Pravachansar Pravachano (Gujarati). Date: 19-06-1979,20-06-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 24 of 44

 

Page 292 of 540
PDF/HTML Page 301 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૨
પ્રવચનઃ તા. ૧૯–૬–૭૯.
(‘પ્રવચનસાર’ . ૧૦૧ ગાથા.)
“હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે.” દ્રવ્યથી એ ઉત્પાદ, વ્યય જુદા છે એમ
નથી. (વળી) દ્રવ્યથી એ ઉત્પાદવ્યય જુદા છે એમ નથી. “(અર્થાત્ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા
પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે.) ”
ઉત્પાદ-વ્યય-ધ્રુવનું દ્રવ્યથી અર્થાંતરપણું (નષ્ટ કરે છે) અર્થાંતર
એટલે અનેરો. અર્થાત્ ઉત્પાદ-વયય ને ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે. ગાથા બહુ
સારી છે હો! બધી એકસો એક ને બે ને...!
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया ।
दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१।।
ઉત્પાદ તેમજ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. ઓહોહોહો!
જ્યાં જ્યાં જે દ્રવ્યો છે તેમાં ઉત્પન્ન જે પર્યાયો છે. અને વ્યય છે ને ધ્રુવ (છે.) આહા... હા! તે
બધું દ્રવ્ય છે. તે બધું, તે’ દ્રવ્ય છે. એમાં ઉત્પાદ ને વ્યયમાં બીજું દ્રવ્ય નથી. આહા.. હા.. હા? છે!
(પાઠમાં) ઉત્પાદ, વ્યય ને ધ્રુવ દ્રવ્યથી જુદા નથી. “ઉત્પાદ તેમજ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે.” પર્યાયે
વર્તે છે. (ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય)
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે!
તા. ૨૦–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૧ ગાથા. “હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે અર્થાત્
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે.) ” (શ્રોતાઃ) હોય એ નષ્ટ થાય કે
નો હોય એનો નાશ થાય? (ઉત્તરઃ) નથી કેમ? અર્થાંતરપણું નષ્ટ કરે છે (એટલે) જુદું છે નહીં એમ
કહે છે. ઉત્પાદ-વ્યયને ધ્રુવ દ્રવ્યથી જુદા નથી. ત્રણ પર્યાય છે પણ ત્રણ પર્યાયનું સ્વરૂપ એક દ્રવ્ય છે.
અ.. હા... હા! ઈ અહીંયાં સિદ્ધ કરવું છે. પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરવું છે. નિશ્રયનયના દ્રવ્યની વાત
અહીંયાં ક્યાં છે? અને તે કહ્યું ને અહીંયાં ‘તત્ત્વાર્થસૂત્રમાં
उत्पादव्यय ध्रौव्ययुक्तम् सत्’ ધ્રુવ
નથી કીધું. ધ્રૌવ્ય (એટલે) ભાવપણું. ઉત્પાદ-વ્યય ને ધ્રુવયુક્તં સત્ નથી કીધું પણ
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् એમ કીધું છે. અહીંયાં (ધ્રૌવ્યને બદલે) સ્થિતિ શબ્દ પણ લ્યે છે. પણ
સ્થિતિનો એક અંશ લ્યે છે બહાર. કેમકે ઉત્પાદ-વ્યય ને સ્થિતિ એક સમયની છે. ઓલી ઉત્પાદ-વ્યય
ને સ્થિતિ એકસમયની છે. અને આ કાયમની સ્થિતિ એ અપેક્ષાએ એને ઉત્પાદ-સૃષ્ટિ,

Page 293 of 540
PDF/HTML Page 302 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૩
ભંગ-વ્યય એટલે ભંગ અને ધ્રૌવ્ય એટલે ધ્રુવપણું. ત્રણ થઈને દ્રવ્ય છે. આહા... હા! આવી વાત છે!
આ ‘પ્રવચનસાર’ મૂળ પદાર્થની વ્યવસ્થા, સર્વજ્ઞ ભગવાને જોઈ તે રીતે કહે છે. એ રીતે લઈએ.
આહા... હા!
અહીંયાં કહે છે જુઓ, “ઉત્પાદાદિકનું દ્રવ્યથી” (એટલે) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એનું
દ્રવ્યથી અર્થાંતરપણું એટલે અનેરાપણું, છે નહીં (તેથી) નષ્ટ કરે છે. (અર્થાત્ ઉત્પાદ–વ્યયને ધ્રૌવ્ય).
જોયું? ધ્રુવ શબ્દ નથી લીધો. ધ્રૌવ્ય (લીધો છે.) અને સંસ્કૃતમાં તત્ત્વાર્થસૂત્રમાં પણ ધ્રૌવ્ય છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् લીધું છે. ધ્રુવયુક્તં સત્ એમ નથી લીધું. અહીં ભાવપણું લેવું છે ને...!
એથી ध्रौव्ययुक्तं सत् એમ છે. આહા... હા! “ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા પદાર્થો નથી.” આહા...
હા! ભગવાન આત્મા, તે દ્રવ્ય-વસ્તુ (છે.) અને એમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્યપણું વસ્તુથી જુદા નથી.
ઇ વસ્તુસ્વરૂપ જ છે. ઈ ત્રણ પર્યાય છે ઇ પર્યાયને આશ્રયે દ્રવ્ય, અને ત્રણે પર્યાય દ્રવ્યને આશ્રયે છે.
લ્યો! ઠીક! સવારે એમ (આવ્યું) હતું કે, જ્ઞાનની ક્રિયાને આશ્રયે આત્મા છે. આહા! સવારે એ
આવ્યું’ તું. જ્ઞાનની ક્રિયાને આશ્રયે (આત્મા છે.) એનો અર્થ ઈ કેઃ અહીંયાં પરિણતિ થઈ શુદ્ધ
ચૈતન્યની, એના આશ્રયે જણાણો ઈ. (આત્મા) એટલે એને આધારે થ્યું (એમ) કીધું. અહીંયાં એનું
એમ નથી અહીંયાં તો વસ્તુસ્થિતિ સિદ્ધ કરવી છે. અને ત્યાં તો ‘સંવર’ નો અધિકાર હતો ને...!
થોડો ફેર શબ્દમાં (પડી જાય તો) ઘણો (અર્થ બદલી જાય!) વળી વાણીને તો મિથ્યા કહે! આહા...
હા! આ તો અનંત તીર્થં કરો, કેવળીઓ (એ) જે સ્વરૂપ કહ્યું છે ઈ રીતે એને જાણે, ઈ આવી ગ્યું ને
અંદર. ‘જે ન માને’ આવી ગયું પહેલાં. (ગાથા) ૯૮. (જુઓ,) અઠાણું.
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा। सिद्धं तथ आगमदो णेच्छदि जो सो हि
परसमओ (અન્વયાર્થઃ– દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જા ‘સત્’ છે એમ જિનોએ તત્ત્વતઃ
કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે.) પરસમય મિથ્યાદ્રષ્ટિ
છે. આહા... હા! અઠાણું-અઠાણું ગાથા (છે.) અઠાણુ ગાથા. છે કે નહીં? જે રીતે વસ્તુ છે એ રીતે જે
ન માને તે પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહીંયાં એમ કહે છે. આહા... હા!
અહીંયાં તો (કહે છે) ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ત્રણેય એકસમયમાં છે. ઉત્પાદનો સમય,
ભંગપણાને સમય ધ્રૌવ્યપણાનો સમય એ એકજ સમયે ત્રણે છે. એથી આ ત્રણ એમ લેશે (જુઓ!
