Page 146 of 655
PDF/HTML Page 201 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૪પ છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બન્ને અભેદ લીધાં છે. આત્મા પોતે સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને પછી અનુભવ કરવાનું કહ્યું છે. પહેલામાં પહેલાં, ‘નિશ્ચયજ્ઞાનસ્વરૂપ છું, બીજું કાંઈ રાગાદિ મારું સ્વરૂપ નથી’- એવો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચા શ્રુતજ્ઞાનને ઓળખીને તેનો પરિચય કરવો. સત્શ્રુતના પરિચયથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે કે સમ્યક્ત્વનો માર્ગ છે, આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં તે જ વખતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ-મરણ ટાળવાનો ઉપાય છે. એકલો જાણકસ્વભાવ છે. તેમાં બીજું કાંઈ કરવાનો સ્વભાવ નથી. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં આવો નિશ્ચય કરવો જોઈએ. આ સિવાય બીજું માને તેને વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. અનંત ઉપવાસ કરે તોય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન થાય ક્યાંથી? પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રનાં નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિ- શ્રુતજ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસન્મુખ કરતો તત્કાળ નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે. આત્માની પ્રતીત જેને થઈ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે કે આત્માનુભવ પછી વિકલ્પ ઊઠે તેથી સમ્યગ્દર્શન ચાલ્યું જતું નથી. કોઈ વેશમાં કે વાડામાં સમ્યગ્દર્શન નથી પણ સ્વરૂપ એ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
સમ્યગ્દર્શનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભભાવ આવે ખરા, પરંતુ આત્મહિત તો જ્ઞાનસ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. જેમ જેમ જ્ઞાનસ્વભાવની દ્રઢતા વધતી જાય તેમ તેમ શુભભાવ પણ ટળતા જાય છે. બહારના
Page 147 of 655
PDF/HTML Page 202 of 710
single page version
૧૪૬ ] [ મોક્ષશાસ્ત્ર લક્ષે જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની જ મૂર્તિ આત્મા છે તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે. સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે, ગુણ તે ગુણીથી જુદો ન હોય. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે.
આ આત્મકલ્યાણનો નાનામાં નાનો (બધાથી થઈ શકે તેવો) ઉપાય છે. બીજા બધા ઉપાયો છોડીને આ જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશમાત્ર નથી. સત્સમાગમે એક આત્માનો જ નિશ્ચય કરવો. વાસ્તવિક તત્ત્વની શ્રદ્ધા વગર અંદરના વેદનની રમઝટ નહિ જામે. પ્રથમ અંતરથી સત્નો હકાર આવ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ. ભવબંધનના અંત વગરનાં જીવન શા કામનાં? ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે ઇન્દ્રપદ મળે પરંતુ તેમાં આત્માને શું? આત્માના ભાન વગરના તો એ પુણ્ય અને એ ઇન્દ્રપદ બધાંય ધૂળધાણી જ છે, તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલાં શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવનો દ્રઢ નિશ્ચય કરતાં પ્રતીતિમાં ભવની શંકા જ રહેતી નથી, અને જેટલી જ્ઞાનની દ્રઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે.
પ્રભુ! તું કેવો છો, તારી પ્રભુતાનો મહિમા કેવો છે, એ તેં જાણ્યો નથી. તારી પ્રભુતાના ભાન વગર તું બહારમાં જેનાં તેનાં ગાણાં ગાયા કરે તો તેમાં કંઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. પરનાં ગાણાં ગાયાં પણ પોતાના ગાણાં ગાયાં નહિ; ભગવાનની પ્રતિમા સામે કહે કે’ હે નાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો,’ ત્યાં સામો પણ એવો જ પડઘો પડે કે’ હે નાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો’... અંતરમાં ઓળખાણ હોય તો એ સમજે ને’ ઓળખાણ વગર અંતરમાં સાચો પડધો (નિઃશંકતા) જાગે નહિ.
શુદ્ધાત્મસ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો-જે કહો તે આ એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે, તેને જ જુદા જુદા નામથી કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ કે સાધુપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. સમાધિમરણ, આરાધના એ વગેરે નામો પણ સ્વરૂપની સ્થિરતા જ છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન જ સર્વ ધર્મનું મૂળ છે, સમ્યગ્દર્શન જ આત્માનો ધર્મ છે.
Page 148 of 655
PDF/HTML Page 203 of 710
single page version
(૧) પ્રશ્નઃ– તિર્યંચાદિ તુચ્છ જ્ઞાની કેટલાક જીવો સાત તત્ત્વોનાં નામ પણ જાણી શકતા નથી છતાં તેમને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે, માટે તત્ત્વાર્થ-શ્રદ્ધાનપણું સમ્યક્ત્વનું લક્ષણ તમે કહ્યું તેમાં અવ્યાપ્તિ દૂષણ લાગે છે?
ઉત્તરઃ– જીવ-અજીવાદિનાં નામાદિક જાણો, ન જાણો વા અન્યથા જાણો, પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતાં સમ્યક્ત્વ થાય છે. ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તથા કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. તિર્યંચાદિ તુચ્છજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિઓ જીવાદિકનાં નામ પણ જાણતાં નથી તોપણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. જેમ કોઈ તિર્યંચ પોતાનું વા બીજાઓનું નામાદિક તો ન જાણે પરંતુ પોતાનામાં જ પોતાપણું તથા અન્યને પર માને છે, તેમ તુચ્છ જ્ઞાની જીવ-અજીવનાં નામ ન જાણે તો પણ તે જ્ઞાનાદિસ્વરૂપ આત્મા છે તેમાં સ્વપણું માને છે તથા શરીરાદિકને પર માને છે, એવું શ્રદ્ધાન તેને હોય છે અને એ જ જીવ- અજીવનું શ્રદ્ધાન છે. વળી જેમ તે જ તિર્યંચ, સુખાદિનાં નામાદિ તો ન જાણે તોપણ સુખઅવસ્થાને ઓળખી તેના અર્થે ભાવિદુઃખનાં કારણોને પિછાણી તેનો ત્યાગ કરવા ઈચ્છે છે તથા વર્તમાનમાં જે દુઃખનાં કારણો બની રહ્યાં છે તેના અભાવનો ઉપાય કરે છે; તેમ તુચ્છજ્ઞાની, મોક્ષાદિનાં નામ જાણતો નથી તો પણ સર્વથા સુખરૂપ મોક્ષઅવસ્થાને શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિબંધના કારણરૂપ રાગાદિ આસ્રવભાવ છે તેના ત્યાગરૂપ સંવરને કરવા ઈચ્છે છે, તથા જે સંસારદુઃખનાં કારણ છે તેની શુદ્ધભાવ વડે નિર્જરા કરવા ઇચ્છે છે. એ રીતે આસ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે. એ પ્રકારે તેને સાત તત્ત્વોનું શ્રદ્ધાન
Page 149 of 655
PDF/HTML Page 204 of 710
single page version
૧૪૮ ] [ મોક્ષશાસ્ત્ર હોય છે. જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગાદિક છોડી શુદ્ધભાવ કરવાની ઇચ્છા ન થાય. એ જ અહીં કહેવામાં આવે છે.
