Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 53
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
બે મિત્ર
આત્માને નિજસ્વરૂપની આરાધનામાં બે મિત્ર છે: એક વૈરાગ્ય અને બીજું
તત્ત્વજ્ઞાન.–આ બંને એકબીજાના પોષક છે. સ્વરૂપને સાધનાર જીવને આ બે મિત્ર પરમ
સહાયક છે. તેમના વડે ધ્યાન અને વીતરાગી સમાધિ પમાય છે.
* સમ્યગ્દર્શન થતાં આનંદનો અનુભવ થયો, ત્યાં નિઃશંકપણે ધર્મી જાણે છે કે આવો
આખોય આનંદ તે હું છું. જ્યાં પોતાનો આનંદ પોતામાં દેખ્યો, એનો સ્વાદ ચાખ્યો ત્યાં
પરમાં ક્્યાંય સુખબુદ્ધિ જ્ઞાનીને રહેતી નથી.
* સ્વભાવ સમજવાના ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવમાં તને થાક નથી
લાગતો,–પણ અરે ભાઈ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન હોય, એમાં તો
પરમ ઉત્સાહ હોય...એ તો અનાદિના થાક ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક
લાગે ને સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.
* અહા, કેવો સ્વતંત્ર અને સુંદર આત્મસ્વભાવ છે! બસ, આવા સ્વભાવથી આત્મા
શોભે છે, તેમાં વચ્ચે રાગ કે વિકલ્પ ક્્યાં રહ્યો? આત્માના વૈભવમાં વિભાવ નથી. આવા
સ્વભાવવાળો જ્ઞાનમાત્ર આત્મા તે ખરો આત્મા છે. આવા આત્માને શ્રદ્ધે–જાણે–અનુભવે તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, ને તે મોક્ષમાર્ગ છે.
અડોલ મેરુ પર્વત
શુદ્ધતાના મેરૂપર્વત જેવો જે આ ચૈતન્યસ્વભાવ, તેમાં વચ્ચે ક્્યાંય વિકાર ભર્યો નથી.
અસંખ્યપ્રદેશી આત્મા અચલમેરુ છે, ગમે તેવી પ્રતિકૂળતામાં પણ નિજસ્વરૂપથી તે ડગે નહિ,
તેના ગુણની એક કાંકરી ચલે નહીં, કે એક પ્રદેશ પણ હણાય નહીં. જેમ મેરૂપર્વત એવો સ્થિર
છે કે ગમે તેવા પવનથી પણ તે હલે નહીં, તેમ ચૈતન્યમેરુ આત્મા નિજસ્વભાવમાં એવો
અડોલ છે કે પ્રતિકૂળતાના પવનથી તે ઘેરાય નહીં, તેના કોઈ ગુણ કે ગુણની પરિણતિ હણાય
નહીં. આવા સ્વભાવના શ્રદ્ધાજ્ઞાન કરનાર ધર્માત્મા પ્રતિકૂળ સંયોગના ઘેરા વચ્ચે પણ
સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાનથી ડગતા નથી. તે નિઃશંક જાણે છે કે હું તો જ્ઞાન છું.
* રે જીવ! આ જરાક દુઃખ પણ તારાથી સહન નથી થતું, તો આના કરતાં મહાન
દુઃખો જેનાથી ભોગવવા પડે એવા અજ્ઞાનમય ઊંધા ભાવોને તું કેમ સેવી રહ્યો છે?
જો તને દુઃખનો ખરો ભય હોય તો તે દુઃખના કારણરૂપ એવા મિથ્યાત્વાદિ ઊંધા
ભાવોને તું શીઘ્ર છોડ...ને આનંદધામ એવા નિજસ્વરૂપમાં આવ. જ્ઞાની સંતો પાસે આવ...તે
તને તારું આનંદધામ દેખાડશે.

PDF/HTML Page 22 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
આત્મઅનુભવની
ભૂમિકા અને પર્યુષણ
[સમયસાર–કલશ પ ઉપરના પ્રવચનમાંથી: ભાદ્ર સુદ ૩–૪]
– * –
ચૈતન્યવસ્તુ આત્માને ગુણ–ગુણીભેદ પાડીને ઓળખાવવી તે વ્યવહાર છે.
આત્મવસ્તુનો અનુભવ કરવાના ઉદ્યમી જીવને પુદ્ગલાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ
લક્ષમાં લેવા જતાં ગુણ–ગુણીભેદનો વિચાર આવે છે કે આત્મા દર્શન–જ્ઞાન–
ચારિત્રસ્વરૂપ છે. આટલો ભેદ તે વ્યવહાર છે. ને અભેદ નિર્વિકલ્પ આત્માનું વેદન તે
નિશ્ચય છે. આત્માને અનુભવનારું જ્ઞાન નિર્વિકલ્પ છે. અહીં એટલું વિશેષ સમજવું કે
જિજ્ઞાસુને ગુણ–ગુણીભેદના વિચારરૂપ જે વ્યવહાર છે તે, તે વિકલ્પમાં અટકવા માટે
નથી પણ અભેદવસ્તુ તરફ જવા માટે છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને અભેદ આત્મા
તરફ લઈ જવો છે, કાંઈ ભેદમાં રોકાવાનું પ્રયોજન નથી...
આત્મા કેવો છે?
કે જે દર્શન–જ્ઞાન–ચારિત્રગુણનો ધારક છે તે જીવ છે. જુઓ, આ સમ્યગ્દર્શન
માટેનો વ્યવહાર. બહારમાં બીજો કોઈ વ્યવહાર ન લીધો પણ અંતરમાં ગુણ–ગુણીભેદનો
વિચાર છે તેટલો વ્યવહાર છે, ને તે વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી; છતાં તેમાં
અભેદસ્વભાવ તરફ જવાનું લક્ષ ભેગું છે, તેના જોરે આગળ વધીને સમ્યગ્દર્શન પામે
છે; કાંઈ ભેદનો વિકલ્પ તે સમ્યક્ત્વનું સાધન થતું નથી. ભેદના કથન કે વિકલ્પ વખતે
પણ, સમજનારનો કે સમજાવનારનો આશય તો અભેદસ્વરૂપને જ લક્ષગત કરવાનો છે.
એવું લક્ષ ન કરે ને એકલા વિકલ્પને જ પરમાર્થસાધન માની લ્યે તેને તો ભેદનો વિચાર
ખરેખર વ્યવહાર પણ નથી કહેવાતો. અભેદવસ્તુનો આશય લક્ષમાં હોય, તેના તરફ
જ્ઞાનનું વલણ હોય તો જ વચ્ચેના ભેદવિચારને વ્યવહાર ગણવામાં આવે છે.
આનંદકંદ ચૈતન્યવસ્તુના સાક્ષાત્ અનુભવમાં તો કાંઈ વિકલ્પ નથી; વસ્તુનો
અનુભવ નિર્વિકલ્પ છે. છતાં ભેદ કેમ ઉપજાવો છો? તો કહે છે કે ગમે તેવા બુદ્ધિમાનને
પણ અભેદવસ્તુના નિર્વિકલ્પ અનુભવ પહેલાં ગુણગુણીભેદનો વિચાર ઉપજ્યા વગર
રહેતો નથી. જુઓ, આવો પ્રશ્ન જેને ઉદ્ભવ્યો તે જિજ્ઞાસુ શિષ્ય નિશ્ચયના એટલા
લક્ષવાળો છે કે અભેદવસ્તુના અનુભવમાં ભેદ હોય નહિ. ભેદના વિકલ્પને જ સાધન
માનીને અટકે તે

