Chidvilas (Gujarati). Kala Virya; Tapa Virya; Bhava Virya; Ek Gunama Sarva Gunonu Roop Sambhave Chhe; Parinama Shaktina Bhed; Pradeshatva Shakti; Dravya-Guna-Paryayano Vilash; Bhavbhav Shakti; Ek Samayana Karan-Karyama Tran Bhed; Dravyana Karan Karya; Gunana Karan Karya; Paryayna Karan Karya; Parmatma Swarupani Praptino Upay; Samykatvna 67 Prakar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 7

 

Page 67 of 113
PDF/HTML Page 81 of 127
single page version

વીર્યશકિત[ ૬૭
નરકાદિ ક્ષેત્ર તો ભિન્ન વસ્તુનું કારણ છે (અને) આત્મપ્રદેશ ક્ષેત્ર
ગુણ પર્યાયથી અભિન્ન છે. આ પ્રદેશક્ષેત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ
સિદ્ધ થાય છે. (તે આ પ્રમાણે
)
ઉપચારથી એક પ્રદેશને મુખ્ય
કરીએ તેનો ઉત્પાદ, બીજા પ્રદેશની ગૌણતા તે વ્યય ગણવો (અને)
ધ્રુવ મુખ્ય ગૌણપણા રહિત અનુસ્યૂત શક્તિ-વસ્તુરૂપ શક્તિ છે
પ્રકારે ધારવું. એ પ્રમાણે પ્રદેશ ક્ષેત્રનો અનંત મહિમા છે. આ પ્રદેશ
ક્ષેત્ર, લોકાલોકને જાણવા માટે અરીસો છે. જે જીવોએ આ પ્રદેશ
આ પ્રદેશક્ષેત્રમાં નિવાસ કર્યો છે તેઓ જ અનંત સુખના ભોક્તા
થયા છે. આવા પ્રદેશક્ષેત્રને (ટકાવી) રાખવાના સામર્થ્યનું નામ
ક્ષેત્રવીર્યશક્તિ છે.
કાળવીર્ય
હવે કાળવીર્ય (શક્તિ) કહીએ છીએઃ
કાળપોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા તે કાળ છે, તેને
(ટકાવી) રાખવાની સામર્થ્યતાનું નામ કાળવીર્ય શક્તિ છે. દ્રવ્યની
વર્તના તે દ્રવ્ય-કાળ-ક્ષણ છે. ગુણની વર્તના તે ગુણકાળ છે, પર્યાયની
વર્તના તે પર્યાય
કાળ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેદ્રવ્યવર્તના તો ગુણપર્યાયવર્તનાથી છે,
માટે ગુણપર્યાયવર્તના પણ દ્રવ્યવર્તના છે. (તથા) દ્રવ્યવર્તનાથી
ગુણપર્યાયવર્તના છે, માટે દ્રવ્યવર્તનામાં ગુણપર્યાયવર્તના કહો (અને)
ગુણપર્યાય (વર્તના)માં દ્રવ્યવર્તના કહો?
તેનું સમાધાાનહે ભવ્ય! તેં જે પ્રશ્ન કર્યો તે તો સાચો છે,
પરંતુ અહીં જે વિવક્ષા છે તે કહીએ છીએ. ગુણપર્યાયના પુંજની વર્તના
તે દ્રવ્યવર્તના છે કેમ કે ગુણપર્યાયનો પુંજ તે દ્રવ્ય છે. દ્રવ્યનો સ્વભાવ
ગુણ-પર્યાય છે, તે દ્રવ્ય પોતના સ્વભાવરૂપે વર્તે છે તેથી દ્રવ્યવર્તનામાં
જુઓ, પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.

Page 68 of 113
PDF/HTML Page 82 of 127
single page version

૬૮ ]
ચિદ્દવિલાસ
સ્વભાવ આવ્યો પરંતુ એટલું વિશેષ છે કે જુદી ગુણવર્તનામાં ગુણવર્તને
છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે; એ
પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં
પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે
જે સમયે જે પર્યાય છે
તે પર્યાયની વર્તના તેમાં છે; બીજા સમયના પર્યાયની વર્તના બીજા
સમયના પર્યાયમાં છે. એકપર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી)
નથી (કેમકે) પર્યાય જુદા જુદા છે. તેથી દ્રવ્યની ગુણ પર્યાયના
પુંજની
વર્તના એક ગુણમાં કે એક પર્યાયમાં આવી જતી નથી, કેમ
કે વસ્તુનો એક ગુણ (આખા) દ્રવ્યરૂપ હોય નહિ. જો ગુણપુંજ
(
દ્રવ્ય) એક ગુણમાં જ આવી જાય તો ગુણ અનંત (હોવાથી) અનંત
દ્રવ્ય થઈ જાય. ગુણપુંજવર્તના દ્રવ્યની (છે), તેને એક ગુણવર્તના ન
કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે
છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિવક્ષામાં ગુણવર્તના,
પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવક્ષાથી છે.
તેથી ગુણ-પર્યાય-દ્રવ્યની વર્તના
મર્યાદા અથવા સ્થિતિ, તેને નિષ્પન્ન
રાખવાનું (જે) સામર્થ્ય તેનું નામ કાળવીર્યશક્તિ છે.
તપવીર્ય
હવે તપવીર્યનું વર્ણન કરીએ છીએઃતપ નિશ્ચય અને
વ્યવહાર (એવા) બે ભેદને ધારણ કરે છે. બાર પ્રકારના તપ,
પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે); તેનાથી કર્મની નિર્જરા
ત્યારે જ થાય કે જ્યારે ઇચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઇચ્છા
મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા
થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ
વ્યવહારતપવીર્યશક્તિ છે; તેના પ્રભાવથી અનેક ૠદ્ધિઓ ઊપજે છે.
હવે નિશ્ચય તપવીર્યશક્તિનું સ્વરૂપ કહીએ છીએઃ

