Atmadharma magazine - Ank 234
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 31
single page version

background image
વર્ષ ૨૦ : અંક ૬ ઠો] તંત્રી : જગજીવન બાવચંદ દોશી [ચૈત્ર: ૨૪૮૯
બોધિ દુર્લભ ભાવના
યે દિન મૈને વૃથા વિગોએ, જામેં બીજ પાપકે બોએ, યે.
નિજમેં નિજકૂં નાહિં પીછાની પરપરણતિમેં ખોએ;
સુત્ખમેં દુઃખકું દુઃખમેં સુખકું માનિ મતિભ્રમ હોએ. યે.
ચાહ દાહમેં દહ્યા રહ્યા નિત મિથ્યામત બહુ ઢોએ;
સદ્ગુરુ શીખ એક ન માની, મોહ રજનિમેં સોએ. યે.
સમ્યગ્જ્ઞાન સુધા નવિ ચાખ્યો, હર્ષ વિષદમેં પોએ;
સુખ માનિ કરતા દુઃખ અનુભવ તઉ વિષય–સુખ જોએ. યે.
તીન લોકકો રાજ છાઁડિકે ભીક માંગિકે રોએ;
દુર્લભ અવસર પાયા અબતો, આસ્રવ મલકો ઘોલે યે.
અહો!! અનંતજ્ઞાન–દર્શન–સુખ અને વિર્યાદિ
નિર્મળ–ગુણોનો સમૂહ મને તો શક્તિરૂપે સદા વિદ્યમાન છે
અને પરમેષ્ઠી શ્રી અર્હંત–સિદ્ધોને તે પ્રગટ થયા છે. હું અને
તેઓ શક્તિ અપેક્ષાએ ખરેખર સમાન જ છીએ પ્રગટ
દશામાં જ ભેદ છે. જ્યાં સુધી જ્ઞાન સમુદ્રમાં મારું
અવગાહન–સ્નાન કરતો નથી ત્યાં સુધી હું જ પરમાં
કર્તૃત્વ–મમત્વ જનિત દાહથી મને પીડિત કરું છું.
(જ્ઞાનાર્ણવશાસ્ત્રમાંથી)
[૨૩૪]

PDF/HTML Page 3 of 31
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના મંગલવિહારની યાદી
સોનગઢથી ફાગણ સુદ ૬ તા. ૧ – ૩ – ૬૩ના દિને મંગલપ્રયાણ
રાજકોટ તા. ૧–૩ થી ૨૨–૩ ફાગણ સુદ ૬ થી ફાગણ વદ ૧ર
થાનગઢ તા. ૨૩–૩ થી – ફાગણ વદ ૧૩ થી ફાગણ
ચોટીલા તા. ર૪–૩ થી રપ–૩ ફાગણ વદ ૧૪ થી ફાગણ વદ ૦) )
મોરબી તા. ર૬–૩ થી ૩૧–૩ ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૭
વાંકાનેર તા. ૧–૪ થી ૬–૪ ચૈત્ર સુદ ૮ થી ચૈત્ર સુદ ૧૩
જામનગર તા. ૭–૪ થી ૧૦–૪ ચૈત્ર સુદ ૧૪ થી ચૈત્ર વદ ર
ગોંડલ તા. ૧૧–૪ થી ૧ર–૪ ચૈત્ર વદ ર થી ચૈત્ર વદ ૩
જેતપુર તા. ૧૩–૪ થી ૧૪–૪ ચૈત્ર વદ ૪ થી ચૈત્ર વદ પ
વડીઆ તા. ૧પ–૪ થી ૧૬–૪ ચૈત્ર વદ ૬ થી ચૈત્ર વદ ૭
વીંછીઆ તા. ૧૭–૪ થી ર૦–૪ ચૈત્ર વદ ૮ થી ચૈત્ર વદ ૧૧
લાઠી તા. ર૧–૪ થી રપ–૪ ચૈત્ર વદ ૧ર થી વૈશાખ સુદ બીજ
સુરેન્દ્રનગર તા. ર૬–૪ થી ર૯–૪ વૈશાખ સુદ ૩ થી વૈશાખ સુદ ૬
જોરાવરનગર તા. ૩૦–૪ થી ૬–પ વૈશાખ સુદ ૭ થી વૈશાખ સુદ ૧૩
વઢવાણશહેર તા. ૭–પ થી ૯–પ વૈશાખ સુદ ૧૪ થી વૈશાખ વદ ૧
લીંબડી તા. ૧૦–પ થી ૧ર–પ વૈશાખ વદ ર થી વૈશાખ વદ ૪
દહેગામ તા. ૧ર–પ થી ૧૬–પ વૈશાખ વદ પ થી વૈશાખ વદ ૮
દેહગામથી આગળનો પ્રોગ્રામ આગામી અંક વૈશાખ માસના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
‘આત્મધર્મ’ ના વૈશાખથી આસો સુધીના છ માસના અંકો માત્ર એક
રૂપીઓ મોકલીને આપ મેળવી શકો છો. આ યોજનામાં હવે માત્ર થોડા જ
નામો નોંધવાનો અવકાશ છે. જેમના નામો નોંધવામાં વિલંબ થશે તેઓને
વૈશાખ માસનો ખાસ અંક સિલકમાં હશે તો જ મળશે.

PDF/HTML Page 4 of 31
single page version

background image
૨૪૮૯ : ચૈત્ર : :
STOP PERS
धम्मो मंगलं उक्किठ्ठं
ચૈત્ર સુદ આઠમના રોજ પૂ. ગુરુદેવ વાંકાનેર શહેર પધારતાં ઉમંગભર્યું
સ્વાગત થયું; ટાઉન હોલમાં માંગલિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે ધર્મ તે ઉત્કૃષ્ટ
મંગળ છે. પુણ્ય–પાપ રહિત ચિદાનંદમૂર્તિ આત્માનુ સમ્યક્ભાન કરતાં અંતરમાં
નિર્વિકલ્પ અતીન્દ્રિય આનંદનું વેદન થાય તે અપૂર્વ ધર્મ છે, ને તે ઉત્કૃષ્ટ મંગલ
છે. એવા ધર્મવંત જીવોને દેવો પણ નમસ્કાર કરે છે. દેવોને પુણ્યના ઠાઠ છે પણ
તેનો આદર છોડીને તેઓ ધર્મનો આદર કરે છે એટલે એવા ધર્મના આરાધક
જીવોનો દેવો પણ આદર કરે છે. આવું ઉત્કૃષ્ટ મંગળ આત્મામાં કેમ પ્રગટે તેની
આ વાત છે. બપોરે સમયસાર ગા. ૭ર ઉપર પ્રવચન થયું તેનો સાર અહીં
આપવામાં આવ્યો છે.

ભાઈ, આ તારા આત્માની વાત છે, તારા આત્માની ધર્મકથા છે. આત્માની ધર્મકથા વાસ્તવિક
રુચિથી જીવે કદી સાંભળી નથી, તેથી તે દુર્લભ છે જો કે ચૈતન્યની સાધના તો સ્વાધીન છે, તેમાં પરની
ઓશીયાળ નથી તેથી તે સુલભ છે. પણ અનંતકાળથી તે નથી કર્યુ તેથી દુર્લભ કહેવાય છે. (સુલભ તે
નિશ્ચય છે, ને દુર્લભ કહેવું તે વ્યવહાર છે.) અને બહારની વસ્તુનો સંયોગ (રાજપદ કે સ્વર્ગપદ પણ)
જીવ અનંતવાર પૂર્વે મેળવી ચૂક્્યો છે તેથી તેમાં કાંઈ અપૂર્વતા નથી એટલે તેને સુભલ પણ કહેવાય
છે; અને આત્માના પ્રયત્નથી બહારનો સંયોગ આવતો નથી તે અપેક્ષાએ તેને દુર્લભ પણ કહેવાય છે.
પણ તે સંયોગમા કાઈ અપૂર્વતા નથી. અપૂર્વતા તો આ ચૈતન્યબિંબ આત્માનું ભાન કરવું તેમાં છે.
અરે, આ ચૈતન્યની કથા સાંભળવા સ્વર્ગના દેવો પણ સ્વર્ગલોકમાંથી આ મનુષ્યલોકમાં ઊતરે છે;
ચૈતન્યના મહિમા પાસે સ્વર્ગની ઋદ્ધિ અત્યંત તૂચ્છ છે. એવા ચૈતન્યની ઓળખાણ કરતાં આત્માને
ભવબંધન અટકે છે, ને મુક્તિનો માર્ગ હાથમાં આવે છે.
આવા આત્માની સમજણ વિના અનંતકાળ બીજી

PDF/HTML Page 5 of 31
single page version

background image
: ૨ : આત્મધર્મ : ૨૪૮૯
ક્રિયાઓમાં વિત્યો... એ પંથે ચાલતા ચાલતા અનેક જુગ વીત્યા પણ પંથડાનો પાર ન આવ્યો, ન
આવ્યો, –હરિ હાથમાં ન આવ્યા... પણ ભાઈ, હરિ એવો ચૈતન્ય ભગવાન આત્મા તારાથી જરાય
વેગળો નથી, તારા અંતરમાં જ બિરાજી રહ્યો છે પણ એના દર્શનમાં બહારના અભિમાન તને આડા
આવ્યા... દેહની ક્રિયા મારી ને વિકારની ક્રિયા મારી–એવી મિથ્યાબુદ્ધિનો અહંકાર તને ભગવાન આત્માના
દર્શનમાં આડો આવે છે. છે તો અંદરમાં, પણ બહારથી જુદો પડીને અંદરમાં આવે ત્યારે દેખાયને!
એક ક્ષણ માત્ર પણ જો ભેદજ્ઞાન કરીને ચૈતન્યને અને રાગને જુદા પાડે તો, જેમ વીજળીથી
પર્વતના બે કટકા થાય તે કદી રેણથી ભેગા ન થાય, તેમ જ્ઞાનીને કદી જ્ઞાનની ને રાગની એકતા થતી
નથી. ભેદજ્ઞાન કરીને રાગથી જુદો પડ્યો ત્યા અંદરથી ભણકારા આવી જાય છે કે હવે આત્માને
ભવભ્રમણના અંત નજીક આવ્યા.
ભવભ્રમણમાં ચૈતન્યનું યથાર્થ શ્રવણ–લક્ષ–પરિચય ને અનુભવન જીવે કદી કર્યું નથી. યથાર્થ
શ્રવણ ત્યારે કહેવાય કે જ્યારે તે લક્ષમાં લ્યે... યથાર્થ લક્ષ ત્યારે કહેવાય કે જ્યારે પરિચય કરે, અને
યથાર્થ પરિચય ત્યારે કહેવાય કે જ્યારે અનુભવમાં લ્યે. યથાર્થ શ્રવણ અને લક્ષપૂર્વક અંતરમાં રાગથી
પાર ચૈતન્યનો અનુભવ કરવો તે અપૂર્વ ધર્મ ને ઉત્કૃષ્ટ મંગળ છે. (વાંકાનેર શહેરના પ્રવચનમાંથી)
છેલ્લા સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ ચૈત્ર સુદ ૧ થી ૭ સુધી મોરબી બિરાજમાન હતા; તે
દરમિયાન ચૈત્ર સુદ ૬ ને શનિવાર ના રોજ સવારે પ્રવચન પછી તેઓશ્રી વવાણીયા
‘શ્રીમદ્ રાજચંદ્ર જન્મસ્થાન ભવન’ માં પધાર્યા હતા. ગુરુદેવ સાથે શ્રીમદ રાજચંદ્ર જેવા
અધ્યાત્મિક પુરુષનું જન્મધામ જોવાની ઉત્સુકતાથી પાંચસો જેટલા જિજ્ઞાસુઓ પણ જુદા
જુદા ગામેથી વવાણીઆ આવ્યા હતા ને આખો દિવસ વવાણીયામાં જન્મધામનું
વાતાવરણ ઉત્સાહમય રહ્યું હતું. શ્રી જસાણી કુટુંબ તેમજ ડો. જયંતિભાઈ પારેખ
વગેરેએ ઘણા પ્રેમથી સુંદર વ્યવસ્થા કરી હતી.
પૂ. ગુરુદેવ વવાણીયા પધાર્યા બાદ જન્મસ્થાન ભવનનું અને તેમાં રહેલા
વિધવિધ દ્રશ્યોનું અવલોકન કર્યું હતું. બપોરે બે વાગે જ્ઞાનમંદિર (–કે જ્યાં એક
બાવળના ઝાડ ઉપર સાત વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજીને જાતિસ્મરણજ્ઞાન થયું હોવાનું
પ્રસિદ્ધ છે તે સ્થાને બંધાયેલ જ્ઞાનમંદિર) માં ગુરુદેવ પધાર્યા હતા. પ૦૦ જવેટલા
જિજ્ઞાસુઓથી જ્ઞાનમદિર ભરચક હતું. ત્યાં અવલોકન બાદ પૂ. બેનશ્રી–બેને “ધન્ય રે
દિવસ આ અહો...” એ કાવ્ય વૈરાગ્યભીની શૈલીથી ગવડાવ્યું હતું; તેમજ ગુરુદેવની
આજ્ઞાથી ‘અપૂર્વ અવસર’ ની અંતિમ બે કડિઓ બોલ્યા હતા. ત્યારબાદ ૩।। થી ૪।।
પૂ. ગુરુદેવનું પ્રવચન જન્મધામ ભવનમાં થયું હતું. શ્રીમદ્ રાજચંદ્રજીના વચનો ઉપર
ગુરુદેવે સુંદર પ્રકાશ પાડીને અનેકાન્તનું રહસ્ય સમજાવ્યું હતુ. પ્રવચન બાદ,
સમ્યગ્દ્રષ્ટિની પરિણતિના મહિમા સંબંધી ભક્તિ પણ ત્યાં જ પૂ. બેનશ્રી બેને કરાવી
હતી. તેમજ “જિનવર કહે છે કે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો...” એ અધ્યાત્મ કાવ્ય
પણ ગવડાવ્યું હતું. એમ લગભગ આખો દિવસ વવાણીયામાં આનંદપૂર્વક કાર્યક્રમ
ચાલ્યો હતો. સાંજે પૂ. ગુરુદેવ મોરબી પધાર્યા હતાં.
પૂ. ગુરુદેવ વાંકાનેર સુખશાંતિમાં બિરાજે છે. (તા. ૧ – ૪ – ૬૩)

