Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 31
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ર૩૪
મોક્ષના મંડપમાં સિદ્ધોને નિમંત્રણ
તા. ર૬–૩–૬૩ ના રોજ ચોટીલાથી પ્રસ્થાન કરીને, વચ્ચે વાંકાનેર જિનમંદિરમાં દર્શન
કરીને પૂ. ગુરુદેવ મોરબી પધાર્યા... ઉત્સાહભર્યા સ્વાગત બાદ પૂ. ગુરુદેવે મંગલપ્રવચન
સંભળાવ્યું. બપોરે પૂ. ગુરુદેવે સમયસાર કર્તાકર્મઅધિકાર ઉપર પ્રવચન કર્યું. તેનો
સાર અહીં આપવામાં આવ્યો છે.

આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તું આત્મા છો... તારી જાત સિદ્ધપરમાત્મા જેવી છે. રાગ અનેત્ર
વિકાર તે તારી ખરી જાત નથી. સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદ તારા સ્વભાવમાં ભર્યો છે, તેમાંથી સર્વજ્ઞતા
ને પૂર્ણ આનંદ પ્રગટે છે.
સમયસારની પહેલી ગાથામાં वंदित्तु सव्वसिद्धे કહીને પરમાત્માનો વિનય કર્યો છે. અહો!
જેમને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ્યો છે એવા અશરીરી ચૈતન્ય પરમાત્મા–તેમને અમે અમારા જ્ઞાનની
દશામાં સ્થાપીને બહુમાન કરીએ છીએ, તેમનો સત્કાર કરીએ છીએ; એનાથી વિરુદ્ધ એવા પરભાવોનો
આદર જ્ઞાનમાંથી કાઢી નાંખીએ છીએ. આવા સિદ્ધભગવંતો અત્યાર સુધીમાં અનંતા થયા. આત્માની
સિદ્ધદશાને સાધવા માટે સાધકભાવનો કાળ અસંખ્ય સમયનો જ છે. એક ચોવીસીના અસંખ્યાતા
સમય, તેના પણ અસંખ્યાતમા ભાગના કાળમાં નિર્વિકલ્પ ચૈતન્યના વેદનથી આત્માની પરમાત્મદશા
સાધી શકાય છે. સાધકભાવનો કાળ અસંખ્ય સમયનો જ હોય,
અહો, પૂર્ણ પરમાનંદદશા જેને પ્રગટી તેનો જેના અંતરમાં આદર છે એવો જીવ આ
સમયસારનો શ્રોતા છે. ચૈતન્યનીય પૂર્ણાનંદદશાની જેને જિજ્ઞાસા હોય તે જ આ સમયસારનો શ્રોતા
છે. તેને આચાર્યદેવ આ ચૈતન્યની અપૂર્વ વાત સમજાવે છે. ધર્માત્મા સિદ્ધ ભગવાનને ઓળખીને
આત્મામાં સિદ્ધપદની સ્થાપના કરે છે. ક્રમેક્રમે સ્વરૂપનું શ્રવણ અને ઘોલન કરતાં કરતાં તેની
ભાવનાવડે સિદ્ધપદનો કાળ આવશે. – આવી સિદ્ધપદની સ્થાપના તે અપૂર્વ મંગળ છે.
જેમ સારા કાર્યપ્રસંગમાં સગાવહાલાને માંડવે નિમંત્રે છે, તેમ સાધકજીવ મોક્ષને સાધવાના
આનંદ પ્રસંગે કહે છે કે હે સિદ્ધો! હે પરમેષ્ઠી ભગવંતો! હું મારા આત્મામાં આપનો સત્કાર કરું છું;
મારી મોક્ષદશાને સાધતા હું આપને મારી સાથે રાખું છું. પ્રભો! આપ સિદ્ધપદ પામ્યા... ને મારે તે
સિદ્ધપદ પામવાનું છે... પ્રભો! આપ તો ઉપરથી નીચે નહિ આવો... પણ હું આપને મારા હૃદયમાં
સ્થાપીને સિદ્ધપદમાં આવું છું.
જુઓ, આ જ્ઞાનીની દશા! અતીન્દ્રિય આનંદનો

