PDF/HTML Page 1 of 29
single page version
PDF/HTML Page 2 of 29
single page version
પરિણમન તે સંસારનું કારણ છે ને સ્વભાવ સન્મુખતા તે મોક્ષનું કારણ છે.
જીવ શુદ્ધસ્વભાવનો આશ્રય નથી કરતો ને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે તે
જીવ કોઈ સંયોગમાં, કોઈ ક્ષેત્રમાં કે કોઈ કાળમાં સમ્યગ્દર્શનાદિ પામતો નથી.
PDF/HTML Page 3 of 29
single page version
પધાર્યા છે. ગુરુદેવ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં દરેક શહેર અને ગામના ભક્તજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. બોટાદ
જિનમંદિરની પ્રતિષ્ઠાના વાર્ષિક દિવસે (વૈશાખ વદ સાતમે) ગુરુદેવ બોટાદમાં જ હતા, તેથી તે દિવસ ઉત્સાહથી
ઊજવાયો હતો અને ભગવાનની રથયાત્રા નીકળી હતી. વીંછીયામાં પાઠશાળાના બાળકોએ નેમવૈરાગ્યનો સંવાદ ભજવ્યો
હતો. ઉમરાળા જિનમંદિરની વાર્ષિક પ્રતિષ્ઠાનો દિવસ જેઠ સુદ ચોથ છે, તે દિવસે ગુરુદેવ ઉમરાળામાં હોવાથી તે દિવસ
પણ ઉત્સાહથી ઉજવાયો હતો, તે દિવસે ભગવાનની રથયાત્રા નીકળી હતી; શ્રુતપંચમી પણ ઉમરાળામાં ઉજવાણી હતી ને
તે નિમિત્તે શ્રુત પૂજન તથા ભક્તિ થયા હતા. જેઠ સુદ છઠ્ઠને દિવસે ગુરુદેવ સોનગઢ પધારતાં ભક્તજનોએ ઉમંગથી
સ્વાગત કર્યું હતું; સુવર્ણપુરીને ખૂબ શણગારવામાં આવી હતી. ઉમરાળાથી નીકળ્યા બાદ થોડી જ વારમાં દૂરદૂરથી
સુવર્ણપુરીના માનસ્તંભની બત્તી દેખાતી હતી...તે જોઈને ગુરુદેવ વારંવાર માનસ્તંભને અને સુવર્ણપુરીને યાદ કરતા હતા.
સૌથી પહેલાં ગુરુદેવ જિનમંદિરમાં પધાર્યા હતા..અને સીમંધર ભગવાનના ધર્મદરબારની અદ્ભુત શોભા નીહાળતા
થોડીવાર ત્યાં પ્રભુ સન્મુખ એકીટસે ઊભા હતા..પછી સુવર્ણની રકાબીમાં અર્ઘ ચડાવ્યો હતો. ત્યાર બાદ સ્વાધ્યાય
મંદિરમાં માંગલિક સંભળાવ્યું હતું. ગુરુદેવ સોનગઢ પધારતાં આખા ગામની શોભા પલટી ગઈ છે ને ચારેકોર
પ્રસન્નતાનું વાતાવરણ છવાઈ ગયું છે. સુવર્ણપુરીના જિનમંદિરની શોભા તો ખરેખર અદ્ભુત બની ગઈ છે.
૨૨ વર્ષની છે, તેઓ વૈરાગ્યવાળા છે ને અવારનવાર સોનગઢ આવીને સત્સમાગમનો લાભ લ્યે છે. નાની ઉંમરમાં આ
શુભકાર્ય માટે તેમને ધન્યવાદ!
PDF/HTML Page 4 of 29
single page version
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
કરે? અને જો પોતામાં જ સાધન થવાની તાકાત છે તો બીજા સાધનની ઓશીયાળ ક્યાં રહે છે? પણ જીવોને
પરાધીન દ્રષ્ટિ છૂટતી નથી એટલે કંઈક નિમિત્ત ને કંઈક રાગ મને ધર્મનું સાધન થશે–એમ માને છે, પણ
અંર્તસ્વભાવ તરફ વળીને પોતાના આત્માને જ સાધન બનાવતો નથી. ભગવાનની વાણી એમ બતાવે છે કે
અહો જીવો! પરથી પરમ વૈરાગ્ય કરીને ચૈતન્યસ્વરૂપ તરફ વળો. પરથી–રાગથી કંઈ પણ લાભ થાય એમ જે
માને તેને પરમવૈરાગ્ય હોતો નથી. અહો! જિનવાણીમાતા તો ચૈતન્યના નિર્વિકલ્પ રસનું પાન કરાવનારી છે;
નિર્વિકલ્પ અમૃતનું પાન પર તરફના વલણથી નથી થતું, સ્વ તરફના વલણથી જ થાય છે; એટલે સ્વભાવ તરફ
વળવું તે જ જિનવાણીનો ઉપદેશ છે.
અને એ રીતે સ્વરૂપ–સન્મુખ થતાં જ સમ્યજીવોને નિર્વિકલ્પ અમૃતરસનું પાન થાય છે, તેથી જિનવાણીએ જ અમૃતનું
પાન કરાવ્યું–એમ કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે–
વિના રહેતું નથી. વીતરાગની વાણી વીતરાગતા કરાવનારી છે, ક્યાંય પણ રાગને પોષે તે વીતરાગની વાણી નહિ.
મુક્તપુરુષોની વાણી તો મુક્તિ તરફ જ લઈ જનારી છે, વીતરાગી મોક્ષમાર્ગનો જ આદેશ દેનારી છે. જે મોક્ષાર્થી–
પુરુષાર્થી છે તે તો આવી વીતરાગવાણી કાને પડતાં જ વીતરાગી પુરુષાર્થથી ઊછળી જાય છે કે અહા, આ વાણી! આવી
મનોહર અપૂર્વ વાણી! આવો અચિંત્ય સ્વભાવ દર્શાવનારી વાણી! જે જીવને અંતરમાં વીતરાગતાનો આવો પુરુષાર્થ
નથી, ને કાયરપણે રાગને સાધન માને છે, તે કાયરને વીતરાગની વાણી પ્રતિકૂળ છે, જેમ સાકર છે તો મીઠીમધુરી, પણ
ગધેડાને પ્રતિકૂળ પડે છે, તેમ વીતરાગની વાણી તો મીઠી મધુરી, પરમશાંતરસની દાતાર છે પણ વિપરીતદ્રષ્ટિવાળા
કાયરને તે પ્રતિકૂળ પડે છે. કેમકે તેને રાગની રુચિ છે તેથી વીતરાગી તાત્પર્યવાળી વાણી તેને ક્યાંથી રુચે? વીતરાગ
ભગવાનની વાણી તો જીવને અંતર્મુખ લઈ જઈને ચૈતન્યના પરમ શાંત અમૃતરસનું પાન કરાવે છે, ને પુરુષાર્થી ભવ્ય
જીવ જ તેને યથાર્થપણે ઝીલી શકે છે.
PDF/HTML Page 5 of 29
single page version
વગર અજ્ઞાનભાવથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે; અજ્ઞાનથી ચોરાસીના અવતારમાં પરિભ્રમણ કરતો જીવ
જે અનંત દુઃખ પામી રહ્યો છે તે અજ્ઞાન આત્મસ્વરૂપની સમજણથી જ ટળે છે. ‘આત્મસિદ્ધિ’ ની પહેલી જ ગાથામાં
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
કર્તાકર્મપણું માને છે તે અજ્ઞાન છે, ને તે પરિભ્રમણનું કારણ છે; વિકારથી ભિન્ન ચૈતન્યનું ભાન થતાં, વિકાર સાથેની
કર્તાકર્મની બુદ્ધિનો નાશ થાય છે;–આવું સમ્યક્ભાન તે જ અજ્ઞાનના નાશનો ઉપાય છે.
રીત છે, ને આ જ ભવભ્રમણના દુઃખથી છૂટવાનો ઉપાય છે.
