Page 166 of 655
PDF/HTML Page 221 of 710
single page version
૧૬૬ ] [ મોક્ષશાસ્ત્ર જેટલી પર્યાયો છે, તે બધી તાત્કાલિક (વર્તમાનકાલીન) પર્યાયોની જેમ, અત્યંત મિશ્રિત હોવા છતાં પણ, સર્વ પર્યાયોના વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય તેવી રીતે એક ક્ષણમાં જ જ્ઞાનમંદિરમાં સ્થિતિ પામે છે.”
આ ગાથાની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે-“... જ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોની ત્રણે કાળની પર્યાયો એકસાથે જણાવા છતાં પણ પ્રત્યેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ, પ્રદેશ, કાળ, આકારાદિ વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે; સંકર–વ્યતિકર થતાં નથી...”
“તેમને (કેવળી ભગવાનને) સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમિક ગ્રહણ હોવાથી પ્રત્યક્ષ સંવેદનના (પ્રત્યક્ષ જ્ઞાનના) આલંબનભૂન સમસ્ત (સર્વ) દ્રવ્ય–પર્યાયો પ્રત્યક્ષ જ છે.” (પ્રવચનસાર થાયા-૨૧ ની ટીકા)
“જે (પર્યાયો) હજી સુધી પણ ઉત્પન્ન થયેલ નથી, તથા જે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયેલ છે, તે (પર્યાયો) વાસ્તવમાં અવિદ્યમાન હોવા છતાં પણ જ્ઞાનને પ્રતિનિયત હોવાથી (જ્ઞાનમાં નિશ્ચિત્-ચોંટેલા-હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા, પથ્થરના થાંભલામાં કોતરાયેલા ભૂત અને ભાવી દેવોની (તીર્થંકરદેવોની) જેમ પોતાનું સ્વરૂપ અકંપપણે (જ્ઞાનને) અર્પણ કરતી થકી (તે પર્યાયો) વિદ્યમાન જ છે.” (પ્રવચનસાર ગાથા-૩૮ ની ટીકા)
(પ) ટીકાઃ– “ક્ષાયિકજ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશોથી) વર્તમાનમાં વર્તતા તથા ભૂત-ભવિષ્ય કાળમાં વર્તતા તે સર્વ પદાર્થોને જાણે છે જેમાં પૃથક્પણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને કારણે વિચિત્રતા પ્રગટ થઈ છે અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવાવાળી અસમાનજાતીયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે... તેને જાણે છે. જેનો ફેલાવ અનિવાર છે, એવું પ્રકાશમાન હોવાથી ક્ષાયિકજ્ઞાન, અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે) જાણે છે.” (પ્રવચનસાર ગાથા-૪૭ ની ટીકા)
(૬) “જે એક જ સાથે (-યુગપદ) ત્રૈકાલિક ત્રિભુવનસ્થ (ત્રણે કાળ અને ત્રણે લોકના) પદાર્થોને જાણતું નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી.” (પ્રવચનસાર ગાથા-૪૮)
(૭) “એક જ્ઞાયકભાવનો સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમેક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળા અગાધ સ્વભાવવાળા અને ગંભીર સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ
Page 167 of 655
PDF/HTML Page 222 of 710
single page version
અ. ૧. પરિ. પ ] [ ૧૬૭ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિમ્બિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે,...”
(૮) “ઘાતિકર્મનો નાશ થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય-એ અનંતચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંતદર્શન-જ્ઞાનથી તો, છ દ્રવ્યોથી ભરપૂર જે આ લોક છે તેમાં જીવ અનંતાનંત અને પુદ્ગલ એનાથી પણ અનંતગુણા છે; અને ધર્મ, અધર્મ તથા આકાશ એ ત્રણ દ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્ય છે-તે સર્વ દ્રવ્યોની ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્ન-ભિન્ન એક સમયમાં દેખે અને જાણે છે.”
(૯) શ્રી પંચાસ્તિકાયની શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા પૃ. ૮૭ ગાથા પ માં કહ્યું છે કે-
“કેવળી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, અર્થાત્ તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે-એમ હોતું નથી, પણ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે.”
(૧૦) ભગવંત ભૂતબલિ આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગ, પ્રકૃતિબંધ અધિકાર પૃ. ૨૭-૨૮ માં કેવળજ્ઞાનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છેઃ-
“કેવળી ભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે.” એવું કોઈ જ્ઞેય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. જ્ઞાનનો ધર્મ જ્ઞેયને જાણવાનો છે અને જ્ઞેયનો ધર્મ છે જ્ઞાનનો વિષય થવાનો. એમાં વિષયવિષયિભાવ સંબંધ છે. જ્યારે મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્યકાળની વાતોનું પરિજ્ઞાન કરે છે, ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ (-જ્ઞાન) કરવું યુક્તિયુક્ત જ છે,... જો ક્રમપૂર્વક કેવળીભગવાન અનંતાનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકત. અનંતકાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું ગ્રહણ (-જ્ઞાન) થાય છે.
‘જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા વિશ્વના તત્ત્વોનો બોધ કરી લે છે, તો આગળ તે કાર્યહીન જઈ જશે’-એ આશંકા પણ યોગ્ય નથી; કારણ કે કાળદ્રવ્યના નિમિત્તે તથા અગુરુલઘુગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં
Page 168 of 655
PDF/HTML Page 223 of 710
single page version
૧૬૮ ] [ મોક્ષશાસ્ત્ર ક્ષણે ક્ષણે પરિણમન-પરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલવાને કારણે જ્ઞેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે, તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગુણો પણ હોત, તો ય કેવળજ્ઞાનસમુદ્રમાં તે બિંદુની જેમ સમાઈ જાત... અનંત કેવળજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ થવા છતાં પણ તે પદાર્થો સાન્ત થતાં નથી. અનંતજ્ઞાન અનંત પદાર્થ અથવા પદાર્થોને અનંતરૂપે બતાવે છે, તે કારણે જ્ઞેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.
