Moksha Shastra (Gujarati). Sutra: 19-52 (Chapter 2).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 36

 

Page 206 of 655
PDF/HTML Page 261 of 710
single page version

૨૦૬ ] [ મોક્ષશાસ્ત્ર પર્યાય નથી ગુણપર્યાય છે. ક્ષયોપશમહેતુક લબ્ધિ પણ એક પર્યાય યા ધર્મ છે અને ઉપયોગ પણ એક ધર્મ છે, કેમકે તે આત્માનો પરિણામ છે. તે ઉપયોગ દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે.

(પ) ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણપર્યાય, ગુણ એ શબ્દો એકાર્થવાચક છે. (૬) પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોપશમલબ્ધિ તો સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે; પણ જે જીવ પરનું લક્ષ ટાળી સ્વ (આત્મા) તરફ ઉપયોગને વાળે છે તેને આત્માનું જ્ઞાન (સમ્યગ્જ્ઞાન) થાય છે, અને જે જીવ પર તરફ જ ઉપયોગને વાળ્‌યા કરે છે તેને મિથ્યાજ્ઞાન થાય છે અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી.

(૭) આ સૂત્રનો સિદ્ધાંત

જીવને છદ્મસ્થદશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત્ ક્ષયોપશમહેતુક લબ્ધિ ઘણી હોય તોપણ તે બધા ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમકે તેનો ઉપયોગ રાગમિશ્રિત છે તેથી રાગમાં રોકાઈ જાય છે, તે કારણે જ્ઞાનનો ઉઘાડ (લબ્ધિ) ઘણો હોય તો પણ વ્યાપાર (ઉપયોગ) તો અલ્પ હોય છે. જ્ઞાનગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે; વિકારી દશામાં તે જ્ઞાનગુણની પૂર્ણ પર્યાય ઊઘડતી નથી, એટલું જ નહિ પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એક સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદવિજ્ઞાન કરવું જોઈએ, ભેદવિજ્ઞાન થતાં તે પોતાનો પુરુષાર્થ સ્વ તરફ વાળ્‌યા જ કરે છે, અને તેથી ક્રમે ક્રમે રાગ ટાળીને બારમા ગુણસ્થાને સર્વથા રાગ ટળી જતાં વીતરાગતા થાય છે. ત્યાર પછી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતાં જ્ઞાનગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઉઘડે છે; જ્ઞાનપર્યાય પૂર્ણ ઊઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી તરફ વાળવાનું રહેતું નથી; માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ-કે જેનું ફળ કેવળજ્ઞાન છે. ૧૮.

પાંચ ઇન્દ્રિયોનાં નામ અને તેનો અનુક્રમ
स्पर्शनरसनाघ्राणचक्षुःश्रोत्राणि।। १९।।
અર્થઃ– [स्पर्शन] સ્પર્શન, [रसना] રસના, [घ्राण] ઘ્રાણ-નાક, [चक्षुः]

ચક્ષુ અને [श्रोत्र] શ્રોત્ર-કાન એ પાંચ ઇન્દ્રિયો છે.


Page 207 of 655
PDF/HTML Page 262 of 710
single page version

અ. ૨. સૂત્ર ૨૦ ] [ ૨૦૭

ટીકા

(૧) આ ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એમ બન્ને પ્રકારની સમજવી. એકેન્દ્રિય જીવને પહેલી (સ્પર્શન) ઇન્દ્રિય, બે-ઇન્દ્રિય જીવને પહેલી બે-એમ અનુક્રમે હોય છે. આ અધ્યાયના સૂત્ર-૧૪ ની ટીકામાં આ સંબંધી વિગતથી જણાવ્યું છે, માટે ત્યાંથી જોઈ લેવું.

(ર) આ પાંચ ભાવેન્દ્રિયોમાં ભાવશ્રોત્રેન્દ્રિયને ઘણી લાભદાયક ગણવામાં આવી છે, કેમકે તે ભાવ-ઇન્દ્રિયના બળથી સમ્યગ્જ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણ કરીને ત્યાર બાદ વિચાર કરીને યથાર્થ નિર્ણય કરી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ જીવ કરી શકે છે. જડઇન્દ્રિય તો સાંભળવામાં નિમિત્તમાત્ર છે.

(૩) ૧-ક્ષોત્રેન્દ્રિય (કાન) નો આકાર જવની વચલી નળી જેવો, ર-નેત્રનો આકાર મસુર જેવો, ૩-નાકનો આકાર તલના ફૂલ જેવો, ૪-રસનાનો આકાર અર્ધચંદ્ર જેવો હોય છે અને સ્પર્શનેન્દ્રિય શરીરાકારે હોય છે-સ્પર્શનેન્દ્રિય આખા શરીરમાં હોય છે. ।। ૧૯।।

ઇન્દ્રિયોના વિષય
स्पर्शरसगन्धवर्णशब्दास्तदर्थाः।। २०।।
અર્થઃ– [स्पर्शरसगन्धवर्णशब्दाः] સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ, રંગ) અને

શબ્દ એ પાંચ ક્રમથી [तत् अर्थाः] ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયોનો વિષય છે અર્થાત્ ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયો તે તે વિષયને જાણે છે.

ટીકા

(૧) જાણવાનું કામ ભાવેન્દ્રિયનું છે, પુદ્ગલઇન્દ્રિય નિમિત્ત છે. દરેક ઇન્દ્રિયનો વિષય શું છે તે અહીં કહ્યું છે; આ વિષયો જડ-પુદ્ગલો છે.

(ર) પ્રશ્નઃ– આ અધિકાર જીવનો છે છતાં તેમાં પુદ્ગલદ્રવ્યની વાત શા માટે લીધી?

ઉત્તરઃ– જીવને ભાવેન્દ્રિયથી થતાં ઉપયોગરૂપ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. જ્ઞેય નિમિત્ત માત્ર છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી પણ ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે એટલે કે જ્ઞાન વિષયી (વિષય કરનાર) છે અને જ્ઞેય વિષય છે એ બતાવવા આ સૂત્ર કહ્યું છે.

(૩) સ્પર્શઃ– આઠ પ્રકારના છે. ૧. શીત, ર. ઉષ્ણ, ૩. લૂખો, ૪. ચીકણો, પ. કોમળ, ૬. કઠોર, ૭. હળવો અને ૮. ભારે.


Page 208 of 655
PDF/HTML Page 263 of 710
single page version

૨૦૮ ] [ મોક્ષશાસ્ત્ર

રસઃ– પાંચ પ્રકારના છે. ૧. તીખો, ર. આમ્લ (ખાટો), ૩. કડવો, ૪. મધુર અને પ. કષાયેલો.

ગંધઃ– બે પ્રકારની છે. ૧. સુગંધ અને ર. દુર્ગંધ. વર્ણઃ– (રંગ)-પાંચ પ્રકારના છે. ૧. કૃષ્ણ, ર. નીલ (આસમાની), ૩. પીળો, ૪. રાતો અને પ-શુક્લ (ધોળો).

શબ્દ (સ્વર)– સાત પ્રકારના છે. ૧. ષડજ, ર. ઋષભ, ૩. ગંધાર, ૪. મધ્યમ, પ. પંચમ, ૬. ધૈવત, ૭. નિષાદ.

એ પ્રમાણે કુલ ર૭ ભેદો છે, તેમના સંયોગના અસંખ્યાત ભેદો પડે છે. (૪) સંજ્ઞી પ્રાણીઓને ઇન્દ્રિય દ્વારા થતા ચૈતન્યવેપારમાં મન નિમિત્તરૂપ હોય છે.