અજ્ઞાનભાવે કદાચ પુણ્ય બાંધે તોપણ તેથી ધર્મમાં કાંઈ આગળ વધાતું નથી. પુણ્યમાં અને તેના ફળમાં જેને આત્મબુદ્ધિ
છે તે જીવ વિકાર વગરના ચૈતન્યસ્વભાવનો ‘આત્મભાવ’ પ્રગટ કરતો નથી, પણ વિકારભાવ જ પ્રગટ કરે છે;–
આવી વિકારની કર્તૃત્વબુદ્ધિ તે અજ્ઞાન છે–એમ જે જાણે છે તે જીવ તેવી કર્તૃત્વબુદ્ધિને છોડી દે છે–એટલે કે અજ્ઞાનનો
તેને નાશ થઈ જાય છે.–આ જ અજ્ઞાનના નાશની રીત છે.
PDF/HTML Page 6 of 29
single page version
બાપુ! ભવભ્રમણથી તારા નીવેડા કેમ આવે તેની આ વાત છે. તારી ચૈતન્યજાત વિકારથી જુદી છે, તે પરનું કરે–એ
ભ્રમણા છે, તે ભ્રમણા છોડ. પરનું ને વિકારનું કર્તૃત્વ મારામાં નથી, હું તો ચૈતન્યભાવ છું–આમ જે જાણે છે તેને, વિકાર
સાથે કે પર સાથે કર્તૃત્વબુદ્ધિરૂપ અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. “આવી માન્યતા તે અજ્ઞાન છે” એમ અજ્ઞાનને જે ખરેખર
ઓળખે છે તેને તે અજ્ઞાન રહેતું નથી.
વિકારની કર્તાબુદ્ધિ કેમ રહે?–ન જ રહે. તેને પોતાનો આત્મા જ્ઞાયકપણે ભાસે છે, ને વિકારનો અકર્તા પ્રતિભાસે છે.–
આ અજ્ઞાનના નાશની રીત છે, એટલે આ જ મોક્ષનો પંથ છે.
સ્વાદને અજ્ઞાનપણે એકમેક માની રહ્યો છે તે અજ્ઞાન છે. વીતરાગનાં વચનો તો વિકારથી ભિન્ન ચૈતન્યનો
પરમશાંતરસ બતાવે છે.
વાત સાંભળતાં તેના અંતરમાં ચૈતન્યવીર્યનો ઉલ્લાસ આવતો નથી, ને બહારનો વાતનો ઉલ્લાસ આવે છે. અહા,
ભગવાનની વાણીમાં તો વિકારથી ભિન્ન ચૈતન્યના અપૂર્વ પુરુષાર્થની વાત છે, તે વાત જેના કાળજે બેઠી તેને
ચૈતન્યના પરમશાંતરસનો સ્વાદ આવ્યા વિના રહે નહિ. ચૈતન્ય અને વિકારના સ્વાદના ભેદજ્ઞાન વગર કદી
શાંતરસનો સ્વાદ આવે નહિ ને ભવથી નીવેડો થાય નહિ. જેમ ભૂંડ ભૂંડડીમાં ને વિષ્ટાના સ્વાદમાં આનંદ માને
છે, તેમ ભૂંડ જેવો અજ્ઞાની પ્રાણી રાગાદિ વિકારના સ્વાદમાં આનંદ માને છે, અરે! પોતાના ચૈતન્યના સ્વાદની
તેને ખબર પણ નથી. અજ્ઞાની પણ ખરેખર કાંઈ પરવસ્તુનો સ્વાદ નથી અનુભવતો, પણ અજ્ઞાનથી પોતાના
આનંદસ્વાદને ભૂલીને ફક્ત વિકારના સ્વાદને અનુભવે છે. સમ્યગ્જ્ઞાન થયે આત્માના અપૂર્વ આનંદનો સ્વાદ
આવે છે. અનાદિથી જેવો વિકારનો સ્વાદ લ્યે છે તેવો જ સ્વાદ અનુભવ્યા કરે ને ધર્મ થઈ જાય એમ નથી. ધર્મ
તો અપૂર્વ ચીજ છે, જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ને ધર્મની શરૂઆત થઈ ત્યાં ધર્મીને ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો
સિદ્ધ ભગવાન જેવો સ્વાદ આત્મામાં આવી જાય છે. આવા જ્ઞાન અને આનંદના સ્વાદ વગર કદી ભવભ્રમણથી
છૂટકારો થાય નહિ; માટે આવું સમ્યગ્જ્ઞાન કરવા જેવું છે. ચૈતન્યના સ્વાદને વિકારથી ભિન્ન જાણીને,
ભેદજ્ઞાનવડે આત્માના આનંદનો સ્વાદ લેવો તે ભવભ્રમણથી મુક્ત થવાનો ઉપાય છે.
PDF/HTML Page 7 of 29
single page version
ભક્તિથી ઉલ્લસી જાય છે...અહો! આ મોક્ષના સાક્ષાત્ સાધક સંત
ભગવાનને માટે હું શું–શું કરું? ? કઈ કઈ રીતે એમની સેવા
કરું!! કઈ રીતે એમને અર્પણતા કરી દઉં!!–આમ ધર્મીનું હૃદય
ભક્તિથી ઊછળી જાય છે. અને જ્યાં એવા સાધક મુનિ પોતાના
આંગણે આહાર માટે પધારે ને આહારદાનનો પ્રસંગ બને ત્યાં તો
જાણે સાક્ષાત્ ભગવાન જ આંગણે પધાર્યા..સાક્ષાત્ મોક્ષમાર્ગ જ
આંગણે આવ્યો.–એમ અપાર ભક્તિથી મુનિને આહારદાન
આપે.–પણ તે વખતે ય, આહાર લેનારા સાધક મુનિને તથા
આહાર દેનારા સમકિતી ધર્માત્માને અંતરમાં સમ્યક્ભાન વર્તે છે કે
અમારો જ્ઞાયક આત્મા આ આહારનો લેનાર કે દેનાર નથી, તેમજ
નિર્દોષ આહાર લેવાની કે દેવાની શુભવૃત્તિ થાય તેનો પણ દેનાર
કે પાત્ર અમારો જ્ઞાયક આત્મા નથી. અમારો જ્ઞાયક આત્મા તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ ભાવોનો જ દેનાર છે ને
તેના જ અમે પાત્ર છીએ.
PDF/HTML Page 8 of 29
single page version
અનંત શક્તિઓ છે તેનું આ વર્ણન ચાલે છે. આત્માનો એવો સ્વભાવ છે કે પોતાના ભાવને પોતે જ ઝીલે છે,
નિર્મળભાવ પ્રગટ કરીને પોતે પોતાને જ આપે છે. દ્રવ્યસ્વભાવમાંથી અપાતા કેવળજ્ઞાનાદિ નિર્મળભાવને ઝીલીને
પોતામાં જ રાખવાની આત્માની શક્તિ છે. જેમ લૌકિક વ્યવહારમાં કુંભાર ઘડો બનાવીને રાજાને આપે ત્યાં રાજા તે
ઘડાનું સંપ્રદાન કહેવાય છે; તેમ આત્માની નિર્મળ પર્યાયનું સંપ્રદાય આત્મા પોતે જ છે, આત્મા પોતે જ તેને અંગીકાર
કરે છે. આત્મા પોતાની નિર્મળ પર્યાય પ્રગટ કરીને કોઈ બીજાને નથી આપતો, પણ પોતામાં જ રાખે છે, પોતે પોતાને
જ નિર્મળપર્યાયનું દાન આપે છે, એવી આત્માની સંપ્રદાન શક્તિ છે.
