Chidvilas (Gujarati). Gyatana Vichar; Anant Sansar Kem Mate; Manani Pancha Bhoomika; Samadhinu Varnan: ,; 1. Laya Samadhi; 2. Prasangnyat Samadhi; 3. Vitark-Anugat Samadhi; 4. Vichar Anugat Samadhi.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 7

 

Page 87 of 113
PDF/HTML Page 101 of 127
single page version

પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય[ ૮૭
[૧૮૨૦] હવે ત્રણ શુદ્ધિ કહીએ છીએ
મન-વચન-કાય શુદ્ધ કરીને સ્વરૂપ ભાવે, અને સ્વરૂપભાવી
પુરુષોમાં એ ત્રણે લગાવે; સ્વરૂપને નિઃશંકનિઃસંદેહપણે ગ્રહે.
(૨૧૨૫) હવે, પાંચ દોષનો ત્યાગ કહે છે
૧. સર્વજ્ઞવચનને નિઃસંદેહપણે માને;
૨. મિથ્યામતની અભિલાષા ન કરે; પરદ્વૈતને ન ઇચ્છે.
૩. પવિત્ર સ્વરૂપને ગ્રહે, પર ઉપર ગ્લાનિ ન કરે.
૪. મિથ્યાત્વી પરગ્રાહી દ્વૈતની મન વડે પ્રશંસા ન કરે. તેમજ
૫. વચન વડે (તે મિથ્યાત્વીના) ગુણ ન કહે.
(૨૬૩૩) હવે, સમ્યક્ત્વની પ્રભાવનાના આઠ ભેદ કહે છે
તેના આઠ ભેદ૧. પવયણી (અર્થાત્ સિદ્ધાંતને જાણનાર) ૨.
ધર્મકથા, ૩. વાદી, ૪. નિમિત્ત, ૫. તપસી, ૬. વિદ્યાવાન્, ૭. સિદ્ધ,
૮. કવિ. તે હવે કહીએ છીએ
૧. સિદ્ધાંતમાં સ્વરૂપને ઉપાદેય કહે,
૨. નિજધર્મનું કથન કહે,
૩. હઠવડે દ્વૈતનો આગ્રહ હોય તે છોડાવે અને મિથ્યાવાદ મટાડે,
૪. સ્વરૂપ પામવામાં નિમિત્ત જિનવાણી, ગુરુ તથા સ્વધર્મી છે અને
નિજ વિચાર છે; નિમિત્તપણે જે ધર્મજ્ઞ છે તેમનું હિત કહે.
૫. પરદ્વૈતની ઇચ્છા મટાડીને નિજ પ્રતાપ પ્રગટ કરે,
૬. વિદ્યાવડે જિનમતનો પ્રભાવ કરે, જ્ઞાનવડે સ્વરૂપનો પ્રભાવ કરે,
૭. સ્વરૂપાનંદીનું વચનવડે હિત કરે, સંઘની સ્થિરતા કરે, જેના વડે
સ્વરૂપની સિદ્ધિ થાય તેને સિદ્ધ કહીએ.
૮. કવિ સ્વરૂપ સંબંધી રચના રચે, પરમાર્થને પામે, પ્રભાવના કરે.

Page 88 of 113
PDF/HTML Page 102 of 127
single page version

૮૮ ]
ચિદ્દવિલાસ
આ આઠ (ભેદો) વડે જિનધર્મનોસ્વરૂપનોપ્રભાવ વધે એમ
કરે. એ અનુભવીનું લક્ષણ છે.
(૩૪૩૯) હવે છ ભાવના કહે છે
૧. મૂળભાવના, ૨. દ્વારભાવના, ૩. પ્રતિષ્ઠાભાવના, ૪. નિધાન-
ભાવના, ૫. આધારભાવના અને ૬. ભાજનભાવના (તેનો ખુલાસો કરે
છે)ઃ
૧. (મૂળભાવના)સમ્યક્ત્વસ્વરૂપઅનુભવ તે સકળ નિજધર્મ-
મૂળશિવમૂળ છે. જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે
એમ ભાવે.
૨. (દ્વારભાવના)ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વદ્વાર છે.
૩. (પ્રતિÌાભાવના)વ્રતતપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી છે.
૪. (નિધાાનભાવના)અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના)નિજગુણોનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના)સર્વે ગુણોનું ભાજન સમ્યક્ત્વ છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
(૪૦
૪૪) હવે સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ લખીએ છીએ
૧. કૌશલ્યતા, ૨. તીર્થસેવા, ૩. ભક્તિ, ૪. સ્થિરતા (અને) ૫.
પ્રભાવના. (તેનો ખુલાસો કરે છે)ઃ
૧. (કૌશલ્યતા)પરમાત્મભક્તિ, પરપરિણામ (અને) પાપ-
પરિત્યાગ(રૂપ) સ્વરૂપ, ભાવસંવર અને શુદ્ધ ભાવપોષક ક્રિયાને
કૌશલ્યતા કહીએ.
૨. (તીર્થસેવા)અનુભવી વીતરાગ સત્પુરુષોના સંગને તીર્થસેવા
કહીએ.
૧. જુઓ, दंसणमूलो धम्मोદર્શનપ્રાભૃત

