Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 57
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ગુણ–પર્યાયોમાં વ્યાપતું હોવાથી તેને ‘અવ્યાપ્તિ’ નથી. આત્માના કોઈ ગુણ–પર્યાય
જ્ઞાન વગરનાં હોય નહિ; ને તે જ્ઞાનલક્ષણ રાગાદિમાં વ્યાપતું નથી, તેનાથી જુદું જ રહે
છે, તેથી તેને ‘અતિવ્યાપ્તિ’ પણ નથી. આવા જ્ઞાનલક્ષણને અનુસરીને આત્માને
અનુભવમાં લે.–તે મોક્ષનો ઉપાય છે.
ચૈતન્યભાવનો દોર સાંધીને તું અંદર ચાલ્યો જા.–તો આત્મામાં પહોંચી જઈશ,
ને બંધનથી છૂટો પડી જઈશ. અરે, આવા જ્ઞાન વગરના જીવો તે સંસારમાં રાગ–દ્વેષ–
કષાયની અગ્નિથી બળી રહ્યા છે; પણ એને ભાન નથી કે કેટલું દુઃખ છે! અંદરની
ચૈતન્યની શાંતિ જોઈ હોય તો ખબર પડે કે કષાયમાં કેટલું દુઃખ છે? અને ચૈતન્યલક્ષણ
તો કષાય વગરનું શાંત છે; તેમાં રાગનો–કષાયનો કોઈ અંશ ન આવે. ચૈતન્યલક્ષણવડે
આત્માને રાગથી તો ભિન્ન કરવાનો છે, તો તે ભિન્ન કરવામાં રાગ મદદ કેમ કરે?
શુભરાગ તેનું સાધન છે જ નહીં; રાગથી જુદું એવું જ્ઞાન જ તેનું સાધન છે. અરે,
જગતના જીવોને મોક્ષના સાધનની પણ ખબર નથી, ને રાગને સાધન માની બેઠા છે.
ભગવાન મહાવીર કહે છે કે રાગથી જુદું પરિણમતું, ને આત્માથી અભિન્ન પરિણમતું
એવું જ્ઞાન જ મોક્ષનું સાધન છે.–એનાથી જુદા બીજા કોઈ સાધનને શોધીશ મા.
કરણશક્તિવડે જ્ઞાન પોતે જ પોતાના સાધનપણે પરિણમે છે. અબંધસ્વરૂપી ભગવાન
આત્માનો અનુભવ કરવા માટે, બંધસ્વરૂપ એવા રાગાદિ સાધન કેમ થાય? ચૈતન્યની
સન્મુખ થયેલી પર્યાય રાગથી તો તદ્ન જુદી વર્તે છે. રાગને જ્ઞાનનું સાધન માનનાર
જીવ રાગ અને જ્ઞાનને જુદા પાડી શકતો નથી, તે તો બંનેેને એક માને છે–એટલે
બંધભાવરૂપે જ આત્માને અનુભવે છે; તેને મોક્ષના સાધનની ખબર નથી. અરે બાપુ!
રાગ પોતે બંધભાવ, એ તે મોક્ષનું સાધન કેમ થાય? બાપુ! મોક્ષના મારગડા તો
અંદરમાં રાગથી પાર છે. અંદર ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટ કરે તે સાચો
પંડિત છે. બાકી તો બધા રાગનાં ફોતરાં ખાંડે છે. ભેદજ્ઞાન વગરનું શાસ્ત્રભણતર તો
પાણીને વલોવવા જેવું છે, બાપુ! રાગના વલોણામાંથી તને મોક્ષમાર્ગ હાથ નહિ આવે.
રાગથી ભિન્ન પડેલી, ને ચૈતન્યસન્મુખ થયેલી એવી જ્ઞાનની અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે,
તે ધર્મ છે; ને તે જ મહાવીર ભગવાનનો ઈષ્ટ ઉપદેશ છે.

