Page 126 of 655
PDF/HTML Page 181 of 710
single page version
સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધાગુણનો નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટે છે; સમ્યગ્દર્શનને કોઈ વિકલ્પનું અવલંબન નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. આ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ સુખનું કારણ છે. ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, બંધરહિત છું’-આવો વિકલ્પ કરવો તે પણ શુભરાગ છે. તે શુભરાગનું અવલંબન પણ સમ્યગ્દર્શનને નથી; તે શુભ વિકલ્પને. અતિક્રમતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પોતે રાગ અને વિકલ્પ રહિત નિર્મળ ગુણ છે, તેને કોઈ વિકારનું અવલંબન નથી પણ આખા આત્માનું અવલંબન છે- આખા આત્માને તે સ્વીકારે છે.
એક વાર વિકલ્પ રહિત થઈને અખંડ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લીધો ત્યાં સમ્યગ્ભાન થયું. અખંડ સ્વભાવનું લક્ષ એ જ સ્વરૂપની શુદ્ધિ માટે કાર્યકારી છે. અખંડ સત્ય સ્વરૂપને જાણ્યા વિના-શ્રદ્ધા કર્યા વિના, ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, અબદ્ધસ્પૃષ્ટ છું’-એ વગેરે વિકલ્પો પણ આત્માની શુદ્ધિ માટે કાર્યકારી નથી. એકવાર અખંડ જ્ઞાયકસ્વભાવનું લક્ષ કર્યું પછી જે વૃત્તિ ઊઠે તે વૃત્તિઓ અસ્થિરતાનું કાર્ય કરે પરંતુ તે સ્વરૂપને રોકવા સમર્થ નથી, કેમકે શ્રદ્ધામાં તો વૃત્તિ-વિકલ્પરહિત સ્વરૂપ છે; તેથી વૃત્તિ ઊઠે તે શ્રદ્ધાને ફેરવી શકે નહિ... જો વિકલ્પમાં જ અટકી જાય તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વિકલ્પ રહિત થઈને અભેદનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન છે; આ બાબતમાં કહ્યું છે કેઃ-
पक्खातिक्कंतो पुण भण्णदि जो सो समयसारो।। १४२।।
Page 127 of 655
PDF/HTML Page 182 of 710
single page version
૧૨૬ ] [ મોક્ષશાસ્ત્ર
‘આત્મા કર્મથી બંધાયેલો છે કે આત્મા કર્મથી બંધાએલો નથી’ એવા બે પ્રકારના ભેદના વિચારમાં રોકાવું તે તો નયનો પક્ષ છે; ‘હું આત્મા છું, પરથી જુદો છું’ એવો વિકલ્પ તે પણ રાગ છે, એ રાગની વૃત્તિને-નયના પક્ષને ઓળંગે તો સમ્યગ્દર્શન પ્રગટે. “હું બંધાયેલો છું અથવા હું બંધ રહિત મુક્ત છું.” એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે અને તે જ શુદ્ધાત્મા છે.
‘હું અબંધ છું, બંધ મારું સ્વરૂપ નથી’ એવા ભંગની વિચારશ્રેણીના કાર્યમાં અટકવું તો અજ્ઞાન છે, અને તે ભંગના વિચારને ઓળંગીને અભંગ સ્વરૂપને સ્પર્શી લેવું (અનુભવી લેવું) તે જ પહેલો આત્મધર્મ એટલે કે સમ્યગ્દર્શન છે. ‘હું પરાશ્રય રહિત, અબંધ, શુદ્ધ છું.’ એવા નિશ્ચયનયના પડખાંનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગમાં રોકાય (રાગને જ સમ્યગ્દર્શન માની લ્યે પણ રાગરહિત સ્વરૂપને ન અનુભવે) તો તે મિથ્યાદ્રષ્ટિ છે.
ભેદના વિકલ્પ આવે ખરા છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી
અનાદિથી આત્મસ્વરૂપનો અનુભવ નથી, પરિચય નથી; તેથી આત્માનો અનુભવ કરવા જતાં પહેલાં તે સંબંધી વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. અનાદિથી આત્માના સ્વરૂપનો અનુભવ નથી તેથી વૃત્તિઓનું ઉત્થાન થાય છે કે- ‘હું આત્મા કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું, આમ બે નયોના બે વિકલ્પ ઊઠે છે; પરંતુ- કર્મના સંબંધવાળો કે કર્મના સંબંધ વગરનો એટલે કે બદ્ધ છું કે અબદ્ધ છું.’ એવા બે પ્રકારના ભેદનો પણ એક સ્વરૂપમાં ક્યાં અવકાશ છે? સ્વરૂપ તો નયપક્ષની અપેક્ષાઓથી પાર છે. એક પ્રકારના સ્વરૂપમાં બે પ્રકારની અપેક્ષાઓ નથી. હું શુભાશુભભાવ રહિત છું એવા વિચારમાં અટકવું તે પણ પક્ષ છે. તેનાથી પણ પેલેપાર સ્વરૂપ છે. સ્વરૂપ તો પક્ષાતિક્રાંત છે, એ જ સમ્યગ્દર્શનનો વિષય છે એટલે કે તેના જ લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે સિવાય બીજો સમ્યગ્દર્શનનો ઉપાય નથી.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું? દેહની કોઈ ક્રિયાથી તો સમ્યગ્દર્શન નથી, જડ કર્મોથી નથી, અશુભ રાગ કે શુભરાગ થાય તેના લક્ષે પણ સમ્યગ્દર્શન નથી અને હું પુણ્યપાપના પરિણામોથી રહિત જ્ઞાયકસ્વરૂપ છું’ એવો જે વિચાર તે પણ સ્વરૂપનો અનુભવ કરાવવા સમર્થ નથી. ‘હું જ્ઞાયક છું’ એવા વિચારમાં અટક્યો તે ભેદના વિચારમાં અટક્યો છે, પરંતુ સ્વરૂપ તો જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ભેદના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી.
Page 128 of 655
PDF/HTML Page 183 of 710
single page version
અ. ૧. પરિ. ૨ ] [ ૧૨૭ અપેક્ષા વિનાનો એકરૂપ છે. કર્મના સંબંધવાળો છું કે કર્મના સંબંધ વગરનો છું એવી અપેક્ષાઓથી તે સ્વભાવનું લક્ષ થતું નથી; જોકે આત્મસ્વભાવ તો અબંધ જ છે પરંતુ ‘હું અબંધ છું’ એવા વિકલ્પને પણ છોડીને નિર્વિકલ્પ જ્ઞાતાદ્રષ્ટા નિરપેક્ષ સ્વભાવનું લક્ષ કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટે છે.
આત્માની પ્રભુતાનો મહિમા અંદર પરિપૂર્ણ છે, અનાદિથી તેની સમ્યક્ પ્રતીતિ વગર તેનો અનુભવ નથી, અનાદિથી પરલક્ષ કર્યું છે પણ સ્વભાવનું લક્ષ કર્યું નથી. શરીરાદિમાં તો આત્માનું સુખ નથી, શુભરાગમાં પણ સુખ નથી, અને ‘શુભરાગ રહિત મારું સ્વરૂપ છે’ એવા ભેદના વિચારમાં પણ આત્માનું સુખ નથી. માટે તે ભેદના વિચારમાં અટકવું તે પણ અજ્ઞાનીનું કાર્ય છે. માટે તે નય-પક્ષના ભેદનું લક્ષ મૂકી દઈને અભેદ જ્ઞાતાસ્વભાવનું લક્ષ કરવું તે જ સમ્યગ્દર્શન છે અને તેમાં જ સુખ છે. અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતાસ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો-તે આ જ છે.
વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ.
અખંડાનંદ અભેદ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. કોઈ મહેલમાં જવા માટે મોટર ગમે તેવી દોડાવે, પણ તે મહેલના બારણાં સુધી આવી શકે. મોટર સહિત મહેલમાં પેસી શકાય નહિ. ગમે ત્યાંસુધી આગળ લઈ જાય પણ છેવટે તો મોટરમાંથી ઊતરીને જાતે અંદર જવું પડે; તેવી રીતે નયપક્ષના વિકલ્પોરૂપી મોટર ગમે તેટલી દોડાવે. ‘હું જ્ઞાયક છું, અભેદ છું, શુદ્ધ છું’-એવા વિકલ્પ કરે તોપણ તે વિકલ્પ સ્વરૂપના આંગણાં સુધી લઈ જવાય. પરંતુ સ્વરૂપના અનુભવ વખતે તો તે બધા વિકલ્પ છોડી જ દેવા પડે. વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. નયપક્ષોનું જ્ઞાન તે સ્વરૂપના આંગણે આવવા માટે જરૂરનું છે. “હું સ્વાધીન જ્ઞાનસ્વરૂપી આત્મા છું, કર્મો જડ છે, જડ કર્મો મારા સ્વરૂપને રોકી શકે નહિ, હું વિકાર કરું તો કર્મોને નિમિત્ત કહેવાય, પણ કર્મો મને વિકાર કરાવે નહિ કેમકે બન્ને દ્રવ્યો જુદાં છે, તે કોઈ એક બીજાનું કરી શકે નહિ. હું જડનું કાંઈ ન કરું જડ મારું કાંઈ ન કરે, રાગ-દ્વેષ થાય છે તે કર્મ કરાવતું નથી તેમ જ પરવસ્તુમાં થતા નથી પણ મારી અવસ્થામાં થાય છે, તે રાગદ્વેષ મારો સ્વભાવ નથી, નિશ્ચયથી મારો સ્વભાવ રાગરહિત જ્ઞાનસ્વરૂપ છે” આ પ્રમાણે બધાં પડખાંનું (નયોનું) જ્ઞાન પહેલાં કરવું જોઈએ, પરંતુ આટલું કરે ત્યાં સુધી પણ ભેદનું લક્ષ છે, ભેદના લક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી, છતાં પહેલાં તે ભેદ જાણવા જોઈએ. એટલું જાણે ત્યારે તે સ્વરૂપના આંગણાં સુધી આવ્યો છે. પછી જ્યારે અભેદનું લક્ષ કરે ત્યારે ભેદનું લક્ષ
Page 129 of 655
PDF/HTML Page 184 of 710
single page version
૧૨૮ ] [ મોક્ષશાસ્ત્ર છૂટી જાય અને સ્વરૂપનું અનુભવન થાય એટલે કે અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે. આ રીતે જોકે સ્વરૂપમાં ઢળતાં પહેલાં નયપક્ષના વિચારો હોય છે ખરા, પરંતુ તે નયપક્ષના કોઈપણ વિચારો સ્વરૂપના અનુભવમાં મદદગાર નથી.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંબંધ કોની સાથે છે?
સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, તેને એકલા નિશ્ચયઅખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે, અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી, પણ સમ્યગ્દર્શન સાથે રહેતું જ સમ્યગ્જ્ઞાન છે તેનો સંબંધ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે છે એટલે કે નિશ્ચય-અખંડ સ્વભાવને તથા વ્યવહારમાં પર્યાયના જે ભંગ-ભેદ પડે છે તે બધાને સમ્યગ્જ્ઞાન જાણી લે છે.
સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’-એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો અખંડ વિષય એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી તો પછી સમ્યગ્દર્શન વખતે પર્યાય ક્યાં ગઈ? સમ્યગ્દર્શન પોતે જ પર્યાય છે, શું પર્યાય દ્રવ્યથી જુદો પડી ગયો?
ઉત્તરઃ– સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. (અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટયો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે.) સમ્યગ્દર્શનરૂપ જે પર્યાય છે તેને પણ સમ્યગ્દર્શન સ્વીકારતું નથી, એક સમયમાં અભેદ પરિપૂર્ણ દ્રવ્ય તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. એકલા આત્માને સમ્યગ્દર્શન પ્રતીતમાં લ્યે છે.. પરંતુ સમ્યગ્દર્શન સાથે પ્રગટતું સમ્યગ્જ્ઞાન સામાન્ય-વિશેષ સર્વને જાણે છે, સમ્યગ્જ્ઞાન છે તે પર્યાયને અને નિમિત્તને પણ જાણે છે. સમ્યગ્દર્શનને પણ જાણનારું તો સમ્યગ્જ્ઞાન જ છે.
ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવ એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી કેમકે તે બધા પર્યાય છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, પર્યાયને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી, એકલી વસ્તુનું જ્યારે લક્ષ કર્યું ત્યારે શ્રદ્ધા સમ્યક્ થઈ.
ઉત્તરઃ– જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વને જાણવાનો છે. જ્યારે જ્ઞાને
Page 130 of 655
PDF/HTML Page 185 of 710
single page version
અ. ૧. પરિ. ૨ ] [ ૧૨૯ આખા દ્રવ્યને, ઊઘડેલા પર્યાયને અને વિકારને જેમ છે તેમ જાણીને, ‘પરિપૂર્ણ સ્વભાવ તે હું, વિકાર રહ્યો તે હું નહિ’ એમ વિવેક કર્યો ત્યારે તે સમ્યક્ થયું છે. સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (૧) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને (ર) અને અવસ્થાની ઊણપને (૩)-એ ત્રણેને જેમ છે તેમ સમ્યગ્જ્ઞાન જાણે છે; અવસ્થાનો સ્વીકાર જ્ઞાનમાં છે. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ) સ્વીકારે છે, અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી (સાથે જ રહેતું) સમ્યગ્જ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને બરાબર જાણીને વિવેક કરે છે. જો નિશ્ચય-વ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક્) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દ્રષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું ઠરે છે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક્ છે અને દ્રષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક્ છે.
સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ કારણ કોણ?
સમ્યગ્દર્શનના વિષયમાં મોક્ષપર્યાય અને દ્રવ્ય એવા ભેદ જ નથી, દ્રવ્ય જ પરિપૂર્ણ છે તે સમ્યગ્દર્શનને માન્ય છે. બંધ-મોક્ષ પણ સમ્યગ્દર્શનને માન્ય નથી. બંધ-મોક્ષનો પર્યાય, સાધકદશાના ભંગ-ભેદ એ બધાને સમ્યગ્જ્ઞાન જાણે છે.
સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે તે જ મોક્ષનું પરમાર્થકારણ છે. પંચમહાવ્રતાદિને કે વિકલ્પને મોક્ષનું કારણ કહેવું તે તો સ્થૂળ વ્યવહાર છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધક અવસ્થાને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહાર છે કેમકે તે સાધક અવસ્થાનો પણ જ્યારે અભાવ થાય છે ત્યારે મોક્ષદશા પ્રગટે છે, એટલે તે પણ અભાવરૂપ કારણ છે માટે વ્યવહાર છે.
