Moksha Shastra (Gujarati). Sutra: 7-37 (Chapter 3).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 36

 

text version

Page 246 of 655
PDF/HTML Page 301 of 710
single page version

અ. ૩ સૂત્ર ૭-૮ ] [ ૨૪પ નારકીનું ક્ષેત્ર સંયોગરૂપે હોય છે; કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચારકથન છે, જીવનો કર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે, પરંતુ ખરેખર જડકર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે કહ્યું નથી. ખરેખર કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ માનવું તે મિથ્યા છે. (૧૧) સાગર કાળનું માપ– ૧ સાગર = દસ × ક્રોડ × ક્રોડ અદ્ધાપલ્ય. ૧ અદ્ધાપલ્ય = એક ગોળ ખાડો જેનો વ્યાસ (Diameter) ૧ યોજન (=૨૦૦૦

કોસ) અને ઊંડાઈ પણ તેટલી જ હોય, તે ઉત્તમ ભોગભૂમિના સાત દિવસના
ઘેટાના કૂણા વાળથી ઠાંસીઠાંસીને ભર્યો, તેમાંથી દર સો વર્ષે એક વાળ કાઢવો. એ
પ્રમાણે કરતાં ખાડો ખાલી થતાં જે વખત લાગે તે એક વ્યવહારકલ્પ છે, એવા
અસંખ્યાત વ્યવહાર કલ્પ=એક ઉદ્ધારકલ્પ. અસંખ્યાત ઉદ્ધારકલ્પ=એક અદ્ધાકલ્પ.
આ રીતે અધોલોકનું વર્ણન પૂરું થયું.
।। ।।
–મધ્યલોકનું વર્ણન–
કેટલાક દ્વીપ–સમુદ્રોનાં નામો

जम्बुद्वीपलवणोदादयः शुभनामानो द्वीपसमुद्राः ।। ७।।

અર્થઃ– આ મધ્યલોકમાં સારા સારા નામવાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણસમુદ્ર વગેરે સમુદ્રો છે.

ટીકા

સર્વથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે-જેમાં આપણે અને શ્રી સીમંધરપ્રભુ વગેરે રહીએ છીએ. ત્યારપછી લવણસમુદ્ર છે. તેની ચારે બાજુ ધાતકીખંડ દ્વીપ છે. તેની ચારે બાજુ કાળોદધિસમુદ્ર છે. તેની ચારે બાજુ પુષ્કરવર દ્વીપ છે અને તેની ચારે બાજુ પુષ્કરવરસમુદ્ર છે; આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપસમુદ્રો છે, સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ છે અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. ।। ।।

દ્વીપો અને સમુદ્રોનો વિસ્તાર અને આકાર
द्विर्द्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणा वलयाकृतयः।। ८।।

અર્થઃ– પ્રત્યેક દ્વીપ-સમુદ્ર બમણા બમણા વિસ્તારવાળા અને પહેલા પહેલાના દ્વીપ-સમુદ્રને ઘેરતા, ચૂડી સમાન આકારવાળા હોય છે. ।। ।।


Page 247 of 655
PDF/HTML Page 302 of 710
single page version

૨૪૬ ] [ મોક્ષશાસ્ત્ર

જંબુદ્વીપનો વિસ્તાર તથા આકાર
तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बुद्वीपः।। ९।।

અર્થઃ– તે બધા દ્વીપ-સમુદ્રોની વચમાં જંબુદ્વીપ છે, તેની નાભિ સમાન સુદર્શન મેરુ છે; તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને એક લાખ યોજન તેનો વિસ્તાર છે.

ટીકા

(૧) સુદર્શનમેરુની ઊંચાઈ એક લાખ યોજનની છે, તેમાંથી તે એક હજાર યોજન નીચે જમીનમાં અને નવાણું હજાર યોજન જમીનની ઉપર છે. તે સિવાય ૪૦ યોજનની ચૂલિકા છે. [બધી અકૃત્રિમ ચીજોના માપમાં ૨૦૦૦ કોસનો યોજન લેવામાં આવે છે, તે મુજબ અહીં લેવો.]

(ર) કોઈ પણ ગોળ ચીજનો પરિધિ તેના વ્યાસ કરતાં ત્રણગણાથી સહેજ વધારે (રર/૭) હોય છે. જંબુદ્વીપનો પરિધિ ૩૧૬૨૨૭ યોજન ૩ કોસ, ૧૨૮ ધનુષ અને ૧૩।। અંગુલથી કાંઈક અધિક થાય છે.

(૩) આ દ્વીપના વિદેહક્ષેત્રમાં આવેલ ઉત્તરકુરુ ભોગભૂમિમાં અનાદિનિધન પૃથ્વીકાયરૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુવૃક્ષ છે તેથી દ્વીપનું નામ જંબુદ્વીપ છે. ।। ।।

સાત ક્ષેત્રોનાં નામ
भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाःक्षेत्राणि।। १०।।

અર્થઃ– આ જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત એ સાત ક્ષેત્ર છે.

ટીકા

ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ, વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિક વીસ વિહરમાન તીર્થંકર ભગવાનો વિચરે છે. ।। ૧૦।।

ક્ષેત્રોના સાત વિભાગ કરનારા છ પર્વતનાં નામ
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनील–
रुक्मिशिखरिणी वर्षधरपर्वताः।। ११।।

અર્થઃ– તે સાત ક્ષેત્રોના વિભાગ કરનારા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા ૧- હિમવત્,


Page 248 of 655
PDF/HTML Page 303 of 710
single page version

અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ] [ ૨૪૭ ર-મહાહિમવત્, ૩-નિષધ, ૪-નીલ, પ-રુકિમ અને ૬-શિખરિન એ છ વર્ષધર- કુલાચલ-પર્વત છે. [વર્ષ = ક્ષેત્ર]।। ૧૧।।

કુલાચલોનો રંગ
हेमार्जुनतपनीयवैडूर्यरजतहेममयाः।। १२।।

અર્થઃ– ઉપર કહેલા પર્વતો ક્રમથી ૧-સુવર્ણ, ર-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪- વૈડૂર્ય (નીલ) મણિ, પ-ચાંદી અને ૬-સુવર્ણ જેવા રંગના છે. ।। ૧૨।।

કુલાચલોનું વિશેષસ્વરૂપ
मणिविचित्रपार्श्वा उपरि मूले च तुल्यविस्ताराः।। १३।।

અર્થઃ– આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉપર, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. ।। ૧૩।।

કુલાચલો ઉપર સ્થિર સરોવરોના નામ

पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका ह्रदाम्तेषामुपरि।। १४।।

અર્થઃ– એ પર્વતોની ઉપર ક્રમથી ૧-પદ્મ, -મહાપદ્મ, ૩-તિગિઞ્છ, ૪-કેશરિ, પ-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. ।। ૧૪।।