(પ) સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ એ વિષયોનું જ્ઞાન તે તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી જ થાય છે. આત્મા ચક્ષુદ્વારા જે રૂપને દેખે છે તે રૂપથી યોગ્ય ક્ષેત્રે દૂર રહીને દેખી શકે છે. ।। ૨૦।।

મનનો વિષય
श्रुतमनिन्द्रियस्य।। २१।।
અર્થઃ– [अनिन्द्रियस्य] મનનો વિષય [श्रुतम्] શ્રુતજ્ઞાનગોચર પદાર્થ છે

અથવા મનનું પ્રયોજન શ્રુતજ્ઞાન છે.

ટીકા

(૧) દ્રવ્યમન આઠ પાંખડીવાળા ખીલેલા કમળના આકારે છે (જુઓ, અધ્યાય ર, સૂત્ર ૧૧ ની ટીકા). જીવે શ્રવણ કરેલા પદાર્થને વિચારવામાં મનદ્વારા પ્રવૃત્તિ થાય છે. કર્ણેન્દ્રિયદ્વારા શ્રવણ કરેલા શબ્દનું જ્ઞાન તે મતિજ્ઞાન છે; તે મતિજ્ઞાનપૂર્વકનો વિચાર તે શ્રુતજ્ઞાન છે. સમ્યગ્જ્ઞાની પુરુષોનો ઉપદેશ શ્રવણ કરવામાં કર્ણેન્દ્રિય નિમિત્ત છે અને તેનો વિચાર કરીને યથાર્થ નિર્ણય કરવામાં મન નિમિત્ત છે. હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ મન દ્વારા થાય છે. (જુઓ, અધ્યાય ર, સૂત્ર ૧૧ તથા ૧૯ ની ટીકા). પ્રથમ રાગસહિત મન દ્વારા આત્માનું સાચું જ્ઞાન કરી શકાય છે અને પછી (રાગને અંશે તોડતાં) મનના અવલંબન વગર સમ્યગ્જ્ઞાન પ્રગટે છે; તેથી સંજ્ઞી જીવો જ ધર્મ પામવાને લાયક છે (જુઓ, અધ્યાય ર, સૂત્ર ર૪ ની ટીકા).

(ર) મન વિનાના (અસંજ્ઞી) જીવોને પણ એક પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે. (જુઓ, અધ્યાય ૧, સૂત્ર ૧૧ તથા ૩૦ ની ટીકા). તેઓને આત્મજ્ઞાન નહિ હોવાથી તે જ્ઞાનને ‘કુશ્રુત’ કહેવામાં આવે છે.


Page 209 of 655
PDF/HTML Page 264 of 710
single page version

અ. ૨. સૂત્ર ૨૨-૩૩ ] [ ૨૦૯

(૩) શ્રુતજ્ઞાન જે વિષયને જાણે છે તેમાં મન સ્વતંત્ર નિમિત્ત છે, કોઈ ઇન્દ્રિયને આધીન મન નથી એટલે કે શ્રુતજ્ઞાનમાં કોઈ પણ ઇન્દ્રિયનું નિમિત્ત નથી. ।। ૨૧।।

ઇન્દ્રિયોના સ્વામી
वनस्पत्यन्तानामेकम्।। २२।।
અર્થઃ– [वनस्पति अन्तानाम्] વનસ્પતિકાય જેના અંતમાં છે એવા જીવોને

અર્થાત્ પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને [एकम्] એક સ્પર્શનઇન્દ્રિય જ હોય છે.

ટીકા

આ સૂત્રમાં કહેલા જીવો એક સ્પર્શન ઇન્દ્રિયદ્વારા જ જ્ઞાન કરે છે. આ સૂત્રમાં ‘ઇન્દ્રિયોના સ્વામી’ એવું મથાળું બાંધ્યું છે, તેમાં ઇન્દ્રિયના બે પ્રકાર છે-જડ ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. જડઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે, ખરેખર તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું સ્વામી છે જ નહિ. અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે એટલે અશુદ્ધનયે તેનો સ્વામી આત્મા છે. ।। ૨૨।।

कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिनामेकैकवृद्धानि।। २३।।
અર્થઃ– [कृमि पिपीलिका भ्रमर मनुष्यादिनाम्] કરમિયાં વગેરે, કીડી વગેરે,

ભમરો વગેરે તથા મનુષ્ય વગેરેને [एकैक वृद्धानि] ક્રમથી એકેક ઈન્દ્રિય વધતી વધતી છે અર્થાત્ કરમિયાં વગેરેને બે, કીડી વગેરેને ત્રણ, ભમરા વગેરેને ચાર અને મનુષ્ય વગેરેને પાંચ ઇન્દ્રિય છે.

ટીકા

પ્રશ્નઃ– કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો અને કાને બહેરો હોય છે તો એવા જીવને ત્રણ ઇન્દ્રિય જીવ કહેવો કે પંચેન્દ્રિય જીવ કહેવો?

ઉત્તરઃ– તે પંચેન્દ્રિય જીવ તેને પાંચે ઇન્દ્રિયો છે, પણ ઉપયોગરૂપ શક્તિ નથી તેથી તે દેખતો અને સાંભળતો નથી.

નોંધઃ– આ પ્રમાણે સંસારી જીવોના ઇન્દ્રિય દ્વારનું વર્ણન કર્યું. હવે તેના મનદ્વારનું

વર્ણન ર૪ માં સૂત્રમાં કહે છે. ।। ૨૩।।


Page 210 of 655
PDF/HTML Page 265 of 710
single page version

૨૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

સંજ્ઞી કોને કહે છે?
संज्ञिनः समनस्काः।। २४।।
અર્થઃ– [समनस्काः] મનસહિત જીવોને [संज्ञिनः] સંજ્ઞી કહેવાય છે.
ટીકા

સંજ્ઞી જીવો પંચેન્દ્રિય જ હોય છે. (જુઓ, અધ્યાય-ર, સૂત્ર ૧૧ તથા ૨૧ ની ટીકા). જીવના હિતાહિતની પ્રવૃત્તિ મન દ્વારા થાય છે. પંચેન્દ્રિય જીવમાં સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકાર છે. સંજ્ઞી એટલે સંજ્ઞાવાળા પ્રાણી સમજવા. ‘સંજ્ઞા’ના ઘણા અર્થો થાય છે તેમાંથી અહીં ‘મન’ એવો અર્થ લેવો. ।। ૨૪।।

મન દ્વારા હિતાહિતની પ્રવૃત્તિ થાય છે પણ શરીર છૂટતાં
વિગ્રહગતિમાં મન વિના નવા શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન
કરે છે ત્યારે કર્મનો આસ્રવ થાય છે તેનું કારણ શું?
विग्रहगतौ कर्मयोगः।। २५।।
અર્થઃ– [विग्रहगतौ] વિગ્રહગતિમાં અર્થાત્ નવીન શરીર માટે ગમન કરવામાં

[कर्मयोगः] કાર્મણ કાયયોગ હોય છે.

ટીકા

(૧) વિગ્રહગતિ– એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર છે.

કર્મયોગ– કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે; આત્માના પ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કાર્મણશરીર નિમિત્તરૂપ છે તેથી તેને કર્મયોગ કહે છે, અને તે કારણે નવાં કર્મોનો તે વખતે આસ્રવ થાય છે. (જુઓ, સૂત્ર-૪૪ ની ટીકા).

(૨) મરણ થતાં નવીન શરીર ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ કે ચાર સમય લાગે છે, તે સમયમાં કાર્મણયોગના કારણે પુદ્ગલકર્મનું તથા તૈજસવર્ગણાનું ગ્રહણ થાય છે પણ નોકર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી. ।। ૨પ।।


Page 211 of 655
PDF/HTML Page 266 of 710
single page version

અ. ૨. સૂત્ર ૨૬-૨૭ ] [ ૨૧૧ વિગ્રહગતિમાં જીવ અને પુદ્ગલનું ગમન કેવી રીતે થાય છે?