જ લેનાર, એવી આત્માની સંપ્રદાન શક્તિ છે. આત્મા પોતાની ચીજ કોઈ બીજાને દેતો નથી, ને બીજાની ચીજને
પોતામાં લેતો નથી. આત્મામાં આહાર ગ્રહણ કરવાની પાત્રતા છે–એમ ન કહ્યું, પણ પોતાથી દેવામાં આવતા નિર્મળ
ભાવને જ લેવાની પાત્રતા છે, એમ કહ્યું છે. આહાર તો જડ પરમાણુનો બનેલો છે, તે કાંઈ આત્માથી દેવામાં આવેલો
ભાવ નથી, ને તેને ગ્રહણ કરે એવી પાત્રતા આત્મામાં નથી. આત્મામાં એવી જ પાત્રતા છે કે નિર્મળભાવ જ તેમાં રહે;
વિકારને કે પરને ગ્રહણ કરવાની પાત્રતા આત્માના સ્વભાવમાં નથી. જ્યાં સ્વભાવની દ્રષ્ટિ કરી ત્યાં ધર્મી જીવને એવી
પાત્રતા પ્રગટી કે પોતાના સ્વભાવમાંથી દેવામાં આવતા નિર્મળભાવને જ તે ઉપેય તરીકે સ્વીકારે છે. રાગાદિને તે ઉપેય
તરીકે પોતામાં ગ્રહતો નથી. હું જ દેનાર ને બીજો લેનાર, અથવા હું લેનાર ને બીજો દેનાર, એમ ધર્મી માનતા નથી; હું
જ દેનાર ને હું જ લેનાર–શેનો? કે સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોનો.–એ રીતે ધર્મી પોતાના આત્માને જ પોતાના
સંપ્રદાન તરીકે જાણે છે.
રીતે એમની સેવા કરું!! કઈ રીતે એમને અર્પણતા કરી દઉં!!–એમ ધર્મીનું હૃદય ભક્તિથી ઊછળી જાય છે. અને જ્યાં
એવા સાધકમુનિ પોતાના આંગણે આહાર માટે પધારે ને આહારદાનનો પ્રસંગ બને ત્યાં તો જાણે સાક્ષાત્ ભગવાન જ
આંગણે પધાર્યા...સાક્ષાત્ મોક્ષમાર્ગ જ આંગણે આવ્યો!–આમ અપાર ભક્તિથી મુનિને આહારદાન આપે.–પણ તે
વખતેય, આહાર લેનાર સાધક મુનિને તથા આહાર દેનાર સમકિતી ધર્માત્માને અંતરમાં દ્રષ્ટિ (–શ્રદ્ધા) કેવી હોય છે
તેનું આ વર્ણન છે. તે વખતે તે બંનેના અંતરમાં એવું સમ્યક્ભાન વર્તે છે કે અમારો જ્ઞાયક આત્મા આ આહારનો
દેનાર કે લેનાર નથી, તેમજ આ નિર્દોષ આહાર દેવાનો કે લેવાનો જે શુભ રાગ છે તેનો પણ દાતાર કે પાત્ર (લેનાર)
અમારો જ્ઞાયક આત્મા નથી; અમારો જ્ઞાયક આત્મા તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળભાવનો જ દેનાર છે, તેના
જ અમે પાત્ર છીએ. આ રીતે અમારો આત્મા જ અમારો દાતાર છે ને અમારો આત્મા જ અમારું સંપ્રદાન છે. આવી
અંર્તદ્રષ્ટિ બંનેને વર્તે છે તેનો જ ખરો મહિમા છે. આવી અંર્તદ્રષ્ટિ વગર એકલા શુભરાગથી આહારદાન દ્યે કે લ્યે
તેની મોક્ષમાર્ગમાં કાંઈ ગણતરી નથી. મહાત્મા મુનિ અને ધર્માત્મા સમકિતી બંને અંર્તદ્રષ્ટિ વડે ક્ષણે ક્ષણે પોતાના
સ્વભાવમાંથી નિર્મળપર્યાયનું દાન દ્યે છે ને પોતે જ પાત્ર થઈને તે લ્યે છે,–આવું દાન તે મોક્ષનું કારણ છે, ને તે ધર્મ છે.
પરનો કે વિકારનો દેનાર–લેનાર આત્મા છે એમ જે માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે; ને એવો મિથ્યાદ્રષ્ટિ જીવ તો
વ્યવહારમાં પણ ‘કુપાત્ર’ ગણવામાં આવે છે.
આહારાદિ વસ્તુ દેવી તે દાન છે ને નવધા ભક્તિ વગેરે વિધિ છે. અને અહીં આત્મા પોતે દાનનો દાતાર થઈને પોતાને
જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિ–
PDF/HTML Page 9 of 29
single page version
તેમાં દાતા–પાત્ર–દાન અને વિધિ એ ચારે અભેદ છે. ભગવાન આત્મા પોતે દાતાર છે, તે દાતારવડે દેવામાં
આવતી રત્નત્રયપર્યાયને લેનાર પાત્ર પણ પોતે જ છે, દેવા યોગ્ય જે નિર્મળપર્યાય તે પણ પોતાથી અભિન્ન
છે, અને પોતામાં એકાગ્રતારૂપ વિધિ વડે પોતે તે દાન આપે છે તેથી તેની વિધિ પણ પોતામાં જ છે.–આત્માના
આવા સંપ્રદાન સ્વભાવને જે જાણે તેનામાં એવી પાત્રતા પ્રગટે કે પોતાના સ્વભાવ પાસેથી સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રનાં દાન લ્યે. પોતાના સ્વભાવથી દેવામાં આવતું આવું દાન લેવાનો જ આત્માનો સ્વભાવ છે. આ
સિવાય બહારમાં આહાર દેવા–લેવાની ક્રિયા તો પરમાણુઓના પરાવર્તનના નિયમ અનુસાર થયા કરે છે, ને તે
તે વખતની ભૂમિકા અનુસાર તે તે પ્રકારનો શુભભાવ પણ ધર્મીને આવે છે. પણ ધર્મી પોતાને તે રાગનું કે
આહારનું સંપ્રદાન નથી માનતો, તે તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોના સંપ્રદાનપણે જ પરિણમે છે, ને તે જ
ધર્મ છે.
જુગલીયા–ભોગભૂમિમાં અવતાર થાય છે. અહીં તો જેનાથી સંસારનો અંત આવે ને મોક્ષની પ્રાપ્તિ થાય એવા
ધર્મની વાત છે. અજ્ઞાની ઘડીએ ઘડીએ (–પર્યાયે પર્યાયે) પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાત્વભાવથી વિકારને
જ પ્રાપ્ત કરે છે; ધર્માત્મા જ્ઞાની તો પોતાના સ્વભાવને ઓળખીને તેમાંથી ઘડીએ–ઘડીએ ક્ષણે–ક્ષણે પર્યાયે–પર્યાયે
નિર્મળ ભાવને જ લ્યે છે. નિર્મળ પર્યાયને દેવાની અને તેને જ લેવાની આત્માની સંપ્રદાનશક્તિ છે; પર વસ્તુનું
કાંઈ લેવાની કે પરને કાંઈ દેવાની તાકાત આત્મામાં–દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં નથી. અને રાગનો દેનાર કે
રાગનો લેનાર એવો પણ આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં ક્ષણિક રાગાદિ થાય તેને જ ગ્રહણ કરનારો પોતાને
જે માને તે પોતાના સંપ્રદાન–સ્વભાવને જાણતો નથી. ભાઈ, તારો સ્વભાવ પરિણમીને તને કેવળજ્ઞાન આપે
અને તેને તું લે એવા સંપ્રદાનની તાકાતવાળો તારો આત્મા છે. અજ્ઞાનીએ પોતાના આત્માને એવો માન્યો છે કે
જાણે તે રાગનું જ પાત્ર હોય! તેને સમજાવે છે કે અરે ભગવાન! તારા આત્મામાં તો રાગને તોડીને પોતે
કેવળજ્ઞાનનું પાત્ર થાય એવી તાકાત છે...તેને ઓળખ.
છે તે તો તરત જ સ્વીકાર કરે છે કે અમે રાજા થવાને પાત્ર છીએ, અમારી તાકાતથી અમે રાજ ચલાવશું. તેમ
અહીં ગરીબ એટલે કે અજ્ઞાની જીવને તેનું ચૈતન્યરાજ મળવાની વાત આચાર્યદેવ સંભળાવે છે કે ‘અરે જીવ!
