Page 106 of 655
PDF/HTML Page 161 of 710
single page version
૧૦૪] [મોક્ષશાસ્ત્ર
અર્થઃ– અને વિશેષ એ છે કે-સ્વાનુભૂતિના સમયે જેટલું પણ પહેલું તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું દ્વૈત રહે છે તેટલું તે બધું સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, બીજું નથી-પરોક્ષ નથી.
ભાવાર્થઃ– તથા તે મતિ અને શ્રુતજ્ઞાનમાં પણ એટલી વિશેષતા છે કે જે વખતે તે બે જ્ઞાનોમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાનુભૂતિ થાય છે તે વખતે એ બન્ને જ્ઞાનો પણ અતીન્દ્રિય સ્વાત્માને પ્રત્યક્ષ કરે છે, તેથી આ બન્ને જ્ઞાનો પણ સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ છે-પરોક્ષ નથી.
પ્રશ્નઃ– આ બાબતમાં બીજા કોઈ શાસ્ત્ર-આધારો છે? ઉત્તરઃ– હા, મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૩૪૮ મા પાને નીચે પ્રમાણે કહ્યું છેઃ- “ જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકમાં પણ કહીએ છીએ કે‘અમે સ્વપ્નમાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો,’ હવે તેને પ્રત્યક્ષ દીઠો તો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક-પ્રત્યક્ષવત્ [તે પુરુષને] યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહી શકાય; તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે.”
પ્રશ્નકારઃ– શ્રી કુંદકુંદાચાર્યકૃત શ્રી સમયસાર પરમાગમ છે તેમાં આ બાબતમાં શું કહ્યું છે તે જણાવો?
ઉત્તરઃ– (૧) શ્રી સમયસારની ગાથા ૪૯ ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છેઃ- “ આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવને) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.”
“પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદા અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે.”
(૨) શ્રી સમયસારની ગાથા ૧૪૩ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છેઃ- ટીકાઃ– જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ
Page 107 of 655
PDF/HTML Page 162 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૦પ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવ વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને. શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી. કોઈપણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી પર, પરમાત્મા. જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.
ભાવાર્થઃ– જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતા- દ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
(૩) શ્રી સમયસારની ગાથા-પ માં આચાર્ય ભગવાન કહે છે કે, ‘તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજવૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું તો પ્રમાણ કરવું. તેની ટીકા કરતાં આચાર્ય ભગવાન શ્રી અમૃતચંદ્રસૂરી કહે છે કે, ‘એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું.’ આગળ જતાં ભાવાર્થમાં જણાવે છે કે, ‘આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો.’ આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પોતાને સમ્યકત્વ થયું છે તેની સ્વસંવેદન પ્રત્યક્ષથી શ્રુતપ્રમાણ (સાચા જ્ઞાન) વડે પોતાને ખબર પડે છે.
Page 108 of 655
PDF/HTML Page 163 of 710
single page version
૧૦૬] [મોક્ષશાસ્ત્ર
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि–
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।। ९।।
અર્થઃ– આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થઃ– ×××××શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાને પણ આત્માને પોતાને પોતાના ભાવશ્રુત દ્વારા શુદ્ધ અનુભવ થાય છે. સમયસારજીમાં લગભગ દરેક ગાથામાં આ અનુભવ થાય છે એમ જણાવી અનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે.
સમ્યક્ત્વ એ સૂક્ષ્મ પર્યાય છે એ ખરું, પણ સમ્યગ્જ્ઞાની પોતાને સુમતિ અને સુશ્રુતજ્ઞાન થયું છે એમ નક્કી કરી શકે છે અને તેથી તેનું (સમ્યગ્જ્ઞાનનું) અવિનાભાવી સમ્યગ્દર્શન પોતાને થયું છે એમ શ્રુતજ્ઞાનમાં નક્કી કરે છે. કેવળજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને પરમ અવધિજ્ઞાન સમ્યગ્દર્શનને પ્રત્યક્ષ જાણી શકે છે-એટલો જ માત્ર તફાવત છે.
મખ્ખનલાલજી કૃત પંચાધ્યાયીની ગાથા ૧૯૬-૧૯૭-૧૯૮ માં કહ્યું છે કે- “ જ્ઞાન શબ્દથી આત્મા સમજવો જોઈએ કેમકે આત્મા જ્ઞાનરૂપ સ્વયં છે; તે આત્મા જેના દ્વારા શુદ્ધ જાણવામાં આવે છે તેનું નામ જ્ઞાનચેતના છે. અર્થાત્ જે સમયે જ્ઞાનગુણ સમ્યક્ અવસ્થાને પ્રાપ્ત થાય છે- કેવળ શુદ્ધાત્માનો અનુભવ કરે તે સમયે તેને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. જ્ઞાનચેતના નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોઈશકે નહીં.”*
સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન છે તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ _________________________________________________________________ * આ કથન પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે તેને લાગુ પડે છે. ત્યાર પછી સાધકની અવસ્થા કેવી હોય છે તે પૃ. ૧૪૮માં જણાવ્યું છે ત્યાંથી વાંચી લેવું.
Page 109 of 655
PDF/HTML Page 164 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૦૭ પણ કહેવાય છે; અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. એ રીતે સમ્યગ્દર્શનનું યથાર્થ જ્ઞાન સમ્યક્મતિ અને શ્રુતજ્ઞાન અનુસાર થઈ શકે છે.
(૨૦)
(૧) પ્રશ્નઃ– જ્ઞાનગુણ જ્યારે આત્માભિમુખી થઈ આત્મલીન થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યગ્દર્શન કહે છે- એ ખરું છે?
ઉત્તરઃ– ના, એ ખરું નથી. સમ્યગ્દર્શન તે દર્શન (શ્રદ્ધા) ગુણનો પર્યાય છે, તે જ્ઞાનનો વિશેષ પર્યાય નથી. જ્ઞાનની આત્માભિમુખ અવસ્થા વખતે સમ્યગ્દર્શન હોય છે- એટલું ખરું; પણ સમ્યગ્દર્શન તે જ્ઞાનનો પર્યાય નથી.
(ર) પ્રશ્નઃ– સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે? ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યગ્દર્શન નથી. વ્યવહારસમ્યગ્દર્શન છે, કેમકે ત્યાં રાગમિશ્રિત વિચાર (વિકલ્પ) સહિત શ્રદ્ધા છે; આવી શ્રદ્ધા (વ્યવહારસમ્યગ્દર્શન) થયા પછી જીવ જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્યસ્વરૂપ તરફ વળે છે ત્યારે રાગવિકલ્પનો સંબંધ અંશે ટળતાં નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે.
(૩) પ્રશ્નઃ– વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ છે? ઉત્તરઃ– ના, વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ નથી. વ્યવહાર સમ્યગ્દર્શન તો વિકાર છે, અને નિશ્ચયસમ્યગ્દર્શન તો શુદ્ધ પર્યાય છે. વિકાર તે અવિકારનું કારણ કેમ થઈ શકે? એટલે વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ થઈ શકે નહિ, પણ તેનો વ્યય (અભાવ) થઈ નિશ્ચયસમ્યગ્દર્શનનો ઉત્પાદ સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે.
શાસ્ત્રમાં જ્યાં વ્યવહારસમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહ્યું છે, ત્યાં વ્યવહારસમ્યગ્દર્શનને અભાવરૂપ કારણ કહ્યું છે-એમ સમજવું, કારણ બે પ્રકારનાં છે-(૧) નિશ્ચય, (ર) વ્યવહાર. નિશ્ચયકારણ તો અવસ્થારૂપે થનાર દ્રવ્ય પોતે છે અને વ્યવહારકારણ પૂર્વના પર્યાયનો વ્યય થાય છે તે છે.
(૪) પ્રશ્નઃ– શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ આદિ જેટલા ગુણ છે તે બધા સમ્યક્ત્વ
Page 110 of 655
PDF/HTML Page 165 of 710
single page version
૧૦૮] [મોક્ષશાસ્ત્ર નથી અને જ્ઞાનના પર્યાય છે-એમ પંચાધ્યાયી અધ્યાય ર ગાથા ૩૮૬-૩૮૭ માં કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તરઃ– આત્મા જ્યારે જીવાદિ સાત તત્ત્વોને વિચારે છે ત્યારે તેને જ્ઞાનમાં રાગથી ભેદ પડે છે તેથી એ જ્ઞાનના પર્યાય છે અને તે સમ્યક્ત્વ નથી એમ કહ્યું છે.
