Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 38
single page version

background image
પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન
તથા
પૂજ્ય ભગવતી બેન શ્રી શાંતાબેન




















પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન તથા પૂજ્ય ભગવતી બેન શાંતાબેન પૂજ્ય સદ્ગુરુદેવના
સત્સમાગમ અર્થે ૨૨ વરસો થયાં સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ પધાર્યા ત્યારથી છે. તે પહેલાં પણ ઘણાં વર્ષોથી
તેઓ પૂજ્ય ગુરુદેવનાં વ્યાખ્યાનશ્રવણ આદિનો લાભ લઈ રહ્યાં હતાં. તેઓનાં જ્ઞાન, ભક્તિ, ધર્મવત્સલતા,
વૈરાગ્ય, અંતરની ઉજ્જવળતા આદિ ઘણી ઉચ્ચ કોટિનાં છે. તેઓ ગોગીદેવી બ્રહ્મચર્ય શ્રાવિકાશ્રમની દેખરેખ
રાખે છે. ઉપરાંત બાલબ્રહ્મચારી બેનોના અભ્યાસ બાબત વારંવાર સૂચનાદિ કરે છે. બ્રહ્મચારી બેનો તેમને
માતા તુલ્ય સમજે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે જેનાં ધન્ય ભાગ્ય હશે, તે આ બેનોની નીચે રહી, ધર્મ અભ્યાસ
કરી, જીવન સફલ કરશે. તેઓ રાત્રે શાસ્ત્રવાંચન બેનો સમક્ષ કરે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે બ્રહ્મચારી
બેનોનું મંડળ જામ્યું છે, તે આ બેનોનો પ્રતાપ છે. તેમની છત્રછાયા નીચે કુમારી બેનોનું રક્ષણ અને જ્ઞાનનું
પોષણ થાય છે.

PDF/HTML Page 22 of 38
single page version

background image
પૂજ્ય ભગવતી બેનો તથા ચૌદ કુમારી બહેનો











ચૌદ કુમારી બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધા પછી સૌએ આશ્રમમાં જઈને પૂજ્ય ભગવતી બેનોનો
વિનય કર્યો હતો, અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા, પૂજ્ય બેનો બેઠાં છે, અને ચૌદ બેનો ઊભાં છે.
નીચેની પંક્તિમાં
(૧) સુશીલાબેન જગજીવન સુરેન્દ્રનગરવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૧
(૨) ઉષાબેન જગજીવન સાવરકુંડલાવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૧૮
(૩) ભાનુબેન ખીમચંદ રાજકોટવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૧
(૪) જસવંતીબેન રતિલાલ જામનગરવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૧
ઉપરની પંક્તિમાં
(૧) ચંદ્રપ્રભાબેન રતિલાલ જામનગરવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૩
(૨) જસવંતીબેન હીરાચંદ સોનગઢવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૬
(૩) ઈન્દુબેન ચીમનલાલ બરવાળાવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૨
(૪) વસંતબેન શીવલાલ જમશેદપુરવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૨
(પ) પદ્માબેન કેશવલાલ બોરસદવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨પ
(૬) સુશીલાબેન શાંતિલાલ જોડીયાવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૨
(૭) લલિતાબેન ધરમશી વઢવાણવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૬
(૮) જસવંતીબેન હિંમતલાલ નાગનેશવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૬
(૯) ચંદ્રાબેન છોટાલાલ ધ્રાંગધ્રાવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૬
(૧૦) પુષ્પાબેન છોટાલાલ ધ્રાંગધ્રાવાળા હાલ સોનગઢ ઉમર વર્ષ–૨૪

PDF/HTML Page 23 of 38
single page version

background image
પૂજ્ય ભગવતી બેનો તથા છ બ્રહ્મચારી બેનો
આ છ બેનોએ સં. ૨૦૦પના કારતક સુદ ૧૩ ના રોજ પૂજ્ય ગુરુદેવ સમક્ષ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી હતી.
(૧) શારદાબેન જગજીવન શાહ, સુરેન્દ્રનગર. હાલ ઉમર વર્ષ–૨૯.
(૨) દયાબેન શીવલાલ મેતા, મોરબી. હાલ ઉમર વર્ષ–૩૪.
(૩) કાન્તાબેન માણેકચંદ કામદાર, અમરેલી. હાલ ઉમર વર્ષ–૨૮.
(૪) મુક્તાબેન જગજીવન દોશી, સાવરકુંડલા. હાલ ઉમર વર્ષ–૨૭.
(પ) કંચનબેન મગનલાલ ચુડગર, વઢવાણ. હાલ ઉમર વર્ષ–૩૧.
(૬) કંચનબેન છોટાલાલ શાહ, ધ્રાંગધ્રા. હાલ ઉમર વર્ષ–૩૦.
આ બેનો ગોગીદેવી શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમ, સોનગઢમાં રહે છે, અને પૂજ્ય ગુરુદેવનાં વ્યાખ્યાનોનો
લાભ લ્યે છે, અને સ્વાધ્યાય વગેરે કરે છે. આ બેનો લગભગ ૧૧–૧૨ વરસ થયાં સોનગઢમાં રહે છે.
તેઓએ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા, છઢાળા, દ્રવ્યસંગ્રહ, તત્ત્વાર્થસૂત્રજી, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર,
પંચાસ્તિકાય, મોક્ષમાર્ગ પ્રકાશક પંચાધ્યાયી, સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, ધવલ ભા–ર, રત્નકરંડ શ્રાવકાચાર
વગેરે સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યાં છે. હંમેશાં જિનેન્દ્ર
ભગવાનનાં દર્શન, પૂજન, ભક્તિ કરે છે. પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાં નિયમિત જાય છે. તેઓ અષ્ટ મૂળ
ગુણ પાલન કરે છે, રાત્રિ ભોજન કરતા નથી, તેમને કંદમૂળ આદિનો ત્યાગ છે, યથાશક્તિ આઠમ–ચૌદસ
ઉપવાસાદિ કરે છે.

PDF/HTML Page 24 of 38
single page version

background image
પૂજ્ય ભગવતી બેનો તથા વીસ બ્રહ્મચારી બેનોનો સમૂહ ફોટો














(ભાદરવા સુદ પંચમીને દિને ૧૪ કુમારિકા બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, ત્યાર બાદ છઠ્ઠને સોમવારે
પૂજ્ય શ્રી સદ્ગુરુદેવને આહારદાન આપ્યા પછી કરેલ સ્તુતિ.)
આજ દિન સુવર્ણ ઊગ્યો ગુરુજીના પ્રતાપથી,
મહા ભાગ્ય ખીલ્યાં આજ મારે નાથ આવ્યા આંગણે.
અમે બાળના આધાર ગુરુજી, તરણ તારણ આપ છો,
મુજ હૃદય ઊછળી જાય હું કઈ વિધ પૂજું નાથને?
તુજ ગુણ અપરંપાર પ્રભુજી બાળકો કેમ વર્ણવે?
આનંદ હૃદયે ઊછળે પ્રભુ! આપનાં દર્શન થકી.
નાચું બજાવું ભક્તિથી ગુણ ગાન ગાઉં પ્રેમથી,
આ બાળ વિનવે નાથ પ્રભુજી! ચાહું સેવા ચરણની.
સત્ પંથના પ્રેરક પ્રભુ! જય જય થજો તુજ જગતમાં.
કલ્યાણકારી નાથ! મારાં વંદન હો તુજ ચરણમાં.
ચૈતન્ય તણી વૃદ્ધિ કરી રહું આત્મશક્તિમાં સદા,
પ્રેર્યા કરો એ બોધ મુજને, ગુરુ કહાન ઉર વસિયા સદા.
શુદ્ધાત્મની શક્તિ પ્રકાશી, સ્વરૂપગુપ્ત બનાવજો,
મુજને તમારી સાથ રાખી બ્રહ્મપદમાં સ્થાપજો.
શાશ્વત તીર્થમાં સાથ રાખી, દર્શન અનંત ભગવંતનાં
આ દાસને પંથ સ્થાપી, રાખો તમારાં ચરણમાં.
ઉપરનાં કુમારિકા બ્રહ્મચારી બેનો ઉપરાંત પૂજ્ય ગુરુદેવશ્રી પાસે બેન નિર્મળાબેન હરિલાલ ભાયાણી,
ઉમંર વ. ૩૮ ભાવનગરવાળાએ સં. ૨૦૧૦ માં આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી–તેઓ કુમારિકા
બ્રહ્મચારી છે અને પૂ. ગુરુદેવશ્રીના સત્સમાગમ અર્થે અવારનવાર સોનગઢ આવે છે.