જો જીવની જાતિ ન જાણે-સ્વપરને ન ઓળખે તો તે પરમાં રાગાદિક કેમ ન કરે? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ ધરવો તે કેમ ઇચ્છે? અને રાગાદિક જ આસ્રવ છે, વળી રાગાદિકનું ફળ બૂરું છે એમ ન જાણે તો તે રાગાદિક છોડવા શા માટે ઇચ્છે? અને રાગાદિકનું ફળ તે જ બંધ છે. રાગાદિરહિત પરિણામોને ઓળખે તો તે રૂપ થવા ઇચ્છે, અને રાગાદિરહિત પરિણામનું નામ જ સંવર છે, વળી પૂર્વસંસાર અવસ્થાનું જે કારણ વિભાવભાવ છે, તેની હાનિને તે ઓળખે છે તથા તેના અર્થે શુદ્ધભાવ કરવા ઇચ્છે છે, હવે પૂર્વ સંસાર અવસ્થાનું કારણ વિભાવભાવ છે, તેની હાનિ થવી તે જ નિર્જરા છે, જો સંસારઅવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંવરનિર્જરારૂપ શા માટે પ્રવર્તે? અને સંસાર અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. એ પ્રમાણે સાતે તત્ત્વોનું શ્રદ્ધાન થતાં જ રાગાદિક છોડી શુદ્ધભાવરૂપ થવાની ઇચ્છા ઊપજે છે; જો એમાંના એક પણ તત્ત્વોનું શ્રદ્ધાન ન હોય તો એવી ઇચ્છા ન થાય. એવી ઇચ્છા એ તુચ્છજ્ઞાની તિર્યંચાદિક સમ્યગ્દ્રષ્ટિને હોય છે જ, તેથી તેને સાત તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ (ઉઘાડ) થોડો હોવાથી તેને વિશેષપણે તત્ત્વોનું જ્ઞાન હોતું નથી તોપણ મિથ્યાદર્શનના ઉપશમાદિકથી સામાન્યપણે તત્ત્વશ્રદ્ધાનની શક્તિ પ્રગટ હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ નથી.
(ર) પ્રશ્નઃ– જે કાળમાં સમ્યગ્દ્રષ્ટિ વિષય-કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્ત્વોનો વિચાર જ નથી તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યક્ત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાપ્તિદૂષણ આવે છે.
ઉત્તરઃ– વિચાર છે તે તો ઉપયોગને આધીન છે, જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય; પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે, માટે અન્ય જ્ઞેયનો વિચાર થતાં વા શયનાદિ ક્રિયા થતાં તત્ત્વોનો વિચાર નથી તોપણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી; તેથી તેને સમ્યક્ત્વનો સદ્ભાવ છે. જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ તો છે કે-‘હું મનુષ્ય છું, તિર્યંચ નથી, મને આ કારણથી રોગ થયો છે, અને હવે મારે એ કારણ મટાડી રોગને ઘટાડી નિરોગ થવું જોઈએ’ હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે; તેમ આ આત્માને એવી પ્રતીતિ તો છે કે-‘હું આત્મા છું-પુદ્ગલાદિ નથી, મને આસ્રવથી બંધ થયો છે પણ હવે મારે સંવર
Page 150 of 655
PDF/HTML Page 205 of 710
single page version
અ. ૧. પરિ. ૪ ] [ ૧૪૯ વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું.’ હવે તે જ આત્મા અન્ય વિચારાદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે.
પ્રશ્નઃ– જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાનાં કારણોમાં કેમ પ્રવર્તે છે? ઉત્તરઃ– જેમ કોઈ મનુષ્ય કોઈ કારણવશથી રોગ વધવાનાં કારણોમાં પણ પ્રવર્તે છે, વ્યાપારાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે; તોપણ તે શ્રદ્ધાનનો તેને નાશ થતો નથી; તેમ આ આત્મા પુરુષાર્થની નબળાઈને વશ થવાથી બંધ થવાનાં કારણોમાં પણ પ્રવર્તે છે, વિષયસેવનાદિ કાર્ય વા ક્રોધાદિ કાર્ય કરે છે, તોપણ તેને એ શ્રદ્ધાનનો નાશ થતો નથી. એ પ્રમાણે સાત તત્ત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનનો સદ્ભાવ છે તેથી ત્યાં અવ્યાપ્તિપણું નથી.
(૩) પ્રશ્નઃ– ઉચ્ચદશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનુભવ હોય છે ત્યાં તો સાત તત્ત્વાદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે, હવે સમ્યક્ત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાપ્તિપણું આવ્યું?
ઉત્તરઃ– નીચેની દશામાં સાત તત્ત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવી પ્રતીતિને દ્રઢ કરી તથા વિષયાદિથી ઉપયોગને છોડાવી રાગાદિક ઘટાડયા, હવે એ કાર્ય સિદ્ધ થતાં એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દ્રઢ થઈ તથા રાગાદિ પણ દૂર થયા ત્યાં હવે ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. વળી સમ્યક્ત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે. એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય પણ એમ તો નથી. તત્ત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે માટે અહીં અવ્યાપ્તિપણું નથી.
(૪) પ્રશ્નઃ– છદ્મસ્થને તો પ્રતીતિ-અપ્રતીતિ કહેવી સંભવે છે, તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી અને સિદ્ધભગવાનને તો સર્વનું જાણપણું સમાનરૂપ છે તેથી ત્યાં સાત તત્ત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી, અને તેમને સમ્યક્ત્વગુણ તો હોય છે જ. માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું?
ઉત્તરઃ– જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં નિર્ણીત કર્યુ હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમાવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. પણ પૂર્વે શ્રદ્ધાન કર્યુ હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત, પરંતુ જેવું સાત તત્ત્વોનું શ્રદ્ધાન
Page 151 of 655
PDF/HTML Page 206 of 710
single page version
૧પ૦ ] [ મોક્ષશાસ્ત્ર છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી-સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તો સમાન જ કહ્યો. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે- ‘સંવર-નિર્જરા વડે મોક્ષનો ઉપાય કરવો,’ હવે મુક્તઅવસ્થા થતાં એમ માનવા લાગ્યો કે-‘સંવરનિર્જરા વડે મને મુક્તદશા પ્રાપ્ત થઈ.’ પહેલાં જ્ઞાનની હીનતાથી જીવાદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળજ્ઞાન થતાં તેના સર્વ ભેદો જાણે છે પરંતુ મૂળભૂત જીવાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જોકે કેવળી-સિદ્ધભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે તોપણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી તેથી સમ્યક્ત્વગુણના સાત તત્ત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસારઅવસ્થાને ઇચ્છતા નથી તે આ શ્રદ્ધાનનું જ બળ જાણવું.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનને તો મોક્ષમાર્ગ કહ્યો હતો, તો મોક્ષમાં તેનો સદ્ભાવ કેવી રીતે કહો છો?
ઉત્તરઃ– કોઈ કારણો એવાં પણ હોય છે કે-કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતાં નથી. જેમકે કોઈ વૃક્ષને કોઈ એક શાખા વડે અનેક શાખાયુક્ત અવસ્થા થઈ હોય, તેના હોવા છતાં પણ તે એક શાખા નષ્ટ થતી નથી; તેમ કોઈ આત્માને સમ્યક્ત્વગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષઅવસ્થા પ્રગટ થઈ, હવે તે હોવા છતાં પણ સમ્યક્ત્વગુણ નષ્ટ થતો નથી. એ પ્રમાણે કેવળી-સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ હોય છે જ માટે ત્યાં અવ્યાપ્તિપણું નથી.
પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિને પણ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણ હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે, અને શ્રી પ્રવચનસારમાં આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. માટે સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું તેમાં અતિવ્યાપ્તિદૂષણ લાગે છે?
ઉત્તરઃ– મિથ્યાદ્રષ્ટિને જે તત્ત્વશ્રદ્ધાન કહ્યું છે તે નામનિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્ત્વશ્રદ્ધાનનો ગુણ તો નથી પણ વ્યવહારમાં જેનું નામ તત્ત્વશ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યાદ્રષ્ટિને હોય છે અથવા આગમદ્રવ્યનિક્ષેપથી હોય છે, અર્થાત્ તત્ત્વાર્થશ્રદ્ધાનનાં પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એમ જાણવું; અને અહીં જે સમ્યક્ત્વનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું, તે તો ભાવનિક્ષેપથી કહ્યું છે એટલે ગુણ સહિત સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોતું નથી. વળી આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું છે ત્યાં પણ એ જ અર્થ
Page 152 of 655
PDF/HTML Page 207 of 710
single page version
અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૧ જાણવો; કારણ કે-જેને જીવ-અજીવાદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? અવશ્ય હોય જ. એ પ્રમાણે કોઈ પણ મિથ્યાદ્રષ્ટિને સાચુ તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વથા હોતું નથી, માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દૂષણ લાગતું નથી.
વળી આ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે તે અસંભવદૂષણયુક્ત પણ નથી. કારણ કે સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે અને તેનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે.
એ પ્રમાણે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને તો હોય છે તથા કોઈ પણ મિથ્યાદ્રષ્ટિઓને હોતું નથી તેથી સમ્યગ્દર્શનનું સાચું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન જ છે.
(૧) પ્રશ્નઃ– અહીં સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ કહ્યો પણ તે બનતો નથી, કારણ કે-કોઈ ઠેકાણે પરથી ભિન્ન પોતાના શ્રદ્ધાનને પણ સમ્યક્ત્વ કહે છે. શ્રી સમયસારમાં ‘एकत्वे नियतस्य’ ઇત્યાદિ કળશ લખ્યા છે તેમાં એમ કહ્યું છે કે- ‘આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન તે જ નિયમથી સમ્યગ્દર્શન છે, તેથી નવ તત્ત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાઓ.’ વળી કોઈ ઠેકાણે એક આત્માના નિશ્ચયને જ સમ્યક્ત્વ કહે છે. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં ‘दर्शनमात्मविनिश्चितिः’ એવું પદ છે તેનો પણ એ જ અર્થ છે, માટે જીવ-અજીવનું જ વા કેવળ જીવનું જ શ્રદ્ધાન થતાં પણ સમ્યક્ત્વ હોય છે. જો સાત તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ હોત તો આ શા માટે લખત?
ઉત્તરઃ– પરથી ભિન્ન જે પોતાનું શ્રદ્ધાન હોય છે તે આસ્રવાદિકના શ્રદ્ધાનથી રહિત હોય છે કે સહિત હોય છે? જો રહિત હોય છે તો મોક્ષના શ્રદ્ધાન વિના તે ક્યા પ્રયોજન અર્થે આવો ઉપાય કરે છે? સંવર-નિર્જરાના શ્રદ્ધાન વિના રાગાદિ રહિત થઈ પોતાના સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો ઉદ્યમ તે શા માટે રાખે છે? આસ્રવબંધના શ્રદ્ધાન વિના તે પૂર્વ અવસ્થાને શા માટે છોડે છે? કારણ કે-આસ્રવાદિના શ્રદ્ધાનરહિત સ્વ-પરનું શ્રદ્ધાન કરવું સંભવતું નથી; અને જો આસ્રવાદિકના શ્રદ્ધાનસહિત છે તો ત્યાં સ્વયં સાતે તત્ત્વોના શ્રદ્ધાનનો નિયમ થયો. વળી કેવળ આત્માનો નિશ્ચય છે ત્યાં પણ પરનું પરરૂપ શ્રદ્ધાન થયા વિના આત્માનું શ્રદ્ધાન થાય નહિ માટે અજીવનું શ્રદ્ધાન થતાં જ જીવનું શ્રદ્ધાન થાય છે, અને પ્રથમ કહ્યા પ્રમાણે આસ્રવાદિનું શ્રદ્ધાન પણ ત્યાં અવશ્ય હોય છે; તેથી અહીં પણ સાતે તત્ત્વોના જ શ્રદ્ધાનનો નિયમ જાણવો.
Page 153 of 655
PDF/HTML Page 208 of 710
single page version
૧પ૨ ] [ મોક્ષશાસ્ત્ર બીજું આસ્રવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાન સાચું હોતું નથી કારણ કે-આત્મદ્રવ્ય છે તે શુદ્ધ-અશુદ્ધ પર્યાય સહિત છે તેથી જેમ તંતુના અવલોકન વિના પટનું અવલોકન ન થાય તેમ શુદ્ધ-અશુદ્ધ પર્યાય પ્રથમ ઓળખ્યા વિના આત્મદ્રવ્યનું શ્રદ્ધાન પણ ન થાય, હવે શુદ્ધ-અશુદ્ધ અવસ્થાની ઓળખાણ આસ્રવાદિની ઓળખાણથી થાય છે. આસ્રવાદિના શ્રદ્ધાન વિના સ્વ-પરનું શ્રદ્ધાન વા કેવળ આત્માનું શ્રદ્ધાન કાર્યકારી પણ નથી કારણ કે-એવું શ્રદ્ધાન કરો વા ન કરો ‘પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર જ છે.’ વળી આસ્રવાદિનું શ્રદ્ધાન હોય તો આસ્રવ-બંધનો અભાવ કરી સંવર-નિર્જરારૂપ ઉપાયથી તે મોક્ષપદને પામે, સ્વ- પરનું શ્રદ્ધાન કરાવીએ છીએ તે પણ એ જ પ્રયોજન અર્થે કરાવીએ છીએ; માટે આસ્રવાદિના શ્રદ્ધાન સહિત સ્વ-પરનું જાણવું વા સ્વનું જાણવું કાર્યકારી છે.
(૨) પ્રશ્નઃ– જો એમ છે તો શાસ્ત્રોમાં સ્વ-પરના શ્રદ્ધાનને વા કેવળ આત્માના શ્રદ્ધાનને જ સમ્યક્ત્વ કહ્યું વા કાર્યકારી કહ્યું તથા નવતત્ત્વની સંતતિ છોડી અમારે તો એક આત્મા જ પ્રાપ્ત થાઓ એમ કેમ કહ્યું છે?
