Atmadharma magazine - Ank 302
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
બીજા કોઈની પક્કડ (મમત્વ) ન હોવાથી તે જ અપરિગ્રહ છે. આ રીતે વીતરાગભાવમાં
પાંચે મહાવ્રત સમાઈ જાય છે, ને તેના અવલંબન વડે જીવ સંસારને તરી જાય છે.
જુઓ, આ ભગવાનનો ઉપદેશ! વીતરાગ ભાવ તે જ ભગવાનના ઉપદેશનો
શુદ્ધસાર છે. જે જીવો આવો ઉપદેશ ઝીલીને તરે છે તે બહુમાન અને વિનયથી કહે છે કે
અનંતગુણસ્વરૂપ જાણીને તેમાં લીન થવું તે મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પોતાના આત્માના આશ્રયથી થાય છે ને તેના વડે જ આત્મા પોતે પોતાને તારે છે. જેમ
નૌકાનો પોતાનો તરવાનો સ્વભાવ છે, તેમ નિર્વિકલ્પ ચિદાનંદ પ્રભુ આત્મા પોતે
તરવાના સ્વભાવવાળો છે, રત્નત્રય વડે તે પોતાને તારે છે.
આત્માનું સમ્યગ્દર્શન તરવાના સ્વભાવવાળું છે. તે પોતાના આત્માના આશ્રયે
પોતાથી જ થાય છે.
આત્માનું સમ્યગ્જ્ઞાન તરવાના સ્વભાવવાળું છે તે પોતાના આશ્રયે પોતાથી જ
થાય છે.
આત્માનું સમ્યક્ચારિત્ર તરવાના સ્વભાવવાળું છે, તે પોતાના આત્માના આશ્રયે
પોતાથી જ થાય છે.–આવા સ્વાશ્રિત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે આત્મા પોતે જ
પોતાને તારે છે. જેણે આવો માર્ગ જાણ્યો તેણે તરવાનો માર્ગ જાણ્યો, તેણે ભગવાનના
ઉપદેશનો શુદ્ધસાર જાણ્યો, તે પોતે પોતાનો તારણહાર થયો.
આ રીતે આત્મા પોતે વિમલસ્વરૂપ છે. તેના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વિમલ પરિણામ જ મુક્તિનું કારણ છે, બીજું કોઈ મુક્તિનું કારણ નથી. આવો મોક્ષમાર્ગ
ભગવાને કહ્યો છે. અને આવું કહેનારા દેવ–ગુરુ–ધર્મ જ પૂજ્ય છે. સર્વ દેવોમાં ઉત્તમ
(એટલે કે સાચા) શ્રી અરિહંતદેવ તે જ દેવ છે, ગુરુઓમાં સાચી દ્રષ્ટિવંત નિર્ગ્રંથસાધુ તે
જ પરમગુરુ છે; ધર્મોમાં સર્વજ્ઞદેવે કહેલો પરમ વીતરાગભાવરૂપ ધર્મ તે જ ધર્મ છે;
વિજેતાઓમાં ઉત્તમ જિન પરમ શુદ્ધ એવા અર્હંત અને સિદ્ધ પરમાત્મા છે. મોક્ષાર્થી
જીવોને આવા ઉત્તમ દેવ–ગુરુ–ધર્મ એ જ પૂજનીય છે. ભેદજ્ઞાનપૂર્વક જ એની સાચી
ઓળખાણ થાય છે; ને ત્યારે જ શુદ્ધ સમ્યક્ત્વ એટલે કે નિશ્ચય સમ્યક્ત્વ થાય છે.
નિશ્ચય સમ્યગ્દર્શનને જ શુદ્ધ સમ્યક્ત્વ તરીકે વર્ણવ્યું છે. તે ચોથા ગુણસ્થાનથી હોય છે.
આત્મા રાગદ્વેષરૂપ ભાવકર્મોથી ભિન્ન દ્રવ્યકર્મોથી ભિન્ન અને શરીરાદિ નોકર્મોથી
પણ ભિન્ન છે; આત્માને આવા શુદ્ધસ્વરૂપે દેખવો–અનુભવવો તેને ભગવાને શુદ્ધસમ્યક્ત્વ

PDF/HTML Page 42 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩પ :
કહ્યું છે, ને તે મોક્ષનો માર્ગ છે; વચ્ચે રાગ આવે તે બંધનો માર્ગ છે, તે મોક્ષનો માર્ગ નથી.
