બધું અનંતવાર જીવ કરી ચૂક્યો, પણ મુક્તિનો માર્ગ તેને હાથ ન આવ્યો. આચાર્ય ભગવાન કહે છે
કે પ્રભો! તારી મુક્તિનો માર્ગ તારા આત્મામાંથી શરૂ થાય છે; બહારથી તારી મુક્તિનો માર્ગ મળે તેમ નથી;
માટે અંતરસ્વભાવને લક્ષમાં લઈને તેના સન્મુખ થા. મુક્તિનો માર્ગ અંતર્મુખ છે; “અંતર્મુખ
અવલોકતાં......વિલય થતાં નહિ વાર” બહિર્મુખ મોહભાવે સંસાર છે. અંતરસ્વભાવમાં અવલોકન કરતાં
અનાદિનો સંસાર ક્ષણમાત્રમાં વિલય થઈ જાય છે.
આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ છે. એમ જાણી, શ્રદ્ધા કરી, તેમાં લીન થઈને જેમણે પોતાની
પૂર્ણ જ્ઞાનાનંદ શક્તિ વ્યક્ત કરી એવા જિનદેવ સર્વજ્ઞપરમાત્મા કહે છે કે દરેક આત્મામાં આવી પરિપૂર્ણ શક્તિ
વિદ્યમાન છે, તેનું અંર્ત–અવલંબન કરતાં સદોષતા ટળીને નિર્દોષતા પ્રગટે છે. સદોષતા એટલે કે રાગ–દ્વેષ–
અજ્ઞાનપણું તે કાયમી ચીજ નથી પણ કાયમીગુણોની તે ક્ષણિક વિકૃતિ છે અને તે વિકૃતિ ટળીને, કાયમી ગુણના
આધારે નિર્દોષ દશા પ્રગટે છે. પણ અજ્ઞાની જીવ ક્ષણિક વિકૃતિ જેટલો જ પોતાને માનીને તેનો જ અનુભવ કરી
રહ્યો છે, ને ક્ષણિક વિકૃતિની પાછળ આખો અવિકારી ગુણ પડયો છે તેને ભૂલી રહ્યો છે, તેથી તેને પોતાના
ગુણની અવિકારી શાંતિનું વેદન થતું નથી. શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરતાં શુદ્ધતા
પ્રગટે છે, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, તેને ધર્મ કહે છે. ધર્મની રીત તો આ છે, બીજી રીતે ધર્મ
કરવા માંગે તે કદી થાય તેમ નથી. ધર્મની રીત શું છે તે પણ જીવોના ખ્યાલમાં આવતી નથી તો ધર્મ કરે ક્યાંથી? ધર્મની વાસ્તવિક રીતને જાણ્યા વગર અનાદિથી બાહ્યદ્રષ્ટિથી બીજી રીતે (જડની ક્રિયામાં ને પુણ્યમાં)
ધર્મમાની લીધો છે પણ તેથી જીવના ભવભ્રમણનો અંત આવ્યો નથી. ભાઈ, તારો ધર્મ તો તારી
ચૈતન્યશક્તિમાંથી આવે, કે રાગમાંથી આવે? રાગમાંથી ધર્મ આવે એમ કદી બનતું નથી. રાગ કરતાં કરતાં ધર્મ
થઈ જાય એમ નથી. ધર્મ તો ચૈતન્યસ્વભાવના આધારે છે. રાગના આધારે તો બંધન થાય છે. તો બંધનભાવનું
સેવન કરતાં કરતાં મોક્ષનો માર્ગ થઈ જાય–એમ કેમ બને?–કદી ન જ બને. માટે જેને બંધનની–રાગની રુચિ છે
તેને આત્માના અબંધ સ્વભાવની રુચિ નથી પણ અરુચિ છે એટલે કે આત્મા પ્રત્યે ક્રોધ છે. તે ક્રોધમાં આત્મા
નથી એટલે કે જેને

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૪
