Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 69
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
હાલમાં ટ્રેઈન તેમજ ટપાલ વ્યવહારમાં અનિયમિતતા ચાલતી હોવાથી
આત્મધર્મ કદાચ મોડું મળવા સંભવ છે. સોનગઢમાં તો આત્મધર્મ છપાઈને
નિયમિત દશમી તારીખે તૈયાર થઈને, પોસ્ટ કરવામાં આવશે.
આત્મધર્મ વાંચીને આપને જાગતી ભાવનાઓ, આપની જિજ્ઞાસાઓ, આપના
પ્રશ્નો, સંપાદકને લખી મોકલશો, તો “વાંચકો સાથેની વાતચીત” ના વિભાગમાં
તેનો યોગ્ય ઉપયોગ થશે. વધુ ને વધુ વાંચકો ભાગ લઈને આ વિભાગને
વિકસાવે–એવી આશા રાખીએ.
ગઢડાશહેરમાં નુતન જિનમંદિર તૈયાર થયું છે, તેમાં જિનેન્દ્રદેવની વેદીપ્રતિષ્ઠા
વૈશાખ વદ બીજના રોજ થઈ છે. આ ઉત્સવપ્રસંગે પૂ. ગુરુદેવ ચાર દિવસ
ગઢડાશહેર પધાર્યા હતા. પારસનાથ ભગવાનની પ્રતિષ્ઠા ગુરુદેવના મંગલહસ્તે
નાઈરોબીના શ્રી જેઠાલાલભાઈ દેવરાજભાઈએ કરાવી હતી. ગુરુદેવના
વડવાઓ ગઢડામાં રહેતા હતા, ને તે તેમના મોસાળનું ગામ છે. ઈન્દ્રપ્રતિષ્ઠા,
યાગમંડલપૂજન, રથયાત્રા વગેરે વિધિઓ આનંદપૂર્વક થઈ હતી. પૂ. ગુરુદેવ
વૈશાખ વદ ત્રીજે પુન: સોનગઢ પધાર્યા છે, ને હવે સોનગઢમાં જ રહેવાના છે.
પરિસ્થિતિઅનુસાર આ વખતે ઉનાળાનો શિક્ષણવર્ગ ચાલવાનો નથી.
સોનગઢમાં પાણી વગેરેની કોઈ મુશ્કેલી નથી.
સૂચના: મરણ સંબંધી સમાચારો આત્મધર્મમાં છાપવાનું હવેથી બંધ કરવામાં
આવ્યું છે; એટલે તેવા સમાચારો આત્મધર્મમાં છાપવા માટે ન મોકલવા સૌ
નોંધ લેશોજી.
શ્રી સોનગઢ જૈનવિદ્યાર્થીગૃહમાં (ધોરણ પાંચથી મેટ્રિક સુધી) કોઈપણ જૈન
ફિરકાના જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઈચ્છા હોય તેમણે તે માટેનું ‘પ્રવેશફોર્મ’
અને નિયમો ૦–૨૫ પૈસાની ટિકિટ મોકલીને તા. ૨૫–૫–૭૪ સુધીમાં મંગાવી
લેવું, અને છમાસીક પરીક્ષાના માર્ક સાથે તા. ૩૦–૫–૭૪ સુધીમાં (જૈન
વિદ્યાર્થીગૃહ, સોનગઢ) ને મોકલી આપવું. પૂરી ફી ના માસિક રૂા. ૬૦–૦૦ અને
ઓછી ફીના રૂા. ૩૫–૦૦ છે.
હે મુમુક્ષુ! ખેદ છોડ....પ્રસન્નતાથી આત્માને સાધ!
હે મુમુક્ષુ! જીવનમાં તું ખેદખિન્ન થઈને જીવીશ નહિ, આનંદમય જીવન જીવજે.
તારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ છે. અહા, આવા