“એમ સિદ્ધ કરે છે)ઃ–
उप्पादट्ठिदि ઓલો ધ્રૌવ્યનો સ્થિતિ શબ્દ આપ્યો. उप्पादट्ठिदिभंगा विज्जंते
पज्जाएसु पज्जाया એ પર્યાયના ભેદ છે. આહા...હા...હા! ત્રણ પડયા ને...! ઉત્પાદ-સ્વસંવેદનથી
જણાણો, અસંવેદનનો વ્યય થ્યો, ધ્રૌવ્યપણામાં ઇ ટકી રહ્યું! ઇ ત્રણેય પર્યાયો, તેના પર્યાયથી જણાણો’.
જણાણો તે શું? તે દ્રવ્ય. આહા...હા! આવી વાત છે! (
दव्वेहि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं)
નીચે. (હરિ ગીત)

Page 294 of 540
PDF/HTML Page 303 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૪
ઉત્પાદ તેમજ ધ્રૌવ્યને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે.
અહીં તો ભઈ મારગ એવો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનું કહેલું તત્ત્વ! ક્યાંય બીજે છે નહીં.
એ આકરું પડે જગતને! અભ્યાસ વિના! આહા... હા! અને રીતે (સમજે કે) જે રીતે છે તે રીતે ન
માને ઈ મિથ્યાદ્રષ્ટિ છે એમ પહેલાં કહ્યું. આવ્યુંને (ગાથા) ૯૮ માં છે ને...! અઠાણું ગાથા! આહા...
હા! ઉત્પાદ-વ્યય, એક જ સમયમાં ઉત્પાદ ને વ્યય, વિરુદ્ધભાવ. અને તેમાં જે સ્થિતિ એ તેનાથી વિરુદ્ધ
ભાવ!! ટકી રહેવું!! આહા...હા...હા! આ (ઉત્પાદ વ્યય) એક સમય રહે અને આ (ધ્રૌવ્ય) ટકી રહે.
છતાં ટકી રહેવું-ધ્રૌવ્યપણું એક સમય છે. પછી ત્રણનો સમુદાય તે દ્રવ્ય (કીધું.) આહા... હા! (વસ્તુ
સ્થિતિ) એમ છે. અરે રે! આવું સાંભળવા, નવરાશ મળે નહીં એને! સમ્યગ્દર્શન થવામાં, જે ભગવાને
તત્ત્વો કહ્યાં, તે રીતે તત્ત્વોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળાં માને, ત્યારે તેને ઉત્પાદ થઈ એવી જે
સમ્યગ્દર્શનપર્યાય, મિથ્યાત્વ (પહેલી પર્યાયમાં હતો) તેનો વ્ય્ય, અને સદ્રશપણું જે છે-ધ્રુવ- (ધ્રૌવ્યપણું
ધ્રુવનું ધ્રૌવ્યપણું રહેવું ઈ (એક સમયમાં ત્રણે છે) ઈ ત્રણે મળીને પછી દ્રવ્ય છે. એનો અર્થઃ કે એના
ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય માટે બીજા દ્રવ્યની જરૂર નથી. આહા... હા! આત્માની ધરમની પર્યાયના ઉત્પાદ
માટે, અને અધરમની પર્યાયના વ્યય માટે અને તે ચીજની - ધ્રુવનું - ટકવા માટે પરની કોઈ અપેક્ષા
છે નહીં. આહા... હા! આવી ધરમની રીત! એ કહે છે (અહીંયાં).
ટીકાઃ– “ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય.” જોયું? ‘ધ્રૌવ્ય’ આહા...! “ખરેખર પર્યાયોને આલંબે
છે.” શું કહે છે? આહા...! ઊપજવું = સ્વસંવેદન સમ્યગ્દર્શનની પર્યાય ઊપજવી, અને
મિથ્યાદર્શનપર્યાયનો વ્યય, અને ધ્રૌવ્યપણું. ઇ ત્રણ પર્યાયને અવલંબે છે ઈ ત્રણ પર્યાય છે, ત્રણ ભેદ
છે. આહા... હા! સમજાય છે કાંઈ? કોને આ પડી (છે) કે અંદર વસ્તુસ્થિતિ શું છે? લોઢાની
(વસ્તુસ્થિતિ) નકકી કરવી ત્યાં!
(શ્રોતાઃ) ધંધો છે ને એનો... (ઉત્તરઃ) ઈ એનું કરે, વકીલ
વકીલાતનું કરે. આ તો મોટાનો દાખલો અપાય છે. (બાકી બધાનું એમ છે.) આહા... હા! આ
સર્વજ્ઞપરમાત્મા! એક ન્યાય ફરે તો આખું તત્ત્વ વિરુદ્ધ થઈ જાય? ઉત્પાદ વિનાનું દ્રવ્ય એકલું માને
તો પણ (તે) મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. વ્યય વિનાનું દ્રવ્ય એકલું માને તો પણ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય,
અને ઉત્પાદવ્યય ન માને અને ધ્રુવને જ માને તો તે મિથ્યા-દ્રષ્ટિ છે. આહા... હા!
(શ્રોતાઃ)
(ત્રણમાંથી) એકને ન માનો તો ૧/૩ સાચો ર/૩ ખોટો એમ માને તો...! (ઉત્તરઃ) એકે એક ખોટું
બધું ખોટું. આહા... હા! ભાઈ! આવું છે પ્રભુ! શું થાય? આહા... હા... હા!
(કહે છે) એક ઉત્પાદની પર્યાય છે. એને નથી એમ માને, અને એકલું ધ્રુવ જ છે એમ માને,
તે મિથ્યાદ્રષ્ટિ છે. એકલો વ્યય માને, ઉત્પાદ વિના વ્યય હોય નહીં (છતાં એકલો વ્યય માને) તે,
મિથ્યાદ્રષ્ટિ છે. નાસ્તિક થઈ ગ્યો તે નાસ્તિક છે. અને એકલું ઉત્પાદ, વ્યય (એ) બે ને જ માને, અને

Page 295 of 540
PDF/HTML Page 304 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯પ
ટકતું - સ્થિતિ વાળું ધ્રુવ (નું) ધ્રૌવ્યપણું ન માને, તો મિથ્યાદ્રષ્ટિ છે. ઈ કહી ગ્યાને (ગાથા) અઠાણું
માં! આહા... હા! અઠાણું ગાથામાં છે એ! અરે ઝીણું છે બાપા! મારગ આ (ઝીણો છે!) આ તો
જરી ધ્રૌવ્યને ધ્રુવને સાટે (બન્નેનો ભેદ બતાવીને) તત્ત્વાર્થસૂત્ર જેવું કર્યું! આ તત્ત્વાર્થસૂત્રમાં જે લીધું
છે ઉત્પાદવ્યયને ધ્રુવયુક્તં સત્ નથી લીધું. સમજાણું? ‘તત્ત્વાર્થસૂત્ર’ (અધ્યાય) પાંચમામાં છે ને?
પાંચમો (જુઓ,)
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् મૂળ પાઠ છે. (અ. પ. સૂત્ર-૩૦) પહેલું ઈ છે કે सद्
द्रव्यलक्षणम् (અ. પ. સૂત્ર-૨૯), દ્રવ્યનું ‘સત્’ હોવાપણું એ લક્ષણ - એક વાત - સૂતરું છે આ.