ચૈતન્યની અરુચિ છે તેને આત્માનું જ્ઞાન નથી. જેના જ્ઞાનમાં રાગની રુચિ છે તેના જ્ઞાનમાં ચૈતન્યની
નાસ્તિ છે, કેમ કે રાગથી ભિન્ન ચૈતન્યનું અસ્તિત્વ તેના જ્ઞાનમાં ભાસ્યું નથી. અહીં જ્ઞાનીઓ–સંતો
પોતાના અનુભવપૂર્વક ચૈતન્ય અને રાગની ભિન્નતા સમજાવે છે. અરે જીવ! રાગથી ભિન્ન
ચિદાનંદતત્ત્વના અનુભવની આ વાત સાંભળતાં અંદર તેનો ઉત્સાહ અને પ્રેમ લાવીને હકાર લાવ–
ચૈતન્યનો ઉત્સાહ પ્રગટ કરીને તેની વાતનું શ્રવણ પણ જીવે કદી નથી કર્યું. એ વાત સંભળાવનારા તો
અનંતવાર મળ્‌યા પરંતુ જીવે અંદરમાં ચૈતન્યના ઉત્સાહપૂર્વક કદી શ્રવણ નથી કર્યું. પણ રાગના
ઉત્સાહપૂર્વક જ સાંભળ્‌યું છે. જો રાગનો ઉત્સાહ છોડીને ચૈતન્યના ઉત્સાહપૂર્વક એકવાર પણ તેનું શ્રવણ
કરે તો અલ્પકાળમાં સ્વભાવનો અનુભવ પ્રગટીને ભવનો અંત આવ્યા વગર રહે નહીં.
જ્યાં પોતાના ચિદાનંદસ્વભાવનો મહિમા આવ્યો ત્યાં રાગાદિ વિકારનો મહિમા છૂટી જાય છે
છે.

PDF/HTML Page 16 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ ૧૧ઃ
મોક્ષમાર્ગી મુનિવરોના ચક્ષુ
(પ્રવચનસાર ગાથા ૨૩૪–૩પ નાં પ્રવચનોમાંથી)
પ્રશ્નઃ– સર્વજ્ઞપરમાત્મા કેવા છે?
ઉત્તરઃ– સર્વજ્ઞપરમાત્માને જ્ઞાનચક્ષુ પરિપૂર્ણ ખીલી ગયાં છે તેથી તેઓ ‘સર્વતઃચક્ષુ’ છે. જેને શુદ્ધજ્ઞાન
છે, પરિપૂર્ણ જ્ઞાન છે, તે સર્વતઃચક્ષુ છે. અર્હંતો અને સિદ્ધભગવંતો સર્વતઃચક્ષુ છે.
પ્રશ્નઃ– જેને સર્વતઃચક્ષુ ખુલ્યાં નથી તે જીવો કેવા છે?
ઉત્તરઃ– જેને સર્વતઃચક્ષુ ખુલ્યાં નથી એવા બધાય સંસારજીવો ‘ઇન્દ્રિયચક્ષુ’ છે, કેમ કે તેઓ
ઇન્દ્રિયજ્ઞાનવડે મૂર્ત દ્રવ્યોને જ દેખનારા છે.
પ્રશ્નઃ– દેવોને તો ઈંદ્રિય વગર દેખનારું અવધિજ્ઞાન હોય છે તો તેને પણ ઈંદ્રિયચક્ષુપણું કઈ રીતે છે?
ઉત્તરઃ– દેવોને અવધિજ્ઞાન છે તે અપેક્ષાએ અવધિચક્ષુ કહેવાય છે, છતાં તેઓ પણ અવધિજ્ઞાન વડે
માત્ર મૂર્તદ્રવ્યોને જ દેખતા હોવાથી ઈંદ્રિયચક્ષુ જ છે; કેમ કે તેઓ તે અવધિચક્ષુવડે પણ અતીન્દ્રિય શુદ્ધ આત્માનું
સંવેદન કરી શકતા નથી.
પ્રશ્નઃ– ઇન્દ્રિયચક્ષુવાળા જીવો કેવા છે?
ઉત્તરઃ– ઈંદ્રિયચક્ષુવાળા આ બધાય જીવો મોહવડે હણાયેલા છે, ઇન્દ્રિયચક્ષુવડે પરને જ દેખતા થકા
તેઓ પરજ્ઞેયમાં જ સ્થિત વર્તે છે, સ્વતત્ત્વને તેઓ જાણતા નથી; તેથી પરજ્ઞેયોમાં જ લીન વર્તતા થકા તેઓ
મોહથી હણાઈ ગયા છે, જ્ઞાનચક્ષુની પરિપૂર્ણ દેખવાની શક્તિ તેમને મોહને લીધે હણાઈ ગઈ છે.
