Chidvilas (Gujarati). Nishchay; Paryayarthik Nayana Prakaro; Sukha Adhikar; Jivan Shakti; Prabhutva Shakti; Dravyanu Prabhutva, Gunanu Prabhutva; Paryayanu Prabhutva; Virya Shakti; Dravya Virya; Guna Virya; Paryaya Virya; Kshetra Virya.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 7

 

Page 47 of 113
PDF/HTML Page 61 of 127
single page version

વ્યવહાર
[ ૪૭
વિગેરે એકેક ગુણમાં કોઈ જઘન્યઉત્કૃષ્ટપણાથી પરિણતિભેદ કરવા,
એક વસ્તુના નિશ્ચયવ્યવહાર પરિણતિથી ભેદ કરવા
(એ પ્રમાણે) તે
સર્વે ભેદભાવ, વ્યવહારપરિણતિ (એવા) ભેદ કરવા. એવી એવી રીતે
એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
(૩)
ગુણ બંધાયા, ગુણ છૂટ્યા, દ્રવ્ય બંધાયું, દ્રવ્ય છૂટ્યુંએવા સર્વે
ભાવોને પણ વ્યવહાર કહીએ.
(૪)
વળી ચિરકાળના (વિ)ભાવના વશથી, સ્વભાવ છોડીને દ્રવ્ય-ગુણ-
પર્યાયને અન્યભાવ કહીએ. (જેમ કે) જ્ઞાનીને અજ્ઞાની, સમ્યક્ત્વીને
મિથ્યાત્વી, સ્વસમયીને પરસમયી, સુખીને દુઃખી; અનંત જ્ઞાન-દર્શન-
ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યક્ત્વને
મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને
મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એકપ્રદેશી પુદ્ગલને બહુપ્રદેશી, પુદ્ગલને
કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણા-ગુણસ્થાનાદિ જેટલી પરિણતિ, વડે
નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ-સંવર
(
નિર્જરા)
બંધ અને મોક્ષપરિણતિ વડે નિરૂપવો (તે), અને જેટલું
વચનપિંડવડે કથન છે તે સર્વ વ્યવહાર નામ પામે.
વળી એક સામાન્યથીસમુચ્ચયથી વ્યવહારનો આટલો અર્થ
જાણવો;આટલો દ્રવ્ય વ્યવહાર જાણવો કે, જે ભાવ વસ્તુ સાથે
અવ્યાપકરૂપ સંબંધવાળો હોયવસ્તુ સાથે વ્યાપ્યવ્યાપક (રૂપ) એકમેક
સંબંધવાળો ન હોય તે વ્યવહાર નામ પામેઆવું વ્યવહાર ભાવનું કથન
દ્વાદશાંગ વિષે ચાલ્યું છે તે જાણવું.
આ પ્રમાણે વ્યવહારનું સ્વરૂપ કહ્યું.

Page 48 of 113
PDF/HTML Page 62 of 127
single page version

૪૮ ]
ચિદ્દવિલાસ
નિશ્ચય
जेसिं गुणाणं पचयं, णियसहावं च अभेयभावं च
दव्वपरिणमणाधिणं तण्णिच्छयं भणियं ववहारेण ।।
येषां गुणानां प्रचयं, निजस्वभावं च अभेदभावं च
द्रव्यपरिणमनाधीनं, तं निश्चयं भणितं व्यवहारेण ।।
येषां गुणानां प्रचयं एकसमूहं तं निश्चयं पुनः येषां द्रव्य-गुण-पर्यायाणां
निजस्वभावं निजजातिस्वरूपं तं निश्चयं पुनः येषां द्रव्य-गुणानां गुणशक्ति
पर्यायाणां यं अभेदभावं एकप्रकाशं तं निश्चयं पुनर्येषां द्रव्याणां यं
द्रव्यपरिणमनाधीनं तस्य द्रव्यस्य परिणाम आश्रयं भावं तं निश्चयं, एतादृशं
निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं
(૧) જે નિજ અનંત ગુણો (છે) તેનો જે પરસ્પર એક જ સમૂહ
પુંજ તે નિશ્ચયનું રૂપ જાણવું. (૨) એક નિજ દ્રવ્યના અનંત ગુણ-
પર્યાયોનું જે કેવળ નિજ જાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું. (૩)
એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત
પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન)
પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે
એ નિશ્ચય જાણવો; એવા
એવા ભાવોને વચનદ્વારથી નિશ્ચય સંજ્ઞા કહી.
ભાવાર્થઃ(૧) હે સંત! આ નિજ નિજ અનંત ગુણો મળીને
જે એક પિંડ (રૂપ) ભાવ-એક (રૂપ) સંબંધ જ (છે), તેને ગુણનો પુંજ
કહીએ; તે ગુણ-પુંજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ
ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ
પુંજને વસ્તુ કહીએ;
માટે આ વસ્તુને નિશ્ચયસંજ્ઞા જાણવી.
આત્માવલોકન ગાથા ૧૧ તથા ટીકા

Page 49 of 113
PDF/HTML Page 63 of 127
single page version

નિશ્ચય[ ૪૯
(૨) વળી, જે જે ગુણ જે જે સ્વરૂપને ધારણ કરીને ઊપજ્યા
છે તે સર્વે પોતપોતાના રૂપને ધરે; ગુણ બીજા ગુણોથી પોતાના જુદા
રૂપે અનાદિ અનંત રહે છે.
આવું જે જુદું રૂપ તેને નિજ જાતિ કહીએ.
પોતાથી પોતે અનાદિ નિધન છે, તે રૂપ કોઈ બીજાકોઈ રૂપસાથે ન
મળે. વળી, જે રૂપ તે જ ગુણ, જે ગુણ તે જ સ્વરૂપઆવું જે છે
(તે) તાદાત્મ્ય લક્ષણ (છે). વળી જો કોઈ તે રૂપ નાસ્તિ ચિંતવે તો
(તેણે) ગુણની નાસ્તિ ચિંતવી. એ પ્રમાણે જે પોતપોતાનું રૂપ છે, તે
રૂપને નિજ જાતિ
સ્વભાવરૂપ કહીએ, એવા નિજરૂપને નિશ્ચય સંજ્ઞા
કહીએ.
(૩) વળી, અનંત ગુણોના એક પુંજભાવને દેખવો, પણ (ગુણને)
જુદા ન દેખવા; તેમ જ અનંત શક્તિ વડે જે ગુણ છે તે એક ગુણને
જ દેખવો, તે શક્તિને જ ન દેખવી; તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન
દેખવા, તે શક્તિને એકને જ દેખવી-આવું જે અભેદ દર્શન
એક જ
રૂપનું દર્શનછે તેને પણ અભેદદર્શન (રૂપ) નિશ્ચય સંજ્ઞા કહીએ.
(૪) વળી, હે સંત! ગુણના પુંજ વિષે તો કોઈ (જુદો) ગુણ
નથીએ વાત તો નિઃસંદેહ છેએમ જ છે; પરંતુ તે ભાવનો તે ગુણ
છે, દ્રવ્ય-ગુણ-પર્યાયને ધારણ કરીને પરિણામ વડે પરિણમે છે. તે ભાવ
તે ગુણ
પરિણામથી જુદો નથી, પરંતુ તે જ ભાવરૂપ થઈને પરિણમે છે;
(તે અહીં કહીએ છીએ)ઃજેમ પુદ્ગલ વસ્તુ વિષે સ્કંધ-કર્મ-વિકાર
કોઈ ગુણ તો નથી, પરંતુ તે પુદ્ગલ વસ્તુના પરિણામ તે સ્કંધ-કર્મ-
વિકાર ભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે. બીજા કોઈ દ્રવ્યના પરિણામ
એ (સ્કંધ
) કર્મ-વિકાર ભાવને ધારણ કરીને પરિણમતા નથી, પણ આ
એક પુદ્ગલ જ તે સ્વાંગ ધારણ કરીને વર્તે છેએ નિઃસંદેહ છે. એવી
જ રીતે આ જીવ વસ્તુના પરિણામ (પણ) રંજક (મલિન), સંકોચ
વિસ્તાર, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિરતિ આદિ ચેતન-વિકારરૂપે થઈને
પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના પરિણામ વિષે

