Chidvilas (Gujarati). Parinaman Shakti Dravyama J Chhe; Karan-Karyabhav; Dravyano Sat Utpad Ane Asat-Utpad; Samany-Visheshanu Swaroop; Samany-Vishesharoop Vastu Upar Anant Nay; Vyavahar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 7

 

Page 27 of 113
PDF/HTML Page 41 of 127
single page version

ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે[ ૨૭
૧. સિદ્ધ પરમેશ્વર પોતાની શુદ્ધ સત્તાસ્વરૂપે પરિણમે છે, એમ કહીએ
ત્યારે તેમાં અનંતગુણમાંથી એક સત્તા ગુણ આવ્યો, (તેથી) અનંત
ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની જે વૃદ્ધિ (ઉત્પાદ) તેને
અનંતભાગવૃદ્ધિ કહીએ.
૨. ભગવાનમાં અસંખ્ય ગુણની વિવક્ષા લઈને એમ કહેવું કે ભગવાન
દ્રવ્યત્વ ગુણરૂપ પરિણમે છે. (ત્યારે) તેમાં અસંખ્યમાંથી એક (ગુણ)
આવ્યો; ત્યાં અસંખ્યાતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ તે
અસંખ્યાતભાગવૃદ્ધિ કહીએ.
૩. સિદ્ધ ભગવાનમાં આઠ ગુણ છે, તેમાં કહેવું કે સિદ્ધ સમકિતરૂપે
પરિણમે છે. ત્યાં (આઠ ગુણમાંથી એક ગુણ આવ્યો એટલે)
સંખ્યાતમો ભાગ થયો, (તે પરિણમનની વૃદ્ધિ) તે સંખ્યાતભાગવૃદ્ધિ
છે.
૪. તે સિદ્ધ આઠે ગુણરૂપ પરિણમે છે, ત્યાં આઠ ગુણ પરિણમનની
વૃદ્ધિ થઈ તે સંખ્યાતગુણીવૃદ્ધિ કહીએ.
૫. સિદ્ધ અસંખ્યાત ગુણરૂપે પરિણમે છે ત્યાં અસંખ્યગુણ પરિણામની
વૃદ્ધિ થઈ તે અસંખ્યગુણવૃદ્ધિ કહીએ.
૬. સિદ્ધ અનંતગુણરૂપ પરિણમે છે ત્યાં અનંતગુણ પરિણમનની વૃદ્ધિ
થઈ તે અનંતગુણી વૃદ્ધિ કહીએ.
એ છ પ્રકારની વૃદ્ધિવડે પરિણામ વસ્તુમાં લીન થઈ ગયા ત્યારે
ષટ્ પ્રકાર હાનિ (વ્યય) કહીએ.
અગુરુલઘુગુણથી વસ્તુની સિદ્ધિ છે. તેથી ગુણની સિદ્ધિ ગુણ-
પર્યાયથી છે, દ્રવ્યની સિદ્ધિ દ્રવ્યપર્યાયથી છે, પર્યાયની સિદ્ધિ દ્રવ્ય
ગુણથી છે, દ્રવ્યપર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે (અને) ગુણપર્યાયની સિદ્ધિ
ગુણથી છે. દ્રવ્યમાંથી જ પર્યાય ઊઠે છે, (જો) દ્રવ્ય ન હોય તો
પરિણામ ઊઠે નહિ. દ્રવ્ય, વગર પરિણમે દ્રવ્યરૂપ કઈ રીતે હોય? માટે

Page 28 of 113
PDF/HTML Page 42 of 127
single page version

૨૮ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાનગુણ ન હોય તો જાણપણારૂપ કઈ
રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો દ્વારમાં
પ્રવેશ ક્યાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો)
સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે
સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.

Page 29 of 113
PDF/HTML Page 43 of 127
single page version

[ ૨૯
પરિણમનશકિત દ્રવ્યમાં છે
કોઈ પ્રશ્ન કરે છે કેગુણદ્વારથી જે પરિણતિ ઊપજી તે ગુણની
છે કે દ્રવ્યની છે? જો ગુણની હોય તો, ગુણો અનંત છે તેથી પરિણતિ
પણ અનંત હોય. અને (જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ
શા માટે કહો છો?
તેનું સમાધાાનએ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે; દ્રવ્ય ગુણોનો
પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે; તેથી ગુણમય
પરિણમતાં (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની
પરિણતિ
એમ તો કહીએ છીએ; પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી
ઊઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થ સૂત્રમાં) દીધી
છે કે
‘द्रव्याश्रया निर्गुणा गुणाः દ્રવ્યના આશ્રયે ગુણ છે ગુણના આશ્રયે
ગુણ નથી. ‘गुणपर्ययवद द्रव्यम्(ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)એમ પણ
કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેજ્ઞાનસૂક્ષ્મ સર્વગુણસૂક્ષ્મ (તે)
સૂક્ષ્મગુણના પર્યાયો છે, ગુણોમાં આ સૂક્ષ્મપણું સૂક્ષ્મગુણનું છે કે દ્રવ્યનું
છે? (જો) દ્રવ્યનું છે તો સૂક્ષ્મ ગુણના અનંત પર્યાય શા માટે કહ્યા? અને
(જો) સૂક્ષ્મગુણનું છે તો (તેને) દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો?
તેનું સમાધાાન :દ્રવ્ય સૂક્ષ્મ છે. તે સૂક્ષ્મ ગુણને લીધે છે; દ્રવ્ય
સૂક્ષ્મ હોવાથી અનંત ગુણોનો પુંજ તે દ્રવ્ય છે, તેથી સર્વે ગુણો સૂક્ષ્મ
૧. તત્ત્વાર્થ સૂત્ર ૫૪૧.
૨. તત્ત્વાર્થ સૂત્ર ૫૩૮.

