Moksha Shastra (Gujarati). Sutra: 8-18 (Chapter 2).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 36

 

Page 186 of 655
PDF/HTML Page 241 of 710
single page version

૧૮૬ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) અનાદિ અજ્ઞાની જીવને ક્યા ભાવો કદી થયા નથી?

૧. એ વાત લક્ષમાં રાખવી કે જીવને અનાદિથી જ્ઞાન, દર્શન અને વીર્ય ક્ષાયોપશમિકભાવો છે પણ તે કાંઈ ધર્મનું કારણ નથી.

ર. પોતાના સ્વરૂપને લગતી અસાવધાની (મોહ) સંબંધનો ઔપશમિકભાવ અનાદિ અજ્ઞાની જીવને કદી પ્રગટયો નથી. જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે દર્શનમોહનો (મિથ્યાત્વનો) ઉપશમ થાય છે; સમ્યગ્દર્શન અપૂર્વ છે કેમકે તે જીવને પૂર્વે કદી પણ તે ભાવ થયેલો ન હતો. આ ઔપશમિકભાવ થયા પછી મોહને લગતા ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ તે જીવને પ્રગટ થયા વગર રહેતા નથી; તે જીવ મોક્ષાવસ્થા અવશ્ય પ્રગટ કરે છે.

(૪) ઉપરના ઔપશમિકાદિ ત્રણ ભાવો ક્યા વિધિથી પ્રગટે?

૧. જ્યારે જીવ પોતાના આ ભાવોનું સ્વરૂપ સમજીને ત્રિકાળી ધ્રુવરૂપ (સકળ નિરાવરણ) અખંડ એક અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ તરફ પોતાનું વલણ-લક્ષ સ્થિર કરે ત્યારે ઉપરના ત્રણ ભાવો પ્રગટે છે; ‘હું ખંડ-જ્ઞાનરૂપ છું’ એવી ભાવના વડે ઔપશમિકાદિ ભાવો પ્રગટતા નથી.

[શ્રી સમયસાર-હિંદી, જયસેનાચાર્યકૃત ટીકા પા. ૪૮૩]

ર. પોતાના અવિનશ્વર શુદ્ધ પારિણામિકભાવ તરફના વલણને અધ્યાત્મભાષામાં ‘નિશ્ચયનયનો આશ્રય’ કહેવામાં આવે છે. નિશ્ચયનયના આશ્રયે શુદ્ધ પર્યાય પ્રગટે છે. નિશ્ચયનયનો વિષય અખંડ; અવિનશ્વર શુદ્ધપારિણામિકભાવ અર્થાત્ જ્ઞાયકભાવ છે. વ્યવહારનયના આશ્રયે શુદ્ધતા પ્રગટતી નથી પણ અશુદ્ધતા પ્રગટે છે.

[શ્રી સમયસાર ગાથા-૧૧]
(પ) પાંચ ભાવોમાંથી ક્યા ભાવ બંધરૂપ છે અને ક્યા
ભાવ બંધરૂપ નથી

૧. આ પાંચ ભાવોમાંથી એક ઔદયિકભાવ (મોહ સાથેનો જોડાણભાવ) બંધરૂપ છે; જ્યારે જીવ મોહભાવ કરે ત્યારે કર્મનો ઉદય બંધનું કારણ ઉપચારથી કહેવાય અને જો જીવ મોહભાવરૂપે ન પરિણમે તો બંધ થાય નહિ અને ત્યારે તે જ જડ-કર્મની નિર્જરા થઈ એમ ઉપચારથી કહેવાય.

ર. જેમાં પુણ્ય, પાપ, દાન, પૂજા, વ્રતાદિ ભાવોનો સમાવેશ થાય છે એવા આસ્રવ અને બંધ એ બે ઔદયિકભાવ છે; સંવર અને નિર્જરા તે મોહના ઔપશમિક


Page 187 of 655
PDF/HTML Page 242 of 710
single page version

અ. ૨. સૂત્ર ૨ ] [ ૧૮૭ અને ક્ષાયોપશમિકભાવ છે, તે શુદ્ધતાના અંશો હોવાથી બંધરૂપ નથી; અને મોક્ષ તે ક્ષાયિકભાવ છે, તે સર્વથા પવિત્ર પર્યાય છે એટલે તે પણ બંધરૂપ નથી.

૩. શુદ્ધ ત્રિકાળી પારિણામિકભાવ તો બંધ અને મોક્ષથી નિરપેક્ષ છે. ।। ।।
જીવનું લક્ષણ
उपयोगी लक्षणम्।। ८।।
અર્થઃ– [लक्षणम्] જીવનું લક્ષણ [उपयोगः] ઉપયોગ છે.
ટીકા

લક્ષણ–ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. (શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા. પ્રશ્ન-ર.)

ઉપયોગ– ચૈતન્યગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે.

ઉપયોગને ‘જ્ઞાન-દર્શન’ પણ કહેવાય છે, તે બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે; વળી તે સદ્ભૂત (આત્મભૂત) લક્ષણ છે તેથી બધા જીવોમાં સદાય હોય છે. આ સૂત્રમાં બધા જીવોને લાગુ પડે તેવું સામાન્ય લક્ષણ આપ્યું છે.

[તત્ત્વાર્થસાર પા. પ૪ઃ અંગ્રેજી તત્ત્વાર્થસૂત્ર તા. પ૮]

જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેના પીળાશાદિ લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લાદિ લક્ષણ વડે બન્ને જુદાં છે એમ તેનો ભેદ જાણી શકાય છે, તેમ જીવ અને કર્મ-નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં જીવ તેના ઉપયોગ-લક્ષણ વડે કર્મ-નોકર્મથી જુદો છે અને દ્રવ્યકર્મ-નોકર્મ તેમના સ્પર્શાદિ લક્ષણ વડે જીવથી જુદાં છે-એમ તેનો ભેદ જાણી શકાય છે.

જીવ અને પુદ્ગલને અનાદિથી એકક્ષેત્રાવગાહરૂપે સંબંધ છે, તેથી અજ્ઞાનદશામાં તે બન્ને એકરૂપ ભાસે છે. જીવ અને પુદ્ગલ એક આકાશક્ષેત્રે હોવા છતાં જો સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બન્ને ભિન્ન છે તેવું જ્ઞાન થાય છે. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. અનંત પરમાણુઓનું બનેલું શરીર અને જીવ એમ ઘણા મળેલા પદાર્થો છે, તેમાં અનંત પુદ્ગલો છે અને એક જીવ છે, તેને જ્ઞાનમાં જુદા કરવા માટે અહીં જીવનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, ‘જીવનું લક્ષણ ઉપયોગ છે’ એમ અહીં કહ્યું છે.


Page 188 of 655
PDF/HTML Page 243 of 710
single page version

૧૮૮ ] [ મોક્ષશાસ્ત્ર

પ્રશ્નઃ– ઉપયોગ એટલે શું? ઉત્તરઃ– ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે, તે ચૈતન્યસ્વભાવને અનુસરતો આત્માનો જે પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિર્બાધ લક્ષણ છે.

આઠમા સૂત્રનો સિદ્ધાંત

શરીરાદિનાં કાર્યો હું કરી શકું, હું તેને હલાવી-ચલાવી શકું એમ જે જીવો માને છે તે ચેતન અને જડદ્રવ્યને એકરૂપ માને છે, તેઓની એ ખોટી માન્યતા છોડાવવા અને જીવદ્રવ્ય જડથી સર્વથા જુદું છે એમ બતાવવા જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે એમ આ સૂત્રમાં બતાવ્યું છે.

નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય કદી પુદ્ગલદ્રવ્યપણે (શરીરાદિપણે) થતું જોવામાં આવતું નથી અને નિત્ય જડ લક્ષણવાળું શરીરાદિ પુદ્ગલદ્રવ્ય કદી જીવદ્રવ્યપણે થતું જોવામાં આવતું નથી; કારણ કે ઉપયોગ અને જડપણાને એકરૂપ થવામાં, પ્રકાશ અને અંધકારની માફક, વિરોધ છે. જડ અને ચેતન કદી પણ એક થઈ શકે નહિ. જડ અને ચેતન એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈપણ રીતે એકરૂપ થતાં નથી; તેથી હે જીવ! તું સર્વ પ્રકારે પ્રસન્ન થા! તારું ચિત્ત ઉજ્જ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ ‘આ મારું છે’ એમ અનુભવ. આવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.

