Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૨:
મંગલ જન્મોત્સવ અંક
અક્ષય ત્રીજનો ઈતિહાસ
વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે... વૈશાખ સુદ બીજની રાતે શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું છે કે
અહા! મારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું છે! દેવો મારા આંગણે વાજાં વગાડે છે, પુષ્પવૃષ્ટિ થાય છે........
ઈત્યાદિ મહા મંગલ સ્વપ્નથી શ્રેયાંસકુમાર બહુ પ્રસન્ન થાય છે...
વૈશાખ માસ એટલે શેરડીની મોસમ! ... શેરડીના નિર્દોષ રસના ઘડા ભરી ભરીને પ્રજાજનો
શ્રેયાંસકુમારને ત્યાં મુકી જાય છે...
ભોજન સમયે એક અબધૂત યોગી ચૈતન્યના પ્રતપનમાં મસ્ત ચાલ્યા આવે છે... એ છે
ભગવાન આદિનાથ મુનિરાજ! તેમને જોતાં જ શ્રેયાંસકુમારને તેમની સાથેના ભવોભવના સંસ્કાર
તાજા થાય છે, તેમની સાથે મુનિવરોને દીધેલા આહારદાનનું સ્મરણ થાય છે... ને પરમ ભક્તિપૂર્વક
વર્ષ ઉપરાંતના ઉપવાસી યોગીરાજને પોતાના આંગણે વિધિપૂર્વક પડગાહન કરીને, નવધા ભક્તિથી
શેરડીના રસનું આહારદાન કરે છે... ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં મુનિરાજને આહારદાન દેવાનો એ
પ્રસંગ અસંખ્ય વર્ષોના અંતરે આ પહેલવહેલો બન્યો. ભરતચક્રવર્તી જેવોએ ભક્તિથી તેની અનુમોદના
કરી... ને પછી શ્રેયાંસકુમાર દીક્ષિત થઈને ભગવાન આદિનાથના ગણધર બન્યા... ને છેવટે અક્ષયપદ
પામ્યા.
––આ છે અક્ષય ત્રીજનો ટ્ંકો ઈતિહાસ.
––– ૦ –––
એક વખત એક ભાઈ અને બહેન તે નગરીમાં જઈ પહોંચ્યા. ભાઈએ નગરીના પહેલા ત્રણ
અક્ષર લઈને બેનને આપ્યા... તેથી બહેન ખુશ થઈ. અને બહેને બાકીના બે અક્ષર બનાવીને ભાઈના
મોઢામાં મૂકયા એટલે ભાઈ પણ ખુશ થયો.
પછી ભાઈ–બહેને જ્યારે જાણ્યું કે આ નગરીમાં તો એક ભગવાન જન્મ્યા છે, ત્યારે તેઓ ખુબ
ખુશી થઈને તે ભગવાનની ભક્તિ કરવા લાગ્યા... તો એ નગરી કઈ હશે? (ન મળે તો, મહાવીર
ભગવાનકી... જે બોલશો એટલે એ નગરી તમને ઝટ મળી જશે.)
ધારો કે જીવ ને અજીવ વચ્ચે ઝગડો થયો; જીવ કહે છે કે ‘અસ્તિત્વગુણ મારો છે’ ને અજીવ
કહે છે કે ‘મારો છે.’ હવે તમને ન્યાયાધીશ નીમવામાં આવ્યા છે, તો તમે શું ચુકાદો આપશો?