સાત તત્ત્વો અને નવ પદાર્થોનું નિર્વિકલ્પક જ્ઞાન તે નિશ્ચય સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન છે. (જુઓ, પંચાધ્યાયી અ. ર ગાથા ૧૮૬-૧૮૯)
શ્રી મખ્ખનલાલજી કૃત પંચાધ્યાયી પાનું-૧૧૦ ગાથા-૩૮૬ ના ભાવાર્થમાં કહ્યું છે કેઃ-
“પરંતુ વાસ્તવમેં જ્ઞાન ભી યહી હૈ કિ જૈસે કો તૈસા જાનના ઔર “સમ્યક્ત્વ ભી યહી હૈ કિ જૈસે કા તૈસા શ્રદ્ધાન કરના.”
આ ઉપરથી સમજવું કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. રાગ રહિત જે તત્ત્વાર્થશ્રદ્ધા છે તે સમ્યગ્દર્શન છે, તેને સમ્યક્ માન્યતા અથવા સમ્યક્ પ્રતીતિ પણ કહેવામાં આવે છે. ગાથા -૩૮૭ માં જ્ઞાનચેતના તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે એમ કહ્યું છે-તેનો અર્થ એવો છે કે, અનુભૂતિ પોતે સમ્યગ્દર્શન નથી પણ તે હોય ત્યારે સમ્યગ્દર્શન અવિનાભાવીરૂપ હોય છે તેથી તેને બાહ્ય લક્ષણ કહ્યું છે. (જુઓ, પંચાધ્યાયી અધ્યાય ર ગાથા ૪૦૧-૪૦ર-૪૦૩). સમ્યગ્દર્શન પ્રથમ પ્રગટ થતાં જ જ્ઞાન સમ્યક્ થઈ જાય છે; અને આત્માની અનુભૂતિ થાય છે-એટલે કે જ્ઞાન સ્વજ્ઞેયમાં સ્થિર થાય છે. પણ તે સ્થિરતા થોડો વખત ટકે છે. અને રાગ હોવાથી જ્ઞાન સ્વમાંથી છૂટીને પર તરફ જાય છે. , ત્યારે પણ સમ્યગ્દર્શન હોય છે અને જોકે જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે તો પણ તે જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે; તે વખતે અનુભૂતિ નથી તોપણ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે એમ જાણવું.
(પ) પ્રશ્નઃ– ‘સમ્યગ્દર્શનનું’ એક લક્ષણ જ્ઞાનચેતના છે’- એ બરાબર છે? ઉત્તરઃ– જ્ઞાનચેતના સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોય જ છે તેથી તે વ્યવહાર અથવા બાહ્ય લક્ષણ છે.
(૬) પ્રશ્નઃ– અનુભૂતિનું નામ ચેતના છે-એ બરાબર છે? ઉત્તરઃ– જ્ઞાનની સ્થિરતા એટલે કે શુદ્ધોપયોગ (અનુભૂતિ) ને ઉપયોગરૂપ જ્ઞાનચેતના કહેવામાં આવે છે.
(૭) પ્રશ્નઃ– સમ્યગ્દર્શનનો અર્થ શુદ્ધાત્માવલોકન વા શુદ્ધાત્મોપલબ્ધિ યા શુદ્ધાત્માનુભૂતિ છે એ બરાબર છે?
Page 111 of 655
PDF/HTML Page 166 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૦૯
ઉત્તરઃ– એ ત્રણે શબ્દોનો અર્થ આત્માની આત્મામાં સ્થિરતા એવો થાય છે, અને તે ચારિત્રગુણનો પર્યાય છે માટે પ્રશ્નમાં કહેવામાં આવેલો અર્થ ઘટતો નથી, પણ અવિનાભાવી સંબંધથી તેને સમ્યગ્દર્શનનું લક્ષણ કહી શકાય.
(૮) પ્રશ્નઃ– પૂર્ણ શુદ્ધાત્માની અનુભૂતિ ૧૩-૧૪ ગુણસ્થાને તથા સિદ્ધોને હોય છે તેથી પૂર્ણ સમ્યગ્દર્શન પણ ત્યાં થાય છે-એ બરાબર છે? એટલે કે તે પૂર્વનાં જેટલાં સમ્યગ્દર્શન છે તે સમ્યગ્દર્શન પૂર્ણ નથી એ બરાબર છે?
ઉત્તરઃ– સિદ્ધ ભગવાનનું સમ્યગ્દર્શન અને તિર્યંચનું સમ્યગ્દર્શન વિષયઅપેક્ષાએ એક સરખું હોય છે એટલે કે આત્માને જેવો સિદ્ધ ભગવાન માને છે તેવો જ સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ માને છે, તેમાં લેશમાત્ર ફેર નથી. સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ પોતાના આત્માને એક પ્રકારે માને અને સિદ્ધ ભગવાન કોઈ બીજા પ્રકારે માને એમ બની શકે નહિ. પરંતુ પર્યાયમાં ફેર છે. સમ્યગ્દર્શન-પર્યાયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં પ્રગટે છે. તે અપૂર્ણતાનું ઉપાદાનકારણ સંસ્કારવશપણું છે. અને નિમિત્ત લેવું હોય તો ચારિત્રમોહનીય તથા ઘાતિકર્મના ઉદયને ઉપચારથી લેવાય છે. આ સંબંધે તત્ત્વાર્થસારમાં પૃષ્ઠા-૩૦૪ માં આ પ્રમાણે કહ્યું છે, “અથવા એ કહેવું જોઈએ કે ચારિત્રમોહનીય, મિથ્યાત્વના અભાવમાં રહે તો છે પરંતુ જ્યાં સુધી ચારિત્રમોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી- ક્ષાયિક સમ્યક્ત્વ પણ ‘કેવળસમ્યક્ત્વ’નામ પામતું નથી, -કે જે રત્નયત્રની પૂર્ણતાનું એક ચિહ્ન છે. ભાવાર્થઃ– કાંઈક સંસ્કારવશ હો યા ચારિત્રમોહના સંબંધથી હો, ચારિત્રમોહનીય તથા ઘાતિકર્મો રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી.” વળી જુઓ શ્લોકવાર્તિક પાનું ૬૮-૬૯.
આ પ્રકારે પૂર્ણતામાં અનેકાંત છે. નીચલાં ગુણસ્થાનોમાં વિષયઅપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્ણ છે, પણ પર્યાય અપેક્ષાએ અપૂર્ણ છે. સિદ્ધ ભગવાનને વિષય અને પર્યાય બન્ને અપેક્ષાએ સમ્યગ્દર્શનની પૂર્ણતા છે.
પ્રશ્નઃ– સમ્યક્ત્વગુણ સર્વથા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને થયો છે કે નથી થયો? તેનું સમાધાન કહો. (પ્રશ્નકારની દલીલ) જો કહેશો કે સર્વથા થયો છે તો (તેને) સિદ્ધ કહો, શાથી? કે એક ગુણ સર્વથા વિમળ થતાં સર્વ શુદ્ધ થાય, સમ્યક્ગુણ સર્વ ગુણોમાં ફેલાયેલો છે તેથી સમ્યગ્જ્ઞાન-સમ્યગ્દર્શન બધા ગુણ સમ્યક્ થયા પણ સર્વથા સમ્યગ્જ્ઞાન નથી- એકદેશ સમ્યગ્જ્ઞાન છે. સર્વથા જ્ઞાન સમ્યક્ હોય તો સર્વથા ગુણ શુદ્ધ હોય તેથી સર્વથા કહેતા નથી; વળી જો કિંચિત્ સમ્યક્ત્વગુણ શુદ્ધ કહીએ તો સમ્યક્ત્વગુણનું ઘાતક મિથ્યાત્વ-અનંતાનુબંધી કર્મ હતું તે તો રહ્યું. જે ગુણનું આવરણ જાય તે ગુણ શુદ્ધ હોય માટે કિંચિત્ શુદ્ધ પણ બનતું નથી. તો કેવી રીતે છે?
