Chidvilas (Gujarati). Samyaktvani Pradhanata; Gyan gunanu Swaroop; Darshan gunanu Swaroop; Charitranu Swaroop; Gunani Siddhi Paryayathi Thay Chhe.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 7

 

Page 7 of 113
PDF/HTML Page 21 of 127
single page version

ગુણ અધિકાર[ ૭
માટે નય (અને) પ્રમાણ (તે) યુક્તિ છે એમ જાણવું.
‘ગુણસત્તા’માં અનંત ભેદ છે તે ગુણના અનંત ભેદ છે. એક
સૂક્ષ્મગુણના અનંત પર્યાયો છે, જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ એ જ રીતે બધા
ગુણો સૂક્ષ્મ જાણવા; સૂક્ષ્મ (ગુણ)ના પર્યાયો છે.
સૂક્ષ્મગુણનો જ્ઞાનસૂક્ષ્મ
પર્યાય જ્ઞાયકતારૂપ અનંતશક્તિમય નૃત્ય કરે છે; એક જ્ઞાનનૃત્યમાં
અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે તેથી (તે અનંત ગુણનો ઘાટ)
જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના
જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંતરૂપને
ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત
ભાવને ધરે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત
પ્રભાવ છે.
આ પ્રકારે આવા ભેદો અનંત સુધી જાણવા.
એકેક ગુણ સાથે બીજા ગુણને લગાડવાથી અનંત સપ્તભંગી સાધી
શકાય છે (અર્થાત્ એક ગુણમાં બીજા ગુણની અપેક્ષા લઈને તેમાં અનંત
સપ્તભંગી ઊતરે છે). તેનું કથનઃ
(અહીં સત્તા ગુણ સાથે જ્ઞાન ગુણની
અપેક્ષા લઈને સપ્તભંગનું સ્વરૂપ વિચારે છે)ઃ
સત્તા જ્ઞાનરૂપ છે કે નથી?(૧) જો સત્તા જ્ઞાનરૂપ કહીએ તો
(જ્ઞાનગુણ સત્તાગુણના આશ્રયે ઠરે, અને એમ થતાં), ‘द्रव्याश्रया निर्गुणा
गुणा’ આ સૂત્રમાં ગુણમાં ગુણની મના કરી છે તે સૂત્ર જુઠું ઠરે છે.
(અને) (૨) જો (સત્તાને) જ્ઞાનરૂપ ન માનીએ તો (તે) જડ ઠરે છે.
તેથી સપ્તભંગ સાધીએ છીએ. તે આ પ્રમાણેઃ
(૧) કેવળ ચૈતન્યનું અસ્તિત્વ છે એમ જ્યારે કહીએ ત્યારે (સત્તા)
જ્ઞાનરૂપ છે (સ્યાત્ અસ્તિ).
વિસ્તારવર્ણન માટે જુઓ; આજ ગ્રંથકર્તાકૃત અધ્યાત્મ પંચસંગ્રહસવૈયા
ટીકાઃ પૃષ્ઠ. ૧૨.
૧. તત્ત્વાર્થસૂત્ર૪૧.

Page 8 of 113
PDF/HTML Page 22 of 127
single page version

૮ ]
ચિદ્દવિલાસ
(૨) કેવળ સત્તાલક્ષણસાપેક્ષ, અન્યગુણનિરપેક્ષ લઈએ ત્યારે (સત્તા)
જ્ઞાનરૂપ નથી. (સ્યાત્ નાસ્તિ).
(૩) બંને વિવક્ષાઓમાં (સત્તા કથંચિત્) જ્ઞાનરૂપ છે, નથી. (સ્યાત્
અસ્તિનાસ્તિ).
(૪) (સત્તાનો) અનંત મહિમા વચનગોચર નથી તેથી અવક્તવ્ય છે.
[અથવા સત્તા જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ નથી એવા બંને પ્રકાર
એકસાથે કહી શકાતા નથી માટે સ્યાત્ અવક્તવ્ય છે.] (સ્યાત્
અવક્તવ્ય).
(૫) ‘(સત્તા) જ્ઞાનરૂપ છે’ એમ કહેતાં ‘(સત્તા જ્ઞાનરૂપ) નથી’ એવા
ભંગનું કથન બાકી રહી જાય છે તેથી સત્તા જ્ઞાનરૂપ છે; પરંતુ
અવક્તવ્ય છે. (સ્યાત્ અસ્તિ અવક્તવ્ય)
(૬) ‘(સત્તા) જ્ઞાનરૂપ નથી’ એમ કહેતાં ‘(સત્તા) જ્ઞાનરૂપ છે’ એવા
ભંગનું કથન બાકી રહી જાય છે તેથી (સત્તા જ્ઞાનરૂપ નથી અને)
અવક્તવ્ય છે. (સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય)
(૭) અસ્તિનાસ્તિ બંને ભંગ એક સાથે કહી શકાતા નથી તેથી (સત્તા
જ્ઞાનરૂપ છેજ્ઞાનરૂપ નથી ને) અવક્તવ્ય છે (સ્યાત્ અસ્તિનાસ્તિ
અવક્તવ્ય).
આ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ જ્ઞાન સાથે સધાય છે.
એ જ પ્રમાણે ચૈતન્ય વડે સત્તાના સાત ભંગ દર્શન સાથે સાધવા; તથા
એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે
(સાધવા) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ
ત્યારે (સત્તામાં) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ
વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંત વાર સાત
ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે
અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે.

Page 9 of 113
PDF/HTML Page 23 of 127
single page version

ગુણ અધિકાર[ ૯
સત્તાની જગ્યાએ (ચેતન) મૂકીએ ત્યારે એક ચેતનની વિવક્ષાથી
(સાત ભંગ) સધાય છે, તે જ પ્રમાણે ચેતનાની માફક એકેક ગુણને
વિવક્ષાવડે સાધીએ ત્યારે બધા ગુણો પર્યંત અનંતાનંત (સાત ભંગ) એક
એક ગુણ સાથે સધાય છે.
એવી રીતે આ ચર્ચા સ્વરૂપની રુચિ પ્રગટે ત્યારે પામે અને કરે.
નિજ ઘરનાં નિધાન નિજપારખી જ પરખે.

