Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૮ :
મંગલ જન્મોત્સવ અંક
આ જગતમાં વસ્તુઓ કેવી છે?
આ જગતમાં જે કોઈ વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર જ છે. આત્મા વસ્તુ છે
તે પોતાના જ્ઞાનસ્વભાવમાત્ર જ છે. નિશ્ચયથી જે જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે.
જ્ઞાનના પરિણમનમાં શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે બધા ભાવો સમાય છે, પણ તેમાં
ક્રોધાદિ સમાતા નથી. અથવા, નિશ્ચયરત્નત્રયરૂપ જે ભાવ તે જ્ઞાનનું પરિણમન છે, તે
આત્માનો સ્વભાવ છે, અને વ્યવહારરત્નત્રયરૂપ શુભભાવ તે ખરેખર જ્ઞાનનું
પરિણમન નથી, તે આત્માનો સ્વભાવ નથી. જુઓ, આ ભેદજ્ઞાન!! આવું ભેદજ્ઞાન તે
જ અજ્ઞાનના નાશનો ઉપાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન કરે ત્યારે જ અજ્ઞાનનો નાશ
થાય છે. આવા ભેદજ્ઞાન વગર ક્્યારેય અજ્ઞાન છૂટે નહિ.
જ્ઞાનને અને ક્રોધને કઈ રીતે જુદાપણું છે?
જ્ઞાનમાં ક્રોધ નથી ને ક્રોધમાં જ્ઞાન નથી. જીવ જ્યારે સ્વભાવસન્મુખ થઈને
જ્ઞાનપણે પરિણમે છે ત્યારે તે જ્ઞાનના પરિણમનમાં જ્ઞાન થતું માલુમ પડે છે, પણ તે
જ્ઞાનપરિણમનમાં ક્રોધાદિ થતા માલુમ પડતા નથી; આ રીતે જ્ઞાનમાં ક્રોધ નથી. અને
જ્યારે ક્રોધાદિમાં એકપણે પરિણમે છે ત્યારે તે જીવને તે ક્રોધાદિના પરિણમનમાં ક્રોધાદિ
પરભાવો જ ભાસે છે, પણ તે ક્રોધાદિમાં જ્ઞાન ભાસતું નથી, કેમકે ક્રોધાદિમાં જ્ઞાન
નથી. આ રીતે જ્ઞાન અને ક્રોધાદિને અત્યંત ભિન્નતા છે; એટલે જ્ઞાનસ્વભાવી આત્માને
ક્રોધાદિ સાથે એકતા નથી પણ ભિન્નતા છે.
જુઓ, આ અંદરના વેદનની વાત! જ્યાં સ્વભાવસન્મુખ થઈને જ્ઞાનપણે
પરિણમ્યો ત્યાં ક્રોધાદિથી જુદાપણે પરિણમન થયું. ત્યાં ક્રોધથી ભિન્ન જ્ઞાનનું વેદન થયું.
તે વેદનમાં ક્રોધાદિની ઉત્પત્તિ થતી નથી. જ્ઞાનની અને ક્રોધની ભિન્નતા જ્ઞાનીને વેદનમાં
સ્પષ્ટ ભાસે છે. જ્યાં પરિણતિ સ્વભાવ તરફ ઝૂકી ત્યાં ક્રોધથી છૂટી. પરિણતિ
જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકે અને તેમાં રાગની રુચિ પણ રહે એમ કદી બનતું નથી. જ્યાં
જ્ઞાનની રુચિ છે ત્યાં રાગની રુચિ નથી; અને જ્યાં સમજાવીને આચાર્યદેવ કેવું સ્પષ્ટ
ભેદજ્ઞાન કરાવ્યું છે? આવું ભેદજ્ઞાન કરતાંવેંત જ અજ્ઞાન નાશ પામે છે. –આ અપૂર્વ
ધર્મ છે.

PDF/HTML Page 22 of 53
single page version

background image
મંગલ જન્મોત્સવ અંક
વૈશાખ સુદ બીજ એટલે આપણા ગુરુદેવના જન્મની મંગલ વધાઈ!
આત્માર્થી જીવોને માટે એ સોનેરી પ્રસંગ છે. આત્મહિતનો સુપંથ દર્શાવીને ભવ્ય
જીવો ઉપર ગુરુદેવે મહાન ઉપકાર કર્યો છે. આ જગતમાં મહાન દુર્લભ એવો
ધર્માત્માનો સુયોગ ગુરુદેવના જ પ્રતાપે જિજ્ઞાસુ જીવોને સંપ્રાપ્ત થયો છે. આ
હળહળતા કળિકાળમાં ધર્માત્માનો સાક્ષાત્ યોગ નિરંતર મળવો એ તો ખરેખર
રણમાં રખડતા તૃષાતૂરને અમૃતના ધોરિયા મળવા જેવું છે. જેમ માબાપની
હાજરી પણ બાળકને પ્રસન્નકારી ને હિતકારી છે તેમ ધર્માત્માનો યોગ મુમુક્ષુ
જીવને પ્રસન્નકારી ને હિતકારી છે. અહા! જે મહાપુરુષના પ્રતાપે ભવભ્રમણથી
છૂટવાની દિશા સૂઝી હોય, જે સંતના નિમિત્તે સત્ય ધર્મની પ્રાત્પિ થઈ હોય, જે
મંગલમૂર્તિના પ્રસાદથી આત્મકલ્યાણના આશીર્વાદ મળ્‌યા હોય, તે મહાત્માના
જન્મોત્સવ–પ્રસંગે ભક્તહૃદયની સિતાર અસંખ્ય પ્રદેશના તારોથી ઝણઝણી ઊઠે
છે. હે ગુરુદેવ! આપ અનારા ધર્મપિતા... ને અમે આપનાં બાળક... અમારા
જીવનનું મહા સૌભાગ્ય છે કે અમે આપના પરિવારના થયા. હવે સદાય આપની
સાથે ને સાથે જ રહીને આપની મંગલ છાયામાં આપના આશીર્વાદથી
સમ્યક્ત્વાદિ આત્મલાભને સાધીએ... એવી આ મંગલદિને અભ્યર્થના કરીએ
છીએ.
–હરિ અને ચંદુ.

PDF/HTML Page 23 of 53
single page version

background image
મંગલ જન્મોત્સવ અંક
– આ છે શોરીપુરના નૈમનાથ ભગવાન!
આનંદરસ ટપકતી એમની અદ્ભૂત મુદ્રામાંથી જાણે વૈરાગ્યના શેરડા છૂટે છે.
“અહા નાથ! જે પરમવૈરાગ્યજીવન આપે અંગીકાર કર્યુ, અમારા ચિત્તમાં પણ
તે જ રમી રહ્યું છે–અમારા મનને તે જ ગમ્યું છે–તેથી અમે પણ આપના પગલે પગલે
મોક્ષને સાધશું.” –આવી ભાવનાપૂર્વક ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે.