Page 112 of 655
PDF/HTML Page 167 of 710
single page version
૧૧૦] [મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– એ એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક્ થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સમ્યક્ સર્વથા ન થયા તેથી પરમસમ્યક્ નથી. બધા ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યક્રૂપ થાય ત્યારે ‘પરમસમ્યક્’ એવું નામ હોય. વિવક્ષાપ્રમાણથી કથન પ્રમાણ છે. એ દર્શન ઉપરથી પૌદ્ગલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યક્ત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ સમ્યક્ત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો-પ્રગટ થયો. ચેતન-અચેતનની જુદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો; તેનું લક્ષણ-જ્ઞાનગુણ અનંત શક્તિએ કરી વિકારરૂપ થઈ રહ્યો હતો તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ, સામાન્યથી નામ થયું તેને મતિ-શ્રુતિ કહીએ છીએ, અથવા નિશ્ચયજ્ઞાન શ્રુતપર્યાય કહીએ, જઘન્યજ્ઞાન કહીએ છીએ; બાકીની સર્વજ્ઞાનશક્તિ રહી તે અજ્ઞાન-વિકારરૂપ વર્ગમાં છે. એ વિકાર શક્તિને કર્મધારારૂપ કહીએ છીએ. એ જ પ્રમાણે જીવને દર્શનશક્તિ અદર્શનરૂપ રહી છે, એ જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક ચારિત્રરૂપ તથા કેટલીક અન્ય વિકારરૂપ છે, એ પ્રમાણે ભોગગુણની સમજવી. બધા ગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીના વિકારરૂપ, એ બધો મિશ્રભાવ થયો. પ્રતીતિરૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધાભાવ થયો છે પણ આવરણ જ્ઞાનનું તથા અન્ય ગુણોનું લાગ્યું છે માટે તે મિશ્રભાવ છે.
આ સંબંધમાં શ્રી પદ્મનંદિપંચવિશતિકામાં ‘સુપ્રભાત-અષ્ટક’ સ્તોત્ર છે, તેની પહેલી ગાથામાં પણ આ જ ભાવથી કહ્યું છે કેઃ-
द्योते मोहकृते गते च सहसा निद्राभरे दुरतः।
सम्यग्ज्ञानद्रगक्षियुग्ममभितो विस्फारित यत्र त
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो यतिभ्यो नमः।। १।।
અર્થઃ– જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બન્નેની હયાતીરૂપ જે રાત્રિ તેનો નાશ થવાથી, તથા અંતરાય કર્મના ક્ષય થવાથી પ્રકાશ થતાં, અને મોહનીયકર્મના નિમિત્તથી કરવામાં આવેલ જે નિદ્રાનો ભાર તે તુરત જ દૂર થતાં જે સુપ્રભાતમાં સમ્યગ્જ્ઞાન તથા સમ્યગ્દર્શનરૂપ બન્ને નેત્રો વિશેષ સ્ફુરાયમાન થયા- એવા અચળ સુપ્રભાતને જે યતિઓએ પ્રાપ્ત કરી લીધું છે તે યતિઓને નમસ્કાર છે.
ભાવાર્થઃ– જેમ પ્રભાત થતાં રાત્રિનો સર્વથા અંત આવે છે તથા પ્રકાશ પ્રગટ થાય છે અને નિદ્રાનો નાશ થાય છે અર્થાત્ સૂતેલાં પ્રાણીઓ જાગૃત થાય છે અને
Page 113 of 655
PDF/HTML Page 168 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૧૧ તેમનાં બન્ને નેત્રો ખૂલી જાય છે, તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો સર્વથા નાશ થવાથી તથા મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી નિદ્રાના સર્વથા દૂર થઈ જવાથી જે સુપ્રભાતમાં સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન વિશેષ સ્ફુરાયમાન થાય છે એવા સુપ્રભાતને પ્રાપ્ત કરી લેનારા મુનિઓને મસ્તક ઝુકાવીને નમસ્કાર છે.
કેવળજ્ઞાન થતાં સમ્યગ્જ્ઞાન તેમ જ સમ્યગ્દર્શન પણ વિશેષ સ્ફુરાયમાન થાય છે તેમ આ ગાથામાં જણાવ્યું છે.
(૯) પ્રશ્નઃ– જો સમ્યક્ત્વનો વિષય બધાને સરખો છે તો પછી સમ્યગ્દર્શનના ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એવા ભેદો કેમ પડયા?
ઉત્તરઃ– દર્શનમોહનીય કર્મના અનુભાગબંધની અપેક્ષાએ તે ભેદ નથી પણ સ્થિતિબંધની અપેક્ષાએ તે ભેદ છે, પણ તે કારણે તેઓમાં આત્માની માન્યતામાં કાંઈ ફેર પડતો નથી. દરેક પ્રકારના સમ્યગ્દર્શનમાં આત્માની માન્યતા એક જ પ્રકારની છે.
આત્માના સ્વરૂપની જે માન્યતા ઔપશમિક સમ્યગ્દર્શનમાં હોય છે તે જ માન્યતા ક્ષાયોપશમિક અને ક્ષાયિક સમ્યગ્દર્શનમાં હોય છે. કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યગ્દર્શન હોય છે તેમને પણ આત્માના સ્વરૂપની તે જ પ્રકારની માન્યતા હોય છે. એ રીતે બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોને આત્મસ્વરૂપની માન્યતા એક જ પ્રકારની હોય છે.
પ્રશ્નઃ– પંચાધ્યાયી અને પંચાસ્તિકાયમાં જ્ઞાનચેતનાના વિધાનોમાં ફેર છે? ઉત્તરઃ– પંચાધ્યાયીમાં ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનું વિધાન કરેલ છે, (જુઓ, અધ્યાય ર ગાથા-૮પ૪) પંચાસ્તિકાયમાં તેરમા ગુણસ્થાનથી જ્ઞાનચેતનાનો સ્વીકાર કરેલ છે, પણ તેથી તેમાં કાંઈ વિરોધ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવને શુભાશુભ ભાવનું સ્વામિત્વ નથી એ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના પંચાધ્યાયીમાં કહી છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ક્ષાયોપશમિકભાવમાં કર્મ નિમિત્ત હોય છે તે અપેક્ષાએ નીચેનાં ગુણસ્થાનોમાં તેનો સ્વીકાર કરેલ નથી. બન્ને કથનો વિવક્ષા આધીન હોવાથી સત્ય છે.
Page 114 of 655
PDF/HTML Page 169 of 710
single page version
૧૧૨] [મોક્ષશાસ્ત્ર પ્રદેશમાં રહે છે તેથી જો આત્માનો એક ગુણ (સમ્યગ્દર્શન) ક્ષાયિક થઈ જાય તો સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જવો જોઈએ અને તે જ ક્ષણે તેની મુક્તિ થઈ જવી જોઈએ, એમ કેમ નથી થતું?
ઉત્તરઃ– જીવદ્રવ્યમાં અનંતગુણ છે, તે દરેક ગુણ અસહાય અને સ્વાધીન છે તેથી એક ગુણની શુદ્ધિ થતાં બીજા ગુણની શુદ્ધિ થવી જ જોઈએ તેવો નિયમ નથી. આત્મા અખંડ હોવાથી એક ગુણ બીજા ગુણની સાથે અભેદ છે એ ખરું છે પણ તેથી પર્યાયઅપેક્ષાએ દરેક ગુણનો પર્યાય જુદે જુદે વખતે શુદ્ધ થવામાં કાંઈ દોષ નથી; દ્રવ્યઅપેક્ષાએ સંપૂર્ણ શુદ્ધિ પ્રગટે ત્યારે દ્રવ્યની આખી શુદ્ધિ પ્રગટી ગણાય; પણ ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં સંપૂર્ણ આત્મા ક્ષાયિક થવો જોઈએ અને મુક્તિ તરત થવી જોઈએ એમ માનવું યોગ્ય નથી.
(ર) પ્રશ્નઃ– એક ગુણ સર્વ ગુણાત્મક છે અને સર્વ ગુણ એક ગુણાત્મક છે; માટે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય સંપૂર્ણ ગુણ પણ પૂર્ણ રીતે તે જ સમયે પ્રગટ થવા જોઈએ-એ ખરું છે?