PDF/HTML Page 23 of 53
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
જીવ તે ભેદ–વિકલ્પથી આગળ કેમ જાય? તે ભેદને ઓળંગીને અભેદઅનુભવમાં કઈ
રીતે આવશે? અભેદના લક્ષવાળો જીવ ભેદવિકલ્પને ઓળંગીને નિર્વિકલ્પ વસ્તુનો
અનુભવ કરશે.
જેને આત્માના સ્વભાવમાં અંદર જવું હોય, સમ્યગ્દર્શન કરવું હોય ને આનંદનો
અનુભવ કરવો હોય, તેવા જીવની ભૂમિકામાં શું થાય છે તેની આ વાત છે. તે
ભૂમિકામાં અભેદનું લક્ષ થવાનો આ એક પ્રકાર છે કે ‘જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એવા
પ્રકારે ગુણભેદના વિચાર આવે છે. આચાર્યદેવ કહે છે કે ખેદ છે કે વચ્ચે આટલો
વ્યવહાર આવી જાય છે, નહિતર તો સીધો અભેદ આનંદનો જ અનુભવ કરીએ. વિકલ્પ
વખતેય જેના જ્ઞાનમાં આવું અભેદનું લક્ષ છે તે અભેદ આત્મા તરફના ઝુકાવના બળે
વિકલ્પને તોડીને સાક્ષાત્ અનુભવ કરશે.
અનુભવ પહેલાં અંદર એમ ખ્યાલમાં આવે કે આ આત્મા જ્ઞાન–દર્શન–
ચારિત્રસ્વરૂપ છે. –સવિકલ્પદશામાં આટલો વ્યવહાર છે. ને સમ્યગ્દર્શન થયા પછી પણ
ગુણ–ગુણી ભેદ સંબંધી વિચાર ઊઠે તે વ્યવહાર છે. ‘જીવનું લક્ષણ ચેતના’ એમ વિચાર
કરતાં પુદ્ગલાદિ પરદ્રવ્યોથી ભિન્નપણે આત્મા લક્ષગત થાય છે. સાક્ષાત્ અનુભવ થવા
પહેલાંની દશામાં આવા વિચાર હોય છે. આટલા લક્ષ વગર સીધો આત્માનો અનુભવ
થઈ જાય એમ બનતું નથી. આવા લક્ષસહિતની ભેદભૂમિકાને વ્યવહાર કહ્યો છે. તે
વ્યવહારના વિકલ્પને તોડીને એકલા ચૈતન્યસ્વભાવમાં લક્ષને જોડતાં અભેદ અનુભવ
થશે, અને ત્યારે સમ્યગ્દર્શન થશે. પછી પણ આવા અનુભવમાં લીનતાદ્વારા જ વિકલ્પ
તૂટીને વીતરાગતા થશે. આવો સ્વાનુભવ તે જ મોક્ષમાર્ગ છે.
પહેલાં તો ‘ગુણધામ’ નું રટણ કરીને તેનું લક્ષ કરું, તેનો પક્ષ કરું, ને પછી
રુચિની પુષ્ટિ વડે સાક્ષાત્ અનુભવ કરીશ.–આ અનુભવનો મહાન અવસર આવ્યો છે.
ભાઈ, તારે કરવું છે શું?
–કે આત્માનો અનુભવ.
તો તે અનુભવ કેમ થાય તેની આ રીત સન્તો તને બતાવે છે. ગુણગુણીભેદનો
વિકલ્પ વચ્ચે આવશે પણ તે વિકલ્પ વખતે અભેદને લક્ષમાં રાખજે, જ્ઞાનનું વલણ
અભેદ તરફ રાખજે, વિકલ્પ તરફ વલણ ન રાખીશ. જો અભેદસ્વભાવમાં જવાતું હોય
તો ભેદના વિકલ્પ તરફ ઝાંખીને પણ ન જોઈશ. આમ અભેદના લક્ષ સહિત વચ્ચે
અનુભવ પહેલાં જે ભેદવિચાર આવ્યો તે વ્યવહાર છે. અંતરમાં નજીકમાં નજીકનો
આટલો વ્યવહાર છે,

PDF/HTML Page 24 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
કે જે આવ્યા વગર રહેતો નથી; અને છતાં સાધકનું લક્ષ તે વ્યવહાર ઉપર નથી,
તેનું લક્ષ–તેનું જોર–તેનો આદર–તેનો ઉત્સાહ–તેની પરિણતિનો ઝુકાવ તો અભેદ
આત્મવસ્તુના અનુભવ તરફ જ છે...અને એના જોરે જ તે સાક્ષાત્ અનુભવ કરીને
સમ્યગ્દર્શનાદિ પામે છે.
હજી સાક્ષાત્ આત્મઅનુભવ થવા પહેલાં તેની ભૂમિકારૂપે અંતરના વિચારથી
આત્મસ્વભાવ જેવો છે તેવો ખ્યાલમાં લીધો, જ્ઞાનના નિર્ણયમાં લીધો, તે
વ્યવહારભૂમિકા છે; તે ભૂમિકામાં હજી વિકલ્પ છે. પણ અંતરમાં જે સ્વભાવનો નિર્ણય
કર્યો છે તે સ્વભાવમાં જ્ઞાનનું વલણ છે, તે વલણના બળે શ્રુતજ્ઞાન જ્યારે અંતરમાં
વળીને આત્મસ્વભાવને અનુભવે છે ત્યારે નિર્વિકલ્પદશા થાય છે, ને આ
નિર્વિકલ્પદશામાં વિકલ્પ જુઠો થઈ જાય છે–એટલે કે તેનો અભાવ થઈ જાય છે. જ્ઞાનના
બળથી જે નિર્ણય કર્યો હતો તેનું આ ફળ છે; પણ પહેલાં જે વિકલ્પ હતો તેનું કાંઈ આ
ફળ નથી. વિકલ્પ વખતે પણ તે હેયપણે હતો, ને જ્ઞાનનું બળ તેનાથી જુદું કામ કરતું
હતું. આવા જ્ઞાનના અભ્યાસથી ભાવશ્રુતમાં આત્મા આનંદસ્વરૂપે પ્રત્યક્ષ થાય છે,
પ્રત્યક્ષ–સ્પષ્ટ સ્વસંવેદનમાં આવે છે, કોઈના અવલંબન વગર અતીન્દ્રિયપણે આત્મા
પોતે પોતાને અનુભવાય છે. આવો આત્મઅનુભવ કરવો તે વીતરાગી ક્ષમાદિક
દશધર્મોની આરાધનાનું મૂળ છે; ને આવી આત્મઆરાધનાનું નામ જ ‘પર્યુષણ’ છે.
આત્માનો જે પૂર્ણ આનંદરૂપ સ્વભાવ છે, તેની પૂર્ણ પ્રાપ્તિરૂપ મોક્ષનો ઉપાય
ચારિત્ર છે. શાંત–જ્ઞાનાનંદ સ્વરૂપમાં એકાગ્ર થઈને રમણ કરવું તે ચારિત્ર છે, તે
ચારિત્રમાં વીતરાગી ક્ષમાદિ ધર્મ સમાય છે. દશલક્ષણી ધર્મોમાં પહેલો ઉત્તમક્ષમાધર્મ છે.
આવી ઉત્તમ ક્ષમા અનંતકાળના પરિભ્રમણથી બચાવનાર છે. આવી ક્ષમાવડે આત્માના
શુદ્ધ જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ થાય છે. ક્ષમા તે આનંદની દાતાર છે. આત્માના
શુદ્ધઆનંદગુણની લીનતા એવી થાય કે પ્રતિકૂળ પ્રસંગમાંય ક્રોધની ઉત્પત્તિ ન થાય,–
આવી ઉત્તમક્ષમા તે પૂર્ણ આનંદરૂપ મોક્ષનું સાધન છે. ક્રોધ વડે આત્માના આનંદનો
ઘાત થાય છે, માટે તે દુઃખદાયક છે. સર્વજ્ઞપરમાત્માએ આત્માનો જે જ્ઞાન–
આનંદસ્વભાવ જોયો છે–તેવા સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેની ઉપાસના કરવી–તે
ધર્મ છે, તે ઉત્તમક્ષમા છે. તેનો આજે (ભાદ્ર સુદ પાંચમ) દિવસ છે. પર્યુષણ એટલે
આત્માને ધર્મની આરાધનામાં જોડવો તે પર્યુષણ છે.
* * *
દસલક્ષણધર્મસંબંધી ઉત્તમક્ષમા ધર્મનું વિવેચન થયું. ત્યારબાદ શ્રી શાંતિપ્રસાદ
શાહુજી આવ્યા ને પ્રવચનના પ્રારંભમાં ગુરુદેવે કહ્યું કે–

