Atmadharma magazine - Ank 367
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 69
single page version

background image
: ૧૦: આત્મધર્મ : વૈશાખ: ૨૫૦૦
અહિંસા ધર્મ આખા જગતને પ્રિય છે; પણ તેનું સાચું સ્વરૂપ સમજનારા તો
જગતમાં કોઈ વિરલા જ છે. અને તે અહિંસાનું સાચું સ્વરૂપ સમજ્યા વગર તેનું પાલન
થઈ શકે નહીં; માટે અહિંસા–પ્રેમીએ તેનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. ભગવાન
મહાવીરના શાસનમાં પરમ અહિંસા ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવ્યું છે; તે અહીં કહીએ
છીએ:–
પ્રથમ તો અહિંસાધર્મ એટલે શું?
* મહાવીરપ્રભુના શાસનમાં પરમ અહિંસા–ધર્મ તેનો કહ્યો છે કે જેના સેવનથી
જરૂર મોક્ષ થાય. અને આત્માનો સ્વભાવ હણાય નહીં.
* તથા હિંસા તેને કહે છે કે જેનાથી આત્માનો સ્વભાવ હણાય અને સંસારમાં ભવ
કરવો પડે. (પછી તે ભવ સુગતિનો હો કે દુર્ગતિનો હો.) આ રીતે અહિંસા તે
મોક્ષનું કારણ છે, અને હિંસા તે સંસારનું કારણ છે.
અહિંસા=મોક્ષકારણ હિંસા=સંસારકારણ
૧. શુભભાવજનિત અર્થાત્ પ્રશસ્તકષાયરૂપ હિંસા.
૨. અશુભભાવજનિત અર્થાત્ અપ્રશસ્તકષાયરૂપ હિંસા.
આ રીતે જીવના અકષાય કે સકષાય (વીતરાગ કે રાગાદિ) પરિણામ સાથે
અહિંસા કે હિંસાનો સંબંધ છે. પણ પરજીવના જીવન કે મરણની સાથે આ જીવની
અહિંસા કે

PDF/HTML Page 22 of 69
single page version

background image
: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૧૧:
હિંસાનો સંબંધ નથી. એટલે પરજીવનું જીવન કે મરણ તેના આયુષ્યઅનુસાર થાઔ,
પણ જે જીવને અકષાય–વીતરાગભાવ છે તે જીવ અહિંસક છે, અને જે જીવને સકષાય–
રાગાદિભાવ છે. તે જીવ હિંસક છે. આ ભગવાન વીરનાથે જૈનશાસનમાં કહેલો અહિંસા
અને હિંસાનો મહાન સિદ્ધાંત છે. તેમાં જે રાગાદિ હિંસા છે તે અધર્મ છે, અને
વીતરાગભાવરૂપ જે અહિંસા છે તે પરમધર્મ છે. આવા અહિંસા ધર્મનો ઉપદેશ તે સર્વે
જીવોને માટે હિતકારી હોવાથી, તે જ ‘ઈષ્ટ–ઉપદેશ’ છે, તે જ ભગવાન મહાવીરનો
ઉપદેશ છે.
વીતરાગભાવરૂપ અહિંસા તે ઈષ્ટ ફળવાળી છે,
ને મોક્ષ તે ઈષ્ટ છે.
રાગાદિભાવરૂપ હિંસા તે અનીષ્ટ ફળવાળી છે,
ને સંસાર તે અનીષ્ટ છે.
હવે આવી અહિંસા તથા હિંસાનું સ્વરૂપ વધુ સ્પષ્ટ સમજવા
માટે દ્રષ્ટાંત લઈએ:–
એક જ જંગલમાં ૪૦ લૂટારાઓ રહેતા હતાં; તેઓ કૂ્રર પરિણામી અને
માંસાહારી હતા. જંગલમાં શિકારની શોધમાં તેઓ ફરતા હતાં.
એવામાં એક ધર્માત્મા–સંત તે જંગલમાંથી પસાર થતા હતા; આત્માને જાણનારા
ને વીતરાગભાવમાં મહાલનારા તે સંત, દુષ્ટ લૂટારાઓની નજરે પડ્યા, એટલે તેમને
મારી નાંખવા અને તેમનું માંસ ખાવા તે લૂટારાઓ પાછળ પડ્યા.
ધર્માત્મા–સંત–મુનિ તો ઉપસર્ગ સમજીને શાંતિથી ધ્યાનમાં બેસી ગયા.
લૂટારાઓ તેમને પકડીને મારવાની તૈયારીમાં હતા....પણ–
એ જ વખતે ત્યાં એક રાજા આવી ચડયો; રાજા સજ્જન હતો ને બહાદૂર હતો.
મુનિને અને લૂટારાઓને દેખીને તે તરત પરિસ્થિતિ સમજી ગયો. દુષ્ટ લૂટારાઓના
પંજામાંથી મુનિની રક્ષા કરવા તેણે લૂટારાઓને ઘણા સમજાવ્યા કે આ નિર્દોષ
ધર્માત્માને હેરાન ન કરો. પણ માંસના લોભી દુષ્ટ લૂટારાઓ કોઈ રીતે માન્યા નહિ, ને
તેમણે તો મુનિને મારવાની તૈયારી કરી.
ત્યારે રાજાથી રહેવાયું નહિ; તેણે મુનિની રક્ષા કરવા લૂટારાઓનો સામનો કર્યો,
ચાલીસ લૂટારાઓ પણ એકસાથે રાજા ઉપર તૂટી પડ્યા. પણ બહાદૂર રાજાએ તે બધા