Page 69 of 113
PDF/HTML Page 83 of 127
single page version

વીર્યશકિત[ ૬૯
તપ એટલે તેજ; તેજ એટલે પોતાની તેજસ્વી અનંતગુણ
ચેતનાની પ્રભાનો પ્રકાશ તેને નિષ્પન્ન રાખવાના સામર્થ્યનું નામ
નિશ્ચયતપવીર્યશક્તિ કહીએ. જ્ઞાનચેતનાનો પ્રકાશ સ્વસંવેદન (રૂપ)
તથા સ્વપરપ્રકાશક (રૂપ)
નિજપ્રભાભારના વિકાસથી શોભિત તેજ
(છે). એ જ પ્રકારે દર્શન નિરાકારઉપયોગ (રૂપ) સર્વદર્શિત્વ(રૂપ),
સામાન્ય ચેતનાના પ્રભાભારના પ્રકાશ (રૂપ) તેજ (છે) એ જ
પ્રમાણે અનંત ગુણના તેજપુંજના પ્રભાભારનો પ્રકાશ (તે) દ્રવ્યનું તેજ
(છે), પર્યાય સ્વરૂપના પ્રભાભારનો પ્રકાશ (તે પર્યાયનું) તેજ છે. એ
પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રભાભારનો પ્રકાશ તે (નિશ્ચય) તપ
કહીએ, તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ નિશ્ચય
તપવીર્યશક્તિ કહીએ.
ભાવવીર્ય
હવે ભાવવીર્યશક્તિ કહીએ છીએઃજેના પ્રભાવથી વસ્તુ
પ્રગટે તેને ભાવ કહીએ. વસ્તુનો સર્વ સ્વરસ ભાવ છે. ભાવ તે
વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુપણું ભાવદ્વારા જાણીએ છીએ. જેમ
અક્ષરાર્થ ભાવાર્થ વડે સફળ છે તેમ ભાવવડે વસ્તુ છે. વસ્તુનું
ઉપાદાન અક્રમ-ક્રમ સ્વભાવભાવ છે; તેના ત્રણ ભેદ છે
દ્રવ્યભાવ,
ગુણભાવ (અને) પર્યાયભાવ. (હવે) દ્રવ્યભાવ કહીએ છીએગુણ
પર્યાયના ભાવના સમુદાયરૂપ દ્રવ્યભાવ કહીએ. ગુણના ભાવના
અનંત ભેદ છે. જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન
જાણવારૂપ શક્તિનો ભાવગુણ
છે (અને) જ્ઞેયાકાર પર્યાય દ્વારા જ્ઞાન થાય છે તે પર્યાય છે. (એ
રીતે) ત્રણે (દ્રવ્ય-ગુણ-પર્યાય) જ્ઞાનના ભાવવડે સધાય છે. ભાવ
ગુણવડે ગુણી સધાય છે; તે (આ રીતે કે) દ્રવ્યથી ભાવ છે, પણ
ગુણથી ગુણી એમ કહેતાં ભાવથી જ દ્રવ્યની સિદ્ધિ (થાય છે);
૧. નિજપ્રભાભારનિજપ્રભાનો સમૂહ

Page 70 of 113
PDF/HTML Page 84 of 127
single page version

૭૦ ]
ચિદ્દવિલાસ
પર્યાયની સિદ્ધિ પણ ભાવથી જ છે. ગુણનો શક્તિરૂપ ભાવ, ગુણ-
પર્યાયરૂપ ભાવ, તેને ગુણભાવ કહીએ. પર્યાયમાં જે પરિણમનશક્તિનું
જે લક્ષણ છે તે પર્યાયનો ભાવ છે. ગુણે ગુણનો ભાવ જુદો જુદો
છે; પર્યાયનો વર્તમાનભાવ અતીતભાવ સાથે મળતો નથી, અતીત
અનાગત સાથે, વર્તમાન અનાગત સાથે મળતો નથી (અને) અનાગત
વર્તમાન (કે) અતીત સાથે મળતો નથી. જે પરિણામ વર્તમાન છે
તેનો ભાવ તેમાં જ છે. (આ પ્રમાણે પોતાના) ભાવને નિષ્પન્ન
રાખવાનું જે સામર્થ્ય તેનું નામ ભાવવીર્ય કહીએ.

Page 71 of 113
PDF/HTML Page 85 of 127
single page version

[ ૭૧
એક ગુણમાં સર્વ ગુણોનું રુપ સંભવે છે
વસ્તુમાં અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ
સંભવે છે. કઈ રીતે? તે કહે છે, જો સત્તાગુણ છે તો સર્વે ગુણ
છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ(ત્વ) ગુણ છે
તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો)
સામાન્ય-વિશેષતા સહિત છે; જો દ્રવત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે
વ્યાપે છે; જો અગુરુલઘુત્વ ગુણ છે તો સર્વે ગુણો અગુરુલઘુ છે; જો
અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ
છે તો સર્વે (ગુણો) અમૂર્તિક છે. આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં
છે (અને તે) સર્વની સિદ્ધિનું કારણ છે.
એકેક ગુણમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સાધીએ (જેમ કે) એક
જ્ઞાન ગુણ છે. તેનું જ્ઞાનરૂપ તો દ્રવ્ય છે, તેનું (જાણપણારૂપ) લક્ષણ
તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેજે પરિણતિ તે પર્યાય છે, જ્ઞાન
જ્ઞેયો વિષે પર્યાય વડે આવ્યું છે, તો પરિણતિ તો ન આવી! તો પર્યાય
વડે (જ્ઞાન જ્ઞેયમાં) કઈ રીતે આવ્યું?
તેનું સમાધાનઃ(જ્ઞાનની) પરિણતિ અભેદરૂપે અથવા
તાદાત્મ્યરૂપે (તો જ્ઞેયમાં) આવી નથી, પરંતુ પર્યાયની શક્તિ (જ્ઞેયમાં)
ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી (તેને) જ્ઞેયાકાર કહીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે. જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે,
કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ (પ્રદેશો) જ્ઞાનના છે. તેથી
અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ-પર્યાયની સિદ્ધિ થઈ. ભેદ