PDF/HTML Page 25 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧૧ :
સાચું બ્રહ્મચર્ય જીવન કોણ જીવી શકે?
(પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનો ઉપરથી)
બ્રહ્મચારી એટલે શું?
બ્રહ્મચારી એટલે આત્માનો રંગી અને વિષયોનો ત્યાગી..
વિષયોનો ત્યાગી કોણ થઈ શકે?
જે વિષયોમાં સુખ ન માનતો હોય તે.
વિષયોમાં સુખ કોણ ન માને?
જેને વિષયોથી રહિત આત્માના સુખનું ભાન અને રુચિ થઈ હોય તે.
જેમ એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ નથી તેમ પાંચ ઈન્દ્રિયો સંબંધી કોઈપણ વિષયોમાં
આત્માનું સુખ નથી એમ જાણીને સર્વ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે અને સર્વ વિષયો રહિત અસંગી
આત્મસ્વભાવની રુચિ થાય તે જ જીવ વાસ્તવિક બ્રહ્મચર્ય જીવન જીવે છે. એટલે ખરેખર જેટલો જેટલો
આત્મિક સુખનો અનુભવ છે તેટલે તેટલે અંશે બ્રહ્મચર્ય જીવન છે. બીજી રીતે કહીએ તો બ્રહ્મસ્વરૂપ
આત્મામાં જેટલે અંશે ચર્યા (–પરિણમન) હોય તેટલું બ્રહ્મચર્ય જીવન છે. અને જેટલી બ્રહ્મમાં ચર્યા હોય
છે તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે ને બાહ્યમાં પણ તે તે પ્રકારના વિષયોનો સંગ હોતો નથી.
શ્રી આત્મ અવલોકનમાં શીલની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે– ‘પોતાના ચેતન સ્વભાવને શીલ કહે
છે. તે પોતાના સ્વભાવની અન્ય પરભાવરૂપ નારી પ્રત્યે વિરક્તતા (અર્થાત્ તેનો ત્યાગ) અને પોતાના
સ્વભાવમાં સ્થિરતા તે જ શીલપાલન છે.’
પણ જે જીવ પર વિષયોથી કે પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્ય જીવન હોય નહિ;
કેમકે તેને વિષયોના સંગની રુચિ પડી છે. પછી ભલે તે જીવ શુભરાગ વડે કદાચ સ્ત્રી સંગ કે પુરુષસંગ
ન કરતો હોય, પણ અમુક શબ્દથી કે મૂર્તિ વગેરે અમુક રૂપથી ઈત્યાદિ કોઈપણ વિષયથી મને સુખ થાય કે
તેના નિમિત્તથી મને જ્ઞાન થાય એવી જેની દ્રષ્ટિ છે તેને પર વિષયોની રુચિ જ છે અને તેથી તેને
વાસ્તવિક બ્રહ્મચર્ય હોતું જ નથી.
આથી તત્ત્વજ્ઞાનને અને બ્રહ્મચર્યને મેળ સિદ્ધ થયો; કેમકે જે જીવને તત્ત્વજ્ઞાન હોય, આત્માની
રુચિ હોય તે જીવ કદી કોઈપણ પર વિષયમાં સુખ માને નહિ, એટલે રુચિમાં–શ્રદ્ધામાં–દ્રષ્ટિમાં તો તેણે
પોતાના આત્મસ્વભાવનો સંગ કરીને સર્વ પર વિષયોનો સંગ છોડી દીધો છે. તેથી તે જીવ રુચિ–શ્રદ્ધાથી
તો બ્રહ્મચર્ય જીવન જ જીવે છે. અને પછી સ્વભાવની રુચિના જોરે સ્વભાવમાં લીનતા કરતાં જેમ જેમ
રાગાદિ પર પરિણતિ ટળતી જાય છે તેમ તેમ તેના નિમિત્તભૂત બાહ્ય વિષયો પણ સ્વયમેવ છૂટતા જાય
છે, ને એ ક્રમથી આત્મિક બ્રહ્મચર્ય જીવનમાં આગળ વધતાં તે જીવ પોતે પૂર્ણ બ્રહ્મસ્વરૂપ પરમાત્મા થઈ
જાય છે.
શરીરના સ્પર્શમાં જેને સુખની માન્યતા ટળી ગઈ હોય તે જ તેનાથી વિરક્ત થઈને બ્રહ્મચર્ય
જીવન જીવી શકે. હવે જેને શરીરના સ્પર્શ–વિષયમાંથી સુખબુદ્ધિ ટળી ગઈ હોય તે જીવને શબ્દ, રૂપ, રસ,
ગંધ કે વર્ણ વગેરે વિષયોમાંથી પણ સુખબુદ્ધિ અવશ્ય ટળી ગઈ હોય. એકપણ ઈન્દ્રિયમાંથી જેને ખરેખર
સુખ બુદ્ધિ ટળે તેને પાંચે ઈન્દ્રિયોમાંથી સુખબુદ્ધિ ટળે. હવે પાંચે ઈન્દ્રિય–વિષયોમાંથી સુખબુદ્ધિ તેને જ
ટળે કે જેણે સત્પુરુષના ઉપદેશના શ્રવણ પૂર્વક, પાંચ ઈન્દ્રિયોના વિષયોથી પાર અતીન્દ્રિય આત્માનું સુખ
લક્ષગત કર્યું હોય અને અંતરમાં તેની રુચિ થઈ હોય; એવો જીવ જ યથાર્થપણે ઈન્દ્રિયવિષયોથી વિરક્ત
થઈને બ્રહ્મચર્ય જીવન જીવી શકે.

PDF/HTML Page 26 of 38
single page version

background image
: ૧૨ : : બ્રહ્મચર્ય અંક :
આત્માના લક્ષ વગર સ્પર્શેન્દ્રિયના વિષયને છોડીને કોઈ જીવ શારીરિક બ્રહ્મચર્ય તો પાળે પણ
કડવાશમાં દુઃખ અને લાડવા ખાવામાં સુખ–આનંદ માને તો તેણે ‘રસ’ સાથે વિષય કર્યો છે એટલે તેનું
ખરેખર બ્રહ્મચર્ય જીવન નથી પણ વિષયી જીવન છે.
તેવી રીતે દુર્ગંધમાં દુઃખ અને સુગંધમાં સુખ માને તો તેણે “ગંધ,, સાથે વિષય કર્યો છે.
તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મૂર્તિ વગેરેના કારણે
વીતરાગતા થવાનું માને, અગર રૂપને લીધે જ્ઞાન થયું એમ માને તો તેણે ‘રૂપ (વર્ણ) સાથે વિષય કર્યો છે.
વળી, નિંદા વગેરેના શબ્દો દ્વેષ કરાવે અને પ્રશંસાના શબ્દો રાગ કરાવે અથવા દેવ–ગુરુની વાણીથી
મને જ્ઞાન થાય–એ જેણે માન્યું છે તેણે ‘શબ્દ’ સાથે વિષય કર્યો છે.
અને બ્રહ્મચર્યના નામે જેણે માન પોષવાની કે બીજી કોઈ વસ્તુની રુચિ હોય તો તે જીવે માન સાથે
વિષય કર્યો છે.
ઉપર પ્રમાણે જે જીવની પરિણતિ પોતાના સ્વઘરને છોડીને પર ઘરમાં ભમે છે, આત્મવિષય છોડીને
પર વિષયોમાં એક્તા કરે તે જીવ ખરેખર બ્રહ્મચારી નથી પણ અબ્રહ્મચારી છે. સમ્યગ્દર્શનમાં સ્વદ્રવ્યને
વિષય કરનાર છે જે સ્વદ્રવ્યનો વિષય કરે તેને પરદ્રવ્યનો વિષય ટળે, જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પર દ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહીં.
કોઈ જીવ શુભરાગના વેગવડે બાહ્ય ત્યાગી–દ્રવ્યલિંગી તો થઈ જાય પણ એમ માનતો હોય કે મને
નિમિત્તથી લાભ–નુકશાન થાય, અથવા તો જે પુણ્યની વૃત્તિ થાય છે તે મને ધર્મનું કારણ છે, તો તે–જીવે પર
વિષયનો અને પરભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિક બ્રહ્મચર્ય જરાપણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયના લક્ષે જ થાય છે. તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેણે ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે. તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પર વિષયોનો સંગ
કરવાની રુચિ છે. પર વિષયોનોસંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે. જે જીવ દેવ–ગુરુ–શાસ્ત્રથી આ
આત્માને લાભ થાય એમ માને તે જીવને દેવ–ગુરુ–શાસ્ત્રના વિષયને છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–
શાસ્ત્રનો વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે, તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ
પરવિષય છે; તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. એક અશુભ છે અને બીજો શુભ છે એટલું જ; પરંતુ છે તો
બન્ને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
મારા અસંગ ચૈતન્યતત્ત્વને કોઈ પર દ્રવ્યનો સંગ જરાપણ નથી. પર દ્રવ્યના સંગથી મારામાં જરાપણ
સુખ નથી, પણ પર દ્રવ્યના સંગ વગર જ મારા સ્વભાવથી મારું સુખ છે–એમ જે જીવે પોતાના અતીન્દ્રિય
આત્મસ્વભાવની રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિયવિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું
આત્મજીવન–બ્રહ્મજીવન જીવે છે. એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
આ શરીર તો કાષ્ટની પૂતળી સમાન જડ છે ને ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી જુદો છે એમ જાણે એટલે
કે શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરે તેને ભગવાન સમાન કહેવાય છે. બીજાના સુંદર શરીર દેખવાને કારણે
તેને લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના
લક્ષે શુભભાવ રૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્યબંધનું કારણ છે, પણ માત્ર એવું શુભ
ભાવરૂપ બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
આ રીતે ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોનાં બીજડાં પડેલાં છે. ને
જેમ જેમ તે રુચિનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મિક બ્રહ્મચર્ય, અહિંસા વગેરે ગુણો પણ વિકસતા જાય
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે સર્વે પર વિષયોથી ખાલી
ને અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો
અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
એ પ્રકારે બ્રહ્મચર્ય જીવન જીવનાર અવસ્ય પરમાત્મા થઈ જાય છે.