ત્રિકાળી અખંડ વસ્તુ છે તે જ મોક્ષનું નિશ્ચયકારણ છે. પરમાર્થે તો વસ્તુમાં કારણ-કાર્યના ભેદ પણ નથી, કાર્ય-કારણના ભેદ પણ વ્યવહાર છે. એક અખંડ વસ્તુમાં કાર્ય-કારણના ભેદના વિચારથી વિકલ્પ આવે છે તેથી તે પણ વ્યવહાર છે; છતાં વ્યવહારપણે પણ કાર્ય-કારણના ભેદ સર્વથા ન જ હોય તો મોક્ષદશા પ્રગટાવવાનું પણ કહી શકાય નહિ. એટલે અવસ્થામાં સાધકસાધ્યના ભેદ છે; પરંતુ અભેદના લક્ષ વખતે વ્યવહારનું લક્ષ હોય નહિ કેમકે વ્યવહારના લક્ષમાં ભેદ આવે છે અને ભેદના લક્ષે પરમાર્થ-અભેદ સ્વરૂપ લક્ષમાં આવતું નથી; તેથી સમ્યગ્દર્શનના લક્ષ્યમાં ભેદ આવતા નથી, એકરૂપ અભેદ વસ્તુ જ સમ્યગ્દર્શનનો વિષય છે.
Page 131 of 655
PDF/HTML Page 186 of 710
single page version
૧૩૦ ] [ મોક્ષશાસ્ત્ર
અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે; પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે, પરમાં ક્યાંય મારો રસ નથી- એમ સ્વભાવદ્રષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે! શુભ વિકલ્પ ઊઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે, આમ સ્વરૂપના રસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે! તને સહજાનંદ સ્વરૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે.
અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુકિત પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધસ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે.. અને તેનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન છે.
Page 132 of 655
PDF/HTML Page 187 of 710
single page version
જે જીવ જિજ્ઞાસુ થઈ સ્વભાવ સમજવા માગે છે તે સુખ લેવા અને દુઃખ ટાળવા માગે છે. સુખ પોતાનો સ્વભાવ છે અને વર્તમાનમાં જે દુઃખ છે તે ક્ષણિક છે તેથી ટળી શકે છે. વર્તમાન દુઃખઅવસ્થા ટાળીને સુખરૂપ અવસ્થા પોતે પ્રગટ કરી શકે છે; આટલું તો, જે સત્ સમજવા માગે છે તેણે સ્વીકારી લીધું જ છે. આત્માએ પોતાના ભાવમાં પુરુષાર્થ કરી વિકાર રહિત સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વર્તમાન વિકાર હોવા છતાં વિકાર રહિત સ્વભાવની શ્રદ્ધા કરી શકાય છે એટલે કે આ વિકાર અને દુઃખ મારું સ્વરૂપ નથી એમ નક્કી થઈ શકે છે.
જિજ્ઞાસુ જીવોને સ્વરૂપનો નિર્ણય કરવા માટે પહેલી જ જ્ઞાનક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. સ્વરૂપનો નિર્ણય કરવા માટે બીજું કાંઈ દાન, પૂજા, ભક્તિ કે વ્રત- તપાદિ કરવાનું કહ્યું નથી, પરંતુ શ્રુતજ્ઞાનથી આત્માનો નિર્ણય કરવાનું જ કહ્યું છે. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર તરફનો આદર અને તે તરફનું વલણ તો ખસી જ જવું જોઈએ તથા વિષયાદિ પરવસ્તુમાં સુખબુદ્ધિ ટળી જવી જોઈએ, બધા તરફથી રુચિ ટળીને પોતાની તરફ રુચિ વળવી જોઈએ અને દેવ, ગુરુ, શાસ્ત્રને યથાર્થપણે ઓળખી તે તરફ આદર કરે, અને આ બધું જો સ્વભાવના લક્ષે થયેલ હોય તો તે જીવને પાત્રતા થઈ કહેવાય. આટલી પાત્રતા તે હજી સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી, સમ્યગ્દર્શનનું મૂળ કારણ તો ચૈતન્યસ્વભાવનું લક્ષ કરવું તે છે, પરંતુ પ્રથમ તો કુદેવાદિનો સર્વથા ત્યાગ તથા સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્સમાગમનો પ્રેમ તો પાત્ર જીવોને હોય જ. એવા પાત્ર થયેલા જીવોએ આત્માનું સ્વરૂપ સમજવા શું કરવું તે અહીં સ્પષ્ટ બતાવ્યું છે.
સમ્યગ્દર્શનના ઉપાય માટે જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા
“પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન- તત્ત્વને
Page 133 of 655
PDF/HTML Page 188 of 710
single page version
૧૩૨ ] [ મોક્ષશાસ્ત્ર આત્મસન્મુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ... પરમાત્મરૂપ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તે જ સમ્યગ્દર્શન અને જ્ઞાન છે.”
“પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો” - આમ કહ્યું છે. શ્રુતજ્ઞાન કોને કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું શ્રુતજ્ઞાન અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વરૂપને સિદ્ધ કરે છે. અનેકાન્તસ્વરૂપ વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી’ -એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે.
પર વસ્તુને છોડવાનું કહે અથવા પર ઉપરના રાગને ઘટાડવાનું કહે-એ કાંઈ ભગવાને કહેલા શ્રુતજ્ઞાનનું લક્ષણ નથી. એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પરદ્રવ્યથી છૂટી છે આમ અસ્તિ-નાસ્તિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બતાવે તે અનેકાન્ત છે અને તે જ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. વસ્તુ સ્વપણે છે અને પરપણે નથી-એમાં વસ્તુ કાયમ સિદ્ધ કરી છે.
એક વસ્તુમાં ‘છે’ અને ‘નથી’ એવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ જુદી- જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે તે શ્રુતજ્ઞાન છે; આત્મા સર્વ પરદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ.
અનંત પરવસ્તુથી આ આત્મા જુદો છે એમ સિદ્ધ થતાં હવે પોતાના દ્રવ્યપર્યાયમાં જોવાનું આવ્યું. મારું ત્રિકાળી દ્રવ્ય તે એક સમય પૂરતી અવસ્થારૂપે નથી; એટલે કે વિકાર ક્ષણિક પર્યાયપણે છે પરંતુ ત્રિકાળી સ્વરૂપપણે વિકાર નથી- આમ વિકાર રહિત સ્વભાવની સિદ્ધિ પણ અનેકાંત વડે જ થાય છે. ભગવાનના કહેલાં સત્શાસ્ત્રોની મહત્તા અનેકાંતથી જ છે. ભગવાને પણ જીવોની દયા પાળવાનું કહ્યું કે અહિંસા બતાવી અથવા કર્મોનું વર્ણન કર્યું-એ કાંઈ ભગવાનને કે ભગવાનના કહેલા શાસ્ત્રને ઓળખવાનું ખરું લક્ષણ નથી.
Page 134 of 655
PDF/HTML Page 189 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૩
ભગવાને પોતાનું કાર્ય પૂરેપૂરું કર્યું પણ બીજાનું ભગવાને કાંઈ કર્યું નહિ, કેમકે એક તત્ત્વ પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય જુદાં-જુદાં સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ-આમ જાણવું તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે; તે જ શ્રુતજ્ઞાન છે.