Page 89 of 113
PDF/HTML Page 103 of 127
single page version

પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય[ ૮૯
૩. (ભકિત)જિનસાધુ (અને) સ્વધર્મીની આદરતા વડે (તેમનો)
મહિમા વધારવો તેને ભક્તિ કહીએ.
૪. (સ્થિરતા)સમ્યક્ત્વભાવની દ્રઢતા તે સ્થિરતા છે.
૫. (પ્રભાવના)પૂજાપ્રભાવ કરવો તે પ્રભાવના છે. એ ભૂષણ
સમ્યક્ત્વનાં છે.
(૪૫૪૯) સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ છે, તે ક્યા ક્યા? (તે કહે
છે)ઃ
૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને
૫. આસ્તિક્ય. તે કહીએ છીએઃ
૧. (ઉપશમ)રાગ દ્વેષને મટાડીને સ્વરૂપને ભેટવું તે ઉપશમ છે.
૨. (સંવેગ)નિજધર્મ તથા જિનધર્મ પ્રત્યે રાગ તે સંવેગ છે.
૩. (નિર્વેદ)વૈરાગ્ય ભાવ તે નિર્વેદ છે.
૪. (અનુકંપા)સ્વદયાપરદયા તે અનુકંપા છે.
૫. (આસ્તિકા)સ્વરૂપની (તેમ જ) જિનવચનોની પ્રતીતિ તે
આસ્તિક્ય છે.
એ અનુભવીનાં લક્ષણો છે.
(૫૦૫૫) હવે છ જૈનસાર લખીએ છીએ
૧. વંદના, ૨. નમસ્કાર, ૩. દાન, ૪. અનુપ્રયાણ, ૫. આલાપ
(અને) ૬. સંલાપ.
૧. (વંદના)પરતીર્થ, પરદેવ (અને) પરચૈત્યતેમને વંદન ન કરે;
૨. (નમસ્કાર)(તેમની) પૂજા કે નમસ્કાર ન કરે;
૩. (દાન)(તેમને) દાન ન કરે,
૪. (અનુપ્રયાણ)અનુપ્રયાણ કહેતાં ખાન-પાનથી અધિક ન કરે,
૫. (આલાપ)પ્રણતિ સહિત સંભાષણ, તેને આલાપ કહીએ, તે
ન કરે,

Page 90 of 113
PDF/HTML Page 104 of 127
single page version

૯૦ ]
ચિદ્દવિલાસ
૬. (સંલાપ)ગુણદોષ (સંબંધી) પૂછવું કે વારંવાર ભક્તિ
સંલાપ ન કરે.
(૫૬૬૧) હવે સમ્યક્ત્વનાં [છ] અભંગ કારણો લખીએ છીએ
જે [સમ્યક્ત્વના] ભંગનાં કારણો પામીને ન ડગે તેને અભંગ કારણ
કહીએ; તેના છ ભેદઃ૧ રાજા, ૨. જનસમુદાય, ૩. બળવાન, ૪.
દેવ, ૫. પિતાદિક વડીલજનો (અને) ૬. માતાઃએ (સમ્યક્ત્વના)
અભંગપણામાં છે ભય (છે તેને) જાણતો રહે (અને) તેમના ભયથી
નિજધર્મ
જિનધર્મને ન તજે.
(૬૨૬૭) હવે સમ્યક્ત્વનાં છ સ્થાનો લખીએ છીએ
૧. જીવ છે, ૨. નિત્ય, ૩. કર્તા, ૪. ભોક્તા, ૫. અસ્તિધ્રુવ
(મોક્ષ) અને ૫. (મોક્ષનો) ઉપાય.
૧. આત્મા અનુભવસિદ્ધ છે ચેતનામાં ચિત્ત લીન કરે; જીવ અસ્તિ
(રૂપ) છે તે કેવળજ્ઞાનવડે પ્રત્યક્ષ છે.
૨. દ્રવ્યાર્થિક(નય)થી નિત્ય છે.
૩. (આત્મા) પુણ્ય
પાપનો કર્તા છે.
૪. (આત્મા) ભોક્તા પણ છે. (આ પુણ્યપાપનું કર્તાભોક્તાપણું)
મિથ્યાદ્રષ્ટિમાં છે. નિશ્ચયનયથી (આત્મા તેનો) કર્તા કે ભોક્તા
નથી.
૫. નિર્વાણ સ્વરૂપ અસ્તિ ધ્રુવ છે. વ્યક્ત નિર્વાણ તે અક્ષય મુક્તિ
છે. અને
૬. (સમ્યગ્) દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. ૧
સમ્યક્ત્વના એ ૬૭ ભેદો પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે.
✲ ✲ ✲
જુઓ, શ્રીમદ્ રાજચંદ્રજીનો છ પદનો પત્ર. ૧ તત્ત્વાર્થસૂત્ર

Page 91 of 113
PDF/HTML Page 105 of 127
single page version

[ ૯૧
જ્ઞાતાના વિચાર
જ્ઞાતા એવો વિચાર કરે છે કેઉપયોગ જ્ઞેયોનું અવલંબન કરે
છે, જ્ઞેયાવલંબી થાય છે. જ્ઞેયને અવલંબનધારી શક્તિ જ્ઞેયનું અવલંબન
કરીને છોડી દે છે. જ્ઞેયનો સંબંધ અસ્થિર છે, જ્ઞેયપરિણામ પણ છૂટી
જાય છે; તેથી જ્ઞેય, જ્ઞેયપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞેયને અવલંબનારી
શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. જ્ઞેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ,
પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે
રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે)
સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે)
સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો
નથી.
જેમ મયૂર (પ્રતિબિંબવાળા) અરીસામાં મોર પદાર્થ દેખાય છે,
પણ (ખરેખર અરીસામાં) મોર પદાર્થ નથી, અરીસામાં તો માત્ર
પ્રતિબિંબ છે. કર્મદ્રષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ
આત્મા પર થતો નથી.
જેમ ધતૂરાને પીવાથી દ્રષ્ટિ શ્વેત શંખને પીળો દેખે છે, પરંતુ
(તે) દ્રષ્ટિ વિકાર છે, દ્રષ્ટિનાશ નથી. તેમ (જીવ) મોહની ઘેલછાથી
પરને પોતા(રૂપ) માને છે પરંતુ પર તે પોતા(રૂપ) થતું નથી.
જેમ કઠિયારાને ચિંતામણિ પ્રાપ્ત થયો, (પણ) તેની પરીક્ષા ન
જાણી, તોપણ ચિંતામણિનો પ્રભાવ ન ગયો. તેમ (જીવે) અજ્ઞાનથી
સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.
જેમ વાદળાની ઘટામાં સૂર્ય છુપાયો છે, પરંતુ છુપાયેલો પણ