જીવ, શરીર અને દ્રવ્યકર્મ એક આકાશપ્રદેશે બંધરૂપ રહ્યાં છે તેથી તે ઘણા મળેલા પદાર્થોમાંથી એક જીવપદાર્થને જુદો જાણવા માટે આ સૂત્રમાં જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. ।। ।। [સર્વાર્થસિદ્ધિ ભાગ બીજો. પા. ૨૭-૨૮]

ઉપયોગના ભેદો
स द्विविधोऽष्टचतुर्भेदः।। ९।।
અર્થઃ– [सः] તે ઉપયોગના [द्विविधः] જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ

એવા બે ભેદ છે; વળી તેઓ ક્રમથી [अष्ट चतुः भेदः] આઠ અને ચાર ભેદ સહિત છે અર્થાત્ જ્ઞાન ઉપયોગના મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ (એ પાંચ સમ્યગ્જ્ઞાન) અને કુમતિ, કુશ્રુત તથા કુઅવધિ (એ ત્રણ મિથ્યાજ્ઞાન) એમ આઠ ભેદ છે, તેમ જ દર્શનઉપયોગના ચક્ષુ, અચક્ષુ, અવધિ તથા કેવળ એમ ચાર ભેદ છે. આ રીતે જ્ઞાનના આઠ અને દર્શનના ચાર ભેદો મળી ઉપયોગના કુલ બાર ભેદ છે.

ટીકા
(૧) આ સૂત્રમાં ‘ઉપયોગના ભેદ બતાવ્યા છે, કેમકે ભેદ બતાવ્યા હોય તો

Page 189 of 655
PDF/HTML Page 244 of 710
single page version

અ. ૨. સૂત્ર ૯ ] [ ૧૮૯ જિજ્ઞાસુઓ જલદી સમજી શકે છે, તેથી કહ્યું છે કે-‘सामान्य शास्त्रतो नूनं विशेषो बलवान् भवेत्’ અર્થાત્ સામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે. સામાન્ય એટલે ટૂંકામાં કહેનારું અને વિશેષ એટલે ભેદો પાડીને બતાવનારું. સાધારણ માણસો વિશેષથી બરાબર નિર્ણય કરી શકે છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૦૮]

(ર) ‘દર્શન’ શબ્દના જુદા જુદા અર્થો અને તેમાંથી અહીં લાગુ પડતો અર્થ

શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે કોઈ અર્થ થાય છે. ‘દર્શન’ શબ્દના પણ અનેક અર્થ થાય છે. (૧) અધ્યાય ૧, સૂત્ર ૧-૨માં મોક્ષમાર્ગ સંબંધી કથન કરતાં ‘સમ્યગ્દર્શન’ શબ્દ કહ્યો છે ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. (ર) ઉપયોગના વર્ણનમાં ‘દર્શન’ શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. અને (૩) ઇંદ્રિયના વર્ણનમાં ‘દર્શન શબ્દનો અર્થ નેત્ર વડે દેખવા માત્ર છે. આ ત્રણ અર્થોમાંથી અહીં ચાલતા સૂત્રમાં બીજો અર્થ લાગુ પડે છે.

[મોક્ષમાર્ગ પ્ર. પા. ૨૯૮]

દર્શન ઉપયોગ– કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હઠીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુકતા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને ‘દર્શનઉપયોગ’ કહેવામાં આવે છે. દ્રષ્ટાંતઃ- એક માણસનો ઉપયોગ ભોજન કરવામાં લાગી રહ્યો છે અને તેને એકદમ ઇચ્છા થઈ કે બહાર મને કોઈ બોલાવતું તો નથી ને? હું તે જાણી લઉં; અથવા કોઈનો અવાજ કાનમાં પડવાથી તેનો ઉપયોગ ભોજન તરફથી હઠીને શબ્દ તરફ લાગી જાય છે. આમાં ચેતનાના ઉપયોગનું ભોજનથી ખસવું અને શબ્દ તરફનું લાગવું થયું પણ જ્યાં સુધી શબ્દ તરફનું કાંઈ પણ જ્ઞાન ન થાય ત્યાં સુધીનો વ્યાપાર તે ‘દર્શન ઉપયોગ’ છે.

પૂર્વ વિષયથી હઠવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી તેથી તે ચેતનાપર્યાયને ‘દર્શન ઉપયોગ’ કહેવામાં આવે છે.

[તત્ત્વાર્થસાર પા. ૩૧૦-૩૧૧]
આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે.
[ગુજરાતી દ્રવ્ય-સંગ્રહ પા. પ૯]

દ્રવ્ય-સંગ્રહની ૪૩ મી ગાથામાં ‘સામાન્ય’ શબ્દ વાપર્યો છે તેનો અર્થ ‘આત્મા’ થાય છે. સામાન્યગ્રહણ એટલે આત્મગ્રહણ; આત્મગ્રહણ તે દર્શન છે.

[હિંદી બૃહત્ દ્રવ્યસંગ્રહ પા. ૧૭પ]

Page 190 of 655
PDF/HTML Page 245 of 710
single page version

૧૯૦ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) સાકાર અને નિરાકાર

જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર કહેવામાં આવે છે; ત્યાં ‘આકાર’નો અર્થ ‘લંબાઈ-પહોળાઈ અને જાડાઈ’ એમ થતો નથી, પણ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને આકાર કહેવામાં આવે છે. અમૂર્તિક આત્માનો ગુણ હોવાથી જ્ઞાન પોતે ખરી રીતે અમૂર્ત છે. જે પોતે તો અમૂર્ત હોય અને વળી દ્રવ્ય ન હોય, માત્ર ગુણ હોય તેને પોતાનો જુદો આકાર હોઈ શકે નહિ; પોતપોતાના આશ્રયભૂત દ્રવ્યનો જે આકાર હોય તે જ આકાર ગુણોનો હોય છે. જ્ઞાનગુણનો આધાર આત્મદ્રવ્ય છે તેથી આત્માનો જે આકાર તે જ જ્ઞાનનો આકાર છે, આત્મા ગમે તેવા આકારના પદાર્થને જાણે તોપણ આત્માનો આકાર તો (સમુદ્ઘાત સિવાયના પ્રસંગે) બહારના શરીરાકારે રહે છે, તેથી વાસ્તવિક રીતે જ્ઞેય પદાર્થના આકારે જ્ઞાન થતું નથી પણ આત્માના આકારે જ્ઞાન રહે છે; પણ જ્ઞેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનને સાકાર કહેવાય છે (તત્ત્વાર્થસાર પા. ૩૦૮- ૩૦૯) દર્શન એક પદાર્થથી બીજાને જુદો પાડતું નથી તેથી તેને નિરાકાર કહેવાય છે.

પંચાધ્યાયી ભાગ બીજો ગાથા-૩૯૧ માં આકારનો અર્થ નીચે પ્રમાણે કહ્યો છે-
आकारोर्थविकल्पः स्वादर्थः स्वपरगोचरः।
सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम्।।

અર્થઃ– અર્થ વિકલ્પને આકાર કહે છે, સ્વ-પર પદાર્થને અર્થ કહેવામાં આવે છે, ઉપયોગાવસ્થાને વિકલ્પ કહે છે અને તે જ્ઞાનનું લક્ષણ છે.

ભાવાર્થઃ– આત્મા અથવા બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદવિજ્ઞાન થવું તેને જ આકાર કહે છે. પદાર્થોના ભેદાભેદને માટે થયેલા નિશ્ચયાત્મક બોધને જ આકાર કહે છે. અર્થાત્ પદાર્થોનું જાણવું તે જ આકાર કહેવાય છે અને તે જ્ઞાનનું સ્વરૂપ છે.

વિકલ્પઃ– અર્થ = સ્વ અને પર વિષય; વિકલ્પ = વ્યવસાય; અર્થવિકલ્પ = સ્વ-પર વ્યવસાયાત્મક જ્ઞાન, એ જ્ઞાનને પ્રમાણ કહેવાય છે.

[પં. દેવકીનંદનકૃત પંચાધ્યાયી. ભાગ પહેલો, ગાથા-૬૬૬ની ફૂટનોટ]
આકાર સંબંધી વિશેષ ખુલાસો

જ્ઞાન અમૂર્તિક આત્માનો ગુણ છે, તેમાં જ્ઞેય પદાર્થનો આકાર ઊતરતો નથી. માત્ર વિશેષ પદાર્થ તેમાં ભાસવા લાગે છે-તેને આકૃતિ માનવી એ મતલબ છે. સારાંશઃ- જ્ઞાનમાં પરપદાર્થની આકૃતિ વાસ્તવિક રીતે માની શકાય નહિ, પરંતુ જ્ઞાન- જ્ઞેય સંબંધના કારણે જ્ઞેયનો આકૃતિધર્મ ઉપચાર નયથી જ્ઞાનમાં કલ્પિત કરવામાં


Page 191 of 655
PDF/HTML Page 246 of 710
single page version

અ. ૨. સૂત્ર ૯ ] [ ૧૯૧ આવે છે, તે ઉપચારનું કારણ એટલું જ સમજવું કે પદાર્થોની વિશેષ આકૃતિ નક્કી કરનાર જે ચૈતન્યપરિણામ છે તે જ્ઞાન કહેવાય છે, પણ તે પદાર્થના વિશેષ આકારતુલ્ય જ્ઞાન સ્વયં થઈ જાય છે એવો સાકારનો અર્થ નથી.

