Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 57
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૪ ઈન્દ્ર–પણ હવે તો ફકત છ મહિના જ તેઓ આપણા આ અચ્યુતસ્વર્ગમાં રહેવાના છે.
તો છ મહિના આપણે તેમના શ્રીમુખથી આત્માના અનુભવની ચર્ચા
સાંભળવાનો લાભ લઈએ.
૪. ઈન્દ્રાણી–હા દેવ તમારી વાત ઉત્તમ છે. આવા ધર્માત્માનો સંગ જગતમાં ઉત્તમ છે. તે
કોઈ મહા ભાગ્યે જ મળે છે. માટે તેનો લાભ લેવો જોઈએ.
૫ ઈન્દ્ર–પ્રભો, આત્માની અનુભૂતિનું સ્વરૂપ શું છે? તે કહો.
(અચ્યુતસ્વર્ગમાં બિરાજમાન મહાવીર પ્રભુનો જીવ જવાબ આપે છે–)
* અહો, અનુભૂતિની ગંભીરતા અદ્્ભુત છે. હવે દેવો સાંભળો!
આત્મસ્વભાવં પરભાવભિન્નં, આપૂર્ણમાદ્યંત વિમુક્ત એક;
વિલીન સંકલ્પ–વિકલ્પજાલં, પ્રકાશયન્, શુદ્ધનયોભ્યુદેતિ.
પરદ્રવ્યથી ને પરભાવથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે.
૫ ઈન્દ્રાણી–પ્રભો, આવું સમ્યગ્દર્શન ક્યારે પમાય?
* જીવને જ્યારે પોતાના સ્વરૂપની સાચેસાચી લગની લાગે છે, ને આત્મશાંતિની
ખરેખરી ધગશ જાગે છે ત્યારે, તે રાગાદિ અશાંત ભાવોને અને ચૈતન્યની
શાંતિને અત્યંત જુદા જાણે છે, ને ત્યારે તે સમ્યગ્દર્શન પામે છે.
૬. ઈન્દ્ર–પ્રભો, આવું સમ્યગ્દર્શન થતાં આત્મામાં શું થાય?
* અહો, ત્યારે તો આત્માનું આખું જીવન જ પલટી જાય. જાણે કે આત્મા મરેલામાંથી
જીવતો થયો હોય! –એમ અલૌકિક આનંદથી ભરેલો ચૈતન્યભાવ પ્રગટે છે...
તેની સાથે અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠે છે....એવી દશા એ જ આત્માનું
સાચું જીવન છે.
૬. ઈન્દ્રાણી પ્રભો! આપના શ્રીમુખથી સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા સાંભળીને અમને
ઘણો આનંદ થાય છે.
૭ ઈન્દ્ર–અહા, સમ્યગ્દર્શન એ જ સાચું આનંદકારી છે; એના જેવું ઉત્તમ જગતમાં બીજું
કોઈ નથી.
૭ ઈન્દ્રાણી–પ્રભો, શું આ સ્ત્રીપર્યાયમાં અમને પણ સમ્યગ્દર્શન થાય?

PDF/HTML Page 22 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૯ :
સૌધર્મ ઈન્દ્ર–હા, જરૂર થાય. જો આત્માની લગની હોય તો સ્ત્રીપર્યાયમાં કે સિંહ જેવી
પશુપર્યાયમાં પણ સમ્યગ્દર્શન થાય છે. આ પ્રભુનો આત્મા પણ આઠ ભવ
પહેલાંં સિંહપર્યાયમાં જ સમ્યગ્દર્શન પામ્યો હતો ને!
૮. ઈન્દ્ર–હા, અને એ સમ્યગ્દર્શનના પ્રતાપે, હવે અંતિમ અવતારમાં તેઓ જગતના
નાથ તીર્થંકર થશે....ને અનેક જીવોને ધર્મ પમાડશે.
૮. ઈન્દ્રાણી–એ વખતે એમના દિવ્ય શરીરનું રૂપ જગતમાં અજોડ હશે.
૯. ઈન્દ્ર–હા, પણ ખરી મહત્તા તો એમના આત્માની છે કે જે પોતાને દેહથી જુદો
અનુભવતા હશે.
૯. ઈન્દ્રાણી–ભગવાન માતાના પેટમાં હશે ત્યારે પણ તેમને સમ્યગ્દર્શન હશે.
૧૦ ઈન્દ્ર–માત્ર સમ્યગ્દર્શન નહીં, પણ સાથે અવધિજ્ઞાન પણ હશે!
૧૦ ઈન્દ્રાણી–ધન્ય તે પ્રિયંકારિણી ત્રિશલામાતા...કે જેમની ગોદમાં મોક્ષનું મોતી પાકશે.
૧૧ ઈન્દ્ર–ધન્ય તે સિદ્ધાર્થ મહારાજા, કે જેમના ઘરે તીર્થંકરનો અવતાર થશે.
૧૧ ઈન્દ્રાણી–એ મંગળ આત્માના પંચકલ્યાણક દેખીને, ચૈતન્યના મહિમાથી કેટલાય
જીવો સમ્યગ્દર્શન પામશે.
સૌધર્મ–અરે, એને ગોદમાં લઈને પારણે ઝુલાવનારી માતા પણ મોક્ષગામી હશે.
શચી–અને એ નાનકડા તીર્થંકરને તેડીને હું પણ ધન્ય બનીશ. તીર્થંકર ભગવાનનો તો
કોઈ અલૌકિક મહિમા છે; એને ઓળખતાં જીવ સમ્યગ્દર્શન પામે છે.
સૌધર્મ–હા; પણ દેહથી ભગવાનને ઓળખે તે ઓળખાણ સાચી નથી. ભગવાનના
આત્માને આત્મભાવથી ઓળખવા તે સાચી ઓળખાણ છે.
૧૨ ઈન્દ્ર–તીર્થંકર નામકર્મ બાંધનાર જીવ ત્રીજા ભવે જરૂર મોક્ષ પામે છે.
૧૨ ઈન્દ્રાણી–હા, એ સાચું; પણ જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાયું તે કાંઈ મોક્ષનું
કારણ નથી.
૧૩ ઈન્દ્ર–તો મોક્ષનું કારણ શું છે?
૧૩ ઈન્દ્રાણી–મોક્ષનું કારણ તો વીતરાગવિજ્ઞાન જ છે; રાગ તો બંધનું જ કારણ છે.