પ્રશ્નઃ– સર્વતઃચક્ષુ પણું કઈ રીતે સધાય છે?
ઉત્તરઃ– શુદ્ધાત્મત્ત્વના સંવેદનથી સર્વતઃચક્ષુ પણું સધાય છે.
પ્રશ્નઃ– તે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન કઈ રીતે થાય છે?
ઉત્તરઃ– તે શુદ્ધાત્મ–સંવેદન તો અંતર્મુખ એવા અતીન્દ્રિયજ્ઞાન વડે જ થાય છે, ઈંન્દ્રિય ચક્ષુવડે કદી
શુદ્ધાત્મ–સંવેદન થતું નથી.
પ્રશ્નઃ– સર્વતઃચક્ષુપણાની સિદ્ધિ માટે મોક્ષમાર્ગી મુનિવરોને કેવાં ચક્ષુ હોય છે?
ઉત્તરઃ– મોક્ષમાર્ગી એવા ભગવંતશ્રમણોને સર્વતઃ ચક્ષુપણાની સિદ્ધિને માટે ‘આગમચક્ષુ’ હોય છે.
પ્રશ્નઃ– આગમચક્ષુ વડે તે મુનિવરો શું કરે છે?
ઉત્તરઃ– તે મોક્ષમાર્ગી મુનિવરો આગમચક્ષુ વડે સમસ્ત પદાર્થોને જાણીને સ્વપરનું ભેદજ્ઞાન કરે છે, ને
સ્વપરના વિભાગ વડે મોહને છેદીને તેઓ સ્વતત્ત્વમાં જ ઉપયોગને જોડે છે; આ રીતે જ્ઞાનસ્વરૂપ સ્વતત્ત્વમાં
એકાગ્ર રહેતાં, સતત જ્ઞાનનિષ્ઠ જ રહેતાં તેમને કેવળજ્ઞાનરૂપ સર્વતઃચક્ષુ ઊઘડી જાય છે.–આ રીતે મોક્ષમાર્ગી
મુનિભગવંતોને આગમચક્ષુ વડે સર્વજ્ઞચક્ષુની સિદ્ધિ થાય છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૪
પ્રશ્નઃ આ જાણીને મુમુક્ષુઓએ શું કરવું?
ઉત્તરઃ– મુમુક્ષુઓએ આગમ અનુરૂપ ચક્ષુવડે બધુંય દેખવું અર્થાત્ આગમ અનુસાર સમસ્ત
પદાર્થોને યથાર્થપણે જાણીને સ્વપરનું ભેદજ્ઞાન કરવું, અને સ્વ–પરને ભિન્ન જાણીને જ્ઞાનાનંદસ્વરૂપ એવા
સ્વતત્ત્વમાં એકાગ્ર રહેવું આ સિદ્ધપદપ્રાપ્તિનો ઉપાય છે, ને આ જ આગમની આજ્ઞા છે. આ જ મુમુક્ષુઓનું
કર્તવ્ય છે.
પ્રશ્નઃ– જે જીવ રાગથી લાભ માને છે તે કેવો છે?
ઉતરઃ– રાગથી લાભ માનનાર જીવ ઈંદ્રિયચક્ષુવાળો જ છે; અતીન્દ્રિય આત્મતત્ત્વને જોવા માટે તે અંધ
છે; તેના અતીન્દ્રિયચક્ષુ ખુલ્યાં નથી, પણ રાગમાં લીનતાને લીધે બીડાઈ ગયાં છે.
દેખતો થકો તે જ્ઞેયનિષ્ઠ જ વર્તે છે, પણ જ્ઞાનચક્ષુને અંતરમાં વાળીને જ્ઞાનતત્ત્વને તે દેખતો નથી; તેથી તે પણ
જ્ઞાનતત્ત્વને દેખવા માટે અંધ છે. જ્ઞેયોથી ભિન્ન એવા જ્ઞાનતત્ત્વને નહિ દેખતો હોવાથી તેને શુદ્ધાત્માનું સંવેદન
થતું નથી.