પહેલા સરોવરની લંબાઈ–પહોળાઈ
प्रथमो योजनसहस्रायामस्तदर्द्धविष्कम्भो हृदः।। १५।।

અર્થઃ– પહેલું પદ્મસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અર્ધું અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. ।। ૧પ।।

પહેલા સરોવરની જાડાઈ (–ઊંડાઈ)
दशयोजनावगाहः।। १६।।
અર્થઃ– પહેલું સરોવર દસ યોજન અવગાહ (જાડાઈ-ઊંડાઈ) વાળું છે.।। ૧૬।।
તે સરોવરની વચ્ચેના કમળનું પ્રમાણ
तन्मध्ये योजनं पुष्करम्।। १७।।
અર્થઃ– તેની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું કમળ છે. ।। ૧૭।।

Page 249 of 655
PDF/HTML Page 304 of 710
single page version

૨૪૮ ] [ મોક્ષશાસ્ત્ર

મહાપદ્માદિ સરોવરો તથા તેમાંનાં કમળનું પ્રમાણ
तद्द्विगुणद्विगुणा ह्रदा पुष्कराणि च।। १८।।

અર્થઃ– આગળનાં સરોવરો તથા તેમાંનાં કમળ, પહેલા સરોવર તથા કમળથી,ક્રમે બમણા બમણા વિસ્તારવાળાં છે.

ટીકા

આ બમણા બમણાનો ક્રમ તિગિંચ્છ નામના ત્રીજા સરોવર સુધી છે. પછી તેની આગળનાં ત્રણ સરોવરો તથા તેમાંનાં કમળ દક્ષિણનાં સરોવર અને કમળો સમાન વિસ્તારવાળાં છે. ।। ૧૮।।

છ કમળોમાં રહેનાર છ દેવીઓ
तन्निवासिन्यो देव्यः श्रीह्रीधृतिकीर्तिबुद्धिलक्ष्म्यः पल्योपमस्थितयः
ससामानिकपरिषत्काः।। १९।।

અર્થઃ– એક પલ્યોપમના આયુષ્યવાળી અને સામાનિક તથા પારિષદ જાતના દેવો સહિત શ્રી, હ્રી ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીઓ ક્રમથી એ કમળો પર નિવાસ કરે છે.

ટીકા

ઉપર કહેલાં કમળોની કર્ણિકાના મધ્યભાગમાં એક કોસ લાંબું, અર્ધો કોસ પહોળું અને એક કોસથી કાંઈક ઓછું ઊંચું સફેદ રંગનું ભવન છે તેમાં તે દેવીઓ રહે છે અને તે તળાવોમાં જે અન્ય પરિવાર કમળ છે તે ઉપર સામાનિક તથા પારિષદ દેવો રહે છે. ।। ૧૯।।

ચૌદ મહા નદીઓનાં નામ
गंगासिंधुरोहिद्रोहितास्याहरिद्धरिकान्तासीतासीतोदा नारीनर–
कान्तासुवर्णरूप्यकूलारक्तारक्तोदाः सरितस्तन्मध्यगाः।। २०।।

અર્થઃ– (ભરતમાં) ગંગા-સિંધુ, (હૈમવતમાં) રોહિત-રોહિતાસ્યા, (હરિક્ષેત્રમાં) હરિત્-હરિકાન્તા, (વિદેહમાં) સીતા-સીતોદા, (રમ્યકમાં) નારી- નરકાન્તા, (હૈરણ્યવતમાં) સુવર્ણકૂલા-રૂપ્યકૂલા અને (ઐરાવતમાં) રક્તા-રક્તોદા એ પ્રમાણે જંબુદ્વીપનાં ઉપર કહેલાં સાત ક્ષેત્રોમાં ચૌદ નદીઓ વચમાં વહે છે.







Page 255 of 655
PDF/HTML Page 310 of 710
single page version

અ. ૩ સૂત્ર ૨૯-૩૦-૩૧ ] [ ૨પ૩

હૈમવતક વગેરે ક્ષેત્રોમાં આયુષ્ય

एकद्वित्रिपल्योपमस्थितयो हैमवतकहारिवर्षकदेवकुरवकाः।। २९।।

અર્થઃ– હૈમવતક, હારિવર્ષક અને વિદેહક્ષેત્રમાં આવેલ દેવકુરુના મનુષ્યો, તિર્યંચો ક્રમથી એક પલ્ય, બે પલ્ય અને ત્રણ પલ્યના આયુષ્યવાળા હોય છે.

ટીકા

એ ત્રણ ક્ષેત્રોના મનુષ્યોની ઊંચાઈ અનુક્રમે એક, બે અને ત્રણ કોસની હોય છે. રંગ નીલ, શુક્લ અને પીત હોય છે. ।। ર૯।।

હૈરણ્યવતકાદિ ક્ષેત્રોમાં આયુષ્ય
तथोत्तराः।। ३०।।

અર્થઃ– ઉત્તરનાં ક્ષેત્રોમાં વસતા મનુષ્યો હૈમવતકાદિના મનુષ્યોની સમાન આયુષ્યવાળા હોય છે.

ટીકા

(૧) હૈરણ્યવતક ક્ષેત્રની રચના હૈમવતકની સમાન રમ્યક્ ક્ષેત્રની રચના હરિક્ષેત્રની સમાન અને વિદેહક્ષેત્રમાં આવેલ ઉત્તરકુરુની રચના દેવકુરુ સમાન છે.

(ર) ભોગભૂમિ - એવી રીતે ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભોગભૂમિનાં બબ્બે ક્ષેત્રો છે. જંબુદ્વીપમાં છ ભોગભૂમિઓ અને અઢી દ્વીપમાં કુલ ત્રીસ ભોગભૂમિઓ છે. જેમાં સર્વ પ્રકારની સામગ્રી કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે તેને ભોગભૂમિ કહેવાય છ. ।।।।

વિદેહક્ષેત્રમાં આયુષ્ય
विदेहेषु संख्येयकाला।। ३१।।
અર્થઃ– વિદેહક્ષેત્રોમાં મનુષ્યો અને તિર્યંચોનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હોય છે.
ટીકા
વિદેહક્ષેત્રમાં ઊંચાઈ પાંચસો ધનુષ અને આયુષ્ય એક કરોડ પૂર્વનું હોય છે.।। ૩૧।।