PDF/HTML Page 42 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૯ :
આત્મધર્મ – પ્રચાર તથા બાલવિભાગ
ખાતે આવેલ રકમોની યાદી
આત્મધર્મના પ્રચાર માટે બાલસાહિત્ય માટે જિજ્ઞાસુઓ વધુ ને વધુ રસ
લઈ રહ્યા છે, તે આપણે આ કોલમમાં જોઈ શકીએ છીએ; ને તેથી આવી
વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ આત્મધર્મનું લવાજમ વધાર્યા વગર આપણે
માત્ર ચાર રૂપિયામાં તે આપી શકીએ છીએ, તે ગૌરવની વાત છે. આપણું
આત્મધર્મ સમસ્ત જૈનપત્રોમાં ‘સૌથી ઊંચું અને વળી સૌથી સસ્તું ’ છે.
હજી પણ એક પગલું આગળ જઈને આત્મધર્મના પાનાં વધારવાની
ભાવના છે, ને તે માટે પણ જિજ્ઞાસુઓના સહકારની અપેક્ષા છે. આ
સંબંધી એક યોજના પ્રમુખશ્રીની મંજુરીથી આગામી અંકમાં રજુ કરીશું.
૫૧ ઝવેરીબેન મણિલાલ સોનગઢ ૨૫ ધીરજબેન વછરાજ રાજકોટ
૨૧ ઘેવરચંદ જસવંતકુમાર ખેરાગઢ ૨૫ મુધકાન્તા ધીરજલાલ રાજકોટ
૨૫ ગીરધરલાલ પ્રાણજીવન જોરાવરનગર ૧૫ સ્મિતાબેન ધીરજલાલ રાજકોટ
૧૧ કિરિટકુમાર મૂળજીભાઈ ૧૧ અનીલકુમાર ઠાકરશી વઢવાણ
૧૦૧ પ્રકાશ મનસુખલાલ કલકત્તા ૨૫ વિમલાબેન અમૃતલાલ ઈડર
૧૧ દામોદરદાસ હંસરાજ અમદાવાદ ૨૧ કુસુમબેન ઈડર
૧૧ દર્શનાબેન હરકિશન જામનગર ૧૧ ભરતકુમાર
૧૧ મુનિશ હરકીશન જામનગર ૨૫ મુક્તાબેન ઉમેદલાલ જામનગર
૨૫ રોહતકુમાર છબીલદાસ રાજકોટ ૧૧ ચેતના ડગલી મલાડ
૨૫ પ્રદીપકુમાર છબીલદાસ રાજકોટ ૨૫ નીમુબેન કનુભાઈ અમદાવાદ
૧૧ સ્મિતાબેન ભગવાનજી જામનગર ૫૧ ચીમનલાલ છોટાલાલ મુંબઈ
૧૧ સુકેતુ ભગવાનજી જામનગર ૨૫ જસવંતરાય જમનાદાસ મુંબઈ
૨૫ સુલોચના નાગરદાસ જામનગર ૫૧ શ્રુતકુમાર કુમુદચંદ મુંબઈ

PDF/HTML Page 43 of 57
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૨૫ મંજુલાબેન ભાઈલાલ ૫૧ શારદાબેન અંબાલાલ મુંબઈ
૧૦૧ નલીનકુમાર મનસુખલાલ મુંબઈ ૨૫ રતિલાલ હરગોવિંદ મોદી મુંબઈ
૫૧ નગીનદાસના સ્મરણાર્થે ૧૦૧ નવીનકુમાર મનસુખલાલ મુંબઈ
હસ્તે–જગજીવન ચતુરભાઈ સુરેન્દ્રનગર ૨૫ સ્મીતાબેન પાનાચંદ મુંબઈ
૧૧ નિલાબાઈ રામટેક ૫૧ હિંમતલાલ કેશવલાલ ઘુઘરાળા
૫૧ તખતરાજ બનાજી કલકત્તા ૫૧ જયંતિલાલ જાદવજી કલકત્તા
૧૦૧ નગીનદાસ હીરાલાલ ભાવનગર ૨૧ (ચંપાબેન) ચીમનલાલ રાયચંદ વઢવાણ
૨૫૧ અજીતકુમાર ગૌતમલાલ વડોદરા ૨૫ દીવાળીબેન હીરાચંદ રાજકોટ
૧૦૧ ઉમેદલાલ ખીમચંદ જામનગર ૨૫ ઈશ્વરચંદજી જૈન સનાવદ
૧૧ મથુરદાસ મુળચંદ પોરબંદર (તા. ૮–૪–૭૪ સુધી)
–: સૂચના:–
શ્રી પ્રતિષ્ઠા મહોત્સવની બોલીના કે તીર્થરક્ષાફંડ ખાતે દાનમાં નોંધાવેલ
રકમોના ડ્રાફટ નીચેના બે નામોમાંથી ગમે તે એક નામનો, બેન્ક ઓફ ઈન્ડીયા–
પ્રતિષ્ઠા–મહોત્સવનો હિસાબ બંધ કરવાનો છે, તેથી જેમણે પ્રતિષ્ઠા–મહોત્સવમાં
રકમ જાહેર કરાવેલ હોય તેમણે તે રકમ જલ્દી મોકલી આપવા વિનંતી છે.
લી.
શ્રી પરમાગમ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ
સોનગઢ.
આત્મધર્મના ગતાંકમાં ૧૧ બ્રહ્મચારીબહેનોનાં જે નામ છપાયા છે તેમાં
કુમારી સુમિત્રાબેન ભાઈલાલ (S. S. C.) ને બદલે (B. A. B. Com.) વાંચવું.