ઉત્તરઃ– જેને સ્વ-પરનું વા આત્માનું સત્યશ્રદ્ધાન હોય તેને સાતે તત્ત્વોનું શ્રદ્ધાન અવશ્ય હોય જ તથા જેને સાતે તત્ત્વોનું સત્યશ્રદ્ધાન હોય તેને સ્વ-પરનું વા આત્માનું શ્રદ્ધાન અવશ્ય હોય જ, એવું પરસ્પર અવિનાભાવપણું જાણી સ્વ-પરના શ્રદ્ધાનને વા આત્મશ્રદ્ધાન હોવાને સમ્યક્ત્વ કહ્યું છે. પણ કોઈ સામાન્યપણે સ્વપરને જાણી વા આત્માને જાણી કૃતકૃત્યપણું માને એ તો તેનો ભ્રમ છે; કારણ કે એમ કહ્યું છે કે ‘निर्विशेषो हि सामान्ये भवेत्खरविषाणवत्’ એનો અર્થ-વિશેષરહિત સામાન્ય છે તે ગધેડાનાં શિંગડા સમાન છે. માટે પ્રયોજનભૂત આસ્રવાદિ વિશેષો સહિત સ્વ- પરનું વા આત્માનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે; અથવા સાતે તત્ત્વાર્થોના શ્રદ્ધાનથી જે રાગાદિક મટાડવા અર્થે પરદ્રવ્યોને ભિન્ન ચિંતવે છે વા પોતાના આત્માને ચિંતવે છે તેને પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી મુખ્યપણે ભેદવિજ્ઞાનને વા આત્મજ્ઞાનને કાર્યકારી કહ્યું છે. વળી તત્ત્વાર્થશ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી, કારણ કે-પ્રયોજન તો રાગાદિ મટાડવાનું છે, હવે આસ્રવાદિના શ્રદ્ધાન વિના એ પ્રયોજન ભાસતું નથી ત્યારે કેવળ જાણવાથી તો માનને જ વધારે પણ રાગાદિ છોડે નહિ તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? બીજું જ્યાં નવ તત્ત્વની સંતતિ છોડવાનું કહ્યું છે ત્યાં પૂર્વે નવ તત્ત્વના વિચાર વડે સમ્યગ્દર્શન થયું અને પાછળથી નિર્વિકલ્પદશા થવા અર્થે નવ તત્ત્વોનો વિકલ્પ પણ છોડવાની ઇચ્છા કરી, પણ જેને પહેલાંથી જ નવ તત્ત્વોનો વિચાર નથી તેને તે વિકલ્પો છોડવાનું શું પ્રયોજન છે? એ કરતાં તો પોતાને અન્ય અનેક વિકલ્પો થાય
Page 154 of 655
PDF/HTML Page 209 of 710
single page version
અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૩ છે તેનો જ ત્યાગ કરો. એ પ્રમાણે સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં વા નવતત્ત્વના શ્રદ્ધાનમાં સાત તત્ત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા હોય છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ છે.
(૩) પ્રશ્નઃ– ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અર્હંતદેવ, નિર્ગ્રંથગુરુ અને હિંસાદિ રહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે?
ઉત્તરઃ– અર્હતદેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદિકનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહીતમિથ્યાત્વનો અભાવ થાય છે. એ અપેક્ષાએ તેને સમ્યગ્દ્રષ્ટિ કહ્યો છે પણ સમ્યક્ત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે-દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહારધર્મના ધારક મિથ્યાદ્રષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન હોય છે. અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યક્ત્વ હોય વા ન હોય પરંતુ અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહિ; માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે, અને એટલા માટે જ તેનું નામ વ્યવહારસમ્યક્ત્વ છે. અથવા જેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તોપણ યથાવત્ સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહિ, તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ-અજીવ-આસ્રવાદિની ઓળખાણ થાય છે, એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરહંતાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.
(૪) પ્રશ્નઃ– નરકાદિકના જીવોને દેવ-કુદેવાદિનો વ્યવહાર નથી છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતાં અરહંતાદિનું શ્રદ્ધાન હોય જ, એવો નિયમ સંભવતો નથી?
ઉત્તરઃ– સાત તત્ત્વોના શ્રદ્ધાનમાં અરહંતાદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કે- તત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષતત્ત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે, હવે મોક્ષતત્ત્વ તો અરહંત-સિદ્ધનું જ લક્ષણ છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માટે છે તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ; તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ-માન્યા પણ અન્યને ન માન્યા એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. વળી મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે અને સંવર-નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે પણ અન્યને ઉત્તમ માનતો નથી એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું રાગાદિરહિત ભાવનું નામ અહિંસા છે તેને તે ઉપાદ્રય માને છે પણ અન્યને માનતો નથી એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અરહંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત
Page 155 of 655
PDF/HTML Page 210 of 710
single page version
૧પ૪ ] [ મોક્ષશાસ્ત્ર છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અરહંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે.
(પ) પ્રશ્નઃ– કોઈ જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ હોતું નથી, માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ સંભવતો નથી?
ઉત્તરઃ– તત્ત્વશ્રદ્ધાન વિના અરહંતાદિકના છેતાળીસ આદિ ગુણો તે જાણે છે ત્યાં પર્યાયાશ્રિત ગુણોને પણ તે જાણતો નથી. કારણ કે જીવ-અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન જાણતો નથી, જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે-
અર્થઃ– જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન નથી તેને અરહંતાદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્ત્વોના શ્રદ્ધાન વિના અરહંતાદિનું માહાત્મ્ય પણ યથાર્થ જાણતો નથી, માત્ર લૌકિક અતિશયાદિ વડે અરહંતનું, તપશ્ચરણાદિ વડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિ વડે ધર્મનું માહાત્મ્ય જાણે છે. પણ એ તો પરાશ્રિતભાવ છે અને અરહંતાદિકનું સ્વરૂપ તો આત્માશ્રિતભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ જાણવો. એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણ નિર્દેશ કર્યું.
(૬) પ્રશ્નઃ– સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન તથા દેવ- ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે તો જાણ્યું, પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કરવાનું શું પ્રયોજન?
ઉત્તરઃ– ચાર લક્ષણો કહ્યાં તેમાં સાચી દ્રષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે.
૧-જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે, જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે.
Page 156 of 655
PDF/HTML Page 211 of 710
single page version
અ. ૧. પરિ. ૪ ] [ ૧પપ
ર-જ્યાં સ્વ-પર ભિન્નતા શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં જે વડે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ થાય તે શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. કારણ કે જીવ-અજીવના શ્રદ્ધાનનું પ્રયોજન તો સ્વ-પરને ભિન્ન શ્રદ્ધાન કરવાં એ છે, અને આસ્રવાદિકના શ્રદ્ધાનનું પ્રયોજન રાગાદિક છોડવા એ છે એટલે સ્વ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન થતાં પરદ્રવ્યોમાં રાગાદિક ન કરવાનું શ્રદ્ધાન થાય છે. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનું પ્રયોજન સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનથી સિદ્ધ થવું જાણી એ લક્ષણ કહ્યું છે.
૩-જ્યાં આત્મશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં સ્વ-પરના ભિન્ન શ્રદ્ધાનનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાને પોતારૂપ જાણવો. પોતાને પોતારૂપ જાણતાં પરનો પણ વિકલ્પ કાર્યકારી નથી એવા મૂળભૂત પ્રયોજનની પ્રધાનતા જાણી આત્મશ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. તથા
૪-જ્યાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કરી છે, કારણ કે અરહંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે તથા કુદેવાદિકનું શ્રદ્ધાન કલ્પિત અતત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે, એ બાહ્યકારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ-ગુરુ- ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનોની મુખ્યતાપૂર્વક જુદાં જુદાં લક્ષણ કહ્યાં છે.
