Moksha Shastra (Gujarati). Sutra: 53 (Chapter 2),1 (Chapter 3),2 (Chapter 3),3 (Chapter 3),4 (Chapter 3),5 (Chapter 3),6 (Chapter 3); Upsanhar; Third Chapter Pg. 237 to 269.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 36

 

Page 226 of 655
PDF/HTML Page 281 of 710
single page version

૨૨૬ ] [ મોક્ષશાસ્ત્ર

કોનું આયુષ્ય અપવર્તન (–અકાળ મૃત્યુ) રહિત છે?
औपपादिकचरमोत्तमदेहाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः।। ५३।।
અર્થઃ– [औपपादिक] ઉપપાદ જન્મવાળા-દેવ અને નારકી, [चरम उत्तम

देहाः] ચરમ ઉત્તમ દેહવાળા એટલે તે ભવે મોક્ષગામીઓ તથા [असंख्येय वर्ष आयुषः] અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા ભોગભૂમિના જીવોનાં [आयुषः अनुपवर्ति] આયુષ્ય અપવર્તન રહિત હોય છે.

ટીકા

(૧) આઠ કર્મોમાં આયુષ્ય નામનું એક કર્મ છે. ભોગ્યમાન (ભોગવાતાં) આયુષ્યકર્મનાં રજકણો બે પ્રકારનાં હોય છે-સોપક્રમ અને નિરુપક્રમ. તેમાં આયુષ્યના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ્ય નિરુપક્રમ એટલે કે અપવર્તન રહિત છે; અને જે આયુષ્યકર્મ ભોગવવામાં પહેલાં તો સમયે સમયે સરખા નિષેકો નિર્જરતા હોય પણ તેના છેલ્લા ભાગમાં ઘણાં નિષેકો એક સાથે નિર્જરી જાય તે પ્રકારના આયુષ્યને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. આયુષ્યકર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમયે સમયે સરખું નિર્જરે, તેથી તે ઉદય કહેવાય છે અને સોપક્રમ આયુષ્યવાળાને પહેલાં અમુક વખત તો ઉપર પ્રમાણે જ નિર્જરે, ત્યારે ઉદય કહેવાય, પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં બધાં નિષેકો ભેગાં નિર્જરી જાય, તેથી તેને ‘ઉદીરણા’ કહે છે. ખરેખર કોઈનું આયુષ્ય વધતું કે ઘટતું નથી પણ નિરુપક્રમ આયુષ્યથી સોપક્રમ આયુષ્યનો ભેદ બતાવવા માટે સોપક્રમવાળા જીવોને ‘અકાલ મૃત્યુ પામ્યા’ એમ વ્યવહારથી કહેવાય છે.

(ર) ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ; ચરમદેહ ઉત્કૃષ્ટ હોય છે, કેમકે જે જે જીવો કેવળજ્ઞાન પામે તેમનું શરીર કેવળજ્ઞાન પ્રગટતાં પરમૌદારિક થાય છે. જે દેહે જીવો કેવળજ્ઞાન પામતા નથી તે દેહ ચરમ હોતો નથી તેમ જ પરમૌદારિક હોતો નથી. મોક્ષ જનાર જીવને શરીર સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવળજ્ઞાન પામતાં કેવો હોય છે તે બતાવવા આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ-એવાં બે વિશેષણો વાપર્યાં છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારે તે દેહ ‘ચરમ’ સંજ્ઞા પામે છે; તેમ જ પરમૌદારિકરૂપ થઈ જાય છે તેથી ‘ઉત્તમ’ સંજ્ઞા પામે છે; પણ વજ્રર્ષભનારાચસંહનન તથા સમચતુરસ્રસંસ્થાનને કારણે શરીરને ‘ઉત્તમ’ સંજ્ઞા આપવામાં આવતી નથી.

(૩) સોપક્રમ– કદલીઘાત અર્થાત્ વર્તમાન માટે અપવર્તન થતા આયુષ્યવાળાને


Page 227 of 655
PDF/HTML Page 282 of 710
single page version

અ. ૨. સૂત્ર પ૩ ] [ ૨૨૭ બાહ્યમાં વિષ, વેદના, રક્તક્ષય, ભય, શસ્ત્રાઘાત, શ્વાસાવરોધ, કંટક, અગ્નિ, જળ, સર્પ, અજીર્ણભોજન, વજ્રપાત, શૂળી, હિંસક જીવ, તીવ્ર ભૂખ કે પિપાસા આદિ કોઈ નિમિત્ત હોય છે. (કદલીઘાતના અર્થ માટે જુઓ, અ. ૪ સૂ. ર૯ ની ટીકા.)

(૪) કેટલાક અંતકૃત-કેવળી એવા હોય છે કેે જેમનાં શરીર ઉપસર્ગથી વિદીર્ણ થાય છે પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત છે, ચરમદેહવાળા ગુરુદત્ત, પાંડવો વગેરેને ઉપસર્ગ થયા હતા પણ તેમનું આયુષ્ય અપવર્તન રહિત હતું.

(પ) ‘ઉત્તમ’ શબ્દનો અર્થ ત્રેસઠ શલાકાપુરુષ અથવા કામદેવાદિ ઋદ્ધિયુક્ત પુરુષો એવો કરવો તે ઠીક નથી, કેમકે સુભૌમ ચક્રવર્તી, છેલ્લા બ્રહ્મદત્ત ચક્રવર્તી તથા છેલ્લા અર્ધચક્રવર્તી વાસુદેવ આયુષ્ય અપવર્તન થતાં મરણ પામ્યા છે.

(૬) ભરત અને બાહુબલી તે ભવે મોક્ષગામી જીવો હતા, તેથી અંદરોઅંદર લડતાં તેમનું આયુષ્ય બગડી શકે નહિ-એમ કહ્યું છે તે બતાવે છે કે ‘ઉત્તમ’ શબ્દ તે ભવે મોક્ષગામી જીવો માટે જ વપરાયો છે.

(૭) બધા સકલચક્રી અને અર્ધચક્રીને અનપવર્તનાયુ હોય એવો નિયમ નથી.

(૮) સર્વાર્થસિદ્ધિમાં શ્રી પૂજ્યપાદ આચાર્યદેવે ‘ઉત્તમ’ શબ્દનો અર્થ કર્યો છે; તેથી મૂળ સૂત્રમાં તે શબ્દ છે એમ સિદ્ધ થાય છે. અમૃતચંદ્રાચાર્યદેવે તત્ત્વાર્થસાર બનાવતાં બીજા અધ્યાયની ૧૩પ મી ગાથામાં ‘ઉત્તમ’ શબ્દ વાપર્યો છે, તે ગાથા નીચે પ્રમાણે છે.

असंख्येयसमायुक्ताश्चरमोत्तममूर्तयः।
देवाश्च नारकाश्चैषाम् अपमृत्युनंविद्यते।। १३५।। ।। ५३।।
ઉપસંહાર

(૧) આ અધ્યાયમાં જીવતત્ત્વનું નિરૂપણ છે, તેમાં પ્રથમ જ જીવના ઔપશમિકાદિક પાંચ ભાવો વર્ણવ્યા [સૂત્ર ૧]; પાંચ ભાવોના ત્રેપન ભેદો સાત સૂત્રમાં કહ્યા [સૂત્ર ૭]. પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ‘ઉપયોગ’ જણાવીને તેના ભેદ કહ્યા [સૂત્ર ૯]. જીવના બે ભેદ સંસારી અને મુક્ત કહ્યા [સૂત્ર ૧૦]. તેમાં સંસારી જીવોના ભેદ સંજ્ઞી-અસંજ્ઞી, તથા ત્રસ-સ્થાવર કહ્યા, અને ત્રસના ભેદ બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જણાવ્યા; પાંચ ઇંદ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકાર કહ્યા અને તેના વિષય જણાવ્યા [સૂત્ર ૨૧]. એકેન્દ્રિયાદિ જીવોને કેટલી ઇંદ્રિયો હોય તેનું નિરૂપણ કર્યું. [સૂત્ર ૨૩]. વળી સંજ્ઞી જીવોનું તથા જીવ પરભવગમન કરે છે તે ગમનનું સ્વરૂપ કહ્યું [સૂત્ર ૩૦].


Page 228 of 655
PDF/HTML Page 283 of 710
single page version

૨૨૮ ] [ મોક્ષશાસ્ત્ર

પછી જન્મના ભેદ, યોનિના ભેદ તથા ગર્ભજ, દેવ, નારકી અને સમ્મૂર્ચ્છન જીવો કેમ ઊપજે તેનો નિર્ણય કહ્યો [સૂત્ર ૩પ]; પાંચ શરીરના નામ કહી તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું અને તે કેમ ઊપજે તેનું નિરૂપણ કર્યું [સૂત્ર ૪૯]; પછી ક્યા જીવને ક્યા વેદ હોય છે તે કહ્યું [સૂત્ર પ૨]; પછી ઉદય-મરણ અને ઉદીરણા-મરણનો નિયમ બતાવ્યો [સૂત્ર પ૩].

જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પરવસ્તુના સંયોગો હોય છે; અહીં તેનું જ્ઞાન કરાવ્યું છે, અને સમ્યગ્દર્શન પામી, વીતરાગતા પ્રાપ્ત કરી સંસારી જીવ મટીને મુક્ત જીવ થવા માટે જણાવ્યું છે.

(ર) પારિણામિકભાવ સંબંધી

જીવ અને તેના અનંતગુણો ત્રણેકાળ અખંડ અભેદ છે તેથી તે પારિણામિકભાવે છે. દરેક દ્રવ્યના દરેક ગુણોનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે; જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી સમયે સમયે તેના અનંત ગુણોનું પરિણમન થાય છે; તે પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. તેમાં જે પર્યાયો અનાદિથી જ શુદ્ધ છે તે પણ પારિણામિકભાવે છે.

જીવની અનાદિથી સંસારી અવસ્થા છે એમ આ અધ્યાયના ૧૦ મા સૂત્રમાં કહ્યું છે, કેમકે પોતાની અવસ્થામાં અનાદિથી ક્ષણે ક્ષણે નવો વિકાર જીવ કરતો આવે છે; પરંતુ એ ખ્યાલમાં રાખવું કે તેના બધા ગુણોના પર્યાયોમાં વિકાર નથી પણ અનંત ગુણોમાંથી ઘણા અલ્પ ગુણોની અવસ્થામાં વિકાર થાય છે. જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે.

હવે જે વિકારી પર્યાયો થાય છે તેનું સ્વરૂપ વિચારીએ. દરેક દ્રવ્ય સત્ હોવાથી તેના પર્યાયમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને પર્યાય અવલંબે છે. તે ત્રણ અંશોમાંથી જે ધ્રૌવ્ય અંશ છે તે અંશ સદ્રશ રહેતો હોવાથી તે અંશ પણ પારિણામિકભાવે છે. તે અંશ અનાદિ અનંત એકપ્રવાહપણે છે. તે એકપ્રવાહપણે રહેતો ધ્રૌવ્ય પર્યાય પણ પારિણામિકભાવે છે.

આ ઉપરથી નીચે પ્રમાણે પારિણામિકભાવપણું સિદ્ધ થયું- ૧. દ્રવ્યનું ત્રિકાળીપણું તથા અનંત ગુણો અને તેના પર્યાયનો એકપ્રવાહરૂપે રહેતો અનાદિ અનંત ધ્રૌવ્ય અંશ-એ ત્રણે અભેદપણે પારિણામિકભાવે છે અને તેને પરમ પારિણામિકભાવ અથવા દ્રવ્યદ્રષ્ટિએ પારિણામિકભાવ કહેવામાં આવે છે.

ર. જે અનાદિ અનંત ધ્રૌવ્ય અંશ છે તેને એક પ્રવાહપણે ઉપર લીધો છે, પણ તે

Page 229 of 655
PDF/HTML Page 284 of 710
single page version

અ. ૨. ઉપસંહાર] [ ૨૨૯ દરેક સમયે છે તેથી દરેક સમયનો જે ધ્રૌવ્ય અંશ છે તે પર્યાયાર્થિકનયે પારિણામિક ભાવ છે.

(૩) ઉત્પાદ અને વ્યયપર્યાય

હવે ઉત્પાદ અને વ્યયપર્યાય સંબંધીઃ- તેમાં વ્યયપર્યાય તો અભાવરૂપે છે તેથી તેને આ અધ્યાયના પહેલા સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી કોઈપણ ભાવ લાગુ પડી શકે નહિ.

ઉત્પાદપર્યાય સમયે સમયે અનંત ગુણોનો છે તેમાં જે ગુણોનો પર્યાય અનાદિથી અવિકારી છે તે પારિણામિકભાવે છે અને તે પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયે પારિણામિકભાવ છે.

પરની અપેક્ષા રાખનારા જીવના ભાવોનાં ચાર વિભાગો પડે છે-૧. ઔપશમિકભાવ ર. ક્ષાયોપશમિકભાવ ૩. ક્ષાયિકભાવ અને ૪. ઔદયિકભાવ. એ ચાર ભાવોનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના સૂત્ર ૧ ની ટીકામાં કહ્યું છે.

(૪) આ પાંચ ભાવોનું જ્ઞાન ધર્મ કરવામાં શી રીતે ઉપયોગી છે?

જો જીવ આ પાંચ ભાવોનું સ્વરૂપ જાણે તો ક્યા ભાવને આધારે ધર્મ થાય તે પોતે સમજી શકે. પાંચ ભાવોમાંથી પારિણામિકભાવ સિવાયના ચાર ભાવોમાંથી કોઈના લક્ષે ધર્મ થતો નથી, અને પર્યાયાર્થિકનયે જે પારિણામિકભાવ છે તેના આશ્રયે પણ ધર્મ થતો નથી-એમ તે સમજે. હવે જ્યારે પોતાના પર્યાયાર્થિકનયે વર્તતા પારિણામિકભાવના આશ્રયે પણ ધર્મ ન થાય તો પછી નિમિત્ત-કે જે પર દ્રવ્ય છે-તેના આશ્રયે કે લક્ષે તો ધર્મ ન જ થઈ શકે એમ પણ તે સમજે છે.

(પ) ઉપાદાનકારણ અને નિમિત્તકારણ સંબંધી

પ્રશ્નઃ– જૈનધર્મ તો વસ્તુનું સ્વરૂપ અનેકાંત કહે છે, માટે કોઈ વખતે ઉપાદાન (-પરમપારિણામિકભાવ) ની મુખ્યતાએ ધર્મ થાય અને કોઈ વખતે નિમિત્ત (- પરદ્રવ્ય) ની મુખ્યતાએ ધર્મ થાય એમ હોવું જોઈએ; ઉપર કહ્યું તેમ એકલા ઉપાદાન (-પરમપારિણામિકભાવ)થી ધર્મ થાય એમ કહેતાં એકાંત થઈ જશે?

ઉત્તરઃ– આ પ્રશ્ન સમ્યક્ અનેકાંત અને મિથ્યાઅનેકાંત તથા સમ્યક્-મિથ્યાએકાંતના સ્વરૂપની અજ્ઞાનતા બતાવે છે. પારિણામિકભાવના આશ્રયે ધર્મ થાય અને બીજા કોઈ ભાવના આશ્રયે ધર્મ ન થાય એમ અસ્તિ-નાસ્તિસ્વરૂપ તે સમ્યક્અનેકાંત છે. પ્રશ્નમાં જણાવેલ અનેકાંત તો મિથ્યા અનેકાંત છે; વળી જો તે પ્રશ્નમાં જણાવેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તો તે મિથ્યા એકાંત થાય છે, કેમકે જો કોઈ વખતે નિમિત્તની


Page 230 of 655
PDF/HTML Page 285 of 710
single page version

૨૩૦ ] [ મોક્ષશાસ્ત્ર મુખ્યતાએ (એટલે કે પરદ્રવ્યની મુખ્યતાએ) ધર્મ થાય તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય એ બે એક થઈ જાય અને તેથી મિથ્યાએકાંત થાય છે.

પ્રશ્નઃ– તો પછી સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર અને ભગવાનના દિવ્યધ્વનિના આશ્રયે ધર્મ થાય છે એમ તો શાસ્ત્રમાં કહ્યું છે, માટે કોઈ વખતે તે નિમિત્તોની મુખ્યતાએ ધર્મ થાય એમ માનવામાં શું દોષ આવે છે?

ઉત્તરઃ– શાસ્ત્રમાં એમ જ કહ્યું છે કે-પરમશુદ્ધનિશ્ચયનયના ગ્રાહક પારિણામિકભાવે (અર્થાત્ નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મભાવે-જ્ઞાયકભાવે) ધર્મ થાય. સત્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્ર કે ભગવાનનો દિવ્યધ્વનિ તે તો જીવ અશુભ ભાવ ટાળી શુભભાવ રૂપ રાગનું અવલંબન લે છે તેમાં નિમિત્ત માત્ર છે; વળી તેમના તરફના રાગ-વિકલ્પને પણ ટાળીને જીવ જ્યારે પારિણામિકભાવનો (જ્ઞાયકભાવનો) આશ્રય લે છે ત્યારે તેને ધર્મ પ્રગટે છે અને તે વખતે રાગનું અવલંબન છૂટી જાય છે. ધર્મ પ્રગટયા પહેલાં રાગ કઈ દિશામાં ઢળ્‌યો હતો તે બતાવવા માટે દેવ-ગુરુ-શાસ્ત્ર કે દિવ્યધ્વનિ વગેરેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્તની મુખ્યતાએ કોઈપણ વખતે ધર્મ થાય એમ બતાવવા માટે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવતું નથી.