Page 30 of 113
PDF/HTML Page 44 of 127
single page version

૩૦ ]
ચિદ્દવિલાસ
થયા; પરંતુ એ (સૂક્ષ્મતારૂપ) પરિણમનશક્તિ દ્રવ્યથી છે. દ્રવ્ય
ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમઅક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું
સમાધાન કરીએ છીએ.
ક્રમના બે ભેદ કહ્યા છેએક પ્રવાહક્રમ (અને) એક વિષ્કંભક્રમ.
પ્રવાહક્રમ એને કહીએજેમ અનાદિથી કાળનો સમયપ્રવાહ ચાલ્યો આવે
છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પરિણામ ઊપજેએવો પ્રવાહ ચાલ્યો આવે
છે તેને પ્રવાહક્રમ કહીએ. તે (પ્રવાહક્રમ) દ્રવ્યના પરિણામ વિષે છે. આ
બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯)માં કહ્યું છે ત્યાંથી જાણવું.
વિષ્કંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (
વિસ્તારરૂપ) છે.
પ્રદેશોનો પ્રદેશો પહોળાઈરૂપ છે તેને ક્રમથી ગણતાં અસંખ્ય થાય છે.
આ ક્રમ ગુણમાં છે તેથી (તેને) વિષ્કંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી
કહીએ (તો) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને)
વિષ્કંભક્રમ કહીએ. અહીં પ્રવાહક્રમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી
ગુણોમાં [તે] નથી, માટે ગુણ (તે) પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી (તો)
વિસ્તારક્રમ જ કહ્યો છે.
દ્રવ્યની પરિણતિ છે તે સર્વે ગુણોમાં છે. આત્મા જ્ઞાનમય પરિણમે
છે, જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એમ લક્ષ્યલક્ષણરૂપ ભેદથી તો એક
પરિણામમાં ભેદ છે, પરંતુ એવું તો નથી કે જ્ઞાનની પરિણતિ જુદી છે
ને આત્માની (પરિણતિ) જુદી છે. એમ માનવાથી (તે બંનેનું) સત્ત્વ જુદું
ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક (થઈને) જુદી જુદી અવસ્થા ધારણ
કરીને વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
ત્યાં પ્રશ્ન ઊપજે છે કે(ગુણ અને દ્રવ્યની) જુદી પરિણતિ
માનવામાં શું દોષ છે? ગુણ (અને) આત્માની અભેદ પરિણતિ
માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખવારૂપ પરિણમે એમ
કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન કરો.
સમાધાાન :દ્રવ્યના પરિણામની વૃત્તિ ઊઠતાં, દ્રવ્ય અનંત ગુણનો

Page 31 of 113
PDF/HTML Page 45 of 127
single page version

પરિણમનશકિત દ્રવ્યમાં છે[ ૩૧
પુંજ છે તેથી ગુણથી પણ ઊઠી કહીએ; દ્રવ્ય અને ગુણનાં સત્ત્વ બે નથી,
એક છે. (પરિણામ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય
પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ
આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન
જાણપણારૂપ પરિણમે છે એવી વિવક્ષા છે તે જાણવી.
વસ્તુના પરિણામને સર્વસ્વ કહ્યું છે. તે કઈ રીતે? પરિણામવડે
અન્વય સ્વભાવ પમાય છે. જો પરિણામ ન હોય તો અન્વયી દ્રવ્ય
ન હોય, અનંત ગુણો પરિણમ્યા વગર દ્રવ્ય ન હોય. તેથી વસ્તુના
વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે. ગુણ પરિણામથી ગુણના
આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ
થાય છે, કહેવામાં તો લક્ષ્ય
લક્ષણ ભેદ એવો બતાવ્યો છે, કેમકે લક્ષણ
વગર લક્ષ્ય એવું નામ પામે નહિ. એ રીતે તો છે, પરંતુ પરમાર્થથી
અભેદ નિશ્ચયમાં
નિર્વિકલ્પ વસ્તુમાં દ્વૈતકલ્પનાનો વિકલ્પ ક્યાં સંભવે
છે? એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ
એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ
કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું
સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને
આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ
કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણનાં વિશેષને (પરિણામ) કહ્યા
છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યયવડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ
છીએ.
૧. પ્રવચનસાર ગુજ૦ પૃ૧૯૨