Page 72 of 113
PDF/HTML Page 86 of 127
single page version

૭૨ ]
ચિદ્દવિલાસ
(અપેક્ષા)માં જ્ઞાનરૂપ દ્રવ્ય, (જાણપણા) લક્ષણ ગુણ અને તેની
પરિણતિ તે પર્યાય (એમ) ભેદવડે (ત્રણે) સધાય છે. ઉપચારથી
સમસ્ત જ્ઞેયના દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનમાં આવે છે. ઉપચારના અનેક
ભેદ છે તે કહીએ છીએઃ
[૧] સ્વજાતિ ઉપચાર, [૨] વિજાતિ ઉપચાર અને [૩]
સ્વજાતિવિજાતિ ઉપચાર. દ્રવ્યમાં ત્રણે ઉપચાર, ગુણમાં ત્રણે ઉપચાર,
પર્યાયમાં ત્રણે ઉપચાર (એમ) નવ ભેદ થયા. નવ સ્વજાતિ, નવ
વિજાતિ, નવ સ્વજાતિ
વિજાતિ, નવ સામાન્ય (એ પ્રમાણે) છત્રીશ
ભેદ જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં સધાય છે, જ્ઞાન અને દર્શન (એ
બંને) ગુણો ચેતનાની અપેક્ષાએ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષાએ
ઉપચારથી વિજાતિ છે (અને) બંને અપેક્ષા (સાથે લેતાં) સ્વજાતિ
વિજાતિ છે એક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સાધે; (તથા) સ્વજાતિ,
વિજાતિ અને મિશ્ર
એ સાધે ત્યારે અનંત ગુણોમાં છત્રીસ-છત્રીસ ભેદ
ઉપચારથી સધાય છે.
[ જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છે]
એક પ્રસિદ્ધ ધર્મનો બીજામાં આરોપ કરવો તે અસદ્ભૂત વ્યવહારનો
વિષય છે; તેના ત્રણ ભેદ છેઃ
સજાતિ ઉપચાર, ૨વિજાતિ ઉપચાર,
સજાતિ વિજાતિ ઉપચાર.
એ ત્રણેમાંથી દરેકના નવ નવ ભેદ થાય છે; તે આ પ્રમાણેઃ
૧. દ્રવ્યમાં દ્રવ્યનો આરોપ, ૨. દ્રવ્યમાં ગુણનો આરોપ, ૩.
દ્રવ્યમાં પર્યાયનો આરોપ, ૪. ગુણમાં ગુણનો આરોપ, ૫. ગુણમાં
દ્રવ્યનો આરોપ, ૬. ગુણમાં પર્યાયનો આરોપ, ૭. પર્યાયમાં પર્યાયનો
આરોપ, ૮. પર્યાયમાં ગુણનો આરોપ, ૯. પર્યાયમાં દ્રવ્યનો આરોપ.
તેમાં સજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે

Page 73 of 113
PDF/HTML Page 87 of 127
single page version

એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે[ ૭૩
સજાતિ ઉપચાર છે. જેમ કે ચંદ્રના પ્રતિબિંબને ચંદ્ર કહેવો તે સજાતિ
પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે.
વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે
વિજાતિ ઉપચાર છે. જેમકે જ્ઞાનને મૂર્ત કહેવું તે વિજાતિ ગુણનો
વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ
વિજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં
આરોપ કરવો તે સજાતિ-વિજાતિ ઉપચાર છે, જેમ કે જીવઅજીવરૂપ
જ્ઞેયો જ્ઞાનનો વિષય હોવાથી તેને જ્ઞાન કહેવું તે સજાતિવિજાતિ
દ્રવ્યમાં સજાતિવિજાતિ ગુણનો આરોપ છે. [જુઓ જૈનસિદ્ધાંત દર્પણ
પૃ. ૩૨-૩૩]
ભેદ-અભેદવડે દ્રવ્ય-ગુણ-પર્યાય સધાય છે, એમ જાણવું. એક
જ્ઞાન પોતાના સ્વભાવનું કર્તા છે, જ્ઞાનનો ભાવ તે કર્મ છે, જ્ઞાન
પોતાના ભાવવડે પોતાને સાધે છે તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ
પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને
પોતે સ્થાપે છે તેથી અપાદાન પોતે છે, પોતાનો આધાર પોતે છે તેથી
અધિકરણ પોતે છે. (એ પ્રમાણે) આ જ છ કારકો એકેક ગુણમાં
જુદા જુદા અનંત ગુણ પર્યંત સાધવા.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણે ગુણે ગુણમાં સાધીએ છીએ, સૂક્ષ્મ (ત્વ)
ગુણ છે, તેના અનંત પર્યાયો છે. જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ, અનંત ગુણ
સૂક્ષ્મ, [તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે]. એક ગુણસૂક્ષ્મની મુખ્યતાનો
ઉત્પાદ બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મ (ત્વ)
સત્તાવડે ધ્રુવ
એ પ્રમાણે સૂક્ષ્મ (ત્વ-ગુણ)માં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઉતર્યા.
એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ સધાય છે.