PDF/HTML Page 27 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧૩ :
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાંથી)
બ્રહ્મચર્યનો પ્રસંગ હોવાથી બ્રહ્મચર્ય સંબંધી શ્લોકના અર્થ થાય છે.
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન
ગણે કાષ્ટની પુતળી તે ભગવાન સમાન.
તે ભગવાન સમાન:– ૧ અહીં ભગવાન સમાન કહ્યો છે. તે એકલા શુભરાગરૂપ બ્રહ્મચર્યની વાત
નથી. પરને દેખીને જે રાગ માને છે, તેને તો પરમાં એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત્વ છે. જ્ઞાની સ્ત્રીને દેખીને રાગ
માનતા નથી તેથી દર્શનનો દોષ નથી અસ્થિરતાથી રાગ થાય તે ચારિત્રની નબળાઈ છે. નિરખીને એટલે કે
પર વસ્તુને દેખીને ‘આ સારૂં છે’ એવી બુદ્ધિથી જે રાગ થાય તે મિથ્યાત્વીનો છે. જ્ઞાનીને રાગ થાય પણ તે
સ્ત્રીને દેખવાના કારણે થતો નથી. સ્ત્રી મારી છે કે સુંદર છે એવી માન્યતાથી જ્ઞાનીને રાગ થતો નથી. ચોથે–
પાંચમે ગુણસ્થાને જ્ઞાનીને આદીનો રાગ હોય પણ તે પરના કારણે રાગ નથી માનતા તેને મિથ્યાત્વનો રાગ
નથી. જ્ઞેયોને જ્ઞેય તરીકે જાણે છે. પણ તેના કારણે રાગ માનતા નથી. સુંદર સ્ત્રી દેખીને જે રાગ માને છે તેને
તો અનંત સંસારના કારણ રૂપ રાગ છે. વળી જ્ઞાનીને લેશ પણ વિષય નિદાન નથી. આસક્તિનો રાગ હોય
પણ તે વિષયમાં સુખ માનતા નથી. વિષયને સુખનું કારણ માનીને જ્ઞાનીને કદી રાગ થતો નથી અને અહીં
ભગવાન સમાન કહ્યો છે પણ મિથ્યાદ્રષ્ટિ અનંતવાર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયક ગયો તેને અહીં
ભગવાન સમાન કહ્યો નથી.
જેમ સ્ત્રીને નિરખીને તેના કારણે જ્ઞાની રાગ માનતા નથી તેમ પૈસા કે દેવ–શાસ્ત્ર–ગુરુ વગેરે કોઈ
પદાર્થને કારણે પણ જ્ઞાની રાગ માનતા નથી. આવા સ્વભાવના લક્ષે બ્રહ્મચર્ય હોય તો તે પાત્રતા છે. અને
સ્વભાવના લક્ષ વગર બ્રહ્મચર્ય પાળે તો મંદરાગથી પુણ્યબંધાય પણ તેમાં આત્મ લાભ નથી.
આ પાઠનું નામ ‘બ્રહ્મચર્ય વિષે સુભાષિત’ છે. લૌકિકમાં જે બ્રહ્મચર્યનું કથન છે તે નહી, પણ પરમાર્થ
સ્વરૂપ શું છે? તેની વાત આમાં કરે છે.
શાંતિનાથ ભગવાન પહેલાં ગૃહસ્થપણામાં હતા, ચક્રવર્તી હતા, હજારો રાણીઓ હતી છતાં તેઓના
કારણે લેશ પણ રાગ થવાનું માનતા નથી, તેના વિષયમાં લેશ પણ સુખ માનતા નથી, તેને અહીં ભગવાન
સમાન કહ્યા છે. સ્ત્રીઓ મારી–એમ માને તો તેના કારણે રાગ માન્યો ને તેમાં એકત્વબુદ્ધિ છે, તે મિથ્યાદ્રષ્ટિ
છે. અંતરદ્રષ્ટિમાં ફેર છે. બહારના આચરણથી ફેર જણાય નહીં.
નવયૌવના સ્ત્રીને કાષ્ટની પૂતળી સમાન ગણે એટલે જગતના જ્ઞેયોની જેમ તેને પણ જ્ઞેય જાણે. જેમ
જગતમાં બીજા પદાર્થો જ્ઞેય છે, તેમ સ્ત્રી પણ જ્ઞેય છે. મારા સ્વભાવમાં વસ્તુઓને દેખીને વિકાર થતો નથી.
નવ યૌવના સ્ત્રીઓને દેખવાના કારણે જો રાગ થવાનું માને તો તેના અભિપ્રાયમાં રાગ કરવાનું જ આવ્યું
કેમકે જગતમાં નવયૌવના સ્ત્રીઓ તો અનાદિ અનંત છે. તેને કારણે જો રાગ માને તો તેને અનાદિ અનંત
કાળ રાગ કરવાનું આવ્યું. તેનો અભિપ્રાય મિથ્યા છે. જ્ઞાની જાણે છે કે સ્ત્રીને કારણે મને રાગ નથી સ્ત્રીને
દેખવાના કારણે મને રાગ નથી. તેને કહ્યું કે:–
નિરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન
ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. ૨
ધર્મીને રાગહોવા છતાં સ્ત્રીથી રાગ થવાનું માનતા નથી. રાગ થાય તેને સુખનું કારણ માનતા નથી.
જગતના અનંત અનંત જ્ઞેયો છે, તે કોઈ મને રાગનું કારણ નથી, અને મારો જ્ઞાન સ્વભાવ રાગ રહિત છે,
તેમાં રાગ થાય તે મને સુખરૂપ નથી–તેમ જ્ઞાની જાણે છે તે

PDF/HTML Page 28 of 38
single page version

background image
: ૧૪ : : બ્રહ્મચર્ય અંક :
ભગવાન સમાન છે. હજી સાક્ષાત્ ભગવાન થયા નથી. અસ્થિરતાનો રાગ છે. પણ રાગ રહિત પૂર્ણ
સ્વભાવનું ભાન છે. તેથી તે ભગવાન સમાન છે. રાગ છે તે ક્ષણિક દોષ છે. પણ ત્રિકાળી દ્રષ્ટિના જોરે તે
રાગ અલ્પકાળે ટળી જવાનો છે. રાગમાં જે સુખ માને છે. તેણે રાગને ટાળવા જેવો માન્યો નહીં.
જ્ઞાનીને સ્ત્રી દેખીને રાગ થતો નથી. તેમાં અલ્પરાગ હોય તેથી સુખી થતો નથી અને જગતના
જ્ઞેયોની જેમ નવયૌવના સ્ત્રીને કાષ્ટની પૂતળી જેવી ગણે છે એને અહિં ભગવાન સમાન કહ્યા છે.
હજી શુભરાગનો વિકલ્પ છે, તેથી કહ્યું કે “ગણે કાષ્ટની પૂતળી” હજી તદન વીતરાગતા થઈ નથી પણ
પર લક્ષે શુભરાગ છે. તેથી તે સાક્ષાત્ ભગવાન નથી. પણ ભગવાન સમાન છે–એમ કહ્યું છે. જો સાક્ષાત્
ભગવાન થઈ ગયા હોય તો કાષ્ટની પૂતળી ગણવાનો વિકલ્પ પણ ન હોય. આત્માના સ્વભાવનું ભાન
હોવાથી અસ્થિરતાના રાગવાળો હોવા છતાં તેને ભગવાન સમાન કહ્યો છે. જેની દ્રષ્ટિ પર ઉપર છે જે પરને
કારણે રાગ માને છે, જે વિષયોમાં સુખ માને છે. તે ભલે બ્રહ્મચર્ય પાળે પણ તેને ધર્મ થતો નથી ને એને
અહીં ભગવાન સમાન કહ્યો નથી.
મારું સ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા છે, રાગ થાય તે વિકાર છે પરને કારણે રાગ થતો નથી, અને રાગ થાય તેમાં
મારૂં સુખ નથી–એવું જેને ભાન છે. એને શ્રીમદ્રાજચંદ્રજીએ ૧૬ મા વર્ષે ભગવાન સમાન કહ્યા છે.
આ સઘળા સંસારની રમણી નાયક રૂપ
એ ત્યાગી ત્યાગ્યુ બધું કેવળ શોક સ્વરૂપ.
સ્ત્રી સાથે રમણ કરવામાં સુખ છે એવી બુદ્ધિ તે સંસારનું મૂળ કારણ છે. જગતમાં મૂળ રાગ સ્ત્રીના
વિષયનો હોય છે. એનામાં પણ સુખ બુદ્ધિ જેણે છોડી દીધી છે ને તે તરફના રાગમાં પણ જેને સુખ બુદ્ધિ નથી
તેણે જગતના પદાર્થોના કારણે રાગ થાય એવી માન્યતા છોડી દીધી છે અને તે કેવળ ઉદાસીન રૂપ જ્ઞાતાદ્રષ્ટા
છે. ખરેખર રમણી સંસારનું કારણ નથી. પણ રમણી સાથેના વિષયમાં સુખ છે, એવી માન્યતા જ સંસારનું
મૂળ છે. જ્ઞાનીને લક્ષ્મી વગેરે પર ચીજને કારણે તો રાગ થવાની માન્યતા નથી પણ અસ્થિરતાથી રાગ થાય
તેને પણ પોતાનું સ્વરૂપ જાણતા નથી. પર વસ્તુ મને હિતકાર નથી એવા ભાનપૂર્વક જેણે ઘણો રાગ છોડયો
છે. અને બાકી રહેલો અલ્પ રાગ છોડવાનો છે. તેણે બધું ત્યાગ્યું એમ કહ્યું છે.
એક વિષયને જીતતા જીત્યો સબ સંસાર
નૃપતિ જીતતાં જીતીએ દળ–પુર નેઅધિકાર
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે સિવાય બીજા બધા પદાર્થો તે મારું ધ્યેય નથી. ચૈતન્ય સ્વભાવને જ્ઞાનનો
વિષય કરીને જેણે પર સાથેનો વિષય છોડી દીધો છે. રાગ થાય તેને ધ્યેય માનતા નથી. પરવસ્તુને ધ્યેય
માનતા નથી–તેણે આખો સંસાર જીતી લીધો. એકલા અબ્રહ્મને જ જીતવાની વાત નથી પણ એક તરફ
ચૈતન્ય તે સ્વવિષય અને બીજી તરફ આખો સંસાર તે પરવિષય છે. જગતનો કોઈ પર વિષય મને સુખરૂપ
નથી. એવા ભાન પૂર્વક જેણે એક વિષય જીત્યો તેણે આખો સંસાર જીતી લીધો છે. જેમ રાજાને જીતતાં લશ્કર
વિ. જીતાય જાય છે, તેમઆત્મ સ્વભાવના ભાનપૂર્વક જેને વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. તેનો સમસ્ત
સંસાર નાશ થઈ જાય છે.
વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન
લેશ મદિરા પાનથી છાકે જ્યમ અજ્ઞાન.
પરવિષયમાં સુખ છે એવી બુદ્ધિ તે અજ્ઞાન ભાવના અંકુરો છે. તેમાંથી અનંત સંસારનું ઝાડ ફેલાશે.
ચૈતન્યમાં શાંતિ છે તેને ચુકીને પરમાં જે સુખ માને છે, તેને ચૈતન્યનું જ્ઞાન ને ધ્યાન થતું નથી.
ચૈતન્યને ચુકીને પરવિષયમાં જેણે સુખ માન્યું છે તેને આત્માનું સાચું જ્ઞાન નથી. આત્માના
જ્ઞાનવગર આત્માનું ધ્યાન પણ નહિ. જ્ઞાની પરમાં સુખ માનતા નથી. જ્ઞાનસ્વભાવી આત્મામાં જ મારૂં સુખ
છે, એવું તેને ભાન છે. તે મોક્ષના અંકુર છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિ હોવાથી તેને વિષયનો અંકુર
વધારવાની ભાવના છે, જ્ઞાનીને સ્વભાવના ભાનમાં ક્ષણે ક્ષણે રાગ ઘટતો જાય છે કે રાગની ભાવના નથી
ને વિષયમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને રાગની વૃદ્ધિ થશે એટલે રાગ રહિત સ્વભાવનું જ્ઞાન ટળશે ને
વિષયમાં અંકુરની વૃદ્ધિ થશે. પણ ચૈતન્યમાં એકાગ્રતા નહિ થાય. જેમ મદિરાપાનથી અજ્ઞાન થાય છે ને
માતાને પણ સ્ત્રી કહેવા માંડે છે તેમ અજ્ઞાની પરમાં સુખ માનીને વિષયોનો રાગ કરે છે. એટલે તેનો રાગ તે
વિષયનો અંકુર છે તેમાંથી સંસારનું ઝાડ થશે. જ્ઞાનીને રાગ થાય તે અસ્થિરતાનો છે. તે સંસારનું કારણ
નથી. તેને સમ્યક્જ્ઞાનનો અંકુર ફાલીને કેવળજ્ઞાન થાય છે.