PDF/HTML Page 22 of 31
single page version

background image
૪ર૮૯ : ચૈત્ર : ૧૯ :
વાદી થઈને જેઓએ વિભાવરૂપ કર્તાકર્મનો નાશ કર્યો ને જેઓ સિદ્ધપદ પામ્યા–એવા સિદ્ધભગવંતોને
નમસ્કાર કરીને આચાર્યદેવે આ કર્તાકર્મ–અધિકાર શરૂ કર્યો છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે; ચૈતન્યસ્વરૂપ
આત્માને અને ક્રોધાદિભાવોને ખરેખર એકતા નથી. પણ અજ્ઞાનભાવે એકતા માનીને અજ્ઞાનીજીવ
ક્રોધાદિના કર્તાપણે પરિણમે છે, તે મિથ્યાત્વ અને સંસાર છે. અને ભેદજ્ઞાન વડે ચૈતન્યસ્વરૂપ આત્માને
ક્રોધાદિથી જુદો જાણવો તે મોક્ષનું મૂળ છે. – ધર્મ કોઈ એવી અપૂર્વ ચીજ છે કે જેના ક્ષણમાત્રના
સેવનથી ભણકાર આવી જાય કે હવે અમારી મુક્તિના પાયા પાકા થઈ ગયા... અલ્પકાળમાં હવે અમે
સંસારથી છૂટીને સિદ્ધદશારૂપે પ્રણમી જશું.
અહો, આ ચૈતન્યનું લક્ષ કરીને તેના પક્ષપૂર્વક જેણે નિરૂપાધિ સ્વભાવનો હકાર કર્યો તે જરૂર
મુક્તિ પામશે. ચૈતન્યનો પ્રેમ જગાડીને તેની વાર્તા જે સાંભળે તે જીવ ભવિષ્યમાં રાગ અને ચૈતન્યની
ફાડ કરીને, મોક્ષને સાધશે. –એ વાત પદ્મનંદી મુનિએ પદ્મનંદી પચ્ચીસીમાં કરી છે, જેને
શ્રીમદ્રાજચંદ્રજીએ ‘વનશાસ્ત્ર’ કહ્યું છે. જુઓ, આત્મામાં આ વાત સમજવાની તાકાત છે. જેને
જિજ્ઞાસા જાગે તેમાં તેને બેહદતા હોય છે. ચૈતન્યની ખરી જિજ્ઞાસાવાળો જીવ બેહદ પ્રયત્નથી ચૈતન્યની
ખરી જિજ્ઞાસાવાળો જીવ બેહદ પ્રયત્નથી ચૈતન્યને જરૂર સમજે છે. આ વાત સમજાય તેવી છે ને આ
વાત સમજ્યે જ કલ્યાણ છે.
*
ક્્ય. અટક્ય.? .
અજ્ઞાની જીવ જગતથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને ચૂકીને દેશનું –
પરનું–ઘરનું અને શરીર વગેરેનું કામ કરવાના અભિમાનમાં અટકે છે, બહુ તો
ધર્મના નામે આગળ ચાલે તો દયા–વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં
અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન ને શુભરાગથી પણ પાર એવા
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના જન્મમરણના
દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યાં તોપણ જીવ સંસારમાં જ
રખડ્યો છે, તો તે સંસારનું મૂળ કારણ શું છે તેન જાણીને તેને ટાળવાનો ઉપાય
કરવો જોઈએ.
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન
અંતરના ચિદાનંદ સ્વભાવને ઓળખીને તેમાં એકાગ્રતાથી રાગ ટાળીને
જેમણે સર્વજ્ઞતા પ્રગટ કરી તે સર્વજ્ઞ પરમાત્માના દિવ્યધ્વનિમાં એવો ઉપદેશ
આવ્યો કે: અરે આત્મા! તેં તારા અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી;
તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલો છે તેને
ઓળખીને તેની પ્રીતિ કર. અંતર આત્મામાં એકાગ્ર થતાં રાગ ટળી જાય છે ને
સર્વજ્ઞતાં પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન છે.
*

PDF/HTML Page 23 of 31
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૩૪
અ. ન. દ. ન. સ. ર. વ. ર
જેમાંથી મંગળનો પ્રવાહ વહે છે

ફાગણવદ ૧૩ ના રોજ પૂ. ગુરુદેવ થાન શહેરમાં પધાર્યા; ત્યાં ઉત્સાહભર્યા સ્વાગત બાદ હજાર
જેટલા માણસોની સભામાં માંગલિક પ્રવચનમાં પૂ. ગુરુદેવે કહ્યું કે: આત્માનો સ્વભાવ જ્ઞાન ને
આનંદથી ભરેલો છે તે મંગળ છે; ને તેનું ભાન કરતાં મિથ્યાત્વરૂપ મમકાર ગળે અને આત્માનું સુખ
થાય તે મંગળ છે. જેને જગતના કોઈ પદાર્થની જરૂર ન પડે એવો આનંદ આત્મામાં ભર્યો છે; તેમાં
અંતર્મુખ થતાં સુખ પ્રગટે ને દુઃખ ટળે એનું નામ અપૂર્વ મંગળ છે. આવા આત્મસ્વભાવની ઓળખાણ
કરવી તે મંગળ છે. મંગ એટલે પવિત્રતા–સુખ તેને લાતિ એટલે કે લાવે તે મંગળ છે, એટલે આત્માની
શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે મંગળ છે.
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! આવો તારો સ્વભાવ છે તેને જાણ્યા વગર તેં સંસારમાં ઘણા
દુઃખો સહન કર્યા–
કહે મહાત્મા, સુણ આત્મા,
કહું વાતમાં વીતક ખરી,
સંસાર સાગર દુઃખભર્યામાં,
ભાઈ, અજ્ઞાનભાવથી સંસારમાં ભવો કરી કરીને તેં જે દુઃખો ભોગવ્યા તેની વિતકકથા લાંબી
છે. માટે હવે તો આત્માનીય દરકાર કરીને સત્સમાગમ કર.
જેમ લીંડીપીપરમાં તીખાસ ભરી છે તેમ આત્મામાં આનંદ ભર્યો છે. અંતર્મુખ સત્સમાગમદ્વારા
તેમાં દ્રષ્ટિ કરતાં તે અનુભવમાં આવે છે. આનંદનું સરોવર તારામાં જ ભર્યું છે, તેમાંથી આનંદનો
પ્રવાહ વહે છે. અહા, દરેક આત્મા આનંદસાગર સ્વભાવ છે, – તે ઘણાં સત્સમાગમે સમજાય તેવો છે.
આનંદનું સરોવર એવું જે પોતાનું સ્વરૂપ – તેને ઓળખાતાં એવું સુખ પ્રગટે કે જે ઈન્દ્રના વૈભવમાં
પણ નથી. સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ જેમાં પ્રગટે એવું આ માંગળિક છે. માંગળિક બહારના
પદાર્થોમાં નથી, સિદ્ધ ભગવાન જેવા આનંદનો અંશ જેમાં પ્રગટે એવું આ માંગળિક છે. માંગળિક
બહારના પદાર્થોમાં નથી, માંગલિક તો આત્માનો એવો નિર્દોષ પવિત્ર ભાવ છે કે જેનાથી સુખ મળે ને
દુઃખ ટળે. આનંદના સરોવર એવા આત્માના શ્રાદ્ધ–જ્ઞાનની દ્રઢતારૂપ ભાવ તે આનંદ મંગળરૂપ છે.

