PDF/HTML Page 41 of 69
single page version
મારા સ્વસંવેદનથી પ્રત્યક્ષ એવો હું શ્રીગુરુના ઉપદેશથી મારું સ્વરૂપ સમજ્યો,
મારા પરમેશ્વરને મેં મારામાં જ દેખ્યો. હું ચેતનાસ્વરૂપથી એકપણે જ મને
અનુભવું છું. મારી આ અનુભૂતિમાં ભેદના વિકલ્પરૂપ કારકો નથી, એટલે
અશુદ્ધતા નથી; શુદ્ધ ચૈતન્યભાવરૂપે જ હું મને અનુભવું છું.
લક્ષગત થતાં પરના પ્રેમની દિશા છૂટી જાય ને સ્વતત્ત્વ તરફ તેની રુચિ ઝુકી
જાય. એકવાર સાંભળતાં અંદર રાગ અને જ્ઞાનની ભિન્નતાના ઘા લાગી જવા
જોઈએ. બાપુ! એકવાર અપૂર્વ મહિમા લાવીને તારા આત્માની વાત સાંભળ તો
ખરો.
જ્ઞાનીગુરુના ઉપદેશથી ક્ષણમાં નિજસ્વરૂપ સમજીને પ્રતિબુદ્ધ થઈ ગયો,
ભમરીનો ડંખ લાગતાં જેમ ઈયળ ભમરી બની જાય, તેમ શ્રીગુરુના શુદ્ધાત્મ–
ઉપદેશની ચોટ લાગતાં અપ્રતિબુદ્ધ આત્મા શીઘ્ર પ્રતિબુદ્ધ થઈ ગયો. અહો,
આનંદનો સાગર આત્મા,–જ્યાં શ્રીગુરુએ સંભળાવ્યો ત્યાં તેના પ્રેમનો રંગ ચડી
ગયો, એવો રંગ ચડી ગયો કે રાગની પ્રીતિ હવે રહેતી નથી. એક ઘાએ રાગ
અને જ્ઞાનના બે કટકા જુદા થઈ ગયા; અને ભાન થયું કે ‘આ રહ્યો હું ચેતનરૂપ
ભગવાન! ’
આનંદિત થયો,–પ્રસન્ન થયો, કે ‘અહો! હું પરમેશ્વર આ મારામાં જ રહ્યો!
મારા સ્વસંવેદનમાં હું પ્રતાપવંત વર્તુ છું. ’
સ્વસંવેદન ધર્મીને ચોથાસ્થાનથી થઈ ગયું હોય છે.
PDF/HTML Page 42 of 69
single page version
જશે.
બળે તે શરીરથી, કર્મથી ને રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યતત્ત્વરૂપે પોતે પોતાને
અનુભવે છે. તે ચૈતન્યની કિંમત પાસે રાગ વગેરેની કાંઈ જ કિંમત નથી.
થતાં શુદ્ધોપયોગની બીજ ઊગી તે વૃદ્ધિગત થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય છે.
નહીં,–આમ ભેદજ્ઞાન કરતાં સ્વસંવેદનમાં પોતે પોતાને પ્રત્યક્ષ થયો; ને
પરિણમનચક્ર મોક્ષ તરફ ચાલ્યું. તે જ સાધકભાવનો અપૂર્વ મહોત્સવ છે.
કર્યું.
પરોક્ષ નથી, સ્વસંવેદનમાં તે પ્રત્યક્ષ પણ છે. આવી પ્રત્યક્ષજ્ઞાનકળા તે મોક્ષનું
સાધન છે.
PDF/HTML Page 43 of 69
single page version
રહ્યું છે.
જ્યાં પ્રગટ્યું ત્યાં જ્ઞાનબીજ ઊગી, તે હવે કેવળજ્ઞાનરૂપ પૂર્ણિમા થયે છૂટકો.
અપૂર્વ આનંદસહિત પ્રગટે છે.
આત્માના હિત માટે તને આ સુઅવસર સુલભ થયો છે...તેને સફળ કરજે.
સમયસારનો ૧૩૮મો કળશ વાંચતાં કહ્યું કે–
આત્મા ચૈતન્યતત્ત્વ પોતે આનંદનું ધામ છે. આવા આત્માના ભાન વગર,
ધનના ઢગલા વચ્ચે પણ જીવો અશાંતિને ભોગવીને ચારગતિમાં રખડે છે.
