Parmatma Prakash (Gujarati Hindi). Shri Paramatmaprakash; Aavrutti; Shri Sadgurudev Stuti; Prakaskakiy Nivedan; Jinjini VANI; Upodghat; Vishayanukramanika; Shastraswadhyayka Prarambhik Mangalacharan; Pratham Adhikar; Mangalacharan; Shri Pandit Daulataramjikrut Mangalacharan; Shlok.

Next Page >


Combined PDF/HTML Page 1 of 29

 


Page -12 of 565
PDF/HTML Page 2 of 579
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ૨૧૨
नमः सर्वज्ञवीतरागाय ।
શ્રીમદ્ભગવત્યોગીન્દ્રદેવપ્રણીત
શ્રી
પરમાત્મપ્રકાશ
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, શ્રી બ્રહ્મદેવજીકૃત સંસ્કૃત ટીકા,
પં. દૌલતરામજીકૃત હિન્દી અન્વયાર્થ અને ટીકા તથા
સંસ્કૃત ટીકાનો શબ્દશઃ ગુજરાતી અનુવાદ
ઃ ગુજરાતી અનુવાદકઃ
શ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયા
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)

Page -11 of 565
PDF/HTML Page 3 of 579
single page version

background image
પ્રથમ આવૃત્તિપ્રત ૧૦૦૦વિ. સં. ૨૦૬૩ઇ.સ. ૨૦૦૭
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
: (02846) 244081
શ્રી પરમાત્મપ્રકાશ (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
માતુશ્રી દુધીબેન શાહ, પિતાશ્રી જેઠાલાલ સંઘજી શાહ
તથા ભાઇ નૌતમલાલ જેઠાલાલ શાહના સ્મરણાર્થે
હસ્તે બ્ર. ડા. સવિતાબેન જે. શાહ, ખાર(મુંબઇ)
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૧૧૭=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૮૦=૦૦ થાય
છે. તેમાંથી ૫૦% શ્રીકુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી
શાંતિલાલ રતિલાલ શાહ-પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતાં, આ
ગ્રંથની વેચાણ કિંમત રુા. ૪૦=૦૦ રાખવામાં આવી છે.
કિંમત રુા. ૪૦=૦૦
[૨]


Page -9 of 565
PDF/HTML Page 5 of 579
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
[પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ રચિત]
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ
! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

Page -8 of 565
PDF/HTML Page 6 of 579
single page version

background image
[૪]
પ્રકાશકીય નિવેદન
આચાર્યવર શ્રી યોગીન્દુદેવ કૃત આ પરમાત્મપ્રકાશ ગ્રંથ મહા અધ્યાત્મશાસ્ત્ર છે, તેના પર શ્રી
બ્રહ્મદેવજીએ સંસ્કૃત ટીકા રચેલ છે તથા પં. દૌલતરામજીએ સંસ્કૃત ટીકાનો આધાર લઈ અન્વયાર્થ તથા
તેમના સમયની પ્રચલિત દેશભાષા(ઢુંઢારી)માં સુબોધ ટીકા રચેલ છે. આ સર્વેને સામેલ કરી આ ગ્રંથનું
પ્રકાશન ‘‘શ્રીમદ્ રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા’’ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરમોપકારી આત્મજ્ઞસંત પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ પર અલૌકિક,
સ્વાનુભવરસગર્ભિત નિજાત્મકલ્યાણપ્રેરક પ્રવચનો કરી મુમુક્ષુઓને આ અધ્યાત્મશાસ્ત્રના ભાવોનું રહસ્ય
અત્યંત સરળ રીતે સમજાવ્યું હતું. જેના પરિપાકરૂપે અધ્યાત્મરસિક મુમુક્ષુઓમાં આ મહાન શાસ્ત્રનો
અભ્યાસ કરવાની રુચિ જાગૃત થઈ. આ ગ્રંથ પરની શ્રી બ્રહ્મદેવજી રચિત સંસ્કૃત ટીકાનો ગુજરાતી
અનુવાદ વિદ્વાન ભાઈશ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને ગુજરાતી
અનુવાદ સહિત આ ગ્રંથનું આ પહેલાં પ્રકાશન કરવામાં આવેલ.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં આ શાસ્ત્ર પર થયેલાં પ્રવચનો ટેપ થયેલાં હોવાથી આજે પણ CD દ્વારા
મુમુક્ષુઓ અત્યંત રસપૂર્વક આ પ્રવચનોના શ્રવણનો લાભ લઈ રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો થયાં
તે સમયે તેમની સમક્ષ પંડિત દૌલતરામજીની હિન્દી ટીકાવાળી આવૃત્તિ હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં
પ્રવચનો
CDમાંથી સાંભળવામાં વિશેષ રસપ્રદ થાય તે હેતુથી આ આવૃત્તિમાં ગુજરાતી અનુવાદની સાથે
પં. દોલતરામજીની હિંદી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંયુક્ત આવૃત્તિ પ્રકાશન કર્યા પહેલાં મૂળ પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત ટીકા તથા ગુજરાતી
અનુવાદમાં રહેલી ભાષાકીય ક્ષતિઓ અત્યંત ચીવટપૂર્વક સુધારાય તેની બધી જ કાળજી લેવામાં આવેલ
છે. આ આવૃત્તિમાં સામેલ કરવામાં આવેલ હિંદી ટીકા માટે અમો શ્રીમદ્ રાયચંદ્ર ગ્રંથમાળાના પ્રકાશકોનો
પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આ આવૃત્તિના પ્રકાશનમાં અમને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવા માટે બાલ બ્ર. શ્રી ચંદુલાલ
જોબાળિયા તથા વઢવાણનિવાસી બ્ર. શ્રી વજુભાઈ શાહનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
તદુપરાંત આ કાર્યમાં મદદરૂપ થનારા સર્વે મુમુક્ષુઓનો પણ આભાર માનીએ છીએ.
અંતમાં આ ગ્રંથનું સુંદર મુદ્રણ કાર્ય કરવા માટે અમો શ્રી કહાન મુદ્રણાલયના પણ આભારી
છીએ.
મુમુક્ષુઓ આ શાસ્ત્રનો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલા રહસ્યોદ્ઘાટનને આત્મસાત કરી નિજ
આત્મસાધનામાં પ્રવૃત્ત થવા અર્થે આ શાસ્ત્રનો અભ્યાસ કરે એજ અભ્યર્થના.
અષાઢ વદ ૧
વીર સંવત ૨૫૩૩
તા. ૩૦-૭-૨૦૦૭
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -7 of 565
PDF/HTML Page 7 of 579
single page version

background image
°
જિનજીની વાણી
[પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ રચિત]
[રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦

Page -6 of 565
PDF/HTML Page 8 of 579
single page version

background image
ઉપોદ્ઘાાત
આપણા ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર દેવાધિદેવ પરમ વીતરાગ સર્વજ્ઞ
શ્રી મહાવીર સ્વામીએ દિવ્યધ્વનિ દ્વારા સુધામૃત વરસાવી નિજાત્મસુખદાયક મોક્ષમાર્ગનો ઉપદેશ
આપી ભરતક્ષેત્રના ભવ્ય જીવો પર અપાર કરુણા કરી છે. તેઓનો આ કલ્યાણકારી ઉપદેશ
તેઓના નિર્વાણ બાદ પણ તેમના શાસનમાં થયેલા કેવળી અને શ્રુતકેવળી ભગવંતો, ભાવલિંગી
વીતરાગી મહામુનિવરો દ્વારા સતત પ્રવાહિત થતો રહ્યો છે.
તેમના આ ઉપદેશને આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં ભારતવર્ષને પોતાની
નિજાત્મસાધનાથી પાવન કરી રહેલ આચાર્યદેવ શ્રી ધરસેનાચાર્યદેવે શ્રી પુષ્પદંત અને ભૂતબલિ
મુનિરાજોને ઉપદેશ આપી તેના ફળરૂપે ષટ્ખંડાગમરૂપ પ્રથમ શ્રુતસ્કંધ લીપીબદ્ધ થયો હતો. તથા
લગભગ તેજ અરસામાં ભગવાનશ્રી ગુણધર આચાર્ય અને પશ્ચાત્વર્તી આચાર્યોની પંરપરામાં થયેલ
મહાન આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસારાદિ પરમાગમોરૂપે દ્વિતીય શ્રુતસ્કંધનો પ્રવાહ
પ્રવાહિત થયો. આ રીતે બંને શ્રુતસ્કંધો દ્વારા ભરતક્ષેત્રમાં ભગવાન મહાવીરનું શાસન જીવંત વર્તી
રહ્યું છે.
તેમના પછી તેમની જ પરંપરામાં ઈ.સ.ની છટ્ઠી શતાબ્દીમાં થયેલ મહાન આચાર્ય શ્રી
યોગીન્દુદેવે આ અધ્યાત્મશૈલીના ગ્રંથ ‘પરમાત્મપ્રકાશ’ની રચના કરેલ છે. ભગવાનશ્રી યોગીન્દુદેવ
અત્યંત વિરક્ત ચિત્ત ભાવલિંગી દિગમ્બરાચાર્ય હતા. આપના ગ્રંથમાં વૈદિક માન્યતાના શબ્દોનો
ઉપયોગ જોતાં વિદ્વાનોનું એમ માનવું થાય છે કે આપ પહેલાં વૈદિક મતાનુસારી હોવા જોઈએ.
આપનો શિષ્ય પ્રભાકર ભટ્ટ હતો, તેના સંબોધન અર્થે આ પરમાત્મપ્રકાશની રચના થયેલ છે.
આપને ‘જોઇન્દુ’, ‘યોગીન્દુ’, ‘યોગેન્દુ’, ‘જોગીચન્દ્ર’
એવા વિવિધ નામોથી ઓળખવામાં આવે
છે. આપે અપભ્રંશ અને સંસ્કૃતમાં અનેક રચનાઓ રચેલ છે. જેવી કે ૧. સ્વાનુભવદર્પણ,
૨. પરમાત્મપ્રકાશ, ૩. યોગસાર, ૪. દોહાપાહુડ, ૫. નૌકાર શ્રાવકાચાર, ૬. અધ્યાત્મસંદોહ,
૭. સુભાષિતસંગ્રહ, ૮. તત્ત્વાર્થટીકા, ૯. દોહાપાહુડ, ૧૦. અમૃતાશીતિ, ૧૧. નિજાત્માષ્ટક.
વિદ્વાનોમાં આ બધાય ગ્રંથોના રચનાર વિશે વિચારભેદ છે; પણ નિર્ભ્રાંતપણે
પરમાત્મપ્રકાશ અને યોગસાર તો આ જ આચાર્યની રચના છે એમાં બે મત નથી. પરમાત્મપ્રકાશ
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત મોક્ષપાહુડ અને ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીના સમાધિતંત્રના
હાર્દથી અત્યંત પ્રભાવિત જણાય છે. તેથી અધ્યાત્મપ્રિય આત્માર્થી મુમુક્ષુજનોને આ ગ્રંથ અત્યંત
પ્રિય થઈ પડ્યો છે. આચાર્યદેવે સંસારના દુઃખોથી દુઃખી એવા તેમના શિષ્ય ભટ્ટ પ્રભાકરમાં
[૬]

Page -5 of 565
PDF/HTML Page 9 of 579
single page version

background image
ધાર્મિક રુચિ જગાડવા માટે તેમના સમયમાં પ્રચલિત એવી લોકભાષા પ્રાકૃત-અપભ્રંશમાં આ
ગ્રંથની રચના કરી છે. જેની વર્ણનશૈલી તથા લેખનશૈલી અત્યંત સરળ છે. તેમાં પારિભાષિક
શબ્દોનો ઉપયોગ અત્યંત અલ્પ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં આચાર્યદેવે પોતાના સ્વાનુભવ
તથા પોતાની વીતરાગ ચારિત્રની ભાવનાને જ વિશેષપણે ઘૂંટી છે. તેથી તેના અધ્યયનથી
ભવ્યજનોને પોતાની આત્માર્થપ્રધાન ભાવનાનું પોષણ સહજ રીતે થાય છે.
ગ્રંથકાર ભગવાન શ્રી યોગીન્દુદેવની જેમ ટીકાકાર આચાર્ય બ્રહ્મદેવજી પણ
અધ્યાત્મરસિક મહાન આચાર્ય હતા. તેઓનું મૂળ નામ ‘દેવ’ અને બાલબ્રહ્મચારી હોવાથી
બ્રહ્મચર્યનો ઘણો રંગ હોવાને લીધે ‘બ્રહ્મ’ એમની ઉપાધિ થઈ જતાં ‘બ્રહ્મદેવ’ નામ પડેલ હતું.
તેઓ ઇ.સ. ૧૦૭૦થી ૧૧૧૦માં અરસામાં થયેલ હોવાનું વિદ્વાનો માને છે. ‘બૃહદ્દ્રવ્યસંગ્રહ’ની
આપની ટીકામાં આપેલ કથાન્યાયાનુસાર, વિદ્વાનોનું માનવું છે કે, નેમિચન્દ્રસિદ્ધાંતિદેવ, સોમનામક
રાજશ્રેષ્ઠિ અને બ્રહ્મદેવજી ત્રણેય સમકાલીન રાજા ભોજના સમયમાં થયા હતા. આપની અને
આચાર્ય જયસેનજીની સમયસારાદિ પ્રાભૃતત્રયની ટીકામાંની ભાષાશૈલી સામ્યતા હોવા છતાં
આચાર્ય જયસેનથી બ્રહ્મદેવજી પછી થયેલ હોવાનું વિદ્વાનોનો મત છે. પરમાત્મપ્રકાશની ટીકા
ઉપરાંત આપે બૃહદ્દ્રવ્યસંગ્રહની ટીકા, તત્ત્વદીપક, પ્રતિષ્ઠાતિલક, કથાકોષ આદિ અનેક ગ્રંથોની
રચના કરેલ છે.
આ ગ્રંથમાં મૂલતઃ બે મહાધિકારોમાં આત્મા (બહિરાત્મા) પરમાત્મા કઈ રીતે થાય છે
તેનું ખૂબ જ વિસ્તારથી સુંદર વર્ણન કરેલ છે કે જેનાં રહસ્યો આપણને આત્મકલ્યાણનું કારણ
થાય. આ શાસ્ત્રના ભાવો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનાં સ્વાનુભવરસગર્ભિત પ્રવચનોથી
જ યથાર્થ સમજી શકાય છે. (જે હાલ
CDથી પણ સાંભળી શકાય છે.)
આ શાસ્ત્રમાં આત્મા (બહિરાત્મા) પરમાત્મા કઈ રીતે થાય છે તેના ઉપાયરૂપે બે
અધિકાર પૈકી પ્રથમ અધિકારમાં ૧૨૩ (ક્ષેપક ગાથાઓ સહિત ૧૨૬) ગાથાઓમાં ભેદવિવક્ષાથી
આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા
એમ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાંથી
પરમાત્માનું સ્વરૂપ સમજાવીને શુદ્ધનિશ્ચયનયે તેવા જ પરમાત્મા શક્તિપણે બધા જ આત્માઓ
છે કે જે દેહદેવળમાં બિરાજમાન છે એમ પ્રતિપાદન કર્યું છે. ત્યાર બાદ દેહદેવળમાં હોવા છતાં
તે શુદ્ધનિશ્ચયનયે દેહ અને કર્મથી ભિન્ન છે. તથા તે શક્તિસ્વરૂપે પરમાત્માપણામય આત્માનું
સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયનાં સ્વરૂપ દ્વારા બતાવતાં, સ્વરૂપકામી જીવોમાં પોતાના આત્માને દેહ-
કર્માદિથી ભિન્ન જાણવા (ભેદજ્ઞાન)અર્થે નિજ આત્મા વિષેની ભાવનાની ઉગ્રતા સહેજે થતાં તેઓ
પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તે દર્શાવ્યું છે અને જે એવું જ ભેદજ્ઞાન કરતો નથી તે
મિથ્યાદ્રષ્ટિ રહે છે. તેથી દરેક સંસારી જીવે કેવું ભેદજ્ઞાન નિરંતર ભાવવું જોઈએ તેનું વિસ્તારથી
વર્ણન કરી ‘પરમાત્મા થવાની ભાવના’ અને ‘સામાન્યરૂપે (સંક્ષિપ્તરૂપે) ઉપાય’ બતાવી આચાર્યદેવે
પ્રથમ મહાધિકાર પૂર્ણ કરેલ છે.
[૭]