[તત્ત્વાર્થસાર પાના પ૪-૩૦૮]
(૪) દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ

અંતર્મુખ ચિત્પ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિત્પ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય-વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન છે અને સામાન્ય- વિશેષાત્મક આત્મસ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે.

શંકાઃ– આ પ્રમાણે દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ માનવાથી ‘વસ્તુનું જે સામાન્ય ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે’ એવા શાસ્ત્રના વચન સાથે વિરોધ આવશે?

સમાધાનઃ– બધા બાહ્ય પદાર્થો સાથે સાધારણપણું હોવાથી, તે વચનમાં જ્યાં ‘સામાન્ય’ સંજ્ઞા આપવામાં આવી છે ત્યાં સામાન્ય પદથી આત્માને જ ગ્રહણ કરવો.

શંકાઃ– એમ શા ઉપરથી જાણવું કે અહીં સામાન્ય પદથી આત્મા જ સમજવો? સમાધાનઃ– એ શંકા કરવી ઠીક નથી, કેમકે “પદાર્થના આકાર અર્થાત્ ભેદને કર્યા વિના” એ શાસ્ત્રવચનથી તેની પુષ્ટિ થઈ જાય છે; તે સ્પષ્ટ કહેવામાં આવે છે. -બાહ્ય પદાર્થોને આકારરૂપ પ્રતિકર્મ વ્યવસ્થાને નહિ કરતાં (અર્થાત્ ભેદરૂપથી પ્રત્યેક પદાર્થને ગ્રહણ કર્યા વિના) જે સામાન્ય ગ્રહણ થાય છે તેને ‘દર્શન’ કહે છે. વળી તે અર્થને દ્રઢ કરવા માટે કહે છે કે-‘આ અમુક પદાર્થ છે, આ અમુક પદાર્થ છે’ ઇત્યાદિરૂપે પદાર્થોની વિશેષતા કર્યા વિના જે ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે.

શંકાઃ– ઉપર કહ્યું તેવું દર્શનનું લક્ષણ માનશો તો ‘અનધ્યવસાય’ને દર્શન માનવું પડશે?

સમાધાનઃ– નહિ, કેમકે દર્શન બાહ્ય પદાર્થોનો નિશ્ચય ન કરતાં છતાં પણ સ્વરૂપનો નિશ્ચય કરવાવાળું છે તેથી અનધ્યવસાયરૂપ નથી. વિષય અને વિષયીને યોગ્યદેશમાં હોવા પહેલાંની અવસ્થાને દર્શન કહે છે.

[શ્રી ધવલા, પુસ્તક પહેલું પા. ૧૪પ થી ૧૪૮; ૩૮૦ થી ૩૮૩; તથા બૃહત્

દ્રવ્યસંગ્રહ હિન્દી-ટીકા પા. ૧૭૦ થી ૧૭પ. ગાથા-૪૪ નીચેની ટીકા.]

ઉપર જે દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ સમજાવ્યો છે તે કંઈ અપેક્ષાએ છે?
આત્માના જ્ઞાન અને દર્શન એમ બે જુદા ગુણ લઈ, તે જ્ઞાન અને દર્શન ગુણનું

Page 192 of 655
PDF/HTML Page 247 of 710
single page version

૧૯૨ ] [ મોક્ષશાસ્ત્ર જાદું જુદું કાર્ય શું છે તે ઉપર બતાવ્યું છે, તેથી એક ગુણથી બીજા ગુણના ભેદની અપેક્ષાએ (ભેદનયે) તે કથન છે એમ જાણવું.

(પ) અભેદ અપેક્ષાએ દર્શન અને જ્ઞાનનો અર્થ

દર્શન અને જ્ઞાન એ બન્ને ગુણ આત્માના છે, તે આત્માથી અભિન્ન છે તેથી અભેદઅપેક્ષાએ આત્મા દર્શનજ્ઞાનસ્વરૂપ છે એટલે કે દર્શન તે આત્મા અને જ્ઞાન તે આત્મા છે એમ જાણવું. દ્રવ્ય અને ગુણ એકબીજાથી જુદા પડી શકે નહિ અને દ્રવ્યનો એક ગુણ તેના બીજા ગુણથી જુદો પડી શકે નહિ; આ અપેક્ષા લક્ષમાં રાખતાં દર્શન સ્વ-પર દર્શક છે અને જ્ઞાન સ્વ-પર જ્ઞાયક છે. અભેદદ્રષ્ટિની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે.

[જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૭૧ તેમ જ શ્રી સમયસારમાં દર્શન તથા

જ્ઞાનના નિશ્ચયનયે અર્થ પા. ૪૨૦ થી ૪૨૭]

(૬) દર્શન અને જ્ઞાનઉપયોગ કેવળીપ્રભુને યુગપત્
અને છદ્મસ્થને ક્રમે હોય છે

કેવળીપ્રભુને દર્શન અને જ્ઞાન ઉપયોગ એક સાથે (યુગપત્) હોય છે અને છદ્મસ્થને ક્રમે ક્રમે હોય છે, કેવળીપ્રભુને ઉપયોગ ઉપચારથી કહેવામાં આવે છે. ।। ।।

જીવના ભેદ
संसारिणो मुक्ताश्च।। १०।।
અર્થઃ– જીવ [संसारिणः] સંસારી [च] અને [मुक्ताः] મુક્ત એવા બે

ભેદવાળા છે. કર્મસહિત જીવોને સંસારી અને કર્મરહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે.

ટીકા

(૧) આ ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે માટે તે ભેદો અવસ્થા (પર્યાય) દ્રષ્ટિએ છે. દ્રવ્ય (નિશ્ચય, સ્વરૂપ) દ્રષ્ટિએ બધા જીવો સરખા છે. આ વ્યવહાર-શાસ્ત્ર છે તેથી તેમાં મુખ્યપણે પર્યાયદ્રષ્ટિએ કથન છે. વ્યવહાર પરમાર્થ સમજાવવા માટે કહેવામાં આવે છે પણ તેને પકડી રાખવા માટે કહેવામાં આવતો નથી, તેથી એમ સમજવું કે પર્યાયમાં ગમે તેવા ભેદ હોય તો પણ ત્રિકાળી ધ્રુવસ્વરૂપમાં કદી ફેર પડતો નથી. ‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’

[શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા-૧૩પ]

Page 193 of 655
PDF/HTML Page 248 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૦ ] [ ૧૯૩

(ર) સંસારી જીવો અનંતાનંત છે. ‘मुक्ता’ શબ્દ બહુવચનસૂચક છે, માટે

મુક્ત જીવો અનંત છે એમ સમજવું. ‘मुक्ताः’ શબ્દ એમ પણ સૂચવે છે કે પૂર્વે તે જીવની સંસારી અવસ્થા હતી પણ તેઓએ સાચી સમજણ કરીને તે અવસ્થાનો વ્યય કર્યો અને મુક્તઅવસ્થા પ્રગટ કરી.

(૩) સંસારનો અર્થઃ– ‘સં’ = સારી રીતે ‘सृ + धञ्’ = સરી જવું.

પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું-ખસી જવું તે સંસાર છે; જીવનો સંસાર સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, મકાન વગેરે નથી, તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે; જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરીને તે પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ માને છે તે વિકારી ભાવને સંસાર કહેવામાં આવે છે.

(૪) સૂત્રમાં ‘’ શબ્દ છે. ‘’ શબ્દના સમુચ્ચય અને અન્વાચય એમ બે

અર્થો થાય છે, તેમાં અહીં અન્વાચય અર્થ બતાવવા ‘’ શબ્દ વાપર્યો છે. (એકને પ્રધાનરૂપે અને બીજાને ગૌણરૂપે બતાવવું એ ‘અન્વાચય’ શબ્દનો અર્થ છે.) સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે અને મુક્ત જીવ ગૌણરૂપથી ઉપયોગવાન છે એમ સૂચવવા આ સૂત્રમાં ‘’ શબ્દ વાપર્યો છે (‘ઉપયોગ’નું અનુસંધાન સૂત્ર ૮ તથા ૯ થી લીધું છે એમ સમજવું).

(પ) જીવને સંસારી દશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તે ભ્રમણાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શનના સંસર્ગથી જીવને પાંચ પ્રકારના પરિવર્તનો થાય છે-સંસારચક્ર ચાલે છે.