Page 50 of 113
PDF/HTML Page 64 of 127
single page version

૫૦ ]
ચિદ્દવિલાસ
જ જોવામાં આવે છે, અચેતન દ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં
આવતો નથી.
એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે જે વિકારભાવ (છે,
તે) પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે, અને તે તે દ્રવ્યના
પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે,
તે પણ નિશ્ચય સંજ્ઞા નામ
પામે ઇતિ નિશ્ચયઃ
વળી, ‘च’ કારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. (તે પ્રકારોનું
વર્ણન કરે છે)ઃ
(૫) નિજ વસ્તુની જેટલી પરિમિતિ (ક્ષેત્ર) છે તેટલી પરિમિતિ
વિષે જ દ્રવ્ય-ગુણ-પર્યાયનાં જ વ્યાપ્ય-વ્યાપક, થઈને વર્તે છે, પોતપોતાની
સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે.
એને પણ
નિશ્ચય કહીએ.
(૬) વળી, જે ભાવ જે ભાવનો પ્રતિપક્ષી-વૈરી હોય તે તેની સાથે
જ વૈર કરે, બીજા સાથે ન કરેએને પણ નિશ્ચય કહીએ.
(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાયએને
પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી, જે જે ભાવની જેવી જેવી રીત વMે પ્રવર્તના છે
(તે તે ભાવ) તેવી તેવી રીત પામીને પરિણમેએને પણ નિશ્ચય
કહે છે.
(૯) એક પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે.
(૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય
લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે, તે (એક)
ગુણરૂપના ભાવ થાય છે.
ભાવાર્થ :કહેવામાં તો એક જુદું રૂપ લઈને કહીએ છીએ;
૧. જુઓ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૨૧-૨-૩. સમયસાર ગા. ૩૦૮ થી
૩૧૧ની ટીકા, પ્રવચનસાર. ગાથા ૯૯ ની ટીકા.

Page 51 of 113
PDF/HTML Page 65 of 127
single page version

નિશ્ચય[ ૫૧
પરંતુ તે જ એક ગુણનું રૂપ છે, (અને) તે જ સર્વનો રસ છે. વળી,
જો કોઈ એમ જ માને કે ‘અન્ય રૂપ નથી, એક જ છે,’ તો ત્યાં
અનર્થ ઊપજે છે. જેમ કે એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાન વિષે બીજા
ગુણનું રૂપ નથી
એમ જેણે માન્યું તે પુરુષે જ્ઞાનને ચેતનરહિત, તેમ
જ અસ્તિત્વવસ્તુત્વજીવત્વ અમૂર્તત્વ વગેરે સર્વ રહિત માન્યું. પરંતુ
એમ માનતાં જ્ઞાનગુણ કઈ રીતે રહ્યો? શા કારણે રહ્યો? તે ન જ
રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ
છે તે સર્વ સ્વરસ છે (અર્થાત્ એક ગુણના રૂપમાં બધા ગુણોનું રૂપ
અભેદપણે આવી જાય છે), આવા સર્વ સ્વરસને પણ નિશ્ચય કહીએ.
(૧૨) વળી, કોઈ દ્રવ્ય (બીજા) કોઈ દ્રવ્ય સાથે ન મળે, કોઈ
ગુણ (બીજા) કોઈ ગુણ સાથે ન મળે (અને) કોઈ પર્યાય-શક્તિ (બીજી)
કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, આવો જે અમિલનભાવ તેને પણ નિશ્ચય
કહીએ.
નિશ્ચયનો સામાન્ય અર્થ તો આટલો કહીએસંક્ષેપથી આટલો જ
અર્થ જાણવો. નિજ વસ્તુ સાથે જે ભાવ વ્યાપ્યવ્યાપકરૂપ એકમેક
સંબંધવાળો હોય તેને નિશ્ચય જાણવો.
(૧૩) કર્તા ભેદ વિષે (તેમ જ) કર્મ ભેદ વિષે પણ (અને) ક્રિયા
ભેદ-વિષે પણએ ત્રણેય ભેદ વિષે એક જ સ્વભાવને દેખવો; એક
ભાવના એ ત્રણ ભેદ નીપજે છે,એવો (જે) એક ભાવ (તેને) પણ
નિશ્ચય કહીએ.
(૧૪) સ્વભાવ ગુપ્ત છે કે પ્રગટરૂપ પરિણમે છે (પરંતુ) તેની
નાસ્તિ તો નથી,આવો જે અસ્તિત્વભાવ તેને નિશ્ચય કહીએ.
આવા આવા ભાવોને નિશ્ચય સંજ્ઞા જાણવી. જિનાગમ વિષે એમ
કહી છે. એ પ્રમાણે નિશ્ચયનું વર્ણન પૂરું થયું.