PDF/HTML Page 62 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૪૭ :
આનંદ સાધવાના અવસરમાં ખેદ શો? મુમુક્ષુને તો નિજાનંદની પ્રાપ્તિના અવસરમાં
પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! તને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તારે ખેદ
કરવો પડે? તારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે....તો પ્રસન્નચિત્તે
આત્માને સાધવામાં લાગી જા. ખેદ છોડ! જો તો ખરો, તને કેવા સરસ દેવ–ગુરુ મળ્‌યા
છે? કેવો સરસ માર્ગ મળ્‌યો છે! કેવા સાધર્મી મળ્‌યા છે! ને અંદર કેવો મજાનો સુંદર
આત્મા બિરાજી રહ્યો છે! જગતમાં આવો સરસ યોગ મળ્‌યો, પછી હવે ખેદ કરવાનું
ક્્યાં રહે છે? ખેદની ટેવ છોડ....ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તારા આનંદધામમાં
જો...તારું જીવન અપૂર્વ ચેતનવંતુ બની જશે.
જૈનધર્મની મૂળ વસ્તુ–સર્વજ્ઞ
ગુરુદેવ ઘણીવાર કહે છે કે “ શ્રુતજ્ઞાનીના હૃદયમાં સર્વજ્ઞ–તીર્થંકર બિરાજે છે–એ
વાત ઘણા વર્ષ પહેલાંં સાંભળેલી ત્યારે મને ખૂબ ગમેલી.” ગુરુદેવને પહેલેથી સર્વજ્ઞતા
ઉપર જોર ઘણું; ત્યારે એમનાથી વિરુદ્ધ વિચારવાળાને સર્વજ્ઞની પ્રતીતમાં જ વાંધા.
દીક્ષા પછી થોડા જ કાળમાં આ સંબંધી મતભેદ થવા લાગ્યા. ગુરુદેવ ભારપૂર્વક કહે છે કે
જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તેના અનંતભવ સર્વજ્ઞે દીઠા જ નથી, કેમકે એના હૃદયમાં
તો સર્વજ્ઞ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા તેને અનંતભવ હોય નહિ. જ્ઞાનસ્વભાવના
નિર્ણયપૂર્વક સર્વજ્ઞનો સાચો નિર્ણય થાય છે. સર્વજ્ઞના નિર્ણય વગર ભગવાનના
માર્ગનો નિર્ણય થાય નહિ, ભગવાનની વાણીનો (શાસ્ત્રનો) નિર્ણય થાય નહિ. એક્કેય
તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના નિર્ણય વગર થાય નહિ. સર્વજ્ઞનો નિર્ણય કરતાં
જ્ઞાનસ્વભાવમાં બુદ્ધિ ઘૂસી જાય છે, ત્યારે માર્ગ હાથ આવે છે. જૈનશાસનની આ
મૂળભૂત વસ્તુ છે. જુઓને, સમયસારમાં વક્તા અને શ્રોતા બંનેના આત્મામાં
સર્વજ્ઞસ્વભાવી સિદ્ધને સ્થાપીને જ અપૂર્વ શરૂઆત કરી છે. આત્મામાં સિદ્ધને સ્થાપતાં
સાધકભાવ શરૂ થઈ જાય છે.
એક બાળકની મુંઝવણ
એકવાર એક બાળકે આવીને ગુરુદેવને પૂછયું –
ગુરુદેવ! આપ ધોળા ને હું કાળો–એમ કેમ?
ગુરુદેવ કહે–ભાઈ, આત્મા ક્્યાં કાળો કે ધોળો છે? હું જીવ ને તું પણ

PDF/HTML Page 63 of 69
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
જીવ, આપણે બંને સરખા; બસ! કાળું કે ધોળું તો શરીર છે, આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે.
ને ‘હું કાળો નથી,’ હું તો ગુરુદેવ જેવો જીવ છું’ એમ જાણીને બાળક ખુશી થયો.
મોટી હૂંડી વટાવવાની દુકાન
સં. ૧૯૮૯ માં ચેલાગામે માગસર સુદ દશમે ગુરુદેવને એક સ્વપ્ન આવ્યું.
ગુરુદેવ તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. સ્વપ્નમાં મોટી રકમની એક હૂંડી મળી
હતી, પણ તે હુંડી સાથે સ્વપ્નમાં એમ પણ આવ્યું કે અહીં આ દુકાને (એટલે કે જે
સંપ્રદાયમાં તમે છો! તે સંપ્રદાયમાં) આ હુંડી વટાવી શકાય તેમ નથી, આ હૂંડી વટાવવા
બીજી દૂકાન (શાહૂકારની એટલે કે વીતરાગમાર્ગી સન્તોની) શોધવી પડશે.–આવું
સ્વપ્ન આવેલું. (અને પછી તરત–સં. ૧૯૯૧ માં ગુરુદેવે બીજી દુકાન શોધી કાઢી, ને
ત્યાં હુંડી વટાવીને તત્ત્વની મૂળ રકમ પ્રાપ્ત કરી.)
ધર્મીનું સાચું જીવન
ધર્મના પ્રાણ અને ધર્મનું જીવન સ્વાનુભૂતિ છે.
સ્વાનુભૂતિ એ ધર્માત્માનું ખરું જીવન છે.
સ્વાનુભૂતિને જાણ્યા વગર ધર્માત્માનું જીવન ઓળખી શકાય નહિ.
સ્વસન્મુખ પરિણતિ
ભાઈ, પરસન્મુખ પરિણતિથી તું અનંત કાળ રખડયો ને દુઃખી થયો. પરમ
સુખથી ભરેલું એવું આત્મસ્વરૂપ, તેમાં સ્વસન્મુખ પરિણતિ કર તો તને પરમ સુખ
થાય, ને તારું દુઃખ તથા ભવ–ભ્રમણ ટળે. સ્વસન્મુખ પરિણતિ વડે સ્વઘરમાં આવ ને
આનંદિત થા.
તું આગે બઢે જા
આત્મવિશ્વાસ અને દ્રઢતાપૂર્વક તું તારા હિતમાર્ગમાં આગળ વધ્યે જા. ગમે તેવા
પ્રસંગે ધૈર્ય અને વૈરાગ્યનું બળ ટકાવી રાખજે. ધૈર્ય રાખીશ તો માર્ગ શોધવામાં તારી
બુદ્ધિ પણ તને સાથ આપશે. આફતથી ગભરા નહિ, ધૈર્યપૂર્વક તારા હિતમાર્ગમાં આગે
બઢ. વીતરાગી સંતો તારી સાથે, તારા માર્ગદર્શક છે.