શુભાશુભભાવ કરીને જીવે ચારે ગતિમાં અવતાર કર્યા છે; મોટો રાજા પણ
થયો ને ગરીબ ભીખારી પણ થયો,–પણ ચૈતન્યની શાંતિ તેને ક્્યાંય મળી
નહીં.
રાગાદિનો પ્રવેશ નથી.
નહિ દેખનારા આંધળા છે. બાપુ! હવે તું જ્ઞાનચક્ષુ ખોલીને તારા ચૈતન્યપદને
દેખ. અંદર ચૈતન્યવસ્તુ સત્ છે તેને તું દેખ.
PDF/HTML Page 44 of 69
single page version
ગુરુદેવનો પ્રભાવ, ઉત્સવની ભવ્યતા, અને પચીસહજાર
જૈનસમાજના નેતા શ્રી શાંતિપ્રસાદજી સાહૂ પોતાનો પ્રમોદ વ્યક્ત
કરતાં કહે છે કે તીર્થંકર ભગવંતોને જો ઉપદેશ દિવ્યધ્વનિમેં દિયા,
વહી આજ સ્વામીજી હમેં સુના રહે હૈં.
PDF/HTML Page 45 of 69
single page version
PDF/HTML Page 46 of 69
single page version
નિજવૈભવથી શુદ્ધાત્મા દેખાડયો છે તે પરમાગમના મહિમાની શી વાત!
PDF/HTML Page 47 of 69
single page version
પ્રભુના જન્માભિષેકની ભવ્યસવારીમાં ચાલી રહેલા અચેતન અશ્વોને મનમાં
તો જે ચેતનવંતાજીવો પ્રભુના માર્ગે ચાલી રહ્યા છે–તેમના આનંદની ને તેમના ગૌરવની
PDF/HTML Page 48 of 69
single page version
રાગાદિભાવો તો તદ્ન શોભા વગરના અપદરૂપ છે; શુદ્ધ ચૈતન્યપદમાં તેનો
પ્રવેશ નથી.
છે. બાપુ! રાગના વેદનથી તો તું અનાદિથી દુઃખી થયો; એકવાર રાગ
વગરના ચૈતન્યનો સ્વાદ તો તું ચાખ! ચૈતન્યના સ્વાદની મીઠાસ પાસે
રાગનો રસ ઊડી જશે; રાગ તો તદ્ન નીરસ લાગશે.
અપદ છે–અપદ છે.
પાછી ફર્યા વગર વધીને પૂર્ણિમારૂપ થશે એટલે કે કેવળજ્ઞાન થશે.–
આત્મામાં આવી ભેદજ્ઞાનબીજ ઉગાડવી તે અપૂર્વ મંગળ છે.
(વૈશાખ સુદ ત્રીજની સાંજે ગુરુદેવ ભાવનગરથી સોનગઢ પધાર્યા. અહા,
અધ્યાત્મની શાંતિના મધુર તરંગ ઉલ્લસવા લાગ્યા...વહાલા વિદેહીનાથને
દેખીને ચિત્ત શાંત અને પ્રસન્ન થયું. સવારે મુંબઈ બપોરે ભાવનગર ને
સાંજે સોનગઢ,–આવા ઝડપી પ્રવાસથી થાકીને હવે સોનગઢ આવતાં
નીરાંત થઈ. ગુરુદેવ ઘણીવાર કહે છે કે સોનગઢ બહાર આવા પ્રવાસમાં
હવે આપણું કામ નહીં. ખરેખર, પરમ નિવૃત્તિમય જીવનમાં
અધ્યાત્મતત્ત્વની ઊંડી ભાવનાઓ ઓર ખીલી ઊઠે છે.)
પર્યાયમાં આનંદના દરિયાની ભરતી આવશે...તારા ભવ–દુઃખ છૂટી જશે ને
PDF/HTML Page 49 of 69
single page version
તેની સન્મુખ થઈને તેને પર્યાયમાં ઉલ્લસાવ.
એકાંતનિત્યપણું જ છે ને અનિત્યપણું નથી–એમ અજ્ઞાની લોકો માને છે.