PDF/HTML Page 23 of 57
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧૪ ઈન્દ્ર–જ્યારે તીર્થંકરનો અવતાર થાય ત્યારે આખા જગતમાં આનંદ ફેલાય છે.
૧૪ ઈન્દ્રાણી–અરે, નરકના જીવને પણ સાતા થાય છે ને કેટલાય જીવો સમ્યગ્દર્શન પામે છે.
૧૫ ઈન્દ્ર–જગતમાં જ્યારે લાખો જીવો ધર્મ પામવાની તૈયારીવાળા હોય, ને ધર્મકાળ
વર્તવાનો હોય ત્યારે તીર્થંકરનો અવતાર થાય છે.
૧૫ ઈન્દ્રાણી–અહો, એવો ધન્ય અવસર તો જીવનમાં ક્્યારેક જ આવે છે.
૧૬. ઈન્દ્ર–ભરતક્ષેત્રમાં તો અસંખ્યવર્ષોમાં માત્ર ૨૪ વખત જ એવી ધન્યપળ આવે છે
કે જ્યારે તીર્થંકરનો અવતાર થાય છે.
૧૬ ઈન્દ્રાણી–પણ વિદેહક્ષેત્રમાં તો એટલા વખતમાં અસંખ્ય તીર્થંકરો અવતરે છે.
સૌધર્મ–અહા, તીર્થંકરોનું જીવન એ કોઈ અદ્ભુત જીવન છે. ચૈતન્યના આરાધક જીવોના
જીવનની શી વાત? એ તો અદ્ભુત હોય જ ને!
શચી–એ તીર્થંકરોને તો ધન્ય છે, ને એમના પરિવારને પણ ધન્ય છે.
સૌધર્મ–આપણે બધા પણ તીર્થંકર ભગવાનના પરિવારના જ છીએ. ચાલો, આપણે સૌ
મહાવીર તીર્થંકરના ગર્ભકલ્યાણકનો ઉત્સવ કરવા મધ્યલોકમાં જઈએ...કુબેરજી!
કુબેર–જી મહારાજ!
સૌધર્મ–તમે ભરતક્ષેત્રના વૈશાલી કુંડગ્રામમાં જાઓ, તેની અદ્ભુત શોભા કરો અને
સિદ્ધાર્થ રાજાના મહેલમાં પંદર માસ સુધી રત્નોની વર્ષા કરો.
કુબેર–જેવી આજ્ઞા મહારાજ! અહો, જગતના નાથ તીર્થંકર દેવની સેવા કરવાનું મહાન
ભાગ્ય મને મળ્‌યું. આ દેવલોકની સમસ્ત વિભૂતિ વડે પણ જેમના એક ગુણનોય
પૂરો મહિમા ન કરી શકાય એવા ભગવાનની સેવાનો ધન્ય અવસર તો
મોક્ષગામી જીવને જ મળે છે.
કુબેરાણી–સાચું જ છે. તીર્થંકરની સેવાથી અમારી આ દેવીપર્યાય પણ ધન્ય બની ગઈ.
ચાલો, જલ્દી મધ્યલોકમાં જઈએ ને તીર્થંકરના માતા–પિતાનું સન્માન કરીએ.
(મહાવીર ભગવાનકી જય હો.)

PDF/HTML Page 24 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૧ :
સિદ્ધાર્થ મહારાજાની રાજસભામાં
ભેદજ્ઞાનની સરસ ચર્ચા
સોનગઢમાં પરમાગમ–મંદિર પંચકલ્યાણક–પ્રતિષ્ઠા
મહોત્સવમાં કલ્યાણકની શરૂઆતમાં (ફાગણ સુદ સાતમે)
સિદ્ધાર્થ મહારાજાની રાજસભાનું દ્રશ્ય થયું હતું, તેમાં જે
તત્ત્વચર્ચા થઈ તે વાંચીને આપને પણ આનંદ થશે.
સિદ્ધાર્થ રાજા:–અહા, આજની આ રાજસભા કોઈ અદ્ભુત લાગે છે. આજે તો અંતરમાં
કોઈ એવી પ્રસન્નતા અનુભવાય છે કે જાણે રત્નત્રયધર્મના અંકરા ફૂટી રહ્યા
હોય! અહા, જાણે આકાશમાંથી કોઈ કલ્પવૃક્ષ ઊતરીને મારા આંગણે આવી રહ્યું
હોય!
૧. સભાજન:–મહારાજ! આપની વાત સાંભળીને અમને પણ ઘણી પ્રસન્નતા થાય છે.
ને આપને પ્રાર્થના કરીએ છીએ કે આજે રાજસભામાં બીજા બધા કાર્યો મુલતવી
રાખીને આપના શ્રીમુખે ધર્મની ચર્ચા જ સાંભળીએ.
સિદ્ધાર્થ: – વાહ, ધર્મચર્ચાથી ઉત્તમ બીજું શું હોય? ખુશીથી આજે સૌ ધર્મચર્ચા કરો.
૨ સભાજન:–મહારાજ! આ સંસારમાં આવા વિચિત્ર મહોત્સવ પ્રસંગે પણ જ્ઞાની
રાગથી અલિપ્ત કેમ રહી શકતા હશે!
સિદ્ધાર્થ–ગમે તેવા વિચિત્ર પ્રસંગ વખતે પણ ‘હું ચૈતન્યભાવ છું’ એવી સ્વતત્ત્વની બુદ્ધિ
ધર્મીને વર્તે જ છે, ને તે જ્ઞાનમાં બીજા કોઈ અંશને ભેળવતા નથી. માટે જ્ઞાનીનું
જ્ઞાન સર્વદા અલિપ્ત રહે છે.
૩ સભાજન:–હે સ્વામી! સાધર્મીજનોની આવી સભા દેખીને આનંદ થાય છે. મુમુક્ષુને
સાધર્મીવાત્સલ્ય કેવું હોય, તે કહો!
સિદ્ધાર્થ:–અહા, જેના દેવ એક, જેના ગુરુ એક, જેનો સિદ્ધાંત એક અને જેનો

PDF/HTML Page 25 of 57
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ધર્મ એક, એવા સાધર્મીઓને સંસારના કોઈ મતભેદ આડા આવતા નથી; તેથી
સાધર્મીને દેખીને તેને અંતરમાં પ્રસન્નતા થાય છે; તેની સાથે ધર્મચર્ચા, તેનું
અનેક પ્રકારે આદર–સન્માન, વાત્સલ્ય કરીને ધર્મનો ઉત્સાહ વધારે છે. તેને
સાધર્મી પ્રત્યેનો ધર્મપ્રેમ ઉલ્લસી જાય છે. જગતમાં મોટામોટા હજારો મિત્રો
મળવા સહેલા છે, પણ સાચા સાધર્મીનો સંગ મળવો બહુ મોંઘો છે.
૪. સભાજન:–અહા, સાધર્મી પ્રેમની આવી સરસ વાત આપના શ્રીમુખથી સાંભળીને
અમને ઘણી પ્રસન્નતા થાય છે.
૫. સભાજન:–મહારાજ! આવો સત્ય દિગંબર જૈનધર્મ આપણને મહાભાગ્યે મલ્યો છે,
ને અત્યારે તો ચોથોકાળ વર્તી રહ્યો છે. અત્યારે તેવીસમા તીર્થંકર ભગવાન
પાર્શ્વનાથનું શાસન ચાલે છે. તો હવે ચોવીસમા તીર્થંકરનો અવતાર ક્યારે થશે?
સિદ્ધાર્થ:–અત્યારે ચારે બાજુથી જે ઉત્તમ ચિહ્નો પ્રગટી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે
હવે તુરતમાં જ ચોવીસમા તીર્થંકરનો અવતાર થશે, એટલું જ નહિ...પણ, મારા
અંતરમાં ધર્મભાવનાનું જે મહાન આંદોલન ચાલી રહ્યું છે તે ઉપરથી એમ લાગે
છે કે જાણે તીર્થંકર ભગવાન મારા આંગણે જ પધાર્યા હોય!
૬ સભાજન:–અહો મહારાજ! આપ મહા ભાગ્યવાન છો...આપ ચરમશરીરી છો, ને
આપના કુળમાં ચરમશરીરી તીર્થંકર અવતરશે. આપણી વૈશાલીનગરી ધન્ય
થશે.
૭ સભાજન:–માત્ર વૈશાલી નહિ, આપણે બધા ધન્ય બનશું. નાનકડા તીર્થંકરને નજરે
નીહાળશું, ને એના દર્શનથી ઘણાય જીવો સમ્યગ્દર્શન પામીને સંસારથી તરી
જશે.
૮ સભાજન–અહા, એક નાનકડા બાળકની અંદર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, અવધિજ્ઞાન
અને અતીન્દ્રિય આનંદ હોય...એ એક આશ્ચર્યની વાત છે.
૯ સભાજન:–એ આશ્ચર્યની વાત હોવા છતાં સત્ય છે. અને થોડા વખતમાં આપણે
જ્યારે નાનકડા મહાવીરકુંવરને ત્રિશલામાતાની ગોદમાં ખેલતા નજરે જોઈશું
ત્યારે આપણું આશ્ચર્ય મટી જશે, ને આત્માની કોઈ અદ્ભુત અલૌકિક તાકાત
કેવી છે તેનો આપણને સાક્ષાત્કાર થશે.
૧૦ સભાજન:–મહારાજ, ઘણા જીવો મોક્ષમાં ગયા છે, ને ઘણા જીવો મોક્ષમાં જશે, તે
બધા કેવી રીતે જશે?

