Chidvilas (Gujarati). Chidvilas: ,; Avrutti; Prakashkiy Nivedan (Dvitiy Avrutti); Prakashkiy Nivedan (Trutiy Avrutti); Bhoomika; Atmano Sarvagnya Swabhav; Kramabaddha Paryayanu Yatharth Gyan; Vyavahar Tatha Nishchay; Samyagdarshan Etale Niyat; Samyktvagunani Pradhanata; Samyktvani Chha Bhavana; Vishayanukramanika; Manglacharan; Dravya Adhikar; Guna Adhikar.

Next Page >


Combined PDF/HTML Page 1 of 7

 


Page -12 of 113
PDF/HTML Page 2 of 127
single page version

background image
શાહ દીપચંદજી કાશલીવાલ રચિત
ચિદ્દવિલાસ
(ગુજરાતી અનુવાદ)
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ નં. ૪૬

Page -11 of 113
PDF/HTML Page 3 of 127
single page version

background image
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા ૨૨=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા ૨૦=૦૦
થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ.
શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
PH (02846) 244081
ચિદ્દવિલાસ (ગુજરાતી)ના


સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા

માતુશ્રી સ્વ. સમરતબેન વ્રજલાલ શેઠના સ્મરણાર્થે
હસ્તે ભુપેન્દ્ર અને પ્રીતિ શેઠ. U.S.A.
કિંમત રૂા. ૧૦=૦૦
[ ૨ ]
એકથી ત્રણ આવૃત્તિ કુલ પ્રત ૪૧૦૦
ચતુર્થ આવૃત્તિપ્રત ૧૦૦૦વીર સં. ૨૦૬૪


Page -9 of 113
PDF/HTML Page 5 of 127
single page version

background image
(બીજી આવૃત્તિ પ્રસંગે)
પ્રકાશકીય નિવેદન
આ ‘ચિદ્દવિલાસ’ ગ્રંથ, અધ્યાત્મ અને સિદ્ધાંતનું સૂક્ષ્મ જ્ઞાન જેમને હતું
તેવા શ્રી દીપચંદજી કાશલીવાલનો રચેલ છે. ગ્રંથ નાનો હોવા છતાં, સૈદ્ધાંતિક
વિષયની સૂક્ષ્મતા અને નિરૂપણ મહાન પરમાગમોમાં હોય તેવો વિષય તેમણે
આ ગ્રંથમાં લખ્યો છે. તે સંબંધી ટૂંકામાં ‘‘ભૂમિકા’’માં વર્ણન કરેલ છે; ગ્રંથ
કર્તાની બીજી પણ રચનાઓ, અનુભવ-પ્રકાશ, જ્ઞાનદર્પણ, અધ્યાત્મ પંચ સંગ્રહ,
ભાવદીપિકા વગેરે પણ જિજ્ઞાસુ મુમુક્ષુઓએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
ગુજરાતીભાષી મુમુક્ષુ સમાજ આ ગ્રંથને સરળતાથી સમજી શકે તે માટે
પ્રથમ વિક્રમ સંવત ૨૦૦૬માં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથનું પ્રકાશન
કરવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી પ્રાપ્ય નહિ હોવાથી અને મુમુક્ષુઓની
માગણી રહેવાથી બીજી આવૃત્તિરૂપે હાલ પ્રકાશન કરવામાં આવેલ છે.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના મહાન પ્રભાવના ઉદયે પ્રતિદિન
સત્ ધર્મ-પ્રભાવના વૃદ્ધિગત થઈ રહી છે અને સત્ સાહિત્ય દ્વારા સારાયે
ભારતમાં તત્ત્વ-પ્રચાર અતિ સુંદર થઈ રહ્યો છે અને આ ટ્રસ્ટમાં પ્રતિવર્ષ લાખો
રૂપિયાનું સાહિત્ય વેચાણ થાય છે; તે ગુરુદેવશ્રીનો મહાન પ્રતાપ છે; સમાજ
ઉપર અનુપમ ઉપકાર છે.
આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રથમ સંસ્કરણ વખતે ભાઈશ્રી બ્ર.
ચંદુલાલ ખીમચંદભાઈએ કરી આપેલ, તે બદલ તેમનો આભાર માનવામાં
આવે છે.
અંતમાં, આ અધ્યાત્મ-ગ્રંથના સ્વાધ્યાયથી મુમુક્ષુ જીવો નિજહિત સાધે
તેવી ભાવના છે.
બીજા શ્રાવણ વદ
સોનગઢ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ૩ ]

Page -8 of 113
PDF/HTML Page 6 of 127
single page version

background image
[ ૪ ]
(તૃતીય આવૃત્તિ પ્રસંગે)
પ્રકાશકીય નિવેદન
આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ખપી જવાથી તથા આ પુસ્તકની
મુમુક્ષુસમાજમાં વિશેષ માંગ હોવાથી તેની આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરતા
અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે મુમુક્ષુ સમાજ આ પુસ્તકના
સ્વાધ્યાયથી લાભાન્વિત થશે.
પૂજ્ય બહેનશ્રીની
૭૬મી સમ્યક્ત્વજયંતી
ફાગણ વદ ૧૦
વિ. સં. ૨૦૬૪
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-