PDF/HTML Page 24 of 31
single page version

background image
૪ર૮૯ : ચૈત્ર : ૨૧ :
(એ રીતે સવારના મંગલ પ્રવચન બાદ બપોરે હાઈસ્કૂલના પ્રવચન હોલમાં વ્યાખ્યાન કરતાં કહ્યું કે:)
આ સૌરાષ્ટ્રમાં વિહારનું મંગલાચરણ થાય છે. માંગલિકમાં સમયસારનો ૧૩૮ મો શ્લોક વંચાય
છે. તેમાં આત્માને જગાડતાં આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનાદિ સંસારથી માંડીને અજ્ઞાનને લીધે
રાગમાં જ નિજપદ માનીને તમે સૂતા છો... હવે જાગો... અને સમજો કે આત્મા તો ચૈતન્યસ્વરૂપ છે,
રાગની ભિન્નતા છે તેનું ભેદજ્ઞાન કરો તો અંતરમાં અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહે છે.
પોતાનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ શું છે તેના ભાન વગર અનંતકાળથી સંસારમાં રખડીને દુઃખ
ભોગવી રહ્યો છે, તે કેમ ટળે તેની આ વાત છે–
અનંતકાળથી આથડ્યો વિના ભાવ ભગવાન,
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.
જ્ઞાની ગુરુ શું કહે છે ને તેમણે કહેલું આત્મતત્ત્વ શું વસ્તુ છે તેને ઓળખ્યા વગર જીવ સંસારમાં
અનંતકાળથી આથડ્યો છે. સત્સમાગમનું પાત્રતાપૂર્વક સેવન કર્યા વિના ચૈતન્યનો્ર સ્પર્શ એટલે કે
અનુભવ થાય નહિ. અપૂર્વ સત્સમાગમ વગર ચૈતન્યના પત્તા લાગે તેવા નથી.
જીવને સંસારમાં કોઈએ રખડાવ્યો નથી પણ પોતે પોતાની ભૂલથી જ રખડ્યો છે. જીવે
અનંતકાળમાં બીજું બધું કર્યું–વ્રત, તપ કર્યા, પૂજા ભક્તિના શુભભાવ કર્યા પણ પોતાનું સ્વરૂપ દેહથી
ભિન્ન ને રાગથી પાર શું ચીજ છે તેની સૂઝ તેને પડી નથી; તેથી જ તે દુઃખી થયો છે. આત્મસિદ્ધિની
પહેલી જ ગાથામાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
જે સ્વરૂપ સમજ્યા વિના... પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત... રે...
ગુણવંતા જ્ઞાની... અમૃત વરસ્યા છે પંચમકાળમાં..
ભગવાન આત્મા દેહથી લપેટાયેલો પણ દેહથી ભિન્ન અરૂપી ચૈતન્યમૂર્તિ તત્ત્વ છે; જેમ જુદા જુદા
રંગના વસ્ત્રોથી લપેટાયેલી સોનાની લગડી, તે વસ્ત્રથી ભિન્ન જ છે, તેમ ચૈતન્યમૂર્તિ આત્મા સોનાની
લગડી જેવો છે, તે આ સ્ત્રી–પુરુષદિના દેહરૂપી વસ્ત્રથી લપેટાયેલો છે, પણ તે દેહરૂપ થયો નથી. આવા
દેહ તો અનંતવાર મળ્‌યા ને ટળ્‌યા, પણ આત્મા તો એનો એ જ છે.
આ સંસારમાં મનુષ્ય અવતાર મળવો પણ મોંઘો છે, ને તેમાં આત્માનું ભાન કરીને
જન્મમરણનો અંત આવે તે તો અપૂર્વ ચીજ છે. શ્રીમદ્ રાજચંદ્ર માત્ર ૧૬ વર્ષની વયે કહે છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્‌યો.
તોયે અરે ભવચક્રનો આટો નહિ એકે ટળ્‌યો.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો!
અરે ભાઈ, આવો અવતાર મળ્‌યો તેમાં તારા ચૈતન્યભાવની કિંમત શું છે– તેનો્ર મહિમા તો જાણ!
જગતના પદાર્થોનો મહિમા કરવામાં તું ડૂબી ગયો, પણ તારા ચૈતન્યપદાર્થનો અચિંત્યમહિમા તેં જાણ્યો
નહિ. તારામાં ભર્યું છે. સર્વજ્ઞતાની તાકાત તારામાં ભરી છે; માટે આવી તારી પ્રભુતાને તું જાણ. પોતાની
પ્રભુતાને ભૂલીને અંધપણે અજ્ઞાનમાં ઊંઘતા જીવોને આચાર્યદેવ પ્રેમથી જગાડે છે કે અરે જીવો! તમે
જાગો... ને અંતરમાં તમારા શુદ્ધતત્ત્વને દેખો, અતીન્દ્રિય આનંદ ને સર્વજ્ઞતા તમારામાં ભરી છે તેને દેખો.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સર્વજ્ઞપદે બિરાજે છે, તેઓ પરમાત્મા છે, વીતરાગ
વિજ્ઞાનના પૂંજ છે; તેમના શરીરેથી’ કારધ્વનિ છૂટે છે; તે સાંભળવા સિંહ ને વાઘ આવે છે. આઠ આઠ
વર્ષના રાજકુમારો ને કન્યાઓ પણ ચૈતન્યનું ભાન કરે છે. ચૈતન્યમાં અચિંત્ય તાકાત છે પણ તેને પોતાનો

