PDF/HTML Page 21 of 29
single page version
અશુદ્ધતાને તથા કર્મોને ક્યાંથી ટાળશે? તેનો ઉપયોગ તો બહારમાં–રાગમાં ને
પરમાં જ ભમ્યા કરશે એટલે તેને સંવર કે નિર્જરા થાય નહિ. ઉપયોગની સ્વરૂપમાં
એકાગ્રતા વડે જ સંવર થાય છે ને પછી તે ઉપયોગની શુદ્ધતા વધતાં નિર્જરા થાય છે.
આ રીતે શુદ્ધ ઉપયોગ જ સંવર અને નિર્જરાનું કારણ છે. અને સંવર નિર્જરા તે
મોક્ષનું કારણ છે.
ખરેખર નિર્જરાનું કારણ નથી.
જ કારણ છે. સમ્યગ્દ્રષ્ટિના પરિણામમાં રાગ હોવા છતાં, તેનો ઉપયોગ રાગથી જુદો
પડી ગયો છે એટલે ઉપયોગમાં શુદ્ધતા પ્રગટી છે, તે શુદ્ધતા સંવર–નિર્જરાનું કારણ છે;
અથવા શુદ્ધ ઉપયોગ તે પોતે જ ભાવસંવર ને ભાવનિર્જરા છે. સમકિતી ધર્માત્મા
અંર્તદ્રષ્ટિથી જાણે છે કે મારા અનંતા ગુણોમાં ક્ષણેક્ષણે વિશુદ્ધતાનું કાર્ય થઇ જ રહ્યું છે,
પછી બીજાનું મારે શું પ્રયોજન છે?
જીવન પ્રગટ થશે. ચિદાનંદસ્વભાવ એવો છે કે તેનો પત્તો મેળવવા જતાં વિકલ્પો
થાકી જાય છે, વિકલ્પ વડે તે ધ્યાનમાં આવી શકતો નથી. વિકલ્પથી દૂર થઇને
ઉપયોગ જ્યારે અંતરમાં વળે છે ને બીજી ચિંતા છોડીને ત્યાં એકાગ્ર રહે છે ત્યારે
શુદ્ધોપયોગરૂપ ધ્યાન પ્રગટે છે, જેમ જેમ ઉપયોગ એકાગ્ર થતો જાય છે તેમ તેમ
તેની શુદ્ધતા વધતી જાય છે (–અર્થાત્ ચૈતન્યનું પ્રતપન થતું જાય છે) તે
ભાવનિર્જરા છે, તેના વડે ક્ષણમાત્રમાં અનંતા કર્મો ફળ દીધા વગર ખરી જાય છે,
તે દ્રવ્યનિર્જરા છે. આવું નિર્જરાનું સ્વરૂપ જે ઓળખે તેને જ યથાર્થ તત્ત્વશ્રદ્ધા વડે
સમ્યગ્જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
PDF/HTML Page 22 of 29
single page version
જાય છે તેટલી તેટલી નિર્જરા થતી જાય છે. અંતરમાં તેમને સમ્યગ્દર્શનરૂપી દીવડાવડે
માર્ગની પ્રસિદ્ધિ થઇ ગઇ છે. આવા માર્ગની પ્રસિદ્ધિ વગર, શુભભાવવડે ખરેખર સંવર
કે નિર્જરા થાય નહિ. ચારિત્રની સાચી ક્રિયા કઇ? કે શુભાશુભ યોગથી નિવર્તીને
ઉપયોગ નિજસ્વરૂપમાં પ્રવર્તે તે જ ચારિત્રની ક્રિયા છે, ને તે જ નિર્જરા છે, નિર્જરા
કહો, ધર્મ કહો કે મોક્ષમાર્ગ કહો, તે રાગના અભાવરૂપ છે. સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક જેટલી
શુદ્ધતા થઇ તેટલી માર્ગની પ્રસિદ્ધિ છે.