PDF/HTML Page 24 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૮ A :
મંગલ જન્મોત્સવ અંક
ધર્માત્માની ધર્મપરિણતિ
ધર્માત્માને સમ્ગ્દર્શનપૂર્વક જેટલી વીતરાગપરિણતિ થઈ
છે તેટલો ધર્મ છે; તેની સાથે શુભોપયોગ ભલે હો, પણ તે
શુભોપયોગ પોતે કાંઈ ધર્મપરિણતિ નથી. –આમ સમજાવીને
પછી આચાર્યદેવ શુદ્ધોપયોગનું ફળ વર્ણવીને તેમાં આત્માને
પ્રોત્સાહિત કરે છે. અહો, શુદ્ધોપયોગનો એ આનંદ!!
(પ્રવચનસાર ગાથા ૧૧–૧૩ના પ્રવચનોમાંથી)

ધર્મપરિણતિ અને શુદ્ધોપયોગપરિણતિ તેમાં શું ફેર? ધર્મપરિણતિ તો
સમ્યગ્દર્શન થયું ત્યારથી ધર્માત્માને સદાય વર્ત્યા કરે છે, ને શુદ્ધોપયોગપરિણતિ
તો ક્્યારેક ક્્યારેક થાય છે, સાતમા ગુણસ્થાનથી માંડીને ઉપરના ગુણસ્થાનોમાં
શુદ્ધોપયોગપરિણતિ સદાય હોય છે. ધર્મીને શુભોપયોગ પરિણતિ હોય ત્યારે પણ
ધર્મપરિણતિ તો સાથે વર્તે જ છે, પંરતુ શુભોપયોગ વખતે શુદ્ધોપયોગપરિણતિ
હોતી નથી.
અહીં, શુભોપયોગ વખતે પણ ધર્મપરિણતિ હોય છે એમ કહ્યું, તેથી એમ
ન સમજી લેવું કે શુભોપયોગ તે ધર્મ છે. ધર્મ તો અંદર જેટલી રાગરહિત પરિણતિ
થઈ તેટલો જ છે; જે શુભરાગ રહ્યો તે તો વિરુદ્ધ પરિણિત છે, તે કાંઈ ધર્મ નથી.
તે શુભરાગમાં કાંઈ એવી તાકાત નથી કે મોક્ષરૂપ કાર્ય કરી શકે. તે તો બંધનનું
જ કારણ છે. મોક્ષનું કારણ તો શુદ્ધપરિણતિ જ છે.
ધર્મપરિણતિ જીવને શુભોપયોગ હોય તેનું ફળ શું તે બતાવ્યું, પણ તેથી
કરીને ધર્મપરિણત જીવના શુભોપયોગને આચાર્યદેવે ધર્મ નથી કહ્યો; તે શુભને
તો વિરોધીકાર્ય કરનાર કહ્યો છે. અવિરુદ્ધકાર્ય એવો જે મોક્ષ, તેનાથી વિરુદ્ધકાર્ય
એટલે બંધન, –શુભરાગ તે બંધનનો કર્તા છે. શુદ્ધોપયોગરૂપ ચારિત્ર તો મોક્ષરૂપ
સ્વકાર્યને કરવામાં સમર્થ છે; પણ તે ચારિત્ર જ્યારે શુભરાગ સહિત હોય ત્યારે તે
રાગના સદ્ભાવને લીધે પોતાના અવિરુદ્ધકાર્યને સાધી શકતું નથી; શુભરાગ
મોક્ષથી વિરુદ્ધકાર્ય કરનારું છે.
અહો, આચાર્યદેવે આ ગાથામાં શુદ્ધપરિણતિનું અને શુભરાગનું બંનેનું
ભિન્નભિન્ન ફળ બતાવીને ઘણી સ્પષ્ટતાથી સમજાવ્યું છે. શુદ્ધપરિણતિનું કાર્ય
મોક્ષ, ને શુભપરિણતિનું કાર્ય બંધ, –આમ બંનેના માર્ગ જુદા છે. ભલે એક
જીવને બંને ભાવો સાથે હોય, પણ બંનેનું કાર્ય

PDF/HTML Page 25 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૮ B :
મંગલ જન્મોત્સવ અંક
જુદું છે. ધર્માત્માનો શુભરાગ પણ બંધનું જ કારણ છે તે કાંઈ મોક્ષનું કારણ નથી.
તો પછી અજ્ઞાનીના શુભની તો વાતજ શી! જ્ઞાનીને શુભ વખતે જેટલી
શુદ્ધપરિણતિ છે તે તો મોક્ષનું જ અવિરુદ્ધ કારણ છે.
જીવ પોતે પરિણમનસ્વભાવવાળો છે. એટલે ધર્મપરિણતિરૂપે કે શુભ
અશુભપરિણતિરૂપે પોતેજ પરિણમે છે; પોતે જ પોતાના પરિણમનસ્વભાવથી તે
તે ભાવોમાં તદ્રૂપ થઈને તે કાળે પરિણમે છે, કોઈ બીજાના કારણે તે પરિણામ
થતા નથી. એટલે નિમિત્તના કારણે કોઈ પણ પરિણામ થાય એ વાત ન રહી.
હવે પોતાથી જે પરિણામ થાય છે તેમાં, જે શુદ્ધપરિણામ છે તે તો ધર્મ છે,
તે મોક્ષનું કારણ છે. અને તે વખતે શુભપરિણામ હોય તે કાંઈ ધર્મ નથી, તે
મોક્ષનું કારણ નથી. તે તો પુણ્યબંધનું કારણ છે.
અહા, કેટલી સ્પષ્ટ વાત!! પરને કારણે તારા કોઈ પરિણામ નહિ, ને
તારા પરિણામમાં શુભ તે ધર્મ નહિ. સ્વભાવને અવલંબીને જેટલી શુદ્ધપરિણતિ
થઈ તેટલો જ ધર્મ છે, તેટલું જ મોક્ષનું કારણ છે ને તે જ ઉપાદેય છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ધર્મપરિણતિ તો સદાય વર્તે છે, તે ધર્મપરિણતિ
હોવા છતાં તેની સાથે જ્યારે રાગ હોય છે ત્યારે તે ધર્મીને મોક્ષસાધનમાં એટલું
વિઘ્ન છે. ધર્મી જાણે છે કે આ શુભરાગ તે કાંઈ મારી ધર્મપરિણતિ નથી, મારી
ધર્મપરિણતિ તો રાગથી પાર છે. શુભોપયોગ તો બંધનું કારણ છે, તે ઉપાદેય
નથી, શુદ્ધોપયોગ જ ઉપાદેય છે, તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. શુદ્ધપરિણતિ અને
શુભપરિણતિ એ બંનેની જાત જ જુદી છે. શુભપરિણતિને તો બધા જીવો
સ્થૂળપણે જાણે છે. પણ શુદ્ધપરિણતિ ધર્માત્માના અંતરમાં હોય છે તે સૂક્ષ્મ છે, તે
શુદ્ધપરિણતિને અજ્ઞાનીઓ જાણતા નથી. તે તો શુભમાં અને તેના ફળમાં સુખ
માનીને રોકાઈ જાય છે, રાગથી પાર ચૈતન્યનું અતીન્દ્રિય–વિષયાતીત સુખ શું
ચીજ છે તેને તે જાણતો નથી. અરે, અશુભના ફળમાં તો નરકાદિના ઘોર દુઃખ છે,
તેની તો શી વાત! એ તો અત્યંત હેય છે, દુરથી જ છોડવા જેવો છે; અને,
શુદ્ધપરિણતિ સાથે નજીક વર્તતો જે શુભ ઉપયોગ તેનું ફળ પણ આકુળતા જ છે
તેથી તે પણ હેય છે. શુદ્ધોપયોગનું ફળ પરમ આનંદ છે તે જ ઉપાદેય છે.
–આવા શુદ્ધોપયોગને આચાર્યદેવે આત્મસાત્ કર્યો છે એટલે કે પોતાના
આત્માને આવા શુદ્ધોપયોગરૂપે પરિણમાવ્યો છે. એ રીતે શુદ્ધોપયોગને આત્મસાત્
કરીને આચાર્યદેવ તેના