PDF/HTML Page 25 of 53
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત...રે ગુણવંતા જ્ઞાની
અમૃત વરસ્યા છે પંચમકાળમાં........
અમૃત વરસ્યા છે તારા આત્મમાં........
–આમ અમૃતની વર્ષાપૂર્વક પાંચમો કળશ શરૂ કરતાં કહ્યું કે ચૈતન્યસ્વરૂપ
આત્માને જે નિર્વિકલ્પપણે અનુભવે છે તેને વિકલ્પરૂપ સમસ્ત વ્યવહાર જુઠો છે–
અભૂતાર્થ છે. અજ્ઞાનીને અનાદિથી આત્માનો અનુભવ નથી, તે જ્યારે આત્માનો
અનુભવ કરવાની સન્મુખ થાય છે ત્યારે ‘હું ચેતનસ્વરૂપ છું’ ઈત્યાદિ વિચારરૂપ
વ્યવહાર આવે છે, ગુણ–ગુણીભેદનો એટલો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. પણ પછી
જ્યારે સ્વભાવ તરફ ઝુકીને સાક્ષાત્ નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે તેને કોઈ વિકલ્પ
રહેતો નથી–વ્યવહારનું અવલંબન રહેતું નથી. ભૂતાર્થસ્વભાવનો અનુભવ ગુણભેદના
વિકલ્પ વડે થઈ શકે નહીં. ચેતનસ્વભાવનો નિર્ણય અને લક્ષ કરવા ટાણે પહેલાં સાથે
વિકલ્પ હોય છે, પણ તે વિકલ્પ કાંઈ અનુભવનું સાધન નથી; તે વિકલ્પના બળથી કાંઈ
વસ્તુસ્વભાવ લક્ષમાં આવતો નથી, જ્યારે અંતર–અવલોકન વડે ચૈતન્યચમત્કાર
આત્માને લક્ષગત કરીને અનુભવે છે ત્યારે ગુણભેદનો વિકલ્પ પણ છૂટી જાય છે. માટે
અનુભવમાં તે ભેદ–વ્યવહારને જુઠો એટલે કે અભૂતાર્થ કહ્યો છે.–આવા આત્મ
અનુભવની અત્યંત પ્રયોજનરૂપ આ વાત છે.
સર્વજ્ઞપરમાત્મા સીમંધરભગવાન અત્યારે વિદેહમાં બિરાજે છે. ભગવાનના
શ્રીમુખે જે વાત આવી તે કુંદકુંદાચાર્યદેવે આ સમયસારમાં ઝીલી છે. નિર્વિકલ્પ
આત્મઅનુભવમાં શુદ્ધ નિશ્ચય આત્માનું જ અવલંબન છે, રાગાદિ પરભાવો બહાર રહી
જાય છે. વિકલ્પનો–ભેદનો–વ્યવહારનો આશ્રય કરીને અટકે તેને સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યગ્દર્શન થવાના કાળે અભેદ આત્માની જ અનુભૂતિ હોય છે. તે અનુભૂતિમાં
વિકલ્પનો અભાવ છે. આવો અનુભવ તિર્યંચ–સમ્યગ્દ્રષ્ટિને પણ થાય છે. અસંખ્યાતા
તિર્યંચો નિર્વિકલ્પ આત્મઅનુભૂતિને પામેલા અત્યારે મધ્યલોકમાં (સ્વયંભૂરમણ
સમુદ્રમાં) વિદ્યમાન છે. રાવણનો મોટો હાથી (ત્રિલોકમંડન) પણ આવા અનુભવને
પામ્યો હતો. હાથીનો જીવ ને ભરતનો જીવ બંને પૂર્વે મિત્ર હતા. તે હાથીને પૂર્વભવનું
જાતિસ્મરણજ્ઞાન થયું હતું; ને તેથી તે સંસારથી એકદમ વિરક્ત થઈને આત્મજ્ઞાન
પામ્યો. આઠ વર્ષના બાળક પણ સમ્યગ્દર્શન પામે છે ને અંતરમાં આવી આત્મઅનુભૂતિ
કરે છે. ને આવી અનુભૂતિ કરવી તે ધર્મ છે.

PDF/HTML Page 26 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
શ્રી કુંદકુંદ–કહાન જૈન
શાસ્ત્રભંડારનું ઉદ્ઘાટન
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢના આદ્ય–પ્રમુખ તેમજ આ
આત્મધર્મના આદ્ય–સંપાદક માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી કે
જેમણે લગભગ પચીસ વર્ષ સુધી સંસ્થાના પ્રમુખપણે રહીને સંસ્થાની ઉન્નતિમાં ને
સાહિત્યપ્રચારમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે ને હજી પણ આપી રહ્યા છે, તેમના
સન્માનનિમિત્તે બે વર્ષ પહેલાં એક લાખ રૂા. નું ફંડ થયું હતું, તે ફંડમાંથી અંદાજ
૪૦, ૦૦૦ (ચાલીશ હજાર) રૂા. ના ખર્ચે સોનગઢમાં સ્વાધ્યાય મંદિરની બાજુમાં
‘શ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રભંડાર’ માટેનો જે સુંદર હોલ બાંધવામાં આવેલ છે,
તેનું ઉદ્ઘાટન આ ભાદરવા સુદ ચોથે થયું. આ ઉદ્ઘાટન માટેના નિમંત્રણનો
સ્વીકાર કરીને દિલ્હીથી જૈન સમાજના પ્રસિદ્ધ નેતા શ્રીમાન્ શાંતિપ્રસાદજી શાહુ
સોનગઢ આવ્યા હતા. શ્રીમાન્ શાહુજી પૂ. ગુરુદેવના પરિચયમાં જોકે આ ચોથીવાર
આવ્યા, પરંતુ સોનગઢ તો તેઓ પહેલી જ વાર આવ્યા; સોનગઢમાં ભવ્ય
જિનમંદિર, સુંદર સમવસરણ, ઉન્નત ને ઉજ્જવળ માનસ્તંભ, અધ્યાત્મના ગુંજારવ
કરતો પ્રવચન મંડપ, શીતલછાયા પ્રસરાવતું સ્વાધ્યાય મંદિર, અને શીતલછાયા
પ્રસરાવતો બ્રહ્મચર્યઆશ્રમ વગેરે જોઈને, તેમજ શાસનપ્રભાવી ગુરુદેવના દર્શન–
પ્રવચનથી તેઓ પ્રસન્ન થયા હતા. સાથે સાથે ઉદ્ઘાટન પ્રસંગે ગામેગામના
મુમુક્ષુઓનો મેળો જોઈને તેઓ આનંદિત થયા હતા. (અગાઉ ભાદ્ર સુદ એકમે
ઉદ્ઘાટન થવાનું જાહેર થયેલ, તે પ્રસંગે ઇંદોરના શેઠશ્રી રાજકુમારસિંહજીએ
આવવાની સ્વીકૃતિ આપેલ; પરંતુ દસલક્ષણના દિવસોમાં તેઓ ઈંદોરમાં જ રહેતા
હોવાથી આ ભાદ્ર સુદ ૪ ના દિવસે ઉદ્ઘાટન પ્રસંગે તેઓ આવી શક્્યા ન હતા.)
ભાદરવા સુદ ચોથે પર્યુષણપર્વનો પ્રારંભ થતો હોવાથી સવારમાં
જિનમંદિરમાં દસલક્ષણપર્વસંબંધી સમૂહપૂજન થયું. ચારેકોર ઉમંગભર્યા ઉત્સવનું
વાતાવરણ હતું. પછી પ્રવચનસભામાં ૮ાા વાગે ગુરુદેવે ઉત્તમક્ષમા સંબંધી પ્રવચન
કર્યું. પોણા નવ વાગતાં દિલ્હીથી શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહુ સોનગઢ પહોંચી ગયા
ને જિનેન્દ્રભગવાનના દર્શન કરીને તરત પ્રવચનમાં આવ્યા. ગુરુદેવના દર્શનથી
પ્રસન્નતા વ્યક્ત