નિર્જરાનું કારણ છે. શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ધ્યાન છે, ને તે જ
મોક્ષહેતુ છે. આવું ધ્યાન કોને હોય? કે પ્રથમ તો જેણે સ્વ–પરને ભિન્ન જાણીને હેય–
ઉપાદેયને ઓળખ્યા હોય, ઉપાદેય એવા નિજસ્વરૂપને સ્વાનુભવથી પ્રાપ્ત કર્યું હોય,
અને તે નિજસ્વરૂપને જ સાધવામાં જેનું મન રમતું હોય, એવો મુમુક્ષુ ગુણગુણીભેદથી
પણ પાર થઇને અભેદ આત્મપરિણતિથી અચલપણે નિજસ્વરૂપને સંચેતે છે–અનુભવે
છે, તેને ધ્યાન છે; અને તે જીવ રાગાદિ ચીકાસથી અત્યંત રહિત વર્તતો થકો, પૂર્વે
બંધાયેલી કર્મરજને ખેરવી નાંખે છે; ચૈતન્યની શુદ્ધતા વધતાં કર્મો ખરી પડે છે. આવા
ધ્યાનમાં અશુભ ને શુભ બંને પરિણામનો અભાવ છે. જુઓ, શુભરાગના અભાવરૂપ
ધ્યાનને નિર્જરાનું કારણ કહ્યું છે. શુભરાગ તે ખરેખર નિર્જરાનું નહિ પણ શુભાસ્રવનું
કારણ છે. પ્રથમ તો આત્મપ્રયોજન સાધવાની જેને ધૂન જાગી હોય–તેની વાત છે. હજી
તરત આવી ઉગ્ર ધ્યાનદશા ભલે ન પ્રગટે પણ આવું ધ્યાન તે નિર્જરાનું કારણ છે એમ
તેનું સ્વરૂપ બરાબર ઓળખે તો સમ્યક્ તત્ત્વનિર્ણય વડે મિથ્યાત્વાદિની તો નિર્જરા
થઈ જાય, ને સમ્યગ્જ્ઞાનરૂપ માર્ગ પ્રસિદ્ધ થાય. આવા સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
પછી ચારિત્રદશામાં ઉત્કૃષ્ટ નિર્જરાની વાત અહીં લીધી છે. સમ્યગ્દર્શન પહેલાં તો
મોક્ષના હેતુરૂપ નિર્જરા હોતી જ નથી. નિર્જરા સંવરપૂર્વક જ હોય છે; અને સંવર
આસ્રવના નિરોધવડે થાય છે. અનંતસંસારના કારણરૂપ સૌથી મોટો જે આસ્રવ
મિથ્યાત્વનો છે તેનો નિરોધ સમ્યગ્દર્શન વડે જ થાય છે. જેણે મિથ્યાત્વરૂપ મહાન
આસ્રવને રોક્યો નથી તેને બીજા અવ્રતાદિના આસ્રવો પણ અટકે નહિ, એટલે તેને
સંવર–નિર્જરા પણ ન થાય. તેથી કહ્યું છે કેઃ જાહેર થાવ કે મિથ્યાત્વ તે જ આસ્રવ છે
ને સમ્યક્ત્વ તે સંવર છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે ને મોક્ષનું મૂળ સમ્યક્ત્વ છે.
PDF/HTML Page 23 of 29
single page version
હજી જરીક આસ્રવ પણ થાય છે. જ્યારે શુદ્ધોપયોગ પ્રગટ કરી નિર્વિકલ્પપણે
નિજસ્વરૂપને ધ્યાવે છે ત્યારે આસ્રવો સર્વથા રોકાઇને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે એમ
જાણવું.
તેમનો આત્મા તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં આગળ વધી આત્મહિત સાધો.
પ્રત્યે ભક્તિભાવ હતો. શ્રી જિનશાસનની છાયામાં તેમનો આત્મા આત્મહિત
સાધો.
ગ્રાહક તરીકે ચાલુ હો તો, નવા વર્ષનું લવાજમ દીવાળી પહેલાં (રૂા. ચાર)
મોકલીને વ્યવસ્થાવિભાગને સહકાર આપશો એવી આશા છે.
ખર્ચ આવે છે. તો
PDF/HTML Page 24 of 29
single page version
* સમ્યગ્દર્શન ક્યાંથી નીકળે?
સમ્યક્પરિણમન એ જ સમ્યગ્દર્શન.
આવે.