PDF/HTML Page 23 of 69
single page version

background image
: ૧૨: આત્મધર્મ : વૈશાખ: ૨૫૦૦
લૂટારાઓને મારીને મુનિની રક્ષા કરી. લૂટારાઓ ન મુનિને મારી શક્્યા, કે ન રાજાને
મારી શક્્યા.
હવે આપણે અહીં બે વાત વિચારવાની છે–
૧. રાજાદ્વારા તો ચાલીસ લૂટારાઓ હણાયા.
૨. લૂટારાઓ વડે એક પણ માણસ હણાયો નહિ.
–તો હવે તે બેમાંથી વધારે હિંસક તમે કોને માનશો?
રાજાને વધુ હિંસક કહેશો? કે લૂટારાઓને?
ચોક્કસપણે તમે લૂટારાઓને જ વધુ હિંસક કહેશો; ને રાજાને હિંસક નહીં કહો,
પણ તેના કાર્યની પ્રશંસા કરશો.
૧. ૪૦ માણસો માર્યા ગયા છતાં તે રાજાને ઓછી હિંસા કેમ ગણી?
૨. અને કોઈ માણસ ન મરવા છતાં તે લૂટારાઓને વધુ હિંસા કેમ ગણી?
૩. મુનિરાજ તો બંને પ્રત્યે તટસ્થ, રાગ–દ્વેષ વગરના છે તેથી તેઓ વીતરાગી–
અહિંસક છે.
વિચાર કરતાં ઉપરના પ્રશ્નોનો ખુલાસો નીચે મુજબ આવશે.
“વધુ જીવ મરે માટે વધુ હિંસા, ને ઓછા જીવ મરે ત્યાં ઓછી હિંસા”–એવો
નિયમ નથી. જો એમ હોત તો રાજા જ વધારે હિંસક ઠરત. પણ એમ નથી. ત્યારે કેમ
છે?
વધુ કષાય ત્યાં વધુ હિંસા; ઓછો કષાય ત્યાં ઓછી હિંસા;
ને અકષાયરૂપ વીતરાગભાવ ત્યાં અહિંસા–એમ સિદ્ધાંત છે.
* લૂટારાઓએ મુનિને મારવાના ભાવનો ઘણો કષાય કર્યો તેથી તેને વધુ હિંસા
લાગી.
* રાજાએ ઓછો કષાય કર્યો માટે તેને ઓછી હિંસા લાગી. જોકે તેને મુનિને
બચાવવાનો શુભભાવ હતો, પરંતુ તેણે જેટલો કષાય કર્યો તેટલી તો હિંસા જ
થઈ, કેમકે કષાય પોતે જ હિંસા છે.
* જેમણે રાગ–દ્વેષ ન કર્યો એવા મુનિરાજ પરમ–અહિંસક રહ્યા; કેમકે
વીતરાગભાવ તે જ અહિંસા છે; ને રાગાદિ તે હિંસા છે.

PDF/HTML Page 24 of 69
single page version

background image
: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૧૩:
૧. રાજા દ્વારા ૪૦ લૂટારાનું મરણ થવા છતાં તેને ઓછી હિંસા લાગી
અને તે સ્વર્ગમાં ગયો.
૨. લૂટારાઓ દ્વારા કોઈ ન મર્યું છતાં તેઓને તીવ્ર હિંસા લાગી અને
નરકમાં ગયા.
૩. વીતરાગભાવમાં સ્થિત મુનિરાજ અહિંસક રહ્યા ને મોક્ષ પામ્યા.
આ ઉપરથી નક્કી થાય છે કે જેટલો રાગ તેટલી હિંસા છે; અને જે
વીતરાગભાવ છે તે જ અહિંસા છે. આ અહિંસા તે મોક્ષનું કારણ હોવાથી
પરમ ધર્મ છે.

PDF/HTML Page 25 of 69
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
હિંસા–અહિંસાનો આ અબાધિત નિયમ મહાવીર પ્રભુએ જૈનસિદ્ધાંતમાં કેવી
સુંદર રીતે સમજાવ્યો છે? તે જુઓ–
अप्रादुर्भावः खलु रागादीनां भवति अहिसेति।
तेषामेवोत्पत्तिः हिंसेति जिनागमस्य संक्षेपः।।४४।।
રાગાદિનો જ્યાં અંશ નહીં, બસ! તે અહિંસા જાણવી;
રાગાદિની જે ઉત્પત્તિ હિંસા જરૂર તે જાણવી.
જિનવરકથિત આગમ તણો રે! આ જ ટૂંકો સાર છે,
પુરુષાર્થ સિદ્ધિ–ઉપાયમાં અમૃતસૂરિનું વચન છે.
જીવમાં રાગાદિભાવોની ઉત્પત્તિ ન થવી તે ખરેખર અહિંસા છે; અને રાગાદિ
ભાવોની ઉત્પત્તિ તે હિંસા છે; આ જિનાગમનો સાર છે.
જ્યાં કષાયસહિતયોગથી દ્રવ્ય–ભાવરૂપ પ્રાણોનો ઘાત છે ત્યાં ચોક્કસ હિંસા છે.
જે સત્પુરુષને યોગ્યઆચરણ છે અને રાગાદિ કષાયનો અભાવ છે તેને, માત્ર
પ્રાણઘાત વડે કદી હિંસા થતી નથી.
અને જ્યાં રાગાદિકષાયવશ પ્રમાદપ્રવૃત્તિ છે ત્યાં, જીવ મરો કે ન મરો તોપણ,
ચોક્કસ હિંસા છે. કેમકે
સકષાયજીવ, કષાય વડે પ્રથમ પોતે પોતાના આત્માના ચૈતન્ય–પ્રાણને તો હણે
જ છે,–પછી બીજા જીવોની હિંસા તો થાય કે ન થાય.
પરવસ્તુના કારણે જીવને સૂક્ષ્મ પણ હિંસા થતી નથી; પોતાના કષાય ભાવથી જ
હિંસા થાય છે.
હિંસા–અહિંસા સંબંધી આ વસ્તુસ્વરૂપનો નિયમ છે, અને આ જૈનસિદ્ધાંતનું ટૂંકું
રહસ્ય છે.
अज्झवसिदेण बंधो सते मारेउ मा व मारेउ।
एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।।२६२।।
મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી;
–આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.