પણ ચૈતન્યતત્ત્વ નિત્ય–અનિત્ય સ્વરૂપ છે, તે ચેતનસ્વભાવે પરિણમીને
જાણવાની ક્રિયા કરનાર છે. જો જાણવાની ક્રિયા ન કરે તો આત્મા જડ થઈ
જાય. જાણવાની ક્રિયા જેનામાં હોય તે જ ચેતન છે. જાણવારૂપ
પરિણમવાની ક્રિયા (અનિત્યતા) અચેતનમાં જે માને છે તે તો ચેતનને
અચેતન માને છે ને અચેતનને ચેતન માને છે. આ એકલા સાંખ્યની વાત
નથી, પણ જેનો આવો અભિપ્રાય છે તેઓ બધા અજ્ઞાની છે.
તેની પર્યાય જુદા નથી. અનિત્યપર્યાય પણ આત્માનો એક સ્વભાવ છે.
ચેતનની ક્રિયારૂપ જે અનિત્યપર્યાય છે તે કાંઈ જડપ્રકૃતિનો ધર્મ નથી, તે
તો ચેતન આત્માનો ધર્મ છે.–આવા આત્માને જાણે તે મોક્ષને પામે. મોક્ષ
પણ પર્યાય છે. પર્યાયને જ ન માને તેને મોક્ષ કેવો?
ને તે જડ–ચેતનને ભિન્ન જાણતો થકો, પર્યાયને પોતાના ચેતનસ્વભાવમાં
એકાગ્ર કરીને મોક્ષને સાધે છે; બીજા જીવો મોક્ષને સાધતા નથી.
ભગવાનનેય હોય છે. પર્યાયમાં રાગાદિ અશુદ્ધભાવો તે ઉપાધિ છે, ને તેનો
નાશ થઈ શકે છે; તેનો નાશ થવા છતાં આત્મા તેના વગર પણ જીવી શકે
છે. પણ પોતાની શુદ્ધપર્યાય વગરનો આત્મા હોય નહિ.
PDF/HTML Page 50 of 69
single page version
પમાય છે, ચારિત્ર વગર કોઈ જીવો મોક્ષ પામતા નથી.
સહિત છે તોપણ ચારિત્રદશા પ્રગટ કરીને જ્યારે ચૈતન્યતત્ત્વમાં લીન થાય છે
ત્યારે જ મોક્ષ પામે છે. ચારિત્રદશા વગર એકલા જ્ઞાનથી તીર્થંકરો પણ મોક્ષ
પામતા નથી. આ રીતે મોક્ષનું કારણ સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર છે.
એટલે સગવડ ટળીને પ્રતિકૂળતા આવે તોપણ આત્માની શાંતિ છૂટતી નથી;
જ્ઞાનભાવના તેને અનુકૂળતા કે પ્રતિકૂળતા વખતે હાજર જ રહે છે, એટલે
અનુકૂળતામાં તે મુર્છાતા નથી ને પ્રતિકૂળતાથી તે મુંઝાતા નથી.
રહેજે. દેહમાં પીડા થવાનો પ્રસંગ આવે, યોગ્ય આહાર–પાણી ન મળે, દેહમાં
બળતરાનો પાર ન હોય, બહારમાં નિંદાને અપમાન થતા હોય એવા ટાણે પણ
પ્રયત્ન વડે તું તારી જ્ઞાનભાવનામાં મસ્ત રહેજે; એકલી વાત કરીને અટકીશ
નહિ, જ્ઞાનને આત્માની પર્યાયમાં એવું પરિણમાવી દેજે કે કોઈ પણ પ્રસંગમાં તે
છૂટે નહીં, ને ગમે તેવી પ્રતિકૂળતામાં પણ વ્યાકુળતા થાય નહીં.
પ્રત્યેઃઉદાસીન હોય છે. આવા પરાક્રમી જીવો અંદરના ઉગ્ર ધ્યાન વડે સુખના
અનુભવપૂર્વક મોક્ષને સાધે છે. માટે મુમુક્ષુઓને તીવ્ર પ્રયત્નપૂર્વક આત્મભાવના
કરવાનો ઉપદેશ છે.
PDF/HTML Page 51 of 69
single page version
તે જ સુખ છે; તે જ ઉત્કૃષ્ટ છે; બીજું બધું હેય છે.
આત્મપ્રદેશમાં વ્યાપક છે. આત્માના સર્વ પ્રદેશો સદા ચેતનારસથી ભરેલા છે, તે
જ પ્રદેશોમાં આનંદ ભર્યો છે; અનંતગુણનો રસ સર્વ આત્મપ્રદેશે ભરેલો છે.
આત્મા જ તે સ્વરૂપ છે.
જૈનસિદ્ધાંત છે.