PDF/HTML Page 26 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૮ C :
મંગલ જન્મોત્સવ અંક
ફળરૂપ પરમ અતીન્દ્રિય સુખને પ્રશંસે છે. અહો, શુદ્ધોપયોગના ફળમાં આવું
અતીન્દ્રિય સુખ છે– એમ જાણતાં આત્માને તેનું પ્રોત્સાહન મળે છે. કેવું છે
શુદ્ધોપયોગનું સુખ? તે ૧૩મી ગાથામાં કહે છે–
અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩.
અનાદિ સંસારથી કદી જે આનંદ પૂર્વે એક ક્ષણ પણ નથી અનુભવાયો
એવો અપૂર્વ, કોઈ પરમ અદ્ભૂત આનંદ ધર્મીને શુદ્ધપયોગમાં અનુભવાય છે.
અહા, અતીન્દ્રિય પરમ આહ્લાદ જેનો સ્વાદ જીવે પૂર્વે અનાદિ સંસારમાં કદી
ચાખ્યો નથી એવો પરમ આહ્લાદ શુદ્ધોપયોગીને સ્વાદમાં આવે છે. પોતાના
આત્માથી જ તે સુખની ઉત્પત્તિ થાય છે, બહારના કોઈ વિષયોના અવલંબન
વિના, આત્મામાં જે પરમ સહજ સુખનો સમુદ્ર ભર્યો છે તેમાંથી જ શુદ્ધોપયોગવડે
તે અતીન્દ્રિય સુખ પ્રગટે છે. જેમાં કોઈ પરના આશ્રયની અપેક્ષા નથી, જેમાં
ઈન્દ્રિયોનું કે ઈન્દ્રિયવિષયોનું અવલંબન નથી, ચૈતન્યના અંતરમાં જ ઉપયોગ
મુકીને આત્મા પોતે પોતાના આશ્રયથી પરમ આનંદરૂપ પરિણમે છે. આહા!
આત્માના જ આશ્રયે આત્માનો મોક્ષ થાય છે. મોક્ષ કહો કે પૂર્ણાનંદની પ્રાપ્તિ કહો,
તેની ઉત્પત્તિ આત્માના જ આશ્રયે થાય છે. શુદ્ધોપયોગ વડે આવો પરમ આનંદ
અનુભવાય છે. જુઓ તો ખરા, આ શુદ્ધોપયોગનું ફળ! આવું અતીન્દ્રિય સુખ
પરમ પ્રશંસનીય છે–એમ બતાવીને આચાર્યદેવ આત્માને તેનું પ્રોત્સાહન આપે છે.
અહા, જે સુખમાં કોઈ સંકલ્પ–વિકલ્પ નથી, આત્મા સિવાય બીજા કોઈની જેમાં
અપેક્ષા નથી એવું પરમ સુખ શુદ્ધોપયોગીને હોય છે.
ઈન્દ્રના વૈભવના કે ચક્રવર્તીના વૈભવના સુખ તે બધાય સુખક રતાં
શુદ્ધોપયોગના સુખની જાત જ જુદી છે, તેની સાથે કોઈને સરખાવી શકાતા નથી,
માટે તે સુખ અનુપમ છે. આવા શુદ્ધોપયોગના ફળને જાણીને હે જીવ! તું તેમાં
પ્રોત્સાહિત થા! સ્વભાવના આશ્રયે જે સુખ પ્રગટ્યું તે સદા ટકી રહે છે,
અનંતકાળ ટકી રહે છે; અને વચ્ચે તેમાં ભંગ પડતો નથી. વિચ્છેદ થતો નથી.
બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ હો–પણ શુદ્ધોપયોગમાં લીન સન્તોનું સુખ
વિચ્છિન્ન થતું નથી. આવું પરમ સુખ... તે કેમ પ્રગટે? કે શુદ્ધોપયોગ વડે પ્રગટે.
અહા, ચૈતન્યનું આવું સુખ!! આવો આહ્લાદ!! આવો નિરપેક્ષ આનંદ!! –તે
સર્વથા પ્રાર્થનીય છે, પરમ ઉપાદેય છે. આવું સુખ શુદ્ધોપયોગવડે પમાય છે–માટે
તે શુદ્ધોપયોગમાં મોક્ષાર્થી જીવ પોતાના આત્માને પ્રોત્સાહિત કરે છે. જુઓ,
મોક્ષાર્થીને ઉત્સાહ શુભનો નથી, મોક્ષાર્થીને તો શુદ્ધોપયોગનો જ ઉત્સાહ છે...
આવા શુદ્ધોપયોગ વડે પ્રાપ્ત થતું જે પરમ સુખ તે પ્રાર્થનીય છે.

PDF/HTML Page 27 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૮ D :
મંગલ જન્મોત્સવ અંક
* આવું સુખ કોને હોય? શુદ્ધોપયોગીને.
* શુદ્ધોપયોગ કોને હોય? જેને ચારિત્ર હોય તેને. (નીચે કોઈકવાર હોય છે તે
ગૌણ છે.)
* ચારિત્ર કોને હોય? સમ્યગ્દર્શન હોય તેને.
* સમ્યગ્દર્શન કોને હોય? પોતાના ત્રિકાળી જ્ઞાનાનંદસ્વભાવનો જે આશ્રય કરે
તેને.
માટે અંતર્મુખ અભ્યાસવડે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવનો પરમ
મહિમાપૂર્વક આશ્રય કરવો–તે મુમુક્ષુનું કર્તવ્ય છે.
* જ્ઞાનાનંદસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.
* સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રદશા થાય છે.
* ચારિત્રદશામાં શુદ્ધોપયોગ થાય છે.
* ને શુદ્ધોપયોગવડે પરમઅચિંત્ય અપૂર્વ ઈન્દ્રિયાતીત આનંદ અનુભવાય છે.
નમસ્કાર હો એવા શુદ્ધોપયોગી સંતોને.

PDF/HTML Page 28 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૯ :
મંગલ જન્મોત્સવ અંક
ધન્ય એ શુદ્ધોપયોગી સંત
(પ્રવચનસર ગ. ૧૪ ન પ્રવચનમથ: મહ વદ છઠ્ઠ)
– શુદ્ધોપયોનું ફળ પરમ અતીન્દ્રિય સુખ અને કેવળજ્ઞાન છે. તે પ્રશંસનીય છે.
– તે શુદ્ધોપયોગ કોને હોય? –કે જેને પ્રથમ તો ભેદજ્ઞાનવડે સ્વદ્રવ્ય અને
પરદ્રવ્યને જુદા જાણ્યા છે; તે ઉપરાંત મધ્યસ્થ ભાવરૂપ થઈને નિજસ્વરૂપમાં ઠર્યા છે,
એવા સમભાવી શ્રમણને શુદ્ધોપયોગ હોય છે.
– અહો, શુદ્ધોપયોગમાં વીતરાગતા છે, તે વીતરાગતામાં વિષમતા નથી.
– જ્યાં સ્વ–પરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં વિષમતા હોય, ત્યાં વીતરાગી સમભાવ
ન હોય.
– પહેલાં વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનમાં ને શ્રદ્ધામાં પણ જો ન આવે તો તેના
સમ્યક્ આચરણનું વિધાન ક્્યાંથી હોય?
– પહેલી વાત એ છે કે ભાવશ્રુતવડે જેણે શાસ્ત્રનું રહસ્ય એમ જાણ્યું છે કે
સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય અત્યંત ભિન્ન છે; દરેક દ્રવ્ય નિજપરિણામમાં તન્મયપણે પરિણમે છે,
અન્ય દ્રવ્ય સાથે તેને જરાય સંબંધ નથી.
– ભાઈ, શાસ્ત્રમાંથી જો આવું રહસ્ય તું કાઢ તો જ તું શાસ્ત્રના રહસ્યને
સમજ્યો છે. જો આવું રહસ્ય ન સમજ તો તને શાસ્ત્રનું જ્ઞાન જ નથી.
– અહીં તો શાસ્ત્રના અર્થોના જ્ઞાનના બળવડે જેણે ભેદજ્ઞાન કર્યું છે, જેણે
સમ્યગ્દર્શન કર્યું છે, અને તે ઉપરાંત જેણે નિજ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરી છે એવા
શુદ્ધોપયોગી મુનિની વાત છે. સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તો ગૃહસ્થદશામાંય થાય છે, પણ તે
ઉપરાંત આગળ વધીને મુનિદશા અને શુદ્ધોપયોગની આ વાત છે.
– આત્મા પરદ્રવ્યને કાંઈ કરી શકે છે–એ વાત તો ભેદજ્ઞાન થયું ત્યાં જ છૂટી
ગઈ, પણ હજી અસંયમભાવ હોવાથી હિંસાદિની વૃત્તિ હોય છે; પરંતુ પછી સ્વરૂપમાં
ઠરતાં છ જીવ નિકાયને હણવાના વિકલ્પ પણ અટકી ગયા છે, તેમ જ પાંચ ઈન્દ્રિય
સંબંધી અભિલાષા પણ છૂટી ગઈ છે, એ રીતે આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો છે,
શુદ્ધસ્વરૂપમાં જ સમ્યક્પણે આત્માનું સંયમન કર્યું છે, –એવા જીવને સુખદુઃખજનિત
વિષમતાનો અભાવ છે, –ને તેને જ પરમ સામ્યભાવરૂપ શુદ્ધોપયોગ હોય છે.
– તે શુદ્ધોપયોગી મુનિરાજને સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપતું હોવાથી તે
તપસહિત છે. અહા, તપ કોને કહેવું એની પણ અજ્ઞાનીઓને તો ખબર નથી. શુદ્ધસ્વરૂપ
શું અને તેમાં એકાગ્રતારૂપ તપ શું–તેની ઓળખાણ તો પહેલેથી હતી, અને પછી તે