PDF/HTML Page 6 of 31
single page version

background image
વષ ૨૦ : અક ૬ ઠ] તત્ર : જગજીવન બવચદ દશ [ચત્ર : ૨૪૮૯
ભેદજ્ઞાનીની એકત્વ ભાવના.
મહા આપદાઓથી ભરેલા, દુઃખરૂપી અગ્નિથી પ્રજ્વલિત અને ગહન એવા
સંસારરૂપી મરુસ્થલ (રણ) માં આ જીવ એકલો જ ભ્રમણ કરે છે. કોઈપણ તેનો સાથી
નથી. (૧)
આ આત્મા એકલો જ શુભાશુભ કર્મફળને ભોગવે છે, અને સર્વપ્રંકારે પોતે એકલો
જ, સમસ્ત ગતિઓમાં, એક શરીરથી બીજા શરીરને ધારણ કરે છે. (ર)
સ્વર્ગની શોભાને મોહદ્રષ્ટિથી દેખીને રંજાયમાન થઈ સ્વર્ગના માનેલા સુખ પણ
એકલો જ ભોગવે છે, સંયોગ વિયોગમાં અથવા જન્મ મરણમાં તથા સુખદુઃખ ભોગવવામાં
કોઈ પણ મિત્ર સાથી નથી.
આ જીવ પુત્ર, મિત્ર, સ્ત્રી આદિને મોહનું નિમિત્ત બનાવી. તે સંબંધી પોતાનો
સંતોષ માટે, જે કંઈ પુણ્ય પાપ ભલું ભૂંડું કાર્ય કરે છે તેનું ફળ પણ નરકાદિક ગતિઓમા
સ્વયં એકલો જ ભોગવે છે, અન્ય કોઈ ભાગીદાર થતાં નથી.
અનેક પ્રકારના પાપ દ્વારા ધનોપાર્જન થાય છે. તેને ભોગવવામાં તો પુત્ર મિત્રાદિ
અનેક સાથે થઈ જાય છે, પણ પોતે બાંધેલા પાપકર્મના સંબંધ વડે થતાં ઘોર દુઃખનો સમૂહ
તેને સહન કરવા કોઈ પણ સાથી થતો નથી. પ્રત્યક્ષ દેખે છે કે સંસારી મોહવશ પ્રાણી
એકલો જ જન્મ મરણ પામે છે, તેના કોઈ દુઃખમાં કોઈ સાથી નથી, શરણ નથી છતાં
પોતાનું અનાદિ અનંત એકત્વ નિશ્ચય સ્વરૂપ દેખતો નથી એ મોટી ભૂલ છે– તેનું કારણ
અજ્ઞાન જ છે.
આ મૂઢ જીવ જે સમયે મોહવશ પરને પોતાનું માને છે, મિથ્યાત્વ રાગાદિને કર્તવ્ય
માને છે ને તે રૂપે પરિણમે છે, ત્યારે આ જીવ પોતે જ પોતાને પોતાના જ દોષથી બાંધે છે.
જ્યારે ભેદજ્ઞાન દ્વારા, અસલી એકત્વને અનુભવે છે ત્યારે કર્મોનું બંધન કરતો
નથી પણ નિર્જરાપૂર્વક મોક્ષગામી થાય છે.
જે સમયે આ જીવ ભેદવિજ્ઞાનદ્વારા ભ્રમ રહિત થઈને એવું ચિંતવન કરે કે હું
એકત્વને પામ્યો છું. તે સ્વાનુભવના બળથી આ જીવને સંસારનો સંબંધ સ્વયં જ નષ્ટ થઈ
જાય છે; કેમકે સંસારનો સંબંધ તો મોહથી છે. નિર્મોહી જ્ઞાનાનંદ નિર્મળની દ્રષ્ટિ–જ્ઞાન અને
અનુભવ થતાં, મોહ ઉત્પન્ન જ થતો નથી, કેમકે પોતે એકલો છે તો મોક્ષદશા કેમ ન પામે?
(જ્ઞાનાર્ણવ)

PDF/HTML Page 7 of 31
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૪
અદ્ભૂત જ્ઞાનો ખજાનો ખોલનાર
જ્ઞાયકની અનૂભૂતિ
શ્રી સમયસારજી ગાથા ૬ઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવનું મનનીય પ્રવચન તા. ૧૦–૧૧–૬૨
[અહો! સર્વ અવસ્થામાં પરથી નિરપેક્ષ, સ્વથી સાપેક્ષ, અભેદ જ્ઞાયક માત્ર છું, તેમાં
દ્રષ્ટિ–અનુભવ વડે પરથી ભિન્નપણે સેવવામાં આવતો શુદ્ધ કહીએ તેનું વર્ણન ચાલે છે.]
જ્ઞાયકસ્વભાવી આત્મા છે તેને જ્ઞેયકૃત ઉપાધિ નથી. અનેકને જાણે, એમ કહેતાં તેને પરની
ઉપાધિરૂપ અપેક્ષા નથી. જ્ઞાનસ્વભાવથી જ પોતામાં=જ્ઞાયકપણામાં જણાયો. પરથી નિરપેક્ષપણે
એકલો પૂર્ણજ્ઞાયક જ છું, એમ અનુભવમાં આવ્યો તે તો તે જ છે. એવા પરમ પારિણામિક ભાવરૂપ
જ્ઞાયકનો મહિમા છે, તેની મુખ્યતા છે તેથી તેના આશ્રયે જ ધર્મની શરૂઆત થાય છે. સ્વસત્તાવલંબી
શ્રદ્ધા, જ્ઞાન અને લીનતાને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. નીચે ચારિત્રમાં કમજોરી જેટલો
પરસત્તાવલંબી અંશ છે ખરો પણ જ્ઞાની તેને મોક્ષમાર્ગ માને નહીં. એકલા શુભરાગમાં વ્યવહારનો
આરોપ આવતો જ નથી. એકલા શાસ્ત્ર સંબંધી જ્ઞાનને જ્ઞાન કહેતાં જ નથી.
સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ગા. ૪૦૩ માં અંગપૂર્વ શાસ્ત્રને જાણનારૂં જ્ઞાન આત્માનું ગણી તેને
અભેદ અપેક્ષાએ નિશ્ચય સાધિત જ્ઞાન કહ્યું ને તે જ જ્ઞાનને વિકલ્પ અપેક્ષાએ વ્યવહાર કહ્યું, અને તે જ
સમ્યગ્જ્ઞાન અંશે આત્માની સન્મુખ થયેલું સ્વાશ્રિત છે તે અભેદ અપેક્ષાએ અહીં છઠ્ઠી ગાથામાં નિશ્ચય
જ્ઞાન કહ્યું છે કળશ નાં. ૧૩ માં શુદ્ધનયને અભેદ અપેક્ષાએ કહ્યું કે શુદ્ધનય (શુદ્ધનિશ્ચયનય) ના
વિષયરૂપ આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, એમ જાણીને તથા આત્માને આત્મામાં
નિશ્ચલ સ્થાપીને સદા સર્વ તરફ એક વિજ્ઞાનઘન આત્મા સ્વપણે છે, પરપણે નથી એમ દેખવું. વળી આ
કળશની ટીકામાં શ્રી રાજમલ્લજીએ કહ્યું છે કે ૧ર અંગશાસ્ત્રનું જ્ઞાન કોઈ અપૂર્વ છે એમ કોઈ માને તો
તે વિકલ્પાત્મક પરલક્ષી જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન કાંઈ મોક્ષમાર્ગ નથી. ભેદજ્ઞાનદ્વારા શુદ્ધાત્માનો
અનુભવ થતાં સમ્યગ્દ્રષ્ટિને ૧ર અંગ જાણવાની કોઈ અટક નથી.
છઠ્ઠી ગાથામાં શુદ્ધનયદ્વારા અભેદ આત્માને અનાદિ અનંત એકરૂપ જ્ઞાયક સ્વભાવપણે
અનુભવતા, પ્રમત્ત અપ્રમત્ત આદિ કોઈ ભેદવિકલ્પનો અનુભવ તેમાં નથી. સ્વ. સન્મુખ થયેલું
સમ્યગ્જ્ઞાન વ્યવહાર નયથી અનેક જ્ઞેયો ને જાણવારૂપે પરિણમ્યું તોપણ જ્ઞેયોના કારણપણાની તેને