PDF/HTML Page 64 of 69
single page version

background image
પરમાગમ–મંદિર તથા માનસ્તંભ ઉપર
પુષ્પ વૃષ્ટિનાં દ્રશ્યો

PDF/HTML Page 65 of 69
single page version

background image
પ્રમુખશ્રી નવનીતભાઈ, શાહૂ શાંતિપ્રસાદજીનું સ્વાગત કરી રહ્યા છે તથા શાહૂજી
મુ. શ્રી રામજીભાઈને પરમાગમ–મંદિરનું ચાંદીનું પ્રતિક અર્પણ કરી રહ્યા છે. તે
પ્રસંગે મુ. શ્રી રામજીભાઈ શું કહે છે? તે આપ સામેના પાને વાંચો

PDF/HTML Page 66 of 69
single page version

background image
જા વાનીકે જ્ઞાનતેં સૂઝે લોકાલોક;
સો વાની મસ્તક ચઢો.....સદા દેત હૂં ઢોક.
મુ. શ્રી રામજીભાઈ ગદગદ–ભક્તિથી કહે છે કે અહો, આ તો પરમાગમ છે;
તે હાથમાં નહીં પણ મારા માથા ઉપર ચઢાવો, અને ૯૧ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે,
શાહૂજીના ટેકાપૂર્વક જ્યારે પરમાગમ–મંદિરને રામજીભાઈએ મસ્તકે ચઢાવ્યું ત્યારે
સભાજનો આશ્ચર્યથી નીહાળી રહ્યા. (ફોટો: વોરા સ્ટુડીઓ, અમદાવાદ)

PDF/HTML Page 67 of 69
single page version

background image
પરમાગમમંદિરમાં વીરનાથભગવાનને દેખતાં
વીતરાગતાની લહેર ઊઠે છે
અહા, શી ભવ્ય પ્રતિમા
છે! કેવી અદ્ભુત શાંત મુદ્રા છે!
પરમાગમ–મંદિરની ભવ્યતાને
શોભાવે એવા વીરનાથ
ભગવાનને દેખતાં હૃદયમાં
વીતરાગતાની લહેર ઊઠે છે.
જેમ, અંદર દ્રષ્ટિ કરીને
શુદ્ધાત્માને જાણે ત્યારે જ
પરમાગમની ગંભીરતાનો સાચો
ખ્યાલ આવે છે તેમ, અંદર
આવીને જ્યારે તમે આ
વીતરાગતાના પિંડ મહાવીર–
પરમાત્માને જુઓ ત્યારે જ
તમને પરમાગમ–મંદિરની
ભવ્યતાનો ખરો ખ્યાલ આવે છે.
અહા! પરમાગમમાં પ્રભુસન્મુખ
બેઠા છીએ ત્યારે ચારેકોર
પરમાગમોમાંથી વીતરાગરસની
મધુરી લહેરીઓ ઉલ્લસી રહી
છે....ને દિવ્યધ્વનિના પડઘા
સંભળાઈ રહ્યા છે આવો.....
પરમાગમમાં આવીને પ્રભુ
સન્મુખ બેસો....ને ચૈતન્યની
ગંભીર શાંતિનો સ્વાદ ચાખો.
(આત્મધર્મના સંપાદક હૃદયની ઊર્મિથી મહાવીર પ્રભુના દર્શન કરી રહ્યા છે)
(મહાવીર ફોટોઆર્ટ: પાલીતાણા)