Page 10 of 113
PDF/HTML Page 24 of 127
single page version

૧૦ ]
ચિદ્દવિલાસ
સમ્યક્ત્વની પ્રધાાનતા
જીવમાં ગુણો અનંત છે; તેમાં સમ્યક્ત્વ, દર્શન, જ્ઞાન, ચારિત્ર,
સુખ એ વિશેષરૂપ છેપ્રધાન છે. વસ્તુનો યથાવત્ નિશ્ચય થવો તેને
સમ્યક્ કહીએ. તે અનંત પ્રકારે છે. સમ્યક્ નિર્વિકલ્પ દર્શન (ઉપયોગ)
તેને કહીએ કે જે દેખવામાત્ર પરિણમ્યું.
સમ્યક્ સવિકલ્પ દર્શન (ઉપયોગ) તેને કહીએ કે જે સ્વજ્ઞેયભેદોને
જુદા જુદા દેખે છે ને પરજ્ઞેયભેદોને જુદા દેખે છે.
(જે) જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું તે નિર્વિકલ્પ સમ્યગ્જ્ઞાન છે.
(જે જ્ઞાન) સ્વજ્ઞેયભેદને જુદા જાણે છે ને પરજ્ઞેયભેદને જુદા
જાણે છે તેને સવિકલ્પ સમ્યગ્ જ્ઞાન કહીએ.
(જે) આચરણરૂપ પરિણમ્યું તેને નિર્વિકલ્પ સમ્યક્ચારિત્ર કહીએ.
(જે) સ્વજ્ઞેયને આચરે છે ને પરજ્ઞેયના ત્યાગને આચરે છે તેને
સવિકલ્પસમ્યક્ચારિત્ર કહીએ. ઇત્યાદિ ઘણા ભેદો છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કેઃસમ્યક્ત્વ ઉપયોગ છે કે નહિ? જો
ઉપયોગ હોય તો ઉપયોગના બાર ભેદ કેમ કહ્યા? આઠ જ્ઞાનના અને
ચાર દર્શનનાં; (તેમાં) સમ્યક્ત્વ તો ન લાવ્યા? જો સમ્યક્ત્વ ઉપયોગ
નથી તો પ્રધાન કઈ રીતે સંભવે છે?
તેનું સમાધાન આ સમ્યક્ત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે; કેમકે
૧. અહીં દર્શન અપેક્ષાએ બે ભેદ, જ્ઞાન અપેક્ષાએ બે ભેદ ને ચારિત્ર અપેક્ષાએ
બે ભેદએ રીતે સમ્યક્ત્વના છ ભેદ સમજાવ્યા છે. અને એ રીતે અનંત
ગુણોની અપેક્ષાએ સમ્યક્ત્વના અનંત ભેદ પડે છે, તેથી અહીં સમ્યક્ત્વને
અનંત પ્રકારે કહ્યું છે, એમ સમજવું.

Page 11 of 113
PDF/HTML Page 25 of 127
single page version

સમ્યક્ત્વની પ્રધાનતા[ ૧૧
સર્વ ગુણો સમ્યક્ આનાથી છે, સર્વ ગુણોનું અસ્તિત્વપણું આનાથી છે,
સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ
સમ્યક્ત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ
અનુભવ સ્વરૂપ સમ્યક્ છે.
જ્ઞાન જાણવામાત્ર પરિણમ્યું (તે) નિર્વિકલ્પ સમ્યગ્ જ્ઞાન છે. જ્ઞાન
જ્ઞેયોને જાણે છે તે અસદ્ભૂતઉપચરિતનયથી છે.
દર્શન દેખવારૂપ પરિણમ્યું. (તેને). નિર્વિકલ્પ સમ્યક્ દર્શન કહીએ
(દર્શન) સ્વજ્ઞેયને જુદાં દેખે છે ને પરજ્ઞેયને જુદાં દેખે છે, તે ભેદ
વ્યવહારથી [છે] એમ કહીએ. અસદ્ભૂત ઉપચરિતનયથી [દર્શન] પરને
દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક્ થયાં તે સમ્યક્ (ત્વ)
ગુણથી સમ્યક્ થયાં એ રીતે અનંત [ગુણો] સમ્યક્ થયા તે સમ્યક્
ગુણની પ્રધાનતાથી થયા.
શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી આ જીવ અનાદિથી કેવલજ્ઞાનાદિ અનંત
ગુણોને ધારણ કરે છે, પરંતુ જ્યાં સુધી સમ્યક્ ન પ્રગટ્યું ત્યાં સુધી
[તે ગુણો] અશુદ્ધ રહ્યા. [સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ] કાળલબ્ધિ *પામીને
જ્યારે સમ્યક્ત્વ થયું ત્યારે સમ્યક્ની શુદ્ધતાથી તે ગુણો વિમળ થયા;
તેથી પ્રથમ સમ્યક્ત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ
ભગવાનના ગુણોમાં પણ પ્રથમ સમ્યક્ત્વ જ કહ્યું; તેથી સમ્યક્ત્વ પ્રધાન
છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું હોય ત્યાં
‘સમ્યક્ત્વ’ સમજવું અને જ્યાં ‘દર્શન’ કહ્યું હોય ત્યાં ‘દેખવારૂપ દર્શન’
સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યક્ત્વ છે તે પ્રધાન છે.
*જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશકમોક્ષ સાધનમાં પુરુષાર્થની મુખ્યતા, પૃ. ૩૧૧