Page 92 of 113
PDF/HTML Page 106 of 127
single page version

૯૨ ]
ચિદ્દવિલાસ
પ્રકાશને ધરે છે. રાત્રિની જેમ અંધારું નથી; તેમ આત્મા કર્મઘટામાં
છુપાયો છે, તોપણ (તેનાં) દર્શન
જ્ઞાન પ્રકાશ કરે છે, નેત્રદ્વારા દર્શન
પ્રકાશ કરે છે, તથા ઇન્દ્રિયદ્વારા (અને) મન દ્વારા (જ્ઞાન) કરે છે
જાણે છે; અચેતનની જેમ જડ નથી. આવું સ્વરૂપ પરમ ગુપ્ત છે તો
પણ જ્ઞાતા તેને પ્રગટ દેખે છે.
જે બંધરૂપથી મુક્ત થવા ચાહે, તે કેવી રીતે શુદ્ધ થાય? (તે
કહીએ છીએ)ઃજે પોતાની ચેતના પ્રકાશ શક્તિ ઉપયોગવડે પ્રગટ
છે તેને પ્રતીતિમાં લાવે. પાણીનાં તરંગની જેમ બડબડિયાં (વિકલ્પ)
થાય છે તો થાઓ, પણ પરિણામ દર્શનજ્ઞાનમાં ડૂબતાં નિજ સમુદ્રમાં
મળે (અને સ્વભાવનો) મહિમા પ્રગટ કરે. પરમાં પરિણામને લીન કરે
છે પરંતુ (પર) વસ્તુ તો જુદી છે, તે છૂટી જાય છે, ખેદ થાય, મેલા
થાય ત્યાં પરિણામ ન ગોપવવા, સ્વરૂપમાં લગાડવા. અશુદ્ધ જ્ઞાનમાં
પણ જાણપણું તો ન ગયું. તે જાણપણા તરફ જોતાં, નિજ જ્ઞાન જાતિ
છે, એવી ભાવનામાં નિજ રસાસ્વાદ આવે છે. આ વાત કંઈ કહેવા
માત્ર નથી, ચાખવામાં (
અનુભવમાં) સ્વાદ છે; (એ સ્વાદ) જેણે
ચાખ્યો તે જાણે છે, લખાણમાં (તે) આવતો નથી. આ તરફ બાહ્યમાં
દેખી દેખીને અંતરને વિસર્યો છે તેથી જ ચોરાશીમાં લોટે (
ભટકે)
છે. જેમ લોટનજડીને દેખી દેખીને બિલાડી લોટે છે, તેમ બાહ્યમાં
દેખી દેખીને જીવ ભટકે છે. જો બાહ્યમાં દેખવાનું છોડે તો લોટવાનું
છૂટે; માટે પર દર્શન મટાડી નિજ અવલોકનવડે આ મુક્તપદ છે,
અનુભવ છે, અનંત સુખ (રૂપ) ચિદ્વિલાસનો પ્રકાશ છે.
૧. આત્માવલોકન પૃ. ૫૦, ૫૮, અનુભવપ્રકાશ ગુજ૦ બીજી આવૃત્તિ. પૃ. ૨૨.

Page 93 of 113
PDF/HTML Page 107 of 127
single page version

[ ૯૩
અનંત સંસાર કેમ મટે?
કોઈ કહે કે સંસાર અનંત છે. તે કેમ મટે?
તેનું સમાધાન
વાંદરાનું ફસાવું એટલું જ છે કે મૂઠી છોડતો
નથી; પોપટનું ફસાવું એટલું જ છે કે નળીને છોડતો નથી. કૂતરાનું
ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ
માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને
દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે,
એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ
કાષ્ટની પૂતળી બનાવીને, તેને અલંકારવસ્ત્ર પહેરાવીને પોતાના
મહેલમાં પથારીમાં સુવાડી રાખી, (અને તેને) લૂગડાથી ઢાંકી દીધી.
ત્યાં, તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન
કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ.
આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો)
કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ
(અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે
જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી
થઈને સુખ પામે છે.
ઉપયોગની ઉઠણી (ઉત્પત્તિ) સદા થાય છે, તે (ઉપયોગ)ને
સંભાળે, પરમાં ઉપયોગ ન દે. આત્માનો ઉપયોગ જે તરફ લાગે તે
રૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારીને
અનુભવ પ્રકાશ આવૃત્તિ બીજી પૃ-. ૨૨૨૩.

Page 94 of 113
PDF/HTML Page 108 of 127
single page version

૯૪ ]
ચિદ્દવિલાસ
સ્વરૂપની સ્થિરતાવિશ્રામઆચરણ કરવાં. અનંત ગુણમાં ઉપયોગ
લગાડવો. મનદ્વારા ઉપયોગ ચંચળ (થાય) છે તે ચંચળતાને રોકવાથી
ચિદાનંદ ઉઘડે છે
જ્ઞાનનયન ખૂલે છે. અનંતગુણમાં મન લાગે ત્યારે
ઉપયોગ અનંતગુણમાં અટકે છે, અને ત્યારે વિશૃદ્ધ થાય છે; પ્રતીતિવડે
રસાસ્વાદ ઊપજે છે, તેમાં મગ્ન થઈને રહેવું. પરિણામને વસ્તુની
અનંતશક્તિમાં સ્થિર કરવા.
આ જીવના પરિણામ પરભાવોનું જ
અવલંબન કરીને (તેને) સેવ્યા કરે છે; ત્યાં, તે ભાવોને જ સેવતાં,
(પરભાવરૂપ) પરિણામભાવને જ નિજ પરિણામ સ્વભાવપણે દેખે છે,
જાણે છે, સેવે છે; પરને નિજસ્વરૂપ ઠીક કરીને (માનીને) રાખે છે.
એને એ જ પ્રમાણે અનાદિથી કરતાં આ જીવના પરિણામની અવસ્થા
ઘણા કાળ સુધી વીતી; પણ (સ્વ) કાળ પામીને ભવ્યતા પરિપક્વ થઈ
ત્યારે શ્રીગુરુના ઉપદેશરૂપ કારણ પામ્યો. તે ગુરુએ એમ ઉપદેશ કર્યો
કે
(હે ભવ્ય! તું) પરિણામવડે પરની સેવા કરી કરીને નીચ એવા
પરને ઉચ્ચ એવા સ્વપણે દેખે છે. એ પર (અને) નીચ છે (તેનામાં)
સ્વ (પણું) કે
ઉચ્ચપણું નથી (તે પર વસ્તુઓ) તને રંચમાત્ર પણ
કાંઈ દઈ શકતી નથી. તે મને દે છે એમ તું જૂઠું જ માની રહ્યો છે.
એ તો નીચ (અને) પર છે, તું તે નીચને સ્વ-પણે અને ઉચ્ચપણે
માનીને બહુ જ નીચ થયો છે.
હે ભવ્ય! પરિણામમાં જે કાંઈ નિજ ઉચ્ચપણું છે તેને તેં (કદી)
દેખ્યું નથી, જાણ્યું નથી ને સેવ્યું નથી, તેથી તેને તું ક્યાંથી યાદ
રાખે? વળી, જો હવે તે સ્વભાવને (તું) દેખ, જાણ અને તેની સેવા
કર, ત્યારે પોતાથી જ તને યાદ પણ રહેશે, તું સુખી થશે, અયાચી
(અયાચક, સ્વાધીન) મહિમા લહીશ અને તું પ્રભુ થઈ જઈશ. આ જે
૧. આત્માવલોકનમાં રાજાનું દ્રષ્ટાંત આપીને આ પ્રકરણ વિસ્તારથી સમજાવ્યું છે.
જુઓ, પૃ. ૧૬૭ થી ૧૮૧.
૨. અહીં સ્વદ્રવ્યનું ઉપાદેયપણું બતાવવા તેને ઉચ્ચ કહ્યું છે ને પરદ્રવ્યનું હેયપણું
બતાવવા તેને નીચ કહ્યું છે.