अनुश्रेणि गतिः।। २६।।
અર્થઃ– [गति] જીવ-પુદ્ગલોનું ગમન [अनुश्रेणि] અનુસાર જ થાય છે.
ટીકા

(૧) શ્રેણિઃ લોકના મધ્યભાગથી ઉપર, નીચે તથા તિર્યગ્દિશામાં ક્રમથી હારબંધ રચનાવાળા પ્રદેશોની પંક્તિ (Line) ને શ્રેણિ કહે છે.

(ર) વિગ્રહગતિમાં આકાશપ્રદેશોની સીધી પંક્તિએ જ ગમન થાય છે. વિદિશામાં ગમન થતું નથી. પુદ્ગલનો શુદ્ધ પરમાણુ જ્યારે અતિ શીઘ્ર ગમન કરી એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે ત્યારે તે સીધો જ ગમન કરે છે.

(૩) ઉપર પ્રમાણે શ્રેણિની છ દિશા થાય છેઃ- ૧-પૂર્વથી પશ્ચિમ, ર-ઉત્તરથી દક્ષિણ, ૩-ઉપરથી નીચે તથા બીજા ત્રણ તેનાથી ઊલટી રીતે એટલે કે, ૪-પશ્ચિમથી પૂર્વ, પ-દક્ષિણથી ઉત્તર અને નીચેથી ઉપર.

(૪) પ્રશ્નઃ– આ જીવ અધિકાર છે તેમાં પુદ્ગલનો વિષય શા માટે લીધો? ઉત્તરઃ– જીવ અને પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા તથા જીવ તેમ જ પુદ્ગલ બન્ને ગમન કરે છે એમ બતાવવા માટે પુદ્ગલનો વિષય લીધો છે. ।। ૨૬।।

મુક્ત જીવોની ગતિ કેવી રીતે થાય છે?
अविग्रहा जीवस्य।। २७।।
અર્થઃ– [जीवस्य] મુક્ત જીવની ગતિ [अविग्रहा] વક્રતા રહિત (સીધી)

થાય છે.

ટીકા
સૂત્રમાં ‘जीवस्य’ શબ્દ લખ્યો છે પણ આગળના સૂત્રમાં સંસારી જીવનો

વિષય હતો તેથી અહીં ‘जीवस्य’ નો અર્થ ‘મુક્ત જીવ’ થાય છે. આ અધ્યાયના રપ મા સૂત્રમાં વિગ્રહનો અર્થ ‘શરીર’ કર્યો હતો, અહીં તેનો અર્થ ‘વક્રતા’ કરવામાં આવ્યો છે; વિગ્રહ શબ્દના એ બન્ને અર્થો થાય છે. રપ મા સૂત્રમાં શ્રેણિનો વિષય ન હતો તેથી ત્યાં ‘વક્રતા’ અર્થ લાગુ થતો નહિ, પણ આ સૂત્રમાં શ્રેણિનો વિષય હોવાથી ‘अविग्रहा’ નો અર્થ વક્રતા રહિત (મોડા રહિત) થાય છે એમ સમજવું. મુક્ત જીવો શ્રેણિબદ્ધ ગતિથી એક સમયમાં સીધા સાત રાજુ ઊંચા ગમન કરી સિદ્ધક્ષેત્રમાં જઈ સ્થિર થાય ।। ૨૭।।


Page 212 of 655
PDF/HTML Page 267 of 710
single page version

૨૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

સંસારી જીવોની ગતિ અને તેનો સમય

विग्रहवती च संसारिणः प्राक्चतुर्भ्यः।। २८।।

અર્થઃ– [संसारिणः] સંસારી જીવની ગતિ [चतुर्भ्यः प्राक्] ચાર સમયથી

પહેલાં પહેલાં [विग्रहवती च] વક્રતા-મોડાસહિત તથા રહિત થાય છે.

ટીકા

૧. સંસારી જીવની ગતિ મોડાસહિત અને મોડારહિત હોય છે. જો મોડારહિત હોય તો તેને એક સમય લાગે છે; જો એક મોડો લેવો પડે તો બે સમય, બે મોડા લેવા પડે તો ત્રણ સમય અને ત્રણ મોડા લેવા પડે તો ચાર સમય લાગે છે. જીવ ચોથા સમયે તો ક્યાંક નવું શરીર નિયમથી ધારણ કરી લે છે; તેથી વિગ્રહગતિનો સમય વધારેમાં વધારે ચાર સમય સુધી હોય છે. તે ગતિઓનાં નામ-૧-ઋજુગતિ (ઈષુગતિ), ર-પાણીમુક્તાગતિ, ૩-લાંગલિકાગતિ અને ૪-ગૌમુત્રિકાગતિ એ પ્રમાણે છે.

ર. એક પરમાણુને મંદગતિએ એક આકાશ પ્રદેશેથી તેની નજીકના બીજા આકાશપ્રદેશ સુધી જતાં જે વખત લાગે છે તે એક સમય છે, આ નાનામાં નાનો કાળ છે.

૩. લોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જતાં જીવને ત્રણ કરતાં વધારે મોડા લેવા પડે.

૪. વિગ્રહગતિમાં એક સમયથી વધારે વખત રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે દ્રવ્યઇન્દ્રિયો પણ હોતી નથી, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. જીવનો ઉપયોગ હોવા લાયક હોય છે ત્યારે દ્રવ્યઇન્દ્રિયો પોતાના કારણે સ્વયં હાજર હોય છે, તે એમ સાબિત કરે છે કે જીવની પાત્રતા હોય ત્યારે તેને અનુસાર નિમિત્ત સ્વયં હાજર હોય છે, નિમિત્ત માટે રાહ જોવી પડતી નથી; અને જીવ લાયક ન હોય ત્યારે નિમિત્તનો તેના પોતાના કારણે સ્વયં અભાવ હોય છે. ।। ૨૮।।

અવિગ્રહગતિનો સમય
एकसमयाऽविग्रहा।। २९।।
અર્થઃ– [अविग्रहा] મોડારહિત ગતિ [एकसमया] એક સમયમાત્ર જ હોય

છે અર્થાત્ તેમાં એક સમય જ લાગે છે.


Page 213 of 655
PDF/HTML Page 268 of 710
single page version

અ. ૨. સૂત્ર ૩૦ ] [ ૨૧૩

ટીકા

(૧) જે સમયે જીવનો એક શરીર સાથેનો સંયોગ બંધ પડયો તે જ સમયે, જો જીવ અવિગ્રહગતિને લાયક હોય તો, બીજા ક્ષેત્રે રહેલા બીજા શરીરને લાયક પુદ્ગલો સાથે (શરીર સાથે) સંબંધ શરૂ થાય છે. મુક્ત જીવોને પણ સિદ્ધગતિમાં જતાં એક જ સમય લાગે છે. આ ગતિ સીધી લાઈનમાં જ હોય છે.

(ર) એક પુદ્ગલને ઉત્કૃષ્ટ ઝડપથી ગતિ કરતાં ચૌદ રાજલોક અર્થાત્ લોકના એક છેડેથી બીજા છેડા સુધી (સીધી લાઈનમાં ઉપર કે નીચે) જતાં એક સમય જ લાગે છે. ।। ૨૯।।

વિગ્રહગતિમાં આહારક–અનાહારકની વ્યવસ્થા
एकं द्वौ त्रीन्वानाहारकः।। ३०।।
અર્થઃ– વિગ્રહગતિમાં [एकं द्वौ वा त्रीन्] એક, બે અથવા ત્રણ સમય સુધી

[अनाहारक] જીવ અનાહારક હોય છે.

ટીકા

(૧) આહારઃ– ઔદારિક, વૈક્રિયિક અને આહારક શરીર તથા છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલપરમાણુઓના ગ્રહણને આહાર કહેવામાં આવે છે.

