Chidvilas (Gujarati). 5. Anand-Anugat Samadhi; 6. Asmita-Anugat Samadhi; 7. Nirvitarka-Anugat Samadhi; 8. Nirvichar-Anugat Samadhi; 9. Niranand-Anugat Samadhi; 10. Nirsmita-Anugat Samadhi; 11. Vivekakhyati Samadhi; 12. Dharmamegha Samadhi; 13. Asampragnyat Samadhi.

< Previous Page  


Combined PDF/HTML Page 7 of 7

 

Page 107 of 113
PDF/HTML Page 121 of 127
single page version

લીનતામાં રહી ગયુંવચનયોગથી છૂટીને મનોયોગમાં આવ્યો તેને
યોગથી યોગાંતર કહીએ.
વિચાર એવો શબ્દ છે, ‘ધ્યેય (રૂપ) વસ્તુ’ એવો વિચારનો અર્થ
છે અને તે ધ્યેયરૂપ વસ્તુના વિચારને જાણે તે જ્ઞાન છેઆ પ્રમાણે
(ત્રણ) જુદા ભેદ લગાડવા.અથવા વિચારમાં જે ઉપયોગ આવે તે
ઉપયોગમાં પરિણામની સ્થિરતા તે જ ધ્યાન, તેનાથી ઊપજેલો જે આનંદ
તેમાં લીનતા (રૂપ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ (છે) તેનું નામ વિચાર-
અનુગત સમાધિ કહીએ.
૫. આનંદઅનુગત સમાધિા
હવે, આનંદઅનુગત સમાધિ કહીએ છીએઃ
જ્ઞાનવડે નિજસ્વરૂપને જાણે, તે જાણતાં આનંદ થાય તે જ્ઞાનાનંદ
દર્શનવડે નિજપદને દેખતાં આનંદ થાય તે દર્શનાનંદ, નિજસ્વરૂપમાં
પરિણમતાં આનંદ થાય તે ચારિત્રાનંદ. આનંદને વેદવાવાળાને સહજપણે
પોતાની પરિણતિ પોતપોતાના દર્શન-જ્ઞાનમાં રહે ત્યારે આનંદ જાણવો.
જ્ઞાનનું જ્ઞાન કરતાં, દર્શનને દેખતાં અને વેદનારને વેદતાં ચેતનાપ્રકાશનો
આનંદ થાય છે. પોતે પોતાને વેદતાં અનુભવમાં સહજ ચિદાનંદ
સ્વરૂપનો આનંદ થાય છે, તે આનંદના સુખમાં સમાધિનું સ્વરૂપ છે.
ધ્યાનમાં વસ્તુને વેદી વેદીને આનંદ થાય છે. આનંદની ધારણા ધરીને
સ્થિર રહેવું તેને આનંદ
અનુગત સમાધિ કહીએ. જીવ અને કર્મના
અનાદિ સંબંધ (રૂપ) બંધનવડે અવ્યાપકમાં વ્યાપકપણે એકત્વ જેવી
દશા થઈ રહી છે; ભેદજ્ઞાનબુદ્ધિવડે તે જીવ
પુદ્ગલને જુદા જુદા કરે
જાણે. નોકર્મ અને દ્રવ્યકર્મવર્ગણા જડ મૂર્તિક (છે) અને મારું જ્ઞાયકરૂપ
જ્ઞાન ઉપયોગ (છે)
એવાં લક્ષણ વડે જીવપુદ્ગલને જુદા જુદા
પ્રતીતિમાં જાણે. જ્યાં સ્વરૂપમગ્નતા થઈ, ત્યાં (તે) સ્વરૂપમગ્નતા થતાં
જ આનંદ થયો.
સમાધિનું વર્ણન[ ૧૦૭