Page 95 of 113
PDF/HTML Page 109 of 127
single page version

અનંત સંસાર કેમ મટે?[ ૯૫
છે દ્રવ્યો છે તેમાં ચેતન રાજા છે. (ચેતન સિવાયના અન્ય) તે પાંચ
દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે
નોકર્મ(રૂપ) વસતી વસે છે તે તારાથી જ (
ચેતન રાજાથી જ) વસતી
જેવી લાગે છે. અને આઠ કર્મને દેખ, તે પણ પુદ્ગલ દ્રવ્યની જાતિ
છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌદ્ગલિક જાતિની જે જે સંજ્ઞા
છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ
નથી, તે પર કલિત [
પર સાથે યુક્ત] ભાવ છે. માટે નિજ ચેતનાએ
[પરભાવનો જે] જૂઠો સ્વાંગ ધર્યો છે તે પરભાવ (રૂપી) સ્વાંગને દૂર
કર. તેને દૂર કરતાં જ (તું) પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર
થઈશ
વિશ્રામ પામીશ અને વચનાતીત મહિમાને પામીશ. [એ પ્રમાણે
પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યા પછી], પરનીચ પરિણામને ધારણ
કરવા છતાં પણ ચૈતન્યરાજાને ઠીક કર્યો છે [ઓળખી લીધો છે]
તેથી તે નીચ સંબંધમાં તું ઠગાશે નહિ. [એ રીતે] વધતાં વધતાં
પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ
[
ફેલાશે.]
એ પ્રમાણે ગુરુવચન સાંભળીને જ્ઞાતા પોતાની ચેતનાશક્તિને
ગ્રહે છે. [અને પરમાં] જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં જડનો નમૂનો છે,
અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવડે અનાદિ
વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન
જ્ઞાનનો પ્રકાશ
ઊઠે છે, તે (દર્શનજ્ઞાન) પર પદને દેખીજાણીને અશુદ્ધ થાય છે.
અહીં એટલું વિશેષ છે કે જ્યાં રાગાદિ પરિણામરૂપે દેખવુંજાણવું છે
ત્યાં વિશેષ અશુદ્ધતા છે (અને) સામાન્ય પદની દશાથી દેખેજાણે છે
ત્યાં સામાન્ય અશુદ્ધતા છે.
ચોથા ગુણસ્થાનવાળાને એકદેશ ઉપયોગની સંભાળ થઈ છે,
ત્યાં, (તેને) એકદેશ શુદ્ધતા જાણવી.
હવે પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન સંબંધી રાગાદિક ગયા

Page 96 of 113
PDF/HTML Page 110 of 127
single page version

૯૬ ]
ચિદ્દવિલાસ
તેટલી અશુદ્ધતા ગઈ અને સ્થિરતા ચઢતી ગઈ; ત્યાં એકદેશ સ્થિરતા
થતાં એક દેશ સંયમ નામ પામ્યો.
છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન (આવરણ સંબંધી રાગાદિક)નો
અભાવ થયો અને સ્થિરતા વિશેષ થઈ; સકળ આકુળતાનું કારણ
સકળ પાપ છે, તેનો અભાવ થયો; પણ અશુભભાવ એવો ગૌણતારૂપ
થઈ ગયો કે દુર્ગતિના કારણરૂપ પાપબંધ થતો નથી. (ત્યાં) શુભ મુખ્ય
છે (ને) શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગૌણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે
છે તેથી મુખ્ય જેવું જ કામ કરે છે. (શુદ્ધ) ગૌણ હોવા છતાં પણ તે
બલિષ્ઠ છે.
છઠ્ઠાવાળાને ભેદવિજ્ઞાનના વિચારમાં શુદ્ધોપયોગરૂપ સાતમું
(ગુણસ્થાન) જલ્દી થાય છે. શુભ ઉપયોગમાં ગર્ભિત શુદ્ધતા છે તેથી
સાતમાનું સાધક છઠ્ઠું છે. (છઠ્ઠા ગુણસ્થાને) ક્રિયા (અને) ઉપદેશ હોય
છે. પરંતુ વિશેષ સ્થિરતાને લીધે [ત્યાં] સકલવિરતિ સંયમ નામ પામે
છે.
સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને આગળ આગળ વીતરાગ
નિર્વિકલ્પ સમાધિ વધતી ગઈ, નિષ્પ્રમાદ દશા થઈ, પોતાના સ્વભાવનો
રસાસ્વાદ મુખ્ય થયો અને વધતા વધતા ગુણસ્થાન અનુસાર વધ્યો.