PDF/HTML Page 8 of 31
single page version

background image
ચૈત્ર : ૨૪૮૯ : :
અપેક્ષા નથી. જ્ઞાનાકાર પોતાથી જ છે. પરપદાર્થ, પ્રકાશ ઈન્દ્રિય, શુભરાગ આદિ પરની અપેક્ષાથી જ્ઞાન
પરિણમતું જ નથી. જેમ દિપક ઘટને પ્રકાશવા કાળે દિપક જ છે, સ્વને પ્રકાશવા કાળે પણ દિપક જ છે
તેને પરની અપેક્ષા નથી. તેમ જ્ઞાયક જિન શક્તિથી અખંડ પૂર્ણ છે, નિરપેક્ષ છે, તેનું સ્વ સત્તાવલંબી
જ્ઞાન શુભાશુભ વિકલ્પરૂપે થયું નથી. વિકલ્પકાળે પણ વિકલ્પની અપેક્ષાથી પરિણમ્્યું છે એમ નથી,
પણ સ્વયંજ્ઞાયકની એક જ્ઞાયકપણે જ પ્રસિદ્ધિ કરે છે કે જ્ઞાયક સર્વ અવસ્થામાં એકરૂપ જ્ઞાયક જ છે;
આ નિશ્ચય છે, સત્યાર્થ છે, યથાર્થ છે, વાસ્તવિક છે. તે સિવાય બીજાની અપેક્ષા બતાવવી તે વ્યવહાર
છે, અસત્યાર્થ છે, આરોપીત છે.
વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનો રાગ જ્ઞેય છે અને તેને જાણવારૂપે પરિણમતું જ્ઞાન તે રાગરૂપે
જણાયું નથી પણ જ્ઞાયકને અખંડ જ્ઞાયકપણે પ્રસિદ્ધ કરતું જણાય છે. સવિકલ્પકાળે કે
સ્વરૂપપ્રકાશનકાળે આત્મા જ્ઞાયકપણે જણાયો છે તે તે છે, અર્થાત્ અનાદિ અનંત ધ્રુવ
પારિણામિકભાવપણે જ્ઞાયક જ છે. આ સમ્યગ્દર્શનનો વિષય છે. તેના આશ્રયે જ સ્વાનુભવ અને
સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દ્રર્શન પછી જ ચારિત્ર આવે; એના વિના ગમે તે કરે પણ તેનાથી આત્માનું ચારિત્ર કેવું?
શુભરાગરૂપ મહાવ્રતથી આત્મામાં રમણતા થતી નથી; પણ શુદ્ધનયના વિષયરૂપ ભૂતાર્થના આશ્રયથી જ
આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–રમણતાનું ઉપજવું, વધવું અને ટકવું થાય છે. જ્ઞાનીને સ્વદ્રવ્યના
આલંબનના બળથી ૬–૭ ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર હોય તો તેની પર્યાયને યોગ્ય વ્યવહાર–વિકલ્પ
આવે છે; તેને જાણે છે કે તે જ્ઞેયપણે નિમિત્ત છે, હેય છે. વ્યવહાર વિકલ્પને જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં
જ્ઞેયાકાર પર્યાય થઈ છે તે સ્વાવલંબીપણે જ્ઞાયકમાં અભેદ થઈને થઈ છે તેથી સ્વભાવ દ્રષ્ટિથી જોતાં
જ્ઞાયક દરેક કાળે જ્ઞાયક જ છે. સ્વ–પર જ્ઞેયને જાણવા છતાં એકરૂપ જ્ઞાનભાવમાં કર્ત્તા કર્મનું અભેદપણું
હોવાથી, જ્ઞેયકૃત ઉપાધિ જ્ઞાયકને લાગુ પડતી જ નથી. જ્ઞેય આવ્યું માટે જ્ઞાયક છે એમ નથી. જ્ઞાનની
નિર્મળ દશા થઈ તેમાં કોઈ પરની અપેક્ષા–કારણપણું આવતું જ નથી. પોતે જ જાણનારો, જાણવારૂપે
પરિણમનારો પોતે, માટે કર્ત્તા પોતે છે અને પોતાને જ અભેદ પર્યાયરૂપે જાણ્યો છે માટે પોતે જ કર્મ છે.
અહો! શ્રી સમયસાર શાસ્ત્ર ૧૪ પૂર્વ ૧ર અંગનું રહસ્ય ભરીને વર્તમાનમાં આવ્યું છે; તેની દૈવી અદ્ભૂત
ટીકા ભરતક્ષેત્રમાં न भूतो न भविष्यति। મહાવિદેહમાં તો સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા બિરાજે છે, તેની
શી વાત? પણ મુખ્ય–પ્ર્રધાન જ્ઞાયક સ્વરૂપ આત્માને તેની સર્વ અવસ્થામાં એકરૂપ વ્યાપક અને રાગથી
તથા પરથી નિરપેક્ષ, નિરાળો આત્મા બતાવનાર આ અદ્ભૂત શાસ્ત્ર છે, કોઈ પ્રકારે કેવળીના વિરહ
ભૂલાવે એવું પરમાગમ શાસ્ત્ર છે. અહો! તું કોણ? તને શુદ્ધ જાણ્યો કેમ કહેવાય?
શુદ્ધ એટલે સમસ્ત પરભાવોથી ભિન્ન, રાગાદિ વિભાવપણે થયો જ નથી, એવો ત્રિકાળી ધ્રુવ
સ્વભાવપણે આ આત્મા જ્ઞાયક છે એમ સ્વસન્મુખ જ્ઞાન વડે સેવવામાં આવતાં તેને શુદ્ધ જાણ્યો કહેવાય
છે. જ્ઞાયક પોતે પોતાને જાણે છે તે નિશ્ચય છે પરને જાણે છે, વ્યવહાર–નિમિત્તને જાણે છે એમ કહેવુ તે
ઉપચાર કથન છે. આત્મા પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને જાણે છે, દર્શન જ્ઞાનમય પોતાની
ર્પ્યાયને જાણે છે, દર્શન જ્ઞાનમય પોતાની ર્પ્યાયને જાણે છે. પરને જાણે તે તો ઉપચરિત સદ્ભૂત
વ્યવહાર નયથી છે. રાગને જાણતો નથી, શુભરાગને લીધે જાણે છે એમ નથી. નિમિત્ત અને રાગની
જ્ઞાનને અપેક્ષા નથી, એવો નિરપેક્ષ એકરૂપ શાશ્વત જ્ઞાયકપણે સેવવામાં અનુભવમાં આવતો શુદ્ધ કહીએ
છીએ. ભૂમિકાનુસાર શુભાશુભભાવ આવે ખરા પણ તે રૂપે પરિણમે તેને જ્ઞાયક કહેતા નથી.
પોતે જ્ઞેય અખંડ સ્વજ્ઞેય છે. વિશેષમાં પોતાના જ્ઞાનનો વિકાસ તે સ્વ–જ્ઞેય છે. પર જ્ઞેયને
પરપણે જાણ્યું એટલે એવા પોતાના જ્ઞાનને જાણ્યુ છે પણ તેથી નિમિત્ત અથવા રાગને અવલંબીને જ્ઞાન
થયું છે એમ નથી ખરેખર સ્વ સન્મુખ થયેલું જ્ઞાન રાગ સામે જોતુ નથી; જ્ઞાન જ્ઞાનને જાણે છે. રાગ
બહિર્મુખ છે તેની સામે જ્ઞાને જોયુ નથી. પણ સામે ચીજ છે તેના જ્ઞેયાકારે જ્ઞાન થયુ તે ઉદાહરણ માત્ર
છે. હા, સામે જેવું જ્ઞેય છે તેવુ જ્ઞાનાકારમાં

PDF/HTML Page 9 of 31
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૪
જણાતું હોવાથી જ્ઞેયાકરે જ્ઞાન થયું છે પણ તેથી પરસત્તાવલંબી જ્ઞાન નથી, પણ નિરન્તર સ્વ–
સત્તાવલંબી છે. એકલા જ્ઞાનયકને જોતાં પોતે જ્ઞાયક જ છે. જ્ઞેયાકાર જેવું જ્ઞાન નથી પણ જ્ઞાયકના જેવું
જ્ઞાન છે. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન અને મહાવ્રતાદિકરાગ છે માટે તે રૂપે જ્ઞાયકભાવ પરિણમ્યો છે એમ
નથી, પણ વ્યવહાર વ્યવહારપણે છે તેમ જ્ઞેયાકારો જ્ઞાનમાં જણાય છે ત્યાં જાણવારૂપે જ્ઞાનનો જ
વિકાર કામ કરે છે, પણ તેમા વ્યવહાર જ્ઞાનની અપેક્ષા આવતી નથી. અનંત ગુણનો અખંડ રસ એવો
ભગવાન એટલે સહજ જ્ઞાનવાન આત્મા અંતરના સ્વાવલંબી જ્ઞાનથી પોતાને (જ્ઞાનને) જાણે છે.
પરને જાણે છે, છોડે છે તે કહેવા માત્ર છે. જ્ઞેયોથી જ્ઞાન નથી, જ્ઞેયો જણાતાં નથી, પણ જ્ઞાનની
યોગ્યતાનુસાર સ્વ–જ્ઞાનાકાર જણાય છે. શુભરાગ પણ આસ્રવ છે, અજાગ્રતભાવ છે, જ્ઞાન થી વિરુદ્ધ
છે. રાગમાં જ્ઞાનનો અંશ જરાય નથી, તેથી તે અચેતન છે. તે વ્યવહારને જાણે તેટલું જ્ઞાન વ્યવહાર
જ્ઞેયની અપેક્ષાથી પ્રકાશે છે એમ નથી. આમ નિરપેક્ષ જ્ઞાયકમાં દ્રષ્ટિ થઈ, ત્રિકાળ આવો છું એમ ભાન
થયું તેને મુક્તિ થઈ છે. દ્રવ્યની પર્યાયે પર્યાયે મુક્તિનું સ્પર્શન, સંવેદન ચાલુ થઈ ગયું તે જ્ઞાની છે
અહો! પરમ તત્ત્વ જ્ઞાયકને સ્વભાવથી અનુભવવાની અપૂર્વ દ્રષ્ટિ બતાવે છે. જેમ દિપક ઘટપટને
પ્રકાશવા કાળે, ઘટ પટાદિની અપેક્ષાથી પ્ર્રકાશે છે એમ નથી, તેમ રાગાદિ જ્ઞેય છે માટે જ્ઞાયકને તેની
અપેક્ષા છે એમ નથી. પણ ઘટપટને પ્રકાશવાકાળે દિપક દિપક જ છે. દિપક સ્વયં પ્રકાશે છે અને
પોતાની પ્રકાશમય જ્યોતિ–શિખાને પ્રકાશવા કાળે પણ દિપક જ છે, એમ જ્ઞાયકનું સમજવું.
જ્ઞાયક શુભાશુભને જાણે છે તે તો જ્ઞાનની સ્વચ્છતાને જાણતા પરજ્ઞેયો જણાય છે તેથી
રાગાદિરૂપે જ્ઞાયક પરિણમ્યો છે એમ નથી. જ્ઞાયકવસ્તુ રાગાદિના અકારણરૂપે જ્ઞાતાપણે જ રહે છે.
વસ્તુ રાગરૂપે થઈ નથી. પ્રગટ પર્યાયમાં શુભાશુભ રાગ અજાગ્રતભાવ જ્ઞેયપણે જણાય છે તેથી જ્ઞાયક
તે રૂપે વર્તમાનદશા પૂરતો થાય છે કે નહીં? ના, રાગને જાણતા, પોતાને–સહજ જ્ઞાનને જ જાણે છે;
પોતાની જ્ઞાયકતા જ જણાય છે અહો! આવો સ્વ–સન્મુખ જ્ઞાયકભાવ તે હું છું એમ પોતે અનુભવે
ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સ્વસંવેદન જ્ઞાનવાળો થયો, પછી જ ચારિત્રની ગણતરી થાય; એકડા
વિનાના મીંડાની ગણતરી શું? સહજ જ્ઞાનમાં સ્વસત્તામાં પ્રકાશ પૂંજ છું, તેમાં પરાશ્રયના ભેદ રહિત
એકત્વની દ્રષ્ટિ પછી વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઊઠે છે, પણ તે રૂપે જ્ઞાન છે જ નહીં; પણ રાગથી જુદો,
સર્વ નિમિત્તની અપેક્ષારૂપ પરાશ્રયના ભેદથી મુક્ત એટલે જુદો છું, એમ જ્ઞાન જ્ઞાનને જાણે છે. પ્રશ્ન:–
ઈન્દ્રિયો તથા રાગાદિ નિમિત્ત છે તો તેનું જ્ઞાન તો કર્યું કે નહિ? ના, કેમકે તેને જાણવાની અપેક્ષા
જ્ઞાયકમાં નથી, એવો નિરપેક્ષ અર્થાત્ સહજ જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય કર્ત્તા–કર્મથી અભેદ એકલા
એકલા જ્ઞાયકનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. પર્યાય ભેદની વાત ગૌણ થઈ જાય છે. હેય તત્ત્વને હેય
કરવુ પડતું નથી, સ્વસન્મુખતાનુસાર હેય થતું જ જાય છે. ધ્રુવ જ્ઞાયકપણે જાગ્યો ત્યાં જ્ઞાન જ એવું
જાણે છે કે શરીર, શાસ્ત્ર, વાણી અને વિકલ્પથી જાણવાની અપેક્ષા રાખે એવો જ્ઞા્યક નથી.
ગણધરદેવ શ્રી તીર્થંકર ભગવાનની સભામાં કાયમ હોય છે, અને સાંભળે છે ને? ના, તે
પોતાના જ્ઞાનને જ જાણે છે, તેમાં રાગની, વાણીની અપેક્ષાવાળું જ્ઞાન છે એમ નથી. પાંચમી ગાથામાં
કહ્યો તે એકત્વ વિભક્ત આત્માને અહીં નિરપેક્ષ એકલો જ્ઞાયક કહ્યો છે તે સર્વ અવસ્થામાં અખંડ
જ્ઞાયક સ્વભાવ છે એમ ધ્વનિ ઊઠે છે. આ તો મહાન રચના છે, મૂળ મંત્રો છે. સર્વજ્ઞ પરમાત્માના
પાડોશી આચાર્યદેવ ચારિત્રમાં–અનુભવમાં આવીને, આવીને, પરમ પરિણામિક ભાવરૂપ જ્ઞાયક
સ્વભાવની વાત કરે છે. પરાશ્રયની દ્રષ્ટિ દૂર કરી, સ્વયંસિદ્ધ આત્મ દ્રવ્યને જ્ઞાયક સ્વભાવપણે અનુભવે
છેકે પરથી ભિન્ન, આવો નિરપેક્ષ જ્ઞાયકભાવ કર્ત્તા–કર્મના ભેદ રહિત, પરથી ભિન્ન એટલે પરથી
જ્ઞાયકપણે જ્ઞાયકનો પોતાને અનુભવ હોવાથી શુદ્ધ કહીએ. અહીં શુદ્ધનયના વિષયભૂત આત્માને પરમ
પારિણામિકભાવે જ્ઞાયક કહેવો છે તેમાં કર્મના ઉદયાદિની અપેક્ષા રાખીને