PDF/HTML Page 29 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧પ :
જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાઈ
ભવ તેનો લવ પછી રહે તત્ત્વવચન એ ભાઈ.
હે! ભાઈ આત્મભાન વગર તો અનંતવાર નવ વાડે શિયળ પાળ્‌યું. પણ તે ‘વિશુદ્ધ’ નથી.
આત્મસ્વરૂપના ભાન સહિત જે નવ વાડે બ્રહ્મચર્ય પાળે છે તેને પછી અલ્પ ભવ જ રહે છે. આવું તત્ત્વ વચન
છે. રાગરહિત સ્વભાવના ભાનપૂર્વક સ્ત્રી આદિ પ્રત્યેના રાગને જે ટાળે છે, ને સુખદાયક શિયળ પાળે છે,
તેને અલ્પ ભવજ બાકી છે એ તત્ત્વવચન છે.
સુંદર શિયળ સુરત્તરુ મન વાણી ને દેહ
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ
સ્વભાવના ભાન સહિત રાગને છેદ્યો તે કલ્પવૃક્ષ સમાન છે. આત્માને સમજીને જે બ્રહ્મચર્ય પાળશે તે
નરનારી અનુક્રમે અનુપમ એવા સિધ્ધપદને પામશે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિકજ્ઞાન
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ૭
મતિમાન એમ સંબોધન કર્યું છે. એટલે રાગ રહિત આત્માના લક્ષે જે બ્રહ્મચર્ય પાળે છે તે
આત્મજ્ઞાનની પાત્રતાને સેવે છે.
ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ
(પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાંથી)
‘બ્રહ્મ’ એટલે આત્માનો સ્વભાવ–તેમાં–ચરવું પરિણમવું–લીન થવું–તે બ્રહ્મચર્ય છે. વિકાર અને પરના
સંગ રહિત આત્મસ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહિ. લૌકિક બ્રહ્મચર્ય તે શુભરાગ છે,
ધર્મ નથી, અને ઉત્તમ બ્રહ્મચર્ય તે ધર્મ છે, રાગ નથી. શુદ્ધ આત્મસ્વભાવની રુચિ વગર વિષયોની રુચિ છુટે
નહિ. મારા સ્વભાવમાંથી જ મારી સુખદશા પ્રગટે છે, મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા નથી.
એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટતી નથી. બહારમાં વિષયો છોડે પણ
અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી, સ્ત્રી–ઘરબાર છોડીને ત્યાગી થઈ જાય, અશુભભાવ
છોડીને શુભ કરે, પરંતુ તે શુભભાવમાં જેને રુચિ અને ધર્મબુદ્ધી છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી.
શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતાબુદ્ધિ તે જ અબ્રહ્મ પરિણતિ છે, અને વિકાર રહિત શુદ્ધ આત્મામાં
પરિણામની એક્તા તે જ બ્રહ્મ પરિણતિ છે. એ જ પરમાર્થ બ્રહ્મચર્ય ધર્મ છે.
અહીં સમ્યગ્દર્શન પૂર્વક મુનિની ચારિત્રદશાના બ્રહ્મચર્યની વાત છે. જગતના સર્વ વિષયોથી ઉદાસીન
થઈને આત્મસ્વભાવમાં ચર્ચા પ્રગટી છે તે જ બ્રહ્મચર્ય છે અને તેના ફળમાં તેમને પરમાત્મપદ મળ્‌યે જ
છૂટકો. સ્વભાવમાં એક્તા કરી અને પરથી નિરપેક્ષ થયા ત્યાં જે વીતરાગભાવ પ્રગટ્યો તે બ્રહ્મચર્યધર્મ છે.
અહીં શ્રી પદ્મનંદિ મુનિરાજ બ્રહ્મચર્યધર્મનું વર્ણન કરે છે. –
यत्संगाधारमेतच्चलति लघु य यत्तीक्ष्णदुःखौघधारं
मृत्पिण्डीभूतभूतं कृत बहुविकृति भ्रान्ति संसारचक्रम्।
ता नित्यं यन्मुमुक्षुर्यतिरलमतिः शान्तमोह प्रपश्यते–
ज्जामी पुत्रीः सावित्रीरिवहरिणहशस्तत्परं ब्रह्मचर्यम्।। १०४।।
આ શ્લોકમાં ‘अमलमति’ શબ્દ ઉપર વજન છે. અમલમતિ એટલે પવિત્ર જ્ઞાન–સમ્યગ્જ્ઞાન. જેને
સમ્યક્જ્ઞાન થયું છે એવા આત્માઓ કદાપિ સ્ત્રી આદિમાં સુખબુદ્ધિ ન કરે. આત્મામાં એકાગ્ર રહેનારા મુમુક્ષુઓ
અને મુનિઓ કદી સ્ત્રીનો સંગ પરિચય ન કરે. સ્ત્રી આદિ વિષયોમાં સુખબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે, તેથી
અહીં આચાર્યદેવ કહે છે કે જેમ કુંભારના ચાકનો આધાર ખીલી છે અને તે ચાક ઉપર રહેલા માટીના પિંડના
અનેક આકાર થાય છે તેમ આ સંસારરૂપી ચાકનો આધાર સ્ત્રી છે અને સંસારમાં જીવ અનેક પ્રકારના વિકાર
કરીને ચાર ગતિમાં રખડે છે. મોક્ષાભિલાષી જીવ સમ્યગ્જ્ઞાન પૂર્વક વિષયોની રુચિ છોડીને તે સ્ત્રીઓને માતા
સમાન, બહેન સમાન કે પુત્રી સમાન જાણે છે તેને જ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું પાલન થાય છે. જેની નિર્મળ બુદ્ધિ
થઈ છે અને જેનો મોહ શાંત થઈ ગયો છે એવા બ્રહ્મચારી આત્માઓ કદાપિ સ્ત્રીસંગ ન કરે.
ઉપદેશમાં નિમિત્તની મુખ્યતાથી વચનો આવે, ત્યાં તેનો સાચો ભાવાર્થ સમજી લેવો જોઈએ. અહીં