ઉમાસ્વાતિ (તત્ત્વાર્થસૂત્રના કર્તા) પજુસણમાં રોજ અહીંયાં વંચાય છે. (શ્રોતાઃ) વાંચનારને ય ખબર
નહીં (ઉત્તરઃ) વાંચનારને ય ખબર ન મળે, હાંકે! આ તો એક એક ન્યાયના અર્થમાં ફેર (શું છે
તેનો ખુલાસો થાય છે.)
અહીંયાં કહે છે (અધ્યાય-પ) નું ઓગણત્રીસમું સૂતરું છે. ‘सद् द्रव्यलक्षणम्’ કે સત્ દ્રવ્ય
લક્ષણ. ‘સત્’ શું? ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તે સત્ ઉત્પાદવ્યયધ્રુવયુક્તં નહીં. ધ્રૌવ્ય યુક્તં સત્ એમ
(સૂત્રમાં કહ્યું છે.) (ધ્રૌવ્ય) પણું આહા... હા! ઈ ક્યાં’ ક વચમાં છે, આવે છે. ધ્રુવનું ધ્રૌવ્યપણું કીધું
(છે.) ઈ ક્યાં’ ક વાંચ્યું છે કે એનો ભાવ લેવો એનો ઈ ક્યાં’ ક વાંચ્યું છે પણ યાદ... આ તો
(ધ્રૌવ્ય) એટલે પણું આ જ જોયું (તે.) (અહીંયાં) ઉત્પાદવ્યયધ્રુવયુક્તં સત્ નથી કહ્યું પણ ધ્રૌવ્ય
(યુક્તંસત્ કહ્યું છે.) ધ્રૌવ્ય (કહ્યું છે.) આહા... હા! આ એવી વાત છે લ્યો! આ તો વીતરાગ મારગ
છે. (ગાથા-૯૮માં) પહેલું કહ્યું એ રીતે એને જાણવું જોઈએ ને...! આહા...! એનાથી કંઈ પણ વિરુદ્ધ
થાય તો આખા તત્ત્વનો વિરોધ થઈ જાય છે! આહા... હા! પછી સદ્ પદ ભાવ એ નિમિત્ત કીધું
સદ્ભાવ નાશ ન થાય એને નિમિત્ત કહેવાય છે. પાંચમા અધ્યાયમાં (તત્ત્વાર્થસૂત્ર) માં છે. પાંચમાનું
૨૯મું અને ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં સત્’ ઇ અહીંયાં છે.
(કહે છે કેઃ) વિચાર શું આવ્યો? ત્રણેય પર્યાય કીધી’તી ને...! ભાઈ, સમજાણું! ત્રણે પર્યાય
કીધીને અહીંયાં? ઈ (એક) વિચાર આવ્યો! ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય (તે) પર્યાયને અવલંબે છે. ઇ ત્રણે
ય પર્યાયો છે. આહા...! ભેદ છે! આખું દ્રવ્ય નથી. આહા... હા... હા!
“ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય
ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે.” આહા... હા! સમજાય છે? આહા...
હા... હા! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પર્યાયને આશ્રયે છે.
“(અર્થાત્ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે
છે.” અવલંબેનો અર્થ આશ્રયે કર્યો. “અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે.” ઠીક! સવારમાં એમ કહ્યું’ તું
પર્યાયના આશ્રયે દ્રવ્ય છે ‘ઉપયોગમાં ઉપયોગ છે’ જાણનક્રિયા - જાણન, જાણન, જાણન, શ્રદ્ધા એ
નિર્મળ પરિણતિ, એનાથી જણાણો (આત્મા) માટે, આધારથી જણાયો માટે ઈ આધારના (આશ્રયે)
આધેય (છે.) અહીંયાં કીધું દ્રવ્યના આશ્રયે (પર્યાયો છે.) આહા... હા!
‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે
તહાં સમજવું તેહ’ (આત્મસિદ્ધિ, શ્રીમદ્રાજચંદ્ર) એક એક સ્થિતિ (જેમ છે તેમ સમજવી જોઈએ.)
દેવીલાલજી! આવી વાત છે! આહા... હા! થોડું પણ એણે સત્ય હોવું

Page 296 of 540
PDF/HTML Page 305 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૬
જોઈએ! કેમકે પરમાત્મા સર્વજ્ઞ (ના) પ્રવચનમાં આવ્યું છે ધ્રુવમાં! દિવ્યધ્વનિમાં! એ ‘આ’ છે
(તત્ત્વ સ્થિતિ!) આહા...હા! દિવ્યધ્વનિ ને પરમાત્માને વિસરાવી દીધા છે એવી શૈલી છે! (આ
પ્રવચનસારમાં એવી સીધી વાત છે! (જાણે કે) પરમાત્મા જ કહેતા હોય ને! આહા...હા! સત્યની
જગતને પ્રસિદ્ધિ કરે છે! (કહે છે) પ્રભુ, એકવાર સાંભળ!
કેઃ દરેક દ્રવ્યમાં જે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય છે એ ત્રણ પર્યાયના આશ્રય છે. પર્યાયને અવલંબે
છે તેથી પર્યાયના આશ્રયે છે. ધ્રૌવ્ય પણ પર્યાયના આશ્રયે છે. ઉત્પાદ, વ્યય એ તો પર્યાયના આશ્રયે
(કીધા) એ તો ઠીક! પણ ધ્રૌવ્યપણાનો ભાવ કીધો એ પણ પર્યાયના આશ્રયે છે. આહા... હા... હા...
હા! સમજાણું? અને પર્યાયો-એ જે ધ્રૌવ્ય પર્યાય લીધી’ તી-ઉત્પાદ વ્યય તો પર્યાય છે જ તે પણ ભેદ
જે ધ્રૌવ્ય લીધો ઈ ‘પર્યાયો દ્રવ્યના આશ્રયે છે.’ ઈ ત્રણપણાનું એકરૂપ દ્રવ્ય, તે દ્રવ્યના આશ્રયે છે.
આહા... હા! ધ્રૌવ્યપણું પણ દ્રવ્યના આશ્રયે છે. ઉત્પાદવ્યયપણું પણ દ્રવ્યના આશ્રયે છે. સમજાય છે
કાંઈ? ઈ તો અધિકાર ચાલતો હોય ત્યારે આવે ને... એનો વિસ્તાર!
‘પર્યાયો દ્રવ્યના આશ્રયે છે;
તેથી આ બધુંય એક જ દ્રવ્ય (ના આશ્રયે) છે. ઈ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પર્યાયો, ભેદ (ત્રણ) પર્યાયો
દ્રવ્યના આશ્રયે છે. એ બધુંય એક જ દ્રવ્ય છે. ત્રણ થઈને આખું એક જ દ્રવ્ય છે. અહીંયાં પ્રમાણનું
દ્રવ્ય સિદ્ધ કરવું છે. અથવા વસ્તુ આખી (જે) છે એને (અહીંયાં) સિદ્ધ કરવું છે. નિશ્ચયનયનું દ્રવ્ય,
એ તો એકલું ધ્રુવ (છે.) આહા... હા! નિશ્ચયનય (એટલે) ભૂતાર્થ, ભૂતાર્થ, એટલે ધ્રુવ (દ્રવ્ય), એ
(દ્રવ્ય) એક નયનો વિષય છે. અને આમ તો ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય (એ) ત્રણ પર્યાયો થઈને દ્રવ્ય
(કેમ કે) ઈ પર્યાયો દ્રવ્યના આશ્રયે (છે.) તેથી અહીંયાં પ્રમાણનો વિષય (-દ્રવ્ય) સિદ્ધ કરવો છે.