તારામાં કેવળજ્ઞાનપદનું સંપ્રદાન થવાની તાકાત છે, જ્ઞાનસામ્રાજ્યને મેળવીને તેને સંભાળવાની તારી તાકાત
છે.’ ત્યાં જે એમ કહે કે ‘અરે! અમે તો અજ્ઞાની–પાપમાં ડુબેલા, અમારામાં કેળવજ્ઞાન લેવાની ને પરમાત્મા
થવાની પાત્રતા ક્યાંથી હોય?’–તો તે જીવ પુરુષાર્થહીન છે; અને જે પુરુષાર્થવાન છે–આત્માનો ઉલ્લાસી છે, તે
તો એ વાત સાંભળતાં તરત જ સ્વીકાર કરે છે કે અહો! અમારો આત્મા કેવળજ્ઞાન લેવાનો પાત્ર છે, કેવળજ્ઞાન
સામ્રાજ્યને ઝીલવાની અમારી પર્યાયમાં તાકાત છે, અમારી તાકાતથી અમે કેવળજ્ઞાનને લેશું.–આમ
આત્મસ્વભાવનો ભરોસો કરીને તેમાં લીન થઈને ધર્મી પોતાના આત્માને કેવળજ્ઞાન વગેરેના સંપ્રદાનરૂપે
પરિણમાવે છે. બધાય જીવોમાં આવી તાકાત છે, જે તેને સ્વીકારે છે તેને તેનું પરિણમન થાય છે,–‘સર્વ જીવ છે
સિદ્ધસમ, જે સમજે તે થાય’ એની જેમ.
ભવથી થાકીને આત્માની ભૂખ જેને નથી લાગી તેને તો, આત્માના આનંદની આ અપૂર્વ વાત સમજવામાં પણ
રસ નથી આવતો. પણ જે જીવ ભવદુઃખથી થાકી ગયો છે, અરેરે! આ આત્મા હવે ભવદુઃખથી છૂટીને ચૈતન્યની
શાંતિ ક્યારે પામે!–એમ જેને આત્મશાંતિની તીવ્ર ભૂખ લાગી છે, તે તો અપૂર્વ રુચિથી શ્રવણ કરીને જરૂર આ
વાત સમજી જાય છે,
PDF/HTML Page 10 of 29
single page version
શાંતિનો અનુભવ થાય છે. ભવનો જેને થાક લાગ્યો હોય ને આત્માના સુખની ભૂખ જાગી હોય તે ભૂખ્યાને માટે આ
સુખડી છે; આ સુખડીથી અનંત ભવની ભૂખડી ભાંગી જાય છે, ને અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે.
સ્વભાવમાં તો જ્ઞાન–આનંદ જ ભર્યા છે તેથી તે જ્ઞાન–આનંદનો જ દાતાર છે; અને આત્મા પોતે જ તેનો લેનાર છે.
આત્માનો આવો આનંદસ્વભાવ સંતો બતાવે છે, તેથી નિમિત્ત તરીકે સંતો આનંદના દાતાર છે. વીરસેનાચાર્યદેવ કહે છે
કે આ મહાન પરમાગમોદ્વારા શ્રી સર્વજ્ઞદેવે જીવોને આનંદનું ભેટણું આપ્યું છે...સર્વજ્ઞના શાસ્ત્રમાં આનંદની પ્રાપ્તિનો
માર્ગ દર્શાવ્યો છે તેથી કહ્યું કે ભગવાને જ આનંદની ભેટ આપી છે. ભગવાનના કહેલા શાસ્ત્રોનો અંતરઆશય સમજે
તેને અતીન્દ્રિયઆનંદની પ્રાપ્તિ થયા વગર રહે નહિ.
આનંદ આપે. મૂઢ જીવોએ મૂર્ખતાથી જ તેમાં આનંદ માન્યો છે. આત્માના આનંદને જે જાણે તે બીજે ક્યાંય આનંદ
માને નહિ, અને જેમાં આનંદ માને નહિ તેને તે લ્યે પણ નહિ. આ રીતે આત્મા પાત્ર થઈને રાગનો કે પરનો લેનાર
નથી પણ પોતાના સ્વભાવમાંથી દેવામાં આવતા આનંદનો જ લેનાર છે. માટે જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીના બધાય
ભાવો જ્ઞાન–આનંદમય જ હોય છે, રાગાદિ તે ખરેખર જ્ઞાનભાવ નથી, તે તો જ્ઞાનથી ભિન્ન જ્ઞેય છે, જ્ઞાની તેનો
જાણનાર છે, પણ પોતાના આત્માને તે રાગનું સંપ્રદાન બનાવતો નથી, જ્ઞાન–આનંદનું જ સંપ્રદાન બનાવે છે, તેને જ
લ્યે છે, તે–રૂપે જ પરિણમે છે. આ રીતે સંપ્રદાન શક્તિથી આત્મા પોતે જ સમ્યગ્દર્શનાદિનો દાતાર ને પોતે જ તેનો
લેનાર છે; બીજું કોઈ તેનું સંપ્રદાન નથી તેમજ તે બીજા કોઈનો સંપ્રદાન નથી.–આત્માની આવી શક્તિને ઓળખતાં
આત્મા ઓળખાય છે ને ધર્મ થાય છે.
તે હું’ એમ જો શ્રદ્ધા–જ્ઞાનને પરમાં કે વિકારમાં મૂકે તો તો તેનો નાશ થઈ જાય છે–તે મિથ્યા થઈ જાય છે.
પોતાનો ચિદાનંદ સ્વભાવ જ એવો સદ્ધર છે કે તેમાં શ્રદ્ધા–જ્ઞાન મૂકતાં તે સમ્યક્ થાય છે, ને તેના આશ્રયે
ક્ષણેક્ષણે નિર્મળતા વધતી જાય છે, માટે ધર્મી પોતાના શ્રદ્ધા–જ્ઞાન પરને સમર્પણ નથી કરતા, પોતે પોતાના
આત્માને જ સમર્પણ કરે છે.
એકાગ્ર થઈને તારી પાસેથી જ તારો આનંદ લે. સ્વભાવમાં એકાગ્ર થતાં પર્યાય પોતે આનંદરૂપ પરિણમી જાય
છે, એટલે આત્માએ આનંદ દીધો અને આત્માએ આનંદ લીધો–એમ કહેવાય છે, પરંતુ દેનાર ને લેનાર કાંઈ
જુદા નથી.
માત્ર દેખનાર જ છે પણ તેનો લેનાર–દેનાર નથી,–જેમ આંખ બહારના દ્રશ્યોની માત્ર દેખનારી જ છે, તેની લેનારી કે
દેનારી નથી તેમ.
PDF/HTML Page 11 of 29
single page version
સ્વરૂપની સન્મુખ થવું જોઈએ. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને લીન થતાં સ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરેનું
દાન મળે છે; અને તે દાનનો લેનાર આત્મા જ છે એટલે આત્મા પોતે જ તે સ્વરૂપે થઈ જાય છે.–આવો આત્માનો
સ્વભાવ છે.
ઉત્તરઃ– જ્યાંંથી આવો પ્રશ્ન ઊઠે છે ત્યાં જ આત્મા છે. ‘આત્મા ક્યાં હશે?’ એવો પ્રશ્ન પૂછનાર પોતે જ
જ્ઞાનમાં જ આત્મા છે, માટે હે ભાઈ! તું પોતે જ આત્મા છો; માટે તારા જ્ઞાનમાં જ આત્માને શોધ. આ દેહ તે તું નથી,
દેહમાં શોધ્યે આત્મા નહિ મળે. દેહ તો જડ, રૂપી અને દ્રશ્ય છે, તેનાથી જુદો ચેતન, અરૂપી અને દ્રષ્ટા આત્મા છે; દેહ
વિનાશી છે, આત્મા અવિનાશી છે; દેહ ઇન્દ્રિયગોચર છે, આત્મા ઇન્દ્રિયગોચર નથી પણ અતીન્દ્રિય છે; દેહ સંયોગી
કૃત્રિમ વસ્તુ છે, આત્મા અસંયોગી સ્વાભાવિક વસ્તુ છે. બધાયને જાણનાર ‘આ જાણનારો હું જ છું’–એમ પોતાને
નથી જાણતો–એ આશ્ચર્ય છે!! જાણનાર પોતે પોતાને જ નથી જાણતો, પોતે પોતાને જ ભૂલી જાય છે, એ એક મોટી
ભ્રમણા છે, ને તે ભ્રમણાને લીધે જ સંસારદુઃખ છે.