ઉપરોક્ત આધારોથી નીચે પ્રમાણેના મંતવ્ય મિથ્યા સિદ્ધ થાય છેઃ (૧) કેવળી ભગવાન ભૂત અને વર્તમાન કાળવર્તી પર્યાયોને જ જાણે છે અને
ભવિષ્યની પર્યાયોને તે થાય ત્યારે જાણે છે. (ર) સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણતા નથી. (૩) કેવળી ભગવાન ભૂત ભવિષ્યની પર્યાયોને સામાન્ય રૂપે જાણે છે પણ
વિશેષરૂપે જાણતા નથી. (૪) કેવળી ભગવાન ભવિષ્યની પર્યાયોને સમગ્રરૂપે (સમૂહરૂપે) જાણે છે, ભિન્ન
ભિન્નરૂપે જાણતા નથી. (પ) જ્ઞાન ફક્ત જ્ઞાનને જ જાણે છે. (૬) સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થો ઝળકે છે, પરંતુ ભૂતકાળ તથા ભવિષ્યકાળની પર્યાયો
(૧૧) શ્રી સમયસારજીમાં અમૃતચંદ્રાચાર્યકૃત કળશ નં. ૨ માં કેવળજ્ઞાનમય સરસ્વતીનું સ્વરૂપ આવી રીતે કહ્યું છે, ‘... તે મૂર્તિ એવી છે કે જેમાં અનંત ધર્મ છે એવા અને પ્રત્યક્-પરદ્રવ્યોથી, પરદ્રવ્યોના ગુણ-પર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થયેલ પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર એવો જે આત્મા તેના તત્ત્વને અર્થાત્ અસાધારણ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ નિજસ્વરૂપને पश्यती– દેખે છે.’
Page 169 of 655
PDF/HTML Page 224 of 710
single page version
અ. ૧. પરિ. પ ] [ ૧૬૯ વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મ તો ગુણ છે અને તે ગુણોનું ત્રણે કાળે સમય સમયવર્તિ પરિણમન થવું તે પર્યાય છે, તે અનંત છે. તથા એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે તે સામાન્યરૂપે તો વચનગોચર છે અને વિશેષરૂપે વચનના અવિષય છે. એવા તે અનંત છે તે જ્ઞાનગમ્ય છે (-અર્થાત્ કેવળજ્ઞાનના વિષય છે.)
(૧૨) પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ગા. પરની સં. ટીકામાં (પાનું નં. પપ) કહ્યું છે કે-“આ આત્મા વ્યવહારનયથી કેવળજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વરૂપને જાણે છે, એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહારનયથી સર્વગત છે, પ્રદેશોની અપેક્ષાએ નહિ, જેવી રીતે રૂપવાન પદાર્થોને નેત્ર દેખે છે, પરંતુ તેનાંથી તન્મય થતાં નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહારનયથી લોકાલોકને જાણે છે અને નિશ્ચયનયથી નહિ તો સર્વજ્ઞપણું વ્યવહારનયથી થયું નિશ્ચયનયથી ન થયું? તેનું સમાધાન કરે છે-જેવી રીતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, તેવી જ રીતે પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, ભિન્ન સ્વરૂપે જાણે છે, તે કારણે વ્યવહારનયથી કહ્યું, [न च परिज्ञानाभावात्] કાંઈ પરિજ્ઞાનના અભાવથી કહ્યું નથી. (જ્ઞાનથી જાણપણું તો નિજ અને પરનું સમાન છે). જેવી રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે, તેવી જ રીતે જો પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ, દ્વેષનું જ્ઞાન થતાં સુખી, દુઃખી, રાગી, દ્વેષી થાય એ મોટું દૂષણ પ્રાપ્ત થાય.”
(૧૩) આ રીતે સમયસારજી પાનું ૪૬૬-૬૭, ગાથા ૩પ૬ થી ૩૬પ ની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે પણ કહ્યું છે “... यदि व्यवहारेण परद्रव्यं जानाति तर्हि निश्चयेन सर्वज्ञो न भवतीति पूर्वपक्षे परिहारमाह यथा स्वकीय सुखादिकं तन्मयो भूत्वा जानाति तथा बहिर्द्रव्यं न जानाति तेन कारणेन व्यवहारः। यदि पुनः परकीय सुखादिकमात्मसुखादिवत्तन्मयो भूत्वा जानाति तर्हि यथा स्वकीय सवेदने सुखी भवति तथा परकीय सुख–दुःख संवेदनकाले सुखी दुःखी च प्राप्नोति न च तथा। व्यवहारस्तथापि छद्मस्थ जनापेक्षया सोऽपि निश्चय एवेति”।
Page 170 of 655
PDF/HTML Page 225 of 710
single page version
૧૭૦ ] [ મોક્ષશાસ્ત્ર કે- “तथा जीवे निश्चयनयेन क्रमकरण व्यवधानरहितं त्रैलोक्योदर विवरणवर्ति समस्त वस्तुगतानंतधर्मप्रकाशकमखंड प्रतिभासमयं केवलज्ञानं पूर्वमेव तिष्ठति” તથા ગાથા–૨૯ ની ટીકામાં પણ કહ્યું છે કે “... अत्र स्वयं जातमिति वचनेन पूर्वोक्तमेव निरुपाधित्यं समर्थितं। तथा च स्वयमेव सर्वज्ञो जातः सर्वदर्शी च जातो निश्चयनयेनेति पूर्वोक्तमेव सर्वज्ञत्वं सर्वदर्शीत्वं च समर्थितमिति”। તથા ગાથા–૧પ૪ ની ટીકામાં કહ્યું છે કે... “समस्त वस्तुगतानंत धर्माणां युगपद्विशेष परिच्छित्ति समर्थ केवलज्ञानं”।
कालत्रयवर्ति समस्त द्रव्यगुणपर्यायाणां क्रमकरण व्यवधानरहित्वेन परिच्छित्ति समर्थ विशुद्ध दर्शन ज्ञानं च”.
(૬) સમયસારજી શાસ્ત્રમાં આત્મદ્રવ્યની ૪૭ શક્તિ કહી છે તેમાં સર્વજ્ઞત્વશક્તિનું સ્વરૂપ એવું કહ્યું છે કે, “विश्वविश्व विशेषभाव परिणतात्मज्ञानमयी सर्वज्ञशक्तिः।
અર્થઃ– સમસ્ત વિશ્વના (છયે દ્રવ્યના) વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમેલ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.”૧૦.
નોંધઃ– સર્વજ્ઞમાત્ર આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે-સંપૂર્ણ આત્મજ્ઞ થનાર, પરદ્રવ્યોને પણ સર્વથા, સર્વ વિશેષ ભાવો સહિત જાણે છે. વિશેષ માટે જુઓ-આત્મધર્મ માસિક વર્ષ-૯ અંક નં. ૮ સર્વજ્ઞત્વ શક્તિનું વર્ણન. કોઈ અસત્ કલ્પનાથી સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા માને છે તેનું તથા સર્વજ્ઞ વસ્તુઓના અનંત ધર્મોને જાણતા નથી એમ માને છે તેમનું ઉપરોક્ત કથનના આધારે નિરાકરણ થઈ જાય છે.