તેનો હાથ બહાર નીકળતો નથી; બીજા કોઇ ભૂતે તેને પકડયો નથી; મૂઠીમાંથી
બોરની પક્કડ છોડી દ્યે તો તેનો હાથ છૂટો જ છે. તેમ અજ્ઞાની જીવે મોહથી ‘પર
મારા’ એવી માન્યતાની મૂઠી વાળી છે તેથી તે દુઃખી થઈ રહ્યો છે; કોઇ બીજો તેને
દુઃખી નથી કરતો. માન્યતામાંથી પરની પક્કડ છોડી દ્યે તો, સંયોગથી તો તે છૂટો જ
છે; મોહનું દુઃખ હતું, તે મોહ છૂટતાં મટી જાય છે. ચૈતન્યસ્વભાવ જગતથી છૂટો ને
છૂટો જ છે–એને ઓળખે તો મોહ છૂટે. દુઃખ મટે, ને સ્વાભાવિક આનંદનું વેદન
થાય.–આ રીતે પરની પક્કરૂપ મમત્વ છૂટે તો દુઃખ મટે.–આ જ દુઃખથી છૂટવાનો ને
સુખી થવાનો ઉપાય છે.
‘આત્મભૂષણ’ થયા...તેનો આત્મા પોતે પોતાથી જ શોભી. ઊઠયો.
PDF/HTML Page 25 of 29
single page version
* ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા છ ખંડના રાજવૈભવની વચ્ચે રહેલા છતાં, એમની
ન હતી. જે મર્યાદિત રાગ હતો તે રાગની પણ પક્કડ ન હતી...મારો સ્વભાવ તો
રાગથી પણ ઉપર ને ઉપર તરતો છે–એવું આત્મભાન વર્તતું હતું.
કરશે’ એવી રાગની પક્કડ હોવાથી, અનંતા પરદ્રવ્યના પરિગ્રહની પક્કડ તેને
વર્તે છે. મારો જ્ઞાનસ્વભાવ રાગમાં નથી પણ એનાથી જુદો ને જુદો ઉપર તરતો
છે–એવું આત્મભાન તેને નથી, નિજવૈભવની તેને ખબર નથી.–એને ધર્મ
ક્યાંથી થાય?
ધર્માત્માને ગૃહસ્થપણામાંય ક્યારેક આવું ધ્યાન થાય છે. ભેદજ્ઞાન વગર ધર્મધ્યાન
હોય નહિ.
મળતો–એ તારી વાત જ જુઠી છે; તને બીજાની રુચિ છે ને આત્માની રુચિ
નથી તેથી તેમાં તારા ઉપયોગને તું જોડતો નથી ને બીજામાં ઉપયોગને જોડે છે.
ધર્મનો વખત ન હોવાનું તો તારું ફક્ત બહાનું છે, ખરેખર તને ધર્મની રુચિ
નથી. અમેરિકામાં, રશિયામાં કે દિલ્હીમાં શું થાય છે તેની નિષ્પ્રયોજન વાત
જાણવાનો તને વખત મળે છે, વિકથાનો વખત તને મળે છે, ને સત્સંગે
આત્માના અભ્યાસ કરવામાં તું ‘વખત નથી’ એમ બહાનું કાઢે છે,–તો અમે
કહીએ છીએ કે તને આત્માની રુચિ નથી. રુચિ હોય ત્યાં વખત ન મળે એમ
બને જ નહિ. ચક્રવર્તી જેવાને આત્માના જ્ઞાનધ્યાનનો વખત મળતો, તો તારી
પાસે તો શું સામગ્રી છે કે તને વખત નથી મળતો? માટે એ ખોટું બહાનું છોડી
આત્માનો પ્રેમ પ્રગટ કરી ઉત્સાહથી તેના જ્ઞાનધ્યાનમાં તારા ઉપયોગને જોડ.
તો અવશ્ય તારું હિત થશે.
PDF/HTML Page 26 of 29
single page version
ને દરેક ઠેકાણે હજારોની સંખ્યામાં મુમુક્ષુભાઈઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો, ને
ગુરુદેવના અધ્યાત્મસન્દેશના શ્રવણથી સૌએ પ્રસન્નતા અને પ્રમોદ વ્યક્ત કર્યો હતો.