ઉત્તરઃ– એ માન્યતા ખરી નથી. ગુણ અને ગુણી અખંડ છે એટલી અપેક્ષાએ એટલે કે અભેદ અપેક્ષાએ ગુણો અભેદ છે પણ તેથી એક ગુણ બીજા બધા ગુણરૂપ છે એમ કહી શકાય નહિ; એમ કહેતાં દરેક દ્રવ્ય એક જ ગુણાત્મક થાય- પણ તેમ બને નહિ. ભેદ અપેક્ષાએ દરેક ગુણ ભિન્ન, સ્વતંત્ર, અસહાય છે, એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ છે; વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ છે-તેમ માનવામાં ન આવે તો દ્રવ્ય અને ગુણ સર્વથા અભિન્ન થઈ જાય. એક ગુણને બીજા ગુણ સાથે નિમિત્ત-નૈમિત્તિક- સંબંધ છે-એ અપેક્ષાએ એક ગુણ બીજા ગુણને સહાયક કહેવામાં આવે છે. (જેમકે- સમ્યગ્દર્શન કારણ અને સમ્યગ્જ્ઞાન કાર્ય.)
(૩) પ્રશ્નઃ– આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્તરૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજાં કર્મો નિમિત્તરૂપ ઘાતક છે કે કેમ?
ઉત્તરઃ– ના, તેમ નથી. પ્રશ્નઃ– અનંતાનુબંધી ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે તેથી તે ચારિત્રના ઘાતમાં નિમિત્ત હોય પણ સમ્યગ્દર્શનના ઘાતમાં તે કેમ નિમિત્ત ગણાય છે?
ઉત્તરઃ– અનંતાનુબંધીના ઉદયમાં જોડાતાં ક્રોધાદિરૂપ પરિણામ થાય છે પણ કાંઈ અતત્ત્વશ્રદ્ધાન થતું નથી માટે તે ચારિત્રના ઘાતનું જ નિમિત્ત થાય છે, પણ સમ્યક્ત્વના ઘાતમાં તે નિમિત્ત નથી. પરમાર્થથી તો આમ જ છે; પરંતુ અનંતાનુબંધીના ઉદયથી
Page 115 of 655
PDF/HTML Page 170 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૧૩ જેવા ક્રોધાદિક થાય છે તેવા ક્રોધાદિક સમ્યક્ત્વના સદ્ભાવમાં થતા નથી એવો નિમિત્ત નૈમિત્તિકસંબંધ છે, તેથી ઉપચારથી અનંતાનુબંધીમાં સમ્યક્ત્વનું ઘાતકપણું કહેવામાં આવે છે. [મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું-૩૩૭]
(૪) પ્રશ્નઃ– ત્રિલોકસારની ૭૧ મી ગાથામાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચને સમ્યગ્દર્શનના અવિભાગ પ્રતિચ્છેદો કેટલા હોય છે એ બતાવ્યું છે, માટે ક્ષાયિક સમ્યગ્દર્શન અપૂર્ણ શા માટે જ ગણાય?
ઉત્તરઃ– ‘ક્ષાયિક’ સમ્યગ્દર્શન પ્રગટ થયું એમ કહેવું તે આત્માના શ્રદ્ધાગુણનું પ્રગટવું અને સાત પ્રકૃતિઓનો ક્ષય થવો તે બતાવવા-એટલે કે નિમિત્ત- નૈમિત્તિકસંબંધ બતાવવા પૂરતું છે, તે પરની અપેક્ષાએ છે, ત્યાં મિથ્યાદર્શન અને અનંતાનુબંધીની સાત પ્રકૃતિ આત્મપ્રદેશે સત્તામાં પણ રહેતી નથી, જો સ્વદ્રવ્યના બીજા ગુણોની સાથે અભેદપણું લક્ષમાં લઈએ તો તે અપેક્ષાએ તે ગુણનો પૂર્ણ પર્યાય કેવળજ્ઞાન થતાં પ્રગટ થાય છે એમ કહી શકાય. વળી દ્રવ્ય અખંડ છે તેથી દ્રવ્યઅપેક્ષાએ આખા દ્રવ્યની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપણામાં થાય છે એમ કહી શકાય છે. સમ્યગ્દર્શન એકવાર પ્રગટ થયા પછી તે મેળવવા માટે પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પણ તેની દ્રઢતા માટે તથા ચારિત્ર માટે પુરુષાર્થ કરવાનો રહે છે અને તેને અનુસરીને સંપૂર્ણ જ્ઞાન તેરમા ગુણસ્થાને પ્રગટે છે અને પરમ યથાખ્યાતચારિત્ર ચૌદમા ગુણસ્થાનના અંતમાં પ્રગટે છે-એ રીતે દ્રવ્યઅપેક્ષાએ અખંડ પૂર્ણ શુદ્ધિ સિદ્ધદશામાં થાય છે.
ત્રિલોકસાર ગાથા-૭૧ માં અવિભાગ પ્રતિચ્છેદનું જે કથન છે તે તેના પર્યાયની અપેક્ષાએ છે પણ વિષયની અપેક્ષાએ તે કથન નથી; કેમ કે સ્વરૂપની માન્યતા તો તમામ પ્રકારના સમ્યગ્દર્શનમાં એક જ પ્રકારની હોય છે એટલે તેમાં ક્રમ કે ભેદ પડી શકતા નથી; ચારિત્રમાં ભેદ પડે છે. સમ્યગ્દર્શન પ્રગટતાં અભિપ્રાય (શ્રદ્ધા-માન્યતા) અપેક્ષાએ જીવનો મોક્ષ થયો-એમ જ્ઞાનીઓ કહે છે.
(પ) પ્રશ્નઃ– સંસારમાં એવો નિયમ છે કે દરેક ગુણનો ક્રમિક વિકાસ થાય છે, માટે સમ્યગ્દર્શનનો પણ ક્રમિક વિકાસ થવો જોઈએ?
ઉત્તરઃ– એવો એકાંત સિદ્ધાંત નથી. વિકાસમાં પણ અનેકાંતસ્વરૂપ લાગુ પડે છે એટલે કે આત્માનો શ્રદ્ધાગુણ તેના વિષયની અપેક્ષાએ એક સાથે ઊઘડે છે. અને આત્માના જ્ઞાનાદિ કેટલાક ગુણોમાં ક્રમિક વિકાસ થાય છે.
Page 116 of 655
PDF/HTML Page 171 of 710
single page version
૧૧૪] [મોક્ષશાસ્ત્ર સમ્યગ્દર્શન પ્રગટે ત્યારથી જ તે પોતાના વિષય પરત્વે પૂર્ણ અને ક્રમરહિત હોય છે.
સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્રમાં ક્રમે ક્રમે વિકાસ થાય છે. આ રીતે વિકાસમાં ક્રમિક અને અક્રમિકપણું આવે છે, તેથી વિકાસનું સ્વરૂપ અનેકાંત છે-એમ સમજવું.
(૬) પ્રશ્નઃ– સમ્યક્ત્વના આઠ અંગ કહ્યાં છે, તેમાં એક અંગ ‘નિઃશંક્તિ’ છે અને તેનો અર્થ નિર્ભયતા કહ્યો છે; નિર્ભયતા આઠમા ગુણસ્થાને થાય છે માટે જ્યાંસુધી ભય છે. ત્યાંસુધી સમ્યગ્દર્શન પૂર્ણ નથી-એમ જાણવું તે બરાબર છે? જો સમ્યગ્દર્શન પૂર્ણ હોત તો શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ હતા તે આપઘાત ન કરત એ ખરું કે નહિ?