PDF/HTML Page 10 of 31
single page version

background image
ચૈત્ર : ૨૪૮૯ : :
જ્ઞાયક પરિણમે છે એમ નથી; તેમાં એમ પણ આવ્યું કે અંતઃતત્ત્વ જ્ઞાયક પ્રભુ અખંડાનંદ વસ્તુ સ્વભાવ
તો ત્રણેકાળે કષાયચક્રરૂપે થતો જ નથી તેથી પુણ્યપાપમય ઔદયિકભાવ તેમાં નથી. ઔપશમિક,
ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ અનિત્ય પર્યાય છે, તે બાહ્યનો ભાગ છે, તે વ્યવહારનયનો વિષય છે
ખરો પણ તે અંતરંગ જ્ઞાયક સ્વરૂપમાં નથી. પ્રગટદશામાં ઉપર તરતા વિકાર ભાવ દેખાય તે રૂપે
જ્ઞાયકભાવ પરિણમતો નથી.
ચોથા ગુણસ્થાનથી સ્વસત્તાવલંબી દ્રષ્ટિથી અખંડ જ્ઞાયક સ્વરૂપ આવું સ્વતંત્ર છે એમ જ્ઞાની
જાણે છે. તેના પરિણમનમાં સ્વસન્મુખ જ્ઞાનધારા વધતી જાયછે. જ્ઞાયકના પરિણમનમાં ઔદયિક આદિ
ભેદની અપેક્ષા નથી. જ્ઞાયક તે શુદ્ધ જ્ઞાયક જ છે. આવું સ્વસન્મુખ થયેલું સ્વાવલંબી જ્ઞાન અભેદ
જ્ઞાયકપણે પરિણમે તેને શુદ્ધ કહીએ. (૧) જ્ઞાયક તે અજ્ઞાયક=અચેતન આસ્રવતત્ત્વરૂપે થતો નથી. (ર)
પ્રગટ પર્યાયમાં પણ અભેદ જ્ઞાન જ્ઞાનપણે છે. જ્ઞેયોની ઉપાધિ=અપેક્ષા તેને નથી. (૩) અંતમુર્ખપણે
એટલે પરથી ભિન્ન નિરપેક્ષપણે સેવવામાં આવતો જ્ઞાયકને એકલો શુદ્ધ કહીએ. નિમિત્ત અને રાગની
અપેક્ષા વિના એકલું પરિણમે તેને આત્માનું જ્ઞાન કહીએ. ૧૧ અંગશાસ્ત્ર ભણ્યો તેથી આત્મા જાણ્યો છે
એમ નથી. જેણે આત્માને પરથી ભિન્ન નિરપેક્ષ જ્ઞાયકપણે જાણ્યો નથી તેણે સ્વ–પર, સાપેક્ષ–નિરપેક્ષ,
નિશ્ચય–વ્યવહાર, નિમિત્ત–ઉપાદાન, હોય–ઉપાદેય, વગેરે કાંઈ જાણ્યું નથી. પરાશ્રયની શ્રદ્ધા છોડી,
સ્વસન્મુખ થઈ, અખંડ જ્ઞાયકપણે થનારો જ્ઞાયક છું એમ જાણનારને જાણ્યો તેણે બધું જાણ્યું.
કેવળજ્ઞાનીનું પેટ જાણ્યું. કેવળજ્ઞાન કેમ પ્રાપ્ત થાય તેની કળા જાણી. જો એ કળા નથી જાણી તેનું બધું
ધૂળધાણી છે, વ્યર્થ છે. શાસ્ત્ર સન્મુખની કળા તે તારી જાગૃતિની કળા નથી. જ્ઞાયક સ્વસત્તામાં
સ્વાવલંબી દ્રષ્ટિ અને સ્વસંવેદન જ્ઞાનદશા પ્રગટ કરી તે કેવળજ્ઞાન લેવાની સાચી કળા છે. શિષ્યના પ્રશ્ન
અનુસાર ગા. ૨પમાં શ્રી આચાર્યદેવે કહેલું કે “એવા એકતત્ત્વ–વિભક્ત આત્માને” હું, આત્માને આશ્રિત
ઉત્પન્ન થયેલાં નિજ વૈભવવડે દેખાડું છું. દેખાડું તે રીતે સ્વાનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો એમ નિઃસંદેહ
સત્ય ઉપાય બતાવનાર અને સમજનારની વાત છે. ટીકામાં કહ્યું કે સર્વજ્ઞ કથિત આગમજ્ઞાનરૂપી પ્રમાણ,
અતિ નિસ્તુપ નિર્બાધ યુક્તિરૂપ પ્રમાણ તથા શ્રી મહાવીર પ્રભુશ્રી પરંપરાએ આવેલા અમારા ગુરુ
પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તથા પૂર્વાચાર્યો અનુસાર
ઉપદેશ તેને પ્રમાણ કરીને અને ચોથું સ્વાનુભવ પ્રમાણ તે દ્વારા અમે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરી છે (પણ કર્મ
પ્રકૃતિના ગ્રન્થ ક્્યાં ભણ્યો?) સ્વાશ્રય વડે મુખ્ય વસ્તુની દ્રષ્ટિથી એકલા જ્ઞાયકને પરથી ભિન્નપણે
જાણતા બધું જાણ્યું. અંતરનો વિકાસ તો અંતમુર્ખ દ્રષ્ટિ–જ્ઞાન અને એકાગ્રતાથી જ થાય છે. આવું
નિરપેક્ષ તત્ત્વ છે તેનો પ્રથમ જ સ્વિકાર અને આશ્રય કરવો જોઈએ. નિમિત્તપણે વ્યવહારના ભેદ
જાણવા માટે વ્યવહાર બરાબર છે પણ સર્વ ભેદને ગૌણ કરનાર શુદ્ધનયદ્વારા સ્વસન્મુખ થઈ, અભેદ
જ્ઞાયક છું એનું નિર્વિકલ્પ અનુભવ સહિત ભાન થવું તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન બીજ છે, આત્મા
એકાન્ત બોધિ બીજ જ્ઞાયક સ્વરૂપ છે. તે બીજમાંથી ઊછળીને જ્ઞાન થયું તે આત્માની અનુભૂતિ છે જે
શુદ્ધનય સ્વરૂપ છે; તેનો વિષય શુદ્ધાત્મા ત્રિકાળ એકરૂપ પૂર્ણ છે. પ્રથમ મહાપ્રશ્ન હતો કે પ્રભુ, આવો
શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ– એ પ્રશ્નના ઉત્તરમાં છઠ્ઠી ગાથામાં, કેવળજ્ઞાનીને તથા
નિર્ગ્રંથ સંતોને શું કહેવું છે તે સ્પષ્ટ કરી અદ્ભૂત વાત કહી છે.
ભાવાર્થ– વસ્તુપણે જોતાં, આત્મા બંધનને અશુદ્ધતારૂપ સંસારને સ્પર્શતો નથી, વિભાવરૂપે
પરિણમ્યો નથી; પણ વર્તમાન પર્યાયમાં અશુદ્ધપણું તો પોતાને ભૂલી પરાશ્રયથી ઉત્પન્ન કરવામાં આવે
છે. આત્માનું મૂળ સ્વરૂપ કદી અશુદ્ધ હોઈ શકે નહીં. ધ્રુવ સ્વભાવના સંગથી અશુદ્ધતાનો રાગ, શાસ્ત્ર
તરફનો ઝુકાવ, મહાવ્રત એ પણ શુભાસ્ત્રવ છે, રાગ છે, પરદ્રવ્ય સન્મુખ જેટલી વૃત્તિ ઊઠે છે તે બધું
અશુદ્ધપણું છે, ત્યાં મૂળ દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપ અશુદ્ધપણે કદી થતું નથી. ત્રિકાળી અંશી વસ્તુને ભૂલી માત્ર
એક સમયની પર્યાયમાં ભૂલ પોતે ઉત્પન્ન કરે તો

PDF/HTML Page 11 of 31
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૪
થાય છે, કર્મના સંગમાં ગયો તેથી અશુદ્ધતા થાય છે, તે બંધ પર્યાયરૂપ વ્યવહારનો આશ્રય અનાદિથી
કરતો જ આવે છે, તેથી જીવ એકલો જ સંસારમાં દુઃખ ભોગવે છે. હવે ત્યાંથી છૂટો થવા, નવ તત્ત્વના
ભેદને ગૌણ કરી, શુદ્ધ નય વડે, શુદ્ધ જ્ઞાયકનો આશ્રય–અનુભવ કરે તો સમ્યગ્દર્શન થાય છે. અશુદ્ધતા
દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, અભૂતાર્થ છે, ઉપચાર છે. માટે આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ છે, અભેદ છે, ભૂતાર્થ
છે, નિશ્ચય છે, પરમાર્થ છે માટે જ્ઞાયક તે જ્ઞાયક જ છે.
(૧) અશુદ્ધપણું તો પર દ્રવ્યની સંગતિથી પર્યાયમાં થાય છે.
(ર) દ્રવ્ય દ્રષ્ટિથી દેખો તો મૂળ દ્રવ્ય રાગાદિરૂપે–દેહાદિરૂપે થતું નથી. ભેદને ગૌણ કરી, શુદ્ધ નયથી
દેખો તો સર્વ અવસ્થામાં આત્મા તો પરથી ભિન્ન, રાગથી ભિન્ન, નિરપેક્ષ જ્ઞાયકપણે જ છે.
(૩) આમ સમસ્ત અન્યભાવો, અનાત્માભાવો (આસ્રવભાવો) થી ભિન્નપણે સ્વસન્મુખપણે
સેવવામાં (ઉપાસવામાં) આવતા આત્માને શુદ્ધ કહેવાય છે. પરથી નિરપેક્ષ જ્ઞાયકપણે જણાયો
તેતો તે જ છે. સર્વ અવસ્થામાં અન્યથી ન્યારો, જ્ઞાન સ્વભાવમાં સદાય એકરૂપ જ્ઞાયક તે જ હું
છું, અન્ય કોઈ નથી. નિશ્ચયમાં પરને જાણવું નથી.
આમ સ્વસન્મુખપણે પોતાને પોતાનો અભેદ અનુભવ થયો ત્યારે જાણવારૂપ ક્રિયાનો કર્ત્તા
પોતે જ છે, પોતાને જાણે છે એમ સ્પષ્ટ ભાવભાસન થયું. જ્ઞાન થવાના કારણમાં રાગાદિ નિમિત્ત નથી
અર્થાત્ રાગાદિ કારણ અને તેના આશ્રયથી જ્ઞાનરૂપી કાર્ય થાય એમ નથી. જ્ઞાયક રાગને કર્ત્તા થાય
એમ પણ નથી. જ્ઞાયક રાગને કર્ત્તા, ભોક્તા, સ્વામી નથી; પણ વર્તમાન પર્યાયમાં રાગ છે, વ્યવહાર છે
માટે જ્ઞાન થયું એમ પણ નથી. જરીયે શુભરાગની અપેક્ષાથી કે નિમિત્તની અપેક્ષાથી જ્ઞાન થયું એમ
નથી. પરથી નિરપેક્ષ, સ્વથી સાપેક્ષ, અભેદ જ્ઞાતા જ્ઞાન જ્ઞેયપણે જાણવારૂપ ક્રિયાનો કર્તા સર્વ
અવસ્થામાં જ્ઞાયક પોતે જ છે, તેમાં ભેદ નથી; તેથી પ્રમત્ત–અપ્રમત્ત, સકષાય–અકષાય, અવેદી–સવેદી
આત્મા નથી પણ ત્રિકાળ જ્ઞાયક છે. જ્ઞેયોને જાણવાની અપેક્ષાએ જ્ઞાયક નામ આપવામાં આવે છે,
તોપણ જ્ઞેયોને કારણે જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે એમ નથી. કેમકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થાય
છે તેમાં નિશ્ચયથી સ્વજ્ઞાનાકારરૂપ જ્ઞાન જ જ્ઞાનમાં પરિણમ્યું છે એમ સર્વ અવસ્થામાં એકલો, રાગ
અને પરની અપેક્ષા વિનાનો, હું જ્ઞાયક જ છું એમ અનુભવ કરતાં આત્મા સદા જ્ઞાયક છે એમ સ્પષ્ટ
ભાસે છે કે ‘આ હું જાણનારો છું તે હું જ છું અન્ય કોઈ નથી.’ એવો સ્વસન્મુખપણે પોતાને પોતાનો
અભેદ અનુભવ થયો ત્યારે જાણવારૂપ ક્રિયાનો કર્ત્તા પોતે જ છે, અને જેને જાણ્યું તે કર્મ (જ્ઞાનની
ક્રિયારૂપ કાર્ય) પણ પોતે જ છે. આવો એમ જ્ઞાયકપણા માત્ર વિજ્ઞાનઘન પોતે શુદ્ધ છે– આવો આત્મા
શુદ્ધ નયનો, અને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો વિષય છે, ધ્યેયરૂપ છે. એનો આશ્રય કરવાથી જ ધર્મ
એટલે સુખની શરૂઆત થાય છે. આ રીતે પ્રથમથી જ સ્વસત્તાવલંબીપણાથી મોક્ષમાર્ગની શરૂઆત
થાય છે.
*