કોઈ વખતે ઉપાદાનકારણની મુખ્યતાએ ધર્મ થાય અને કોઈ વખતે નિમિત્તકારણની મુખ્યતાએ ધર્મ થાય-એમ જો માની લઈએ તો ધર્મ કરવા માટે કોઈ ત્રિકાળી અબાધિત નિયમ રહેતો નથી; અને જો કોઈ નિયમરૂપ સિદ્ધાંત ન હોય તો ધર્મ ક્યા વખતે ઉપાદાનકારણની મુખ્યતાથી થાય અને ક્યા વખતે નિમિત્તકારણની મુખ્યતાથી થાય એ નક્કી નહિ હોવાથી જીવ કદી ધર્મ કરી શકે નહિ.

ધર્મ કરવા માટે ત્રિકાળી એકરૂપ નિયમ ન હોય એમ બની શકે નહિ; માટે એમ સમજવું કે જે કોઈ જીવો પૂર્વે ધર્મ પામ્યા છે, વર્તમાનમાં ધર્મ પામે છે અને ભવિષ્યમાં ધર્મ પામશે તે બધાયને પરમપારિણામિકભાવનો જ આશ્રય છે, પણ બીજો કોઈ આશ્રય નથી.

પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ સમ્યગ્દર્શન થયા પછી સત્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનું અવલંબન લે છે અને તેના આશ્રયે તેમને ધર્મ થાય છે તો ત્યાં નિમિત્તની મુખ્યતાએ ધર્મનું કાર્ય થયું કે નહિ?

ઉત્તરઃ– ના, નિમિત્તની મુખ્યતાએ ક્યાંય પણ કાર્ય થતું જ નથી. સમ્યગ્દ્રષ્ટિને જે શુભભાવ થાય છે તેમાં રાગનું અવલંબન છે અને તેનો પણ સમ્યગ્દ્રષ્ટિને ખેદ વર્તે છે. સત્ દેવ-ગુરુ કે શાસ્ત્રનું તો કોઈ જીવ અવલંબન લઈ જ શકે નહિ કેમકે તે પરદ્રવ્ય છે; છતાં જ્ઞાનીઓ સત્ દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન લે છે એવું જે કથન કરવામાં આવે


Page 231 of 655
PDF/HTML Page 286 of 710
single page version

અ. ૨. ઉપસંહાર] [ ૨૩૧ છે તે તો માત્ર ઉપચારકથન છે, ખરી રીતે પરદ્રવ્યનું અવલંબન નથી પણ રાગભાવનું ત્યાં અવલંબન છે.

હવે તે શુભભાવ વખતે સમ્યગ્દ્રષ્ટિને જે શુભભાવ વધે છે તે, અભિપ્રાયમાં પરમપારિણામિકભાવનો આશ્રય છે તેના જ બળે વધે છે, બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શનના જોરે તે શુદ્ધભાવ વધે છે પરંતુ શુભરાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી.

પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તમાત્ર કહ્યાં તથા તેમના અવલંબનને ઉપચારમાત્ર કહ્યું-તેનું કારણ શું?

ઉત્તરઃ– આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તેમાંથી રાગ વખતે છદ્મસ્થ જીવનું વલણ ક્યા દ્રવ્ય તરફ ગયું તે બતાવવા માટે તે દ્રવ્યને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે; તે વખતે તે જીવને ‘અનુરૂપ અશુદ્ધભાવ’ કરવામાં અનુકૂળ તે દ્રવ્ય છે તેથી તે દ્રવ્યને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે, એ રીતે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તમાત્ર છે અને દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન ઉપચારમાત્ર છે.

નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જીવને જ્ઞાન કરવા માટે છે, પણ ‘ધર્મ કરવામાં કોઈ વખતે નિમિત્તની મુખ્યતા છે’-એવી માન્યતા કરવા માટે તે જ્ઞાન નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માગતા જીવે નિમિત્ત-નૈમિત્તિકસંબંધના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, તે જ્ઞાન કરવાની જરૂર એટલા માટે છે કે જો તે જ્ઞાન ન હોય તો ‘કોઈ વખતે નિમિત્તની મુખ્યતાએ પણ કાર્ય થાય’ એવું વલણ જીવને રહે અને તેથી તેનું અજ્ઞાન ટળે નહિ.

(૬) આ પાંચ ભાવો સાથે આ અધ્યાયના સૂત્રો શી
રીતે સંબંધ રાખે છે તેનો ખુલાસો

સૂત્ર ૧. આ સૂત્ર પાંચે ભાવો બતાવે છે, તેમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયરૂપ પોતાના પારિણામિકભાવના આશ્રયે જ ધર્મ થાય છે.

સૂત્ર ર–૬. આ સૂત્રો પહેલા ચાર ભાવોના ભેદો જણાવે છે, તેમાં ત્રીજા સૂત્રમાં ઔપશમિકભાવના ભેદો વર્ણવતાં પ્રથમ સમ્યક્ત્વ લીધું છે કેમકે ધર્મની શરૂઆત ઔપશમિકસમ્યક્ત્વથી થાય છે; સમ્યક્ત્વ પામ્યા પછી આગળ વધતાં કેટલાક જીવોને ઔપશમિકચારિત્ર થાય છે તેથી બીજું ઔપશમિકચારિત્ર કહ્યું છે. આ બે સિવાય બીજા કોઈ ઔપશમિકભાવો નથી. [સૂત્ર-૩]

જે જે જીવો ધર્મની શરૂઆતમાં પ્રગટ થતું ઔપશમિકસમ્યક્ત્વ, પારિણામિકભાવના આશ્રયે પામે છે તે જીવો પોતામાં શુદ્ધિ વધારતાં વધારતાં છેવટે સંપૂર્ણ શુદ્ધતા પામે છે,


Page 232 of 655
PDF/HTML Page 287 of 710
single page version

૨૩૨ ] [ મોક્ષશાસ્ત્ર તેથી તેમને સમ્યક્ત્વ અને ચારિત્રની પૂર્ણતા થવા ઉપરાંત જ્ઞાન, દર્શન, દાન, લાભ ભોગ, ઉપભોગ અને વીર્ય એ ગુણોની પૂર્ણતા પ્રગટે છે; એ નવ ભાવોની પ્રાપ્તિ ક્ષાયિકભાવે પર્યાયમાં થાય છે, તેથી ફરી કદી વિકાર થતો નથી અને તે જીવો સમયે સમયે સંપૂર્ણ આનંદ અનંતકાળ સુધી ભોગવે છે; તેથી ચોથા સૂત્રમાં એ નવ ભાવો જણાવ્યા છે. તેને નવ લબ્ધિ પણ કહેવામાં આવે છે.

સમ્યગ્જ્ઞાનનો ઉઘાડ ઓછો હોવા છતાં સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્રના બળ વડે વીતરાગતા પ્રગટે છે તેથી તે બે શુદ્ધ પર્યાયો પ્રગટ થયા પછી બાકીના સાત ક્ષાયિક પર્યાયો એક સાથે પ્રગટે છે; ત્યારે સમ્યગ્જ્ઞાન પૂર્ણ થતાં કેવળજ્ઞાન પણ પ્રગટે છે. [સૂત્ર-૪]

જીવમાં અનાદિથી વિકાર થાય છે પણ તેના જ્ઞાન, દર્શન અને વીર્યગુણ સર્વથા નાશ પામતા નથી, તેનો ઉઘાડ ઓછા કે વધારે અંશે રહે છે; અનાદિનું અજ્ઞાન ટાળ્‌યા પછી સાધક જીવને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય છે અને તેમને ક્રમે ક્રમે ચારિત્ર પ્રગટે છે તે બધા ક્ષાયોપશમિકભાવો છે. [સૂત્ર-પ]

જીવ અનેક પ્રકારનો વિકાર કરે છે અને તેના પરિણામે ચતુર્ગતિમાં રખડે છે; તેમાં તેને સ્વરૂપની ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન અને ઊંધું વર્તન હોય છે, અને તેથી તેને કષાય પણ થાય છે; વળી સમ્યગ્જ્ઞાન થયા પછી પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલાં અંશે કષાય હોય છે અને તેથી તેને જુદી જુદી લેશ્યાઓ થાય છે. જીવ સ્વલક્ષને ચૂકીને પરલક્ષ કરે છે તેથી આ વિકારો થાય છે. તેને ઔદયિકભાવ કહેવાય છે. મોહસંબંધી આ ભાવ જ સંસાર છે. [સૂત્ર-૬]