PDF/HTML Page 44 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૪૧ :
મંગલ મહોત્સવનાં મીઠાં સંભારણાં
સોનગઢમાં ફાગણ સુદ પાંચમથી તેરસ સુધી ઉજવાયેલ
પરમાગમમંદિર પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવનું આનંદકારી વર્ણન
આપે ગતાંકમાં વાંચ્યું, વાંચીને અનેક જિજ્ઞાસુઓ તરફથી પ્રસન્નતાના
પત્રો આવ્યા છે. તે મહોત્સવનું બાકીનું વર્ણન આ અંકમાં આપ્યું છે.
બાકી તો આ મહોત્સવ એટલો વિશાળ હતો ને એટલા બધા કાર્યક્રમથી
ભરચક હતો કે એકલા હાથે તે બધાં પ્રસંગોની નોંધ લેવાનું શક્્ય ન
હતું, તેથી યત્કિંચિત વર્ણન આપી શકાયું છે. ગતાંકમાં આપણે
મહાવીર–જન્મની મંગલવધાઈ વાંચી. જન્મવધાઈ સાંભળીને સ્વર્ગેથી
ઈન્દ્રો આવી પહોંચ્યો. એ પ્રસંગનું વર્ણન આપ અહીં વાંચશો.
(જન્મકલ્યાણક ફાગણ સુદ ૯ ના દિવસે હતો.)
× × × × × ×
અહા, આજનું પ્રભાત કોઈ અનેરું હતું....આખા વિશ્વની શોભામાં જાણે એક
વૃદ્ધિ થઈ ગઈ હતી...સંસારના દાવાનળને ઠારવા જાણે શાંતરસનો વરસાદ વરસી રહ્યો
હતો. આનંદમય કોલાહલ ક્્યાંય સમાતો ન હતો...શેનો છે આ પ્રભાવ! અહો!
ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનનો અવતાર થઈ ચુક્્યો છે. ત્રણલોકમાં એની
મંગલ વધાઈ પહોંચી ગઈ, ઈન્દ્રોના આસન ડોલી ઉઠ્યા, ઘંટનાદ અને વાજિંત્રો એની
મેળે વાગવા માંડ્યા. ઈન્દ્રોએ ખુશી મનાવીને જન્મોત્સવ કર્યો, ને જન્માભિષેક માટે
વૈશાલી કુંડપુરમાં આવ્યા....ઐરાવતસહિત નગરીને ત્રણ પ્રદક્ષિણા કરી. પચીસહજારથી
વધુ સભા આ મંગલ દ્રશ્યો જોવા ઉભરાણી હતી.
તો આ બાજુ કુંડપુરમાં સિદ્ધાર્થમહારાજાની રાજસભામાં પણ આનંદનો પાર ન
હતો. પ્રભુજન્મની મંગલ વધાઈથી ચારેકોર આનંદ–આનંદ છવાઈ ગયો હતો. રાજાઓ
પોતાનો હર્ષાનંદ વ્યક્ત કરી રહ્યા હતા. આશ્ચર્યકારી આનંદમય કોલાહલથી નગરી ગાજી
રહી હતી. તેમાંય જ્યારે શચી–ઈન્દ્રાણી નાનકડા તીર્થંકરને તેડીને બહારમાં આવ્યા ત્યારે
તો પ્રભુને દેખીને હજારો ભક્તો હર્ષાનંદથી નાચી ઊઠ્યા; ઈન્દ્ર તો એવા ખુશ થયા કે
હજાર આંખ કરીને પ્રભુને જોવા લાગ્યા. અંતે થાકીને તેણે કહ્યું–અહો દેવ!