જોઈએ. એમ કહીને સંખ્યા ગણવા માંડી–‘એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ!’ તરત જ તેને
ધ્રાસકો પડયો કે અરર! આપણામાંથી એક જણ ડૂબી ગયો! પછી બીજો મૂર્ખો ગણવા ઊભો થયો. એમ એક પછી
એક બધાય મૂરખાઓએ ગણ્યા, તો નવ જ થયા.–કેમકે દરેક ગણનારો પોતે પોતાને જ ગણતાં ભૂલી જતો હતો.
બધા ભેગા થઈને વિમાસણમાં પડી ગયા કે એક જણ ડૂબી ગયો, હવે શું કરવું? તેઓ ગડમથલ કરતા હતા ત્યાં
કોઈ ડાહ્યો મુસાફર ત્યાંથી નીકળ્યો, તે આ મૂરખાઓની ગડમથલનું કારણ સમજી ગયો, અને કહ્યુંઃ ભાઈઓ!
ધીરા થાઓ..શાંત થાઓ..તમારામાંથી કોઈ ખોવાણું નથી...ચાલો, બધા એક સાથે લાઈનમાં ઊભા
રહો..જુઓ...આ એક...આ બે...આ ત્રણ...ચાર...પાંચ...છ.. સાત...આઠ...નવ ને આ...દસ! તમે દસેદસ પૂરેપૂરા
છો...એ જાણીને મૂરખાઓની ભ્રમણા ટળી ને શાંતિ થઈ. તેમને ખ્યાલ આવ્યો કે અરે! પોતે પોતાને જ ગણતા
ભૂલી જતા હતા તેથી ‘નવ’ થતા હતા ને એક જણ ખોવાઈ જવાની ભ્રમણા થઈ હતી, એટલે ‘અપને કો આપ
ભૂલકે હૈરાન હો ગયા.’
શરીરાદિમાં જ પોતાપણાની ભ્રાંતિથી તે હેરાન થાય છે. જ્ઞાની તેને તેનું સ્વરૂપ બતાવતાં કહે છે કે અરે જીવ! તું શાંત
થા...ધીરો થા...ને ધીરો થઈને તારા અંતરમાં જો...તારું આનંદસ્વરૂપ તો રાગથી ને દેહથી અત્યંત ભિન્ન જ્ઞાન ને
આનંદસ્વરૂપ જ છે. એ પ્રમાણે અંતર્મુખ થઈને આત્માને જાણતાં જ ભ્રમણા ટળીને જીવ આનંદિત થાય છે. ત્યારે તેને
એમ પણ થાય છે કે અરે! અત્યાર સુધી મારા પોતાના જ અસ્તિત્વને ભૂલીને હું ભ્રમણાથી દુઃખી થયો, ‘અપને કો
આપ ભૂલ કે હૈરાન હો ગયા.’
PDF/HTML Page 12 of 29
single page version
સદ્ભાવ છે, કેમકે નિર્મળ પર્યાય જ આત્માના સ્વભાવ સાથે અભેદ થાય છે, રાગ કે શરીર સાથે આત્માની
અભેદતા નથી. રાગ સંપ્રદાન થઈને આત્માના સમ્યગ્દર્શનાદિને ધારી રાખે, કે આત્મા સંપ્રદાન થઈને રાગને
ધારી રાખે–એમ નથી; એ જ પ્રમાણે આત્મા સંપ્રદાન થઈને શરીરને ધારી રાખે, કે શરીર સંપ્રદાન થઈને
આત્માને ધારી રાખે–એમ પણ નથી. આત્મા સંપ્રદાન થઈને પોતાની નિર્મળ પર્યાયને ધારી રાખે છે. આવા
આત્માને સમજ્યા વગર સુખ થતું નથી. આવા આત્મસ્વભાવને સમજવો તે જ જન્મમરણના દુઃખથી છૂટીને
સુખી થવાનો રસ્તો છે. અંતરના અચિંત્ય રસ્તા જ્ઞાનીઓએ પ્રગટ કરીને બતાવ્યા છે...અહો! મુક્તિના માર્ગ
સંતોએ સુગમ કરી દીધા છે. સંતોની બલિહારી છે!!
લેવાના પાત્રરૂપ સંપ્રદાન છે. આત્માના ધર્મને રહેવા માટે રાગાદિ કે શરીર તે સંપ્રદાન નથી, તેમ જ આત્મા તે
રાગાદિનું સંપ્રદાન નથી. જેમ આંબો તો કેરી જ આપે, આંબો કાંઈ આકોલીયા ન આપે; કેમકે આંબો કેરીનું જ
સંપ્રદાન છે, આકોલીયાનું સંપ્રદાન આંબો નથી; તેમ આત્મામાં એકાગ્ર થતાં આત્મા તો નિર્મળ પર્યાયો જ આપે,
આત્મા કાંઈ વિકાર ન આપે, કેમકે આત્મામાં નિર્મળ પર્યાયોનું જ સંપ્રદાન થવાનો સ્વભાવ છે, વિકારનું
સંપ્રદાન થવાનો આત્માનો સ્વભાવ નથી. આ રીતે નિર્મળ પર્યાયને જ આપે ને તેને જ લ્યે એવો આત્માનો
સ્વભાવ છે. એ પ્રમાણે જ્ઞાન–આનંદ વગેરે બધાય ગુણોમાં પણ એવો સ્વભાવ છે કે પોતપોતાના સ્વભાવથી
નિર્મળ પર્યાય જ આપે, ને તેને જ પોતે લ્યે.
સમ્યગ્જ્ઞાન છે, એવું જ્ઞાન દેવાનો ને તેને જ લેવાનો આત્માના જ્ઞાનગુણનો સ્વભાવ છે. વાણી તો જડ છે, તે
વાણીદ્વારા જ્ઞાન દેવાતું નથી કે જ્ઞાન તેને લેતું નથી, તેમ જ તે વાણી તરફના વિકલ્પદ્વારા પણ જ્ઞાન દેવાતું નથી
કે જ્ઞાન તે વિકલ્પને લેતું નથી. આત્મા પોતે જ પોતાના જ્ઞાનસ્વભાવમાંથી જ્ઞાન આપે છે, ને તે નિર્મળ જ્ઞાનને
જ લેવાનો જ્ઞાનગુણનો સ્વભાવ છે. આ સિવાય અજ્ઞાન સાથે જ્ઞાનસ્વભાવને કાંઈ લેવા–દેવા નથી. આત્મા સાથે
અભેદપણું કરીને જે જ્ઞાન પ્રગટયું તેની સાથે જ આત્માને લેવાદેવા છે, તે જ્ઞાન ટકીને કેવળજ્ઞાન થઈ જશે.
એકલા પરાશ્રયે વર્તતું જ્ઞાન આત્મા સાથે ટકી નહિ શકે, તે હણાઈ જશે. માટે હે ભાઈ! જો તારે તારા જ્ઞાનને
ટકાવવું હોય–વિકસાવવું હોય તો આત્મામાં તેને સમર્પણ કર! જેમ સર્વજ્ઞભગવાન પાસે જઈને
જ્ઞાનગુણનો સ્વભાવ છે.
આત્મસ્વભાવની શ્રદ્ધા કરી તે દેવા–લેવાનો સ્વભાવ હોવાથી આત્મા સાથે સદાય ટકી રહેશે; અર્થાત્ શ્રદ્ધાગુણ
સદાય સમ્યક્ત્વ પર્યાય આપ્યા જ કરે છે ને પોતે સંપ્રદાન થઈને તેને લીધા જ કરશે.
ચારિત્રગુણનું સ્વરૂપ નથી. તે રાગાદિભાવો આત્મા સાથે અભેદ થઈને ટકતા નથી, ને શાંત અ–રાગભાવ તો
આત્મામાં લીનતા કરીને ટકે છે.
દુઃખ લ્યે. દુઃખનું સંપ્રદાન થવાનો તેનો સ્વભાવ જ નથી.