આહા... હા... હા! ઝીણું લાગશે, પણ મારગ, તો હોય તે ઈ આવે ને... બીજું શું આવે! ચાલતી
પ્રથાથી ભિન્ન લાગે, આહા... હા! સવારમાં તો, (બીજો વિષય ચાલે છે.) અહીંયાં આ તો પર્યાયો
વિકારી કે અવિકારી બધી અહીંયાં લેવી, પર્યાયો વિકારી કે અવિકારી, ઉત્પાદ-વ્યયવાળી અને ધ્રૌવ્ય તે
અંશ છે. અને અહીંયાં એ ત્રણ થઈને દ્રવ્ય છે. અને સવારમાં તો એમ કહ્યું નિર્મળપર્યાયના આશ્રયે
દ્રવ્ય છે. આહા... હા! અહીંયાં તો વિકારી-અવિકારી પર્યાય અને ધ્રૌવ્ય, ત્રણેય પર્યાયના આશ્રયે છે,
પર્યાય ત્રણેય દ્રવ્યને આશ્રયે છે, એ દ્રવ્યથી ત્રણેય કંઈ જુદા નથી.
(શ્રોતાઃ) સવારે પર્યાયના આશ્રયે
દ્રવ્ય કહ્યું અને અત્યારે દ્રવ્યને આશ્રયે પર્યાયો કહી...! (ઉત્તરઃ) એ કઈ અપેક્ષાએ (કીધું) ઈ જાણ્યા
વિના (અપેક્ષા જાણ્યા વિના એમ લાગે) ફાવાભાઈ કહેતા’ તા સવારે કંઈ’ ક બીજું આવે, બપોરે
બીજું! મગજ ન માને બિચારાને ફાવાભાઈને, પૈસા થઈ ગ્યા ખૂબ છોકરાંને કરોડ રૂપિયા લ્યો!
સૂરતમાં, ફાવાભાઈનો દીકરો એક, પહેલી સ્થિતિ સાધારણ-બુદ્ધિ બેયની સાધારણ, બધી સમજવા
જેવી, પણ પૈસા મળે એ કંળ બુદ્ધિનું કારણ નથી. કે બહુ બુદ્ધિ (છે ને) વ્યવસાય બુદ્ધિનો કર્યો ને
પૈસા આવે છે વધારે, એમ છે? હશે? તો તો તમારા બીજા બે ભાઈઓ પાસે કેમ પૈસા નથી? તમારી
પાસે આ પૈસા આવ્યા તે બુદ્ધિના કારણે લ્યો!
(શ્રોતાઃ) પૈસા તો પૈસામાં છે એની પાસે મમતા
છે...! (ઉત્તરઃ) આ તો દાખલો (તમારો) બધાને, ઘણાને એમ છે ને...! આહા...હા!

Page 297 of 540
PDF/HTML Page 306 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૭
(કહે છે કેઃ) “પર્યાયો દ્રવ્યના આશ્રયે છે.” પર્યાયોની સિદ્ધિ દ્રવ્યને આશ્રયે છે. આહા... હા!
એકપણું પર્યાયનું પ્રગટ ઉંત્પાદ છે એના વિનાનું એકલું દ્રવ્ય માને, તો તે મિથ્યાદ્રષ્ટિ છે. એકલો વ્યય
થઈને વ્યયને જ માને અને તે કાળે ઉત્પાદ થયો છે ને ધ્રૌવ્ય છે એમ ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
ઉત્પાદ-વ્યય એકલાને માને, બૌદ્ધ (એમ માને છે) બૌદ્ધ ઉત્પાદ-વ્યય એકલાને માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
અને વેદાંતી એકલા ધ્રુવને (કૂટસ્થને) માને, ધ્રુવ એકલું ધ્રુવ (ઉત્પાદવ્યય વિનાનું) માને છે (તેથી)
એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! હવે (કહે છે) “તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર
નથી.”
અનેરું દ્રવ્ય નથી, ઉત્પાદ-વ્યય અનેરો નથી, ધ્રૌવ્ય અનેરું નથી. (એ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય)
દ્રવ્યાંતર નથી. (એ બધુંય એક જ દ્રવ્ય છે.) કો’ સમજાય છે? ભાષા આ તો સાદી છે! આહા... હા!
એક એક વાતમાં કેટલું ભર્યું છે!! ગંભીરતાનો પાર ન મળે!! અરે... રે!
(કહે છે) આહા...! સ્વસંવેદન જ્ઞાનને ઉત્પત્તિ એ પર્યાય છે, અને અસંવેદન-મિથ્યાત્વની
પર્યાય, એ પણ પર્યાય છે પણ તેનો વ્યય છે. આહા... હા! અસ્તિપણે તો એક જ પર્યાય હોય. અને
વ્યયની અપેક્ષાએ-નાસ્તિપણે (વ્યયને) પણ પર્યાય ગણી. દરેક દ્રવ્યને અસ્તિ છે પણ એ તો એક જ
ઉત્પાદ હોય. પર્યાય અપેક્ષાએ (ની વાત છે.) વ્યયની અપેક્ષાએ પર્યાય (કીધી) પણ અભાવ કરી
નાખ્યો. અને ટકતું છે એ પણ-એ પણ ભાવરૂપ છે, અને એને પર્યાય કીધી એ ત્રણેય પર્યાયો, ત્રણેય
પર્યાયને (ભેદને) આશ્રયે છે. આહા... હા! અને ત્રણે પર્યાયો (ત્રણ ભેદ) દ્રવ્યના આશ્રયે છે.
આહા... હા! આવું છે એમાં એક પણ પર્યાયને ન માને (તો) દ્રવ્યના આશ્રયે ત્રણ સિદ્ધ ન થાય
અને તો તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા! (પંડિતજી!) આવું ઝીણું છે? (કેટલા’ ક બોલે છે
ને...) આવો તો ધરમ ક્યાંથી કાઢયો? ઈ કરતાં’ તો દયા પાળવી ને (એવો ધરમ સહેલો સટ
હતો!) પણ વસ્તુ (આત્મા) બાપુ! ઘણી ઝીણી વસ્તુ છે!! (તેનું) ભાવમાં ભાસન ન થાય તો ત્યાં
ઠરી શી રીતે શકશે? આહા... હા! વાત સમજાય છે ને?! જેવી રીતે વસ્તુની મર્યાદા છે તે રીતે
ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (સ્વરૂપ દ્રવ્ય) ને માનવાનો ભાવ છે તે ભાવમાં લીધા વિના શી રીતે ઠરશે?
એક પર્યાય (જે) ઉત્પન્ન છે તે ધ્રુવમાં ઠરે. એટલે કે તેની સન્મુખ થાય. આહા... હા! (ઠરે એમ
કીધું) છતાં એ પર્યાય પર્યાયપણે રહીને ઉત્પન્ન થયેલી છે. પર્યાય ધ્રુવમાં ભળી ગઈ નથી. કારણકે
(અહીંયાં) ત્રણ પ્રકાર સિદ્ધ કરવા છે ને...! (અથવા) પર્યાયના ત્રણ પ્રકાર કહેવા છે. પછી તો એ
પર્યાય દ્રવ્યને અડી નથી એમ લેવું છે. બે વાત લેવી.