Page 32 of 113
PDF/HTML Page 46 of 127
single page version

૩૨ ]
ચિદ્દવિલાસ
કારણકાર્યભાવ
પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના કારણ-કાર્ય
જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે સર્વે પરમાત્માનાં કારણ-કાર્ય
જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા
તેના (
તે પરમાત્માના) કારણ-કાર્ય જો ન જાણ્યા તો તેણે શું જાણ્યું?
(કાંઈ જાણ્યું નથી.) માટે કારણકાર્ય જાણવા જોઈએ.
તે કારણકાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ છીએઃ
पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियमा ।।
સિદ્ધાન્તમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણામયુક્ત જે દ્રવ્ય છે
તે કારણભાવ (રૂપ) પરિણમેલું છે. (અને) ઉત્તર પરિણામયુક્ત જે
દ્રવ્ય છે તે કાર્યભાવ (રૂપ) પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર
પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ)ના
ઉત્પાદનું કારણ છે. જેમ માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કેઉત્તર પરિણામમાં ઉત્પાદમાં શું કાર્ય થાય
છે?
તેનું સમાધાાન :સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ છે, સ્વભાવ
પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે; તેથી સ્વરૂપલાભમાં કાર્ય છે.
નિઃસંદેહ જાણો. (ઉત્પાદના કાર્યરૂપ સ્વરૂપલાભ) પરમાત્મામાં સમયે
જુઓ સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩૦.
૧. જુઓ ગુજ. પ્રવચનસાર, પૃ ૧૫૦.

Page 33 of 113
PDF/HTML Page 47 of 127
single page version

કારણકાર્યભાવ[ ૩૩
સમયે થાય છે. માટે હે સંતો! એવા કારણકાર્યને પરિણામ દ્વારા
જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ છીએઃ
અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે
त्यक्तात्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते
कालत्रयेऽपि तद्द्रव्यमुपादानमिति स्मृतम् ।।।।
यत्स्वरूपं त्यजत्येव यत्रात्यजति सर्वथा
तत्रोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा ।।।।
અર્થ :દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ(રૂપ)વ્યતિરેક
સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપઅન્વયસ્વભાવ છે. તે ગુણ
તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વઅપૂર્વ થાય છે. આ દ્રવ્યનું
ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી;
તેથી
પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે.
વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.
૧. જુઓ શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦.
કાર્યસર્જક ઉપાદાનકારણનું સ્વરૂપ બતાવવા માટે આચાર્યદેવ શ્રી
વિદ્યાનંદસ્વામીએ ભગવાન શ્રી સમન્તભદ્રાચાર્યદેવકૃત દેવાગમસ્તોત્રની કારિકા
૫૮ની ‘અષ્ટસહસ્ત્રી’ ટીકામાં પૂર્વવર્તી આચાર્યના જે ઉપરોક્ત બે શ્લોક
મુક્યા છે જેનો એક અન્ય અર્થ નીચે મુજબ પણ છે.
(૧) અર્થઃજે, (પર્યાય-અપેક્ષાએ) પોતાના રૂપને છોડતું હોવાથી અપૂર્વ અર્થાત્
નવું રૂપ ધારણ કરે છે, અને જે (દ્રવ્ય-અપેક્ષાએ) પોતાના રૂપને નહીં છોડતું
હોવાથી, પૂર્વ અર્થાત્ મૂળરૂપથી વર્તે છે તે (દ્રવ્ય-પર્યાયાત્મક) દ્રવ્ય અર્થાત્
પદાર્થ જ ત્રણે કાળમાં ઉપાદાનકારણ છે
એવું આગમમાં કહ્યું છે.
(૨) અર્થઃજે પોતાના (મૂળ) સ્વરૂપને સર્વથા છોડી દે છે અથવા જે પોતાના
(પર્યાય ) સ્વરૂપને સર્વથા છોડતો નથી, તે પદાર્થનું (પદાર્થના કાર્યનું) ઉપાદાન
કારણ નથી; જેમ કે (સાંખ્ય અથવા વેદાન્ત સમ્મત સર્વથા અપરિણામી)
શાશ્વત તથા (બૌદ્ધસમ્મત સર્વથા પરિણામી) ક્ષણિક પદાર્થ કાર્યનું
ઉપાદાનકારણ થઈ શકે નહીં.

Page 34 of 113
PDF/HTML Page 48 of 127
single page version

૩૪ ]
ચિદ્દવિલાસ
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી ભેદસ્વરૂપે
સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો અભેદરૂપ સધાય છે તો
ત્રિલક્ષણપણું ન હોય, જો ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા
ઘણી થઈ, ત્યાં વિપરીતતા થાય છે.
તેનું સમાધાાન :લક્ષણભેદ છે, સત્તાભેદ નથી, તેથી સત્તા
અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ) ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ
ઉત્પાદ
વ્યયધ્રુવ ત્રણેથી છે. અષ્ટસહસ્રીમાં કહ્યું છે કેઃ
पयोव्रतो न दध्यत्ति न पयोत्ति दधिव्रतः
अगोरसव्रतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम् ।।६०।।
घटमौलि सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्
शोकप्रमोदमाध्यथ्यं जनो याति सहेतुकम् ।।५९।।
[દેવાગમઆપ્તમિમાંસા]
જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ પીશ. તે દહીંનું
ભોજન કરતો નથી, અને જેને દહીંનું વ્રત છે તે દૂધનું ભોજન કરતો
નથી, તથા જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને
ગ્રહણ કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે ગોરસનો
પર્યાય છે અને દહીં (પણ ગોરસનો) પર્યાય છે, એક પર્યાયમાત્રને ગ્રહણ
કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી
જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની
સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી
ચિત્ર છે, (તેમાંથી) એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી;
તેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેમય વસ્તુ છે, (ઉત્પાદાદિ કોઈ) એક જ
વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધ્રુવ જ માનો તો બે દોષ લાગેએક તો ધ્રુવનો જ
૧. જુઓ પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.

