PDF/HTML Page 21 of 29
single page version
એવી તાકાત નથી કે મારા ભાવને જાણી શકે. મારા ભાવને જાણનારો જે આત્મા છે તે તો ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થતો
નથી; માટે ઇન્દ્રિય તરફનો ઝૂકાવ છોડીને હું તો સ્વસન્મુખ એકાગ્ર રહું છું. આ મારા આત્મા સિવાય બીજું જે કાંઈ છે
તે બધુંય મારાથી બાહ્ય છે. જ્યારે ઇન્દ્રિયોથી બાહ્ય વેપાર થાય છે ત્યારે જીવ તો તેનાથી દેખાતો નથી, ને જડ દેખાય છે
તે તો કાંઈ સમજતું નથી, તો હું કોની સાથે જ્ઞાનને જોડું? કોની સાથે બોલું? કોને સમજાવું? જુઓ, આ ભેદજ્ઞાન!
આવું જ્ઞાન કરે ત્યાં પર–તરફનું જોર તૂટી જાય. જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વસંવેદનથી પોતે પોતાને જાણવો–એવો આનો
અભિપ્રાય છે. પછી બહારમાં વૃત્તિ જાય ને વિકલ્પ ઊઠે પણ તેના અભિપ્રાયનું જોર તો સ્વસંવેદન તરફ જ છે. મારા
વિકલ્પથી કાંઈ પર જીવો સમજતા નથી, તેમજ તે વિકલ્પ મને મારા સ્વસંવેદનમાં પણ સહાયક નથી,–આમ જાણીને
ધર્મી પોતાના સ્વભાવ તરફ વળે છે, ને તેમાં એકાગ્ર થાય છે–તેનું નામ સમાધિ છે. જેને આવું ભેદજ્ઞાન નથી ને ‘હું
બીજાને સમજાવી દઉં’ એવા અભિપ્રાયનું જોર છે તે કદી બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થતો નથી ને તેને રાગ–
દ્વેષરહિત સમાધિ થતી નથી.
દેખાતો નથી તેની સાથે પણ હું શું બોલું? એટલે કે બહારમાં લક્ષ જ કરવા જેવું નથી; હું તો જ્ઞાયકસ્વરૂપ જ છું
ને મારા જ્ઞાયક–સ્વરૂપમાં જ હું રહીશ. વિકલ્પ ઊઠે ને પર લક્ષ જાય કે પરને સમજાવવાની વૃત્તિ ઊઠે તે મારું
સ્વરૂપ નથી, તેનાથી મને લાભ નથી; તેમજ બીજા જીવોને પણ વાણીથી કે વાણી તરફના લક્ષથી લાભ નથી, તે
જીવો પણ પરલક્ષ છોડીને પોતાના જ્ઞાયક–સ્વરૂપમાં વળશે ત્યારે જ તેમને લાભ થશે.–એમ જાણીને જ્ઞાની
અંતરમાં ઠરે છે.
સ્વરૂપ નથી. આવા જ્ઞાનસ્વરૂપને નક્કી કરે તો અંદર અપૂર્વ શાંતિ ને સમાધિ થાય.
उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ।।१९।।
ગ્રાહ્ય થાય એવું મારું સ્વરૂપ નથી.–આ રીતે જ્ઞાની અંતરંગ વિકલ્પોને પણ છોડીને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં ઠરવા
માંગે છે.
મોહની ચેષ્ટા હોવાથી તેને અહીં ઉન્મત્ત ચેષ્ટા કહી છે. ‘ઉન્મત્ત ચેષ્ટા’ નો અર્થ એમ ન સમજવો કે જે ઉપદેશ કરે તે
બધા અજ્ઞાની છે.–ઉપદેશની વૃત્તિ તો જ્ઞાનીને આવે; પણ ઉપદેશમાં ભેદથી પ્રતિપાદન થાય છે, તે ભેદદ્વારા અભેદ
આત્માનું ગ્રહણ થતું નથી માટે ભેદની વૃત્તિ ઊઠે તે ઉન્મત્ત ચેષ્ટા છે એટલે કે મોહનો ઉન્માદ છે; તે મારા જ્ઞાનનું સ્વરૂપ
નથી. મારા આત્માનું સ્વરૂપ તો નિર્વિકલ્પ–અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રાહ્ય છે, વિકલ્પથી ગ્રાહ્ય નથી–એમ જે નથી જાણતો, ને
બીજાના શબ્દોથી હું સમજી જાઉં કે હું વિકલ્પવડે બીજાને સમજાવી દઉં–એમ માને છે તેને તો મિથ્યાત્વનો મોટો ઉન્માદ
છે. ધર્મી જાણે છે કે વાણીથી કે વિકલ્પથી આત્મા ગ્રાહ્ય થાય તેવો નથી; વાણીમાં ને વિકલ્પમાં તો ભેદથી પ્રતિપાદન
આવશે. “આત્માદર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ છે” એમ પ્રતિપાદન કરે તો તેમાં પણ ભેદ છે, તે ભેદના લક્ષે આત્માના
નિર્વિકલ્પ
PDF/HTML Page 22 of 29
single page version
નથી.