(અહીંયાં કહે છે કેઃ) “પ્રથમ તો” છે? (પાઠમાં) આહા... હા! “દ્રવ્ય પર્યાયો વડે
આલંબાય છે.” (અર્થાત્ પર્યાયો દ્રવ્યને અશ્રિત છે.) ત્રણે ઉત્પાદ - વ્યયને ધ્રૌવ્ય એકલા નથી, કહે
છે. અને તે પર્યાયો દ્રવ્યને અશ્રિત છે. આહા... હા! ઈ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પર્યાયને આશ્રયે છે ને
તે પર્યાયો દ્રવ્યને આશ્રિત છે. તેથી આ બધુંય - ત્રણ થઈને - એક જ દ્રવ્ય છે. દ્રવ્યાંતર

Page 298 of 540
PDF/HTML Page 307 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૮
નથી. ઉત્પાદ નામ નો આવ્યો માટે અનેરો છે જેવા કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર કે કેવળજ્ઞાન ને
અનેરા છે એમ નથી. અને (ત્યારે) મિથ્યાત્વનો વ્યય થઈ જાય, તેથી તે કંઈ દ્રવ્યથી ભિન્ન - દ્રવ્ય
સિવાય થાય એમ નથી. એ તો એકદમ (એકસાથ) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (છે.) તે ટકતા દ્રવ્યને
આશ્રયે છે. એટલે કે જાણે ઈ અનેરા દ્રવ્ય હશે, ઉત્પાદ-વ્યય અનેરાં દ્રવ્ય હશે (એમ’ નથી) આહા...
હા! (તેથી) “આ બધુંય એક જ દ્રવ્ય છે” ઈ એક જ છે ને? ઓલામાં (ટીકામાં) પહેલાં આમ હતું
ને...? “ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે.” એમ અહીંયાં ખરેખર એક જ દ્રવ્ય છે.
(શું કહે છે ટીકામાં જુઓ,)
“ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો
દ્રવ્યને આલંબે છે (અર્થાત્ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે
છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.”
(કહે છે કેઃ) ભગવાન આત્મા! એની સ્વસંવેદનની પર્યાય (જે) ઉત્પન્ન થઈ, એની જે જાત
છે સમ્યગ્જ્ઞાનદર્શનઆનંદ, એના વેદનથી ઉપજી. ઉત્પાદ વ્યય છે છતાં, ધ્રૌવ્ય, ધ્રૌવ્યપણે રહે. આહા...
હા! અને એ ઉત્પન્ન થઈ છતાં પૂર્વની પર્યાયો જે વિકારની હતી - મિથ્યાત્વની હતી, એ અસ્તિપણે
(પૂર્વે) હતી એની નાસ્તિ થઈ પાછી (સમકિતના ઉત્પાદસમયે) એની અસ્તિ હતી (પૂર્વે પણ)
એકદમ (એ) અંધારાનો નાશ થઈ, પ્રકાશ ઝળહળ જ્યોતિ ચૈતન્યમૂર્તિ પ્રભુ - સ્વસંવેદનથી પ્રકાશમાં
આવ્યો. આહા... હા! વિકાર - મિથ્યાત્વની પર્યાયથી અભાવરૂપે થયો છતાં એ દિવ્ય અને ભાવ્ય
ધ્રૌવ્ય, એ ત્રણેય (સમકિતનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય ને દિવ્ય ધ્રૌવ્ય) થઈને પર્યાયો કહેવામાં આવી
છે. એ ત્રણેય પર્યાયોના આશ્રયે કીધું છે. પણ ધ્રૌવ્યને પણ પર્યાયનો આશ્રય છે એમ લીધું (છે.)
આહા... હા!
(શ્રોતાઃ) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એક પછી એક છે કે એક હારે છે? (ઉત્તરઃ) એક
સમયમાત્રમાં ત્રણેય છે. ઈ પર્યાય છે ત્રણેય, (પણ) એક સમયમાં (છે.) આહા... હા! મૂળ આ
વસ્તુ! ચાલે નહીંને એટલે લોકોને જરી આકરી લાગે. નહિતર તો વસ્તુની સ્થિતિ તો સંતોએ ઘણી
સરળ કરી નાખી છે. આહા... હા! (હવે) બીજો પેરેગ્રાફ (જુઓ!)
(અહીંયાં કહે છે કેઃ) “પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે.” (શ્રોતાઃ) દ્રવ્ય પર્યાયો
વડે આલંબાય છે કે પર્યાયો દ્રવ્ય વડે આલંબાય છે? (ઉત્તરઃ) આહા... હા! કઈ અપેક્ષા છે? (તે
સમજવું જોઈએ.) જ્ઞાન વસ્તુ આખી પડી છે. એનું જ્યાં ભાન થ્યું પર્યાયમાં. પર્યાયમાં ભાન થાય છે
ને...? દ્રવ્યમાં તો છે (ભાન) દ્રવ્ય તો છે ધ્રુવ. (ધ્રેવમાં નવું ભાન ન થાય) ભાન પર્યાયમાં થાય છે.
ત્યારે તેને પૂર્વની અવસ્થાનો વ્યય થઈ જાય છે, (અર્થાત્) અંધકાર હતો, કાંઈ ખબર નો’ તી, જે
ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો’ તી જે ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો’ તી એનો વ્યય થઈને
ઉત્પાદ થઈ જાય ને એકદમ (ફડાક) ખબર પડી જાય કે ભગવાન આ દ્રવ્ય છે! આહા... હા! આમાં
સ્થાનકવાસીમાં સાંભળ્‌યું’ તું કોઈ દિ’ આવું? આહા... હા! આહા... હા! દિગંબર (ધર્મ) એટલે
સંતોના અમૃત છે? અમૃતના ઘડા! (છલોછલ, ભરચક!) આહા... હા! જરી શાંતિથી... ધીમેથી...
સમજવાની

Page 299 of 540
PDF/HTML Page 308 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૯
વાત છે બાપુ, આ તો. અનંતકાળનો અજાણ્યો મારગ! એને જાણીતો કરવો - એક ક્ષણમાં જાણીતો
કરવો, કેમકે વ્યય એક ક્ષણમાં થઈને તેને જાણીતાની પર્યાય થાય છે. આહા... હા! ઉપયોગમાં ભલે
અસંખ્ય સમયે આવે, પણ કામ અહીંયાં થાય છે એક સમયમાં એમ કહે છે. સમયાંતરમાં એકદમ
(વીજળીને ચમકારે) સમ્યગ્દર્શનને સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટી જાય છે. આહા... હા! એવી એની
તાકાત છે!! થોડું આમાં વખત (જતાં) ભળી ગયું છે (ખોટું તત્ત્વ) તેથી આમાં પડખાં બધાંનો
(બરાબર) નિર્ણય કરવો જોઈએ ભાઈ! આહા... હા! હવે આવો વખત કે’ દિ’ મળશે?
અનંતકાળના... અર... ર! નરક-નિગોદના ભવ બાપુ! (તેં કર્યાં છે) આમ ભલે તમે કહો પણ એના
ભાવને લઈ જરી વિચાર કરે ને...! આહા... હા! નરક ને તિર્યંચ ને (નિગોદને...!)
(કહે છે) (શ્રોતાઃ) આગળ કાંઈ ધરમ કર્યા વિના રૂપિયા મળ્‌યા? (ઉત્તરઃ) ધૂળમાં ય
રૂપિયા નથી (મળ્‌યા એને) આહા...! રૂપિયા મને મળ્‌યા એ (માન્યતા) એ જ મિથ્યાત્વભાવ છે.
(શું) પરદ્રવ્ય, સ્વદ્રવ્યને મળે? આહા... હા! અને (શું) સ્વદ્રવ્યનું એ પરદ્રવ્ય છે? પરદ્રવ્ય તો એના
ઉત્પાદ-વ્યય-ને ધ્રૌવ્ય એનાં (સ્વરૂપમાં રહેલ છે) એમારું છે (ખોટો અભિપ્રાય છે) આહા... હા!
