PDF/HTML Page 41 of 53
single page version
જાણીને એકપણું પ્રગટ કર્યા વગર અનેકાંતનું યથાર્થ પ્રયોજન સિદ્ધ થતું નથી, એટલે કે
‘સ્વભાવે શુદ્ધ અને અવસ્થાએ અશુદ્ધ’ એમ બે પડખાં જાણીને તેની સામે જ જોયા કરે
અને શુદ્ધસ્વભાવ તરફ ન વળે તો તેને નિજપદની પ્રાપ્તિ થતી નથી ને અશુદ્ધતા ટળતી
પડખાંને જાણીને, જો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ તરફ વળે તો નિજપદની પ્રાપ્તિ થાય છે, ને
અશુદ્ધતા ટળે છે.
નિમિત્ત પણ છે–એમ બંનેને જાણે ખરો, પણ તેમાં ઉપાદાનથી વસ્તુનું કામ થાય છે અને
અનાદિનો અજ્ઞાની જીવ સાચું આત્મભાન પોતાની લાયકાતથી જ્યારે પ્રગટ કરે ત્યારે
તેને આત્મજ્ઞાની સદ્ગુરુ જ નિમિત્તરૂપે અવશ્ય હોય. સાચું નિમિત્ત ન હોય તેમ બને
નહીં, તેમ જ નિમિત્ત કાંઈ કરી દે–એમ પણ બને નહીં. શ્રીમદ્ કહે છે કે–
પાવે નહિ ગુરુગમ વિના, એ હી અનાદિ સ્થિત.
પાયાકી યે બાત હૈ, નિજ છંદન કો છોડ,
પીછે લાગ સત્પુરુષકો તો સબ બંધન તોડ.
અનાદિ વસ્તુસ્થિતિ છે. ચૈતન્યસ્વભાવ કોણ છે તે ગુરુગમ વગર સમજાય નહીં. જીવ
જ્યારે સમ્યગ્જ્ઞાન પામે છે ત્યારે તે પોતાની લાયકાતથી જ પામે છે, પણ તે લાયકાત
વખતે નિમિત્તપણે ગુરુગમ ન હોય એમ બને નહીં.–આવો અનેકાંત છે; નિમિત્ત કાંઈ કરે
કોથળો ભેગો હોય, પણ ચાર મણ ચોખા ભેગો અઢી શેરનો કોથળો રંધાય નહીં, તેમ
ચૈતન્યસ્વભાવને જાણવામાં જ્ઞાની નિમિત્ત તરીકે હોય છે, તે બારદાન છે–બહારની ચીજ
છે. તે નિમિત્ત કાંઈ સમજાવી દેતું નથી. જ્ઞાની સિવાય અજ્ઞાની નિમિત્ત હોય નહીં, ને
આત્માના આનંદના અનુભવમાં નિમિત્ત કાંઈ કરે નહીં. જેમ ઊંચું કેસર લેવા જાય ત્યાં
બારદાન
PDF/HTML Page 42 of 53
single page version
સત્યસ્વભાવની સમજણ પ્રગટ કરવામાં નિમિત્તરૂપે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર હોય,
અજ્ઞાની ન હોય.
બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. એટલે કે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણીને એક
ઉપાદાન–સ્વભાવસન્મુખ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન છે અને નિમિત્ત છે–એમ
જાણીને જો તેના જ લક્ષે રોકાય, ને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાનની દ્રષ્ટિ
પ્રગટ ન કરે તો નિજપદની પ્રાપ્તિ થાય નહીં. પોતાના સ્વભાવ તરફની એકતા પ્રગટ
કર્યા વિના અનેકાંતનું પણ સાચું જ્ઞાન થાય નહીં.
અશુદ્ધતાનું પણ યથાર્થ જ્ઞાન થાય નહીં.
નિમિત્તને જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન
તરફ વળ્યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન પ્રગટે નહીં.