PDF/HTML Page 42 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૩:
મંગલ જન્મોત્સવ અંક
સિંહ સમ્યગ્દર્શન પામે છે
બાળકો, જેમ મનુષ્યના જીવો આત્માનું જ્ઞાન કરીને ધર્મની આરાધના કરી શકે છે તેમ સિંહ
વગેરે પશુના જીવો પણ આત્માનું જ્ઞાન કરીને ધર્મની આરાધના કરી શકે છે. અહીં તમને એવા એક
સિંહની નાની વાર્તા કહું:
એક હતો સિંહ... ભારે મોટો ને બહુ વિકરાળ! એના પંજામાંથી કોઈ શિકાર છટકી શકે નહિ.
એકવાર તે હરણનો શિકાર કરતો હતો. એવામાં આકાશમાર્ગે બે મુનિઓ ત્યાંથી નીકળ્‌યા. તેમણે તે
સિંહને જોયો, અને જાણ્યું કે આ સિંહનો જીવ દશમા ભવે તીર્થંકર થવાનો છે. એથી મુનિઓ તે સિંહને
પ્રતિબોધવા માટે નીચે ઊતર્યા અને સિંહ સામે એક શિલા ઉપર ઊભા.
આકાશમાંથી ઊતરેલા મુનિઓને જોઈને સિંહને નવાઈ લાગી... ને આશ્ચર્યથી મુનિ સામે
ટગર–ટગર જોઈ રહ્યો. તેનો ક્રોધ ટળી ગયો ને શાંતભાવ પ્રગટ થયા. મુનિરાજે તેને સંબોધીને
કહ્યું; અરે જીવ! આ શું? દશમા ભવે તો તું ભરતક્ષેત્રનો ચોવીસમો તીર્થંકર થવાનો છે–એમ
અમે ભગવાન પાસેથી સાંભળ્‌યું છે. –અને તારામાં આ ક્રૂરતા!! આ તને ન શોભે. આ ઘોર
પાપને હવે તું છોડ, છોડ! ને આત્માની સામું જો! જ્ઞાનમૂર્તિ આત્માને આવા હિંસકભાવથી
શાંતિ ન હોય. તું તારા જ્ઞાનભાવને સમજ રે સમજ! એ પ્રમાણે મુનિઓએ ધોધમાર ઉપદેશની
અમૃતધારા વરસાવી.
મુનિઓનો ઉપદેશ સાંભળતાં જ તે સિંહને પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું... વૈરાગ્ય થયો...
પશ્ચાત્તાપને લીધે તેની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી... ને ચૈતન્યની શાંતિમાં ઊંડે ઊતરતાં
ત્યાં ને ત્યાં તે સિંહનો જીવ સમ્યગ્દર્શન પામ્યો. વાહ... ધન્ય એના પુરુષાર્થને! પછી તો તે સિંહે ઘણા
ઘણા ઉપકાર ભાવથી મુનિઓને વંદન કર્યું... ને ખોરાકનો ત્યાગ કરીને સમાધિ કરી. ત્યાંથી અનુક્રમે
ઊંચા ઊંચા ભવો ધારણ કરીને દસમા ભવે તે જીવ સમ્યક્રત્વના પ્રભાવથી તીર્થંકર મહાવીર થયા.
અનેક જીવોની હિંસા કરનારો સિંહ, આત્મજ્ઞાનના પ્રતાપે અનેક જીવોનો તારણહાર તીર્થંકર થયો.
અચિંત્ય શક્તિવાળો આત્મા જાગે તો શું ન કરી શકે?

PDF/HTML Page 43 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૪:
મંગલ જન્મોત્સવ અંક
૧૦ પ્રશ્ન........ ૧૦ ઉત્તર
૧. પંડિત કોણ છે?
જેઓ ચૈતન્યવિદ્યામાં પ્રવીણ છે તેઓ જ ખરા પંડિત છે.
૨. મોક્ષનું કારણ શું છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે મોક્ષનું કારણ છે.
૩. તે મોક્ષમાર્ગ કેવો છે?
સમ્યક્ત્વાદિરૂપ મોક્ષમાર્ગ છે તે જ્ઞાનમય છે.
૪. કર્મ કેવું છે?
શુભ કે અશુભ જે કોઈ કર્મ છે તે બધુંય મોક્ષમાર્ગથી વિપરીત છે.
પ. મોક્ષમાર્ગમાં શેનો વિષેધ છે?
સમસ્ત કર્મોનો એટલે કે સમસ્ત બંધભાવોનો મોક્ષમાર્ગમાં નિષેધ છે.
૬. શુભરાગના આશ્રયે મોક્ષમાર્ગ કેમ ન થાય?
શુભરાગ પોતે બંધસ્વરૂપ છે ને મોક્ષમાર્ગથી પ્રતિકૂળ છે, તો તે બંધભાવના આશ્રયે મોક્ષમાર્ગ
કેમ હોય? શુભરાગના આશ્રયે લાભ માનીને જે અટક્યો તેને તે રાગનો નિષેધ કરનાર તો કોઈ
રહ્યું નહિ, રાગથી જુદું જ્ઞાન તો તેને રહ્યું નહિ, રાગમાં જ તન્મયતાથી તેને મિથ્યાત્વ થયું. અને
મિથ્યાત્વ હોય ત્યાં મોક્ષમાર્ગ ક્્યાંથી હોય? મિથ્યાત્વ તો મોક્ષમાર્ગનું ધાતક છે.
૭. મિથ્યાદ્રષ્ટિ જીવ કેવો છે?
મિથ્યાદ્રષ્ટિ જીવ ઊંધા અભિપ્રાયથી ચૈતન્યને હણી નાખનારો છે.
૮. સાચું જીવન કોણ જીવે છે?
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યનો આશ્રયે જ્ઞાન–આનંદમય સાચું જીવન જીવે છે. જ્ઞાન તે આત્માનું
જીવન છે. તે જ્ઞાનમય પરિણમનાર જ સાચું જીવન જીવે છે. અહા, આવું જીવન અનંત કાળમાં
જીવ કદી જીવ્યો નથી. અજ્ઞાનથી ભાવમરણે મર્યો છે. ભેદજ્ઞાન કરે તો જ સાચું જીવન પ્રગટે.
૯. મોક્ષાર્થીએ એટલે કે ચૈતન્યની શીતળતાના અભિલાષીએ શું કરવા યોગ્ય છે?
મોક્ષાર્થીએ સઘળુંય કર્મ ત્યાગવા યોગ્ય છે, અને એક જ્ઞાનસ્વભાવનો જ આશ્રય કરીને, અંતરમાં
ઊંડા ઊતરીને, જ્ઞાનમય ભાવે પરિણમવું યોગ્ય છે; તે જ્ઞાનમય પરિણમનમાં ચૈતન્યની પરમ
શીતળતા અનુભવાય છે.
૧૦. એવા જ્ઞાનમય પરિણમનની શરૂઆત ક્્યારે થાય?
ગૃહસ્થદશામાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ અંતર્મુખ પ્રયત્ન વડે ચૈતન્યના અવલંબને જ્ઞાનમય
પરિણમન શરૂ થઈ ગયું છે. સમ્યગ્દર્શન તે પણ જ્ઞાનમય પરિણમન છે, તેમાં રાગનો કિંચિત્
આશ્રય નથી. આવું જ્ઞાનમય પરિણમન તે નિષ્કર્મ છે, અને તે જ મોક્ષનું સાધન છે.