PDF/HTML Page 26 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૩ :
સિદ્ધાર્થ:–સાંભળો, જૈનસિદ્ધાંતનો ત્રણેકાળનો નિયમ છે કે –
ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા યે કિલ કેચન,
અસ્યેવ–અભાવતો બદ્ધા, બદ્ધા યે કિલ કેચન.
ભેદજ્ઞાનની ભાવના તે જ મુક્તિનો ઉપાય છે.
૧૧ સભાજન:– આવું ભેદજ્ઞાન કઈ રીતે થાય?
સિદ્ધાર્થ:–તમે બહુ સારો પ્રશ્ન પૂછયો. ભેદજ્ઞાન માટે પહેલાંં આત્માની લગની લાગવી
જોઈએ, એવી લગની લાગે કે આત્માના કાર્ય સિવાય જગતનું બીજું કોઈ કાર્ય
સુખરૂપ ન લાગે. જ્ઞાની પાસેથી ચૈતન્યતત્ત્વ સાંભળીને તેનો અપૂર્વ મહિમા
આવે કે અહા, આવું અચિંત્ય ગંભીર મારું તત્ત્વ છે. –એમ અંતરના તત્ત્વનો
પરમ મહિમા ભાસતાં પરિણતિ સંસારથી હટીને ચૈતન્ય સન્મુખ થાય છે, ને
શાંતિના ઊંડાઊંડા ગંભીર સમુદ્રને અનુભવીને રાગાદિથી છૂટી પડી જાય છે.
આવું ભેદજ્ઞાન થતાં જીવના અંતરમાં મોક્ષમાર્ગ ખુલ્લી જાય છે. માટે ભેદજ્ઞાનની
નિરંતર ભાવના કરવી જોઈએ–
ભાવયેત્ ભેદવિજ્ઞાનં ઈદમ્ અચ્છિન્નધારયા;
તાવત્ યાવત્ પરાત્ ચ્યુત્વા, જ્ઞાનં જ્ઞાને પ્રતિષ્ઠતે.
૧૨ સભાજન:–દેવ! આવું ભેદજ્ઞાન સંસારના બધા જીવો કેમ નહીં પામતા હોય?
૧૩ સભાજન: – સાંભળો, જગતની સ્થિતિ એવી છે કે–
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે ગ્રહણ કર તું નિયત આ, જો કર્મ–મોક્ષેચ્છા તને.
૧૪ સભાજન: ખરું છે, ચૈતન્યતત્ત્વ બહુ ગંભીર છે. લોકો તો એ પામે કે ન પામે,
આપણે જગતની ચિંતા છોડીને, પોતે પોતાનું હિત થાય તેમ કરી લેવાનું છે.
૧૫ સભાજન:–બરાબર છે; આ જગત તો વિચિત્ર છે; જગતનું જોવા રોકાઈએ તો
આત્માનું ચુકી જવાય તેવું છે. તીર્થંકરો જગતનું જોવા રોકાયા નહિ, તેઓ તો
અંતરના ચૈતન્યને સાધીને પોતાના માર્ગે મોક્ષમાં ચાલ્યા ગયા.

PDF/HTML Page 27 of 57
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧૬ સભાજન–અહા, આજે ભેદજ્ઞાનની સરસ ચર્ચા થઈ. આજનો દિવ્ય પ્રકાશ એવો
લાગે છે કે જાણે કોઈ તીર્થંકરનું આપણી નગરીમાં આગમન થઈ રહ્યું હોય!
ત્રિશલામાતા:–મને પણ આજની ચર્ચામાં તીર્થંકરનો મહિમા સાંભળીને બહુ જ આનંદ
થયો. મારું અંતર પણ કોઈ અનેરી પ્રસન્નતા અનુભવી રહ્યું છે. આકાશમાંથી
જાણે આનંદનો વરસાદ વરસી રહ્યો હોય એવું લાગે છે.
(રાણીઓ પણ તત્ત્વચર્ચામાં આનંદથી ભાગ લેતાં કહે છે–)
૧. અહો, રાજમાતા! આપનો પુણ્યપ્રભાવ કોઈ અજોડ છે.
૨. આપના આત્મિકભાવોમાં પણ કોઈ અનેરૂં પરિવર્તન થઈ રહ્યું છે.
૩. માતા, આપના સાન્નિધ્યથી અમને પણ ઉત્તમ ભાવનાઓ જાગે છે.
૪. માતા, જગતમાં માતાઓ તો અનેક છે; પણ આ ભરતક્ષેત્રમાં તીર્થંકરની માતા
તો તું એક જ છો.
૫. ભગવાન જેની કુંખે આવે તે માતા પણ મોક્ષગામી જ હોય
૬. અહો, સ્ત્રીપર્યાયમાં પણ આત્માની સાધના થઈ શકે છે.
૭. અરે, પંચમકાળની સ્ત્રીઓ પણ આત્મસાધના કરશે, તો આ ચોથા કાળમાં
આપણે કેમ ન કરીએ!
૮. જ્યારે આત્માને સાધીએ ત્યારે ધર્મકાળ છે.
૯. તેવીસ તીર્થંકરો તો થઈ ગયા. હવે ૨૪ મા તીર્થંકરનો અવતાર થશે.
૧૦. અને તીર્થંકરપ્રભુના શાસનમાં લાખો જીવો આત્માનું કલ્યાણ કરશે.
૧૧. તીર્થંકરના શાસનમાં ગણધરો પાકશે ને હજારો મુનિઓ પણ પાકશે.
૧૨. આત્માને જાણનારા લાખો શ્રાવકો ને શ્રાવિકાઓ પણ પાકશે.
૧૩. પંચમકાળમાં પણ જૈનધર્મની ધારા અખંડપણે ચાલ્યા કરશે.
૧૪. અહો; તીર્થંકરના અવતારથી આપણું વૈશાલી રાજ્ય ધન્ય બનશે.
(દિવ્યવાજાં વાગે છે...રત્નોની વૃષ્ટિ થાય છે)
૧૫. અહો; આ દિવ્ય વાજાં શેનાં સંભળાય છે; ને આ રત્નવૃષ્ટિ ક્્યાંથી થાય છે?