Page -7 of 113
PDF/HTML Page 7 of 127
single page version

background image
ભૂમિકા
[૧] આ ગ્રંથનું નામ શ્રી ‘ચિદ્દવિલાસ’ છે. તેના કર્તા પં. દીપચંદજી
શાહ કાશલીવાલ છે. આ ગ્રંથ મૂળ હિંદી (-ઢૂંઢારી) ભાષામાં છે. તેમાં
આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી
ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
[૨] વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજ્યા વગર કોઈ જીવ કદી પણ ધર્મ
લેશમાત્ર કરી શકે નહિ અને વસ્તુસ્વરૂપ સમજવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનું
જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી
સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો
તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે
આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
[૩] ઘણા જીવો કહે છે કે આત્માનો સર્વજ્ઞસ્વભાવ ન હોઈ શકે;
અને તેનું કારણ તેઓ એવું કલ્પે છે કે જો સર્વજ્ઞને માનીએ તો આત્માનો
કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું
જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જૂઠો છે માટે સર્વજ્ઞપણું જૂઠું છે. તેમની
આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે. એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું
છેઃ
‘જેમ અરીસામાં ઘડો, વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે ‘દેખવું’ તે
તો ઉપચારદર્શન નથી; (તેમ જ્ઞાન) જ્ઞેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું
નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકશક્તિ
છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય વ્યાપક વડે લીન થયેલો
અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી
[ ૫ ]

Page -6 of 113
PDF/HTML Page 8 of 127
single page version

background image
ઉપચારસંજ્ઞા થઈ. વસ્તુ શક્તિ ઉપચાર નથી....તે જ સ્વચ્છ (ત્વ) શક્તિ
છે, જેમ અરીસામાં, જો ઘટ પટ દેખાય છે. તો નિર્મળ છે અને જો ન
દેખાય તો મલિન છે. તેમ જ જ્ઞાનમાં જો સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ
છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્યપ્રદેશ વડે તો જ્ઞેયમાં
જતું નથી
જ્ઞેયમાં તન્મય થતું નથી. જો એ પ્રમાણે તન્મય થઈ જાય તો
જ્ઞેયાકારોનો નાશ થતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય, માટે દ્રવ્યથી (જ્ઞાનને)
જ્ઞેયવ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ એવી સ્વપરપ્રકાશક શક્તિ છે તે શક્તિના
પર્યાય વડે જ્ઞેયોને જાણે છે.’’ (પ-. ૧૩
૧૪)
લક્ષણ :‘‘જ્ઞાનનું લક્ષણ સામાન્યપણે નિર્વિકલ્પ છે, તે જ સ્વપર
પ્રકાશક છે. વિશેષ એમ કહીએ છીએ કે જો કેવળ સ્વસંવેદ જ (અર્થાત્
માત્ર પોતાને જાણનાર) છે તે સ્વ
પર પ્રકાશક નથી તો મહા દૂષણ થાય.
સ્વપદની સ્થાપના પરના સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં
આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વપર પ્રકાશક શક્તિ
માનવાથી સર્વ સિદ્ધિ છે.’’ (પૃ. ૧૬)
[૪] આ ઉપરથી સિદ્ધ થયું કે જેઓ આત્માનો સર્વજ્ઞસ્વભાવ નથી
માનતા તેઓ આત્માને માનતા જ નથી, તેથી તેમને ધર્મ અંશે પણ પ્રગટે
નહિ.
[૫] કેટલાક એમ માને છે કે આત્માનો સ્વભાવ સર્વજ્ઞ છે કે નહિ
તે ઝંઝટમાં આપણે પડવું નહિ, પણ આપણે તો રાગને પૃથક્ કરવો; તેઓને
આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં.
ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન
[૬] આત્માને સર્વજ્ઞ માનતાં એ પણ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યના
ક્રમબદ્ધ પર્યાયો યથાઅવસરે પ્રગટે છે. તે પર્યાય પ્રગટ થાય ત્યારે જે નૈમિત્તિક
ભાવ
શુદ્ધ કે અશુદ્ધ થાય તેમાં નિમિત્ત યથાઅવસરે પોતપોતાને કારણે
હોય જ છે. આ સંબંધમાં આ ગ્રંથના નિશ્ચયઅધિકાર પૃ. ૫૫માં નીચે
પ્રમાણે કહ્યું છે
[ ૬ ]

Page -5 of 113
PDF/HTML Page 9 of 127
single page version

background image
‘‘(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને
પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી જે જે ભાવની જેવી જેવી રીત વMે પ્રવર્તના છે (તે
તે) ભાવ તેવી તેવી રીત પામીને પરિણમેએને પણ નિશ્ચય કહે છે.’’
[૭] આ પ્રમાણે આત્માનો સર્વજ્ઞસ્વભાવ અને નિમિત્ત-નૈમિત્તિક
સંબંધવાળા પર્યાયો સહિતના દ્રવ્યોના તમામ પર્યાયો ક્રમબદ્ધ હોવાનું જેણે
સ્વીકાર્યું તેને પરની અને વિકારોની કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
(૮) એક જ સમયે કારણકાર્ય તથા શાશ્વત અને ક્ષણિક
એવા ઉપાદાનના બે ભેદો
દરેક પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે આ ગ્રંથમાં કારણકાર્યનું સ્વરૂપ
બહુ સારી રીતે પૃ. ૩૫ થી ૩૭ તથા ૪૦૪૧માં આપ્યું છે; તેનો ખાસ
અભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં કહ્યું છે કે
(૧) ‘‘કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.’’ (પૃ. ૩૬)
(૨) ‘‘પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.’’ (પૃ. ૪૦)
(૩) ‘‘પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની
અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે. પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું
કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું
કારણ છે.’’ (પૃ. ૯૫)
[૯] કારણ-કાર્ય સંબંધે ઘણા જીવોની એક મહાન ભૂલ એ થાય
છે કે દ્રવ્યમાં ઉપાદાનશક્તિ તો છે પણ જો નિમિત્ત આવે તો ઉપાદાનમાં
કાર્ય થાય અને ન આવે તો ન થાય
એમ તેઓ માને છે. આ પણ અનાદિથી
ચાલી આવતી બે દ્રવ્યોના એકપણાની માન્યતા છે. આ માન્યતા અયથાર્થ
છે એમ બતાવવા માટે ઉપાદાનના ક્ષણિક ઉપાદાન અને શાશ્વત ઉપાદાન
એમ બે પ્રકાર કહ્યા છે. (જુઓ પૃ. ૪૬) માટે એ બંને પ્રકારના ઉપાદાન
માની, દરેક દ્રવ્યના પર્યાય સમય સમયે તે તે સમયના ‘ક્ષણિક ઉપાદાન’ના
કારણે થાય છે
એમ સમજવું અને નિમિત્ત તો માત્ર ઔપચારિક કારણ
[ ૭ ]

Page -4 of 113
PDF/HTML Page 10 of 127
single page version

background image
હોવાથી તેને આ ગ્રંથમાં કારણ તરીકે લેવામાં આવ્યું નથી.
વ્યવહાર તથા નિશ્ચય
[૧૦] આ વિષયોનું ઘણું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં આપવામાં આવ્યું
છે (જુઓ પૃ. ૪૬ થી ૫૯). મુમુક્ષુઓએ એ બંને નયોનું સ્વરૂપ જાણવું
જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બંને નયો ઉપાદેય
છે કે તેમાંથી એક ઉપાદેય છે?
તે જાણી શકાય નહિ. નયપ્રમાણદ્વારા
યુક્તિથી શિવ-સાધન થાય છે.
[૧૧] આ સંબંધે પણ જનતામાં, ત્યાગી તેમજ વિદ્વાનોમાં મોટા
ભાગે એવી માન્યતા છે કે બંને નયોના વિષયો ઉપાદેય છે, અને વ્યવહાર
કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિમા, વ્રત, મહાવ્રતરૂપ
વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય)
પ્રગટશે.
તેઓની આ માન્યતા મિથ્યા છે એમ આ ગ્રંથના ૪૬મા પાને
નીચેના શબ્દોમાં કહ્યું છે
‘‘વ્યવહારથી પરપરિણતિરૂપ રાગદ્વેષ
મોહક્રોધ
માનમાયા
લોભાદિક (છે, તે) અવલંબન હેય કરવું; સંસારી જીવોએ એક ચૈતન્ય
આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું
સર્વથા સ્વરૂપ ઉપાદેય કરવું.’’
[૧૨] એ પ્રમાણે બંને નયોનું યથાર્થ જ્ઞાન
વ્યવહારને હેય અને
નિશ્ચયને ઉપાદેયગ્રહણ કરવું તે બંને નયોનું ગ્રહણ છે, પણ વ્યવહારનયના
આશ્રયે નિશ્ચય પ્રગટે એમ માનવાથી તો બંને નયોનો નાશ થાય છે.
સમ્યગ્દર્શન એટલે નિયત
[૧૩] ઉપર પ્રમાણે પોતાના એક ચૈતન્ય આત્મસ્વરૂપ વિષે અવલંબન
કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે; અને સમ્યગ્દ્રષ્ટિ જીવને સર્વે દ્રવ્યના પર્યાયો
નિયત હોય છે
એવું યથાર્થ જ્ઞાનસ્વ તરફના પુરુષાર્થ સહિત હોય છે,
તેથી સમ્યગ્દર્શનનું એક નામ ‘નિયત’ છે. (જુઓ પૃ. ૪૯ છેલ્લેથી બીજી
લીટી)
[ ૮ ]

Page -3 of 113
PDF/HTML Page 11 of 127
single page version

background image
સમ્યક્ત્વગુણની પ્રધાાનતા
[૧૪] સમ્યક્ત્વ ગુણની પ્રધાનતાનું કારણ (પૃ. ૧૨માં) નીચે મુજબ
આપ્યું છે
‘‘સમ્યક્ત્વ ગુણ છે તે પ્રધાન ગુણ છે, કેમકે સર્વે ગુણો સમ્યક્
આનાથી છે; સર્વે ગુણોનું અસ્તિત્વપણું અનાથી છે; સર્વે ગુણોનો નિશ્ચય,
યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યક્ત્વ છે કે જ્યાં
વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્
છે.
સમ્યક્ત્વની છ ભાવના
સમ્યગ્દર્શનનું નિશ્ચય સ્વરૂપ તો એક જ પ્રકારે છે, તો પણ તેના
સ્વરૂપનું નિર્મળ જ્ઞાન થવા માટે વ્યવહારે આ ગ્રંથમાં સમ્યક્ત્વના ૬૭
ભેદો કહ્યા છે; તેમાં સમ્યક્ત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા
યોગ્ય હોવાથી નીચે આપ્યું છે
‘૧. (મૂળ ભાવના)સમ્યક્ત્વ સ્વરૂપઅનુભવ તે સકળ નિજધર્મમૂળ-
શિવમૂળ છે, જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે, એમ ભાવે.
૨. (દ્વાર ભાવના)ધર્મનગરમાં પ્રવેશવા માટે સમ્યક્ત્વ દ્વાર છે.
૩. (પ્રતિÌા ભાવના)વ્રતતપની, સ્વરૂપની પ્રતિષ્ઠા સમ્યક્ત્વથી
છે.
૪. (નિધાાનભાવના)અનંત સુખ દેવાને નિધાન સમ્યક્ત્વ છે.
૫. (આધાારભાવના)નિજ ગુણનો આધાર સમ્યક્ત્વ છે.
૬. (ભાજનભાવના)સર્વ ગુણોનું ભાજન (સમ્યક્ત્વ) છે.
(આ) છ ભાવનાઓ સ્વરૂપરસ પ્રગટ કરે છે.
સંસારનું મૂળ મિથ્યાત્વ છે, તેમ ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. ધર્મનો
અર્થ વીતરાગી ચારિત્ર છે. સમ્યગ્દર્શનરૂપ મૂળ વગરના વ્રત અને તપ તે
[ ૯ ]

Page -2 of 113
PDF/HTML Page 12 of 127
single page version

background image
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ--
બાળવ્રત અને બાળતપ છે. બાળ જીવોએ બાળપણું (મિથ્યાત્વ) ટાળવા
માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
સમ્યગ્દર્શન તે ‘દર્શનસામાયિક’ છે; અને તે મૂળના આધારે પ્રગટતું
વીતરાગી ચારિત્ર તે ‘ચારિત્ર સામાયિક’ છે. તથા સમ્યગ્દર્શન પોતે
‘મિથ્યાત્વનું પ્રતિક્રમણ’ છે અને વીતરાગી ચારિત્ર તે ‘અસંયમનું
પ્રતિક્રમણ’ છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના હોતું નથી.
સમ્યગ્દર્શન
મૂળ ઉપર ઉગતું શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર-વૃક્ષ (ધર્મ)
છે અને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર વૃક્ષનું ફળ કેવળજ્ઞાન અને સિદ્ધપદ છે.
એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યક્ત્વ છે એમ ભાવના કરવી.
આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની
વિગત અનુક્રમણિકામાં આપી છે.
આ અધ્યાત્મ ગ્રંથ શરૂથી છેવટ સુધી કાળજીપૂર્વક વાંચી તેનો બારિકીથી
અભ્યાસ કરવાની મુમુક્ષુઓને વિનંતી કરી વિરમું છું.
વીરશાસન જયંતી ૨૪૭૬
સોનગઢ, (સૌરાષ્ટ્ર)
[ ૧૦ ]

Page -1 of 113
PDF/HTML Page 13 of 127
single page version

background image
વિષયાનુક્રમણિકા
દ્રવ્ય અધિકાર -------------------------------------------------------------------૧
ગુણ અધિકાર ------------------------------------------------------------------- ૬
સમ્યક્ત્વની પ્રધાનતા ---------------------------------------------------------- ૧૦
જ્ઞાનગુણનું સ્વરૂપ -------------------------------------------------------------૧૨
દર્શન ગુણનું સ્વરૂપ -----------------------------------------------------------૨૦
ચારિત્રનું સ્વરૂપ --------------------------------------------------------------- ૨૩
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે ------------------------------------------------- ૨૬
પરિણમનશકિત દ્રવ્યમાં છે ---------------------------------------------------- ૨૯
કારણ
કાર્યભાવ --------------------------------------------------------------૩૨
દ્રવ્યનો સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ ----------------------------------------- ૩૬
સામાન્ય
વિશેષનું સ્વરૂપ -----------------------------------------------------૩૮
સામાન્ય-વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નય ------------------------------------૪૦
વ્યવહાર -----------------------------------------------------------------------૪૩
નિશ્ચય -----------------------------------------------------------------------૪૮
પર્યાયાર્થિક નયના પ્રકારો------------------------------------------------------૫૨
સુખ અધિકાર -----------------------------------------------------------------૫૪
જીવન શકિત ------------------------------------------------------------------૫૫
પ્રભુત્વ શકિત -----------------------------------------------------------------૫૭
દ્રવ્યનું પ્રભુત્વ --------------------------------------------------------- ૫૭
ગુણનું પ્રભુત્વ --------------------------------------------------------- ૫૭
પર્યાયનું પ્રભુત્વ -------------------------------------------------------૫૮
વીર્યશકિત -------------------------------------------------------------૫૯
દ્રવ્યવીર્ય --------------------------------------------------------------- ૬૦
ગુણવીર્ય --------------------------------------------------------------- ૬૩
પર્યાયવીર્ય ------------------------------------------------------------- ૬૪
ક્ષેત્રવીર્ય --------------------------------------------------------------- ૬૬
કાળવીર્ય--------------------------------------------------------------- ૬૭
[ ૧૧ ]

Page 0 of 113
PDF/HTML Page 14 of 127
single page version

background image
તપવીર્ય --------------------------------------------------------------- ૬૮
એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે --------------------------------------- ૭૧
પરિણામશકિતના ભેદ--------------------------------------------------------- ૭૪
પ્રદેશત્વશકિત ----------------------------------------------------------------- ૭૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ ---------------------------------------------------- ૭૯
ભાવભાવશકિત --------------------------------------------------------------- ૮૦
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ ---------------------------------------- ૮૧
દ્રવ્યના કારણકાર્ય -----------------------------------------------------૮૧
ગુણનાં કારણકાર્ય -----------------------------------------------------૮૨
પર્યાયનાં કારણકાર્ય --------------------------------------------------- ૮૩
પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય--------------------------------------------- ૮૫
સમ્યક્ત્વના ૬૭ પ્રકાર ------------------------------------------------૮૫
જ્ઞાતાના વિચાર --------------------------------------------------------------- ૯૧
અનંત સંસાર કેમ મટે? ------------------------------------------------------૯૩
મનની પાંચ ભૂમિકા ---------------------------------------------------------- ૯૭
સમાધિનું વર્ણન --------------------------------------------------------------- ૯૯
૧. લયસમાધિ---------------------------------------------------- ૧૦૨
૨. પ્રસંજ્ઞાત સમાધિ ---------------------------------------------- ૧૦૩
૩. વિતર્ક
અનુગત સમાધિ--------------------------------------- ૧૦૪
૪. વિચારઅનુગત સમાધિ ------------------------------------- ૧૦૬
૫. આનંદઅનુગત સમાધિ-------------------------------------- ૧૦૭
૬. અસ્મિતાઅનુગત સમાધિ ----------------------------------- ૧૦૮
૭. નિર્વિતર્કઅનુગત સમાધિ ------------------------------------ ૧૦૯
૮. નિર્વિચારઅનુગત સમાધિ ----------------------------------- ૧૦૯
૯. નિરાનંદઅનુગત સમાધિ ------------------------------------ ૧૧૦
૧૦. નિરસ્મિતાઅનુગત સમાધિ ---------------------------------- ૧૧૦
૧૧. વિવેકખ્યાતિ સમાધિ ----------------------------------------- ૧૧૧
૧૨. ધર્મમેઘ સમાધિ ----------------------------------------------- ૧૧૨
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિ ------------------------------------------- ૧૧૨
[ ૧૨ ]

Page 1 of 113
PDF/HTML Page 15 of 127
single page version

background image
[ ૧
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવને નમસ્કાર હો
શાહ પં. શ્રી દીપચંદજી કાશલીવાલ કૃત
ચિદ્દવિલાસ
: મંગલાચરણ :
અવિચલ જ્ઞાન પ્રકાશમય, ગુણ અનંતનું સ્થાન;
ધ્યાન ધરત શિવ પામીએ, પરમસિદ્ધ ભગવાન.
અનંત ચિદ્શક્તિથી શોભાયમાન એવા પરમ સિદ્ધ પરમેશ્વરને
નમસ્કાર કરીને આ ‘ચિદ્દવિલાસ’ કહું છું.
દ્રવ્ય અધિાકાર
પ્રથમ જ વસ્તુ વિષે દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરીએ છીએઃ
ત્યાં દ્રવ્યનું સ્વરૂપ કહીએ છીએઃ‘द्रव्यं सत् लक्षणं (અર્થાત્ દ્રવ્યનું
પંચાસ્તિકાય ગા. ૧૦; તત્ત્વાર્થસૂત્ર અ. ૫ સૂ. ૨૯; પ્રવચનસાર ગા. ૯૭.
આલાપ. પદ્ધતિ પૃ. ૯૬.