PDF/HTML Page 27 of 53
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
કરી ને ૮।।। થી ૯સુધી પ્રવચન સાંભળ્‌યું; તેમાં અનુભવ પહેલાંની દશાનું તથા
અનુભવદશા વખતનું સુંદર વિવેચન ગુરુદેવે સમજાવ્યું.
પ્રવચન પછી તરત ઉદ્ઘાટન–સમારંભ સંબંધી કાર્યવાહી શરૂ થઈ. પ્રથમ
બહારગામના શુભેચ્છાસન્દેશનું વાંચન થયું. ત્યારબાદ વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ
જે. શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું: પ્રથમ તેમણે ગુરુદેવનો ઉપકાર પ્રસિદ્ધ કર્યો, અને
ગુરુદેવની છત્રછાયામાં સંસ્થાના વિકાસનો ટૂંક ઈતિહાસ બતાવીને કહ્યું કે ત્રીસેક
વર્ષ પહેલાં જ્યારે આ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સંસ્થાની સ્થાપના થઈ ત્યારે
કોઈને ખ્યાલ ન હતો કે આગળ જતાં આ સંસ્થાનો પ્રભાવ ભારતવ્યાપી બની
જશે. સંસ્થાની શરૂઆતથી આજ સુધી મુરબ્બી શ્રી રામજીભાઈએ જે સેવાઓ કરી
છે, વહીવટીક્ષેત્રમાં તેમની કુશળતા દ્વારા સંસ્થાનો જે વિકાસ થયો છે, ‘આત્મધર્મ’
ના સફળ સંપાદન દ્વારા તેમજ સાહિત્ય–પ્રકાશન દ્વારા પ્રચારમાં તેમણે જે મહત્ત્વનો
ફાળો આપ્યો છે–તે બધા માટે મુ. શ્રી રામજીભાઈનો આભાર માનીને તેમને
અભિનંદન આપ્યા હતા. મુ. શ્રી રામજીભાઈની સેવાઓ નિમિત્તે તેમના
સન્માનનિધિમાંથી આ સરસ્વતી ભવન બન્યું છે, ને આજે જૈન સમાજના પ્રસિદ્ધ
આગેવાન શ્રી શાહુજીના હસ્તે તેના ઉદ્ઘાટનનો આ પ્રસંગ બની રહ્યો છે.
હિંમતભાઈ પછી મુરબ્બી ભાઈશ્રી ખીમચંદભાઈએ પણ વિદ્વત્તાપૂર્ણ ટૂંકા ભાષણ
દ્વારા મુ. શ્રી રામજીભાઈ પ્રત્યે અંજલિપૂર્વક કહ્યું કે આજે તેઓ ૮૪ વર્ષ પૂરા કરે
છે, તેમ ૮૪ ના ફેરાથી પણ છૂટીને તેઓ શાશ્વતપદને શીઘ્ર પામે એમ ભાવના
ભાવીએ છીએ. ત્યારપછી ભાઈશ્રી બાબુભાઈએ પણ પોતાની ઉત્સાહભરી શૈલિથી
ગુરુદેવનો મહિમા પ્રગટ કરીને, મુ. શ્રી રામજીભાઈનો પણ ઉપકાર માન્યો હતો.
છેવટે માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ સી. ઝવેરીએ સંસ્થા અને સમાજની વતી
મુ. શ્રી રામજીભાઈનો ઉપકાર માનીને અંજલિ અર્પણ કરી હતી, ને શાહુજીને
સરસ્વતી ભવનનું ઉદ્ઘાટન કરવા માટે વિનંતિ કરી હતી. ઉદ્ઘાટન પહેલાં ભાષણ
દ્વારા શ્રીમાન્ શાંતિપ્રસાદજી શાહુએ ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું
કે–આજ મૈં અપનેકો ધન્ય સમઝતા હૂં કિ મુઝે સોનગઢ આકર કે પૂ. ગુરુદેવકા
ઉપદેશ સુનનેકા અવસર મિલા. ભગવાન કુંદકુંદદેવને જો જ્ઞાન દિયા થા ઉસ
જ્ઞાનકી જાનકારી પૂ.
ગુરુદેવકે દ્વારા ભારત દેશકો મિલી. આજ હમ જિસકા
સન્માન કર રહે હૈં ઉસ રામજીભાઈકા ભી ઈસકે પ્રચારમેં બડા સહયોગ હૈ. પૂ.
ગુરુદેવકે દર્શનકા મુઝે યહ

PDF/HTML Page 28 of 53
single page version

background image
Photo : POONAM SHETH
શ્રી કુંદકુંદ–કહાન દિગંબર જૈન સરસ્વતી–ભુવન
–જેનું ઉદ્ઘાટન શ્રીમાન્ સાહૂ શાંતિપ્રસાદજી જૈનના હસ્તે ભાદ્ર સુદ ચોથે થયું

PDF/HTML Page 29 of 53
single page version

background image
Photo : POONAM SHETH
માનનીય પ્રમુખશ્રી ભાષણ કરી રહ્યા છે ને શ્રીમાન્ સાહૂજીને
ઉદ્ઘાટન માટે વિંનતિ કરી રહ્યા છે.

PDF/HTML Page 30 of 53
single page version

background image
Photo : POONAM SHETH
પૂ. ગુરુદેવની છાયામાં શ્રી સાહૂ શાંતિપ્રસાદજી સરસ્વતી–ભુવનનું
ઉદ્ઘાટન કરી રહ્યા છે તેનું દ્રશ્ય
(સોનગઢ ભાદ્ર સુદ ૪)

PDF/HTML Page 31 of 53
single page version

background image
Photo : POONAM SHETH
શ્રી દિ. જૈન સરસ્વતી–ભુવનના ઉદ્ઘાટન બાદ પૂ. ગુરુદેવે સમયસારજીમાં
સ્વસ્તિક કર્યો, ને મુ. શ્રી રામજીભાઈ તે પુસ્તક
શ્રીમાન્ સાહૂજીને ભેટ આપી રહ્યા છે તેનું દ્રશ્ય.
(સોનગઢ, ભાદ્ર સુદ ૪)