PDF/HTML Page 12 of 31
single page version

background image
ચૈત્ર : ૨૪૮૯ : :
મોક્ષમાર્ગની સમ્યક્ વ્યવસ્થા
અને
અનેકાન્તની સ્પષ્ટતા
પ્રવચનસાર શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચન ભાદરવા સુદી ૧૦ તા. ૧૧–૯–૬ર

પ્રવચનસાર ગા. ર૩પ માં કહ્યું કે આગમ જ્ઞાતાને કાંઈ પણ ગુપ્ત નથી, અજાણ્યું નથી. હવે
આગમમાં શું કહે છે તેનું યથાર્થ જ્ઞાન સ્વસન્મુખથી જ થાય છે; તેથી આગમ જ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન
અને તે બન્ને સહિત સંયતપણું એ ત્રણેનું સાથે હોવું જ મોક્ષમાર્ગ છે એવો નિયમ સિદ્ધ કરે છે.
ગા. ર૩૬ ની ટીકા આ લોકમાં સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમજ્ઞાન સહિત
તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન તેનાથી જે રહિત છે તે બધાયને સંયમભાવ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી.
સ્યાત્કાર એટલે વસ્તુમાં રહેલા પ્રત્યેક અંશને, જે અંશ જે રૂપે છે તે તે જ રૂપે છે, પરરૂપે નથી, પરથી
નથી એમ અસ્તિનાસ્તિદ્વારા વસ્તુમાં વસ્તુપણાનો નિશ્ચય કરાવે એવી સમ્યક્ અપેક્ષાથી કથનપદ્ધતિ તે
સ્યાદ્વાદ છે.
આત્મા છે? કે હા. પોતાનાથી જ છે, પરથી નથી, પોતાનો દ્રવ્ય સ્વભાવ–ગુણ સ્વભાવ–ગુણ
સ્વભાવ–પર્યાય સ્વભાવ સ્વથી સત્ છે, પરથી અસત્પણે છે. ત્રિકાળી સામાન્ય સ્વભાવ સ્વભાવથી
સત્ છે, વિભાવથી નથી. સ્વભાવના આશ્રયે થતી સંવર–નિર્જરારૂપ શુદ્ધ પરિણતિ તે સ્વથી છે,
શુભરાગથી નથી. નિમિત્ત છે માટે સાધકદશા છે એમ નથી. ભગવાનનું સમવસરણ છે, વાણી
સાંભળવા મળે છે માટે આ આત્માને સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી. વસ્તુ દ્રવ્યઅપેક્ષાએ નિત્ય
જ છે, અનિત્ય નથી, શુદ્ધ જ છે, અશુદ્ધ નથી પણ સંસાર દશામાં શુભાશુભભાવ જ્યાં સુધી છે ત્યાં
ભૂમિકાનુસાર અશુદ્ધતા છે તેટલી માત્ર પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે. જે ગુણસ્થાને જેટલા અંશે
અશુદ્ધતા છે તે નિશ્ચયથી અશુદ્ધતા જ છે, તેમાં શુદ્ધતા નથી, તેના આધારે પણ શુદ્ધતા નથી. આત્મા
અનિત્ય છે? હા. અવસ્થા બદલવાની અપેક્ષાએ અનિત્ય જ છે, નિત્ય નથી જ એમ એક જ સમયે એક
સાથે એક આત્માને નિત્ય

PDF/HTML Page 13 of 31
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૩૪
પણું, અનિત્યપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું હોવામાં વિરોધ નથી. અપૂર્ણ વીતરાગતા હોય છે ત્યાં શુભરાગ
હોય છે પણ તે આત્મહિત માટે હિતકર છે એમ નથી.
મોક્ષમાર્ગ છે તે વીતરાગભાવ સ્વાશ્રયપણે છે, રાગપણે, પરાશ્રયપણે નથી. શુભરાગના કારણે
વીતરાગતા ટકે છે–વધે છે એમ નથી. અસદ્ભૂત વ્યવહારનયનો વિષય શુભરાગ વ્યવહાર રત્નત્રય તે
પરાશ્રયથી છે; તેના વડે સ્વાશ્રયીભાવ (મોક્ષમાર્ગ) છે એમ નથી. સાધક દશામાં અંશે રાગ અંશે
વીતરાગભાવ હોય છે; પણ રાગના કારણેત્ર વીતરાગતા માને તેને આત્મજ્ઞાન નથી. સમ્યગ્દ્રષ્ટિની
ભૂમિકાનો શુભ રાગ ખરેખર સંવર નિર્જરારૂપ શુદ્ધિનું કાર્ય કરે છે એમ માનવું મિથ્યા માન્યતા છે. શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે પ્રવચનસારમાં છઠ્ઠા ગુણસ્થાનના શુભરાગને (ર૮ મૂળગુણ વગેરે શુભભાવ છે
તેને) પ્રમાદરૂપી ચોર=આત્મ જાગૃતિને લૂંટનારા કહ્યા છે; સમયસારમાં વિષકુંભ કહેલ છે તેને કોઈ
ખરેખર આત્મહિતમાં મદદ કરનાર માને તો તેને આગમજ્ઞાન નથી. આગમ દરેક વસ્તુને, નવે તત્ત્વને,
સ્વભાવ વિભાવને જેમ છે તેમ અસ્તિ નાસ્તિથી સિદ્ધ બતાવે છે. જેને એવું વિભાગ જ્ઞાન નથી તે ગમે
તેવો ત્યાગિ મુનિ હો તોપણ તે કોઈને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી. કારણ કે સ્વ–પરના
વિભાગનો અભાવ છે. હિત અહિત કઈ રીતે છે તથા કારણ કાર્યની સ્વતંત્રતા; જે અસ્તિ નાસ્તિના
જ્ઞાનથી સિદ્ધ છે તેની તેને ખબર નથી.
શરીરની ક્રિયા તેનો પર્યાય સ્વભાવ તેનાથી જ થાય છે, અન્ય તો નિમિત્ત માત્ર છે એમ ન
માનતા, મારાથી તે છે અને મારા વડે જડ શરીરાદિના કાર્ય થાય છે એમ માને છે તે, જીવ અજીવને
એક માને છે, કોઈને સ્વતંત્ર માનતો નથી. દ્રવ્ય, ગુણ, પર્યાય સહુના સ્વથી સત્ છે, પરથી અસત્ છે–
એવું પદાર્થનું સ્વરૂપ ત્રણે કાળ છે; તે ન માને તે જેમ અન્યમતિ ઈશ્વર આદિને નિમિત્ત કર્ત્તા માને છે
તેમ જૈન સાધુ નામ ધરાવીને, શરીર આદિના કામ મારા કારણે થાય છે, શરીરથી તપ, ત્યાગ સંયમ
રૂપી આત્માનો ધર્મ થાય છે ને! શરીરથી દયા પળાય છે ને! એમ પરમાં અને પરથી પોતાનું કાર્ય માને
છે તેથી તેને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી. પરમાં અને પર સાથે કર્ત્તાપણાનો સંબંધ માનનારને વિવેકજ્ઞાન
નથી તેથી પરથી લાભ નુકશાન માને જ છે.
શુભ રાગ જ્ઞાનીને પણ હોય છે, તે મંદ કષાય છે. અજ્ઞાની તેમાં પ્રીતિવાળો હોવાથી, શરીર
અને કષાય (રાગાદિ) ને આત્માથી ભિન્નપણે માનતો જ નથી, પણ એક માને છે. જ્ઞાની તો સ્પષ્ટપણે
ભિન્ન જ માને છે.
મૂખ્ય બે તત્ત્વો છે; જ્ઞાયકભાવ તે જીવ અને જે કિંચિત્ ન જાણે તે અજીવ; તેમાં શરીર મૂર્ત્તિક
અજીવ છે અને શુભાશુભરાગ જે જીવકૃત અધરાધ છે, ચેતનની જાગ્રતિને રોકનાર અજાગ્રત અજીવ
ભાવ મલિન ભાવ છે, આસ્રવ તત્ત્વ છે; તેથી પ્રથમથી જ જ્ઞાની તેને અહિતકર અને હેય માને છે.
અજ્ઞાની તેને ભલા માને છે, કરવા યોગ્ય માને છે તેથી પોતાની સાથે એક કરે છે. શરીરની ક્રિયા અને
રાગની ક્રિયાથી આત્માને લાભ માને છે, તેને હું ગ્રહી શકું છું, છોડી શકું છું એમ તે માને છે, તેથી તેણે
જીવ અજીવ બેઉ તત્ત્વો જુદા જ છે એમ ભાવભાસનપણે માન્યું નથી.
જીવ શરીરથી જુદો પડે ત્યારે જુદો માનું. જો અત્યારે પણ દેહથી ભિન્નપણે આત્મા હોય તો મડદું
કેમ ચાલતું નથી? શરીરમાં રોગ આવતાં આત્માને કેમ દુઃખ થાય છે? એમ માનનારા શરીર અને
આત્મા એક જ માને છે. જીવના આધારે શરીર નથી, શરીરના કારણે દુઃખ નથી, પણ શરીર પ્રત્યે મમતા
છે તે જ દુઃખ છે અને જેટલા પ્રમાણમાં મમતા છે તેટલા પ્રમાણમાં દુઃખ થાય છે, “શરીરે સુખી તો