સધાતો નથી એટલે કે જીવનું દુઃખ મટતું નથી ને સુખ થતું નથી. સુખની પ્રાપ્તિ
ને દુઃખનો નાશ આવા આત્માના અનુભવથી જ થાય છે, માટે તેનો મહિમા
અપાર છે; તે અનુભવથી ઊંચું બીજું કાંઈ નથી.
ગયો! એવો સરસ બની ગયો કે જેના એકત્વમાં અનંતકાળ રહેતાં પણ કંટાળો ન
આવે. કદી કલ્પનામાંય ન હતો એવો અપૂર્વ શાંતરસથી ભરપૂર આત્મા પોતે
જીવંત થઈને પ્રસિદ્ધ થયો.–આવા શાંતરસરૂપ થયેલો આત્મા તો જગતમાં સદાય
સુખી જ હોયને! આવું સુખ જેમના પ્રતાપે મળ્યું–તે સંતોના ઉપકારની શી વાત!
PDF/HTML Page 52 of 69
single page version
૨. આત્મહિત માટે હંમેશાંં જૈનશાસ્ત્રનું વાંચન કરીશ.
૩. જૈનમાર્ગને જ પરમ ભક્તિથી સેવન કરીશ.
૨. અળગણ પાણી પીશ નહીં.
૩. લૌકિક સીનેમા જોઈશ નહીં.
અપાશે. આપ પણ સ્વીકૃતી–પત્ર મોકલો ને ‘મહાવીરપરિવાર’ માં દાખલ થઈ જાઓ.
આપણા મહાવીર ભગવાનના મોક્ષગમનનું અઢીહજારમું વર્ષ ચાલે છે, ને આપણે પણ
મહાવીરશાસનમાં આવેલા કોઈ પણ જૈનને આ છ બોલનું પાલન કઠિન લાગે નહીં;
વીરના સંતાનમાં આટલું તો તદ્ન સહેલાઈથી હોવું જોઈએ; ને ત્યારપછી પણ
વીરતાપૂર્વક વીરમાગમાં ખૂબખૂબ આગળ વધીને ભવના અંત સુધી પહોંચવાનું છે.
PDF/HTML Page 53 of 69
single page version
છે.–નામ, ગામ તથા ઉમર.)
PDF/HTML Page 54 of 69
single page version
મહાવીર ભગવાન....આપણા પરમ ઈષ્ટ દેવ! તેમના
આપણા ભગવાન કેવા મહાન છે ને તેમણે બતાવેલો મોક્ષમાર્ગ
વ્યક્ત કરી છે...તેનું દોહન અહીં અપાય છે. (અંક ૩૬૬ થી ચાલુ)
શેનો છે આ મંગલ દીપોત્સવ! મહાવીરપ્રભુના મોક્ષનો આ મહોત્સવ છે.
ચડેલાની, વીરપ્રભુના માર્ગે ચડેલા ધર્માત્માની વીરતા છાની ન રહે. એનો વૈરાગ્ય, એનું
શ્રદ્ધાનું જોર, એનો ધર્મનો પ્રેમ, એનો આત્માનો ઉત્સાહ મુમુક્ષુથી છાનો ન રહે.
જ્ઞાનદશા ખરેખર અદ્ભુત છે.
પ્રાપ્તિનો ઉત્સવ છે, તેમાં પોતાના મનોરથ પ્રત્યેના ઉલ્લાસનો આનંદ છે. સિદ્ધપદ એ
સાધકનો મનોરથ છે. એ સિદ્ધપદના સ્મરણમાત્રથી પણ સાધકનું અંતર પુલકિત બને છે
તો ભગવાનના એવા સિદ્ધપદને દેખીને આનંદ કેમ ન થાય! ને એ સિદ્ધપદની
અનુમોદના તરીકે એ ઉત્સવ કેમ ન ઉજવે! એ સાધકના જ્ઞાનમાં સર્વજ્ઞનો કદી વિરહ
નથી.
PDF/HTML Page 55 of 69
single page version
કર્તવ્ય છે.
નવીનશાસ્ત્રની સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ કરવો, સૌ સાધર્મીઓની સાથે પ્રેમથી
સન્માનપૂર્વક હળવું–મળવું ને ધર્મની ચર્ચા કરવી એ આપણા સૌના મહાન વિપુલ
કર્તવ્યો છે. તે દિવસે એવી ઉત્તમ ધર્મચર્ચા કરવી જોઈએ કે તેના સંસ્કાર જીવનમાં
ફેલાઈ જાય, ઉત્તમ ભાવોની કમાણી થાય, ને જ્ઞાનલક્ષ્મીનો અપૂર્વ લાભ થાય.