PDF/HTML Page 44 of 53
single page version

background image
આત્મધર્મઃ૩પ:
મંગલ જન્મોત્સવ અંક
વિ... વિ... ધ... સ... મા... ચા... ર
વાંકાનેરમાં વીર જન્મોત્સવ
પૂ. ગુરુદેવ ચત્ર સુદ આઠમે વાંકાનેર પધાર્યા અને ચત્ર સુદ ૧૩નો મંગલદિન વાંકાનેરમાં
આનંદોલ્લાસપૂર્વક ઉજવાયો. સવારમાં જિનમંદિરમાં વીરપ્રભુના દર્શન કરીને પછી વાજતેગાજતે
વધાઈ લઈને સૌ ભાઈબહેનો ગુરુદેવના દર્શન કરવા ટાઉનહોલમાં આવ્યા. ભક્તિ અને
જયકારથી ટાઉનહોલ ગાજી ઊઠ્યો. ત્યારબાદ જિનમંદિરમાં સમૂહપૂજન થયું. વાંકાનેરમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠાનો વાર્ષિકદિવસ પણ આજે જ હતો. ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિક
કરાવીને જિનમંદિર ઉપર ધ્વજારોહણ માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરીના હસ્તે થયું.
તેમજ, આજના શુભદિને પૂ. બેનશ્રી ચંપાબેન તરફથી વાંકાનેર–જિનમંદિરને ભેટ મળેલું ચાંદીના
પૂંઠાવાળું સમયસારશાસ્ત્ર પણ ગુરુદેવે સુહસ્તે સ્વસ્તિક કરીને જિનમંદિરમાં સ્થાપિત કર્યું.
ત્યારબાદ જિનમંદિરની બાજુના પ્લોટમાં શ્રી જૈન સ્વાધ્યાયમંદિરનું શિલારોપણ ભાઈશ્રી
ખીમચંદ જેઠાલાલ શેઠ અને તેમના ભાઈઓના હસ્તે થયું. આજના પવિત્ર દિવસે ગુરુદેવની
મંગલછાયામાં સ્વાધ્યાયમંદિરનું શિલાન્યાસ થતાં ભાઈશ્રી છગનલાલભાઈ, વૃજલાલભાઈ,
ગાંધી ભાઈઓ તેમજ વાંકાનેરના બધા ભાઈ–બહેનોને ઘણો આનંદોલ્લાસ હતો. પૂ. બેનશ્રીબેને
તેમજ શ્રી નવનીતભાઈ ઝવેરી, ભગવાનદાસજી શેઠ (સાગરવાળા) વગેરેએ પણ શિલાન્યાસ
વિધિમાં ભાગ લીધો હતો. શિલાન્યાસની ખુશાલીમાં શેઠશ્રી ખીમચંદભાઈ અને તેમના કુટુંબ
તરફથી કુલ રૂા. ૮૪૦૪) જેટલી રકમ આપવામાં આવી હતી. આ ઉપરાંત નવનીતભાઈ
ઝવેરીએ કુલ રૂા. ૩૦૦૦) જાહેર કર્યા હતા. વિકશી જેચંદ સંઘવી તરફથી તેમના મકાનના વાસ્તુ
પ્રસંગે કુલ રૂા. ૨૦૦૦) તથા ભાઈશ્રી છગનલાલ ભાઈચંદ, હેમકુંવરબેન છગનલાલ, દૂધીબેન
અમૃતલાલ, અને વૃજલાલભાઈ જેઠાલાલ શાહ એ દરેક તરથી રૂા. ૧૦૦૧) જાહેર થયા હતા.
બીજી અનેક રકમો મળીને કુલ આવક લગભગ ૩૩૦૦૦ થઈ હતી. શિલાન્યાસ બાદ
જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. બપોરે પ્રવચન પછી વીરપ્રભુની ભાવભીની
ભક્તિ થઈ હતી. આમ ચૈત્ર સુદ તેરસનો દિવસ વાંકાનેરમાં આનંદોલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
ત્યારબાદ બીજે દિવસે પૂ. ગુરુદેવ જામનગર પધાર્યા હતા. ત્યાં પણ ઉત્સાહપૂર્વક સ્વાગત થયું
હતું. ચૈત્ર વદ બીજના રોજ ગુરુદેવ ચેલા ગામે પધાર્યા હતા ને બપોરનું પ્રવચન પણ ત્યાં જ થયું હતું,
તેમાં ચેલાના ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યાંથી પૂ. ગુરુદેવ