Page 171 of 655
PDF/HTML Page 226 of 710
single page version
પ્રથમ અધ્યાયમાં, સમ્યગ્દર્શનના વિષયનો ઉપદેશ આપતાં શરૂઆતમાં [અ. ૧ સૂ. ૪ માં] જીવાદિક તત્ત્વો કહ્યાં, તેમાંથી જીવતત્ત્વના ભાવો, તેનું લક્ષણ અને શરીર સાથેના સંબંધનું આ બીજા અધ્યાયમાં વર્ણન છે; પ્રથમ જીવના સ્વતત્ત્વ (નિજભાવ) બતાવવા સૂત્ર કહે છે.
[भावौ] ભાવ [च मिश्र] અને મિશ્ર તથા [औदयिकपारिणामिकौ च] ઔદયિક અને પારિણામિક એ પાંચ ભાવો [स्व–तत्त्वम्] નિજભાવ છે અર્થાત્ જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી.
૧. ઔપશમિકભાવ– આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમભાવ અથવા ઔપશમિકભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટરૂપ ફળ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. આ, જીવનો એક સમય પૂરતો પર્યાય છે, તે સમય-સમય કરીને અંતર્મુહૂર્ત રહે છે પણ એક સમયે એક જ અવસ્થા હોય છે.
ર. ક્ષાયિકભાવ– આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિકભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મઆવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. આ પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. સમય સમય કરીને તે સાદિ અનંત રહે છે તો પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. સાદિઅનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત ફળરૂપ અનંત-
Page 172 of 655
PDF/HTML Page 227 of 710
single page version
૧૭૨ ] [ મોક્ષશાસ્ત્ર ચતુષ્ટયની સાથે રહેલી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધ પરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે તેને ક્ષાયિકભાવ પણ કહેવાય છે.
૩. ક્ષાયોપશમિકભાવ– આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે, અને ક્ષાયોપશમિકભાવ તે આત્માનો પર્યાય છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે, તેની લાયકાત પ્રમાણેના ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહે છે પરંતુ સમયે સમયે બદલીને રહે છે.
૪. ઔદયિકભાવ– કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકારભાવ આત્મા કરે છે તે ઔદયિકભાવ છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે.
પ. પારિણામિકભાવ– ‘પારિણામિક’ એટલે સહજ સ્વભાવ; ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિકભાવ છે. પારિણામિકભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિકભાવ છે. ‘પારિણામિક’ કહેતાં જ ‘પરિણમે છે’ એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે કે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે, આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષપર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિકભાવ કહે છે.
૬. જેનો નિરંતર સદ્ભાવ રહે તેને પારિણામિકભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિકભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપશમિકભાવ છે, કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિકભાવ છે. જ્ઞાન, દર્શન અને વીર્યગુણની અવસ્થામાં ઔપશમિકભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો-(દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યક્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિકભાવ છે.
આ પાંચ ભાવો નીચેની બાબતો સિદ્ધ કરે છેઃ- ૧. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે એમ પારિણામિકભાવ સાબિત
Page 173 of 655
PDF/HTML Page 228 of 710
single page version
અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭૩ ર. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે
૩. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી
સાબિત કરે છે.
૪. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી અને તેનાં જ્ઞાન,
કરે છે.
પ. આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિકભાવનો જીવ
શ્રદ્ધાગુણનો ઔદયિકભાવ ટળે છે એમ ઔપશમિકભાવ સાબિત કરે છે.
૬. સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે
૭. જીવ જો પ્રતિહતભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્રમોહ સ્વયં દબાઈ જાય
૮. અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિકભાવનો આશ્રય વધતાં વિકારનો નાશ થઈ
૯. જોકે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તોપણ સમયે સમયે જૂનાં કર્મ
રહેતું હોવાથી [-સાદી હોવાથી] તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે
૧૦. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર
સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ
ઔપશમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપશમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે
સાબિત કરે છે.
૧. પ્રશ્નઃ– ભાવના વખતે આ પાંચમાંથી કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે અર્થાત્ ધ્યેય છે?
Page 174 of 655
PDF/HTML Page 229 of 710
single page version
૧૭૪ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– ભાવના વખતે પારિણામિકભાવ ધ્યાન કરવા યોગ્ય છે અર્થાત્ ધ્યેય છે. ધ્યેયભૂત દ્રવ્યરૂપ જે શુદ્ધપારિણામિકભાવ છે તે ત્રિકાળ રહે છે તેથી તે ધ્યાન કરવા યોગ્ય છે.
ર. પ્રશ્નઃ– પારિણામિકભાવના આશ્રયે જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે ધ્યેય કેમ નથી?
ઉત્તરઃ– તે ધ્યાન પોતે પર્યાય છે તેથી વિનશ્વર છે, પર્યાયના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે નહિ, માટે તે ધ્યેય નથી.
૩. પ્રશ્નઃ– શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિકભાવ બે પ્રકારના નથી પણ પારિણામિકભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે?
ઉત્તરઃ– ના, તે બરાબર નથી, જો કે સામાન્યરૂપે (-દ્રવ્યાર્થિકનયે અગર ઉત્સર્ગ કથનથી) પારિણામિકભાવ શુદ્ધ છે તોપણ વિશેષરૂપે (પર્યાયાર્થિકનયે અગર અપવાદ કથનથી) અશુદ્ધપારિણામિકભાવ પણ છે. આ કારણે जीवभव्याभव्यत्वानि च એવા આ અધ્યાયના સાતમા સૂત્રથી પારિણામિકભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા ત્રણ પ્રકારનો કહ્યો છે, તેમાંથી શુદ્ધ ચૈતન્યરૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્યાશ્રિત છે, તેથી તેને શુદ્ધદ્રવ્યાશ્રિત નામનો શુદ્ધપારિણામિકભાવ જાણવો; અને (દશ પ્રકારના દ્રવ્યપ્રાણોથી ઓળખાતું જે જીવત્વસ્વરૂપ છે તે) જીવત્વ, ભવ્યત્વ તથા અભવ્યત્વ એ ત્રણ પ્રકારો પર્યાયાશ્રિત છે તે કારણે તેને પર્યાયાર્થિક નામના અશુદ્ધ પારિણામિકભાવો જાણવા.