સૂત્ર ૭–જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના પારિણામિકભાવ છે. [સૂત્ર ૭ તથા તે નીચેની ટીકા]

સૂત્ર ૮–૯–જીવનું લક્ષણ ઉપયોગ છે. છદ્મસ્થ જીવની અનેક દશા હોવાથી તેનો જ્ઞાન-દર્શનનો ઉપયોગ ઓછો કે વધારે હોય છે, અને કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ હોય છે. છદ્મસ્થ જીવોને જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્ષાયોપશમિક ભાવે છે અને કેવળી ભગવાનને તે ઉપયોગ ક્ષાયિકભાવે છે. [સૂત્ર ૮-૯]

સૂત્ર ૧૦–જીવોના સંસારી અને મુક્ત એવા બે પ્રકાર છે; તેમાં અનાદિ અજ્ઞાની સંસારી જીવને (ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક) ત્રણ ભાવો હોય છે, પ્રથમ ધર્મ પામતાં (ઔદયિક, ક્ષાયોપશમિક, ઔપશમિક અને પારિણામિક) ચાર ભાવો થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા પછી ઉપશમશ્રેણી માંડનાર જીવને એ પાંચે


Page 233 of 655
PDF/HTML Page 288 of 710
single page version

અ. ૨. ઉપસંહાર] [ ૨૩૩ ભાવો હોય છે અને મુક્ત જીવોને ક્ષાયિક તથા પારિણામિક એ બે જ ભાવ હોય છે. [સૂત્ર-૧૦]

સૂત્ર ૧૧– જીવે પોતે જે પ્રકારના જ્ઞાન, વીર્યાદિના ઉઘાડની લાયકાત પ્રાપ્ત કરી હોય તે ક્ષાયોપશમિકભાવને અનુકૂળ જડ મનનો સદ્ભાવ કે અભાવ હોય છે; જ્યારે જીવ મન તરફ પોતાનો ઉપયોગ વાળે છે ત્યારે તેને વિકાર થાય છે, કેમકે મન પરવસ્તુ છે. જ્યારે જીવ પોતાનો પુરુષાર્થ મન તરફ વાળી જ્ઞાન કે દર્શનનો વ્યાપાર કરે છે ત્યારે દ્રવ્યમન ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. દ્રવ્યમન કાંઈ લાભ- નુકસાન કરતું નથી કેમકે તે પરદ્રવ્ય છે. [સૂત્ર-૧૧]

સૂત્ર ૧ર થી ૨૦–પોતાના ક્ષાયોપશમિક જ્ઞાનાદિના અનુસાર અને નામકર્મના ઉદય અનુસાર જ જીવ ત્રસ કે સ્થાવર દશા સંસારમાં પામે છે; આ રીતે ક્ષાયોપશમિકભાવ અનુસાર જીવની દશા હોય છે. પૂર્વે જે નામકર્મ બંધાયેલું તેનો ઉદય થતાં ત્રસ કે સ્થાવરપણાનો તેમ જ જડ ઇન્દ્રિયો અને મનનો સંયોગ હોય છે. [સૂત્ર ૧૨ થી ૧૭ તથા ૧૯-૨૦]

જ્ઞાનના ક્ષાયોપશમિકભાવના લબ્ધ અને ઉપયોગ એવા બે પ્રકાર છે. [સૂત્ર-૧૮]

સૂત્ર ૨૧ થી પ૩–સંસારી જીવોને ઔદયિકભાવ થતાં જે કર્મો એકક્ષેત્રાવગાહપણે બંધાય છે તેના ઉદયનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જીવના ક્ષાયોપશમિક તથા ઔદયિકભાવની સાથે તેમ જ મન, ઇન્દ્રિયો, શરીર કર્મ, નવા ભવ માટેના ક્ષેત્રાંતર, આકાશની શ્રેણી, ગતિ, નોકર્મનું સમયે સમયે ગ્રહણ તેમ જ તેનો અભાવ, જન્મ, યોનિ તથા આયુ સાથે કેવો હોય છે તે બતાવેલ છે. [સૂત્ર ૨૧ થી ૨૬ તથા ૨૮ થી પ૩].

સિદ્ધદશા થતાં જીવને આકાશની કઈ શ્રેણીની સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે ૨૭ મા સૂત્રમાં બતાવ્યું છે. [સૂત્ર-૨૭]

આ ઉપરથી સમજી લેવું કે જીવને વિકારી અવસ્થામાં કે અવિકારી અવસ્થામાં જે જે પર વસ્તુઓની સાથે સંબંધ થાય છે તે તે પરવસ્તુઓને જગતની બીજી પરવસ્તુઓથી છૂટી ઓળખવા માટે તે તે સમય પૂરતી તેમને ‘નિમિત્ત’ નામ આપીને સંબોધવામાં આવે છે; પણ તેથી નિમિત્તની મુખ્યતાએ કોઈ પણ વખતે કાર્ય થાય છે એમ સમજવું નહિ. આ અધ્યાયનું ૨૭ મું સૂત્ર આ સિદ્ધાંત સ્પષ્ટપણે સાબિત કરે છે. મુક્ત જીવ સ્વયં લોકાકાશના અગ્રે જવાની લાયકાત ધરાવે છે અને ત્યારે આકાશની જે શ્રેણીમાંથી તે જીવ પસાર થાય તે શ્રેણીને આકાશના બીજા ભાગોથી તથા જગતના બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખાવવા માટે ‘નિમિત્ત’ એવું નામ (-આરોપ) આપવામાં આવે છે.


Page 234 of 655
PDF/HTML Page 289 of 710
single page version

૨૩૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૭) નિમિત્ત–નૈમિત્તિકસંબંધ

આ સંબંધ ૨૬-૨૭ સૂત્રમાં ઘણી ચમત્કારિક રીતે ટૂંકામાં ટૂંકા શબ્દોથી કહેવામાં આવ્યો છે. તે અહીં બતાવવામાં આવે છે-

૧. જીવની સિદ્ધાવસ્થાના પ્રથમ સમયે તે લોકાગ્રે સીધી આકાશશ્રેણીએ મોડા લીધા સિવાય જાય છે એમ સૂત્ર ૨૬-૨૭ પ્રતિપાદન કરે છે. જીવ જે વખતે લોકાગ્રે જાય છે તે વખતે જે આકાશશ્રેણીમાંથી જાય છે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના પ્રદેશો છે, અનેક પ્રકારની પુદ્ગલવર્ગણાઓ છે, છૂટા પરમાણુઓ છે, સૂક્ષ્મ સ્કંધો છે, કાલાણુદ્રવ્યો છે, મહાસ્કંધના પ્રદેશો છે, નિગોદના જીવોના તથા તેમનાં શરીરના પ્રદેશો છે તથા છેવટે (સિદ્ધશિલાથી ઉપર) પૂર્વે મુક્ત થયેલા જીવોના કેટલાક પ્રદેશો છે; એ તમામમાંથી પસાર થઈ તે જીવ લોકાગ્રે જાય છે. તો હવે તેમાં તે આકાશશ્રેણીને નિમિત્તપણાનો આરોપ આવ્યો અને બીજાઓને ન આવ્યો તેનું કારણ તપાસવું જોઈએ; તે તપાસમાં માલૂમ પડે છે કે તે મુક્ત થનાર જીવ કઈ આકાશશ્રેણીમાંથી થઈને જાય છે તેનું જ્ઞાન કરાવવા માટે તે આકાશશ્રેણીને ‘નિમિત્ત’ સંજ્ઞા આપી, કેમકે પહેલા સમયની સિદ્ધદશાને આકાશ સાથેનો સંબંધ બતાવવા માટે તે શ્રેણીનો ભાગ જ અનુકૂળ છે, પણ બીજું દ્રવ્ય, ગુણ કે પર્યાય તે માટે અનુકૂળ નથી.

ર. સિદ્ધ ભગવાનના તે સમયના જ્ઞાનના વ્યાપારમાં આખું આકાશ તથા બીજાં તમામ દ્રવ્યો, તેના ગુણો તથા તેના ત્રણે કાળના પર્યાયો જ્ઞેય છે તેથી તે જ સમયે જ્ઞાન પૂરતાં તે બધાં જ્ઞેયો ‘નિમિત્ત’ સંજ્ઞા પામે છે.

૩. સિદ્ધ ભગવાનના તે સમયે પરિણમનગુણને કાળનો તે જ (તે સમયે વર્તતો) સમય ‘નિમિત્ત’ સંજ્ઞા પામે છે, કેમકે પરિણમનમાં તે અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી.