પ્રશ્નઃ– શુદ્ધઆત્માના સંવેદનથી શું સાધ્ય છે?
ઉત્તરઃ– શુદ્ધઆત્માના સંવેદનથી સિદ્ધપદ સાધ્ય છે; તે સિદ્ધપદમાં જ્ઞાનચક્ષુઓ પરિપૂર્ણ ખીલી ગયા
હોવાથી સર્વત ચક્ષુપણું છે....ચૈતન્યના અસંખ્યપ્રદેશે કેવળજ્ઞાનરૂપી ચક્ષુ ઉઘડી ગયાં છે.
પ્રશ્નઃ– ઈંદ્રિયચક્ષુ વડે શું સાધ્ય છે?
ઉત્તરઃ– ઇંદ્રિયચક્ષુવડે સંસારભ્રમણ સાધ્ય છે, તેનાથી સિદ્ધપદ સંધાતું નથી, કેમ કે ઇંદ્રિયચક્ષુવડે આત્મા
દેખાતો નથી, અને પરથી ભિન્ન આત્માને નહિ દેખતો થકો તે ઈંદ્રિયચક્ષુવાળો જીવ પરદ્રવ્યમાં જ પ્રવર્તે છે, ને
પરદ્રવ્યપ્રવૃત્તિનું ફળ સંસાર જ છે.
પ્રશ્નઃ– તો આવા પરાધીન ઇંદ્રિયચક્ષુથી છુટીને સ્વાધીન સર્વતઃચક્ષુપણું પ્રગટ કરવા અમારે શું કરવું?
ઉત્તરઃ– પ્રથમ તો ગુરુગમે આગમચક્ષુવડે–એટલે કે અંતર્મુખ ભાવશ્રુતના અવલંબન વડે, સ્વ અને પરને
અત્યંત ભિન્ન જાણીને મોહને ભેદી નાંખવો. એ રીતે જ્ઞાન અને જ્ઞેયનો વિભાગ કરીને જ્ઞાનનિષ્ઠ જ રહેવું. આ
રીતે આગમચક્ષુવડે જ્ઞાનનિષ્ઠપણે શુદ્ધાત્માના સંવેદનમાં રહેતાં ઇંદ્રિયોનું અવલંબન છૂટી જાય છે ને અતીન્દ્રિય
એવું સર્વતઃચક્ષુપણું પ્રગટી જાય છે.
પ્રશ્નઃ– આગમચક્ષુ કોને હોય છે?
ઉત્તરઃ– આગમ એટલે કે ભાવશ્રુત દ્વારા સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને, જ્ઞાનસ્વરૂપ સ્વતત્ત્વમાં એકગ્રતાવડે
સિદ્ધપદને સાધતા હોવાથી મોક્ષમાર્ગી મુનિવરોને ‘આગમચક્ષુ’ કહ્યા છે. જો કે સમ્યગ્દ્રષ્ટિ–ભેદજ્ઞાની ધર્માત્માને
પણ ભાવશ્રુત પ્રગટયું હોવાથી ‘આગમચક્ષુ’ ઊઘડી ગયાં છે, પરંતુ અહીં મોક્ષમાર્ગમાં મુનિવરોની મુખ્યતા છે.
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇંદ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.
પ્રશ્નઃ– આગમ શું છે? અને તેની આજ્ઞા શું છે?
ઉત્તરઃ– સર્વતઃચક્ષુ એવા ભગવાન સર્વજ્ઞપરમાત્માએ પ્રત્યક્ષ જાણીને કહેલું સમસ્ત પદાર્થોનું સ્વરૂપ તે
આગમ છે તે આગમ સ્વ–પરનો વિભાગ દેખાડનારા છે, અને સ્વ–સન્મુખ થવાની તેની આજ્ઞા છે.
પ્રશ્નઃ– જેને આગમનું જ્ઞાન નથી તે જીવો કેવા છે?