PDF/HTML Page 26 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૫ :
સમયસારની આ ગાથામાં શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે–પરજીવોનું જીવન કે મરણ
તો તેમના કર્મના ઉદયઅનુસાર થાઓ કે ન થાઓ, પણ તેમને મારવાનો કે જીવાડવાનો
જે અધ્યવસાય છે તે જ નિશ્ચયથી જીવને બંધનું કારણ થાય છે.
હિંસા–અહિંસાનું આવું સૂક્ષ્મસ્વરૂપ માત્ર જૈનશાસનમાં જ છે,–કેમકે જીવના
સાચા ચૈતન્યપ્રાણ, અને રાગાદિનું ભિન્નપણું જૈનશાસનમાં જ બતાવ્યું છે, અન્ય
મિથ્યામતી જીવો હિંસા–અહિંસાનું સાચું સ્વરૂપ ઓળખી શકતા નથી, કેમકે જીવના
ચૈતન્યપ્રાણની અને રાગની ભિન્નતાને તેઓ જાણતા નથી.
મહત્ત્વનો વિષય વધુ સ્પષ્ટ સમજવા માટે આપણે એક બીજો
દાખલો પાંડવોનો લઈએ–
યુધિષ્ઠિર–ભીમ–અર્જુન તથા નકુલ–સહદેવ એ પાંચ પાંડવોએ જ્યારે દગ્ધ
થયેલી શ્રીકૃષ્ણની દ્વારકાનગરીને દેખી ત્યારે સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને તેમનું
ચિત્ત ઉદાસ થયું અને નેમપ્રભુના સમવસરણમાં આવ્યા; પ્રભુના શ્રીમુખથી ધર્મોપદેશ
સાંભળીને તેઓ સંસારથી વિરક્ત થયા અને મુનિદશા પ્રગટ કરી આત્મધ્યાનપૂર્વક
દેશોદેશ વિચરતા–વિચરતા તેઓ સોનગઢની નજીક આવેલા શત્રુંજયગિરિ–સિદ્ધક્ષેત્ર પર
પધાર્યા; અનેક ભક્તજનોએ અત્યંત હર્ષપૂર્વક પાંડવ–મુનિભગવંતોનાં દર્શન કર્યા. પણ
દુર્યોધનના ભાણેજના મનમાં પાંડવોને દેખી એવો દુષ્ટ વિચાર આવ્યો કે આ પાંડવોએ
મારા મામાનો નાશ કર્યો છે માટે અત્યારે હું તેનું વેર લઉં; કેમકે અત્યારે મુનિદશામાં
તેઓ કાંઈ પ્રતિકાર નહીં કરે.–આવા દુષ્ટ વિચારપૂર્વક તેણે લોખંડના ધખધખતા
દાગીના પાંડવોના શરીરમાં પહેરાવ્યા, ને એ રીતે તેમને જીવતા બાળી નાંખવાનો ઘોર
ઉપસર્ગ કર્યો. માથા પર ધગધગતા લોઢાના મુગટ પહેરાવ્યા તેથી માથું સળગવા લાગ્યું;
હાથ–પગના દાગીનાથી હાથ–પગ સળગવા માંડયા. તે વખતે–
૧. યુધિષ્ઠિર–ભીમ–અર્જુન તો ચિદાનંદતત્ત્વની શાંત અનુભૂતિમાં એવા લીન થઈ
ગયા કે ઉપસર્ગ ઉપર લક્ષ પણ ન ગયું. અગ્નિના ભડકા વચ્ચે પણ ચૈતન્યના
શાંતરસમાં તેઓ એવા ઠરી ગયા કે તે જ વખતે ક્ષપકશ્રેણી માંડી, સંપૂર્ણ
વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામ્યા, અને તત્ક્ષણ મોક્ષ પામ્યા. તેમને રાગની
ઉત્પત્તિ થઈ જ નહિ, તેથી તેઓ પરમ અહિંસક રહ્યા; તેમનો ચૈતન્યભાવ જરાય
હણાયો નહિ.
૨. બીજી તરફ નકુલ અને સહદેવ એ બે ભાઈઓએ જો કે શાંતિથી ઉપસર્ગ સહન
કર્યો, દુશ્મન ઉપર ક્રોધ ન કર્યો; પણ તેમને એટલી વૃત્તિ ઊઠી કે આ ઉપસર્ગમાં

PDF/HTML Page 27 of 69
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
શત્રુંજયગિરિ પર પાંચ પાંડવો ધ્યાનમાં ઉભા છે. તેમાંથી
ત્રણ તો વીતરાગી અહિંસા વડે મોક્ષ પામ્યા. અને બે પાંડવોને
સૂક્ષ્મરાગરૂપ હિંસા રહી જવાથી સંસારમાં ભવ કરવો પડ્યો.
આ દ્રષ્ટાંત એમ સિદ્ધ કરે છે કે કોઈ પણ પ્રસંગે
વીતરાગભાવરૂપ શાંતિ તે જ ઉત્કૃષ્ટ ધર્મ છે અને તે જ ઈષ્ટ છે.
રાગ, ભલે ગમે તે કોટીનો હો પણ તે ઈષ્ટ નથી, તેમાં શાંતિ
નથી, એટલે તે અહિંસા નથી.

PDF/HTML Page 28 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૭ :
અમારા મોટા ભાઈઓનું શું થતું હશે?–આ પ્રકારે સંજ્વલનરૂપ બંધ–મોહ રહી
ગયો એટલે એટલા રાગની ઉત્પત્તિ થઈ, ને તેઓ વીતરાગપણે રહી ન શક્્યા,
કેવળજ્ઞાન ન પામ્યા; પણ એટલા વિકલ્પ પૂરતી ચૈતન્યભાવની સૂક્ષ્મહિંસાને લીધે
તેમને સંસારમાં સર્વાર્થસિદ્ધિનો ભવ થયો. (મોક્ષ ન થયો, પણ ભવ થયો.)
હા, તેમણે વિશેષ ઉદ્વેગ ન કર્યો, તેમજ પાંડવોને બચાવવાની ચેષ્ટા કરી નહિ;
એટલી વીતરાગતા તેમને હતી, ને તે અહિંસા હતી.
૩. ત્રીજા કોઈ જીવો એવા હતા કે જેમણે આ ઉપસર્ગ દેખીને, ઉપસર્ગ કરનાર ઉપર
તીવ્ર ક્રોધ કર્યો તથા પાંડવોને બળતા દેખીને ખૂબ ઉદ્વેગ કર્યો, ભક્તિથી તેમને
બચાવવાની ચેષ્ટા કરી.
આ જીવોએ, કોઈ જીવને હણ્યો ન હોવા છતાં, જેટલા ક્રોધાદિ ભાવ કર્યા તેટલે
અંશે ચૈતન્યભાવની હિંસા કરી. એટલે ઉપરના બે નંબરવાળા જીવો કરતાં આ જીવોને
વધુ હિંસા છે. તેમના પરિણામ શુભ હોવા છતાં આપણે તેમને અહિંસક નહીં કહીએ,
કેમકે અહિંસા તો આપણે વીતરાગભાવને જ સ્વીકારેલ છે. એટલે–
* જીવ બચાવવાના ઉદ્વેગ પરિણામવાળો જીવ પૂરો અહિંસક નથી.
* પણ સ્વરૂપમાં સ્થિર વીતરાગ–પરિણામવાળો જીવ જ પૂરો અહિંસક છે.
૪. ચોથો જીવ–કે જેને મુનિને મારી નાંખવાના કૂ્રર પરિણામ હતા, તેની શી વાત?
તેને તો તીવ્ર હિંસા છે.
આ પ્રમાણે જીવના સરાગ કે વીતરાગ પરિણામ અનુસાર હિંસા–અહિંસા છે;
અને તેમાં પણ મિથ્યાત્વ તે સૌથી મોટી હિંસા છે.
જૈનસિદ્ધાંત–અનુસાર હિંસા–અહિંસાનું આવું સત્ય–સ્વરૂપ જે નથી જાણતો, તે
વીતરાગભાવરૂપ અહિંસા ધર્મને ઓળખતો નથી, અને રાગાદિ હિંસાભાવો–કે જેના વડે
જીવના ચૈતન્યપ્રાણ હણાય છે–તે રાગને (શુભરાગને) તે અહિંસા–ધર્મ માને છે. આ
રીતે હિંસાને જ તે અહિંસા માનતો હોવાથી તે જીવને મિથ્યાત્વ છે, ને મિથ્યાત્વ તે સૌથી
મોટી હિંસાનું સેવન છે. જેણે હિંસાને જ અહિંસા માની લીધી (રાગને જ વીતરાગતા
માની લીધી)–એના જેવું મોટું પાપ બીજું કયું હોઈ શકે?
માટે જેણે સાચા અહિંસક થવું હોય તેણે–
* કોઈ પણ રાગને પરમધર્મરૂપ અહિંસા માનવી ન જોઈએ.