Page 97 of 113
PDF/HTML Page 111 of 127
single page version

[ ૯૭
મનની પાંચ ભૂમિકા
પરિણામ મનદ્વારા થઈને વર્તે છે. તે મનની પાંચ ભૂમિકા છે
૧. ક્ષિપ્ત, ૨. વિક્ષિપ્ત, ૩. મૂઢ, ૪. ચિંતાનિરોધ અને ૫. એકાગ્ર,
આ (પાંચ) ભૂમિકાઓમાં મનનું ફરવું છે. તેનું વિવેચન કહીએ
છીએઃ
૧. ક્ષિપ્ત તેને કહીએ કે જ્યાં વિષયકષાયમાં વ્યાપ્ત થઈને
રંજકરૂપ (અશુદ્ધ) ભાવમાં સર્વસ્વ જોયું (માની લીધું) છે
૨. વિક્ષિપ્ત (તેને) કહીએ [કે જ્યાં] ચિંતાની આકુળતાવડે કાંઈ
વિચાર ઊપજી શકે નહિ.
૩. મૂઢ (તેને) કહીએ કે જ્યાં હિતને અહિત માને, અહિતને
હિત માને, દેવને કુદેવ માને, કુદેવને દેવ માને, ધર્મને અધર્મ માને,
અધર્મને ધર્મ માને, પરને સ્વ માને અને પોતાને જાણે નહિ. [એ
પ્રમાણે] વિવેક રહિત (હોય તેને) મૂઢ મન કહીએ.
૪. જે ચિંતાનિરોધ કહીએ તે એકાગ્રતાને કહીએ.
૫. બ્રહ્મ વિષે સ્થિરતા થઈ, સ્વરૂપરૂપ પરિણમ્યો, એકત્વ
ધ્યાન થયું તે સ્વરૂપએકાગ્રતા છે. પરવિષે એકાગ્રપણું તો થાય છે
પરંતુ તેમાં તો આકુળતા છે, તે અનેક વિકલ્પનું મૂળ છે, દુઃખ અને
બાધાનો હેતુ છે, માટે તેને એકાગ્ર ન કહીએ. અહીં સ્વરૂપ
સ્થિતિ(રૂપ) એકાગ્ર જાણવું. પર વિષે (એકાગ્રતા) બંધનું મૂળ છે.
તે સ્વરૂપ
સાધક છે કે જેણે પોતામાં એકાગ્રચિંતાનિરોધ કર્યો છે,
[તેનો ઉપયોગ] પરમા લાગે ત્યાં પણ તે એવો જ સ્થિર રહે છે
કે અન્ય ચિંતા રહેતી નથી. સામાન્યપણે આ પાંચે (ભૂમિકા) સંસાર
"

Page 98 of 113
PDF/HTML Page 112 of 127
single page version

૯૮ ]
ચિદ્દવિલાસ
અવસ્થામાં સ્નેહયુક્ત લગાડીએ તો તે સંસારનું કારણ છે. વિશેષપણે
વિચારતા ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને
ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને
સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક (આ પ્રમાણે છે)ઃ
साम्यं स्वास्थ्यं समाधिश्च योगश्चेतोनिरोधनम्
शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ।।६४।।
(પદ્મનંદિપંચવિંશતિકાએકત્વસપ્તતિ)
અર્થ :સામ્ય, સ્વાસ્થ્ય, સમાધિ, યોગ ચિત્તનિરોધ અને
શુદ્ધોપયોગએ બધા એકાર્થવાચક છે.

Page 99 of 113
PDF/HTML Page 113 of 127
single page version

[ ૯૯
સમાધિાનું વર્ણન
ચિંતાનિરોધ, એકાગ્રતા વડે સમાધિ થાય છે; તે જ (અહીં)
લખીએ છીએઃ
સમાધિ કહીએ [છીએ]ઃરાગાદિ વિકલ્પરહિત સ્વરૂપ વિષે
નિર્વિઘ્ન સ્થિરતાથી વસ્તુ રસાસ્વાદ વડે સ્વરૂપનો અનુભવ
સ્વસંવેદનજ્ઞાનદ્વારા થયો તેને સમાધિ કહીએ.
કોઈ એક તો સમાધિ આ પ્રમાણે કહે છેઃશ્વાસઉશ્વાસ
પવન છે, તેને અંતરમાં પૂરે તેને પૂરક કહીએ પછી કુંભની જેમ ભરે
અને ભરીને થંભાવી રાખે તેને કુંભક કહીએ. પછી ધીરે ધીરે તેને બહાર
કાઢે તેને રેચક કહીએ;
પાંચ ઘડીનું કુંભક કરે તેને ધારણા કહીએ,
સાઠ ઘડીનું કુંભક કરે તેને ધ્યાન કહીએ, તેથી આગળ કુંભક કરે તેને
સમાધિ કહે છે તે આ કારણે સમાધિ છે કેમકે તેનાથી મનનો જય થાય
છે, મનનો જય કરવાથી રાગ-દ્વેષ-મોહ મટે છે અને રાગ-દ્વેષ-મોહ
મટતાં સમાધિ લાગે છે. સ્થિર મન હોય તો નિજ ગુણરત્ન પામીએ,
માટે (સમાધિ) કારણ છે.
કોઈ ન્યાયવાદી ન્યાયના બળથી છએ મતનો નિર્ણય કરે છે, ત્યાં
સમાધિ નથી (પણ) વિકલ્પનો હેતુ છે.
(તે છ મતમાંથી) જૈનમતમાં અરિહંત દેવ છે; જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ સાત તત્ત્વો છે, પ્રત્યક્ષ અને
પરોક્ષ એ બે પ્રમાણ છે, નિત્ય
અનિત્ય આદિ અનેકાંતવાદ છે,
જુઓ, જ્ઞાનાર્ણવ પૃ. ૨૮૫.