PDF/HTML Page 28 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૫ :
૧૬ અહા, જુઓ જુઓ, સ્વર્ગમાંથી કુબેર આવી રહ્યા છે; સાથે ૫૬ કુમારિદેવીઓ પણ
છે.
(કુબેર આવીને નમસ્કાર કરીને કહે છે–)
કુબેર: –અહો સિદ્ધાર્થ મહારાજ! આપ ધન્ય છો, અહો ત્રિશલામાતા! આપ ધન્ય છો. છ
માસ પછી ૨૪ મા તીર્થંકર આપની કુંખે અવતરશે. તેથી ઈન્દ્રમહારાજે મને આ
ભેટ લઈને આપની સેવામાં મોકલ્યો છે. હે જગતપિતા! હે જગતમાતા! તીર્થંકર
પરમાત્મા જેના આંગણે પધારે એના મહિમાની શી વાત?
કુબેરાણી: –હે માતા! ભગવાનના પધારવાથી આપનો દેહ તો પવિત્ર થયો ને આપનો
આત્મા પણ સમ્યક્ત્વાદિથી શોભી ઊઠશે. અમે સ્વર્ગના દેવો આપનું સન્માન
કરીએ છીએ. દિગ્કુમારી દેવીઓ પણ માતાની સેવા કરવા આવી છે.
દેવીઓ દ્વારા માતાની સ્તુતિ–
ધન્ય ધન્ય છો હે માતા! તું જિનેશ્વરકી માતા,
નંદન તારા જયવંત છે ત્રણલોકમાં.
જે પુત્ર તારો થાશે, તે મુનિ થઈ વિચરશે,
કેવળ પામી, એ ભવ્યજીવોને તારશે.
તારા ઉરમાં રત્ન બિરાજે, શ્રી તીર્થંકરપ્રભુ રાજે,
મોક્ષગામી! માતાજી જયવંત લોકમાં.
તારો પુત્ર મોટો થાશે, એ પરમાત્મા બની જાશે,
જેને દેખી, સમકિત જીવો પામશે.

PDF/HTML Page 29 of 57
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
ઈન્દ્રસભા (૨)
(સોનગઢમાં પરમાગમમંદિર પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે (ગર્ભકલ્યાણક) પ્રસંગે
ઈન્દ્રસભામાં થયેલ ચર્ચા: ફાગણ સુદ ૮ સવારે)
(ઈન્દ્ર ૧)–દેવો! જગતમાં સારભૂત વસ્તુ વીતરાગ–વિજ્ઞાન જ છે. એવા વીતરાગ
વિજ્ઞાનનો જગતને સંદેશ દેવા માટે જ તીર્થંકરોનો અવતાર છે.
(ઈન્દ્રાણી ૧)–હા! હવે ભરતક્ષેત્રમાં ૨૪ મા તીર્થંકર અવતરશે, ને જગતને મોક્ષનો
સંદેશ આપશે.
(ઈન્દ્ર ૨)–આપણું આ ઈન્દ્રપદ પણ ખરેખર સારભૂત નથી; આત્માનું અતીન્દ્રિય સુખ
જ સારભૂત છે.
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ, ઉપયોગ–આત્મક જીવ છે.
(ઈન્દ્ર ૩)–અહા, ચૈતન્યની અનુભૂતિ પાસે તો શુભરાગ પણ અસાર અને દુઃખરૂપ
લાગે છે.
(ઈન્દ્રાણી ૩)–તદ્ન સત્ય છે. આપણને જે ચૈતન્યસુખનો સ્વાદ આવે છે એવો સ્વાદ
આ ઈન્દ્રપદના વૈભવમાં કદી નથી આવતો.
(ઈન્દ્ર ૪)–અરે, તીર્થંકરપ્રકૃતિ પણ જ્યાં સારભૂત નથી ત્યાં બીજાની તો શી વાત!
(ઈન્દ્રાણી ૪)–જો તીર્થંકરપ્રકૃતિ પણ સારભૂત નથી, તો તીર્થંકરનો આટલો બધો
મહિમા કેમ કરીએ છીએ?
(ઈન્દ્ર ૫)–સાંભળો, તીર્થંકરો આપણને વીતરાગરત્નત્રયનો ઉપદેશ આપીને,
ભવસમુદ્રથી તારે છે, તેથી જ તેમનો મહિમા કરીએ છીએ.
(ઈન્દ્રાણી ૫) તદ્ન સત્ય છે; આપણે રાગને માટે તીર્થંકરને નથી માનતા; આપણે તો
વીતરાગભાવ માટે જ તીર્થંકરને માનીએ છીએ.

PDF/HTML Page 30 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૭ :
(ઈન્દ્ર ૬)–ખરેખર, વીતરાગભાવ તે જ તીર્થંકરોનો માર્ગ છે. ને વીતરાગભાવ વડે જ
તીર્થંકરદેવ ઓળખાય છે.
(ઈન્દ્રાણી ૬)–અહા, ધન્ય છે તે જીવન! કે જેમાં વીતરાગરસનો સ્વાદ ચાખીએ.
(ઈન્દ્ર ૭)–મહાવીર તીર્થંકર અત્યારે ત્રિશલા માતાના પેટમાં બેઠાબેઠા પણ ચૈતન્ય–
રસનો સ્વાદ લઈ જ રહ્યા છે.
(ઈન્દ્રાણી ૭)–અહો, એ તો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને ચૈતન્યસ્વાદનું
વેદન સદાય હોય છે.
(ઈન્દ્ર ૮)–અહો! રાગ વખતેય ધર્મીજીવને ચૈતન્યસ્વાદનું વેદન વર્તતું હોય–એ
આશ્ચર્યકારી વાત તો જ્ઞાની જ સમજે છે.
(ઈન્દ્રાણી ૮)–જ્ઞાનીને ચૈતન્યની શાંતિ અને રાગની આકુળતા બંને એક સાથે હોય છે,
–પણ જ્ઞાની તેને એકબીજામાં જરાય ભેળવતા નથી. બંને ધારા જુદી જ રહે છે;
તેનું રહસ્ય જ્ઞાની જ સમજે છે.
(ઈન્દ્ર ૯)–મહાવીરતીર્થંકરનો આત્મા અત્યારે એવી મિશ્રધારારૂપે પરિણમી રહ્યો છે.
તેમાંથી જ્ઞાનધારા અને રાગધારા બંનેને જુદી ઓળખવી તે જ ભગવાનની
સાચી ઓળખાણ છે.
(ઈન્દ્રાણી ૯)–તીર્થંકરની આવી ઓળખાણથી તેમના જે પંચકલ્યાણક મહોત્સવ ઉજવાય
છે તે અદ્ભુત આનંદકારી હોય છે.
(ઈન્દ્ર ૧૦)–અહો, તીર્થંકર! જેમનું નામ સાંભળતાં પણ હર્ષ થાય છે, તેમના સાક્ષાત્
દર્શનની શી વાત!
(ઈન્દ્રાણી ૧૦)–આજે મહાવીર તીર્થંકર ત્રિશલામાતાની કુંખે પધાર્યા છે; આપણે તેમના
કલ્યાણક ઉજવીને ધન્ય બનશું.
તે ગામ–પૂરને ધન્ય છે તે માત–કુળ જ વંદ્ય છે.
(ઈન્દ્ર ૧૨)–અહો, જિનેન્દ્ર ભગવાનનો અવતાર થતાં જગતમાં અજવાળા થાય