PDF/HTML Page 29 of 69
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
* જેટલો રાગ તેટલી હિંસા–એમ સમજીને તેને છોડવી જોઈએ.
* અને જેટલી વીતરાગતા તેટલી અહિંસા–એમ સમજીને તેને આદરવી જોઈએ.
આવી વીતરાગી અહિંસા વડે જ ભવથી તરાય છે.
તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.
(પંચાસ્તિકાય–૧૭૨)
આવી વીતરાગી અહિંસા તે વીરનો ધર્મ છે.
વીરની વીતરાગી અહિંસાનો જય હો.
તે સમજાવવા એક વધુ દ્રષ્ટાંત
૧. એક જંગલની એક રમણીયગૂફામાં ભદ્રપરિણામી એક સુવર (ભૂંડ) રહેતું હતું.
૨. તે જંગલમાં એક વાઘ રહેતો હતો, તે કૂ્રરપરિણામી હતો.
૩. એક વીતરાગી મુનિરાજ વિચરતા–વિચરતા તે જંગલમાં આવ્યા; ને જે ગૂફામાં
સુવર રહેતું હતું તે ગૂફામાં બિરાજમાન થઈને શુદ્ધોપયોગ વડે આત્મધ્યાન કરવા
લાગ્યા.
મુનિરાજને ગૂફામાં દેખીને–
૧. ભદ્રપરિણામી ભૂંડને એવો શુભ વિચાર આવ્યો કે અહા, આ કોઈ વીતરાગી
મહાત્મા મારી ગૂફામાં પધાર્યા છે, એમને દેખતાં જ કોઈ અપૂર્વ શાંતિ થાય છે.
એમના પધારવાથી મારી ગૂફા ધન્ય થઈ...હું કઈ રીતે તેમની સેવા કરું? એવા
શુભભાવપૂર્વક તે ભૂંડ ગૂફાના દરવાજે બેસીને મુનિરાજની રક્ષા કરતું હતું.
૨. તે જ વખતે પાસે રહેલા વાઘને એવો અશુભ ભાવ થયો કે હું આ મનુષ્યને
મારી ખાઈ જાઉં.

PDF/HTML Page 30 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
૩. તે જ વખતે શુદ્ધોપયોગમાં લીન તે મુનિરાજ, નથી તો ભૂંડ ઉપર રાગ કરતાં, કે
નથી વાઘ ઉપર દ્વેષ કરતા–એ તો વીતરાગ છે.
મુનિરાજને ખાઈ જવા માટે વાઘ ગૂફા પાસે આવ્યો. ભૂંડને તેનો ખ્યાલ આવી
ગયો એટલે તરત જ વચ્ચે આવીને તેણે વાઘને રોક્્યો.
વાઘ એના પર તૂટી પડ્યો....વાઘ અને ભૂંડ બંને લડ્યા; ખૂબ લડ્યા. કૂ્રર
વાઘની સામે પણ ભૂંડે બરાબર ટક્કર ઝીલી; તેના મનમાં એક જ ધૂન હતી કે પ્રાણ
આપીને પણ હું મુનિને બચાવીશ. બંને ખૂબ લડે છે,–એક તો મુનિના રક્ષણ માટે લડે છે,
ને બીજો મુનિના ભક્ષણ માટે લડે છે. લડતાં–લડતાં બંનેએ એક–બીજાને મારી નાંખ્યા...
બંનેએ એકબીજાની હિંસા કરી. વાઘ તો મરીને દુર્ગતિ ગયો; સુવર મરીને સુગતિમાં
ગયું; મુનિરાજ તો ધ્યાનમાં જ વીતરાગપણે બિરાજી રહ્યા ને કેવળજ્ઞાન પ્રગટાવી
મોક્ષગતિ પામ્યા.
હવે તેનું પૃથક્કરણ
આ દ્રષ્ટાંતમાં ત્રણ પાત્રો છે:–
(૧) સુવરનો જીવ:– જે મુનિને બચાવવાના પ્રશસ્ત રાગ–કષાયમાં વર્તે છે.
(ર) વાઘનો જીવ :– જે મુનિરાજને મારવાના અપ્રશસ્ત દ્વેષકષાયમાં વર્તે છે.
(૩) મુનિરાજ :– જેઓ અકષાય વીતરાગભાવમાં વર્તે છે.
હવે આમાં હિંસા–અહિંસા કયા પ્રકારે છે તે જોવા માટે, જ્યારે આપણે સુવર
અને વાઘની સરખામણી કરશું ત્યારે વાઘ કરતાં સુવરના ભાવ સારા છે, એટલે વાઘ
કરતાં તે સુવરની આપણે પ્રશંસા કરીશું.
મુનિની હિંસા ન થઈ તોપણ વાઘને પોતાના કૂ્રર પરિણામને લીધે હિંસાનું પાપ
લાગી જ ગયું ને તે દુર્ગતિમાં ગયો. વાઘની હિંસા થઈ છતાં ભૂંડ પોતાના શુભ
પરિણામને લીધે સુગતિમાં ગયું. એટલે બાહ્ય જીવોનું જીવન–મરણ તે હિંસા–અહિંસાનું
કારણ નથી પણ જીવનો ભાવ જ હિંસા–અહિંસાનું કારણ છે. આ દ્રષ્ટાંતમાં મુનિની
હિંસા ભલે ન થઈ તોપણ તેને મારી નાખવાના વાઘના હિંસકભાવને તો કોઈપણ રીતે
સારો નહિ જ કહેવાય. મુનિને મારવાની અપેક્ષાએ મુનિને બચાવવાનો રાગભાવ જરૂર
પ્રશંસનીય છે.
– પણ –
હજી આપણી વાત અધૂરી છે; કેમકે હજી ત્રીજા પાત્રને ભેળવવાનું બાકી છે.