Page 100 of 113
PDF/HTML Page 114 of 127
single page version

૧૦૦ ]
ચિદ્દવિલાસ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે અને સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ
છે.
નૈયાયિક મતમાં જે જટાધારી, તેના (મતમાં) ઈશ્વર દેવ છે;
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય,
વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન
એ સોળ
તત્ત્વો છે; પ્રત્યક્ષ, ઉપમા, અનુમાન અને શબ્દ એ ચાર પ્રમાણ છે,
નિત્યપણું વગેરે અનેકાંતવાદ છે; દુઃખ. જન્મ, વૃત્તિ, દોષ અને
મિથ્યાજ્ઞાનનો ઉત્તરોત્તર નાશ તે મોક્ષમાર્ગ છે; છ ઇન્દ્રિય, છ વિષય,
છ બુદ્ધિ તથા શરીર, સુખ અને દુઃખ એ પ્રમાણે એકવીશ દુઃખનો
અત્યંત ઉચ્છેદ તેને મોક્ષ માને છે.
હવે બૌદ્ધમત (વિષે) કહે છે. બૌદ્ધ રક્ત વસ્ત્રધારી છે, તેના
મતમાં બુદ્ધ દેવ છે, દુઃખ, સમુદાય, નિરોધ અને મોક્ષમાર્ગ એ ચાર
તત્ત્વ છે, પ્રત્યક્ષ અને અનુમાન
એ બે પ્રમાણ છે, ક્ષણિક એકાંતવાદ
છે, સર્વ ક્ષણિક છે, સર્વ નૈરાત્મ્યવાસના (સર્વમાં આત્મવાસનાનો ત્યાગ)
તે મોક્ષમાર્ગ છે, વાસના, ક્લેશનો નાશ તથા જ્ઞાનનો નાશ તે મોક્ષ છે.
હવે શિવમત (સંબંધી) કહે છે. શિવમતમાં ( વૈશેષિકમતમાં)
શિવ દેવ છે; દ્રવ્ય,ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ
તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે, (ભેદ
એકાંત) વાદ છે. મોક્ષમાર્ગ નૈયાયિકની સમાન છે; બુદ્ધિ, સુખ, દુઃખ,
ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવનો અત્યંત નાશ
તે મોક્ષ છે.
હવે જૈમિનીય મત (સંબંધી) કહે છે. જૈમિનીય ભટ્ટના મતમાં
દેવ નથી; પ્રેરણા, લક્ષણ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન,
ઉપમા, આગમ, અર્થાપત્તિ અને અભાવ એ છ પ્રમાણ છે; નિત્ય
જુઓ મોક્ષમાર્ગપ્રકાશક અધ્યાય ૫. ગુજ. આવૃત્તિ ૧. પૃ. ૧૨૯ થી ૧૪૦.

Page 101 of 113
PDF/HTML Page 115 of 127
single page version

સમાધિનું વર્ણન[ ૧૦૧
એકાંતવાદ છે, વેદવિહિત [વેદદ્વારા ફરમાવેલું ] આચરણ તે મોક્ષમાર્ગ
છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
હવે સાંખ્યમત [સંબંધી] કહે છે. સાંખ્યમતમાં બહુ ભેદ છે,
કોઈ કોઈ ઈશ્વરને દેવ માને છે; કોઈ કપિલને માને છે. પચીશ તત્ત્વ
છેરાજસ, તામસ અને સાત્ત્વિક એ ત્રણ પ્રકૃતિની અવસ્થાઓ છે.
પ્રકૃતિમાંથી મહત્, મહત્માંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા
(તથા) અગીયાર ઇન્દ્રિય; તે વિષે સ્પર્શતન્માત્રાથી વાયુ,
શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી, પૃથ્વી,
રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ (અને) શ્રોત્ર એ પાંચ
બુદ્ધિ
ઇન્દ્રિય છે. પાંચ કર્મઇન્દ્રિયવચન, હાથ, પગ, ગુદા (અને)
લિંગ, તથા અગીયારમું મન છે. પુરુષ અમૂર્તિક ચૈતન્યરૂપી કર્તા અને
ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની
વિકૃતિ છે, (બાકીના) સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ વિકૃતિ
પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ
છે, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ
છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો
વિવેક દેખવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું (ભિન્ન થવું) તે મોક્ષ છે.
સાતમા નાસ્તિક મત વિષે દેવ નથી, પુણ્યપાપ નથી, મોક્ષ
નથી. તેઓ પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂત માને છે, એક
પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી
મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ
ઊપજે છે; અદ્રશ્ય સુખનો ત્યાગ અને દ્રશ્ય સુખનો ભોગ તે જ
પુરુષાર્થ છે. [એમ તે માને છે.]
१.प्रकृतेर्महान् ततोऽहंकारस्तस्माद्गुणश्च षोडशकः
तस्मादपि षोडशकात्पंचभ्यः पंच भूतानि ।।
सांख्यकारिका

Page 102 of 113
PDF/HTML Page 116 of 127
single page version

૧૦૨ ]
ચિદ્દવિલાસ
આ પ્રમાણે બધા ભેદનો નિર્ણય કરે પરંતુ (તે) સમાધિ નથી.
સમાધિના તેર ભેદ છે તે કહીએ છીએઃ
૧. લય, ૨. પ્રસંજ્ઞાત, ૩. વિતર્કઅનુગત, ૪. વિચાર
અનુગત, ૫. આનંદઅનુગત, ૬. અસ્મિતાઅનુગત, ૭.
નિર્વિતર્કઅનુગત, ૮. નિર્વિચારઅનુગત, ૯. નિરાનંદઅનુગત, ૧૦
નિરસ્મિતાઅનુગત, ૧૧. વિવેકખ્યાતિ, ૧૨. ધર્મમેઘ અને ૧૩.
અસંપ્રજ્ઞાત
એ તેર જ સમાધિના ભેદ છે. તેમાં અસંપ્રજ્ઞાતના બે ભેદ
છેએક પ્રકૃતિલય અને બીજો પુરુષલય. [હવે એ તેર સમાધિનું
સ્વરૂપ કહે છે.]
૧. લયસમાધિા
પ્રથમ લયસમાધિ કહીએ છીએઃ
લય એટલે પરિણામોની લીનતા; નિજ વસ્તુ વિષે પરિણામ વર્તે
એટલે રાગ-દ્વેષ-મોહ મટાડીને દર્શન-જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપને પ્રતીતિમાં
અનુભવે. (પહેલાં) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે
આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી
પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે
શબ્દ, અર્થ અને જ્ઞાન. લય [એવું પદ તે] શબ્દ થયો, ‘પોતામાં
પરિણામની લીનતા’ તે અર્થ થયો,’ અને શબ્દ તથા અર્થનું જાણપણું તે
જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે, અર્થઆગમ,
અર્થઆગમવડે જ્ઞાનઆગમ
(એમ) શ્રી જિનાગમમાં કહ્યું છે.
કોઈ કહે કે ‘શબ્દ’(શબ્દલયસમાધિ એવો ભેદ) શા માટે
કહ્યો?
તેનું સમાધાાન :શુક્લધ્યાનના ભેદમાં શબ્દથી શબ્દાંતર બતાવ્યું
છે તે રીતે (અહીં) જાણવું. જ્યાં, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારદ્વારા વસ્તુમાં
જુઓ અનુભવપ્રકાશમાં સમાધિવર્ણન