PDF/HTML Page 45 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૬:
મંગલ જન્મોત્સવ અંક
જામનગર પધાર્યા હતા. જામનગરનું ભવ્ય જિનમંદિર દર્શનીય છે. ચૈત્ર વદ ત્રીજે ગુરુદેવે ગોંડલ તરફ
પ્રસ્થાન કર્યું હતું. ગોંડલથી પૂ. ગુરુદેવ જેતપુર પધાર્યા ત્યારે ચાંદીમાં કોતરાયેલા પંચાસ્તિકાયની
પ્રતિષ્ઠા તેઓશ્રીના સુહસ્તે જિનમંદિરમાં થઈ હતી. અને ચૈત્ર વદ પાંચમની સાંજે પૂ. ગુરુદેવ સિદ્ધિધામ
ગીરનારતીર્થના દર્શને પધાર્યા હતા. ગીરનારની તળેટીમાં જઈ, થોડાક પગથિયાં ચડી ભક્તિપૂર્વક
દર્શન–વંદન કર્યા હતા. અહીં નેમનાથપ્રભુનું વૈરાગ્યઝરતું જીવન નજરે તરવરતું હતું. ગુરુદેવ કહે:
અહા! આ પર્વત ઉપર ચડયા ત્યારે તો નેમકુમારનો દેહ અનેક પ્રકારના અલંકારોથી શરગારેલો હશે...
ને નીચે ઊતર્યા ત્યારે પરમ દિગંબર! એની પાસે ઈન્દ્રો અને બળદેવ વાસુદેવ અહીં સમવસરણમાં
આવતા. –આમ ભાવપૂર્વક ગુરુદેવે નેમનાથપ્રભુનું સ્મરણ કર્યું હતું તથા ત્યાં ભક્તિ કરી હતી. ત્યાં
લગભગ અડધી કલાક રોકાઈને પાછા જેતપુર પધાર્યા હતા. જેતપુર પછી પૂ. ગુરુદેવ વડીઆ પધાર્યા
હતા. ત્યાં ચૈત્ર વદ સાતમે જિનમંદિરના નવા શિખર તથા કળશ–ધ્વજની પ્રતિષ્ઠા થઈ હતી. ગોડંલ,
જેતપુર, જૂનાગઢ, વડીઆ અને વીંછીયા થઈને પૂ. ગુરુદેવ લાઠીશહેર પધાર્યા છે ને આપ આ સમાચાર
વાંચી રહ્યા હશો ત્યારે લાઠીશહેરમાં ગુરુદેવનો મંગલજન્મોત્સવ આનંદોલ્લાસપૂર્વક ઊજવાતો હશે.
એના સમાચાર આપ હવે પછીના ‘આત્મધર્મ’ માં વાંચશો.
આપે વૈશાખ
માસનો અંક
મેળવ્યો?
આપને તે અંક જરૂર ગમશે. હજી પણ
માત્ર એક રૂપીઓ ભરીને આપ વૈશાખ સહિત
છ માસના અંકો મેળવી શકો છો. (વૈશાખના
અંકો સિલિકમાં હશે ત્યાંસુધી મળશે.) લખો–
“આત્મધર્મ”. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 46 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૭:
મંગલ જન્મોત્સવ અંક
“આત્મધર્મ” (માસિક) ની માલિકી અને તેને અંગેની અન્ય માહિતી
ફોર્મ નં. ૪ (જુઓ રૂ A નં. ૮
પ્રસિદ્ધસ્થાન :– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
પ્રકાશનની સામયિકતા :– માસિક
છાપનારનું નામ :– હરિલાલ દેવચંદ શેઠ
રાષ્ટ્રીયતા :– ભારતીય
સરનામું :– આનંદ પ્રિંન્ટીંગ પ્રેસ. સ્ટેશન પાસે ભાવનગર
પ્રકાશક :– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ
રાષ્ટ્રીયતા :– ભારતીય
સરનામું :– સોનગઢ.
તંત્રીનું નામ :– જગજીવન બાઉચંદ દોશી
રાષ્ટ્રીયતા :– ભારતીય
સરનામું :– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ
માલિકનું નામ :– શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)
હું શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, વતી જાહેર કરું છું કે ઉપર જણાવેલ હકીકત મારી સમજ
અને માન્યતા મુજબ સાચી છે.
પ્રકાશકની સહી
જગજીવન બાઉચંદ દોશી
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી
પૂ. ગુરુદેવનો પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે.
વૈશાખ સુદ બીજ (તા. ૨પ) લાઠીમાં જન્મોત્સવ.
વૈશાખ સુદ ૩ થી ૬ (તા. ૨૬ થી ૨૯) સુરેન્દ્રનગર (જિનમંદિરની વર્ષગાંઠ.)
વૈશાખ સુદ ૭ થી ૧૩ (તા. ૩૦ થી મે ૬) જોરાવરનગર (પંચકલ્યાણક પ્રતિષ્ઠા.)
વૈશાખ સુદ ૧૪ થી વદ ૧ (તા. ૭–૮–૯) વઢવાણ શહેર.
વૈશાખ વદ ૨–૩–૪ (તા. ૧૦–૧૧–૧૨) લીમડી.
વૈશાખ વદ પ થી ૮ (તા. ૧૩ થી ૧૬) દેહગામ (જિનબિંબવેદી–પ્રતિષ્ઠા.)
વૈશાખ વદ ૯ થી ૧૨ (તા. ૧૭ થી ૨૦) અમદાવાદ.
વૈશાખ વદ ૧૩ (તા. ૨૧) દાહોદ.
વૈશાખ વદ ૧૪ (તા. ૨૨) આસ્થા.
વૈશાખ વદ ૦) ) થી જેઠ સુદ ૬ (તા. ૨૩ થી ૨૮) ભોપાલ (સ્વાધ્યાય મંદિર ઉદ્ઘાટન તથા
ચૈત્યાલયમાં જિનબિંબવેદી–પ્રતિષ્ઠા.)
જેઠ સુદ ૭ થી ૧૦ (તા. ૨૯ થી જુખ ૧) ઈન્દોર.