ઊઠયો છે તેને પણ જ્ઞાનતત્ત્વથી ભિન્ન, મોહનું કાર્ય જાણે છે–તે અસ્થિરતાની ચેષ્ટા છે એમ જાણે છે એટલે તેનું જોર
વિકલ્પ ઉપર નથી જતું પણ જ્ઞાયકસ્વભાવ તરફ જ તેનું જોર રહે છે. તેથી તેને વિકલ્પ તૂટીને સ્વરૂપમાં સ્થિરતારૂપ
સમાધિ થાય છે.
પંચપરમેષ્ઠીપદમાં ભળેલા એવા શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે કે અરે! અમારા અતીન્દ્રિય આનંદના વેદનમાંથી
બહાર નીકળીને પરને સમજાવવાનો વિકલ્પ ઊઠે તે પણ નિરર્થક ઉન્મત્તવત્ ચેષ્ટા છે. જે શુભ રાગના વિકલ્પને
આચાર્યદેવ ઉન્મત્ત ચેષ્ટા કહે છે તે શુભરાગથી અજ્ઞાની મૂઢજીવો સંવર–નિર્જરા થવાનું માને છે. અરે! વીતરાગી
સંતોએ જેને ઉન્મત્તચેષ્ટા કીધી તેને મૂઢ જીવો ધર્મ માને છે, પણ તેમની તે માન્યતા ઉન્મત્ત જેવી છે. રાગ અને
ધર્મ વચ્ચેનો વિવેક નહિ જાણતા હોવાથી તેઓ ઉન્મત્ત જેવા છે. ભગવાન ઉમાસ્વામી તત્ત્વાર્થ સૂત્રજીમાં કહે છે કે
‘
શુભરાગથી ધર્મ માને છે તે પણ રાગને અને ધર્મને એકપણે માને છે એટલે સત્–અસત્ને એકપણે માને છે તેથી
તે મિથ્યાદ્રષ્ટિ ઉન્મત્ત છે. અહીં તો એવું મિથ્યાત્વ ટળ્યા પછી પણ. અસ્થિરતાના રાગની જે ચેષ્ટા છે તે પણ
નિરર્થક હોવાથી તેને ઉન્મત્ત ચેષ્ટા જાણીને, સંતો તે છોડીને સ્વરૂપમાં ઠરવાની ભાવના ભાવે છે–તેની વાત છે.
जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।२०।।
છોડતો નથી; મારો આત્મા ક્રોધાદિ સ્વરૂપ નથી પણ સર્વથા સર્વનો જાણનાર જ છે.–આવો આત્મા જ હું છું–એમ
અંતરાત્મા પોતાના સ્વસંવેદનથી અનુભવે છે.
જ્ઞાનાદિને ‘ગૃહીત’ કહ્યા એનો અર્થ એમ નથી કે તેને આત્માએ નવા ગ્રહણ કર્યાં છે; પરંતુ અનાદિથી જ આત્મા
તે જ્ઞાનાદિસ્વરૂપ જ છે, તે સ્વરૂપથી આત્મા કદી છૂટતો નથી; અને ક્રોધાદિસ્વરૂપ કદી થઈ જતો નથી. ક્ષણિક
પર્યાયમાં ક્રોધાદિ છે પણ તે પર્યાય જેટલો જ આત્મા સમકિતી માનતો નથી, તે ક્રોધાદિને પોતાના સ્વરૂપથી
બાહ્ય જાણે છે, ને જ્ઞાનઆનંદમય સ્વભાવને જ તે પોતાના અંર્તસ્વરૂપે ગ્રહણ કરે છે. શ્રદ્ધાજ્ઞાનમાં જે
ચિદાનંદસ્વભાવને ગ્રહણ કર્યો તેને ધર્મી કદી છોડતા નથી, અને ક્રોધાદિને પોતાના સ્વરૂપમાં એકમેક માનીને કદી
ગ્રહણ કરતા નથી, તેને પોતાના સ્વરૂપથી જુદા જ જાણે છે. આ રીતે ઉપયોગસ્વરૂપ આત્માને ક્રોધાદિથી જુદો
અનુભવવો તે અંતરાત્મા થવાનો ઉપાય છે.