ઉત્તરઃ– આગમચક્ષુ વગરના અજ્ઞાની જીવોને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી, પરથી ભિન્ન અને વિકારથી પણ
ભિન્ન એવા પરમ જ્ઞાનસ્વભાવી આત્માને તેઓ જાણતા નથી, એટલે સ્વ–પર એકત્વબુદ્ધિના મોહથી તેઓ
પરદ્રવ્યમાં જ પ્રવર્તે છે; તેઓ માત્ર ઇંન્દ્રિયસુખથી સંયોગી પરદ્રવ્યોને જ જોનારા છે, પણ જ્ઞાનચક્ષુને અંતરમાં
વાળીને–અંર્તદ્રષ્ટિ કરીને–શુદ્ધઆત્મતત્ત્વને તેઓ દેખતા નથી. આ રીતે આગમચક્ષુ વગરના જીવો અજ્ઞાની છે,
મોહાંધ છે.
પ્રશ્નઃ– આગમચક્ષુવાળા જીવો કેવા છે?
ઉત્તરઃ– જેમના આગમચક્ષુ ખુલી ગયા છે એવા મોક્ષમાર્ગી મુનિવરો આગમઅનુસાર સ્પષ્ટ તર્કણાથી
એટલે કે ભાવશ્રુતજ્ઞાનથી સમસ્ત પદાર્થોને જાણતા થકા,

PDF/HTML Page 18 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ ૧૩ઃ
શ્રુતજ્ઞાનોપયોગરૂપ પરિણમે છે. કેવળજ્ઞાની કેવા હોય, મુનિ કેવા હોય, સમ્યગ્દ્રષ્ટિ કેવા હોય, સાધક કેવા હોય,
બાધક કેવા હોય, જીવ શું, અજીવ શું, ઉપાદેયતત્ત્વો કયા, હેય તત્ત્વો કયા,–ઇત્યાદિ બધુંય આગમવડે સિદ્ધ
હોવાથી આગમચક્ષુવડે મોક્ષમાર્ગી મુનિવરો તે સર્વને જાણે છે. આ રીતે આગમચક્ષુથી સર્વ પદાર્થને જાણીને
પોતાના શ્રુતજ્ઞાનને જ્ઞાનસ્વભાવમાં જ પરિણમાવતા થકા મુનિવરો મોક્ષમાર્ગને સાધે છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ગુણસ્થાને પણ ભાવશ્રુતજ્ઞાનરૂપ આગમચક્ષુ ઊઘડી ગયાં છે. આ જડ આંખોમાં એવી તાકાત નથી કે પદાર્થોના
સ્વરૂપને દેખે; આગમરૂપી આંખોમાં જ એવી તાકાત છે કે સર્વપદાર્થોના સ્વરૂપને જાણે. મોક્ષમાર્ગી મુનિવરો
આવા આગમચક્ષુ વડે, સર્વતઃચક્ષુ એવા સર્વજ્ઞપદને સાધે છે.
એવા સર્વજ્ઞચક્ષુવંત શ્રી ભગવંતો, અને તેના સાધક આગમચક્ષુવંત શ્રી મુનિવરો અમારાં
જ્ઞાનચક્ષુને ખોલો.
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया।
चक्षुरुन्मीलिंत येन तस्मै श्रीगुरबे नमः।।
ગણ્યા ગણાય નહિ
પણ
અનુભવમાં સમાય
‘સવાર્થ સિદ્ધિ’ તે ઉત્કૃષ્ટ દેવલોક છે, ત્યાં
અસંખ્ય દેવો છે, તેઓ બધા સમ્યદ્રષ્ટિ છે તેઓનું
આયુષ્ય ૩૩ સાગરોપમ (અસંખ્ય અબજોવર્ષ) છે
તથા તેઓ એકાવતારી છે; તે બધાય દેવો ભેગા
થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે તો
પણ આત્માની શક્તિનો પાર ન આવે–એવી
અનંતશક્તિનો ધણી આ દરેક આત્મા છે. તે
સમ્યગ્દ્રષ્ટિ દેવોએ અનંત શક્તિસંપન્ન આત્માના
આનંદનો સ્વાદ સ્વ–સંવેદનથી ચાખી લીધો છે.