Page 108 of 113
PDF/HTML Page 122 of 127
single page version

આનંદ એવો શબ્દ છે, આનંદ શબ્દનો ‘આનંદ’ એવો અર્થ છે.
આનંદ શબ્દને તથા આનંદ અર્થને જાણે તે જ્ઞાન છેએ ત્રણે ભેદ
આનંદ અનુગત સમાધિમાં લગાડવા. જ્યાં આનંદ અનુગત સમાધિ છે
ત્યાં સુખનો સમૂહ છે.
૬. અસ્મિતાઅનુગત સમાધિા
હવે, અસ્મિતાઅનુગત સમાધિ કહીએ છીએઃ
પરપદને પોતાનું માનીને જીવે અનાદિથી જન્માદિ દુઃખ સહન
કર્યા, પણ એક અસ્મિતાઅનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. તે
(જન્માદિ દુઃખ) દૂર કરવા માટે આ સમાધિ શ્રીગુરુદેવ કહે છેઃ
अहं ब्रह्मोऽस्मि (હું બ્રહ્મ છું’) શુદ્ધ ચૈતન્યમય પરમજ્યોતિ હું છું;
જીવનો પ્રકાશ દર્શન-જ્ઞાન છે, જીવ સદા પ્રકાશે છે. સંસારમાં શુદ્ધ
પરમાત્માને શુદ્ધ દર્શન-જ્ઞાન હોય છે ને અંતરાત્માને એકદેશ શુદ્ધ
દર્શન-જ્ઞાન હોય છે. દર્શન-જ્ઞાનનો પ્રકાશ જ્ઞેયને દેખે જાણે છે; તે
શક્તિ શુદ્ધ છે. તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન જ્ઞાન આત્મા
વગર હોય નહિ, એ મારો સ્વભાવ છે
એમ દર્શનજ્ઞાનને પ્રતીતિમાં
માને. ‘अहं अस्मि [ હું છું ]’ એમ પોતાને દર્શન-જ્ઞાનમાં સ્થાપે,
ધ્યાનમાં ‘अहं अस्मिअहं अस्मि (અર્થાત્ હું છુંહું છું)’ એમ માને.
જેમ દેહમાં અહંબુદ્ધિ ધરીને પોતાપણું માને છે તેમ દર્શન-જ્ઞાનમાં
‘હું’ પણું માનીને અહં (બુદ્ધિ) ધરે. દર્શન-જ્ઞાનમાં, ધ્યાનમાં અહંપણું
માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં
પોતાપણું જાણે અને જ્ઞાનસ્વરૂપ ઉપયોગ હું છું
એવી અહંબ્રહ્મબુદ્ધિ
આવે; ત્યારે બ્રહ્મમાં અહંબુદ્ધિ આવતાં એવું સુખ થયું કે દુઃખલોકને
છોડીને અવિનાશી આનંદલોકને પામ્યો; ‘હું બ્રહ્મ
હું બ્રહ્મ હું બ્રહ્મ છું’
એમ વારંવાર બુદ્ધિદ્વારા પ્રતીતિ કરે ત્યારે કેટલોક કાળ ધ્યાનમાં એવો
પ્રતીતિ ભાવ દ્રઢ રહે પછી (એ પ્રમાણે) દ્રઢ રહેતાં રહેતાં અહંપણું
(
‘હું’પણું) છૂટી જાય અને ‘અસ્મિ’ (‘છું’એવો ભાવ) રહે,
૧૦૮ ]
ચિદ્દવિલાસ