(ર) ઉપર કહેલા આહારને જીવ જ્યાં સુધી ગ્રહણ નથી કરતો ત્યાં સુધી તે અનાહારક કહેવાય છે. સંસારી જીવ અવિગ્રહગતિમાં આહારક હોય છે પરંતુ એક, બે કે ત્રણ મોડાવાળી ગતિમાં એક, બે કે ત્રણ સમય સુધી અનાહારક રહે છે; ચોથા સમયે નિયમથી આહારક થઈ જાય છે.

(૩) એ વાત લક્ષમાં રાખવાની કે આ સૂત્રમાં નોકર્મની અપેક્ષાએ અનાહારકપણું કહ્યું છે. કર્મગ્રહણ તથા તૈજસપરમાણુનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી હોય છે. જો આ કર્મ અને તૈજસ પરમાણુના ગ્રહણને આહારકપણું ગણવામાં આવે તો તે અયોગી ગુણસ્થાને હોતું નથી.

(૪) વિગ્રહગતિ સિવાયના વખતમાં જીવ દરેક સમયે નોકર્મરૂપ આહાર કરે છે. (પ) અહીં આહાર, અનાહાર અને ગ્રહણ શબ્દો વાપર્યા છે તે માત્ર નિમિત્ત નૈમિત્તિકસંબંધ બતાવવા માટે છે. ખરી રીતે (નિશ્ચયદ્રષ્ટિએ) આત્માને કોઈપણ સમયે કોઈ પણ પરદ્રવ્યનાં ગ્રહણ કે ત્યાગ હોતાં નથી, પછી તે નિગોદમાં હો કે સિદ્ધ હો!।। ૩૦।।


Page 214 of 655
PDF/HTML Page 269 of 710
single page version

૨૧૪ ] [ મોક્ષશાસ્ત્ર

જન્મના ભેદ
सम्मूर्च्छनगर्भोपपादाः जन्म।। ३१।।
અર્થઃ– [सम्मूर्च्छनगर्भउपपादाः] સમ્મૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાદ એવા ત્રણ

પ્રકારના [जन्म] જન્મ હોય છે.

ટીકા

(૧) જન્મઃ– નવીન શરીર ધારણ કરવું તે જન્મ છે. સમ્મૂર્ચ્છન જન્મઃ– પોતાના શરીરને યોગ્ય પુદ્ગલો દ્વારા, માતા-પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમ્મૂર્ચ્છન જન્મ કહે છે.

ગર્ભ જન્મઃ– સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી જે જન્મ(conception) થાય તેને ગર્ભજન્મ કહે છે.

ઉપપાદ જન્મઃ– માતા-પિતાના રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિતસ્થાનવિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. આ ઉપપાદ જન્મવાળું શરીર વૈક્રિયિક રજકણોનું બને છે.

(ર) समन्ततः+मूर्च्छनं– એ વડે સમ્મૂર્ચ્છન શબ્દ બન્યો છે; તેમાં समन्ततः

નો અર્થ ‘ચારે બાજુ’-અથવા‘જ્યાં-ત્યાં’ થાય છે અને मूर्च्छनं નો અર્થ ‘શરીરનું બની જવું’ એવો થાય છે.

(૩) જીવ અનાદિ-અનંત છે એટલે તેને જન્મ-મરણ હોતાં નથી, પણ અનાદિથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા (મિથ્યાદર્શન) હોવાથી તેને શરીર સાથે એક ક્ષેત્રાવગાહસંબંધ થાય છે અને અજ્ઞાનથી શરીરને પોતાનું માને છે. વળી શરીરને હું હલાવી-ચલાવી શકું, શરીરની ક્રિયા હું કરી શકું એ વગેરેથી ઊંધી માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે; તે વિકારભાવ હોય ત્યાં સુધી જીવને નવાં નવાં શરીરો સાથે સંબંધ થાય છે. તે નવા શરીરના સંબંધને (સંયોગને) જન્મ કહે છે અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે તેમાં જીવનો કષાયભાવ નિમિત્ત છે. ।। ૩૧।।

યોનિઓના ભેદ
सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः।। ३२।।
અર્થઃ– [सचित शीत संवृताः] સચિત્ત, શીત, સંવૃત્ત [सेतरा] તેનાથી ઊલટી

Page 215 of 655
PDF/HTML Page 270 of 710
single page version

અ. ૨. સૂત્ર ૩૨-૩૩ ] [ ૨૧પ ત્રણ-અચિત્ત, ઉષ્ણ, વિવૃત [च एकशः मिश्राः] અને ક્રમથી એકએકથી મળેલી ત્રણ અર્થાત્ સચિત્તાચિત્ત, શીતોષ્ણ અને સંવૃતવિવૃત [तत् योनयः] એ નવ જન્મયોનિઓ છે.

ટીકા

(૧) જીવોનાં ઉત્પત્તિસ્થાનને યોનિ કહે છે; યોનિ આધાર અને જન્મ આધેય છે. (ર) સચિત્તયોનિ– જીવસહિત યોનિને સચિત્તયોનિ કહે છે. સંવૃતયોનિ– જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિસ્થાનને સંવૃત (ઢંકાયેલી) યોનિ કહે છે.

વિવૃતયોનિ– જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિસ્થાનને વિવૃત (ખુલ્લી) યોનિ કહે છે.

(૩) ૧-માણસ કે બીજા પ્રાણીના પેટમાં જીવો (કરમિયાં) ઉત્પન્ન થાય તેની સચિત્તયોનિ છે. ર-દીવાલ, ટેબલ વગેરેમાં જીવો ઉત્પન્ન થાય છે તેની અચિત્તયોનિ છે. ૩-માણસે પહેરેલ ટોપી વગેરેમાં જીવો ઉત્પન્ન થાય તેની સચિત્તાચિત્ત યોનિ છે. ૪-ઠંડીમાં જીવો ઉત્પન્ન થાય તેની શીતયોનિ છે. પ-ગરમીમાં જીવો ઉત્પન્ન થાય તેની ઉષ્ણયોનિ છે. ૬-પાણીના ખાડામાં સૂર્યની ગરમીથી પાણી ઊનું થતાં જીવો ઉત્પન્ન થાય તેની શીતોષ્ણયોનિ છે. ૭-પેકબંધ ટોપલામાં રહેલા ફળમાં જીવો ઉત્પન્ન થાય તેની સંવૃતયોનિ છે. ૮-પાણીમાં જીવો (લીલફૂગ વગેરે) ઉત્પન્ન થાય તેની વિવૃતયોનિ છે અને ૯-થોડો ભાગ ઉઘાડો તથા થોડો ઢંકાએલો એવા સ્થાનમાં જીવો ઊપજે તેની સંવૃત-વિવૃતયોનિ છે.

(૪) ગર્ભ– યોનિના આકારના ત્રણ ભેદ છે; ૧-શંખાવર્ત, ર-કૂર્મોન્નત અને ૩-વંશપત્ર. શંખાવર્ત યોનિમાં ગર્ભ રહેતો નથી. કૂર્મોન્નતયોનિમાં તીર્થંકર, ચક્રવર્તી, બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. વંશપત્રયોનિમાં બાકીના ગર્ભજન્મવાળા સર્વ જીવો ઉત્પન્ન થાય છે. ।। ૩ર।।

ગર્ભજન્મ કોને હોય છે?
जरायुजाण्डजपोतानां गर्भः।। ३३।।
અર્થઃ– [जरायुज अण्डज पोतानां] જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ

પ્રકારના જીવોને [गर्भः] ગર્ભજન્મ જ હોય છે અર્થાત્ તે જીવોને જ ગર્ભજન્મ હોય છે.