Page 103 of 113
PDF/HTML Page 117 of 127
single page version

લીન થવું (તે અર્થલયસમાધિ છે) ; જ્ઞાનમાં પરિણામ આવ્યા (તો)
ત્યાં જ લીન થયા, દર્શનમાં પરિણામ આવ્યા (તો) ત્યાં જ લીન થયા.
લયસમાધિના વિકલ્પ
ભેદને મટાડીને નિજમાં વિશ્રામ, આચરણ,
સ્થિરતા, જ્ઞાયકતા વર્તે છે. જે જે ઇન્દ્રિયવિષય પરિણામવડે ઈન્દ્રિય
ઉપયોગ નામ ધાર્યું હતું અને સંકલ્પવિકલ્પરૂપ મન ઉપયોગ નામ પામ્યું
હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે (ઇન્દ્રિય
ઉપયોગ અને સંકલ્પવિકલ્પરૂપ મનઉપયોગરૂપ) જાણપણું બુદ્ધિથી જુદું
છે. જ્ઞાન, જ્ઞાનપરિણતિવડે જ્ઞાનને વેદતાં આનંદ પામે છે અને લીન થતાં
સ્વરૂપમાં તાદાત્મ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા
કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં
શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
૨. પ્રસંજ્ઞાત સમાધિા
હવે પ્રસંજ્ઞાત સમાધિનો ભેદ કહીએ છીએઃ
સમ્યક્ત્વને જાણે અને ઉપયોગ વિષે એવો ભાવ ભાવે કે
ચેતનાનો પ્રકાશ અનંત છે, પરંતુ (તેમાં) દર્શન-જ્ઞાન-ચારિત્ર મુખ્ય છે;
મારી દ્રષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે,
ચારિત્રપરિણામ વડે વસ્તુને અવલંબીને
વેદીનેવિશ્રામ કરીને આચરીને
સ્થિરતાને ધારણ કરે છે. પોતે પોતાના સ્વભાવકર્મને કરીને કર્તા થાય
છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની
પરિણતિ પોતાને સોંપે છે, પોતે (પોતાને) પોતામાં પોતાથી સ્થાપે છે,
પોતાના ભાવનો પોતે આધાર છે. (એ પ્રમાણે) પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા
દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં
આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગપરમાનંદ સમરસીભાવના
સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ
લક્ષણભાવરૂપ છે અને પર્યાય પરિણમનલક્ષણ વડે વેદનાના ભાવરૂપ
સમાધિનું વર્ણન[ ૧૦૩

Page 104 of 113
PDF/HTML Page 118 of 127
single page version

છેએ પ્રમાણે વસ્તુરસનું સર્વસ્વ જણાવવાયોગ્ય ભાવ છે તેને સમ્યક્
પ્રકારે જાણીને સમાધિને સિદ્ધ કરે; તેને પ્રસંજ્ઞાત સમાધિ કહીએ.
આમાં પણ ત્રણ ભેદ છે. પ્રસંજ્ઞાત (એવો શબ્દ તે) શબ્દ છે.
(એ) શબ્દનો જે ‘સમ્યગ્જ્ઞાનભાવ’ તે અર્થ છે અને તેનું (શબ્દ તથા
અર્થનું ) જાણપણું તે જ્ઞાન છે.
એ ત્રણે ભેદ અહીં જાણવા જાણનારના
મતને જાણીમાનીને તેમાં મહાતદ્રૂપપણે સમાધિ ધારીએ. તે પ્રસંજ્ઞાત
(સમાધિ) કહીએ.
૩. વિતર્કઅનુગત સમાધિા
હવે, વિતર્કાનુગત સમાધિ કહીએ છીએઃ
દ્રવ્ય શ્રુતવડે વિચાર કરવો તે વિતર્કશ્રુત છે. અર્થમાં મન
લગાવવું તે ભાવશ્રુત છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ
સમરસીભાવવડે ઉત્પન્ન આનંદ તે ભાવશ્રુત છે. કઈ રીતે? તે કહીએ
છીએ. ભાવશ્રુત અર્થમાં ભાવ (છે); ત્યાં, દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે
દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદઘન
ચિદાત્મા અનંત ચૈતન્ય ચિહ્નના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે.
અનાદિથી મન
ઇન્દ્રિય દ્વારા ચેતનાવિકાર વર્તતો હતો તે શુભ-
અશુભથી વિકાર છોડાવીને શ્રુતવિચારવડે જ્ઞાનાદિ ઉપયોગની
પ્રવૃત્તિદ્વારા પોતાનું સ્વરૂપ-પિછાણ્યું. જેમ *દીપકની આડા ચાર પડદા
હતા, તેમાંથી ત્રણ પડદા દૂર થતાં પ્રકાશ પિછાણ્યો (અને તેથી) દીપક
છે
અવશ્ય છે (એમ) પ્રકાશનો અનુભવ થયો. (ચોથો પડદો દૂર થતાં
દીપક સાક્ષાત્ પ્રગટ થશે) તેમ (આત્માના ચૈતન્યપ્રકાશ આડા ચાર
કષાયરૂપ ચાર પડદા છે), ત્રણ કષાય
ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ
સ્વજાતિ જ્યોતિનો અનુભવ નિજવેદનથી એવો થયો; ત્યારે
ચેતનાપ્રકાશનો અનુભવ એવો થયો કે પરમાત્મભાવનો આનંદ આ
જુઓ, અનુભવપ્રકાશ ગુજ. આવૃત્તિ બીજી, પૃ૧૪,
૧૦૪ ]
ચિદ્દવિલાસ