Page 52 of 113
PDF/HTML Page 66 of 127
single page version

૫૨ ]
ચિદ્દવિલાસ
પર્યાયાર્થિક નયના પ્રકારો
ૠજુસૂત્ર નય કહીએ છીએઃસમયે સમયે જે પરિણતિ થાય
તે સૂક્ષ્મ ૠજુસૂત્ર (એવો) ભેદ છે (અને) લાંબા કાળની મર્યાદાવાળો
જે સ્થૂળ પર્યાય થાય તેને સ્થૂળ ૠજુસૂત્ર કહીએ.
દોષ રહિત શુદ્ધ શબ્દ કહેવા તેને શબ્દનય કહે છે.
જેટલા શબ્દ તેટલા નય.
એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને
સમભિરૂઢ કહીએ, જેમ કે ગો શબ્દના અનેક અર્થો છે, પરંતુ ગાય
અર્થને વિષે તે સમભિરૂઢ છે. તે સમભિરૂઢના અનેક ભેદ છે.
સાદિરૂઢ,
અનાદિરૂઢ, સાર્થકરૂઢ, અસાર્થકરૂઢ, ભેદરૂઢ, અભેદરૂઢ, વિધિરૂઢ,
પ્રતિષેધ રૂઢ
ઇત્યાદિ ભેદો છે.
જેવો પદાર્થ હોય તેવું જ તેનું નિરૂપણ કરવું તે એવંભૂતનય છે.
જેમ કે इन्द्रतीति इन्द्रः न शक्रः (અર્થાત્ જે શાસન કરે છે તે ઇન્દ્ર
છે, શક્ર નથી એમ કહેવું) તે એવંભૂત છે.
(હવે) પર્યાયાર્થિક નયના છ ભેદ છે; (તે કહે છે-)
(૧) અનાદિ નિત્ય પર્યાય, જેમ કે નિત્ય મેરુ આદિ.
(૨) સાદિનિત્ય પર્યાય, જેમ કે સિદ્ધ પર્યાય.
(૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ
અનિત્યશુદ્ધપર્યાયાર્થિક; જેમ કે પર્યાયો સમયે સમયે વિનાશી છે.
જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૫૯ થી ૬૩; નયચક્ર પૃ. ૬૭.

Page 53 of 113
PDF/HTML Page 67 of 127
single page version

પર્યાયાર્થિક નયના પ્રકારો[ ૫૩
(૪) સત્તાસાપેક્ષ સ્વભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ કે
પર્યાય એક સમયમાં ત્રયાત્મક છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ સ્વભાવ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, જેમ
કે સંસારી જીવોના પર્યાયો સિદ્ધપર્યાયસદ્રશ શુદ્ધ છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ વિભાવ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક; જેમ
કે સંસારી જીવોને જન્મ-મરણ છે.
પર્યાયાર્થિક નયના આ છ ભેદ છે.
પૃ. ૪૩ થી શરૂ કરીને અહીં સુધી નૈગમ, સંગ્રહ, વ્યવહાર,
ૠજૂસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયોનું વર્ણન કર્યું ].
આ નયોમાં પહેલા પહેલાનો નય પછીના નયની અપેક્ષાએ વિરૂદ્ધ
મહાવિષયવાળો છે, અને પછી પછીના નય પહેલા નયની અપેક્ષાએ
સૂક્ષ્મ-અલ્પ અનુકૂળ વિષયવાળા છે. [આ સંબંધી ઘણો સુંદર
ખુલાસો
તત્ત્વાર્થરાજવાર્તિક પૃ. ૪૯૩-૪માં કર્યો છે. ટૂકમાં તેની સમજણ આ
પ્રમાણેઃ
જેમ કે એક પક્ષીનો અવાજ સાંભળીને એક માણસે કહ્યું
કે આ નગરમાં પક્ષી બોલે છે૧, બીજાએ કહ્યુંઆ નગરના એક ઝાડ
ઉપર પક્ષી બોલે છે૨. ત્રીજાએ કહ્યુંઝાડની મોટી ડાળ ઉપર પક્ષી
બોલે છે૩. ચોથાએ કહ્યુંનાની ડાળી ઉપર પક્ષી બોલે છે૪.
પાંચમાએ કહ્યુંડાળીના એક ભાગ ઉપર બેસીને પક્ષી બોલે છે૫.
છઠ્ઠાએ કહ્યુંપક્ષી પોતાના શરીરમાં બોલે છે૬, અને સાતમાએ કહ્યું
પક્ષી પોતાના કંઠમાં બોલે છે૭. જેમ આ દ્રષ્ટાંતમાં પક્ષીના બોલવાનું
સ્થાન પહેલાં મોટું બતાવ્યું છે અને પછી ક્રમે ક્રમે ઓછું થતું જાય છે
તેમ નૈગમથી એવંભૂત સુધીના સાત નયમાં પણ સમજવું. નૈગમ નયનો
વિષય સૌથી વધારે છે અને એવંભૂત નયનો વિષય સૌથી અલ્પ છે.
આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલા નયનો વિષય મહાન છે અને પછી
પછીના નયનો વિષય સૂક્ષ્મ-અલ્પ છે. વળી, પહેલા નયે જેટલા પદાર્થોનો
આલાપ

Page 54 of 113
PDF/HTML Page 68 of 127
single page version

૫૪ ]
ચિદ્દવિલાસ
વિષય કર્યો છે તેટલા પદાર્થોને બીજો નય વિષય કરતો નથી. આ
અપેક્ષાએ પહેલા પહેલાના નયો વિરુદ્ધ મહા વિષયવાળા છે, અને
પછીના નયે જે પદાર્થનો વિષય કર્યો છે તે પદાર્થો પહેલા નયના
વિષયમાં ગર્ભિત છે, તેથી પછી પછીના નયો અલ્પ અનુકૂળ વિષયવાળા
છે. વિશેષ માટે જુઓ, તત્ત્વાર્થરાજવાર્તિક.
એ પ્રમાણે નયોના પ્રકારોનું વર્ણન કરીને તેનું ફલ બતાવતાં
ગ્રંથકાર કહે છે કે નયપ્રમાણ દ્વારા સુખ થાય છે.]
સુખ અધિાકાર
આ નયપ્રમાણ દ્વારા યુક્તિથી શિવસાધન થાય છે, અને તેનાથી
અનંતગુણો શુદ્ધ થાય છે. તે અનંત ગુણની શુદ્ધતાનું ફળ સુખ છે, તે
કહીએ છીએઃ
સ્વ વસ્તુને દેખતાં, જાણતાં, પરિણમતાં સુખ થાય, આનંદ થાય;
તે અનુપમ, અબાધિત, અખંડિત, અનાકુળ (અને) સ્વાધીન છે, (તે)
સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સર્વસ્વ છે. જેમ સર્વ ઉદ્યમ ફળ વિના વૃથા હોય.
ફળ યુક્ત કાર્યકારી હોય, તેમ સુખ કાર્યકારી વસ્તુ છે.
એ પ્રમાણે સુખઅધિકાર પૂરો થયો.