૪. પ્રશ્નઃ– એ ત્રણ ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે? ઉત્તરઃ– એ અશુદ્ધપારિણામિકભાવ વ્યવહારથી સાંસારિક જીવોમાં છે તોપણ ‘सव्वे सुद्धा हु सुद्धणया’ અર્થાત્ સર્વે જીવો શુદ્ધનયે શુદ્ધ છે, તેથી એ ત્રણ ભાવો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ કોઈ જીવને નથી (મુક્ત જીવોને તો તે સર્વથા જ નથી). સંસારી જીવોમાં પર્યાયઅપેક્ષાએ અશુદ્ધત્વ છે.
પ. પ્રશ્નઃ– આ શુદ્ધ અને અશુદ્ધ પારિણામિકભાવોમાંથી ક્યો ભાવ ધ્યાન સમયે ધ્યેયરૂપ છે?
ઉત્તરઃ– જે દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિકભાવ છે તે અવિનાશી છે તેથી તે ધ્યેયરૂપ છે, અર્થાત્ તે ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવના લક્ષે શુદ્ધ અવસ્થા પ્રગટે છે.
Page 175 of 655
PDF/HTML Page 230 of 710
single page version
અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭પ
અધ્યાય-૧ સૂત્ર-૩૨માં જણાવ્યું કે જીવને ‘સત્ અને અસત્’ની સમજણ રહિતની જે દશા છે તે ‘ઉન્મત્ત’ જેવી છે. પોતાની આવી દશા અનાદિની છે એમ પહેલા અધ્યાયના સૂત્ર-૪ માં કહેલાં તત્ત્વોનો રાગમિશ્રિત વિચાર કરતાં જીવને ખ્યાલ આવે છે; વળી તેને એવો પણ ખ્યાલ આવે છે કે જીવને પુદ્ગલકર્મ તથા શરીર સાથે પ્રવાહરૂપે અનાદિથી સંબંધ છે, અર્થાત્ જીવ પોતે તેને તે જ છે પણ કર્મ અને શરીર જૂનાં જાય છે અને નવાં આવે છે; તથા આ સંયોગસંબંધ અનાદિથી ચાલ્યો આવે છે. અ. ૧. સૂત્ર ૩૨માં જણાવેલી અજ્ઞાનદશા હોય ત્યારે આ સંયોગસંબંધને જીવ એકરૂપે (તાદાત્મ્ય સંબંધપણે) માને છે અને એ રીતે અજ્ઞાનપણે જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીર સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ, તેની સાથે કર્તાકર્મ સંબંધ માને છે; આ કારણે ‘હું શરીરનાં કાર્ય કરી શકું’ એમ તે માનતો આવે છે. તત્ત્વનો વિચાર કરતાં કરતાં જીવને માલૂમ પડે છે કે હું જીવતત્ત્વ છું અને શરીર તથા જડ કર્મો મારાથી તદ્ન જુદાં અજીવતત્ત્વ છે, હું તે અજીવમાં નથી અને તે અજીવ મારામાં નથી તેથી હું તે અજીવનું કાંઈ કરી શકું નહિ, મારા જ ભાવ હું કરી શકું, તથા અજીવ તેમના ભાવ કરી શકે પણ તે મારા કોઈ ભાવ કરી શકે નહિ. આ પ્રમાણે જિજ્ઞાસુ આત્માઓ પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા જીવ-અજીવ તત્ત્વોનું સ્વરૂપ જાણીને, પોતામાં જે કાંઈ વિકાર થાય છે તે પોતાના જ દોષના કારણે છે-એમ નક્કી કરે છે; આટલું જાણતાં અવિકારી ભાવ શું છે તેનો પણ તેને ખ્યાલ આવે છે; આ રીતે વિકારભાવ (પુણ્ય, પાપ, આસ્રવ, બંધ) નું તથા અવિકારભાવ (સંવર, નિર્જરા, મોક્ષ) નું સ્વરૂપ તે જિજ્ઞાસુ આત્મા નક્કી કરે છે. પ્રથમ રાગમિશ્રિત વિચાર દ્વારા આ તત્ત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પારિણામિકભાવનો-જ્ઞાયકભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધાગુણનો ઔપશમિકભાવ પ્રગટે છે. શ્રદ્ધાગુણના ઔપશમિકભાવને ઔપશમિક સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પ્રગટતાં જીવને ધર્મની શરૂઆત થાય છે; ત્યારે જીવની અનાદિથી ચાલી આવતી શ્રદ્ધાગુણની મિથ્યાદશા ટળીને સમ્યક્દશા પ્રગટ થાય છે.
આ ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શનનું એવું માહાત્મ્ય છે કે જે જીવ પુરુષાર્થ વડે તેને એક વખત પ્રગટ કરે તે જીવને પોતાની પૂર્ણ પવિત્ર દશા (ક્ષાયિકભાવ) પ્રગટ થયા વગર રહે જ નહિ. પ્રથમ ઔપશમિકભાવ પ્રગટતાં અ. ૧. સૂત્ર-૩૨ માં
Page 176 of 655
PDF/HTML Page 231 of 710
single page version
૧૭૬ ] [ મોક્ષશાસ્ત્ર કહેલી ‘ઉન્મત્તદશા’ ટળે છે અર્થાત્ જીવની મિથ્યાજ્ઞાનદશા ટળીને તે સમ્યક્મતિ- શ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે, અને જો તે જીવને પૂર્વે મિથ્યા અવધિજ્ઞાન હોય તો તે પણ ટળી જઈને સમ્યક્અવધિજ્ઞાનરૂપ થઈ જાય છે; આ ઔપશમિકભાવ તે ‘સંવર’ છે.
સમ્યગ્દર્શનનું માહાત્મય બતાવવા માટે આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં જ પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’ વાપર્યો છે, અને પ્રથમ સમ્યગ્દર્શન ઔપશમિક ભાવે જ થતું હોવાથી ઔપશમિકભાવનું માહાત્મ્ય બતાવવા માટે અહીં પણ આ બીજો અધ્યાય શરૂ કરતાં તે ભાવ પહેલા સૂત્રમાં પહેલા જ શબ્દમાં બતાવ્યો છે.
૧. પ્રશ્નઃ– દરેક જીવમાં પારિણામિકભાવ અનાદિનો છે, છતાં તેને ઔપશમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટયું નથી?