PDF/HTML Page 31 of 69
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
આ એક જ ચિત્રમાં, સંસારની ચારગતિ અને મોક્ષરૂપ પંચમગતિ આપ જોઈ
શકશો. તેનાં કારણનો વિચાર કરશો તો તમને અહિંસાધર્મનું રહસ્ય સમજાશે.
(૧) પ્રશસ્તકષાયરૂપ હિંસાવાળા ભૂંડને સ્વર્ગમાં ભવ.
(ર) અપ્રશસ્તકષાયરૂપ હિંસાવાળા વાઘને નરકમાં ભવ.
(૩) કષાયરહિત વીતરાગી અહિંસક મુનિરાજનું મોક્ષગમન.

PDF/HTML Page 32 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૧ :
જ્યારે આપણે મુનિરાજને પણ સાથે રાખીને સરખામણી કરશું ત્યારે બેધડકપણે
દેખાશે કે, વીતરાગભાવમાં બિરાજમાન મુનિરાજનું કાર્ય તે જ શ્રેષ્ઠ કાર્ય છે, તે જ
અત્યંત પ્રશંસનીય છે, ને તે વીતરાગભાવની સરખામણીમાં ભૂંડનો પ્રશસ્તરાગ પણ
પ્રશંસનીય નથી.
મુનિરાજનો વીતરાગભાવ જ પરમ અહિંસારૂપ હોવાથી તેને આપણે પ્રશંસનીય
કહેશું, ને તેને જ મોક્ષનું કારણ કહેશું.
તે વીતરાગભાવની સામે ભૂંડના રાગભાવને આપણે ‘પરમ’ અહિંસા નહીં
કહીએ, અપિતુ તેને પણ ‘હિંસા’ ની કક્ષામાં મુકીશું. ભલે તે રાગને ‘પ્રશસ્ત’ વિશેષણ
લગાડીએ તોપણ તેને હિંસા તો કહેવી જ પડશે, કેમકે જેટલો રાગ છે તેટલી હિંસા છે.
પીત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને ‘પ્રશસ્ત–પીત્તળ’ એમ કહીએ તેથી કાંઈ તે
સુવર્ણની જાતમાં તો ન જ આવે; તેમ કોઈ રાગાદિ–હિંસાને પ્રશસ્ત વિશેષણ લગાડીએ
તેથી કાંઈ તે ‘અહિંસા’ ન બની જાય.
એટલે શુભરાગવાળો તે ભૂંડનો જીવ પણ, આગળ વધીને જ્યારે રાગ વગરનો
ચૈતન્યભાવ પ્રગટ કરશે ત્યારે જ તે વીતરાગભાવરૂપ અહિંસા–ધર્મમાં આવશે, ને તે
પરમ અહિંસા ધર્મ વડે તે મોક્ષને સાધશે. આ રીતે
“ अहिंसा परमो धर्मः ” છે.
મુનિના વીતરાગભાવને અને ભૂંડના રાગભાવને આપણે એકકક્ષામાં નહીં મુકી
શકીએ, કેમકે બંનેની જાત એકબીજાથી વિરુદ્ધ છે.
મુનિને મારવાના ભાવની અપેક્ષાએ બચાવવાનો ભાવ તે ઉત્તમ હોવા છતાં,
બંનેની એક કક્ષા છે. (જેમ એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક પહેલો નંબર
હોય ને એક છેલ્લો નંબર હોય,–પણ બંનેની કક્ષા એક જ છે–તેમ.) વાઘ અને ભૂંડ
બંનેમાં જેટલા રાગાદિ કષાયભાવો છે તેટલી હિંસા છે; ને જે હિંસા છે તે અહિંસા નથી
એટલે ધર્મ નથી.
મુનિરાજનો વીતરાગભાવ તે અહિંસા છે, ને તે ધર્મ છે.
આવા વીતરાગ અહિંસા ધર્મનો જય હો.
* * * * *

PDF/HTML Page 33 of 69
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
પરમ અહિંસા ધર્મનો મૂળ પાયો
ભેદવિજ્ઞાન
ભગવાન મહાવીરે
કહેલા ‘પરમ
અહિંસાધર્મ’ને જાણવા
માટે, અને તેનું પાલન
કરવા માટે, મુમુક્ષુ જીવે
પ્રથમ તો ચૈતન્યઉપયોગ
અને રાગ એ બંનેનું
અત્યંત ભિન્નપણું જાણવું
જોઈએ. ભિન્નપણું જાણે
તો જ રાગ વગરના
શુદ્ધઉપયોગરૂપ
અહિંસાધર્મને સાધી શકે.

એવું ભિન્નપણું કયા પ્રકારે જાણવું? એમ અંતરમાં જિજ્ઞાસા જાગે તો,
–ભગવાન મહાવીરે અને તેમના શાસનમાં થયેલા સંતોએ તેવું ભિન્નપણું પોતાના
આત્મામાં સાક્ષાત્ અનુભવીને આગમમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે; તે અહીં કહીએ
છીએ:–
सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं।
कह सो पुग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं।।२४।।