PDF/HTML Page 31 of 57
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
છે, ને નારકીના જીવો પણ સુખ પામે છે. દેવો પ્રભુની સેવા કરવા માટે મધ્યલોકમાં જાય છે.
(ઈન્દ્રાણી ૧૨)–મનુષ્યલોકમાં કોઈવાર એકસાથે એકસોસીંતેર તીર્થંકરો અરિહંતપદે
વિચરતા હોય છે.
(ઈન્દ્ર ૧૩)–વિદેહક્ષેત્રમાં અત્યારે વીસ તીર્થંકરભગવંતો વિચરે છે; ભરતક્ષેત્રમાં
અત્યારે કોઈ તીર્થંકર નથી, પણ સવા નવ માસ પછી ચોવીસમા તીર્થંકરનો
અવતાર થશે.
(ઈન્દ્રાણી ૧૩)–તીર્થંકરનું દ્રવ્ય ત્રિકાળ મંગળ છે. શુદ્ધનયથી જોનાર પોતાના આત્માને
પણ મંગળરૂપ દેખે છે.
(ઈન્દ્ર ૧૪)–ભરતક્ષેત્રમાં અત્યારે ‘ભાવતીર્થંકર’ નથી પણ ‘દ્રવ્યતીર્થંકર’ તો બિરાજી
રહ્યા છે. એવા દ્રવ્યતીર્થંકર અત્યારે ત્રિશલામાતાના પેટમાં બિરાજી રહ્યા છે.
(ઈન્દ્રાણી ૧૪)–અહો, દ્રવ્યતીર્થંકરનો પણ આટલો મહિમા! તો ભાવતીર્થંકરના
મહિમાની શી વાત!
(ઈન્દ્ર ૧૫)–ભાવતીર્થંકરને ઓળખતાં તો સમ્યગ્દર્શન થાય છે. કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
(ઈન્દ્રાણી ૧૫)–સવા નવમાસ પછી મહાવીર તીર્થંકરનો અવતાર થશે અને તેમનું
શાસન ભરતક્ષેત્રમાં એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે.
(ઈન્દ્ર ૧૬)–અહો, આજની ઘડી ધન્ય છે કે ચોવીસમાં તીર્થંકરના ગર્ભકલ્યાણકનો
અવસર આવ્યો છે.
(ઈન્દ્રાણી ૧૬)–ભગવાનના કલ્યાણક દેખીને આત્માનું કલ્યાણ થશે; એથી તો તેને
કલ્યાણક કહેવાય છે.
(કુબેર)–ભગવાનનો જીવ આજે જ અહીંથી દેવપર્યાય છોડીને તીર્થંકરપર્યાયમાં
અવતર્યો છે. ચાલો, સૌ આનંદથી તેમનો ઉત્સવ કરવા જઈએ.
(કુબેરાણી)–હા દેવ! અમે દેવીઓ પણ આપની સાથે જ આવશું ને ત્રિશલામાતાની
સેવા કરશું.
હા, સૌ ખુશીથી ચાલો.

PDF/HTML Page 32 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૨૯ :
ઈન્દ્રસભામાં તીર્થંકરનો જન્મોત્સવ
સોનગઢમાં પરમાગમ–મંદિર પંચકલ્યાણક પ્રતિષ્ઠા–
મહોત્સવમાં મહાવીરપ્રભુનો જન્મકલ્યાણક ફાગણ સુદ ૯
ના રોજ થયો હતો. તે આનંદપ્રસંગે ઈન્દ્રસભામાં કેવી ચર્ચા
થઈ હતી તે આપ અહીં વાંચશો.
મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભુભૃતામ્
જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વન્દે તદ્ગુણલબ્ધયે.
ઈન્દ્ર–૧:–અહો દેવો! જૈનધર્મ પામીને આપણે ધન્ય બન્યા. આ એક ઈન્દ્રપર્યાયમાં જ
આપણે અસંખ્ય તીર્થંકરભગવંતોના કલ્યાણક ઉજવ્યા. અને તીર્થંકરદેવના
શાસનના પ્રતાપે અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શન પામીને આ ભવચક્રથી
આપણે છૂટ્યા.
મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વ જીવે.
(નિયમસાર ગાથા ૮૯)
અત્યારે એવા અપૂર્વ સમ્યક્ત્વાદિની ભાવના ભાવીને ભવચક્રના નાશનો આ
અવસર છે. માટે જૈન શાસન કહે છે કે હે જીવો! તમે આત્માનો પ્રેમ કરો.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે.
(સમયસાર ૨૦૬)
દેવો! જિનશાસનમાં ભગવાને રાગ–દ્વેષ–મોહ વગરના શુદ્ધપરિણામને ધર્મ
કહ્યો છે; ને વ્રત–પૂજાદિના શુભરાગને પુણ્ય કહ્યું છે. માટે તમે શુદ્ધ ભાવરૂપ
ધર્મને સાધીને દેવપર્યાયને સફળ કરો.

PDF/HTML Page 33 of 57
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧ ઈન્દ્રાણી:–હા દેવ! આપની વાત સત્ય છે. અમારું આયુષ્ય ઓછું છે તોપણ કેટલાય
તીર્થંકરભગવંતોને ગોદમાં તેડવાનું મહાન ભાગ્ય અમને મળે છે. બાલતીર્થંકરના
સ્પર્શથી અમારી સ્ત્રીપર્યાય પણ ધન્ય બની, ને અમને આત્માના શુદ્ધભાવની
પ્રેરણા જાગી છે.
૨ ઈન્દ્રાણી:–હે મહારાજ! આપણે ભગવાનના કલ્યાણક ઉજવીએ છીએ; તો કલ્યાણક
એટલે શું?
૨ ઈન્દ્ર:–હે દેવી! આત્માના કલ્યાણમાં જે નિમિત્ત થાય તેનું નામ કલ્યાણક છે. એટલે
સમ્યક્ રત્નત્રય તે પરમાર્થ કલ્યાણક છે; અને તીર્થંકરભગવાનના પંચકલ્યાણક
અનેક જીવોના કલ્યાણનું નિમિત્ત થાય છે.
૩. હે સ્વામી! ભગવાનના કલ્યાણક આપણા કલ્યાણનું નિમિત્ત કઈ રીતે થાય?
૩. હે દેવી! તીર્થંકરના કલ્યાણકનાં અદ્ભુત દ્રશ્યો દેખતાં કોઈ ભવ્ય જીવોને
ચૈતન્યના અપાર મહિમાની સ્ફૂરણા જાગે છે, ને તેનું કલ્યાણ થાય છે.
૪. બરાબર છે દેવ! તેવીસમા તીર્થંકરના મોક્ષકલ્યાણકને દેખીને જ મને દેહ અને
આત્માની ભિન્નતાનું લક્ષ થયું અને અતીન્દ્રિય આનંદની પ્રતીતિ થઈ.
૪. અહા, આત્માના અતીન્દ્રિય આનંદની પ્રતીત થતાં જીવની પરિણતિ આખા
સંસારથી પાછી હટી જાય છે, ને તે પોતાના અંતરમાં સુખસમુદ્રને દેખે છે.
૫. અહા, એ સુખ ખરેખર અદ્ભુત છે! શરીર અને વિષયો વગરનું હોવા છતાં
આત્માનું એ સુખ જગતમાં સૌથી ઊંચું છે.
૫. અરે, વીતરાગી સંતો પણ એ સુખને ચાહે છે–
સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાન મહીં,
પ્રશાંત અનંત સુધામય જે,
પ્રણમું પદ તે વર તે જય તે
મંગલ ઘંટનાદ– વાજાં – પ્રકાશ
સૌધર્મ ઈન્દ્ર–અરે....અરે! મારું આ ઈન્દ્રાસન આજ એકાએક કેમ ડોલી રહ્યું છે? મારા
સિંહાસનને કંપાવનાર આ જગતમાં કોણ છે? અરે, આ મધુર ઘંટનાદ એની