(૬) જીવ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ હોય છે; તે પોતાની પાત્રતા કેળવી સત્સમાગમે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. મિથ્યાદ્રષ્ટિરૂપ અવસ્થાને કારણે પરિભ્રમણ અર્થાત્ પરિવર્તન થાય છે, તે પરિભ્રમણને સંસાર કહેવામાં આવે છે. જીવને પર પ્રત્યેની એકત્વબુદ્ધિના કારણે મિથ્યાદ્રષ્ટિપણું હોય છે. જ્યાં સુધી જીવનું લક્ષ પર ઉપર હોય છે એટલે કે પરથી મને લાભ-નુકશાન થાય એમ તે માને છે ત્યાં સુધી તેને પરવસ્તુરૂપ કર્મ અને. નોકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. આ પરિવર્તનના પાંચ ભેદો પડે છે- ૧. દ્રવ્યપરિવર્તન, ર. ક્ષેત્રપરિવર્તન, ૩. કાળપરિવર્તન, ૪. ભવપરિવર્તન અને પ. ભાવપરિવર્તન. પરિવર્તનને સંસરણ અથવા પરાવર્તન પણ કહેવાય છે.

(૭) દ્રવ્યપરિવર્તનનું સ્વરૂપ
અહીં દ્રવ્યનો અર્થ પુદ્ગલદ્રવ્યો છે. જીવને વિકારી અવસ્થામાં પુદ્ગલો સાથે જે

Page 194 of 655
PDF/HTML Page 249 of 710
single page version

૧૯૪ ] [ મોક્ષશાસ્ત્ર સંબંધ થાય છે તેને દ્રવ્યપરિવર્તન કહે છે; તેના બે પેટા ભેદ છે-૧. નોકર્મદ્રવ્યપરિવર્તન અને ર. કર્મદ્રવ્યપરિવર્તન.

૧. નોકર્મદ્રવ્યપરિવર્તનનું સ્વરૂપઃ– ઔદારિક, તૈજસ અને કાર્મણ અથવા વૈક્રિયિક, તૈજસ અને કાર્મણ-એ ત્રણ શરીર અને છ પર્યાપ્તિને લાયક જે પુદ્ગલસ્કંધો એક સમયમાં એક જીવે ગ્રહણ કર્યા તે જીવ ફરી તે જ પ્રકારના સ્નિગ્ધ-રૂક્ષ સ્પર્શ, વર્ણ, રસ, ગંધ આદિથી તથા તીવ્ર, મંદ કે મધ્યમ ભાવવાળા સ્કંધો ગ્રહણ કરે ત્યારે એક નોકર્મદ્રવ્યપરિવર્તન થાય. (વચમાં બીજાં જે નોકર્મનું ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહિ.) તેમાં પુદ્ગલોની સંખ્યા અને જાત (Quality) બરાબર તે જ પ્રકારના નોકર્મોની હોવી જોઈએ.

ર. કર્મદ્રવ્યપરિવર્તનનું સ્વરૂપઃ– એક જીવે એક સમયમાં આઠ પ્રકારના કર્મસ્વભાવવાળાં જે પુદ્ગલો ગ્રહણ કર્યાં તેવાં જ કર્મસ્વભાવવાળાં પુદ્ગલો ફરી ગ્રહણ કરે ત્યારે એક કર્મદ્રવ્યપરિવર્તન થાય. (વચમાં તે ભાવોમાં જરાપણ ફેરવાળા બીજા જે જે રજકણો ગ્રહણ કરવામાં આવે તે હિસાબમાં ગણવા નહિ). તે આઠ પ્રકારનાં કર્મપુદ્ગલોની સંખ્યા અને જાત બરાબર તે જ પ્રકારનાં કર્મપુદ્ગલોની હોવી જોઈએ.

ખુલાસો– આજે એક સમયે શરીર ધારણ કરતાં નોકર્મ અને દ્રવ્યકર્મના પુદ્ગલોનો સંબંધ એક અજ્ઞાની જીવને થયો, ત્યાર પછી નોકર્મ અને દ્રવ્યકર્મોનો સંબંધ તે જીવને બદલાયા કરે છે; એ પ્રમાણે ફેરફાર થતાં જ્યારે તે જીવ ફરીને તેવું જ શરીર ધારણ કરી તેવાં જ નોકર્મ અને દ્રવ્યકર્મોને પ્રાપ્ત કરે ત્યારે એક દ્રવ્યપરિવર્તન પૂરું કર્યું કહેવાય છે. (નોકર્મદ્રવ્યપરિવર્તન અને કર્મદ્રવ્યપરિવર્તનનો કાળ સમાન જ હોય છે.)

(૮) ક્ષેત્રપરિવર્તનનું સ્વરૂપ

જીવને વિકારી અવસ્થામાં આકાશના ક્ષેત્ર સાથે થતા સંબંધને ક્ષેત્રપરિવર્તન કહેવાય છે. લોકના આઠ મધ્યપ્રદેશોને પોતાના શરીરના આઠ મધ્યપ્રદેશ બનાવીને કોઈ જીવ સૂક્ષ્મનિગોદમાં અપર્યાપ્ત સર્વજઘન્ય શરીરવાળો થયો અને ક્ષુદ્રભવ (શ્વાસના અઢારમા ભાગની સ્થિતિ) પામ્યો; પછી ઉપર કહેલ આઠ પ્રદેશોની અડોઅડ એકેક અધિક પ્રદેશને સ્પર્શી સમસ્ત લોકને પોતાના જન્મક્ષેત્રરૂપે પ્રાપ્ત કરે ત્યારે એક ક્ષેત્રપરિવર્તન પૂરું થયું કહેવાય. (વચ્ચે ક્ષેત્રનો ક્રમ છોડીને બીજે જ્યાં જ્યાં જન્મ્યો તે ક્ષેત્રોને ગણવાં નહિ.)

ખુલાસો– મેરૂપર્વતના તળિયેથી શરૂ કરીને ક્રમે ક્રમે એકેક પ્રદેશ આગળ વધતાં આખા લોકમાં જન્મ ધારણ કરતાં એક જીવને જેટલો વખત લાગે તેટલા વખતમાં એક ક્ષેત્રપરિવર્તન પૂરું થયું કહેવાય છે.


Page 195 of 655
PDF/HTML Page 250 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૦ ] [ ૧૯પ

(૯) કાળપરિવર્તનનું સ્વરૂપ

એક જીવ એક અવસર્પિણીના પહેલા સમયે જન્મ્યો, ત્યાર પછી હરકોઈ અન્ય અવસર્પિણીના બીજા સમયે જન્મ્યો, પછી અન્ય અવસર્પિણીના ત્રીજા સમયે જન્મ્યો, એ રીતે એકેક સમય આગળ ચાલતાં નવી અવસર્પિણીના છેલ્લા સમયે જન્મ્યો, તથા તેવી જ રીતે ઉત્સર્પિણીકાળમાં તે મુજબ જ જન્મ્યો; અને ત્યાર પછી ઉપર મુજબ જ અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળના દરેક સમયે અનુક્રમે મરણ કરે; આ પ્રમાણે ભ્રમણ કરતાં જે કાળ લાગે તેને કાળપરિવર્તન કહેવામાં આવે છે. (આ કાળક્રમરહિત વચમાં જે જે સમયોમાં જન્મ-મરણ કરવામાં આવે તે સમયો હિસાબમાં ગણવા નહિ.) અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળનું સ્વરૂપ ત્રીજા અધ્યાયના ર૭ મા સૂત્રમાં કહ્યું છે ત્યાંથી જાણી લેવું.)

(૧૦) ભવપરિવર્તનનું સ્વરૂપ

નરકમાં સર્વજઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે. તેટલા આયુવાળો એક જીવ પહેલા નરકના પહેલા પાઠડે જન્મ્યો, પછી કોઈ કાળે તેટલું જ આયુ પામી તે જ પાઠડે જન્મ્યો; (વચમાં બીજી ગતિઓમાં ભ્રમણ કર્યું તે ભવ હિસાબમાં લેવા નહિ.) એ પ્રમાણે દસ હજાર વર્ષના જેટલા સમય થાય તેટલીવાર તે જીવ તેટલા (દસ હજાર વર્ષના) જ આયુસહિત ત્યાં જ જન્મ્યો (વચમાં અન્ય સ્થાનોમાં જન્મ્યો તે હિસાબમાં લેવા નહિ), ત્યાર પછી દસ હજાર વર્ષ અને એક સમયના આયુસહિત જન્મ્યો, ત્યાર પછી દસ હજાર વર્ષ અને બે સમય એમ અનુક્રમે એકેક સમય આયુ વધતાં વધતાં છેવટ તેત્રીસ સાગરના આયુસહિત નરકમાં જન્મ્યો (અને મર્યો) (આ ક્રમરહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહિ); નરકનું ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરનું છે, તેટલા આયુસહિત જન્મે-એ પ્રમાણે ગણતાં જે કાળ થાય તેટલા કાળમાં એક નારકી ભવપરિવર્તન પૂરું થાય છે.