Page 109 of 113
PDF/HTML Page 123 of 127
single page version

અસ્મિ એટલે ‘ચૈતન્ય છું’ એવો (ભાવ) રહે, ચૈતન્ય ‘હું’ છું એવો
ભાવ (અસ્મિભાવ) રહી જાય ‘છું
છું’ એવો ભાવ રહી જાય ત્યારે
પરમાનંદ વધે અને વચનાતીત મહિમાનો લાભ થાય, તથા સ્વપદની
પ્રતીતિરૂપ રહ્યા કરે
તેને અસ્મિતા અનુગત, સમાધિ કહીએ. તેનાથી
અપૂર્વ આનંદ વધે છે.
અહંઅસ્મિ (અર્થાત્ હું છું) એવો શબ્દ છે, સ્વરૂપમાં ‘હું છું’
એવો ભાવ તે તેનો અર્થ છે, અને તે (બંને)નું જાણપણું તે જ્ઞાન છે.
એ પ્રમાણે ત્રણે ભેદ આમાં પણ લગાડવા.
૭. નિર્વિતર્કઅનુગત સમાધિા
હવે, નિર્વિતર્કઅનુગત સમાધિ કહીએ છીએઃ
અભેદ નિશ્ચલ સ્વરૂપભાવ (રૂપ) દ્રવ્યમાં અથવા ગુણમાં કે જ્યાં
વિતર્કણા નથી, (અને) નિશ્ચળતામાં નિર્વિકલ્પ નિર્ભેદ ભાવના (છે),
એકાગ્ર, સ્વસ્થિર, સ્વપદમાં લીનતા છે, ત્યાં નિર્વિકલ્પ સમાધિ કહીએ.
નિર્વિતર્ક એવો શબ્દ છે. ‘નિર્વિતર્ક એટલે તર્કરહિત સ્વપદમાં
લીનતાએવો તેનો અર્થ છે, અને તેનું જ્ઞાન તે જ્ઞાન છે. ત્રણ ભેદો
આમાં પણ લગાડવા.
૮. નિર્વિચારઅનુગત સમાધિા
હવે, નિર્વિચારઅનુગત સમાધિ કહીએ છીએઃ
અભેદ સ્વાદમાં એકત્વ અવસ્થા જાણી, ત્યાં વિચાર નથી, સ્વરૂપ
ભાવનાની નિશ્ચળવૃત્તિ થઈ છે, દ્રવ્યમાં હોય તોય નિશ્ચળ છે,
ગુણભાવના હોય તોય નિશ્ચળ છે અને પર્યાયવૃત્તિ પણ નિશ્ચળ છે,
રાગાદિ વિકાર મૂળમાંથી ગયા, સહજાનંદ સમાધિ પ્રગટી, નિજ વિશ્રામ
પ્રાપ્ત થયો, વિશુદ્ધ વિશુદ્ધ થતો ગયો, સ્થિરતા થઈ, નિર્વિકલ્પદશા થઈ;
અર્થથી અર્થાંતર, શબ્દથી શબ્દાંતર કે જોગથી જોગાંતર
(એવો) વિચાર
સમાધિનું વર્ણન[ ૧૦૯

Page 110 of 113
PDF/HTML Page 124 of 127
single page version

મટ્યો, ભેદ વિચારરૂપ વિકલ્પથી છૂટ્યો અને પરમાત્મદશાની નજીક
આવ્યો. (
આવી દશાને) નિર્વિચાર સમાધિ કહીએ.
નિર્વિચાર એવો શબ્દ, ‘વિચાર રહિત’ એવો તેનો અર્થ (અને
તેનું) જાણપણું તે જ્ઞાનએ ત્રણે ભેદ (અહીં પણ) લગાડવા.
૯. નિરાનંદઅનુગત સમાધિા
હવે નિરાનંદઅનુગત સમાધિ કહીએ છીએઃ
સંસારઆનંદ સર્વ છૂટ્યો, ઇન્દ્રિયજનિત વિષયવલ્લભદશા
ગઈ, વિકલ્પવિચારદ્વારા જે આનંદ હતો તે મિથ્યા જાણ્યો, પરમિશ્રિત
આનંદ આવતો હતો તે ગયો અને સહજાનંદ પ્રગટ્યો. પરમપદવીની
નજીક ભૂમિકા ઉપર આરૂઢ થયો, અહીં જ્યાં વિભાવ મટ્યો ત્યાં
એમ જાણ્યું કે આ મુક્તિદ્વારમાં પ્રવેશ નજીક છે, અવિઘ્નપણે
મુક્તિવધુ સાથેનો સંબંધ તથા અતીન્દ્રિય ભોગ થવાનું નજીક જાણ્યું
આવી (દશાને) નિરાનંદઅનુગત સમાધિ કહીએ.
નિરાનંદ એવો શબ્દ, ‘પર(ઇન્દ્રિયજનિત) આનંદ રહિત’
એવો તેનો અર્થ અને તેનું જાણપણું તે જ્ઞાનએ ત્રણ ભેદ આમાં
પણ લગાડવા.
૧૦. નિરસ્મિતાઅનુગત સમાધિા
હવે, નિરસ્મિતાઅનુગત સમાધિ કહીએ છીએઃ
ब्रह्मः अहं अस्मि (અર્થાત્ હું બ્રહ્મ છું)એવો જે અસ્મિ ભાવ
હતો. તે અસ્મિભાવ (હું છુંએવો વિકલ્પ) પણ દૂર થયો, વિકાર
અત્યંત મટી ગયો, ‘અસ્મિ’ (હું છુંએમ) મેં માન્યું હતું તે પણ
મટી ગયું; નિજપદનો જ ખેલ છે, પરનું બળ ન થયું; પરમ સાધક
છે, પરમ સાધ્ય સાથે ભેટ થઈ છે, (તે ભેટ) એવી થઈ છે કે
મન મળી ગયું. સ્વરૂપમાં પોતે પોતાને જ સવસંવેદન વડે જાણ્યો પણ
૧૧૦ ]
ચિદ્દવિલાસ