વિકલ્પદ્વારા ગણતરીથી આત્માની શક્તિનો પાર
નથી પમાતો, પણ જ્ઞાનને, અંતરમાં લીન કરતાં
ક્ષણમાત્રમાં આત્માની સર્વશક્તિનો પાર પામી
જવાય છે. આત્માના ગુણો, ગણ્યા ગણાય નહિ
પણ અનુભવમાં સમાય, ને જ્ઞાનમાં જણાય.

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૪ઃ
પૂ. ગુરુદેવના પ્રવચન–બાગમાંથી ચૂંટેલા ૭૦ પુષ્પોની
પુષ્પમાળા
સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માનો જય હો!
વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવની ૭૦ મી જન્મજયંતિ
પ્રસંગે શ્રદ્ધાંજલિ રૂપે આ ૭૦ પુષ્પોની પુષ્પમાળા ગૂંથવામાં
આવી છે. પૂ. ગુરુદેવ સહજ–સર્વજ્ઞ સ્વભાવી આત્માના
આરાધક છે, અને સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માનો મહિમા
એ જ તેમના ઉપદેશનો પ્રધાન સૂરે છે.....તે અહીં વ્યક્ત
કરવામાં આવ્યો છે. ગુરુદેવનો ઉપદેશ ઝીલીને આ સહજ–
સર્વજ્ઞસ્વભાવી આત્માનો મહિમા હૃદયમાં બેસાડીએ.....ને
અંતરમાં તેને પરિણમાવીએ–એ જ ગુરુદેવ પ્રત્યે પારમાર્થિ
શ્રદ્ધાંજલિ છે. ગુરુદેવના પ્રતાપે એવી શ્રદ્ધાંજલિ અર્પવા
સમર્થ થઈને એવી ભાવના પૂર્વક......આ પુષ્પમાળા ગૂંથી
છેઃ–
બ્ર. હરિલાલ જૈન
શ્રી સર્વજ્ઞ ભગવંતોને નમસ્કાર હો.
આત્મા સહજ–સર્વજ્ઞ સ્વભાવી છે.
તે સ્વભાવમાં એકાગ્રતા.....તે સર્વજ્ઞની વાણીનો સાર છે.
સર્વજ્ઞસ્વભાવી આત્મા મોક્ષનું ધામ છે.
સર્વજ્ઞસ્વભાવી આત્મા વિકારનું ધામ નથી.
અંતર્મુખ થઈને આવા સહજ સર્વજ્ઞ સ્વભાવની સંવેદન સહિત પ્રતીત તે સમ્યગ્દર્શન છે.
સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માને જે રાગથી લાભ માને તે અધર્મી મનાવે છે–તે કુગુરુ છે.
એવા કુગુરુના આદરનો ભાવ સમકિતી ધર્માત્માને આવતો નથી.
ધર્મીના શુભરાગનું વલણ શુદ્ધાત્મ પરિણતિના નિમિત્તો તરફ હોય છે.
૧૦સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મામાં એકાગ્ર થયેલા મોક્ષમાર્ગી મુનિવરો અતીન્દ્રિય આનંદને
અનુભવે છે.
૧૧સર્વજ્ઞ સ્વભાવી આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને તેમાં એકાગ્રતા તે ધર્મ છે.
૧૨ધર્મ, ધર્માત્મા વગર હોતો નથી.
૧૩જેને ધર્માત્મા પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો પ્રેમ નથી, ને તેથી તે ધર્મી નથી.

PDF/HTML Page 20 of 25
single page version

background image
મહાઃ ૨૪૮પઃ ૧પઃ
૧૪અંતરના યથાર્થ પ્રયત્નવડે સમજવા માંગે તેને સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મા અંતર્મુહૂર્તમાં જ
સમજાઈ જાય તેવો છે.
૧પસહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મા રાગના ઉપાય વડે અનંતકાળે પણ સમજાય તેવો નથી.
૧૬પ્રભો! આવો મનુષ્યઅવતાર તને અનંતકાળે મળ્‌યો તેમાં આત્માની દરકાર કરીને સહજ–
સર્વજ્ઞસ્વભાવી તારા આત્માને સમજ.
૧૭ સહજ સર્વજ્ઞસ્વભાવી આત્માને સમજતાં જ અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.