PDF/HTML Page 23 of 29
single page version
ક્રોધાદિને આત્માના સ્વરૂપપણે ગ્રહતો નથી, અને ‘હું તો જ્ઞાયક છું’–એમ શ્રદ્ધાજ્ઞાનમાં ગ્રહણ કર્યું છે તેને કદી છોડતો
નથી, પોતાના આત્માને જ્ઞાયકસ્વરૂપે જ સ્વીકારે છે.
જુદો જુદો જાણે છે. શુદ્ધ જ્ઞાયકસ્વરૂપમાં રાગાદિ પરભાવોને કદી એકપણે તે સ્વીકારતો નથી. શરીરને ગ્રહે કે છોડે,
કર્મોને ગ્રહે કે છોડે, રાગાદિને ગ્રહે કે છોડે–એવો આત્માનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ તો સ્વસંવેદનથી ગ્રાહ્ય
એવો જ્ઞાનાનંદરૂપ જ છે. શરીરાદિને હું છોડું–એમ માનનારે તે શરીરાદિને પોતામાં ગ્રહેલા માન્યા છે,–તે વિભ્રમ છે. એ
જ પ્રમાણે બહારના આશ્રયે–ઇન્દ્રિયો વગેરેથી જ્ઞાનનું ગ્રહણ થાય એમ જે માને છે તેણે પોતાના આત્માને
જ્ઞાનાનંદસ્વરૂપ નથી જાણ્યો, જ્ઞાનને પોતાથી જુદું માન્યું છે, એટલે તેને છોડી દીધું છે,–તે બહિરાત્મા છે. ધર્મી તો જાણે
છે કે મેં શરીરાદિને મારામાં કદી ગ્રહ્યા જ નથી કે તેને હું છોડું; તેમજ મારા જ્ઞાનાદિસ્વરૂપને મેં કદી છોડયું જ નથી કે
તેને બહારથી ગ્રહણ કરું. હું તો સદાય શરીરાદિથી જુદો જ રહ્યો છું ને મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં સદા એકમેકરૂપે જ રહ્યો
છું. હું સર્વથા સર્વનો જાણનાર જ છું.–આવો આત્મા સ્વસંવેદનગમ્ય જ છે. જે સ્વસંવેદનથી પોતાના આવા આત્માને
જાણે છે તે અંતરાત્મા છે.
આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી.
છો?’ પણ ઠૂંઠું તો કાંઈ બોલે નહિ, એટલે ખીજાઈને તેને બાથ ભરવા જાય, ત્યાં ખબર પડે કે અરે! આ તો ઝાડનું
ઠૂંઠું! મેં તેને માણસ માનીને અત્યાર સુધી વ્યર્થ ચેષ્ટાઓ કરી. તેમ અજ્ઞાની જીવ આ દેહને જ આત્મા માની રહ્યો છે,
દેહ તો ઝાડના ઠૂંઠા જેવો જડ છે છતાં તેને જ જીવ માનીને ‘હું બોલું, હું ખાઉં’ એમ અજ્ઞાની વ્યર્થ ચેષ્ટાઓ કરે છે.
ધર્મી જાણે છે કે અરે, મેં પણ પહેલાં અજ્ઞાનદશામાં શરીરને આત્મા માનીને ઉન્મત્તવત્ વ્યર્થ ચેષ્ટાઓ કરી; હવે ભાન
થયું કે અહો, હું તો જ્ઞાનાનંદસ્વરૂપ જ છું, આ દેહ તો જડ અચેતન છે; દેહથી હું અત્યંત જુદો જ છું, પૂર્વે પણ જુદો જ
હતો પણ ભ્રમથી તેને મારો માનીને મેં વ્યર્થ ચેષ્ટાઓ કરી હતી.