PDF/HTML Page 25 of 31
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૩૪
વિશ્વાસ આવતો નથી. હે ભાઈ, અનાદિથી એક ક્ષણ પણ તેં તારા આત્માના સ્વભાવનો સ્પર્શ કર્યો
નથી; હવે આ સત્ય સમજવાનો ને સમ્યગ્જ્ઞાનનો અવસર આવ્યો છે. તો ભેદજ્ઞાનરૂપી દોરો આત્મામાં
પરોવી લે. જેમ દોરો પરોવેલી સોય ખોવાતી નથી, તેમ જેના આત્મામાં સમ્યક્શ્રુતજ્ઞાનરૂપી દોરો
પરોવાયો તે આત્મા ભવભ્રમણમાં રખડતો નથી, અલ્પકાળે મુક્તિ પામે છે. એકવાર પણ સમ્યગ્દર્શન
કરે તો અનંતકાળના ભવભ્રમણનો અંત આવી જાય...
સંસારનો નાશ કરીને જેને ભગવાનનું થવું હોય તેને માટે આ વાત છે; હે આત્મા! જે તારી
ચીજ નથી તેમાં મૂર્છાઈને તું પડ્યો છે, એ તારું ગાંડપણ છે– મૂર્ખાઈ છે. આ રાગાદિ ભાવો છે તે તારું
નિજપદ નથી, તે તો અપદ–અપદ છે.. અરે જીવ! ચેત! ચેત!! આ દેહાદિ તો જડ રજકણનાં ઢીંગલા
છે–
રજકણ તારા રખડશે... જેમ રખડતી રેત,
પછી નરતન પામીશ ક્્યાં? ચેત ચેત નર ચેત.
હે જીવ! તું ચેતીને જાગ! અંદરમાં આનંદથી ભરેલા પવિત્ર ધામ તરફ જરાક ડોકિયું કર. તારા
ચૈતન્યને ભૂલીને તું ક્્યાં સૂતો છો? વિકાર પાછળ અતીન્દ્રિય આનંદનો રસકંદ ભગવાન આત્મા છે–
તેમાં નજર કર... તેમાં નજર કરતાં તું ન્યાલ થઈશ. આત્મામાં એવી મહાન શક્તિ છે કે જાગે તો આઠ
વર્ષે સર્વજ્ઞ થાય. આવા આત્માનું ભાન કરવું તે ધર્મની રીત છે. માટે હે જીવ! એકવાર તું જાગ...
એકવાર તો ઝબકીને જાગ! ને જાગીને તારા અંતરમાં આનંદ સરોવરને દેખ... તારા શુદ્ધ ચૈતન્યપદને
દેખ. તો તારા ચૈતન્ય નિધાનના તાળ ખૂલી જાય... તારી મુક્તિના દ્વાર ઊઘડી જાય.
વૈરાગ્ય સમાચાર
શ્રી ડાહીબેન તે શ્રી મોહનલાલ વાઘજીભાઈના ધર્મપત્ની સોનગઢમાં તા.
ર૬–૩–૬૩ના સ્વર્ગવાસી થયા. તેઓશ્રીએ ર૦ વર્ષ પહેલાં કરાંચીમાં પૂ. ગુરુદેવ
પ્રત્યે ભક્તિપૂર્વક દિ. જૈનધર્મનું વાંચન શરુ કરાવેલ. શ્રી મોહનલાલભાઈ ત્યાં
નાતમાં તથા મંડળમાં પ્રમુખ હતા. જિનમંદિર બંધાવવું હતું પણ સોનગઢ આવવું
થયું, ૧૮ વર્ષથી સોનગઢમાં રહે છે.
સ્વ ડાહીબેન અનેક સદ્ગુણોથી શોભિત, અને આદર્શ ધર્મપ્રેમી હતાં. પૂ.
ગુરુદેવપ્રત્યે તેમનો ભિક્તભાવ અથાગ હતો. રાતદિન ધર્મમાં અનુરાગવાળા હોઈ
અંતસમયે આત્મજ્ઞાનના રટણમાં જ પૂર્ણ શાંતિથી દેહવિલય થયો તેમનો આત્મા
શીઘ્ર કલ્યાણ સાધે. તેઓના કુટુંબીજનો પ્રત્યે સમવેદના.