Page -4 of 565
PDF/HTML Page 10 of 579
single page version

background image
આ પ્રમાણે પ્રથમ અધિકારમાં બહિરાત્માને પરમાત્મા બનવાનો ઉપાય સામાન્યરૂપે
સમજાવી તે જ ઉપાયને દ્વિતીય મહાધિકારની ૧૦૭ (ક્ષેપક સહિત ૧૧૯) ગાથાઓ અને
ચૂલિકારૂપ ૧૦૭ ગાથાઓ મળી કુલ ૨૨૬ ગાથાઓમાં વિસ્તારરુચિ શિષ્યને આ જ વિષય
વિશેષપણે અત્યંત વિસ્તારથી સમજાવેલ છે.
આ દ્વિતીય અધિકારમાં પ્રથમ મોક્ષ અને મોક્ષના ફળની રુચિ થવા અર્થે સર્વપ્રથમ મોક્ષ
અને મોક્ષના ફળનું સ્વરૂપ બતાવેલ છે. ત્યારબાદ સમ્યક્રત્નત્રયસ્વરૂપ એક જ મોક્ષમાર્ગને
નિશ્ચયનય અને વ્યહારનય દ્વારા વિસ્તારથી સમજાવેલ છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારનયથી
કહેવામાં આવતા મોક્ષમાર્ગરૂપે પરિણમતા જીવને પરિણતિમાં અપૂર્વ નિર્મળતાની વૃદ્ધિ થતાં
(
ગુણસ્થાન ક્રમની અપેક્ષાએ સાતિશય અપ્રમત્તદશાને પ્રાપ્ત થઈ શ્રેણી માંડવાયોગ્ય-દશાને
પામવારૂપ) અભેદરત્નત્રયનું સ્વરૂપ બતાવી તેવા જીવોની અંતર પરિણતિમાં સમભાવની ઉગ્રતા
અને સામ્યભાવમય શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પદશાનું વિસ્તારથી વર્ણન કરતાં અંતે સોળવલા સુવર્ણ
સમાન સર્વ જીવો શુદ્ધનયે સમાન છે એમ દર્શાવેલ છે. આમ આ દ્વિતીય અધિકારમાં
સંસારીજીવોને પરમાત્મા થવાનો ઉપાય વિસ્તારથી સમજાવેલ છે.
આ દ્વિતીય અધિકારમાં અંતે વિસ્તારથી શાસ્ત્રમાં નહીં કહેવાયેલા અને કહેવાઈ ગયેલા
ભાવોના વિશેષ વ્યાખ્યાન સ્વરૂપે ૧૦૭ ગાથાઓમાં ચૂલિકા કહેલ છે. આ દ્વારા શુદ્ધોપયોગરૂપ
અભેદરત્નત્રયમયી સાક્ષાત્ મોક્ષના ઉપાયને વિસ્તૃતપણે શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે સમ્યક્-
રત્નત્રયના બળે વિવિધ પ્રકારના મોહનો ત્યાગ થતાં પરમ નિર્વિકલ્પ સમાધિદશામય
અભેદરત્નત્રયનું કે જે ગુણસ્થાનક્રમની પરિભાષામાં શ્રેણીદશા કહેવાય છે તેનું સ્વરૂપ બતાવેલ
છે. શ્રાવકદશામાં આવું ઉત્કૃષ્ટ ધ્યાન થઈ શકતું નથી. તેવું ઉત્કૃષ્ટ ધ્યાન જે સાક્ષાત્ મોક્ષનું કારણ
છે તે બતાવી અંતે તેના ફળરૂપે અર્હંત-સિદ્ધપદની પ્રાપ્તિ બતાવી ત્યારબાદ આ પરમાત્મપ્રકાશ
ગ્રંથના અભ્યાસનું ફળ બતાવીને તેના અભ્યાસની પ્રેરણા આપી તથા અભ્યાસ કરનારની યોગ્યતા
દર્શાવી ગ્રંથની સમાપ્તિ કરી છે; વાચકે પણ આ શાસ્ત્રનો અભ્યાસ કરી તદ્ભાવમય બનવું
જોઈએ. એ જ આ શાસ્ત્રનું તાત્પર્ય છે.
ટીકાકાર મુનિરાજ વ્યાકરણાદિ કરતાં અર્થ પર વિશેષ ભાર મુકે છે. તેઓ સૌથી પહેલાં
શબ્દાર્થ આપે છે. ત્યારબાદ શાસ્ત્રકારના કથનની નયવિવક્ષાને ખોલીને નયાર્થ સમજાવે છે.
શાસ્ત્રકારના કથનમાં અન્યમત જેવી વાચકની કઈ વિપરીત કલ્પનાઓનું ખંડન થાય છે તે દર્શાવી
મતાર્થ દર્શાવેલ છે તથા શાસ્ત્રકારના કથનને પોષક અન્ય આગમોનો સંદર્ભ આપી આગમાર્થ
બતાવી અંતમાં ગાથાનું તથા જે તે અધિકારનું તાત્પર્ય દર્શાવી ભાવાર્થ બતાવે છે. આમ આ ટીકા
સર્વાંગ સુંદર છે તથા શાસ્ત્રકારના ભાવોને સમજવામાં અત્યંત ઉપયોગી છે. મોક્ષમાર્ગના સાધકને
સરાગચારિત્રથી વીતરાગચારિત્ર અને વીતરાગચારિત્રથી તેના ફળસ્વરૂપ મોક્ષ-અનંતસુખની
પ્રાપ્તિનો માર્ગ ટીકાકાર ખૂબ જ સરળ તેમ જ ગંભીર શૈલીથી સ્પષ્ટ કરે છે.
[૮]