દિલ્હી, કલકત્તા, ઇંદોર, મલકાપુર, ખંડવા, સહારનપુર, દેહરાદૂન, મુંબઈ, ઘાટકોપર,
વિદર્ભ, ભોપાલ, અમદાવાદ, બડૌત, બિજોલિયા, દમોહ, ગુના, બુલન્દશહેર, સાગર,
વડનગર વગેરે અનેક સ્થળેથી પોતાનો પ્રમોદ વ્યક્ત કરતા પત્રો આવ્યા છે. દરેક સ્થળે
મુમુક્ષુમંડળ વ્યવસ્થિત ચાલે છે, જિનેન્દ્રપૂજન, અભિષેક, શાસ્ત્રસ્વાધ્યાય, જ્ઞાનદાન
વગેરે પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક ચાલે છે. વડનગરમાં પણ આ પર્યુષણ દરમિયાન
મુમુક્ષુમંડળની સ્થાપના થઇ છે, શેઠ પુનમચંદજી શરાફ તેના પ્રમુખ છે. ઘાટકોપરના
મુમુક્ષુમંડળે સુગંધદશમીના દિવસે લગભગ ૨૦૦ માણસોસહિત સ્પેશ્યલ બસદ્વારા
મુંબઇ–દાદરના બધા મંદિરોના દર્શન–ધૂપપૂજન ભક્તિની ધૂન સહિત કર્યા હતા. દરેક
સ્થળે ભરચક કાર્યક્રમો રહેતા હતા. ક્યાંક ક્યાંક તો રોજ દસ દસ કલાકના કાર્યક્રમો
રહેતા. તેમજ ધાર્મિક બાલમેળાનું આયોજન ત્રણવાર કરીને તેમાં બાળકોને ગમે તેવી
શૈલીથી જૈનબાળપોથી વગેરેદ્વારા ધાર્મિકશિક્ષણ અપાયું હતું, જેમાં ૩૦૦ જેટલી હાજરી
હતી. અંતિમદિવસે ધાર્મિક સંવાદ વગેરે કાર્યક્રમ હતો. મુંબઈનગરીમાં અને દાદર–
ઘાટકોપર વગેરેમાં પર્યુષણપર્વ આનંદોલ્લાસથી ઉજવાયા હતા. દાદરના નુતન
જિનમંદિરમાં પર્યુષણનો પહેલો જ પ્રસંગ હોવાથી ઘણો ઉત્સાહ હતો. દસલક્ષણીપર્વના
૧૦ દિવસમાં શ્રી વૃજલાલ ફુલચંદ ભાયાણીના ધર્મપત્ની સૌ. કમળાબેને તથા શ્રી
વીરચંદ ચતુરભાઈ અજમેરાના ધર્મપત્ની સૌ. વસુમતીબેને દસ–દસ ઉપવાસ કર્યા હતા.
પર્યુષણ પછીના રવિવારે રથયાત્રા ઘણી ભવ્ય હતી ને ભક્તિ–ઉમંગનું અનેરૂં વાતાવરણ
હતું. જોરાવરનગરથી પણ પર્યુષણપર્વ ઉલ્લાસથી ઉજવાયાના અને ઉલ્લાસભરી
રથયાત્રાના સમાચાર છે; રથયાત્રામાં સુરેન્દ્રનગર અને વઢવાણશહેરના મુમુક્ષુઓએ
પણ ભાગ લીધો હતો. ઇન્દોરનગરીનો ઉત્સાહ અનેરો હતો. શાસ્ત્રસભા ઉપરાંત
સમૂહભક્તિ, સમૂહપૂજન તેમજ સામૂહિક સામાયિક વગેરેમાં ઉમંગપૂર્વક હજારો
જિજ્ઞાસુઓ ભાગ લેતા. ઈન્દોર જૈનસમાજમાં ઉત્સાહ અને તત્ત્વપ્રેમ દિવસે દિવસે
વધતો જાય છે. સૂત્રજીના અર્થ સાંભળીને અહીંની જનતા ઘણી પ્રસન્ન થઇ હતી.
સાગરમાં દસલક્ષણીપર્વ દરમિયાન સિદ્ધચક્રવિધાન પણ થયું હતું, જેમાં સેંકડો શ્રાવક–
શ્રાવિકાઓએ ભાગ લીધો હતો.