Page 55 of 113
PDF/HTML Page 69 of 127
single page version

[ ૫૫
જીવન શકિત
જીવનશક્તિ કહીએ છીએઃ
આ આત્મા અનાદિનિધન છે, અનંત ગુણયુક્ત છે, એક એક
ગુણમાં અનંતશક્તિ છે. પ્રથમ જીવનશક્તિ છે; આ આત્માને કારણભૂત
ચૈતન્યમાત્ર ભાવ છે, તે ભાવને ધારણ કરનારી જીવનશક્તિ છે.
તે
જીવનશક્તિ વડે જે જીવ્યો, જીવે છે અને જીવશે તેને જીવ કહીએ. આ
જીવનશક્તિ ચિત્પ્રકાશથી શોભાયમાન દ્રવ્ય વિષે છે, ગુણ વિષે છે,
પર્યાય વિષે છે. તેથી તે સર્વે જીવ થયા. (દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને)
જીવ તો એક છે, જો જીવ ત્રણ ભેદમાં હોય તો તેના ત્રણ પ્રકાર થઈ
જાય. પણ એમ તો નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય જીવની અવસ્થા છે અને જીવ
એ ત્રણેરૂપ એક વસ્તુ છે. જેમ (વસ્તુના) અનંત (ગુણોમાં) ગુણ ભેદ
છે તેમ જીવમાં ભેદ નથી, જીવનું સ્વરૂપ અભેદ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેજીવ અભેદરૂપ છે, તો ભેદ વિના
અભેદ કઈ રીતે થયું?જો ગુણ અનંત ન હોત તો દ્રવ્ય ન હોત, પર્યાય
ન હોત, તો જીવ વસ્તુ પણ ન હોત. માટે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ
કહેવાથી અભેદ સિદ્ધ થાય છે.
તેનું સમાધાનહે શિષ્ય! ભેદ વગર અભેદ તો ન હોય, પણ
ભેદ વસ્તુનું અંગ છે. અનેક અંગ વડે એક વસ્તુ કહીએ. તેનું દ્રષ્ટાંત
જેમ એક નગર છે તેમાં ઘણા મહોલ્લા છે અને તે મહોલ્લામાં ઘણાં
ઘર છે. ત્યાં તે (મહોલ્લા, મકાન વગેરે) જુદાં જુદાં અંગમાં તો નગર
નથી (પરંતુ) તે સર્વના એક ભાવરૂપ નગર છે. જેમ એક નરનાં અનેક
અંગ છે, (ત્યાં કોઈ) એક અંગમાં નર નથી; સર્વ અંગરૂપ નર છે.
તેમ દ્રવ્યરૂપ ગુણરૂપ, પર્યાયરૂપ જીવ નથી; જીવ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયનું
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૩

Page 56 of 113
PDF/HTML Page 70 of 127
single page version

૫૬ ]
ચિદ્દવિલાસ
એકત્વ છે. જો એક અંગમાં જીવ હોય તો જ્ઞાનજીવ, દર્શનજીવ
પ્રમાણે અનંત ગુણો અનંત જીવ થઈ જાય. માટે અનંત ગુણનો પુંજ
જીવવસ્તુ છે.
[વળી જીવમાં એક ચિતિશક્તિ (ચૈતન્યશક્તિ) કહેવામાં આવી
છે.] અહીં કોઈ પ્રશ્ન કરે કેજો ચેતના ભાવને (જીવનશક્તિની
વ્યાખ્યામાં) જીવનું લક્ષણ કહ્યું, તો ચૈતન્યશક્તિ જુદી શા માટે કહી?
તેનું સમાધાન
ચૈતન્યશક્તિ જે છે તે જડના અભાવથી છે. અને
જ્ઞાનચેતના આદિ અનંત ચેતના સહિત છે. તે અનંત ચેતનાના પ્રકાશરૂપ
ચિદ્શક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો
અભાવ છે. ચેતના પ્રકાશરૂપ છે. અનંત ગુણ
પર્યાય (રૂપ) ચેતના
પ્રાણને ધારણ કરીને જીવનશક્તિ સદા જીવે છે. વિશેષ (રૂપે જોતાં) ગુણ
તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ
પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ
પામે. માટે ચેતનાલક્ષણ જીવવસ્તુનું છે; અને ચિદ્શક્તિ જુદી કહી, તે
ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે
બતાવવા માટે (તેને) જુદી કહી, પણ (અભેદપણે)) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ
સામાન્ય ચેતના ચેતનાના પુંજરૂપ છે અને
વિશેષ ચેતના, જ્ઞાનચેતના દર્શનચેતના (વગેરે) અનંતરૂપ છે; સામાન્ય
ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ
જાણવામાં ન આવે. તેમ
જીવનશક્તિથી ચેતનભાવ જુદો નથી, પણ
ચેતનભાવોનું વિશેષ કહ્યા વિના જીવનશક્તિનું સ્વરૂપ જાણવામાં ન
આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે
અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્
જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને
જાણવાથી જીવ જગત્પૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.
❍ ❑ ❍
૧. ગુજ. સમયસાર પૃ. ૫૦૩.

Page 57 of 113
PDF/HTML Page 71 of 127
single page version

[ ૫૭
પ્રભુત્વ શકિત
હવે પ્રભુત્વશક્તિ કહીએ છીએઃ
અખંડ પ્રતાપ સ્વતંત્ર શોભિત પ્રભુત્વશક્તિ [જેનો પ્રતાપ
અખંડિત છે એવા સ્વાતંત્ર્યથી (સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું
લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.] સામાન્યપણાથી તો એકરૂપ વસ્તુનું
પ્રભુત્વ બિરાજી રહ્યું છે, અને વિશેષપણે દ્રવ્યનું પ્રભુત્વ જુદું છે, ગુણનું
પ્રભુત્વ જુદું છે અને પર્યાયનું પ્રભુત્વ જુદું છે. દ્રવ્યના પ્રભુત્વથી ગુણ-
પર્યાયનું પ્રભુત્વ છે અને ગુણ-પર્યાયના પ્રભુત્વથી દ્રવ્યનું પ્રભુત્વ છે;
કેમકે દ્રવ્ય વડે ગુણ-પર્યાય છે, ગુણ-પર્યાય વડે
દ્રવ્ય છે. દ્રવ્ય ગુણી છે,
ગુણ (તે) ગુણ છે. ગુણીદ્વારા ગુણની સિદ્ધિ છે, ગુણ દ્વારા ગુણીની સિદ્ધિ
છે, (હવે) વિશેષ પ્રભુત્વ કહીએ છીએ.
દ્રવ્યનું પ્રભુત્વ
દ્રવ્યમાં જે પ્રભુત્વ છે તે ગુણ-પર્યાયના અનંત પ્રભુત્વ સહિત છે,
તથા અખંડિતપ્રતાપ સહિત છે; (તે) ગુણ-પર્યાયને દ્રવે છે તેથી ગુણ-
પર્યાયના સ્વભાવને ધારણ કરીને દ્રવ્યના અનંત મહિમારૂપ પ્રભુત્વને
દ્રવ્યમાં પ્રકટ કરે છે. તે એક અચલ દ્રવ્યનું પ્રભુત્વ અનેક સ્વભાવ
પ્રભુત્વનું કર્તા પ્રવર્તે છે એટલે સર્વ પ્રભુત્વનો પુંજ દ્રવ્યપ્રભુત્વ છે. હવે
ગુણનું પ્રભુત્વ કહીએ છીએ.
ગુણનું પ્રભુત્વ
પ્રથમ સત્તાગુણનું પ્રભુત્વ કહીએ છીએ. દ્રવ્યનું સત્તા લક્ષણ છે;
તે સત્તાલક્ષણ અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભિત છે. તે સામાન્ય-
વિશેષ પ્રભુત્વ સહિત છે તે સત્તાનું સામાન્ય પ્રભુત્વ કહીએ છીએ
સત્તા
૧. સમયસાર ગુજ૦ પૃ. ૫૦૩-૪