Page -3 of 565
PDF/HTML Page 11 of 579
single page version

background image
તદુપરાંત વિક્રમની ૧૯મી સદીમાં થયેલ વિદ્વાન પંડિત દૌલતરામજીએ ટીકાકારના
ભાવોને સુગમ હિંદી ભાષામાં સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
શ્રી પરમાત્મપ્રકાશના ગ્રંથકાર આચાર્ય શ્રી યોગીન્દ્રદેવ તથા ટીકાકાર શ્રી બ્રહ્મદેવજીના
અંતરમાં રહેલા ભાવોને પોતાની અનુભવરસભીની પ્રવચનશૈલીથી વર્તમાનયુગના અદ્વિતીય
અધ્યાત્મયોગી પરમોપકારી સુવર્ણપુરીના સંત શ્રી કહાનગુરુદેવે ખોલી મુમુક્ષુ જગત પર અવર્ણનીય
ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ જ વર્તમાનમાં માત્ર આ જ નહીં પણ મહાન આચાર્યો પ્રણીત અનેક
મહાન ગ્રંથોનાં સર્વ રહસ્યોને પોતે અનુભવીને તથા તેના ભાવોને ખોલીને વર્તમાનકાળમાં ભગવાન
મહાવીરે પ્રબોધેલા સ્વાનુભૂતિયુક્ત સમ્યક્ રત્નત્રયપ્રધાન મોક્ષમાર્ગની જ્યોતને જળહળતી રાખી
છે.
તથા તદ્ભક્ત સ્વાનુભૂતિવિભૂષિત સમ્યક્ત્વપરિણત પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબહેને
પણ પૂજ્ય ગુરુદેવના અંતરના ભાવોને સ્પષ્ટ કરી પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા થયેલી શાસનપ્ર્રભાવનામાં
અનેરા રંગો પૂર્યા છે.
અંતમાં આ યુગના આ બંને સંત મહાત્માઓને અંતઃકરણપૂર્વક વંદન કરી તેમના
ઉપકારોને હૃદયમાં સર્વદા રાખી મુમુક્ષુજનો આ પરમાત્મપ્રકાશ ગ્રંથના ભાવોને સમજી નિજ
આત્મકલ્યાણને સાધે એ જ અભ્યર્થના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[૯]

Page -2 of 565
PDF/HTML Page 12 of 579
single page version

background image
વિષયાનુક્રમણિકા
મંગલાચરણ ....................... ૮
૧ ત્રિવિધા આત્માધિાકાર
શ્રી યોગીન્દ્ર ગુરુને ભટ્ટ
પ્રભાકરના પ્રશ્નો ............... ૨૬
શ્રી ગુરુનો ત્રણ પ્રકારના
આત્માના કથનના
ઉપદેશરૂપે ઉત્તર ................ ૩૨
૧૧
બહિરાત્માનાં લક્ષણ ................... ૩૬
૧૩
અંતર આત્માનું સ્વરૂપ ............... ૩૭
૧૪
પરમાત્માનાં લક્ષણ ................... ૩૯
૧૫
પરમાત્માનું સ્વરૂપ ................... ૪૨
૧૭
શક્તિરૂપે બધા જીવોના શરીરમાં
પરમાત્મા વિરાજમાન છે ..... ૫૨
૨૬
જીવ અને અજીવમાં લક્ષણના
ભેદથી ભેદ ..................... ૫૮
૩૦
શુદ્ધાત્માનું મુખ્ય લક્ષણ ............... ૬૦
૩૧
શુદ્ધાત્માના ધ્યાનથી સંસાર
ભ્રમણની રૂકાવટ ............... ૬૧
૩૨
જીવના પરિણામ પર મત
મતાન્તરનો વિચાર ............. ૭૩
૪૧
દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતા
દ્વારા આત્માનું કથન........... ૯૬
૫૬
દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ ......... ૯૮
૫૭
જીવનો કર્મના સંબંધમાં વિચાર..... ૧૦૪ ૫૯
આત્માનું પરવસ્તુથી ભિન્ન
હોવાનું કથન ................. ૧૧૯
૬૭
નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિનું સ્વરૂપ............ ૧૩૦
૭૬
મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ .................... ૧૩૨ ૭૭
સમ્યગ્દ્રષ્ટિની ભાવના ................. ૧૪૨ ૮૫
ભેદવિજ્ઞાનની મુખ્યતાથી
આત્માનું કથન .................. ૧૫૨ ૯૩
૨ મોક્ષાધિાકાર
મોક્ષની બાબતમાં પ્રશ્ન .............. ૨૦૧
મોક્ષના વિષયનો ઉત્તર ............... ૨૦૨
મોક્ષનું ફળ .............................. ૨૧૮ ૧૧
મોક્ષમાર્ગનું વ્યાખ્યાન.................. ૨૧૯ ૧૨
અભેદરત્નત્રયનું વ્યાખ્યાન ............ ૨૬૩
૩૧
પરમ ઉપશમભાવની મુખ્યતા ....... ૨૮૦ ૩૯
નિશ્ચયથી પુણ્યપાપની એકતા ........ ૩૦૭ ૫૩
શુદ્ધોપયોગની મુખ્યતા ................. ૩૩૦
૬૭
પરદ્રવ્યના સંબંધનો ત્યાગ............ ૩૯૭ ૧૦૮
ત્યાગનું દ્રષ્ટાંત .......................... ૪૦૦ ૧૧૦
મોહનો ત્યાગ ........................... ૪૦૧ ૧૧૧
ઇન્દ્રિયોમાં લપટાયેલ
જીવનો વિનાશ.................. ૪૦૭ ૧૧૨
લોભકષાયનો દોષ ..................... ૪૦૮ ૧૧૩
સ્નેહનો ત્યાગ .......................... ૪૦૯ ૧૧૪
જીવહિંસાનો દોષ ...................... ૪૨૨ ૧૨૫
જીવરક્ષાથી લાભ ...................... ૪૨૬ ૧૨૭
અધ્રુવભાવના............................ ૪૩૦ ૧૨૯
જીવને શિક્ષા ............................ ૪૩૭ ૧૩૩
વિષય
પૃષ્ઠ દોહા વિષય
પૃષ્ઠ દોહા
[૧૦]