PDF/HTML Page 14 of 31
single page version

background image
ચૈત્ર : ર૪૮૯ : ૧૧ :
સુખી સર્વ વાતે, શરીર પ્રથમ ધર્મનું સાધન છે”– એ કથન લોકપદ્ધતિથી છે. વસ્તુસ્વરૂપ એમ નથી.
પ્રશ્ન :– મનુષ્ય શરીર, વજ્રકાય શરીર મોક્ષનું કારણ છે કે નહીં?
ઉત્તર :– નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે એ કથન છે. કાર્ય વિના નિમિત્ત કોનું?
નિમિત્તથી કોઈનું કાર્ય થતું નથી પણ “ઉપાદાન (નિજશક્તિ) નિશ્ચય જહાં તર્હં નિમિત્ત પર હોય”
એટલું બતાવવા માટે (અને તેનો આશ્રય છોડી એકલા આત્માનો આશ્રય કરવા માટે) વ્યવહાર
કથનની એ રીત છે.
શ્રી ટોડરમલ્લજીએ પણ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે વ્યવહાર નય અભૂતાર્થ કથન કરે છે,
એક દ્રવ્યને બીજા દ્રવ્ય રૂપે વા તેના ભાવો ને વા કારણ કાર્યાદિને કોઈના કોઈમાં મેળવને નિરૂપણ કરે
છે, માટે વ્યવહારના કથનને નિશ્ચય અર્થમાં માનવાની શ્રદ્ધા છોડી દે. આ પ્રમાણે ટોડરમલ્લજીએ જ
કહ્યું નથી પણ પરમાત્મપ્રકાશ ગ્રંથની ટીકા તથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તથા શ્રી સમયસારજી ગા. ૧૧
માં પણ આવે છે. કે– વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ, સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.
સ્વભાવ–વિભાવ અને સ્વ–પર નું વિભાગ જ્ઞાન નથી તેથી અજ્ઞાની જીવ કાય અને કષાયરૂપે
પોતાને માને છે. જ્ઞાનીને પણ દયા, હિંસા, વ્રત, અવ્રત, પૂજા, ભક્તિના વિકલ્પ આવે પણ તેનાથી
પરમાર્થે લાભ માનતા નથી. પણ રાગની રુચિવાળા અજ્ઞાની, રાગની ક્રિયાને લાભદાયક માને છે તેથી
તેની શ્રદ્ધામાં જીવ અને આસ્રવ તત્ત્વ જુદા ન રહ્યા.
આગમ કહે છે કે જીવથી અજીવ નહીં અને અજીવથી અને આસ્રવથી જીવ નહીં. આસ્રવ બંધનું
કારણ છે, તેથી આસ્રવથી સંવર–નિર્જરા ત્રણ કાળમાં નથી– એમ એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવ
છે એમ જાણે તે સમ્યગ્જ્ઞાની છે. શ્રી દીપચંદજી સાધર્મી ૧પ૦ વર્ષ પહેલાં કહી ગયા કે સર્વજ્ઞ કથિત
શાસ્ત્રાનુસાર અત્યારે કોઈ માનતું નથી, મુખથી કહ્યું માનતા નથી તેથી હું તો સત્ય વાત લખી જાઉં છું.
હઠાગ્રહી માટે આ કથન નથી. અધ્યાત્મ પંચ સંગ્રહમાં તેઓ લખે છે કે શુભરાગથી પરંપરાએ ધર્મનો
લાભ થશે એમ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્ઞાનીના વ્રતાદિ શુભરાગને પરંપરા મોક્ષ હેતુ કહ્યો હોય ત્યાં એમ સમજવું કે એ જાતના
શુભરાગનો અભાવ કરીને મોક્ષ જશે. વ્રતાદિ શુભરાગથી મોક્ષમાર્ગનો લાભ માનનારા રાગને કરવા
જેવો માને છે, કષાયથી લાભ માને છે. શુભરાગથી લાભ માન્યો ત્યાં તેને આસ્રવ–બંધભાવનો આદર
અને આત્મભાવનો તિરસ્કાર વર્તે જ છે.
જડકર્મના ઉદયથી રાગ થાય અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે જડકર્મથી ધર્મ થાય
એમ માન્યું છે. સ્વ–પરના વિભાગનો તેને અભાવ છે.
જ્ઞાનીને શુભરાગ આવે છે પણ અંદરમાં તેને જરાય હિતકર માનતા નથી, કેમકે બહિર્મુખવૃત્તિ
તે અંતર્મુખ સ્વભાવને મદદ કરી શકે નહીં. આવું સત્ય સાંભળે છતાં જે એમ માને છે કે નહીં, ધર્મ
ખાતર કરેલા શુભભાવ ધર્મનું કારણ છે, શુભરાગ કરતાં કરતાં અંતર્મુખ થવાશે. શું વ્યવહાર સર્વથા
અસત્યાર્થ છે? નિમિત્ત અને શુભરાગ અંતર્મુખ થવામાં મદદ કરે છે, પરનું કામ કરી શકાય છે– એમ
માનનારને સ્વપરના વિભાગનો અભાવ તો છે જ, ઉપરાંત તીવ્ર મિથ્યાત્વનું જોર છે.
શરીરની ક્રિયા મારાથી થઈ શકે છે, શુભરાગથી ધર્મ છે એમ માનનારને વિષયોનો કિંચિત્
નિરોધ નથી. વિષયોની અભિલાષા જરાય મટી

PDF/HTML Page 15 of 31
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૩૪
નથી – એમ સર્વજ્ઞ ભગવાનના આગમમાં કહ્યું છે. બહારમાં ભલે ધર્મના નામે ત્યાગી હોય, બ્રહ્મચર્ય
પાળતો હોય, ક્રોધ ન કરે, શુદ્ધ એટલે અતિચારના દોષ ન લાગે એવા બ્રહ્મચર્યાદિ વ્રત પાળે છતાં
રાગથી લાભ માને છે, તેને આત્મામાં જરાય સંયતપણું નથી, અને તેને મોક્ષમાર્ગમાં ગણ્યો નથી. જેના
ફળમાં નવમી ગ્રૈવેયક જાય એવા શુભ રાગને (વ્યવહારને) પાળે છતાં ઊંડે ઊંડે તેનાથી લાભ માને છે
તેથી તેને પણ વિષયોની અભિલાષા વિદ્યમાન છે. નિર્મળ વિજ્ઞાનઘન દ્રવ્ય સ્વભાવના આશ્રયથી જ
લાભ છે એમ ન માનતાં મંદકષાય–શુભરાગથી લાભ માન્યો તેને રાગની ભાવના છે. મંદરાગથી થોડો
તો લાભ થાય ને? તેને કહે છે કે તારી દ્રષ્ટિ અને ધ્યેય રાગાદિ આસ્રવ તત્ત્વ છે, જે બંધનું કારણ છે.
જે ભાવથી નવું બંધન થાય તે ભાવે કોઈને, કોઈ કાળે, કોઈ પ્રકારે ધર્મ ન થાય એવું અનેકાન્ત
વીતરાગના માર્ગમાં છે – એમ આગમમાં ફરમાવ્યું છે. આત્મહિત માટે આ વાતનો નિર્ધાર કરે તો જ
સ્વ સન્મુખ થવાની, નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને અનુભવ કરવાની તાકાત આત્મામાં પ્રગટ થઈ શકે છે.
પ્રથમથી જ સત્યનો સ્વિકાર કરવાની વાત છે.
સ્વ. નાનાલાલભાઈને સ્મરણાંજલિ
તા. ૮–૩–૧૯૬૩ના રોજ રાજકોટ શ્રી દિગમ્બર જિનમંદિરના કમ્પાઉંડના એક
શોકસભા મળી હતી. તેમાં શ્રી નાનાલાલભાઈની ઉદારતા, સજ્જનતા, ધર્મરુચિ,
અમીરાત, ગંભીરતા, પીઠપણું, સંસ્કારીતા, સૌમ્યતા આદિ ગુણો જે તેમણે પોતાના
જીવનમાં ઉતાર્યા હતા તેની પ્રશંસા કરી તેમણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને
ત્યારબાદ એક શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
તા. ૧૦–૩–૬૩ ના રોજ શ્રી રામજીભાઈ દોશીના પ્રમુખપદે રાજકોટના
શહેરીઓની એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં પૂ. ગુરુદેવ શ્રી ઉપરાંત
પૂ. બહેનશ્રી બહેન, શ્રી ભક્તિબા, દિ. જૈન મંદિરનો આખો્ર સંઘ, આગેવાન નાગરિકો,
શ્રી નારણદાસભાઈ ગાંધી વગેરેએ હાજરી આપી હતી.
શ્રી પુરુષોત્તમભાઈ ગાંધી તથા શ્રી વજુભાઈ શાહે સ્વર્ગસ્થના મહાન ગુણો યાદ
કરી સ્મરણાંજલિ આપી હતી.
પૂ. ગુરુદેવે શ્રી નાનાલાલભાઈને યોગ્ય આત્માર્થી, મુમુક્ષુ, નિર્માની, વિચક્ષણ,
વિવેકી, શાન્ત, પ્રૌઢ અને આત્મહિતની લગનીવાળા, ઘણી સહનશક્તિવાળા અને
અમીર માણસ તરીકે સંબોધ્યા હતા અને તેમના આદર્શ જીવનનું સ્મરણ કરાવ્યું હતું.
શ્રી ખીમચંદભાઈએ અનેક ધાર્મિક સંસ્થાના સ્તંભરૂપ શ્રી નાનાલાલભાઈના
અવસાનથી શોક નહીં માનતા તેને વૈરાગ્ય સ્વરૂપમાં ફેરવી, તેઓએ પૂ. ગુરુદેવશ્રીનો
ઉપદેશ પચાવીને જે પ્રશંસનીય ઉમદા જીવન જીવી બતાવ્યું તેના વર્ણન ઉપરાંત તેમનું
નામ નાથાલાલ હોવા છતાં તેમણે જે મહાન કાર્યો કરી બતાવ્યાં તેની પ્રશંસા કરી હતી.
જે ગુણો તેમનામાં હતા તે પોતાના જીવનમાં ઉતારવા એ જ તેમનું સાચું સ્મરણ છે,
એમ કહી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ત્યારબાદ પ્રમુખશ્રી રામજીભાઈએ સ્વર્ગસ્થના પરિચય ઉપરાંત તેમના જીવન
ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમનું નીડરપણું, અનિંદ્યપણું, સદેખાપણું વગેરે ગુણોનું
વર્ણન કર્યું હતું અને તેમનામાં રહેલી ગૃહસ્થોચિત મહાનતાની પ્રશંસા કરી હતી,
ત્યારબાદ એક શોક પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

PDF/HTML Page 16 of 31
single page version

background image
ચૈત્ર : ૨૪૮૯ : ૧૩ :
મોક્ષમાર્ગમાં, ૬ – ૭ ગુણસ્થાને ઝુલતા
સંતોની ટંકોત્કિર્ણ સ્પષ્ટ વાત.
શ્રી પ્રવચનસાર તા. ૧ર – ૯ – ૬ર, ભાદરવા સુદ ૧૩.


આગમ જ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન, સંયમભાવ એક સાથે હોવા છતાં નિર્વિકલ્પ વીતરાગી જ્ઞાન થયા
વિના, અલ્પ રાગનો સદ્ભાવ પણ મોક્ષમાર્ગમાં બાધક જ છે– એમ ગાથા ૨૩૯ માં કહે છે.
સાતમા ગુણસ્થાનને યોગ્ય નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, લક્ષણ આત્મજ્ઞાન હોય અને છઠ્ઠા
ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત કાળ જ્યાં જે અંશે રાગદશા છે, તેમાં આગમનું જ્ઞાન તત્ત્વાર્થશ્રદ્ધાન અને
સંયતપણું હોવા છતાં પણ તેટલો માત્ર શુભરાગ મોક્ષના કાર્ય માટે અકિંચિત્કર છે, મોક્ષમાર્ગ નથી.
જ્યાં અધૂરી દશા=છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય વીતરાગતા મોક્ષનું સાધન ન કહ્યું તો એકલા શુભરાગરૂપ
વ્યવહાર રત્નત્રય તો મોક્ષનું સાધન (કારણ) કેમ થાય? કેમકે તે બંધનું કારણ છે. શરીરની ક્રિયા તો
મોક્ષનું કારણ નથી પણ શુભરાગ પણ મોક્ષનું કારણ નથી જ. નિયમસાર ગાથા ર ની ટીકામાં સ્પષ્ટ
કહ્યું છે કે મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ જ હોય છે, એટલે (સ્વથી સાપેક્ષપણે પોતાના શુદ્ધાત્માના આશ્રયે
જ હોય છે, અને પરથી નિરપેક્ષ જ હોય છે) એમ સમજવું. વળી મોક્ષમાર્ગપ્રકાશકમા કહ્યું છે કે
“મોક્ષમાર્ગ તો બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ
નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા
સ્રહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ” વાસ્તવમાં તો એક વીતરાગભાવ જ મોક્ષમાર્ગ ઠર્યો;
અહીં તો સાતમા ગુણસ્થાનથી મોક્ષમાર્ગ કહ્યો છે અને છઠ્ઠા ગુણસ્થાનના રાગને પણ મોાક્ષમાર્ગમાં
બાધક જ છે એમ બતાવે છે.
દેહાદિક પ્રત્યે જેટલી પણ મૂર્છા હોય તો તે સર્વ આગમને જાણતો હોવા છતાં સિદ્ધિને પામતો
નથી. અહીં સમ્યગ્જ્ઞાનીની વાત છે. ગા. ર૩૯. ટીકા સકળ આગમના સારને હસ્તામલકવત્ (હાથમાં
આમળાનું ફળ સ્પષ્ટ જણાય તેમ) જાણે, શ્રુતજ્ઞાની ભૂત, વર્તમાન અને ભાવીને સ્વઉચિત જ્ઞાનના
વિકાસ દ્વારા જાણે છે.
આત્માનો સ્વભાવ તો ત્રણે કાળના સ્વઉચિત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે તેથી
તે જ્ઞાની સાધુજીવ ભૂત વર્તમાન અને ભાવી પર્યાયો સહિત સમસ્ત દ્રવ્ય સમૂહને જાણનારા એવા
પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે તે