PDF/HTML Page 32 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
ચોથા અવસર હૈ (ડાલમીઆનગર, કલકત્તા, દિલ્હી ને સોનગઢ) જબ જબ મુઝે
આપકા દર્શન હોતા હૈ વ ઉપદેશ સુનતા હૂં તબ તબ આપકે સાન્નિધ્યમેં રહનેકી
ભાવના જગતી હૈ, કિન્તુ હમ તો સંસારકી ઝંઝટોમેં ફંસે હુએ હૈં! હે ગુરુદેવ! આજ
યહ પવિત્ર તીર્થસ્થાનમેં આકર આપકો નમસ્કાર કરતે હુએ મુઝે બહુત પ્રસન્નતા
હો રહી હૈ; આપકે દ્વારા સભીકો જ્ઞાન મિલતા હૈ–સુખ મિલતા હૈ, શાંતિ મિલતી હૈ,
અત: મેરી પ્રાર્થના હૈ કિ આપ બહુત બહુત ચિરાયુ હોં ઔર આપકે આશીર્વાદસે
મુઝે વ સમાજકે સભી ભાઈ–બહેનોંકો ભી ઉચ્ચ ભાવના મિલા કરે. આજ જૈસે
હમલોગ ભગવાન કુંદકુંદ સ્વામીકા નામ મંગલરૂપમેં લેતે હૈ વૈસે સમાજમેં
ભવિષ્યકી પીઢીકે લોગ આપકા નામ લેતે રહેગેં.–આમ કહીને સભાના આનંદકારી
ગડગડાટ વચ્ચે વાજતે–ગાજતે સૌ સરસ્વતી–ભવનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા.
ત્યાં પૂ. ગુરુદેવની ઉપસ્થિતિમાં શ્રી શાહુજીએ ઉદ્ઘાટન કર્યું હતું. સમયસારજી
સન્મુખ જ્ઞાનદીવડો પ્રગટાવીને પૂજા થઈ હતી. ગુરુદેવ સરસ્વતી–ભવનમાં પધાર્યા
હતા, ને ગુરુદેવના સુહસ્તે શાહુજીને સમયસાર વગેરે શાસ્ત્રોની ભેટ આપવામાં
આવી હતી.–આમ ઉત્સાહપૂર્વક ઉદ્ઘાટન–ઉત્સવ પૂર્ણ થયો હતો.
जयजिनेन्द्र
– * –
* ભાદ્ર સુદ ૪ ની રાત્રે જૈન વિદ્યાર્થીગૃહના બાળકોએ “શ્રીકંઠ વૈરાગ્ય”
(અર્થાત્ ચલો નંદીશ્વર) નું ધાર્મિક નાટક કર્યું હતું.
* ભાદ્ર સુદ પાંચમે સવારે ભગવાન શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી.
* ભાદ્ર સુદ દશમે સુગંધદશમી નિમિત્તે શ્રી જિનમંદિરમાં સમૂહરૂપે દશપૂજન
તથા દશસ્તોત્ર સહિત ધૂપક્ષેપણ થયું હતું.
– * –
મુમુક્ષુને વીતરાગીસન્તોની વાણીની સ્વાધ્યાય અને
મનન કરતાં, જાણે કે તે સંતોના ચરણસમીપ બેસીને તે સંતોની
સાથે તત્ત્વગોષ્ઠી કરતા હોઈએ, એવો આહ્લાદ બહુમાન ને
શ્રુતભાવના જાગે છે; અને જાણે કોઈ જુદી જ દુનિયામાં
વિચરતા હોઈએ એવું લાગે છે.
– *–

PDF/HTML Page 33 of 53
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* હે જીવ! ભેદજ્ઞાનવડે આનંદિત થા *
(સંવર–અધિકારના પ્રવચનમાંથી)
–– * ––
* નિર્મળ જ્ઞાનના આધારે આત્મા જણાય છે, ને વિકલ્પ એક બાજુ રહી જાય
છે. વિકલ્પ એ જ્ઞાનથી જુદી વસ્તુ છે, જ્ઞાન સાથે તે એકમેક નથી.–આવું
ભેદજ્ઞાન પ્રશંસનીય છે, અભિનંદનીય છે, કેમકે તે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય છે,
ને મોક્ષનું કારણ છે.
* આત્માને જાણનારું જે નિર્મળ જ્ઞાન છે તે સંવર છે, અને વિકલ્પ તે આસ્રવ
છે. સંવરરૂપ જ્ઞાન તે આસ્રવનો તિરસ્કાર કરે છે, તેને આત્મામાંથી દૂર કરે
છે. આવા સંવરરૂપ ભેદજ્ઞાનને અપૂર્વ મંગળ કહીને આચાર્યદેવે અભિનંદ્યું છે.
* સંવર–અધિકાર કહો, ભેદજ્ઞાનનો અધિકાર કહો, કે શુદ્ધઆત્માની ભાવનાનો
અધિકાર કહો. ‘“ સિદ્ધ નમ:’ એવા મધ્યમંગલપૂર્વક આ અધિકાર શરૂ કર્યો
છે. ધર્મ કહો કે સંવર કહો, તેનું મૂળ ભેદજ્ઞાન છે, ને ભેદજ્ઞાન તે મંગળ છે.
* આ તો સમ્યગ્દર્શન માટેના મહા પવિત્ર મંત્રો છે, મોક્ષના અફર મંત્રો છે.
* જ્ઞાનના આધારે ક્રોધ નથી ને ક્રોધના આધારે જ્ઞાન નથી,–કેમકે બંનેનું સ્વરૂપ
એકબીજાથી તદ્ન વિપરીત છે. જ્ઞાનના આધારે આત્મા છે ને આત્માના
આધારે જ્ઞાન છે –કેમકે બંનેનું સ્વરૂપ એક છે; પણ તેવી રીતે ઉપયોગસ્વરૂપ
આત્માના આધારે રાગાદિ નથી, ને રાગાદિના આધારે ઉપયોગ નથી, કેમકે
બંનેનું સ્વરૂપ એક નથી પણ તદ્ન ભિન્ન છે; અને ભિન્ન વસ્તુઓ વચ્ચે
આધાર–આધેયપણું હોતું નથી.
* ‘ઉપયોગ’ એટલે કે સ્વસન્મુખ જે જ્ઞાન, તેમાં આત્મા છે, પણ તેમાં રાગ
નથી; એટલે રાગ વડે તે નિર્મળ ઉપયોગ પ્રગટે એમ નથી.
* ઉપયોગ જ્યારે અંર્ત સ્વભાવમાં વળે છે ત્યારે રાગ તેમાં ભેગો આવતો
નથી. તે ઉપયોગને ઉપયોગસ્વરૂપ–આત્મા સાથે તન્મયતા છે, પણ તેને રાગ
સાથે તન્મયતા નથી.–આમ ઉપયોગને અને રાગને તદ્ન ભિન્નતા હોવાથી
તેમને કર્તાકર્મપણું નથી. ઉપયોગ રાગને જરાપણ પોતાનો કરતો નથી, તેને
પોતાથી પારકો જ જાણે છે.–આનું નામ ભેદજ્ઞાન, ને આ સંવરનો ઉપાય;–તે
અભિનંદનીય છે; તે મંગળરૂપ છે.

PDF/HTML Page 34 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
* રાગ સાથે મળેલું જ્ઞાન આત્માને જાણી શકતું નથી.
* રાગથી જુદું પડેલું જ્ઞાન આત્માને જાણી શકે છે.
* રાગથી જુદું પડેલું જ્ઞાન જ શુદ્ધઆત્માને ઝીલી શકે છે, માટે તે જ્ઞાનના
આધારે આત્મા છે; રાગના આધારે આત્મા નથી, કેમકે રાગમાં એવી તાકાત
નથી કે શુદ્ધઆત્માને ઝીલી શકે.
* શુદ્ધાત્મા તરફ વળેલ ઉપયોગરૂપ અખંડ પર્યાય તે સંવર. તે સંવરમાં રાગનો
અભાવ, આસ્રવનો અભાવ.
* અંતરમાં વળેલી નિર્મળ સંવરપર્યાયને અભેદપણે આત્મા કહ્યો, કેમકે તે
પર્યાય આત્મસ્વભાવ સાથે અભેદ છે.
રાગાદિ બાહ્ય પરિણતિને આત્મા ન કહ્યો કેમકે તેને આત્માના સ્વભાવ
સાથે એકતા નથી પણ ભિન્નતા છે.
* જે રાગાદિ ભાવો છે તે ‘જ્ઞાનમય’ નથી એટલે કે અજ્ઞાનમય છે; તે
અજ્ઞાનમય ભાવોના આધારે આત્મા કેમ હોય? તેના આધારે જ્ઞાન કે સંવર
કેમ હોય?–તે તો જ્ઞાનથી વિરુદ્ધ એવા આસ્રવો છે.
અંતર્મુખ થયેલું જે રાગ વગરનું નિર્મળજ્ઞાન, તે જ્ઞાનના આધારે આત્મા
છે, તે પોતે સંવરરૂપ છે, તેમાં આસ્રવનો અભાવ છે.
આ રીતે જ્ઞાનને અને રાગાદિને અત્યંત ભિન્નતા છે–એમ સમજાવીને
તેમનું ભેદજ્ઞાન કરાવ્યું.–આવા ભેદજ્ઞાનવડે આનંદનો અનુભવ થાય છે. માટે
હે જીવો! આવું ભેદજ્ઞાન કરીને તમે આનંદિત થાઓ.
* આનંદનો અનુભવ થતાં રાગ ભિન્ન રહી જાય છે. આનંદ અને રાગ–એ બંને
એક વસ્તુ નથી પણ ભિન્નભિન્ન વસ્તુ છે.
* આત્મા મુદિત ક્્યારે થાય? એટલે કે પ્રસન્ન ક્્યારે થાય?–કે જ્યારે ભેદજ્ઞાન
કરે ત્યારે; ભેદજ્ઞાનમાં રાગ અને જ્ઞાનનો ભિન્ન સ્વાદ આવે છે. એવું ભેદજ્ઞાન
કરાવીને આચાર્યદેવ તેની પ્રેરણા આપે છે કે હે સત્પુરુષો! આવું ભેદજ્ઞાન
કરીને હવે તમે આનંદિત થાઓ...મુદિત થાઓ...પ્રસન્ન થાઓ.