Page 74 of 113
PDF/HTML Page 88 of 127
single page version

૭૪ ]
ચિદ્દવિલાસ
પરિણામશકિતના ભેદ
હવે, વસ્તુ વિષે પરિણામશક્તિનું વર્ણન કરીએ છીએઃ
ગુણસમુદાય દ્રવ્ય છે, તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સ્વભાવવડે
ઉત્પાદ-વ્યય-ધ્રુવથી આલિંગિત છે. ગુણરૂપ સત્તાના બે ભેદ છેએક
સાધારણ, એક અસાધારણ. દ્રવ્યત્વ આદિ સાધારણ, જ્ઞાનાદિ
અસાધારણ સત્તા છે. જ્ઞાન-દર્શનાદિ વિશેષ ગુણોના સત્ત્વથી જીવ
પ્રગટ્યો (અર્થાત્ જણાયો) ત્યારે (જીવના) વસ્તુત્વ વગેરે સર્વે ગુણો
જણાયા. માટે અસાધારણ વડે સાધારણ છે. સાધારણ વડે અસાધારણ
છે. એ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના યથાઅવસ્થિતપણાવડે સ્વચ્છ થયા,
ત્યારે પરના અભાવને લીધે અભાવશક્તિરૂપ થયા. નિજ વસ્તુનો સકળ
ભાવ પરના અભાવ વડે ચિદ્વિલાસથી શોભિત સ્વરસથી ભરેલો,
ત્યાગઉપાદાનશૂન્ય, સકળ કર્મનો અકર્તા, (તથા) અભોક્તા, સર્વકર્મમુક્ત
આત્મપ્રદેશ, સહજ મગ્ન, પરમૂર્તિ રહિત અમૂર્તરૂપ, ષટ્કારકરૂપ દ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવરૂપ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનાદિ રૂપ નિત્યાદિ
સ્વભાવરૂપ, સાધારણાદિ ગુણરૂપ (તથા) અન્યોન્ય ઉપચારાદિ રૂપ
એવા
અનંત ભેદઅભેદ (રૂપ) છે. (તેમાં) સામાન્ય-વિશેષ આદિ અનંત
નયોથી, અનંત વિવક્ષાઓથી અનંત સપ્તભંગ સાધવા.
અનાદિઅનંત, અનાદિસાંત, સાદિશાંત અને સાદિ અનંતએ ચાર
ભંગ સર્વે ગુણોમાં લાગુ પડે છે. તે કહીએ છીએઃ પ્રથમ જ્ઞાનમાં
સાધીએ છીએ.
૧. જુઓ, સમયસાર ગુજ. પૃ. ૫૦૪

Page 75 of 113
PDF/HTML Page 89 of 127
single page version

પરિણામશકિતના ભેદ
[ ૭૫
(૧) જ્ઞાન વસ્તુથી અનાદિ અનંત છે.
(૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે) અનાદિસાંત
છે.
(૩) જ્ઞાન પર્યાયથી સાદિસાંત છે.
(૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી સાદિ અનંત છે.
એ પ્રમાણે દર્શનમાં એ જ રીત જાણો. સત્તામાં (એ ચાર પ્રકાર)
સાધીએ છીએઃ
(૧) દ્રવ્યે સત્તા અનાદિઅનંત,
(૨) દ્રવ્યે સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
અનાદિસાંત;
(૩) પર્યાયે સત્તા સાદિસાંત;
(૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્યે સત્તા તથા ગુણે સત્તા અનંત. (એ રીતે
સત્તા) સાદિઅનંત છે.
આ પ્રમાણે (સત્તામાં ચાર ભંગ) સાધતાં પ્રશ્ન ઊઠે છે કે સત્તા
તો ‘છે’ લક્ષણવાણી છે, સાદિસાંતમાં (તો) સત્તાનો અભાવ થાય છે;
ત્યાં, (સત્તાનું) ‘છે’ (એવું) લક્ષણ રહેતું નથી.
તેનું સમાધાન કરીએ છીએપર્યાય સમયસ્થાયી છે, તેની સત્તા
પણ સમય માત્રની કાળમર્યાદા સુધી ‘છે’ લક્ષણ સહિત છે.
અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય
સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય;
તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો
નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય(પૂરતી) હોવાથી (સત્તાનું)
સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે
ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.

Page 76 of 113
PDF/HTML Page 90 of 127
single page version

૭૬ ]
ચિદ્દવિલાસ
પ્રદેશત્વશકિત
આત્મા વિષે પ્રદેશત્વશક્તિ છે, તેનું વર્ણન કરીએ છીએ.
સંસાર અવસ્થામાં અનાદિ સંસારથી પ્રદેશ
કાયા સંકોચ વિસ્તાર
(પામે છે), મુક્ત થતાં ચરમ શરીરથી કિંચિત્ ઊણા આકારને ધરે છે.
તે એકેક પ્રદેશમાં અનંત ગુણો છે, એવા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશો
છે. અભેદવિવક્ષામાં ‘પ્રદેશત્વ’, ભેદવિવક્ષામાં ‘અસંખ્ય’, (તથા)
વ્યવહારમાં ‘દેહપ્રમાણ’ કહીએ. તેમજ અવસ્થાન વિવક્ષાથી લોકાગ્ર
અવસ્થાનરૂપ થઈને નિવાસ કરે છે. એકેક પ્રદેશની ગણતરી કરતાં
અસંખ્ય (પ્રદેશો) છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેજિનાગમમાં ‘लोकप्रमाणप्रदेशो हि
निश्चयेन जिनागमे’ આ પ્રમાણે કહ્યું છે. આ ભેદમાં અસંખ્ય કહેતાં નિશ્ચય
સિદ્ધ થતો નથી, (કેમકે) નિશ્ચયમાં ભેદ સિદ્ધ થાય નહિ?
તેનું સમાધાાન :ભેદથી અસંખ્ય (પ્રદેશ હોવાનું) પ્રમાણ કર્યું,
તેનાથી ઓછા કે વધારે (પ્રદેશો) નથીઆ નિયમરૂપ નિશ્ચય જાણવો.
કોઈ પ્રશ્ન કરે છે કેએક પ્રદેશમાં અનંત ગુણો છે તે સર્વ
પ્રદેશોમાં છે. (જે અનંત ગુણો છે) તે (એક પ્રદેશમાં) આખા આવ્યા
કે ઓછા આવ્યા?
તેનું સમાધાાન :સર્વ પ્રદેશોમાં જ્ઞાન છે. પ્રદેશ જુદા જુદા
જુઓ, સમયસાર ગુજ૦ પૃ. ૫૦૫
૧. જુઓ, દ્રવ્યસંગ્રહ ગા. ૧૦.