ઉત્તરઃ– એ ખરું નથી; સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્દર્શનના વિષયની માન્યતા પૂર્ણ જ હોય છે કેમ કે તેનો વિષય અખંડ શુદ્ધાત્મા છે. સમ્યગ્દ્રષ્ટિને શંકા-કાંક્ષા- વિચિકિત્સાનો અભાવ દ્રવ્યાનુયોગમાં કહ્યો છે, અને કરણાનુયોગમાં ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દસમા સુધી અને જુગુપ્સાનો આઠમા સુધી સદ્ભાવ કહ્યો છે, ત્યાં વિરોધ નથી, કારણ કે-શ્રદ્ધાનપૂર્વકના તીવ્ર શંકાદિકનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દ્રષ્ટિ શંકાદિક કરે નહિ-એ અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો, પણ સૂક્ષ્મ શક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમાદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી સદ્ભાવ કહ્યો. (મોક્ષમાર્ગ- પ્રકાશક પાનું-ર૯૬)
સમ્યગ્દ્રષ્ટિને ‘નિર્ભયતા’ કહી છે તેનો અર્થ એવો છે કે અનંતાનુબંધીનો કષાય સાથે જે જાતનો ભય હોય તે જાતનો ભય સમ્યગ્દ્રષ્ટિને નથી એટલે કે ‘પરવસ્તુથી મને ભય થાય છે’ એમ અજ્ઞાનદશામાં જીવ માનતો હતો તે માન્યતા સમ્યગ્દ્રષ્ટિ થતાં ટળી ગઈ, હવે જે ભય થાય છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે એટલે કે ભયમાં પોતાના વર્તમાન પર્યાયનો દોષ છે-પરવસ્તુનો દોષ નથી, એમ તે માને છે. એટલે પર પ્રત્યેની તેને નિર્ભયતા પ્રગટી છે, આ અપેક્ષાએ તે કથન છે. સર્વથા ભય ટળ્યો નથી, તે આઠમે ગુણસ્થાને ટળે છે.
શ્રેણિક રાજાને જે ભય ઉત્પન્ન થયો, તે પોતાની નબળાઈને કારણે હતો એવી તેની માન્યતા હોવાથી સમ્યગ્દર્શન અપેક્ષાએ તે નિર્ભય છે. ચારિત્રઅપેક્ષાએ અલ્પ ભય થતાં આત્મઘાતનો વિકલ્પ આવ્યો.
Page 117 of 655
PDF/HTML Page 172 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૧પ જરૂર પડશે કેમકે ક્ષાયિક શક્તિ વગર કોઈ પણ ક્ષાયિક લબ્ધિ ટકી શકે નહિ. આ માન્યતા બરાબર છે?
ઉત્તરઃ– એ માન્યતા ભૂલ ભરેલી છે. વીર્યાંતરાયના ક્ષયોપશમના નિમિત્તે અનેક પ્રકારના ક્ષાયિક પર્યાય પ્રગટે છેઃ- ૧-ક્ષાયિક સમ્યગ્દર્શન (ચોથેથી સાતમે ગુણસ્થાને), ર-ક્ષાયિક યથાખ્યાતચારિત્ર (બારમા ગુણસ્થાને), ૩-ક્ષાયિક ક્ષમા (દસમા ગુણસ્થાને), *૪-ક્ષાયિક નિર્માનતા (દસમા ગુણસ્થાને), પ-ક્ષાયિક નિષ્કપટતા (દસમા ગુણસ્થાને), અને ૬-ક્ષાયિક નિર્લોભતા (બારમા ગુણસ્થાને) હોય છે. બારમા ગુણસ્થાને વીર્ય ક્ષયોપશમરૂપ હોય છે, છતાં કષાયનો ક્ષય છે.
બીજી રીતે જોઈએ તો તેરમા ગુણસ્થાને ક્ષાયિક અનંતવીર્ય અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે, છતાં યોગનું કંપન અને ચાર પ્રતિજીવી ગુણોનુ અપ્રગટપણું (વિભાવભાવ) હોય છે, ચૌદમા ગુણસ્થાને કષાય અને યોગ બન્ને ક્ષયરૂપ છે છતાં અસિદ્ધત્વ છે, તે વખતે પણ જીવની પોતાના ઉપાદાનની કચાશને લઈને કર્મો સાથેનો સંબંધ અને સંસારીપણું છે.
ઉપરની હકીકતથી એમ સિદ્ધ થાય છે કે; ભેદ અપેક્ષાએ દરેક ગુણ સ્વતંત્ર છે; જો તેમ ન હોય તો એક ગુણ બીજા ગુણરૂપ થઈ જાય અને તે ગુણનું પોતાનું સ્વતંત્ર કાર્ય રહે નહિ; દ્રવ્ય અપેક્ષાએ બધા ગુણો અભેદ છે એ ઉપર કહેવાય ગયું છે.
પ્રશ્નઃ– જ્ઞાન અને દર્શન એ ચેતનાગુણના વિભાગ છે, તે બન્નેના ઘાતમાં નિમિત્તપણે જુદાં જુદાં કર્મ માન્યાં છે, પરંતુ સમ્યક્ત્વ અને ચારિત્ર એ બન્ને જુદાજુદા ગુણ છે છતાં તે બન્નેના ઘાતમાં નિમિત્તકર્મ એક મોહ જ માનવામાં આવ્યું છે તેનું શું કારણ?
આ પ્રશ્ન ઉપરથી ઉઠતા સવાલો નીચે મુજબ છેઃ- ૧- મોહનીયકર્મ જ્યારે સમ્યક્ત્વ અને ચારિત્ર એ બન્ને ગુણોના ઘાતમાં નિમિત્ત છે
જ કેમ કહ્યાં?
_________________________________________________________________
* દ્રવ્યક્રોધની ૯મા ગુણસ્થાનકના ૭મા ભાગમાં વ્યુચ્છિત્તિ (નાશ) થાય છે. દ્રવ્યમાનની ૯ મા ગુણસ્થાનકના ૮ મા ભાગમાં વ્યુચ્છિત્તિ (નાશ) થાય છે. દ્રવ્યમાયાની ૯ મા ગુણસ્થાનકના ૯ મા ભાગમાં વ્યુચ્છિત્તિ (નાશ) થાય છે.
Page 118 of 655
PDF/HTML Page 173 of 710
single page version
૧૧૬] [મોક્ષશાસ્ત્ર ર-જ્યારે મોહનીય બે ગુણોના ઘાતમાં નિમિત્ત છે તો ચાર ઘાતિ કર્મો ચાર જ
૩-શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતાં પ્રગટ થવાવાળા જે આઠ ગુણ કહ્યા છે તેમાં ચારિત્રને
૪-કોઈ કોઈ જગ્યાએ ચારિત્ર અગર સમ્યક્ત્વમાંથી એકેયને નહિ કહેતાં સુખગુણનો
જ્યારે જીવ પોતાનું નિજસ્વરૂપ પ્રગટ ન કરે- સાંસારિકદશાને વધારે-ત્યારે મોહનીયકર્મ નિમિત્ત છે, પણ કર્મ જીવને કાંઈ પણ કરી શકે એમ માનવું તે તદ્ન મિથ્યા છે. સાંસારિકદશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય-અશાંતિ થાય- ક્ષોભ થાય. એ અશાંતિમાં ત્રણ વિભાગો પડે છેઃ ૧-અશાંતિરૂપ વેદનનું જ્ઞાન, ર-તે વેદન તરફ જીવ ઝૂકે ત્યારે નિમિત્તકારણ અને ૩-અશાંતિરૂપ વેદન. તે વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થઈ જાય છે. તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનીય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે; અને વેદનમાં મોહનીય નિમિત્ત છે. અશાંતિ, મોહ, આત્મજ્ઞાન-પરાઙ્મુખતા તથા વિષયાસકિત એ સર્વ કાર્ય મોહનાં જ છે. કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે તેથી વિષયાસકિત ઘટાડવા પહેલાં જ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવાનો ભગવાન ઉપદેશ આપે છે.
મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છેઃ ૧. દ્રષ્ટિની વિમુખતા અને ર. ચારિત્રની વિમુખતા. બન્નેમાં વિમુખતા સામાન્ય છે. તે બન્ને સામાન્યપણે ‘મોહ’ નામથી ઓળખાય છે, માટે તે બન્નેને અભેદપણે એક કર્મ જણાવી, તેના બે પેટા વિભાગ ‘દર્શનમોહ’ અને ‘ચારિત્રમોહ’ કહ્યા છે. દર્શનમોહ તે અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ તે પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે. મિથ્યાદર્શનમાં દર્શનમોહ નિમિત્ત છે; દર્શનમોહનો અભાવ થતાં તે જ વખતે ચારિત્રમોહનો એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એકસાથે અભાવ થાય છે, અને ત્યારપછી ક્રમે-ક્રમે વીતરાગતા વધતાં ચારિત્રમોહનો ક્રમેક્રમે અભાવ થતો જાય છે, તે કારણે દર્શન કારણ અને ચારિત્ર કાર્ય એમ પણ કહેવામાં આવે છે, આ રીતે ભેદ અપેક્ષાએ તે જુદા છે; તેથી પ્રથમ અભેદ અપેક્ષાએ ‘મોહ’ કર્મ એક હોવાથી તેને એક કર્મ ગણીને પછી
Page 119 of 655
PDF/HTML Page 174 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૧૭ તેના બે પેટા વિભાગ-દર્શનમોહ અને ચારિત્રમોહ ગણવામાં આવ્યા છે.