Page 256 of 655
PDF/HTML Page 311 of 710
single page version

૨પ૪ ] [ મોક્ષશાસ્ત્ર

ભરતક્ષેત્રનો બીજી રીતે વિસ્તાર

भरतस्य विष्कंमो जम्बूदीपस्य नवतिशतभागः।। ३२।।

અર્થઃ– ભરતક્ષેત્રનો વિસ્તાર જંબુદ્વીપના એકસોનેવુંમા ભાગ જેટલો છે.
ટીકા

ર૪ મા સૂત્રમાં ભરતક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો છે, તેમાં અને આમાં કાંઈ ફેર નથી, માત્ર કથનનો પ્રકાર જુદો છે. જો એક લાખના એકસો નેવું હિસ્સા કરીએ તો દરેક હિસ્સાનું પ્રમાણ પર૬_6-!-(યોજન થાય છે. [ જુઓ, સૂત્ર ૯ ]. ।। ૩ર।।

ધાતકીખંડનું વર્ણન
द्विर्धातकीखण्डे।। ३३।।

અર્થઃ– ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં ક્ષેત્ર, કુલાચલ, મેરુ, નદી વગેરે બધા પદાર્થોની રચના જંબુદ્વીપથી બમણી બમણી છે.

ટીકા

ધાતકીખંડ લવણ સમુદ્રને ધેરે છે અર્થાત્ લવણ સમુદ્રને ફરતો છે, તેનો વિસ્તાર ચાર લાખ યોજન છે. તેના ઉત્તરકુરુ પ્રાંતમાં ધાતકી (આંબળા) નાં વૃક્ષો છે, તેથી તેને ધાતકીખંડ કહેવાય છે. ।। ૩૩।।

પુષ્કરાર્દ્ધ દ્વીપનું વર્ણન
पुष्करार्द्धे च।। ३४।।
અર્થઃ– પુષ્કરાર્દ્ધ દ્વીપમાં પણ બધી રચના જંબુદ્વીપની રચનાથી બમણી બમણી છે.
ટીકા

પુષ્કરદ્વીપના વિસ્તાર ૧૬ લાખ યોજન છે, તેની વચમાં ચૂડીના આકારે માનુષોત્તર પર્વત પડેલો છે, જેથી તે દ્વીપના બે હિસ્સા થઈ જાય છે. પૂર્વાર્ધમાં બધી રચના ધાતકીખંડ સમાન છે અને જંબુદ્વીપથી બમણી છે. આ દ્વીપનો ઉત્તરકુરુ પ્રાંતમાં એક પુષ્કર (કમળ) છે, તેથી તેને પુષ્કરદ્વીપ કહેવાય છે. ।। ૩૪।।


Page 257 of 655
PDF/HTML Page 312 of 710
single page version

અ. ૩ સૂત્ર ૩પ-૩૬ ] [ ૨પપ

મનુષ્ય ક્ષેત્ર
प्राङ्मानुषोत्तरान्मनुष्याः।। ३५।।

અર્થઃ– માનુષોત્તર પર્વત સુધી એટલે કે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે - માનુષોત્તર પર્વતથી આગળ ઋદ્ધિધારી મુનીશ્વર કે વિધાધરો પણ જઈ શકતા નથી.

ટીકા

(૧) જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાર્દ્ધ - એ ક્ષેત્ર અઢી દ્વીપ છે, તેનો વિસ્તાર ૪પ લાખ યોજન છે.

(ર) કેવળ સમુદ્ઘાત અને મારણાંતિક સમુદ્ઘાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપ બહાર જઈ શકે નહિ.

(૩) આગળ ચાલતાં આઠમો નંદીશ્વરદ્વીપ છે, તેમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ પર્વત, સોળ દધિમુખ પર્વત અને બત્રીસ રતિકર પર્વત છે. તે ઉપર મધ્યભાગમાં જિનમંદિરો છે. નંદીશ્વરદ્વીપમાં એવાં બાવન જિનમંદિરો છે. બારમો કુંડલવરદ્વીપ છે. તેમાં ચાર દિશાનાં મળીને ચાર જિનમંદિરો છે. તેરમો રુચકવર નામનો દ્વીપ છે. તેની વચમાં રુચક નામનો પર્વત છે, તે પર્વત ઉપર ચારે દિશામાં થઈને ચાર જિનમંદિરો છે; ત્યાં દેવો જિનપૂજન માટે જાય છે; એ પર્વત ઉપર અનેક કૂટ છે. તેમાં અનેક દેવીના નિવાસ છે; તે દેવીઓ તીર્થંકરપ્રભુના ગર્ભ અને જન્મકલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારની સેવા કરે છે. ।। ૩પ।।

મનુષ્યોના ભેદ
आर्या मलेच्छाश्च।। ३६।।
અર્થઃ– આર્ય અને મલેચ્છ એવા ભેદથી મનુષ્યો બે પ્રકારના છે.
ટીકા
(૧) આર્યના બે પ્રકાર છે–ઋદ્ધિપ્રાપ્તઆર્ય અને અનૃદ્ધિપ્રાપ્તઆર્ય.
ઋદ્ધિપ્રાપ્તઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તે.
અનૃદ્ધિપ્રાપ્તઆર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે.
ઋદ્ધિપ્રાપ્તઆર્ય

(ર) ઋદ્ધિપ્રાપ્તઆર્યના આઠ પ્રકાર છે - ૧ - બુદ્ધિ, ર-ક્રિયા, ૩-વિક્રિયા, ૪-તપ, પ-બળ, ૬-ઔષધ, ૭-રસ, અને ૮-ક્ષેત્ર. આ આઠ ઋદ્ધિઓનું સ્વરૂપ કહેવાય છે.


Page 258 of 655
PDF/HTML Page 313 of 710
single page version

૨પ૬ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) બુદ્ધિઋદ્ધિ– બુદ્ધિઋદ્ધિના અઢાર પ્રકાર છે -૧-કેવળજ્ઞાન, ર-અવધિજ્ઞાન, ૩-મનઃપર્યયજ્ઞાન, ૪-બીજબુદ્ધિ, પ-કોષ્ટબુદ્ધિ, ૬-પદાનુસારિણી, ૭-સંભિન્નશ્રોતૃત્વ, ૮-દૂરાસ્વાદનસમર્થનતા, ૯-દૂરદર્શનસમર્થતા, ૧૦-દૂરસ્પર્શનસમર્થતા, ૧૧- દૂરધ્રાણસમર્થતા, ૧૨-દૂરશ્રોતૃસમર્થતા, ૧ર-દશપૂર્વિત્વ, ૧૪-ચતુર્દશપૂર્વિત્વ, ૧પ- અષ્ટાંગનિમિત્તતા, ૧૬-પ્રજ્ઞાશ્રમણત્વ ૧૭-પ્રત્યેકબુદ્ધતા અને ૧૮- વાદિત્વ. તેમનું સ્વરૂપ નીચે મુજબ છેઃ-

૧–૩. કેવળજ્ઞાન–અવધિજ્ઞાન–મનઃપર્યયજ્ઞાન–આ ત્રણેનું સ્વરૂપ અધ્યાય ૧, સૂત્ર ર૧ થી રપ તથા ર૭ થી ૩૦ સુધીમાં આવી ગયું છે.