કોઈ જીવ પરદ્રવ્યની પ્રભાવના કરી શકતો નથી, પરંતુ જૈનધર્મ એટલે કે આત્માનો વીતરાગ સ્વભાવ તેની પ્રભાવના ધર્મી જીવો કરે છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે કરે? પ્રભાવના કરવાનો વિકલ્પ ઊઠે તે પણ પરના કારણે નથી; બીજા માટે કાંઈ પણ પોતામાં થાય એમ કહેવું તે જૈનશાસનની મર્યાદામાં નથી. જૈનશાસન તો વસ્તુને સ્વતંત્ર, સ્વાધીન, પરિપૂર્ણ સ્થાપે છે.
ભગવાને બીજા જીવોની દયા સ્થાપી-એ વાત ખોટી છે. પરજીવની ક્રિયા આ જીવ કરી જ શકતો નથી તો પછી તેને બચાવવાનું ભગવાન કેમ કહે? ભગવાને તો આત્માના સ્વભાવને ઓળખીને કષાયભાવથી પોતાના આત્માને બચાવવો તે કરવાનું કહ્યું છે; તે જ ખરી દયા છે. પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર જીવ શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે- તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો, દરેક તત્ત્વ પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વનો આશ્રય નથી-આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે, અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે.
જગતના જીવોને સુખ જોઈએ છે, સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મશાંતિ જોઈએ છે, સારું કરવું છે. સારું ક્યાં કરવું છે? આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવો છે. એ આનંદ એવો જોઈએ કે જે સ્વાધીન હોય-જેના માટે પરનું અવલંબન ન હોય.. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. પોતાનો પૂર્ણાનંદ પ્રગટાવવાની ભાવનાવાળો જિજ્ઞાસુ પહેલાં એ જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટયો છે. પોતાને હજી તેવો
Page 135 of 655
PDF/HTML Page 190 of 710
single page version
૧૩૪ ] [ મોક્ષશાસ્ત્ર આનંદ પ્રગટ નથી પણ પોતાને જેની ભાવના છે તેવો આનંદ બીજા કોઈકને પ્રગટયો છે અને જેમને તે આનંદ પ્રગટયો છે એવાઓના નિમિત્તથી પોતે તે આનંદ પ્રગટાવવાનો સાચો માર્ગ જાણે-આમ જાણ્યું તેમાં સાચાં નિમિત્તોની ઓળખાણ પણ આવી ગઈ. આટલું કરે ત્યાં સુધી હજી જિજ્ઞાસુ છે.
પોતાની અવસ્થામાં અધર્મ-અશાંતિ છે તે ટાળીને ધર્મ-શાંતિ પ્રગટાવવી છે. તે શાંતિ પોતાને આધારે અને પરિપૂર્ણ જોઈએ છે. આવી જેને જિજ્ઞાસા થાય તે પ્રથમ એમ નક્કી કરે છે કે-હું એક આત્મા મારું પરિપૂર્ણ સુખ પ્રગટાવવા માગું છું, તો તેવું પરિપૂર્ણ સુખ કોઈને પ્રગટયું હોવું જોઈએ; જો પરિપૂર્ણ સુખ-આનંદ પ્રગટ ન હોય તો દુઃખી કહેવાય. જેને પરિપૂર્ણ અને સ્વાધીન આનંદ પ્રગટયો હોય તે જ સંપૂર્ણ સુખી છે; તેવા સર્વજ્ઞ છે.. આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરનું કરવા-મૂકવાની વાત તો છે જ નહિ, -જ્યારે પરથી જરા છૂટો પડયો ત્યારે તો આત્માની જિજ્ઞાસા થઈ છે. આ તો પરથી ખસીને જેને પોતાનું હિત કરવાની ઝંખના જાગી છે એવા જિજ્ઞાસુ જીવની વાત છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળી તે પાત્રતા, અને સ્વભાવની રુચિ અને ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે.
દુઃખનું મૂળ ભૂલ છે. જેણે પોતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે તે પોતાની ભૂલ ટાળે તો તેનું દુઃખ ટળે. બીજા કોઈએ ભૂલ કરાવી નથી તેથી બીજો કોઈ પોતાનું દુઃખ ટાળવા સમર્થ નથી.
જે આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે એવા જિજ્ઞાસુએ પ્રથમ શું કરવું-તે બતાવાય છે. આત્મકલ્યાણ એની મેળે થઈ જતું નથી પણ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આત્મકલ્યાણ થાય છે. પોતાનું કલ્યાણ કરવા માટે, જેઓને પૂર્ણ કલ્યાણ પ્રગટયું છે તે કોણ છે, તેઓ શું કહે છે, તેઓએ પ્રથમ શું કર્યું હતું-એનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો પડશે; એટલે કે સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઇએ, એ જ પ્રથમ કર્તવ્ય છે. કોઇ પરના અવલંબનથી ધર્મ પ્રગટતો નથી, છતાં જ્યારે પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સત્ દેવ-ગુરુ જ હોય છે.
આ રીતે પહેલો જ નિર્ણય એ આવ્યો કે કોઈ પૂર્ણ પુરુષ સંપૂર્ણ સુખી છે અને સંપૂર્ણ જ્ઞાતા છે; તે જ પુરુષ પૂર્ણ સુખનો પૂર્ણ સત્ય માર્ગ કહી શકે છે; પોતે તે સમજીને પોતાનું પૂર્ણ સુખ પ્રગટ કરી શકે છે; અને પોતે સમજે ત્યારે સાચાં દેવ
Page 136 of 655
PDF/HTML Page 191 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૩પ ગુરુ-શાસ્ત્રો જ નિમિત્તરૂપ હોય છે. જેને સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેની એટલે કે સંસારનાં નિમિત્તો તરફની તીવ્ર રુચિ હશે તેને ધર્મનાં નિમિત્તો દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની રુચિ નહિ થાય એટલે તેને શ્રુતજ્ઞાનનું અવલંબન ટકશે નહિ અને શ્રુતજ્ઞાનના અવલંબન વગર આત્માનો નિર્ણય થાય નહિ, કેમકે આત્માના નિર્ણયમાં સત્ નિમિત્તો જ હોય પરંતુ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર એ કોઈ આત્માના નિર્ણયમાં નિમિત્તરૂપ થાય જ નહિ. જે કુદેવાદિને માને તેને આત્મનિર્ણય હોય જ નહિ.
બીજાની સેવા કરીએ તો ધર્મ થાય-એ માન્યતા તો જિજ્ઞાસુને હોય જ નહિ. પણ યથાર્થ ધર્મ કેમ થાય તે માટે પ્રથમ પૂર્ણ જ્ઞાની ભગવાન અને તેમનાં કહેલાં શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. ધર્મની કળા જ જગત સમજ્યું નથી. જો ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા વગર રહે નહિ.
જિજ્ઞાસુ જીવ પહેલાં સુદેવાદિનો અને કુદેવાદિનો નિર્ણય કરીને કુદેવાદિને છોડે છે, અને સત્ દેવ-ગુરુની એવી લગની લાગી છે કે-સત્પુરુષો શું કહે છે તે સમજવાનું જ લક્ષ છે, એટલે અશુભથી તો હઠી જ ગયો છે. જો સાંસારિક રુચિથી પાછો નહિ હઠે તો શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહિ.
ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? શું ડુંગરા ઉપર ચડવું, કે સેવા-પૂજા કર્યા કરવી કે ગુરુની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી કે દાન કરવું? તો તેનો જવાબ એ છે કે એમાં ક્યાંય આત્માનો ધર્મ નથી. ધર્મ તો પોતાનો સ્વભાવ છે, ધર્મ પરાધીન નથી, કોઈના અવલંબને ધર્મ થતો નથી, ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી; પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને પોતાનો પૂર્ણાનંદ જોઈએ છે તેણે પૂર્ણ આનંદનું સ્વરૂપ શું છે, તે કોને પ્રગટયો છે તે નક્કી કરવું જોઈએ. જે આનંદ હું ઇચ્છું છું તે પૂર્ણ અબાધિત ઇચ્છું છું એટલે કોઈ આત્માઓ તેવી પૂર્ણાનંદ દશા પામ્યા છે અને તેઓને પૂર્ણાનંદ દશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; કેમકે જો જ્ઞાન પૂર્ણ ન હોય તો રાગ-દ્વેષ રહે અને રાગ-દ્વેષ રહે તો દુઃખ રહે, જ્યાં દુઃખ હોય ત્યાં પૂર્ણાનંદ ન હોઈ શકે. માટે જેમને પૂર્ણાનંદ પ્રગટયો છે એવા સર્વજ્ઞ ભગવાન છે તેમનો અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે ‘પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવો..’ આમાં ઉપાદાન-નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સત્ વાત કોણ કહે છે-એ બધું નક્કી કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. જો સ્ત્રી-કુટુંબ-
Page 137 of 655
PDF/HTML Page 192 of 710
single page version
૧૩૬ ] [ મોક્ષશાસ્ત્ર -લક્ષ્મીનો પ્રેમ અને સંસારની રુચિમાં ઓછપ નહિ થાય તો તે સત્સમાગમ માટે નિવૃત્તિ લઇ શકશે નહિ. શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું ત્યાં જ તીવ્ર અશુભ ભાવનો તો ત્યાગ આવી ગયો. અને સાચાં નિમિત્તોની ઓળખાણ કરવાનું પણ આવી ગયું.
તારે સુખ જોઈએ છે ને? જો તારે સુખ જોઈતું હોય તો તું પહેલાં સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો નિર્ણય કર, જ્ઞાન કર. સુખ ક્યાં છે અને કેમ પ્રગટે છે તેના જ્ઞાન વગર સુકાઈ જાય તોપણ સુખ ન મળે-ધર્મ ન થાય. સર્વજ્ઞ ભગવાનના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબન વડે એ નિર્ણય થાય છે અને તે નિર્ણય કરવો એ જ પ્રથમ ધર્મ છે. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે. સત્સમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે અહો! પરિપૂર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, આવું પરમ સ્વરૂપ મેં અનંતકાળમાં સાંભળ્યું પણ નથી- આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે, એટલે તેને કુદેવાદિ કે સંસાર પ્રત્યેની રુચિ હોય જ નહિ.
જો વસ્તુને ઓળખે તો પ્રેમ જાગે અને તે તરફનો પુરુષાર્થ વળે. આત્મા અનાદિથી સ્વભાવને ચૂકીને પરભાવરૂપી પરદેશમાં રખડે છે, સ્વરૂપની બહાર- સંસારમાં રખડતાં રખડતાં પરમ પિતા સર્વજ્ઞ પરમાત્મા અને પરમ હિતકારી શ્રી પરમ ગુરુ ભેટયા. અને તેઓ પૂર્ણ હિત કેમ થાય તે સંભળાવે છે અને આત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પોતાનું સ્વરૂપ સાંભળતાં કયા ધર્મીને ઉલ્લાસ ન આવે? આવે જ, આત્મસ્વભાવની વાત સાંભળતાં જિજ્ઞાસુ જીવોને મહિમા આવે જ.. અહો! અનંતકાળથી આ અપૂર્વ જ્ઞાન ન થયું, સ્વરૂપની બહાર પરભાવમાં ભમીને આ અનંતકાળ દુઃખી થયો, આ અપૂર્વ જ્ઞાન પૂર્વે જો કર્યું હોત તો આ દુઃખ ન હોત.. આમ સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે.. અને એ મહિમાને યથાર્થપણે ઘૂંટતાં સ્વરૂપનો નિર્ણય કરે. આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને આત્માનો નિર્ણય કરવો.
ભગવાનની શ્રુતજ્ઞાનરૂપી દોરીને દ્રઢપણે પકડીને તેના અવલંબનથી સ્વરૂપમાં પહોંચી જવાય છે. શ્રુતજ્ઞાનનું અવલંબન એટલે શું? સાચા શ્રુતજ્ઞાનનો જ રસ છે, અન્ય કુશ્રુતજ્ઞાનનો રસ નથી, સંસારની વાતોનો તીવ્ર રસ ટળી ગયો છે અને શ્રુતજ્ઞાનનો તીવ્ર રસ લાગ્યો છે-આ રીતે શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પકાળમાં આત્મભાન થશે.. સંસારનો તીવ્ર લોહવાટ જેના હૃદયમાં ઘોળાતો હોય તેને તો આ પરમ શાંત સ્વભાવની વાત સમજવાની પાત્રતા નહિ.
Page 138 of 655
PDF/HTML Page 193 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૭ જાગે.. અહીં જે ‘શ્રુતનું અવલંબન’ મૂકયું છે તે અવલંબન તો સ્વભાવના લક્ષે છે, પાછા ન ફરવાના લક્ષે છે. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે જેણે શ્રુતનું અવલંબન ઉપાડયું તે આત્મસ્વભાવનો નિર્ણય કરે જ કરે. પાછો ફરે એવી વાત શાસ્ત્રમાં લીધી નથી.
સંસારની રુચિ ઘટાડીને આત્માનો નિર્ણય કરવાના લક્ષે જે અહીં સુધી આવ્યો તેને શ્રુતજ્ઞાનના અવલંબને નિર્ણય થવાનો જ, નિર્ણય ન થાય તેમ બને જ નહિ. શાહુકારના ચોપડે દિવાળાની વાત જ ન હોય, તેમ અહીં દીર્ઘસંસારીની વાત જ નથી. અહીં તો સાચા જિજ્ઞાસુ જીવોની જ વાત છે. બધી વાતની હા જી હા ભણે અને એકેય વાતનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે નહિ એવા ‘ધજાની પૂંછડી’ જેવા જીવોની વાત નથી લીધી. ટંકણખાર જેવી વાત છે. જે અનંતકાળના સંસારનો અંત લાવવા માટે પૂર્ણ સ્વભાવના લક્ષે શરૂઆત કરવા નીકળ્યો છે એવા જીવની શરૂઆત પાછી નહિ ફરે-એવાની જ અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.’ પૂર્ણતાના લક્ષે ઊપડેલી શરૂઆત પાછી ન ફરે; પૂર્ણતાના લક્ષે પૂર્ણતા થાય જ.
એક ને એક વાત ફેરવી ફેરવીને કહેવાય છે, તેથી રુચિવંત જીવને કંટાળો ન આવે. નાટકની રુચિવાળો નાટકમાં ‘વન્સમોર’ કરીને પણ પોતાની રુચિવાળી વસ્તુને વારંવાર જુએ છે; તેમ જે ભવ્યજીવોને આત્માની રુચિ થઈ અને આત્માનું કરવા માટે નીકળ્યા તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે-ખાતાં, પીતાં, ચાલતાં, સૂતાં, બેસતાં, બોલતાં, વિચારતાં-નિરંતર શ્રુતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે; તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. શ્રુતજ્ઞાનની રુચિ અને જિજ્ઞાસા એવી જામી છે કે કયારેય પણ તે ખસતી નથી. અમુક કાળ અવલંબન કરવું-પછી મૂકી દેવું એમ નથી કહ્યું પરંતુ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. જેને સાચા તત્ત્વની રુચિ થઈ છે તે બીજાં સર્વ કાર્યોની પ્રીતિને ગૌણ જ કરે છે.