PDF/HTML Page 34 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
મેળે કેમ વાગી રહ્યા છે? આ દૈવી વાજાં કેમ વાગી રહ્યા છે? ચારેકોર આ
દિવ્યપ્રકાશનો ઝગઝગાટ કેમ પ્રસરી રહ્યો છે? ત્રણલોકનું વાતાવરણ આટલું
બધું હર્ષમય કેમ બની રહ્યું છે? જરૂર કોઈક આશ્ચર્યકારી ઘટના બની છે.
(અવધિજ્ઞાનથી જાણીને–પછી–ઊભા થઈને બોલે છે.)
અહો, આનંદ.....આનંદ....આનંદ!
દેવો સાંભળો! મધ્યલોકમાં ભરતક્ષેત્રની વૈશાલીનગરીમાં ત્રિશલાદેવી માતાની
કુંખે ચોવીસમા તીર્થંકરનો અવતાર થઈ ચુક્યો છે.
(સૌધર્મઈન્દ્ર સહિત બધા દેવ–દેવીઓ નીચે ઊતરી નમસ્કાર કરે છે.)
(બધા દેવો:–ધન્ય હો...ધન્ય હો...ધન્ય હો! બોલિયે મહાવીર ભગવાનકી જય હો.
૬. દેવી:–અહો ધન્ય અવતાર! મધ્યલોકમાં તીર્થંકરનો અવતાર થતાં ઊર્ધ્વલોકનું
આપણું આ સ્વર્ગ પણ ઉજ્જવળ બન્યું.
૬. દેવ:–અરે, નરકના જીવોને પણ બેઘડી સાતા થઈ હશે, ને તીર્થંકરનો મહિમા જાણીને
ઘણાય જીવો સમ્યક્ત્વ પામી ગયા હશે.
૭. દેવી:–અહા, જે આત્માનો પુણ્યવૈભવ પણ આવો અદ્ભુત, તેમના આત્મવૈભવની તો
શી વાત?
૭. દેવ:–અહા, એમના આત્મવૈભવનો મહિમા સમજતાં આપણને આપણા આત્માનો
સ્વભાવ પણ સમજાઈ જાય છે.
૮. દેવી:–એ જ આપણા જૈનશાસનની ખૂબી છે કે કોઈ પણ તત્ત્વનો સાચો નિર્ણય
કરતાં આત્મા સ્વસન્મુખ થાય છે, ને વીતરાગતા થાય છે.
૮. દેવ:–તેથી જ સર્વે શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. વીતરાગતાનો ઉપદેશ તે જ
ઈષ્ટ ઉપદેશ છે.
૯. દેવી:–અરે, અરિહંતદેવ પ્રત્યેનો શુભરાગ પણ જ્યાં સંસારનું જ કારણ છે ત્યાં બીજા
રાગની તો શી વાત ? ખરેખર વીતરાગતામાં જ મહાન આનંદ છે.
૯ દેવ:–પરમાગમનું પણ એ જ ફરમાન છે–
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગી થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.

PDF/HTML Page 35 of 57
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
૧૦ દેવી:–અહો, બલિહારી છે તીર્થંકરોની, કે જેમણે પોતે આવો વીતરાગમાર્ગ સાધ્યો
અને જગતને પણ બતાવ્યો.
૧૦ દેવ:–અહા, કેવો સુંદર માર્ગ છે. મનુષ્ય થઈને આનંદથી આવા માર્ગને સાધતાં
સાધતાં મોક્ષમાં જઈશું.
૧૧ દેવી:–અરેરે, આવા સુંદર માર્ગને પણ જગતના અજ્ઞાની જીવો નિંદે છે. અરે, આવો
માર્ગ સાંભળવાની પણ ના પાડે છે!
૧૨. દેવ:–ભગવાનના આવા સુંદર માર્ગને પણ કોઈ નિંદે તો નિંદો, પણ મુમુક્ષુજીવો
જિનમાર્ગની ભક્તિ કદી છોડતા નથી, સાચા માર્ગથી કદી ડગતા નથી.
૧૨. દેવી:– અહા, આવા સુંદર વીતરાગમાર્ગને પ્રસિદ્ધ કરવા માટે જ તીર્થંકરોનો
અવતાર છે. માટે આપણે ભક્તિથી આવા માર્ગને સાધીને આત્મહિત કરવું.
૧૨ દેવ:–જિનેન્દ્ર ભગવાનનો માર્ગ પરમ સુંદર છે –
પણ કોઈ સુંદર માર્ગની ઈર્ષા કરે નિંદા વડે;
તેનાં સુણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે.
૧૩ દેવી:–અહા, આજ તો મહાવીર તીર્થંકરના અવતારનો મંગલ દિવસ છે. ભગવાનના
કલ્યાણક એટલે આત્માનું કલ્યાણ કરવાનો અવસર!
૧૩ દેવ:–અહા, ધન્ય છે પ્રભો! આપનો અવતાર ધન્ય છે. જગતને વીતરાગવિજ્ઞાનનો
મહાન સંદેશ આપવા આપ અવતર્યા છો.
૧૪ દેવી:–ખરેખર વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ એ જ ભગવાનની સાચી ભક્તિ છે.
૧૪ દેવ:–ધર્માત્માઓ ભેદજ્ઞાનવડે સદાય એવી ભક્તિ કરી રહ્યા છે.
૧૫ દેવી:–બરાબર છે; આજે મહાવીરપ્રભુ જન્મ્યા તેમને પણ આવું ભેદજ્ઞાન વર્તી જ
રહ્યું છે.
૧૫ દેવ:–અહા, ભગવાન તો હજી એક દિવસના બાળક છે, છતાં તે પણ પોતાના
ચૈતન્યસ્વભાવને ઉપાસી રહ્યા છે.
૧૬ દેવી:–એવા ભેદવિજ્ઞાન–ભગવાનનો જન્મોત્સવ કરવાનો આજે અવસર આવ્યો છે.
૧૬ દેવ:–વાહ રે વાહ! ભગવાનને ઓળખીને ભવથી તરવાનો આ મહાન અવસર છે.

PDF/HTML Page 36 of 57
single page version

background image
: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૩ :
સૌધર્મઈન્દ્ર:–અહો, તીર્થંકરપ્રભુના જન્મનો મહોત્સવ સ્વર્ગમાં આપણે આનંદથી ઉજવીએ
છીએ. દેવીઓ, તમે આનંદ–મંગળનાં ગીત ગાઓ. કુબેર! તમે દેવોની સેના
તૈયાર કરો; ઐરાવત હાથી તૈયાર કરો; આપણે ભરતક્ષેત્રમાં ચોવીસમા
તીર્થંકરનો જન્માભિષેક કરવા જઈએ.
કુબેર:–જેવી આજ્ઞા મહારાજ! મારા ધન ભાગ્ય છે કે તીર્થંકર ભગવાનની સેવા કરવાનું
મહા ભાગ્ય મને વારંવાર મળે છે.
કુબેરાણી:–અહો, ભગવાનનો જન્માભિષેક જોતાં, આત્મામાં જાણે આનંદનો અભિષેક
કરતા હોઈએ એવો આનંદ થાય છે.
કુબેર:–મહારાજ! ઐરાવત હાથી તૈયાર છે. ચાલો, આપણે શીઘ્ર મધ્યલોકમાં જઈએ, ને
પ્રભુના દર્શન કરીને પાવન થઈએ.
સૌધર્મ:–હા ચાલો, બધા દેવો ચાલો.
××××××××××××
પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢથી ચૈત્ર સુદ એકમે રાજકોટ પધાર્યા હતા,
ને ચૈત્ર સુદ પુનમ સુધી ત્યાં બિરાજ્યા હતા. ચૈત્ર સુદ પુનમે રાજકોટથી મુંબઈ પધાર્યા
છે, ને હાલ મુંબઈમાં બિરાજી રહ્યા છે. વૈશાખ સુદ બીજે ૮૫ મી જન્મજયંતિ મુંબઈમાં
ઊજવાશે. મુંબઈનું તારનું સરનામું
DIGJAINMUMBombay છે. જન્મજયંતિ
બાદ બીજે દિવસે (વૈશાખ સુદ ત્રીજ તા. ૨૫ ના રોજ) ગુરુદેવ મુંબઈથી ભાવનગર
થઈને સોનગઢ પધારશે. ગઢડાશહેરમાં શ્રી જિનબિંબવેદીપ્રતિષ્ઠાનું મૂરત વૈશાખ વદ
બીજનું છે.
××××××××××××
ઉપયોગ–લક્ષણ જીવ છે,
ને એ જ સાચું જીવન છે;
તે જીવજો...જીવડાવજો.
પ્રભુ વીરનો ઉપદેશ છે.
ચેતનજીવન વીરપંથમાં,
નહિ દેહ–જીવન સત્ય છે.
ચેતન રહે નિજ ભાવમાં,
બસ, એ જ સાચું જીવન છે.