PDF/HTML Page 30 of 38
single page version

background image
: ૧૬ : : બ્રહ્મચર્ય અંક :
સ્ત્રીને સંસારનો આધાર કહ્યો–તે નિમિત્તની અપેક્ષાથી છે, ખરેખર સ્ત્રી કાંઈ જીવને રખડાવતી નથી પણ
પોતાના સ્વભાવથી ખસીને સ્ત્રીની સુંદરતામાં અને વિષયમાં જીવને રુચિ થઈતે મિથ્યાત્વ પરિણતિ છે અને
તે જ સંસારનો આધાર છે. સ્વભાવની અપેક્ષા ને પરની ઉપેક્ષા તે બ્રહ્મચર્ય છે, ને તે મોક્ષનો આધાર છે.
સમ્યગ્દર્શન પહેલાં પણ જિજ્ઞાસુ જીવોને વિષયોની મીઠાસ છૂટીને બ્રહ્મચર્યનો પ્રેમ હોય છે. જેને અંતરમાં
વિષયોની મીઠાશ પડી છે, તે જીવને ચૈતન્યતત્ત્વની પ્રીતિ નથી. ચૈતન્યનો સહજાનંદ વિષયરહિત છે. તે
સહજ–આનંદમય ચૈતન્ય સ્વરૂપની રુચિ છૂટીને જેને ઈન્દ્રાણી વગેરે પ્રત્યેના રાગમાં મીઠાશ આવે છે તે જીવ
મિથ્યાદ્રષ્ટિ છે. નિમિત્તોની ઊપેક્ષા કરી સ્વભાવમાં એક્તા કરવી તે બ્રહ્મચર્ય છે. તે મુક્તિનું કારણ છે; અને
આત્માને નિમિત્તોની અપેક્ષા છે એવી પરાશ્રિતદ્રષ્ટિ તે વિષય છે અને તે સંસારનું કારણ છે.
આત્મસ્વભાવના ભાન વગર સ્ત્રી છોડીને બ્રહ્મચર્ય પાળે તો તે પુણ્યનું કારણ છે. પણ તે ઉત્તમ
બ્રહ્મચર્ય ધર્મ નથી, વિષયોમાં સુખબુદ્ધિ અથવા નિમિત્તની અપેક્ષાનો ઉત્સાહ ને સંસારનું કારણ છે. અહીં જેમ
પુરુષને માટે સ્ત્રીને સંસારનું કારણરૂપ કહી છે તેમ સ્ત્રીઓને પણ પુરુષની રુચિ તે સંસારનું કારણ છે.
આચાર્યદેવ કહે છે કે જો આ જગતમાં સ્ત્રી ન હોત તો સંસાર ન હોત એટલે કે જો જીવની દ્રષ્ટિ સ્ત્રી
આદિ નિમિત્ત ઉપર ન હોત તો તેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોત, ને સ્વભાવદ્રષ્ટિ હોત તો સંસાર ન હોત.
સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવનો આનંદ પ્રગટ્યા વગર રહે નહિ, સ્વભાવદ્રષ્ટિ છોડીને મિથ્યાત્વથી સ્ત્રી આદિમાં
સુખ માન્યું ત્યારે સ્ત્રીને સંસારનું કારણ કહેવાયું. સ્ત્રી આદિ નિમિત્તના આશ્રયે રાગ કરીને એમ માને કે
“આમાં શું વાંધો છે?” અથવા તો ‘આમાં સુખ છે’ એમ માનનાર જીવ સ્વભાવનો આશ્રય ચૂકીને સંસારમાં
રખડે છે, આત્માનો શુદ્ધ ઉપાદાન સ્વભાવ તો પરમ આનંદનું કારણ છે; પણ તેને ભૂલીને નિમિત્તનો આશ્રય
કર્યો તેથી તે નિમિત્તને જ સંસારનું કારણ કહ્યું છે. એ ક્ષણિક સંસારભાવ જીવ સ્વભાવના આધારે થતા
નથી–પણ નિમિત્તના આધારે થાય છે. એમ બતાવવા માટે સ્ત્રીને સંસારનો આધાર કહ્યો છે. જેમ નાની
ખીલીના આધારે ચાક ઘૂમે છે તેમ પોતાની પરિણતિમાં ઊંડે ઊંડે પરાશ્રયમાં સુખ માને છે તે માન્યતારૂપી
ધરી ઉપર જીવ અનંત પ્રકારના સંસારમાં ભમે છે, જીવના સંસાર ચક્રની ધરી મિથ્યાત્વ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે:–
“આ સઘળા સંસારની રમણી નાયક રૂપ,
એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ;”
એ તો નિમિત્તની અપેક્ષાએ વાત છે. ખરેખર સ્ત્રી સંસારનું કારણ નથી. પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગી
સાધુ થઈને સ્ત્રીનો સંગ છોડ્યો અને બ્રહ્મચર્યવ્રત પાળ્‌યું છતાં કલ્યાણ થયું નહિ. પોતાના સ્વભાવનો આશ્રય
ચૂકીને નિમિત્તનો–પુણ્યનો–વ્યવહારનો આશ્રય માન્યો તે જ મૈથુન છે; પુણ્ય–પાપ ભાવોની રુચિ તે જ મહાન
ભોગ છે. તેને બહારમાં સંયોગ કદાચ ન દેખાય પણ અંતરમાં તો ક્ષણેક્ષણે વિકારનો ભોગવટો કરે છે.
પૂર્ણ વીતરાગી બ્રહ્મચર્યદશા પુરુષને જ હોઈ શકે છે તેથી પુરુષની મુખ્યતાથી કથન છે. સ્ત્રીને પાંચમા
ગુણસ્થાન સુધીની દશા હોય છે, વિશેષ ઊંચી દશા હોતી નથી. પંચ પરમેષ્ઠી પદમાં તેનું સ્થાન નથી; તેથી
શાસ્ત્રોમાં તેની વાત મુખ્યપણે હોતી નથી. પણ ગૌણપણે તેની ભૂમિકા મુજબ સમજવું. સ્ત્રીને માટે પુરુષના
સંગની રુચિ તે સંસારનું કારણ છે.
શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, તે નવ વાડ તેવા પ્રકારના રાગથી બચવા માટે છે “પર દ્રવ્ય
પણ નુકશાન કરે છે” એમ બતાવવા માટે કહ્યું નથી. આપણા ભાવ શુદ્ધ છે ને પરદ્રવ્ય તો નુકશાન કરતું નથી
માટે બ્રહ્મચર્યની વાડનો ભંગ કરવામાં બાધા શું? સ્ત્રી આદિના પરિચયમાં શું વાંધો છે’ આવા કુતર્કથી જો
રુચિપૂર્વક બ્રહ્મચર્યની વાડ તોડે તો તે જીવ જિનઆજ્ઞાનો ભંગ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે ‘પરદ્રવ્ય નુકશાન કરતું
નથી માટે બ્રહ્મચર્યની વાડનો ભંગ કરવામાં બાધ શું છે!’ એટલે કે સ્વદ્રવ્યનું અવલંબન છોડીને પરદ્રવ્યને
અનુસરવામાં બાધ શું છે? આવી બુદ્ધિવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. હે સ્વચ્છંદી! પરદ્રવ્ય નુકશાન કરતું નથી એ
વાત તો એમ જ છે, પરંતુ એ જાણવાનું પ્રયોજન તો પરદ્રવ્યથી પરાઙમુખ થઈને સ્વભાવમાં વળવાનું હતું કે
પરદ્રવ્યને સ્વચ્છંદપણે અનુસરવાનું હતું? જેમ પરદ્રવ્ય નુકશાન કરતું નથી તેમ પરદ્રવ્યથી તને લાભ પણ
થતો નથી–આમ સમજનારને પરના સંગની ભાવના જ કેમ હોય? પરથી

PDF/HTML Page 31 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧૭ :
નુકશાન નથી માટે પરનો સંગ કરવામાં બાધ નથી આવી જેની ભાવના છે તે સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે, તે
તત્ત્વને સમજ્યો નથી. જે તત્ત્વજ્ઞાન વીતરાગતાને પોષે છે તે તત્ત્વજ્ઞાનની ઓથે સ્વચ્છંદી જીવ પોતાના
રાગને પોષે છે, તેને કદી તત્ત્વજ્ઞાન સાચું પરિણમતું નથી. ‘અહો! મારા આત્માને પરથી કાંઈ લાભ કે
નુકશાન નથી’ એમ સમજતાં તો પરની ભાવના છૂટીને સ્વભાવની ભાવના થાય, તેને બદલે, જેને
સ્વભાવની ભાવના ન થઈને પરના સંગની રુચિ થઈ–તે મિથ્યાદ્રષ્ટિ છે, વીતરાગ માર્ગથી ભ્રષ્ટ છે, તેણે
વિકારને વિઘ્નકારક માન્યો નથી. પહેલાં તો સ્ત્રી આદિના સંગથી પાપ માનીને તેનાથી ભયભીત રહેતો, અને
હવે તો પરથી નુકશાન નથી એમ માનીને ઊલટો નિઃશંકપણે રાગના પ્રસંગમાં જોડાઈને સ્વચ્છંદને પોષે છે.
તેવા જીવને વિકાર અને સ્વભાવનું ભેદજ્ઞાન કરવાનો મહિમા નથી. તેનામાં સત્ સમજવાની કે સાંભળવાની
પણ પાત્રતા નથી.
જ્ઞાનમૂર્તિ ચૈતન્ય સ્વભાવના ભાનપૂર્વક જે નવ વાડ છે તે તેવા પ્રકારના અશુભ રાગનો અભાવ
બતાવે છે. બ્રહ્મચારી જીવને તેવા પ્રકારનો અશુભરાગ સહેજે ટળી ગયો હોય છે. બ્રહ્મચારી હોય અને સ્ત્રીના
પરિચયનો ભાવ આવે એમ બને નહિ. કોઈ જીવ બ્રહ્મચર્યની વાડ તોડીને સ્ત્રીનો સંગ પરિચય કરે, તેની
સાથે એકાંત વાસ સેવે અને એમ કહે કે ‘હું તો બ્રહ્મચર્યની પરીક્ષા કરું છું!’ તો એવો જીવ પરાશ્રયની
રુચિથી સંસારમાં રખડશે. હે ભાઈ! તને સ્ત્રીનો પરિચય કરવાની હોંશ થઈ ત્યાં જ તારી પરીક્ષા થઈ ગઈ છે
કે તને બ્રહ્મચર્યનો ખરો રંગ નથી, તારે પરીક્ષા કરવી હોય તો સ્વભાવના આશ્રયે કેટલો વીતરાગભાવ ટકે
છે તે ઉપરથી પરીક્ષા કર.
અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક મુનિઓને કેવું ઉત્તમ બ્રહ્મચર્ય હોય તેની ઉત્કૃષ્ટ વાત છે. ખરેખર તો
વીતરાગ ભાવ તે જ ધર્મ છે, પણ તેની પૂર્વે નિમિત્તરૂપે બ્રહ્મચર્યનો શુભ રાગ હતો તેને છોડીને વીતરાગભાવ
થયો એમ બતાવવા તે વીતરાગભાવને ઉતમ બ્રહ્મચર્ય ધર્મ કહ્યો છે. મુનિરાજને જ્યારે શુદ્ધોપયોગમાં
રમણતા ન રહે અને વિકલ્પ ઊઠે ત્યારે બ્રહ્મચર્ય વગેરે પંચ મહાવ્રત પાળે છે; તે વખતે કદાચ સ્ત્રી તરફ લક્ષ
જાય તો કોઈ અશુભવૃત્તિ ન થતાં તે પ્રત્યે માતા, બહેન કે પુત્રી તરીકેનો વિકલ્પ થાય અને તે શુભ
વિકલ્પનો પણ નિષેધ વર્તતો હોય છે. તેથી ત્યાં પણ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ છે. સ્ત્રી આદિ પરના લક્ષે જે વિકલ્પ
ઊઠ્યો છે તે તો રાગ છે, તે પરમાર્થે બ્રહ્મચર્ય નથી, પણ ત્રિકાળી શુદ્ધ સ્વભાવની રુચિના જોરે તે સ્ત્રી આદિ
તરફના વિકલ્પની રુચિ ઉડાડતો વિકલ્પ થયો છે તેથી તેને બ્રહ્મચર્ય કહેવાય છે અને તે વિકલ્પ પણ છેદીને
સાક્ષાત્ વીતરાગભાવ પ્રગટાવે તે પરમાર્થે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે, તે કેવળજ્ઞાનનું સાક્ષાત્ કારણ છે.
સ્વભાવદ્રષ્ટિ છોડીને જેણે સ્ત્રીમાં જ સુખ માન્યું છે તેને અનંત સંસારનું ભ્રમણ થાય છે, અને તેને
માટે સ્ત્રી જ સંસારનું કારણ છે એમ કહેવામાં આવે છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થદશામાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ હતા
અને હજારો રાણીઓ હતી છતાં તેમાં સુખની માન્યતા સ્વપ્નેય ન હતી; તેમ જ તેમાં જે રાગ હતો તેને પણ
પોતાનું સ્વરૂપ માનતા નહિ. તેથી સ્વભાવદ્રષ્ટિના જોરે તે રાગ છોડીને ત્યાગી થઈ તે જ ભવે કેવળજ્ઞાન
અને મુક્તિ પામ્યા.
એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે એવી જે બે પદાર્થના સંબંધની બુદ્ધિ તે વ્યભિચારિણી બુદ્ધિ છે,
તે મિથ્યાત્વ છે, તે જ અબ્રહ્મચર્ય છે અને તે જ ખરેખર સંસારપરિભ્રમણનો આધાર છે. જેને એક પણ અન્ય
દ્રવ્યની સાથે સંબંધની વૃત્તિ છે તેને ખરેખર બધાય પદાર્થોમાં એકત્વબુદ્ધિ રહેલી છે, તેને ભેદજ્ઞાન નથી, અને
ભેદજ્ઞાન વગર બ્રહ્મચર્ય ધર્મ હોતો નથી માટે, આચાર્યદેવ કહે છે કે, સ્વ પરનું ભેદજ્ઞાન કરીને સ્ત્રી આદિમાં
સુખ કિંચિત્ નથી એમ સમજીને બ્રહ્મચારીસંતો–મુમુક્ષુઓએ સ્ત્રી આદિ સામું જોવું નહિ, તેનો પરિચય–સંગ
કરવો નહિ. સર્વ પર દ્રવ્યો તરફની વૃત્તિ તોડીને સ્વભાવમાં સ્થિરતાનો અભ્યાસ કરવો.
હવે આચાર્યદેવ વીતરાગી બ્રહ્મચારી પુરુષોનો મહિમા બતાવે છે–
આચાર્યદેવ પુણ્ય અને પવિત્રતાને જુદાં પાડીને સમજાવે છે. આ સંસારમાં જેને સ્ત્રીઓ ચાહે તેવું
સુંદર રૂપ છે તે પુણ્યવંત છે; પરંતુ એવા પુણ્યવંતો–ઈન્દ્રો, ચક્રવર્તીઓ વગેરે–પણ, જેમના હૃદયમાં સ્ત્રી સંબંધી
જરા પણ વિકલ્પ નથી એવા વીતરાગી સંતના ચરણમાં શિર ઝુકાવી ઝુકાવીને નમસ્કાર કરે છે. માટે પુણ્ય
કરતાં પવિત્રતા જ શ્રેષ્ઠ છે. તેથી જીવોએ પુણ્યની અને તેના ફળની–સ્ત્રી આદિની–રુચિમાં ન રોકાતાં
આત્માના વીતરાગી સ્વભાવનાં રુચિ અને મહિમા કરવાં જોઈએ.