Page 111 of 113
PDF/HTML Page 125 of 127
single page version

પરમાત્મદશા નજીકમાં નજીક છે. પરમ વિવેક થવાનું...સોપાન છે.
માન વિકાર ગયો ને વિમળ ચારિત્રનો ખેલ થયો, મનની મમતા મટી
ને સ્વરૂપમાં એવો હળી
મળી એકમેક થઈ ગયો કે તે આનંદ
કેવળીગમ્ય છે, ત્યાં સમાધિમાં સુખના કલ્લોલ ઊઠે છે; દુઃખની
ઉપાધિ મટી ગઈ છે, આનંદ-ઘરમાં પહોંચી ગયો છે, રાજ્ય કરવાનું
રહ્યું છે, તો હમણાં રાજ્યનો કળશાભિષેક થશે, કેવળજ્ઞાનરૂપી
રાજ્યમુકુટ કિનારે ધર્યો છે, સમય નજીક છે, હમણાં જ શિર ઉપર
કેવળજ્ઞાન મુકુટ ધારણ કરશે
આ નિરસ્મિતા
અનુગત સમાધિ છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ આમાં પણ લગાડવા.
૧૧. વિવેકખ્યાતિ સમાધિા
હવે, વિવેકખ્યાતિ સમાધિ કહીએ છીએઃ
પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કહેતાં જુદો જુદો ભેદ જાણવો
તેને વિવેક કહીએ. બીજા ભેદ મટ્યા અને શુદ્ધ ચિદ્પરિણતિ (તથા)
ચૈતન્ય પુરુષ એ બંનેની પ્રતીતિ (પૂર્વક) જ્ઞાનમાં વિવેક થયો. ચિદ્
પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે, ઉત્પાદ-વ્યય
કરે છે, ષટ્ગુણી
વૃદ્ધિહાનિ લક્ષણ છે, વસ્તુને વેદીને તે આનંદ
ઉપજાવે છે. જેમ સમુદ્રમાં તરંગ ઊપજે તે સમુદ્રભાવને જણાવે છે
તેમ (ચિદ્ પરિણતિ) સ્વરૂપને જણાવે છે. સકળ
સર્વસ્વ પરિણતિને
પ્રકૃતિ કહીએ અને પુરુષ કહેતાં પરમાત્મા, તેમાંથી પ્રકૃતિ ઊપજે છે.
જેમ સમુદ્રમાંથી તરંગ ઊપજે છે તેમ. પુરુષને અનંતગુણધામ,
ચિદાનંદ, પરમેશ્વર કહીએ. તે બંનેનું જ્ઞાનમાં જાણપણું થયું, પણ
પ્રત્યક્ષ ન થયું વેદ્યવેદકમાં પ્રત્યક્ષ છે પણ સંપૂર્ણ કેવળજ્ઞાન જેવું
પ્રત્યક્ષ નથી તેથી સાધક છે, થોડા જ કાળમાં પરમાત્મા થશે
આને
વિવેકખ્યાતિ સમાધિ કહીએ.
શબ્દ, અર્થ અને જ્ઞાન એવા ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિનું વર્ણન[ ૧૧૧