ચાર ઘાતિયા કર્મોને ચાર ગુણોના ઘાતમાં નિમિત્ત કહ્યાં તેનું કારણ એ છે કે-મોહકર્મને અભેદઅપેક્ષાએ જ્યારે એક ગણ્યું ત્યારે શ્રદ્ધા અને ચારિત્ર ગુણને અભેદ અપેક્ષાએ શાંતિ (સુખ) ગણી ચાર ગુણોના ઘાતમાં ચાર ઘાતિયા કર્મોને નિમિત્તપણે કહ્યાં.
શંકાઃ– જો મિથ્યાત્વ અને કષાય એક જ હોય તો મિથ્યાત્વનો નાશ થતાં કષાયનો અભાવ પણ થવો જ જોઈએ, કે જે કષાયના અભાવને ચારિત્રની પ્રાપ્તિ કહે છે- પરંતુ તેમ તો થતું નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત હોવા છતાં ચોથા ગુણસ્થાને ચારિત્ર પ્રાપ્ત થતું નથી તેથી ચોથા ગુણસ્થાનને અવ્રતરૂપ કહેવાય છે. અણુવ્રત થતાં પાંચમું ગુણસ્થાન થાય છે, પૂર્ણ વ્રત થતાં ‘વ્રતી’ સંજ્ઞા થવા છતાં યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. એ પ્રકારે વિચારવાથી માલૂમ પડશે કે સમ્યક્ત્વ ક્ષાયિકરૂપ પૂર્ણ થવા છતાં પણ ચારિત્રની પ્રાપ્તિમાં અથવા પૂર્ણતામાં વિલંબ થાય છે, તેથી સમ્યક્ત્વ અને ચારિત્રમાં અથવા મિથ્યાત્વ અને કષાયોમાં એકતા તથા કારણ-કાર્યપણું કેમ ઠીક થઈ શકે?
સમાધાનઃ– મિથ્યાત્વ ન રહેવાથી જે કષાય રહે છે તે મિથ્યાત્વની સાથે રહેવાવાળા અતિ તીવ્ર અનંતાનુબંધી કષાયોની સમાન હોતો નથી, પણ અતિ મંદ થઇ જાય છે; તેથી તે કષાય ગમે તેવો બંધ કરે તો પણ દીર્ઘસંસારના કારણભૂત તે બંધ થતો નથી, અને તેથી જ્ઞાનચેતના પણ સમ્યગ્દર્શન થતાં જ શરૂ થઈ જાય છે-કે જે બંધના નાશનું કારણ છે; તેથી પ્રથમ મિથ્યાત્વ હોય ત્યારે જે ચેતના હોય છે તે કર્મચેતના અને કર્મફળચેતના હોય છે-કે જે પૂર્ણ બંધનું કારણ છે. આનો સારાંશ એ છે કે કષાય તો સમ્યગ્દ્રષ્ટિને પણ શેષ રહે છે પરંતુ મિથ્યાત્વનો નાશ થવાથી અતિમંદ થઈ જાય છે અને તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ કેટલાક અંશે અબંધ રહે છે અને નિર્જરા કરે છે, તેથી મિથ્યાત્વ અને કષાયનો કેટલોક અવિનાભાવ જરૂર છે.
હવે શંકાની એ વાત રહી કે-મિથ્યાત્વના નાશની સાથે જ કષાયનો પૂર્ણ નાશ કેમ થતો નથી? તેનું સમાધાન એ છે કે-મિથ્યાત્વ અને કષાય સર્વથા એક ચીજ તો નથી; સામાન્ય સ્વભાવ બન્નેનો એક છે પરંતુ વિશેષ અપેક્ષાએ કાંઈક ભેદ પણ છે. વિશેષ-સામાન્યની અપેક્ષાએ ભેદ-અભેદ બન્નેને અહીં માનવા જોઈએ. એ ભાવ દેખાડવાને માટે જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ અને આત્મશાંતિના ઘાતનું નિમિત્ત મૂળપ્રકૃતિ એક ‘મોહ’ રાખી છે અને ઉત્તરપ્રકૃતિમાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બે ભેદ કર્યા છે. (આ ખુલાસામાં પહેલી અને બીજી શંકાનું સમાધાન આવી ગયું.) જ્યારે ઉત્તરપ્રકૃતિમાં ભેદ છે ત્યારે તેના નાશનો પૂર્ણ અવિનાભાવ કેમ થઈ શકે? [ન થાય].
Page 120 of 655
PDF/HTML Page 175 of 710
single page version
૧૧૮] [મોક્ષશાસ્ત્ર હા, પણ મૂળ કારણ ન રહેતાં ચારિત્રમોહનીયનો ટકાવ પણ અધિક રહેતો નથી. દર્શનમોહનીયની સાથે નહિ તોપણ થોડા જ વખતમાં ચારિત્રમોહનીય પણ નષ્ટ થઈ જાય છે..
-અથવા એમ કહેવું જોઈએ કે ચારિત્રમોહનીય મિથ્યાત્વના અભાવમાં જોકે રહે તો છે પરંતુ જ્યાં સુધી ચારિત્રમોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી, ક્ષાયિકસમ્યક્ત્વ પણ ‘કેવળસમ્યક્ત્વ’ નામ પામતું નથી કે જે રત્નત્રયની પૂર્ણતાનું ચિહ્ન છે.
ભાવાર્થઃ– અસ્થિરતા વગેરેના કારણે ઘાતિકર્મોના સમય સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી..
અથવા સમ્યક્ત્વ થઈ જવા છતાં પણ જ્ઞાન સદા સ્વાનુભૂતિમાં જ તો નથી રહેતું. જ્ઞાનનું જ્યારે બાહ્ય લક્ષ થઈ જાય છે ત્યારે સ્વાનુભૂતિથી ખસી જવાના કારણે સમ્યગ્દ્રષ્ટિ પણ વિષયોમાં અલ્પ તન્મય થઈ જાય છે; પરંતુ એ છદ્મસ્થજ્ઞાનની ચંચળતાનો દોષ છે અને તેનું કારણ પણ કષાય જ છે; પણ જ્ઞાનની કેવળ કષાય- નૈમિત્તિક ચંચળતા થોડા વખત સુધી જ રહી શકે છે, અને તે પણ તીવ્ર બંધનું કારણ થતી નથી.
ભાવાર્થઃ– સમ્યક્ત્વની ઉત્પત્તિથી સંસારની જડ તો તૂટી જાય છે પરંતુ બીજાં કર્મોનો તે જ ક્ષણે સર્વનાશ થતો નથી. કર્મ પોતપોતાની યોગ્યતા અનુસાર બંધાય છે તથા ઉદયમાં આવે છે. જુઓ, મિથ્યાત્વના સાથી ચારિત્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ ક્રોડાકોડી સાગરની હોય છે. એ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે, અને તે જ દીર્ઘ અને અસલી સંસારની સ્થાપના કરે છે, તેથી તેનો નાશ કર્યો કે સંસારનો કિનારો આવી ગયો સમજવો; પરંતુ સાથે એ પણ ભૂલવું ન જોઈએ કે મોહ તો બન્ને છે, એક (દર્શનમોહ) અમર્યાદિત છે અને બીજો (ચારિત્રમોહ) મર્યાદિત છે-પરંતુ બન્ને સંસારનાં જ કારણો છે.