Page 77 of 113
PDF/HTML Page 91 of 127
single page version

પ્રદેશત્વશકિત[ ૭૭
માનવાથી જ્ઞાન જુદું જુદું થઈ જાય; જ્ઞાનપ્રમાણ આત્મા દ્રવ્ય છે તે પણ
જુદો જુદો થઈ જાય, એ રીતે વિપરીત થાય છે; માટે વસ્તુમાં
અંશકલ્પના નથી (તેમ જ) ગુણમાં પણ (અંશકલ્પના) નથી. પરંતુ
પરમાણુમાત્ર ગજથી વસ્તુના પ્રદેશ ગણીએ ત્યારે એટલા (
અસંખ્ય)
છેએમ કહીએ છીએ. (પરંતુ) જેમ પ્રદેશોનું એકત્વ તે વસ્તુનું સ્વરૂપ
છે તેમ જ્ઞાનસ્વરૂપ છે.
ક્રમના બે ભેદ છે(૧) વિષ્કંભક્રમ અને (૨) પ્રવાહક્રમ;
વિષ્કંભક્રમ પ્રદેશોમાં છે ને પ્રવાહક્રમ પરિણામમાં છે. દ્રવ્યમાં ક્રમભેદ
નથી, વસ્તુના અંગ જ એવા ભેદને ધારણ કરે છે. પણ અંગમાં ક્રમભેદ
છે, વસ્તુમાં નથી. જેમ નરના અંગમાં ક્રમભેદ છે (પણ) નરમાં નથી;
એ પ્રકારે જાણવું. જેમ અરીસામાં પ્રકાશ છે, (ત્યાં) આખા અરીસામાં
(જેવો પ્રકાશ) છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. તે પ્રદેશ
અરીસામાં જુદો તો નથી પણ (જ્યારે) પરમાણુમાત્ર પ્રદેશને કલ્પીએ
ત્યારે તે પ્રદેશમાં જાતિશક્તિ તો તેવી (અરીસા જેવી) જ છે, પરંતુ
સંપૂર્ણ વસ્તુ બધા પ્રદેશોનું નામ પામે છે. એ પ્રકારે જાતિ
શક્તિ ભેદથી
તો પ્રદેશમાં ગુણ આવ્યો, પરંતુ સંપૂર્ણ આત્મવસ્તુ તો અસંખ્ય પ્રદેશમય
છે; એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે, પરંતુ સર્વ
પ્રદેશોનો એકત્વભાવ તે વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેએક ગુણના અનંત પર્યાયો છે; એક
પ્રદેશમાં એક ગુણ છે તેમાં અનંત પર્યાયો કઈ રીતે આવ્યા?
તેનું સમાધાાનએક પ્રદેશમાં સૂક્ષ્મ[ત્વ] ગુણ છે તેમ જ અનંત
ગુણો છે, તે સર્વે સૂક્ષ્મ છે; તેથી સૂક્ષ્મગુણના સર્વે પર્યાયના જાતિભેદ
શક્તિભેદ એક છે એમ આવ્યું.
વસ્તુનો એક ગુણ છે તે વસ્તુમાં વ્યાપક છે (અને) વસ્તુ સર્વે
ગુણોમાં વ્યાપક છે. તેથી સૂક્ષ્મ[ત્વ] ગુણ પણ પોતાના પર્યાયવડે સર્વે
૧. જુઓ પ્રવચનસાર ગા. ૧૪૧.

Page 78 of 113
PDF/HTML Page 92 of 127
single page version

૭૮ ]
ચિદ્દવિલાસ
ગુણોમાં વ્યાપક છે, અખંડિત છે. (જો) એક ગુણને ખંડખંડ પર્યાયવડે
જુદો જુદો વ્યાપક કહેવામાં આવે તો સૂક્ષ્મ[ત્વ ગુણ] અનંત થઈ જાય.
એક ન રહે; એમ થતાં દ્રવ્ય અનંત થઈ જાય. [પરંતુ] ગુણદ્રવ્ય એક
છે તેથી સર્વ પ્રદેશરૂપ વસ્તુ છે તેમ જ ગુણ [પણ સર્વપ્રદેશરૂપ] છે.
[જેમ] એક ગુણ તો સર્વે ગુણોમાં પોતાનું રૂપ ધરે છે (અને) વ્યાપક
છે તેમ એક પ્રદેશ સર્વે પ્રદેશોમાં વ્યાપક નથી. એક પ્રદેશનું અસ્તિત્વ
એક પ્રદેશમાં છે ને બીજાનું બીજામાં છે. પરંતુ ચેતનાના અભિન્નપણાને
લીધે સર્વે પ્રદેશો અભિન્નસત્તારૂપ છે. એક વસ્તુના પ્રદેશ પરસ્પર
અનુસ્યુતિરૂપ અભેદ છે. પ્રદેશના સ્વરૂપનો નિર્ણય કરવા માટે કથનમાં
તો ભેદ કહ્યો પરંતુ (સર્વે પ્રદેશોની) જાતિશક્તિસત્તાપ્રકાશ વગેરે
અભેદ છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ છે તે સર્વે પ્રદેશોમાં પોતાના સંપૂર્ણ
અસ્તિત્વને ધારણ કરે છે. તેનામાં સંપૂર્ણતા છે (એટલે) સર્વે ગુણોને
સંપૂર્ણ સૂક્ષ્મ કર્યા, વસ્તુમાં જેટલા પ્રદેશો કહ્યા તેમાં તે એકેક પ્રદેશનો
સૂક્ષ્મત્વગુણ જુદો ન કહીએ, (કેમ કે) એ પ્રમાણે સૂક્ષ્મ(ત્વ) ગુણ જુદો
કહેતાં તો ગુણખંડ થઈ જાય. માટે (સર્વ પ્રદેશોમાં) અભેદ પ્રકાશ છે.
તેમાં ભેદ અંશકલ્પના (હોવા) છતાં અભેદ છે; પ્રદેશો
અવયવોનો પુંજ
છે તે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ પ્રદેશોમાં સર્વજ્ઞત્વ અને
સર્વદર્શિત્વશક્તિ છે એ પ્રદેશો પોતાના યથાવત્ સ્વભાવરૂપ છે તેથી તે
તત્ત્વ’શક્તિને ધારણ કરે છે (અને) પરપ્રદેશોરૂપ થતા નથી તેથી
અતત્ત્વ’ શક્તિને ધારણ કરે છે, (તેમ જ તે પ્રદેશો) જડતા રહિત
[હોવાથી] ચૈતન્ય શક્તિને ધારણ કરે છે.ઇત્યાદિ અનંત શક્તિઓને
એ પ્રકારે ધરે છે. [એ રીતે] પ્રદેશશક્તિ અનંત મહિમાને ધરે છે.
❈ ❈ ❈
પ્રવચનસાર ગા. ૯૯ ટીકા.
૧. સમયસાર ગુજ. પૃ. ૫૦૪;
૩ સમયસાર ગુજ. પૃ. ૫૦૫;
૪. જુઓ, ગુજ. સમયસાર. પૃ. ૫૦૩.