PDF/HTML Page 27 of 29
single page version
પ્રવચનો દરમિયાન ત્યાંના સમાજની અનેક પ્રકારની ભ્રાંતિઓનું નીરાકરણ થયું હતું;
તથા મુમુક્ષુમંડળની સ્થાપના થઇ હતી; હંમેશ પૂજન–ભક્તિ–પ્રવચન વગેરેનો દસ કલાક
જેટલો ભરચક કાર્યક્રમ રહેતો હતો. આમ ભારતના અનેક પ્રમુખ નગરોના જૈનસમાજે
સોનગઢથી પ્રવાહિત દિ. જૈનધર્મનો અધ્યાત્મસન્દેશ સાંભળીને મુક્તકંઠે પ્રશંસા અને
આભાર વ્યક્ત કરેલ છે; એટલું જ નહિ, આ ઉપરાંત બીજા પણ કેટલાય ગામ શહેરોમાં
મુમુક્ષુ જૈન સમાજ એ સન્દેશ સાંભળવા ખૂબ ઇન્તેજાર છે અને તે માટે સોનગઢની
પ્રચારકમિટિ તરફથી શક્ય એટલો પ્રબંધ થઇ રહ્યો છે. ગુરુપ્રતાપે દિનેદિને વૃદ્ધિગત થઈ
રહેલ જૈનધર્મ સૌનું કલ્યાણ કરો.
તેમાં સોનગઢનો આભાર માનતાં લખે છે કે આ પ્રવચનો સાંભળીને અત્યાર સુધી
ચાલતી અનેક પ્રકારની ભ્રાન્તિનું નિરાકરણ થયુંઃ પૂ. સ્વામીજી દ્વારા વર્તમાનમાં
ધર્મપ્રચારનું જે કાર્ય થઈ રહ્યું છે તે વર્ણનાતીત છે.
ઓળખાય છે તે દેવાધિદેવ મારા હૃદયમાં સ્થિર રહો.
PDF/HTML Page 28 of 29
single page version
જ્ઞાનસ્વભાવનું અદ્ભુત અપાર માહાત્મ્ય છે. જેને આત્માનું માહાત્મ્ય આવે તે મહાત્મા
થાય. બહારની સગવડતામાં મોહાઇ જાય કે અગવડતામાં ઘેરાઈ જાય તો તેને સંયોગનું
માહાત્મય છે, પણ સંયોગથી નિરપેક્ષ એવા સ્વભાવનું માહાત્મ્ય નથી. જેને ચિદાનંદ
સ્વભાવનું માહાત્મ્ય છે તેનું જ્ઞાન સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં ઘેરાતું નથી
કેમકે સંયોગનો મહિમા જ નથી–પછી તે અનુકૂળ હો કે પ્રતિકૂળ.
તરફ ન વળે,–તેમાં તન્મય ન થાય ત્યાંસુધી તેનો ખરો મહિમા જાણ્યો નથી,–માહાત્મ્ય
આવ્યું નથી એમ સમજવું. જ્ઞાનમાં કોનો મહિમા છે તેનું આ માપ છે. જ્ઞાનને જેનો
મહિમા ભાસે તે તરફ તે વળે ને તેમાં તે તન્મય થાય. આત્માનો મહિમા જેને ભાસે તે
આત્મા તરફ વળે ને મહાત્મા થાય.
PDF/HTML Page 29 of 29
single page version
વિના રાગ અસે લાગે જૈસે નાગ કાલે હૈ.
રાગહીસોં લગ રહે તનમેં સદીવ જીવ,
રાગ ગયે આવત ગિલાની હોત ન્યારે હૈ.
રાગ સોં જગત રીતિ ઝુઠી સબ સાંચી જાને.
રાગ મિટે સૂઝત અસાર ખેલ સારે હૈ.
રાગી બિનરાગી કે વિચારમેં બડોઇ ભેદ
જૈસે ભટા પચ કાહુ કાહુ કો બયારે હૈ.
રાગના અભાવમાં તે કાળા નાગ જેવા લાગે છે. (ભોગ ભૂજંગસમ.) રાગને જ લીધે
અશુચીધામ સમજે છે, અને તેનાથી ભિન્નતા ચિંતવે છે. જગતના જે જૂઠા સંબંધ ને
રીતભાત તેને રાગને લીધે જીવ સાચા સમજે છે, પણ રાગ મટતાં એ બધાય ખેલ તેને
અમુક ભોજન કોઇને તો પચી જાય છે ને કોઇને વિપરીત પડે છે, એ જ રીતે જગતની
એક જ વસ્તુ, તેને જ્ઞાની તો વૈરાગ્યનો હેતુ બનાવે છે ને અજ્ઞાની રાગનો હેતુ બનાવે
સર્વ પ્રસંગે જ્ઞાન–વૈરાગ્યમય પરિણમન વર્તી રહ્યું છે.