PDF/HTML Page 47 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૮:
મંગલ જન્મોત્સવ અંક
ભોપાલમાં જૈનદર્શન શિક્ષિણ શિબિર
આ સાલ શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ શ્રી દિ. જૈન મુમુક્ષુમંડળ ભોપાલ તરફથી ભોપાલમાં
ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ શિક્ષણવર્ગ તા. ૧૧મે થી ૩૦મે સુધી ચાલશે. આ વર્ગ
ચલાવવા માટે શ્રી ખેમચંદ જે. શેઠ, સોનગઢથી તથા શ્રી પં. ફુલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, બનારસથી
આવશે તો જે જિજ્ઞાસુ ભાઈઓ આ વર્ગનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ તા. પમે સુધીમાં જણાવી
દેવા વિનંતી. રહેવા તથા જમવાની વ્યવસ્થા મુમુક્ષુમંડળ તરફથી થશે.
આ ઉપરાંત ભોપાલમાં નૂતન સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટન તથા જિનમંદિરમાં જિનબિંબ વેદી
પ્રતિષ્ઠા પ્રસંગે તા. ૨૩મે થી ૨૮મે સુધી આધ્યાત્મિક સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી પણ પધારવાના છે,
તો તેમની અમૃતમય વાણીનો પણ અમૂલ્ય લાભ મળશે.
પત્રવ્યવહારનું સરનામું:–
શ્રી સૂરજમલ જૈન,
હોઝીયરી મરચન્ટ, લોહા બજાર,
‘આત્મધર્મ’ નો વિશેષાંક:
“આત્મધર્મ”નો આ જન્મોત્સવ–વિશેષાંક જિજ્ઞાસુ સાધર્મીઓ સમક્ષ સાદર રજુ કરીએ છીએ.
આ અંકને ટાઈમસર તૈયાર કરવામાં તથા તેને શોભાવવામાં અનેક પ્રકારે જે જે ભાઈઓની મદદ મળી
છે તે સર્વેનો હું આભાર માનું છું. માનનીય ભાઈશ્રી નવનીતલાલભાઈએ આ અંક તૈયાર કરવા માટે
પ્રોત્સાહન આપ્યું છે, મારા સહયોગી બંધુ શ્રી મનસુખભાઈ દેસાઈએ બધા જ કાર્યોમાં સાથે રહીને
મદદ કરી છે, મુંબઈના ફોટોગ્રાફર શ્રી પુનમ શેઠે તથા ભાવનગરના ચિત્રકાર શ્રી ગોહિલે રંગીન ચિત્રો
અને બ્લોકસ વગેરે ઝડપથી તૈયાર કરાવવામાં મદદ કરી છે, તથા આનંદ પ્રેસના ભાઈશ્રી અનુભાઈ
તથા હસુભાઈએ ચીવટપૂર્વક અંકનું સુશોભન કરી આપ્યું છે–તે બદલ તે સર્વેનો, તેમજ જે જે વડીલ
બંધુઓએ ભાવભીની શ્રદ્ધાંજલિઓ લખીને આ અંકને શોભાવ્યો છે તે સર્વેનો, હું વાત્સલ્યભીનો હૃદયે
આભાર માનું છું. ને ‘આત્મધર્મ’ ને પોતાનું જ સમજીને સૌ આવો સહકાર આપ્યા કરે–એવી પ્રાર્થના
કરું છું. ગત વર્ષના ચૈત્રમાસથી જે જે લેખમાળાઓ અધૂરી છે તેના અનુસંધાનમાં આગળના લેખો હવે
પછી આત્મધર્મમાં શરૂ થશે. અને ‘આત્મધર્મ’ ને વધુ સુંદર ને વધુ વ્યવસ્થિત કરવાનો પ્રયાસ થશે.
–બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 48 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૯:
મંગલ જન્મોત્સવ અંક