આપણે તેમના પંથે જઈને તેમના જેવા થવું છે તેવા વિચારો કરવા તે આપણું
કર્તવ્ય છે.
વૈશાલીમાં ત્રિશલામાતાને ત્યાં સર્વજ્ઞપદને સાધવા માટે ચૈત્ર સુદ તેરસે જન્મ્યા
હતા. બેંતાલીસ વર્ષની વયે પ્રભુ કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંત થયા. ત્રીસ વર્ષ
સુધી ધર્મના ધોધ વહેવડાવીને અંતે પાવાપુરીથી પ્રભુજી સિદ્ધાલયમાં પધાર્યા...
મોક્ષ પામ્યા. આજે તેમના નિર્વાણને અઢીહજાર વર્ષ થયા. તેમનો જન્મ ઘણા
ભવ્ય જીવોને તરવાનું કારણ છે, તેથી તે કલ્યાણક છે. અહા! આ ભરતક્ષેત્રની
ધન્ય પળ છે; વીરતા પ્રગટ કરીને પોતે તો પૂર્ણ પરમાત્મા થયા ને જગતના ઘણા
જીવોને પણ ભવથી તારતા ગયા. ભવ્ય જીવોને તારવા ભગવાન કહે છે કે હે
આ વસ્તુ જ સ્વયં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા નિર્ણયથી અંતર્મુખ થતાં
સ્વસંવેદન વડે આત્મા પ્રત્યક્ષજ્ઞાતા થઈ જાય છે, એનું નામ સમ્યગ્દર્શન છે; તે
પૂર્ણતાના પંથે ચડયો, તેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીરના માર્ગે વળ્યો.
–આ છે મહાવીરનો સંદેશ.
વહેણથી અમે
PDF/HTML Page 56 of 69
single page version
સ્વાદથી ભરેલો આપનો ઉપદેશ, આવી મહાનતાને જે ઓળખે છે તે તો આપના
માર્ગમાં ચાલવા માંડે છે. અને તેના ચિત્તમાં આપ બિરાજો છો, તે જ આપને પૂજે છે.
આપની મહાનતાને જે ન ઓળખી શકે તે આપને ક્્યાંથી પૂજી શકે? પ્રભો! અમે તો
વધીએ છીએ.
આત્માની ઓળખાણ કરી તેને સાધવાનો છે. આત્માની અનુભવદશા વડે જ મોક્ષ
સધાય છે. આ વીરનો માર્ગ છે ને આ વીરનો ઉપદેશ છે. આવા માર્ગની ઓળખાણ
કરીને તે પોતામાં પ્રગટ કરે તેનો અવતાર સફળ છે. તેણે મહાવીર ભગવાનને ખરેખર
ઓળખ્યા, અને તેણે પોતામાં મહાવીરના વીતરાગર્માગને પ્રસિદ્ધ કર્યો. આ રીતે
મોક્ષમાર્ગની પ્રાપ્તિ તે તેમની ઓળખાણથી થતો મોટામાં મોટો લાભ છે.
મહાવીરપ્રભુ બિરાજી રહ્યા છે, ને તેમના દિવ્યધ્વનિને
શાસ્ત્રરૂપે ગૂંથીને કુંદકુંદપ્રભુ ભવ્ય જીવોને નિજવૈભવની
મહાન ભેટ આપી રહ્યા છે. સાથે કુંદકુંદપ્રભુના બે હાથ જેવા
બે મુનિભગવંતો–અમૃતચંદ્રાચાર્ય અને પદ્મપ્રભમુનિરાજ પણ
પધારીને પરમાગમમંદિરમાં બિરાજ્યા છે.
તેથી જ અહીં સાક્ષાત્ પધારીને આજ આપ અમને
આશીર્વાદ આપી રહ્યા છો. કહાનગુરુના હૈયામાં આપના
પ્રત્યે જે ઉમળકો ઊઠે છે–તે કોના જેવો છે? જેવી ઊર્મિ
સીમંધરપ્રભુને દેખીને આપને થઈ હતી તેના જેવી ઉર્મિનો
ઉમળકો આજે અમને આપને દેખીને થાય છે.