PDF/HTML Page 34 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૩ :
સર્વજ્ઞ–જ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે?
શરીરથી ને રાગાદિભાવોથી ભિન્ન, ચૈતન્યમય આત્મતત્ત્વને જે જાણતો નથી
અને રાગાદિ–સંયુક્ત જીવને જ અનુભવે છે એવા અપ્રતિબુદ્ધ–જિજ્ઞાસુને, આચાર્યદેવ
સર્વજ્ઞ–જ્ઞાનની સાક્ષીથી અને પોતાના સ્વાનુભવથી પ્રતિબોધે છે કે: હે ભાઈ, ‘જે નિત્ય
ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે’ એમ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, આગમમાં
પણ ભગવાને સ્પષ્ટ એમ પ્રકાશ્યું છે, ને અનુભવમાં પણ જીવ પણ સદા જ્ઞાનસ્વરૂપે જ
અનુભવાય છે. પોતાનું ઉપયોગપણું છોડીને જીવ કદી પુદ્ગલરૂપ તો થઈ જતો નથી;
જેમ અંધકારને અને પ્રકાશને એકપણું નથી પણ જુદાપણું જ છે, તેમ ચેતનપ્રકાશ
વગરના એવા રાગાદિભાવોને અને ચેતનપ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી પણ
સદા જુદાપણું જ છે. આમ તારા ઉપયોગલક્ષણ વડે તારા જીવને તું સમસ્ત જડથી ને
રાગથી જુદો જાણ, ને ઉપયોગસ્વરૂપે જ પોતાને અનુભવમાં લઈને હે જીવ! તું અત્યંત
પ્રસન્ન થા....આનંદિત થા.
અરે, અત્યાર સુધી ઉપયોગસ્વરૂપને ભૂલીને, રાગાદિરૂપે જ મેં મને માનીને મારી
હિંસા કરી ને તેથી ચારગતિમાં હું દુઃખી થયો. પણ હવે સર્વજ્ઞમાર્ગી શ્રીગુરુઓના પ્રતાપે
મારા સ્વતત્ત્વનું મને ભાન થયું કે અહો! હું તો સદા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છું; મારું
ઉપયોગસ્વરૂપ હણાયું નથી.–આમ ઉપયોગસ્વરૂપની અનુભૂતિ રાગાદિથી અત્યંત ભિન્ન
હોવાથી તે પરમ અહિંસારૂપ છે, એટલે ઉપયોગસ્વરૂપનો અનુભવ (શુદ્ધઉપયોગ) તે જ
પરમ અહિંસાધર્મ છે.
સર્વમાન્ય મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમાસ્વામી કહે છે કે:–
‘ઉપયોગો લક્ષણમ્ ’
ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જીવને પોતાના ઉપયોગસ્વરૂપમાં સદા
તન્મયપણું છે, રાગાદિના કે શરીરાદિમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી
રચાયેલો નથી, પોતાનું સત્પણું ટકાવવા તે કોઈ ઈંદ્રિયોની કે રાગની અપેક્ષા રાખતો
નથી; ઈંદ્રિયો કે રાગ વગર તે સ્વયંસિદ્ધ જીવનું સ્વરૂપ છે.
તે ચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન, એટલે કે શુદ્ધચેતના તે અહિંસા છે,

PDF/HTML Page 35 of 69
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધપરિણમન તે હિંસા
છે, તે સંસારનું કારણ છે.
જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો–
* ઉપયોગ તે પરિણામિકભાવ છે.
* ઉપયોગનું શુદ્ધ પરિણમન તે ક્ષાયિકાદિ ભાવરૂપ છે.
* રાગાદિ ભાવો તે ઔદયિક ભાવ છે.
આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે.
નવ તત્ત્વમાં લઈએ તો–
* ઉપયોગ તે જીવ અને સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વમાં આવે છે.
* રાગાદિભાવો આસ્રવ અને બંધતત્ત્વમાં આવે છે.
આ રીતે ઉપયોગ અને રાગ એ બંને તત્ત્વો ભિન્ન છે.
ન્યાય–યુક્તિથી જોઈએ તો–
* ઉપયોગ સાથે આત્માની સમવ્યાપ્તિ છે.
* રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી.
–માટે ન્યાયથી ઉપયોગ અને રાગની ભિન્નતા જ સિદ્ધ થાય છે; ઉપયોગની
અને રાગની એકતા કોઈ રીતે સિદ્ધ થતી નથી.
અનુભવથી જોતાં પણ–
રાગાદિ વગરના ઉપયોગસ્વરૂપે જીવ અનુભવમાં આવે છે. પણ ઉપયોગ
વગરનો જીવ કદી અનુભવમાં આવતો નથી.
–આ રીતે ધર્મીની અનુભૂતિમાં ઉપયોગ અને રાગની ભિન્નતા છે; રાગથી જુદો,
ઉપયોગસ્વરૂપ આત્મા જ અનુભૂતિમાં પ્રકાશે છે.
एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.

PDF/HTML Page 36 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૫ :
હું એક શાશ્વત જ્ઞાન–દર્શનલક્ષણ આત્મા છું; ઉપયોગ સિવાય બીજા બધા
સંયોગલક્ષણરૂપ ભાવો છે તે મારાથી બહાર છે; તે મારા સ્વભાવલક્ષણ નથી.–આવી
ધર્માત્માની અનુભૂતિ છે.
રાગાદિ ભાવો જો આત્માનું સ્વલક્ષણ હોય તો, તે રાગાદિના નાશથી આત્મા
પણ મરણ પામે. પણ રાગનો નાશ થવા છતાં સિદ્ધજીવો સાદિ–અનંતકાળ આનંદથી
જીવે છે.–માટે રાગ તે આત્માનું લક્ષણ નથી. રાગને લક્ષણ માનતાં અવ્યાપ્તિ દોષ આવે
છે.
ઉપયોગ જ આત્માનું લક્ષણ છે. તે આત્માથી કદી જુદું પડતું નથી. ઉપયોગના
અભાવમાં આત્માનો અભાવ હોય છે; ને આત્મા સદાય ઉપયોગસ્વરૂપ હોય છે; આત્મા
ઉપયોગલક્ષણ વગરનો કદી હોતો નથી.
ઉપયોગલક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે;
એ જીવજો જીવડાવજો, પ્રભુ વીરનો ઉપદેશ છે.
ચેતન–જીવન વીરપંથમાં, નહિ દેહજીવન સત્ય છે;
ચેતન રહે નિજભાવમાં બસ! એ જ સાચું જીવન છે.

ઉપયોગ તે જીવનું સર્વસ્વ છે. તે ઉપયોગની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તેની સાથે
શાંતિ–વીતરાગતા–આનંદ વગેરે સર્વ ગુણોથી આત્માનું જીવન શોભી ઊઠે છે; તેથી તે
સાચું જીવન છે, અને તે જીવને ઈષ્ટ છે.
મોહ–રાગાદિ ભાવો ઉપયોગથી વિપરીત છે, તેમાં શાંતિનું જીવન નથી પણ
ભાવમરણ છે; તેથી જીવને તે ઈષ્ટ નથી.
શુદ્ધોપયોગ તે સાચો અહિંસા ધર્મ છે; તેમાં રાગનો અભાવ છે. તે જ જીવને ઈષ્ટ
છે, કેમકે તેમાં સ્વભાવનો ઘાત થતો નથી પણ આનંદમય સ્વભાવની ઉપલબ્ધિ થાય
છે, તેથી તે જ જીવને ઈષ્ટ છે. આ રીતે વીતરાગભાવનો ઉપદેશ તે જ ભગવાન
મહાવીરનો ઈષ્ટ ઉપદેશ છે.
હે ભવ્ય જીવો!
ભગવાન મહાવીરના આવા ઈષ્ટ ઉપદેશને ઓળખીને તેની ઉપાસના કરો; તે જ
ભગવાનના નિર્વાણનો સાચો મહોત્સવ છે, ને તે જ વીરપ્રભુ–પ્રત્યે સાચી અંજલિ છે.
જય મહાવીર