૪. બીજબુદ્ધિ– એક બીજપદને (મૂળપદને) ગ્રહણ કરવાથી અનેક પદ અને અનેક અર્થનું જાણવું તે બીજબુદ્ધિ છે.

પ. કોષ્ટબુદ્ધિ– જેમ કોઠારમાં નાખેલ ધાન્ય, બીજ વગેરે ઘણા કાળ સુધી જેમનાં તેમ રહે, વધે ઘટે નહિ, પરસ્પર મળે નહિ તેમ પરના ઉપદેશથી ગ્રહણ કરેલ ઘણા શબ્દો, અર્થ, બીજ જે બુદ્ધિમાં જેમ ને તેમ રહે - એક અક્ષર તથા અર્થ ઘટે વધે નહિ, આગળ-પાછળ અક્ષર થાય નહિ તે કોષ્ટબુદ્ધિ છે.

૬. પદાનુસારિણીબુદ્ધિ–ગ્રંથની શરૂઆત, મધ્ય અગર અંતનું એક પદનું શ્રવણ કરી સમસ્ત ગ્રંથ તથા તેના અર્થનો નિશ્ચય કરવો તે પદાનુસારિણીબુદ્ધિ છે.

૭. સંભિન્નશ્રોતૃત્વબુદ્ધિ– ચક્રવર્તીની છાવણી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી પડી હોય છે, તેમાં હાથી, ઘોડા, ઊંટ, મનુષ્યાદિના જુદાજુદા પ્રકારના અક્ષર- અનક્ષરાત્મક શબ્દો એક વખતે યુગપત્ ઊપજે છે; તેને તપવિશેષના કારણે (આત્માના બધા પ્રદેશોએ શ્રોત્રેન્દ્રિયાવરણકર્મનો ક્ષયોમશમ થતાં) એક કાળે જુદા જુદા શ્રવણ કરે (સાંભળે) તે સંભિન્નશ્રોતૃત્વબુદ્ધિ છે.

૮. દૂરાસ્વાદનસમર્થતાબુદ્ધિ – તપવિશેષતા કારણે (પ્રગટ થતા અસાધારણ રસનેન્દ્રિય શ્રુતજ્ઞાનાવરણ, વીર્યાંતરાયના ક્ષયોપશમ અને અંગોપાંગનામકર્મના ઉદયથી) મુનિને રસનો જે વિષય નવ યોજન પ્રમાણ હોય, તેના રસાસ્વાદનું (રસને જાણવાનું) સામર્થ્ય હોય તે દૂરાસ્વાદનસમર્થતા-બુદ્ધિ છે.

૯–૧ર. દૂરદર્શન–સ્પર્શન–ઘ્રાણ–શ્રોતૃસમર્થતાબુદ્ધિઃ– ઉપર મુજબ ચક્ષુરિન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના વિષયના ક્ષેત્રથી બહાર ઘણાં ક્ષેત્રનાં રૂપ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણવાનું સામર્થ્ય હોવું તે. તે તે નામની ચાર પ્રકારની બુદ્ધિ છે.


Page 259 of 655
PDF/HTML Page 314 of 710
single page version

અ. ૩ સૂત્ર ૩૬ ] [ ૨પ૭

૧૩. દશપૂર્વિત્વબુદ્ધિ– મહારોહિણી વગેરે વિદ્યાદેવતા ત્રણ વાર આવે અને દરેક પોતપોતાનું, સ્વરૂપસામર્થ્ય પ્રગટ કરે એવી વેગવાન વિદ્યાદેવતાના લોભાદિથી જેનું ચારિત્ર ચલાયમાન ન થાય તે દશપૂર્વિત્વબુદ્ધિ છે.

૧૪. ચતુર્દશપૂર્વીત્વબુદ્ધિ– સંપૂર્ણ શ્રુતકેવળીપણું હોવું તે ચતુર્દશપૂર્વિત્વબુદ્ધિ છે. ૧પ. અષ્ટાંગનિમિત્તતાબુદ્ધિ– અંતરિક્ષ, ભોમ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન એ આઠ પ્રકારનું નિમિત્તજ્ઞાન છે, તેનું સ્વરૂપ નીચે મુજબ છે.

સૂર્ય ચંદ્ર નક્ષત્રના ઉદય-અસ્તાદિક દેખી અતીત-અનાગત ફળનું જાણવું તે અંતરિક્ષનિમિત્તજ્ઞાન છે-૧. પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચીકાશ કે લૂખાશ દેખી, વિચાર કરી અગર પૂર્વાદિક દિશામાં સૂત્ર પડતાં દેખી હાનિ-વૃદ્ધિ, જય-પરાજય વગેરે જાણવું તથા ભૂમિમાં રહેલાં સુવર્ણ, રૂપું વગેરેનું પ્રગટ જાણવું તે ભોમનિમિત્તજ્ઞાન છે-ર. અંગ ઉપાંગાદિના દર્શન-સ્પર્શનાદિથી ત્રિકાળભાવી સુખ- દુઃખાદિ જાણવું તે અંગનિમિત્તજ્ઞાન છે-૩. અક્ષર-અનક્ષરરૂપ તથા શુભ-અશુભને સાંભળી ઈષ્ટાનિષ્ટ ફળનું જાણવું તે સ્વરનિમિત્તજ્ઞાન છે-૪. મસ્તક, મુખ, ડોક વગેરે ઠેકાણે તલ, મુસલ, લાખ ઈત્યાદિ લક્ષણ દેખીને ત્રિકાળ સંબંધી હિત-અહિતનું જાણવું તે વ્યંજન નિમિત્તજ્ઞાન છે. -પ. શરીર ઉપર શ્રીવૃક્ષ, સ્વસ્તિક, કલશ વગેરે ચિહ્ન દેખીને ત્રિકાળ સંબંધી પુરુષનાં સ્થાન, માન, ઐશ્વર્યાદિક વિષયોનું જાણવું તે લક્ષણનિમિત્તજ્ઞાન છે-૬. વસ્ત્ર-શસ્ત્ર-આસન-શયનાદિકથી, દેવ-મનુષ્ય-રાક્ષસાદિથી તથા શસ્ત્ર-કંટકાદિથી છેદાય તેને દેખીને ત્રિકાલસંબંધી લાભ-અલાભ, સુખ-દુઃખનું જાણવું તે છિન્નનિમિત્ત જ્ઞાન છે-૭. વાત, પિત્ત, શ્લેષ્મ રહિત પુરુષને મુખમાં પાછલી રાત્રે ચંદ્રમાં, સૂર્ય પૃથ્વી, પર્વત કે સમુદ્રનું પ્રવેશાદિ થવું - એવું સ્વપ્ન તે શુભસ્વપ્ન છે, ઘી-તેલથી પોતાનો દેહ લેપાયેલ અને ગધેડા-ઊંટ ઉપર ચઢી દક્ષિણ દિશામાં ગમન ઈત્યાદિ કરે-એવું સ્વપ્ન તે અશુભ સ્વપ્ન છે, તેના દર્શનથી આગામી કાળમાં જીવન-મરણ, સુખ-દુઃખાદિનું જ્ઞાન થવું તે સ્વપ્નનિમિત્તજ્ઞાન છે. આ આઠ પ્રકારના નિમિત્ત-જ્ઞાનના જે જ્ઞાતા હોય તેને અષ્ટાંગનિમિત્તબુદ્ધિઋદ્ધિ છે.