PDF/HTML Page 26 of 31
single page version

background image
૪ર૮૯ : ચૈત્ર : ૨૩ :
વૈરાગ્ય સમાચાર

ધાર્મિક સંસ્કાર, તત્ત્વરુચિ, ઉત્તમ અમીરાત અને સૌમ્યતાનીય મૂર્તિસમા આદર્શ શ્રેષ્ઠીવર્ય શ્રી
નાનાલાલભાઈ કાલિદાસ જસાણી (ઉંમર વર્ષ ૮૮) નો દેહવિલય મુંબઈમાં તા. ૭–૩–૬૩ ના રોજ
થયો.
તેઓ પૂ. ગુરુદેવશ્રીના અનન્ય ભક્ત હતા, તેઓશ્રીના
આત્મકલ્યાણકારી પ્રવચનો અત્યંત ઉલ્લસિત ભાવે તેઓ સાંભળતા અને તે
સાંભળતા તેમનું અંતર દ્રવી ઊઠતું. અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ તેઓ સતત
ચાલુ રાખતા હતા. તત્ત્વ જિજ્ઞાસા એટલી તીવ્ર હતી કે મોટી ઉમર અને
નાદુરસ્ત તબીયત હોવા છતાં દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેમની નિયમિત
ઉપસ્થિતિ રહેતી. તેમની ધાર્મિક ઉપાસના અંતિમ પળ સુધી ચાલુ હતી.
પૂજ્ય ગુરુદેવશ્રીના પરિચયમાં તેઓ ત્રીસ વર્ષથી આવેલા અને
ત્યારથી તેઓ અત્યંત ઉલ્લાસભાવે અને ઉગ્ર પુરુષાર્થ પૂર્વક સ્વાત્મકલ્યાણાર્થે
તત્ત્વજ્ઞાન પ્રાપ્તિમાં પ્રયત્નશીલ રહેતાં. પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો અત્યંત રુચિ
પૂર્વક શ્રવણ કરતા અને સારી રીતે સમજીને પ્રમોદ વ્યક્ત કરતા. જે સદ્ધર્મ
પ્રત્યે પોતાને અથાગ પ્રેમ હતો તે માર્ગે તેમણે તેમના કુટુંબીજનોને પણ વાળ્‌યા હતા.
તેમની ઉદારતા પણ ઘણી પ્રશંસનીય હતી. દરેક ધાર્મિક સંસ્થામાં તેમનો અગ્રગણ્ય ફાળો હતો,
અને આ ઉદારતાની ધૂપ–સુગંધ ચોતરફ પ્રસરી હતી. સર્વ પ્રથમ સોનગઢમાં શ્રી દિગંબર જિન મંદિરનું
નિર્માણ તેમના દ્વારા થયેલું. રાજકોટના જિનમંદિરમાં, સોનગઢના માનસ્તંભ, નવીન જિનમંદિર,
પ્રવચન–મંડપ વગેરેમાં તથા ભાઈઓના બ્રહ્મચર્ય આશ્રમ માટે તેમણે ઉદારભાવે ફાળો આપેલ હતો.
પૂ. ગુરુદેવશ્રીનું રાજકોટમાં ઘણી વખત પધારવું થયું તેમ જ જૈનધર્મની મહાન પ્રભાવના થઈ તેમાં
તેમના ભક્તિભાવની પ્રધાનતા હતી.
સોનગઢના શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિરના તેઓ ટ્રસ્ટી હતા. નિવૃત્તિ લઈને છેલ્લાં ૨૦–૨૨
વર્ષો થયાં તેઓ પૂ. ગુરુદેવશ્રીના પાવન ચરણ કમળમાં રહીને આત્મહિત સાધતા હતા. અને તેને માટે
સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
પૂજ્ય ગુરુદેવશ્રીની આત્મહિતકારી વાણી ઝીલીને, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી, દેહ ઉપરનું
મમત્વ ઓછું કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો.
દેહ વિલય થતાં પહેલાં બે દિવસ અગાઉ તેમણે કહેલું કે “આ શરીરની મને જરાપણ ચિંતા
નથી પણ પૂ. ગુરુદેવના વિરહનું દુઃખ છે” બીમારીમાં પણ તેઓ “શુદ્ધબુદ્ધ ચૈતન્યઘન” આત્માનું
વારંવાર

PDF/HTML Page 27 of 31
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ૨૩૪
રટણ કરતા હતા. અધ્યાત્મતત્ત્વ પણ એવું પચાવ્યું હતું કે તેના પરિણામે તેમને આંતરિક શાન્તિ વર્તતી
હતી અને જીવનની અંતિમ પળે પણ તે ચાલુ રહી હતી.
તેમની અમીરાત પણ એવી કે જેથી સહુને તેમના પ્રત્યે માન ઉત્પન્ન થતું અનેત્ર તેમની હાજરી
પણ શોભાસ્પદ બની જતી.
તેમનામાં રહેલ ધાર્મિક સંસ્કારની જાગૃતિ રહે અને તેમનો આત્મા તેના બળવડે આગળ પ્રગતિ
કરીને શીઘ્રપણે દેહ રહિત અવિનાશી પરમાનંદદશાની પ્રાપ્તિ કરે એવી ભાવના સાથે તેમના કુટુંબીજનો
ઉપર આવી પડેલ દુઃખમાં સમવેદના પ્રગટ કરીએ છીએ.
તેમના વિયોગથી સોનગઢ તથા રાજકોટના દિ. જૈન સંઘને તથા ભારતના દિગમ્બર જૈન
સમાજને ન પૂરી શકાય એવી મહાન ખોટ પડી છે.
મહાત્મા ગાંધીજી આદિ દેશનેતાઓ તેમને ત્યાં રાજકોટમાં ઉતરતા હતા. તેઓ રાજકોટની
રાષ્ટ્રીયશાળાના ટ્રસ્ટી તથા સૌરાષ્ટ્ર હરીજન સેવક સંઘના પ્રમુખ હતા. આમ અનેક પ્રકારે તેમનું સ્થાન
ગૌરવભર્યું હતું. ચીવટભરી વ્યવસ્થા, વિચક્ષણતા, નીતિમયતા, કુશળતા આદિ ગુણોને લીધે વેપારી
આલમમાં પણ તેમનું નામ અને કામ પ્રખ્યાતિને પામ્યું હતું.
*****
સમકિતીનો અનુભવ
મુનિવરોના હૃદયમાં જે ચૈતન્ય તત્ત્વની પ્રાપ્તિ થતાં વિકલ્પો નષ્ટ
નમસ્કાર કરો. રાગ તરફ ન નમો, વિકલ્પ તરફ ન નમો ચિદાનંદ
તત્ત્વનું બહુમાન કરીને તે તરફ જ નમો. આ જ વિકલ્પોને જીતીને ફતેહ
મેળવવાની રીત છે. મુનિની મુખ્યતાથી સંબોધન કર્યું છે, તે વાત
નીચલી દશામાં પણ બધા સમકિતને લાગુ પડે છે, વિકલ્પોથી પાર
થઈને ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
બધાય સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં આવો આભ અનુભવ થયો હોય છે.
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી વૈશાખ સુદ બીજ)