Page 12 of 113
PDF/HTML Page 26 of 127
single page version

૧૨ ]
ચિદ્દવિલાસ
જ્ઞાનગુણનું સ્વરુપ
હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે
નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે પરજ્ઞેયોને જાણવામાં, જ્ઞાન
નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય
તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી
નિશ્ચયથી તો ન જાણે, ઉપચારથી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને]?
જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ[પણું] જૂઠું થાય, તે ન બને.
તેનું સમાધાાન :જેમ અરીસામાં ઘડોવસ્ત્ર વગેરે દેખાય છે,
ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [ તેમ જ્ઞાન] જ્ઞેયોને પ્રત્યક્ષ
દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં
સ્વ
પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપપ્રકાશનમાં નિશ્ચળ
વ્યાપ્યવ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે,
પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [અર્થાત્ પરને જાણતાં જ્ઞાન પર સાથે
એકમેક થતું નથી], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી
એ વાત વિશેષ લખીએ છીએઃ
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે જ્ઞેયોનું જાણપણું છે તે
જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે પરંતુ એમ તો
નથી, કેમકે જ્ઞાન વિષે એવી સ્વપરપ્રકાશકતા પોતાના સહજ ભાવથી
છે, તે અશુદ્ધભાવ નથી. અરૂપી આત્મપ્રદેશોનો પ્રકાશ લોકઅલોકના
આકારરૂપ થઈને મેચક ઉપયોગ [અનેકાકાર ઉપયોગ] થયો છે. આ
"
૧. જુઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉપર જયસેનાચાર્યની ટીકામાં
પૃ. ૪૬૬૪૬૭.
૨. જુઓ, સમયસાર કલશ૨૫૧;

Page 13 of 113
PDF/HTML Page 27 of 127
single page version

જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૩
સંબંધમાં કહ્યું છે કે नीरुपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोग-
लक्षणा स्वच्छत्वशक्तिः’ [અર્થાત્ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન
લોકાલોકના આકારોથી મેચક [અર્થાત્ અનેક આકારરૂપ] એવો ઉપયોગ
જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે
].
તે જ સ્વચ્છ[ત્વ] શક્તિ છે, જેમ અરીસામાં જો ઘટપટ દેખાય
તો નિર્મળ છે; અને જો ન દેખાય તો મલિન છે, તેમ જ જ્ઞાનમાં જો
સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના
દ્રવ્ય
પ્રદેશવડે તો જ્ઞેયમાં જતું નથીજ્ઞેયમાં તન્મય થતું નથી. જો એ
પ્રમાણે તન્મય થઈ જાય તો જ્ઞેયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ
જાય.
માટે દ્રવ્યથી [જ્ઞાનને] જ્ઞેય વ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ [એવી]
સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે શક્તિની પર્યાયોવડે જ્ઞેયોને જાણે છે.
વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાત્ર છે; તે સંબંધમાં ચાર પ્રશ્નો ઉપજે છે,
[૧] એક તો પ્રશ્ન એ કે જ્ઞાન જ્ઞેયના અવલંબને છે કે પોતાના
અવલંબને છે?
[૨] બીજો પ્રશ્ન એમ કે જ્ઞાન એક છે કે અનેક છે?
[૩] ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ
છે?
[૪] ચોથો પ્રશ્ન એવો છે કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે?
તેનું સમાધાન આ પ્રમાણે છેઃ
[૧] જે જેટલી વસ્તુ છે તેટલી દ્રવ્યપર્યાયરૂપ [છે], જ્ઞાન પણ
૧. ગુજરાતી સમયસાર પૃ. ૫૦૪;
૨. સમયસાર કલશ. ૨૫૫
૩. સમયસાર કલશ ટીકા પૃ. ૨૮૨ તથા સમયસાર ગુજરાતી પૃ. ૪૮૮ થી
૫૦૦.

Page 14 of 113
PDF/HTML Page 28 of 127
single page version

૧૪ ]
ચિદ્દવિલાસ
દ્રવ્યપર્યાયરૂપ છે; દ્રવ્યરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ, પર્યાય માત્ર
સ્વજ્ઞેયપરજ્ઞેયને જાણે છે. જ્ઞેયના પર્યાય વડે જ્ઞાનનું પર્યાયરૂપ થવા વડે
જ્ઞાન જ્ઞેયોના અવલંબને છે. [જે જ્ઞેયોને જાણવારૂપ પરિણતિ છે તે
જ્ઞાનનો પર્યાય છે, તેથી જ્ઞાનનો પર્યાય કહેતાં જ્ઞાન જ્ઞેયના અવલંબને
છે એમ કહેવામાં આવે છે.] અને વસ્તુમાત્ર [કહેતાં] પોતાના અવલંબને
છે.
[૨] જ્ઞાનને પર્યાય માત્ર કહેતાં અનેક છે, વસ્તુમાત્ર [કહેતાં] એક
છે.
[૩] જ્ઞાન પર્યાયમાત્ર [કહેતાં] નાસ્તિ છે, વસ્તુમાત્ર [કહેતાં]
અસ્તિ છે.
[૪] [જ્ઞાન] પર્યાયમાત્ર [કહેતાં] અનિત્ય છે, વસ્તુમાત્ર [કહેતાં]
નિત્ય છે.
આ પ્રમાણે સમાધાન કરવું તે સ્યાદ્વાદ છે, અને એ જ પ્રમાણે
વસ્તુનું સ્વરૂપ છે.
જ્ઞાન વસ્તુ પોતાના અસ્તિત્વપણાથી ચાર ભેદવાળી છે. જ્ઞાનમાત્ર
જીવ સ્વદ્રવ્યપણે અસ્તિ, સ્વક્ષેત્રપણે અસ્તિ, સ્વકાળપણે અસ્તિ અને
સ્વભાવપણે અસ્તિ [છે], [તે] પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ,
પરકાળપણે નાસ્તિ ને પરભાવપણે નાસ્તિ [છે]. જ્ઞાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવ જ્ઞેયમાં નથી. જ્ઞેયનાં [ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ] જ્ઞાનમાં નથી. જ્ઞાનના
પોતાના નિજ લક્ષણની અપેક્ષાવડે [અને] અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા
વડે જ્ઞાનની સંજ્ઞા
સંખ્યા
લક્ષણપ્રયોજનતા જ્ઞાનમાં છે, અન્યની નથી.
અન્ય ગુણોની સંજ્ઞાસંખ્યાલક્ષણપ્રયોજનતા અન્ય ગુણોમાં છે.
(વળી ) તેમાં કોઈ એક વિશેષ ભેદ લખીએ છીએ, તે વિશેષ
જ્ઞાનથી વિશેષ સુખ છે, જ્ઞાન [અને] આનંદનું સામીપ્યપણું છે.
તેથી જ્ઞાનવિષે સાત ભેદ છે, તે આ પ્રમાણેઃનામ,