PDF/HTML Page 37 of 57
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
મહાવીર ભગવાનનો મંગલ અવતાર
અનંત આનંદને પોતે સાધ્યો...ને જગતને આનંદનો માર્ગ બતાવ્યો
મહાવીર ભગવાનના મંગલ જન્મ દિવસે ચૈત્રસુદ તેરસે
રાજકોટમાં વહેલી સવારમાં ગુરુદેવે કહ્યું કે અહો! અનંત–
અનંત આનંદસ્વરૂપ આત્મા છે, તેમાં સન્મુખતા થવી તે
મંગળ છે. આનંદસ્વરૂપમાં સન્મુખતા થતાં જ પરભાવોથી
વિમુખતા થઈ જાય છે, ને આત્મામાં મોક્ષના ભણકાર આવી
જાય છે. જન્મીને ભગવાન મહાવીર આવા આનંદસ્વરૂપને
પામ્યા....ને જગતને તેવા આનંદનો ઉપદેશ આપ્યો.–આવા
ભગવાનના જન્મકલ્યાણકનો આજે મંગલ દિવસ છે. તે મંગલ
દિવસનું આ પ્રવચન છે.
(ચૈત્ર સુદ ૧૩ રાજકોટ : પૂ. ગુરુદેવનું પ્રવચન સમયસાર ગા. ૨૯૪)
×××××
જન્મ તો તેનો સફળ છે કે જેણે ફરીને જન્મવાનું બંધ કર્યું. ભગવાન મહાવીર
આ અવતારમાં જન્મીને સિદ્ધપદને પામ્યા. પાવાપુરીમાં જે ક્ષેત્રેથી પ્રભુ મોક્ષ પામ્યા ત્યાં
ઉપર લોકાગ્રે પ્રભુ સાદિ અનંતકાળ સુધી સિદ્ધપદમાં બિરાજે છે. પહેલવહેલા સં. ૨૦૧૩
માં ત્યાં યાત્રા કરવા ગયા હતા.–એવા સિદ્ધક્ષેત્રની યાત્રા કરતાં પ્રભુની સ્મૃતિ થાય છે કે
અહો! ભગવાન આનંદસ્વરૂપમાં લીન થઈને અહીંથી સાદિઅનંત સિદ્ધપદને પામ્યા.
આવા મહાવીર ભગવાનના જન્મનો આજે મંગળ દિવસ છે.
ભગવાન મહાવીર ૩૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા, પછી મુનિ થઈ સાડાબાર
વર્ષ મુનિદશામાં વિચર્યા; ને પછી કેવળજ્ઞાન પામીને ૩૦ વર્ષ સુધી અરિહંતપદે રહીને
જગતને કલ્યાણનો ઉપદશ આપ્યો. તે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થયા પછી
સમવસરણમાં જે ઉપદેશ આપ્યો તેનો અંશ આ સમયસારમાં છે; તેમાં મોક્ષના ઉપાયરૂપ
ભેદજ્ઞાન કેમ થાય, તેની વાત ચાલે છે, પ્રથમ તો આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે; ને
બંધનું લક્ષણ રાગાદિક છે. રાગાદિકભાવોને બંધ સાથે સમપણું છે, આત્માના ચેતન–

PDF/HTML Page 38 of 57
single page version

background image
મોક્ષસ્વરૂપ આત્મા, તે રાગ વગરનો, ભવના ભાવ વગરનો છે, તેમાં એકત્વ–
પરિણમનથી તો રાગ વગરનો અબંધભાવ પ્રગટે છે, તે મોક્ષનું સાધન છે. અને રાગ તો
ભવનું કારણ છે. ભવનો અભાવ કરવામાં રાગનો બિલકુલ સાથ નથી. અંદર જેણે
આવા અબંધસ્વભાવી આત્માને લક્ષગત કર્યોર્ તેને પર્યાયમાં પણ તેવો અબંધભાવ
પ્રગટ થયો છે, એટલે મોક્ષનો ભાવ ખુલ્યો છે, અરે બાપુ! બંધના મારગ, ને મોક્ષના
મારગ, એ તે કાંઈ એક હોય? બંનેને તદ્ન જુદાપણું છે. તેનું જુદાપણું નક્કી કરતાં
ભેદજ્ઞાન વડે આત્મામાં અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થઈ, એટલે તે આત્માની પર્યાયમાં
ભગવાનનો અવતાર થયો. આત્મામાં ભવનો અભાવ થાય ને મોક્ષનો ભાવ પ્રગટે તે
મંગલ–અવતાર છે, તે આત્મા મોક્ષની મંગલપર્યાયમાં અવતર્યો.
અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે; તેમનો આજે જન્મકલ્યાણકનો
દિવસ છે. જન્મ તો જગતમાં ઘણાં જીવોનાં થાય છે, પણ ભગવાનનો તો આ જન્મ
તીર્થંકર તરીકેનો જન્મ હતો; આ જન્મમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તેમણે જગતને
મોક્ષનો માર્ગ બતાવ્યો, તેથી ભગવાનનો જન્મ તે મંગળરૂપ છે, તે કલ્યાણક તરીકે
ઉજવાય છે. આ ભવ પહેલાંં ભગવાનને આત્માનું ભાન હતું તે તીર્થંકર નામકર્મ બાંધ્યું
હતું. પછી જ્યારે ત્રિશલામાતાની કુંખે પ્રભુ સ્વર્ગમાંથી અવતર્યા ત્યારે પણ આત્માનું
ભાન તેમજ અવધિજ્ઞાન સહિત હતા. ભગવાનનો જન્મ થતાં ઈન્દ્ર આવીને ભગવાનના
માતા–પિતાની પણ સ્તુતિ કરે છે: અહો માતા! તું જગતની માતા છો, તારા ઉદરમાં
જગતના નાથ તીર્થંકર બિરાજે છે; તેથી તું રત્નકુંખધારિણી છો. ભગવાનનું તો બહુમાન
કરે, પણ તેમના માતાનું પણ બહુમાન કરે છે. હે માતા! વીરપ્રભુ તારો તો પુત્ર છે પણ
અમારો તો પરમેશ્વર છે; તારો ભલે પુત્ર, પણ જગતનો તે તારણહાર છે.–આમ કહીને
ઈન્દ્રો માતાને નમસ્કાર કરે છે.
ભગવાન તો જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત છે. આત્માનું સામર્થ્ય અદ્ભુત છે;