૪. સિદ્ધ ભગવાનની તે સમયની ક્રિયાવતીશક્તિના ગતિપરિણામને તથા ઊર્ધ્વગમનસ્વભાવને ધર્માસ્તિકાયના તે જ આકાશક્ષેત્રે રહેલા પ્રદેશો તે જ સમયે ‘નિમિત્ત’ સંજ્ઞા પામે છે, કેમકે ગતિમાં તે જ અનુકૂળ છે, બીજા અનુકૂળ નથી.

પ. સિદ્ધ ભગવાનના ઊર્ધ્વગમન સમયે બીજાં દ્રવ્યો (જે તે આકાશક્ષેત્રે છે તે તથા બાકીનાં દ્રવ્યો) પણ ‘નિમિત્ત’ સંજ્ઞા પામે છે, કેમ કે તે બધાં દ્રવ્યોને જોકે સિદ્ધાવસ્થા સાથેનો કાંઈ સંબંધ નથી તોપણ વિશ્વને સદા ટકાવી રાખે છે એટલું બતાવવા માટે તે અનુકૂળ નિમિત્ત છે.

૬. સિદ્ધ ભગવાનને તેમની સંપૂર્ણ શુદ્ધતા સાથે કર્મનો અભાવ સંબંધ છે-એટલું અનુકૂળપણું બતાવવા માટે કર્મનો અભાવ પણ ‘નિમિત્ત’ સંજ્ઞા પામે છે; આ રીતે


Page 235 of 655
PDF/HTML Page 290 of 710
single page version

અ. ૨. ઉપસંહાર] [ ૨૩પ અસ્તિ અને નાસ્તિ બન્ને પ્રકારે નિમિત્તપણાનો આરોપ કરવામાં આવે છે. પણ નિમિત્તને કોઈ પણ રીતે મુખ્યપણે કે ગૌણપણે કાર્યસાધક માનવું તે ગંભીર ભૂલ છે, શાસ્ત્રની પરિભાષામાં તેને મિથ્યાત્વ અને અજ્ઞાન કહેવામાં આવે છે.

૭. નિમિત્ત જનક અને નૈમિત્તિક જન્ય છે એમ જીવ અજ્ઞાનદશામાં માને છે, તેથી અજ્ઞાનીઓની કેવી માન્યતા હોય છે તે બતાવવા માટે નિમિત્તને જનક અને નૈમિત્તિકને જન્ય વ્યવહારે કહેવામાં આવે છે પણ સમ્યગ્જ્ઞાની જીવો તેમ માનતા નથી; એમનું તે જ્ઞાન સાચું છે એમ ઉપરના પાંચ પારા બતાવે છે, કેમ કે તેમાં જણાવેલાં અનંત નિમિત્તો કે તેમાંનું કોઈ અંશે પણ સિદ્ધદશાનું જનક થયું નથી. અને તે નિમિત્તો કે તેમાંના કોઈના અનંતમા અંશથી પણ નૈમિત્તિક સિદ્ધદશા જન્ય થઈ નથી.

૮. સંસારી જીવો જુદી-જુદી ગતિના ક્ષેત્રોએ જાય છે તે પણ જીવોની ક્રિયાવતી શક્તિના તે તે સમયના પરિણમનને કારણે જાય છે; તેમાં પણ ઉપરના પારા ૧ થી પ માં જણાવ્યા મુજબ નિમિત્તો હોય છે, પણ ક્ષેત્રાંતરમાં તો ધર્માસ્તિકાયના પ્રદેશોના તે સમયના પર્યાય સિવાય બીજું કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાય ‘નિમિત્ત’ સંજ્ઞા પામતું નથી; તે વખતે અનેક કર્મોનો ઉદય હોવા છતાં એક વિહાયોગતિ કર્મનો ઉદય જ ‘નિમિત્ત’ નામ પામે છે. ગત્યાનુપૂર્વી કર્મના ઉદયને તો જીવના પ્રદેશોના તે સમયના આકારની સાથે ક્ષેત્રાંતર વખતે નિમિત્તપણું છે, અને જ્યારે જીવ જે ક્ષેત્રે સ્થિર થઈ જાય છે તે સમયે અધર્માસ્તિકાયના તે ક્ષેત્રના પ્રદેશોનો તે સમયનો પર્યાય ‘નિમિત્ત’ નામ પામે છે.

સૂત્ર ૨પ જણાવે છે કે ક્રિયાવતી શક્તિના તે સમયના પરિણમન વખતે યોગગુણનો જે પર્યાય વર્તે છે તેને કાર્મણશરીર નિમિત્ત છે, કેમ કે કાર્મણશરીરનો ઉદય તેને અનુકૂળ છે. કાર્મણશરીર અને તૈજસશરીર પોતાની ક્રિયાવતી શક્તિના તે સમયના પરિણમનના કારણે જાય છે, તેમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે.

૯. આ શાસ્ત્રમાં નિમિત્તને કોઈ જગ્યાએ ‘નિમિત્ત’ નામથી જ કહેલ છે [જુઓ અધ્યાય ૧ સૂત્ર ૧૪] અને કોઈ જગ્યાએ ઉપકાર, ઉપગ્રહ વગેરે નામથી કહેલ છે, [જુઓ, અધ્યાય પ સૂત્ર ૧૭-૨૦]; શાસ્ત્રની પરિભાષામાં તેનો એક જ અર્થ થાય છે; પણ અજ્ઞાની જીવો એક વસ્તુથી બીજી વસ્તુનું ભલું-ભૂંડું થાય છે એમ માને છે તે બતાવવા માટે તેને ‘ઉપકાર, સહાયક, બલાધાન, બહિરંગસાધન, બહિરંગકારણ, નિમિત્ત, નિમિત્તકારણ, એ આદિ નામથી સંબોધે છે; પણ તેથી તેઓ ખરેખરાં કારણ કે સાધન છે એમ માનવું નહિ. એક દ્રવ્યને, તેના ગુણને કે તેના


Page 236 of 655
PDF/HTML Page 291 of 710
single page version

૨૩૬ ] [ મોક્ષશાસ્ત્ર પર્યાયને બીજાથી જુદા પાડી બીજા સાથેનો તેનો સંબંધ બતાવવા માટે ઉપર કહેલાં નામોથી સંબોધવામાં આવે છે. ઇંદ્રિયોને, ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને વગેરેને બલાધાનકારણના નામથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ તે કોઈ પણ ખરું કારણ નથી; છતાં ‘કોઈ પણ સમયે તેમની મુખ્યતાએ કોઈ કાર્ય થાય છે’ એમ માનવું તે નિમિત્તને જ ઉપાદાન માનવા બરાબર અથવા તો વ્યવહારને જ નિશ્ચય માનવા બરાબર છે.

૧૦. ઉપાદાનકારણને લાયક નિમિત્ત સંયોગરૂપે તે તે સમયે અવશ્ય હોય છે, એવો સંબંધ ઉપાદાનકારણની (અર્થાત્ ઉપાદાનની) તે સમયની પરિણમનશક્તિને, જેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે તેની સાથે છે. ઉપાદાનને પોતાના પરિણમન વખતે તે તે નિમિત્તો આવવા માટે રાહ જોવી પડે અને તે ન આવે ત્યાંસુધી ઉપાદાન પરિણમે નહિ-એવી માન્યતા ઉપાદાન અને નિમિત્ત એ બે દ્રવ્યોને એકરૂપ માનવા બરાબર છે.

૧૧. આ જ પ્રમાણે ઘડાનો કુંભાર સાથેનો અને રોટલીનો અગ્નિ, રસોયા વગેરે સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જાણી લેવો. સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવા માટે જીવે પોતે પોતાના પુરુષાર્થથી પાત્રતા મેળવી હોય છતાં તેને સમ્યગ્જ્ઞાન પ્રગટવા માટે સદ્ગુરુની રાહ જોવી પડે-એમ બને નહિ, પણ તે સંયોગરૂપે હોય જ; અને તેથી જ, જ્યારે ઘણા જીવો ધર્મ પામવાને તૈયાર હોય ત્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે અને તેઓ યોગ્ય સમયે કેવળજ્ઞાન પામે છે, તથા તેમનો દિવ્યધ્વનિ સ્વયં પ્રગટે છે-એમ સમજી લેવું.

(૮) તાત્પર્ય

તાત્પર્ય એ છે કે-આ અધ્યાયમાં કહેલા પાંચ ભાવો અને તેમના બીજાં દ્રવ્યોની સાથેના નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરીને, બીજા બધા ઉપરથી લક્ષ ખેંચીને પરમપારિણામિકભાવ તરફ પોતાનો પર્યાય વાળતાં સમ્યગ્દર્શન થાય છે અને પછી તેનું બળ વધતાં સમ્યક્ચારિત્ર થાય છે, તે જ ધર્મમાર્ગ (-મોક્ષમાર્ગ) છે.