Page 216 of 655
PDF/HTML Page 271 of 710
single page version

૨૧૬ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) જરાયુજ– જાળની સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે. જેમ કે-ગાય, ભેંસ, મનુષ્ય વગેરે.

અંડજઃ– જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે. જેમ કે-ચકલી, કબૂતર, મોર વગેરે પક્ષીઓ.

પોતજઃ– જન્મતી વખતે જે જીવોનાં શરીર ઉપર કોઈપણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે. જેમ કે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે.

(ર) અસાધારણ ભાષા અને અધ્યયનાદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર વાસુદેવાદિ મહા પ્રભાવશાળી જીવો જરાયુજ છે, મોક્ષ પણ જરાયુજને જ થાય છે. ।। ૩૩।।

ઉપપાદ જન્મ કોને હોય છે?
देवनारकाणामुपपादः।। ૩૪।।
અર્થઃ–[देवनारकाणाम्] દેવ અને નારકીઓને [उपपादः] ઉપપાદજન્મ જ

હોય છે અર્થાત્ ઉપપાદજન્મ તે જીવોને જ હોય છે.

ટીકા

(૧) દેવનાં પ્રસૂતિસ્થાનમાં શુદ્ધ સુગંધી કોમળ સંપુટના આકારે શય્યા હોય છે તેમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તમાં પરિપૂર્ણ યુવાન જેવો થઈ, જેમ કોઈ શય્યામાં સૂતેલો જાગૃત થાય તેમ આનંદ સહિત જીવ બેઠો થાય છે-આ દેવનો ઉપપાદજન્મ છે.

(ર) નારકી જીવો બીલમાં ઉત્પન્ન થાય છે. મધુછત્તાની જેમ ઊંધું મોઢું વગેરે આકારે નાનાં મોઢાંવાળાં ઉત્પત્તિસ્થાન છે તેમાં નારકી જીવ ઊપજે છે અને ઊંધું માથું, ઊંચા પગ એ રીતે ઘણી આકરી વેદનાથી નીકળી વિલાપ કરતો જમીન ઉપર પડે છે-આ નારકીનો ઉપપાદજન્મ છે. ।। ૩૪।।

સમ્મૂર્ચ્છન જન્મ કોને હોય છે?
शेषाणां सम्मूर्च्छनम्।। ३५।।
અર્થઃ– [शेषाणाम्] ગર્ભ અને ઉપપાદ જન્મવાળા સિવાયના બાકી રહેલા

જીવોને [सम्मूर्च्छनम्] સમ્મૂર્ચ્છન જન્મ જ હોય છે અર્થાત્ સમ્મૂર્ચ્છન જન્મ બાકીના જીવોને જ હોય છે.


Page 217 of 655
PDF/HTML Page 272 of 710
single page version

અ. ૨. સૂત્ર ૩૬-૩૭ ] [ ૨૧૭

ટીકા

એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને નિયમથી સમ્મૂર્ચ્છન જન્મ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ અને સમ્મૂર્ચ્છન બન્ને પ્રકારના જન્મ હોય છે એટલે કે કેટલાક ગર્ભજ હોય છે અને કેટલાક સમ્મૂર્ચ્છન હોય છે. લબ્ધિ-અપર્યાપ્ત મનુષ્યોને પણ સમ્મૂર્ચ્છન જન્મ હોય છે. ।। ૩પ।।

શરીરનાં નામો તથા ભેદ
औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणी।। ३६।।
અર્થઃ– [औदारिक वैक्रियिक आहारक तैजस कार्मणानि] ઔદારિક,

વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ [शरीराणि] એ પાંચ શરીરો છે.

ઔદારિકશરીર– મનુષ્ય અને તિર્યંચોનાં શરીર- કે જે સડે છે, ગળે છે તથા ઝરે છે તે-ઔદારિકશરીર છે; આ શરીર સ્થૂળ છે તેથી ‘ઉદાર’ કહેવાય છે. સૂક્ષ્મનિગોદનું શરીર ઇન્દ્રિયો વડે ન દેખાય, બાળ્‌યું બળે નહિ, કાપ્યું કપાય નહિ તોપણ તે સ્થૂળ છે, કેમ કે બીજાં શરીરો તેનાથી ક્રમે ક્રમે સૂક્ષ્મ છે. [જુઓ, હવે પછીનું સૂત્ર]

વૈક્રિયિકશરીર– જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારનાં રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયિક શરીર કહે છે, તે દેવ અને નારકીઓને જ હોય છે.

નોંધઃ– એ વાત લક્ષમાં રાખવી કે ઔદારિક શરીરવાળા જીવો ઋદ્ધિના કારણે જે વિક્રિયા કરી

શકે છે તે ઔદારિક શરીરનો પ્રકાર છે.

આહારક શરીર– સૂક્ષ્મપદાર્થના નિર્ણય માટે અથવા સંયમની રક્ષા વગેરે માટે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે. (તત્ત્વોમાં કાંઈ શંકા થતાં કેવળી અગર શ્રુતકેવળી પાસે જવા માટે આવા મુનિના મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.

તૈજસ શરીર– જેના કારણે શરીરમાં તેજ રહે તેને તૈજસ શરીર કહે છે.
કાર્મણ શરીર– જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે.
નોંધઃ–
પહેલાં ત્રણ શરીરો આહારવર્ગણામાંથી બને છે. ।। ૩૬।।
શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન
परं परं सूक्ष्मम्।। ३७।।
અર્થઃ– પૂર્વે કહ્યાં તેનાથી [परं परं] આગળ આગળનાં શરીર [सूक्ष्मम्] સૂક્ષ્મ

Page 218 of 655
PDF/HTML Page 273 of 710
single page version

૨૧૮ ] [ મોક્ષશાસ્ત્ર સૂક્ષ્મ છે અર્થાત્ ઔદારિકથી વૈક્રિયિક સૂક્ષ્મ, વૈક્રિયિકથી આહારક સૂક્ષ્મ, આહારકથી તૈજસ સૂક્ષ્મ અને તૈજસથી કાર્મણશરીર સૂક્ષ્મ છે. ।। ૩૭।।

પહેલા પહેલા શરીર કરતાં આગળ આગળના શરીરના પ્રદેશો થોડા હશે
એવી વિરુદ્ધ માન્યતા દૂર કરવા માટે સૂત્ર કહે છે
प्रदेशतोऽसंख्येयगुणं प्राक्तैजसात्।। ३८।।
અર્થ– [प्रदेशतः] પ્રદેશોની અપેક્ષાએ [तैजसात् प्राक्] તૈજસ પહેલાંનાં

શરીરો [असंख्येयगुणं] અસંખ્યાતગુણા છે.

ટીકા

ઔદારિક શરીરના પ્રદેશો કરતાં અસંખ્યાતગુણા વૈક્રિયિક શરીરના પ્રદેશો છે અને વૈક્રિયિક શરીરથી અસંખ્યાતગુણા આહારક શરીરના પ્રદેશો છે. ।। ૩૮।।

अनंतगुणे परे।। ३९।।
અર્થઃ– [परे] બાકીનાં બે શરીરો [अनंतगुणे] અનંતગુણા પરમાણુ (-પ્રદેશો)

વાળાં છે અર્થાત્ આહારક શરીરથી અનંતગુણા પ્રદેશો તૈજસ શરીરમાં છે અને તૈજસથી અનંતગુણા કાર્મણ શરીરમાં પ્રદેશો છે.

ટીકા

આગળ આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે તેથી તે અલ્પરૂપ હોય છે. પ્રદેશો કહેતાં અહીં પરમાણુઓ સમજવા. ।। ૩૯।।

તૈજસ અને કાર્મણશરીરની વિશેષતા
अप्रतिघाते।। ४०।।
અર્થઃ– તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરો [अप्रतिघाते] અપ્રતિઘાત અર્થાત્

બાધારહિત છે.