જેમણે જ્ઞાનાનંદસ્વરૂપ એકત્વ–વિભક્ત ભગવાન આત્માની અનુભૂતિમૂલક ભેદજ્ઞાનના અમોઘ
મંત્ર વડે અનેક મુમુક્ષુ જીવોનો ઉદ્ધાર કર્યો છે તે પરમ કુપાળુ પરમ પૂજ્ય ગુરુદેવનો જન્મોત્સવ સમસ્ત
ભક્તજનોને ખરેખર અતિ આનંદોલ્લાસનો પ્રસંગ છે. વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બિજ, રવિવારના
મંગલ પ્રભાતે ઉદીયમાન અધ્યાત્મરવિ કહાનકુંવરને જન્મ આપી શ્રી ઉજમબા માતા, પિતાશ્રી
મોતીચંદભાઈ અને ઉમરાળાભૂમિ ધન્ય બન્યાં; અને તેમની યશોગાથા જૈન–ઈતિહાસના સુવર્ણપૃષ્ઠમાં
રત્નાક્ષરે આલેખાઈ ગઈ.
અહો! ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે, તે ઉપકારો તથા ગુરુદેવની મહાનતાનું
વર્ણન અકથ્ય છે. મિથ્યાત્વમૂલક ઘોર અજ્ઞાનના ભયંકર ખાડામાં અનાદિથી સબડતા હજારો જીવોને,
સમ્યગ્દર્શનજનિત અનુભવજ્ઞાનના બળ વડે સ્વ–પરનું તેમ જ વિશ્વ–તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજાવી,
શાશ્વત પરમાનંદનના પંથે દોર્યા, મુક્તિપુરીના પંથનું મૂળ જે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન, તેના કારણભૂત
મૂળ તત્ત્વો–સતદેવ–ગુરુ–ધર્મ, દ્રવ્ય–ગુણ–પર્યાય, નવ તત્ત્વ, નિશ્ચય–વ્યવહાર, ઉપાદાન–નિમિત્ત,
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ હેય–જ્ઞેય–ઉપાદેયનો સમ્યક્ વિવેક, સર્વજ્ઞસ્વભાવ અને તદનુરૂપ સ્વતઃસિદ્ધ
વસ્તુવ્યવસ્થા, વસ્તુસ્વાતંત્ર્ય, તથા તે બધામાં સારભૂત પોતાનો જ્ઞાયકભાવ અર્થાત્ પરમ
પારિણામિકભાવરૂપ ભૂતાર્થ સ્વભાવ અને તેનો પરમ કલ્યાણકારી આશ્રય, વગેરે–સુપાત્ર જીવોને
હૃદય–સોંસરા ઊતરી જાય એવી રીતે આગમ, યુક્તિ અને સ્વાનુભવપૂર્વક અત્યંત સરળ તેમજ સુબોધ
શૈલીથી ગુરુદેવે સમજાવ્યાં છે. કૃપાળુ ગુરુદેવની વાણી તત્ત્વગંભીર હોવા છતાં એટલી તો સ્પષ્ટ, મધુર
અને સુગ્રાહ્ય છે કે જેથી તત્ત્વોના હાર્દનું ભાવભાસન આસાનીથી થઈ જાય છે, અને ખપી શ્રોતાને,
જાણી કે અનુભૂતિના દ્વાર સુધી દોરી જતી હોય તેવો આનંદ આવે છે. ગુરુદેવની વાણીમાં ભગવાન
આત્મા અને તેની સાધનાનું મૂળ સમ્યગ્દર્શન હસ્તામલકવત્ સ્પષ્ટ ભાસે છે. આશ્રય કરવા યોગ્ય
ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવ, અને તેના આધેયભૂત–પરમ હિતકારી સમ્યગ્દર્શન તે તેમની વાણી–વીણાનો
મુખ્ય સૂર છે.
એ રીતે અનાદિ ભવહેતુક અવિદ્યાનો ક્ષણમાત્રમાં અંત આણનાર પરમ કલ્યાણકારી
સમ્યગ્દર્શનનો મહિમા તથા માર્ગ બતાવનાર પરમ તારણહાર કહાનગુરુદેવનો મંગલ જન્મોત્સવ કઈ
વિધ ઊજવીએ!! !
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપીયો, વરતું ચરણાધીન.
હે ગુરુદેવ! આપના અગાધ મહિમાનું હૃદયથી બહુમાન કરી, આજના મંગળ દિને શ્રદ્ધા–
સુમનોથી આપને વધાવીએ છીએ, અને અમને આપનાં ચરણોમાં રાખી મુક્તિપુરીમાં સાથે લઈ જાવ
એવી અંતરથી પ્રાર્થના કરીએ છીએ...