PDF/HTML Page 45 of 57
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
આપનું રૂપ તો અતીન્દ્રિયઆંખવડે જ દેખાય તેવું છે. પ્રભુ ઐરાવત હાથી ઉપર
બિરાજમાન થયા, ને પ્રભુની સવારી લઈને ઈન્દ્રો ધામધૂમથી મેરુ તરફ ચાલ્યા. પ્રભુની
સવારી નીરખવા એટલી ભીડ ઉમટી પડી કે સોનગઢ ગામ સાંકડું પડતું હતું. સોનગઢને
માટે, સૌરાષ્ટ્રને માટે અને જૈનસમાજને માટે આ ભવ્ય ઐતિહાસિક મહોત્સવ હતો.
ભાગ્યશાળી છે એના જોનારા પણ.
પ્રભુના જન્મકલ્યાણકની આ ભવ્ય સવારી જોવા પૂ. ગુરુદેવ પણ પધાર્યા અને
નગરના ચોક વચ્ચેથી પસાર થતી પ્રભુસવારી ભક્તિપૂર્વક નીહાળી; સવારી પસાર થતાં
પોણી કલાક થઈ. અનેક ભજનમંડળી, બેન્ડ વાજાં, પાંચ પરમાગમ સહિત પાંચ હાથી,
અજમેરનો રથ તથા ઐરાવત, સોનગઢનો રથ, તથા હાથી ઉપર ઈન્દ્રની ગોદમાં
બિરાજમાન નાનકડા મહાવીર તીર્થંકરનું દ્રશ્ય દેખીને આનંદ થતો હતો. વીસ–પચીસ
હજાર માણસોની ભીડ અને હર્ષભર્યો કોલાહલ ઉત્સવની પ્રસિદ્ધિ કરતા હતા. સોનગઢ
ગામે આટલી ભીડ કદી જોઈ નથી. માનસ્તંભના ઉત્સવ વખતે છહજાર મહેમાનો
આવ્યા હતા, આ પરમાગમમંદિરના ઉત્સવ વખતે વીસહજાર ઉપરાંત મહેમાનો આવ્યા
હતા; સારી નગરી પ્રભુના કલ્યાણક ઉત્સવથી છવાઈ ગઈ હતી, ઘરેઘરે તોરણ બંધાયા
હતા, મંગલસૂત્રો લખાયા હતા, ને હજારો મંગલ દીવડાથી મકાનો અને મંદિરો ઝગમગી
રહ્યા હતા. વાહ રે વાહ તીર્થંકર! તારી સ્થાપનાનો પણ આવો મહિમા, તો સાક્ષાત્
જન્મકલ્યાણકના પ્રભાવની તો શી વાત! આવો પ્રભાવશાળી ઉત્સવ દેખીને મુ. શ્રી
રામજીભાઈ ગદગદભાવે ગુરુદેવ પ્રત્યે પ્રમોદ અને ઉપકારની લાગણી વ્યક્ત કરતા હતા.
તથા ગુરુદેવ પણ પ્રસન્નચિત્ત હતા.
જન્મોત્સવ દેખીને જનતામાં એટલો બધો આનંદનો કોલાહલ થવા લાગ્યો કે
પ્રભુનો જન્મોત્સવ દેખીને હરખથી જીવો પાગલ થઈ જશે કે શું!–એમ થતું હતું. અહા,
એકકોર ભગવાનની અલિપ્ત ચેતના, અને એકકોર આ હરખનો હીલોળો,–જૈન
શાસનમાં બંનેનો કેવો મજાનો આશ્ચર્યકારી સુમેળ છે! અહો જિનેન્દ્ર! તારા શાસનની
અદ્ભુતતાને જ્ઞાની જ જાણે છે. પ્રભો! ચારેકોર માઈકમાં તારી ભક્તિથી દુનિયા ગાજી
રહી છે ત્યારે તું તો તારી ચેતનાની શાંતિમાં મસ્ત થઈને બેઠો છે! વાહ રે વાહ!
વીતરાગમાર્ગના ભગવાન તો આવા જ શોભેને!
વાહ! જેના જન્મે હર્ષનો આટલો ખળભળાટ! તે ભગવાન કેવા? હજી
પરમાત્મપદ પામ્યા પહેલાંં જે આત્માનો આટલો પ્રભાવ! તેના પરમાત્મપદના
મહિમાની તો

PDF/HTML Page 46 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૪૩ :
શી વાત! આમ આનંદોત્સવપૂર્વક હજારો ભવ્યજીવો પ્રભુના જન્મોત્સવમાં ભાગ લઈ
રહ્યા છે. નાની નગરીમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે. સ્વર્ગથી ઈન્દ્રો ઊતરી પડ્યા છે.
પાંચ હાથી, પંચપરમેષ્ઠીની ભક્તિની મસ્તીથી ડોલી રહ્યા છે; “ભગવાનની સવારી
મારા ઉપર” એવા મહાન ગૌરવથી પેલો હાથી એવો મસ્તાન બની ગયો છે...કે બસ!
આમ અત્યંત આનંદપૂર્વક પ્રભુનો જન્માભિષેક થયો. પછી પ્રભુની સવારી
જ્યારે નગરીમાં પાછી ફરતી હતી ત્યારે તે આનંદકારી સવારીમાં પૂ. બેનશ્રી–બેન
(ચંપાબેન અને શાંતાબેન) પણ હાથી ઉપર બેસીને ભક્તિપૂર્વક ભાગ લેતા હતા.
પ્રભુની સવારી દેખીને આનંદ થતો હતો, ને ઈન્દ્રો તાંડવનૃત્ય કરીને પોતાનો હર્ષ પ્રગટ
કરતા હતા.

PDF/HTML Page 47 of 57
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ત્રિશલામાતા અને દેવીઓની ચર્ચા
ત્રિશલામાતા અને પારણે ઝુલતા વીરકુંવર
વચ્ચેની મીઠી વાતું આપણે ગતાંકમાં વાંચી. હવે દેવીઓ
સાથે માતાજીની મધુરી ચર્ચા પણ વાંચીએ.