Page -1 of 565
PDF/HTML Page 13 of 579
single page version

background image
પાંચ ઇન્દ્રિયોને જીતવી ............... ૪૪૨ ૧૩૬
ઇન્દ્રિયસુખનું અનિત્યપણું ............. ૪૪૫ ૧૩૮
મનને જીતી ઇન્દ્રિયોને જીતવી ...... ૪૪૮ ૧૪૦
સમ્યક્ત્વની દુર્લભતા .................. ૪૫૩ ૧૪૩
ગૃહવાસ અથવા મમત્વમાં દોષ .... ૪૫૫ ૧૪૪
દેહપરથી મમત્વનો ત્યાગ ............ ૪૫૬ ૧૪૫
દેહની મલિનતાનું કથન .............. ૪૬૦ ૧૪૮
આત્માધીન સુખમાં પ્રીતિ ............ ૪૬૯ ૧૫૪
ચિત્ત સ્થિર કરવાથી
આત્મસ્વરૂપની પ્રાપ્તિ ......... ૪૭૨ ૧૫૬
નિર્વિકલ્પ સમાધિનું કથન ............ ૪૭૮ ૧૬૧
દાનપૂજાદિ શ્રાવકધર્મ પરંપરા
મોક્ષનું કારણ છે ............... ૪૯૧ ૧૬૮
ચિંતારહિત ધ્યાન મુક્તિનું કારણ ... ૪૯૩ ૧૬૯
આ આત્મા જ પરમાત્મા છે ....... ૪૯૯ ૧૭૪
દેહ અને આત્માની ભેદભાવના .... ૫૦૩ ૧૭૭
બધી ચિંતાઓનો નિષેધ .............. ૫૧૪ ૧૮૭
પરમસમાધિનું વ્યાખ્યાન .............. ૫૧૭ ૧૮૯
અર્હંત પદનું કથન..................... ૫૨૬ ૧૯૫
પરમાત્મપ્રકાશ શબ્દનો અર્થ ......... ૫૩૦ ૧૯૮
સિદ્ધસ્વરૂપનું કથન..................... ૫૩૪ ૨૦૧
પરમાત્મપ્રકાશનું ફળ .................. ૫૩૮ ૨૦૪
પરમાત્મપ્રકાશ માટે યોગ્ય પુરુષ... ૫૪૨ ૨૦૭
પરમાત્મપ્રકાશ શાસ્ત્રનું ફળ .......... ૫૪૯ ૨૧૩
અંતિમ મંગલ .......................... ૫૫૧ ૨૧૪
પરમાત્મપ્રકાશના દોહાની
વર્ણાનુક્રમ સૂચી ................. ૫૫૬૫૬૧
સંસ્કૃત ટીકામાં ઉદ્ધૃત પદ્યોની
વર્ણાનુક્રમ સૂચી ................. ૫૬૨૫૬૪
દાતાઓના નામની યાદી ............. ૫૬૫
વિષય
પૃષ્ઠ દોહા
વિષય
પૃષ્ઠ દોહા
[૧૧]

Page 0 of 565
PDF/HTML Page 14 of 579
single page version

background image
नमः श्रीसर्वज्ञवीतरागाय
शास्त्र-स्वाध्यायका प्रारंभिक मंगलाचरण
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।१।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।२।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।३।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीपरमात्मप्रकाशनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीयोगीन्दुदेव(योगीन्द्रदेव)विरचितं, श्रोतारः सावधानतया शृणवन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।१।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।२।।
[૧૨]

Page 1 of 565
PDF/HTML Page 15 of 579
single page version

background image
શ્રીમદ્બ્રહ્મદેવકૃત સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ
(સંસ્કૃત ટીકાકારનું મંગલાચરણ)
चिदानन्दैकरूपाय जिनाय परमात्मने
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ।।१।।
અર્થઃ[परमात्मप्रकाशाय] પરમાત્મસ્વરૂપના પ્રકાશન-અર્થે [चिदानन्दैकरूपाय] ચિદાનંદ
જ જેનું એક રૂપ છે એવા [सिद्धात्मने जिनाय परमात्मने] સિદ્ધસ્વરૂપ જિન પરમાત્માને [नित्यं]
સદા કાળ [नमः] નમસ્કાર હો. ૧.
પ્રથમ મહાધિકાર (ગાથા૧૨૩)
શ્રી યોગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ નામના દોહકછંદ ગ્રંથમાં પ્રક્ષેપક દોહકોને છોડીને
।। श्रीपरमात्मने नमः ।।
श्रीमद्योगीन्दुदेवविरचितः
परमात्मप्रकाशः
श्रीमद्ब्रह्मदेवकृतसंस्कृतटीका
चिदानन्दैकरूपाय जिनाय परमात्मने
परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ।।१।।
श्रीयोगीन्द्रदेवकृतपरमात्मप्रकाशाभिधाने दोहकछन्दोग्रन्थे प्रक्षेपकान् विहाय
श्री पंडित दौलतरामजीकृत मंगलाचरण
दोहाचिदानंद चिद्रूप जो, जिन परमातम देव
सिद्धरूप सुविसुद्ध जो, नमों ताहि करि सेव ।।१।।
परमातम निजवस्तु जो, गुण अनंतमय शुद्ध
ताहि प्रकाशनके निमित, वंदूं देव प्रबुद्ध ।।२।।
‘चिदानंद इत्यादि श्लोकका अर्थश्रीजिनेश्वरदेव शुद्ध परमात्मा आनंदरूप

Page 2 of 565
PDF/HTML Page 16 of 579
single page version

background image
વ્યાખ્યાન અર્થે અધિકારની શુદ્ધિ [પરિપાટી] કહેવામાં આવે છે. તે આ પ્રમાણે(૧) પ્રથમ
જ પંચપરમેષ્ઠીના નમસ્કારની મુખ્યતાથી ‘‘जे जाया झाणग्गियए’’ ઇત્યાદિ સાત દોહક સૂત્રો છે,
(૨) ત્યારપછી વિજ્ઞાપનની મુખ્યતાથી ‘‘भाविं पणविवि’’ ઇત્યાદિ ત્રણ સૂત્રો છે, (૩) ત્યાર-
પછી બહિરાત્મા, અન્તરાત્મા, પરમાત્મા એ ભેદોથી ત્રણ પ્રકારના આત્માના કથનની મુખ્યતાથી
‘‘-पुणु पुणु पणविवि’’ ઇત્યાદિ પાંચ સૂત્રો છે, (૪) ત્યારપછી મુક્તિને પ્રાપ્ત થયેલા વ્યક્તિરૂપ
પરમાત્માના કથનની મુખ્યતાથી ‘‘तिहुयणवंदिउ’’ ઇત્યાદિ દસ સૂત્રો છે, (૫) ત્યારપછી દેહમાં
રહેલા શક્તિરૂપ પરમાત્માના કથનની મુખ્યતાથી ‘‘जेहउ णिम्मलु’’ ઇત્યાદિ પાંચ અન્તર્ભૂત
પ્રક્ષેપકો સહિત ચોવીસ સૂત્રો છે, (૬) પછી જીવના નિજદેહપ્રમાણના વિષયમાં સ્વમત, પરમતના
વિચારની મુખ્યતાથી
‘‘किं वि भणंति जिउ सव्वगउ’’ ઇત્યાદિ છ સૂત્રો છે, (૭) ત્યારપછી
व्याख्यानार्थमधिकारशुद्धिः कथ्यते । तद्यथाप्रथमतस्तावत्पञ्चपरमेष्ठिनमस्कारमुख्यत्वेन ‘जे
जाया झाणग्गियए’ इत्यादि सप्त दोहकसूत्राणि भवन्ति, तदनन्तरं विज्ञापनमुख्यतया ‘भाविं
पणविवि’ इत्यादिसूत्रत्रयम्, अत ऊर्ध्वं बहिरन्तःपरमभेदेन त्रिधात्मप्रतिपादनमुख्यत्वेन ‘पुणु पुणु
पणविवि’ इत्यादिसूत्रपञ्चकम्, अथानन्तरं मुक्ति गतव्यक्ति रूपपरमात्मकथनमुख्यत्वेन
‘तिहुयणवंदिउ’ इत्यादि सूत्रदशक म्, अत ऊर्ध्वं देहस्थितशक्ति रूपपरमात्मकथनमुख्यत्वेन ‘जेहउ
णिम्मुलु’ इत्यादि अन्तर्भूतप्रक्षेपपञ्चकसहितचतुर्विंशतिसूत्राणि भवन्ति, अथ जीवस्य
स्वदेहप्रमितिविषये स्वपरमतविचारमुख्यतया
‘किं वि भणंति जिउ सव्वगउ’ इत्यादिसूत्रषट्कं,
૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ પાતનિકા
चिदानंदचिद्रूप है, उनके लिये मेरा सदाकाल नमस्कार होवे, किस लिये ? परमात्माके स्वरूपके
प्रकाशनेके लिये
कैसे हैं वे भगवान् ? शुद्ध परमात्मस्वरूपके प्रकाशक हैं, अर्थात् निज और
पर सबके स्वरूपको प्रकाशते हैं फि र कैसे हैं ? ‘सिद्धात्मने’ जिनका आत्मा कृतकृत्य है
सारांश यह है कि नमस्कार करने योग्य परमात्मा ही है, इसलिये परमात्माको नमस्कार कर
परमात्मप्रकाशनामा
ग्रंथका व्याख्यान करता हूँ
श्रीयोगीन्द्रदेवकृत परमात्मप्रकाश नामा दोहक छंद ग्रंथमें प्रक्षेपक दोहोंको छोड़कर
व्याख्यानके लिये अधिकारोंकी परिपाटी कहते हैंप्रथम ही पंच परमेष्ठीके नमस्कारकी
मुख्यताकर ‘जे जाया झाणग्गियए’ इत्यादि सात दोहे जानना, विज्ञापना की मुख्यताकर ‘भाविं
पणविवि’
इत्यादि तीन दोहे, बहिरात्मा, अंतरात्मा, परमात्मा, इन भेदोंसे तीन प्रकार आत्माके
कथनकी मुख्यताकर ‘पुणु पुणु पणविवि’ इत्यादि पाँच दोहे, मुक्तिको प्राप्त हुए जो प्रगटस्वरूप
परमात्मा उनके कथनकी मुख्यताकर ‘तिहुयण वंदिउ’ इत्यादि दस दोहे, देहमें तिष्ठे हुए शक्तिरूप
परमात्माके कथनकी मुख्यतासे ‘जेहउ णिम्मलु’ इत्यादि पाँच क्षेपकों सहित चौवीस दोहे, जीवके
निजदेह प्रमाण कथनमें स्वमत-परमतके विचारकी मुख्यताकर ‘कि वि भणंति जिउ सव्वगउ’