PDF/HTML Page 35 of 53
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* આવું ભેદજ્ઞાન થતાં જ્ઞાની પોતાના જ્ઞાનને જરાપણ વિપરીત કરતો નથી,–
જરાપણ રાગને જ્ઞાનમાં ભેળવતો નથી; જ્ઞાનને શુદ્ધઉપયોગમય જ રાખે છે.–
આવી દશાને સંવર કહે છે, તેણે રાગાદિ–આસ્રવોને દૂર કર્યા છે.
શુદ્ધઆત્માની ઉપલબ્ધિ કહો કે સંવર કહો,–તે ભેદજ્ઞાનથી જ થાય છે–એમ
કહીને આચાર્યભગવાને ભેદવિજ્ઞાનની પ્રશંસા કરી છે. આવા ભેદજ્ઞાનથી જ
શુદ્ધઆત્માનો અનુભવ થાય છે.
* સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાનીનું જ્ઞાન ઉદયમાં ઘેરાતું નથી, કેમકે પોતાના આત્માને તે
ઉદયથી ભિન્ન શુદ્ધ જ્ઞાનપણે જ અનુભવે છે; તે અનુભવ કોઈ પ્રસંગમાં તેને
છૂટતો નથી, એટલે જ્ઞાન જ્ઞાનપણે જ રહે છે, માટે તે જ્ઞાન ઉદયથી ઘેરાતું
નથી, નિજસ્વરૂપથી ડગતું નથી; તેથી જ્ઞાનીને ભેદજ્ઞાનના બળે સંવર જ થાય
છે. રાગ અને જ્ઞાનની અત્યંત ભિન્નતા જાણીને શુદ્ધજ્ઞાનપણે જ પોતાને
અનુભવતાં ધર્મી જીવને અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે. આવું ભેદજ્ઞાન પ્રગટ
કરીને હે જીવો! તમે પણ આનંદિત થાઓ.
અરે ચૈતન્યપ્રભુ! તારી શક્તિના
એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તો તારી
તાકાત, છતાં તું તારા સ્વરૂપને અનુભવમાં
નથી લેતો...તો શું તને શરમ નથી આવતી!
સિદ્ધસમાન સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં
સંસારમાં રખડીને ભવ કરતાં તને શરમ
નથી આવતી!! ધરમમાં તને શરમ આવે છે
ને સંસારમાં રખડતાં તને શરમ નથી
આવતી? અરે, સર્વજ્ઞસ્વભાવી આત્માને
અજ્ઞાનીપણે સંસારમાં રખડવું પડે એ તો
શરમ છે–કલંક છે. માટે હવે શરમાઈને
એનાથી છૂટવાનો ઉદ્યમ શીઘ્ર કર.

PDF/HTML Page 36 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
* [અનેકાન્ત જ્ઞાનનું ફળ સ્વભાવસન્મુખતા] *
“અનેકાન્તિકમાર્ગ પણ સમ્યક્–એકાન્ત એવા નિજપદની
પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા–અન્ય હેતુએ ઉપકારી નથી.”
–– * ––
શ્રીમદ્રાજચંદ્રજીના ઉપરોક્ત વાક્્યમાં રહેલા
જૈનસિદ્ધાંતના ઊંડા રહસ્યને પૂ. શ્રી કાનજીસ્વામીએ
પ્રવચનમાં પ્રગટ કર્યું છે. સં. ૨૦૦૬ ના માહ વદ ત્રીજે પૂ.
ગુરુદેવ જ્યારે મોરબીથી વવાણીયા પધાર્યા તે વખતે
‘શ્રીમદ્ રાજચંદ્ર–જન્મસ્થાનભુવન’ માં થયેલું આ પ્રવચન
છે. તેઓશ્રીની ‘જન્મશતાબ્દિ’ નજીક આવી રહી છે ત્યારે
તેમના વચન ઉપર તેમની જન્મભૂમિમાં જ થયેલું આ
પ્રવચન સર્વે જિજ્ઞાસુઓને આનંદિત કરશે. ‘અનેકાન્ત’ નું
રહસ્ય ન સમજવાને કારણે સમન્વય વગેરેના નામે જે
ગોટાળા ચાલે છે તે દૂર કરીને, અનેકાન્ત દ્વારા નિજપદની
પ્રાપ્તિ કરવાનું તાત્પર્ય સમજાવ્યું છે. આ પ્રવચન ઘણા વર્ષ
પહેલાં જોકે આત્મધર્મમાં આવી ગયું છે, પણ ઘણા
જિજ્ઞાસુઓની માંગણીથી, તેમજ ગુરુદેવ પણ કોઈ કોઈ
પ્રસંગે આ પ્રવચનને યાદ કરતા હોવાથી, અને વર્તમાન
શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દિનો પ્રસંગ હોવાથી તે
અહીં ફરીને પ્રગટ કરવામાં આવ્યું છે. (બ્ર. હ. જૈન)
શ્રીમદ્ રાજચંદ્રનું આંતરિક જીવન હતું; તેને સમજવા માટે અંતરની પાત્રતા
જોઈએ. બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની અંતરસ્વભાવની દ્રષ્ટિ કંઈક જુદું
કામ કરતી હોય છે. સંયોગદ્રષ્ટિથી જુએ તો તેને સ્વભાવ ન સમજાય. બાહ્ય સંયોગ તો
પૂર્વના પ્રારબ્ધ નિમિત્તે હોય પણ ધર્મીની દ્રષ્ટિ તે સંયોગ ઉપર હોતી નથી, અંતરમાં
આત્માનો સ્વપર