પછી ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં અંતર્મુહૂર્તના આયુસહિત ઉત્પન્ન થાય છે એટલે કે જઘન્ય અંતર્મુહૂર્ત આયુ પામી તે પૂરું કરી તે અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુ ધારે; પછી અનુક્રમે એક એક સમયે અધિક આયુ પામી ત્રણ પલ્ય સુધી તમામ સ્થિતિ (આયુ) માં જન્મ ધારી તે પૂરું કરે ત્યારે એક તિર્યંચગતિ ભવપરિવર્તન પૂરું થાય. (આ ક્રમરહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહિ) તિર્યંચગતિમાં જઘન્ય આયુ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યનું હોય છે.

મનુષ્યગતિ ભવપરિવર્તન સંબંધમાં પણ તિર્યંચગતિની માફક જ સમજવું.
દેવગતિમાં નરકગતિની માફક છે પણ તેમાં એટલો ફેર છે કે-દેવગતિમાં ઉપર

Page 196 of 655
PDF/HTML Page 251 of 710
single page version

૧૯૬ ] [ મોક્ષશાસ્ત્ર કહેલા ક્રમ પ્રમાણે એકત્રીસ સાગર સુધી આયુ ધારણ કરી તે પૂરું કરે છે. એ પ્રમાણે ચારે ગતિમાં પરિવર્તન પૂરું કરે ત્યારે એક ભવપરિવર્તન પૂરું થાય છે.

નોંધઃ– એકત્રીસ સાગરથી અધિક આયુના ધારક નવ અનુદિશ અને પાંચ અનુત્તર એવા ચૌદ વિમાનમાં ઊપજતા દેવોને પરિવર્તન હોતું નથી કેમકે તે બધા સમ્યગ્દ્રષ્ટિ છે.

ભવભ્રમણનું કારણ મિથ્યાદ્રષ્ટિપણું છે.
આ સંબંધમાં કહ્યું છે કે-
णिरयादि जहण्णादिसु जावदु उवरिल्लिया दु गेवेज्जा।
मिच्छतसंसिदेण हु बहुसो
वि भवट्ठिदी भमिदो।। १।।

અર્થઃ– મિથ્યાત્વના સંસર્ગસહિત નરકાદિના જઘન્ય આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટ ગ્રૈવેયક (નવમી ગ્રૈવેયક) સુધીના ભવોની સ્થિતિ (આયુ) આ જીવ અનેકવાર પામ્યો છે.

(૧૧) ભાવપરિવર્તનનું સ્વરૂપ

૧. અસંખ્યાત યોગસ્થાનો એક અનુભાગ બંધ (અધ્યવસાય) સ્થાનને કરે છે. [કષાયના જે પ્રકાર (Degree) થી કર્મોના બંધમાં ફલદાનશક્તિની તીવ્રતા આવે છે તેને અનુભાગબંધ (અધ્યવસાય) સ્થાન કહેવામાં આવે છે.]

ર. અસંખ્યાત × અસંખ્યાત અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો એક કષાયભાવ (અધ્યવસાય) સ્થાનને કરે છે. [કષાયનો એક પ્રકાર (Degree) જે કર્મોની સ્થિતિ નક્કી કરે છે તેને કષાયઅધ્યવસાયસ્થાન કહેવામાં આવે છે.]

૩. અસંખ્યાત × અસંખ્યાત કષાય અધ્યવસાયસ્થાનો *પંચેન્દ્રિય સંજ્ઞી પર્યાપ્તક મિથ્યાદ્રષ્ટિ જીવના કર્મોની જઘન્યસ્થિતિબંધ કરે છે; આ સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરની હોય છે એટલે કે ક્રોડાક્રોડી સાગરથી નીચે અને ક્રોડીની ઉપર તેની સ્થિતિ હોય છે.

૪. એક જઘન્યસ્થિતિબંધ થવા માટે જરૂરનું છે કે-જીવે અસંખ્યાત યોગસ્થાનોમાંથી _________________________________________________________________

* જઘન્યસ્થિતિબંધનાં કારણ જે કષાયભાવસ્થાન છે તેની સંખ્યા અસંખ્યાત લોકના પ્રદેશો

જેટલી છે; એક એક સ્થાનમાં અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, જે અનંતભાગ હાનિ, અસંખ્યાતભાગ હાનિ, સંખ્યાતભાગ હાનિ, સંખ્યાતગુણ હાનિ, અસંખ્યાતગુણ હાનિ, અનંતગુણ હાનિ, તથા અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ, અને અનંતગુણ વૃદ્ધિ એ પ્રકારની છ સ્થાનવાળી હાનિ-વૃદ્ધિ સહિત હોય છે.


Page 197 of 655
PDF/HTML Page 252 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૦ ] [ ૧૯૭ (એક એક યોગસ્થાનોમાંથી) એક અનુભાગબંધસ્થાન થવા માટે પસાર થવું જોઈએ; અને ત્યારપછી એકેએક અનુભાગબંધસ્થાનમાંથી એક કષાયસ્થાન થવા માટે પસાર થવું જોઈએ, અને એક જઘન્યસ્થિતિબંધ થવા માટે એકેએક કષાયસ્થાનોમાંથી પસાર થવું જોઈએ.

પ. ત્યાર પછી તે જઘન્યસ્થિતિબંધમાં એકેક સમય અધિક એમ વધતાં (નાનામાં નાના જઘન્યબંધથી આગળ દરેક પગલે) જવું જોઈએ. એ પ્રમાણે આઠે કર્મો અને (મિથ્યાદ્રષ્ટિને લાયક) બધી ઉત્તર કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરી થાય ત્યારે એક ભાવપરિવર્તન પૂરું થાય છે.

૬. ઉપર પારા ૩ માં કહેલ જઘન્યસ્થિતિબંધને તથા પારા ૨ માં કહેલ સર્વજઘન્ય કષાયભાવસ્થાનને તથા પારા ૧ માં કહેલ અનુભાગબંધસ્થાનને પ્રાપ્ત થવાવાળું તેને લાયક સર્વજઘન્ય યોગસ્થાન હોય છે. અનુભાગ A, કષાય B અને સ્થિતિ C એ ત્રણેનો તો જઘન્ય જ બંધ હોય પણ યોગસ્થાન પલટીને જઘન્યયોગસ્થાન પછી ત્રીજું યોગસ્થાન થાય અને અનુભાગસ્થાન A, કષાયસ્થાન B, સ્થિતિસ્થાન C જઘન્ય જ બંધાય; પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું વગેરે યોગસ્થાન થતાં થતાં અનુક્રમે અસંખ્યાત પ્રમાણ સુધી પલટાય તો પણ તે કોઈ ગણતરીમાં લેવા નહિ, અથવા કોઈ બે જઘન્યયોગસ્થાનની વચમાં અન્ય કષાયસ્થાન A, અન્ય અનુભાગસ્થાન B કે અન્ય યોગસ્થાન C આવી જાય તો તે ગણતરીમાં લેવા નહિ. *

ભાવપરિવર્તનનું કારણ મિથ્યાત્વ છે
આ સંબંધમાં કહ્યું છે કે-
सव्वा पयडिठ्ठिदिओ अणुभागपदेसबंधठाणाणि।
मिच्छत्तसंसिदेण य
भमिदा पुण भावसंसारे।। १।।

અર્થઃ– સમસ્ત પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનરૂપ મિથ્યાત્વના સંસર્ગથી નિશ્ચયે (ખરેખર) ભાવસંસારમાં જીવ ભ્રમે છે.

(૧૨) સંસારના ભેદ પાડતાં ભાવપરિભ્રમણ તે ઉપાદાન અર્થાત્ નિશ્ચયસંસાર છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ તથા ભવપરિભ્રમણ તે નિમિત્તમાત્ર છે અર્થાત્ વ્યવહારસંસાર છે કેમકે તે પરવસ્તુ છે; નિશ્ચય એટલે ખરેખર અને વ્યવહાર એટલે કથનરૂપ, નિમિત્તમાત્ર _________________________________________________________________

* યોગસ્થાનોમાં પણ અવિભાગપ્રતિચ્છેદ પડે છે; તેમાં અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ અને અસંખ્યાતગુણ વૃદ્ધિ એમ ચાર સ્થાનરૂપ જ હોય છે.