Page 35 of 113
PDF/HTML Page 49 of 127
single page version

કારણકાર્યભાવ[ ૩૫
નાશ થાય; ઉત્પાદ-વ્યય વગર (વસ્તુ) અર્થક્રિયાકારક ન હોય અને
અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય (વસ્તુમાં) ષટ્ ગુણી વૃદ્ધિ-હાનિ
ન થાય; એમ થતાં (વસ્તુ) અગુરુલઘુ ન રહે ને વસ્તુ હલકી
ભારે
થઈને જડ થઈ જાય, તેથી ચિદ્ધ્રુવતા ન રહે. બીજો એ દોષક્ષણવર્તી
પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં અધ્રુવ પણ ધ્રુવ થઈ જાય.
વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ લાગેએક તો
ઉત્પાદના કારણ-વ્યયનો અભાવ થાય, વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો
અભાવ થાય. બીજો દોષ એ
જો અસત્નો ઉત્પાદ થાય તો આકાશના
ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે.
કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ લાગેએક તો
વિનાશનું (વ્યયનું) કારણ જે ઉત્પાદ તેનો અભાવ થાય, એમ થતાં
વિનાશ પણ હોય નહિ; કારણ વગર કાર્ય હોય નહિ, બીજો એ દોષ
સત્નો ઉચ્છેદ થઈ જાય; અને સત્નો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ ચેતનાનો
નાશ થઈ જાય.
માટે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ) ત્રિલક્ષણારૂપ વસ્તુ છે.
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.

Page 36 of 113
PDF/HTML Page 50 of 127
single page version

૩૬ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ
હવે દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ બતાવે છે. દ્રવ્યનો
આ સત્સ્વભાવ અનાદિનિધન છે; દ્રવ્ય-ગુણ અન્વયશક્તિવાળાં છે; તે
ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની
વસ્તુના સત્વડે જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું
એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં
આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે; કેમકે પર્યાય
નવા નવા ઉપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે
અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિક નયથી છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેશું જ્ઞેય જ્ઞાન વિષે વિણસે છે? ઊપજે
છે? (જો જ્ઞેયો જ્ઞાનવિષે ઊપજે છે એમ કહો તો) ત્યાં અસત્ઉત્પાદ
છે, (અને જો જ્ઞેયો જ્ઞાનવિષે નથી ઉપજતાં એમ કહો તો) જ્ઞેયો
જ્ઞાનવિષે ન આવ્યા. જ્ઞેયના ઊપજવાથી (જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે
જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપજ્યું કહો છે?
તેનું સમાધાાન :દ્રવ્ય વડે સત્ ઉત્પાદ છે, પર્યાયથી અસત્
ઉત્પાદ છે. જ્ઞેય-જ્ઞાયક, ઉપચાર સંબંધ છે, ઉપચારથી જ્ઞેય જ્ઞાનમાં
અને જ્ઞાન જ્ઞેયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્
ઉત્પાદ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેપર્યાય વગર દ્રવ્ય હોતું નથી,
દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે, પર્યાય વડે અસત્ ઉત્પાદ (છે) તેથી અસત્
ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ) દ્રવ્યથી પર્યાય થાય છે
પ્રવચનસાર ગા. ૧૧૧-૨-૩

Page 37 of 113
PDF/HTML Page 51 of 127
single page version

દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ[ ૩૭
તેથી સત્ ઉત્પાદથી અસત્ ઉત્પાદ થયો! (તો પછી) પર્યાય વડે
અસત્ઉત્પાદ દ્રવ્ય વડે સત્ઉત્પાદએમ શા માટે કહો છો?
તેનું સમાધાાન :પર્યાય દ્રવ્યનું કારણ છે; દ્રવ્ય પર્યાયનું
કારણ છેએ તો (એક બીજાને) કારણરૂપ છે. પરંતુ પર્યાયનું કાર્ય
પર્યાયથી જ થાય છે. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે; તેથી પર્યાયથી
અસત્ઉત્પાદ(રૂપ) કાર્ય થાય છે (અને) દ્રવ્યથી સત્ઉત્પાદ (રૂપ)
થાય
છે. આ કારણકાર્ય (નો) ભેદ છે તે વિવેકી પામે છે. દ્રવ્યસમુદ્રમાંથી
પર્યાયતરંગ ઊઠે છે ત્યારે આનંદની કેલિમાં મગ્ન થઈને વર્તે છે.
પરિણામપ્રવૃત્તિથી દ્રવ્ય-ગુણની પ્રવૃત્તિ છે અને વસ્તુની સ્થિરતા છે,
વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ
વ્યય છે, ષટ્ગુણ વૃદ્ધિ-હાનિ છે; પરિણામ જ વસ્તુના ગુણનો પ્રકાશ
પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પદશામાં આવ્યો છે.
એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ
વેદે ત્યારે અનંતગુણ પણ વેદે, તેથી ગુણ-ગુણી બંને વેદે. સામાન્યમાં
વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું
છે કે
निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत्
सामान्यरहितत्वाच्च विशेषस्तद्वदेव हि ।।।।
અર્થઃખરેખર વિશેષ વગરનું સામાન્ય ગધેડાના શિંગડા સમાન
છે, અને સામાન્ય વિનાનું હોવાથી વિશેષ પણ ગધેડાના શિંગડા સમાન
જ છે.
૧. જુઓ, આલાપપદ્ધતિ એકાન્તપક્ષ દોષ અધિકાર.