જતાં રામચંદ્રજી તેના મૃતક શરીરને લઈને ફરે છે ત્યારે કહે છે કે અરે ભાઈ! હવે તો તું બોલ, મારા ઉપર તેં આવી
રીસ કદી કરી નથી; સવાર પડે ત્યાં કહે કે ભાઈ લક્ષ્મણ! હવે તો તું ઊઠ સવાર થઈ ગઈ. તું ક્યાં સુધી સૂઈ રહીશ?
જિનેન્દ્ર ભગવાનની પૂજાનો અવસર ચાલ્યો જાય છે. વળી તેને નવરાવે, તેના મોઢામાં કોળીઓ મૂકીને તેને ખવરાવે–
એમ અનેક પ્રકારની ચેષ્ટાઓ મડદા સાથે કરે છે. (–જો કે આ પ્રસંગે પણ રામચંદ્રજી તો આત્મજ્ઞાની હતા, તેમને માત્ર
અસ્થિરતાનો મોહ હતો, આત્માને દેહાદિથી ભિન્ન જ જાણતા હતા એટલે અજ્ઞાન ન હતું; પણ અહીં તો મરેલાંને જીવતું
માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી તે બતાવતા માટે દ્રષ્ટાંત લીધું છે.) તેમ આ શરીર તો સદાય જડ મૃતકકલેવર છે પણ
અજ્ઞાની
PDF/HTML Page 24 of 29
single page version
જિનેન્દ્રભગવાનનું તેમજ જિનેન્દ્રભગવાને કહેલા માર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાવીને પૂ. ગુરુદેવ ભક્તજનો ઉપર પરમ
ઉપકાર કરી રહ્યા છે.
પ્રતિષ્ઠા માટેના ખાસ મંડપમાં શ્રી જિનેન્દ્રભગવાનને બિરાજમાન કરીને ઝંડારોપણ કરવામાં આવ્યું, તથા
અંકુરારોપણ, જલયાત્રા અને સમવસરણ મંડલવિધાન થયું હતું. મંડલવિધાન પૂરું થતાં વૈશાખ સુદ સાતમે
શ્રીજિનેન્દ્રદેવનો અભિષેક થયો હતો.
પ્રસંગે નગરી ઘણી સુશોભિત શણગારેલી હતી. અમદાવાદની બેન્ડપાર્ટી અને હાથીને લીધે આ જુલુસ ઘણું જ
પ્રભાવશાળી હતું, ને આખું શહેર તે જોવા ઉમટયું હતું. ગુરુદેવે માંગળિક સંભળાવ્યા બાદ યાગમંડલવિધાન (–જેમાં
ઇન્દ્રોદ્વારા પંચપરમેષ્ઠી વગેરેનું પૂજન થાય છે તે) થયું હતું.
જીવતું માનીને (એટલે કે તેને જ આત્મા માનીને) અનંતકાળથી તેને સાથે ફેરવી રહ્યો છે; મૃતકલેવરમાં ચૈતન્ય
ભગવાન મૂર્છાઈ ગયો છે. દેહની ચેષ્ટાઓથી જે પોતાને સુખી–દુઃખી માને છે, દેહની ક્રિયા હું કરું એમ માને છે, દેહની
ક્રિયાવડે ધર્મનું સાધન થાય એમ માને છે તે બધાય શરીરને જ આત્મા માનનારા છે, તેઓ પોતાના શ્રદ્ધા–જ્ઞાનરૂપી
ખભા ઉપર જડ મડદાને જ ધારણ કરીને ભવભ્રમણમાં રખડી રહ્યા છે. રામચંદ્રજીને તો જ્યારે ખભે લક્ષ્મણનું મડદું હતું
ત્યારે પણ અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં પોતાના ચિદાનંદસ્વભાવનું જ ગ્રહણ હતું, રાગનું કે દેહાદિનું એક ક્ષણ પણ ગ્રહણ ન
હતું. અરે! અજ્ઞાનદશામાં ચૈતન્યતત્ત્વને ચૂકીને ભ્રમથી જીવ કેવી કેવી વ્યર્થ ચેષ્ટાઓ કરી રહ્યો છે તેની તેને પોતાને
ખબર નથી. જ્યારે જીવ પોતે જ્ઞાની થયો ત્યારે તેને ખબર પડી કે અરે! પૂર્વે અજ્ઞાનદશામાં મેં કેવી નકામી ચેષ્ટાઓ
કરી!