સંસારનું સંક્ષેપમાં સ્વરૂપ કહીએ તો તે દુઃખમય છે, તેથી આનુષંગિક ભલે દુઃખનાં નિમિત્તકારણ બીજાં કર્મ પણ હોય તોપણ મુખ્ય નિમિત્તકારણ મોહનીયકર્મ છે, જ્યારે સર્વ દુઃખનું કારણ (નિમિત્તપણે) મોહનીય કર્મ માત્ર છે તો મોહના નાશને સુખ કહેવું જોઈએ. જે ગ્રંથકાર મોહના નાશને સુખગુણની પ્રાપ્તિ માને છે તેનું માનવું મોહના સંયુક્ત કાર્યની અપેક્ષાએ વ્યાજબી છે. તે માનવું અભેદ-વ્યાપક દ્રષ્ટિથી છે; તેથી જે સુખને અનંત ચતુષ્ટયમાં ગર્ભિત કરે છે તે ચારિત્ર તથા સમ્યક્ત્વને જુદા ગણતા નથી, કેમકે સમ્યક્ત્વ તથા ચારિત્રના સામુદાયિક સ્વરૂપને સુખ કહી શકાય છે.
Page 121 of 655
PDF/HTML Page 176 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૧૯
ચારિત્ર અને સમ્યક્ત્વ બન્નેનો સમાવેશ (છેડો-ફળ) સુખગુણમાં અથવા સ્વરૂપલાભમાં જ થાય છે; તેથી ચારિત્ર અને સમ્યક્ત્વનો અર્થ સુખ પણ થઈ શકે છે. જ્યાં સુખ અને વીર્યગુણનો ઉલ્લેખ અનંત ચતુષ્ટયમાં કરે છે ત્યાં તે ગુણોની મુખ્યતા ગણી કહે છે અને બીજાને ગૌણ ગણી કહેતા નથી, તોપણ તેમને તેમાં સંગ્રહિત થયેલ સમજી લેવા જોઈએ કેમકે સુખગુણના તે બન્ને વિશેષાકાર છે. આ કથનથી મોહનીયકર્મ કયા ગુણના ઘાતમાં નિમિત્ત છે તેનો ખુલાસો થઈ જાય છે; તથા વેદનીયનું અઘાતકપણું પણ સિદ્ધ થાય છે કેમકે વેદનીય કોઈને ઘાતવામાં નિમિત્ત નથી, માત્ર ઘાત થયેલ સ્વરૂપનો જીવ જ્યારે અનુભવ કરે ત્યારે નિમિત્તરૂપ છે. [આ ખુલાસામાં ત્રીજી અને ચોથી શંકાનું સમાધાન આવી ગયું.]
છે, ત્યારે કર્મનો ઉદય હાજરરૂપે નિમિત્ત છે, પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે; તેમ જ જીવ વિકાર કરે ત્યારે પુદ્ગલકાર્માણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે-એવો નિમિત્ત- નૈમિત્તિકસંબંધ છે. જીવને વિકારીપણે કર્મ પરિણમાવે અને કર્મને જીવ પરિણમાવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારકથન છે. ખરી રીતે જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહિ-એમ સમજવું. ગોમ્મટસાર આદિ કર્મશાસ્ત્રોના આ પ્રમાણે અર્થ કરવા તે જ ન્યાયસર છે.]
(૮) પ્રશ્નઃ– બંધનાં કારણોમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ મોક્ષશાસ્ત્રમાં કહ્યાં છે, અને બીજા આચાર્યો કષાય અને યોગ એ બે જ બતાવે છે; આ રીતે તેઓ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ને કષાયના ભેદ માને છે. કષાય ચારિત્રમોહનીયનો ભેદ છે; તો પછી એમ પ્રતીત થાય છે કે ચારિત્રમોહનીય જ બધાં કર્મોનું કારણ છે, માટે જ્યાંસુધી કષાય વિદ્યમાન છે ત્યાંસુધી કોઈ પણ ગુણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે નહિ, માટે સમ્યગ્દર્શનની પણ પૂર્ણ શુદ્ધિ ત્યાં ન થાય એમ જણાય છે તે બરાબર છે?
ઉત્તરઃ– કષાયના મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ પેટા-ભાગ છે, પણ તેથી ‘કષાય’ ચારિત્રમોહનીયનો ભેદ છે એમ માનવું બરાબર નથી. મિથ્યાત્વ તે મહા કષાય છે. ‘કષાય’ને જ્યારે સામાન્ય અર્થમાં વાપરીએ ત્યારે દર્શનમોહ અને ચારિત્રમોહ બન્નેરૂપ છે, કેમકે કષાયમાં મિથ્યાદર્શનનો સમાવેશ થઈ જાય છે. કષાયને જ્યારે વિશેષ અર્થમાં વાપરીએ ત્યારે તે ચારિત્રમોહનીયનો ભેદ છે. ચારિત્રમોહનીયકર્મ તે બધાં કર્મોનું કારણ નથી, પણ જીવનો મોહભાવ તે સાત અથવા આઠ કર્મોના બંધનું
Page 122 of 655
PDF/HTML Page 177 of 710
single page version
૧૨૦] [મોક્ષશાસ્ત્ર નિમિત્ત છે. જીવને ક્ષાયિક ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી સમ્યક્ત્વગુણની પૂરી શુદ્ધિ કઇ અપેક્ષાએ થઈ અને કઈ અપેક્ષાએ થઈ નથી એ આગળ બતાવાઈ ગયું છે. (જુઓ, પારા ર૧ પ્રશ્ન-૮).
(૯) પ્રશ્નઃ– સાત પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમાદિ થાય તે વ્યવહારસમ્યગ્દર્શન છે કે નિશ્ચયસમ્યગ્દર્શન છે?
ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. પ્રશ્નઃ– સિદ્ધ ભગવંતોને વ્યવહારસમ્યગ્દર્શન હોય છે કે નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે? ઉત્તરઃ– સિદ્ધોને નિશ્ચયસમ્યગ્દર્શન હોય છે. પ્રશ્નઃ– વ્યવહારસમ્યગ્દર્શન અને નિશ્ચયસમ્યગ્દર્શનમાં શું ફેર છે? ઉત્તરઃ– જીવાદિ નવ તત્ત્વોની તથા સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની વિકલ્પસહિતની શ્રદ્ધા તેને વ્યવહારસમ્યક્ત્વ કહેવામાં આવે છે; જે જીવ તે વિકલ્પનો અભાવ કરી પોતાના શુદ્ધાત્મા તરફ વલણ કરી નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે, તેને પૂર્વે વ્યવહારસમ્યકત્વ હતું એમ કહેવામાં આવે છે. જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ ન કરે તેને તે વ્યવહારાભાસ સમ્યક્ત્વ છે. વ્યવહારસમ્યગ્દર્શનનો અભાવ કરીને જે જીવ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે તેને વ્યવહારસમ્યગ્દર્શન ઉપચારથી (-એટલે કે વ્યય તરીકે- અભાવ તરીકે) નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહેવામાં આવે છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને વિપરીત અભિનિવેશરહિત આત્માનું શ્રદ્ધાન છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે; તથા દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહારસમ્યગ્દર્શન છે; એ પ્રમાણે એક કાળમાં સમ્યગ્દ્રષ્ટિને બન્ને સમ્યગ્દર્શન હોય છે. કેટલાક મિથ્યાદ્રષ્ટિને- દ્રવ્યલિંગી મુનિને અને કેટલાક અભવ્ય જીવને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન હોય છે પણ તે આભાસમાત્ર હોય છે; કેમ કે તેમને નિશ્ચયસમ્યક્ત્વ નથી તેથી તેમનું વ્યવહારસમ્યક્ત્વ પણ આભાસરૂપછે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૩૭]
દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનમાં પ્રવૃત્તિની મુખ્યતા છે. જે પ્રવૃત્તિમાં અરિહંતાદિકને દેવાદિક માને, અન્યને ન માને તેને દેવાદિકનો શ્રદ્ધાની કહેવામાં આવે છે. તત્ત્વશ્રદ્ધામાં વિચારની મુખ્યતા છે. જે જ્ઞાનમાં જીવાદિ તત્ત્વોને વિચારે છે તેને તત્ત્વશ્રદ્ધાની કહેવામાં આવે છે. એ બન્ને સમજ્યા પછી કોઈ જીવ રાગનો અંશે અભાવ કરી સમ્યકત્વ પ્રગટ કરે છે; તેથી એ બન્ને કોઈ જીવને સમ્યક્ત્વનાં (ઉપચારથી) કારણ કહેવામાં આવે છે; પરંતુ તેનો સદ્ભાવ મિથ્યાદ્રષ્ટિને પણ સંભવે છે તેથી તેનો વ્યવહાર વ્યવહારાભાસ છે.