PDF/HTML Page 13 of 29
single page version
‘અહો! હું જ દાતાર થઈને મારા આત્માને સદાય આનંદ આપ્યા જ કરું, ને હું જ સંપ્રદાન થઈને સદાય આનંદ
ક્યાંય પણ આનંદની કલ્પના સ્વપ્નેય ન રહી. પોતે જ દાતાર થઈને પોતાને આનંદ દીધો, ને પોતે જ લેનાર થઈને
પોતાનો આનંદ લીધો; તેથી તે આનંદ સદાય ટકી જ રહેશે, અર્થાત્ આત્મા સદાય પોતાને આનંદ દીધા જ કરશે ને પોતે
તે સદાય લીધા જ કરશે. માટે હે જીવ! જો તારે આનંદ જોઈતો હોય તો આનંદના દાતાર એવા તારા આત્મા પાસે જ
જા. ત્યાંથી જ તને આનંદ મળશે, એ સિવાય જગતમાં બીજે ક્યાંયથી તને આનંદ નહિ મળે.
ગુણના ભેદના લક્ષે નિર્મળતા થતી નથી. આત્મા તો એક સાથે અનંતગુણનો પિંડ છે, તેના જ લક્ષે બધા ગુણોની
નિર્મળ દશા થાય છે; એક શક્તિને જુદી પાડીને તેના લક્ષે વિકાસ કરવા માગે તો તેનો વિકાસ થતો નથી, ત્યાં તો માત્ર
વિકલ્પ થાય છે. તે વિકલ્પમાં એવી તાકાત નથી કે કોઈ ગુણની નિર્મળ દશા આપે. અખંડ આત્મસ્વભાવમાં જ એવી
તાકાત છે કે અનંતગુણોથી ભરેલી પરમાત્મદશાને આપે.
ઓળખાણ તો કરો...તેના પ્રત્યે ઉલ્લાસ તો કરો! આવા ચૈતન્યસ્વભાવને જેણે લક્ષમાં લીધો તેનું જીવન સફળ છે.–
બાકી બીજાનું તો શું કહેવું?
પોતે જ પોતાને સુખનો દાતાર છે, ને પોતે જ પાત્ર થઈને લેનાર છે.
(૨) ‘દાતાર છે કોઈ?’–હા અનંતશક્તિથી ભરેલો હું પોતે જ દાતાર છું.
(૩) ‘દાતાર દાનમાં શું દેશે?’ મારો આત્મા દાતાર થઈને જ્ઞાન–દર્શન–આનંદરૂપ નિર્મળ પર્યાયોનું દાન દેશે.
(૪) કઈ વિધિથી દાન દેશે?–પોતાથી જ દેશે, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્ર રહીને સ્વરૂપ–
એકાગ્ર થઈને આપ અને સંપ્રદાન થઈને તે દાન તું લે. અનંત શક્તિથી પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ જેવો મોટો દાતાર
મળ્યો, તો હવે તેની સેવા (શ્રદ્ધા અને એકાગ્રતા) કરીને પરમાત્મદશાનાં દાન માંગ, તો તને તારી પરમાત્મદશાનાં દાન
મળી જાય. તે પરમાત્મદશા લઈને તેનું સંપ્રદાન થવાનો તારો સ્વભાવ છે.
એટલે અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને તે સાધી શકતો નથી. જે આત્માર્થી છે તે તો પોતપોતાના હિતને માટે
જ સમજવા માંગે છે.
એ જ કરવા જેવું છે. એના સિવાય બીજું તો બધુંય ઊકરડા ઊથામવા જેવું થોથે–થોથા છે.
PDF/HTML Page 14 of 29
single page version
પણ આત્મા જ છે. જુઓ, આ દાતારે સુપાત્રદાન દીધું. અહો! આત્માના અતીન્દ્રિય આનંદનાં દાન! એના કરતાં બીજું
કયું શ્રેષ્ઠ દાન હોય? નિર્મળ જ્ઞાન–આનંદમય પર્યાય પ્રગટે તેનો દાતાર પણ પોતે, તે લેનાર પણ પોતે જ,–આવી
શક્તિ આત્મામાં ત્રિકાળ છે.
સામે જો..તો તને આનંદના નિધાનનું દાન મળે.
આવા સ્વભાવને સાધતા સાધકને કષાયોની અતિશય મંદતા સહેજે થઈ જાય છે, પણ તે મંદ કષાયના ભાવને પણ
દેવાનો કે લેવાનો પોતાનો સ્વભાવ માનતા નથી, સ્વભાવના આશ્રયે જે અકષાયી–વીતરાગી ભાવ થયા છે તેનો જ
દેનાર ને તેનો જ લેનાર પોતાનો આત્મા છે એમ સાધકધર્મી જાણે છે. ત્રિકાળી સ્વભાવ તો રાગનું સંપ્રદાન નથી, અને
તે સ્વભાવના આધારે થયેલી પર્યાય પણ રાગનું સંપ્રદાન થતી નથી. આમ દ્રવ્યથી તેમજ પર્યાયથી બંને પ્રકારે ભગવાન
આત્મા વિકારનું સંપ્રદાન નથી પણ વીતરાગી ભાવનું જ સંપ્રદાન છે. જ્યાં શુદ્ધ દ્રવ્યનો આશ્રય કર્યો ત્યાં પર્યાયમાંથી
વિકારની યોગ્યતા ટળી ગઈ ને અવિકારી આનંદની જ યોગ્યતા થઈ, તે આનંદની જ પાત્ર થઈ. જેમ ઉત્તમ વસ્તુ
રાખવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે, સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ જગતમાં મહા ઉત્તમ એવો જે
અતીન્દ્રિય આનંદ તેનું પાત્ર પણ ઉત્તમ જ છે,–કયું પાત્ર છે? કે આત્માના સ્વભાવ તરફ વળેલી પરિણતિ જ તે
આનંદનું પાત્ર છે. આત્મામાં જ એવી ઉત્તમ પાત્રશક્તિ (સંપ્રદાનશક્તિ) છે કે પોતે પરિણમીને પોતાના અતીન્દ્રિય
આનંદને પોતામાં ઝીલી શકે.
પોતાના આત્મામાંથી જ્ઞાન કે આનંદ કાઢીને કાંઈ શિષ્યને આપી દેતા નથી, ને શિષ્યનો આત્મા કાંઈ પોતાના જ્ઞાન કે
આનંદ ગુરુ પાસેથી લેતો નથી, ગુરુ આપે ને પાત્ર શિષ્ય લ્યે–એ વાત વ્યવહારની છે; તોપણ–શ્રી ગુરુના ઉપદેશદ્વારા
આત્મસ્વભાવ સમજીને શિષ્યને જ્યાં અપૂર્વ આનંદની પ્રાપ્તિ થઈ ત્યાં રોમરોમમાં ગુરુ પ્રત્યેના અપાર વિનયથી તેનો
આત્મા ઊછળી જાય છે...નિશ્ચય પ્રગટતાં તેનો વ્યવહાર પણ લોકોત્તર થઈ જાય છે...ને શ્રીગુરુના અનંત ઉપકારને
વ્યક્ત કરતાં કહે છે કે અહો પ્રભો! આ પામરને આપે જ જ્ઞાન અને આનંદનાં દાન દીધાં..અમારા આનંદને ભૂલીને
અનંત સંસારમાં રખડતા હતા, તેનાથી છોડાવીને આપે જ અમને આનંદ આપ્યો...ઘોર ભવભ્રમણથી આપે જ અમને
બચાવ્યા..આપે જ કૃપા કરીને સંસારથી ઊગાર્યા..હે નાથ! આપના અનંત ઉપકારનો બદલો કઈ રીતે વાળીએ? આમ
અપાર વિનયપૂર્વક ગુરુના ચરણે અર્પાઈ જાય છે. નિશ્ચયની સાધકદશામાં દેવ–ગુરુ પ્રત્યે આવો વિનય વગેરે વ્યવહાર
સહેજે હોય છે. જો આત્મામાંથી આવો વિનય ન ઊગે તો તે જીવને નિશ્ચયનું પરિણમન પણ થયું નથી એમ સમજવું.