એક દેવી પૂછે છે :–હે માતા! અનુભૂતિસ્વરૂપ થયેલો આત્મા તમારા અંતરમાં બિરાજે
છે, તો એવી અનુભૂતિ કેમ થાય! તે સમજાવો.
માતા જવાબ આપે છે:–હે દેવી! અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે. આત્મા પોતે
જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ નથી;–
આવું ભેદજ્ઞાન થાય ત્યારે અપૂર્વ અનુભૂતિ પ્રગટે છે.
બીજી દેવી પૂછે છે કે:–હે માતા! આત્માની અનુભૂતિ થતાં શું થાય!
માતા કહે છે:–સાંભળ, દેવી! અનુભૂતિ થતાં આખો આત્મા પોતે પોતામાં ઠરી જાય છે.
એમાં અનંતગુણના ચૈતન્યરસનું એવું ગંભીર વેદન થાય છે કે જેના મહાન
આનંદને આત્મા જ જાણે છે. એ વેદન વાણીમાં આવતું નથી.
ત્રીજી દેવી પૂછે છે:–માતા! વાણીમાં આવ્યા વગર એ વેદનની ખબર કેમ પડે!
માતા ઉત્તર આપે છે:–હે દેવી! પોતે પોતાના સ્વસંવેદનથી આત્માને તેની ખબર પડે છે.
જેમ આ થાંભલો નજરે દેખાય છે, તેમ અનુભૂતિમાં આત્મા તેનાથી પણ સ્પષ્ટ
જણાય છે.
ચોથી દેવી પૂછે છે:–હે માતા! આંખ વડે થાંભલો જણાય તેનાં કરતાંય આત્માના જ્ઞાનને
વધુ સ્પષ્ટ કેમ કહ્યું!
માતા જવાબ આવે છે:–હે દેવી! થાંભલાનું જ્ઞાન તો ઈન્દ્રિયજ્ઞાન છે, તે પરોક્ષ છે, ને

PDF/HTML Page 48 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૪૫ :
આત્માને જાણનારું જ્ઞાન તો અતીન્દ્રિય છે અને પ્રત્યક્ષ છે, માટે તે વધારે સ્પષ્ટ
છે.
પાંચમી દેવી પૂછે છે કે: – અનુભૂતિ વખતે તો મતિ–શ્રુતજ્ઞાન છે છતાં તેને પ્રત્યક્ષ અને
અતીન્દ્રિય કેમ કહ્યા!
માતાજી જવાબ આપે છે:–કેમકે અનુભૂતિ વખતે ઉપયોગ આત્મામાં એવો લીન થયો છે
કે તેમાં ઈન્દ્રિયનું કે મનનું અવલંબન છૂટી ગયું છે, તેથી તે વખતે પ્રત્યક્ષપણું છે.
અહા, એ વખતના અદ્ભુત નિર્વિકલ્પ આનંદની શી વાત!
છઠ્ઠી દેવી પૂછે છે કે:–હે માતા! તમે અનુભૂતિની અદ્ભુત વાત સમજાવી. આજે તો જાણે
તમારા અંતરમાંથી કોઈ અલૌકિક ચૈતન્યરસ ઝરી રહ્યો છે!
માતા કહે છે:–દેવી! અંતરમાં બિરાજમાન તીર્થંકરના આત્માનો એ પ્રતાપ છે. પ્રભુ
પધાર્યા ત્યારથી મારા આત્મપ્રદેશોમાં અતીન્દ્રિય આનંદરસ છવાઈ ગયો છે.
સાતમી દેવી કહે છે કે:–અહા, માતા! અમને તો લાગે છે કે પંદર માસ આપની સેવા
કરતાં–કરતાં અમને પણ અનુભૂતિનો મહાન લાભ થશે. આપના પુત્રને દેખીને
અને ગોદમાં લઈને અમે ધન્ય બનશું.
માતા કહે છે:–હા દેવીઓ! જગતના જીવોને અનુભૂતિનો માર્ગ બતાવવા માટે જ મારા
પુત્રનો અવતાર છે. તમે પણ મહાભાગ્યશાળી છો કે તીર્થંકરની સેવા કરવાનો
અવસર પ્રાપ્ત થયો છે.
આઠમી દેવી પૂછે છે:–હે મા! છ– છ માસથી અહીં રાજમહેલમાં કરોડો રત્નો વરસી રહ્યા
છે, રસ્તામાં એ રત્નોનાં ઢગલા પડ્યા છે,–છતાં કોઈ તેને લેતું કેમ નથી!
માતા કહે છે:–દેવી! એ રત્નો તો જડ છે. મારો પુત્ર જન્મીને જગતને સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રનાં ચૈતન્યરત્નો આપવાનો છે...તો એ અલૌકિક ચૈતન્યરત્નો છોડીને આ
જડ–રત્નો કોણ લ્યે! જગતના જીવો તો મારા પુત્ર પાસેથી સમ્યગ્દર્શનાદિ રત્નો
ગ્રહણ કરશે.
બધી દેવીઓ આનંદથી કહે છે:–
“ધન્ય રત્નકૂંખધારિણી માતા! તમારો જય હો....તમારા પુત્રનો જય હો.”
જય મહાવીર