Page 123 of 655
PDF/HTML Page 178 of 710
single page version
(૨૩)
પ્રશ્નઃ– આત્માની શુદ્ધોપલબ્ધિ જ્યાં સુધી છે ત્યાંસુધી જ્ઞાન જ્ઞાનચેતના છે અને તેટલું જ સમ્યગ્દર્શન છે એ ખરું છે?
ઉત્તરઃ– આત્માના અનુભવને શુદ્ધોપલબ્ધિ કહેવામાં આવે છે, તે ચારિત્રગુણનો પર્યાય છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિ પોતાના શુદ્ધોપયોગમાં જોડાયો હોય એટલે કે સ્વાનુભવરૂપ પ્રવર્તે ત્યારે તેને સમ્યક્ત્વ હોય છે; અને જ્યારે શુદ્ધોપયોગમાં જોડાયો ન હોય ત્યારે પણ તેને જ્ઞાનચેતના લબ્ધરૂપ હોય છે. જ્ઞાનચેતના અનુભવરૂપ હોય ત્યારે જ સમ્યગ્દર્શન હોય છે અને અનુભવરૂપ ન હોય ત્યારે હોતું નથી-એમ માનવું તે ભૂલ છે.
ક્ષાયિક સમ્યક્ત્વમાં જીવ શુભાશુભરૂપે પ્રવર્તે કે સ્વાનુભવરૂપ પ્રવર્તે પણ સમ્યક્ત્વ ગુણ તો સામાન્ય છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૪૬]
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તે ક્રમેક્રમે ખીલતો નથી પણ અક્રમપણે એક સમયમાં પ્રગટે છે, અને સમ્યગ્જ્ઞાનમાં તો હીનતાઅધિકતા હોય છે, પણ તેમાં વિભાવપણું હોતું નથી. ચારિત્રગુણ પણ ક્રમેક્રમે ઉઘડે છે, તે અંશે શુદ્ધ અને અંશે અશુદ્ધ (રાગદ્વેષવાળો) નીચલી દશામાં હોય છે, એટલે એ પ્રમાણે ત્રણે ગુણના શુદ્ધ પર્યાયના વિકાસમાં તફાવત છે.
દર્શનપાહુડની રરમી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે- “જો (અમે કહીએ છીએ તે) કરવાને સમર્થ હો તો કરજે, પણ જો કરવાને સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો જરૂર કરવી, કેમ કે કેવળી ભગવાને શ્રદ્ધા કરવાવાળાને સમ્યક્ત્વ કહ્યું છે.”
આ ગાથા એમ બતાવે છે કે-જેણે નિજસ્વરૂપને ઉપાદેય જાણી શ્રદ્ધાન કર્યું તેને મિથ્યાભાવ તો મટયો, પણ પુરુષાર્થની નબળાઈથી ચારિત્ર અંગીકાર કરવાનું સામર્થ્ય ન હોય તો જેટલું સામર્થ્ય હોય તેટલું કરે અને તે સિવાયને માટે શ્રદ્ધા કરે; એવી શ્રદ્ધા કરવાવાળાને ભગવાને સમ્યક્ત્વ કહ્યું છે.
આ જ મતલબે નિયમસારજી ગાથા ૧પ૪ માં પણ કહેવામાં આવ્યું છે, કેમ કે સમ્યગ્દર્શન તે ધર્મનું મૂળ છે.
Page 124 of 655
PDF/HTML Page 179 of 710
single page version
૧૨૨] [મોક્ષશાસ્ત્ર (૨પ)
મિથ્યાત્વભાવ દૂર થતાં સમ્યગ્દર્શન ચોથે ગુણસ્થાને પ્રગટે છે. તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય હોવાથી નિશ્ચયસમ્યક્ત્વ છે. પરંતુ તે સમ્યગ્દર્શનની સાથેના ચારિત્રગુણના પર્યાયનો વિચાર કરવામાં આવે તો ચારિત્રગુણના રાગવાળો પર્યાય હોય અથવા તો સ્વાનુભવરૂપ નિર્વિકલ્પ પર્યાય હોય ત્યાં, ચારિત્રગુણના નિર્વિકલ્પ પર્યાય સાથેના નિશ્ચયસમ્યગ્દર્શનને વીતરાગસમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને સવિકલ્પ (રાગસહિત) પર્યાય સાથેના નિશ્ચયસમ્યગ્દર્શનને સરાગસમ્યકત્વ કહેવામાં આવે છે. આ વિષય ઉપર (૮) મા વિભાગમાં કહેવાઈ ગયો છે.
જ્યારે સાતમા ગુણસ્થાને અને તેથી આગળ વધતી દશામાં નિશ્ચયસમ્યગ્દર્શન અને વીતરાગચારિત્રનું અવિનાભાવીપણું હોય ત્યારે તે અવિનાભાવીપણું બતાવવા માટે બન્ને ગુણનું એકત્વપણું લઈ તે વખતના સમ્યગ્દર્શનને તે એકત્વની અપેક્ષાએ ‘નિશ્ચયસમ્યક્ત્વ’ કહેવામાં આવે છે. અને નિશ્ચયસમ્યગ્દર્શન સાથેની વિકલ્પદશા બતાવવા, તે વખતે જોકે નિશ્ચયસમ્યગ્દર્શન છે તોપણ, તે નિશ્ચયસમ્યગ્દર્શનને ‘વ્યવહારસમ્યકત્વ’ કહેવામાં આવે છે. માટે જ્યાં ‘નિશ્ચયસમ્યગ્દર્શન’ શબ્દ વાપર્યો હોય ત્યાં તે શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ છે કે એકલા શ્રદ્ધાગુણની અપેક્ષાએ છે તે નક્કી કરી તેનો અર્થ સમજવો; તેમ જ ‘વ્યવહારસમ્યગ્દર્શન’ શબ્દ વાપર્યો હોય ત્યાં તે શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ છે કે એકલી શ્રદ્ધાની અપેક્ષાએ છે તે નક્કી કરી તેનો અર્થ સમજવો.
પ્રશ્નઃ– કેટલાક જીવોને ગૃહસ્થદશામાં મિથ્યાત્વ ટળી સમ્યગ્દર્શન થયું હોય છે તો તે સમ્યગ્દર્શન કેવું સમ્યગ્દર્શન સમજવું?
ઉત્તરઃ– એકલા શ્રદ્ધાગુણની અપેક્ષાએ તેને નિશ્ચયસમ્યગ્દર્શન અને શ્રદ્ધા તથા ચારિત્રગુણના એકત્વની અપેક્ષાએ તેને વ્યવહારસમ્યગ્દર્શન સમજવું. એ પ્રમાણે ગૃહસ્થદશામાં જે નિશ્ચયસમ્યગ્દર્શન છે તે કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહારસમ્યગ્દર્શન છે-એમ જાણવું.
પ્રશ્નઃ– તે નિશ્ચયસમ્યગ્દર્શનને શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ વ્યવહારસમ્યગ્દર્શન શા માટે કહ્યું?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ શુભરાગને તોડી વીતરાગચારિત્ર સાથે અલ્પકાળમાં તન્મય
Page 125 of 655
PDF/HTML Page 180 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૨૩ થઈ જશે એટલો સંબંધ બતાવવા માટે તે નિશ્ચયસમ્યગ્દર્શનને શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
સાતમે અને આગળના ગુણસ્થાને સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની એકતા હોય છે તેથી તે વખતના સમ્યક્ત્વમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પડતા નથી તેથી ત્યાં જે સમ્યકત્વ વર્તે છે તેને ‘નિશ્ચયસમ્યગ્દર્શન’ જ કહેવામાં આવે છે.
(જુઓ, પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૮પ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા. આવૃત્તિ બીજી પા. ૯૦; તથા પરમાત્મપ્રકાશ અધ્યાય ર ગાથા ૧૭-૧૮ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા, આવૃત્તિ બીજી પા. ૧૪૬-૧૪૭; અને હિંદી સમયસારમાં જયસેનઆચાર્યની સંસ્કૃત ટીકા, ગાથા ૧ર૧-૧રપ નીચે, પાનું ૧૮૬ તથા હિંદી સમયસાર ટીકામાં જયસેનઆચાર્યની ટીકાનો અનુવાદ પા. ૧૧૬.)