PDF/HTML Page 57 of 69
single page version
એમાં સ્વભાવનું સાધન કરવાને બદલે ધનને વધારવા માટે તું આ અવસરને વેડફી
નાંખે છે તો તારા જેવો મૂર્ખ કોણ? તું દિનરાત ધનની વૃદ્ધિ અર્થે પ્રયત્ન કરીને
પાપ બાંધે છે, ને સ્વભાવધર્મનું સાધન તું કરતો નથી. આયુષ અને પુણ્ય ઘટે છે
છતાં ધનની વૃદ્ધિથી તું માને છે કે હું વધ્યો. પણ ભાઈ, એમાં તારું કાંઈ હિત નથી.
તારું હિત તો એમાં છે કે તું તારા સ્વભાવનું સાધન કર...આત્માના મોક્ષને માટે
પ્રયત્ન કર. આ ભવ છે તે ભવના અભાવ માટે છે એમ સમજીને તું આત્માના
હિતનો ઉદ્યમ કર. આવો હિતકારી ઈષ્ટ ઉપદેશ સંતોએ આપ્યો છે.
એનો એને કાંઈ વિચાર નથી. એને ધન જેટલું વહાલું છે તેટલો જીવ વહાલો નથી,
તેથી ધનને અર્થે તે જીવનને વેડફી નાંખે છે. ઈષ્ટ એવો જે આત્મા તેને ભૂલીને જેણે
ધનને કે માનને ઈષ્ટ માન્યું, તે ધનને અર્થે તથા માનને અર્થે જીવન ગાળે છે. પણ
ઈષ્ટ તો મારો જ્ઞાનસ્વભાવી આત્મા છે, એના સિવાય બીજું કાંઈ મારું ઈષ્ટ નથી–
એમ જેણે આત્માને ઈષ્ટ જાણ્યો તે જીવ આત્માને સાધવા માટે પોતાનું જીવન આપી
દે છે. ઈષ્ટ તો સાચું તે જ છે કે જેનાથી ભવઃદુખ ટળે ને મોક્ષસુખ મળે. આવા
ઈષ્ટને જે ભૂલ્યો તે જ પરને ઈષ્ટ માનીને તેમાં સુખ માને છે ને તેમાં જીવન ગુમાવે
છે. ધર્મીને તો આત્માનો સ્વભાવ જ સુખરૂપ ને વહાલો લાગ્યો છે, ‘જગત ઈષ્ટ
નહિ આત્મથી’ એમ આત્માને જ ઈષ્ટ સમજીને તેના સાધનમાં જીવન ગાળે છે.
PDF/HTML Page 58 of 69
single page version
ધનની લોલુપતા ન કર. તારી વૃત્તિને આત્માના હિતના ઉદ્યમમાં જોડ એ જ સૌથી ઈષ્ટ
છે. લક્ષ્મી મેળવવાની લોલુપતાથી તો તારો આત્મા કાદવ જેવા પાપથી લેપાય છે.
ચોપડીને પછી સ્નાન કરી લેશું એમ માનનાર જેવો તે મૂર્ખ છે. ભાઈ, કાદવ ચોપડીને
પછી નહાવું, એના કરતાં પહેલેથી જ કાદવથી દૂર રહેને! તેમ ભવિષ્યમાં દાનાદિ
કરવાના બહાને અત્યારે તારા આત્માને પાપરૂપી કાદવથી શા માટે લેપે છે? હા, સહેજે
તને પુણ્યથી જે લક્ષ્મી વગેરે મળી હોય તેને તું દાન–પૂજા–સાધર્મીનો આદર વગેરે
સત્કાર્યમાં વાપર.
મેળવવાના ભાવમાં દુઃખ છે, ધનની રક્ષાના ભાવમાંય દુઃખ છે, ને ધનને ભોગવવાના
હિત જરાય નથી. તો તેને ઈષ્ટ કોણ માને? હિત તો આત્માની સાધનામાં છે, જેમાં
શરૂઆતમાં પણ શાંતિ ને જેના ફળમાં પણ મોક્ષસુખની અપૂર્વ શાન્તિ.–આવું
મોક્ષસાધન તે આત્માનું ઈષ્ટ છે. માટે તેનો જ ઉદ્યમ તું કર–એમ સંતોનો ઈષ્ટ ઉપદેશ છે.