PDF/HTML Page 32 of 38
single page version

background image
: ૧૮ : : બ્રહ્મચર્ય અંક :
જે પુરુષનું શરીર રૂપાળું છે તેનો સ્ત્રીના હૃદયમાં વાસ છે અને તે પુણ્યવંત છે. પણ એવા
પુણ્યવંતો ય પવિત્રતા પાસે નમી જાય છે. જેમના હૃદયમાં સ્ત્રીઓ સ્વપ્ને પણ વાસ કરતી નથી, સ્ત્રી
સંબંધી જેને વિકલ્પ નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ
થયા છે તે પુરુષો જ આ જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઈન્દ્રો અને ચક્રવર્તી વગેરે મોટા
પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે.
સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–
ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
ઈન્દ્રાણી ઈન્દ્રને ચાહે છે, પદ્મિણી સ્ત્રી (સ્ત્રી રત્ન) ચક્રવર્તીને ચાહે છે, એ રીતે સ્ત્રીઓ
પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતને જગતના જીવો શ્રેષ્ઠ માને છે. પરંતુ તે ચક્રવર્તી વગેરે પુણ્યવંત
પુરુષો પણ મુનિરાજ વગેરે પવિત્ર પુરુષોને નમી પડે છે, માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા
યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
પૂર્વના પુણ્ય ઊંચાં? કે વર્તમાનમાં સ્વભાવનો આશ્રય કરીને પુણ્યનો વિકલ્પ તોડી નાખ્યો છે
તે ઊંચો? અહીં આચાર્યદેવ એમ બતાવે છે કે જેણે આત્માના સ્વભાવનો આશ્રય કરવાનો પુરુષાર્થ
કર્યો છે તે જ શ્રેષ્ઠ છે, પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે
આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી,
પણ પુણ્યને તરણાં તુલ્ય જાણીને અને સ્ત્રી પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા
પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને
સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ચૈતન્યરૂપી જહાજમાં ચડીને તેઓ સંસાર સમુદ્રનો પાર પામી રહ્યા છે એવા સંતોના ચરણમાં
ઈન્દ્રો–ચક્રવર્તીઓ પણ નમસ્કાર કરે છે, તે સંતોને સ્વભાવની લીનતાથી પર તરફનો રાગ જ તૂટી
ગયો છે, તેનું જ નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે
ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
પુણ્ય અને તેનાં ફળ તો નાશવાન છે અને વર્તમાનમાં પણ આકુળતા–દુઃખનાં કારણો છે, પુણ્ય
રહિત આત્મસ્વભાવ ધ્રુવ છે, તેના આશ્રયે જે બ્રહ્મચર્ય પ્રગટ્યું તે જ પ્રશંસનીય છે, પુણ્ય પ્રશંસનીય
નથી. બ્રહ્માનંદ આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષ રૂપી સ્ત્રીને સાધે છે.
પુણ્યવંતને તો જેટલો કાળ પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે. પણ ચૈતન્યના
આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે. તેને મોક્ષરૂપી સ્ત્રીની સદા કાળ પ્રાપ્તિ રહે છે અને ઈન્દ્ર વગેરે
સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાં જ,
આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી એમ સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન
કરવું તે ધર્મ છે.
અહીં ઉત્તમ બ્રહ્મચર્યધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
* * *

PDF/HTML Page 33 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૧૯ :
આ પ્રસંગે બહેનોના વાલીઓએ જુદી જુદી સંસ્થામાં જે
રકમો આપવાનું જાહેર કર્યું તે નીચે પ્રમાણે છે.
*
સુરેન્દ્રનગરવાળા ભાઈશ્રી જગજીવનભાઈ ચતુરભાઈ બોરસદવાળા શ્રી કેશવલાલ મહીજીભાઈ તરફથી તેમની
તરફથી તેમનાં સુપુત્રી સુશીલાબેનની બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સુપુત્રી પદ્માબેનની બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે–
નિમિત્તે આપેલ.
૧૦૦૧/ જિનમંદિરની આરસની દેરીમાં. પ૦૧/ જિનમંદિરની આરસની દેરીમાં
૨પ૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રયમાં. ૧૦૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં
૧૦૧/ જૈન અતિથિ સેવા સમિતિમાં. ૬૦૨/
૧૩પ૩/ બરવાળાવાળા શ્રી ભાઈલાલ પુરુષોત્તમદાસ તરફથી
૬૭/ શ્રી જગજીવનભાઈના મોટી દીકરી મરઘાબેન તરફ ભાઈ ચીમનલાલ ભાઈલાલની સુપુત્રી ઈન્દુબેનની
થી જિનમંદિરમાં. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે:–
૬૭/ શ્રી જગજીવનભાઈના જમાઈ ધીરજલાલ નાથાલાલ ૧૦૧/ જિનમંદિરની આરસની દેરીમાં.
તરફથી જિનમંદિરમાં ૧૦૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રયમાં.
૬૭/શ્રી જગજીવનભાઈની દીકરી લીલાવંતીબેન તરફથી ૨૦૨
જિનમંદિરમાં ૧૦૧/ ઈન્દુબેનના મામા અંબાલાલ શાંતિલાલ
૬૭/ શ્રી જગજીવનભાઈના મોટાભાઈ શ્રી ફુલચંદભાઈ તરફથી કુમારિકા બ્રહ્મચર્ય આશ્રયમમાં
ચતુરભાઈ તરફથી જિનમંદિરમાં. ધ્રાંગધ્રાવાળા શ્રી છોટાલાલ ડામરદાસ તરફથી
પ૧/ શ્રી જગજીવનભાઈનાં સગાં સંબંધી તરફથી જિન તેમના સુપુત્રી ચંદ્રાબેન તથા પુષ્પાબેનની
મંદિરમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે–
૧૦૧/ શ્રી રતિલાલ લક્ષ્મીચંદ તરફથી જિનમંદિરમાં. ૩૦૧/ જિનમંદિરની દેરીમાં.
રાજકોટવાળા ભાઈ શ્રી ખીમચંદ જેઠાલાલ તરફથી ૨પ૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં
તેમની સુપુત્રી ભાનુબેનની બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે– પપ૨/
૧૦૦૧/ શ્રી જિનમંદિરની દેરીમાં. સાવરકુંડલાવાળા શ્રી જગજીવન બાઉચંદ તરફ
પ૦૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં તેમના સુપુત્રી બેન ઉષાબેનના બ્રહ્મચર્ય
૨૦૦૧/ જૈન વિદ્યાર્થી ગૃહમાં સોનગઢ. પ્રતિજ્ઞા નિમિત્તે.
૩પ૦૩/ પ૦૧/ જિનમંદિરની દેરીમાં
૨પ૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં
૧૦૧/ જૈન અતિથિ સેવા સમિતિમાં.
૮પ૩/