Page 105 of 113
PDF/HTML Page 119 of 127
single page version

ભાવશ્રુતઆનંદમાં માનો કે પ્રતીતિરૂપે સંપૂર્ણ પ્રાપ્ત થયો છે.
(જ્યારે) ચોથો પડદો જશે ત્યારે કૃતકૃત્ય પરમાત્મા થઈ નિવડશે.
અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી.
કોઈ એવી વિતર્કણા કરે છે કેવિશેષ લક્ષણ અવયવને જાણનારું
જ્ઞાન છે અને સામાન્યવિશેષરૂપ પદાર્થના નિર્વિકલ્પ સત્તામાત્ર
અવલોકનરૂપ દર્શન છે; જ્ઞાન છે તે દર્શનને જાણે છે તો ત્યાં જ્ઞાનમાં
સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે
છે, જ્ઞાન દર્શનને જાણે છે, (ત્યાં) દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને
જાણતાં સામાન્યનું જ્ઞાન થયું; તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું?
તેનું સમાધાાન :ચિદ્પ્રકાશમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે. જ્ઞાને
દર્શનના સર્વ પ્રદેશ જાણ્યા, દર્શનનું સ્વપર દેખવાપણું સર્વ જાણ્યું.
દર્શનનું લક્ષણ, સંજ્ઞાદિ ભેદ, દ્રવ્યક્ષેત્રાદિ ભેદ એ સર્વને જ્ઞાન જાણે છે
એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે છે. અને જ્ઞાનને દર્શન કઈ રીતે દેખે
છે? તેનું સમાધાન
‘જાણવું’ તે જ્ઞાનનું સામાન્ય (લક્ષણ) અને સ્વ-પરને
જાણવું’ તે જ્ઞાનનું વિશેષ (લક્ષણ)એ બંને લક્ષણમય જ્ઞાન છે (તે) જ્ઞાન
સંજ્ઞાદિ ભેદવાળું છે; તેને નિર્વિકલ્પરૂપ દેખે છે, તેથી સામાન્ય અવલોકન
થયું. (જ્ઞાન અને દર્શન) એ બંનેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે,
તે બંનેની સત્તા એક છે
આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો છે.
આ ભાવશ્રુતનું નામ ‘વિતર્ક’ છે. ‘અનુગત’ કહેતાં તે (વિતર્ક)ની સાથે જ
સુખ થયું તેને (વિતર્ક અનુગત) સમાધિ કહીએ. છદ્મસ્થને તે (સુખ)
ભાવશ્રુતના વિલાસથી ચૈતન્યપ્રકાશને જાણતાં
વેદતાંઅવલોકતાં
અનુભવતાં થાય છે. જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઊપજે છે.
તેના ત્રણ ભેદ છે. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ,
શ્રુતવિતર્કનો અર્થ છે. (અને) તે અર્થનું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શબ્દ
દ્વારા અર્થ, અર્થ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા આનંદરૂપ સમાધિ છે. એ
પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું.
સમાધિનું વર્ણન[ ૧૦૫

Page 106 of 113
PDF/HTML Page 120 of 127
single page version

૪. વિચારઅનુગત સમાધિા
હવે, વિચારઅનુગત સમાધિ કહીએ છીએઃ
શ્રુતના જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. શ્રુતના અર્થ
દ્વારા સ્વરૂપના વિચારમાં વસ્તુની સ્થિરતાવિશ્રામઆચરણજ્ઞાયકતા
આનંદવેદનાઅનુભવ. નિર્વિકલ્પ સમાધિ થાય છે તે કહીએ છીએ.
અર્થ કહેતાં ધ્યેય (રૂપ) વસ્તુદ્રવ્ય, અથવા ગુણ અથવા પર્યાય. દ્રવ્ય
વિચાર અનેક પ્રકારે છે; ગુણપર્યાયરૂપ અથવા સત્તારૂપ અથવા
ચેતનાપુંજએ પ્રમાણે દ્રવ્યને વિચારી પ્રતીતિમાં લીન થતાં સમાધિ થાય
છે. કેવળ વિચાર જ ન કરે પણ પોતાને અનુભવે. જે જ્ઞાન ગુણનો
પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને
સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં
લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાંતર કહીએ.
અથવા સામાન્ય
વિશેષ દ્વારા કે ભેદઅભેદદ્વારા વસ્તુમાં ધ્યાન ધરીને
સિદ્ધિ કરે તેને પણ અર્થથી અર્થાંતર કહીએ.
શબ્દ એટલે વચન; એક દ્રવ્ય વચન, બીજું ભાવ વચન. અહીં
ભાવવચન સમજવું. ભાવશ્રુત એટલે વસ્તુના ગુણમાં લીનતા. ભાવ
વચનમાં ગુણ-વિચારદ્વાર હતું તે ફરી બીજા ગુણમાં બીજા વિચાર ન
કરતાં સ્થિરતા વડે આનંદ થાય છે. વસ્તુને પામવાના બીજા બીજા (નવા
નવા) વિચાર શબ્દદ્વારા અંતરંગમાં થાય તેને શબ્દાંતર કહીએ.
ઉપયોગમાં એમ જાણ્યું કે હું દ્રવ્ય છું, હું જ્ઞાનગુણ છું, હું દર્શન છું,
વીર્ય છું.
‘અહં’, એટલે પોતે પોતાના પદમાં દ્રવ્ય-ગુણદ્વારા ‘અહં’ એવી
શબ્દ-કલ્પનાવડે સ્વપદની પ્રતીતિ સ્થાપી, (અને) આનંદકંદમાં
સ્વરૂપાચરણવડે સુખ થાય છે તે સમાધિ છે. વચનજોગના ભાવથી
ગુણસ્મરણ થયું; વિચાર સુધી વચન હતું, વિચાર છૂટી જતાં મન જ
૧૦૬ ]
ચિદ્દવિલાસ