PDF/HTML Page 29 of 53
single page version

background image
આત્મધર્મ : ૨૦ :
મંગલ જન્મોત્સવ અંક
ઓળખાણ અનુસાર તેનો અમલ કરીને નિજસ્વરૂપમાં ઠર્યા ને સંયમ–તપરૂપ
દેદીપ્યમાન દશા પ્રગટ કરી, ચૈતન્યને શોભાવ્યો, આત્માને વીતરાગભાવથી
ઝળહળાવ્યો, –આવા પ્રતાપવંત આત્માને શુદ્ધોપયોગ હોય છે.
– સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને કોઈકવાર (નિર્વિકલ્પ અનુભૂતિ વખતે)
શુદ્ધોપયોગ હોય છે ને પરમ અતીન્દ્રિય આનંદનો આહ્લાદ અનુભવાય છે. –પણ તે
ક્્યારેક હોવાથી તેની વાત ગૌણ છે; મુનિની વાત મુખ્ય છે. મુનિઓને વારંવાર
સ્વરૂપમાં લીનતાથી આવો શુદ્ધોપયોગ થાય છે.
– પરદ્રવ્યનું તો અસ્તિત્વ જ જુદું છે એટલે તેની તો શું વાત? શાસ્ત્રના અર્થ
જાણ્યા ત્યાં જ પરદ્રવ્યને તો અત્યંત જુદા જાણ્યા. નિજસ્વરૂપ ચૈતન્યમય છે તે પરથી
જુદું છે; એવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કર્યા ત્યાં નિજસ્વરૂપમાં જ ઠરવાનું રહ્યું.
– અહો, આ સંતોની વાણી છે. સંતોની વાણીના સમ્યક્ અર્થને પણ જે ન સમજે
તેને ચારિત્ર કેવું? ને મુનિદશા કેવી? વસ્તુનું સ્વરૂપ, તારું જ્ઞાન અને શાસ્ત્રનું કથન–
એ ત્રણેનો મેળ મળવો જોઈએ; તો જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન છે.
– જુઓ, આવો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વકનો શુદ્ધોપયોગ હોય તેને જ મુનિપણું
હોય છે. પછી ભલે છઠ્ઠા ગુણસ્થાને આવે ને શુભોપયોગ હોય, પરંતુ તે છઠ્ઠું ગુણસ્થાન
પણ તેને જ આવે છે કે જેણે પહેલાં શુદ્ધોપયોગવડે મુનિદશા પ્રગટ કરી હોય.
– કોઈ એમ કહે કે અત્યારે આવો શુદ્ધોપયોગ નથી;–એમ શુદ્ધોપયોગના
અસ્તિત્વની ના પાડવી તે મુનિદશાની જ ના પાડવા બરાબર છે. જો શુદ્ધોપયોગ નથી
તો મુનિદશા જ નથી.
– અત્યારે ભલે આવા શુદ્ધોપયોગી મુનિ કોઈ દેખાતા નથી, –પરંતુ તેથી કાંઈ
મુનિદશાનું જે સ્વરૂપ છે તે અન્યથા થઈ જતું નથી. જે કોઈ જીવને મુનિપણું પ્રગટે તેને
શુદ્ધોપયોગપૂર્વક જ મુનિદશા હોય છે. શુદ્ધોપયોગના અસ્તિત્વની જે ના પાડે છે તે
મુનિદશાના અસ્તિત્વની જ ના પાડે છે. અરે, સમ્યગ્દર્શન પણ પ્રથમ શુદ્ધોપયોગસહિત
જ પ્રગટે છે.
– અહો, શુદ્ધોપયોગ તે તો અતીન્દ્રિય આનંદરસનું ઝરણું છે. તે અતીન્દ્રિયરસમાં
મગ્ન મુનિઓ મોહના વિપાકથી અત્યંતપણે ભેદની ભાવનારૂપે પરિણમ્યા છે, એટલે
ઉત્કૃષ્ટ ભાવનાવડે નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કરીને ‘વીતરાગ’ થયા છે.
– આહા, જુઓ તો ખરા આ ધર્મીની દશા!! આવા શુદ્ધોપયોગધર્મરૂપે પરિણમેલા
મુનિવરો ચૈતન્યની પરમ–અતીન્દ્રિય કળાને અવલોકે છે, એટલે સાતા અસાતા જનિત
બહારના સુખદુઃખમાં તેમને પરિણામની વિષમતા થતી નથી, ક્્યાંય ઈષ્ટ–અનિષ્ટ વૃત્તિ
થતી નથી, સર્વત્ર ‘સમસુખદુઃખ’ છે, –આવા શ્રમણોને શુદ્ધોપયોગ છે.
– આવા શુદ્ધોપયોગવડે તરત જ આત્મસ્વભાવની ઉપલબ્ધિ થાય છે. અહો,
આવો શુદ્ધોપયોગ અને તેનો પ્રસાદથી તરત જ થતી આત્મસ્વરૂપની પ્રાપ્તિ–તે
પ્રશંસનીય છે.