PDF/HTML Page 49 of 57
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
દેવગુરુધર્મની છાયામાં આનંદથી
પૂરો થયેલો મહાન ઉત્સવ
અહો, જગતને ચૈતન્યહિતનો પરમ ઈષ્ટ સંદેશ દેનારા એવા જિનેન્દ્રભગવંતોનો
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આનંદ–ઉલ્લાસથી આપણે સૌએ ઉજવ્યો. પ્રભુના
પંચકલ્યાણકનો મહોત્સવ એટલે સર્વે જીવોને માટે (શાંતિનો મહોત્સવ, શાંતિનો આ
મહોત્સવ ખરેખર અનેરી શાંતિપૂર્વક ઉજવાયો. જગત જ્યારે ભડકે બળતું હતું. ત્યારે
વીતરાગદેવની છાયામાં આવેલા ભવ્યજીવો સુવર્ણપુરીમાં અનેરી ઠંડક અનુભવતા હતા.
આપણા જિનેન્દ્રભગવંતો તો ચૈતન્યની અતીન્દ્રિય શાંતિરૂપે પરિણમેલા છે. જેમ
ઠંડકના પિંડરૂપ બરફની નજીક પણ ઠંડક લાગે છે તેમ અતીન્દ્રિય શાંતિના પિંડલા એવા
દેવ–ગુરુની નીકટતામાં આપણે પણ એવી ઠંડક અનુભવીએ છીએ. અહો, મહા ભાગ્ય છે
કે જગતમાં શ્રેષ્ઠ એવા જિન ભગવાન આપણને મળ્‌યા, ને એ ભગવાનનો માર્ગ શ્રી
ગુરુદેવે આપણા માટે ખુલ્લો કર્યો. આવો રે આવો! જગતના બધા જીવોને માટે આ
મંગલ–માર્ગ ખુલ્લો છે.
અહો કુંદકુંદપ્રભુ ભગવાન! કહાનગુરુ દ્વારા આપનું શાસન આજે પરાકાષ્ટાએ
પહોંચી રહ્યું છે. અસંકુચિતપણે વિકસી રહેલું આપનું શાસન જોતાં અમને મહાન આનંદ
થાય છે, ને વિદેહધામની એ મંગલવાત યાદ આવે છે કે ‘આ રાજકુમારના જીવ
ભરતક્ષેત્રમાં જશે ને કુંદકુંદાચાર્યના શાસનની મહાન પ્રભાવના કરશે. ’
ફાગણ સુદ ૧૩....એટલે અષ્ટાહ્નિકાનો શાશ્વત મંગલ દિવસ! વહેલી સવારમાં
પાવાપુરીમાં બિરાજમાન વર્ધમાનતીર્થંકરના દર્શન કર્યા....સંસારદશામાં પ્રભુના આ
છેલ્લા દર્શન હતા...થોડી જ વારમાં પ્રભુ દેહાતીત એવા સિદ્ધપદને પામ્યા. ઈન્દ્રોએ
મોક્ષકલ્યાણક ઉજવ્યો.
અહો! જિનેન્દ્રભગવંતોના પંચકલ્યાણક પૂર્ણ થયા. ભગવંતોના કલ્યાણકારી
ધર્મચક્રથી સર્વત્ર શાંતિ પ્રસરી. જગતના મહાન કોલાહલની વચ્ચેય સોનગઢમાં
જિનભગવંતોના ચરણમાં પરમ શાંતિ વર્તતી હતી.