Page 38 of 113
PDF/HTML Page 52 of 127
single page version

૩૮ ]
ચિદ્દવિલાસ
સામાન્યવિશેષનું સ્વરુપ
સામાન્યવિશેષનું સ્વરૂપ લખીએ છીએઃ
‘વસ્તુ’ એમ (કહેવું તે) વસ્તુનું સામાન્ય (કથન) છે અને
‘सामान्यविशेषात्मकं वस्तु’ (અર્થાત્ વસ્તુ સામાન્ય વિશેષસ્વરૂપ છે)
એમ કહેવું તે વસ્તુનું વિશેષ કથન છે. અસ્તિ તે સત્ એમ કહેવું
તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ અભાવ (રૂપ) સત્ એમ
કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન
એ સામાન્ય દર્શન છે
અને સ્વ-પર સકલ જ્ઞેયોને દેખે તે વિશેષ દર્શન છે. જાણવામાત્ર
જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞેયોને જાણે તે જ્ઞાનને
વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય
વિશેષ વડે વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએઃ
(વસ્તુને) જો
સામાન્ય જ કહીએ તો વિશેષ વિના વસ્તુના ગુણો જાણવામાં આવે
નહિ. ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે
છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય
પ્રગટ કરે છે; તેથી સામાન્ય
વિશેષમય વસ્તુ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેસામાન્ય તો અન્વયશક્તિને
કહીએ, વિશેષ વ્યતિરેક શક્તિને કહીએએમ કહ્યું છે, તે કઈ રીતે
છે?
તેનું સમાધાાન :અન્વયશક્તિ યુગપત્ સદા પોતાના
સ્વભાવરૂપ રહે છે, તેમાં કોઈ વિશેષ નથી; પોતાના સ્વભાવના
ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે.
૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૧૪ ટીકા. આલાપપદ્ધતિ પૃ. ૮૬

Page 39 of 113
PDF/HTML Page 53 of 127
single page version

સામાન્યવિશેષનું સ્વરૂપ[ ૩૯
વ્યતિરેક પર્યાય જુદા જુદા (નવા નવા) રૂપ થાય છે તેથી વિશેષ
છે. આ વસ્તુની લક્ષણ-શક્તિનાં સામાન્ય
વિશેષ કહ્યાં; સકળ
સામાન્ય-વિશેષ જે છે તે આમાં આવી ગયા. (આ સામાન્યવિશેષ)
વસ્તુનું સર્વસ્વ છે. (વસ્તુમાં) સંજ્ઞા આદિ ભેદ વડે ઘણા ભેદ છે.
આ અર્થ
વિચારમાંઅન્વયવ્યતિરેકમાં સર્વે આવી ગયા. અનંત
ગુણો અને દ્રવ્ય અન્વયમાં આવ્યા, પર્યાય વ્યતિરેકમાં આવ્યા; (આ
રીતે) દ્રવ્ય-ગુણ-પર્યાય આવી જતાં (તેમાં) સર્વ આવી ગયું. તેથી
સ્યાદ્વાદની સિદ્ધિ સામાન્ય વિશેષ વિના થતી નથી. (જો વસ્તુને)
અભેદરૂપ માનો તો, ભેદ વિના ગુણને ન પામે (
ગુણ સિદ્ધ ન
થાય) અને ગુણ વિના ગુણીને ન પામે તેથી ભેદ-અભેદ બંનેને
માનવાથી વસ્તુની સિદ્ધિ છે. અવક્તવ્યતામાં કાંઈ કહી શકાતું નથી,
વચનથી અગોચર છે, જ્ઞાનગમ્યમાં પ્રગટે છે. આજ સામાન્ય-
વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો સાધી શકાય છે. તેનું થોડુંક
વિશેષણ (
વિવેચન) લખીએ છીએ.