૧૮
સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માને સમજતાં જ આત્મામાં મોક્ષના કોલકરાર આવી જાય છે.
૧૯સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માને સમજતાં જ જીવ સર્વજ્ઞનો લઘુનંદન થાય છે.
૨૦સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મા પોતે જ પોતાનો પરમેશ્વર છે.
૨૧સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મા પોતે જ પોતાનો આરાધ્યદેવ છે.
૨૨ભાઈ, તારે દોષ ટાળીને ગુણ પ્રગટ કરવા છે ને?–‘હા’
૨૩તો તું સમજ કે દોષ તારો સ્વભાવ નથી, ને ગુણ તારો સ્વભાવ છે.
૨૪જે ટળી જાય તે સ્વભાવ હોય નહિ; અને જે સ્વભાવ હોય તે બહારથી આવે નહિ.
૨પમિથ્યાત્વ–રાગાદિ દોષો ટળી જાય છે માટે તે તારો સ્વભાવ નથી.
૨૬જ્ઞાનાદિ ગુણો તારો સ્વભાવ છે તે બહારથી આવતો નથી.
૨૭‘નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે; જાણે જુએ જે સર્વ તે હું–એમ જ્ઞાની
ચિંતવે.’
૨૮પ્રભો! તારા સ્વભાવની પ્રતીત તને ન આવે–તો તેં શું કર્યું?
૨૯તારા સર્વજ્ઞસ્વભાવની પ્રતીત વગર સર્વજ્ઞદેવને પણ તું ક્યાંથી ઓળખીશ?
૩૦નિજસ્વભાવના અસ્તિત્વમાંથી જ ધર્મની શરૂઆત થાય છે.
૩૧જેને નિજસ્વભાવના અસ્તિત્વની શ્રદ્ધા નથી તેને ધર્મની શરૂઆત થતી નથી.
૩૨આત્મા અનેકાન્ત સ્વભાવી છે તેની સાથે ધર્મીને મૈત્રી થઈ છે.
૩૩અનેકાન્ત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે એવા ધર્માત્મા શુદ્ધ જૈન છે.
૩૪છે.
૩પરત્નત્રયઆરાધક સંતને પણ જે શુભોપયોગ છે તે ધર્મ નથી.
૩૬ધર્મનું પહેલું પગલું સમ્યગ્દર્શન છે.
૩૭જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં સ્વભાવમાં કોઈ શંકા રહેતી નથી.
૩૮ભવરહિત એવા સર્વજ્ઞદેવને જેણે ઓળખ્યા છે તેને અંનતભવની શંકા હોતી નથી.
૩૯ ‘મારે અનંત ભવ હશે’ એવી જેને શંકા છે તેણે ભવરહિત સર્વજ્ઞ ભગવાનને ઓળખ્યા નથી.
૪૦સર્વજ્ઞનો નિર્ણય કરતાં પોતાના મોક્ષનો પણ નિર્ણય થઈ જાય છે.
૪૧સર્વજ્ઞનો ખરો નિર્ણય અને પોતાના જ્ઞાનસ્વભાવ નો નિર્ણય–એ બંને એક સાથે થાય છે.
૪૨સાધુપદ વગર સમ્યગ્દર્શન હોઈ શકે છે, પરંતુ સમ્યગ્દર્શન વગર સાધુપદ હોતું નથી.
૪૩સમ્યગ્દર્શન વગર સાધુપદ નહીં, સાધુપદ વગર સિદ્ધપદ નહીં.
૪૪જે સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્માને રાગથી ભિન્ન જાણે છે તેને જ અનેકાન્ત સાથે મિત્રતા છે.
૪પજે સહજ સર્વજ્ઞસ્વભાવી આત્માને રાગથી લાભ માને છે તેને અનેકાન્ત સાથે દુશ્મનાવટ છે,
મિત્રતા નથી.
૪૬અનેકાન્ત સાથે જેને મૈત્રી છે તે જ અર્હંતદેવનો ખરો ભક્ત છે, તે જ સાચો જૈન છે.
૪૭જેને અનેકાન્ત સાથે દુશ્મનાવટ છે તે અર્હંતદેવનો ભક્ત નથી, જૈન નથી.