Page 58 of 113
PDF/HTML Page 72 of 127
single page version

૫૮ ]
ચિદ્દવિલાસ
અખંડિત પ્રતાપવાળી છે, સ્વતંત્ર શોભાવાળી છે, સ્વરૂપરૂપ બિરાજે છે.
તેમાં દ્રવ્યસત્ત્વ, પર્યાયસત્ત્વ, ગુણસત્ત્વના વિશેષ કહેવા ન પડે તે સામાન્ય
સત્ત્વનું પ્રભુત્વ છે. દ્રવ્યસત્ત્વનું પ્રભુત્વ તો પૂર્વે દ્રવ્યનું વિશેષણ (વર્ણન)
કર્યું તેમાં જાણવું.
સર્વ ગુણસત્ત્વનું પ્રભુત્વ કાંઈક (થોડું) કહીએ છીએગુણો
અનંત છે, (તેમાં) એક પ્રદેશત્વ ગુણ છે, તેનું જે સત્ત્વ તેને પ્રદેશસત્વ
કહીએ. એકેક પ્રદેશમાં અનંતગુણ પોતાના મહિમા સહિત બિરાજે છે.
એકેક ગુણમાં અનંત શક્તિ
પ્રતિશક્તિ છે. અનંત મહિમા સહિત એકેક
શક્તિના અનંત પર્યાયો છે, તે સર્વે એકેક પ્રદેશમાં છે. એવા અસંખ્ય
પ્રદેશો પોતાના અખંડિત પ્રભુત્વ સહિત પોતાની પ્રદેશ
સત્તાના આધારે
છે. તેથી પ્રદેશસત્ત્વનું પ્રભુત્વ સર્વે ગુણોના પ્રભુત્વનું કારણ છે.
‘સૂક્ષ્મ’ સત્તાનું પ્રભુત્વ પણ અનંતગુણના પ્રભુત્વનું કારણ છે.
(આત્મામાં જો) સૂક્ષ્મ ગુણ ન હોય તો સર્વે (ગુણો) સ્થૂળ હોય અને
ઇન્દ્રિય-ગ્રાહ્ય હોય. એમ થતાં (તે) પોતાના અનંત મહિમાને ધારે નહિ.
માટે સૂક્ષ્મ (ગુણની) સત્તાના પ્રભુત્વને લીધે સર્વે ગુણો પોતાના અનંત
મહિમા સહિત છે. જ્ઞાનનું સત્ત્વ સૂક્ષ્મ છે તેથી તે ઇન્દ્રિય
ગ્રાહ્ય નથી;
એ પ્રમાણે અનંત ગુણોનું સત્ત્વ સૂક્ષ્મ છે, તેથી (તે) અનંત મહિમા
સહિત છે. માટે અનંતગુણની સત્તાનું પ્રભુત્વ એક સૂક્ષ્મ (ત્વ ગુણની)
સત્તાના પ્રભુત્વથી છે. તેથી એ પ્રમાણે સર્વે ગુણોનું પ્રભુત્વ જુદું જુદું
જાણો. બહુ વિસ્તાર થઈ જાય તેથી અહીં લખ્યું નથી.
પર્યાયનું પ્રભુત્વ
પર્યાયનું પરિણમનરૂપ, વેદકભાવવડે સ્વરૂપ લાભવિશ્રામ
સ્થિરતારૂપ વસ્તુના સર્વસ્વને વેદીને (અનુભવીને) પ્રગટ કરે છેએવા
અખંડિત પ્રભુત્વને ધારણ કરે છે; તેને પર્યાયનું પ્રભુત્વ કહીએ.
આ પ્રભુત્વશક્તિને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને
પામે છે.❑ ❈ ❑

Page 59 of 113
PDF/HTML Page 73 of 127
single page version

[ ૫૯
વીર્યશકિત
હવે વીર્યશક્તિનું સ્વરૂપ કહીએ (છીએ)ઃ
પોતાના સ્વરૂપને નિષ્પન્ન કરનારી, સામર્થ્યરૂપ વીર્યશક્તિ છે;
તે સામાન્ય અને વિશેષ એવા બે ભેદવાળી છે. વસ્તુના સ્વરૂપને નિષ્પન્ન
રાખવાનું જે સામર્થ્ય તે તો સામાન્ય વીર્યશક્તિ છે. વિશેષ વીર્યશક્તિના
ત્રણ ભેદ છે
દ્રવ્યવીર્યશક્તિ, ગુણવીર્યશક્તિ, પર્યાયવીર્યશક્તિ. (વળી)
ક્ષેત્રવીર્ય, કાળવીર્ય, તપવીર્ય, ભાવવીર્ય, ઇત્યાદિ વિશેષ છે. તે કેટલાક
વિશેષો લખીએ છીએ. પ્રથમ જ દ્રવ્યવીર્ય લખીએ છીએ.
૧. સમયસાર ગુજ૦ પૃ. ૫૦૩.