Page 198 of 655
PDF/HTML Page 253 of 710
single page version

૧૯૮ ] [ મોક્ષશાસ્ત્ર નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટતાં ભાવસંસાર ટળી જાય છે, અને ત્યારથી બીજાં ચાર નિમિત્તોનો સ્વયં અભાવ થાય છે.

(૧૩) મોક્ષનો ઉપદેશ સંસારીને હોય છે; જો સંસાર ન હોત તો મોક્ષ, મોક્ષમાર્ગ કે તેનો ઉપદેશ હોત જ નહિ, તેથી આ સૂત્રમાં પહેલાં સંસારી જીવો અને પછી મુક્ત જીવો એવો ક્રમ લીધો છે.

(૧૪) અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે ગણિતશાસ્ત્ર ઉપયોગ છે; તેમાં ૧૦/૩ એટલે કે દસને ત્રણથી ભાંગતાં = ૩. ૩૩૩... (અંત ન આવે ત્યા સુધી ત્રગડા) આવે છે પણ તેનો છેડો આવતો નથી, તે ‘અનંત’નું દ્રષ્ટાંત છે; અને અસંખ્યાતની સંખ્યા સમજવા માટે એક ગોળના પરિઘ અને વ્યાસનું પ્રમાણ ૨૨/૭ હોય છે. [વ્યાસ કરતાં પરિઘ ૨૨/૭ ગણો હોય છે] તેનો હિસાબ શતાંશ (Decimal) માં મૂકતાં જે સંખ્યા આવે છે તે ‘અસંખ્યાત’ છે. ગણિતશાસ્ત્રમાં આ સંખ્યાને ‘Irrational કહેવામાં આવે છે.

(૧પ) વ્યવહારરાશિના જીવોને આ પાંચ પરિવર્તન લાગુ પડે છે; આવા અનંતપરિવર્તનો દરેક જીવોએ કર્યાં છે અને જે જીવો મિથ્યાદ્રષ્ટિપણું ચાલુ રાખશે તેમને હજી ચાલ્યા કરશે. નિત્યનિગોદના જીવો અનાદિ નિગોદમાંથી નીકળ્‌યા જ નથી, તેમનામાં આ પાંચપરિવર્તનની શક્તિ રહેલી છે તેથી તેમને પણ ઉપચારથી આ પાંચ પરિવર્તન લાગુ પડે છે. વ્યવહારરાશિના જે જીવો હજી સુધી બધી ગતિમાં ગયા નથી તેમને પણ ઉપર પ્રમાણે ઉપચારથી આ પરિવર્તનો લાગુ પડે છે. નિત્યનિગોદને અવ્યવહારરાશિના (નિશ્ચયરાશિના) જીવો પણ કહેવામાં આવે છે.

(૧૬) મનુષ્યભવ સફળ કરવા માટે ખાસ લક્ષમાં રાખવા લાયક વિષયો

૧. અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે; તે શરીરનું આયુ પૂર્ણ થતાં મરીને ફરી ફરી નિત્યનિગોદ શરીરને જ જીવ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત જીવરાશિ અનાદિકાળથી નિગોદમાં જ જન્મ-મરણ કરે છે.

ર. વળી નિગોદમાંથી છ મહિના અને આઠ સમયમાં છસો આઠ (૬૦૮) જીવો નીકળે છે તે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં અગર બે થી ચાર ઇન્દ્રિયોરૂપ શરીરોમાં કે ચારગતિરૂપ પંચેન્દ્રિય શરીરોમાં ભ્રમણ કરે છે, અને ફરી પાછો નિગોદશરીરને પ્રાપ્ત કરે છે, (આ ઇતરનિગોદ છે.)

૩. જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર બે હજાર સાગર છે. જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયો અને તેમાં પણ ઘણો વખત નિગોદમાં


Page 199 of 655
PDF/HTML Page 254 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૦-૧૧ ] [ ૧૯૯ જ રહેવાનું બને છેઃ ત્યાંથી નીકળી ત્રસશરીર પામવું એ કાકતાલિયન્યાયવત્ છે, ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ બને છે.

૪. આ પ્રમાણે જીવની મુખ્ય બે સ્થિતિ છે-નિગોદપણું અને સિદ્ધપણું. વચલો ત્રસપર્યાયનો કાળ તો ઘણો જ થોડો અને તેમાં પણ મનુષ્યપણાનો કાળ તો અતિ અતિ ઘણો જ થોડો છે.

પ. ૧-સંસારમાં જીવને મનુષ્યભવોમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે. ર- નારકીના ભવોમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાતગુણો છે. ૩–દેવના ભવોમાં રહેવાનો કાળ તેનાથી (નારકીથી) અસંખ્યાતગુણો છે. અને ૪-તિર્યંચ ભવોમાં (મુખ્યપણે નિગોદમાં) રહેવાનો કાળ તેનાથી (દેવથી) અનંતગુણો છે.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવ અનાદિથી મિથ્યાત્વદશામાં શુભ તેમ જ અશુભ ભાવો કરતો રહે છે, તેમાં પણ જીવે નરકને લાયક તીવ્ર અશુભ ભાવો કરતાં દેવને લાયક શુભ ભાવો અસંખ્યાતગુણા કર્યા છે. શુભભાવ કરીને અનંતવાર નવમી ગ્રૈવેયકે આ જીવ જઈ આવ્યો છે-તે પૂર્વે પારા ૧૦ માં કહેવાઈ ગયું છે.

૬. નવમી ગ્રૈવેયકને લાયક શુભભાવો કરનાર જીવે ગૃહીત મિથ્યાત્વ છોડયું હોય છે, સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તરૂપે સ્વીકાર્યા હોય છે; પાંચ મહાવ્રતો, ગુપ્તિ, સમિતિ આદિના ઉત્કૃષ્ટ શુભભાવો અતિચારરહિત પાળ્‌યા હોય છે; આટલું કરે ત્યારે જ જીવને નવમી ગ્રૈવેયકમાં જવા લાયક શુભભાવ હોય છે. આત્મભાન વિના મિથ્યાદ્રષ્ટિને લાયક ઉત્કૃષ્ટ શુભભાવો જીવે અનંતવાર કર્યા છતાં મિથ્યાત્વ ગયું નહિ; માટે શુભભાવ–પુણ્ય કરતાં કરતાં ધર્મ–સમ્યગ્દર્શન થાય કે મિથ્યાત્વ ટળે એ અશક્ય છે. તેથી–

૭. આ મનુષ્યભવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું. Strike the iron while it is hot લોઢું ગરમ છે ત્યાં સુધીમાં તેને ટીપી લો-ઘડી લો એ કહેવત અનુસાર મનુષ્યભવ છે તેમાં તુરત આત્માનું સ્વરૂપ સમજી લો, નહિ તો ત્રસકાળ થોડા વખતમાં પૂરો થઈને એકેન્દ્રિયનિગોદ-પર્યાય પ્રાપ્ત થશે અને અનંતકાળ તેમાં રહેવાનું થશે. ૧૦.

સંસારી જીવોના ભેદ
समनस्काऽमनस्काः।। ११।।
અર્થઃ– સંસારી જીવો [समनस्काः] મનસહિત-સંજ્ઞી અને [अमनस्काः]

મનરહિત-અસંજ્ઞી એમ બે પ્રકારના હોય છે.


Page 200 of 655
PDF/HTML Page 255 of 710
single page version

૨૦૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંજ્ઞી જ હોય છે. પંચેન્દ્રિયોમાં તિર્યંચો સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે; બાકીના મનુષ્ય, દેવ અને નારકીના જીવો નિયમથી સંજ્ઞી જ હોય છે.

(૨) મનવાળા-સંજ્ઞી જીવો સત્ય-અસત્યનો વિવેક કરી શકે છે. (૩) મન બે પ્રકારના છે-દ્રવ્યમન અને ભાવમન. પુદ્ગલદ્રવ્યના- મનોવર્ગણાસ્કંધોનું આઠ પાંખડીવાળા કમળના આકારનું મન હૃદયસ્થાનમાં હોય છે તે દ્રવ્યમન છે; તે સૂક્ષ્મપુદ્ગલસ્કંધ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી. આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમન છે; તે વડે જીવ શિક્ષા લેવા, ક્રિયા (કૃત્ય) સમજવા, ઉપદેશ તથા આલાપ (Recitation) માટે લાયક છે, તેના નામથી બોલાવતાં તે પાસે આવે છે.

(૪) હિતમાં પ્રવર્તવાની અથવા અહિતથી દૂર રહેવાની શિક્ષા જે ગ્રહણ કરે છે તે સંજ્ઞી છે, અને હિત-અહિતની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી છે.

(પ) નોઇન્દ્રિયાવરણના ક્ષયોપશમ સહિત અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા આત્મપ્રદેશો ભાવમન છે. સંજ્ઞી જીવોને ભાવમનને લાયક નિમિત્તરૂપ વીર્યાંત્તરાય તથા મન-નોઇંદ્રિયાવરણ નામના જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ સ્વયં હોય છે.