૧૬. પ્રજ્ઞાશ્રમણત્વબુદ્ધિ– કોઈ અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર જેવો હોય તેવો ચૌદ પૂર્વધર જ નિરૂપણ કરી શકે, અન્ય ન કરી શકે; એવા સૂક્ષ્મ અર્થને જે સંદેહ રહિત નિરૂપણ કરે એવી પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાનાવરણ અને વીર્યાંતરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલી પ્રજ્ઞાશક્તિ તે પ્રજ્ઞાશ્રમણત્વબુદ્ધિ છે.


Page 260 of 655
PDF/HTML Page 315 of 710
single page version

૨પ૮ ] [ મોક્ષશાસ્ત્ર

૧૭. પ્રત્યેકબુદ્ધિતાબુદ્ધિ–પરના ઉપદેશ વિના જે પોતાની શક્તિવિશેષથી જ્ઞાન-સંયમના વિધાનમાં નિપુણ હોય તે પ્રત્યેકબુદ્ધતાબુદ્ધિ છે.

૧૮. વાદિત્વબુદ્ધિ–ઇન્દ્ર વગેરે આવીને વાદ કરે તેને નિરુત્તર કરી દે, પોતે રોકાય નહિ અને સામા વાદીના છિદ્રને જાણી લે એવી શક્તિ તે વાદિત્વબુદ્ધિ છે.

એ પ્રમાણે આઠ ઋદ્ધિઓમાંથી પહેલી બુદ્ધિઋદ્ધિના અઢાર પ્રકાર છે. આ બુદ્ધિઋદ્ધિ સમ્યગ્જ્ઞાનનો મહાન મહિમા જણાવે છે.

(પ) બીજી ક્રિયાઋદ્ધિનું સ્વરૂપ

કિયાઋદ્ધિ બે પ્રકારની છે- ૧. આકાશગામિત્વ અને ર. ચારણ. ૧. ચારણઋદ્ધિ અનેક પ્રકારની છે. જળ ઉપર પગ મૂકતાં ઉપાડતાં જળકાયિક જીવોને બાધા ન ઊપજે તે જલચારણઋદ્ધિ છે. ભૂમિથી ચાર આંગળ ઊંચા આકાશમાં શીધ્રતાથી સેંકડો યોજન ગમન કરવામાં સમર્થતા તે જંઘાચરણઋદ્ધિ છે. તેમ જ તંતુ-ચારણ, પુષ્પચારણ, પત્રચારણ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ ઈત્યાદિ ચારણઋદ્ધિ છે. પુષ્પ, ફળ વગેરે ઉપર ગમન કરવાથી તે પુષ્પ, ફળ વગેરેના જીવોને બાધા ન થાય તે સમસ્ત ચારણઋદ્ધિ છે.

૨. આકાશગામિત્વવિક્રિયાઋદ્ધિ– પર્યંકઆસને બેસી વા કાયોત્સર્ગ આસન કરી, પગને ઉપાડયા-મેલ્યા વગર આકાશમાં ગમન કરવામાં કુશળ હોય તે આકાશ- ગામિત્વક્રિયાઋદ્ધિના ધારક છે.

(૬) ત્રીજી વિક્રિયાઋદ્ધિ નું સ્વરૂપ

વિક્રિયાઋદ્ધિના અનેક પ્રકારો છે. ૧. અણિમા, ૨. મહિમા, ૩. લઘિમા, ૪. ગરિમા, પ. પ્રાપ્તિ, ૬. પ્રાકામ્ય, ૭. ઇશિત્વ, ૮. વશિત્વ, ૯. અપ્રતિઘાત, ૧૦. અંતર્ધાન, ૧૧. કામરૂપિત્વ વગેરે અનેક છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. -

અણુમાત્ર શરીર કરવાનું સામર્થ્ય તે અણિમાઋદ્ધિ છે, તે કમળના છિદ્રમાં પ્રવેશ કરી ત્યાં બેસી ચક્રવર્તીની વિભૂતિ રચે-૧. મેરુથી પણ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમાઋદ્ધિ -૨. પવનથી પણ હલકું શરીર કરવાનું સામર્થ્ય તે લઘિમાઋદ્ધિ-૩. વજ્રથી પણ અતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમાઋદ્ધિ-૪. ભૂમિમાં બેસી આંગળીને અગ્ર કરી મેરુપર્વતના શિખર તથા સૂર્ય-વિમાનાદિને સ્પર્શન કરવાનું સામર્થ્ય તે પ્રાપ્તિઋદ્ધિ-પ. જળમાં જમીનને ઉન્મજ્જન (ઉપર લાવવી) તેમ જ નિમજ્જન (બુડાડવી) એવું સામર્થ્ય તે પ્રાકામ્યઋદ્ધિ-૬. ત્રિલોકનું પ્રભુપણું રચવાનું સામર્થ્ય તે ઇશિત્વઋદ્ધિ-૭. દેવ, દાનવ, મનુષ્ય વગેરેને વશીકરણ કરવાનું સામર્થ્ય તે વશિત્વઋદ્ધિ.


Page 261 of 655
PDF/HTML Page 316 of 710
single page version

અ. ૩ સૂત્ર ૩૬ ] [ ૨પ૯ ૮. પર્વતાદિકની અંદર આકાશની જેમ ગમન-આગમનનું સામર્થ્ય તે તિઘાતઋદ્ધિ- ૯. અદ્રશ્ય હોવાનું સામર્થ્ય તે અંતર્ધાનઋદ્ધિ-૧૦. યુગપત્ અનેક આકારરૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વઋદ્ધિ-૧૧. આ વગેરે અનેક પ્રકારની વિક્રિયાઋદ્ધિ છે.