એ પ્રમાણે શ્રી ઉમાસ્વામીવિરચિત મોક્ષશાસ્ત્રના
બીજા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.

Page 237 of 655
PDF/HTML Page 292 of 710
single page version

મોક્ષશાસ્ત્ર–ગુજરાતી ટીકા
અધ્યાય ત્રીજો

ભૂમિકા

આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ કહીને બીજો કોઈ મોક્ષમાર્ગ નથી એમ જણાવ્યું; તેથી એમાં એમ પણ જણાવ્યું કે પુણ્યથી-શુભભાવથી કે પરવસ્તુ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે એમ માનવું તે ભૂલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના શુદ્ધ પર્યાય છે. તેને એક શબ્દમાં કહીએ તો ‘સત્ય પુરુષાર્થ’ તે મોક્ષમાર્ગ છે. આથી સિદ્ધ થયું કે આત્માની પોતાની શુદ્ધ પરિણતિ તે જ ધર્મ છે; આમ જણાવીને અનેકાંતસ્વરૂપ બતાવ્યું. તે સૂત્રમાં પહેલો શબ્દ ‘સમ્યગ્દર્શન’ કહ્યો છે તે એમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. તે અધ્યાયમાં સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું. ત્યાર પછી ‘તત્ત્વાર્થ’નું સ્વરૂપ સમજાવ્યું અને સમ્યગ્જ્ઞાનના અનેક પ્રકાર કહ્યા તથા મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ પણ સમજાવ્યું. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે એક જ મોક્ષમાર્ગ છે એમ પહેલા સૂત્રમાં સ્પષ્ટપણે જણાવીને જાહેર કર્યું કે-કોઈ વખતે ઉપાદાનની પરિણતિની મુખ્યતાથી કાર્ય થાય અને કોઈવખતે સંયોગરૂપ બાહ્ય અનુકૂળ નિમિત્તની (કે જેને ઉપચારકારણ કહેવામાં આવે છે તેની) મુખ્યતાથી કાર્ય થાય-એવું અનેકાંતનું સ્વરૂપ નથી.

બીજા અધ્યાયથી જીવતત્ત્વનો અધિકાર શરૂ કર્યો; તેમાં જીવના સ્વતત્ત્વરૂપ - નિજતત્ત્વરૂપ પાંચ પાંચ ભાવો જણાવ્યા; તે પાંચ ભાવોમાંથી સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમભાવ (- જ્ઞાયકભાવ) ના આશ્રયે ધર્મ થાય છે એમ જણાવવા માટે, ઔપશમિક ભાવ-કે જે ધર્મની શરૂઆત છે તેને પહેલા ભાવ તરીકે વર્ણવ્યો. ત્યાર પછી જીવનું લક્ષણ ઉપયોગ છે એમ જણાવીને તેના ભેદો બતાવ્યા, અને પાંચ ભાવોની સાથે પરદ્રવ્યો ઇન્દ્રિય વગેરે-નો કેવો સંબંધ હોય છે તે જણાવ્યું.

જીવનો ઔદયિકભાવ તે જ સંસાર છે. અજ્ઞાનદશામાં ઔદયિકભાવ હોય ત્યારે જીવને શુભ અને અશુભ ભાવો હોય છે. શુભભાવનું ફળ દેવપણું છે, અશુભ ભાવની તીવ્રતાનું ફળ નારકીપણું છે, શુભાશુભભાવના મિશ્રપણાનું ફળ મનુષ્યપણું છે અને માયાનું ફળ તિર્યંચપણું છે. જીવ અનાદિથી અજ્ઞાની છે તેથી અશુદ્ધભાવોના કારણે


Page 238 of 655
PDF/HTML Page 293 of 710
single page version

૨૩૮ ] [ મોક્ષશાસ્ત્ર તેનું ભ્રમણ થયા કરે છે; તે ભ્રમણ કેવું હોય છે તે ત્રીજા અને ચોથા અધ્યાયમાં બતાવ્યું છે; તે ભ્રમણમાં (-ભવોમાં) શરીર સાથે તેમ જ ક્ષેત્ર સાથે જીવનો કેવા પ્રકારનો સંયોગ હોય છે તે અહીં બતાવવામાં આવે છે. માંસ, દારૂ વગેરે ભક્ષણનો ભાવ, આકરું જૂઠું, ચોરી, કુશીલ તથા લોભ વગેરેના તીવ્ર અશુભભાવને કારણે જીવ નરકગતિ પામે છે; તેનું આ અધ્યાયમાં પ્રથમ વર્ણન કર્યું છે અને પછી મનુષ્ય તથા તિર્યંચના ક્ષેત્રોનું વર્ણન કર્યું છે.

ચોથા અધ્યાયમાં દેવગતિને લગતી વિગતો આપવામાં આવી છે. આ બે અધ્યાયનો સાર એવો છે કે-જીવના શુભાશુભ વિકારી ભાવોના કારણે જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે, અને તેનું મૂળ કારણ મિથ્યાદર્શન છે; માટે ભવ્ય જીવોએ મિથ્યાદર્શન ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું. સમ્યગ્દર્શનનું બળ એવું છે કે તેના જોરે ક્રમે ક્રમે સમ્યક્ચારિત્ર વધતું જાય છે અને ચારિત્રની પૂર્ણતા કરી આયુષ્યના અંતે જીવ સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. પોતાની ભૂલના કારણે જીવની કેવી કેવી ગતિ થઈ; તે કેવાં કેવાં દુઃખો પામ્યો અને બહારના સંયોગો કેવા તથા કેટલા કાળ સુધી રહ્યા તે બતાવવા માટે અધ્યાય ર-૩-૪ કહ્યા છે, અને તે ભૂલ ટાળવાનો ઉપાય પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં જણાવ્યો છે.

–અધોલોકનું વર્ણન–
સાત નરક–પૃથિવીઓ
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो घनाम्बुवाता
काशप्रतिष्ठाः सप्ताऽधोऽधः।। १।।
*
અર્થઃ– અધોલોકમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા,
ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ સાત ભૂમિઓ છે અને ક્રમથી નીચે નીચે
ઘનોદધિવાતવલય, ઘનવાતવલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે.
ટીકા

(૧) રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે-ખરભાગ, પંકભાગ અને અબ્બહુલભાગ. તેમાંથી ઉપરના પહેલા બે ભાગમાં વ્યંતર તથા ભવનવાસીદેવ રહે છે અને નીચેના _________________________________________________________________

* આ અધ્યાયમાં ભૂગોળ સંબંધી વર્ણન હોવાથી, પહેલા બે અધ્યાયોની માફક સૂત્રના શબ્દો

છૂટા પાડીને અર્થ આપવામાં આવ્યો નથી પણ આખા સૂત્રનો સીધો અર્થ આપવામાં આવ્યો છે.


Page 239 of 655
PDF/HTML Page 294 of 710
single page version

અ. ૩ સૂત્ર ૨ ] [ ૨૩૯ અબ્બહુલભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. [૨૦૦૦ કોસનો એક જોજન ગણવો.]

(ર) આ પૃથ્વીઓનાં રૂઢિગત નામ-૧. ધમ્મા, ર. વંશા, ૩. મેઘા, ૪.

અંજના, પ. અરિષ્ટા, ૬. મઘવી અને ૭. માઘવી છે.

(૩) અમ્બુ (ઘનોદધિ) વાતવલય = વરાળનું ઘટ વાતાવરણ.
ઘનવાતવલય = ઘટ હવાનું વાતાવરણ.
તનુવાતવલય = પાતળી હવાનું વાતાવરણ.
વાતવલય = વાતાવરણ.
‘આકાશ’ કહેતાં અહીં અલોકાકાશ સમજવું.
।। ।।
સાત પૃથિવીઓમાં બિલોની સંખ્યા
तासु त्रिंशत्पंचविंशतिपंचदशदशत्रिपंचोनैकनरकशतसहस्त्राणि
पंच चैव यथाक्रमम्।। २।।

અર્થઃ– તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા (૯૯૯૯પ) અને સાતમીમાં પાંચ જ નરક-બિલો છે. [આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન છે; કુલ ૮૪ લાખ નરકવાસા (બીલો) છે.]

કેટલાક જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિ એ બે જ ગતિ માને છે કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે; તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે-મનુષ્ય કે તિર્યંચગતિમાં તીવ્રદુઃખ તે જ નરકગતિ છે; બીજી કોઈ નરકગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે કેમકે મનુષ્ય અને તિર્યંચગતિથી જુદી એવી નરકગતિ તે જીવના અશુભભાવનું ફળ છે. તેના હોવાપણાની સાબિતી નીચે મુજબ છે-

નરકગતિની સાબિતી

જે જીવ મહા આકરાં ભૂંડાં દુષ્કૃત્યો કરે છે અને પાપકાર્યો કરતી વખતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની પોતે ધીરજ રાખતો નથી તથા પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે; તે જીવને તેવા ક્રૂર પરિણામોના ફળરૂપ આંતરા વિનાના અનંત અગવડતા ભોગવવાનાં સ્થાન અધોલોકમાં છે, તેને નરકગતિ કહેવાય છે.