ગજબ વાત છે બાપુ!!
(શ્રોતાઃ) તો કર્યું આ બધું પાણીમાં ગયું? (ઉત્તરઃ) પાણીમાં ગ્યું નથી,
મિથ્યાત્વમાં ગ્યું છે. (અજ્ઞાનતાથી માને કે) જૂઠાભાવ, (એ) મારા ભાવ (પણ) તારા સાચા ભાવ
જરીએ (નથી.) આહા... હા! વેણલા વાયા સવારના! એ પ્રકાશ થતાં અંધકારનો નાશ થઈ ગ્યો,
એવા વેણલા વાયા છે! એમ કહે છે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે.” (અર્થાત્) પર્યાયો દ્રવ્યને
આશ્રિત છે) કારણકે સમુદાયી સમુદાસ્વરૂપ હોય છે;” (નીચે ફૂટનોટમાં જુઓ!) સમુદાયી =
સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું, (દ્રવ્ય સમુદાયી છે, કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે.)
(અર્થાત્) દ્રવ્ય સમુદાયી છે, સમુદાયી છે’ અને ઈ પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. આહા... હા! હવે
આવી ભાષા કોઈ દિ’ (સાંભળી ન હોય.) દ્રષ્ટાંત આપીને સિદ્ધ કરશે. સમુદાયી સમુદાયસ્વરૂપ છે.
એટલે? સમુદાયવાળું, જથ્થાનું બનેલું દ્રવ્ય સમુદાયી છે. એમ કે તે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે.
સમુદાયી દ્રવ્ય છે અને પર્યાયો તેનો સમૂહ - સમુદાય છે. દ્રવ્ય તે સમુદાયી છે ને પર્યાયો તે
સમુદાયસ્વરૂપ છે. આહા... હા!
“વૃક્ષની માફક”. હવે દ્રષ્ટાંત આપે છે. ચોપડા આડે નવરાશ જ લીધી
નથી આ જોવાને બધી. આહા... હા! ત્રણલોકના નાથ જે વાણી મૂકી ગયા છે! આહા... હા... હા! એ
વાણીમાં શું છે, કેમ છે, કેમ છે? એને જોવા નવરાશ નથી લીધી!
(શ્રોતાઃ) વાણીમાં તો ધરમ
કરવાનું કહ્યું છે ને...? (ઉત્તરઃ) પણ ધરમ (કરવો છે) તે ધરમ કેમ થાય ત્યાં! ધરમની પર્યાય છે
ને...! ધરમ પર્યાય છે કે... કંઈ બીજું? ધરમ (ની દશા) નવી થઈ માટે પર્યાય છે ને...! નવી થાય
માટે પર્યાય છે. અહીંયાં તો હજી ધ્રૌવ્યને પણ પર્યાયનો ભેદ કીધો પછી નવી થાય ને...! થઈને થઈ
ઈ તો પર્યાય છે. ધરમ ઈ પર્યાય છે. એ ધરમનો પર્યાય ઉત્પાદ થાય, ત્યારે અધર્મનો

Page 300 of 540
PDF/HTML Page 309 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૦
વ્યય થાય, ત્યારે ત્યાં ધ્રૌવ્યપણું - ટકવાપણું હોય છે ન્યાં, ઈ ત્રણે ય પર્યાયને અવલંબે છે. આહા...
હા... હા! ધરમની પર્યાય, પર્યાયને અવલંબે છે. આહા...! ધરમની પર્યાય, ધરમની પર્યાયને આશ્રયે
છે. અને એ પર્યાય, ત્રણેય થઈને દ્રવ્યને આશ્રિત છે. (હવે અહીંયાં) દ્રષ્ટાંત આપે છે.
(અહીંયાં કહે છે કેઃ) “વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ.” આખું સમુદાયી છે જાડ. આહા...!
“સ્કંધ” સ્કંધ, સ્કંધ “મૂળ અને શાખાઓના સમુદાયસ્વરૂપ હોવાથી.” સમુદાયસ્વરૂપ (કીધું) છે.
સમુદાયસ્વરૂપ! જોયું? પહેલાં સમુદાયી, વૃક્ષ સમુદાયી અને સ્કંધ (મૂળ શાખાઓના) સમુદાયસ્વરૂપ!
હોવાથી “સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે. (જોવામાં આવે છે.) ” ઇ પર્યાયો (જે)
વૃક્ષને છે એના ભેદથી (વૃક્ષ) ભાસે છે. આહા... હા! વૃક્ષ તો સમુદાયસ્વરૂપ છે. અને આ બધા
(સ્કંધ, મૂળ, શાખાઓ) સમુદાય છે. અને એ સમુદાયથી આલંબિત જ છે વૃક્ષ. (એટલે) પર્યાયથી
આલંબિત છે, જોવામાં આવે છે. ઇ દ્રષ્ટાંત થ્યો. વૃક્ષ સમુદાયી છે આ નથી કહેતા કે કયા સમુદાયવાળા
તમે (છો?) જેટલા માણસો છે તે સમુદાય છે (અને તેનો જથ્થો) સમુદાયી છે. કયા સમુદાયમાં તમે
છો? એમ નથી કહેતા. દરિયાપુરનો સમુદાય, ફલાણાનો સમુદાય (તમે) દરિયાપુરમાં હતા? નહીં
મોટાભાઈ હતા. ઠીક! આહા... હા! કયા સમુદાયમાં (છો?) એમ કહે, અમે બોટાદ સમુદાયમાં એમ
અહીંયાં સમુદાયી (અથવા) સમુદાયી એટલે સમુદાયવાળું; સમુદાયનું - જથ્થાનું બનેલું. (અર્થાત્)
સમુદાયી = સમુદયનું જથ્થાનું બનેલું. (વળી) સમુદાયી, સમુદાયનું બનેલું. દ્રવ્ય સમુદાયી છે કારણ કે
પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. આહા... હા! આ ભાષા ય સાંભળી નો’ હોય લ્યો! એમ વૃક્ષ સમુદાયી
છે અને તેના સ્કંધ, મૂળ (અંદરનું મૂળ હોય ઈ) અને શાખાઓ સમુદાયસ્વરૂપ છે. વૃક્ષ સમુદાયી છે
અને આ સ્કંધ આદિ એના સમુદાયસ્વરૂપ છે.
“સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ છે.”
સમુદાયી (વૃક્ષ) પોતાના સ્કંધ, મૂળ, શાખાઓથી આલંબિત છે. વૃક્ષના ત્રણ (ભેદ) જે કીધા-સ્કંઘ,
મૂળ અને શાખા. એ ત્રણેય પર્યાયોથી આલંબિત છે. એ વૃક્ષમાંથી આલંબિત નથી એ ત્રણેય.
સમજાણું કાંઈ? સમુદાયી, સમુદાયસ્વરૂપથી એ (સમુદાયી) વૃક્ષ છે. એ સમુદાયસ્વરૂપ છે એ
ત્રણને અવલંબે છે. “તેમ સમુદાયી” તેમ જાડ કીધું. “તેમ સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ
હોવાથી તે દ્રવ્ય પર્યાયોનો સમુદાય હોવાથી “પર્યાયો વડે (તે) (પર્યાયો) આલંબિત જ ભાસે છે.”
આહા...હા!
(શ્રોતાઃ) કઠણ છે જરા...(સમજવું) (ઉત્તરઃ) આહા... હા! કોરી પાટી હોય તો સમજવું
સહેલું પડે! આગ્રહ હોય ને આગ્રહ પકડેલો હોય એને આકરું પડે! આગ્રહ પકડયો હોય ને...!