ટીકા

આ બે શરીરો લોકના છેડા સુધી હરકોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વૈક્રિયિક અને આહારક શરીરો હરકોઈમાં પ્રવેશ કરી શકે છે પણ વૈક્રિયિક શરીર ત્રસનાલિ સુધી જ ગમન કરી શકે છે. આહારક શરીરનું


Page 219 of 655
PDF/HTML Page 274 of 710
single page version

અ. ૨. સૂત્ર ૪૧-૪૨ ] [ ૨૧૯ ગમન અધિકમાં અધિક અઢી દ્વીપપર્યંત જ્યાં કેવળી અને શ્રુતકેવળી હોય ત્યાં સુધી થાય છે. મનુષ્યનું વૈક્રિયિકશરીર મનુષ્યલોક (-અઢીદ્વીપ) સુધી જાય છે, તેથી અધિક જતું નથી. ।। ૪૦।।

તૈજસ અને કાર્મણશરીરની વધારે વિશેષતા
अनादिसम्बन्धे च।। ४१।।
અર્થઃ– [च] વળી એ બન્ને શરીરો [अनादिसम्बन्धे] આત્માની સાથે

અનાદિકાળથી સંબંધવાળાં છે.

ટીકા

(૧) આ કથન સામાન્ય તૈજસ અને કાર્મણશરીરની અપેક્ષાએ છે. વિશેષ અપેક્ષાએ આ પ્રકારનાં પહેલાં પહેલાંનાં શરીરોનો સંબંધ બંધ પડીને નવાં નવાં શરીરોનો સંબંધ થતો રહે છે. અર્થાત્ અયોગી ગુણસ્થાન પહેલાં દરેક સમયે જીવ આ તૈજસ અને કાર્મણ શરીરનાં નવાં નવાં રજકણો ગ્રહણ કરે છે અને જૂનાં છોડે છે. (જે સમયે તેનો તદ્ન અભાવ થાય છે તે જ સમયે જીવ સીધો શ્રેણિએ સિદ્ધસ્થાને પહોંચી જાય છે.) સૂત્રમાં ‘’ શબ્દ આપ્યો છે તેમાંથી આ અર્થ નીકળે છે.

(ર) ‘જીવને આ શરીરોનો સંબંધ પ્રવાહરૂપે અનાદિથી નથી પણ નવો (- સાદી) છે’ એમ માનવું તે ભૂલભરેલું છે, કેમ કે જો એમ હોય તો પૂર્વે જીવ અશરીરી હતો એટલે કે શુદ્ધ હતો અને પાછળથી તે અશુદ્ધ થયો એમ ઠરે; પરંતુ શુદ્ધ જીવને અનંત પુરુષાર્થ હોવાથી તેને અશુદ્ધતા આવે નહિ અને અશુદ્ધતા જ્યાં ન હોય ત્યાં આ શરીરો હોય જ નહિ. એ રીતે જીવને આ શરીરનો સંબંધ સામાન્ય અપેક્ષાએ (-પ્રવાહરૂપે) અનાદિથી છે. વળી જો તેને તે જ શરીરોનો સંબંધ અનાદિથી માને તો તે સંબંધ અનંતકાળ રહે અને તેથી જીવ વિકાર ન કરે તોપણ તેનો મોક્ષ કદી થાય જ નહિ. અવસ્થાદ્રષ્ટિએ જીવ અનાદિથી અશુદ્ધ છે એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. [જુઓ, હવે પછીના સૂત્રની ટીકા.]।। ૪૧।।

આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે
सर्वस्य।। ४२।।
અર્થઃ– આ તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરો [सर्वस्य] સર્વે સંસારી

જીવોને હોય છે.


Page 220 of 655
PDF/HTML Page 275 of 710
single page version

૨૨૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારીપણું હોતું નથી-સિદ્ધપણું હોય છે. એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર (પરમાર્થે) શરીર હોતું નથી. જો જીવને ખરેખર શરીર હોય તો જીવ જડ-શરીરરૂપ થઈ જાય, પણ તેમ બને નહિ. જીવ અને શરીર બન્ને એક આકાશક્ષેત્રે (એકક્ષેત્રાવગાહસંબંધે) હોય છે તેથી અજ્ઞાની શરીરને પોતાનું માને છે; અવસ્થાદ્રષ્ટિએ જીવ અનાદિથી અજ્ઞાની છે તેથી ‘અજ્ઞાનીના આ પ્રતિભાસ’ ને વ્યવહાર જણાવી, તેને ‘જીવનું શરીર’ કહેવામાં આવે છે. એ રીતે જીવના વિકારીભાવનો અને આ શરીરનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવ્યો છે, પણ જીવ અને શરીર એક દ્રવ્યરૂપ, એક ક્ષેત્રરૂપ, એક પર્યાય (-કાળ) રૂપ કે એક ભાવરૂપ થઈ જાય છે-એમ બતાવવાનો શાસ્ત્રોનો હેતુ નથી; તેથી આગલા સૂત્રમાં ‘સંબંધ’ શબ્દ વાપર્યો છે. જો એમ જીવ અને શરીર એકરૂપ થાય તો બન્ને દ્રવ્યોનો સર્વથા નાશ થાય. ।। ૪૨।।

એક જીવને એક સાથે કેટલાં શરીરનો સંબંધ હોય છે?

तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्भ्यः।। ४३।।

અર્થઃ– [तत् आदीनि] તે તૈજસ, અને કાર્મણ શરીરોથી શરૂ કરીને

[युगपद्] એક સાથે [एकस्य] એક જીવને [आचतुभ्यंः] ચાર શરીરો સુધી [भाज्यानि] વિભક્ત કરવા જોઈએ અર્થાત્ જાણવા.

ટીકા

જીવને જો બે શરીરો હોય તો તૈજસ અને કાર્મણ, ત્રણ હોય તો તૈજસ, કાર્મણ અને ઔદારિક, અથવા તો તૈજસ, કાર્મણ અને વૈક્રિયિક, ચાર હોય તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક, અથવા તો તૈજસ, કાર્મણ, ઔદારિક અને (લબ્ધિવાળા જીવને) વૈક્રિયિક શરીરો હોય છે. આમાં (લબ્ધિવાળા જીવને) ઔદારિક સાથે જે વૈક્રિયિક શરીર હોવાનું જણાવ્યું છે તે શરીર ઔદારિકની જાતનું છે, દેવના વૈક્રિયિક શરીરના રજકણોની જાતનું તે નથી. ।। ૪૩।।

(જુઓ, સૂત્ર ૩૬ તથા ૪૭ ની ટીકા)
કાર્મણ શરીરની વિશેષતા
निरुपभोगमन्त्यम्।। ४४।।
અર્થઃ– [अन्त्यम्] અંતનું કાર્મણશરીર [निरुपभोगम्] ઉપભોગરહિત હોય છે.

Page 221 of 655
PDF/HTML Page 276 of 710
single page version

અ. ૨. સૂત્ર ૪૪-૪પ ] [ ૨૨૧

ટીકા

ઉપભોગઃ– ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે.

(ર) વિગ્રહગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે. [જુઓ સૂત્ર ૧૮]; જડ

ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે [જુઓ સૂત્ર ૧૭]; તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ (-જ્ઞાન) થતો નથી, તેથી કાર્મણ શરીરને નિરુપભોગ જ કહ્યું છે.

(૩) પ્રશ્નઃ– તૈજસ શરીર પણ નિરુપભોગ જ છે છતાં તેને અહીં કેમ ન ગણ્યું?