PDF/HTML Page 28 of 31
single page version

background image
આપ આપનાં બાળકોને વ્યવહારિક હાઈસ્કૂલની ઉચ્ચ કેળવણી તથા ધાર્મિક અભ્યાસ
અર્થે સંસ્કૃતિ, સંસ્કાર અને કેળવણીના ત્રિવેણી ધામ સમા
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર) માં
– : મોકલો : –
(૧) નવું સ્વતંત્ર, વિશાળ, હવા ઉજાસવાળું સુંદર મકાન.
(૨) પરમપવિત્ર, પરમોપકારી પૂજ્ય ‘કાનજીસ્વામી’ જેવા અદ્વિતીય, આધ્યાત્મિક
સંતના સત્સમાગમનો તથા તેઓશ્રીના તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો અપૂર્વ
લાભ.
(૩) આરોગ્યપ્રદ, સાત્ત્વિક શુદ્ધ ખોરાક, સવાર–સાંજે ચોકખું દુધ તથા બપોરે
નાસ્તાની સગવડ.
(૪) સ્વચ્છ, શાંત, પવિત્ર, આલ્હાદદાયક વાતાવરણ.
(પ) સૂકી, ખુશનૂમા આબોહવા તથા શારીરિક તંદુરસ્તી અર્થે આરોગ્યદાયક
હવાપાણી.
(૬) સુસંસ્કારી બનવા અર્થે શ્રી સનાતન જૈનદર્શનના ધાર્મિક શિક્ષણની સગવડ.
(૭) આદર્શ નાગરિક જીવનના ઘડતર માટે–કવાયત, સંગીત તથા બેન્ડની તાલિમ.
નોંધ:– (૧) આ સંસ્થામાં જૈનધર્મના કોઈપણ ફીરકાના વિદ્યાર્થીઓને ભેદભાવ
વગર દાખલ કરવામાં આવે છે.
(૨) ગુજરાતી પાંચમા ધોરણથી આ સંસ્થામાં એસ. એસ. સી. (મેટ્રીક)
સુધી અભ્યાસ કરતા ૧૦ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓને દાખલ
કરવામાં આવે છે.
(૩) માસિક ભોજનનો ચાર્જ પુરી ફીના રૂા. ૨પ) તથા ઓછી ફીના રૂા.
૧પ) લેવામાં આવે છે.
(૪) દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તા. ૧પમી એપ્રીલ સુધીમાં
પ્રવેશપત્રો અને નિયમો મંગાવી તે વિગતવાર ભરી તા. ૧પમી મે
સુધીમાં પરત મોકલવાં.
(પ) સંસ્થાનું નવું સત્ર (ટર્મ) તા. ૧પમી જુનથી શરૂ થશે.
વધુ વિગત માટે લખો :–
શ્રી મંત્રીશ્રી યા ગૃહપતિ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
લિ.
(Sd.) મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી કરાંચીવાળા
મંત્રીઓ,