Page 112 of 113
PDF/HTML Page 126 of 127
single page version

૧૨. ધાર્મમેઘા સમાધિા
હવે ધર્મમેઘ સમાધિ કહીએ છીએઃ
ધર્મ કહેતાં અનંત ગુણ અથવા નિજધર્મઉપયોગ, તેની વિશુદ્ધતા
મેઘની જેમ વધી. જેમ મેઘ વરસે તેમ ઉપયોગમાં આનંદ વધ્યો
વિશુદ્ધતા વધી. ચારિત્ર ઉપયોગમાં અનંત ગુણની શુદ્ધ પ્રતીતિ વેદના
થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા; જ્ઞાન
ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય.
બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમા
ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર છે અને તેરમે-ચૌદમે ગુણસ્થાને પરમ
યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમેઘસમાધિ બારમા
ગુણસ્થાને થઈ. કેવળજ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં
સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે,
અંતરાત્મા છે. આને ધર્મમેઘસમાધિ કહીએ.
તેમાં પણ શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ભેદ લગાડવા.
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિા
હવે, તેરમી અસંપ્રજ્ઞાત સમાધિ કહીએ છીએઃ
જેમાં પરવેદના નથી, નિજને જ વેદે છે, જાણે છે, પરનું
વિસ્મરણ છે, નિજ અવલોકન છેતેને અસંપ્રજ્ઞાત (સમાધિ) કહીએ.
બારમા ગુણસ્થાનના અંત સમય સુધી તો ચારિત્ર વડે પરવેદના
મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમા ગુણસ્થાને જ્ઞાન
કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી (
તન્મયપણે) પરનું
જાણપણું નથી; વ્યવહારથી લોકાલોક પ્રતિબિંબિત થયાતેથી એમ કહ્યું
કે આ સમાધિ ચારિત્ર વિવક્ષામાં બારમા ગુણસ્થાનના અંતે છે. કેવળ
(જ્ઞાન)માં વ્યક્ત છે, ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે.
૧૧૨ ]
ચિદ્દવિલાસ

Page 113 of 113
PDF/HTML Page 127 of 127
single page version

આ અસંપ્રજ્ઞાત સમાધિના ભેદ જાણવા. સાધક અવસ્થામાં કહેવાયેલા
(શબ્દ), જ્ઞાનાદિ ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
સમાધિના આ તેર ભેદ છે તે પરમાત્મપદ પામવાના સાધક
છે.
આ ગ્રંથમાં પહેલાં તો પરમાત્માનું વર્ણન કર્યું (અને) પછી
પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય દેખાડ્યો. જે પરમાત્માનો અનુભવ
કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે.
આ ગ્રંથ દીપચંદજી સાધર્મીએ કર્યો છે. સાંગાનેરમાં નિવાસ
હતો, (ત્યાંથી) આંબેરમાં આવ્યા ત્યારે આ ગ્રંથ કર્યો. સંવત્
૧૭૭૯ના ફાગણ વદ ૫ ના રોજ આ ગ્રથ પૂર્ણ કર્યો. સંતજનો તેનો
અભ્યાસ કરજો.
(દોહા)
દેવ પરમ મંગળ કરો, પરમ મહાસુખદાય
સેવત શિવપદ પામીએ, હે ત્રિભુવનકે રાય.
એ પ્રમાણે શ્રી સાધર્મી શાહ દીપચંદ કાશલીવાલકૃત
ચિદ્દવિલાસ નામના અધ્યાત્મગ્રંથનો
ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો.
સમાપ્ત
સમાધિનું વર્ણન[ ૧૧૩