આનંદના ઊભરા વહે એવું ચૈતન્યતત્ત્વ તું જ છો. તો હવે તને
ઉપર નજર કરતાં તું ન્યાલ થઈ જઈશ.
તેમ બને, તું તારા આત્મહિતના પંથે નિઃશંકપણે ચાલ્યો જાજે.
PDF/HTML Page 59 of 69
single page version
પૂ. ગુરુદેવની ૮૫ મી જન્મજયંતીનો ઉત્સવ મુંબઈ શહેરમાં મુમુક્ષુઓએ
પ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓ લાભ લેતા હતા. રાત્રે તત્ત્વચર્ચા તથા ભક્તિભજનનો
જ મધુભાઈ તથા પ્રેમીલાબેન આવ્યા હતા. બંને ભાઈઓએ તથા આખા પરિવારે ખૂબ
હોંશ–ઉલ્લાસ અને ભક્તિથી ગુરુદેવની સેવાનો લાભ લીધો હતો, ને પોતાના આંગણે
ગુરુદેવ પધારવાથી તેઓ પોતાને ધન્ય માનતા હતા. મુંબઈમાં ઘાટકોપરની
સુંદર હતું.
ટોળાં એ કલ્પવૃક્ષનાં મધુર આનંદફળ ચાખવા આવી રહ્યા હતા. આ ધમાલભરી
મુંબઈનગરીમાં નહીં પણ ચેતનની કોઈ શાંતનગરીમાં બેઠા હોઈએ એવું વાતાવરણ હતું.
વહેલી પરોઢીયે આખું મુંબઈ શાંત હતું–માત્ર ભક્તજનો જાગતા હતા, ને મોટરના
ભૂંગળાને બદલે ગુરુદેવના જયકાર સંભળાતા હતા. એ વખતનું શાંત વાતાવરણ
જગતને કહેતું હતું કે હે જીવો! જીવનની ધમાલમાંથી આત્માની શાંતિ જોઈતી હોય તો
તથા મુંબઈના મુમુક્ષુમંડળો તરફથી અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું, ને હજારો
મુમુક્ષુઓ તરફથી ૮૫ ની રકમો જાહેર કરવામાં આવી હતી.
PDF/HTML Page 60 of 69
single page version
બસ, હવે સંસારથી છૂટીને જાણે રત્નત્રયના સ્વધામમાં આવ્યા એવા સંતુષ્ટભાવની
ઉર્મિઓ ગુરુદેવના મુખ પર ઝળકતી હતી. ગુરુદેવ પધારતાં સુવર્ણધામ પુન: શોભી
ઉઠયું, સર્વત્ર નવચેતના આવી ગઈ. પ્રવચનમાં શાંતરસ ઝરી રહ્યો છે ને ગુરુદેવ
વારંવાર કહે છે કે અહીં તો હવે શાંતિથી સ્વાધ્યાયનો કાળ છે! અહા, અત્યારે આત્માને
સાધી લેવાનો અવસર છે.
બતાવેલા તત્ત્વનો અને સાચા દેવ–ગુરુ–ધર્મનો પ્રચાર કરવા પ્રયત્ન કરે છે, માંસભક્ષણ
તેમજ રાત્રિભોજન અને કંદમૂળ વગેરે પાપો છોડાવે છે; તેમણે ‘આત્મધર્મ–પ્રચારક
મંડળ’ સ્થાપ્યું છે, મુંબઈમાં પણ તેમના ભક્તો રહે છે. ગુરુદેવ મુંબઈ પધાર્યા ત્યારે
વૈશાખ સુદ બીજે તે મંડળ તરફથી પણ ગુરુદેવને અભિનંદન–પત્ર આપવામાં આવ્યું
હતું. તેમાં લખે છે–
હે ગુરુજી! વીતરાગી તમારું વિજ્ઞાન, ગુરુમહિમા ગાયો રે;
એવો અનંત ચોવીસીનો રાહ વિશ્રામ પોતામાં પાયો રે.
માટે સુંદર જગ્યા લેવાઈ ગઈ છે, ને શેઠશ્રી તલકશીભાઈના સુપુત્રો, શેઠશ્રી
પોપટલાલભાઈ વોરા, ચીમનભાઈ ઘડિયાળી, ગીરધરભાઈ શાહ વગેરે ભાઈઓ
આ કાર્યમાં ઉત્સાહથી રસ લઈ રહ્યા છે. જિનમંદિરનું શિલાન્યાસ તુરતમાં
થવાની આશા છે.