(૭) પ્રશ્નઃ– એ જુદાં જુદાં ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ ક્યા લક્ષણને અંગીકાર કરે?
ઉત્તરઃ– જ્યાં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય છે ત્યાં તો એ ચારે લક્ષણો એકસાથે હોય છે. તથા વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે, કાં તો સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે, કાં તો આત્મસ્વરૂપને જ સંભાળે છે અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો નાનાપ્રકારના વિચાર થાય પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું હોય છે. જેમ તત્ત્વવિચાર કરે છે તો ભેદવિજ્ઞાનાદિકના અભિપ્રાય સહિત કરે છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ પરસ્પર સાપેક્ષપણું છે. માટે સમ્યગ્દ્રષ્ટિના શ્રદ્ધાનમાં તો ચારે લક્ષણોનો અંગીકાર છે, પણ જેને વિપરીતાભિનિવેશ હોય છે તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચાં હોતાં નથી. તે જિનમતનાં જીવાદિતત્ત્વોને માને છે, અન્યનાં માનતો નથી તથા તેનાં નામ-ભેદાદિને શીખે છે, એ પ્રમાણે તેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય છે પરંતુ તેના યથાર્થભાવનું શ્રદ્ધાન થતું નથી. વળી એ સ્વ-પરના ભિન્નપણાની વાતો કરે છે તથા વસ્ત્રાદિમાં પરબુદ્ધિ ચિંતવન કરે છે, પરંતુ જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તથા
Page 157 of 655
PDF/HTML Page 212 of 710
single page version
૧પ૬ ] [ મોક્ષશાસ્ત્ર વસ્ત્રાદિમાં પરબુદ્ધિ છે, તેવી આત્મામાં અહંબુદ્ધિ અને શરીરમાં પરબુદ્ધિ તેને થતી નથી. તે આત્માને જિનવચનાનુસાર ચિંતવે છે પરંતુ પ્રતીતિપણે આપને આપરૂપ શ્રદ્ધાન કરતો નથી; તથા અરહંતાદિ વિના અન્ય કુદેવાદિકને તે માનતો નથી; પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતો નથી. એ પ્રમાણે એ લક્ષણાભાસો મિથ્યાદ્રષ્ટિને હોય છે; તેમાં કોઈ હોય, કોઈ ન હોય; પરંતુ તેને અહીં ભિન્નપણું પણ સંભવતું નથી. બીજું એ લક્ષણાભાસોમાં એટલું વિશેષ છે કે-પહેલાં તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્ત્વોનો વિચાર થાય, પછી સ્વ-પરનું ચિંતવન કરે અને પછી કેવળ આત્માને ચિંતવે, એ અનુક્રમથી જો સાધન કરે તો પરંપરા સાચા મોક્ષમાર્ગને પામી જીવ સિદ્ધપદને પણ પામે, તથા એ અનુક્રમનું ઉલ્લંઘન કરે તેને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે જે જીવ પોતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી અંગીકાર કરવાં.
પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરહંતદેવાદિનું શ્રદ્ધાન કરવું, કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહીતમિથ્યાત્વનો તો અભાવ થાય છે, કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અરહંતદેવાદિકનું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણ કે-એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે-એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કોઈ વેળા સ્વ- પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી સત્યસમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(૮) પ્રશ્નઃ– સમ્યક્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારનાં કહ્યાં છે, તેમાં અહીં તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ?
ઉત્તરઃ– તુચ્છબુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઊપજે છે તથા આ તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઉપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કર્યુ છે. એ જ અહીં દર્શાવવામાં આવે છે-
Page 158 of 655
PDF/HTML Page 213 of 710
single page version
અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૭
દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે છે કે અરહંતદેવાદિકને જ માનવા તથા અન્યને ન માનવા એટલું જ સમ્યક્ત્વ છે, પણ ત્યાં જીવ-અજીવના બંધ-મોક્ષના કારણ-કાર્યનું સ્વરૂપ ભાસે નહિ અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ, વા જીવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને, વા એક કુદેવાદિ પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે, એવો ભ્રમ ઊપજે. વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક સ્વ-પરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે. પણ ત્યાં આસ્રવાદિકનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા આસ્રવાદિકનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વછંદી થાય પણ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે, તથા આત્મશ્રદ્ધાનલક્ષણમાં તુચ્છબુદ્ધિવાનને એમ ભાસે કે-એક આત્માનો જ વિચાર કાર્યકારી છે અને તેનાથી જ સમ્યક્ત્વ થાય છે, પણ ત્યાં જીવ-અજીવાદિના વિશેષો વા આસ્રવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી, વા જીવાદિના વિશેષોનું અને આસ્રવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની સ્વચ્છંદી બની રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઊપજે. એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યાં નહિ, અને તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણમાં જીવ-અજીવાદિ વા આસ્રવાદિનું શ્રદ્ધાન થયું ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય. વળી એ શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થવા છતાં પણ પોતે સંતુષ્ટ થતો નથી પરંતુ આસ્રવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઊપજતો નથી માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણમાં દેવાદિકનું શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, વા આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તુચ્છબુદ્ધિવાનને પણ ભાસે છે પણ અન્ય લક્ષણોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છબુદ્ધિવાનને ભાસતું નથી; માટે તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણને મુખ્ય કર્યું છે. અથવા મિથ્યાદ્રષ્ટિને એ આભાસમાત્ર હોય છે; ત્યાં તત્ત્વાર્થોનો વિચાર તો વિપરીતાભિનિવેશ દૂર કરવામાં શીઘ્ર કારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીઘ્ર કારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશમાં પણ કારણ થઈ જાય છે તેથી અહીં સર્વપ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન જ સમ્ય્ત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તે જ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
Page 159 of 655
PDF/HTML Page 214 of 710
single page version
(૧) ષટ્ખંડાગમ-ધવલાટીકા પુસ્તક ૧૩ સૂત્ર ૮૧-૮૨ દ્વારા આચાર્યદેવે કહ્યું છે કેઃ-
“તે કેવળજ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને અસપત્ન છે. (૮૧) અખંડ હોવાથી તે સકળ છે.”
શંકાઃ– એ અખંડ કેવી રીતે છે? સમાધાનઃ– સમસ્ત બાહ્ય પદાર્થમાં પ્રવૃત્તિ ન થવાથી જ્ઞાનમાં ખંડપણું આવે છે, તે આ જ્ઞાનમાં સંભવ નથી; કેમકે આ જ્ઞાનનો વિષય ત્રિકાળગોચર સંપૂર્ણ બાહ્ય પદાર્થો છે.