ગુરુથી જ્ઞાન થતું નથી–એમ કહીને ગુરુનો વિનય છોડી દ્યે તે તો મોટો સ્વચ્છંદી છે, આનંદને ઝીલવાની પાત્રતા તેનામાં
જાગી નથી. અહો! આ તો નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વકનો અચિંત્ય લોકોત્તર માર્ગ છે. સાધકદશા શું ચીજ છે તેની
લોકોને ખબર નથી. સાધકને તો બધા પડખાંનો વિવેક વર્તતો હોય છે, ગણધર જેવો વિવેક સમ્યગ્દ્રષ્ટિને પ્રગટયો હોય
છે. કહ્યું છે કે–
હિરદે હરખી મહા મોહકો હરતુ
આપુ હી મેં આપનો સુભાઉ લે ધરતુ હૈ.
જૈસે જલકર્દમ કતકફલ ભિન્ન કરે,
તૈસે જીવ અજીવ વિલછનુ કરતુ
PDF/HTML Page 15 of 29
single page version
સોઈ સમકિતી ભવસાગર તરતુ
સુખ માને છે, પોતાના જ્ઞાનાદિ ગુણોનું અવિચલ શ્રદ્ધાન કરે છે, પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતામાં જ
ધારણ કરે છે, જેમ કતકફળ જળ અને કાદવને જુદા કરે છે તેમ ભેદજ્ઞાનવડે જે જીવ અને અજીવને વિલક્ષણ
જાણીને જુદા કરે છે, આત્મશક્તિને જે સાધે છે ને જ્ઞાનના ઉદયને (કેવળજ્ઞાનને) આરાધે છે;– આવા સમકિતી
જીવ ભવસાગરને તરે છે.
થઈને તારી પર્યાયમાં ગમે તેટલું દાન આપ તોય તારી સ્વભાવશક્તિમાંથી કાંઈ ઘટે નહિ–આવો તારો સ્વભાવ છે.
આવા દાતારને છોડીને હવે બહારમાં તારે બીજો કયો દાતાર ગોતવો છે? આ દાતાર સામે જોઈને તેની પાસેથી તું
નિર્મળ પર્યાયનું દાન લેવાને પાત્ર થા...બીજા પાસે ભીખ ન માંગ.
સ્વભાવમાં એકાગ્ર થઈને તારે જોઈએ તેટલું દાન લે..તારે જેટલા જ્ઞાન ને આનંદ જોઈએ તેટલા દેવાની તાકાત
તારા સ્વભાવમાં ભરી છે. લૌકિકમાં તો દાન આપનાર દાતારની મૂડી ઘટે છે પણ અહીં તો આત્મા પોતે એવો
લોકોત્તર દાતાર છે કે ક્ષણેક્ષણે (–સમયે સમયે) પરિપૂર્ણ જ્ઞાન–આનંદના દાન અનંતકાળ સુધી આપ્યા જ કરે
છતાં તેની મૂડી જરાય ઘટે નહિ.
જ્ઞાનશક્તિ છે, આનંદશક્તિ છે, તેમ આ સંપ્રદાનશક્તિ પણ છે. જો આત્મામાં જ્ઞાનશક્તિ ન હોય તો આત્મા
જાણે ક્યાંથી? જો આત્મામાં સુખશક્તિ ન હોય તો આત્માને અનાકુળતારૂપ સુખ ક્યાંથી થાય? જો આત્મામાં
શ્રદ્ધાશક્તિ ન હોય તો પોતે પોતાનો વિશ્વાસ ક્યાંથી કરી શકે? જો આત્મામાં ચારિત્રશક્તિ ન હોય તો પોતાના
સ્વરૂપમાં સ્થિરતા કેમ કરી શકે? જો આત્મામાં જીવનશક્તિ ન હોય તો આત્મા જીવી કેમ શકે? જો આત્મામાં
વીર્યશક્તિ ન હોય તો તે પોતાના સ્વરૂપની રચનાનું સામર્થ્ય ક્યાંથી લાવે? જો આત્મામાં પ્રભુત્વ શક્તિ ન હોય
તો અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી તે કઈ રીતે શોભે? જો આત્મામાં કર્તૃત્વશક્તિ ન હોય તો પોતે પોતાના
નિર્મળકાર્યને કઈ રીતે કરે? એ જ પ્રમાણે જો આત્મામાં સંપ્રદાન શક્તિ ન હોય તો પોતે પોતાનો દાતાર, ને
પોતે જ નિર્મળતાનો લેનાર કઈ રીતે થઈ શકે? પોતાના સ્વભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદનો દેનાર છે ને
પોતે જ તેનો લેનાર છે–એવા ભાન વિના પરચીજ દેવા–લેવાનો મિથ્યા વિકલ્પ કદી છૂટે નહિ, ને અંતરમાં
એકાગ્રતા થાય નહિ. જ્ઞાની તો ‘હું જ મારો દાતાર ને હું જ મારો લેનાર’ એવા નિર્ણયના જોરે અંર્તસ્વભાવમાં
એકાગ્ર થઈને જ્ઞાન–આનંદના નિધાન મેળવી લ્યે છે. જો બીજો દ્યે ને પોતે લ્યે તો તો પરાધીનતા થઈ ગઈ,
પોતાની સ્વાધીનશક્તિ ન રહી. જો આત્મામાં પોતે જ દાતાર ને પોતે જ લેનાર એવી શક્તિ ન હોય તો પર
સામે જ જોયા કરવું પડે ને પોતામાં કદી એકતા થાય જ નહિ. પણ આત્મામાં એવી સંપ્રદાન શક્તિ છે કે એક
સમયમાં પોતે જ દેનાર ને પોતે જ લેનાર છે, દેવાનો ને લેવાનો સમયભેદ નથી, તેમજ દેનાર ને લેનાર જુદા
નથી. અહો! મારા સ્વભાવમાંથી જ કેવળજ્ઞાન અને સિદ્ધપદના દાન લેવાની મારી તાકાત છે–એમ પ્રતીત કરીને
સ્વસન્મુખ થઈને પોતે પોતાની શક્તિનું દાન કદી લીધું નથી, સ્વને ચૂકીને પરના આશ્રયે અનાદિથી વિકારનું જ
દાન લીધું છે. જો પાત્ર થઈને પોતે પોતાની શક્તિમાં દાન લ્યે તો અલ્પ કાળમાં મુક્તિ થાય, માટે હે જીવ! તારી
સ્વભાવશક્તિને સંભાળ..ને તે સ્વભાવવડે દેવામાં આવતા નિર્મળજ્ઞાન–આનંદનું દાન લે.
PDF/HTML Page 16 of 29
single page version
ઉત્તરઃ– ધર્મીનો ઉપયોગ જ્યારે પરને કે રાગાદિને જાણવામાં જોડાયેલો હોય ત્યારે પણ તે જ્ઞાની જ છે, કેમકે
તન્મયપણે પરિણમે છે, માટે તે જ્ઞાની જ છે; રાગનું અને જ્ઞાનસ્વભાવનું ભેદજ્ઞાન તે વખતે પણ તેને
વર્તે જ છે, તેથી તે જ્ઞાની જ છે.
ઉત્તરઃ– મિથ્યાદ્રષ્ટિ
ઉત્તરઃ– કર્તાકર્મપણું એક સ્વરૂપમાં હોય, ભિન્ન ભિન્ન સ્વરૂપમાં ન હોય; જેમ કે–જ્ઞાનને જ્ઞાનપરિણામ સાથે
જ્ઞાન અને રાગ એ બંને એક સ્વરૂપ નથી પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. (અહીં ‘એક સ્વરૂપ’ એટલે
‘તત્સ્વરૂપ’ એમ સમજવું.)
ઉત્તરઃ– પોતાના જે ભાવને જીવ કરે છે તેનો જ તે ભોક્તા છે. આ રીતે જીવ પોતાના ભાવનો જ ભોક્તા છે,
ભોગ્યપણું પણ ‘તત્સ્વરૂપ’ માં જ હોય છે, ભિન્ન ભિન્ન વસ્તુમાં હોતું નથી. માટે જીવ પરચીજનો
ભોક્તા નથી. જે ભાવને પોતામાં એકમેકપણે તે કરે છે તેનું જ તેને વેદન હોય છે.
ઉત્તરઃ– સાધકદશામાં જ્ઞાનીને આત્માના જ્ઞાન–આનંદનું વેદન હોય છે; હર્ષ–શોકનું અલ્પ વેદન છે પણ તેમાં
ઉત્તરઃ– સર્વજ્ઞ
PDF/HTML Page 17 of 29
single page version
ઉત્તરઃ–
એકાકાર થઈને તેને જ વેદે છે; જ્ઞાન–આનંદનું વેદન તેને જરા પણ નથી. બાહ્ય સંજોગોને તો કોઈ પણ
જીવ વેદતો નથી.