ઉત્તરઃ– તૈજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહગતિમાં કાર્મણ શરીર તો કાર્મણયોગનું કારણ છે [જુઓ, સૂત્ર ૨પ], તેથી તે ઉપભોગને લાયક છે કે નહિ-એ પ્રશ્ન ઊઠે. તેનું નિરાકરણ કરવા માટે આ સૂત્ર કહ્યું છે. તૈજસશરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ જ ઊઠી શકતો નથી કેમકે તે તો નિરુપભોગ જ છે, તેથી અહીં તેને લીધું નથી.

(૪) જીવની પોતાની પાત્રતા (-ઉપાદાન) મુજબ બાહ્ય નિમિત્ત સંયોગરૂપ (હાજરરૂપ) હોય છે અને પોતાની પાત્રતા ન હોય ત્યારે હાજર હોતાં નથી એમ આ સૂત્ર બતાવે છે, જ્યારે જીવ શબ્દાદિકનું જ્ઞાન કરવાને લાયક હોતો નથી ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો હાજર હોતી નથી; અને જ્યારે જીવ તે જ્ઞાન કરવાને લાયક હોય છે ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો-સ્વયં હાજર હોય છે એમ સમજવું.

(પ) પરવસ્તુ જીવને વિકારભાવ કરાવતી નથી એમ સૂત્ર ૨પ તથા આ સૂત્ર બતાવે છે, કેમકે વિગ્રહગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ હોતાં નથી. દ્રવ્યકર્મ જડ છે તેને જ્ઞાન નથી, વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડી જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી તેથી તે કર્મ જીવને વિકારભાવ કરાવી શકે નહિ. જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાનદશામાં ક્ષણેક્ષણે નવો વિકારભાવ કર્યા કરે છે ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયનો આરોપ આવે છે; અને જીવ જ્યારે વિકારભાવ કરતો નથી ત્યારે છૂટાં પડતાં કર્મો (-રજકણો) ઉપર નિર્જરાનો આરોપ આવે છે અર્થાત્ તેને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. ।। ૪૪।।

ઔદારિક શરીરનું લક્ષણ
गर्भसम्मूर्च्छनजमाद्यम्।। ४५।।
અર્થઃ– [गर्भ] ગર્ભ [सम्मूर्च्छनजम्] અને સમ્મૂર્ચ્છનજન્મથી ઉત્પન્ન થતું

શરીર [आद्यम्] પહેલું-ઔદારિક શરીર કહેવાય છે.


Page 222 of 655
PDF/HTML Page 277 of 710
single page version

૨૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

પ્રશ્નઃ– શરીર તો જડ પુદ્ગલદ્રવ્ય છે અને આ અધિકાર જીવનો છે, છતાં તેમાં આ વિષય કેમ લીધો છે?

ઉત્તરઃ– જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવો હોય ત્યારે તેને કેવા કેવા પ્રકારનાં શરીરો સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ હોય તે બતાવવા માટે શરીરોનો વિષય અહીં (આ સૂત્રમાં તેમ જ આ અધ્યાયના બીજાં કેટલાંક સૂત્રોમાં) લીધો છે. ।। ૪પ।।

વૈક્રિયિકશરીરનું લક્ષણ
औपपादिकं वैक्रियिकम्।। ४६।।
અર્થઃ– [औपपादिकम्] ઉપપાદ જન્મવાળા એટલે કે દેવ અને નારકીઓનાં

શરીર [वैक्रियिकम्] વૈક્રિયિક હોય છે.

નોંધઃ– ઉપપાદ જન્મનો વિષય સૂત્ર ૩૪ માં અને વૈક્રિયિક શરીરનો વિષય સૂત્ર ૩૬ માં આવી ગયો છે, તે સૂત્રો તથા તેની ટીકા અહીં પણ વાંચવી. ।। ૪૬।।

દેવ અને નારકી સિવાય બીજાને વૈક્રિયિક શરીર હોય કે નહિ?
लब्धिप्रत्ययं च।। ४७।।
અર્થઃ– વૈક્રિયિક શરીર [लब्धिप्रत्ययं च] લબ્ધિનૈમિત્તિક પણ હોય છે.
ટીકા

વૈક્રિયિક શરીર ઊપજવામાં ઋદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી ઋદ્ધિને ‘લબ્ધિ’ કહેવામાં આવે છે. ‘પ્રત્યય’નો અર્થ નિમિત્ત થાય છે. કોઈ તિર્યંચને પણ વિક્રિયા હોય છે, વિક્રિયા તે શુભભાવનું ફળ છે, પણ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ શુદ્ધભાવ છે, શુભભાવનું ફળ બાહ્યસંયોગ છે. મનુષ્ય તથા તિર્યંચનું વૈક્રિયિક શરીર દેવ તથા નારકીના શરીરથી જુદી જાતનું છે; ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે. (જુઓ, સૂત્ર ૩૬ તથા ૪૩ ની ટીકા)।। ૪૭।।

વૈક્રિયિક સિવાય બીજા કોઈ શરીરને લબ્ધિનું નિમિત્ત છે?
तैजसमपि।। ४८।।
અર્થઃ– [तैजसम्] તૈજસશરીર [अपि] પણ લબ્ધિનિમિત્તક છે.

Page 223 of 655
PDF/HTML Page 278 of 710
single page version

અ. ૨. સૂત્ર ૪૯ ] [ ૨૨૩

ટીકા

(૧) તૈજસશરીરના બે ભેદ છે-અનિઃસરણ અને નિઃસરણ. અનિઃસરણ સર્વ સંસારી જીવોને દેહની દીપ્તિનું કારણ છે, તે લબ્ધિપ્રત્યય નથી, તેનું સ્વરૂપ સૂત્ર ૩૬ ની ટીકામાં આવી ગયું છે.

(ર) નિઃસરણ-તૈજસ શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. તપશ્ચરણના ધારક મુનિને કોઈ ક્ષેત્રમાં રોગ, દુષ્કાળાદિ વડે લોકોને દુઃખી દેખીને જો અત્યંત કરુણા ઊપજી આવે તો તેમના જમણા ખભામાંથી એક તૈજસ પિંડ નીકળી બાર યોજન સુધીના જીવોનું દુઃખ મટાડી મૂળ શરીરમાં પ્રવેશ કરે છે, તેને નિઃસરણશુભતૈજસશરીર કહેવાય છે; અને કોઈ ક્ષેત્રે મુનિ અત્યંત ક્રોધિત થાય તો ઋદ્ધિના પ્રભાવથી તેમના ડાબા ખભામાંથી સિંદૂરસમાન રાતા અગ્નિરૂપ એક શરીર નીકળી બાર યોજન સુધીના બધા જીવોનાં શરીરને તથા બીજાં પુદ્ગલોને બાળી ભસ્મ કરી મૂળ શરીરમાં પ્રવેશ કરી તે મુનિને પણ દગ્ધ કરે છે, (તે મુનિ નરકને પ્રાપ્ત થાય છે) તેને નિઃસરણઅશુભતૈજસશરીર કહેવાય છે. ।। ૪૮।।

આહારક શરીરના સ્વામી તથા તેનું લક્ષણ
शुभं विशुद्धमव्याघाति चाहारकं प्रमत्तसंयतस्यैव।। ४९।।
અર્થઃ– [आहारकं] આહારકશરીર [शुभम्] શુભ છે અર્થાત્ તે શુભકાર્ય કરે

છે, [विशुद्धम्] વિશુદ્ધ છે અર્થાત્ તે વિશુદ્ધકર્મ (મંદકષાયથી બંધાતાં કર્મ) નું કાર્ય છે [च अव्याघाति] અને વ્યાઘાત-બાધારહિત છે તથા [प्रमत्तसंयतस्य एव] પ્રમત્તસંયત (છઠ્ઠા ગુણસ્થાનવર્તી) મુનિને જ તે શરીર હોય છે.