Page 3 of 565
PDF/HTML Page 17 of 579
single page version

background image
દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપના કથનની મુખ્યતાથી ‘‘अप्पा जणियउ’’ ઇત્યાદિ ત્રણ સૂત્રો છે,
(૮) ત્યારપછી કર્મવિચારની મુખ્યતાથી ‘‘जीवहं कम्मु अणाई जिय’’ ઇત્યાદિ આઠ સૂત્રો છે,
(૯) ત્યારપછી સામાન્ય ભેદભાવનાના કથનથી ‘‘अप्पा अप्पु जि’’ ઇત્યાદિ નવ સૂત્રો છે,
(૧૦) ત્યારપછી નિશ્ચય સમ્યગ્દ્રષ્ટિના કથનરૂપથી ‘‘अप्पिं अप्पु’’ ઇત્યાદિ એક સૂત્ર છે,
(૧૧) ત્યારપછી મિથ્યાભાવના કથનની મુખ્યતાથી ‘‘पज्जयरत्तउ’’ ઇત્યાદિ આઠ સૂત્રો છે,
(૧૨) ત્યારપછી સમ્યગ્દ્રષ્ટિની ભાવનાની મુખ્યતાથી ‘‘कालु लहेविणु’’ ઇત્યાદિ આઠ સૂત્રો છે,
(૧૩) ત્યારપછી સામાન્ય ભેદ ભાવનાની મુખ્યતાથી ‘‘अप्पा संजमु’’ ઇત્યાદિ એકત્રીશ જેટલા
દોહક સૂત્રો છે.
એ પ્રમાણે શ્રીયોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં એકસોત્રેવીસ દોહકસૂત્રોથી
બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માના સ્વરૂપના કથનની મુખ્યતાથી પ્રથમ પ્રકરણ-પાતનિકા
પૂરી થઈ. (અને તેમાં તેર અન્તરાધિકાર છે)
तदनन्तरं द्रव्यगुणपर्यायस्वरूपकथनमुख्यतया ‘अप्पा जणियउ’ इत्यादि सूत्रत्रयम्, अथानन्तरं
कर्मविचारमुख्यत्वेन
‘जीवहं कम्मु अणाइ जिय’ इत्यादि सूत्राष्टकं, तदनन्तरं सामान्य-
भेदभावनाकथनेन
‘अप्पा अप्पु जि’ इत्यादि सूत्रनवकम्, अत ऊर्ध्वं निश्चय-
सम्यग्
द्रष्टिकथनरूपेण ‘अप्पिं अप्पु’ इत्यादि सूत्रमेकं, तदनन्तरं मिथ्याभावकथनमुख्यत्वेन
‘पज्जयरत्तउ’ इत्यादि सूत्राष्टकम्, अत ऊर्ध्वं सम्यग्द्रष्टिभावनामुख्यत्वे ‘कालु लहेविणु’
इत्यादिसूत्राष्टकं, तदनन्तरं सामान्यभेदभावनामुख्यत्वेन ‘अप्पा संजमु’ इत्याद्येकाधिक-
त्रिंशत्प्रमितानि दोहकसूत्राणि भवन्ति
।। इति श्रीयोगीन्द्रदेवविरचितपरमात्मप्रकाशशास्त्रे
त्रयोविंशत्यधिकशतदोहकसूत्रैर्बहिरन्तःपरमात्मस्वरूपकथनमुख्यत्वेन प्रथमप्रकरणपातनिका
समाप्ता
अथानन्तरं द्वितीयमहाधिकारप्रारम्भे मोक्षमोक्षफलमोक्षमार्गस्वरूपं कथ्यते तत्र
પાતનિકા ]પરમાત્મપ્રકાશઃ [ ૩
इत्यादि छह दोहे, द्रव्य गुण पर्यायके स्वरूप कहनेकी मुख्यताकर ‘अप्पा जणियउ’ इत्यादि तीन
दोहे, कर्म-विचारकी मुख्यताकर ‘जीवहं कम्मु अणाइ जिय’ इत्यादि आठ दोहे, सामान्य भेद
भावनाके कथन कर ‘अप्पा अप्पु जि’ इत्यादि नौ दोहे, निश्चयसम्यग्दृष्टिके कथनरूप ‘अप्पे अप्पु
जि’
इत्यादि एक दोहा, मिथ्याभावके कथनकी मुख्यताकर ‘पज्जयरत्तउ’ इत्यादि आठ दोहे,
सम्यग्दृष्टिकी मुख्यता कर ‘कालु लहेविणु’ इत्यादि आठ दोहे और सामान्यभेदभावकी मुख्यताकर
‘अप्पा संजमु’
इत्यादि इकतीस दोहे कहे हैं इस तरह श्रीयोगीन्द्रदेवविरचित परमात्मप्रकाश ग्रंथमें
१२३ दोहों का पहला प्रकरण कहा है, इस प्रकरणमें बहिरात्मा, अंतरात्मा, परमात्माके स्वरूपके
कथनकी मुख्यता है, तथा इसमें तेरह अंतर अधिकार हैं
अब दूसरे अधिकारमें मोक्ष, मोक्षफल