PDF/HTML Page 50 of 57
single page version

background image
પંચકલ્યાણક પૂરા થયા ને ઈન્દ્રો વગેરે સીમંધરપ્રભુના દર્શન કરવા જિનમંદિરમાં
આવ્યા, તે વખતે જિનમંદિરમાં ભક્તોની ભીડ બેસુમાર હતી. સાત–સાત દરવાજા
ધરાવતું વિશાળ મંદિર તે પણ આજે તો ઘણું નાનું લાગતું હતું. આખું સોનગઢગામ
ચારેકોર દર્શકોની ભીડથી ઉભરાતું હતું. ઉત્સવની પૂર્ણતાનો આનંદ સર્વત્ર ફેલાઈ રહ્યો
હતો.
૮ા વાગે ગુરુદેવનું પ્રવચન થયું. ત્યાર પહેલાંં ઈંગ્લીશ ભાષામાં જૈન
બાળપોથીનું પ્રકાશન થયું. માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરીએ ગુરુદેવને પુસ્તક
અર્પણ કર્યું. ત્યારબાદ ગુરુદેવે પ્રથમ પુસ્તક શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહૂને આપ્યું. આ
બાળપોથીની કુલ નકલ ૧૩૦૦૦ (પાંચ ભાષામાં) પ્રકાશીત થઈ ગઈ છે. જૈન
સાહિત્યનું આ એક ગૌરવ છે; અને તેની ખુશાલીમાં પ્રમુખશ્રીના હસ્તે બાળપોથીના
લેખક (બ્ર. હરિભાઈ જૈન) ને સુવર્ણચંદ્રક ભેટ આપવામાં આવ્યો છે.
ત્યારબાદ આ ભવ્ય પરમાગમમંદિરના કામકાજમાં મુરબ્બી શ્રી રામજીભાઈએ
૯૧ વર્ષની ઉંમરે પણ જે માર્ગદર્શન આપ્યું છે, ને નાના–મોટા દરેક પ્રશ્નોનો ઝડપી ઉકેલ
લાવીને પરમાગમ–મંદિરનું કામ અત્યંત સુંદર રીતે પૂર્ણતાએ પહોંચાડયું છે–તે બદલ
જૈનસમાજ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરમાગમમંદિરની એક
સુંદર પ્રતિકૃતિ અભિનંદન પત્ર સાથે શ્રીમાન શાંતિપ્રસાદજી શાહૂના હસ્તે તેઓશ્રીને
અર્પણ કરવામાં આવી હતી. ખરેખર મુરબ્બીશ્રી રામજીભાઈની દોરવણીમાં સમસ્ત
મુમુક્ષુઓએ તમન્નાથી પરમાગમમંદિરનું કામ પાર પાડયું છે, ને ગુરુદેવના મંગલ પ્રતાપે
ઉત્સવ પણ ધાર્યા કરતાં સવાયા ઉમંગથી ઉજવાયો છે.
ફાગણ સુદ તેરસે બરાબર ૧૧ વાગે પરમાગમમંદિરમાં પ્રતિષ્ઠા થઈ. ગુરુદેવે
અત્યંત ભક્તિપૂર્વક મહાવીર ભગવાનના અતિશય ભવ્ય જિનબિંબના ચરણસ્પર્શ
કરીને કમલ પર સ્થાપના કરી. અહા, શો એ વખતનો ઉલ્લાસ! કેવી ભીડ! ને ચારેકોર
હર્ષનો કેવો કોલાહલ! આકાશ પણ હેલિકોપ્ટરના અવાજથી ગાજતું જાણે કે ભક્તિના
કોલાહલમાં ઉમેરો કરી રહ્યું હતું. પ્રભુજીને સ્થાપના કરવાનો લાભ જયપુરના
પુરનચંદજી ગોદિકાએ લીધો હતો. પ્રભુની સ્થાપના પછી એમની પ્રશાંત મુદ્રા નીહાળ્‌યા
જ કરવાનું મન થતું હતું. તે પ્રશાંતમુદ્રા પ્રસિદ્ધ કરતી હતી કે ચૈતન્યની શાંતિમાં
સંસારનો કોઈ કોલાહલ નથી. એટલે ભગવાનની સ્થાપનાના બહાને મુમુક્ષુઓ પોતાના
અંતરમાં ચૈતન્યની શાંતિની જ સ્થાપના કરતા હતા,–એવા એ વખતના ભાવો હતા.

PDF/HTML Page 51 of 57
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
અહા, આજે સોનગઢમાં માણસોની અપાર ભીડ હતી. ભગવાનની પ્રતિષ્ઠાની
ખુશાલીમાં “ગામ–ધૂમાડો બંધ” ના ઢોલ પીટાઈ રહ્યા હતા. પ્રભુની પ્રતિષ્ઠા પછી પાંચે
પરમાગમોનું ઉદ્ઘાટન, કુંદકુંદપ્રભુના ચરણોની સ્થાપના, ૧૯ કલશ તથા ધ્વજારોહણ
થતાં પરમાગમમંદિર અદ્ભુતપણે શોભી ઊઠ્યું. ઉજ્વળ પરમાગમ–મંદિર જાણે કે સ્વયં
પોકાર કરી રહ્યું છે કે અહો જીવો! જગતના સર્વોત્કૃષ્ટ દેવ, જગતના સર્વોત્કૃષ્ટ ગુરુ ને
જગતના સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર અહીં મારી અંદર બિરાજે છે...તેથી હું પણ સર્વોત્કૃષ્ટ અને
ઉજ્વળ છું. અહીં આવો, ને આ ઉત્કૃષ્ટ દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને તમારા જ્ઞાનમાં
તેને બિરાજમાન કરો, એટલે તમારા પરિણામ પણ ઉજ્વળ (સમ્યક્ત્વાદિરૂપ) થશે.
આવા ઉજ્વળ પરિણામના હેતુભૂત આ પંચકલ્યાણક મંગલ મહોત્સવ જયવંત વર્તો.
બપોરે પ્રવચન બાદ ભવ્ય રથયાત્રા નીકળી હતી, ને સંપૂર્ણ શાંત, હર્ષ–
ઉલ્લાસભર્યા આનંદમય વાતાવરણ વચ્ચે, નિર્વિઘ્નપણે ગુરુપ્રતાપે મંગલ મહોત્સવ પૂર્ણ
થયો....તે જગતનું કલ્યાણ કરો.