(૬) દ્રવ્યમન-જડ પુદ્ગલ છે, તે પુદ્ગલવિપાકી કર્મ-ઉદયના ફળરૂપ છે. જીવની વિચારાદિ ક્રિયામાં ભાવમન ઉપાદાન છે અને દ્રવ્યમન નિમિત્તમાત્ર છે. ભાવમનવાળા પ્રાણી મોક્ષના ઉપદેશ માટે લાયક છે. તીર્થંકર ભગવાન કે સમ્યગ્જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ સાંભળી સંજ્ઞી મનુષ્યો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, સંજ્ઞી તિર્યંચો પણ તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, દેવો પણ તીર્થંકર ભગવાનનો તથા સમ્યજ્ઞાનીઓનો ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. નરકના કોઈ જીવને પૂર્વના મિત્રાદિ સમ્યગ્જ્ઞાની દેવ હોય તે ત્રીજી નરક સુધી જાય છે અને તેના ઉપદેશથી ત્રીજી નરક સુધીના જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.

ચોથીથી સાતમી નરક સુધીના જીવો પૂર્વના સત્સમાગમના સંસ્કારો યાદ લાવી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે; પૂર્વે સત્સમાગમના સંસ્કાર પામેલ મનુષ્યો, સંજ્ઞી તિર્યંચો અને દેવો પણ નિસર્ગજ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. ।। ૧૧।।


Page 201 of 655
PDF/HTML Page 256 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૨-૧૩ ] [ ૨૦૧

સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ
संसारिणस्त्रसस्थावराः।। १२।।
અર્થઃ– [संसारिणः] સંસારી જીવ [त्रस] ત્રસ અને [स्थावरः] સ્થાવરના

ભેદથી બે પ્રકારના છે.

ટીકા

(૧) આ ભેદો પણ અવસ્થાદ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. (૨) જીવવિપાકી ત્રસનામકર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે, અને જીવવિપાકી સ્થાવરનામકર્મના ઉદયથી જીવ સ્થાવર કહેવાય છે, ત્રસ જીવોને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયો હોય છે અને સ્થાવર જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. (સ્થિર રહે તે સ્થાવર અને હાલે-ચાલે તે ત્રસ એવી વ્યાખ્યા બરાબર નથી-એ ધ્યાન રાખવું.)

(૩) બે ઇન્દ્રિયથી અયોગકેવળી ગુણસ્થાન સુધીના જીવો ત્રસ છે, મુક્ત (સિદ્ધ) જીવો ત્રસ કે સ્થાવર નથી કેમકે ત્રસ અને સ્થાવર એ ભેદો સંસારી જીવોના છે.

(૪) પ્રશ્નઃ– ડરે-ભયભીત થાય અથવા હલન-ચલન કરે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર-એવો અર્થ કેમ કરતા નથી?

ઉત્તરઃ– જો હલન-ચલન અપેક્ષાએ ત્રસપણું અને સ્થિરતા અપેક્ષાએ સ્થાવરપણું એમ હોય તો (૧) ગર્ભમાં રહેલા, ઇંડામાં રહેલા, મૂર્છિત, સૂતેલા વગેરે જીવો હલન-ચલન રહિત છે તેથી તેઓ ત્રસ નહિ ઠરે; અને (ર) પવન, અગ્નિ તથા જલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં દેખાય છે તેમ જ ધરતીકંપ વગેરે વખતે પૃથ્વી ધ્રૂજે છે, અને વૃક્ષો પણ ધ્રૂજે છે. વૃક્ષનાં પાંદડાં પવન વખતે હલે છે તેથી તેમને સ્થાવરપણું ઠરશે નહિ અને તેથી કોઈ પણ જીવ સ્થાવર રહેશે નહિ. ૧ર.

સ્થાવર જીવોના ભેદ

पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः।। १३।।

અર્થઃ– [पृथिवी अप् तेजः वायु वनस्पतयः] પૃથ્વીકાયિક, જળકાયિક,

અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ પાંચ પ્રકારના [स्थावराः] સ્થાવર જીવો છે. [આ જીવને માત્ર સ્પર્શન ઇન્દ્રિય હોય છે.

ટીકા

(૧) આત્મા જ્ઞાનસ્વભાવ છે, પણ જ્યારે તેને પોતાની વર્તમાન લાયકાતના


Page 202 of 655
PDF/HTML Page 257 of 710
single page version

૨૦૨ ] [ મોક્ષશાસ્ત્ર કારણે એક સ્પર્શનઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરી શકવા પૂરતો ઉઘાડ હોય છે ત્યારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપે પરિણમેલા રજકણો (પુદ્ગલસ્કંધો) ના બનેલા જડ શરીરનો સંયોગ થાય છે.

(૨) પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયિક જીવોનાં શરીરનું માપ (અવગાહના) અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે તેથી તે દેખાતું નથી; આપણે તેના સમૂહો (mass) ને જોઈ શકીએ છીએ. પાણીના દરેક ટીપામાં જળકાયિક ઘણા જીવોનો સમૂહ હોય છે. સૂક્ષ્મદર્શકયંત્ર વડે પાણીમાં જે ઝીણા જીવો દેખાય છે તે જીવો જળકાયિક નથી પણ ત્રસ જીવો છે.

(૩) ૧. પૃથ્વીનું શરીર ધારણ કર્યું તે જીવો પૃથ્વીકાયિક છે. ર. જીવ ગયા પછી રહેલ તે શરીરને પૃથ્વીકાય કહે છે. ૩. પૃથ્વીનું શરીર ધારણ કરવા પહેલાં વિગ્રહગતિમાં જે જીવ હોય તેને પૃથ્વી જીવ કહેવાય છે; એ પ્રમાણે જળકાયિક વગેરે બીજા ચાર સ્થાવર જીવોનું પણ સમજી લેવું.

(૪) આ સ્થાવર જીવો તે ભવે સમ્યગ્દર્શન પામવા લાયક નથી, કેમકે સંજ્ઞીપર્યાપ્તક જીવો સમ્યગ્દર્શન પામવા લાયક છે.

(પ) પૃથ્વીકાયિકનું શરીર મસુરના દાણાના આકારે લંબગોળ (Oval-ઇંડાકારે),

જળકાયિકનું શરીર પાણીના ટીપાના આકારે ગોળ, અગ્નિકાયિકનું શરીર સોયના સમૂહના આકારે અને પવનકાયિકનું શરીર ધજાના આકારે લાંબું-ત્રાંસું હોય છે. વનસ્પતિકાયિકના અને ત્રસ જીવોનાં શરીર અનેક જુદા જુદા આકારે હોય છે. ।। ૧૩।।

[ગોમ્મટસાર-જીવકાંડ, ગાથા-૨૦૧]
ત્રસ જીવોના ભેદ
द्वीन्द्रियादस्त्रसाः।। १४।।
અર્થઃ– [द्वि इन्द्रिय आदयः] બે ઇંદ્રિયથી શરૂ કરીને અર્થાત્ બે ઇન્દ્રિય, ત્રણ

ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો [त्रसः] ત્રસ કહેવાય છે.

ટીકા

(૧) એકેન્દ્રિય જીવ સ્થાવર છે અને તેને એક સ્પર્શન-ઇન્દ્રિય જ હોય છે; તેને સ્પર્શન-ઇન્દ્રિય, કાયબળ, આયુ અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણો હોય છે.

(ર) બે ઇન્દ્રિય જીવને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો જ હોય છે; તેને રસના અને વચનબળ એ બે પ્રાણો વધતાં કુલ છ પ્રાણો હોય છે.


Page 203 of 655
PDF/HTML Page 258 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૪-૧પ ] [ ૨૦૩

(૩) ત્રણ ઇન્દ્રિયો જીવને સ્પર્શન, રસના અને ધ્રાણ (નાક) એ ત્રણ ઇન્દ્રિયો જ હોય છે; તેને ધ્રાણ ઇન્દ્રિય વધતાં કુલ સાત પ્રાણો હોય છે.

(૪) ચાર ઇન્દ્રિય જીવને સ્પર્શન, રસના, ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો હોય છે. તેને ચક્ષુ ઇન્દ્રિય વધતાં કુલ આઠ પ્રાણો હોય છે.