સ્વરૂપ નક્કી કર...ઈષ્ટ એવું આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે
જ્ઞાનમાં લઈને સીધું તેને અનુભવમાં લે. ‘સીધું’ એટલે
વચમાં બીજી કોઈ પરભાવની આડ રાખ્યા વગર એકલા
જ્ઞાન વડે આત્માને અનુભવમાં લે. જે કાંઈ ઈષ્ટ–વહાલું ને
સુખરૂપ છે તે બધુંય આત્માના સ્વાનુભવમાં સમાય છે.
PDF/HTML Page 43 of 53
single page version
તેમની ઉંમર ૨૬ વર્ષ છે, અને તેઓ બાલબ્રહ્મચારી છે. પાંચેક વર્ષથી તેઓ સોનગઢના
રેકોર્ડિંગરીલ પ્રવચનોનો પ્રચારવિભાગ સંભાળે છે; ને સોનગઢમાં પૂ. ગુરુદેવના સત્સંગનો
લાભ લ્યે છે. હમણાં જે નવ કુમારિકાબેનોએ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લીધી તેમાં એક તેમના બહેન
પણ હતા. આ રીતે ભાઈ–બહેન બંનેએ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે. શ્રી રમેશભાઈ
પોતાની ભાવનાઓમાં ઉત્સાહથી આગળ વધે એવી શુભેચ્છા સાથે તેમને ધન્યવાદ.
પવિત્રાત્મા પ્રત્યે ભાવભીની અંજલિરૂપે તેમના ૧૦૦ વચનામૃતો આત્મધર્મના આગામી
અંકમાં પ્રગટ કરવાની ભાવના છે. તો પુસ્તકમાંથી પસંદ કરીને તેમનાં વચનામૃત લખી
મોકલવા માટે જિજ્ઞાસુઓને વાત્સલ્યપૂર્વક નિમંત્રણ છે.
વચનામૃતોમાંથી ૧૦૦ વચનામૃતોનું સંકલન કરીશું.
છત્રછાયામાં આનંદોલ્લાસપૂર્વક આપણું “આત્મધર્મ” વધુ ને વધુ વિકસે, ને ગુરુદેવના
પ્રતાપે તેના ચાર ઉદ્દેશો–આત્માર્થીતાનું પોષણ, વાત્સલ્યનો વિસ્તાર, દેવગુરુધર્મની સેવા
ને બાળકોમાં ધર્મસંસ્કારોનું સીંચન–આ ચાર ઉદ્દેશો વધારે ને વધારે સફળ થાય એવી
જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ.
PDF/HTML Page 44 of 53
single page version
હરકોઈ વાંચકોના યોગ્ય વિચારો આ વિભાગમાં વ્યક્ત થાય છે. આ વિભાગમાં
અવનવી નવીનતા માટે આપ પણ પ્રશ્ન વગેરે મોકલી શકો છો.
ઉત્તમ ભાવનાઓ રજુ કરી હતી. જગ્યા થોડી અને પત્રો ઘણા–તેથી બધા પત્રો છાપી.
શકાયા નથી; કેટલાક પત્રો છપાયા છે;–આ પત્રો ઉપરથી ખ્યાલ આવે છે કે
બાલવિભાગના સભ્યોમાં ધર્મના કેવા સરસ સંસ્કાર રેડાઈ રહ્યા છે. પત્ર લખનારા
બધા સભ્યોને ધન્યવાદ સાથે ‘રત્નસંગ્રહ’ નામનું સરસ પુસ્તક ભેટ મોકલવામાં આવ્યું
છે. આ પુસ્તક સંપાદક તરફથી ભેટ આપવામાં આવ્યું છે. બંધુઓ, હવે દીવાળીની
રજાઓનો આનાથી પણ વધુ સદુપયોગ કરજો........
ઉપદેશ–રત્નોનો સુંદર સંગ્રહ છે, ને નાના મોટા સૌને ઉપયોગી છે.)