નોંધઃ– અહીં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સમજાવ્યો છે, પરંતુ જીવ શરીરનું કે બીજા કોઈ દ્રવ્યનું કાંઈ કરે છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ. શરીરાદિ પરદ્રવ્યની જ્યારે તેવા પ્રકારની અવસ્થા થવા લાયક હોય ત્યારે જીવના ભાવ તેને અનુકૂળ જીવના કારણે હોય - એટલો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અહીં બતાવ્યો છે -એમ સમજવું.

(૭) ચોથી તપઋદ્ધિ

તપઋદ્ધિ સાત પ્રકારની છે-૧. ઉગ્રતપ, ર. દીપ્તિતપ, ૩. નિહારતપ, ૪. મહાનતપ, પ. ધોરતપ, ૬. ધોરપરાક્રમતપ અને ૭. ધોર બ્રદ્મચર્યતપ. તેનું સ્વરૂપ નીચે મુજબ છે-

એક ઉપવાસ, બે-ત્રણ-ચાર-પાંચ વગેરે ઉપવાસ નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો તો મરણપર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે, કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તો મરણપર્યંત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે-આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્રતપઋદ્ધિ-૧. મહાન ઉપવાસાદિક કરતાં મન-વચન-કાયનું બળ વધતું જ રહે, મુખ દુર્ગંધરહિત રહે, કમળાદિકની સુગંધ જેવો સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય તે દીપ્તિતપઋદ્ધિ-ર. તપેલી લોઢાની કડાઈમાં પડતાં પાણીનાં ટીપાં જેમ સુકાઈ જાય તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળ, રુધિરાદિરૂપ ન પરિણમે, તેથી નિહાર ન થાય આવું હોવું તે નિહારતપઋદ્ધિ ૩. સિંહક્રીડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાનતપઋદ્ધિ ૪. વાત, પિત્ત, શ્લેષ્મ વગેરેથી ઊપજેલ જ્વર, ઉધરસ, શ્વાસ, શૂળ, કોઢ, પ્રમેહાદિક અનેક પ્રકારના રોગવાળું શરીર હોવા છતાં પણ અનશન, કાયકલેશાદિ છૂટે નહિ અને ભયાનક સ્મશાન, પર્વતનું શિખર, ગુફા, ખંડિયેર, ઉજ્જડ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ, પિશાચાદિ પ્રવર્તે અને માઠા વિકાર ધારણ કરે તથા શિયાળનાં કઠોર રુદન, સિંહ-વાઘ વગેરે દુષ્ટ જીવોના ભયાનક શબ્દ જ્યાં નિરંતર પ્રવર્તે એવા ભયંકર સ્થાનમાં પણ નિર્ભય થઈ વસે તે ધોરતપઋદ્ધિ-પ. પૂર્વે કહ્યું તેવું રોગસહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યોગ (સ્વરૂપની એકાગ્રતા) વધારવાની તત્પરતા હોવી તે ધોરપરાક્રમતપઋદ્ધિ-૬. ઘણા કાળથી બ્રહ્યચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી (મોહનીયકર્મનો ક્ષયોપશમ થતાં) ખોટાં સ્વપ્નાંઓનો નાશ થવો તે ધોરબ્રહ્યચર્યતપઋદ્ધિ છે-૭. આ પ્રમાણે સાત પ્રકારની તપઋદ્ધિ છે.


Page 262 of 655
PDF/HTML Page 317 of 710
single page version

૨૬૦ ] [ મોક્ષશાસ્ત્ર

નોંધઃ– સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. તપઋદ્ધિના પાંચમા અને છઠ્ઠા ભેદોમાં અનેક પ્રકારના રોગવાળું શરીર કહ્યું છે તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-શરીર પરવસ્તુ છે, તે ગમે તેવું ખરાબ હોય તોપણ આત્માને સત્ય પુરુષાર્થ કરવામાં તે બાધક થતું નથી.‘શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ થઈ શકે’ એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે.

(૮) પાંચમી બળઋદ્ધિનું સ્વરૂપ

બળઋદ્ધિના ત્રણ પ્રકાર છે-૧. મનોબળઋદ્ધિ, ર. વચનબળઋદ્ધિ અને ૩. કાયબળઋદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે -પ્રકર્ષ પુરુષાર્થથી મનઃશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યાંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્રુત અર્થના ચિંતવનનું સામર્થ્ય તે મનોબળઋદ્ધિ-૧. અતિશય પુરુષાર્થથી મન-ઇંદ્રિયશ્રુતાવરણ તથા જિવ્હાશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યાંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સકળશ્રુતનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય હોવું તથા નિરંતર ઉચ્ચસ્વરથી બોલતાં ખેદ ઊપજે નહિ, કંઠ કે સ્વરભંગ થાય નહી તે વચનબળઋદ્ધિ-ર. વીર્યાંતરાયના ક્ષયોપશમથી અસાધારણ કાયબળ પ્રગટે અને એક માસ, ચાર માસ કે બાર માસ પ્રતિમાયોગ ધારણ કરતાં ખેદરૂપ ન થાય તે કાયબળઋદ્ધિ -૩.

(૯) છઠ્ઠી ઔષધઋદ્ધિનું સ્વરૂપ

ઓષધ ઋદ્ધિ આઠ પ્રકારની છેઃ– ૧. આમર્ષ, ર. ક્ષેલ, ૩. જળ, ૪. મળ, પ. વિટ, ૬. સર્વ, ૭. આસ્યાવિષ અને ૮. દ્રષ્ટિવિષ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. -

અસાધ્ય રોગ હોય તોપણ જેના હાથ-ચરણાદિનો સ્પર્શ થતાં જ સર્વ રોગ જાય તે આમર્ષઔષધઋદ્ધિ-૧. જેનાં થૂંક, લાળ, કફાદિનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે ક્ષેલ ઔષધઋદ્ધિ-ર. જેના દેહના પરસેવાનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે જળઔષધઋદ્ધિ છે-૩. જેનાં કાન, દાંત નાક અને નેત્રનો મળ જ સર્વરોગનું નિરાકરણ કરવામાં સમર્થ હોય તે મળઔષધિઋદ્ધિ-૪. જેનો વીટ-ઝાડો તથા મૂત્ર જ ઔષધરૂપ હોય તે વીટઔષધઋદ્ધિ-પ. જેના અંગ-ઉપાંગ, નખ, દાંત, કેશાદિકનો સ્પર્શ થતાં જ સમસ્ત રોગને હરે તે સર્વૌષધઋદ્ધિ-૬. તીવ્ર ઝેરમાં મળેલો આહાર પણ જેના મુખમાં જતાં ઝેર રહિત થઈ જાય તથા વિષથી વ્યાપ્ત જીવનું ઝેર જેના વચનથી જ ઉતરી જાય તે આસ્યવિષઔષધઋદ્ધિ. ૭-જેને દેખવાથી મહાન વિષધારી જીવનું વિષ જતું રહે તથા કોઈને ઝેર ચડયું હોય તો તે ઉતરી જાય-એવી ઋદ્ધિ તે દ્રષ્ટિવિષઋદ્ધિ છે- ૮. આ પ્રમાણે આઠ પ્રકારની ઓષધઋદ્ધિ છે.