Page 15 of 113
PDF/HTML Page 29 of 127
single page version

જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૫
લક્ષણ, ૩ક્ષેત્ર, ૪કાળ, ૫સંખ્યા, ૬સ્થાનસ્વરૂપ અને ૭ફળ
એ સાત ભેદ કહીએ છીએઃ
૧. નામ‘જ્ઞાન’ એવું નામ શા માટે કહેવું? [ તે કહે છે.]
‘ज्ञानोति ज्ञानं [અર્થાત્ જે જાણે છે તે જ્ઞાન છે]’ એના વડે જાણવામાં
આવે છે તેથી જ્ઞાન કહીએ; જે [પોતે] જાણે છે [અથવા] જેના વડે
જીવ જાણે છે, તેથી [તેનું] ‘જ્ઞાન’ નામ છે.
૨. લક્ષણજ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વ
પર પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ [કે] જો [જ્ઞાન], કેવળ
સ્વસંવેદજ [અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વ
પર પ્રકાશક
નથી તો મહા દૂષણ થાય; સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની
સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું
નથી. માટે સ્વ
પર પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ
સંદેહ નથી.
[પ્રશ્ન :] જ્ઞાન અનંત ગુણોને જાણે છે, એક દર્શનને પણ તે
જાણે છે, દર્શનમાત્રને જાણતું હોવાથી [તે] એકદેશ જ્ઞાન છે કે સર્વદેશ
જ્ઞાન છે? [૧] [માત્ર દર્શનને જાણનારા જ્ઞાનને] જો સર્વદેશ કહો તો
તે સર્વદેશ સંભવતું નથી [કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન
રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [અને જો તે જ્ઞાનને] એકદેશ
અંશકલ્પના છે, [એમ કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
તેનું સમાધાાન :દર્શનમાં સર્વદર્શિત્વ શક્તિ છે, તેથી તેને
જાણતાં સર્વ જાણ્યું,એક તો આ ન્યાય છે. [વળી] યુગપત્ સર્વ ગુણોને
જાણતાં તેમાં દર્શનને પણ જાણ્યું, યુગપત્ જાણવામાં વિકલ્પ નથી. એક
જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક
આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ
પ્રદેશમાં અનંત ગુણ [અને] ગુણ
૧. ગુજ૦ સમયસાર પૃ. ૫૦૪;

Page 16 of 113
PDF/HTML Page 30 of 127
single page version

૧૬ ]
ચિદ્દવિલાસ
ગુણમાં અસંખ્ય પ્રદેશ. તે એક પ્રદેશ નિરાવરણ થતાં સર્વ પ્રદેશો
નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને
જાણે,
એમ આગમમાં કહ્યું છે; [તેથી] નિરાવરણ એક દર્શનને
જાણવામાં સર્વદેશ જ્ઞાન સિદ્ધ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેદર્શન નિરાકાર છે, તેને જાણવાથી
જ્ઞાન પણ નિરાકાર થયું?
તેનું સમાધાાન :દર્શન ગુણ દેખવામાત્ર લક્ષણને ધારણ કરે છે;
અને સર્વદર્શિત્વ શક્તિને ધારણ કરે છે એ દર્શનનું વિશેષ છે; તેને
(જ્ઞાન) જાણે છે. (તેથી દર્શનને જાણનારું જ્ઞાન નિરાકાર નથી)
એક
તો આ સમાધાન છે. બીજું વિશેષ એ છે કે જ્ઞાનની સર્વજ્ઞ શક્તિમાં
સર્વને જાણતાં દર્શન પણ આવ્યું; બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં
દર્શન પણ આવી ગયું, પણ તે જ્ઞાન તે રૂપ (થયું)
એમ ન કહીએ
(અર્થાત્ અનંત ગુણો સાથે દર્શનને જાણવા છતાં જ્ઞાન તે દર્શનરૂપે થઈ
જતું નથી) જ્ઞાનની શક્તિ યુગપત્
બધાને એક સાથેજાણવાની છે તેથી
(જ્ઞાનને) જુદું વિશેષણ (ગુણ) લેવું. જેમ પાંચ રસ જેમાં ગર્ભિત છે
એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે
મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જુદા
દર્શન-ગુણ)ની કલ્પના કરવાનું બનતું નથી
એમ જાણવું.
જ્ઞાન પોતાના સત્પણાથી સત્તારૂપ છે, જ્ઞાન પોતાના સૂક્ષ્મત્વથી
સૂક્ષ્મરૂપ છે, જ્ઞાન પોતાના વીર્યથી અનંત બળરૂપ છે, જ્ઞાન પોતાના
અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે
એ પ્રમાણે અનંત ગુણોનાં લક્ષણ
જ્ઞાનમાં આવે છે. જ્ઞાન ત્રિકાળવર્તી સર્વને એક સમયમાં યુગપત્ જાણે છે.
ત્યાં, આ પ્રશ્ન ઊઠે છે કેઆત્માને ભવિષ્યકાળના સમય-
સમયમાં જે પરિણામદ્વારા જે સુખ થશે તે તો જ્ઞાનમાં આવી પ્રતિભાસ્યું,
૧. પ્રવચનસાર ગા. ૪૮૪૯.

Page 17 of 113
PDF/HTML Page 31 of 127
single page version

જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૭
(તો પછી) સ્વસંવેદન પરિણતિનું સુખ સમયે સમયે નવું નવું કહેવાનું
કઈ રીતે રહ્યું?
તેનું સમાધાાન :જ્ઞાનભાવમાં ભવિષ્યકાળ થતાં જે પરિણામ
વ્યક્ત થશે ત્યારે તે સુખ વ્યક્ત થશે. અહીં (વર્તમાનમાં) વ્યક્ત પરિણામ
થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર
પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય
માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત
સુખ થાય. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી,
તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય
છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત્ છે, તે ઉપયોગ પોત પોતાના લક્ષણને
ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અને) જ્ઞાનનું સુખ
યુગપત્ છે. જ્ઞાનની અન્વય અને યુગપત્રૂપ શક્તિ છે, તેના પર્યાયની
વ્યતિરેકરૂપ શક્તિ (છે, તે) વ્યાપકરૂપ થઈને અન્વયરૂપ થાય છે*.
અન્વય યુગપત્ છે એકેક સમયના પરિણામદ્વારમાં આવે છે, તેને
પરિણમેલું જ્ઞન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક
શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક-બીજારૂપ થાય
છે (અર્થાત્ તે બંને અવિનાભાવીરૂપ છે,) તેથી (જ્ઞાનનું) પરમ લક્ષણ
જે વેદકતા, તેમાં (તે બંને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે);
પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને)
દ્રવ્ય-ગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો
સધાય છે. (અહીં) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો
બીજો વિસ્તાર છે.
(પૂર્વે જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમાંથી નામ અને લક્ષણ
એ બે ભેદનું વિવેચન અહીં પૂરું થયું. હવે ત્રીજા ભેદનું વિવેચન કરે
છે.)
જુઓ ગુજ૦ પ્રવચનસાર ગા. ૧૧૧ ટીકા પૃ. ૧૯૨.

Page 18 of 113
PDF/HTML Page 32 of 127
single page version

૧૮ ]
ચિદ્દવિલાસ
હવે જ્ઞાનનું ક્ષેત્ર કહીએ છીએ.
૩. ક્ષેત્ર(જ્ઞાનનું ક્ષેત્ર) અસંખ્યાત પ્રદેશ ભેદ વિવક્ષામાં કહીએ.
અને અભેદમાં જાણનમાત્ર વસ્તુનું સત્ત્વ (જેટલામાં છે તેટલું) ક્ષેત્ર છે.
૪. કાળજેટલી જ્ઞાનની મર્યાદા છે તેટલો જ્ઞાનનો કાળ છે.
(સામાન્ય અપેક્ષાએ જ્ઞાનનો કાળ અનાદિ અનંત છે અને વિશેષ
અપેક્ષાએ જ્ઞાનનો કાળ એક સમય છે.)
૫. સંખ્યાજ્ઞાન માત્ર વસ્તુ સામાન્યતાથી એક છે (અને)
પર્યાયથી અનંત છે, શક્તિ અનંત છે. ભેદ કલ્પનામાં દર્શનને જાણે તે
‘દર્શનનું જ્ઞાન’ (એવું) નામ પામે, સત્તાને જાણે તે ‘સત્તાનું જ્ઞાન’ (એવું)
નામ પામે; તેથી કલ્પના કરતાં ભેદ સંખ્યા છે. નિર્વિકલ્પ અવસ્થામાં
એક છે. આ સંખ્યા જો પ્રદેશમાં ગણીએ તો જ્ઞાનના અસંખ્યાત પ્રદેશો
છે.
૬. સ્થાનસ્વરુપજ્ઞાનમાત્ર વસ્તુનું સ્થાનક જ્ઞાનમાત્ર વસ્તુમાં છે
તેથી (જ્ઞાન) જ્ઞાનસ્વરૂપ પોતાના સ્થાનકમાં છે, તે જ સ્થાનસ્વરૂપ
કહીએ. (જે જ્ઞાન,) દર્શનને જાણે તે દર્શનને જાણવાનું સ્થાનસ્વરૂપ
દર્શનનું જ્ઞાન છે
એવી ભેદ કલ્પના ઊઠે છે, જ્ઞાતા જાણે છે.
૭. ફળજ્ઞાનનું ફળ છે તે જ્ઞાન છે, એક તો એમ છે, કેમકે
એકનું ફળ બીજું ન હોય, (કોઈ ગુણ) નિજલક્ષણને ન તજે, ગુણમાં
ગુણ હોય નહિ, માટે (જ્ઞાનનું) નિર્વિકલ્પ નિજલક્ષણ ફળ છે. જેમ પોતે
પોતાને સંપ્રદાન કરે તેમ (જ્ઞાનનું) પોતાનું ફળ સ્વભાવપ્રકાશ છે. બીજું,
જ્ઞાનનું ફળ
સુખ કહીએ. બારમા ગુણસ્થાને મોહ ગયો, પણ અનંત
પ્રવચનસાર ગા. ૫૪ હેડિંગ તથા ગા. ૫૯-૬૦-૬૧
ज्ञान समान न आन जगत में सुखको कारण
यह परमामृत जन्मजरामृतु-रोग-निवारण ।।
છહઢાળાઃ ૪

Page 19 of 113
PDF/HTML Page 33 of 127
single page version

જ્ઞાનગુણનું સ્વરૂપ[ ૧૯
સુખ (એવું) નામ જ્ઞાન અનંત થવાથી તેરમા (ગુણસ્થાનક)માં પામ્યું;
તેથી જ્ઞાનની સાથે આનંદ છે તે જ્ઞાનનું ફળ છે.
આ સંબંધમાં કહ્યું છે
કે ‘नास्ति ज्ञानसमं सुखम् । (અર્થાત્ જ્ઞાન સમાન સુખ નથી).’
(અહીં જેમ જ્ઞાનમાં નામ, લક્ષણાદિ સાત ભેદ ઉતાર્યા તેમ) એ
સાતે ભેદો દર્શનમાં લગાડવા, વીર્યમાં (પણ) લાગે. અનંતગુણોમાં (પણ)
તે સાતે ભેદ જાણો.
આ રીતે જ્ઞાનનું (સ્વરૂપ) અને તેના ભેદ સંક્ષેપમાત્રથી કહ્યા.