Page 40 of 113
PDF/HTML Page 54 of 127
single page version

૪૦ ]
ચિદ્દવિલાસ
સામાન્ય-વિશેષરુપ વસ્તુ ઉપર અનંત નય
જ્ઞાનસામાન્ય ગ્રાહકનયથી જ્ઞાન સામાન્યરૂપ કહીએ; જ્ઞાનવિશેષ
ગ્રાહકનયથી જ્ઞાન વિશેષરૂપ કહીએ. (એ પ્રમાણે) અનંતગુણોમાં અનંત
સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બંને ભેદ સાધવા.
પર્યાયસામાન્ય ગ્રાહકનયથી પરિણમનરૂપ પર્યાય; પર્યાયવિશેષ
ગ્રાહકનયથી ગુણપર્યાય, દ્રવ્યપર્યાય, અર્થપર્યાય, વ્યંજનપર્યાય (તેમજ)
એકગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા.
સામાન્ય સંગ્રહનયથી દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ કહીએ. વિશેષ
સંગ્રહનયથી સર્વ જીવો પરસ્પર અવિરુદ્ધ કહીએ.
નૈગમનય ત્રણ પ્રકારનો છેભૂત, ભાવિ, વર્તમાન; ભૂતનૈગમ
આ પ્રમાણેઃ આજે દીપમાલિકાના દિવસે વર્ધમાનજી મોક્ષ ગયા. ભાવી
તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાન
-
નૈગમથી ‘ओदनः पच्यते’ ભાત થાય છે, એમ કહીએ.
નૈગમ (નય)ના બે પ્રકાર છે
(૧) દ્રવ્ય નૈગમ (૨) પર્યાય નૈગમ.
દ્રવ્ય નૈગમના બે ભેદ છે
(૧) શુદ્ધ દ્રવ્ય નૈગમ, (૨) અશુદ્ધ દ્રવ્ય નૈગમ.
પર્યાય નૈગમના ત્રણ ભેદ છે
૧. આલાપપદ્ધતિ પૃ. ૬૬.
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૪.

Page 41 of 113
PDF/HTML Page 55 of 127
single page version

સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય[ ૪૧
(૧) અર્થપર્યાય નૈગમ, (૨) વ્યંજનપર્યાય નૈગમ, (૩) અર્થ-
વ્યંજનપર્યાય નૈગમ.
અર્થપર્યાય નૈગમના ત્રણ ભેદ છે
(૧) જ્ઞાનઅર્થપર્યાય નૈગમ, (૨) જ્ઞેયઅર્થપર્યાયનૈગમ,
(૩) જ્ઞાનજ્ઞેયઅર્થપર્યાય નૈગમ.
વ્યંજનપર્યાય નૈગમના છ ભેદ છેઃ
(૧) શબ્દવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢવ્યંજન પર્યાયનૈગમ,
(૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૪) શબ્દ સમભિરૂઢવ્યંજનપર્યાય-
નૈગમ, (૫) શબ્દએવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૬) સમભિરૂઢએવંભૂત-
વ્યંજનપર્યાયનૈગમ.
અર્થવ્યંજનપર્યાયનૈગમના ત્રણ પ્રકાર છે.
(૧) શબ્દ
અર્થવ્યંજનપર્યાયનૈગમ, (૨) સમભિરૂઢઅર્થવ્યંજન-
પર્યાયનૈગમ, (૩) એવંભૂતવ્યંજનપર્યાયનૈગમ (એ પ્રમાણે પર્યાયનૈગમના
ભેદો જાણવા).
(શુદ્ધ દ્રવ્ય નૈગમનય તેમજ અશુદ્ધ દ્રવ્ય નૈગમનયના ચાર ભેદ
છે)
(૧) શુદ્ધદ્રવ્યૠજુસૂત્ર, (૨) શુદ્ધદ્રવ્યશબ્દ, (૩) શુદ્ધદ્રવ્ય-
સમભિરૂઢ, (૪) શુદ્ધદ્રવ્યએવંભૂત.
(૧) અશુદ્ધદ્રવ્યૠજુસૂત્ર, (૨) અશુદ્ધદ્રવ્યશબ્દ, (૩) અશુદ્ધદ્રવ્ય-
સમભિરૂઢ, (૪) અશુદ્ધદ્રવ્યએવંભૂત.
એ પ્રમાણે દ્રવ્ય નૈગમના આઠ ભેદો છે.
[હવે દ્રવ્યાર્થિકનયના દશ ભેદોનું વર્ણન કરે છેઃ]
૧. જુઓ આલાપપદ્ધતિ પૃ. ૫૫ થી ૯૦ અહીં પુદ્ગલમાં ઊતાર્યા છે,
આલાપપદ્ધતિમાં જીવમાં ઉતાર્યા છે.