Page 79 of 113
PDF/HTML Page 93 of 127
single page version

[ ૭૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ
સત્તાના આધારે સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તેથી સત્તા જ સર્વ
દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપનો વિલાસ કરે છે.
કોઈ પ્રશ્ન કરે કે સત્તા તો ‘છે’ લક્ષણવાળી છે, (તે) વિલાસ
કઈ રીતે કરે છે?
તેનું સમાધાનઃદ્રવ્યનો વિલાસ દ્રવ્ય કરે, ગુણનો (વિલાસ)
ગુણ કરે, (અને) પર્યાયનો (વિલાસ) પર્યાય કરે; (પરંતુ) એ ત્રણેના
વિલાસનો અસ્તિભાવ સત્તા વડે છે, તેથી સત્તા જ (તેનો વિલાસ)
કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ જ્ઞાનમાં આવ્યો; જ્ઞાનના
વેદનપણાને લીધે જ્ઞાન જ એ ત્રણેનો વિલાસ કરે છે. એ જ પ્રમાણે
દર્શનમાં પણ (તે વિલાસ) આવ્યો, (તેથી) દર્શન સર્વ દ્રવ્ય-ગુણ-
પર્યાયના રૂપનો વિલાસ કરે છે. પરિણામ સર્વને વેદીને રસાસ્વાદ લે
છે, તેથી પર્યાય સર્વનો વિલાસ કરે છે. આ પ્રમાણે, અનંત ગુણો
છે. એકેક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનો વિલાસ કરે છે.

Page 80 of 113
PDF/HTML Page 94 of 127
single page version

૮૦ ]
ચિદ્દવિલાસ
ભાવભાવશકિત
સમસ્ત પદાર્થોના સમસ્ત વિશેષોને જ્ઞાન જાણે, છે તેમ જ
પૂર્વે જાણ્યું હતું ને ભવિષ્યમાં જાણશે એ (જ્ઞાન)શક્તિ જે પૂર્વે હતી
તે જ શક્તિ ભવિષ્યમાં રહે છે, તેથી જ્ઞાનમાં ભાવભાવશક્તિ છે.
આ પ્રમાણે દર્શનમાં જે ભાવ પૂર્વે હતો તે જ ભવિષ્યમાં રહે છે
તેથી ભાવભાવશક્તિ દર્શનમાં પણ છે. જ્ઞાનમાં, દર્શનમાં એ પ્રમાણે
અનંત ગુણોમાં ભાવભાવશક્તિ છે. સર્વે ગુણનો ભાવ એક એક
ગુણમાં છે તેથી એક પોતાના ભાવથી સર્વે ગુણનો ભાવ છે અને
સર્વે ગુણોના ભાવથી એક ગુણનો ભાવ છે, માટે ભાવભાવશક્તિ
ગુણોમાં છે. એક ગુણમાં દ્રવ્ય-પર્યાયનો ભાવ છે અને દ્રવ્ય-પર્યાયના
ભાવમાં ગુણનો ભાવ છે તેથી ભાવભાવશક્તિ સર્વે કહીએ. એકેક
ભાવમાં અનંતભાવ છે અને અનંતભાવમાં એક ભાવ છે. વસ્તુનો
સદ્ભાવ પ્રગટવો તે ભાવ છે; એક ભાવમાં અનંત રસનો વિલાસ
છે. વિલાસના પ્રભાવને પ્રગટપણે (વસ્તુ) ધારણ કરે છે, વસ્તુમાં
જ અનેક અંગનું વર્ણન જિનદેવ બતાવે છે.
વસ્તુમાં અનંત ગુણ છે, એક એક ગુણમાં અનંત શક્તિ(રૂપ)
પર્યાય છે, પર્યાયમાં સર્વે ગુણનું વેદન છે, વેદવામાં અવિનાશી
સુખરસ છે. એ સુખરસના પીવાથી ચિદાનંદ અજર અમર થઈને
નિવાસ કરે છે.
જુઓ સમયસાર ગુજ. પૃ. ૫૦૫