PDF/HTML Page 37 of 53
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
પ્રકાશક સ્વભાવ શું છે, તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક
જીવન આંતરિક દ્રષ્ટિથી સમજાય તેમ છે; સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. અંતરના
ચૈતન્યપદનો મહિમા વાણીથી અગોચર છે. તે બતાવતાં અપૂર્વ અવસરમાં કહે છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સ્વસંવેદનથી જણાય તેવો છે; પોતે સ્વસંવેદનથી
જાણે તો દેવ–ગુરુ–શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. જો પોતે અંતરમાં આત્માને જાણવાનો
પ્રયત્ન ન કરે તો દેવ–ગુરુ–શાસ્ત્રની વાણીના આશયને પણ યથાર્થપણે જાણી શકે નહિ
અને તેને દેવ–ગુરુ–શાસ્ત્ર નિમિત્ત કહેવાય નહીં.
તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઊતરીને તેના
ઊંડાણનું માપ કરતાં ઊંડાઈમાં કેટલું અંતર છે તે જણાય છે. તેમ જ્ઞાની અને અજ્ઞાનીના
વચનો ઉપરટપકે જોતાં સરખાં હોય તેવાં લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના
આશયમાં કેવો આંતરો છે તે સમજાય.
જ્ઞાની અને અજ્ઞાનીની વેપાર, ખાવું પીવું વગેરે બહારની ક્રિયાઓ સરખી દેખાય
અને બાહ્યમાં વસ્ત્રાદિ સંયોગનો અભાવ પણ કદાચ સરખો હોય, પરંતુ તેમની અંતરની
દશામાં આકાશ–પાતાળ જેટલું અંતર છે, તેનું માપ બહારથી થઈ શકે નહીં. જ્ઞાનીને
પૂર્વ– પ્રારબ્ધથી લાખોના વેપારનો સંયોગ વર્તતો હોય અને અજ્ઞાનીને કદાચ
પૂર્વપ્રારબ્ધથી બાહ્ય સંજોગો ઓછા હોય, પણ અંતરમાં ‘શરીરાદિ જડની ક્રિયા હું કરું’
એવું પરમાં અહંપણું અજ્ઞાનીને હોય છે, આત્માનો અનાદિ–અનંત જ્ઞાનસ્વભાવ
નિજપદસ્વરૂપ છે, તેનું તેને ભાન હોતું નથી ને પુણ્ય–પાપમાં તથા પરમાં અહંપદ વર્તતું
હોય છે. તેથી તે અજ્ઞાનીને ક્ષણે ક્ષણે અધર્મ થાય છે. અને જ્ઞાનીને બાહ્ય સંયોગ ઘણા
હોવા છતાં, તેના અંતરમાં એક રજકણનું પણ સ્વામીપણું નથી, અંતરંગ
ચૈતન્યસ્વભાવના નિજપદ ઉપર તેમની દ્રષ્ટિ પડી છે એટલે તેમની પરિણતિ ક્ષણે ક્ષણે
નિજપદ તરફ વળતી જાય છે. ધર્મી–અધર્મીનાં માપ બહારથી આવે તેમ નથી.
શ્રીમદે પોતાના લખાણોમાં જ્યાં ત્યાં વારંવાર નિજસ્વરૂપની પ્રાપ્તિનો પોકાર
કર્યો છે. ‘મૂળમાર્ગ’ માં પણ કહ્યું છે કે:–
તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મારૂપ...મૂળ
તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ...મૂળ
સર્વજ્ઞનો માર્ગ અને નિજપદનો માર્ગ જુદા નથી. જ્યારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર

PDF/HTML Page 38 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
એ ત્રણે અભેદપણે આત્મારૂપ વર્તે છે ત્યારે તે જીવ, સર્વજ્ઞનો માર્ગ પામ્યો એમ કહો, કે
નિજસ્વરૂપને પામ્યો એમ કહો,–બંને જુદા નથી.
જે નિજપદ એટલે કે આત્મસ્વરૂપ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ
જાણ્યું, પણ વાણી દ્વારા પૂરું ન કહેવાયું, ભગવાનના જ્ઞાનમાં આવ્યું પણ વાણીમાં પૂરું
ન આવ્યું, તે પદના મહિમાને અન્ય વાણી તો શું કહે? ‘અનુભવગોચર માત્ર રહ્યું તે
જ્ઞાન જો’ વાણીથી અગોચર અને પોતાના સ્વાનુભવથી ગોચર છે. આત્માનું નિજપદ
તો પોતાના સ્વસંવેદનજ્ઞાનથી જ વેદાવા યોગ્ય છે–જણાવા યોગ્ય છે–પ્રાપ્ત કરવા યોગ્ય
છે–પ્રગટ કરવા યોગ્ય છે–અનુભવ કરવા યોગ્ય છે.–એ પ્રમાણે નિજપદનો મહિમા કરીને
ત્યાર પછી છેલ્લી કડીમાં તે પદની પ્રાપ્તિ માટે ભાવના કરતાં કહે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો... અપૂર્વ
આવા ચૈતન્યસ્વરૂપી નિજપદનું પોતાને ભાન તો થયું છે, પણ હજી પૂર્ણ પ્રાપ્તિ
થઈ નથી, તેથી પૂર્ણતાની પ્રાપ્તિની ભાવના કરી છે. અને તેની પ્રાપ્તિ જરૂર થશે એમ
પોતાની નિઃશંકતા છે.
ભરૂચના એક ભાઈ અંર્તદ્રષ્ટિ વગર બાહ્યક્રિયા વિધિ–નિષેધના આગ્રહી હતા,
તેમના ઉપરના એક પત્રમાં શ્રીમદ્ લખે છે કે–‘અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત
એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.’
–આ એક
વાક્્યમાં શ્રીમદે સર્વજ્ઞના હૃદયનો મર્મ ગોઠવ્યો છે, બધા શાસ્ત્રોનો છેવટનો સાર આમાં
બતાવી દીધો છે, પાત્ર જીવ હોય તે તેનું રહસ્ય સમજી જાય. શ્રીમદ્ના વચનો પાછળ એવો
ગૂઢ ભાવ રહેલો છે કે ગુરુગમ વગર પોતાની મેળે એનો પત્તો ખાય તેમ નથી. ઘણા જીવો
વ્યવહાર વ્રત, તપ, ઉપવાસાદિ બાહ્યક્રિયામાં, તેમ જ બાહ્ય વિધિ–નિષેધના આગ્રહમાં
અટકી રહે છે ને તેમાં જ સર્વસ્વ માની બેસે છે; પરંતુ તે વ્રતાદિમાં પર તરફ જતી
લાગણીનો ભાવ તો શુભરાગ છે,–તેમાં જ જે ધર્મ માનીને અટકી પડ્યા છે તેને શ્રીમદ્ આ
એક વાક્્યદ્વારા અનેકાન્તમાર્ગનું રહસ્ય સમજાવીને અંતરમાં વાળવા માંગે છે. આ એક
લીટીમાં કેટલું રહસ્ય રહેલું છે તેનું માપ બહારથી ન આવે. તેનું દ્રષ્ટાંત–
એક બાઈ ચોખાની કમોદ ખાંડતી હતી, તેમાં ચોખા તો કસદાર હોવાથી નીચે ઉતરતા
હતા, અને ફોતરાં ઉપર દેખાતાં હતાં. ત્યાં બીજી બાઈએ તે જોયું. તેણે અંદરના ચોખા તો ન
દેખ્યા ને બહારના એકલાં ફોતરાં જોયાં. એટલે પેલી બાઈ ફોતરાં ખાંડતી લાગે