પ્રશ્નઃ– ત્યારે શું સત્ની પ્રીતિ થાય એટલે ખાવા-પીવાનું અને ધંધો-વેપાર બધું છોડી દેવું? શ્રુતજ્ઞાન સાંભળ્યા જ કરવું- પરંતુ સાંભળીને કરવું શું?
ઉત્તરઃ– સત્ની પ્રીતિ થાય એટલે તરત જ ખાવાપીવાનું બધું છૂટી જ જાય એવો નિયમ નથી. પરંતુ તે તરફની રુચિ તો અવશ્ય ઘટે જ. પરમાંથી સુખબુદ્ધિ ઊડી જાય અને બધામાં એક આત્મા જ આગળ હોય એટલે નિરંતર આત્માની જ ધગશ અને
Page 139 of 655
PDF/HTML Page 194 of 710
single page version
૧૩૮ ] [ મોક્ષશાસ્ત્ર ઝંખના હોય. માત્ર શ્રુતજ્ઞાન સાંભળ્યા જ કરવું એમ કહ્યું નથી પરંતુ શ્રુતજ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરવો. શ્રુતના અવલંબનની ધૂન ચડતાં ત્યાં દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મ, નિશ્ચય, વ્યવહાર વગેરે અનેક પડખાંથી વાતો આવે તે બધાં પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આમાં ભગવાન કેવા, તેમનાં શાસ્ત્રો કેવાં અને તેઓ શું કહે છે એ બધાનું અવલંબને એમ નિર્ણય કરાવે છે કે તું જ્ઞાન છો, આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ તે કરી શકતો નથી.
દેવ-ગુરુ-શાસ્ત્ર કેવાં હોય અને તે દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખીને તેમનું અવલંબન લેનાર પોતે શું સમજ્યો હોય તે આમાં બતાવ્યું છે. ‘તું જ્ઞાનસ્વભાવી આત્મા છો, તારો સ્વભાવ જાણવાનો જ છે. કાંઈ પરનું કરવું કે પુણ્ય-પાપના ભાવ કરવા તે તારું સ્વરૂપ નથી’-આમ જે બતાવતાં હોય તે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર છે, અને આ પ્રમાણે જે સમજે તે જ દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને શ્રુતજ્ઞાનને સમજ્યો છે. પણ જે રાગથી ધર્મ મનાવતા હોય, શરીરાશ્રિત ક્રિયા આત્મા કરે એમ મનાવતા હોય, જડ કર્મ આત્માને હેરાન કરે એમ કહેતા હોય તે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર સાચાં નથી.
જે શરીરાદિ સર્વ પરથી ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માનું સ્વરૂપ બતાવતાં હોય અને પુણ્ય-પાપનું કર્તવ્ય આત્માનું નથી એમ બતાવતાં હોય તે જ સત્શ્રુત છે, તે જ સાચા દેવ છે અને તે જ સાચા ગુરુ છે. જે પુણ્યથી ધર્મ બતાવે, શરીરની ક્રિયાનો કર્તા આત્મા છે એમ બતાવે અને રાગથી ધર્મ બતાવે તે બધા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર છે; કેમકે તેઓ જેમ છે તેમ વસ્તુસ્વરૂપના જાણકાર નથી પણ ઊલટું સ્વરૂપ બતાવે છે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ ન બતાવે અને જરાપણ વિરુદ્ધ બતાવે તે કોઈ દેવ, કોઈ ગુરુ કે કોઈ શાસ્ત્ર સાચાં નથી.
‘હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય-પાપની વૃત્તિઓ મારું જ્ઞેય છે, તે મારા જ્ઞાનથી જુદી છે’ આમ પહેલાં વિકલ્પ દ્વારા દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને યથાર્થ નિર્ણય કરવો; આ તો હજી જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો નથી ત્યાર પહેલાંની વાત છે. જેણે સ્વભાવના લક્ષે શ્રુતનું અવલંબન લીધું છે તે અલ્પકાળમાં આત્મ-અનુભવ કરશે જ. પ્રથમ વિકલ્પમાં એમ નક્કી કર્યું કે પરથી તો હું જુદો, પુણ્ય-પાપ પણ મારું સ્વરૂપ નહિ, મારા શુદ્ધ સ્વભાવ સિવાય દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન જ્ઞાનસ્વભાવી છું; આમ જેણે નિર્ણય કર્યો તેને અનુભવ થયા વગર રહેશે જ નહિ.
Page 140 of 655
PDF/HTML Page 195 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૩૯ તેનું પરિણમન પુણ્ય-પાપ તરફથી પાછું ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળ્યું એટલે તેને પુણ્ય-પાપનો આદર ન રહ્યો તેથી તે અલ્પકાળમાં પુણ્ય-પાપ રહિત સ્વભાવનો નિર્ણય કરીને અને તેની સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ થઈ જશે. પૂર્ણની જ વાત છે- શરૂઆત અને પૂર્ણતા વચ્ચે આંતરો પાડયો જ નથી કેમકે શરૂઆત થઈ છે તે પૂર્ણતાને લક્ષમાં લઈને જ થઈ છે; સત્ય સંભળાવનાર અને સાંભળનાર બન્નેની પૂર્ણતા જ છે; જેઓ પૂર્ણ સ્વભાવની વાત કરે છે તે દેવ, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણે તો પવિત્ર જ છે; તેના અવલંબને જેણે હા પાડી તે પણ પૂર્ણ પવિત્ર થયા વગર રહે જ નહિ.. પૂર્ણની હા પાડીને આવ્યો છે તે પૂર્ણ થશે જ.. આ રીતે ઉપાદાન નિમિત્તની સંધિ સાથે જ છે.
આત્માનંદ પ્રગટ કરવા માટેની પાત્રતાનું સ્વરૂપ શું? તારે ધર્મ કરવો છે ને? તો તું તને ઓળખ. પહેલામાં પહેલાં સાચો નિર્ણય કરવાની વાત છે. અરે, તું છો કોણ? શું ક્ષણિક પુણ્ય-પાપનો કરનાર તે જ તું છો? ના, ના. તું તો જ્ઞાન કરનાર જ્ઞાનસ્વભાવી છો. પરને ગ્રહનાર કે છોડનાર તું નથી, જાણનાર જ તું છો. આવો નિર્ણય તે જ ધર્મની પહેલી શરૂઆતનો (સમ્યગ્દર્શનનો) ઉપાય છે. શરૂઆતમાં એટલે કે સમ્યગ્દર્શન પહેલાં આવો નિર્ણય ન કરે તો તે પાત્રતામાં પણ નથી. મારો સહજ સ્વભાવ જાણવાનો છે- આવો શ્રુતના અવલંબને જે નિર્ણય કરે છે તે પાત્ર જીવ છે. જેને પાત્રતા પ્રગટી તેને અંર્તઅનુભવ થવાનો જ છે. સમ્યગ્દર્શન થયા પહેલાં જિજ્ઞાસુ જીવ-ધર્મસન્મુખ થયેલો જીવ-સત્સમાગમે આવેલો જીવ શ્રુતજ્ઞાનના અવલંબને જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે.