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. થોડા વખત પહેલાં પૂ. ગુરુદેવ નરોડામાં તેમના ઘેર પધારેલા
ત્યારે પદ્મકાન્તને ઘણો આનંદ ને ઉલ્લાસ થયેલો. પૂ. ગુરુદેવ યાત્રામાં દિલ્હી પધાર્યા
ત્યારે પણ ગુરુદેવની વાણી તેણે સાંભળી હતી. તેમના એક ભાઈ આપણા
બાલવિભાગના સભ્ય છે. આવા યુવાનના વિયોગથી તેમના પરિવાર ઉપર જે દુઃખ
સ્વર્ગસ્થ આત્મા પણ જૈનધર્મના સંસ્કારવડે આત્મહિત પામો...
આફ્રિકા જેવો પરદેશ, અને દસેક વર્ષની લાંબી બિમારી છતાં તેમણે પોતાની ધાર્મિક
ભાવનાઓ ટકાવી રાખી હતી, તેઓ ગુરુદેવને વારંવાર યાદ કરતા, તેમજ ત્યાંના
તેમનો આત્મા નિરંતર સત્સંગનો યોગ પામો ને પોતાની આત્મિકભાવનાઓ પૂર્ણ કરો.
PDF/HTML Page 45 of 53
single page version
૬૬
PDF/HTML Page 46 of 53
single page version
(પાંચ ગતિ) સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યંચ, ........
(પાંચ ભાવ) ઔપશમિક, ........ , ક્ષાયોપશમિક, ઔદયિક, પારિણામિક
(પાંચ પરમેષ્ઠી) આચાર્ય, સિદ્ધ, સાધુ, ઉપાધ્યાય, ........
(પાંચ તીર્થંકર બાલબ્રહ્મચારી) વાસુપૂજ્ય, મહાવીર, મલ્લિનાથ, નેમિનાથ,.........
(પાંચ લબ્ધિ) ક્ષયોપશમ, વિશુદ્ધિ, ........ પ્રાયોગ્ય, કરણલબ્ધિ
(પાંચ જ્ઞાન) મનઃપર્યયજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિજ્ઞાન, ........
(પાંચ કલ્યાણક) મોક્ષકલ્યાણક, દીક્ષાકલ્યાણક, જન્મકલ્યાણક, ગર્ભકલ્યાણક,........
નથી, માત્ર નંબર લખવો.)
૪. કોઈ મનુષ્યનું આયુષ્ય દેવ કરતાં પણ
૬. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ તે
છે; એનું ત્રણ અક્ષરનું નામ છે;
‘હિંદુસ્તાન’ માં એનો બીજો અક્ષર છે.
‘સામાયિક’ માં એનો ત્રીજો અક્ષર છે. પાપી
એ વસ્તુ કઈ?
PDF/HTML Page 47 of 53
single page version
(ફાવાભાઈ) ના સુપુત્રો તરફથી તેમના સ્મરણાર્થે ભેટ અપાયેલું છે. પરંતુ શરતચૂકથી
જે ગ્રાહકોને ફોટા તથા સ્મરણાંજલિ વગરની નકલ મળી હોય તેમણે સદરહુ પુસ્તક
તેમના તરફથી ભેટ અપાયેલ છે તેમ સમજવું.
ગ્રાહકોના લવાજમ જેમ જેમ આવતા જાય તેમ તેમ તેનું લીસ્ટ પૂરા નામ, સરનામા ને
વ્યવસ્થા થઈ શકે.
મોકલવા વિનંતિ છે. જેથી બધા અંકો આપને મળી શકે.
મુંબઈ–૭૭
મુંબઈ નં–૭૭
PDF/HTML Page 48 of 53
single page version
ઉત્તર:– પરમાત્મા ઝાઝા.
પ્રશ્ન:– કઈ રીતે?