Page 42 of 113
PDF/HTML Page 56 of 127
single page version

૪૨ ]
ચિદ્દવિલાસ
(૧) પુદ્ગલોનો એક સ્કંધ છે, તેને દ્વિઅણુકાદિથી નિરપેક્ષ એવા શુદ્ધ
દ્રવ્યાર્થિકનયથી કહેવામાં આવે તો તે સ્કંધમાં જેટલા પરમાણુઓ
છે તે સર્વે અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે.
(૨) તે સ્કંધમાં રહેલ બધા પરમાણુઓમાં જો ઉત્પાદ વ્યયની ગૌણતા
લઈને સત્તાગ્રાહક (શુદ્ધ દ્રવ્યાર્થિક) નય લઈએ તો (તે) સર્વે નિત્ય છે.
(૩) ભેદ કલ્પના નિરપેક્ષ (શુદ્ધ દ્રવ્યાર્થિક)નય લઈએ તો (તે સ્કંધનો
દરેક પરમાણુ) પોતાના ગુણપર્યાયથી અભેદ છે.
(૪)સત્તા ગૌણ ઉત્પાદ-વ્યયગ્રાહકનયથી સર્વે પરમાણુ અનિત્ય છે; તે
અશુદ્ધ દ્રવ્યાર્થિક (નય) છે.
(૫) દ્વિ અણુકાદિથી સાપેક્ષ એવા અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી સ્કંધાદિ
અશુદ્ધપુદ્ગલદ્રવ્ય કહીએ.
(૬) ભેદ કલ્પના [સાપેક્ષ] અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ગુણનો ગુણીથી ભેદ
કહેવાય છે.
(૭) સ્વદ્રવ્યાદિચતુષ્ટય ગ્રાહક [દ્રવ્યાર્થિક] નયથી [વસ્તુને] અસ્તિ
કહીએ.
(૮) પરદ્રવ્યાદિ [ચતુષ્ટય] ગ્રાહક [દ્રવ્યાર્થિક] નયથી નાસ્તિ કહીએ.
(૯) અન્વય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક થી મૂર્તિક જડસ્વભાવી પુદ્ગલ છે.
એ પ્રમાણે સામાન્યવિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો લાગુ પડે છે.
[અહીં દ્રવ્યાર્થિકનયના દશ ભેદ કહ્યા છે, પર્યાયાર્થિકનયના છ
ભેદ છે તે આગળ કહેશે.]
૧. ઉત્પાદવ્યયસાપેક્ષઅશુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં દ્રવ્ય એક સમયમાં
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે, (આલાપપદ્ધતિપ્રમાણે)

Page 43 of 113
PDF/HTML Page 57 of 127
single page version

[ ૪૩
વ્યવહાર
પર્યાયાર્થિકનયના અનેક ભેદ તેમજ ગુણના ભેદ વડે વ્યવહારનય
કહીએ.
સામાન્યસંગ્રહ ભેદકવ્યવહારથી જીવ, અજીવ દ્રવ્ય કહીએ.
વિશેષસંગ્રહ ભેદવ્યવહારથી જીવ, સંસારી, મુક્તરૂપ કહીએ.
શુદ્ધ સદ્ભુતવ્યવહાર, જેમ કે શુદ્ધ ગુણ, શુદ્ધ ગુણી (એવા)
ભેદ કરીએ. અશુદ્ધસદ્ભૂતવ્યવહાર, જેમ કે મતિ આદિ ગુણ જીવના
કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
વ્યવહારથી પરપરિણતિરૂપ રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા
લોભાદિ (છે તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું;
સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું અને
વૈરાગ્યતા, સંવર એકદેશ ઉપાદેય કરવા. વ્યવહારહેય-ઉપાદેયનો આવો
ઉપદેશ જાણવો.
પર્યાયભેદ કરવો તે વ્યવહાર છે. સ્વ (પોતામાં) સ્વભાવ,
સ્વભાવી કહેવું તે શુદ્ધ વ્યવહાર છે.
અને સ્વભાવથી અન્યથા કહેવું
તે અશુદ્ધ વ્યવહાર છે.
[આ જ ગ્રંથકર્તાકૃત આત્મ-અવલોકન ગ્રંથમાં વ્યવહારનું વર્ણન
કર્યું છે, ત્યાં પ્રથમ એક ગાથા લખીને વ્યવહારના ચાર પ્રકાર જણાવ્યા
છે. તે આ પ્રમાણેઃ
૧. આત્મ-અવલોકન પૃ. ૨૧ થી ૨૫ સુધીમાં આ વર્ણન છે.
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૮;
૩. આલાપપદ્ધતિ પૃ. ૮૧;
૪. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭.

Page 44 of 113
PDF/HTML Page 58 of 127
single page version

૪૪ ]
ચિદ્દવિલાસ
‘‘पर्यायभावना सर्वे सर्वे भेदकरणा च जोगरक्षणा हि
स्वभावतोऽन्यथा कथना तं व्यवहारं जिनभणितं ।।
(૧) પર્યાયના જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર નામ પામે છે.
(૨) જેટલા એકના અનેક ભેદ કરવામાં આવે તે સર્વે વ્યવહાર
નામ પામે છે.
(૩) બંધાણું અને છૂટ્યુંએવા જેટલા ભાવ છે તે સર્વે વ્યવહાર
નામ પામે છે. અને
(૪) સ્વભાવથી અન્ય ભાવનું જે કથન છે તે સર્વ વ્યવહાર નામ
પામે છે.આવો વ્યવહાર જિનાગમ વિષે કહ્યો છે.’’
હવે અહીં વ્યવહારના પ્રકારોનું વિસ્તારથી વર્ણન કરે છેઃ અહીં
જે વિસ્તાર-વર્ણન કર્યું છે તે આત્મઅવલોકનમાં કહેલા ચાર પ્રકારના ક્રમ
અનુસાર છે; [અને એ વર્ણન આત્મઅવલોકનમાં પણ અક્ષરશઃ છે].
(૧)
આકાશ વિષે સર્વ દ્રવ્યોનું રહેવું, જીવપુદ્ગલને ગતિસ્થિતિમાં
ધર્મઅધર્મદ્રવ્યનો સહકાર હોવો; અથવા સર્વ દ્રવ્યોને પરિણામ
પરિણમાવવામાં કાળની વર્તનાનો સહકાર હોવો; પુદ્ગલાદિની ગતિવડે
કાળ દ્રવ્યના પરિણામ ઉપજાવવા; જ્ઞાન વિષે જ્ઞેય, જ્ઞેય વિષે જ્ઞાન, જ્ઞાન
દર્શનની એક એક શક્તિ એક એક સ્વ-પર જ્ઞેય ભેદ પ્રત્યે જ
લગાવવી,
આવા ભાવો; તેમજ પરસ્પર સર્વ દ્રવ્યોનો મેળાપ થવોએવા
એવા પર્યાયના ભાવો [તે વ્યવહાર છે.]
વળી, વિકાર ઊપજ્યો ને સ્વભાવ નાશ થયો, તેમ જ
સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો;
જીવ ઊપજ્યો, જીવ મર્યો;
આ પુદ્ગલ સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા)