Page 81 of 113
PDF/HTML Page 95 of 127
single page version

[ ૮૧
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ
સમય સમય(નાં) કારણ કાર્યદ્વારા આનંદનો વિલાસ થાય છે.
તે કારણકાર્ય પરિણામથી છે. પૂર્વ પરિણામ કારણ છે તે ઉત્તર
પરિણામ(રૂપ) કાર્યને કરે છે. તે એક જ કારણકાર્યમાં ત્રણ ભેદ
સધાય છે, તે કહીએ છીએ. જેમ ષટ્ગુણી વૃદ્ધિ
હાનિ એક સમયમાં
સધાય તેમ એક વસ્તુના પરિણામમાં ભેદ કલ્પનાદ્વાર વડે કારણકાર્યના
ત્રણ ભેદ સાધીએ છીએ. (તે આ પ્રમાણે
) દ્રવ્ય કારણકાર્ય, ગુણ
કારણકાર્ય અને પર્યાય કારણકાર્ય. પ્રથમ દ્રવ્યના કારણકાર્ય કહીએ
છીએઃ
દ્રવ્યના કારણકાર્ય
(૧) દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું કારણ છે અને
પોતે જ કાર્યરૂપ છે; અથવા,
(૨) ગુણ-પર્યાય તે દ્રવ્યનું કારણ છે (અને દ્રવ્ય કાર્ય છે.)
ગુણ પર્યાયવાન્ દ્રવ્ય આવું સૂત્રનું વચન છે;
(૩) પૂર્વ પરિણામ યુક્ત દ્રવ્ય કારણ છે અને ઉત્તર પરિણામ
યુક્ત દ્રવ્ય કાર્ય છે; અથવા
(૪) ‘સત્’ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે; અથવા
(૫)
‘द्रवत्वयोगात् द्रव्य’ (એટલે કે દ્રવત્વના યોગથી દ્રવ્ય છે)
દ્રવત્વગુણ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે.
૧. જુઓ તત્ત્વાર્થ સૂત્ર ૫૩૮.
૨. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨; ૨૩૦.

Page 82 of 113
PDF/HTML Page 96 of 127
single page version

૮૨ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યનાં કારણકાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય પોતે જ પોતાના
કારણરૂપ સ્વભાવપણે પરિણમીને પોતાના કાર્યને પોતે જ કરે છે.
દ્રવ્યમાં જો કારણકાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે? માટે
સંસારમાં જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ-કાર્યને કરે
છે. તેથી જીવદ્રવ્યનાં કારણકાર્યવડે જીવનું સર્વસ્વ પ્રગટે છે. જે કાંઈ
છે તે કારણ-કાર્ય જ છે (અર્થાત્ કારણ કાર્યમાં બધું આવી જાય છે).
હવે ગુણના કારણ કાર્ય કહીએ છીએઃ
ગુણનાં કારણકાર્ય
(૧) દ્રવ્ય-પર્યાય તે ગુણનું કારણ છે અને ગુણ કાર્ય.
(૨) કેવળ દ્રવ્ય-પર્યાય (ગુણનું) કારણ છે એટલું જ નહિ પરંતુ
ગુણ પણ ગુણનું કારણ છે અને ગુણ જ કાર્ય છે. એક સત્તાગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક અગુરુલઘુ ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે એક પ્રદેશત્વગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે, આ જ પ્રકારે એકેક ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
(૩) હવે તે જ ગુણનાં કારણ (કાર્ય) તેમાં કહીએ છીએઃ
સત્તાનું નિજ કારણ સત્તામાં જ છે; સત્તા, દ્રવ્ય-ગુણ-પર્યાયનાં
હોવાપણારૂપ લક્ષણવાળી છે, તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે જે સત્તાનું
લક્ષણ છે તે
સત્તાનું કારણ છે અને સત્તા કાર્ય છે. એ જ પ્રમાણે
અગુરુલઘુત્વગુણ નિજકારણવડે નિજકાર્યને કરે છે. તે
અગુરુલઘુત્વગુણનો વિકાર (પરિણમન) ષટ્ગુણી વૃદ્ધિ-હાનિ છે; એ
વૃદ્ધિ-હાનિવડે જ અગુરુલઘુકાર્ય નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે
પોતાનું જ કારણ છે. આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે
અને પોતાના કાર્યને પોતે જ કરે છે. ‘અન્ય ગુણનિમિત્તકારણગ્રાહક

Page 83 of 113
PDF/HTML Page 97 of 127
single page version

એક સમયના કારણ-કાર્યમાં ત્રણ ભેદ[ ૮૩
નય’ની વિવક્ષાથી અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે;
‘અન્યગુણગ્રાહક-નિરપેક્ષ, કેવળ ‘નિજગુણગ્રાહકનય’ની વિવક્ષાથી નિજ
ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ છે;
પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે પર્યાય કારણ છે,
ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે.
હવે પર્યાયના કારણકાર્ય કહીએ છીએઃ
પર્યાયનાં કારણકાર્ય
(૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય
છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિ,જેમ સમુદ્ર વિના તરંગ હોતાં
નથી તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ
ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાંના પર્યાય અધિકારમાં) કહ્યું છે કે
अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं
उन्मज्जंति निमज्जंति जलकल्लोलवज्जले ।। પૃ. ૨૬.
(અર્થઃજળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન
દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે તથા
નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
(૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએઃ
ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન હોય, અને દ્રવ્ય વિના
પર્યાય ન હોય,
એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે.એક તો આ
વિશેષણ (પ્રકાર) છે. અને બીજું ગુણ વિના ગુણપરિણતિ ન હોય
માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે) પરિણમે છે ત્યારે
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય
કાર્ય છે.

Page 84 of 113
PDF/HTML Page 98 of 127
single page version

૮૪ ]
ચિદ્દવિલાસ
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત્
ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે; પર્યાયનું
સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું
પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ-વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે
ઉત્પાદ-વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે તે પર્યાયનું કારણ છે
અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્યકારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ
સ્વકારણ કાર્ય જ છે કારણ કાર્ય જાણ્યા તેણે સર્વે જાણ્યું, આ
પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના
અનંતાઅનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત
સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે.
તે (મહિમાને) કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ
સ્વરૂપના અનુભવ(રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.