જય મહાવીર!
જય શાંતિનાથ!
જય સીમંધર! જય કુંદકુંદદેવ! જય ગુરુદેવ! જય પરમાગમ!

PDF/HTML Page 52 of 57
single page version

background image
આકાશમાંથી લેવાયેલા આ ચિત્રમાં નીશાની કરી છે ત્યાં ભાનુવાડીના
મોટા મેદાન વચ્ચે મેરૂપર્વત છે, તેની આસપાસ પચીસહજારથી વધુ
માણસો જન્માભિષેક નીહાળી રહ્યા છે. સૌથી નીચે મહેમાનો માટેના
તંબુઓ તથા વિશાળ પ્રતિષ્ઠા–મંડપ નજરે પડે છે.

PDF/HTML Page 53 of 57
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
વીરપ્રભુનાં પારણાઝુલનનાં પાવન દ્રશ્યો: ગુરુદેવ પ્રસન્નતાથી નીહાળી રહ્યા છે.
પારણે ઝુલી રહેલા વીરકુંવર કહે છે–
માતા મારી મોક્ષસાધિકા ધન્ય ધન્ય છે તુજને; તુજ હૈયાની મીઠી આશીષ...
વહાલી લાગે મુજને...માતા! દરશન તારા રે જગતને આનંદ કરનારા.
(ફોટો : વિજય સ્ટુડિયો : મોરબી)
બેટા, તું તો સ્વાનુભૂતિની મસ્તીમાં નિત મહાલે...હીંચોળું હીરલાંની દોરે...
ઉરનાં વહાલે–વહાલે...બેટા! જન્મ તુમારો રે જગતનું મંગલ કરનારો.
(ફોટો : વોરા સ્ટુડિયો : અમદાવાદ)

PDF/HTML Page 54 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૫૧ :
* પારણા ઝુલનનાં પાવન દ્રશ્યો *
પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુ. શ્રી રામજીભાઈ,
નવનીતભાઈ ઝવેરી, શ્રોફ, વગેરે પારણાઝુલનનું દ્રશ્ય નીહાળી રહ્યા છે
તથા માતા–પુત્રની આનંદકારી વાતો સાંભળી રહ્યા છે; ને જાણે કે
ત્રિશલામાતાના રાજમહેલમાં મહેમાન તરીકે બેઠા હોય–એવી પ્રસન્નતા
અનુભવી રહ્યા છે.

PDF/HTML Page 55 of 57
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
હેલિકોપ્ટરમાં બેસીને અત્યંત ભાવભીના ચિત્તે પૂ. બેનશ્રી–બેન મંદિરો
ઉપર પુષ્પવૃષ્ટિ કરવા માટે જઈ રહ્યા છે. બન્ને બહેનો વાત કરતાં મહિમા
કરે છે કે અહો! જેણે આપણને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો એવા
વીરનાથ ભગવાન અને તેમની વાણી આ પરમાગમ–મંદિરમાં બિરાજી
રહ્યા છે....ચાલો, તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીએ....સાથે સાથે વહાલા
વિદેહીનાથ સીમંધરપ્રભુના મંદિર અને માનસ્તંભને પણ પુષ્પોથી
વધાવીએ. (મહાવીર ફોટોઆર્ટ)

PDF/HTML Page 56 of 57
single page version

background image
સોનગઢ પરમાગમ–મંદિર મહોત્સવમાં દીક્ષાકલ્યાણક પ્રસંગે
ચારિત્રઆશ્રમમાં ૨૫–૩૦ હજારની સભાને, ગુરુદેવ મુનિદશાના પરમ
મહિમાપૂર્વક વીતરાગચારિત્રની ભાવનામાં ઝુલાવી રહ્યા છે. અહા!
અવ્યક્તપણે પણ વીતરાગતા જગતને કેવી વહાલી છે! તે આ દ્રશ્યમાં

PDF/HTML Page 57 of 57
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
ફાગણ સુદ ૧૩ ના રોજ સોનગઢમાં પરમાગમ–મંદિરનું ઉદ્ઘાટન
(ઓલઈન્ડીઆ દિ. જૈન ૨૫૦૦ મા મહાવીર નિર્વાણ–મહોત્સવ કમિટિના
પ્રમુખશ્રી) શાહૂ શાંતિપ્રસાદજી જૈન કરી રહ્યા છે, બાજુમાં ગુરુદેવ
પ્રસન્નચિત્તે આશીર્વાદ આપી રહ્યા છે. પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરી તથા
એન્જીનીયર શ્રી ચીમનભાઈ શેઠ વગેરે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ચૈત્ર (૩૬૬)