જ્ઞાન–આનંદનું વેદન જ છે ને હર્ષ–શોકનું વેદન નથી એમ કહ્યું છે. જે જ્ઞાન–આનંદરૂપ નિર્મળ ભાવ
પ્રગટયો છે તેની સાથે આત્માની અભેદતા હોવાથી જ્ઞાની તેનો જ વેદક છે; અને જે હર્ષ–શોક થાય છે
તેને પોતાના સ્વભાવથી ભિન્નપણે જાણતો હોવાથી જ્ઞાની તેનો વેદક નથી. જેના ઉપર દ્રષ્ટિ પડી છે
તેનું જ વેદન છે.
ઉત્તરઃ– મારો આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ છે, હર્ષ–શોકાદિ ભાવો મારા સ્વભાવથી જુદા છે–એવું ભેદજ્ઞાન
સાધકદશામાં જો કે અલ્પ હર્ષ–શોક થાય છે, છતાં શ્રદ્ધામાં તો વેદનનો એક જ પ્રકાર છે.
ઉત્તરઃ–
હર્ષાદિના વેદનને ધર્મીની દ્રષ્ટિ પોતામાં સ્વીકારતી નથી; માટે શ્રદ્ધા અપેક્ષાએ તો ધર્મીને એકલા
આનંદનું જ વેદન છે. ચારિત્ર અપેક્ષાએ તેને વેદનના બે પ્રકાર છે.
ઉત્તરઃ– ધર્મી
રીતે સાધકદશામાં વેદનના બંને પ્રકાર એક સાથે વર્તે છે.
ઉત્તરઃ– અજ્ઞાની
ઉત્તરઃ– ભગવાન
ઉત્તરઃ– (૧)
(૩) સાધક જ્ઞાનીને અંશે આનંદનું વેદન, તેમજ અંશે દુઃખનું પણ વેદન,–એમ બંને વેદન છે.
(૪) સાધકને બંને વેદન હોવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ એકલું આનંદનું જ વેદન છે; હર્ષ–શોકાદિને
પોતાના સ્વભાવમાં એકપણે તે વેદતો જ નથી. –આ રીતે વેદનના ચાર બોલ છે.
ઉત્તરઃ– અહીં
ઉત્તરઃ–
PDF/HTML Page 18 of 29
single page version
ઉત્તરઃ– આત્મા
ઉત્તરઃ–
ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી.–માટે જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા માને તે
ઉત્તરઃ– જગતમાં જે કોઈ ક્રિયા છે તે બધીએ પરિણામસ્વરૂપ જ છે; જડની ક્રિયા જડના પરિણામસ્વરૂપ છે, ને
ઉત્તરઃ–
ક્રિયા નથી; માટે કોઈ પણ વસ્તુની ક્રિયા તે વસ્તુથી જુદી હોતી નથી.
ઉત્તરઃ– અહીં
ઉત્તરઃ– વસ્તુસ્વરૂપની મર્યાદાને તોડીને જેઓ એમ માને છે કે આત્મા પરની ક્રિયાને પણ કરે,–તેઓ દ્વિક્રિયાવાદી–
ઉત્તરઃ–
કહેલું બે દ્રવ્યોનું ભિન્નપણું તે માનતો નથી તેથી તે સર્વજ્ઞના મતની બહાર છે, એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે;
ઉત્તરઃ–
તેને સ્વપરની ભિન્નતાનું ભાન રહેતું નથી, તેથી અનેક દ્રવ્યસ્વરૂપે એક આત્માને માનતો હોવાથી તે
ઉત્તરઃ– જ્ઞાની
ઉત્તરઃ– કાર્યરૂપે જે પરિણમે છે તે કર્તા છે. જેમકે ઘડારૂપે પરિણમનારી માટી જ ઘડાની કર્તા છે, કુંભાર તેનો
ઉત્તરઃ– કર્તાનું જે પરિણામ છે તે કર્મ છે. કર્તાનું પરિણામ પોતાથી જુદું હોતું નથી. જેમકે કુંભારના ઇચ્છા
છે. ઘડો તે કુંભારનું
PDF/HTML Page 19 of 29
single page version
ઉત્તરઃ– કર્તાની
તેનું કાર્ય બીજી વસ્તુમાં–એમ કદી બનતું નથી. તેમજ બે દ્રવ્યો ભેગાં થઈને એક કાર્ય કરતા નથી, અને
એક દ્રવ્ય બે કાર્યને કરતું નથી. જેમકે–
તેમજ ઘડાને–એમ બે કાર્યને કરે એમ પણ બનતું નથી.
ઉત્તરઃ– ના;
કર્તા આત્મા જ છે– એમ સમજવું.
બુદ્ધિરૂપ અજ્ઞાનનો નાશ થઈ જાય છે; અજ્ઞાનનો નાશ થતાં મિથ્યાત્વાદિનું બંધન થતું નથી, એટલે
અલ્પકાળમાં મોક્ષ થાય છે. આ રીતે અનુભવમાં ઝૂલતા સંતોએ ભેદજ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનસ્વભાવ જગતના જીવો સમજે...તો તેમનું અજ્ઞાન ટળે. અહો! આવો ભગવાન આત્મા પરથી
અત્યંત જુદો, તેને એક વાર પણ જો પરમાર્થદ્રષ્ટિથી ગ્રહણ કરે તો જીવને અજ્ઞાનનો એવો નાશ થાય કે
તે જ્ઞાનઘન આત્માને ફરીને બંધન ન થાય, માટે હે ભવ્ય જીવો! આત્માને પરના કર્તૃત્વથી રહિત
જ્ઞાયકસ્વભાવપણે જ દેખો,–એવો સંતોનો ઉપદેશ છે.
PDF/HTML Page 20 of 29
single page version
जानन्न द्रश्यते रूपं ततः केन ब्रवीम्यहम् ।।१८।।
તેને કાંઈ ખબર નથી કે આ મારા ઉપર રાગ કે દ્વેષ કરે છે. મારા અભિપ્રાયને તે જાણતું જ નથી, તો હું તેની સાથે શું
બોલું? અને જે જાણનારા છે એવા અન્ય જીવોનું રૂપ તો મને ઇન્દ્રિયજ્ઞાન દ્વારા દેખાતું નથી, માટે બહારમાં હું કોની
સાથે બોલું? આત્મા તો ઇન્દ્રિયનો વિષય બનતો નથી ને જડ અચેતન શરીર સાથે બોલું તે તો વ્યર્થ બકવાદ છે, માટે
બાહ્ય પ્રવૃત્તિ જ બધી વ્યર્થ છે, તેથી ઇન્દ્રિયો તરફનો વેપાર છોડીને હું મારા જ્ઞાનને અંતર્મુખ કરું છું.–એમ જ્ઞાની
ભાવના ભાવે છે. આ રીતે બાહ્ય વિષયો તરફનું વલણ છોડીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું તેમાં જ શાંતિ અને
સમાધિ છે. જ્ઞાનને બાહ્ય વિષયોમાં ભટકાવવું તે તો અશાંતિ અને વ્યગ્રતા છે.
જ શાંતિ અને અનાકુળતા જ છે; માટે મારે મારા સ્વભાવમાં જ અંતર્મુખ થવા જેવું છે.–આવા નિર્ણયના જોરે અંતર્મુખ
તો કાંઈ સમજવાની તાકાત નથી, તો તેની સાથે હું શું વાત કરું? અને સામાનો અતીન્દ્રિય આત્મા તો કાંઈ
ઇન્દ્રિયજ્ઞાનથી દેખાતો નથી; માટે પરને સમજાવવાની કે પર સાથે વાત કરવાની બાહ્યવૃત્તિ છોડીને પોતાના
આત્મામાં જ અંતર્મુખ થવા જેવું છે. મારે તો મારા આત્માને લક્ષમાં લઈને ઠરવાનું છે–એમ જ્ઞાની ભાવના
ભાવે છે.