PDF/HTML Page 29 of 31
single page version

background image
સ. ચ. પ. ત્ર
૧ શ્રી સમયસારજી ૬–૦૦ ૩૬ શ્રી આત્મસિદ્ધિ ગુટકો ૦–પ૦
૨ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૨–૦૦ ૩૭ શ્રી સમયસાર ગુટકો ૦–૭પ
૩ શ્રી મોક્ષશાસ્ત્રજી ૩–પ૦ ૩૮ શ્રી પ્રવચનસાર ગુટકો ૦–૩૧
૪ શ્રીમદ્રાજચંદ્રજી કૃત અપૂર્વ અવસર ૩૯ શ્રી નિયમસાર પદ્યાનુવાદ ૦–૩૧
કાવ્યના પ્રવચનો તથા શ્રી કુન્દકુન્દા– ૪૦ શ્રી પચાસ્તિકાય પદ્યાનુવાદ ૦–૩૧
ચાર્ય દ્વાદશાનું પ્રેક્ષા વગેરે ૦૦–પ૦ ૪૧ શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૩૧
પ શ્રી નિયમસારજી ૩–પ૦ ૪૨ શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૩૧
૬ શ્રી પંચાધ્યાય ભા–૧ ૩–૦૦ ૪૩ શ્રી સમવસરણ સ્તુતિ ૦–૨પ
૭ શ્રી પંચાધ્યાય ભા–ર ૩–૦૦ ૪૪ શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૨પ
૮ શ્રી પંચાસ્તિકાય ૩–૦૦ ૪પ શ્રી સામાયિક પાઠ ૦–૨પ
૯ શ્રી સમયસાર પ્રવચન ભા–૧ છપાય છે ૪૬ શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા છપાય છે ૦–૭પ
૧૦ શ્રી સમયસાર પ્રવચન ભા–૨ ૧–પ૦ ૪૭ શ્રી બાળપોથી ૦–૨પ
૧૧ શ્રી સમયસાર પ્રવચન ભાગ–૩ ૩–૦૦ ૪૮ શ્રી યોગસાર ઉપાદાન ૦–૧પ
૧૨ શ્રી સમયસાર પ્રવચન ભા–૪ ૩–૦૦ ૪૯ શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૧૩
૧૩ શ્રી સમયસાર પ્રવચન ભા–પ ૩–૦૦ પ૦ શ્રી સિદ્ધાંતપ્રવેશિકા ભા–૧ ૦–૧૬
૧૪ શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી છપાયછે પ૧ શ્રી આલોચના (મોટા અક્ષરમાં) ૦–૧૩
૧પ શ્રી પ્રશ્નૌત્તરમાળા પાકું પુઠું ૧–૧૨ પ૨ શ્રી આત્મધર્મ લવાજમ ૪–૦૦
૧૬ શ્રી નિયમસાર પ્રવચન–૨ ૧–પ૦ પ૩ શ્રી આત્મસિદ્ધિ ૩–૭પ
૧૭ શ્રી નિયમસાર પ્રવચન–૨ ૧–૬૩ પ૪ શ્રી સન્મતી સંદેશ ૧–૦૦
૧૮ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૧ ૦–૭પ પપ શ્રી પંચકલ્યાણક પ્રવચનો ૨–૨પ
૧૯ શ્રી મોક્ષમાર્ગ કિરણો ભા–૨ ૧–૬૩ પ૬ શ્રી લઘુ જીનેન્દ્ર પૂજા ૦–૧૩
૨૦ શ્રી પ્રશ્નોત્તરમાળા કાચું પુઠું ૧–૧૨ નવાં પ્રકાશનો મૂલ્ય
૨૧ શ્રી ધર્મની ક્રિયા ૧–પ૦ ૧ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૨–૦૦
૨૨ શ્રી ભેદવિજ્ઞાનસાર ૧–૨પ ૨ શ્રી જિનેન્દ્ર પૂજાસંગ્રહ ૨–૨પ
૨૩ શ્રી સમ્યગ્દર્શન ભા–૧ ૧–૨પ ૩ શ્રી પ્રશ્નોત્તરમાળા–બીજી આવૃત્તિ ૧–૧૨
૨૪ શ્રી સમ્યગ્દર્શન ભા–૨ ૧–૦૦ ૪ શ્રી જૈન તત્ત્વમીમાંસા હિન્દી ૦–૭પ
૨પ શ્રી મૂળમાં ભૂલ ૧–૦૦ પ શ્રી જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦
૨૬ શ્રી અનુભવ પ્રકાસત, સત્તાસ્વરૂપ ૧–૦૦ ૬ શ્રી પ્રવચનસારજી મહાન શાસ્ત્ર સંસ્કૃતમાં
૨૭ શ્રી છહઢાળા ૦–૮૦ ૭ બે ટીકા સહિત ગુજરાતી અનુવાદ છપાય છે.
૨૮ શ્રી ચિદ્દવિલાસ ૦–૭પ ૮ શ્રી આત્મપ્રસિદ્ધિ (સમયસારજીમાંથી ૪૭
૨૯ શ્રી જિનેન્દ્ર ભજનમાળા ૧–૦૦ શક્તિઓ ઉપર પૂ.કાનજીસ્વામીના
૩૦ શ્રી દસલક્ષણ ધર્મ ૦–૬૦ વિસ્તારથી પ્રવચનો ૩–૭પ
૩૧ શ્રી મુક્તિનો માર્ગ ૦–૭પ પોસ્ટેજ વગેરે અલગ
૩૨ શ્રી દ્રવ્ય સગ્રહ નવું વિસ્તારથી ૦–૮૩ પ્રાપ્તિસ્થાન
૩૩ શ્રી જિનેન્દ્ર પૂજાપલ્લવ ૦–પ૦ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર
૩૪ શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ ૦–પ૦ સોનગઢ (સૌરાષ્ટ્ર)
૩પ શ્રી લઘુ જૈન સિદ્ધાંતપ્રવેશિકા ૦–૩પ