Page 85 of 113
PDF/HTML Page 99 of 127
single page version

[ ૮૫
પરમાત્મસ્વરુપની પ્રાપ્તિનો ઉપાય
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કેહે પ્રભો! એવા પરમાત્માનું સ્વરૂપ
કઈ રીતે પામીએ? તે કહો. ત્યારે તે શિષ્યને પરમાત્માને પામવાના
નિમિત્તે હવે કથન કરીએ છીએ. (જીવ) અંતરાત્મા થઈને પરમાત્માને
ધ્યાવે છે.
તે અંતરાત્મા(પણું) ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા
ગુણસ્થાન સુધી છે. તેનું કથન સંક્ષેપથી લખીએ છીએ.
ચોથા ગુણસ્થાનવાળો જીવ શ્રી સર્વજ્ઞે કહેલા વસ્તુસ્વરૂપને ચિંતવે
છે, તેને સમ્યક્ત્વ થયું છે તે સમ્યક્ત્વના ૬૭ ભેદ છે. તે કહીએ છીએ.
સમ્યક્ત્વના ૬૭ પ્રકાર
(૧૪) પ્રથમ, શ્રદ્ધાનના ચાર ભેદ છે તેના પ્રથમ,
પરમાર્થસંસ્તવન, ૧; બીજો મુનિત પરમાર્થ ૨. ત્રીજો યતિજનસેવા ૩;
અને ચોથો, કુદ્રષ્ટિપરિત્યાગ ૪. એ ચાર ભેદમાંથી પહેલો ભેદ કહીએ
છીએ.
૧. (પરમાર્થસંસ્તવ) સાત તત્ત્વો છે. તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે
છે. ચેતના લક્ષણ, દર્શનજ્ઞાનરૂપ ઉપયોગઆદિ અનંત શક્તિ સહિત
અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે; અનાદિથી પરસંયોગ સાથે મળ્યો
છે, તો પણ (મારો) જ્ઞાન ઉપયોગ મારા સ્વરૂપમાં જ્ઞેયાકાર થાય છે, પર
જ્ઞેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે.
જ્ઞેયોનું અવલંબન કરે છે, (પણ) નિશ્ચયથી પર જ્ઞેયોને સ્પર્શતું નથી;
(ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા
છતાં અકર્તા છે
એવા ઉપયોગના પ્રતીતિભાવને શ્રદ્ધે છે. અજીવાદિ
૧. મોક્ષ પ્રભૃત ૭.

Page 86 of 113
PDF/HTML Page 100 of 127
single page version

૮૬ ]
ચિદ્દવિલાસ
પદાર્થોને હેય જાણીને શ્રદ્ધા કરે છે. વારંવાર ભેદજ્ઞાન વડે સ્વરૂપચિંતન
કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસંસ્તવ કહીએ.
૨. (મુનિતપરમાર્થ)જિનાગમદ્રવ્યસૂત્રદ્વારા અર્થને જાણીને
જ્ઞાનજ્યોતિનો અનુભવ થયો, તેને મુનિતપરમાર્થ કહીએ.
૩. (યતિજનસેવા)વીતરાગ સ્વસંવેદનદ્વારા શુદ્ધ સ્વરૂપનો
રસાસ્વાદ થયો, તે વિષે પ્રીતિભક્તિસેવા, તેને યતિજનસેવા કહીએ.
૪. (કુદ્રષ્ટિપરિત્યાગ)પરાલંબી બહિર્મુખ મિથ્યાદ્રષ્ટિ જનોના
ત્યાગને કુદ્રષ્ટિપરિત્યાગ કહીએ.
(૫૭) હવે સમ્યક્ત્વનાં ત્રણ ચિહ્નો કહીએ છીએ
૧. (જિનાગમશુશ્રૂષા)અનાદિની મિથ્યાદ્રષ્ટિને છોડીને,
જિનાગમમાં કહેલ જ્ઞાનમય સ્વરૂપને પામીએ, (તેમાં) ઉપકારી જિનાગમ
છે, તે (જિનાગમ) પ્રત્યે પ્રીતિ કરે. એવી પ્રીતિ કરે કે જેમ દરિદ્રીને
કોઈએ ચિંતામણિ દેખાડ્યો ત્યારે તે વડે ચિંતામણિ પામ્યો. તે વખતે તે
દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે, તેવી પ્રીતિ શ્રી જિનસૂત્ર પ્રત્યે
(સમ્યગ્દ્રષ્ટિ) કરે, તેને જિનાગમશુશ્રૂષા કહી છે.
૨. (ધાર્મસાધાનમાં પરમઅનુરાગ)નિજધર્મરૂપ અનંતગુણનો
વિચાર તે ધર્મસાધન છે; તેમાં પરમ અનુરાગ કરે; ધર્મસાધનમાં પરમ
અનુરાગ બીજું ચિહ્ન છે.
૩. (જિનગુરુવૈયાવૃત્ય)જિનગુરુ દ્વારા જ્ઞાન-આનંદ પામીએ
છીએ, માટે તેમની વૈયાવૃત્યસેવાસ્થિરતા કરે; તે જિનગુરુવૈયાવૃત્ય
ત્રીજું ચિહ્ન કહીએ એ ચિહ્ન અનુભવીના છે.
[૮૧૭] હવે દશ વિનયના ભેદ કહીએ છીએ
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય, ૫. સાધુ,
૬. પ્રતિમા, ૭. શ્રુત, ૮. ધર્મ, ૯. ચાર પ્રકારના સંઘ અને ૧૦.
સમ્યક્ત્વ;
આ દશનો વિનય કરે; તે વડે સ્વરૂપની ભાવના થાય છે.