અથવા દ્રવ્ય, ગુણ અને પર્યાયોના ભેદનું જ્ઞાન અન્યથા ન બની શકવાથી જેમનું અસ્તિત્વ નિશ્ચિત છે એવા જ્ઞાનના અવયવોનું નામ કળા છે; આ કળાઓ સાથે તે અવસ્થિત રહે છે તેથી સકળ છે. ‘સમ’નો અર્થ સમ્યક્ છે, સમ્યક્ એટલે પરસ્પર પરિહાર લક્ષણવાળો વિરોધ હોવા છતાં પણ સહાનઅવસ્થાન લક્ષણવાળો વિરોધ ન હોવાથી કારણ કે તે અનંતદર્શન, અનંતવીર્ય, વિરતિ અને ક્ષાયિકસમ્યક્ત્વ આદિ અનંત ગુણોથી પૂર્ણ છે; તેથી તેને સંપૂર્ણ કહેવામાં આવે છે. તે સકળ ગુણોનું નિધાન છે. એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. સપત્નનો અર્થ શત્રુ છે. કેવળજ્ઞાનના શત્રુ કર્મ છે. તે એને રહ્યાં નથી તેથી કેવળજ્ઞાન અસપત્ન છે. તેણે પોતાના પ્રતિપક્ષી ઘાતીચતુષ્કનો મૂળમાંથી નાશ કરી નાખ્યો છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. આ કેવળજ્ઞાન સ્વયં જ ઉત્પન્ન થાય છે, એ વાતનું જ્ઞાન કરાવવા માટે અને તેના વિષયનું કથન કરવા માટે આગળનું સૂત્ર કહે છે-
સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનથી યુક્ત ભગવાન દેવલોક અને અસુરલોક સહિત મનુષ્યલોકની આગતિ, ગતિ, ચયન, ઉપપાદ, બંધ, મોક્ષ, ઋદ્ધિ, સ્થિતિ, યુતિ, અનુભાગ, તર્ક, કળ, મન, માનસિક, ભુક્ત, કૃત, પ્રતિસેવિત, આદિકર્મ, અરહઃકર્મ,
Page 160 of 655
PDF/HTML Page 215 of 710
single page version
૧૬૦ ] [ મોક્ષશાસ્ત્ર સર્વલોક, સર્વ જીવો અને સર્વ ભાવોને સમ્યક્ પ્રકારે યુગપદ્ જાણે છે, દેખે છે અને વિહાર કરે છે. ૮૨.
જ્ઞાન ધર્મના માહાત્મ્યનું નામ ભગ છે; તે જેમને હોય છે તે ભગવાન કહેવાય છે. ઉત્પન્ન થયેલ જ્ઞાન દ્વારા દેખવાનો જેમનો સ્વભાવ છે તેને ઉત્પન્નજ્ઞાનદર્શી કહે છે. સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન-દર્શન સ્વભાવવાળા ભગવાન સર્વ લોકને જાણે છે.
શંકાઃ– જ્ઞાનની ઉત્પત્તિ સ્વયં કેવી રીતે થઈ શકે છે? સમાધાનઃ– નહિ, કારણ કે કાર્ય અને કારણનું એકાધિકરણ હોવાથી એમાં કોઈ ભેદ નથી.
સૌધર્માદિક દેવ, અને ભવનવાસી અસુર કહેવાય છે. અહીં દેવાસુર વચન દેશામર્શક છે તેથી તેનાથી જ્યોતિષી, વ્યંતર અને તિર્યંચોનું પણ ગ્રહણ કરવું જોઈએ. દેવલોક અને અસુરલોક સાથે મનુષ્યલોકની આગતિને જાણે છે. અન્ય ગતિમાંથી આવવું તે આગતિ છે. ઈચ્છિત ગતિમાંથી અન્ય ગતિમાં જવું તે ગતિ છે. સૌધર્માદિક દેવોને પોતાની સંપત્તિનો વિરહ થવો તે ચયન છે. વિવક્ષિત ગતિમાંથી અન્ય ગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. જીવોના વિગ્રહ સહિત અને વિગ્રહ વિના આગમન, ગમન, ચયન અને ઉપપાદને જાણે છે.
પુદ્ગલોના આગમન, ગમન, ચયન અને ઉપપાદ સંબંધી
તથા પુદ્ગલોના આગમન, ગમન, ચયન અને ઉપપાદને જાણે છે; પુદ્ગલોમાં વિવક્ષિત પર્યાયનો નાશ થવો તે ચયન છે. અન્ય પર્યાયરૂપ પરિણમવું તે ઉપપાદ છે.
ધર્મ, અધર્મ, કાળ અને આકાશના ચયન અને ઉપપાદ
ધર્મ, અધર્મ, કાળ અને આકાશના ચયન અને ઉપપાદને જાણે છે, કેમકે એમનું ગમન અને આગમન થતું નથી. જેમાં જીવાદિ પદાર્થો દેખવામાં આવે છે અર્થાત્ ઉપલબ્ધ થાય છે તેનું નામ લોક છે. અહીં ‘લોક’ શબ્દ વડે આકાશ લેવામાં આવ્યું છે. તેથી આધેયમાં આધારનો ઉપચાર કરવાથી ધર્માદિક પણ લોક સિદ્ધ થાય છે.
બંધાવાનું નામ બંધ છે. અથવા જેના દ્વારા કે જેમાં બંધાય છે તેનું નામ બંધ છે. તે બંધ ત્રણ પ્રકારનો છે-જીવબંધ, પુદ્ગલબંધ અને જીવ-પુદ્ગલબંધ. એક શરીરમાં
Page 161 of 655
PDF/HTML Page 216 of 710
single page version
અ. ૧. પરિ. પ ] [ ૧૬૧
ત્રણ વગેરે પુદ્ગલોનો જે સમવાય સંબંધ થાય છે તે પુદ્ગલબંધ કહેવાય છે. તથા ઔદારિક વર્ગણાઓ, વૈક્રિયિક વર્ગણાઓ, આહારક વર્ગણાઓ, તૈજસ વર્ગણાઓ અને કાર્માણ વર્ગણાઓ એનો અને જીવોનો જે બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. જે કર્મના કારણે અનંતાનંત જીવ એક શરીરમાં રહે છે તે કર્મનું નામ જીવબંધ છે. જે સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણોને લીધે પુદ્ગલોનો બંધ થાય છે તેનું નામ પુદ્ગલ બંધ છે. જે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિના નિમિત્તે જીવ અને પુદ્ગલોનો બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. આ બંધને પણ તે ભગવાન જાણે છે.
છૂટવાનું નામ મોક્ષ છે, અથવા જેના દ્વારા કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ ત્રણ પ્રકારનો છે-જીવમોક્ષ, પુદ્ગલમોક્ષ અને જીવ-પુદ્ગલમોક્ષ.
એ જ પ્રમાણે મોક્ષના કારણો પણ ત્રણ પ્રકારના કહેવા જોઈએ. બંધ, બંધનું કારણ, બંધ પ્રદેશ, બદ્ધ અને બધ્યમાન જીવ અને પુદ્ગલ; તથા મોક્ષ, મોક્ષનું કારણ, મોક્ષપ્રદેશ, મુક્ત અને મુચ્યમાન જીવ અને પુદ્ગલ; આ સર્વ ત્રિકાળવિષયક પદાર્થોને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
ભોગ અને ઉપભોગરૂપ ઘોડા, હાથી, મણિ અને રત્ન, રૂપ, સંપદા, તથા તે સંપદાની પ્રાપ્તિના કારણનું નામ ઋદ્ધિ છે. ત્રણ લોકમાં રહેનારી સર્વ સંપદાઓ તથા દેવ, અસુર અને મનુષ્યભવની સંપ્રાપ્તિના કારણોને પણ જાણે છે; એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. છ દ્રવ્યોનું વિવક્ષિત ભાવે અવસ્થાન અને અવસ્થાનના કારણનું નામ સ્થિતિ છે. દ્રવ્યસ્થિતિ, કર્મસ્થિતિ, કાયસ્થિતિ ભવસ્થિતિ, અને ભાવસ્થિતિ આદિ સ્થિતિને સકારણ જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસહિત જીવાદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. શંકાઃ– યુતિ અને બંધમાં શું તફાવત છે? સમાધાનઃ– એકીભાવનું નામ બંધ છે અને સમીપતા અથવા સંયોગનું નામ યુતિ છે.