PDF/HTML Page 30 of 53
single page version

background image
આત્મધર્મ : ૨૧ :
મંગલ જન્મોત્સવ અંક
શુદ્ધોપયોગનો પ્રસાદ
‘સ્વયંભૂ’ આત્માનું અન્ય કારકોથી અત્યંત નિરપેક્ષપણું
શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ શુદ્ધોપયોગ વડે થાય છે, અને તે શુદ્ધોપયોગ
આત્મસ્વભાવના આશ્રયે જ થાય છે. શુદ્ધોપયોગ ચૈતન્યપરિણામસ્વરૂપ છે, શુભાશુભ
રાગપરિણામ તે ખરેખર ચૈતન્યપરિણામસ્વરૂપ નથી. ભલે થાય છે આત્મામાં, પણ તે
આત્માના સ્વભાવપરિણામ નથી. સ્વભાવપરિણામ તો શુદ્ધોપયોગ છે. તે શુદ્ધોપયોગ
વડે પગલે પગલે શુદ્ધતા વધતી જાય છે ને નિર્વઘ્ન જ્ઞાનદર્શનશક્તિ ખીલી જાય છે એટલે
કે આત્મા સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થાય છે.
આવી સર્વજ્ઞતા શુદ્ધોપયોગના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. અહો, સર્વજ્ઞતાના
અચિંત્ય સામર્થ્યની શી વાત! અનંત અલોકાકાશ વગેરેને સાક્ષાન્ જાણી લ્યે છે.
અનંતને અનંત તરીકે જાણીને તેનો પાર પામી જાય છે–એ જ્ઞાનની મહાન અનંત શક્તિ
છે. આવી અચિંત્ય સર્વજ્ઞશક્તિ અને અપૂર્વ અતીન્દ્રિય પરમ આનંદ શુદ્ધોપયોગ વડે
પ્રગટે છે; બીજું કોઈ સાધન નથી.
શુદ્ધોપયોગ વડે જે શુદ્ધાત્મપ્રાપ્તિ થાય છે તે અન્ય કારકોથી નિરપેક્ષ છે,
આત્માને જ આધીન છે, જરાપણ પરાવલંબન તેમાં નથી. આ રીતે પોતે પોતાના જ
આશ્રયે સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલો આત્મા ‘સ્વયંભૂ’ છે.
અહો, સર્વજ્ઞતા એટલે જ્ઞાનના અચિંત્ય સામર્થ્યની પરાકાષ્ટા! એમાં જરાય
પરાવલંબન નથી, એમાં વિકાર નથી, એમાં અપૂર્ણતા નથી. આવા જ્ઞાનસામર્થ્યનો
આદર, સત્કાર, પ્રશંસા અને ઓળખાણ કરતાં પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થાય
છે એટલે દર્શનમોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે. ભગવાન કહે છે કે અમને જે
જાણશે તેને ક્ષાયિક સમકિત થાશે.
સર્વજ્ઞતાનો નિર્ણય

PDF/HTML Page 31 of 53
single page version

background image
આત્મધર્મ : ૨૨ :
મંગલ જન્મોત્સવ અંક
સર્વજ્ઞસ્વભાવના આશ્રયે થાય છે. અલ્પજ્ઞ એવી મતિશ્રુતપર્યાયમાં પણ અંતર્મુખ વલણ
વડે સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થાય છે.
સર્વજ્ઞસ્વભાવને સાધતા સાધતા સ્વાશ્રયયની ભૂમિકા સહિત વચ્ચે વિકલ્પથી જે
કર્મ બંધાયા (તીર્થંકરપ્રકૃતિ બંધાણી) તે પ્રકૃતિનો ઉદય કેવળજ્ઞાન થયા પછી આવ્યો
અને તેના નિમિત્તે જે વાણી છૂટી તે વાણીમાં પણ સ્વાશ્રયનો જ ઉપદેશ આવ્યો છે.
સ્વાશ્રયભાવવડે જ ભગવાનની વાણીનો નિર્ણય થઈ શકે છે. સર્વજ્ઞનો નિર્ણય સર્વજ્ઞના
આશ્રયથી થતો નથી પણ સ્વસન્મુખ થઈને સ્વભાવના આશ્રયે જ તેનો નિર્ણય થાય
છે.
અહો, આવી સ્વાશ્રયવિધિ વડે જ અર્હંતોએ મોહનો ક્ષય કર્યો ને એવો જ
સ્વાશ્રયમાર્ગ ઉપદેશીને તે અર્હંતો મોક્ષ પધાર્યા... અહો, તેમને નમસ્કાર હો! તેમણે
દર્શાવેલા સ્વાશ્રયમાર્ગને નમસ્કાર હો.
જુઓ, આ અરિહંતોનો માર્ગ! અરિહંતોનો માર્ગ પરાશ્રયવાળો નથી... એ તો
સ્વાશ્રિતમાર્ગ છે, વીરનો માર્ગ છે, જગતથી અત્યંત નિરપેક્ષ માર્ગ છે. સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ પણ આ જ માર્ગથી થાય છે, ને પછી વીતરાગતા તથા કેવળજ્ઞાન પણ આ જ
માર્ગથી થાય છે. એમાં વચ્ચે ક્્યાંય પરનો આશ્રય નથી, વચ્ચે ક્્યાંય રાગનું અવલંબન
નથી, વચ્ચે ક્્યાંય બીજા સાધનની અપેક્ષા નથી. અહો, આવો પરમ નિરપેક્ષ
વીતરાગમાર્ગ અત્યંત આત્માધીન છે. સ્વાધીન એવો શુદ્ધોપયોગ તે જ તેનું સાધન છે.
અહીં ઉત્કૃષ્ટ વાત છે એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અન્ય દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ
અને અત્યંત આત્માધીન છે એમ કહ્યું; કેવળજ્ઞાનની જેમ સમ્યગ્દર્શનથી માંડીને
મોક્ષમાર્ગની બધીયે નિર્મળ પર્યાયો અત્યંત આત્માધીન છે, અને અન્ય સાધનોથી
અત્યંત નિરપેક્ષ છે; એમ બધી પર્યાયોમાં સમજવું. સમ્યગ્દર્શનમાં પરનું અવલંબન જરા
પણ છે? ... તો કહે છે કે ના; તે અત્યંત સ્વાલંબી છે, જરા પણ પરાવલંબન તેમાં નથી.
અહો, સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની મારી કોઈ પણ પર્યાયમાં પરનું જરાય
અવલંબન નથી, મારા આત્મસ્વભાવના અવલંબને જ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન
પર્યાયો પ્રગટે છે. બસ, મારે મારામાં જ જોવાનું રહ્યું... મારામાં જ ઠરવાનું રહ્યું.
સ્વાશ્રયે સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાનરૂપ પરિણમવું તે મારા જ અધિકારની વાત છે,
તેમાં બીજાનો અધિકાર નથી, પરાધીનતા નથી.
શુદ્ધઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મોનો નાશ કરીને જેણે
શુદ્ધઅનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ આત્મા સ્વયમેવ પોતાના
જ્ઞાયકસ્વભાવના સામર્થ્યથી જ છકારકરૂપ થઈને સર્વજ્ઞ થયો છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે
બધાય અત્મામાં સ્વયમેવ છકારકરૂપ થવાની તાકાત