PDF/HTML Page 39 of 57
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૦
તેનું ભાન કરીને તેનો વિકાસ કરતાં કરતાં આ ભવમાં ભગવાને પૂર્ણ પરમાત્મપદ
સાધી લીધું. આત્મામાં અનંત સામર્થ્ય છે. આત્માનો પૂર્ણ વિકાસ તો બધા અરિહંત–
કેવળીભગવંતોને હોય છે, પણ તીર્થંકરના આત્માને પવિત્રતાની સાથે પુણ્ય પણ વિશિષ્ટ
હોય છે, તેમની દિવ્યધ્વનિ વડે જગતના લાખો–કરોડો જીવો ધર્મ પામે છે. ભરતક્ષેત્રમાં
એવા તીર્થંકરના અવતારનો આજે દિવસ છે. જીવો પોતાની ચૈતન્યસંપદાને પામે અને
મુક્તિના પંથે દોરાય–એવો ઉપદેશ તીર્થંકરોની વાણીમાં હોય છે. આવા ભગવાનના
જન્મને ઈન્દ્રો પણ ઊજવે છે. અહા, જેણે અનાદિ સંસારનો અંત કર્યો ને આત્માનું
પરમાત્મપદ પ્રગટ કર્યું, સાદિ–અનંત મુક્તદશા જેમણે પ્રગટ કરી–એવા આત્માનો જન્મ
તે સફળ છે, ને તેનો ઉત્સવ ઉજવવામાં આવે છે. બાકી જન્મીને જેણે આત્માનું કાંઈ કર્યું
નથી એનો જન્મોત્સવ શો? એનો જન્મ તો નિષ્ફળ છે. જન્મીને નરકાદિમાં રખડે–
એનાં તે જન્મોત્સવ શા? જન્મ તો તેના ઉજવાય કે જેણે ફરીને જન્મવાનું બંધ કર્યું;
જેણે સંસારમાં અવતરવાનું બંધ કર્યું ને મોક્ષને સાધ્યો, તેનો અવતાર સફળ છે.–એવા
ભગવાનનો આજે જન્મ–કલ્યાણક દિવસ છે. તે ભગવાને ઉપદેશમાં શું કહ્યું? ને ક્્યા
ઉપાયથી ભવનો અંત કર્યો? તે વાત અહીં સમયસારની ૨૯૪ મી ગાથામાં બતાવી છે.
અહો, ભગવાને જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા બતાવી છે. ચૈતન્યલક્ષણ તે
આત્મા છે, ને રાગ તે બંધન એટલે કે સંસાર છે;–એ બંનેને જુદા અનુભવવા તે મોક્ષનો
ઉપાય છે. એ બંનેનું ભિન્નપણું ભગવતી જ્ઞાનચેતના વડે અનુભવી શકાય છે. ભગવાન
મહાવીરે એવા અનુભવ વડે મોક્ષને સાધ્યો, ને જગતને તેની રીત બતાવી.
ચૈતન્યભાવ તે આત્માનું સ્વલક્ષણ છે; જે કોઈ ગુણ–પર્યાયોમાં ચૈતન્યભાવ
વ્યાપે છે તે બધા ગુણ–પર્યાયો આત્મા છે,–એમ ચૈતન્યલક્ષણવડે આત્માને ઓળખવો.
અને જે રાગાદિભાવો છે તે ચૈતન્યચમત્કારથી સદાય ભિન્ન છે, તે ચૈતન્ય સાથે એકરૂપ
નથી, તેના અભાવથી કાંઈ આત્માનો અભાવ થઈ જતો નથી; તે રાગાદિક વગર પણ
ચેતનાલક્ષણરૂપ આત્મા અનુભવમાં આવે છે; માટે તે રાગાદિકને ચૈતન્યથી અત્યંત
ભિન્નપણું છે. રાગને જાણનારું જે જ્ઞાન છે તે પોતાને જ્ઞાનપણે (ચેતકપણે) પ્રસિદ્ધ કરે
છે કે ‘હું જ્ઞાન છું’; અને તે જ્ઞાન, રાગને તો પરજ્ઞેયપણે પ્રસિદ્ધ કરે છે કે રાગપણે જે
જણાય છે તે હું નથી; તેને જાણનારો હું તેનાથી જુદો છું. આમ અંતરના સૂક્ષ્મ ભેદને
જાણનારી તીક્ષ્ણ પ્રજ્ઞાબુદ્ધિ વડે, આત્મા અને બંધનો ભેદ પડી જાય છે, એટલે આત્મા

PDF/HTML Page 40 of 57
single page version

background image
આત્માના મોક્ષનું સાધન આત્મામાં છે. અંદરમાં આત્મા અને બંધને જુદા પાડવા
તે મોક્ષનું સાધન છે એમ કહ્યું. ત્યાં જેણે એ રીતે જુદું પાડવાની ધગશ જાગી હતી એવા
શિષ્યનો માર્મિક પ્રશ્ન હતો કે પ્રભો! અંદરમાં આત્મા અને રાગાદિકને જુદા કઈ રીતે
પાડવા? તેને જુદા પાડવાનું સાધન શું? બંને એકમેક જેવા દેખાય છે તેને કયા
સાધનથી જુદા પાડવા? આત્મા અને બંધને જુદા પાડવાનું તો આપે કહ્યું,–એટલે
રાગાદિક બંધભાવો તે કોઈ મોક્ષનું સાધન નથી, તેને જુદા પાડવા તે જ મોક્ષનું સાધન
છે–એટલું તો લક્ષમાં લઈને સ્વીકાર્યું છે, હવે એવા જુદાપણાનો સાક્ષાત્ અનુભવ કેમ
થાય? એવી ઝંખનાવાળો શિષ્ય તેનું સાધન પૂછે છે. ને તેને આચાર્યદેવ આ ગાથામાં
આત્મા અને બંધ બંનેના ભિન્નભિન્ન લક્ષણો સમજાવીને, તેમને અત્યંત જુદા પાડવાની
અલૌકિક રીત બતાવે છે. આ રીતે સમજે તેને જરૂર ભેદજ્ઞાન થાય, ને મોક્ષના દરવાજા
ખુલ્લી જાય.
સાંભળ, ભાઈ! જ્ઞાનને રાગથી જુદું અનુભવવા માટેનું સાધન પણ જ્ઞાન જ છે,
જ્ઞાનથી જુદું બીજું કોઈ સાધન નથી, જ્ઞાનસ્વરૂપ આત્મા ‘કર્તા’ છે; તો તેનું ‘કારણ’
પણ જ્ઞાનસ્વરૂપ જ છે, કેમકે નિશ્ચયથી કર્તાનું સાધન તેનાથી જુદું હોતું નથી. આત્મા
અને બંધભાવો–એ બંનેનાં ભિન્નભિન્ન લક્ષણોને જાણનારું જે જ્ઞાન છે, તે જ તેમને
જુદા કરવાનું સાધન છે. જે જ્ઞાને ચેતનાલક્ષણથી આત્માને જાણ્યો, ને રાગાદિ લક્ષણોથી
બંધભાવને જાણ્યો,–તે જ્ઞાન પોતે જ આત્મામાં એકત્વપણે પરિણમે છે ને રાગાદિથી
ભિન્નપણે પરિણમે છે,–આ રીતે રાગાદિથી ભિન્ન પોતાને અનુભવતું તે જ્ઞાન જ
ભિન્નતાનું સાધન છે.
અહો, ભેદજ્ઞાનની રીત બતાવીને સંતોએ મોક્ષના મારગ ખોલી નાંખ્યા છે.
જુઓ, આ મહાવીર ભગવાનનો માર્ગ! ચૈતન્યને અનુસરીને અનુભૂતિ થવી તે
પ્રજ્ઞાછીણી છે, તે મોક્ષનું સાધન છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેનું ચૈતન્યલક્ષણ રાગથી ભિન્ન છે, ને તે
ચૈતન્યલક્ષણ આત્માના અનંતગુણોમાં તથા ક્રમેક્રમે થતી પર્યાયોમાં પણ વ્યાપેલું છે.
આત્માના સમસ્ત