PDF/HTML Page 37 of 69
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
સાચું જીવન જીવવાની રીત
ઉપયોગ જીવનું જીવન છે
(પૂ. શ્રી કાનજીસ્વામીના પ્રવચનોમાંથી)
* * * *
આત્માનો સ્વભાવ સદા શુદ્ધ ચેતનાલક્ષણરૂપ છે; તે ચેતનાને જ શુદ્ધધર્મ
ભગવાને કહ્યો છે. તેમાં રાગરૂપ ભાવકર્મ નથી, તેમ જ જડકર્મ પણ નથી. આ રીતે
કર્મથી વિમુક્ત ચેતનાસ્વરૂપે આત્માને ચેતવો–અનુભવવો તે જ શુદ્ધ ધર્મ છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જોતાં બધા આત્મા સદા શુદ્ધ ચેતનાલક્ષણસંપન્ન છે. આવા
આત્માના અનુભવરૂપ ચેતનાધર્મ તે મોક્ષમાર્ગ છે.
રાગાદિ વિકલ્પમાં ચેતના નથી, ને ચેતનામાં રાગાદિ નથી. રાગાદિ તે કાંઈ
આત્માનું સ્વલક્ષણ નથી. રાગ વગરનો આત્મઅનુભવ સંભવે છે પણ ચેતના વગરનો
આત્મઅનુભવ અસંભવ છે.
–આ રીતે સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને, રાગથી જુદી પરિણમતી જે જ્ઞાનચેતના તેના
વડે આત્મા લક્ષમાં આવે છે, ને તે ચેતના જ આત્માનું લક્ષણ છે. આવા સ્વધર્મરૂપ
લક્ષણ વડે આત્મા લક્ષિત થાય છે–એમ જિનશાસનમાં સર્વજ્ઞદેવે કહ્યું છે.
સર્વજ્ઞ–જ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે!
(સમયસાર ગા. ૨૪)
ઉપયોગલક્ષણ વડે અંદરમાં શરીરથી વિલક્ષણ તારા આત્માને શોધ,
ચૈતન્યભાવમાં કેલિ કરતું તારું સત્ત્વ દેખીને તને મહા આનંદ થશે.
ચેતના તે આત્માનો અસલી સ્વભાવભૂત ધર્મ છે. રત્નત્રયધર્મનું લક્ષણ પણ

PDF/HTML Page 38 of 69
single page version

background image
: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૭ :
ચેતના જ છે; ચેતનાના અનુભવમાં રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સમાય છે. મુક્તિ તે સર્વ
કર્મથી તેમ જ સર્વ રાગથી રહિત ચૈતન્યદશા છે, તે મુક્તિનો ઉપાય પણ શુભાશુભરાગ
વગરનો તેમ જ જડકર્મના સંબંધ વગરનો એવો શુદ્ધ ચૈતન્યભાવ છે.
શુદ્ધનયથી આત્માનો સ્વભાવ સર્વકર્મથી વિમુક્ત ઉપયોગસ્વરૂપ છે, તેને
ઓળખીને તેમાં એકાગ્ર થતાં શુદ્ધ સમ્યગ્જ્ઞાન–દર્શન–ચારિત્ર પ્રગટ્યા તે મોક્ષમાર્ગ છે.
તેને શુદ્ધચેતના પણ કહેવાય છે. આવો ધર્મ તે કર્મથી છૂટવાનો માર્ગ છે. આવી
શુદ્ધાત્માની ઉપાસનાનું અલૌકિક વર્ણન સમયસારમાં છે. અહો, સમયસારમાં તો બહુ
ગંભીરતા છે.
મોક્ષના માર્ગરૂપ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે ત્રણેય શુદ્ધચેતનારૂપ છે,
રાગરૂપ નથી કે દેહની ક્રિયારૂપ નથી. આવા રત્નત્રય શુદ્ધચેતના તે આત્માનો ધર્મ છે,
આત્માનો સ્વભાવ છે. ‘ચેતના’ ને રત્નત્રયનું લક્ષણ કહ્યું છે પણ રાગને લક્ષણ નથી
કહ્યું; રાગનો તો તેમાં અભાવ છે, એટલે રત્નત્રયમાં ક્્યાંય રાગ ન આવે; રત્નત્રય
રાગ વગરનાં છે. અને તે જ મોક્ષનું સાધન છે. આવા રાગ વગરનાં રત્નત્રય તે જ
મહાવીરપ્રભુનો વીતરાગમાર્ગ છે; તે માર્ગે મોક્ષ પમાય છે.
જુઓ, મોક્ષમાર્ગમાં રત્નત્રયને રાગ વગરનાં લીધા છે, ને તેને ચેતનાનો ધર્મ
કહ્યો છે. વ્યવહાર રત્નત્રયમાં જે રાગનો ભાગ છે તે કાંઈ ચેતનાનો ધર્મ નથી. રાગ તે
આત્માનો સ્વભાવ નથી પણ બંધનો સ્વભાવ છે, તે તો કર્મ બાંધનાર છે, તે કાંઈ
જીવને કર્મથી છોડાવનાર નથી. અને ચેતનારૂપ રત્નત્રયધર્મ તો કર્મથી વિવર્જિત છે,
પૂજા–દાન વગેરેના શુભરાગને ભગવાને લૌકિકધર્મ કહ્યો છે પણ મોક્ષના કારણરૂપ
પરમાર્થધર્મ તે નથી; પરમાર્થધર્મ તો રાગ વગરનો છે. આવા રાગ વગરના રત્નત્રયની
આરાધના તે મહાવીરપ્રભુનો માર્ગ છે. તે જૈનશાસન છે.
જૈનશાસનમાં ત્રણેકાળે ધર્મનું આવું સ્વરૂપ ઓળખવું. ભરતમાં ઐરવતમાં કે
વિદેહક્ષેત્રમાં સદાય આવો ચેતનાલક્ષણરૂપ આત્મધર્મ છે. તેમાં રત્નત્રય સમાય છે ને તે
જ મોક્ષમાર્ગ છે. આવા માર્ગને ઓળખીને ચેતનાના અનુભવની નિરંતર ભાવના કરવા
જેવી છે. તે જ અહિંસાધર્મનો મૂળ પાયો છે.
ઉપયોગ એ જ આત્માનું જીવન છે.
ઉપયોગસ્વરૂપની અનુભૂતિ એ જ સાચું જીવન છે.
આયુકર્મ વગર જીવી શકાય?–હા.