PDF/HTML Page 32 of 53
single page version

background image
આત્મધર્મ : ૨૩ :
મંગલ જન્મોત્સવ અંક
છે, બીજાની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. અહો, આવો નિજસ્વભાવ છે,
તેને ભૂલીને બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતાથી અજ્ઞાની જીવો નકામા પરતંત્ર
આકુળવ્યાકૂળ થાય છે.
અહીં, આચાર્યદેવ આત્માનું ‘સ્વયંભૂ’ પણું બતાવીને ચૈતન્યસ્વભાવનું જ
અવલંબન કરાવે છે. ભાઈ, સર્વજ્ઞતારૂપે બીજા કોઈની મદદ વિના પરિણમે એવી
આત્માની તાકાત છે, સર્વજ્ઞતાનો સ્વભાવ જેમાં ભર્યો હોય તે જ સર્વજ્ઞતાનો કર્તા થાય.
રાગાદિમાં સર્વજ્ઞસ્વભાવ નથી કે તે સર્વજ્ઞતાનું સાધન થાય. સર્વજ્ઞતાના કર્તા થવાનું કે
સર્વજ્ઞતાનું સાધન થવાનું સામાર્થ્ય સર્વજ્ઞસ્વભાવી આત્મામાં છે; તેથી પોતાના સ્વતંત્ર
સામર્થ્યથી શુદ્ધોપયોગ પ્રગટ કરીને પોતે જ સર્વજ્ઞતાનો કર્તા થાય છે. ઉગ્ર
શુદ્ધોપયોગરૂપે પરિણમવું તેનું નામ શુદ્ધોપયોગની ભાવના છે, તે ભાવનામાં વિકલ્પ
નથી. આવા શુદ્ધોપયોગરૂપે પરિણમતાં આત્મા નિજસ્વભાવસામર્થ્ય પ્રગટ કરીને સર્વજ્ઞ
થાય છે. તેમાં પોતે જ સ્વતંત્ર કર્તા છે. અને પોતે જ તે–રૂપે પરિણમીને પોતાનું પ્રાપ્ય
થાય છે, એટલે પોતે જ પોતાનું કર્મ છે. વળી તેનું સાધન પોતે જ છે. પોતે જ સ્વયમેવ
જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે ઉત્કૃષ્ટ સાધન છે; બીજું કોઈ જુદું સાધન છે જ
નહિ. તે કાળે જ્ઞાનરૂપે પરિણમતું આત્મદ્રવ્ય પોતે જ સાધકતમ છે; બહારનું તો સાધન
નથી, રાગ પણ સાધન નથી ને પૂર્વપર્યાય પણ ખરેખર સાધન નથી. તે કાળે તે
ભાવમાં તન્મય પરિણમતું દ્રવ્ય જ સાધન છે. વળી તે નિર્મળપરિણતિ પોતાને જ
દેવામાં આવતી હોવાથી આત્મા પોતે જ તેનું સંપ્રદાન છે, તે કાર્યમાં ધ્રુવપણે પોતે જ
રહેતો હોવાથી આત્મા જ તેનું અપાદાન છે, ને તે પરિણતિનો આધાર પણ પોતે જ
હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે આત્મા સ્વયમેવ છકારકરૂપ થઈને પોતાની
નિર્મળપરિણતિરૂપે પરિણમે છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે.
અરે જીવ! તારા જ્ઞાન–આનંદરૂપે પરિણમે એવી તાકાત તારા આત્મામાં જ છે,
તેનું અવલંબન લે. બીજે બહારમાં ન શોધ. આવા સ્વાવલંબી સ્વભાવમાં વળ્‌યા વગર
સમ્યગ્દર્શન થાય નહિ, ને સ્વભાવ ખીલે નહિ. પરભાવમાં તો અનાદિનો પડ્યો જ છે,
પણ સ્વભાવની ખીલવટ કેમ થાય? તે વાત કદી સમજ્યો નથી. આચાર્યદેવ સમજાવે છે
કે અરે જીવ! મોક્ષમાર્ગ તો આત્માના અવલંબને છે, બહારના અવલંબને મોક્ષમાર્ગ
નથી. સ્વસત્તાનું અવલંબન જ મોક્ષમાર્ગ છે, અર્થાત્ શુદ્ધાત્માનુભૂતિ તે મોક્ષમાર્ગ છે.
જ્યાં શુદ્ધાત્માનુભૂતિ છે ત્યાં બારઅંગનું જ્ઞાન હો કે ન હો. એવો કોઈ નિયમ નથી કે
બાર અંગનું જ્ઞાન હોવું જ જોઈએ. શુદ્ધાત્માની અનુભૂતિમાં બારે અંગનું રહસ્ય આવી
ગયું. મધ્યબિંદુથી ચૈતન્યદરિયો ઉલ્લસ્યો ત્યાં પર્યાયમાં જ્ઞાન–આનંદની ભરતી આવી.
અનુભૂતિ વગર એકલા શાસ્ત્રના જાણપણા વડે કે રાગની મંદતા વડે પર્યાયમાં
અતીન્દ્રિય જ્ઞાન–આનંદની ભરતી આવતી નથી. જ્યાં શુદ્ધોપયોગથી આત્મસ્વભાવમાં
એકાગ્ર થયો ત્યાં તે સ્વભાવ પોતે જ ઉલ્લસીને પર્યાયમાં પ્રગટે છે. માટે અંતર્મુખ થઈને
પોતાના આવા સ્વભાવને પ્રતીતમાં લેવો–જ્ઞાનમાં લેવો–અનુભવમાં લેવો–તે મોક્ષાર્થીનું
કર્તવ્ય છે.

PDF/HTML Page 33 of 53
single page version

background image
આત્મધર્મ : ૨૪ :
મંગલ જન્મોત્સવ અંક
અરે મોક્ષાર્થી જીવો! ચૈતન્યના અચિંત્ય સામર્થ્યને પ્રતીતમાં લ્યો. ભગવાન
અર્હંતો નિજસ્વભાવના અવલંબને જ સ્વયમેવ સર્વજ્ઞ થયા છે, કિંચિત્ પણ પરાલંબન
નથી; જેવા ભગવાન અર્હંતો તેવો જ દરેક આત્માનો સ્વભાવ; આવા સ્વભાવને
જાણીને વ્યગ્રતા છોડો, બાહ્ય સામગ્રીની ઓશિયાળી બુદ્ધિ છોડો, ને પ્રમોદથી સ્વભાવને
અવલંબો. યથાર્થ વસ્તુસ્થિતિમાં વ્યગ્રતા કે પરતંત્રતા હોતી નથી. વ્યગ્રતા ને પરતંત્રતા
તો વિકૃતિમાં છે. માટે યથાર્થ વસ્તુસ્થિતિ સમજીને સ્વાલંબન કરો ને વ્યગ્રતા છોડો.
આમ સંતોએ સ્વાલંબી માર્ગ ઉપદેશ્યો છે;
(શ્રી પ્રવચનસાર ગા. ૧પ–૧૬ના પ્રવચનમાંથી)
* * *
અ. ક. જ. વ. ર
ચિદાનંદસ્વરૂપના અનુભવની રીત બતાવીને આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે:
અહો! આ અપૂર્વ વાત છે... અરે ભાઈ! એકવાર અમારી વાત સાંભળીને લક્ષમાં તો
લે... આવો જ મારો સ્વભાવ છે–એમ લક્ષમાં લઈને એકવાર હોંસથી હા તો પાડ.
એકવાર પણ આ સ્વભાવના દ્રઢ સંસ્કાર આત્મામાં પાડયા તો તારું અપૂર્વ કલ્યાણ
થશે. બીજું અનંતવાર કર્યું હવે એકવાર આ તો કર. આ અપૂર્વ સમજણ કરવી તેમાં
જીવનની સફળતા છે. અજ્ઞાનભાવે આત્મા નિજશક્તિને હારી ગયો છે, આ સમજવાથી
આત્માની ફતેહ થાય છે એટલે તેની નિજશક્તિ ખીલી જાય છે ને તે સંસારથી છૂટીને
સિદ્ધદશા પામે છે. આ રીતે ફત્તેપુરમાં આત્માની ફત્તેહ થાય એવી સરસ વાત આવી.
(–વૈશાખ સુદ બીજના પ્રવચનમાંથી.)
* * *
આત્માની ફતેહ
વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવે ફત્તેપુરના પ્રવચનમાં કહ્યું કે–જુઓ ભાઈ,
જગતમાં બધું સુલભ છે પરંતુ ચૈતન્યતત્ત્વની વાર્તા અતિ દુર્લભ છે. અંતરમાં
ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ કેમ થાય, તે જ કરવા જેવું છે... તેમાં જ આત્માની
ફત્તેહ છે ને તેમાં જ જીવનની સફળતા છે. ભાઈ! એકવાર ચૈતન્યની વાત લક્ષમાં
લઈને હોંસથી હા પાડ... તો તારી અપૂર્વ ફત્તેહ થાય... ને તને મોક્ષપદ મળે.