Page 263 of 655
PDF/HTML Page 318 of 710
single page version

અ. ૩ સૂત્ર ૩૬ ] [ ૨૬૧

(૧૦) સાતમી રસઋદ્ધિનું સ્વરૂપ

રસઋદ્ધિના છ પ્રકાર છે-૧. આસ્યવિષ, ર. દ્રષ્ટિવિષ, ૩. ક્ષીર, ૪. મધુસ્રાવી, પ.ઘૃતસ્રાવી અને ૬. અમૃતસ્રાવી. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે-

પ્રકૃષ્ટ તપવાળા યોગી કદાચિત્ ક્રોધી થઈ કહે કે ‘તું મરી જા,’ તો તત્કાળ વિષ ચડીને મરી જાય તે આસ્યવિષરસઋદ્ધિ-૧. કદાચિત્ ક્રોધરૂપી દ્રષ્ટિ દેખી મરી જાય તે દ્રષ્ટિવિષરસઋદ્ધિ-ર. વીતરાગી મુનિને એવું સામર્થ્ય હોય કે તેઓ ક્રોધાદિકને પ્રાપ્તન થાય અને તેમના હાથમાં આવેલ વિરસભોજન ક્ષીરરસરૂપે થઈ જાય તથા જેનું વચન દુર્બલને ક્ષીરની જેમ પુષ્ટ કરે તે ક્ષીરરસઋદ્ધિ-૩. ઉપરના પ્રસંગમાં તે ભોજન મિષ્ટરસરૂપે પરિણમી જાય તે મધુસ્રાવીરસઋદ્ધિ-૪. તેમ જ તે ભોજનઘૃતરસરૂપે પરિણમી જાય તે ઋદ્ધિ ઘૃતસ્ત્રાવીરસઋદ્ધિ-પ. તેમ જ તે ભોજન અમૃતરસરૂપે પરિણમી જાય તે અમૃતસ્રાવીરસઋદ્ધિ-૬. આ પ્રમાણે છ પ્રકારની રસઋદ્ધિ છે.

(૧૧) આઠમી ક્ષેત્રઋદ્ધિનું સ્વરૂપ

ક્ષેત્રઋદ્ધિ બે પ્રકારની છે-૧. અક્ષીણમહાન અને ર. અક્ષીણમહાલય. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છેઃ-

લાભાંતરાયના પ્રકૃષ્ટ ક્ષયોપશમથી અતિ સંયમવાન મુનિને જે ભોજનમાંથી ભોજન આપે તે ભોજનમાંથી ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય ભોજન કરે તોપણ તે દિવસે ભોજનસામગ્રી ન ઘટે તે અક્ષીણમહાનક્ષેત્રઋદ્ધિ-૧. ઋદ્ધિસહિત મુનિ જે સ્થાનમાં બેસે ત્યાં દેવ, રાજા, મનુષ્યાદિક ઘણા આવીને બેસે તો પણ ક્ષેત્ર સાંકડું ન પડે, પરસ્પર બાધા ન થાય તે અક્ષીણમહાલયક્ષેત્રઋદ્ધિ છે. આ પ્રમાણે બે પ્રકારની ક્ષેત્રઋદ્ધિછે.

આ રીતે, પહેલાં આર્ય અને મ્લેચ્છ એવા મનુષ્યના બે ભેદ પાડયા હતા, તેમાંથી આર્યના ઋદ્ધિપ્રાપ્ત અને અનૃદ્ધિપ્રાપ્ત એવા બે ભેદ પાડયા હતા. તેમાંથી ઋદ્ધિપ્રાપ્તઆર્યોની ઋદ્ધિનાઃભેદોનું સ્વરૂપ કહ્યું; હવે અનૃદ્ધિપ્રાપ્ત આર્યોના ભેદ કહેવામાં આવે છે.

(૧ર) અનૃદ્ધિપ્રાપ્ત આર્ય

અનૃદ્ધિપ્રાપ્ત આર્યના પાંચ પ્રકાર છે-૧. ક્ષેત્રઆર્ય, ર. જાતિઆર્ય, ૩. કર્મઆર્ય, ૪. ચારિત્રઆર્ય અને પ. દર્શનઆર્ય. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે-

૧. ક્ષેત્રઆર્યઃ– જે મનુષ્યો આર્યદેશમાં જન્મે તે ક્ષેત્રઆર્ય છે.
ર. જાતિઆર્યઃ– જે મનુષ્યો ઈક્ષ્વાકુવંશ, ભોજવંશાદિકમાં જન્મે તે જાતિઆર્ય છે.
૩. કર્મઆર્યઃ– તેના ત્રણ પ્રકાર છે-સાવદ્યકર્મ આર્ય, અલ્પસાવદ્યકર્મઆર્ય

Page 264 of 655
PDF/HTML Page 319 of 710
single page version

૨૬૨ ] [ મોક્ષશાસ્ત્ર અને અસાવદ્યકર્મઆર્ય. તેમાંથી સાવદ્યકર્મઆર્યના છ પ્રકાર છે- અસિ, મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજય.

જે તરવાર વગેરે આયુધ ધારણ કરી આજીવિકા કરે તે અસિકર્મઆર્ય. જે દ્રવ્યની આવક તથા ખર્ચ લખવામાં નિપુણ હોય તે મસિકર્મઆર્ય. જે હળ, દાંતલા વગેરે ખેતીનાં સાધનો વડે ખેતી કરી આજીવિકામાં પ્રવીણ હોય તે કૃષિકર્મઆર્ય. આલેખ્ય. ગણિતાદિ બોંતેર કળામાં પ્રવીણ હોય તે વિદ્યાકર્મ આર્ય. ધોબી, હજામ, કુંભાર, લુહાર, સોની વગેરે કાર્યમાં પ્રવીણ હોય તે શિલ્પકર્મ આર્ય છે. ચંદનાદિ ગંધ, ઘી વગેરે રસ. ધાન્ય, કપાસ, વસ્ત્ર, મોતી-માણેક વગેરે અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરી વેપાર કરે તે વાણિજ્યકર્મ આર્ય.