PDF/HTML Page 17 of 31
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૩૪
પુરુષને આગમજ્ઞાન–તત્ત્વાર્થ શ્રદ્ધાન–સંયતપણું એ ત્રણે એક સાથે હોવા છતાં પણ જો તે પુરુષને જરાક
ચારિત્ર મોહરૂપી મળમાં જોડાણ વડે લિપ્ત હોવાને લીધે જરા ચંચળતારૂપ, સંજ્વલન કષાયમાં
લિપ્તપણાના કારણે શરીરાદિ પ્રત્યેની મૂર્છા દ્વારા મલીનતા રહેવાથી નિર્મળ નિર્વિકારી શુદ્ધ ઉપયોગમાં
પરિણત કરીને ૭મા ગુણસ્થાનને યોગ્ય જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી તો તે પુરુષ માત્ર તેટલા
(જરાક) મોહમળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો થકો સિદ્ધ (મુક્ત) થતો
નથી. આથી ૭મા ગુણસ્થાનના નિર્વિકલ્પ શુદ્ધોપયોગી આત્મજ્ઞાનથી શૂન્ય આગમજ્ઞાન–તત્ત્વાર્થ શ્રદ્ધાન
સંયતત્ત્વનું યુગપદ્પણું પણ અકિંચિત્કર જ છે. આમાં નિમિત્ત અને શુભરાગ કથંચિત્ મોક્ષમાર્ગ ક્્યાં
રહ્યો?
અહીં છઠ્ઠાગુણસ્થાને મુનિદશામાં વારંવારશ આવે છે તે અપવાદીક, સાસ્ત્રવ અને ગૌણ
મુનિપણું છે તેમાં જેટલો રાગ છે તે હેય છે, બાધક જ છે તે સારી રીતે સ્પષ્ટ કર્યું છે.
ભાવશ્રુતજ્ઞાનમાં સમ્યગ્જ્ઞાનીને પોતાના વિકાસને યોગ્ય બધું સ્વ–પર દ્રવ્ય–ગુણ–પર્યાયોનું
સ્વરૂપ બરાબર ભાસે છે; ભેદ કેવળ પ્રત્યક્ષ પરોક્ષ જ્ઞાનનો છે. સમ્યગ્જ્ઞાનપણે કેવળજ્ઞાન અને
શ્રુતજ્ઞાન સમાન છે, તેત્ર વાત ગૌણકારીને રાગનો અંશ સર્વથા બાધક જ છે એ બતાવવું છે. વારંવાર
છઠ્ઠા ગુણસ્થાને આવનાર સંયમી મુનિ છે. સ્વાશ્રયના બળથી ત્રણ કષાયનો અભાવ કર્યો છે, ૭મા
ગુણસ્થાને નિર્વકલ્પ ઉપયોગરૂપ આત્માજ્ઞાનમાં વારંવાર આવે છે પણ છઠ્ઠા ગુણસ્થાનના કાળે તેને
કાર્યક્ષયનું કારણ એવો સાક્ષાત્ મોક્ષનો ઉપાય નથી તેથી તે પુરુષને મંદ પ્રયત્નરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર ત્રણે હોવા છતાં જરા મોહવશ ર૮ મૂળ ગુણ–વ્યવહાર રત્નત્રય અને શરીરાદિ પ્રત્યે અલ્પ
રાગરૂપ અસ્થિરતા રહે છે, રાગમાં એકતા બુદ્ધિ નથી, રાગ કરવા જેવો માનતા નથી તોપણ છઠ્ઠા
ગુણસ્થાનને યોગ્ય રાગ–વિકલ્પ હોવાથી એટલી માત્ર મલીન દશામાં રહેવાથી નિરૂપરાગ જ્ઞાનાનંદ
ઉપયોગમાં પોતાને પરિણત કરીને એકલા અખંડ જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી, અર્થાત્ ૭મા
ગુણસ્થાનને યોગ્ય નિર્વિકલ્પ શુદ્ધતાને ગ્રહણ કરી અખંડ આનંદ ધારામાં નિશ્ચલ રહેતો નથી તો તે
પુરુષ માત્ર તેટલા (જરાક) મોહમળરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં કર્મોથી નહિ છૂટતો થકો, સિદ્ધ
પરમાત્મપદ પ્રાપ્ત થતો નથી.
સાચા ભાવલિંગી મુનિને છઠ્ઠા ગુણસ્થાનના કાળે ર૮ મૂળગુણ, છ આવશ્યક આદિ શુભવિકલ્પ
આવે છે તે મોહમળથી ખીલી છે, તેટલો અજાગ્રત ભાવ છે, પ્રમાદ છે, તેમાં મોક્ષનો ઉપાય થતો નથી.
પ્રથમ શ્રદ્ધામાં આ વીતરાગતા જ મોક્ષમાર્ગ છે. એમ સ્પષ્ટપણે સ્વિકાર કરવો જોઈએ. અહો!
જુઓ... મોક્ષમાર્ગમાં ઝુલતા વીતરાગી સંતોની ટંકોત્કિર્ણ સ્પષ્ટ વાત.
સ્વભાવ સન્મુખ થતાં જ પ્રથમ શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં, નિર્ણયમાં વીતરાગતા, યથાર્થતા અનેત્ર
સ્વતંત્રતાનો સ્વિકાર અને વિરુદ્ધ વાતનો નિષેધ થઈ જાય છે, એનું નામ અનેકાન્ત માર્ગ છે. કથંચિત્
શુભરાગ પણ મોક્ષમાર્ગ અને અથંચિત્ વીતરાગભાવ મોક્ષમાર્ગ એમ સંશયવાદ, ફુદડીવાદ ખીચડીવાદ
વીતરાગ માર્ગમાં નથી– એમ નિર્ધાર કર્યા પછી મોક્ષમાર્ગમાં પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં
ભૂમિકાનુસાર કેવો રાગ નિમિત્તપણે હોય તે બતાવવા અને તેનો આશ્રય છોડાવવા (નિશ્ચય ભૂતાર્થનો
આશ્રય કરાવવા) શુભ વ્યવહારને ઉપચારથી–અસદ્ભૂત વ્યવહારનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
જ્ઞાની તો ભૂતાર્થના આશ્રયે સઘળોય વ્યવહાર હેય જાણે છે. ‘હંત’ કહી તેનો ખેદ બતાવ્યો છે, છતાં તે
હોય છે– એમ જાણવું તે વ્યવહારજ્ઞાનનું પ્રયોજન છે.

PDF/HTML Page 18 of 31
single page version

background image
ચૈત્ર : ૨૩૪ : ૧પ :
અહીં છઠ્ઠા ગુણસ્થાનના રાગને મોક્ષમાર્ગ માટે અકિચિત્કર કહ્યો તે એમ બતાવે છે કે કોઈ પણ
પ્રકારના રાગથી કલ્યાણ નથી, જુઓ, જેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે તેને જ બંધનું કારણ કહેલ
છે. સંતોએ કાંઈ ગુપ્ત રાખ્યું નહીં, સ્પષ્ટ વાત કરી છે.
છઠ્ઠા ગુણસ્થાનનો શુભરાગ મોક્ષ માટે અકિંચિત્કર છે જ પણ અંશે સ્વસન્મુખતા સહિત
તત્ત્વાર્થશ્રદ્ધાન, આગમજ્ઞાન અને છઠ્ઠા ગુણસ્થાનનું સંયતપણું પણ મોક્ષ માટે જરાય કાર્યકારી થતું
નથી. નગ્નદશા શરીરની થઈ તેથી આત્માને લાભ છે એમ નથી.
અહીં તો દ્રષ્ટિમાં–શ્રદ્ધામાં તો પ્રથમથી જ સર્વ રાગાદિને વિરૂદ્ધ જાણી તેનો ત્યાગ થઈ ગયો છે પણ
ચારિત્રમાં જરા જેટલો શુભરાગ જેને વ્યવહાર રત્નત્રય કહેલ છે તે પણ આસ્રવ તત્ત્વ છે માટે મોક્ષમાર્ગમાં
આડખીલી સમાન બાધક જ છે એમ પ્રથમથી જ મોક્ષમાર્ગનું નિરાલંબી સ્વરૂપ જાણવું જોઈએ.
ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જેટલો મોક્ષમાર્ગ વીતરાગભાવ ઉઘડ્યો તેમાં કોઈ સમયે રાગની
અપેક્ષા નથી. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિને ર૮ મૂળગુણ, છ આવશ્યક આદિ શુભ વિકલ્પ આવે
છે અને તેટલા અંશે ચૈતન્યની જાગ્રતિ રોકાય જ છે માટે તે અશુદ્ધ ઉપયોગ છે, શુદ્ધોપયોગ નથી. માટે
જ્ઞાનીના શુભ ઉપયોગને મોક્ષ માટે અકિંચિત્કર આચાર્યદેવ કહે છે.
શાસ્ત્ર રચું, મુનિસંઘને ઉપદેશ દઉં, ભગવાનના દર્શન, તીર્થયાત્રા કરું એ આદિ રાગની વૃત્તિ
આવે છે પણ તે ચૈતન્યની જાગ્રતિને રોકનાર છે, પુણ્યબંધનું કારણ છે. કોઈ કહે મુનિદશામાં શુભરાગ
રહે છે તે સંવરનિર્જરાનું કારણ છે તો એમ નથી જ. કોઈ પણ પ્રકારનો રાગ હો, સર્વરાગાદિ વિભાવથી
નિરપેક્ષ, અખંડ સ્વભાવમાં ઢળવું તે મોક્ષ માર્ગ છે. તે મોક્ષ માર્ગને વર્તમાન વર્તતી શુદ્ધ પર્યાયનો
આશ્રય નથી પણ અખંડાનંદ શુદ્ધાત્મદ્રવ્યનો જ આશ્રય છે.
શ્રી નિયમસારમાં શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે મુનિઓને હું જ્ઞાનાનંદ છું ઈત્યાદિ ભેદ–
વિકલ્પ ઊઠે છે તેને મોક્ષ થશે કે નહીં કોણ જાણે? અર્થાત્ વિકલ્પપરાયણને મોક્ષ નહીં થાય.
પ્રશ્ન– જ્ઞાનીના ભોગને (અશુભભાવને) નિર્જરાનું કારણ કહેલ છે તો જ્ઞાનીના શુભભાવથી
નિર્જરા (ધર્મ) કેમ નહીં?
ઉત્તર– નહીં, કેમ કે તે આસ્રવતત્ત્વ હોવાથી બંધનું કારણ છે. જ્યાં જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ
કહેલ છે ત્યાં તો નિર્મળ શ્રદ્ધાનીય મુખ્યતાથી અને રાગનું સ્વામીત્વા નથી એ અપેક્ષાથી એમ કહ્યું છે.
બાકી લક્ષણ દ્રષ્ટિથી તો જ્ઞાનીને પણ કોઈપણ રાગનું બંધનું જ કારણ છે. મુનિદશાને યોગ્ય શુભરાગ–
મંદકષાય, વ્યવહાર રત્નત્રય હોય છે તે પણ આસ્રવતત્ત્વ હોવાથી બંધનું કારણ છે નિર્જરાનું કારણ નથી
એ અનેકાન્ત સિદ્ધાંત પ્રથમથી જ માનવો જોઈએ. પછીય ભૂમિકાનુસાર શુભ રાગરૂપ નિમિત્ત–જે હોય છે
તેનું–જ્ઞાન કરાવવા ઉપચારથી તેને નિર્જરાનું કારણ કહેવું તે વ્યવહાર છે. પણ તત્ત્વદ્રષ્ટિથી તેમ નથી.
શ્રી ટોડરમલજીએ આત્મજ્ઞાન ચોથા ગુણસ્થાનથી લીધેલ છે અને અહીં તો મોક્ષમાર્ગનું
નિર્વિકલ્પ આત્મજ્ઞાન ૭મા ગુણસ્થાનથી કહેલ છે. જુઓ, આ શાસ્ત્રના કર્ત્તા આચાર્યદેવ પંચમકાળના
મુનિ હતા. જાણે છે કે આ કાળે સાક્ષાત્ મોક્ષની યોગ્યતા નથી; છતાં જેવી વસ્તુસ્થિતિ મોક્ષમાર્ગ માટે
છે તે સ્પષ્ટ બતાવી દીધી છે. મુનિને વારંવાર (હરેક અંતમુર્હૂત બાદ) છઠું ગુણસ્થાન આવે છે પણ
તેટલા માત્ર રાગનો પણ નકાર વતે છે. શાસ્ત્રનો રાગ આવે છે છતાં તેને પણ તોડીને નિર્વિકલ્પ
શુદ્ધોપયોગમાં સ્થિર