PDF/HTML Page 34 of 53
single page version

background image
આત્મધર્મઃ૨પ:
મંગલ જન્મોત્સવ અંક
*આ... ત્મ... જ્ઞ... સં... ત*
(ગુરુદેવ પ્રત્યે ભાઈશ્રી ખીમચંદ જે. શેઠ પોતાની ખાસ શૈલિથી શ્રદ્ધાંજલિ અર્થે છે.)
કોટી કોટી વંદન હો
તે પુણ્યપ્રભાવી આસન્ન–
ભવ્ય સદ્ગુરુદેવશ્રીના
આત્માને!
અને
તેમના ૭૪મા
જન્મજયંતિ મંગલદિને
ભાવના ભાવીએ છીએ
કે તેઓ ચિરાયુ હો
અને
જગતના સર્વ જીવોનુ
કલ્યાણ કરો!
મહાત્મ્ય.
૪. સુવર્ણપુરુમાંથી જેણે આપ્યા સુવર્ણમય સંદેશા યર્થાથતાના, સ્વતંત્રતાના અને વીતરાગતાના.
પ. નીડરપણે સત્યમાર્ગનો પ્રકાશ કર્યો વીતરાગના એ વીર વારસે.
૬. કરવું છે કાંઈક અપૂર્વ એવું બાલ્યાવસ્થામાં જ વદનાર એ સંતે જગતમાં કરી છે અપૂર્વ
ધર્મપ્રભાવના.
૭. વીતરાગી માર્ગનો ફરકાવ્યો છે વિજયધ્વજ જેમણે પોતાની દિવ્યશક્તિથી.
૮. જેમના અંતરમાંથી ઝરતાં શાંતિનાં અમૃતબિંદુઓ શમાવે છે સંસારના ત્રિવિધ તાપોને.
૯. આત્મબંદરના એ વહાણવટીએ બનાવ્યો પરમ પારિણામિકભાવને ધ્રુવ તારો અને

PDF/HTML Page 35 of 53
single page version

background image
આત્મધર્મઃ૨૬:
મંગલ જન્મોત્સવ અંક
આદર્યો પ્રવાસ મોક્ષપાટણ પહોંચવાનો.
૧૦. કરે છે તે વ્યવહારભાવોને સદાય ગૌણ અને આપે છે જ્ઞાયકભાવને સદાય મુખ્યતા.
૧૧. છે તે સદાય મુક્તિનો મહામુમુક્ષુ અને વિકારી ભાવોનો વિજેતા.
૧૨. પાવન યાત્રિક બન્યો છે તે અનેક તીર્થંધામોનો અને સિદ્ધક્ષેત્રોનો.
૧૩. અનેક ભવ્યોના સંસારવિષ ઊતર્યાં છે જેમની પરમ અમૃતમય વાણીથી.
૧૪. વહેવડાવ્યા છે શ્રુતજ્ઞાનના ધોરિયા જેમણે અને તેથી શુદ્ધ બન્યાં છે તેમાં સ્નાન કરનાર
ભાવિકોનાં હૃદયો.
૧પ. મંત્રમુગ્ધ બન્યા છે અનેક જીવો જેમની મધુરી શ્રુતજ્ઞાનની બંસરીના નાદે.
૧૬. અંતર ઉલ્લસિત થયાં છે અનેક મુમુક્ષુઓનાં જેમની અમોધ આત્માનુભવપૂર્ણ
કલ્યાણકારિણી વાણીના શ્રવણથી.
૧૭. સંસારસાગર પાર ઉતારનાર જે જ્ઞાની સુકાની છે
૧૮. અધ્યાત્મનિધાની ખુલ્લાં મૂક્્યાં છે જે ચૈતન્યઋદ્ધિધારીએ.
૧૯. અધ્યાત્મશ્રુતસાગરમાંથી વીણીને જગત સમક્ષ પ્રગટ કર્યાં છે અનેક મહામૂલ્યવાન સિદ્ધાંત
મૌક્તિકો.
૨૦. શુદ્ધાત્મદ્રવ્યના આલંબને જ સાધી શકાય છે આત્મકલ્યાણ એવું જેમણે અમંદપણે
પ્રતિપાદન કરેલ છે.
૨૧. પરદ્રવ્ય–પરભાવની ઉપેક્ષા કરીને સ્વદ્રવ્ય–સ્વભાવની જ અપેક્ષા કરવાનું જેઓ નિરંતર
ફરમાવે છે.
૨૨. સંસારના રંગરાગને હેય કરી જેઓ નીરાગી આત્માનંદનો આસ્વાદ કરી રહ્યા છે.
૨૩. અંતરંગ ચૈતન્યઅંગમાં અભંગ છલંગ મારવા જેઓ સતત પ્રયત્નશીલ રહે છે.
૨૪. સહજાનંદમય પરિણતિનો જેઓ તાદશ ચિતાર આપે છે.
૨પ. સ્થપાયાં છે અનેક ભવ્ય જિનમંદિરો જેમના પરમપુનિત પ્રતાપે.
૨૬. પાવન બન્યાં છે અનેક શહેરો જેમના પવિત્ર ચરણકમળથી.
૨૭. આધર્યાં અનેક જીવોએ બ્રહ્મચર્ય જે કુમાર બ્રહ્મચારીના સદુપદેશથી.
૨૮. સિદ્ધપદપ્રાપ્તિનો છે તે પાવન પથિક.
૨૯. છે તે જૈનન્દ્રતત્ત્વજ્ઞાનનો મહાન પ્રચારક.
૩૦. છે તે આદર્શ આત્મહિતસાધક.
૩૧. છે તે ચૈતન્યવૈભવધારી અને આત્મસમૃદ્ધિનો સ્વામી.
૩૨. વર્તે છે સુયોગ જેમને પુણ્ય અને પવિત્રતાનો.