PDF/HTML Page 25 of 29
single page version
સ્વર્ગમાં સૌધર્મેન્દ્રની સભા ભરાણી છે, ઇન્દ્ર અવધિજ્ઞાનથી છ મહિના બાદ આદિનાથ તીર્થંકરનો ગર્ભકલ્યાણક થવાનું
જાણીને દેવોને પંદર મહિના સુધી રત્નવૃષ્ટિ કરવાની આજ્ઞા આપે છે, તેમજ આઠ દેવીઓને મરૂદેવીમાતાની સેવા માટે
નિયુક્ત કરે છે–એ બધા ભાવો બતાવવામાં આવ્યા હતા. ઇન્દ્રાદિક દેવો આવીને ભગવાનના માતા–પિતાનું બહુમાન
કરે છે ને ભેટ ધરે છે; માતાજી સોળ મંગળસ્વપ્નો દેખે છે–ઇત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા.
મંગલ સ્વપ્નોનું વર્ણન કરે છે, ને મહારાજા નાભિરાય તે સ્વપ્નોના ઉત્તમ ફળ તરીકે તીર્થંકરભગવાન શ્રી
ઋષભદેવના ગર્ભાવતરણનું વર્ણન કરે છે. (ભગવાનના માતાપિતા તરીકે શેઠશ્રી મનસુખલાલ ગુલાબચંદ તથા
તેમના ધર્મપત્ની હતા)
આત્માઓના મંગલહસ્તે ભગવાનના ધામની શુદ્ધિ થતી દેખીને ભક્તોને ઘણો હર્ષ થયો હતો. રાત્રે અજમેરની
ભજનમંડળીદ્વારા ભક્તિનો પ્રોગ્રામ થયો હતો.
ચારે બાજુ વાજિંત્રોના મંગલનાદ અને સ્વર્ગમાં ઘંટારવ થતા હતા. ઇન્દ્રસભામાં ભગવાનના જન્મની ખબર
પડતાં જ ઇન્દ્રોએ સિંહાસનથી ઊતરીને બાલ–પ્રભુજીને વંદન કર્યા અને તરત જ અદ્રશ્ય–ઐરાવત હાથી ઉપર
બેસીને ભગવાનના જન્મધામની ત્રણ પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા બાદ શચી–ઇન્દ્રાણીએ બાલપ્રભુજીને તેડીને
હર્ષપૂર્વક ઇન્દ્રના હાથમાં આપ્યા હતા. પછી હાથી ઉપર બિરાજમાન કરીને પ્રભુજીને મેરૂપર્વત ઉપર લઈ જવાનું
ભવ્ય જુલૂસ નીકળ્યું હતું. શહેરના સુશોભિત રસ્તાઓ ઉપર આ જુલૂસ ઘણું શોભતું હતું. ઐરાવત ઉપર
બિરાજમાન બાલપ્રભુજીના દર્શન કરવા આખી નગરીના પ્રજાજનો ઉમટી રહ્યા હતા. અજમેરની ભજનમંડળી પણ
સાથે હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો હતો. મેરૂપર્વત પાસે પહોંચતા ત્યાં હાથીએ ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી
પાંડુકશિલા ઉપર પ્રભુજીને બિરાજમાન કર્યા. સુપ્રભાતના પ્રકાશમાં મેરુ ઉપર બિરાજમાન પ્રભુજીનું દ્રશ્ય અત્યંત
ભવ્ય લાગતું હતું. એ વખતે ભગવાનને નીરખતાં એમ થતું હતું કે અહો નાથ! ધન્ય આપનો અવતાર! ધન્ય
આપનો જન્મ! આ અવતારમાં જ આત્માના પૂર્ણ હિતને સાધીને આપ તીર્થંકર થશો..ને જગતના અનેક ભવ્ય
જીવોનો ઉદ્ધાર કરશો..આ આપનો છેલ્લો અવતાર છે..એ બાલક પ્રભુજીને નીરખતાં ભક્તોને બહુ આનંદ થતો
હતો. પછી ઇન્દ્રોએ તેમજ અનેક ભક્તજનોએ અતિશય ઉલ્લાસપૂર્વક શ્રી ઋષભકુંવર ભગવાનનો જન્માભિષેક
કર્યો..તે પ્રસંગે ચારે તરફ પ્રસન્નતા અને ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું. લીંબડીના નામદાર શ્રી ઠાકોર
સાહેબ પણ ભગવાનનો જન્માભિષેક જોવા આવ્યા હતા. જિનેન્દ્ર અભિષેક માટે ભક્તોને એટલો ઉત્સાહ હતો કે
૧૧ ને બદલે ઠેઠ પ૧ કળશ સુધી ઊછામણી થઈ હતી. અભિષેક બાદ ભગવાનને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવીને
પાછા આવીને માતાજીને સોંપ્યા હતા, અને ત્યાં ઇન્દ્ર–ઇન્દ્રાણી વગેરેએ ભક્તિપૂર્વક તાંડવ નૃત્ય કર્યું હતું..સર્વે
ભક્તજનો ભગવાનના જન્મની ખુશાલી મનાવતા હતા.