Page 4 of 565
PDF/HTML Page 18 of 579
single page version

background image
प्रथमतस्तावत् ‘सिरिगुरु’ इत्यादिमोक्षस्वरूपकथनमुख्यत्वेन दोहकसूत्राणि दशकम्, अत ऊर्ध्वं
‘दंसणु णाणु’ इत्याद्येकसूत्रेण मोक्षफलं, तदनन्तरं ‘जीवहं मोक्खहं हेउ वरु’
इत्याद्येकोनविंशतिसूत्रपर्यन्तं निश्चयव्यवहारमोक्षमार्गमुख्यतया व्याख्यानम्, अथानन्तरम-
भेदरत्नत्रयमुख्यत्वेन
‘जो भत्तउ’ इत्यादि सूत्राष्टकम्, अत ऊर्ध्वं समभावमुख्यत्वेन ‘कम्मु
पुरक्किउ’ इत्यादिसूत्राणि चतुर्दश, अथानन्तरं पुण्यपापसमानमुख्यत्वेन ‘बंधहं मोक्खहं हेउ णिउ’
इत्यादिसूत्राणि चतुर्दश, अत ऊर्ध्वम् एकचत्वारिंशत्सूत्रपर्यन्तं प्रक्षेपकान् विहाय
शुद्धोपयोगस्वरूपमुख्यत्वमिति समुदायपातनिका
तत्र प्रथमतः एकचत्वारिंशन्मध्ये ‘सुद्धहं संजमु’
इत्यादिसूत्रपञ्चकपर्यन्तं शुद्धोपयोगमुख्यतया व्याख्यानम्, अथानन्तरं ‘दाणिं लब्भइ’
બીજો મહાધિકાર (દોહક સૂત્રો૨૧૪)
ત્યારપછી બીજા મહાધિકારની (દોહકસૂત્રો ૨૧૪) શરૂઆતમાં મોક્ષ, મોક્ષફળ, અને
મોક્ષમાર્ગનું સ્વરૂપ કહેવામાં આવે છે. (૧) ત્યાં પ્રથમ જ મોક્ષ સ્વરૂપના કથનની મુખ્યતાથી
‘‘सिरिगुरु’’ ઇત્યાદિ દસ દોહકસૂત્રો છે, (૨) ત્યારપછી ‘‘दंसणु णाणु’’ એ એક સૂત્રથી
મોક્ષનું ફળ દર્શાવ્યું છે, (૩) ત્યારપછી ‘‘जीवहं मोक्खहं हेउ वरु’’ ઇત્યાદિ ઓગણીસ સૂત્ર
સુધી નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગની મુખ્યતાથી વ્યાખ્યાન કર્યું છે, (૪) ત્યારપછી અભેદરત્નત્રયની
મુખ્યતાથી
‘‘जो भत्तउ’’ ઇત્યાદિ આઠ સૂત્રો છે, (૫) ત્યારપછી સમભાવની મુખ્યતાથી ‘‘कम्मु
पुरक्किउ’’ ઇત્યાદિ ચૌદ સૂત્રો છે, (૬) ત્યારપછી પુણ્ય પાપની સમાનતાની મુખ્યતાથી ‘‘बंधहं
मोक्खहं हेउ णिउ’’ ઇત્યાદિ ચૌદ સૂત્રો છે.
ત્યાર પછી પ્રક્ષેપકોને છોડીને એકતાલીસ સૂત્રો સુધી શુદ્ધોપયોગના સ્વરૂપની મુખ્યતા
છે. એ પ્રમાણે સમુદાયપાતનિકા જાણવી.
(૭) તે એકતાલીસ સૂત્રોમાંથી પ્રથમ ‘‘सुद्धहं संजमु’’ ઇત્યાદિ પાંચ સૂત્રો સુધી
શુદ્ધોપયોગની મુખ્યતાથી વ્યાખ્યાન છે, (૮) ત્યારપછી ‘दाणिं लब्भइ’ ઇત્યાદિ પંદર સૂત્રો
૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ પાતનિકા
और मोक्षमार्ग इनका स्वरूप कहा है, उसमें प्रथम ही ‘सिरिगुरु’ इत्यादि मोक्ष रूपके कथनकी
मुख्यताकर दस दोहे, ‘दंसण णाणु’ इत्यादि एक दोहाकर मोक्षका फल, निश्चय व्यवहार
मोक्षमार्गकी मुख्यताकर ‘जीवहं मोक्खहं हेउ वरु’ इत्यादि उन्नीस दोहे, अभेदरत्नत्रयकी
मुख्यताकर ‘जो भत्तउ’ इत्यादि आठ दोहे, समभावकी मुख्यताकर ‘कम्मु पुरक्किउ’ इत्यादि
चौदह दोहे पुण्य-पापकी समानताकी मुख्यता कर ‘बंधहं मोक्खहं हेउ णिउ’ इत्यादि चौदह दोहे
हैं, और शुद्धोपयोगके स्वरूपकी मुख्यताकर प्रक्षेपकोंके बिना इकतालीस दोहे पर्यंत व्याख्यान
है
उन इकतालीस दोहोंमें से प्रथम ही ‘सुद्धहं संजमु’ इत्यादि पाँच दोहा तक शुद्धोपयोगके
व्याख्यानकी मुख्यता है, ‘दाणिं लब्भइ’ इत्यादि पंद्रह दोहा पर्यंत वीतराग स्वसंवेदनज्ञानकी