આ છએ પ્રકારનાં કર્મ જીવને અવિરતદશામાં (પહેલેથી ચોથા ગુણસ્થાન સુધી) હોય છે તેથી તે સાવદ્યકર્મ આર્ય છે.

વિરતાવિરત પરિણત જે શ્રાવક (પાંચમા ગુણસ્થાનવર્તી) તે અલ્પસાવદ્યકર્મઆર્ય છે.

જે સકલસંયમી સાધુ તે અસાવદ્યકર્મ આર્ય છે. (અસાવદ્યકર્મઆર્ય અને ચારિત્રઆર્ય વચ્ચે શું ભેદ છે તે બતાવવામાં આવશે.)

૪. ચારિત્રઆર્ય–તેના બે પ્રકાર છે - અભિગતચારિત્રઆર્ય અને અનભિગતચારિત્રઆર્ય.

ઉપદેશ વગર જ ચારિત્રમોહના ઉપશમ કે ક્ષયથી, આત્માની ઉજ્જ્વળતારૂપ ચારિત્રપરિણામને ધારણ કરે એવા ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણસ્થાનધારક મુનિ તે અભિગતચારિત્રઆર્ય છે. અને અંતરંગમાં ચારિત્રમોહના ક્ષયોપશમથી તથા બાહ્યથી ઉપદેશના નિમિત્તથી સંયમરૂપ પરિણામ ધારે તે અનભિગતચારિત્રઆર્ય છે.

અસાવદ્યઆર્ય અને ચારિત્રઆર્ય એ બન્ને સાધુઓ જ હોય, પણ તે સાધુ જ્યારે પુણ્યકર્મનો બંધ કરે છે ત્યારે (-છઠ્ઠા ગુણસ્થાને) તેમને અસાવદ્યઆર્ય કહેવાય છે અને જ્યારે કર્મની નિર્જરા કરે છે ત્યારે (-છઠ્ઠા ગુણસ્થાનની ઉપર) તેમને ચારિત્રઆર્ય કહેવાય છે.

પ. દર્શનઆર્યઃ– તેના દશ પ્રકાર છે-આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમાવગાઢ. [આ દસ ભેદો સંબંધી વિશેષ ખુલાસો મોક્ષમાર્ગ પ્રકાશક - ગુજરાતી પાનું ૩૩૩ માંથી જાણી લેવો.]

આ પ્રમાણે અનૃદ્ધિપ્રાપ્ત આર્યના ભેદોનું સ્વરૂપ કહ્યું. એ રીતે આર્ય મનુષ્યોનું વર્ણન પૂરું થયું. હવે મ્લેચ્છ મનુષ્યોનું વર્ણન કરવામાં આવે છે.


Page 265 of 655
PDF/HTML Page 320 of 710
single page version

અ. ૩ સૂત્ર ૩૭ ] [ ૨૬૩

(૧૩) મ્લેચ્છ

મ્લેચ્છ મનુષ્યો બે પ્રકારના છે-કર્મભૂમિજ અને અન્તર્દ્વીપજ. (૧) પાંચ ભરતના પાંચ ખંડ, પાંચ ઐરાવતના પાંચ ખંડ અને વિદેહના આઠસો ખંડ એમ (રપ + રપ + ૮૦૦) આઠસો પચાસ મ્લેચ્છ ક્ષેત્રો છે; તેમાં જન્મેલા મનુષ્યો કર્મભૂમિજ છે; (ર) લવણસમુદ્રમાં અડતાલીસ દ્વીપ તથા કાળોદધિસમુદ્રમાં અડતાલીસ દ્વીપ એ બન્ને મળી છન્નું દ્વીપમાં કુભોગભૂમિયા મનુષ્યો છે તેને અન્તર્દ્વીપજ મ્લેચ્છ કહેવાય છે. તે અંતર્દ્વીપજ મ્લેચ્છ મનુષ્યોના ચહેરા વિચિત્ર પ્રકારના હોય છે; તેમને માણસનું શરીર (ધડ) અને તે ઉપર હાથી, રીંછ, માછલાં, વગેરેના માથાં, ઘણાં લાંબા કાન, એક પગ, પૂછડું વગેરે હોય છે; તેમનું આયુષ્ય એક પલ્યનું હોય છે અને ઝાડનાં ફળ, માટી વગેરે તેમનો ખોરાક છે. ।। ૩૬।।

કર્મભૂમિનું વર્ણન
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्याः।। ३७।।

અર્થઃ– પાંચ મેરુ સંબંધી પાંચ ભરત, પાંચ ઐરાવત, દેવકુરુ તથા ઉત્તરકુરુ એ બેને છોડીને પાંચ વિદેહ એ રીતે અઢીદ્વીપમાં કુલ પંદર કર્મભૂમિઓ છે.

ટીકા

(૧) જ્યાં અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, વિદ્યા અને શિલ્પ એ છ કર્મની પ્રવૃત્તિ હોય તેને કર્મભૂમિ કહે છે. વિદેહના એક મેરુ સંબંધી બત્રીસ ભેદ છે; અને પાંચ વિદેહ છે તેથી ૩ર × પ =૧૬૦ ક્ષેત્ર પાંચ વિદેહનાં થયા, અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દસ મળીને કુલ પંદર કર્મભૂમિઓના ૧૭૦ ક્ષેત્રો છે. આ પવિત્રતાનાં -ધર્મનાં ક્ષેત્રો છે અને મુક્તિ પ્રાપ્ત કરનારા મનુષ્યો ત્યાં જ જન્મે છે.

એક મેરુસંબંધી હિમવત્, હરિક્ષેત્ર, રમ્યક્, હિરણ્યવત્, દેવકુરુ અને ઉત્તરકુરુ એવી છ ભોગભૂમિ છે. એ પ્રમાણે પાંચ મેરુ સંબંધી ત્રીસ ભોગભૂમિ છે. તેમાં દસ જઘન્ય, દસ મધ્યમ અને દસ ઉત્કૃષ્ટ છે. તેમાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ છે. તેના ભોગ ભોગવી જીવ સંકલેશરહિત-શાતારૂપ રહે છે.

(ર) પ્રશ્નઃ– કર્મનો આશ્રય તો ત્રણે લોકનાં ક્ષેત્ર છે તો કર્મભૂમિનાં એકસો સિત્તેર ક્ષેત્ર જ કેમ કહો છો, ત્રણે લોકને કર્મભૂમિ કેમ કહેતા નથી?

ઉત્તરઃ– સર્વાર્થસિદ્ધિ પહોંચવાનું શુભકર્મ અને સાતમી નરકે પહોંચવાનું પાપકર્મ