Page 60 of 113
PDF/HTML Page 74 of 127
single page version

૬૦ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યવીર્ય
દ્રવ્યવીર્ય ગુણ-પર્યાયવીર્યનો સમુદાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે
છે કેગુણ-પર્યાયને દ્રવે, [તેમાં] વ્યાપે તે દ્રવ્ય છે, તેમ જ ગુણ-
પર્યાયનો સમુદાય પણ દ્રવ્ય છે.[એ રીતે] ગુણ-પર્યાયનો સમુદાય
અને [ગુણ-પર્યાયમાં] વ્યાપવું[એ] વિશેષ જુદા છે, તો શું દ્રવ્ય પણ
જુદા [ બે પ્રકારના] છે?
તેનું સમાધાાન :વ્યાપકભાવના બે ભેદ છેઃ(૧)
ભિન્નવ્યાપક, (૨) અભિન્નવ્યાપક. ભિન્નવ્યાપકના બે ભેદ છેઃ
બંધવ્યાપક, (અને) અબંધવ્યાપક. જેમ તલ વિષે તેલ બંધવ્યાપક છે,
તેમ દેહ વિષે આત્મા બંધવ્યાપક છે; ધનાદિક વિષે અબંધવ્યાપક છે.
(
ભિન્ન વ્યાપકપણાના આ બંને પ્રકારો) અશુદ્ધ અવસ્થામાં છે. અહીં
શુદ્ધતામાં ગુણ-પર્યાયથી અભિન્ન વ્યાપક છે; તે અભિન્ન વ્યાપકના બે
ભેદ છે
એકયુગપત્ સર્વદેશવ્યાપક અને બીજો ક્રમવર્તી એકદેશવ્યાપક.
દ્રવ્ય (પોતાના) ગુણોમાં યુગપત્ સર્વદેશવ્યાપક છે (અને) પર્યાયમાં
ક્રમવર્તી વ્યાપક છે; કેમકે સર્વે ગુણપર્યાયનું એક દ્રવ્ય નિપજેલું છે;
તેથી સર્વ (વ્યાપક અને) ક્રમવ્યાપક અભિન્નતા ગુણ-પર્યાયથી થઈ.
એટલે વ્યાપકપણામાં, ગુણ-પર્યાયનો સમુદાય આવ્યો; માટે વ્યાપકતા
અને ‘ગુણ-પર્યાય(નો સમુદાય)’ (એ તો) કહેવા માત્ર ભેદ છે, (
દ્રવ્ય કાંઈ બે ભેદરૂપ નથી.) વસ્તુનો સ્વભાવ અન્ય અન્ય ભેદ વડે
(તથા) સત્તાથી અભેદવડે સિદ્ધ છે. દ્રવ્યનું વિશેષ (
વર્ણન) પૂર્વે
કહ્યું, તેને ટકાવી રાખવાની સામર્થ્યતા (તે) દ્રવ્યવીર્યશક્તિ છે.
(અહીં) કોઈ પ્રશ્ન કરે છે કેઃ

Page 61 of 113
PDF/HTML Page 75 of 127
single page version

વીર્યશકિત[ ૬૧
(૧) આ દ્રવ્યવીર્ય ભેદ છે કે અભેદ?
(૨) અસ્તિ છે કે નાસ્તિ છે?
(૩) નિત્ય છે કે અનિત્ય છે?
(૪) એક છે કે અનેક છે?
(૫) કારણ છે કે કાર્ય છે?
(૬) સામાન્ય છે કે વિશેષ છે?
તેનું સમાધાન કરીએ છીએઃ
(૧) સામાન્યપણે કહીએ ત્યારે તો દ્રવ્યવીર્ય અભેદ છે અને
ગુણોના સમુદાયની વિવક્ષાથી કહીએ ત્યારે ભેદ છે; ગુણોના ભેદ જુદા
છે તેથી આ વિવક્ષામાં ભેદ આવ્યો, પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત
આ ભેદ છે. ભેદ વિના અભેદ હોય નહિ; તેથી (દ્રવ્યવીર્યને) ભેદ-
અભેદ કહીએ.
(૨) (દ્રવ્યવીર્ય) પોતાના ચતુષ્ટયથી અસ્તિ છે (અને)
પરચતુષ્ટયથી નાસ્તિ છે.
(૩) દ્રવ્યવીર્ય નિત્ય છે, (અને) આ દ્રવ્યવીર્યમાં પર્યાયવીર્ય
પણ આવે છે તે (પર્યાયવીર્ય)વડે અનિત્ય છે. પરંતુ દ્રવ્યવીર્ય નિત્ય
છે તેને પર્યાયવીર્ય સાધે છે, તેથી અનિત્ય તે નિત્યનું સાધન છે. તે
(દ્રવ્યવીર્ય)નો નિત્યાનિત્યાત્મક સ્વભાવ છે. (એ રીતે તે) અનેક
ધર્માત્મક છે. નયચક્ર ગ્રંથમાં કહ્યું છે કે
‘नानास्वभावसंयुक्तं द्रव्यं
ज्ञात्वा प्रमाणतः (‘અર્થાત્ અનેક સ્વભાવ સંયુક્ત દ્રવ્યને પ્રમાણવડે
જાણીને’) એ વચનથી પર્યાય સ્વભાવથી અનિત્ય છે.
(અહીં ) કોઈ પ્રશ્ન કરે છે કેપર્યાયને અનિત્ય કહો, પણ
દ્રવ્યને અનિત્ય ન કહો.
૧. જુઓ, નયચક્ર ગા. ૧૭૩.

Page 62 of 113
PDF/HTML Page 76 of 127
single page version

૬૨ ]
ચિદ્દવિલાસ
તેનું સમાધાાનઉપચારથી દ્રવ્યને (અનિત્ય) કહીએ; લક્ષણથી
પર્યાયને અનિત્ય કહીએ.
(વળી અહીં ) બીજો પ્રશ્ન થાય છે કેઉત્પાદ-વ્યય-ધ્રુવ તો
સત્તાનું લક્ષણ છે અને સત્તા દ્રવ્યનું લક્ષણ છે, (માટે તેને) પર્યાયનું
લક્ષણ ન કહો.
તેનું સમાધાન કરીએ છીએઃઉત્પાદ-વ્યય પણ પર્યાયસત્તાનું
જ લક્ષણ (છે), ઉપચારથી (તેને) દ્રવ્યમાં કહીએ. નયચક્રમાં કહ્યું છે
કે
‘द्रव्ये पर्यायोपचारः पर्याये द्रव्योपचारः (અર્થાત્ દ્રવ્યમાં પર્યાયનો
ઉપચાર થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર થાય છે)’ માટે
(અનિત્ય પર્યાયનો) ઉપચાર કરીને (દ્રવ્યને અનિત્ય) કહીએ છીએ.
અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી
એમ જાણવું.
(૪) (દ્રવ્યવીર્ય) દ્રવ્યથી એક છે અને ગુણ-પર્યાયના સ્વભાવથી
અનેક છે; અનેક સ્વભાવવડે એક છે, માટે અનેક ઉપચારથી કહીએ.
એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું એમ ઉપચારથી સાધ્યું છે.
(૫) પૂર્વ પરિણામથી યુક્ત (તે) કારણરૂપ દ્રવ્ય છે (અને)
ઉત્તર પરિણામથી યુક્ત (તે) કાર્યરૂપ દ્રવ્ય છે,કારણ કાર્ય-સ્વભાવ
દ્રવ્યમાં જ છે; તેથી નયવિવક્ષાવડે દ્રવ્યમાં કારણ-કાર્ય સાધવામાં કોઈ
દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહકનય (અને) ઉત્તર પરિણામ ગ્રાહકનય
વડે (કારણ
કાર્ય) સાધવું.
(૬) દ્રવ્યવીર્ય સામાન્ય છે, તેને ગુણ-પર્યાયવીર્યથી વિશેષ
કહીએ; તેથી સામાન્યવિશેષરૂપ તેનું જ છે.
દ્રવ્યવીર્યના આ બધાં વિશેષણો નયથી કહીએ.
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫૩૦;
૨. તત્ત્વાર્થ સૂત્ર ૫૨૯;
૩. જુઓ નયચક્ર ગા. ૫૧.
૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા. ગા. ૨૨૨, ૨૩૦.