PDF/HTML Page 36 of 53
single page version

background image
આત્મધર્મઃ૨૭:
મંગલ જન્મોત્સવ અંક
ગુરુદેવના મંગળજન્મોત્સવ પ્રસંગે શેઠ શ્રી પ્રેમચંદભાઈએ
પોતાની ભાવભીની ઉર્મિ વ્યક્ત કરી છે તે અહીં આપવામાં આવી છે.
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
આજે મહાન માંગળિક
દિવસ છે, પરમકૃપાળુ
ગુરુદેવશ્રીની જન્મજયંતિનો
આજનો દિવસ અપૂર્વ આનંદ
અને ઉલ્લાસનો છે. આપણા–
સર્વે મુમુક્ષુ આત્માર્થી જીવોના
ઉદ્ધારનો, એટલે કે ધાર્મિક
જીવનના જન્મનો આજનો
અવસર છે. જૈનધર્મને ભૂલીને
અનાદિકાળથી સંસારમાં
રખડતા જીવોને, જૈનધર્મના
વાસ્તવિક સ્વરૂપનું ભાન
કરાવનાર પરમપૂજ્ય
ગુરુદેવશ્રીનો અનંત ઉપકાર
છે. અજ્ઞાની જીવો જડની
ક્રિયામાં અને પુણ્યમાં
ધર્મમાની અને મનાવી રહ્યાં
છે. ત્યારે ચિદાનંદમૂર્તિ આત્મા
જડથી ને વિકારથી ભિન્ન છે–તેના સ્વાનુભવથી જ સમ્યક્ત્વ અને ધર્મ થાય છે, –એવી સમ્યગ્દર્શનની
અપૂર્વ વાત ગુરુદેવ સંભળાવી–સમજાવીને આપણું અપૂર્વ કલ્યાણ કરી રહ્યા છે. વર્તમાન દુઃષમકાળમાં
આવા અપૂર્વ જ્ઞાનીઓના સમાગમ વિના અને તેમના વચનામૃતોનું અપૂર્વ શ્રવણ મળ્‌યા વિના આપણું
શું શાત! તે કલ્પનામાં આવી શકતું નથી. તેઓએ આપણને ભયંકર ભાવમરણોથી ઉગારીને અપૂર્વ
આત્મજીવન અર્પ્યું છે. જ્યારે તીર્થંકરો–કેવળીઓ કે ગણધરોનો આપણને વિરહ વર્તે છે એવા આ કાળે
સાક્ષાત્ સ્વાનુભૂતિનો નિઃશંક માર્ગ પ્રકાશીને ગુરુદેવે તે વિરહ ભૂલાવી દીધો છે. તેમના ઉપકારનો
બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. આવા ગુરુદેવનો સાથ આપણને સદાય રહ્યા કરે, આપણે મોક્ષ
પામીએ ત્યાંસુધી તેઓ આપણું કાંડું છોડે નહિ ને નિરંતર તેમની મીઠી છાયામાં રહીને આપણું
મંગલકાર્ય પૂરું કરીએ–એવી ભાવનાપૂર્વક અત્યંત ભક્તિથી તેઓશ્રીના ચરણોને અભિનંદું છું.

PDF/HTML Page 37 of 53
single page version

background image
આત્મધર્મઃ૨૮:
મંગલ જન્મોત્સવ અંક
દૂ ર થી........ અ ને........ ન જી ક થી........










વસ્તુને દૂરથી જોતાં તે નાની દેખાય છે ને નજીકથી જોતાં તે મોટી દેખાય છે. અહીં પર્વત ઉપર
મોટા ભગવાન છે પણ દૂરથી તે નાના દેખાય છે; તેનું વાસ્તવિક રૂપ દેખાતું નથી..... પણ–
નજીક જઈને જોતાં પર્વત ઉપરના મોટા ભગવાન સ્પષ્ટ દેખાય છે ને
તેમનું વાસ્તવિક રૂપ દેખતાં દર્શકને ઘણો મહિમા જાગે છે. તેમ

PDF/HTML Page 38 of 53
single page version

background image
આત્મધર્મઃ૨૯:
મંગલ જન્મોત્સવ અંક
“ચૈતન્યપ્રભુને જોવા માટે રાગથી દૂર જા... ને સ્વભાવની સમીપ થા”

જો કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા મોટો મહિમાવંત પરમેશ્વર છે, પણ અજ્ઞાની જીવ રાગની સમીપ
અને ચૈતન્યસ્વભાવથી દૂર વર્તે છે, એટલે તેને રાગની જ મહત્તા–મોટાઈ ભાસે છે, પણ ચૈતન્યપ્રભુની
મોટાઈ–મહત્તા તેને ભાસતી નથી; રાગની રુચિ આડે તે ચૈતન્યની પ્રભુતાને દેખતો નથી. પણ–










જ્ઞાની તો ભેદજ્ઞાનચક્ષુ વડે રાગથી જુદો પડી–વિભાવોથી દૂર જઈ, ચૈતન્યસ્વભાવની સમીપ
જઈને આત્માને જુએ છે, એટલે ચૈતન્યની નીકટતાથી તેને આત્મા પરમ અચિંત્ય પ્રભુતા સહિત મોટો
મહિમાવંત દેખાય છે. આ રીતે સ્વભાવની સમીપતા તે ચૈતન્યપ્રભુના દર્શનની રીત છે.

PDF/HTML Page 39 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૦:
મંગલ જન્મોત્સવ અંક
ફત્તેપુરમાં જન્મોત્સવ
પ્રસંગે ગુજરાતની જનતા
તરફથી ઘણો હર્ષ વ્યક્ત કરતાં
ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી
બાબુભાઈએ ઉલ્લાસપૂર્વક કહ્યું
હતું કે–
ધન્ય છે... ધન્ય છે...
આજનો મંગલદિન! ધન્ય છે
અમારા સૌભાગ્ય કે આજે
અમારા આંગણે ગુરુદેવનો
જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આજે અમારે રાંકને ત્યાં રત્ન
સાંપડ્યું છે. તીર્થંકર
ભગવાનની દિવ્યધ્વનિનો
સન્દેશ દેનાર મહાપુરુષ આજે
અમારા આંગણે પધાર્યા છે,
તેથી જાણે કે ભગવાનનું
સમવસરણ જ અમારે ત્યાં
આવ્યું હોય– એવો અમને
આનંદ થાય છે.
આ વાત કોના અંતરમાં ઊતરે?
આત્માના અંર્તસ્વભાવમાં ઢળવાની આ વાત કોના અંતરમાં
ઊતરે? – કે જેના અંતરમાં ધર્મની ખરી જિજ્ઞાસા જાગી હોય તે જિજ્ઞાસુ
જીવ પોતાના હિતને માટે આ વાત અંતરમાં ઊતારીને જ્ઞાનસ્વભાવી
આત્માનો નિર્ણય કરે છે. પર તરફનો ઉત્સાહ જેને ઓસરી ગયો છે, રાગ
તરફનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે, ને જ્ઞાનસ્વભાવ તરફના ઉત્સાહની
જેને ભરતી આવે છે–એવા જીવના અંતરમાં આ વાત ઊતરી જાય છે–
એટલે કે તેને શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે.
(રાજકોટ–પ્રવચનમાંથી)

PDF/HTML Page 40 of 53
single page version

background image
આત્મધર્મઃ૩૧:
મંગલ જન્મોત્સવ અંક
બા... લ... વિ... ભા... ગ
ધર્મપ્રેમી બાલબંધુઓ! ‘આત્મધર્મ’ દ્વારા આજે લગભગ એક વર્ષ બાદ ફરીને આપણે મળીએ
છીએ... તમે તો કદાચ ‘આત્મધર્મ’ ને ભૂલી ગયા હશો પણ ‘આત્મધર્મ’ ના બાલવિભાગમાં તમને કેમ
ભૂલાય? પહેલાંની જેવા જ ઉત્સાહથી તમે આત્મધર્મનો બાલવિભાગ વાંચજો. આજે તો વૈશાખ સુદ
(સૌરાષ્ટ્ર) એ પ્રમાણે સરનામું કરવું.
... ચિદાનંદ વસ્તુને ભૂલમા...
ભૂલમા ભૂલમા ભૂલમા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા...
પરને પોતાની માનમા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા... (૧)
તારામાં શાંત થા... ધર્માત્મા જીવ થા!
સ્વરૂપ બહાર તું ભ્રમમા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા... ભૂલમા... (૨)
સમ્યગ્દ્રષ્ટિ થા... ભ્રમ મટાડી
આનંદ સ્વરૂપે લીન થા રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા... ભૂલમા... (૩)
આનંદનો દરિયો... જ્ઞાનસ્વરૂપી
ઊછળે એમાં તું મગ્ન થા... રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા... ભૂલમા... (૪)
આવી ગયો છે અવસર રૂડો...
શાંતસ્વરૂપે તું સ્થિર થા... રે...
તારી ચિદાનંદ વસ્તુને ભૂલમા... ભૂલમા... (પ)
(–પૂ. બેનશ્રીબેનલિખિત સમયસાર–પ્રવચનો
બાળકોનાં પરાક્રમ