Page 240 of 655
PDF/HTML Page 295 of 710
single page version

૨૪૦ ] [ મોક્ષશાસ્ત્ર

દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારે ગતિ સદાય છે; તે કલ્પિત નથી પણ જીવોના પરિણામનું ફળ છે. જેણે બીજાને મારી નાખવાના ક્રૂર ભાવ કર્યા તેના ભાવમાં, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનાર કેટલા જીવો મારી નાખવા તે સંખ્યાની હદ નથી, તથા કેટલો કાળ મારવા તે કાળની હદ નથી, તેથી તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું જ હોય, એવું સ્થાન તે નરક છે; મનુષ્યલોકમાં એવું કોઈ સ્થાન નથી.

જે કોઈ બીજાને મારીને અગવડતા ટાળવા માગે છે તે જેટલા વિરોધી જણાય તે બધાને મારવા ઈચ્છે છે, પછી અગવડતા કરનારા બે-પાંચ હોય કે ઘણા હોય તે બધાયનો નાશ કરવાની ભાવના સેવે છે; તેના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભવ કરવાના ભાવ પડયા છે; તે ભવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો-સંહાર કરવાનો ભાવ છે. જે જીવે કારણમાં અનંતકાળ સુધી અનંત જીવને મારવાના, અગવડતા દેવાના ભાવ સેવ્યા છે તેના ફળમાં તે જીવને તીવ્ર દુઃખના સંયોગમાં જવું પડે છે અને તે નરકગતિ છે. લાખો ખૂન કરનારને લાખવાર ફાંસી મળે તેવું આ લોકમાં બનતું નથી તેથી તેને ક્રૂર ભાવ પ્રમાણે પૂરું ફળ મળતું નથી, તેને તેના ભાવનું પૂરું ફળ મળવાનું સ્થાન-ઘણો કાળ અનંત દુઃખ ભોગવવાનું ક્ષેત્ર-નરક છે; તે નીચે શાશ્વત છે. ।। ।।

નારકીઓનાં દુઃખનું વર્ણન
नारका नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः।। ३।।

અર્થઃ– નારકી જીવો હંમેશા જ અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાને ધારણ કરે છે.

ટીકા

(૧) લેશ્યા–આ દ્રવ્યલેશ્યાનું સ્વરૂપ છે કે જે આયુ સુધી રહે છે. શરીરના રંગને અહીં દ્રવ્યલેશ્યા કહી છે. ભાવલેશ્યા અંતર્મુહૂર્તમાં બદલાય છે તેનું વર્ણન અહીં નથી. અશુભલેશ્યાના ત્રણ પ્રકાર છે. -કાપોત, નીલ અને કૃષ્ણ. પહેલી તથા બીજી પૃથ્વીમાં કોપોત લેશ્યા, ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં કાપોત અને નીચેના ભાગમાં નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં ઉપરના ભાગમાં નીલ અને નીચેના ભાગમાં કૃષ્ણ અને છઠ્ઠી તથા સાતમી પૃથ્વીમાં કૃષ્ણલેશ્યા હોય છે.


Page 241 of 655
PDF/HTML Page 296 of 710
single page version

અ. ૩ સૂત્ર ૪-પ ] [ ૨૪૧

(ર) પરિણામ–અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ‘પરિણામ’ કહેલ છે. (૩) શરીર–પહેલી પૃથ્વીમાં શરીરની ઊંચાઈ ૭ ધનુષ, ૩ હાથ અને ૬ અંગુલ છે. તે હુંડક આકારે છે; ત્યારપછી નીચે નીચેની પૃથ્વીના નારકીઓનાં શરીરની ઊંચાઈ ક્રમથી બમણી બમણી છે.

(૪) વેદના–પહેલેથી ચોથી નરક સુધીમાં ઉષ્ણ વેદના છે; પાંચમીમાં ઉપલા ભાગમાં ઉષ્ણ અને નીચલા ભાગમાં શીત છે, તથા છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં મહાશીત વેદન હોય છે. નારકીઓનું શરીર વૈક્રિયિક હોવા છતાં તેનાં શરીરનાં વૈક્રિયિક પુદ્ગલો મળ, મૂત્ર, કફ, વમન, સડેલ માંસ, હાડ અને ચામડીવાળાં ઔદારિક શરીર કરતાં પણ અત્યંત અશુભ હોય છે.

(પ) વિક્રિયા–તે નારકીઓને ક્રૂર સિંહ-વ્યાઘ્રાદિરૂપ અનેક પ્રકારના રૂપો ધારણ કરવારૂપ વિક્રિયા હોય છે. ।। ।।

નારકીઓ એકબીજાને દુઃખ આપે છે.
परस्परोदीरितदुखाः।। ४।।

અર્થઃ– નારકી જીવો પરસ્પર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. (-તેઓ કૂતરાની માફક પરસ્પર લડે છે). ।। ।।

વિશેષ દુઃખ
संक्लिष्टाऽसुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः।। ५।।
ટીકા

અર્થઃ– અને તે નારકીઓ ચોથી પૃથ્વી પહેલાં પહેલાં (એટલે કે ત્રીજી પૃથ્વી પર્યંત), અત્યંત સંકિલષ્ટ પરિણામના ધારક એવા અંબ-અંબરિષ આદિ જાતિના અસુરકુમાર દેવો દ્વારા દુઃખ પામે છે અર્થાત્ અંબ-અંબરિષ અસુરકુમાર દેવો ત્રીજી નરક સુધી જઈને નારકી જીવોને દુઃખ આપે છે તથા તેમને પૂર્વનું વેર સ્મરણ કરાવીને અંદરોઅંદર લડાવે છે અને દુઃખી દેખી રાજી થાય છે.

સૂત્ર ૩-૪-પ માં નારકીનાં દુઃખોનું વર્ણન કરતાં તેનાં શરીર, તેના રંગ, સ્પર્શ વગેરેને તથા બીજા નારકીઓ અને દેવોને દુઃખનાં કારણો કહ્યાં છે, તે ઉપચારકથન છે; ખરેખર તે કોઈ પરપદાર્થો દુઃખનાં કારણો નથી તેમ જ તેનો સંયોગ તે દુઃખ નથી.


Page 242 of 655
PDF/HTML Page 297 of 710
single page version

૨૪૨ ] [ મોક્ષશાસ્ત્ર પરપદાર્થો પ્રત્યેની જીવની એકત્વબુદ્ધિ તે જ ખરું દુઃખ છે. તે દુઃખ વખતે નરક ગતિમાં નિમિત્ત તરીકે બાહ્ય સંયોગો કેવા હોય તેનું જ્ઞાન કરાવવા માટે આ ત્રણ સૂત્રો કહ્યાં છે; પણ તે શરીરાદિ દુઃખનાં ખરેખર કારણ છે એમ સમજવું નહિ. ।। ।।

નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ

तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमा

सत्त्वानां परा स्थितिः।। ६।।

અર્થઃ– તે નરકોમાં નારકી જીવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ક્રમથી પહેલીમાં એક સાગર, બીજીમાં ત્રણ સાગર, ત્રીજીમાં સાત સાગર, ચોથીમાં દસ સાગર, પાંચમીમાં સત્તર સાગર, છઠ્ઠીમાં બાવીસ સાગર અને સાતમીમાં તેત્રીસ સાગર છે.

ટીકા

(૧) નારકીમાં ભયાનક દુઃખ હોવા છતાં નારકીઓનું આયુષ્ય નિરુપક્રમ હોય છે-તેનું અકાળમૃત્યુ થતું નથી.

(ર) આયુષ્યનો આ કાળ વર્તમાન મનુષ્યના આયુષ્યની અપેક્ષાએ લાંબો લાગે, પણ જીવ અનાદિથી છે અને મિથ્યાદ્રષ્ટિપણાના કારણે આવું નારકીપણું જીવે અનંતવાર ભોગવ્યું છે. અધ્યાય ર, સૂત્ર ૧૦ ની ટીકામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવ પરિભ્રમણ (પરાવર્તન) નું જે સ્વરૂપ આપ્યું છે તે જોતાં માલૂમ પડશે કે આ કાળ તો મહાસાગરના એક બિંદુમાત્ર પાણી કરતાં પણ ઘણો ઓછો છે.