ઉત્તરઃ– જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી અને તેથી પોતે પારિણામિકભાવસ્વરૂપ છે એમ તે જાણતો નથી, અને ‘શરીર મારું અને શરીરને અનુકૂળ જણાતી પરવસ્તુઓ મને લાભકારી છે. તથા શરીરને પ્રતિકૂળ જણાતી પરવસ્તુઓ મને નુકસાનકારી છે’ એમ અજ્ઞાનદશામાં માન્યા કરે છે તેથી તેનું વલણ પરવસ્તુઓ, શરીર અને વિકારીભાવો તરફ રહ્યા જ કરે છે; અહીં, જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવનું જ્ઞાન કરાવીને, પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોને અને પર વસ્તુઓને ગૌણ કરીને આચાર્યભગવાન તે ઉપરનું લક્ષ છોડાવે છે; ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પદશા થતી નથી માટે અભેદદ્રષ્ટિ કરાવી છે કે જેથી નિર્વિકલ્પદશા પ્રગટે, ઔપશમિકભાવ પણ એક પ્રકારની નિર્વિકલ્પદશા છે.
ર. પ્રશ્નઃ– આ સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી ક્યાં ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય?
ઉત્તરઃ– પારિણામિકભાવ સિવાયના ચારે ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે, વળી તેમાં પણ ક્ષાયિકભાવ તો વર્તમાન છે નહિ, ઔપશમિકભાવ પણ હોય તો થોડો વખત ટકે છે, અને ઔદયિક-ક્ષાયોપશમિકભાવો પણ સમયે સમયે પલટે છે માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહિ અને ધર્મ પ્રગટે નહિ. ત્રિકાળ સ્વભાવી પારિણામિકભાવનું માહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે.
Page 177 of 655
PDF/HTML Page 232 of 710
single page version
અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭૭
बंधमौदयिका भावा निःक्रियाः पारिणामिकाः।।
અર્થઃ– મિશ્ર, ઔપશમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવો મોક્ષ કરે છે, ઔદયિકભાવ બંધ કરે છે અને પારિણામિકભાવ બંધ-મોક્ષની ક્રિયા રહિત છે.
પ્રશ્નઃ– ઉપરના કથનનો શું આશય છે? ઉત્તરઃ– એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત્ આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી, પરંતુ એમાં તો મોક્ષ કે જે કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે તે ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે અર્થાત્ મોક્ષ કે જે સાપેક્ષપર્યાય છે તેનું અને તે પ્રગટતી વખતે તથા તે પહેલાં સાપેક્ષપર્યાય કેવી હોય તેનું સ્વરૂપ બતાવ્યું છે. આ શ્લોક એમ બતાવે છે કે ક્ષાયિકભાવ મોક્ષને કરે છે એટલે કે તે ભાવનું નિમિત્ત પામીને આત્મપ્રદેશેથી દ્રવ્યકર્મનો સ્વયં અભાવ થાય છે. મોક્ષ તો આ અપેક્ષાએ ક્ષાયિક પર્યાય છે, અને ક્ષાયિક ભાવ તો જડ કર્મનો અભાવ સૂચવે છે. ક્ષાયિકભાવ થયા પહેલાં મોહના ઔપશમિક તથા ક્ષાયોપશમિક ભાવો હોવા જ જોઈએ અને ત્યાર પછી જ ક્ષાયિકભાવ પ્રગટે છે તથા ક્ષાયિકભાવ પ્રગટે ત્યારે જ જડ કર્મોનો સ્વયં અભાવ થાય છે-આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે ‘એ ત્રણે ભાવો મોક્ષ કરે છે’ એમ કહ્યું છે. આ શ્લોકમાં કયા ભાવને આશ્રયે ધર્મ પ્રગટે છે એ કાંઈ પ્રતિપાદન કર્યું નથી. એ ખ્યાલમાં રાખવું કે પહેલા ચારે ભાવો સ્વઅપેક્ષાએ પારિણામિકભાવો છે.
(જુઓ, જયધવલ પુસ્તક ૧, પાનું ૩૧૯, ધવલ ભાગ-પ, પાનું-૧૯૭)
૪. પ્રશ્નઃ– ઉપરના શ્લોકમાં કહ્યું છે કે-ઔદયિકભાવ બંધનું કારણ છે. જો એમ સ્વીકારીએ તો ગતિ, જાતિ આદિ નામકર્મ સંબંધી ઔદયિકભાવો પણ બંધનાં કારણ થાય?
ઉત્તરઃ– શ્લોકમાં કહેલ ‘ઔદયિકભાવ’માં સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે એમ સમજવું. (શ્રી ધવલા પુસ્તક-૭ પા. ૯-૧૦)
ઉત્તરઃ– તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળ વડે
Page 178 of 655
PDF/HTML Page 233 of 710
single page version
૧૭૮ ] [ મોક્ષશાસ્ત્ર ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિદ્યમાન છે તેથી સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહિ, માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન તે બંધનું કારણ છે.
૬. પ્રશ્નઃ– પારિણામિકભાવને પર્યાયરૂપે કોઈ ગુણસ્થાને વર્ણવેલ છે? ઉત્તરઃ– હા, બીજું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મની ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય-એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી એટલું બતાવવા ત્યાં શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આ જીવ ચારિત્રમોહ સાથે જોડાય છે તે તો ઔદયિક ભાવ છે, તે જીવને જ્ઞાન-દર્શન અને વીર્યનો ક્ષાયોપશમિકભાવ છે અને સર્વ જીવોને (દ્રવ્યાર્થિકનયે) અનાદિ અનંત પારિણામિક ભાવ હોય છે તે આ ગુણસ્થાને વર્તતા જીવને પણ હોય છે.
૭. પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો વિકારી ભાવોને-અપૂર્ણદશાને આત્માનું સ્વરૂપ માનતા નથી અને આ સૂત્રમાં તેવા ભાવોને આત્માનું સ્વતત્ત્વ કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃ– વિકારી ભાવ અને અપૂર્ણ અવસ્થા આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષના કારણે થાય છે, પણ કોઈ જડ કર્મના કારણે કે પરદ્રવ્યના કારણે થતી નથી એમ બતાવવા માટે આ સૂત્રમાં તે ભાવને ‘સ્વતત્ત્વ’ કહેલ છે.
જીવે તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔપશમિકાદિ સમ્યક્ત્વ સ્વયં થાય છે. દ્રવ્યકર્મના ઉપશમાદિક તે તો પુદ્ગલની શક્તિ (પર્યાય) છે; જીવ તેનો કર્તા-હર્તા નથી. પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે; જીવે પોતે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ પુરુષાર્થ વડે જ્યારે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે ત્યારે તેને વિશુદ્ધતા વધે છે, કર્મોનો રસ સ્વયં હીન થાય છે અને કેટલાક કાળે જ્યારે પોતાના પુરુષાર્થ વડે જીવમાં પ્રથમ ઔપશમિકભાવે પ્રતીતિ પ્રગટે છે ત્યારે દર્શનમોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તો તત્ત્વના નિર્ણયનો અભ્યાસ છે; જીવ જ્યારે તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં જ થાય છે, કર્મના ઉપશમમાં જીવનું કાંઈ જ કર્તવ્ય નથી.