Page 20 of 113
PDF/HTML Page 34 of 127
single page version

૨૦ ]
ચિદ્દવિલાસ
દર્શનગુણનું સ્વરુપ
હવે દર્શનના ભેદ કહીએ છીએઃ
જે દેખે છે તે દર્શન છે અથવા જેના વડે જીવ દેખે છે તેને દર્શન
કહીએ. નિરાકાર ઉપયોગરૂપ દ્રશિ (દર્શન) શક્તિ છે. આ સંબંધમાં
જિનાગમમાં એમ કહ્યું છે કે ‘निराकारं दर्शनं, साकारं ज्ञानं (એટલે કે
દર્શન નિરાકાર છે અને જ્ઞાન સાકાર છે અર્થાત્ દર્શનનો વિષય નિરાકાર
છે અને જ્ઞાનનો વિષય સાકાર છે.) જો દર્શન ગુણ ન હોય તો વસ્તુ
અદ્રશ્ય થતાં સર્વ વસ્તુઓનું જ્ઞાન જ ન થાય અને એમ થતાં જ્ઞેયોનો
અભાવ ઠરે, માટે દર્શન પ્રધાન ગુણ છે.
‘सामान्यं दर्शनं विशेषं ज्ञानं’ [દર્શન સામાન્ય છે અને જ્ઞાન વિશેષ
છે અર્થાત્ દર્શનનો વિષય સામાન્ય છે ને જ્ઞાનનો વિષય વિશેષ છે]
એમ (આગમમાં) કહ્યું છે. કોઈ એક વક્તાએ ‘સિદ્ધસ્તોત્ર’ની ટીકા કરી
છે તેણે તથા બીજાએ પણ એમ કહ્યું છે કે સામાન્ય શબ્દનો અર્થ આત્મા
કહ્યો છે, [તેથી] આત્માનું અવલોકન તે દર્શન છે અને સ્વ
પરનું
અવલોકન તે જ્ઞાન છે. [પરંતુ] એમ કહેવાથી એક ગુણ જ ઠરે [કેમકે]
જે દર્શન આત્મ-અવલોકનમાં હતું તે જ પરઅવલોકનમાં આવ્યું;
આવરણ બે ન હોય. પરંતુ આ કથન તો નિઃસંદેહ છે કે જ્ઞાનાવરણ
અને દર્શનાવરણ એ બે જતાં સિદ્ધ ભગવાનને (કેવળજ્ઞાન અને
કેવળદર્શન) એવા બે ગુણો પ્રગટે છે.
[વળી જો] આત્માનું અવલોકન જ દર્શન હોય તો સર્વદર્શિત્વ
૧. જુઓ સમયસાર ગુજરાતી પૃ. ૫૦૩

Page 21 of 113
PDF/HTML Page 35 of 127
single page version

દર્શન ગુણનું સ્વરૂપ[ ૨૧
શક્તિનો અભાવ થાય (પરંતુ આગમમાં) તે સર્વદર્શિત્વ શક્તિ કહી છે.
સિદ્ધાંતનું એવું વચન છે કે
‘विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी
सर्वदर्शित्वशक्तिः’ [સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્
સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમેલા
એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ] આમ સમયસારના ઉપન્યાસ
[
પરિશિષ્ટ]માં કહ્યું છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કેદર્શનને નિરાકાર કહ્યું [પરંતુ]
સર્વદર્શિત્વ શક્તિમાં તો સર્વજ્ઞેયોને દેખવાથી [તે] નિરાકાર ન રહ્યું?
તેનું સમાધાનગોમ્મટસારજી (જીવકાંડ)માં કહ્યું છે કેઃ
भावाणं सामण्णविसेसयाणं सरूवमेत्तं जं
वण्णणहीणग्गहणं जीवेण य दंसणं होदि ।।४८३।।
[અર્થ :જીવદ્વારા જે સામાન્યવિશેષાત્મક પદાર્થોની સ્વપરસત્તાનું
નિર્વિકલ્પરૂપે અવભાસન થાય છે તેને દર્શન કહે છે.]
ટીકા :‘‘भावानां सामान्यविशेषात्मकपदार्थानां यत्स्वरूपमात्र
विकल्परहितं यथा भवति तथा जीवेन सह स्वपरसत्तावभासनं तद्दर्शन भवति ।
पश्यति दृश्यते अनेन दर्शनमात्र वा दर्शनं’’
આ કથનમાં, સામાન્ય વિશેષમય સર્વ પદાર્થોનું સ્વરૂપ માત્ર,
વિકલ્પરહિત, જીવ સહિત સ્વ-પરનું ભાસવું (તેને) દર્શન કહીએ. આ
કથનમાં, બન્ને સિદ્ધ થયા. નિરાકાર તો વિકલ્પરહિત સ્વરૂપમાત્રના
ગ્રહણમાં સિદ્ધ થયું. સર્વદર્શી(ત્વ) સર્વ પદાર્થના ગ્રહણમાં સિદ્ધ થયું;
તેથી આ કથન પ્રમાણ છે.
આ કથનમાં આ વિવક્ષા લેવી કે પોતાનું સ્વરૂપમાત્ર (તે) સ્વ
લેવું, તે જ સામાન્ય થયું માટે એ લેવું, અને ગુણપર્યાયના ભેદરૂપ પર
કહેતાં નિર્વિકલ્પ સ્વરૂપથી બીજો ભેદ તે જ વિશેષ થયું આવું સામાન્ય
૧. ગુજ૦ સમયસાર પૃ. ૫૦૪