(૩) નારકીના જીવોને જે ભયાનક દુઃખ છે તે ખરી રીતે જોતાં માઠાં શરીર, વેદના, મારપીટ, તીવ્રઉષ્ણતા, તીવ્રશીતતા વગેરેના કારણે નથી; પણ મિથ્યાદ્રષ્ટિપણે તે સંયોગો પ્રત્યે અનિષ્ટપણાની ખોટી કલ્પના કરી જીવ તીવ્ર આકુળતા કરે છે તેનું દુઃખ છે. પર સંયોગો અનુકૂળ-પ્રતિકૂળ છે જ નહિ, પણ તે ખરી રીતે તો જીવના જ્ઞાનના ક્ષયોપશમના ઉપયોગ અનુસાર જ્ઞેય (જ્ઞાનમાં જણાવા લાયક) પદાર્થો છે; તે પદાર્થો દેખીને જ્યારે અજ્ઞાની જીવ દુઃખની કલ્પના કરે છે ત્યારે પરદ્રવ્યો ઉપર ‘દુઃખમાં નિમિત્ત થયાં’ એવો આરોપ આવે છે.

(૪) શરીર ગમે તેટલું ખરાબ હોય, ખાવાનું પણ મળતું ન હોય, પાણી પીવા મળતું ન હોય, તીવ્ર ગરમી કે તીવ્ર ઠંડી હોય અને બહારના સંયોગો (અજ્ઞાનદ્રષ્ટિએ) ગમે તેવા પ્રતિકૂળ ગણે પરંતુ તે સંયોગો જીવોને સમ્યગ્દર્શન (ધર્મ) કરવામાં બાધક નીવડતા નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી બાધક નથી. નરકગતિમાં પણ


Page 243 of 655
PDF/HTML Page 298 of 710
single page version

અ. ૩ સૂત્ર ૬ ] [ ૨૪૩ પહેલેથી સાતમી નરક સુધીમાં જ્ઞાની પુરુષના સત્સમાગમે પૂર્વભવે સાંભળેલ આત્મસ્વરૂપના સંસ્કાર તાજા કરીને નારકી જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. ત્રીજી નરક સુધીના નારકી જીવોને પૂર્વ ભવનો કોઈ સમ્યગ્જ્ઞાની મિત્ર આત્માનું સ્વરૂપ સમજાવતાં, તેનો ઉપદેશ સાંભળી, યથાર્થ નિર્ણય કરી, તે જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.

(પ) એ ઉપરથી સિદ્ધ થાય છે કે, “જીવોને શરીર સારું હોય, ખાવાપીવાનું બરાબર મળતું હોય અને બહારના સંયોગ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે અને તે પ્રતિકૂળ હોય તો જીવ ધર્મ ન કરી શકે”- એ માન્યતા સાચી નથી. પરને અનુકૂળ કરવામાં પ્રથમ લક્ષ રોકવું અને તે અનુકૂળ થયા પછી ધર્મ સમજવો જોઈએ એવી માન્યતા ભૂલભરેલી છે, કેમ કે ધર્મ પરાધીન નથી પણ સ્વાધીન છે અને સ્વાધીનપણે પ્રગટ કરી શકાય છે.

(૬) પ્રશ્નઃ– જો બાહ્યસંયોગો અને કર્મોનો ઉદય ધર્મમાં બાધક નથી તો નારકી જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર કેમ જતા નથી?

ઉત્તરઃ– પૂર્વે તે જીવોએ પોતાના પુરુષાર્થની ઘણી ઊંધાઈ કરી છે અને વર્તમાનમાં પોતાની ભૂમિકા અનુસાર મંદ પુરુષાર્થ કરે છે તેથી ઉપર ચડતાં વાર લાગે છે.

(૭) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિને નરકમાં કેવું દુઃખ હશે? ઉત્તરઃ– નરક કે કોઈ ક્ષેત્રના કારણે કોઈ પણ જીવને સુખ-દુઃખ થતું નથી, પોતાની અણસમજણના કારણે દુઃખ અને પોતાની સાચી સમજણના કારણે સુખ થાય છે. પરવસ્તુના કારણે સુખ-દુખ કે લાભ-નુકશાન કોઈ જીવને છે જ નહિ. અજ્ઞાની નારકી જીવને જે દુઃખ થાય છે તે પોતાની ઊંધી માન્યતારૂપ દોષના કારણે થાય છે, બહારના સંયોગના કારણે દુઃખ થતું નથી. અજ્ઞાની જીવો પરવસ્તુને ક્યારેક પ્રતિકૂળ માને છે અને તેથી તે પોતાની અજ્ઞાનતાને કારણે દુઃખી થાય છે; અને ક્ય ારેક પરવસ્તુઓ અનુકૂળ છે એમ માની સુખની કલ્પના કરે છે; તેથી અજ્ઞાની જીવ પરદ્રવ્યો પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટપણું સેવે છે.

સમ્યગ્દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થાય તેવો કષાય ટળ્‌યો છે અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે. જેટલો કષાય રહ્યો છે તેનું અલ્પ દુઃખ હોય છે. પણ થોડાક ભવમાં તે અલ્પ દુઃખનો પણ તે નાશ કરશે. તેઓ પરને દુઃખદાયક માનતા નથી પણ પોતાની અસાવધાનીને દુઃખનું કારણ માને છે, તેથી પોતાની અસાવધાની ટાળતા જાય છે. અસાવધાની બે પ્રકારની છે-સ્વસ્વરૂપની માન્યતાની અસાવધાની અને સ્વસ્વરૂપના આચરણની અસાવધાની. તેમાંથી પહેલા


Page 244 of 655
PDF/HTML Page 299 of 710
single page version

૨૪૪ ] [ મોક્ષશાસ્ત્ર પ્રકારની અસાવધાની તો સમ્યગ્દર્શન થતાં ટળી છે, અને બીજા પ્રકારની અસાવધાની છે તેને તે ટાળતા જાય છે.

(૮) સમ્યગ્દર્શન પ્રગટ કરીને-સમ્યગ્દ્રષ્ટિ થયા પછી જીવ નરક-આયુષ્યનો બંધ કરતો નથી, પણ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પહેલાં તે જીવે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો તે પહેલી નરકમાં જાય છે પણ ત્યાં તેની અવસ્થા પારા (૭) માં જણાવ્યા મુજબની હોય છે.

(૯) પહેલીથી ચોથી નરક સુધીથી નીકળીને મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક જીવો તે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે, પાંચમી નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો સાચું મુનિપણું ધારણ કરી શકે છે, છઠ્ઠા નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે અને સાતમી નરકથી નીકળેલા જીવો ક્રૂર તિર્યંચ ગતિમાં જ જાય છે. આ ભેદો જીવોના પુરુષાર્થની તારતમ્યતાના કારણે પડે છે.

(૧૦) પ્રશ્નઃ– સમ્યદ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યગ્દ્રષ્ટિ નરકમાં જાય છે, તો ત્યાં તો જડકર્મનું જોર છે અને જડકર્મ જીવને નરકમાં લઈ જાય છે તેથી જવું પડે છે-આ વાત ખરી છે કે નહિ?

ઉત્તરઃ– એ વાત ખરી નથી; એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ માટે જડકર્મ જીવને નરકમાં લઈ જાય એમ બનતું નથી. સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ કોઈ જીવ નરકમાં જવા માગતા નથી છતાં જે જે જીવો નરકક્ષેત્રે જવા લાયક હોય તે તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે ત્યાં જાય છે, તે વખતે કાર્મણ અને તૈજસશરીર પણ તેમની પોતાની (-પુદ્ગલ પરમાણુઓની) ક્રિયાવતીશક્તિના પરિણમનના કારણે તે ક્ષેત્રે જીવની સાથે જાય છે.

વળી અભિપ્રાય તો શ્રદ્ધાગુણનો પર્યાય છે અને ઈચ્છા તે ચારિત્રગુણનો વિકારી પર્યાય છે. દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતીશક્તિનું પરિણમન તેનાથી (-અભિપ્રાય અને ઈચ્છાથી) સ્વતંત્રપણે, તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. તે ક્રિયાવતીશક્તિ એવી છે કે જીવને ક્યા ક્ષેત્રે લઈ જવો તેનું જ્ઞાન હોવાની તેને જરૂર નથી. નરકાદિમાં જનારા તે તે જીવો તેમના આયુષ્યપર્યંત તે ક્ષેત્રના સંયોગને લાયક હોય છે, અને ત્યારે તે જીવોના જ્ઞાનનો ઉઘાડ પણ તે તે ક્ષેત્રમાં રહેલા જીવો તથા પદાર્થોને જાણવા લાયક હોય છે. નરકગતિનો ભવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો તેથી યોગ્ય સમયે તેના ફળપણે જીવની પોતાની લાયકાતના કારણે