હું જ્ઞાનસ્વભાવી જાણનાર છું, જ્ઞેયમાં ક્યાંય રાગ-દ્વેષ કરી અટકે તેવો મારો જ્ઞાનસ્વભાવ નથી; પર ગમે તેમ હો, હું તો તેનો માત્ર જાણનાર છું, મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; હું જેમ જ્ઞાન સ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ જ્ઞાનસ્વભાવી છે, તેઓ પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય ચૂકયા છે તેથી દુઃખી છે, તેઓ જાતે નિર્ણય કરે તો તેઓનું દુઃખ ટળે, હું કોઈને ફેરવવા સમર્થ નથી. પર જીવોનું દુઃખ હું ટાળી શકું નહિ. કેમકે દુઃખ તેઓએ પોતાની ભૂલથી કર્યું છે અને તેઓ પોતાની ભૂલ ટાળે તો તેમનું દુઃખ ટળે, કોઈ પરના લક્ષે અટકવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
પ્રથમ શ્રુતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે એટલે કે શ્રુતના અવલંબનથી આત્માનો અવ્યક્ત નિર્ણય થયો છે, ત્યાર પછી પ્રગટ અનુભવ કેમ થાય તે નીચે કહેવામાં આવે છેઃ-
Page 141 of 655
PDF/HTML Page 196 of 710
single page version
૧૪૦ ] [ મોક્ષશાસ્ત્ર
સમ્યગ્દર્શન પહેલાં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, હવે પ્રગટરૂપ લક્ષમાં લ્યે છે- અનુભવ કરે છે- આત્મસાક્ષાત્કાર અર્થાત્ સમ્યગ્દર્શન કરે છે, તે કઈ રીતે? તેની રીતે એ છે કે “.. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનતત્ત્વને આત્મસુખ કર્યું છે એવો” અપ્રગટરૂપ નિર્ણય થયો હતો તે હવે પ્રગટરૂપ કાર્ય લાવે છે. જે નિર્ણય કર્યો હતો તેનું ફળ પ્રગટે છે.
આ નિર્ણય જગતના બધા સંજ્ઞી આત્માઓ કરી શકે છે. બધા આત્માઓ પરિપૂર્ણ ભગવાન જ છે, તેથી બધા પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરી શકવા સમર્થ છે. જે આત્માનું કરવા માગે તેને તે થઈ શકે છે, પરંતુ અનાદિથી પોતાની દરકાર કરી નથી. ભાઈ રે! તું કોણ વસ્તુ છો તે જાણ્યા વિના તું કરીશ શું? પહેલાં આ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ, એ નિર્ણય થતાં અવ્યક્તપણે આત્માનું લક્ષ આવ્યું, પછી પરના લક્ષથી અને વિકલ્પથી ખસીને સ્વનું લક્ષ પ્રગટ અનુભવપણે કરવું.
આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે ઇન્દ્રિય અને મનથી જે પર લક્ષ જાય છે તેને ફેરવીને તે મતિજ્ઞાનને સ્વમાં એકાગ્ર કરતાં આત્માનું લક્ષ થાય છે એટલે કે આત્માની પ્રગટપણે પ્રસિદ્ધિ થાય છે; આત્માનો પ્રગટરૂપ અનુભવ થવો તે જ સમ્યગ્દર્શન છે અને સમ્યગ્દર્શન એ જ ધર્મ છે.
માણસો કહે છે કે આત્માનું કાંઈ ન સમજાય તો પુણ્યના શુભભાવ તો કરવા કે નહિ? તેનો ઉત્તરઃ- પ્રથમ સ્વભાવ સમજવો તે જ ધર્મ છે, ધર્મ વડે જ સંસારનો અંત છે, શુભભાવથી ધર્મ થાય નહિ અને ધર્મ વગર સંસારનો અંત આવે નહિ. ધર્મ તો પોતાનો સ્વભાવ છે, માટે પહેલાં સ્વભાવ સમજવો જોઈએ.
પ્રશ્નઃ– સ્વભાવ ન સમજાય તો શું કરવું? સમજતાં વાર લાગે તો શું અશુભ ભાવ કરીને દુર્ગતિ જવું? શુભથી તો ધર્મ થવાની ના કહો છો?
ઉત્તરઃ– પ્રથમ તો આ વાત ન સમજાય એમ બને જ નહિ. સમજતાં વાર લાગે ત્યાં સમજણના લક્ષે અશુભભાવ ટાળી શુભભાવ કરવાની ના નથી, પરંતુ શુભભાવથી ધર્મ થતો નથી- એમ જાણવું. જ્યાં સુધી કોઈ પણ જડ વસ્તુની ક્રિયા અને રાગની ક્રિયાને જીવ પોતાની માને ત્યાં સુધી સાચી સમજણના માર્ગે નથી.
Page 142 of 655
PDF/HTML Page 197 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૪૧
જો આત્માની સાચી રુચિ થાય તો સમજણનો રસ્તો લીધા વગર રહે નહિ; સત્ય જોઈતું હોય, સુખ જોઈતું હોય તો આ જ રસ્તો છે. સમજતાં ભલે વાર લાગે, પરંતુ માર્ગ તો સાચી સમજણનો લેવો જોઈએ ને! સાચી સમજણનો માર્ગ લ્યે તો સત્ય સમજાયા વગર રહે જ નહિ. જો આવા મનુષ્યદેહમાં અને સત્સમાગમના યોગે પણ સત્ય ન સમજે તો ફરી આવાં સત્યનાં ટાણાં મળતાં નથી. હું કોણ છું તેની જેને ખબર નથી અને અહીં જ સ્વરૂપ ચુકીને જાય છે તે જ્યાં જશે ત્યાં શું કરશે? શાંતિ ક્યાંથી લાવશે? આત્માના ભાન વગર કદાચ શુભભાવ કર્યા હોય તો પણ તે શુભનું ફળ જડમાં જાય છે, આત્મામાં પુણ્યનું ફળ આવતું નથી. આત્માની દરકાર કરી નથી અને અહીંથી જ જે મૂઢ થઈ ગયો છે તેણે કદાચ શુભભાવ કર્યા તો રજકણો બંધાણા અને તે રજકણોના ફળમાં પણ રજકણોનો સંયોગ મળવાનો, રજકણોનો સંયોગ મળે તેમાં આત્માને શું? આત્માની શાંતિ તો આત્મામાં છે, પરંતુ તેની તો દરકાર કરી નથી.
અજ્ઞાની જડનું લક્ષ કરીને જડ જેવો થઈ ગયો છે, મરતાં જ પોતાને ભૂલીને સંયોગદ્રષ્ટિથી મરે છે, અસાધ્યપણે વર્તે છે એટલે ચૈતન્યસ્વરૂપનું ભાન નથી, તે જીવતાં જ અસાધ્ય જ છે. ભલે, શરીર હાલે, ચાલે, બોલે, પણ એ તો જડની ક્રિયા છે. તેનો ધણી થયો પણ અંતરમાં સાધ્ય જે જ્ઞાનસ્વરૂપ તેની જેને ખબર નથી તે અસાધ્ય (જીવતું મુડદું) છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શન પૂર્વકના જ્ઞાનથી ન સમજે તો જીવને સ્વરૂપનો કિંચિત્ લાભ નથી; સમ્યગ્દર્શન-જ્ઞાનવડે સ્વરૂપની ઓળખાણ અને નિર્ણય કરીને જે ઠર્યો તેને જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, અને શુદ્ધાત્મા એ જ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ છૂટીને એકલો આત્મ-અનુભવ રહી જાય તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, એ કાંઈ આત્માથી જુદાં નથી.