Page 22 of 113
PDF/HTML Page 36 of 127
single page version

૨૨ ]
ચિદ્દવિલાસ
વિશેષ(પણું) સર્વ ભાવોમાં (બધા પદાર્થોમાં) છે. તદાત્મક (સામાન્ય
વિશેષાત્મક) વસ્તુના નિર્વિકલ્પ સ્વરૂપ માત્રનું અવભાસન (તેને) દર્શન
કહીએ.
(પૂર્વે જેમ જ્ઞાન વિષે સાત ભેદ કહ્યા હતા તેમ) દર્શન વિષે પણ
સાત ભેદ છે, તે કહીએ છીએઃ
(૧) (નામ) દર્શન એવું નામ, દેખવાથી પડયું તેથી (દર્શન)
તે નામ છે.
(૨) (લક્ષણ) દેખવામાત્ર લક્ષણ છે.
(૩) (ક્ષેત્ર) અસંખ્યાત પ્રદેશમાં ક્ષેત્ર છે.
(૪) (કાળ) દર્શનની સ્થિતિની મર્યાદાને કાળ કહીએ.
(૫) (સંખ્યા) વસ્તુરૂપે એક છે, શક્તિ (અને) પર્યાયે અનેક
છે. તે સંખ્યા છે.
(૬) (સ્થાન સ્વરુપ) (દર્શન) વસ્તુ પોતાના સ્થાનમાં પોતાના
સ્વરૂપને ધારીને રહે છે તે સ્થાનસ્વરૂપ છે.
(૭) (ફળ) આનંદ (તેનું) ફળ છે, (અથવા) વસ્તુ ભાવવડે
આ દર્શનનો શુદ્ધ પ્રકાશ તે જ (તેનું) ફળ છે. વિવક્ષાઓ અનેક છે તે
પ્રમાણ છે.
આ રીતે દર્શનનું સંક્ષેપમાત્ર કથન કહ્યું.

Page 23 of 113
PDF/HTML Page 37 of 127
single page version

[ ૨૩ ]
ચારિત્રનું સ્વરુપ
હવે ચારિત્રનું કથન કહીએ છીએઃ
આચરણનું નામ ચારિત્ર છે. (જે) આચરે અથવા જેના વડે
આચરણ કરવામાં આવે તેને ચારિત્ર કહીએ. ચારિત્ર પરિણામવડે વસ્તુને
આચરીએ તે ચારિત્ર (છે). ચરણ માત્ર ચારિત્ર છે, આ નિર્વિકલ્પ છે;
નિજાચરણ જ છે, પરનો ત્યાગ છે એ પણ ચારિત્રનો ભેદ છે. દ્રવ્ય
વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને દ્રવ્યાચરણ કહીએ; ગુણ વિષે સ્થિરતા-
વિશ્રામ-આચરણને ગુણાચરણ કહીએ તેનું વિશેષ કથન કહીએ છીએઃ
સત્તાગુણ વિષે પરિણામની સ્થિરતા (તે) સત્તાનું ચારિત્ર છે.
કોઈ પ્રશ્ન કરે કે સ્થિર (તો) અવિનાશીનું નામ છે. પરિણામની
પ્રવૃત્તિ સ્વરૂપમાં આવે તે ચારિત્ર છે, પરિણામ સમય સ્થાયી છે, તો
(સ્થિરપણું) કઈ રીતે બને?
તેનું સમાધાાન :જ્ઞાન દર્શન સ્વરૂપમાં સ્થિરતારૂપે સ્થિતિએવી
સ્થિરતાનું નામ પણ ચારિત્ર છે. એ ચારિત્ર પરિણામની પ્રવૃત્તિ સ્વરૂપમાં
થતાં જ્ઞાન-દર્શનની સ્થિતિ સ્વરૂપમાં થાય છે. પરિણામ વસ્તુને વેદીને
સ્વરૂપમાં ઊઠે છે ત્યાં સ્વરૂપનો લાભ થાય છે, પછી તે જ (પરિણામ)
વસ્તુમાં લીન થાય છે, ઉત્તર
પરિણામનું કારણ છે. વસ્તુનોદ્રવ્ય
ગુણનોઆસ્વાદ લઈને (પરિણામ) વસ્તુમાં લીન થયા ત્યારે વસ્તુનું
સર્વસ્વ એનાથી પ્રગટ થયું, વ્યાપકપણાથી વસ્તુના સર્વસ્વની મૂળ
સ્થિતિનો નિવાસ વસ્તુ થઈ. તે પણ પરિણામની લીનતામાં જણાઈ ગયું.
તેથી જ્ઞાનદર્શનની શુદ્ધતા પરિણામની શુદ્ધતાથી છે. જેમકે