વખતે ભગવાન પ્રત્યેના પૂ. બેનશ્રીબેનના વિશેષ ભાવો જોઈજોઈને ભક્તોને હર્ષ થતો હતો.
PDF/HTML Page 26 of 29
single page version
અવસર આવ્યો.
નૃત્ય કરતાં કરતાં જ તેનો દેહ વિલય થઈ જાય છે, અને તેને સ્થાને તરત જ જો કે બીજી દેવી ગોઠવાઈ જાય
છે, તો પણ ભગવાનના ખ્યાલમાં તે વાત આવી જાય છે, અને સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને તેઓ
સંસારથી વિરક્ત થાય છે, ને બાર વૈરાગ્યભાવનાઓના ચિંતનપૂર્વક દીક્ષા લેવા માટે તૈયાર થાય છે તરત જ
લોકાંતિક દેવો આવે છે, ને ભગવાનની સ્તુતિ કરીને તેમના વૈરાગ્યનું અનુમોદન કરતાં કહે છે કેઃ હે નાથ!
આપશ્રી જે પરમ વૈરાગ્યભાવનામાં ઝૂલી રહ્યા છો તેને અમારું અનુમોદન છે...હે પ્રભો! આ સંસારના ભોગ
ખાતર આપનો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર આપનો અવતાર છે. પ્રભો, ચૈતન્યના
આનંદસાગરમાં લીન થઈને આપ શીઘ્ર કેવળજ્ઞાન પામો, અને આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષોથી બંધ રહેલા
મોક્ષનાં દ્વારને આપની દિવ્યવાણીવડે ખુલ્લાં કરો.
અનુમોદન છે...ને અમે પણ એ જ ધન્ય મુનિદશાને ઝંખી રહ્યા છીએ.” આ પ્રમાણે
PDF/HTML Page 27 of 29
single page version
કરતા પાલખી લઈને ભગવાનનો દીક્ષાકલ્યાણક ઊજવવા આવ્યા. શ્રી આદિનાથ ભગવાન પાલખીમાં
બિરાજમાન થયા. દેવેન્દ્રો અને રાજેન્દ્રોનો સમૂહ ભગવાનની પાલખી ઊંચકવા કટિબદ્ધ થયો...અહા!
તીર્થંકરનાથની પાલખી ઊંચકવાનો ઉત્સાહ કોને ન હોય? અહીં દેવો અને રાજાઓ વચ્ચે એક વિવાદ ઉપસ્થિત
થયો...દેવો કહેઃ ભગવાનની પાલખી પહેલાં અમે ઊઠાવીએ, ને રાજાઓ કહે કે પહેલાં અમે ઊઠાવીએ.–છેવટે
એમ નિર્ણય થયો કે જેઓ ઠેઠ સુધી ભગવાનની સાથે રહી શકે–દીક્ષા વખતે પણ ભગવાન સાથે રહી શકે એટલે
કે ભગવાનની સાથે દીક્ષા લ્યે–તેઓ ભગવાનની પાલખી પહેલાં ઊઠાવે.–એ વાત થતાં દેવો ઝંખવાણા પડી ગયા,
કેમકે દેવોને મુનિદીક્ષા હોતી નથી. તેથી રાજાઓ પ્રથમ ભગવાનની પાલખી ઉઠાવીને સાત પગલાં ચાલ્યા,
ત્યારબાદ વિદ્યાધરો સાત પગલાં ચાલ્યા, અને પછી દેવો પાલખી લઈને ગગનમાર્ગે દીક્ષાવનમાં આવ્યા. અને
દીક્ષાવનમાં એક વૃક્ષ નીચે વૈરાગ્યમય વાતાવરણમાં દીક્ષાવિધિ થઈ...સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને ભગવાન
સ્વયંદીક્ષિત થયા..ને અપ્રમત્ત આત્મધ્યાનમાં લીન થયા...તુરત જ મનઃપર્યય જ્ઞાન થયું. ભગવાનની દીક્ષા બાદ
દીક્ષાવનમાં પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચનદ્વારા મુનિદશાનું સ્વરૂપ બતાવ્યું હતું અને એ ધન્ય અવસરની
ભાવના ભાવી હતી...પ્રવચન બાદ અજમેર ભજનમંડળીએ મુનિભક્તિ કરી હતી–
બાદ, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.. વિચરશું કવ આદિપ્રભુને પંથ જો..” એમ ભાવના ભાવતાં ભાવતાં
ભક્તજનો પાછા ફર્યા...ને ભગવાનના કેશનું ક્ષીરસમુદ્રમાં ક્ષેપણ કર્યું.