PDF/HTML Page 49 of 53
single page version

background image
આત્મધર્મઃ૪૦:
મંગલ જન્મોત્સવ અંક
નિજ સ્વરૂપનું ધ્યાન ધરીને સાધ્યું કેવળજ્ઞાન.
જગતથી અત્યંત વિરક્ત ને ચિદાનંદસ્વરૂપમાં અતિશય અનુરક્ત એવા આ ભગવાન
બાહુબલીની અચિંત્ય પ્રભાવશાળી પ્રશાંતમુદ્રા જગતને આત્મસાધનાની મહાન પ્રેરણા આપી રહી છે.
ચક્રવર્તી સામે વિજેતા થવા છતાં એ વૈભવને ત્યાગીને ચૈતન્યપદથી અડોલ સાધના વડે જગતને
બતાવ્યું કે ચૈતન્યના વૈભાવ પાસે ચક્રવર્તીના વૈભવની કિંચિત્માત્ર મહત્તા નથી નિજાનંદમાં લીન
એમની મુદ્રા ચૈતન્યસાધનાનો માર્ગ પ્રકાશી રહી છે.

PDF/HTML Page 50 of 53
single page version

background image
આત્મધર્મઃ૪૧:
મંગલ જન્મોત્સવ અંક
સાધકે મીટ માંડી છે... પોતાના સાધ્ય ઉપર.
દક્ષિણ દેશની યાત્રા કરીને સોનગઢ આવ્યા પછી પહેલે જ દિવસે (વૈ. સુ. તેરસે) ગુરુદેવે કહ્યું
કે યાત્રામાં ઘણા તીર્થો જોયા; તેમાં ય આ બાહુબલી ભગવાનની મુદ્રા તો જાણે વર્તમાન જીવંતમૂર્તિ
હોય! એવી છે. એના સર્વ અંગોપાંગમાં પુણ્ય અને પવિત્રતા બંને દેખાઈ આવે છે. અહા! જાણે
વીતરાગી ચૈતન્યરસનું ઢીમ! પવિત્રતાનો પિંડલો થઈને અક્રિય જ્ઞાનાનંદનું ધ્યાન કરી રહ્યા છે. એને
જોતાં તૃપ્તિ થતી નથી. અત્યારે આ દુનિયામાં એનો જોટો નથી.

PDF/HTML Page 51 of 53
single page version

background image
આત્મધર્મઃ૪૨:
મંગલ જન્મોત્સવ અંક
પૂર્વજ્ઞ છે ગણધરો પ્રભુપાદપદ્મે,
સર્વજ્ઞ કેવળી ઘણા પ્રભુના નિમિત્તે;
આત્મજ્ઞ સંતગણના હૃદયેશ સ્વામી,