PDF/HTML Page 39 of 69
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૦
સાચું જીવન આયુકર્મ વગર જ જીવી શકાય છે. અનંત સિદ્ધભગવંતો આયુ વગર
એવું જીવન જીવે છે. જીવના પ્રાણ ચૈતન્ય છે. (आत्मद्रव्यहेतुभूत चैतन्यमात्र
भावधारणलक्षणा जीवत्व शक्तिः।] ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરીને સદા જીવે એવી
આત્માની જીવત્વશક્તિ છે, એટલે જીવ સદા ચૈતન્ય–જીવનથી જીવનારો છે, આયુકર્મથી
નહિ.
જો આયુકર્મથી જીવ જીવતો હોત તો બધા સિદ્ધભગવંતો મરી જાત.
આયુના અભાવમાં કાંઈ જીવનો અભાવ થતો નથી.
આવા ચૈતન્યજીવનને ઓળખે તેને દેહબુદ્ધિ રહે નહિ, ને મરણનો ભય મટી
જાય. જેને આયુકર્મનો અભાવ થયો તેનું મૃત્યુ કદી થઈ શકતું નથી.
શું આયુકર્મથી જીવ જીવે છે?–ના;
જેને આયુકર્મ નથી તે સદાય જીવે છે, તેને કદી મરણ થતું નથી, જેને આયુકર્મ છે
તે તો મરે છે.
આયુકર્મને આધીન રહીશ તો તું મરીશ.
આયુકર્મથી છૂટો પડી જા તો તું સદા જીવીશ.
આયુકર્મ વગર, સ્વાધીન ઉપયોગ વડે તું જીવનાર છો.
અરે; તને તારા આત્માનું સ્વાધીન જીવન જીવતાંય ન આવડયું, ને આયુકર્મને
આધીન રહીને અનંતવાર તું મર્યો, દુઃખી થયો. હવે, દેહ અને કર્મથી પાર તારા સ્વાધીન
ચૈતન્યથી જીવતાં શીખ, તો કદી મરણ નહિ થાય, ને સદાકાળનું સુખી જીવન રહેશે.
તેથી સંતો કહે છે કે–ઉપયોગલક્ષણ જીવ છે, ને એ જ સાચું જીવન છે.
સિદ્ધ ભગવંતો અમર છે; તેમને મરણ કેમ નથી?
આયુકર્મનો સર્વથા અભાવ હોવાથી તેમને કદી મરણ નથી.
જો આયુથી જીવ જીવતો હોત તો તે આયુના અભાવમાં જીવનોય અભાવ થઈ
જાત. જીવ તો આયુ વગર પોતાના ચૈતન્યભાવથી જ જીવે છે–એવી તેની જીવત્વશક્તિ
છે. જ્યાં ચૈતન્યભાવ પૂરો ખીલી ગયો છે ત્યાં અમર જીવન પ્રગટે છે.
આ રીતે ચૈતન્યમય વીતરાગભાવ તે આત્માનું જીવન છે.
અહિંસા તે ચૈતન્યજીવન છે. હિંસા તે મરણ છે.
માટે હે ભવ્ય જીવો! જિન–સિદ્ધાંતને જાણીને વીતરાગભાવરૂપ
પરમ અહિંસા ધર્મનું સેવન કરો.
જય મહાવીર

PDF/HTML Page 40 of 69
single page version

background image
: વૈશાખ: ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
(અનુસંધાન પાનું ૮ થી ચાલુ)
૪૨. અહો, આ ‘જ્ઞાનની સેવા’ માં જ્ઞાનસ્વરૂપ શુદ્ધદ્રવ્ય ને શુદ્ધપર્યાય બંને આવી
જાય છે. શુદ્ધદ્રવ્ય ને શુદ્ધપર્યાય (એટલે નિત્ય અને અનિત્ય સ્વરૂપ આત્મા)
તેના સ્વીકાર વગર જ્ઞાનની સાચી સેવા થઈ શકે નહિ, એટલે ધર્મ કે મોક્ષમાર્ગ
થઈ શકે નહિ.
૪૩. અંતર્મુખ થયેલી જ્ઞાનપર્યાય વગર, નિત્ય જ્ઞાનસ્વરૂપની સેવા કરી કોણે? એકલું
નિત્ય પોતે પોતાને સેવે નહીં; સેવવાપણું અનિત્ય–પર્યાયમાં હોય, અને તે
પર્યાય કાં તો નિસર્ગ અને કાં તો અધિગમ એવા કારણપૂર્વક પ્રગટે છે. તે
કારણનો જેને સ્વીકાર નથી, પર્યાયનો જેને સ્વીકાર નથી, તેને જ્ઞાનની સેવા
પ્રગટી જ નથી.
૪૪. રાગથી જે લાભ માને તેણે જ્ઞાનની સેવા કરી જ નથી, તેણે આત્માને
જ્ઞાનસ્વરૂપ જાણ્યો જ નથી. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેની સન્મુખ થયો
ત્યાં તો અપૂર્વ આનંદનો અનુભવ થાય છે; તે આનંદસહિત જ્ઞાનની સેવા થાય
છે.
૪૫. જ્ઞાનની આ રીતે સેવા કરનાર જીવને પોતાની પર્યાયમાં, અનાદિનો આનંદનો
દુકાળ ટળીને, આનંદનો સુકાળ થઈ જાય છે...પર્યાયમાં આનંદની રેલમછેલ થઈ
જાય છે.–તેણે જ્ઞાનની સેવા કરી, તેણે ભગવાનની ને ગુરુની શિખામણ માની.
તેને જ્ઞાનનો અનુભવ કર્યો. ગુણ–ગુણીને તેણે એકરૂપે અનુભવ્યા, દ્રવ્ય–
પર્યાયનો ભેદ તેણે મટાડયો ને અભેદનો અનુભવ કર્યો. આ જૈનશાસનનું રહસ્ય
છે; આ વીતરાગી સંતોનો ઉપદેશ છે.
૪૬. આત્મા અને તેની જ્ઞાનપર્યાય અભેદ છે, ને રાગ સાથે તેને ભેદ છે,–એવું
ભેદજ્ઞાન, અને જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ આત્મા તેને જાણીને, શ્રદ્ધા કરવી તે
ધર્માત્માનું પ્રથમ કર્તવ્ય છે. મુમુક્ષુએ મોક્ષને માટે નિયમથી જે કર્તવ્ય છે તે
રાગથી ભિન્ન આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
૪૭. અનાદિનો અપ્રતિબુદ્ધ શિષ્ય, વિરક્ત ગુરુના ઉપદેશથી પ્રતિબુદ્ધ થઈને