PDF/HTML Page 68 of 69
single page version

background image
પરસ્પર અભિનંદન.....(તી ર્થ ર ક્ષા ફં ડ)
શ્રી પૂરનચંદજી ગોદિકા અને શ્રી શાંતિપ્રસાદજી સાહૂ
(સોનગઢમાં પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તીર્થરક્ષાનિધિ
ફંડની જાહેરાત થઈ, ત્યારબાદ શેઠશ્રી સાહુજી તથા ગોદીકાજી એકબીજાને
અભિનંદી રહ્યા છે. તીર્થરક્ષાફંડ માટે ઉત્સાહ સારો હતો; પરંતુ આ બાબતમાં
ઘણા સાધર્મીઓનો એવો વિચાર છે કે, જ્યારે એક અખિલ ભારતીય દિ. જૈન
તીર્થરક્ષા કમિટિ કામ કરી જ રહી છે ત્યારે તેની અંતર્ગત રહીને કાર્ય થાય તે
વધુ સારૂં છે. આપણા સમસ્ત દિ. જૈનસમાજના તીર્થો એક જ છે–તો તેની રક્ષા
માટેનું ફંડ પણ એક જ હોય–તે ઈચ્છનીય છે. હા, તે તીર્થક્ષેત્ર કમિટિમાં
આપણા સૌરાષ્ટ્ર–ગુજરાતના સભ્યો પણ ભાગ લ્યે તે ઈષ્ટ છે. સૌરાષ્ટ્રમાં
સૌથી પ્રથમ ગીરનાર તીર્થક્ષેત્ર ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
નેમપ્રભુના મોક્ષની પાંચમી ટૂંક તથા પ્રભુના દીક્ષા અને કેવળજ્ઞાનનું ધામ
સહસ્ર–આમ્રવન ધીમે ધીમે જૈનોના હાથમાંથી સાવ સરકી ન જાય તે માટે
શ્વેતાંબર અને દિગંબર બંને જૈનસમાજે સાથે મળીને ધ્યાન આપવું અત્યંત
જરૂરી છે. – સં.)

PDF/HTML Page 69 of 69
single page version

background image
ફોન નં. : ૩૪ “ આત્મધર્મ ” Regd. No. G. 128
ભાવના સફળ થઈ
સોનેરી સોનેરી
જીવન અવસર
હે ગુરુદેવ! આપની વૈશાખ સુદ બીજ......એ સોનેરી દિવસ છે. આપનું
સોનેરી જીવન એ અમને આત્મિક સાધના માટેનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યું છે.
તીર્થંકરો–ગણધરો–ચક્રવર્તીઓ વગેરે પુરાણ પુરુષોનું પાવન જીવનચરિત્ર અને
તેઓએ પૂર્વભવોમાં કરેલી આત્મસાધના, શાસ્ત્રોમાં એનું વર્ણન વાંચતાં પણ
મુમુક્ષુને કેવો આહ્લાદ થાય છે!!–તો એવા આત્મસાધનાવંત જીવોનું જીવન પ્રત્યક્ષ
જોવા મળે,–એટલું જ નહિ–એમના સહવાસમાં નિરંતર સાથે ને સાથે રહેવાનું બને,
–એ પ્રસંગે મુમુક્ષુના આહ્લાદની શી વાત! હે ગુરુદેવ! આપના પ્રતાપે અમને એવો
સુયોગ મળ્‌યો છે...તેથી અમે તો એમ જ સમજીએ છીએ કે આપની સોનેરી છાયામાં
અમને આરાધનાનો જ સોનેરી અવસર મળ્‌યો છે. આપના ચરણમાં આરાધના પ્રાપ્ત
કરીને અમારું જીવન ઉજ્વળ કરીએ ને એ રીતે આપનો મંગળ–જન્મોત્સવ ઉજવીએ
–એવી ભાવનાપૂર્વક આપને નમસ્કાર કરીએ છીએ.
– સં.
(વીર સં. ૨૪૯૨ ના આત્મધર્મમાંથી)
(અહો! આઠ વર્ષ પહેલાંંની મધુરી ભાવના સફળ થઈ.)
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : વૈશાખ (૩૬૭)