PDF/HTML Page 52 of 53
single page version

background image
આત્મધર્મઃ૪૩:
(શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટના માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ
સી. ઝવેરી (જે. પી.) તરફની આ જન્મોત્સવ અંક માટે મળેલ ભાવભીનો
અભિનંદન સંદેશ અહીં રજુ કરવામાં આવ્યો છે. ચાલીસ ચાલીસ વર્ષના
તૃષાતૂર એક તત્ત્વજિજ્ઞાસુ જીવના અંતરમાંથી ગુરુદેવ પ્રત્યે ઊઠતી આ
લાગણી સૌને જરૂર પ્રમોદિત કરશે.)
પરમ પૂજ્ય ગુરુદેવના સંપર્કમાં આવ્યાને મને માત્ર ત્રણચાર વર્ષ થયા,
છતાં અત્યાર સુધીની જિંદગીમાં જૈનધર્મનું સત્ય તત્ત્વજ્ઞાન–કે જેને જાણવા માટે
લગભગ ચાલીસ વર્ષની તૃષા હતી, અને જે તૃષા અનેક પ્રયાસો છતાં છીપતી
ન હતી તે આટલા ટૂંક સમયમાં પૂજ્ય ગુરુદેવની વીતરાગી રસઝરતી ને
સ્વસન્મુખતા તરફ પ્રેરતી વાણીથી છીપી. આજે સ્વ અને પરના ભેદવિજ્ઞાન
પર દ્રષ્ટિ આગળ ને આગળ ધપે છે. જૈન ધર્મના આટલા ગૂઢ સિદ્ધાંતો–કે જે
સિદ્ધાંતોનું આલેખન હજારો શાસ્ત્રોમાં થયું છે, અને જે સિદ્ધાંતો માટે એમ
કહેવામાં આવે છે કે જ્યાં બીજા ધર્મના સિદ્ધાંતો પૂરા થાય છે ત્યાં જૈન ધર્મના
સિદ્ધાંતોની શરૂઆત થાય છે–તેવા સિદ્ધાંતોને, અને ગહનમાં ગહન સિદ્ધાંતગ્રંથ
પરમ પૂજ્ય કુંદકુંદાચાર્યરચિત શ્રી સમયસારજી–કે જેમાં “ભાવો બ્રહ્માંડના
ભર્યા” છે તે ગ્રંથને, છેલ્લા ત્રણસો વર્ષ પછી આ કાળમાં સહેલામાં સહેલી શૈલી
અને ભાષામાં વિશ્વસમક્ષ મૂકનાર કોઈ ઉચ્ચ વ્યકિત હોય તો તે પૂજ્ય ગુરુદેવ
છે. તેઓશ્રીના ૭૪ મા મંગળ જન્મોત્સવ પ્રસંગે લાખલાખ ભાવભીના
અભિનંદનપૂર્વક પ્રાર્થના કરું છું કે હે ગુરુદેવ! આપે દર્શાવેલા અંતરના
સ્વસન્મુખમાર્ગમાં ગતિ કરવાની શક્તિ આપની છાયામાં શીઘ્ર પ્રાપ્ત થાઓ.

PDF/HTML Page 53 of 53
single page version

background image
ATMADHARMA Reg. No. G. 82
મંગલ જન્મોત્સવ અંક
अनंतदुःखमय संसारकी स्थितिका अवलोकन कर आपने उच्चतम तत्त्वज्ञानका अध्ययन
एवं मनन किया और उसकी महत्ता अन्य मुमुक्षुजनोंको अवगत कराकर उनका पथ–प्रदर्शन
किया। इस विनाशकारी अणुयुगके भौतिक वातावरणके विरुद्ध आध्यात्मिकता का प्रसार कर
आपने सहस्त्र दिग्भ्रान्त मानवोंका जीवन ही परिवर्तित कर दिया है। आपकी वीतरागप्रणीत
निर्ग्रंथ मार्ग पर द्रढ श्रद्धा, आत्मार्थिता, गुणगरिमा, निस्पृहता, कर्तव्यनिष्ठा और
परोपकारपरायणताका मूर्तिमानरूप सोनगढ [सौराष्ट्र] है, जो आपहीके कारण आज तीर्थस्थान
बन गया है।” (ઈન્દોરના અભિનંદનપત્રમાંથી)
“મરૂસ્થળના ઊંટ જેવી આપણી દશા છે: જેમ તે ઊંટને જ્યારે પાણી મળી જાય છે ત્યારે તે
ખૂબ પી લે છે ને પોતાની કોથળી ભરી લે છે, પછી જ્યારે તૃષાતુર થાય ત્યારે તેનાથી તૃષા છીપાવે છે;
તેમ મહારાજશ્રીએ અહીં પધારીને ચાર દિવસ સુધી જે ઉપદેશ દીધો તેમાં ઘણું જ અમૃત પીવડાવી દીધું
છે અને આપણે પણ તે ખૂબ પીધું છે–હૃદયમાં ભરી લીધું છે; હવે આ જે ઉપદેશામૃત આપણે ભરી લીધું
છે તે આપણી પાસે જ રહેશે ને સંસારમાં સુખ દુઃખ પ્રસંગે તે આપણને શાંતિ આપશે; આ પર્યાય રહે
ત્યાં સુધી, ને નવીન પર્યાયમાં પણ આ ઉપદેશનું મનન કરવાથી ઘણો લાભ થશે.”
–રા. બ. ભૈયાસાહેબ રાજકુમારસિંહજી M. A. LL. B. ઈંદોર
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.