PDF/HTML Page 34 of 38
single page version

background image
૧૦૧/ શ્રી બાઉચંદ ગોપાલજી તરફથી કુમારિકા બ્રહ્મચર્ય સોનગઢવાળા શ્રી હીરાચંદ ત્રિભોવનદાસ તરફથી તેમનાં
આશ્રમમાં સુપુત્રી જશવંતીબેનના બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે હા.
નાગનેશવાળા શ્રી છોટાલાલ નારણદાસ ઝોબાળિયા કનૈયાલાલભાઈ
તરફથી ભાઈ હિંમતલાલના સુપુત્રી બેન જસવંતીના ૨૦૧/ જિનમંદિરમાં.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે. ૧૦૧/ જૈન અતિથિ સેવા સમિતિમાં.
૭પ૧/ જિનમંદિરમાં. પ૦/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં.
૨પ૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં. ૨પ/ બ્રહ્મચારી ભાઈઓના આશ્રમમાં.
૧૦૧/ જૈન અતિથિ સેવા સમિતિમાં. ૨પ/ વિદ્યાર્થી ગૃહ–સોનગઢ.
૧૦૦૧/ જૈન વિદ્યાર્થી ગૃહ–સોનગઢમાં. ૪૦૨/
૨૧૦૪/ જામનગરવાળા શ્રી રમણિકલાલ પોપટલાલ તરફથી
જોડીયાવાળાભાઈ શ્રી શાંતિલાલ ગિરધરલાલ તરફથી તેમના ભત્રીજી બેન ચંદ્રપ્રભા તથા જસવંતી બેનના
તેમના સુપુત્રી સુશીલાબેનના બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે.
૯પ૧/ જિનમંદિરની દેરીમાં. પ૧/ જિનમંદિરમાં.
૪પ૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં. ૨પ/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં.
૧૪૦૨/ ૭૬/
વઢવાણવાળા શ્રી ધરમશી હરજીવન મણીઆર તરફથી
જમશેદપુરવાળા શ્રી શીવલાલ ત્રીભોવનદાસ તરફથી
તેમનાં સુપુત્રી લલીતાબેનના બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે તેમનાં સુપુત્રી વસંતબેનના બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા નિમિત્તે
૬૭/ શ્રી જિનમંદીરમાં ૧૦૧/ જિનમંદિરની દેરીમાં.
૪૧/ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં. ૧૦૧/
૧૦૮/ ૧૦૧/ બેનહેમકુંવર નરભેરામ કામાણી તરફથી કુમારિકા
બ્રહ્મચર્ય આશ્રમમાં.
* * *
દિગંબર જૈન કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમના ફંડની વિગત
સોનગઢમાં શ્રી દિગંબર જૈન કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમની ૧૦૦૦/ શેઠ શ્રી કાળીદાસ રાઘવજી, સોનગઢ.
સ્થાપના સં. ૨૦૦પ ના કારતક સુદ ૧૩ ના રોજ છ પ૦૦/ જડાવબેન નાનાલાલ, હરકુંવરબેન બેચરલાલ,
કુમારીકા બેનોના બ્રહ્મચર્ય પ્રસંગે થઈ હતી. શિવકુંવરબેન મોહનલાલ
સંવત ૨૦૧૨ ના ભાદરવા સુદ પ ને રવિવાર તા. ૨પ૧/ શેઠ શ્રી જગજીવન ચતુરભાઈ, સુરેન્દ્રનગર
૯–૯–પ૬ ના રોજ સોનગઢની ચૌદ કુમારિકા બેનોએ પ૦/” ” હીરાચંદ ત્રીભોવન, સોનગઢ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, તે પ્રસંગે શ્રી દિગંબર જૈન ૨પ૧/” ’ મુંબઈ મુમુક્ષુ મંડળ, મુંબઈ
કુમારિકા બ્રહ્મચર્યાશ્રમમાં નીચે મુજબ રકમો ભેટ આવી પ૦૧/” ખીમચંદ જેઠાલાલ સોનગઢ
છે, તેની નોંધ:– ૨પ૧/” બાઉચંદ જાદવજી સાવરકુંડલા

PDF/HTML Page 35 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૨૧ :
૧૦૧/ શેઠ શ્રી બાઉચંદ ગોપાળજી– સાવરકુંડલા ૧૦૧/ મુમુક્ષુ મંડળ–ગોંડળ
૨પ૧/ શ્રી રાજકોટ મુમુક્ષુ મંડળ–રાજકોટ ૩૦/ મયાભાઈ જેસંગભાઈ–મુંબઈ
પ૧/ શ્રી ઉમરાળા મુમુક્ષુ મંડળ–ઉમરાળા ૧૦૧/ નાનચંદ ભગવાનજી ખારા–મુંબઈ
૨પ/ શ્રી વસંતલાલ વૃજલાલ પારેખ–રાજકોટ પ૧/ ભીખાલાલ મગનલાલ–દેહગામ
૧૦૧/ શ્રી જેકુંવરબેન ખુશાલચંદ કોઠારી–મુંબઈ પ૧/ કામદાર પરસોતમ શીવલાલ–ભાવનગર
૨પ/ દોશી શાંતિલાલ ખીમચંદ–ભાવનગર ૧૦૧/ મુમુક્ષુ મંડળ–લીંબડી
૧૦૧/ શ્રી રાણપુર મુમુક્ષુ મંડળ ૧૦૧/ મુમુક્ષુ મંડળ–મોરબી
હા. શેઠ પ્રેમચંદ મગનલાલ–રાણપુર ૧૦૧/ કોઠારી ભુરાલાલ ભુદરજી–પોરબંદર
૨૧/ મોદી ચીમનલાલ ઠાકરશી–મુંબઈ ૧૦૧/ કુસુંબાબેન ભુરાભાઈ–પોરબંદર
પ૧/ હીરાલાલ એસ. દોશી ૧૦૧/ મુમુક્ષુ મંડળ–વાંકાનેર
હ. બાલચંદભાઈ–અમદાવાદ ૧૦૧/ મહીલાલજી સરૈયા–મુંબઈ
૨પ/ શેઠશ્રી રતિલાલ કાળીદાસ–દામનગર ૧૦૧/ મુમુક્ષુ મંડળ–લાઠી
૧૦૧/ શ્રી મનવંતલાલ શાંતિલાલની કાું. ૧૦૧/ હસમુખલાલ ચંદુલાલ–રાજકોટ
અમદાવાદ. ૧૦૧/ બ્ર. બેન ઈન્દુમતીના મામા અંબાલાલ
૨પ/ દોશી જયંતિલાલ બેચરદાસ–સાવરકુંડલા ગાંધી.
૨પ/ મીસ્ત્રી માવજી કાળીદાસ–સોનગઢ ૨પ/ બ્ર. બેન ચંદ્રિકા ને બ્ર. બેન જસવંતીના
૧પ/ ભાઈ કાન્તિલાલ હરિલાલ–મુંબઈ સગાં હ.. ગુલાબબેન
૨પ/ છોટાલાલ મોહનલાલ કામદાર– ૧૦૧/ તંબોલી ફુલચંદ પુરુષોત્તમ–જામનગર
અમદાવાદ ૪૧/ મણીયાર ધરમશી હરજીવન–વઢવાણ
પ૧/ મોરારજી માધવજ હા. સવિતાબેન ૧૦૧/ શ્રી મુમુક્ષુ મંડળ–વીંછીયા
અમદાવાદ ૨પ/ શ્રી પરશુરામ પોટરી હ. દાદા–મોરબી
૧૦૧/ સુકનરાજ હીરાચંદ–શીવગંજ ૧૦૧/ શેઠ ભગવાનલાલ છગનલાલ–
પ૧/ ગુલાબચંદ ઝવેરચંદ–ચોટીલા ભાવનગર.
૧૦૧/ શ્રી મુમુક્ષુ મંડળ–સુરેન્દ્રનગર ૧૦૧/ ઈન્દુબેન ચીમનલાલ–બરવાળા
પ૧/ કાશીબેન પાનાચંદ–કરાંચીવાળા ૧૦૧/ શ્રી મુમુક્ષુ મંડળ–અમદાવાદ
પ૧/ શેઠશ્રી લક્ષ્મીચંદ નીમચંદ–મુળીવાળા ૧૦૧/ શ્રી હેમકુંવરબેન નરભેરામ–જમશેદપુર
૧૦૧/ ઝવેરી મહેન્દ્રકુમારજી–મુંબઈ ૧૦૧/ શ્રી કેશવલાલ મહીજીભાઈ–જલગામ
પ૧/ જેકુંવરબેન પારેખ (પારેખ લીલાધર ૪પ૧/ શાંતિલાલ ગીરધરલાલ–જોડીયા
ડાહ્યાભાઈ) –રાજકોટ ૨પ૨/ છોટાલાલ ડામરદાસ–ધ્રાંગધ્રા
૧૦૧/ વાઘજી ગુલાબચંદ (હ. મોહનલાલ ૨પ૧/ હિંમતલાલ છોટાલાલ–સોનગઢ
વાઘજી) –મોરબી ૨૧/ મોહનલાલ જુઠાભાઈ–કુંડલા
૨પ/ વાડીલાલ વીરચંદ– ૨પ/ સુભદ્રાબેન હ. કેશવલાલ ખીમચંદ
૨પ/ કાંતિલાલ દેવસીભાઈ–થાનગઢ પ૧/ ચુનીલાલ હઠીસીંગ–જામનગર
૨પ/ રબારી વશરામ જીવાભાઈ–સોનગઢ પ૧/ છગનલાલ લઘુભાઈ–જામનગર
પ૧/ શ્રી મુમુક્ષુ મંડળ હા. પાનાચંદભાઈ ૩૧/ રાયચંદ મોતીચંદ–રાજકોટ
ભાઈલાલ–બરવાળા પ૧/ શ્રી રામજીભાઈ માણેકચંદ–સોનગઢ
પ૧/ ગુલાબચંદ માણેકચંદ ઝોબાલિયા–મુંબઈ ૧૦૧/ દેશાઈ મોહનલાલ ત્રિકમજી,
પ૧/ ઝવેરીબેન ગુલાબચંદ–મુંબઈ ૧પ/ એક ગૃહસ્થ હા. પ્રવિણભાઈ,
૧૦૧/ શ્રી મુમુક્ષુ મંડળ–જોરાવરનગર ૧૧/ ચંદુલાલ કોદરલાલ, –ફતેપુર
પ૧/ શ્રી અમૃતલાલ હંસરાજ–સુદામડા
૧૦૧/ શ્રી મુમુક્ષુ મંડળ હા. ચીમનલાલ હીમચંદ
વઢવાણ
પ૧/ શ્રી કાગદી જટાશંકર માણેકચંદ–જેતપુર
:

PDF/HTML Page 36 of 38
single page version

background image
૨૨ : : બ્રહ્મચર્ય અંક :
૨૦૧/ કમળાબેન જગદીશચંદ્ર પારેખ–રાજકોટ ૨પ/ લહેરચંદ ઝવેરચંદ,
પ૧/ રતિલાલ પ્રાગજી મહેતા, –ઉમરાળા ૧૦૧/ રતિલાલ ન્યાલચંદ ચિતલીયા–રાજકોટ
પ૧/ છોટાલાલ રાયચંદ ખંધાર–સોનગઢ. ૨પ/ ખીમચંદ વીરપાળ–સિંહણ
૨પ/ કલ્યાણભાઈ લાલભાઈ–અમદાવાદ ૧૭/ પેથરાજ કાળા, – સિંહણ
૨પ/ ત્રિભોવન ફુલચંદ ખારા, – ૨૧/ જયંતિલાલ માણેકચંદ રવાણી–આંકડીઆ
૨પ/ ઝબુબેન કાંતિલાલ ઉદાણી–દામનગર ૧૧/ શાંતાબેન–ધ્રાંગધ્રા
પ૧/ મંગુબેન તથા શાંતાબેન–કલોલ પ/ એક બહેન, –ધ્રાંગધ્રા
પ૧/ શ્રી મુમુક્ષુ મંડળ– સુરત. ૧૧/ મુમુક્ષુબેન, –સોનગઢ
૧૦૧/ કુંવરજી જાદવજી–પાલેજ. પ૧/ નવલબેન અમૃતલાલ પારેખ, –રાજકોટ
૨પ/ બહેન નિર્મળા હરિલાલ ભાયાણી– ૧૦૧/ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, –બોટાદ
ભાવનગર ૨પ/ પોપટલાલ છગનલાલ, –પરનાળ
પ૧/ હરગોવિંદદાસ દેવચંદ મોદી–સોનગઢ ૧પ/ ધારશી નાનચંદ, – પરનાળ
૨પ/ નાથાલાલ વિઠલજી–રાજકોટ ૧પ૪/ દેશાઈ પ્રાણલાલ ભાઈચંદ, –મુંબઈ
૧૧/ નર્મદાબેન–કુંડલા ૨પ/ જયંતિલાલ પાનાચંદ, – વ્યારા
૨પ/ ગંગાબહેન મુંબઈવાળા–મુંબઈ. ૧૦૧/ ભાઈ નીમચંદ ઠાકરશી–ચોટીલા
પ૧/ મોદી નાગરદાસ દેવચંદ–મુંબઈ. ૨પ/ હરીમા. ભા. વ્રજલાલ ભાવાણીના
પ૧/ ઝીણીબેન–પોરબંદર માતૃશ્રી –લાઠી
પ૧/ મણીલાલ વેલચંદનાબેન સમરતબેન, ૯૯૪૯/
૨પ/ મહાલક્ષ્મીબેન, – અમદાવાદ.
પ૧/ કેશવલાલ ગુલાબચંદ, –દેહગામ
શ્રાવિકા બ્રહ્મચર્ય આશ્રમનો કાર્યક્રમ
સવારે પા થી પાા પ્રાર્થના ૪ થી ૪ાા મંદિરજીમાં ભક્તિ
સવારે પાા થી ૬ાા નિત્ય કર્મ પ થી ૭ ઘરકાર્ય.
સવારે ૬ાા થી ૭ાા દેવ દર્શન તથા પૂજન. ૭ થી ૭ા આરતિ. (મંદિરજીમાં)
સવારે ૮ થી ૯ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવનું ૭ થી ૭ાા ધર્મ ચિંતવન.
પ્રવચન શ્રવણ ૭ાા થી ૮ાા શાસ્ત્ર સ્વાધ્યાય.
સવારે ૯ થી ૧ રસોઈ વગેરે ઘરકાર્ય ૮ાા થી ૯ાા પૂજ્ય બહેનશ્રી બહેનનું વાંચન
બપોરે ૧ થી ૧ાા શાસ્ત્ર સ્વાધ્યાય. શ્રવણ.
બપોરે ૨ થી ૨ાા આરામ ૯ાા થી ૧૦ા ધર્મ ચર્ચા વગેરે.
૩ થી ૪ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવનું પ્રવચન શ્રવણ ૧૦ા થી ૧૦ાા પ્રાર્થના, ધર્મ ચિંતવન.
(આ કાર્યક્રમમાં ઋતુ અનુસાર સમયમાં
ફેરફાર થાય છે.)
૨૩)

PDF/HTML Page 37 of 38
single page version

background image
શેઠ વછરાજજી તથા શેઠાણી મનફુલાબેન સહિત બ્રહ્મચારી બેનો
જમણી બાજુએ ત્રણ બ્રહ્મચારી બેનો બેઠી છે. ડાબી બાજુએ ત્રણ બ્રહ્મચારી બેનો બેઠી છે. વચમાં
નાની બાળા છે, તે શ્રી કેસરીમલજીની દીકરી છે.
ત્યાર પછીની પંક્તિમાં જમણી બાજુ (૧) શેઠ વછરાજજી ગંગવાલ લાડનુવાલા, (૨) શેઠાણી
મનફુલા બેન, (૩) પૂજ્ય ભગવતી બેન શાંતાબેન, (૪) પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન, (પ) શેઠ
કેસરીમલજીનાં ધર્મપત્ની બેન ધાપુબેન, (૬) શેઠ કેસરીમલજી, જોધપુરવાળા, જે શેઠ વછરાજજીના મિત્ર છે.
પાછળ ચૌદ બ્રહ્મચારી બેનો ઊભી છે.
શેઠ વછરાજજી તથા શેઠાણી મનફુલાબેન પાંચ વરસ પહેલાં, પ્રથમ સોનગઢ આવેલાં, ત્યારે માત્ર
ચાર દિવસ પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ સાંભળીને પ્રભાવિત થયા. અને ત્યાર પછી શ્રી ગોગીદેવી શ્રાવિકા
બ્રહ્મચર્ય આશ્રમ બંધાવવામાં આવ્યો ને તેનું ઉદ્ઘાટન સંવત ૨૦૦૮ માં કર્યું હતું.
શેઠ વછરાજજીને ધર્મપ્રેમ છે, આશ્રમની બેનો તરફ લાગણી છે. તેઓ દશ લક્ષણી પર્વમાં સોનગઢ
આવેલ છે. પૂજ્ય ગુરુદેવને સમ્મેદશિખરજી વગેરે તીર્થધામની યાત્રા કરવા ખાસ વિનંતી કરી રહ્યા છે, અને
પોતાનાં ગામ કલકત્તા તથા લાડનુ પધારવા ખાસ વિનંતી કરે છે. આખા હિન્દુસ્તાનમાં બધાને પૂજ્ય
ગુરુદેવની વાણીનો લાભ મળે–એમ ઈચ્છે છે.
શેઠ વછરાજજી તથા તેમનાં ધર્મપત્ની મનફુલાબેન પૂજ્ય ગુરુદેવના સમાગમ અર્થે સોનગઢ
અવારનવાર આવે છે.

PDF/HTML Page 38 of 38
single page version

background image
૨૪)
શ્રી ગોગીદેવી દિગમ્બર જૈન શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમ
















શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમનું ઉદ્ઘાટન વીર સંવત ૨૦૦૮ ના માહ, સુદ પ ના રોજ થયું છે, એટલે આજે
તેને ચાર વરસ પૂરા થયાં છે, ને પાંચમું વરસ ચાલે છે. આ આશ્રમ લાડનુવાળા શેઠ વછરાજજીનાં ધર્મપત્ની
ગોગીદેવીના સ્મરણ અર્થે બાંધવામાં આવેલ છે. આ આશ્રમમાં પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન તથા પૂજ્ય
ભગવતી બેન શાંતાબેન જેવા પવિત્ર આત્માઓની મંગલ છાયામાં મુખ્યપણે બાલબ્રહ્મચારિણી બેનો વગેરે
રહે છે.
રાત્રે પૂજ્ય ભગવતી બેનો શાસ્ત્રવાંચન આશ્રમમાં સ્વાધ્યાય શાળાના હોલમાં અથવા બહારના
ઓટલા ઉપર કરે છે. બહારગામથી મેમાનો આવ્યા હોય, ત્યારે ઘણી સંખ્યામાં બેનો વાંચનનો લાભ લ્યે છે.
પૂજ્ય ભગવતી બેનોનાં જ્ઞાન, ભક્તિ અને પવિત્રતાને લીધે આશ્રમ ઘણો દીપે છે. બહારગામથી ઘણા
માણસો આશ્રમ જોવા આવે છે, ને આશ્રમની દરેક પ્રકારની પ્રવૃત્તિ જોઈને હર્ષિત થાય છે. અત્રેના શ્રી
માનસ્તંભજીના પંચ કલ્યાણક પ્રસંગે ઘણા ભાઈઓ તથા બેનોએ આશ્રમની મુલાકાત લીધી હતી.
કલકત્તાવાળા શેઠ તુલારામજી શેઠ ગજરાજજી, દિલ્હીવાળા શેઠ રાધકીસનજી, પંડિત જુગલકિશોરજી, પંડિત
મખનલાલજી દિલ્હીવાળા, પંડિત બાબુલાલજી, ફીરોજાબાદવાળા શેઠ છદામીલાલજી, મુંબઈવાળા શેઠ ચંદુલાલ
કસ્તુરચંદ, રતિલાલ કસ્તુરચંદ કલકત્તાવાળા શ્રી મોહનલાલજી પાટની વગેરે ઘણા ગૃહસ્થોએ આશ્રમની
મુલાકાત લીધી હતી. આશ્રમની પ્રવૃત્તિ જોઈ તેઓ ખુશ થયા હતા.
_________________________________________________________________________________
(સમય પ્રિન્ટરી–સુરેન્દ્રનગર)