(કહે છે કેઃ) સમુદાયી’ એના સમુદાયસ્વરૂપ છે. સમુદાયી (એટલે વૃક્ષ) એના મૂળ, સ્કંધ ને
શાખાઓ સ્વરૂપ છે. ઈ સમુદાયીસ્વરૂપ ઈ પર્યાયને આશ્રયે છે. એ આલંબિત ભાસે છે. સ્કંધ, (મૂળ

Page 301 of 540
PDF/HTML Page 310 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૧
ને) શાખાઓથી- (તેઓ) આલંબિત ભાસે છે. વૃક્ષથી નહીં. આહા... હા! વૃક્ષના મૂળ, સ્કંધ ને
શાખા, ઈ મૂળ, સ્કંધને શાખા, એથી આલંબિત છે. આ વૃક્ષથી નહીં. આહા... હા! “તેમ સમુદાયી
દ્રવ્ય.”
ભગવાન આત્મા સમુદાયી દ્રવ્ય, “પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ
ભાસે છે.”
આહા... હા! આ... રે! સમુદાયી દ્રવ્ય એમ આ પર્યાયોના સમુદાયસ્વરૂપ, સમુદાયી દ્રવ્ય
(છે.) એની પર્યાયોના સમુદાયસ્વરૂપ, એનાથી પર્યાયો આલંબિત ભાસે છે. એ પર્યાયો, સમુદાયી જે
દ્રવ્ય, તેની પર્યાયોનો સમુદાય તે પર્યાયો વડે, આલંબિત ભાસે છે. આહા... હા! “અર્થાત્ જેમ થડ,
મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ
છે દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.”
પહેલાં (કહ્યું) ઈ ત્રણ પર્યાયો, પર્યાયને આશ્રયે છે હવે એ ત્રણ
પર્યાયો દ્રવ્યને આશ્રયે છે (એમ કહ્યું.) આહા... હા! છે ને સામે લખાણ! જરી ઝીણું પડે! પણ
સમજવું પડશે કે નહીં એને...! અરે... રે! આંધળી દોડયે સમકિત થતું નથી એમ કહે છે. સમજ્યાં
વિના કાંઈ સમકિત નથી ને સમકિત વિના થોથાં બધાં - એ બધાં વ્રત... ને, તપ... ને ભક્તિ... ને
પૂજા ને... દાન (એ) એકડા વિનાનાં મીંડા છે મોટાં! આહા...! રખડી મરશે, ચાર ગતિમાં! આહા...
હા! ગમે એટલા ઉપવાસ કરે ને... વ્રત પાળે ને... ભક્તિ કરે ને... દાન કરે ને... મંદિર બનાવરાવે...
ને પોષા-પડિકકમણા કરે પચીસ, પચાસ કે સો બસો અને એમાં આપે કંઈક પ્રભાવના, રૂપિયો-રૂપિયો
આપો, બબ્બે રૂપિયા આપો (એમ ધરમ માને) બધા મરી જવાના ક્રિયાકાંડમાં, રાગમાં, એમાં ધરમ
માનીને રાગ કરે લ્યો! મિથ્યાત્વને સેવે છે. અર... ર... ર... ર...! આવી વાત!
અહીંયાં કહે છે (કેઃ) વૃક્ષ સમુદાયી છે. મૂળ, સ્કંધ ને શાખાઓ સમુદાયસ્વરૂપ છે. એમ
આત્મા (અને) પરમાણુ તેઓ પણ દ્રવ્ય (છે.) એ સમુદાયી છે અને એના ત્રણ પર્યાયો છે,
સમુદાયસ્વરૂપ છે. ધ્રૌવ્ય, વ્યય ને ઉત્પાદ એ સમુદાયસ્વરૂપ છે. (સમુદાયી) સમુદાયસ્વરૂપ છે. પ્રમાણનું
(દ્રવ્ય) સમુદાયસ્વરૂપ છે. આહા... હા! એમાંથી એક પણ પર્યાયને કાઢી નાખે, તો સમુદાય આખો
રહેતો નથી ને સમુદાયીસ્વરૂપ સિદ્ધ થતું નથી. આહા... હા! આમાં કાંઈ કોઈ પંડિતાઈ, પંડિતાઈનું
આમાં કામ નથી. આમાં તો રુચિ અને પોષાણ અને વસ્તુ શું છે એની જરૂર છે. પંડિતાઈનું અહીં
(યાં) કાંઈ કામ નથી.
(શ્રોતાઃ) (બીજા શ્રોતાએ કહ્યું) ઈ એમ કહે છે કે આમાં ચોપડામાં નથી.
આપ સમજાવો છો તેથી સમજાય છે...! (ઉત્તરઃ) ઈ માં- આમાં લખ્યું છે બધુંય, અહા... હા... હા!
એના તો અર્થ થાય છે.
(કહે છે કેઃ) સમુદાયી (એટલે) વૃક્ષ. સમુદાયસ્વરૂપ શાખા, સ્કંધ ને મૂળ. એ સમુદાયસ્વરૂપ
છે, સમુદાયી નહીં. અને ત્રણ થઈને સમુદાય છે. એમ વસ્તુ આત્મા છે, એ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય ત્રણ
પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. સમુદાયી નહીં. સમુદાયી તો દ્રવ્ય છે. આહા... હા! સમજાણું કાંઈ?
‘પર્યાયો વડે આલંબિત જ ભાસે છે. પર્યાય હોં? (અર્થાત્) જેમ થડ, મૂળ અને ડાળીઓ

Page 302 of 540
PDF/HTML Page 311 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૨
વૃક્ષના આશ્રયે જ છે.” એ ભિન્ન ભિન્ન - “વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે
જ છે – દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.”
અભિન્ન (છે.) એકલા લોજિક! ન્યાય ભર્યા છે એકલા,
આહા...હા! હા! વકીલાતના ને કોર્ટના કાયદા, રામજીભાઈ કરતા હશે ન્યાં! ઓલા સરકાર કહે ઈ
પ્રમાણે કર્યા કરે. (શ્રોતાઃ) એમાં પણ બુદ્ધિ વાપરવી પડે! (ઉત્તરઃ) બુદ્ધિ! અજ્ઞાન વાપરવું પડે
એમાં. (શ્રોતાઃ) અજ્ઞાન કહો એટલે કુબુદ્ધિ વાપરવી પડે ને..! (ઉત્તરઃ) (અહીંયાં) કેટલી વાત સિદ્ધ
કરે છે! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય એ સમુદાયસ્વરૂપ છે. અને ત્રણનું એકપણું દ્રવ્ય તે સમુદાયી છે. સમુદાયી
કહેતાં આખો સમુદાય, જે એ આખો સમુદાય (છે.) હવે સમુદાયના અંશ કેટલા છે ઈ સમુદાયસ્વરૂપ
છે. આહા... હા! એમ વૃક્ષ છે એ સમુદાયી છે, સ્કંધ, મૂળ ને શાખા (ઓ) સમુદાયસ્વરૂપ છે. એમ
(દરેક) દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય તે પર્યાયસ્વરૂપ છે, ઈ સમુદાયસ્વરૂપ છે. (અથવા)
સમુદાયસ્વરૂપ (જ છે. અને એ ત્રણેયનું એકરૂપ તે સમુદાયી છે. આહા... હા... હા! નિશાળમાં ભણીને
પાછું આવ્યું એનું ઈ નું ઈ.