Page 45 of 113
PDF/HTML Page 59 of 127
single page version

વ્યવહાર
[ ૪૫
અવિભાગી પુદ્ગલ થયા,
સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી;
આવરણ
મોહ અંતરાય કર્મની રોક નાશ થઈ, અનંતજ્ઞાન
અનંતદર્શનઅનંતચારિત્ર અને અનંતવીર્ય ખૂલ્યાં;
મિથ્યાત્વ ગયું. સમ્યક્ત્વ થયું;
અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ;
પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો
કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ
ઊપજ્યું,
એવા પર્યાયના ઊપજતા
વણસતા ભાવને લીધે સર્વે,
વ્યવહાર નામ પામે છે.
(૨)
વળી, એક આકાશના લોક અને અલોક (એવા) ભેદ કરીએ;
કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન (એવા) ભેદ
કરવા,
એ પ્રમાણે બીજું [પણ સમજવું]
વળી, એક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય વડે ભેદ કરવા;
[એક સત્ના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે ભેદ કરવા;
એક વસ્તુના કર્તા-કર્મ-ક્રિયા વડે ભેદ કરવા];
એક જીવ વસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા (એવા ભેદ
કરવા);
એક દ્રવ્ય સમૂહના અસંખ્યાત કે અનંત પ્રદેશો વડે ભેદ કરવા.
[એક દ્રવ્યના અનંત ગુણ વડે ભેદ કરવા;
૧. આ વાક્યો ચિદ્વિલાસમાં નથી, આત્માવલોકનમાં છેઃ પૃ. ૨૩.
૨. આ વાક્ય હિંદી ચિદ્વિલાસમાં બે વાર છે.

Page 46 of 113
PDF/HTML Page 60 of 127
single page version

૪૬ ]
ચિદ્દવિલાસ
એક ગુણના અનંત શક્તિ વડે ભેદ કરવા].
એક દ્રવ્યના, એક પર્યાયના અનંત પરિણામ વડે ભેદ કરવા,
એક દ્રવ્ય
એક વસ્તુ ના અસ્તિ-વિધિ વડે અને અવિધિ-નાસ્તિ
વડે (ભેદ) કરવા;
એક વસ્તુના દ્રવ્ય, સત્ત્વ, (
પદાર્થ, ગુણી,) પર્યાયી; અન્વયી,
અર્થ, નિત્યએવા નામ ભેદ કરવા;
એક જીવના આત્મા, પરમાત્મા જ્ઞાની, સમ્યક્ત્વી, ચારિત્રી, સુખી,
વીર્યવાન, દર્શની, ચિદાનંદ, ચૈતન્ય, સિદ્ધ, ચિત્, દર્શન-જ્ઞાન-
ચારિત્ર, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વડે
(નામ) ભેદ કરવા; જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ
એવા (જ્ઞાનના) નામભેદ
કરવા;
સમ્યક્ત્વ, આસ્તિકાય, શ્રદ્ધાન, નિયત્, પ્રતીતિ, યત્ તત્ (જે છે
તે), એતત્ (આ) (
એવા સમ્યક્ત્વના નામભેદ કરવા);
ચારિત્ર, આચરણ, (સ્થિર), વિશ્રામ, સમાધિ, સંયમ, સમય,
એકાંતમગ્ન, સ્થગિત, અનુભવન, પ્રવર્તન
(એવા ચારિત્રના
નામભેદ કરવા);
સુખ, આનંદ, રસ
સ્વાદ, ભોગતૃપ્તિ, સંતોષ (એવા સુખના
નામભેદ કરવા); વીર્ય, બળશક્તિ, બળ, ઉપાદાન, તેજ, ઓજ
(પ્રતાપ)(એવા વીર્યના નામભેદ કરવા).
એક અશુદ્ધના વિકાર, વિભાવ, અશુદ્ધ, મળ, પરભાવ, સંસાર,
આસ્રવ, રંજભાવ, ક્ષણભંગ, ભ્રમ(એવા નામ ભેદ કરવા);
એ પ્રમાણે બીજા એક એકના નામ માત્રથી ભેદ કરવા.
એક જ્ઞાનના મતિશ્રુતઅવધિમનઃપર્યય અને કેવળપર્યાયવડે
ભેદ કરવાએ રીતે અન્ય (ગુણોમાં સમજવું); જ્ઞાન-દર્શન-ચારિત્ર
૧. આત્માવલોકન. પૃ. ૨૩.