Page 162 of 655
PDF/HTML Page 217 of 710
single page version
૧૬૨ ] [ મોક્ષશાસ્ત્ર
અહીં દ્રવ્યયુતિ ત્રણ પ્રકારની છે-જીવયુતિ, પુદ્ગલયુતિ અને જીવ-પુદ્ગલયુતિ. એમાંથી એક કુળ, ગામ, નગર, બિલ (-દર), ગુફા કે જંગલમાં જીવોનું મળવું તે જીવયુતિ છે. પવનને લીધે હાલતાં પાંદડાંઓની જેમ એક સ્થાનમાં પુદ્ગલોનું મળવું તે પુદ્ગલયુતિ છે. જીવ અને પુદ્ગલોનું મળવું તે જીવ-પુદ્ગલયુતિ છે. અથવા જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ એમના એક વગેરેના સંયોગ દ્વારા દ્રવ્યયુતિ ઉત્પન્ન કરાવવી જોઈએ. જીવાદિ દ્રવ્યોનું નારકાદિ ક્ષેત્રો સાથે મળવું તે ક્ષેત્રયુતિ છે. તે જ દ્રવ્યોનો દિવસ, મહિના, વર્ષ આદિ કાળ સાથેનો જે મિલાપ તે કાળયુતિ છે. ક્રોધ, માન, માયા અને લોભાદિક સાથે તેમનો મિલાપ થવો તે ભાવયુતિ છે. ત્રિકાળવિષયક આ સર્વ યુતિઓના ભેદોને તે ભગવાન જાણે છે.
છ દ્રવ્યોની શક્તિનું નામ અનુભાગ છે. તે અનુભાગ છ પ્રકારનો છે- જીવાનુભાગ, પુદ્ગલાનુભાગ, ધર્માસ્તિકાયાનુભાગ, અધર્માસ્તિકાયાનુભાગ, આકાશાસ્તિકાયાનુભાગ અને કાળદ્રવ્યાનુભાગ. એમાંથી સર્વ દ્રવ્યોનું જાણવું તે જીવાનુભાગ છે. જ્વર, કુષ્ઠ અને ક્ષયાદિનો વિનાશ કરવો અને તેમને ઉત્પન્ન કરવા તેનું નામ પુદ્ગલાનુભાગ છે. યોનિ પ્રાભૃતમાં કહેલા મંત્ર-તંત્રરૂપ શક્તિઓનું નામ પુદ્ગલાનુભાગ છે, એમ અહીં ગ્રહણ કરવું જોઈએ. જીવ અને પુદ્ગલોના ગમન અને આગમનમાં હેતુ થવું તે ધર્માસ્તિકાયાનુભાગ છે. તેમના જ અવસ્થાનમાં હેતુ થવું તે અધર્માસ્તિકાયાનુભાગ છે. જીવાદિ દ્રવ્યોનો આધાર થવું તે આકાશાસ્તિકાયાનુભાગ છે. અન્ય દ્રવ્યોના ક્રમ અને યુગપદ્ પરિણામમાં હેતુ થવું તે કાળદ્રવ્યાનુભાગ છે. એ જ રીતે દ્વિસંયોગાદિ રૂપે અનુભાગનું કથન કરવું જોઈએ. જેમકે-માટીનો પિંડ, દંડ, ચક્ર, ચીવર, જળ અને કુંભાર આદિનો ઘટોત્પાદનરૂપ અનુભાગ. એ અનુભાગને પણ જાણે છે.
તર્ક, હેતુ અને જ્ઞાપક, એ એકાર્થવાચી શબ્દો છે. એને પણ જાણે છે. ચિત્રકર્મ અને પત્રછેદન આદિનું નામ કળા છે. કળાને પણ તેઓ જાણે છે. મનોવર્ગણાથી બનેલ હૃદય-કમળનું નામ મન છે, અથવા મનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને મન કહે છે. મન વડે ચિંતિત પદાર્થોનું નામ માનસિક છે. તેમને પણ જાણે છે.
Page 163 of 655
PDF/HTML Page 218 of 710
single page version
અ. ૧. પરિ. પ ] [ ૧૬૩ છે. જે કાંઈ ત્રણે કાળે અન્ય દ્વારા નિષ્પન્ન થાય છે તેનું નામ કૃત છે. પાંચે ઇન્દ્રિયો દ્વારા ત્રણે કાળમાં જે સેવવામાં આવે છે તેનું નામ પ્રતિસેવિત છે. આદ્યકર્મનું નામ આદિકર્મ છે. અર્થપર્યાય અને વ્યંજનપર્યાયરૂપે સર્વ દ્રવ્યોના આદિને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
રહસ્ શબ્દનો અર્થ અંર્ત અને અરહસ્ શબ્દનો અર્થ અનંતર છે. અરહસ્ એવું જે કર્મ તે અરહઃકર્મ કહેવાય છે. તેમને જાણે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયરૂપે સર્વ દ્રવ્યોના અનાદિપણાને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. આખાય લોકમાં સર્વ જીવો અને સર્વ ભાવોને જાણે છે.
શંકાઃ– અહીં ‘સર્વ જીવ’ પદ ગ્રહણ ન કરવું જોઈએ, કેમકે બદ્ધ અને મુક્ત પદથી તેના અર્થનું જ્ઞાન થઈ જાય છે.
સમાધાનઃ– ના, કેમકે એક સંખ્યા વિશિષ્ટ બદ્ધ અને મુક્તનું ગ્રહણ ત્યાં ન થાય તેથી તેનો પ્રતિષેધ કરવા માટે ‘સર્વ જીવ’ પદને નિર્દેશ કર્યો છે.
જીવ બે પ્રકારના છે–સંસારી અને મુક્ત. એમાં મુક્ત જીવ અનંત પ્રકારના છે, કેમકે સિદ્ધલોકના આદિ અને અંત પ્રાપ્ત થતા નથી.
શંકાઃ– સિદ્ધ લોકના આદિ અને અંતનો અભાવ કેવી રીતે છે? સમાધાનઃ– કેમકે તેમનો પ્રવાહ સ્વરૂપે ધારાવાહી છે તથા ‘સર્વ સિદ્ધ જીવ સિદ્ધિની અપેક્ષાએ સાદિ છે અને સંતાનની અપેક્ષાએ અનાદિ છે’ એવું સૂત્ર વચન પણ છે.