Page 179 of 655
PDF/HTML Page 234 of 710
single page version
અ. ૨. સૂત્ર ૧ ] [ ૧૭૯ શુદ્ધ માને છે, વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેને સ્વીકારતા નથી; વળી કોઈ સર્વથા આનંદમાત્ર આત્માનું સ્વરૂપ માને છે, વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાં તેને સ્વીકારતા નથી; તેમની તે માન્યતા અને તેના જેવી બીજી માન્યતાઓ બરાબર નથી એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. જો આત્મા સર્વથા શુદ્ધ જ હોય તો સંસાર, બંધ, મોક્ષ, મોક્ષનો ઉપાય એ સર્વ મિથ્યા ઠરે. આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ (અર્થાત્ દ્રવ્યે અને પર્યાયે આત્માનું સ્વરૂપ) કેવું હોય તે યથાર્થપણે આ પાંચ ભાવો બતાવે છે. જો આ પાંચ ભાવોમાંથી એકપણ ભાવનું અસ્તિત્વ ન સ્વીકારવામાં આવે તો આત્માના શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપનું સત્ય કથન થતું નથી, અને તેથી જ્ઞાનમાં દોષ આવે છે. આ સૂત્ર જ્ઞાનનો દોષ ટાળીને, આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને. નિગોદથી સિદ્ધ સુધીની તેની તમામ અવસ્થાઓ બહુ જ અલ્પ શબ્દોમાં ચમત્કારિક રીતે દર્શાવે છે, તે પાંચ ભાવોમાં ચૌદ ગુણસ્થાનો તથા સિદ્ધદશા પણ આવી જાય છે.
આ શાસ્ત્રમાં અનાદિથી ચાલ્યો આવતો ઔદયિકભાવ પહેલો લીધો નથી પણ ઔપશમિકભાવ પહેલો લીધો છે તે એમ સૂચવે છે કે આ શાસ્ત્રમાં સ્વરૂપ સમજાવવા માટે ભેદો બતાવવામાં આવ્યા છે તો પણ ભેદના આશ્રયે એટલે કે ઔદયિક; ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક-એ ભાવોના લક્ષે વિકલ્પ ચાલુ રહે છે અર્થાત્ અનાદિથી ચાલ્યો આવતો ઔદયિકભાવ જ ચાલુ રહે છે, માટે તે ભાવો તરફનું લક્ષ છોડીને ધ્રુવરૂપ પારિણામિકભાવ તરફ લક્ષ કરી એકાગ્ર થવું; તેમ કરતાં પ્રથમ ઔપશમિકભાવ પ્રગટે છે અને ક્રમે ક્રમે શુદ્ધતા વધતાં ક્ષાયિકભાવની પૂર્ણતા થાય છે.
(૧) વર્તમાન પર્યાય અને (ર) તે બાદ કરતાં જે દ્રવ્ય સામાન્ય તથા તેના ગુણોનું સાદ્રશ્યપણે ત્રિકાળ ધ્રુવરૂપે ટકી રહેવું-આવાં બે પડખાં દરેક દ્રવ્યમાં છે. આત્મા પણ એક દ્રવ્ય છે તેથી તેમાં પણ એવાં બે પડખાં છે, તે બે પડખાંથી વર્તમાન પર્યાયનો વિષય કરનાર પર્યાયાર્થિકનય છે. આ સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ-વર્તમાન હાલત પૂરતા-છે તેથી તે પર્યાયાર્થિકનયનો વિષય છે; તે વર્તમાન પર્યાયને બાદ કરતાં દ્રવ્યસામાન્ય તથા તેના અનંતગુણોનું સાદ્રશ્યપણે ત્રિકાળ ધ્રુવરૂપ ટકી રહેવું છે તેને પારિણામિકભાવ કહે છે, તે ભાવને કારણપરમાત્મા, કારણ સમયસાર કે જ્ઞાયકભાવ પણ કહેવામાં આવે છે; તે ત્રિકાળ સાદ્રશ્યરૂપ હોવાથી દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આ બન્ને પડખાં (પર્યાયાર્થિકનયનો વિષય અને દ્રવ્યાર્થિકનયનો વિષય તે બન્ને) થઈને
Page 180 of 655
PDF/HTML Page 235 of 710
single page version
૧૮૦ ] [ મોક્ષશાસ્ત્ર આખું જીવદ્રવ્ય છે, તેથી તે બન્ને પડખાં પ્રમાણનો વિષય છે.
આ બન્ને પડખાંનું નય અને પ્રમાણ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને જે જીવ પોતાના વર્તમાન પર્યાયને ત્રિકાળી પારિણામિકભાવ તરફ વાળે છે તેને સમ્યગ્દર્શન થાય છે, અને તે ક્રમે ક્રમે આગળ વધીને મોક્ષદશારૂપ ક્ષાયિકભાવ પ્રગટ કરે છે. ।। ૧।।
द्विनवाष्टादशैकविंशतित्रिभेदाः यथाक्रमम्।। २।।
एकविंशति त्रिभेदाः] બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદવાળા છે.
એમ ઔપશમિકભાવના બે ભેદો છે.
ઔપશમિક સમ્યક્ત્વ– જીવને પોતાના સત્ય પુરુષાર્થથી જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે જડ કર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ કર્મનો સ્વયં ઉપશમ થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ કુલ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ થાય છે અને બાકીના સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એ ત્રણ તથા અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે. જીવના આ ભાવને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે.
ઔપશમિક ચારિત્ર– જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમશ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔપશમિક ચારિત્ર કહે છે; તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવરણાદિ ૨૧ પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે.
Page 181 of 655
PDF/HTML Page 236 of 710
single page version
અ. ૨. સૂત્ર ૪ ] [ ૧૮૧
ઉત્તરઃ– સમ્યગ્દર્શનની સાથે-સહચરિત ઉદય હોવાના કારણે ઉપચારથી કર્મપ્રકૃતિને ‘સમ્યક્ત્વ’ નામ આપવામાં આવે છે. ।। ૩।।
ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च।। ४।।
ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ, ક્ષાયિકવીર્ય તથા [च] ‘च’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર-એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે.
જીવ જ્યારે આ ભાવ પ્રગટ કરે છે ત્યારે દ્રવ્યકર્મો સ્વયં-પોતાની મેળે આત્મપ્રદેશેથી અત્યંત વિયોગપણે છૂટા પડે છે અર્થાત્ કર્મો ક્ષય પામે છે તેથી આ ભાવને ‘ક્ષાયિકભાવ’ કહેવામાં આવે છે.
કેવળજ્ઞાનઃ– સંપૂર્ણ જ્ઞાનનું પ્રગટવું તે કેવળજ્ઞાન છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મની અવસ્થા ક્ષયપણે સ્વયં હોય છે.
કેવળદર્શનઃ– સંપૂર્ણ દર્શનનું પ્રગટવું તે કેવળદર્શન છે, ત્યારે દર્શનાવરણી કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
ક્ષાયિકદાનાદિ પાંચ ભાવોઃ– સંપૂર્ણપણે પોતાના ગુણનું પોતાને માટે દાનાદિ પાંચ ભાવોરૂપે પ્રગટવું થાય છે, ત્યારે દાનાંતરાય વગેરે પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
ક્ષાયિકસમ્યક્ત્વઃ– પોતાના અસલી સ્વરૂપની પાકી પ્રતીતિરૂપ પર્યાય તે ક્ષાયિક સમ્યક્ત્વ છે, તે પ્રગટે ત્યારે મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત કર્મપ્રકૃતિઓનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.
ક્ષાયિકચારિત્રઃ– પોતાના સ્વરૂપનું પૂર્ણ ચારિત્ર પ્રગટવું તે ક્ષાયિકચારિત્ર છે, ત્યારે મોહનીય કર્મની બાકીની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. આ પ્રમાણે કર્મનો સ્વયં ક્ષય થાય ત્યારે ‘જીવે કર્મનો ક્ષય કર્યો’ એમ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. પરમાર્થથી તો જીવે પોતાની અવસ્થામાં પુરુષાર્થ કર્યો છે, જડમાં પુરુષાર્થ કર્યો નથી.
Page 182 of 655
PDF/HTML Page 237 of 710
single page version
૧૮૨ ] [ મોક્ષશાસ્ત્ર
ક્ષાયિકદાન– પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને દાન તે ઉપાદાન છે અને અનંત જીવોને નિમિત્તપણે થાય તે ક્ષાયિક અભયદાન છે.
ક્ષાયિકલાભ– પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ તે ઉપાદાન છે અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ, અન્ય મનુષ્યને ન હોય તેવા અત્યંત શુભ સૂક્ષ્મ નોકર્મરૂપે પરિણમતા અનંત પુદ્ગલ પરમાણુઓનો સમયે સમયે સંબંધ હોવો તે.
ક્ષાયિક ભોગ– પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ તે ક્ષાયિક ભોગ છે અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ આદિક વિશેષોનું પ્રગટ થવું તે.
ક્ષાયિક ઉપભોગ– પોતાના શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો થવો તે ક્ષાયિક ઉપભોગ છે, અને નિમિત્તપણે સિંહાસન, ચામર, ત્રણ છત્ર આદિ વિભૂતિનું હોવું તે.
ક્ષાયિક વીર્ય– પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ તે ક્ષાયિક વીર્ય છે. ।। ૪।।
કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન, [दर्शन] ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, [लब्धयः] ક્ષાયોપશમિકદાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, [चतुः त्रि त्रि पंचभेदाः] એમ ચાર + ત્રણ + ત્રણ અને પાંચ ભેદો (તેમ જ) [सम्यक्त्व] ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, [चारित्र] ક્ષાયોપશમિક ચારિત્ર [च] અને [संयमासंयमाः] સંયમાસંયમ ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે.
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ– મિથ્યાત્વની તથા અનંતાનુબંધીની કર્મપ્રકૃતિઓના ઉદયાભાવી ક્ષય તથા ઉપશમની અપેક્ષાએ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે; અને સમ્યક્ત્વપ્રકૃતિનો ઉદય છે તે અપેક્ષાએ તેને જ વેદસમ્યક્ત્વ કહેવામાં આવે છે.
ક્ષાયોપશમિક ચારિત્ર– સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્ર વખતે જે રાગ છે તેની અપેક્ષાએ તે સરાગચારિત્ર કહેવાય છે પણ તેમાં જે રાગ છે તે ચારિત્ર નથી, જેટલો
Page 183 of 655
PDF/HTML Page 238 of 710
single page version
અ. ૨. સૂત્ર ૬ ] [ ૧૮૩ વીતરાગભાવ છે તેટલું જ ચારિત્ર છે, આ ચારિત્રને ક્ષાયોપશમિક ચારિત્ર કહેવાય છે.
સંયમાસંયમ– આ ભાવને દેશવિરત અથવા વિરતાવિરત ચારિત્ર પણ કહેવામાં આવે છે.
મતિજ્ઞાન– વગેરેનું સ્વરૂપ પહેલા અધ્યાયમાં કહેવાઈ ગયું છે ત્યાંથી જોઈ લેવું. [જુઓ, પાનું ૪૦ તથા ૮૬]
દાન–લાભ– વગેરે લબ્ધિનું સ્વરૂપ ઉપરના સૂત્રમાં કહ્યું છે, ત્યાં ક્ષાયિકભાવે તે લબ્ધિ હતી, અહીં તે લબ્ધિ ક્ષાયોપશમિકભાવે છે-એમ સમજવું. ।। પ।।
ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, [लिंग] સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, [मिथ्यादर्शन] મિથ્યાદર્શન, [अज्ञान] અજ્ઞાન, [असंयत] અસંયમ, [असिद्ध] અસિદ્ધત્વ તથા [लेश्याः] કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ છ લેશ્યા-એમ [चतुः चतुः त्रि एक एक एक एक षड्भेदाः] ચાર + ચાર + ત્રણ + એક + એક + એક + એક અને છ-એ બધા મળીને ઔદયિકભાવના એકવીશ ભેદો છે.
પ્રશ્નઃ– ગતિ તો અઘાતિકર્મના ઉદયથી થાય છે, જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી છતાં તેને ઔદયિકભાવમાં કેમ ગણી છે?
ઉત્તરઃ– જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વપણું કરે છે, જેમ કે- ‘હું મનુષ્ય, હું ઢોર, હું દેવ, હું નારકી’ એમ તે માને છે. આ રીતે જ્યાં મોહભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે તેથી આ અપેક્ષાએ ગતિને ઔદયિકભાવમાં ગણેલ છે.