ટીકા

(૧) આ શરીર ચંદ્રકાન્તમણિ સમાન શ્વેતવર્ણનું એક હાથ પ્રમાણ હોય છે; તે પર્વત, વજ્ર વગેરેથી રોકાતું નથી તેથી અવ્યાઘાત છે. આ શરીર પ્રમત્તસંયમી મુનિના મસ્તકમાંથી નીકળે છે, પ્રમત્તસંયત ગુણસ્થાને જ આ શરીર હોય છે, બીજે હોતું નથી; તેમ જ બધા પ્રમત્તસંયત મુનિઓને આ શરીર હોતું નથી.

(ર) તે આહારકશરીર ૧. કદાચિત્ લબ્ધિવિશેષનો સદ્ભાવ જાણવા માટે, ર. કદાચિત્ સૂક્ષ્મપદાર્થના નિર્ણય માટે તથા ૩. કદાચિત્ તીર્થગમન કે સંયમની રક્ષા અર્થે કેવળી ભગવાન અગર શ્રુતકેવળી ભગવાન પાસે જતાં સ્વયં નિર્ણય કરી અંતર્મુહૂર્તમાં પાછું આવી સંયમી મુનિના શરીરમાં પ્રવેશ કરે છે.


Page 224 of 655
PDF/HTML Page 279 of 710
single page version

૨૨૪ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) જે વખતે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં તીર્થંકર ભગવાનની, કેવળીની કે શ્રુતકેવળીની વિદ્યમાનતા ન હોય અને તેના વિના મુનિનું સમાધાન થઈ શકે નહિ ત્યારે મહાવિદેહક્ષેત્રમાં જ્યાં તીર્થંકર ભગવાન વગેરે બિરાજમાન હોય ત્યાં તે (ભરત કે ઐરાવતક્ષેત્રના) મુનિનું આહારક શરીર જાય; ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનાદિ હોય ત્યારે તે નજીકના ક્ષેત્રે જાય છે. મહાવિદેહમાં તીર્થંકરો ત્રણેકાળ હોય છે તેથી ત્યાંના મુનિને તેવો પ્રસંગ આવે તો તેમનું આહારક શરીર તે ક્ષેત્રના તીર્થંકરાદિ પાસે જાય છે.

(૪) ૧-દેવો અનેક વૈક્રિયિકશરીર કરી શકે છે, મૂળ શરીરસહિત દેવ સ્વર્ગલોકમાં વિદ્યમાન રહે અને વિક્રિયા વડે અનેક શરીર કરી બીજા ક્ષેત્રમાં જાય છે. કોઈ સામર્થ્યધારક દેવ પોતાનાં એક હજાર રૂપો કરી શકે છે, તે હજારે શરીરોમાં તે દેવના આત્માના પ્રદેશો છે. મૂળ વૈક્રિયિકશરીર જઘન્ય દસ હજાર વર્ષ સુધી રહે છે, અગર વધારે જેટલું આયુષ્ય હોય તેટલો કાળ રહે છે. ઉત્તરવૈક્રિયિકશરીરનો કાળ જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે. તીર્થંકર ભગવાનના જન્મ વખતે તથા નંદીશ્વરાદિકનાં જિનમંદિરોની પૂજા માટે દેવો જાય છે ત્યારે વારંવાર વિક્રિયા કરે છે.

ર-પ્રમત્તસંયત મુનિનું આહારકશરીર દૂર ક્ષેત્ર વિદેહાદિકમાં જાય છે. ૩-તૈજસશરીર બાર જોજન (૪૮ ગાઉ) જાય છે. ૪-આત્મા અખંડ છે, તેના ખંડ થતા નથી. આત્માના અસંખ્યાત પ્રદેશો છે તે કાર્મણશરીર સાથે નીકળે છે. મૂળ શરીર તો જેવું છે તેવું જ બન્યું રહે છે, અને તેમાં પણ દરેક સ્થળે આત્માના પ્રદેશો રહે જ છે.

(પ) જેમ અન્નને પ્રાણ કહેવા તે ઉપચાર છે તેમ આ સૂત્રમાં આહારક શરીરને ‘શુભ’ કહેલું છે તે પણ ઉપચાર છે. બન્ને સ્થાનોમાં કારણમાં કાર્યનો ઉપચાર (અર્થાત્ વ્યવહાર) કરવામાં આવ્યો છે. જેમ અન્નનું ફળ પ્રાણ છે તેમ શુભનું ફળ આહારકશરીર છે તેથી આ ઉપચાર છે. ।। ૪૯।।

લિંગ અર્થાત્ વેદના સ્વામી
नारकसम्मूर्च्छिनो नपुंसकानि।। ५०।।
અર્થઃ– [नारक सम्मूर्च्छिनो] નારકી અને સમ્મૂર્ચ્છન જન્મવાળા

[नपुंसकानि] નપુંસક હોય છે.


Page 225 of 655
PDF/HTML Page 280 of 710
single page version

અ. ૨. સૂત્ર પ૧-પ૨ ] [ ૨૨પ

ટીકા

(૧) લિંગ-વેદ બે પ્રકારનાં છેઃ- ૧-દ્રવ્યલિંગ=પુરુષ, સ્ત્રી કે નપુંસકત્વ બતાવનારું શરીરનું ચિહ્ન; અને ર-ભાવલિંગ=સ્ત્રી, પુરુષ કે સ્ત્રી-પુરુષ બન્ને ભોગવવાની અભિલાષારૂપ આત્માના વિકારી પરિણામ. નારકી અને સમ્મૂર્ચ્છન જીવોને દ્રવ્યલિંગ અને ભાવલિંગ બન્ને નપુંસક હોય છે.

(ર) નારકી તથા સમ્મૂર્ચ્છન જીવો નપુંસક જ હોય છે કેમ કે તે જીવોને સ્ત્રી-પુરુષ સંબંધી મનોજ્ઞ શબ્દનું સાંભળવું, મનોજ્ઞ ગંધનું સૂંઘવું, મનોજ્ઞ રૂપનું દેખવું, મનોજ્ઞ રસનું ચાખવું કે મનોજ્ઞ સ્પર્શનું સ્પર્શવું એ કાંઈ હોતું નથી, તેથી થોડું કલ્પિત સુખ પણ તે જીવોને હોતું નથી, માટે નિશ્ચય કરવામાં આવે છે કે તે જીવો નપુંસક છે. ।। પ૦।।

દેવોનાં લિંગ
न देवाः।। ५१।।
અર્થઃ– [देवाः] દેવો [न] નપુંસક હોતા નથી અર્થાત્ દેવોને પુરુષલિંગ અને

દેવીઓને સ્ત્રીલિંગ હોય છે.

ટીકા

(૧) દેવગતિમાં દ્રવ્યલિંગ તથા ભાવલિંગ સરખાં હોય છે. (ર) મ્લેચ્છ ખંડના મનુષ્યો સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદને જ ધારણ કરે છે, ત્યાં નપુંસક ઊપજતા નથી. ।। પ૧।।

બીજાઓનાં લિંગ
शेषास्त्रिवेदाः।। ५२।।
અર્થઃ– [शेषाः] બાકી રહેલા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો [त्रि वेदाः] ત્રણે

વેદવાળા છે.

ટીકા

ભાવવેદના પણ ત્રણ પ્રકાર છે-૧. પુરુષવેદનો કામાગ્નિ તૃણના અગ્નિ સમાન જલદી શાંત થઈ જાય છે, ર. સ્ત્રીવેદનો કામાગ્નિ અંગારના અગ્નિ સમાન ગુપ્ત અને કાંઈક કાળ પછી શાંત થાય છે અને ૩. નપુંસકવેદનો કામાગ્નિ ઈંટના અગ્નિ સમાન લાંબા કાળ સુધી રહે છે. ।। પ૨।।