સંસારી જીવ બે પ્રકારનાં છે-ત્રસ અને સ્થાવર. ત્રસ જીવ ચાર પ્રકારના છે- દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવ બે પ્રકારના છે-સંજ્ઞી અને અસંજ્ઞી. આ બધા જીવો ત્રસપર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. અપર્યાપ્ત જીવ લબ્ધ્યપર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. સ્થાવર જીવ પાંચ પ્રકારના છે-પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક. આ પાંચેય સ્થાવરકાયિક જીવોમાં પ્રત્યેક બે પ્રકારના છે-બાદર અને સૂક્ષ્મ. એમાં બાદર વનસ્પતિકાયિક જીવ બે પ્રકારના છે-પ્રત્યેક શરીર અને સાધારણ શરીર. અહીં પ્રત્યેક શરીર જીવ બે પ્રકારનાં છે-બાદર નિગોદ પ્રતિષ્ઠિત અને બાદર નિગોદ અપ્રતિષ્ઠિત. આ બધા સ્થાવરકાયિક જીવ પણ પ્રત્યેક બે પ્રકારના છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. અપર્યાપ્ત બે પ્રકારના છે-લબ્ધ્યપર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્ત. એમાંથી વનસ્પતિકાયિક અનંત પ્રકારના અને
Page 164 of 655
PDF/HTML Page 219 of 710
single page version
૧૬૪ ] [ મોક્ષશાસ્ત્ર શેષ અસંખ્યાત પ્રકારનાં છે. કેવળી ભગવાન સમસ્ત લોકમાં સ્થિત આ સર્વ જીવોને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષના ભેદથી પદાર્થ નવ પ્રકારના છે. તેમાંથી જીવોનું કથન કરી દીધું છે. અજીવ બે પ્રકારનાં છે- મૂર્ત અને અમૂર્ત. તેમાંથી મૂર્ત પુદ્ગલ ઓગણીસ પ્રકારનાં છે. જેમ કે, એકપ્રદેશી વર્ગણા, સંખ્યાતપ્રદેશી વર્ગણા, અસંખ્યાત પ્રદેશી વર્ગણા, અનંત પ્રદેશી વર્ગણા, આહાર વર્ગણા, અગ્રહણ વર્ગણા, તૈજસ શરીર વર્ગણા, અગ્રહણ વર્ગણા, ભાષા વર્ગણા, અગ્રહણ વર્ગણા, મનો વર્ગણા, અગ્રહણ વર્ગણા, કાર્મણશરીર વર્ગણા, સ્કન્ધવર્ગણા, સાન્તર નિરન્તર વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, પ્રત્યેક શરીર વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, બાદરનિગોદ વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, સૂક્ષ્મ નિગોદ વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા અને મહાસ્કન્ધ વર્ગણા. આ તેવીસ વર્ગણાઓમાંથી ચાર ધ્રુવશૂન્ય વર્ગણાઓ કાઢી નાખતાં ઓગણીસ પ્રકારના પુદ્ગલ હોય છે અને તે પ્રત્યેક અનંત ભેદો સહિત છે. અમૂર્ત ચાર પ્રકારના છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ. કાળ ઘનલોક પ્રમાણ છે બાકીના એક એક છે. આકાશ અનંત પ્રદેશી છે, કાળ અપ્રદેશી છે અને બાકીના અસંખ્યાત પ્રદેશી છે.
સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાને કેવળી જાણે છે
શુભ પ્રકૃતિઓનું નામ પુણ્ય છે અને અશુભ પ્રકૃતિઓનું નામ પાપ છે. અહીં ઘાતીચતુષ્ક પાપરૂપ છે. અઘાતિચતુષ્ક મિશ્રરૂપ છે, કેમકે એમાં શુભ અને અશુભ બન્ને પ્રકૃતિઓ સંભવે છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ આસ્રવ છે. એમાંથી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. અસંયમ બેતાળીસ પ્રકારનો છે. કહ્યું પણ છે- પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર, મન અને ચૌદ પ્રકારના જીવ; એમની અપેક્ષાએ અવિરમણ અર્થાત્ ઇન્દ્રિય અને પ્રાણીરૂપ અસંયમ બેંતાળીસ પ્રકારનો છે. ૩૩.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ; હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદના ભેદથી કષાય પચીસ પ્રકારનો છે. યોગ પંદર પ્રકારનો છે. આસ્રવના પ્રતિપક્ષનું નામ સંવર છે. અગ્યાર ભેદરૂપ ગુણશ્રેણિ દ્વારા કર્મોનું ગળવું તે
Page 165 of 655
PDF/HTML Page 220 of 710
single page version
અ. ૧. પરિ. પ ] [ ૧૬પ નિર્જરા છે. જીવો અને કર્મ-પુદ્ગલોના સમવાયનું નામ બંધ છે. જીવ અને કર્મનું સંપૂર્ણ વિશ્લેષ થવો તે મોક્ષ છે. આ બધા ભાવોને કેવળી જાણે છે.
સમં અર્થાત્ અક્રમે (યુગપદ). અહીં જે ‘સમં’ પદનું ગ્રહણ કર્યું છે તે કેવળજ્ઞાન અતીન્દ્રિય છે અને વ્યવધાન આદિથી રહિત છે એ વાત સૂચિત કરે છે; કેમકે નહિ તો સર્વ પદાર્થોનું યુગપદ ગ્રહણ કરવાનું બની શકે નહિ; સંશય, વિપર્યય અને અનધ્યવસાયનો અભાવ હોવાથી અથવા ત્રિકાળગોચર સર્વ દ્રવ્યો અને તેમની પર્યાયોનું ગ્રહણ હોવાથી કેવળી ભગવાન સમ્યક્ પ્રકારે જાણે છે. કેવળી દ્વારા સર્વ બાહ્યપદાર્થોનું ગ્રહણ થવા છતાં પણ તેમનું સર્વજ્ઞ હોવું સંભવ નથી, કેમકે તેમને સ્વરૂપ પરિચ્છિતિ અર્થાત્ સ્વસંવેદનનો અભાવ છે એવી આશંકા થતા સૂત્રમાં ‘पश्यति’ દેખે છે કહ્યું છે અર્થાત્ તેઓ ત્રિકાળગોચર અનંત પર્યાયો સહિત આત્માને પણ દેખે છે.
કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી સર્વ કર્મોનો ક્ષય થઈ જવાથી શરીરરહિત થયેલ કેવળી ઉપદેશ આપી શકતા નથી, તેથી તીર્થનો અભાવ પ્રાપ્ત થાય છે; એમ કહેવાથી સૂત્રમાં ‘विहरदि’ કહ્યું છે અર્થાત્ ચાર અઘાતિ કર્મોની સત્તા રહેવાથી તેઓ કાંઈક કમ એક કરોડ પૂર્વ સુધી વિહાર કરે છે. આવું કેવળજ્ઞાન હોય છે. ૮૩.
સમાધાનઃ– અહીં કેવળજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનીનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આવા કેવળી હોય છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
(ર) શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રવચનસાર ગાથા ૩૭ માં કહ્યું છે-
तक्कालिगेव सव्वे सदसब्भूदा हि पज्जयां तासिं । वट्टते ते णाणे विसेसदो दव्वजादीणं।। ३७।।
અર્થઃ– “તે (જીવાદિ) દ્રવ્ય જાતિઓની સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો તાત્કાળિક (વર્તમાન) પર્યાયોની જેમ વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.”
આ શ્લોકની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે- ટીકાઃ– “(જીવાદિ) સમસ્ત દ્રવ્ય જાતિઓની પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની મર્યાદા જેટલી હોવાથી (તેઓ ત્રણે કાળે ઉત્પન્ન થયા કરે છે તેથી) તેમની (-તે સમસ્ત દ્રવ્ય જાતિઓની) ક્રમપૂર્વક તપતી સ્વરૂપસંપદાવાળી, (એક પછી બીજી પ્રગટ થનાર), વિદ્યમાનતા અને અવિદ્યમાનતાને પ્રાપ્ત જે