સત્ય જેને જોઈતું હોય તેવા જિજ્ઞાસુ-સમજુ જીવને કોઇ અસત્ય કહે તો તે અસત્યની હા પાડી દે નહિ- અસત્નો સ્વીકાર ન કરે, જેને સત્સ્વભાવ જોઈતો હોય તે સ્વભાવથી વિરુદ્ધ ભાવની હા ન પાડે-તેને પોતાના ન માને. વસ્તુનું સ્વરૂપ શુદ્ધ છે તેનો બરાબર નિર્ણય કર્યો અને વૃત્તિ છૂટી જતાં જે અભેદ શુદ્ધ અનુભવ થયો તે જ ધર્મ છે. આવો ધર્મ કેવી રીતે થાય, ધર્મ કરવા માટે પ્રથમ શું કરવું? તે સંબંધી આ કથન ચાલે છે.
Page 143 of 655
PDF/HTML Page 198 of 710
single page version
૧૪૨ ] [ મોક્ષશાસ્ત્ર
ધર્મને માટે પહેલાંમાં પહેલાં શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ શ્રવણ-મનનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો કે હું એક જ્ઞાનસ્વભાવ છું, જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન સિવાય કાંઈ કરવા-મૂકવાનો સ્વભાવ નથી. આ પ્રમાણે સત્ સમજવામાં જે કાળ જાય છે તે પણ અનંતકાળે નહિ કરેલો એવો અપૂર્વ અભ્યાસ છે. જીવને સત્ તરફની રુચિ થાય એટલે વૈરાગ્ય જાગે અને આખા સંસાર તરફની રુચિ ઊડી જાય, ચોરાશીના અવતારનો ત્રાસ થઈ જાય કે ‘આ ત્રાસ શા? સ્વરૂપનું ભાન નહિ અને ક્ષણે ક્ષણે પરાશ્રયભાવમાં રાચવું-આ તે કાંઈ મનુષ્યના જીવન છે? તિર્યંચ વગેરેનાં દુઃખની તો વાત જ શી, પરંતુ આ મનુષ્યમાં પણ આવાં જીવન? અને મરણ ટાણે સ્વરૂપના ભાન વગર અસાધ્ય થઈને મરવું? -આ પ્રમાણે સંસારનો ત્રાસ થતાં સ્વરૂપ સમજવાની રુચિ થાય. વસ્તુ સમજવા માટે જે કાળ જાય તે પણ જ્ઞાનની ક્રિયા છે, સત્નો માર્ગ છે.
જિજ્ઞાસુઓએ પ્રથમ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો; હું એક જાણનાર છું, મારું સ્વરૂપ જ્ઞાન છે, તે જાણવાવાળું છે, પુણ્ય-પાપના ભાવ કે સ્વર્ગ-નરક આદિ કોઈ મારો સ્વભાવ નથી-એમ શ્રુતજ્ઞાન વડે આત્માનો પ્રથમ નિર્ણય કરવો તે જ પ્રથમ ઉપાય છે.
૧. સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને ર-શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહિ. આમાં આત્માનો અનુભવ કરવો તે કાર્ય છે, આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. શ્રુતના અવલંબનથી જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ તે નિર્ણય અનુસાર આચરણ અર્થાત્ અનુભવ કરવો તે છે. આત્માનો નિર્ણય તે કારણ અને આત્માનો અનુભવ તે કાર્ય-એ રીતે અહીં લીધું છે, એટલે જે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે.
હવે, આત્માનો નિર્ણય કર્યા પછી તેનો પ્રગટ અનુભવ કઈ રીતે કરવો તે બતાવે છેઃ- નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવમાં શાંતિનું વેદન લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણોને છોડી દેવાં જોઈએ. પ્રથમ ‘હું જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા છું.’ - એમ નિશ્ચય કર્યા પછી આત્માના આનંદનો પ્રગટ ભોગવટો કરવા (વેદન કરવા- અનુભવ કરવા) માટે, પર
Page 144 of 655
PDF/HTML Page 199 of 710
single page version
અ. ૧. પરિ. ૩ ] [ ૧૪૩ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો-જે ઇન્દ્રિય અને મન દ્વારા પરલક્ષે પ્રવર્તતું જ્ઞાન તેને સ્વ તરફ વાળવું; દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પર પદાર્થ તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને-મર્યાદામાં લાવીને પોતા તરફ વાળવું તે અંર્તઅનુભવનો પંથ છે, સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે.
પ્રથમ, આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો બરાબર નિશ્ચય કરીને, પછી પ્રગટ અનુભવ કરવા માટે પર તરફ વળતા ભાવ જે મતિ અને શ્રુતજ્ઞાન તેમને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલાં તે ભાવો પર તરફ વળતા, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાનાં આ ક્રમસર પગથિયાં છે.
જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વતરફ વાળ્યું છે અર્થાત્ મતિજ્ઞાન પર તરફ વળતું તેને મર્યાદામાં લઈને આત્મસન્મુખ કર્યું છે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને જ્ઞાનસ્વભાવનો અસ્તિભાવ છે. આવી સમજણ અને આવું જ્ઞાન કરવું તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી-આ રીતે ‘જ્ઞાન’ અને ‘ભવ’ની એકબીજામાં નાસ્તિ છે.
પુરુષાર્થ વડે સત્સમાગમથી એકલા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા પછી ‘હું અબંધ છું કે બંધવાળો છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્રિકાળ છું કે ક્ષણિક છું’-એવી જે વૃત્તિઓ ઊઠે તેમાં પણ હજી આત્મશાંતિ નથી, તે વૃત્તિઓ આકુળતામયઆત્મશાંતિની વિરોધિની છે. નયપક્ષોના અવલંબનથી થતા મનસંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે. ઇન્દ્રિય અને મનના અવલંબને મતિજ્ઞાન પરલક્ષે પ્રવર્તતું તેને, અને મનના અવલંબને શ્રુતજ્ઞાન અનેક પ્રકારના નયપક્ષોના વિકલ્પોમાં અટકતું તેને-એટલે કે પરાવલંબને પ્રવર્તતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને-અંર્તસ્વભાવસન્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને (લક્ષમાં લઈને), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ
Page 145 of 655
PDF/HTML Page 200 of 710
single page version
૧૪૪ ] [ મોક્ષશાસ્ત્ર થતા શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
શુદ્ધાત્મા આદિ-મધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતાસ્વરૂપ છે, ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’-એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખાય વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્યસ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય-પાપની ઉપર તરતો છે. તરતો એટલે તેમાં ભળી જતો નથી, તે-રૂપ થતો નથી પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળાં છે, જ્ઞાનસ્વરૂપ અનંત છે અને વિજ્ઞાનઘન છે- એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરાપણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવભાવે રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનના નિબિડ પિંડરૂપ પરમાત્મસ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘનસ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવસન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યાં અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યક્પણે દેખાય છે- શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત કરી છે.
સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે, આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવવામાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. ‘હું ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ છું’-એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અર્થાત્ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન