Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 47
single page version

background image
: ૩૬ બ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
(૬) ઉપરોક્ત યોજનાનો જે કોઈ લાભ લેવા ઈચ્છતા હોય તેમણે પોતાનો
અભ્યાસ (ધાર્મિક તથા લૌકિક), ઉમર, હાલની કાર્યવાહી વગેરેની પૂરી વિગત સાથે
નીચેના સરનામે પત્ર–વ્યવહાર કરવો. જેમની પસંદગી કરવામાં આવશે તેમને યોગ્ય
સમયે સૂચના આપવામાં આવશે અને તે વખતે તેમણે અહીં આવવું જોઈશે.
સોનગઢ નવનીતલાલ સી. જવેરી
તા. ૪–૧–૬૯ પ્રમુખ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
–: વિજ્ઞપ્તિ:–

પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો સાંભળવા તથા ધાર્મિક શિક્ષણ
વર્ગમાં અભ્યાસ કરવા માટે ઘણા મુમુક્ષુ ભાઈ–બહેન સોનગઢ આવે છે.
હિન્દીભાષી મુમુક્ષુઓ માટે જે ધર્મશાળા બનાવવામાં આવી છે તે પણ હવે
બહુ જ નાની પડે છે–એટલે દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મીટિંગમાં વર્તમાન
ધર્મશાળા ઉપર એક માળ બનાવવાની યોજના વિચારવામાં આવી છે. જે ભાઈ–
બહેન રૂા. ૪૦૦૦/–નું દાન આપશે તેમના નામનો એક રૂમ બનાવીને તેમાં દાતાના
નામની તકતી લગાડવામાં આવશે. એક રૂમ માટે બે વ્યક્તિઓ મળીને પણ દાન
આપી શકે છે. તે ઉપરાંત નાની–નાની રકમો પણ સ્વીકારવામાં આવશે; અને એવા
દાતાઓના નામ બોર્ડ ઉપર લખવામાં આવશે. યોજનાની શરૂઆત થઈ ચૂકી છે.
પહેલા રૂમ માટે શ્રી નવનીતલાલ ચુનીલાલ જવેરી (પ્રમુખ–શ્રી દિ. જૈન સ્વા. મં.
ટ્રસ્ટ) તરફથી રૂા. ૪૦૦૦/–ચાર હજારની જાહેરાત કરવામાં આવી છે. રૂમની
માલિકી ટ્રસ્ટની રહેશે; પણ દાતાઓના સગા–સંબંધીઓ માટે ઉતરવામાં પ્રથમ
પસંદગી આપવામાં આવશે.
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 42 of 47
single page version

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
વૈરાગ્ય સમાચાર:–
ગોંડલના ભાઈશ્રી ખત્રી વનમાળી કરસનજી (ભગત) તા. ૩–૧–૬૯ ના રોજ
ગોંડલ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા.
માટુંગાવાળા ઝોબાલિયા ચુનીલાલ કસ્તુરચંદના સુપુત્ર ભોગીલાલ તા. ૨૮–૧૨–
૬૮ ના રોજ પુના મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
શાંતિલાલ કસ્તુરચંદ ઝોબાલિયાના સુપુત્ર ઉગરચંદ તા. ૧૬–૧–૬૯ ના રોજ
મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ઉમર આશરે ૩૬ વર્ષની હતી અને
અવારનવાર સોનગઢ આવતા.
સોનગઢમાં પોષ વદ ૧૧ ની રાતે જામનગરવાળા કસ્તુરબેન (વોરા અમૃતલાલ
દેવકરણના ધર્મપત્ની) એકાએક ૨૪ કલાકની બિમારીથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
ઘણાં વર્ષોથી સોનગઢમાં રહીને પૂ. ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા. દસમની રાત
સુધી તેઓ તત્ત્વચર્ચા કરતા હતા. ત્યારપછી એકાએક તેમને હેમરેજ થઈ ગયું ને
થોડીવારમાં તો બેશુદ્ધ થઈ ગયા. ૧૧ ની સાંજે ગુરુદેવ પધારેલા ત્યારે પણ બેશુદ્ધ
હતા...ને મોડી રાતે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
રાજકોટના ભાઈશ્રી મનુભાઈ એમ. છાયા તા. ૧–૧૨–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
પાલેજના ભાઈશ્રી કાળીદાસ ગંભીરદાસ પોષ વદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
પુનરાવર્તન (આ દશ પ્રશ્નોના ઉત્તર અંક ૩૦૩ માંથી મેળવી શકશો.)
(૧) જગતમાં સૌથી શ્રેષ્ઠ કોણ?
(૨) કોણ તમારા સાધર્મી? ને કોનાં તમે મિત્ર?
(૩) મોક્ષનગરીના દરવાજાનું નામ શું? ને આંધળાએ શું ભૂલ કરી?
(૪) ચાર પ્રકારનાં સુખ ક્યા? તેમાં ઉત્તમ સુખ કયું?
(પ) મરણ ટાણે કોઈને આનંદ હોઈ શકે?
(૬) આપણને મળેલા ત્રણ રત્નોનું જીવની જેમ જતન કરીએ,–એ રત્નો ક્યા?
(૭) એક પાનામાં ૧૩ મહાન દિગંબર સન્તોના નામ (મોટા અક્ષરે) છાપેલા
છે, તે ક્યા?
(૮) સૌરાષ્ટ્રમાં ત્રીજો માનસ્તંભ તૈયાર થાય છે–તે ક્યાં?
(૯) મધ (મીઠું કે કડવું?) તે ખવાય ખરું?
(૧૦) શત્રુંજય ઉપરથી ત્રણ મહાપુરુષો મોક્ષ પામ્યા–તે કોણ?

PDF/HTML Page 43 of 47
single page version

background image
: ૩૮ : આત્મધર્મ
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના
મંગલ વિહારનો કાર્યક્રમ (વિ. સં. ૨૦૨પ)
ક્રમ ગામ તિથિ વાર તારીખ દિવસ
રાણપુર માહ વદ ૬, શનિ ૮–૨–૬૯
અમદાવાદ માહ વદ ૭ થી
ફાગણ સુદ પ, (માહ
વદ ૧૦ ક્ષય)
રવિ થી શુક્ર ૯ થી ૨૧–૨–
૬૯
૧૩ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા, (પ્રતિષ્ઠા–
તિથિ ફા. સુ. પ તા.
૨૧–૨–૬૯ શુક્રવાર)
દહેગામ ફાગણ સુદ ૬ શનિવાર ૨૨–૨–૬૯
રખિયાલ ફા. સુ. ૭ રવિવાર ૨૩–૨–૬૯
તલોદ ફા. સુ. ૮–૯ સોમ–મંગળ ૨૪/ રપ–૨–
૬૯
મુનઈ ફા. સુ. ૧૦ બુધવાર ૨૬–૨–૬૯ સ્વાધ્યાયમંદિરનું
ઉદ્ઘાટન.
રણાસણ ફા. સુ. ૧૧ થી ફા. વ.
ર (ફા. સુ. તેરશ બે) ગુરુ થી ગુરુ ૨૭ થી ૬–૩–૬૯ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા (પ્રતિષ્ઠા ફા. વ. ૨,
તા. ૬–૩–૬૯
ગુરુવાર
હિંમતનગર ફા. વ. ૩–પ
(ચોથનો ક્ષય)
શુક્ર–શનિ ૭/ ૮–૩–૬૯ સ્વાધ્યાયમંદિરનું
ઉદ્ઘાટન(ફા.વ.
૩)
નરસિંહપુરા
–ઝહર
ફા. વ. ૬ રવિવાર ૯–૩–૬૯
૧૦ ફતેપુર ફા. વ. ૭–૮–૯ સોમ–મંગળ–
બુધ
તા. ૧૦–૧૧–
૧૨–૩–૬૯
(બુધવારે સાંજે
નીકળી રાત
અમદાવાદ)
૧૧ બરવાળા ફા. વ. ૧૦ ગુરુવાર ૧૩–૩–૬૯
૧૨ કુંડલા–
કાનાતળાવ ફા. વ. ૧૧ થી ફા. વ. ૧૪ શુક્ર થી સોમ ૧૪ થી ૧૭–૩–૬૯ (ફા. વ. ૧૩ રવિવાર
કાનાતળાવમાં
જિનમંદિર–
શિલાન્યાસ

PDF/HTML Page 44 of 47
single page version

background image
૧૩ રાજકોટ ફા. વ. ૦) ) થી
ચૈ. સુ. ૧૨ મંગળ થી રવિ ૧૮ થી ૩૦–૬–૬૯ ૧૩
૧૪ સુરેન્દ્રનગર ચૈ. સુ. ૧૩ સોમવાર ૩૧–૩–૬૯ મહાવીરજયંતી
૧પ અમદાવાદ ચૈ. સુ. ૧૪ મંગળવાર ૧–૪–૬૯
૧૬ વડોદરા ચૈ. સુ. ૧પ બુધવાર ૨–૪–૬૯
૧૭ મીંયાગામ ચૈ. વ. ૧ ગુરુવાર ૩–૪–૬૯
૧૮ પાલેજ ચૈ. વ. ૨ થી પ શુક્ર થી સોમ ૪ થી ૭–૪–
૬૯ ૪
૧૯ સુરત ચૈ. વ. ૬–૭
(આઠમો ક્ષય) મંગળ–બુધ ૮/ ૯–૪–૬૯
૨૦ બિલિમોરા ચૈ. વ. ૯ ગુરુવાર ૧૦–૪–૬૯ (બપોરે પ્રવચન
પછી નીકળી રાત
રસ્તામાં)
૨૧ થાણા ચૈ. વ. ૧૦ શુક્રવાર ૧૧–૪–૬૯
૨૨ મુંબઈ
(સ્વાગત) ચૈ. વ. ૧૧ શનિવાર ૧૨–૪–૬૯ પંચકલ્યાણક–પ્રતિષ્ઠા; પૂ.
ગુરુદેવની ૮૦ મી
જન્મજયંતી–વૈ.
સુ. ૨
–: મુંબઈમાં પાંચ મહોત્સવો:–
વૈ. સુ. ર, તા. ૧૮–૪–૬૯, શુક્રવાર–પૂ. ગુરુદેવશ્રીની ૮૦મી જન્મજયંતીનો
‘રત્નચિન્તામણિ–મહોત્સવ’ ,
વૈ. સુ. ૬, તા. ૨૨–૪–૬૯, મંગળવાર–શ્રી સીમંધરસ્વામી દિ. જિનમંદિર (ઝવેરી
બજાર) નો દશવર્ષીય ઉત્સવ–ઊજવવાનો,
વૈ. સુ. ૭, તા. ૨૪–૪–૬૯ ગુરુવાર– શ્રી ઋષભદેવ દિ. જિનમંદિરની પ્રતિષ્ઠા–
મલાડ,
વૈ. સુ. ૮, તા. ૨પ–૪–૬૯, શુક્રવાર– શ્રી નેમિનાથ દિ. જિનમંદિરની પ્રતિષ્ઠા–
ઘાટકોપર,
વૈ. સુ. ૧૧, તા. ૨૮–૪–૬૯, સોમવાર– શ્રી મહાવીરસ્વામી દિ. જિનમંદિર
(દાદર) નો પંચવર્ષીય ઉત્સવ.

PDF/HTML Page 45 of 47
single page version

background image
: ૪૦ : આત્મધર્મ :મહા: ૨૪૯પ
બોધિદુર્લભ–અનુપ્રેક્ષા
અનંતકાળે નિગોદમાંથી નીકળીને સિદ્ધપદ–પ્રાપ્તિ સુધીની દુર્લભતાનો ક્રમ શું છે?
અને તેમાં અપૂર્વપદ ક્યા છે? તે આ સામેના ચિત્રમાં સૂચવ્યું છે. કાર્તિકસ્વામીએ
બોધિદુર્લભઅનુપ્રેક્ષામાં જે દુર્લભતાઓ બતાવી છે તે અનુસાર છહઢાળામાં કથન છે.
પ્રથમ તો નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ પ્રત્યેકમાં આવવું દુર્લભ. પછી
બેઈન્દ્રિ–ત્રીઈન્દ્રિ–ચતુરીન્દ્રિ કે અસંજ્ઞી પંચેન્દ્રિ થવું તે દુર્લભ. પછી પંચેન્દ્રિ થવું દુર્લભ.
પંચેન્દ્રિયમાંય મનુષ્ય થઈને પણ કુદેવ–કુગુુરુની સેવાથી છૂટીને સુદેવ–સુગુરુની
(પંચપરમેષ્ઠીની) સેવા દુર્લભ છે.
(આ બધું દુર્લભ હોવા છતાં અહીં સુધી તો જીવ પહોંચી ગયો છે.)
હવે સુદેવ–ગુરુની સેવા પામીને પણ સમ્યગ્દર્શન પામવું તે દુર્લભ છે;–અહીંથી
અપૂર્વ પદની શરૂઆત થાય છે. પછી રત્નત્રયરૂપ મુનિદશા પામવી દુર્લભ છે. તેનાથી
પણ કેવળજ્ઞાનરૂપ અરિહંતપદ અને સિદ્ધપદ દુર્લભ છે.
હે જીવ! નીચલા પાંચ પગથિયાં તો તું વટાવી ગયો; ને પંચપરમેષ્ઠીની સેવા
સુધી પહોંચી ગયો; હવે ખરા જરૂરી ઉપલા ચાર અપૂર્વ પગથીયાં ચડવાનો ઉદ્યમ કર.
કદાચ એક સાથે ચાર પગથિયાં ન ચડી શકાય તો એક પગથિયું તો જરૂર ચડીને
‘અપૂર્વતામાં આવી જા.’
(જૈન બાળપોથીના પ્રશ્નો (પૃ. ૮ થી ચાલુ) ]
૧૦૨ તમારે કોનાં દર્શન કરવા છે?
૧૦૩ તમારે કોની સેવા કરવી છે?
૧૦૪ તમને શું કરવાનું ગમે છે?
૧૦પ તમારે શેમાંથી છૂટવું છે?
૧૦૬ તમારે ઝટઝટ ક્યાં જવું છે?
૧૦૭ તમે રોજ ધર્મનો અભ્યાસ કરો છો કે નહીં?
૧૦૮ તમારી બા તમને ધર્મની વાર્તા કહે છે કે નહીં?
૧૦૯ તમે રોજ ભગવાનનાં દર્શન કરવા જાઓ છો કે નહીં?
૧૧૦ બાળપોથીમાં ૧૬ સ્વપ્નાનાં ચિત્રો ક્યા પાને છે?
૧૧૧ ૧૬ સ્વપ્નમાં પહેલું સ્વપ્ન કયું?
૧૧૨ જૈનઝંડામાં ચાર વાક્યો લખ્યા છે–તે ક્યા? (પાઠ ૧૬)
૧૧૩ હવે ‘જૈનધર્મની પહેલી ચોપડી વાંચવી તમને ગમશે?
૧૧૪ ‘અમે તો વીરતણા સંતાન’ એ ગીત તમને આવડે છે?
जयजिनेन्द्र

PDF/HTML Page 46 of 47
single page version

background image
હે જીવ! અત્યંત દુર્લભ મનુષ્યપણું પામીને અપૂર્વ
એવા રત્નત્રયની આરાધનામાં તારા આત્માને જોડ.
એકેન્દ્રિયાદિક અંતગ્રીવક તક તથા અંતર ઘની,
પર્યાય પાય અનંતવાર અપૂર્વ સો નહીં, શિવધની!
સંસૃતિ–ભ્રમણત થકિત લખિ અબ દાસકી સુન લીજિયે,
સમ્યક્દરશ–વરજ્ઞાન–ચારિત–પથવિહારી કીજિયે.
સંસારભ્રમણથી થાકેલો જીવ વિચારે છે કે હે પ્રભો! આ સંસારમાં ભમતાં
એકેન્દ્રિયથી માંડીને અંતિમ ગ્રૈવેયક સુધીની તથા વચ્ચેની અનેક પર્યાયો હું અનંતવાર
પામી ચુક્યો, મારે માટે તે કોઈ પર્યાય અપૂર્વ નથી. હે મોક્ષના નેતા! હવે મને
સંસારભ્રમણથી થાકેલો જાણીને મારી પ્રાર્થના સાંભળો...અને મને ઉત્તમ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપથનો ‘વિહારી’ કરો.

PDF/HTML Page 47 of 47
single page version

background image
ફોન નં : ૩૪ “આત્મ ધર્મ” Regd. No. G. 182
_________________________________________________________________
જ્ઞાન અને રાગ જુદા છે
જ્ઞાન અને રાગ જુદા છે,–એમ જુદાપણું કહો કે અકર્તાપણું
કહો; કેમકે ભિન્નપણામાં કર્તાપણું ન હોય. પોતાથી ભિન્ન હોય તેને
આત્મા જાણે ખરો પણ કરે નહિ. જેમ કેવળજ્ઞાનમાં વિકલ્પ નથી તેમ
સાધકના શ્રુતજ્ઞાનમાં પણ વિકલ્પ નથી; જ્ઞાનથી વિકલ્પ જુદો છે,
એટલે જ્ઞાનમાં તે નથી. કેવળજ્ઞાનની ભૂમિકામાં તો વિકલ્પ છે જ
નહિ, જ્યારે શ્રુતજ્ઞાનની ભૂમિકામાં દેવ–ગુરુની ભક્તિ વગેરે વિકલ્પો
છે પણ જ્ઞાની તેને કરતો નથી, તેને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે.
એટલે જ્ઞાનીને વિકલ્પ જ્ઞાનના જ્ઞેયપણે છે પણ જ્ઞાનના કાર્યપણે
નથી. જ્ઞાનપણે પરિણમેલો જીવ રાગાદિ કષાયોને સ્પર્શતોય નથી,–
સ્પર્શ્યો ત્યારે કહેવાય કે જો તેની સાથે એકતા કરે. જેમ આંખ અગ્નિને
અડતી નથી, (અડે તો દાઝી જાય) તેમ જ્ઞાનચક્ષુ શુભાશુભ–
કષાયરૂપ અગ્નિને અડતું નથી; જો અડે એટલે કે એકત્વ કરે તો તે
અજ્ઞાન થઈ જાય; માટે જ્ઞાન પરભાવોને અડતું નથી. કરતું નથી,
વેદતું નથી, તન્મય થતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ સાચો
આત્મા છે. રાગને કરે એવો આત્મા તે ‘સાચો આત્મા’ નથી. એટલે
કે આત્માનું ભૂતાર્થસ્વરૂપ એવું નથી. શુભરાગ વગેરે વ્યવહારક્રિયા
કરતાં કરતાં નિશ્ચય સમ્યક્ત્વાદિ થશે–એમ જે માને તેણે સાચા
આત્માને નથી જાણ્યો પણ રાગને (અનાત્માને) જ આત્મા માન્યો
છે, તે મોટો ખોટો છે (–મિથ્યાદ્રષ્ટિ છે). સત્ય એવા ભૂતાર્થ આત્માને
જાણ્યા વગર સમ્યગ્દર્શન ન થાય, સમ્યગ્દર્શન વગર ચારિત્રદશા
(મુનિપણું) ન હોય, ને ચારિત્રદશા વગર મોક્ષ ન હોય. ચારિત્ર
(મુનિદશા) વગર તો સમ્યગ્દર્શન હોઈ શકે, પણ ચારિત્રદશા
સમ્યગ્દર્શન વગર કદી હોઈ શકે નહિ. માટે મોક્ષાર્થિએ સાચા
આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન કરવું જોઈએ. – ‘જ્ઞાનચક્ષુ’ માંથી
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)