Page 5 of 565
PDF/HTML Page 19 of 579
single page version

background image
સુધી વીતરાગ સ્વસંવેદનજ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન છે, (૯) ત્યારપછી ‘लेणहं इच्छइ मूढु’
ઇત્યાદિ આઠ સૂત્રો સુધી પરિગ્રહના ત્યાગની મુખ્યતાથી વ્યાખ્યાન છે. (૧૦) ત્યારપછી
‘‘जो भत्तउ रयणत्तयहं’’ ઇત્યાદિ તેર સૂત્રો સુધી શુદ્ધનયથી સોળ વલા સુવર્ણની માફક સર્વે
જીવો કેવળજ્ઞાનાદિ લક્ષણથી સમાન છે એવી મુખ્યતાથી વ્યાખ્યાન છે. (તે એકતાળીસ સૂત્રોના
મહાસ્થળના ચાર અન્તર સ્થળો છે) એ પ્રમાણે એકતાળીસ સૂત્રો સમાપ્ત થયાં.
ત્યારપછી ‘‘परु जाणंतु वि’’ ઇત્યાદિ સમાપ્તિ સુધી પ્રક્ષેપક સૂત્રોને છોડીને એકસો
સાત સૂત્રોથી ચૂલિકા વ્યાખ્યાન છે. તે એકસો સાત સૂત્રોમાંથી છેલ્લા ‘परम समाहि’ ઇત્યાદિ
ચોવીસ સૂત્રોમાં સાત સ્થળો છે. [તેમાં (પરમ) સમાધિનું કથન છે.]
(૧) તેમાં પ્રથમ સ્થળમાં નિર્વિકલ્પ સમાધિની મુખ્યતાથી ‘‘परमसमाहिमहासरहिं’’
ઇત્યાદિ છ સૂત્રો છે, (૨) ત્યારપછી અર્હત્પદની મુખ્યતાથી ‘‘सयलवियप्पहं’’ ઇત્યાદિ ત્રણ
इत्यादिपञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञानमुख्यत्वेन व्याख्यानं, तदनन्तरं ‘लेणहं इच्छइ मूढु’
इत्यादिसूत्राष्टकपर्यन्तं परिग्रहत्यागमुख्यतया व्याख्यानम्, अत ऊर्ध्वं ‘जो भत्तउ रयणत्तयहं’
इत्यादि त्रयोदशसूत्रपर्यन्तं शुद्धनयेन षोडशवर्णिकासुवर्णवत् सर्वे जीवाः
केवलज्ञानादिस्वभावलक्षणेन समाना इति मुख्यत्वेन व्याख्यानम्, इत्येकचत्वारिंशत्सूत्राणि
गतानि
अत ऊर्ध्वं ‘परु जाणंतु वि’ इत्यादि समाप्तिपर्यन्तं प्रक्षेपकान् विहाय सप्तोत्तरशत-
सूत्रैश्चूलिकाव्याख्यानम् तत्र सप्तोत्तरशतमध्ये अवसाने ‘परमसमाहि’ इत्यादि चतुर्विंशतिसूत्रेषु
सप्त स्थलानि भवन्ति तस्मिन् प्रथमस्थले निर्विक ल्पसमाधिमुख्यत्वेन ‘परमसमाहिमहासरहिं’
इत्यादि सूत्रषट्कं, तदनन्तरमर्हत्पदमुख्यत्वेन ‘सयलवियप्पहं’ इत्यादि सूत्रत्रयम्, अथानन्तरं
પાતનિકા ]પરમાત્મપ્રકાશઃ [ ૫
मुख्यताकर व्याख्यान है, परिग्रह त्यागकी मुख्यताकर ‘लेणह इच्छइ’ इत्यादि आठ दोहा पर्यन्त
व्याख्यान है, ‘जो भत्तउ रयणत्तयहं’ इत्यादि तेरह दोहा पर्यंत शुद्धनयकर सोलहवानके सुवर्णकी
तरह सब जीव केवलज्ञानादि स्वभावलक्षणकर समान हैं यह व्याख्यान है
इस तरह इकतालीस
दोहोंके व्याख्यानकी विधि कही उनके चार अधिकार हैं यहाँपर एकसौ ग्यारह दोहोंका दूसरा
महा अधिकार कहा है, उसमें दस अन्तर अधिकार हैं इसके बाद ‘परु जाणंतु वि’ इत्यादि
एकसौ सात दोहोंमें ग्रंथकी समाप्ति पर्यंत चूलिका व्याख्यान है इनके सिवाय प्रक्षेपक हैं
उन एकसौ सात दोहोंमेंसे अन्तके ‘परमसमाहि’ इत्यादि चौबीस दोहा पर्यंत परमसमाधिका कथन
है, उनमें सात स्थल हैं
उनमेंसे प्रथम स्थलमें निर्विकल्प समाधिकी मुख्यताकर
‘परमसमाहिमहासरहिं’ इत्यादि छह दोहे, अरहंतपदकी मुख्यताकर ‘सयल वियप्पहं’ इत्यादि

Page 6 of 565
PDF/HTML Page 20 of 579
single page version

background image
સૂત્રો છે, (૩) ત્યારપછી પરમાત્મપ્રકાશ નામની મુખ્યતાથી ‘‘सयलहं कम्महं दोसहं’’ ઇત્યાદિ
ત્રણ સૂત્રો છે, (૪) પછી સિદ્ધપદની મુખ્યતાથી ‘‘झाणें कम्मक्खउ करिवि’’ ઇત્યાદિ ત્રણ
સૂત્રો છે, (૫) ત્યારપછી પરમાત્મપ્રકાશના આરાધક પુરુષોના ફળના કથનની મુખ્યતાથી
‘‘जे परमप्पपयासु मुणि’’ ઇત્યાદિ ત્રણ સૂત્રો છે, (૬) ત્યારપછી પરમાત્મપ્રકાશની આરાધનાને
યોગ્ય પુરુષોના કથનની મુખ્યતાથી ‘जे भवदुक्खहं’ ઇત્યાદિ ત્રણ સૂત્રો છે, (૭) ત્યારપછી
પરમાત્મપ્રકાશશાસ્ત્રના ફળના કથનની મુખ્યતાથી અને ઉદ્ધતપણાના (ગર્વના) ત્યાગની મુખ્યતાથી
‘लक्खणछंद’ ઇત્યાદિ ત્રણ સૂત્રો છે.
એ પ્રમાણે ચોવીશ દોહક સૂત્રોની એક ચૂલિકાના અંતમાં સાત સ્થળો સમાપ્ત થયાં.
(એ રીતે તે મહાધિકારોમાં અંતર સ્થળ અનેક છે. ) એ રીતે પ્રથમપાતનિકા
સમાપ્ત થઈ, (એ રીતે પરિપાટીનો એક ક્રમ કહ્યો.) અથવા અન્ય પ્રકારે બીજી પાતનિકા
કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
પહેલા અધિકારમાં પ્રથમ તો પ્રક્ષેપક સૂત્રોને છોડીને
બહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માના કથનરૂપે એકસોત્રેવીસ સૂત્રો સુધી વ્યાખ્યાન
परमात्मप्रकाशनाममुख्यत्वेन ‘सयलहं कम्महं दोसहं’ इत्यादि सूत्रत्रयम्, अथ सिद्धपदमुख्यत्वेन
‘झाणें कम्मक्खउ करिवि’ इत्यादि सूत्रत्रयं, तदनन्तरं परमात्मप्रकाशाराधकपुरुषाणां
फलकथनमुख्यत्वेन
‘जे परमप्पपयासु मुणि’ इत्यादिसूत्रत्रयम्, अत ऊर्ध्वं
परमात्मप्रकाशाराधनायोग्यपुरुषकथनमुख्यत्वेन ‘जे भवदुक्खहं’ इत्यादिसूत्रत्रयम्’ अथानन्तरं
परमात्मप्रकाशशास्त्रफलकथनमुख्यत्वेन तथैवौद्धत्यपरिहारमुख्यत्वेन च
‘लक्खणछंद’ इत्यादि
सूत्रत्रयम्
इति चतुर्विंशतिदोहकसूत्रैकचूलिकावसाने सप्त स्थलानि गतानि एवं प्रथमपातनिका
समाप्ता अथवा प्रकारान्तरेण द्वितीया पातनिका कथ्यते तद्यथा
प्रथमतस्तावद्बहिरात्मान्तरात्मपरमात्मकथनरूपेण प्रक्षेपकान् विहाय त्रयोविंशत्यधिक-
૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ પાતનિકા
तीन दोहे, परमात्मप्रकाशनामकी मुख्यताकर ‘सयलहं दोसहं’ इत्यादि तीन दोहे, सिद्धपदकी
मुख्यताकर ‘झाणें कम्मक्खउ करिवि’ इत्यादि तीन दोहे, परमात्मप्रकाशके आराधक पुरुषोंको
फलके कथनकी मुख्यताकर ‘जे परमप्पपयास मुणि’ इत्यादि तीन दोहे, परमात्मप्रकाशकी
आराधनाके योग्य पुरुषोंके कथनकी मुख्यताकर ‘जो भवदुक्खहं’ इत्यादि तीन दोहे, और
परमात्मप्रकाशशास्त्रके फलके कथनकी मुख्यताकर तथा गर्वके त्यागकी मुख्यताकर ‘लक्खण
छंद’ इत्यादि तीन दोहे हैं
इस प्रकार चूलिकाके अंतमें चौबीस दोहोंमें सात स्थल कहे गये
हैं इस तरह तीन महाअधिकारोंमें अंतर स्थल अनेक हैं एक तो इस प्रकार पातनिका कही,
अथवा अन्य तरह कथनकर दूसरी पातनिका कहते हैपहले अधिकारमें बहिरात्मा, अंतरात्मा