Page 63 of 113
PDF/HTML Page 77 of 127
single page version

વીર્યશકિત[ ૬૩
ગુણવીર્ય
ગુણવીર્યનું વિશેષ કહીએ છીએઃ
ગુણને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય તેને ગુણવીર્ય કહીએ.
સામાન્ય-વિશેષ ગુણવીર્ય કહીએ છીએ. જ્ઞાનગુણમાં જ્ઞાયકપણાને
(ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાનગુણવીર્ય છે; દર્શનમાં
દેખવાની શક્તિ છે તેને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે દર્શન
(ગુણ)
વીર્ય છે. સુખને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે સુખ
(ગુણ)વીર્ય છે. ઇત્યાદિ ગુણોને (ટકાવી) રાખવાનું સામર્થ્ય તે
વિશેષગુણવીર્ય છે; એકેક ગુણમાં વીર્યશક્તિના પ્રભાવથી આવું
સામર્થ્ય છે તે કહીએ છીએઃ
એક સત્તાગુણ વીર્યના પ્રભાવથી આવા મહિમાને ધારણ કરે છે
કે દ્રવ્યસત્તાવીર્યના પ્રભાવથી દ્રવ્યના ‘છે’ પણાની સામર્થ્યતા આવી,
ગુણ-સત્તાવીર્યના પ્રભાવથી ગુણના ‘છે’ પણાની સામર્થ્યતા આવી;
પર્યાય
સત્તાવીર્યના પ્રભાવથી પર્યાયના ‘છે’પણાની સામર્થ્યતા આવી;
એક સૂક્ષ્મગુણસત્તાવીર્યમાં એવી શક્તિ છે કે (તેને લીધે સર્વ ગુણ)
‘સૂક્ષ્મ છે’ એવી સામર્થ્યતા થઈ. જ્ઞાનસૂક્ષ્મ છે એવી સામર્થ્યતા આવી
ઇત્યાદિ સર્વે ગુણોમાં વીર્યસત્તા (
સત્તાવીર્ય)નો પ્રભાવ ફેલાઈ રહ્યો
છે. આ પ્રકારે સર્વે ગુણોમાં પોતપોતાના ગુણગુણનું વીર્ય, અનંત
પ્રભાવને ધારણ કરે છે, વિસ્તાર (થઈ જાય તે) માટે (અહીં) લખ્યું
નથી.
જ્ઞાન અસાધારણ ગુણ છે, સત્તા સાધારણ ગુણ છે, એમાં
સત્તાની મુખ્યતા લઈએ ત્યારે (એમ) કહીએ કે જ્ઞાન સત્તાના આધારે
છે તેથી સત્તા પ્રધાન છે.
સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપને રાખે છે તેમજ જ્ઞાનના રૂપને
પણ રાખે છે, તેથી અસાધારણ વડે સાધારણ છે.

Page 64 of 113
PDF/HTML Page 78 of 127
single page version

૬૪ ]
ચિદ્દવિલાસ
હવે જ્ઞાનની પ્રધાનતા કહીએ છીએ. જો જ્ઞાન ન હોત તો
સત્તા અચેતન થઈને વર્તતી હોત. આ (સત્તાની) ચેતના જ્ઞાનથી છે
(અને) ચેતનાવડે ચેતનની સત્તા છે, માટે ચેતન સત્તાને રાખવાનું
કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞશક્તિ છે, (તે) સર્વેમાં પ્રધાન
છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વે ગુણો હોય. જેમ નિગોદિયાને
જ્ઞાન હીન છે, તેથી સર્વે ગુણો દબાયેલા છે, જ્ઞાન વધ્યું ત્યારે ગુણો
વધતા ગયા. જેમ જેમ સ્વસંવેદન
જ્ઞાન વધ્યું તેમ તેમ સુખાદિ સર્વે
ગુણો વધ્યા. બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ થયું, પરંતુ (કેવળ) જ્ઞાન
વિના અનંત સુખ (એવું) નામ ન પામ્યું, માટે જ્ઞાનગુણ સર્વ
ચેતનામાં પ્રધાન છે. તેનાથી જ ચેતના સત્તા છે. સાધારણ સત્તા હતી
તેને ચેતનાસત્તા એવું નામ મળ્યું તે ચેતનાને લીધે મળ્યું છે. ચેતનામાં
જ્ઞાન પ્રધાન છે. સાધારણ સત્તા અપ્રધાન હતી તેને અસાધારણ
ચેતનતારૂપ જ્ઞાનની પ્રધાનતાથી ‘અસાધારણ ચેતનસત્તા’ એવું પ્રધાન
નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તાજ્ઞાનના વીર્યથી છે, તેથી
વીર્યગુણ પ્રધાન છે.
પર્યાયવીર્ય
હવે પર્યાય વીર્યનું વિશેષ (સ્વરૂપ) કહીએ છીએઃવસ્તુરૂપ
પરિણમે તેને પર્યાય કહીએ. તેને નિષ્પન્ન રાખવાની સામર્થ્યતાને
પર્યાયવીર્ય કહીએ. (પરિણામ વડે) વસ્તુને વેદે, ગુણને વેદે ત્યારે વસ્તુ
પ્રગટે, વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે.
વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો
ગુણનું સ્વરૂપ ન રહે; જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન રહે.
તેથી સર્વ ગુણો ન પરિણમે. તો સર્વ ગુણો કઈ રીતે હોય? સર્વનું
મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, (તે) નિત્યનું કારણ છે,
નિત્ય-અનિત્ય વસ્તુ છે. પર્યાય(રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય (રૂપી) ધ્રુવ
સમુદ્રને દર્શાવે છે.

Page 65 of 113
PDF/HTML Page 79 of 127
single page version

વીર્યશકિત[ ૬૫
(અહીં) કોઈ પ્રશ્ન કરે છે કેપર્યાય વસ્તુ છે કે અવસ્તુ છે?
જો તે વસ્તુ હોય તો વસ્તુને વસ્તુસંજ્ઞા ન કહેવી જોઈએ? (કેમ કે)
પર્યાય જ વસ્તુ છે, અવસ્તુ હોય તો તે નાશરૂપ હોય (અર્થાત્ તે
અભાવરૂપ હોય) માટે તેનો વિરોધ આવે છે.
તેનું સમાધાાન :દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ વસ્તુ છે. પર્યાય,
પરિણામ, દ્રવ્યવેદના, ગુણઉત્પાદ આદિ પર્યાય છે. તેથી પર્યાયને
વસ્તુ સંજ્ઞા આવિવક્ષાથી કહીએ. (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણેની પરિણામ
સત્તા અભેદ છે તેથી વસ્તુ સંજ્ઞા પરિણામ સ્વરૂપને પરિણામ
અપેક્ષાએ કહીએ, દ્રવ્ય અપેક્ષાએ પરિણામને વસ્તુ ન કહીએ. જો
અપેક્ષાએ (પરિણામ અપેક્ષાએ) પણ (પર્યાયને) વસ્તુ ન કહીએ
તો પરિણામ કોઈ વસ્તુ રહેતી નથી (તેનો) નાશ થાય છે. માટે
(પર્યાયનું વસ્તુપણું) વિવક્ષાથી પ્રમાણ છે. (તે) દ્રવ્યરૂપ નથી (પણ)
પર્યાય (રૂપ) વસ્તુ છે; (તે) અનંત ગુણથી ધ્રુવરૂપ વસ્તુના કારણ
(રૂપ) વસ્તુ છે. (પણ પોતે) ધ્રુવરૂપ કાર્ય નથી (અર્થાત્ પર્યાય તે
ધ્રુવ દ્રવ્યગુણનું કારણ છે પણ પોતે જ ધ્રુવ દ્રવ્યગુણરૂપ નથી) (અહીં)
આ એક જુદી વિવક્ષા છે. ઘણે ઠેકાણે તો દ્રવ્ય
ગુણ તે કારણ અને
પર્યાય તે કાર્યએમ બતાવવામાં આવે છે. પરંતુ આ ઠેકાણે તો
પર્યાયને કારણ કહ્યું છે અને દ્રવ્ય-ગુણને તેનું કાર્ય કહ્યું છે; કેમકે
અહીં
પર્યાયમાં પણ વસ્તુપણું છે એમ સિદ્ધ કરવું છે; કાર્ય
પરિણામ જ દેખાડે છે એ વિવક્ષા જુદી છે, એ (વાત) પહેલાં કહી
છે. નાના (
અનેક) ભેદથી નાની (અનેક) વિવક્ષાઓ છે; નયને
જાણવાથી વિવક્ષા જણાય છે. તેથી પર્યાયરૂપ વસ્તુ દ્રવ્યાત્મક નથી એ
કથન સિદ્ધ થયું.
પર્યાયનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવા? તે કહીએ છીએઃ
[પર્યાય] ઊપજવાનું ક્ષેત્ર તો દ્રવ્ય છે;
પ્રવચનસાર ગા. ૮૭ ટીકા.

Page 66 of 113
PDF/HTML Page 80 of 127
single page version

૬૬ ]
ચિદ્દવિલાસ
સ્વરૂપ ક્ષેત્રપ્રદેશે પ્રદેશે પરિણામશક્તિ છે, તે શક્તિસ્થાન જ
ક્ષેત્ર છે;
કાળ સમયમર્યાદા છે, નિજવર્તનાની મર્યાદા કાળ છે.
ભાવસર્વ પ્રગટસર્વસ્વ પરિણમનસર્વે નિજલક્ષણ (રૂપ)
અવસ્થાથી શોભિત છે તે ભાવ કહીએ.
આ પ્રમાણે પર્યાયના સ્વરૂપને સદા નિશ્ચલ રાખે એવી
સામર્થ્યતાનું નામ પર્યાયવીર્યશક્તિ કહીએ.
ક્ષેત્રવીર્ય
હવે ક્ષેત્રવીર્ય કહીએ છીએ. પોતાના પ્રદેશને ક્ષેત્ર કહીએ; તેને
પરિપૂર્ણ નિષ્પન્ન રાખવાની સામર્થ્યતા તે ક્ષેત્રવીર્યશક્તિ છે. ક્ષેત્રવીર્યને
લીધે ક્ષેત્ર છે, ક્ષેત્રમાં અનંતગુણનો નિવાસ છે, એકેક ગુણમાં અનંત
શક્તિ છે, અનંત પર્યાય છે. એકેક ગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ
સધાય છે. સત્તાગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે. સત્તાથી
સર્વે ગુણો ‘છે’ લક્ષણવાળા છે, સત્તા સર્વેમાં વ્યાપક છે. જ્ઞાન ‘છે,’
દર્શન ‘છે,’ દ્રવ્ય ‘છે,’
એ પ્રમાણે દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ વગેરે બધા
ગુણોમાં (સત્તાનું વ્યાપકપણું) જાણવું. ક્ષેત્રમાં ગુણનો વિલાસ,
પર્યાયનો વિલાસ છે. દ્રવ્ય
મંદિરની મૂળ ભૂમિકા પ્રદેશનું ક્ષેત્ર છે.
ક્ષેત્રપ્રદેશમાં અનંત ગુણો છે, ક્ષેત્ર વડે દ્રવ્યની મર્યાદા જાણવામાં
આવે છે. દ્રવ્યગુણપર્યાયનો વિલાસ, નિવાસ અથવા પ્રકાશ ક્ષેત્રના
આધારે છે. આ ક્ષેત્ર બધાનું અધિકરણ છે. જેમ, નરકનું ક્ષેત્ર દુઃખ
ઉત્પન્ન કરવાનું કારણ છે, કોઈ દેવાદિક નારકીનાં દુઃખને મટાડી શકે
નહિ, એવો તે ક્ષેત્રનો પ્રભાવ છે. અને સ્વર્ગભૂમિમાં સહજપણે
શીતાદિ વેદના નથી (એવો તે) ક્ષેત્રનો પ્રભાવ છે. તે પ્રમાણે
આત્મપ્રદેશના ક્ષેત્રનો એવો પ્રભાવ છે કે અનંત ચેતના દ્રવ્ય-ગુણ-
પર્યાયના વિલાસને પ્રગટ કરે છે. (અહીં) એટલું વિશેષ છે કે