PDF/HTML Page 39 of 53
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
છે એમ માનીને પોતે પણ ઘરે જઈને ફોતરાં ખાંડવા લાગી. પણ ફોતરાંમાંથી તો
ચોખા ક્્યાંથી નીકળે? તે બાઈએ માત્ર બાહ્ય અનુકરણ કર્યું. તેમ અજ્ઞાની જીવો
પણ જ્ઞાનીઓની ઊંડી અંતરદ્રષ્ટિને ઓળખતા નથી અને માત્ર તેમના શુભરાગનું
અને બહારની ક્રિયાનું અનુકરણ કરે છે. જ્ઞાનીઓને અંતરમાં પુણ્ય–પાપની
લાગણીઓ ઉપર દ્રષ્ટિ હોતી નથી, અને જડ શરીરની ક્રિયા મારે લીધે થાય છે–એમ
તેઓ માનતા નથી, તેમની દ્રષ્ટિનું જોર અંતરમાં નિજપદ ઉપર હોય છે કે હું
અનાદિઅનંત ધ્રુવસ્વભાવી જ્ઞાયકમૂર્તિ આત્મા છું.– એવી અંતરંગદ્રષ્ટિને તો
અજ્ઞાની જાણતો નથી, અને અવસ્થામાં વર્તતી પુણ્ય–પાપની લાગણીઓને તથા
દેહાદિની ક્રિયાને જુએ છે, અને તેનાથી જ ધર્મ થતો હશે એમ તે માને છે; એટલે
ફોતરાં ખાંડનાર બાઈની માફક, તે પણ ફોતરાં જેવા શુભરાગમાં ને દેહાદિની
ક્રિયામાં અટકી રહે છે. જ્ઞાનીઓ તો પોતાના અંતરમાં સ્વભાવ તરફનું વલણ કરી
રહ્યા છે, સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતારૂપી કસ તો અંદરમાં ઉતરે છે
(અર્થાત્ આત્મામાં અભેદ થાય છે), તેનું ફળ બહારમાં દેખાતું નથી; અસ્થિરતાના
કંઈક રાગને લીધે પૂજા–ભક્તિ–વ્રત વગેરે શુભરાગ તેમ જ વેપાર–ધંધા વગેરે
સંબંધી અશુભરાગ થાય તેને જ્ઞાની ફોતરાં સમાન જાણે છે તથા દેહ–મન–વાણીની
ક્રિયા તો જડની છે; તે બંનેથી ભિન્ન પોતાના નિજસ્વભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે.
આવી દ્રષ્ટિને લીધે ધર્મીને ક્ષણે ક્ષણે અંતરમાં નિજપદ તરફનું વલણ છે. વચ્ચે
પુણ્ય–પાપની લાગણી ઊઠતાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે અને દેહાદિની ક્રિયા તેના
કારણે સ્વયં થતી હોય છે, તેને જ અજ્ઞાની જુએ છે. પરંતુ જ્ઞાનીને અંતરની ઊંડી
દ્રષ્ટિને લીધે ક્ષણે ક્ષણે ધર્મ થાય છે, તેને તે જોતો નથી. ઓળખતો નથી.
નિજપદને ભૂલીને બાહ્ય ક્રિયાકાંડમાં અટકેલા જીવોને અંર્તસ્વભાવની દ્રષ્ટિ
તરફ વાળવાના હેતુથી અહીં શ્રીમદ્ કહે છે કે–ભાઈ! સર્વજ્ઞ ભગવાને જે
અનેકાંતમાર્ગ કહ્યો છે તે સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે જ ઉપકારી છે.
અનેકાંત એટલે શું? વસ્તુમાં નિત્ય–અનિત્ય વગેરે બબ્બે પરસ્પર વિરુદ્ધ ધર્મો
રહેલા છે, તેનું નામ અનેકાંત છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, અવસ્થાએ વર્તમાન
અશુદ્ધ છે–ઈત્યાદિ પ્રકારે બબ્બે પડખાં જાણીને એક સ્વભાવ તરફ વળવું તે જ
પ્રયોજન છે, અને તેનું નામ ‘સમ્યક્ એકાંત’ છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને
અવસ્થાએ અશુદ્ધ–એમ બબ્બે પડખાં જાણીને તેના વિકલ્પમાં અટકી રહે અને
શુદ્ધસ્વભાવ તરફ વળે નહીં, તો તેને નિજપદની પ્રાપ્તિ થાય નહીં, અને તેણે ખરેખર
અનેકાંતને જાણ્યો ન કહેવાય.

PDF/HTML Page 40 of 53
single page version

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
આત્મા ધ્રુવ નિત્ય સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા આનંદસ્વરૂપ છે, અને ક્ષણિક અનિત્ય
પર્યાયમાં પુણ્ય–પાપ વિકાર છે; એ રીતે એક શુદ્ધ ચૈતન્ય પડખું અને બીજું અશુદ્ધ પડખું
–એમ બંને પડખાંને જાણવા તે અનેકાંત છે; અનેકાંત તે સર્વજ્ઞભગવાનનો માર્ગ છે,
સર્વજ્ઞનો માર્ગ એટલે નિજપદનો માર્ગ. ત્રિકાળી સ્વભાવે શુદ્ધ અને વર્તમાન પર્યાયે
અશુદ્ધ –એવું અનેકાંતનું જ્ઞાન અંર્તસ્વભાવસન્મુખ થઈને નિજપદની પ્રાપ્તિ કરવા
સિવાય બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. જુઓ, આમાં વિચારવા જેવું ઊડું રહસ્ય છે.
આત્મા ત્રિકાળી સ્વભાવે શુદ્ધ છે ને વર્તમાન અવસ્થામાં અશુદ્ધ છે. ક્ષણિક
અવસ્થાની અશુદ્ધતા વખતે જો આખો આત્મા જ તદ્ન અશુદ્ધ થઈ ગયો હોય,–સ્વભાવે
પણ શુદ્ધ ન રહ્યો હોય, તો અશુદ્ધતા ટળીને શુદ્ધતા આવશે ક્્યાંથી? પ્રાપ્તની પ્રાપ્તિ હોય
એટલે કે જો શક્તિરૂપ શુદ્ધતા હોય તો પર્યાયમાં વ્યક્ત થાય; જો શુદ્ધતા ન જ હોય તો
પ્રગટે નહીં. માટે શક્તિરૂપે આત્માનો સ્વભાવ શુદ્ધ છે, અને પ્રગટ અવસ્થામાં અશુદ્ધતા
છે. જો અવસ્થામાં અશુદ્ધતા ન હોય તો વર્તમાનમાં શુદ્ધતા હોય એટલે પ્રગટ
પરમાનંદનો અનુભવ હોવો જોઈએ. માટે આત્મા એકાંત શુદ્ધ કે અશુદ્ધ નથી પણ
દ્રવ્યસ્વભાવે શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધ–એવો અનેકાંત છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ.
આત્મા જો સર્વથા પુણ્ય–પાપ વિનાનો તથા કર્મના નિમિત્ત વગરનો અસંગ હોત
તો તને તેના આનંદનો વ્યક્ત અનુભવ થયા વિના ન રહેત. પર નિમિત્તના સંગે
આત્માની અવસ્થામાં જો બિલકુલ વિકાર ન હોત તો અસંગ ચૈતન્યના પરમ આનંદનો
અનુભવ વર્તતો હોત. માટે અવસ્થામાં વિકાર અને નિમિત્તનો સંગ છે. છતાં ‘અસંગ છે
પરમાર્થથી’–અંર્તસ્વભાવની દ્રષ્ટિથી જોતાં સમ્યક્ ચિદાનંદ પ્રભુ અસંગ છે. જો પરમાર્થે
અસંગ ન હોય તો કદી અસંગ થાય નહીં. અને જો વ્યવહારે પણ અસંગ હોત તો
પૂર્ણાનંદનો અનુભવ વ્યક્ત હોત. જે પુણ્ય–પાપ, ક્રોધ વગેરેની લાગણીઓ થાય છે તે
કાંઈ જડને થતી નથી, પણ ચેતનની અવસ્થામાં પોતે જ કરે છે. જો ચેતન શુદ્ધ જ હોય
તો ભૂલ કોની? અને સંસાર કોનો? જો ચેતનની અવસ્થામાં ભૂલ ન હોય તો આ
સમજવાનો ઉપદેશ કોને? આત્મા શક્તિરૂપે ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન
અવસ્થામાં મલિન થઈ રહેલો છે. જો તે મલિનતા ન હોત તો અત્યારે પરમાત્મા હોત.
વળી જો અશુદ્ધતા જ તેનું સ્વરૂપ હોત તો તે કદી ટળી શકત નહીં. પરમાર્થે આત્મા
અસંગશુદ્ધ છે, અને નિજભાને પર્યાયમાં તે પ્રગટે છે.
–આ રીતે, વર્તમાનદ્રષ્ટિએ આત્મા