ઉત્તર:– અંતરાત્મા એટલે ચોથાથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક
રીતે અંતરાત્મા કરતાં પરમાત્મા અનંતગુણા ઝાઝા છે.
થતા નથી એટલે ‘પરમાત્મા’ માંથી એકેય જીવ કદી ઘટતો નથી; જ્યારે દરવર્ષે ૧૨૧૬
જેટલા નવા નવા પરમાત્માઓ વધતા જાય છે. અને ‘અંતરાત્મા’ જીવો જેમ નવા નવા
જાય કે કોઈ બહિરાત્મા થઈ જાય, તેટલા ઘટી જાય છે.)
ઉત્તર:– પરથી ભિન્ન થઈને સ્વભાવમાં એકત્વરૂપે પરિણમવું–તે જિનવચનનો
જિનવચનમાં જે રમે તેને મોહનો નાશ થઈને મોક્ષની ઉત્પત્તિ થાય છે.
એમ કહેવામાં આવે છે. જે રાગને ઉપાદેય માને છે કે પરાશ્રય ભાવમાં રમે છે તે ખરેખર
વીતરાગી–જિનવચનમાં નથી રમતો, જિનવચનના વીતરાગી રહસ્ય તેને ખબર નથી.
PDF/HTML Page 49 of 53
single page version
કેમ થાય છે?
ક્્યાંથી મળે? તમે લખ્યું છે તેમ જો વીટામીન
જે ઉત્સાહ દર્શાવી રહ્યા છે તે પ્રશંસનીય છે. આપે સૂચવેલી યોજના કમિટિ પાસે રજુ
કરવામાં આવી છે, ને તે બાબતમાં કમિટિની સૂચના મુજબ કરીશું.
બંધાવવાની, તેમાં સવા મણ સોનાનો ઘંટ ટાંગીને મંગળ પ્રભાતે રોજ વગાડવાની, દેવ–
ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિભાવ ઉલ્લસાવવાની ભેદવિજ્ઞાનની ને જૈનશાસનને
શોભાવવાની, સિદ્ધોને સાચા સગા જાણવાની–એવી એવી ઘણી ઊંચી ભાવનાઓ વ્યક્ત
કરી, તે બદલ ધન્યવાદ! તમારી ભાવનામાં અમારો ને બાલવિભાગના બધા ભાઈ–
બેનોનો પણ સાથ છે. કાવ્ય ઘણું લાંબું છે; જરાક વ્યવસ્થિત અને ટૂંકું લખીને મોકલશો
તો છાપીશું.
PDF/HTML Page 50 of 53
single page version
ઉત્તર:– એનો ઉપાય તો સાવ સહેલો છે,–એ ચિન્તા છોડી દેવી ને આત્માની
એવી તે કઈ મોટી ચિન્તા આવી પડી કે અહીં પૂછાવવું પડ્યું!)
૨. આ બીજા પ્રશ્નનો ઉત્તર તો તમારા પ્રશ્નમાં જ સમાયેલો છે.
* સ. નં. ૨૧૬ લખે છે–અભ્યાસકાર્યમાં અને ગૃહકાર્યમાં રોકાયેલી છું છતાં
– પરંતુ આપણે કેવા પ્રમાદી છીએ કે તેવી ઝડપ કરતા નથી!
* સભ્ય નં. ૭૬૦ ના ઉત્તરમાં જણાવવાનું કે ૨૪ માંથી પાંચ તીર્થંકરભગવંતો
“પાંચ બાલયતી” ની જુની પૂજાઓ પણ છે. પૂજનસંગ્રહમાં આપ એ પૂજા જોઈ શકશો.