(શ્રોતાઃ) ક્યાંથી આવ્યું ઈ નું ઈ...? (ઉત્તરઃ) હેં! અપાસરે ભણવા
જાતા હોય ને...! દેરાસરમાં આવ્યું હોય! આહા... હા... હા! આહા...! “દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ
નથી.” એથી દ્રવ્યસ્વરૂપ છે (એ) સમુદાયનો સમુદાયીસ્વરૂપ છે. શું કીધું? દ્રવ્ય છે ઈ સમુદાયી છે,
અને ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય તેનો સમુદાયસ્વરૂપ છે. સમુદાય નહીં પણ સમુદાયસ્વરૂપ છે. આહા... હા!
(કહે છે) જેમ વૃક્ષ છે એના મૂળ, સ્કંધ ને શાખાઓ, એ એના (વૃક્ષના) પર્યાયો છે. ઈ
પર્યાયભેદ છે. સમુદાયસ્વરૂપ છે. એ સમુદાયસ્વરૂપ છે ઈ સમુદાયી એક - એક નથી. ઈ ત્રણ
સમુદાયસ્વરૂપ છે. ઈ ત્રણેય થઈને એક સમુદાયી છે. આહા... હા! સમજાણું? આવો ઉપદેશ હવે!
ઓલામાં તો અપાસરામાં તો જાય તો વ્રત કરો... તપ કરો... દયા કરો... પ્રત્રિક્રમણ કરો... પોષા કરો
દેરાવાસીમાં જાય તો જાત્રા કરો... ને ભક્તિ કરો... (શ્રોતાઃ) તો યહ સમજને સે લાભ કયા હૈ?
(ઉત્તરઃ) એ ત્યાં દ્રષ્ટિ કરવી ઈ લાભ! પર્યાય છે ઈ સમુદાયસ્વરૂપ છે. અને સમુદાયસ્વરૂપનું દ્રવ્ય છે
ઈ સમુદાયી છે. માટે ત્રણના ભેદ ઉપરથી લક્ષ છોડી (હઠાવી) સમુદાયી ઉપર લક્ષ કરવું. આહા...
હા... હા! એ સાટુ (માટે) કહે છે આ. એથી કહ્યું ને જેવું એનું સ્વરૂપ છે તેવું જાણીને દ્રવ્ય છે તે
સમુદાયી છે. જેમ સમુદાય આખો હોય ને સંપ્રદાય (જેમ આખો હોય તેમ) અને એના માણસો આદિ
છે એ સમુદાયસ્વરૂપ છે. પણ એને સ્વરૂપને જાણવાનો હેતુ કે આનો સમુદાયી કોણ છે? કે ભઈ આ
તો નોખા છે પણ ભેગાં થયા છે બધાં તો આ સમુદાયી કોણ છે? એમ આત્મામાં ઉત્પાદ-વ્યય ને
ધ્રૌવ્ય સમુદાયસ્વરૂપ છે (અને) આત્મા સમુદાયી છે. એ સમુદાયસ્વરૂપ દ્રવ્યમાં છે. ઈ સમુદાયસ્વરૂપ
તે દ્રવ્યનું છે. એ મૂળ, સ્કંધ ને શાખાઓ વૃક્ષના છે. તેમ ઈ પર્યાયો છે તે પર્યાયો દ્રવ્યના છે. આહા...
હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “અને પર્યાયો ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય વડે આલંબાય છે.” (ટીકાનો) ત્રીજો
પેરેગ્રાફ. પર્યાયો ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય લીધું. જોયું? ધ્રૌવ્ય (કહ્યું) ધ્રુવ નહીં. ધ્રુવ

Page 303 of 540
PDF/HTML Page 312 of 549
single page version

ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૩
નહીં ધ્રુવપણું (એટલે) ધ્રૌવ્ય. “પર્યાયો ઉત્પાદ–વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્) ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે.” કારણ કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. હવે ઈ વધારે છે.
ત્રણ અંશો (છે) ઈ અંશોના ધર્મો છે. આખા “અંશીના ધર્મો નથી.” એક - એક અંશ ઈ અંશીના
ધર્મો નથી. આહા... હા... હા! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય (છે.) પર્યાય. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય
અંશોના ધર્મો (છે.) અંશીના ધર્મો નથી. (નીચે ફૂટનોટમાં જુઓ) અંશી = અંશોવાળું; અંશોનું બનેલું
(દ્રવ્ય અંશી છે) જોયું? વસ્તુ છે ને આખી ઈ અંશી છે. અને ત્રણ એના અંશ છે. ત્રણ અંશમાં -
એક - એક (અંશ) માં આખું દ્રવ્ય છે એમ નથી. એમ કહે છે. આહા... હા!
(કહે છે) હવે આવું સાંભળીને કહે છે કે કરવું શું? કરવું ‘આ’ . સમુદાયસ્વરૂપ એ કાંઈ
સમુદાયી (એટલે આખી) વસ્તુ નથી. આહા... હા! માટે તેનું લક્ષ છોડી, એ સમુદાયસ્વરૂપનું સમુદાયી
જે છે ત્યાં એની દ્રષ્ટિ મૂકવી. આહા... હા! જ્ઞાનપ્રધાન કથન છે! સમજાણું કાંઈ? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય
પર્યાયમાં છે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. એ ત્રણે અંશ છે. ત્રણે અંશી નથી.
અંશીના ધર્મો નથી. દ્રવ્યનો ધર્મ ધ્રૌવ્ય, દ્રવ્યનો ધર્મ ઉત્પાદ ને દ્રવ્યનો ધર્મ વ્યય એમ’ નથી. આહા...
હા! આ તો નિવૃત્તિ જોઈએ, પાછળ લાગે તો ખબર પડે, સમજાય તેવું છે! અત્યારે ચાલતું નથી.
અત્યારે બધુંય ઊંધું હાલે છે આ. એટલે આ જરી સમજવામાં એને...! નિવૃત્તિ લેવી જોઈએ થોડી
ભાઈ! અરે ક્યાં જાવું છે બાપુ! તારે? ચોરાશીના અવતારમાં... નરકને નિગોદ! કીડા અનેત્રપ
કાગડા! વાસ્તવિક તત્ત્વની દ્રષ્ટિ નહીં હોય, તો પછી એવા અવતાર થાય એને...! આહા...! બધું હારી
જશે! માટે હારી ન જવું હોય ને સત્ સિદ્ધ કરવુ હોય, તો આ રીતે એને સમજવું પડશે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક.” શું કીધું? બીજ, અંકુર ને
વૃક્ષત્વ’ હો વૃક્ષ નહીં. આહા...! વૃક્ષત્વ કીધું છે ને...? ઓલામાં વૃક્ષ કીધું’ તું. વૃક્ષત્વ એટલે વૃક્ષપણું.
આહા... હા! “બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર – વૃક્ષત્વ
સ્વરૂપ ત્રણ અંશો.”
જોયું? એ બીજ, અંકુરને વૃક્ષત્વસ્વરૂપ એ ત્રણ અંશો છે. જેમ ધ્રૌવ્ય એ પણ
એક અંશ છે. એમ બીજ, અંકુર ને વૃક્ષત્વની માફક. આહા... હા! બીજનો વ્યય, અંકુરની ઉત્પત્તિને
વૃક્ષત્વપણું - ભાવપણું રહેવું. પણ ત્રણે અંશ છે. “જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર–વૃક્ષત્વસ્વરૂપ
ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.”
એ ત્રણેયમાં
એકસાથે ભાસે છે.
“તેમ” દ્રવ્યની વાત છે.
વિશેષ હવે કહેશે...