Page 24 of 113
PDF/HTML Page 38 of 127
single page version

૨૪ ]
ચિદ્દવિલાસ
અભવ્યનાં દર્શનજ્ઞાન નિશ્ચયથી સિદ્ધસમાન છે, (પરંતુ) તેના પરિણામ
કદી સુલટા થતા નથી તેથી તેના દર્શન-જ્ઞાન સદા અશુદ્ધ રહે છે;
ભવ્યના પરિણામ શુદ્ધ થાય છે તેથી તેના દર્શન-જ્ઞાન પણ શુદ્ધ થાય
છે. આ ન્યાયે પરિણામની નિજવૃત્તિ થતાં સ્વભાવગુણરૂપ વસ્તુમાં
ઉપયોગની સ્થિરતા તે ચારિત્ર છે.
(પરિણામ) દ્રવ્યને દ્રવે છે, પરિણામમાં દ્રવત્વ શક્તિ છે તે (દ્રવ્ય-
ગુણને) દ્રવે છે. દ્રવ્યમાં દ્રવત્વ શક્તિ છે (તેથી) તે ગુણપર્યાયોને દ્રવે
છે. અને ગુણમાં દ્રવત્વ શક્તિ છે (તેથી) તે દ્રવ્યપર્યાયોને દ્રવે છે.
આ દ્રવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે. પરિણામ ગુણમાં દ્રવીને વ્યાપે
ત્યારે ગુણદ્વારા પરિણતિ થઈ (અને) તે વખતે ગુણ પોતાના લક્ષણથી
પ્રકાશરૂપ થયો. (પરિણામ દ્રવ્યમાં દ્રવીને વ્યાપે ત્યારે) દ્રવ્યરૂપ પરિણતિ
થઈ (અને) તે વખતે દ્રવ્યનું લક્ષણ પ્રગટ થયું; માટે પરિણામ વિના
દ્રવતા (
દ્રવવાપણું) હોય નહિ, દ્રવ્યા વિના વ્યાપકતા હોય નહિ; તેથી
વ્યાપકતા વિના દ્રવ્યનો પ્રવેશ ગુણ-પર્યાયમાં થાય નહિ; તેથી (દ્રવ્ય-ગુણ-
પર્યાયની) અન્યોન્ય સિદ્ધિ થાય નહિ, માટે અન્યોન્ય સિદ્ધિનું નિમિત્ત
પરિણામ સર્વસ્વ છે.
પરિણામવડે આત્મામાં જ્ઞાન-દર્શનની સ્થિતિ થઈ તે ચારિત્ર છે;
વેદકતાવિશ્રામ, સ્વરૂપમાં થયો તે વિશ્રામરૂપ ચારિત્ર છે. (તે ચારિત્ર)
વસ્તુનાગુણના સ્વરૂપને આચરણવડે પ્રકટ કરે છે, તેથી આચરણરૂપ
ચારિત્ર છે. ચારિત્ર સર્વસ્વ ગુણદ્રવ્યનું છે. સત્તાના અનંત ભેદ છે.
અનંત ગુણના અનંત સત્ત્વ થયાં, જ્ઞાનનું સત્ત્વ, દર્શનનું સત્ત્વએ પ્રમાણે
(અનંત ગુણોનું) સત્ત્વ જાણો, તે અનંત સત્ત્વનું આચરણવિશ્રામ,
સ્થિરતાભાવ ચારિત્રે કર્યા.
અહીં પ્રશ્ન થાય છે કેજ્ઞાનનું ચારિત્ર એકદેશ છે કે સર્વદેશ?
તેનું સમાધાાન :જ્ઞાન એક ગુણ છે, પરંતુ જ્ઞાન વિષે સમસ્ત ગુણોને
જાણે (એવી) સર્વજ્ઞ જ્ઞાનશક્તિ જ્ઞાનમાં છે, તેથી જ્ઞાનના આચરણથી

Page 25 of 113
PDF/HTML Page 39 of 127
single page version

ચારિત્રનું સ્વરૂપ[ ૨૫
સર્વનું આચરણ છે. જ્ઞાનને વેદ્યુ ત્યાં બધા ગુણોને વેદ્યા. આ જ્ઞાન
વિશ્રામ થયો. જ્ઞાનની સ્થિરતા થઈ, (અને) સર્વ ગુણની સ્થિરતા જ્ઞાનની
સ્થિરતામાં આવી, તેથી સર્વચારિત્ર આવ્યું. એ જ પ્રમાણે દર્શનનું ચારિત્ર
તેમ જ સર્વ ગુણના ચારિત્રના ભેદ જાણો.

Page 26 of 113
PDF/HTML Page 40 of 127
single page version

૨૬ ]
ચિદ્દવિલાસ
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે
જ્ઞાનનું લક્ષણ જાણપણું છે; જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે.
અહીં પ્રશ્ન થાય છે કેજ્ઞાનની સિદ્ધિ જાણપણાથી છે કે પરિણમનથી
છે? તેનું સમાધાનજાણપણા વિના તો જ્ઞાનનો અભાવ થાય, (અને)
પરિણમન વિના જાણપણું હોય નહિ. જાણપણું ગુણ છે, પરિણમવું તે
પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહિ અને ગુણ વિના પર્યાય હોય
નહિ, પર્યાયવડે ગુણ છે, અવિનાભાવી છે.
ત્યાં ફરી પ્રશ્ન ઉપજે છે કેપર્યાય ક્રમવર્તી છે અને ગુણ યુગપત્
છે, તો કર્મવર્તીથી યુગપત્ ગુણની સિદ્ધિ કઈ રીતે થાય છે? તેનું
સમાધાન
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છેતે કહીએ છીએઃ
અગુરુલઘુગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી; એ જ પ્રમાણે સર્વ
(ગુણોમાં) જાણો. અગુરુલઘુગુણનો વિકાર (પરિણમન) તે ષટ્ગુણી
વૃદ્ધિ
હાનિ છે. જો ષટ્ગુણી વૃદ્ધિહાનિ ન હોય તો અગુરુલઘુ ન
હોય! જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ (ગુણ) ન હોય.
જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ તે સૂક્ષ્મ(ગુણ)ના પર્યાય છે. તેથી પર્યાય સાધક
છે, ગુણ સિદ્ધિ (સાધ્ય) છે.
ષટ્ગુણી વૃદ્ધિહાનિનું સ્વરૂપ શું છે? એવો પ્રશ્ન થયો. તેનું
સમાધાાન :સિદ્ધ ભગવાન છે તેમને વિષે ષટ્ગુણી વૃદ્ધિહાનિનું
સ્વરૂપ કહીએ છીએઃ
અહીં માત્ર દ્રષ્ટાંતરૂપ કથન છે, અગુરુલઘુગુણનું સૂક્ષ્મ પરિણમન તો
આગમગમ્ય છે, વચન અગોચર છે. જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૮૯