જેમ તેમના ચરણોમાં ઝુકીને ભાવભીની વંદના કરે છે તેમ મને પણ ભગવાનના દર્શન કરતાં
ઘણો આનંદ થયો. ને આ ભેટની ખુશાલી તરીકે મારા દિલથી બાલવિભાગને રૂા. ૧૧ ભેટ
મોકલ્યા છે. (આ રીતે ઘણા બાળકો તરફથી દરવર્ષે હજારો રૂા. ની રકમો બાલવિભાગમાં ભેટ
આવે છે; આ ઉત્સાહ અને ધાર્મિકલાગણી માટે તે બાળકોને ધન્યવાદ!)
PDF/HTML Page 51 of 53
single page version
આફ્રિકામાં નૈરોબી મુમુક્ષુમંડળના ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી કરમણભાઈ
ચારહજાર જેટલા ધાર્મિક પુસ્તકોની લાણી કરીને ધર્મપ્રભાવનાનો ઉત્સાહ બતાવ્યો છે.
તેમની આવી લગની દેખીને તે પ્રસંગે ઉપસ્થિત ચારહજાર જેટલા ગુજરાતીઓ ખૂબ
પ્રસન્ન થયા હતા. તેઓ પોતાના તા. ૧૧–૯–૬૭ના પત્રમાં ગુરુદેવનો મહાન ઉપકાર
માનીને લખે છે કે–લગ્નમાં જૈનવિધિ થવાથી ધર્મની ઘણી પ્રભાવના થઈ છે. સવારમાં
જિનમંદિરે ઘણા માણસો સહિત પ્રભુપૂજા તથા ભક્તિ કરીને સિદ્ધચક્રજીને તથા
શાસ્ત્રજીને ગાજતેવાજતે મંડપમાં પધરાવ્યા. લગભગ ચારહજાર માણસોની સંખ્યા વચ્ચે
જૈનવિધિ થઈ, તે દેખીને તથા સાંભળીને આખો જૈનસમાજ ઘણો પ્રભાવિત થયો હતો,
ને કહાનગુરુના જયનાદ ગાજી ઊઠયા હતા. આ પ્રસંગે ભગવાન ઋષભદેવ, જૈન
બાળપોથી, કર વિચાર તો પામ–વગેરે ચારહજાર જેટલા ધાર્મિક પુસ્તકો ભેટરૂપ વેંચ્યા
હતા; બધામાં તે પુસ્તકો વંચાયા, ને ચાર દિવસ સુધી તો ઘેરઘેર–દુકાનેદુકાને એની જ
ચર્ચા ચાલતી હતી; ને કેન્યા (આફ્રિકા) ના જૈનસમાજ ઉપર ઘણી છાપ પડી હતી;
કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી જીવોનું કેટલું બૂરું થાય છે ને સાચા દેવ–ગુરુ–ધર્મનું
સેવન ભવસમુદ્રથી તરવા માટે જીવોને કેટલું ઉપકારી થાય છે–વગેરે ઘણા ખુલાસા આ
પ્રસંગે થયા હતા. લગ્નપ્રસંગ દેવ–ગુરુ–ધર્મની મુખ્યતાપૂર્વક ઉજવાયો હોવાથી “આ જ
ખરૂં સત્ છે” એવું વાતાવરણ છવાયું હતું. આફ્રિકા જેવા પછાત પરદેશમાં પણ આજે
આ જે કાંઈ બની રહ્યું છે તે ગુરુદેવનો જ મહાન પ્રભાવ છે. જૈનધર્મનો સન્દેશ જગતમાં
ગાજે છે. લંડનથી આવેલા આપણા ભાઈઓ પુસ્તકો લઈ ગયા છે ને ઘણા શ્રદ્ધાળુ
બન્યા છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ઘણા આવ્યા હતા ને જૈનધર્મથી ઘણા
પ્રભાવિત થયા છે. (હજી પણ ત્યાં ધાર્મિક પુસ્તકોની વિશેષ માંગણી થતી હોવાથી
બીજા પુસ્તકો મંગાવ્યા છે.)
PDF/HTML Page 52 of 53
single page version
PDF/HTML Page 53 of 53
single page version