ઇક્ષુરસનું આહારદાન દે છે–એ દ્રશ્ય દર્શનીય હતું. આહારદાનનો પ્રસંગ શેઠ શ્રી મનુસુખલાલ ગુલાબચંદને ત્યાં થયો
હતો. આહારદાન પછી ભગવાન જ્યારે પાછા પધાર્યા ત્યારે અનેક ભક્તજનો ખૂબ જ ભક્તિ કરતા કરતા ભગવાનની
સાથે જતા હતા.
થયો હતો.
ગુરુદેવે પ્રવચનદ્વારા સમજાવ્યું હતું. રાત્રે વીંછીયા પાઠશાળાના બાળકોએ “નેમ–વૈરાગ્ય” નો સુંદર સંવાદ
ભજવ્યો હતો.
રીતે માહ વદ ચૌદસ કહેવાય છે. માહ વદ ચૌદસને મહાશિવરાત્રી તરીકે આજે ઘણા લોકો ઊજવે છે. નિર્વાણ કલ્યાણક
થતાં પંચકલ્યાણક પૂરા થયા હતા.
જિનેન્દ્ર દેવનો ભેટો થતાં સૌ ભક્તોના હૈયાં હર્ષથી પુલકિત થતા હતા.
PDF/HTML Page 28 of 29
single page version
ભગવાન બિરાજમાન છે. ભાવપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા બાદ જિનમંદિરમાં સમયસારજી શાસ્ત્રની સ્થાપના
પણ ગુરુદેવના કરકમળથી થઈ હતી. અને જિનમંદિર ઉપર કલશ તથા ધ્વજ ચઢાવવામાં આવ્યા હતા...વીતરાગી
જિનમંદિરમાં બિરાજમાન વીતરાગી ભગવંતોની શાંતમુદ્રા દેખીદેખીને ભક્તજનોનાં હૈડાં ઠરતા હતા..
ઉપર ફરકતો ધર્મધ્વજ, વચ્ચે બેન્ડના વાજિંત્રનાદ, અને ભક્તોનો અપાર ઉત્સાહ,–એ દ્રશ્યોથી રથયાત્રા બહુ જ
શોભતી હતી, ભક્તો અને નગરજનો આવી સુંદર રથયાત્રા દેખીને આશ્ચર્ય પામતા.
લોકોને થોડા વર્ષો પહેલાં ખબર પણ ન હતી કે દિગંબર જૈનધર્મ તે શું છે!! તેને બદલે આજે ગુરુદેવના પ્રતાપે
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર દિ. જૈનધર્મના ઊંડાં મૂળ રોપાયા છે અને દિનદિન જૈનશાસનની પ્રભાવના વધતી જાય છે. આજે તો
જાણે આખું સૌરાષ્ટ્ર તીર્થધામ બની ગયું છે. પ્રતિષ્ઠા પ્રસંગે લીંબડીના ભાઈઓને પણ ઘણો ઉલ્લાસ હતો. જિનેન્દ્ર
ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ઉલ્લાસપૂર્વક કરાવવા માટે લીંબડીના ભાઈઓ–ખાસ કરીને
મનુસુખલાલભાઈ ફૂલચંદભાઈ, હિંમતલાલભાઈ, કેશવલાલભાઈ વગેરેને અનેક ધન્યવાદ ઘટે છે. ચૂડાવાળા ભાઈશ્રી
લીલાધર માસ્તરે આ પ્રતિષ્ઠામાં ભગવાનની અને શાસ્ત્રીજીની પ્રતિષ્ઠા માટે જે ઉમંગ બતાવ્યો તે પણ પ્રશંસનીય હતો.