(પ) પંચેન્દ્રિય જીવને સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર (કાન) એ પાંચ ઇન્દ્રિયો હોય છે; તેને કર્ણ ઇન્દ્રિય વધતાં કુલ નવ પ્રાણો અસંજ્ઞીને હોય છે. આ પાંચ ઇન્દ્રિયોમાં ઉપર જે ક્રમ કહ્યો તેનાથી આડી અવળી ઇન્દ્રિયો કોઈ જીવને હોતી નથી; જેમકે સ્પર્શન અને ચક્ષુ એ બે ઇન્દ્રિયો કોઈ જીવને હોઈ શકે નહિ, પણ જો બે હોય તો તે સ્પર્શ અને રસના જ હોય. સંજ્ઞી જીવને મનબળ હોય છે તેથી તેને કુલ દશ પ્રાણો હોય છે.

(૬) ઇન્દ્રિયો ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકારે હોય છે, તે સૂત્ર ૧૬ થી ૧૯ સુધીમાં કહેવામાં આવશે. ઇન્દ્રિયોનો ક્રમ સૂત્ર ૧૯ માં આપ્યો છે.।। ૧૪।।

ઇન્દ્રિયોની સંખ્યા
पंचेन्द्रियाणि।। १५।।
અર્થઃ– [इन्द्रियाणि] ઇન્દ્રિયો [पंच] પાંચ છે.
ટીકા

(૧) ઇન્દ્રિયો પાંચ હોય છે, વધારે હોતી નથી. ‘ઇન્દ્ર’ કહેતાં આત્માને એટલે સંસારી જીવને ઓળખાવનારું જે ચિહ્ન તેને ઇન્દ્રિય કહે છે દરેક દ્રવ્ય-ઇન્દ્રિય પોતપોતાના વિષયનું જ્ઞાન ઊપજે તેમાં નિમિત્તકારણ છે, કોઈ ઇન્દ્રિય બીજી કોઈ ઇન્દ્રિયને આધીન નથી. જુદી જુદી એકેક ઇન્દ્રિય પરની અપેક્ષારહિત છે-એટલે કે અહમિન્દ્રની જેમ દરેક પોતપોતાને આધીન છે એવી ઐશ્વર્યતા (મોટાઈ) ઘરે છે.

પ્રશ્નઃ– વચન, હાથ, પગ, ગુદા અને લિંગને પણ ઇન્દ્રિય ગણવી જોઈએ? ઉત્તરઃ– નહિ, અહીં ઉપયોગનું પ્રકરણ છે. ઉપયોગમાં સ્પર્શાદિ ઇન્દ્રિયો નિમિત્ત છે તેથી તેને ઇન્દ્રિય માનવી વ્યાજબી છે. વચન વગેરે ઉપયોગમાં નિમિત્ત નથી, તે તો (જડ) ક્રિયાનાં સાધન છે; અને ક્રિયાનાં કારણ હોવાથી જો તેને ઇન્દ્રિય કહીએ તો મસ્તક વગેરે બધાં અંગોપાંગ (ક્રિયાનાં સાધન) છે તેમને ઇન્દ્રિયો કહેવી જોઈએ. માટે ઉપયોગમાં જે નિમિત્તકારણ હોય તે ઇન્દ્રિયનું લક્ષણ છે એમ માનવું વ્યાજબી છે.


Page 204 of 655
PDF/HTML Page 259 of 710
single page version

૨૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

(ર) જડ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગ વખતે નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તે ઇન્દ્રિયોથી થતું નથી, જ્ઞાન આત્મા પોતે પોતાથી કરે છે. ક્ષાયોપશમિકજ્ઞાનનું સ્વરૂપ એવું છે કે તે જ્ઞાન જે વખતે જે પ્રકારનો ઉપયોગ કરવા લાયક હોય ત્યારે તેને લાયક ઇન્દ્રિયાદિ બાહ્ય નિમિત્તો પોતે પોતાથી હાજર હોય છે, પણ નિમિત્તની રાહ જોવી પડતી નથી. આવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે; જ્ઞાની તો જ્ઞાન પોતાથી થયું એમ માને છે, અને જડ ઇન્દ્રિયો તે વખતે સંયોગરૂપ (હાજરરૂપ) સ્વયં હોય જ છે એમ જાણે છે. ।। ૧પ।।

[જુઓ, અધ્યાય ૧ સૂત્ર-૧૪ની ટીકા. પાનું ૬૩ થી ૬૭]
ઇન્દ્રિયોના મૂળ ભેદ
द्विविधानि।। १६।।
અર્થઃ– બધી ઇન્દ્રિયો [द्विविधानि] દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય-એવા ભેદથી

બબ્બે પ્રકારની છે.

નોટઃ– દ્રવ્યેન્દ્રિયસંબંધી સૂત્ર ૧૭ મું છે અને ભાવેન્દ્રિયસંબંધી સૂત્ર ૧૮ મું છે. ।। ૧૬।।
દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्।। १७।।
અર્થઃ– [निर्वृत्ति उपकरणे] નિર્વૃત્તિ અને ઉપકરણને [द्रव्येन्द्रियम्] દ્રવ્યેન્દ્રિય

કહે છે.

ટીકા

નિર્વૃત્તિઃ– પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી પ્રતિનિયતસ્થાનમાં થતી ઇન્દ્રિયરૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્યનિર્વૃત્તિ કહે છે; અને ઉત્સેધ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે થતા આત્માના જે વિશુદ્ધપ્રદેશ તેને આભ્યંતરનિવૃત્તિ કહે છે; એમ નિવૃત્તિના બે ભેદ છે. [જુઓ, અધ્યાય-ર સૂત્ર-૪૪ ની ટીકા]

જે આત્મપ્રદેશો નેત્રાદિ ઇન્દ્રિયાકારે થાય છે તે આભ્યંતરનિર્વૃત્તિ છે, અને તે જ આત્મપ્રદેશે નેત્રાદિ આકારે જે પુદ્ગલસમૂહ રહે છે તે બાહ્યનિર્વૃત્તિ છે. કર્ણેન્દ્રિયના તથા નેત્રેન્દ્રિયના આત્મપ્રદેશો અનુક્રમે જવની નળી તથા મસુરના આકારે હોય છે અને પુદ્ગલ ઇન્દ્રિયો પણ તે તે આકારે હોય છે.


Page 205 of 655
PDF/HTML Page 260 of 710
single page version

અ. ૨. સૂત્ર ૧૬-૧૭ ] [ ૨૦પ

ઉપકરણ–નિર્વૃત્તિનો ઉપકાર કરવાવાળો પુદ્ગલસમૂહ તે ઉપકરણ છે. તેના બાહ્ય અને આભ્યંતર એવા બે ભેદ છે. જેમ-નેત્રમાં ધોળું અને કાળું મંડળ તે આભ્યંતર ઉપકરણ છે અને પાંપણ, ડોળા વગેરે બાહ્ય ઉપકરણ છે તેમ. ‘ઉપકાર’નો અર્થ નિમિત્તમાત્ર સમજવો, પણ તે લાભ કરે છે એમ ન સમજવું. [જુઓ, અર્થ પ્રકાશિકા પાનું ૨૦૨-૨૦૩] આ બન્ને ઉપકરણો જડ છે. ।। ૧૭।।

ભાવેન્દ્રિયનું સ્વરૂપ
लब्ध्युपयोगौ भावेन्द्रियम्।। १८।।
અર્થઃ– [लब्धि उपयोगौ] લબ્ધિ અને ઉપયોગને [भावेन्द्रियम] ભાવેન્દ્રિય

કહેવામાં આવે છે.

ટીકા

(૧) લબ્ધિ– લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના ચૈતન્યગુણનો ક્ષયોપશમહેતુક ઉઘાડ તે લબ્ધિ છે. [જુઓ, સૂત્ર ૪પ ની ટીકા]

ઉપયોગ– ઉપયોગનો અર્થ ચૈતન્યવ્યાપાર થાય છે. આત્માના ચૈતન્યગુણનો જે ક્ષયોપશમહેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે.

(ર) આત્મા જ્ઞેયપદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્યવ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. ઉપયોગ ચૈતન્યનું પરિણમન છે; તે કોઈ અન્ય જ્ઞેયપદાર્થ તરફ લાગી રહ્યો હોય તો, આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ, સાંભળે નહિ. લબ્ધિ અને ઉપયોગ બન્ને મળીને જ્ઞાનની સિદ્ધિ થાય છે.

(૩) પ્રશ્નઃ– ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ (અથવા કાર્ય) છે, તેને ભાવેન્દ્રિય શા માટે કહી?

ઉત્તરઃ– કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને (ઉપચારથી) ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ઘટ-આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાયે લોકમાં કાર્યને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય (ભાવેન્દ્રિય) છે; આત્મા તે સ્વઅર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ-ઇન્દ્રિયપણું કહી શકાય છે.

(૪) ઉપયોગ અને લબ્ધિ એ બન્નેને ભાવેન્દ્રિય એ માટે કહે છે કે તેઓ દ્રવ્ય-