PDF/HTML Page 19 of 31
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૩૪
રહેવા માગે છે અને તે દશાને મોક્ષમાર્ગ કહેવા માગે છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારે કથન આવે. જ્યાં દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતાથી કથન આવે ત્યાં
સમયસારજીમાં કહ્યું છે કે ચોથા ગુણસ્થાને ગૃહસ્થદશા હો કેત્ર ચાર ગતિમાં ગમે તે ગતિમાં હો,
સમ્યગ્દર્શન થયું કે “स एव मुक्त” મુક્ત થઈ ગયો ત્યાં નિશ્ચય શ્રદ્ધા અપેક્ષાએ, સ્વામીત્વ અપેક્ષાએ
સમજવું. સાથે અવિનાભાવિ સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય જ છે. પણ તેટલાથી મોક્ષમાર્ગ થઈ જતો
નથી. અહીં સમ્યક્ત્વ ઉપરાન્ત વીતરાગ ચારિત્રની વાત છે, તેથી કહ્યું કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધતા અને
શુભ વ્યવહાર છે તે મોક્ષની રચના માટે અયોગ્ય છે, તે જીવ તેટલા અંશે શરીરાદિ પ્રત્યેની મૂર્છા વડે
મલિન હોવાથી, નિર્મળ નિર્વિકારી ઉપયોગમાં પોતાને પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને સતત
અનુભવતો નથી તો તે પુરુષ માત્ર તેટલા (જરાક) મોહમળ કલંકરૂપ જે ખીલી તેની સાથે બંધાયેલાં
કર્મોથી નહીં છૂટતો થકો, સિદ્ધ થતો નથી. આથી નક્કી થાય છે કે નિર્વિકલ્પ આત્મજ્ઞાન શૂન્ય
આગમજ્ઞાન–તત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વનું એક સાથે હોવાપણું પણ અકિંચિત્કર જ છે. શુભરાગ કથંચિત્
કિંચિત્ મદદગાર છે એમ નથી. જુઓ, આ, સ્પષ્ટપણે આચાર્યદેવની નિઃશંક જાહેરાત છે.
હવે એ ત્રણની સાથે નિર્વિકલ્પ આત્મજ્ઞાનનું હોવાપણું કઈ રીતછે તે બતાવે છે.
ગાથા–૨૪૦
પાંચ સમિત યુક્ત, પાંચ ઈન્દ્રિયના સંવરવાળો, ત્રણ ગુપ્તિ સહિત, જિતકષાય અને દર્શન
જ્ઞાનથી પરિપૂર્ણ–એવો જે શ્રમણ તેને સંયત કહ્યો છે.
ટીકા–જે પુરુષ અનેકાન્ત ચિહ્નવાળા શાસ્ત્રજ્ઞાનના બળથી સકલ પદાર્થોના સ્વરૂપને જાણતા,
વિશદ એક પૂર્ણ જ્ઞાનસ્વરૂપ એવા પોતાના આત્માને શ્રદ્ધે છે, અનુભવે છે અને એવા આત્મામાં જ
નિત્ય નિશ્ચલ રહેવા માગે છે.. અહીં અનેકાન્તના ઘણા અર્થ અસ્તિનાસ્તિથી પ્રસિદ્ધ થાય છે. દરેક દ્રવ્ય
પોતાના દ્રવ્યપણે છે, અન્ય દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે નથી, અન્યના આધારે પણ નથી. દ્રવ્ય દ્રવ્યરૂપે
છે, ગુણ પર્યાયના ભેદરૂપે નથી. ગુણ–પર્યાય તે પણે છે, બીજાપણે નથી. પર્યાય પર્યાયથી છે, દ્રવ્ય
ગુણથી નથી. એક સમયસ્થિત પર્યાય સત્ અનિત્ય નથી. એક સમયસ્થિત પર્યાય સત્ અનિત્ય જ છે,
નિત્ય કોઈ કાળે નથી; તેમાં પણ ઉત્પાદ સત્ ઉત્પાદને આશ્રયે છે, વ્યય ધ્રુવને આશ્રયે છે, બીજાને
આશ્રયે નથી– એમ પ્રત્યેક દ્રવ્યમાં સ્વતંત્ર સત્પણાથી અસ્તિ નાસ્તિપણું છે, તે પર સત્તાથી નિરપેક્ષતા
અને સ્વસત્તાથી સાપેક્ષતા બતાવે છે. એવા સર્વજ્ઞ કથિત આગમજ્ઞાનના બળથી સર્વજ્ઞ સ્વભાવી
આત્માને શ્રદ્ધતો, અનુભવતો થકો અને આત્મામાં જ નિત્ય નિશ્ચલ વૃત્તિને ઈચ્છતો, સંયમના
સાધનરૂપ બનાવેલા મુનિત્વ યોગ્ય શરીરપાત્રને પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો,
(નિમિત્તના આરોપની યોગ્યતારૂપ શરીર ક્્યારે કહેવાયું કે પોતે વીતરાગ ચારિત્રરૂપ થયો ત્યારે)
આમ ક્રમશ: પાંચ ઈન્દ્રિયોના નિશ્ચલ નિરોધ દ્વારા જેનેત્ર કાય–વચન–મનનો વ્યાપાર વિરામ પામ્યો
છે, (મન પામે વિશ્રામ) એવો થઈને ચિદ્વૃત્તિને પર દ્રવ્યમાં ભમવું અટકી જતાં, કષાય સાથે જ્ઞાનને
જ્ઞેય જ્ઞાયકપણું હોવા છતાં, રાગાદિ પોતાની ચારિત્ર પર્યાયમાં ઉપજે છે, જેવો રાગ હોય તેમ જ્ઞેયપણે
જણાવા છતાં, લક્ષણભેદે પરસ્પર ભેદ જાણતો હોવાથી, ઉત્પન્ન થવા પહેલાં ટાળી નાખે છે, સ્વભાવમાં
સતત જાગ્રત રહે છે.
અહીં સાધકને ચારિત્ર ગુણની એક પર્યાયમાં એક સમય એક સાથે ચાર બોલ છે એમ જાણે છે.
૧. અંશે મલિનતામાં ભાવ આસ્રવ અને ભાવ બંધ.
ર. અંશે નિર્મળતામાં ભાવસંવર–ભાવનિર્જરા.

PDF/HTML Page 20 of 31
single page version

background image
ચૈત્ર : ૨૪૮૯ : ૧૭ :
તેનો સમય એક, દ્રવ્ય એક, ક્ષેત્ર એક અને ભાવમાં ભેદ.
આ રીતે ભાવરૂપ એક સમયની એક પર્યાયમાં ચાર ભેદ છે.
દ્રવ્ય સ્વભાવના આશ્રયે જેટલી નિર્મળતા થઈ તે સંવર નિર્જરા અને મોક્ષમાર્ગ છે; અને તે જ
સમયે જેટલા અંશે નિમિત્ત, વ્યવહારના આશ્રયમાં રોકાવું થયું તેટલો રાગભાવ તેનું નામ આસ્રવ અનેત્ર
બંધ બેઉના સ્વભાવમાં ભેદ છે, આકુળતારૂપ વિભાવ છે, નિરાકૂળ શાન્તિ તે સ્વભાવ ભાવ છે, એમ
લક્ષણભેદથી સ્વભાવભેદને જાણીને, શુભરાગને પણ પરપણે, વિરોધી શક્તિપણે નક્કી કરીને, સ્વાશ્રયના
બળથી સર્વ રાગાદિને કુશળ મલ્લની માફક અત્યંત મર્દન કરી કરીને એક સાથે મારી નાખે છે.
અહો! આ તો વીતરાગધર્મની પરાયણ છે. સત્ય સમજવા માટે સૂક્ષ્મ પરીક્ષા જોઈએ. અનંત
શક્તિનો ભંડાર આત્મા છે, તેના આશ્રયે નિર્મળ ભેદજ્ઞાનનું બળ ઉત્પન્ન થાય છે, તેમાં અકષાકણ અને
ત્રિકાળી અકષાય સ્વભાવને ભિન્ન જાણી જાણીને, સ્વાશ્રિત અખંડ જ્ઞાનધારાથી, રાગધારા (કર્મધારા)
ને પરપણે નક્કી કરીને, નક્કી તો પ્રથમથી જ છે, પણ અહીં વિશેષ ઊગ્રપણે સ્વસન્મુખતાના બળથી
એકાગ્ર થતાં રાગાંશ નાશ થાય છે– ઉત્પન્ન થતા નથી.
રાગ ઉત્પન્ન થયો ને તે સમયે તેને મર્દન કરી મારી નાખવો એમ બનતું નથી પણ ત્રિકાળી દ્રવ્ય
સ્વભાવમાં રાગાદિ નથી, દ્રવ્ય સ્વભાવ રાગાદિનો અકારક છે અને તેને આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ
થઈ તે પણ રાગાદિનું કારણ નથી તથા દ્રવ્ય સ્વભાવમાં રાગાદિનો ત્રણે કાળ અભાવ છે માટે રાગનું
ગ્રહણ ત્યાગ તેમાં નથી, પણ વર્તમાન પર્યાયમાં પોતાના વિપરીત પુરુષાર્થથી રાગાદિ ઊપજે છે, તે
ચૈતન્યની જાગ્રતિને રોકનાર જ છે, આકૂલતામય જ છે એમ તેનો વિરોધ સ્વભાવ જાણીને, રાગને સર્વ
પ્રકારે બાધક જાણીને ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવમાં ઉગ્ર એકાગ્રતાથી નિશ્ચલ થાય છે ત્યાં રાગ ઉત્પન્ન થતો
નથી. તેથી કહ્યું કે ઉગ્રપણે સ્વભાવભાવ સન્મુખ થતાં અક્રમે રાગને મારી નાખે છે એમ વ્યવહારથી
કહેવામાં આવે છે. રાગનો નાશ કરો અને એ ઉપદેશ વચન છે. રાગાદિનો વ્યય કરી શકાતો નથી;
અસંખ્ય સમયનો સ્થૂળ ઉપયોગ છે, તે સમય સમયના રાગને કેમ પકડી શકે? વળી જે સમયે રાગ
આવ્યો તે સમયે તેનો નાશ કેવી રીતે થાય? હજી રાગ થયો નથી તેને ટાળવો શું? છે તે બીજે સમયે
ટળી જશે ને પર્યાયના લક્ષે દરેક સમયે નવો નવો રાગ થયા કરશે જ માટે જેમાં અંશ પણ રાગ નથી
એવા ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવ સન્મુખ થયો ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ– એનું નામ રાગનો ત્યાગ
છે. પ્રથમ ચોથા ગુણસ્થાનમાં ભૂતાર્થ સ્વભાવનું ગ્રહણ કરનાર નિર્મળ શ્રદ્ધાનો ઉત્પાદ થતા
મિથ્યાત્વાદિનો વ્યય થયા કરે છે; પછી વિશેષ સ્વસન્મુખતારૂપ ભેદજ્ઞાનના બળથી ક્રમે ક્રમે અવ્રત,
પ્રમાદ, કષાય, યોગ નામે વિભાવની ઉત્પત્તિનો અભાવ થાય છે. વસ્તુસ્વરૂપ આમ જ છે. અહીં અક્રમે
નાશ કરે છે એમ ઉગ્ર પુરુષાર્થ બતાવવા કહ્યું છે.
ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ પર્વ ૧ર માસમાં ત્રણ વાર આવે છે, પણ ભાદરવા માસમાં તેને ખાસ
ધર્મ પર્વ તરીકે ઉત્સવ મનાવવાનો રીવાજ છે.
અંતર ચિદાનંદ સ્વરૂપમાં લીન થનાર મુનિ રાગાદિ પર દ્રવ્યથી શૂન્ય એટલે પર દ્રવ્યના
અંશમાત્ર આલંબનથી રહિત એટલે ૭મા ગુણસ્થાનમાં રાગાદિ વ્યવહાર ભાવોથી નિરપેક્ષ હોવાથી,
વિશુદ્ધ દર્શનજ્ઞાન માત્ર સ્વભાવથી પરિપૂર્ણપણે રહેલા નિજ આત્મતત્ત્વમાં નિત્ય નિશ્ચલ પરિણતિ
ઉપજી હોવાથી તે આત્મા સાક્ષાત્ સંયત જ છે; અને તેને જ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રાન અને
સંયતપણાની એકતા સાથે શુદ્ધોપયોગરૂપ આત્મજ્ઞાનનું યુગપતપણું સિદ્ધ થાય છે, અને તે મોક્ષમાર્ગમાં
શોભે છે.
ગાથા–ર૪૦ નું પ્રવચન પૂર્ણ, તા. ૧ર–૯–૬ર.