PDF/HTML Page 30 of 31
single page version

background image
પારમાર્થિક ભેદવિજ્ઞાન
આ પુરુષ પોતાના આત્માને શરીરાદિકથી ભિન્ન શાંભળતો હોય, કહેતો
હોય તો પણ જ્યાં સુધી ભેદઅભ્યાસમાં નિષ્ઠિત (–પરિપકવ) ન થાય ત્યાં
સુધી ભેદવિજ્ઞાન સતત્ ભાવવું, કેમકે નિરન્તર ભેદજ્ઞાનના અભ્યાસથી જ
દેહાદિકનું મમત્વ છૂટે છે. (જ્ઞાનાવર્ણ ૮પ)
આત્માને આત્મા દ્વારા જ આત્મામાં જ શરીરથી ભિન્ન વિચારવો કે
જેથી ફરીને આ આત્મા સ્વપ્નામાં પણ શરીરની સંગતિને ન પામે અર્થાત્ હું
શરીર છું એવી બુદ્ધિ સ્વપ્નામાં પણ ન થાય એવો નિશ્ચય કરવો જોઈએ. ૮૬
સર્વત્ર કરવા યોગ્ય કાર્ય તો માત્ર આત્માર્થ જ છે
એ પ્રયત્ન કરવો યોગ્ય છે કે જેથી ભ્રાન્તિને છોડી આત્માની સ્થિતિ
આત્મામાં જ થાય, અને એજ વિષય જાણવો જોઈએ તથા તેને જ વચનથી
કહેવો સાંભળવો અને વિચારવો જોઈએ. ૬૭
(રાગ – વિલાસ)
સુમર સદા મન આતમરામ,
સ્વજન કુટુમ્બી જન ર્તૂં પોષૈ તિનકો હોય સદૈવ ગુલામ,
સો તૌહૈ સ્વારથકે સાથી, અન્તકાળ નહિં આવત કામ. સુમર..
૧.
જિમિ મરીચિકામેં મૃગ ભટકૈ, પરત સો જબ ગ્રીષમ અતિાધમ,
તૈસે તૂં ભવ ભવમાંહી ભટકૈ, ધરત ન ઈક છિનહૂ વિશ્રામ.
સુમર..૨.
કરત ન ગ્લાનિ અબ ભોગન મેં ધરત ન વીતરાગ પરિણામ,
ફિર કિમિ નરકમાંહિ દુઃખ સહસી જર્હાં સુખ લેશ ન આઠોંજામ.
સુમર..૩.
તાતૈ આકુલતા અબ તજિકે થિર હવૈ બૈઠો અપને ધામ,
‘ભાગચંદ’ વસિ જ્ઞાન નગરમેં, તજિ રાગાદિક ઠગ સબ ગ્રામ. સુમર..૪.

PDF/HTML Page 31 of 31
single page version

background image
ATMADHARAM Reg. No. G. 82
“પુરુષાર્થ પૂર્વક ઉદ્યમીના વિચાર”
આત્મ હિતમાં સાવધાન જીવ પ્રથમની એવા વિચાર કરે છે કે–અહો? ગયા
કાળમાં મારી ભૂલનું શું વર્ણન કરૂ, મહાખેદ છે કે હું જ્ઞાનાનંદમય અનંત–ગુણરૂપી
કમળોને વિકાસ કરવાને સમર્થ બનું છું તો પણ શાંત–સ્વભાવમાં ચિત્ત લગાડવું છોડીને
પરદ્રવ્યમાં મારી ઈચ્છાનુસાર પરિણમન થાય એવી મિથ્યાશ્રદ્ધાથી સંસાર વનમાં હું
મારા વડે ઠગાયો હતો.
મારા વિભ્રમથી ઉપ્તન્ન શુભ–અશુભ રાગાદિના અતુલ બંધન વડે અનંત કાળ
સુધી સંસારરૂપી દુર્ગમ માર્ગમાં વિડંબણારૂપ થઈને મેં જ વિપરિત આચરણ કર્યું, હવે હું
આત્માનુ જ અવલોકન કરું, મિથ્યાત્વ રાગાદિરૂપી સંસાર નામે જવરરોગ તેનાથી મને
મૂર્છા, મમતા–અને તૃષ્ણા થવાથી હિત–અહિત જાણવામાં હું જ અંધ થયો હતો. તેથી
પોતાના ભેદ વિજ્ઞાનથી પ્રગટ થવા યોગ્ય સાક્ષાત્ મોક્ષમાર્ગને મેં જાણ્યો નહીં, દેખ્યો
નહીં, અનુભવ્યો નહીં.
અહો! મારો આત્મા સમસ્ત લોકનો દ્રષ્ટા અદ્વિતીય નેત્ર છે એવો પરમતત્ત્વ છે,
છતાં અવિદ્યા–મિથ્યા જ્ઞાનરૂપી ભયંકર મઘર દ્વારા સમ્યજ્ઞાનનો ઘાત થઈ રહ્યો છે, એમ
મેં જાણ્યું નહીં.
મારો આત્મા પરમાત્મા છે, પરમ જ્યોતિ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. જગતમાં
શ્રેષ્ઠ છે, મહાંન છે. તો પણ વર્તમાન દેખવા માત્ર રમણીય અને નિરસ અથવા સ્વાદ્રિષ્ટ
વિષફળ જેવા ઈન્દ્રિયોના વિષય અનેતેના પ્રેમથી હું ઠગાયો છું.
શરીર રાખ્યું રહેવાનું નથી. રાત્રી–દિવસ દેહાર્થ મમત્વને લઈને આ જીવ સ્વાત્મ
બોધથી વંચિત રહે છે, દેહની માયા વિસારી–સ્વરૂપમાં વિશ્રાંતિવાન થયે જ તને
વાસ્તવિક સુખનાં કિનારાની ઝાંખી થશે.
હું અને પરમાત્મા બેઉને જ્ઞાનનેત્ર તો તેથી હું મારા પરમનિધાન અનંત ગુણ
સંપન્ન આત્માને તે પરમાત્માનાં સ્વરૂપની પ્રાપ્તિ માટે જ જાણવાની, સ્વાનુભવની,
ભાવના, ચિંતન અને એકાગ્રતાનો અભ્યાસ કરૂં છું, એમ વિવેકી જન વિચારે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.