ઇંદોરના પંડિત શ્રી નાથુલાલજી શાસ્ત્રી પ્રતિષ્ઠાચાર્ય હતા, તેઓ દરેક પ્રસંગની વિગતવાર સમજણ આપીને બહુ સુંદર
રીતે દરેક વિધિ કરાવતા હતા; નિઃસ્પૃહભાવે પ્રતિષ્ઠાવિધિ કરાવવા બદલ તેમને પણ ધન્યવાદ ઘટે છે. પ્રતિષ્ઠાના દિવસે
સાંજે જિનમંદિરમાં સુંદર ભક્તિ થઈ હતી. બીજે દિવસે ગુરુદેવે પણ જિનેન્દ્રદેવની એક સ્તુતિ કરી હતી અને વૈશાખ સુદ
પૂર્ણિમાએ લીંબડીથી ચૂડા તરફ વિહાર કર્યો હતો.
પૂછયુંઃ ડોશીમા! આનું શું લેશો? ડોશીમા કહેઃ દસ આના થાય પણ એક આનો
ઓછો આપજો. તે માણસ કહેઃ ચાર આનામાં આપવું છે! “લીધા...લીધા..!”
કહેતાક ડોશીમાએ ચીભડું પાછું લઈ લીધું..
કરતા નથી, ને શરીરની ક્રિયાથી કે શુભરાગથી જ ધર્મ થઈ જવાનું માને છે, –પરંતુ
એ રીતે કદી ધર્મની પ્રાપ્તિ થાય નહિ. જ્ઞાની કહે છે કેઃ ભાઈ! ધર્મ તો અપૂર્વ ચીજ
છે, તે એવી સાધારણ ચીજ નથી કે રાગ વડે મળી જાય...અંતરસ્વભાવના અપૂર્વ
પુરુષાર્થરૂપી કિંમત વગર ધર્મ મળે નહિ, માટે આત્માની સમજણનો પ્રયત્ન કરવો
જોઈએ. ત્યાં જે એમ કહે છે કેઃ “અમારે આત્મા સમજવો નથી, અમને તો આ
બાહ્યક્રિયા ને રાગાદિ કરતાં કરતાં ધર્મ થઈ જશે.”–તો જ્ઞાની કહે છે કેઃ “
કર્યો...કર્યો...તેં ધરમ!!” આત્માને સમજ્યા વગર તને કદી ધર્મ થાય–એમ
બનવાનું નથી. ધર્મમાં મૂળ રીત જ આત્માની સમજણ કરવી તે છે; એની જે ના
પાડે છે તેને તો ધર્મની ખરી દરકાર જ નથી. ‘ધર્મ કરવો છે’ એમ તે ભલે કહેતો
હોય પણ ધર્મની ખરી કિંમત તેને ભાસી નથી.
PDF/HTML Page 29 of 29
single page version
સમગ્ર શાશ્વતસુખને પામે છે.
શુદ્ધતા કે સુખ પમાય છે.
પ્રાપ્તિ થતી નથી કેમકે તે સ્વભાવભૂત નથી–એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને ‘અભૂતાર્થ’
કહે છે. ત્રિકાળી એકરૂપ રહેનાર દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે, તે ભૂતાર્થસ્વભાવના આશ્રયે કલ્યાણ થાય છે;
પરિહરવાયોગ્ય કહો, તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ છેદાઇ
જાય છે ને જીવ પરમ શાશ્વત સુખને પામે છે.
આત્માને ન ભાવવો, પણ કારણરૂપે અનંત ચતુષ્ટયથી સદા પરિપૂર્ણ જેનો સહજ ચૈતન્યવિલાસ છે એવા
આત્માને ભાવવો. ભાવના એટલે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા;
અપૂર્વ ચતુષ્ટય પ્રગટે છે. આ રીતે સહજ ચૈતન્યવિલાસરૂપે આત્માની ભાવના કરવી તે મોક્ષમાર્ગ છે.
મુક્તિસુંદરીનો નાથ થાય છે.