Page 2 of 113
PDF/HTML Page 16 of 127
single page version

background image
૨ ]
ચિદ્દવિલાસ
લક્ષણ સત્ છે)’ એમ જિનાગમમાં કહ્યું છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે
કે હે પ્રભો! (૧) ‘गुणसमुदायो द्रव्यं (અર્થાત્ ગુણોનો સમુદાય તે દ્રવ્ય
છે)’ એવું શ્રી જિનવચન છે, માટે એક સત્તામાત્રને (દ્રવ્યનું લક્ષણ
કહેવામાં) અનંત ગુણની સિદ્ધિ થતી નથી. (૨) વળી ‘ગુણ સમુદાય (તે
દ્રવ્ય છે)’ એમ કહેતાં
‘गुणपर्यायवद् द्रव्यं (અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય
છે)’ એવી સિદ્ધિ થતી નથી અને (૩) ‘द्रव्यत्वयोगाद् द्रव्यं (અર્થાત્
દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)’ એવું પણ જો દ્રવ્યનું વિશેષણ (લક્ષણ)
કરો તો અમે કહીએ છીએ કે દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે
તેથી તે વિશેષણ
જુઠું ઠરે છે, કેમકે તેને આધીન દ્રવ્ય નથી. [એ રીતે ઉપરનાં કોઈ
લક્ષણો નિર્બાધ સિદ્ધ થતાં નથીએવો શિષ્યનો પ્રશ્ન છે.]
તેનું સમાધાન કરીએ છીએઃ હે શિષ્ય! વસ્તુમાં મુખ્ય-ગૌણ
વિવક્ષાથી કથન કરવામાં આવે છે; ત્યાં (૧) જ્યારે ‘સત્તા’ની મુખ્યતા
કરીને કહીએ ત્યારે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. કેમકે સત્તા
‘છે’ એવા લક્ષણવાળી છે, તેથી ‘છે’ એવા લક્ષણમાં ‘ગુણોનો સમુદાય’,
‘ગુણ-પર્યાય’ અને ‘દ્રવ્યત્વ એ બધું આવી જાય છે, માટે સત્તાને દ્રવ્યનું
લક્ષણ કહેવામાં કોઈ દોષ કે વિરોધ નથી. (૨) ‘ગુણસમુદાય’ કહેતાં
તેમાં અગુરુલઘુ આવ્યો. અગુરુલઘુ ગુણમાં ષટ્ ગુણ વૃદ્ધિ-હાનિ (રૂપ)
પર્યાય આવી ગયો, તેથી ‘ગુણસમુદાય’માં પર્યાયની સિદ્ધિ થઈ; તેમાં જ
ગુણોમાં દ્રવ્યત્વ ગુણ પણ આવી ગયો. માટે
‘गुणसमुदायो द्रव्यं (અર્થાત્
ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે)’ એ પણ વિવક્ષાથી પ્રમાણ છે. ‘गुणपर्यायवद्
द्रव्यं’ અર્થાત્ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે)’ એમ કહેતાં તેમાં ‘સત્તા’ અને
‘સર્વ ગુણપર્યાય’ આવી ગયા, તેથી ‘ગુણપર્યાયવાન્ દ્રવ્ય’ એ પણ
૧. જુઓ પંચાધ્યાયી ગા. ૯૭.
૨. પંચાધ્યાયી ગા. ૭૩.
૩. તત્ત્વાર્થ સૂત્ર ૫
૩૮, પ્રવચનસાર ગા. ૯૫; પંચાધ્યાયી ગા. ૭૨.
૪. પંચાધ્યાયી ગા. ૮.

Page 3 of 113
PDF/HTML Page 17 of 127
single page version

background image
દ્રવ્ય અધિકાર[ ૩
વિવક્ષાથી પ્રમાણ છે. (૩) ‘द्रव्यत्वयोगाद् द्रव्यं’ અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી
દ્રવ્ય છે) એ પણ પ્રમાણ છેકઈ રીતે? (તે કહે છેઃ) ગુણપર્યાયોને
દ્રવ્યા વગર દ્રવ્ય ન હોય તેથી દ્રવવાપણું દ્રવ્યત્વ ગુણથી છે; (દ્રવ્ય પોતે)
દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ
કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી
‘द्रव्यत्वयोगाद् द्रव्यं’
(અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)’ એ પણ પ્રમાણ છે. ‘દ્રવ્ય
સ્વતઃસિદ્ધ છે’ એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારેય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ
છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વતઃસિદ્ધ કહેવાય
છે. [આ રીતે ‘સત્તા’, ‘ગુણોનો સમુદાય’, ‘ગુણપર્યાયવાળું’, ને ‘દ્રવ્યત્વનો
સંબંધ’ એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય
કરીને કહેવામાં આવે ત્યારે બાકીના ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે
આવી જ જાય છે
એમ સમજવું.
દ્રવ્ય ગુણ-પર્યાયોને દ્રવે છે, ગુણ-પર્યાયો દ્રવ્યને દ્રવે છે, તેથી
તેઓ ‘દ્રવ્ય’ એવું નામ પામે છે. દ્રવ્યાર્થિકનયવડે દ્રવ્યનાં જે વિશેષણ
છે તેના અનેક ભેદ છે.
(તે આ પ્રમાણેઃ)
અભેદ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને પોતાના સ્વભાવથી અભેદ બતાવે છે;
ભેદ કલ્પનાઃ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ભેદરૂપ બતાવે છે;
શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે; અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને
ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તા-સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને)
સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ
બતાવે છે; દર્શનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે;
અનંતગુણ સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે
ઇત્યાદિ અનેક વિશેષણો દ્રવ્યનાં છે તે, દ્રવ્યમાં નયપ્રમાણ વડે સાધવા
[ઉપર જે અભેદ, ભેદ, શુદ્ધ ઇત્યાદિ પ્રકારો કહ્યા તે બધા દ્રવ્યના
વિશેષણો-લક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]
જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૬૯ થી ૭૨

Page 4 of 113
PDF/HTML Page 18 of 127
single page version

background image
૪ ]
ચિદ્દવિલાસ
અહીં કોઈ પ્રશ્ન કરે છેઃ હે પ્રભો! ‘ગુણ-પર્યાયનો પુંજ દ્રવ્ય
છે,’એમ કહેતાં તેમાં ગુણના લક્ષણ વડે તો ગુણને જાણ્યા ને પર્યાયના
લક્ષણવડે પર્યાયને જાણ્યાં દ્રવ્ય તો કોઈ વસ્તુ નથી. આમ કહેતાં તો,
તે દ્રવ્ય, જેમ ‘આકાશનું ફૂલ’ કહેવા માત્ર જ છે તેમ દ્રવ્યનું સ્વરૂપ
પણ કહેવા માત્ર જ છે (
એમ ઠરશે); તેનું રૂપ તો ગુણ-પર્યાય છે,
બીજું કાંઈ નથી. માટે ગુણ-પર્યાય જ છે, દ્રવ્ય નહિ?
તેનું સમાધાનઃ જે સ્વભાવ છે તે સ્વભાવીથી ઉત્પન્ન છે;
સ્વભાવી ન હોય તો સ્વભાવ ન હોય, અગ્નિ ન હોય તો ઉષ્ણ સ્વભાવ
ન હોય, સોનું ન હોય તો પીળાશ
ચીકાશવજન સ્વભાવ ન હોય, તેથી
ગુણ-પર્યાય દ્રવ્યના આશ્રયે છે. આ સંબંધમાં તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે
‘द्रव्याश्रया निर्गुणा गुणाः દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ
નથી. આ સંબંધમાં દ્રષ્ટાંત આપે છેઃ જેમ એક ગોળી વીશ ઔષધિની
બનેલી છે; પરંતુ તે વીશેય ઔષધિ ગોળીને આશ્રયે છે (તેથી) ગોળીને
‘વીશ ઔષધિનો એક રસ’ કહેવાય છે. જો કે વીશેય ઔષધિ જુદા
જુદા સ્વાદને ધારણ કરે છે તો પણ જો ગોળી-ભાવને (ગોળીના
સ્વરૂપને) જોઈએ તો કોઈ ઔષધિનો રસ તે ગોળીથી જુદો નથી, જે
રસ છે તે ગુટિકા ભાવ વિષે રહેલા છે. તે વીશ ઔષધિરસનો એક
પુંજ તે જ ગોળી છે
આમ જો કે કથનમાં ભેદવિકલ્પ જેવું આવે છે
પરંતુ (વસ્તુમાં ભેદ નથી, કેમકે) એક જ સમયમાં વીશ ઔષધિરસનો
ભાવ એક ગોળી છે. તેમ ગુણો પોતપોતાના સ્વભાવને લીધે જુદા જુદા
છે, કોઈ ગુણનો ભાવ બીજા કોઈ ગુણ સાથે મળી જતો નથી, જ્ઞાનનો
ભાવ, દર્શન સાથે ન મળે, દર્શનનો ભાવ જ્ઞાન સાથે ન મળે, એ પ્રમાણે
અનંતગુણો છે તેમાંથી કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે મળતો નથી.
બધા ગુણોનો એકાંત ભાવ ચેતનાનો પુંજ દ્રવ્ય છે. જો (દ્રવ્ય વગર)
૧. તત્ત્વાર્થસૂત્ર૪૧
૨. આત્માવલોકન પૃ. ૯૬

Page 5 of 113
PDF/HTML Page 19 of 127
single page version

background image
દ્રવ્ય અધિકાર[ ૫
એકલા ગુણને જ માનીએ તો તે ‘આકાશના ફૂલ’ની જેમ કહેવા માત્ર
જ ઠરે. ગુણી વગર ગુણ કઈ રીતે હોય?
ન હોય. એક જ્ઞાન ગુણ તો
માન્યો (પણ દ્રવ્ય ન માન્યું ) તો દ્રવ્ય વગર જ્ઞાન જ વસ્તુ નામ પામ્યું,
ત્યારે જ્ઞાન વસ્તુ ઠરી. એ રીતે અનંત ગુણો અનંત વસ્તુ થઈ જાય,
એમ થતાં વિપરીતતા થાય છે, એમ તો નથી. બધા ગુણોનો આધાર
એક વસ્તુ છે, તેને દ્રવ્ય કહેવાય છે.
કોઈ પ્રશ્ન કરે છે કેઃ આ ‘દ્રવ્ય’ છે તે વસ્તુ છે કે વસ્તુની
અવસ્થા છે?
તેનું સમાધાનઃવસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષનાં એકાંતરૂપ છે;
દ્રવીભૂત (દ્રવ્યત્વ) ગુણ વડે ‘દ્રવ્ય’ કહેવાય છે દ્રવ્યત્વવડે તે વસ્તુની
અવસ્થા ‘દ્રવ્ય’રૂપ થઈ, તે વસ્તુ જ છે; વિશેષણથી વિશેષ સંજ્ઞા હોય
છે. સ્યાદ્વાદમાં વિરોધ નથી; અપેક્ષા સહિત નયથી વસ્તુની સિદ્ધિ છે.
કહ્યું છે કેઃ
मिथ्यासमूहो मिथ्या चेन्न मिथ्यैकांततास्ति नः
निरपेक्षा नया मिथ्या सापेक्षा वस्तुःतेऽर्थकृत् ।।१०८।।
(આચાર્ય શ્રી સમન્તભદ્ર કૃત દેવાગમ સ્તોત્ર)
ઉપરના પદમાં શ્રી આચાર્યદેવ કહે છે કેઃજે નય પરસ્પર
અપેક્ષા રહિત છે તે તો મિથ્યા છે અને જે નય પરસ્પર અપેક્ષા સહિત
છે તે વસ્તુસ્વરૂપ છે ને પ્રયોજન સિદ્ધ કરે છે. જે મિથ્યાનયોનો સમૂહ
છે તે તો મિથ્યા છે. વળી અમારા (સ્યાદ્વાદીના) મતમાં જે નયોનો
સમૂહ છે તે મિથ્યા નથી.
માટે આ (ઉપર પ્રમાણે) દ્રવ્યનું કથન સિદ્ધ થયું.

Page 6 of 113
PDF/HTML Page 20 of 127
single page version

background image
૬ ]
ચિદ્દવિલાસ
ગુણ અધિાકાર
હવે ગુણ-અધિકારમાં ગુણનું કથન કરીએ છીએઃ ‘द्रव्यं द्रव्यात्
गुण्यंते ते गुणाः उच्यंते (અર્થાત્ એક દ્રવ્યને બીજાં દ્રવ્યોથી ભિન્ન જણાવે
તેને ગુણ કહેવાય છે.) ગુણો વડે દ્રવ્ય જુદાં જણાય છે. ચેતનગુણ વડે
જીવ જણાય છે. એક ‘અસ્તિત્વ’ ગુણ છે, (તે) સાધારણ છે. (તે
અસ્તિત્વ ગુણ) મહાસત્તાની વિવક્ષાથી બધા (દ્રવ્યો)માં રહેલો છે; (અને)
અવાન્તર સત્તા (ની વિવક્ષાથી) બધા (દ્રવ્ય) ને પોતપોતાનું અસ્તિત્વ
છે
ત્યાં સ્વરૂપસત્તા ત્રણ પ્રકારે છેદ્રવ્યસત્તા, ગુણસત્તા ને પર્યાયસત્તા. તેમાં
‘દ્રવ્ય છે’ તેને દ્રવ્યસત્તા કહીએ. દ્રવ્ય (નું સ્વરૂપ) તો કહ્યું. હવે, ‘ગુણ
છે’ તેને ગુણ સત્તા કહીએ. ગુણો અનંત છે. સામાન્ય વિવક્ષામાં અનંત
જ પ્રધાન છે. વિશેષ વિવક્ષામાં જે ગુણને પ્રધાન કરીએ તે મુખ્ય છે, (ને)
બીજા ગૌણ છે, તેથી મુખ્યતા
ગૌણતા (રૂપ) ભેદ, વિધિનિષેધ (રૂપ)
ભેદ જાણવા; સામાન્ય વિશેષમાં બધું સિદ્ધ થાય છે, નય વિવક્ષા (તથા)
પ્રમાણ વિવક્ષા (તે) યુક્તિ છે. યુક્તિ પ્રધાન છે, યુક્તિ વડે વસ્તુને
સાધીએ. (આ સંબંધી) ‘નયચક્ર’ ગ્રંથમાં કહ્યું છે કેઃ
तच्चाणेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण
णो आराहणसमये पच्चक्खो अणुहवो जह्मा ।।२६८।।
અર્થાત્ તત્ત્વના અવલોકનકાળે પદાર્થને યુક્તિમાર્ગથી જાણવો
જોઈએ, પરંતુ આરાધન વખતે તો પ્રત્યક્ષ અનુભવ હોવાથી ત્યાં યુક્તિની
જરૂર નથી.
૧. આલાપપદ્ધતિ પૃ. ૮૭.
૨. પ્રવચનસાર ગા. ૯૬.
૩. પ્રવચનસાર ગા. ૧૦૭.