લેશ્યાઃ– કષાયથી અનુરંજિત યોગને લેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા બે પ્રકારની છે-દ્રવ્યલેશ્યા તથા ભાવલેશ્યા, અહીં ભાવલેશ્યાનો વિષય છે. ભાવલેશ્યા છ પ્રકારની છે. ‘લેશ્યા વખતે આત્મામાં તે તે પ્રકારનો રંગ થાય છે’ એમ ન સમજવું. પણ જીવના વિકારી કાર્યો ભાવઅપેક્ષાએ છ પ્રકારના થાય છે, તે ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે એ છ પ્રકારો કહ્યા છે. લોકમાં કોઈ માણસ ખરાબ કામ કરે તો ‘કાળું
Page 184 of 655
PDF/HTML Page 239 of 710
single page version
૧૮૪ ] [ મોક્ષશાસ્ત્ર કાર્ય કર્યુ’ એમ કહેવાય છે, ત્યાં તેના કાર્યનો કાળો રંગ નથી પણ તે કાર્યમાં તેનો તીવ્ર માઠો ભાવ હોવાથી તેને ‘કાળું’ કહેવામાં આવે છે, અને એ ભાવઅપેક્ષાએ તેને કૃષ્ણલેશ્યા કહેવામાં આવે છે. જેમ જેમ વિકારની તીવ્રતામાં ઓછાપણું હોય છે તેમ તેમ તે ભાવને ‘નીલ લેશ્યા’ વગેરે નામ આપવામાં આવે છે. શુક્લલેશ્યા એ પણ શુભ ઔદયિકભાવમાં હોય છે, શુક્લલેશ્યા એ કાંઈ ધર્મ નથી. તે લેશ્યા તો મિથ્યાદ્રષ્ટિઓને પણ થાય છે. પુણ્યની તારતમ્યતામાં ઊંચો પુણ્યભાવ હોય ત્યારે શુક્લલેશ્યા હોય છે, તે ઔદયિકભાવ છે અને તેથી તે સંસારનું કારણ છે, ધર્મનું કારણ નથી.
પ્રશ્નઃ– ભગવાનને તેરમા ગુણસ્થાને કષાય નથી છતાં તેમને શુક્લલેશ્યા કેમ કહી છે?
ઉત્તરઃ– ભગવાનને શુક્લલેશ્યા ઉપચારથી કહી છે. પૂર્વે યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું તે યોગ તેરમા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી ત્યાં લેશ્યા પણ કહી છે. લેશ્યાનું કાર્ય કર્મબંધ છે, ભગવાનને કષાય નથી તોપણ યોગ હોવાથી એક સમયનો બંધ છે તે અપેક્ષા લક્ષમાં રાખી ઉપચારથી શુક્લલેશ્યા કહી છે.
અજ્ઞાનઃ– જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન-એ અર્થમાં અહીં અજ્ઞાન લીધું છે, કુજ્ઞાનને અહીં લીધું નથી, કુજ્ઞાનને તો ક્ષાયોપશમિકભાવમાં લીધું છે. ।। ૬।।
પારિણામિકભાવના ત્રણ ભેદો છે.
સામાન્યગુણોનું પણ ગ્રહણ થાય છે.
ભવ્યત્વ–મોક્ષ પામવાને લાયક જીવને ‘ભવ્યત્વ’ હોય છે. અભવ્યત્વ–મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને ‘અભવ્યત્વ’ હોય છે.
ભવ્યત્વ અને અભવ્યત્વ ગુણો છે, તે બન્ને અનુજીવી ગુણો છે; કર્મના સદ્ભાવ કે અભાવની અપેક્ષાએ તે નામો આપવામાં આવ્યાં નથી.
Page 185 of 655
PDF/HTML Page 240 of 710
single page version
અ. ૨. સૂત્ર ૭ ] [ ૧૮પ
પારિણામિક શબ્દનો અર્થઃ– કર્મના ઉદયાદિની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ મૂળથી રહેવાવાળા છે તેને ‘પારિણામિક’ કહે છે.
૧. પાંચ ભાવોમાં ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ (વર્તમાન વર્તતી દશારૂપ) છે, અને પાંચમો શુદ્ધ પારિણામિકભાવ છે તે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તેથી તે દ્રવ્યરૂપ છે; આ રીતે આત્મપદાર્થ દ્રવ્ય અને પર્યાય સહિત (-જે વખતે જે પર્યાય હોય તે સહિત) છે.
ર. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પારિણામિકભાવોમાં જે શુદ્ધ જીવત્વભાવ છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ શુદ્ધ પારિણામિકભાવ છે અને તે બંધ-મોક્ષ પર્યાય (-પરિણતિ) રહિત છે એમ સમજવું.
૩. જે દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ છે તે વર્તમાન વર્તતી અવસ્થાના આશ્રયે હોવાથી (-પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી) અશુદ્ધ પારિણામિકભાવ સમજવા. જેમ સર્વ સંસારી જીવો શુદ્ધનયે શુદ્ધ છે તેમ જો અવસ્થાદ્રષ્ટિએ પણ શુદ્ધ છે એમ માનવામાં આવે તો દશ પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વનો અભાવ જ થાય.
૪. ભવ્યત્વ અને અભવ્યત્વમાં ભવ્યત્વ નામનો જે અશુદ્ધપારિણામિકભાવ છે તે ભવ્ય જીવોને હોય છે; તે ભાવ જોકે દ્રવ્યકર્મની અપેક્ષા રાખતો નથી તોપણ તે જીવના સમ્યક્ત્વાદિ ગુણ જ્યારે ઢંકાયેલા હોય છે ત્યારે તેમાં જે જડકર્મ નિમિત્ત છે તે કર્મને ભવ્યત્વની અશુદ્ધતામાં ઉપચારથી નિમિત્ત કહેવાય છે. તે જીવ જ્યારે પોતાની પાત્રતા વડે જ્ઞાનીની દેશના સાંભળી સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પોતાના ચારિત્રમાં સ્થિર થાય છે ત્યારે તેને ભવ્યત્વ શક્તિ પ્રગટ (-વ્યક્ત) થાય છે, -તે જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા પોતાના પરમાત્મદ્રવ્યમય સમ્યક્શ્રદ્ધા, જ્ઞાન અને અનુચરણરૂપ અવસ્થા (-પર્યાય પ્રગટ) કરે છે.
પ. પર્યાયાર્થિકનયે કહેવામાં આવતો ભવ્યત્વભાવનો અભાવ મોક્ષદશામાં થાય છે, એટલે કે જ્યારે જીવમાં સમ્યગ્દર્શનાદિ ગુણની પૂર્ણતા થઈ જાય છે ત્યારે ભવ્યત્વનો વ્યવહાર મટી જાય છે. [જુઓ, અધ્યાય ૧૦ સૂત્ર-૩]