પોતાના શુદ્ધસ્વભાવના ભાન વડે શરીરમદ વગેરેનો ત્યાગ થઈ જાય છે; કેમકે દેહ જ હું
નથી પછી મદ કોનો? આ રીતે શુદ્ધઆત્માને શ્રદ્ધામાં લાવવો તે પરમશુદ્ધ સમ્યક્ત્વ છે; તે જ
નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અથવા નિશ્ચય સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શનનો ઉપદેશ તે શુદ્ધ
ઉપદેશ છે; તે જ સાર છે, અને તે જ ભવ્યજીવોને માટે ‘ઈષ્ટ–ઉપદેશ’ છે. આનાથી વિરૂદ્ધ
(પરાશ્રયથી–રાગથી લાભ મનાવનારો) ઉપદેશ તે ઈષ્ટ નથી, સાર નથી, શુદ્ધ નથી, પણ તે
તો અનિષ્ટ અસાર અશુદ્ધ અને જીવનું બૂરું કરનાર છે.
શ્રી પૂજ્યપાદસ્વામીએ ‘ઈષ્ટોપદેશ’ માં જીવના હિતનો ઉપદેશ આપતાં કહ્યું છે
કે–બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે એટલે કે અકિંચિત્કર છે–(‘गतेः
धर्मास्तिकायवत्’] કોઈ બીજાને જ્ઞાની કે અજ્ઞાની કરી શકતું નથી, આત્મા પોતે જ
પોતાને જ્ઞાની કે અજ્ઞાની સ્વયં કરે છે; સ્વાશ્રયનો આવો ઈષ્ટ (હિતકર) ઉપદેશ સમજે
તો જ દેવ–ગુરુની સાચી ઓળખાણ થાય, વીતરાગી દેવ–ગુરુએ શું કહ્યું–તેની ઓળખાણ
વગર દેવ–ગુરુની શુદ્ધશ્રદ્ધા કેમ રહે? ને એવી શ્રદ્ધા–ઓળખાણ વગરની એકલી
શુભરાગની ક્રિયાઓ વડે જીવને ધર્મનો કાંઈ લાભ થાય નહિ. શુભભાવ હો પણ તે કાંઈ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું કારણ નથી, તે કાંઈ ભગવાનના ઉપદેશનો સાર નથી, તે
ઈષ્ટ નથી. ‘ઉપદેશનો શુદ્ધસાર’ કહો કે ‘ઈષ્ટ–ઉપદેશ’ કહો તેમાં તો આત્માના
શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાનું જ કહ્યું છે; રાગ–દ્વેષનો ક્ષય કરવાનો ભગવાનનો ઉપદેશ
છે, પણ તેને રાખવાનો ઉપદેશ નથી. આવો ઉપદેશ તે શુદ્ધઉપદેશ છે. પુણ્યવડે મોક્ષ
થવાનું મનાવે તો તે ઉપદેશ ભગવાનના ઘરનો નથી, શુદ્ધ નથી, સાચો નથી, પણ જૂઠ્ઠો
અજ્ઞાનીનો ઉપદેશ છે. રાગને ઉપાદેય સમજે તેને સાચો વૈરાગ્ય હોતો નથી. રાગનો
વિષય પર છે, રાગનો વિષય સ્વ નથી; સ્વાશ્રયે રાગની ઉત્પત્તિ થાય નહિ, માટે તે
પરપર્યાય છે, તેની રુચિ ધર્મીને નથી. સ્વના અનુભવમાં રાગ રહેતો નથી. આવા
અનુભવનો ઉપદેશ સર્વજ્ઞ ભગવાને આપ્યો છે. માટે શ્રદ્ધાળુ મુમુક્ષુઓએ તે સર્વજ્ઞ–
અરિહંતપરમાત્માને જ સાચા આપ્તદેવ માનવા યોગ્ય છે.
અનંત ચતુષ્ટયધારક અરિહંતદેવનો મહિમા અપાર છે; તેઓ અનંતાનંત
પદાર્થોનો પરમ ગંભીર ઉપદેશ આપે છે....અને નિર્મળ અક્ષયદ્રષ્ટિ પ્રાપ્ત કરાવે છે.
ભગવાને કેવળજ્ઞાનવડે જે જાણ્યું તેનો અનંતમો ભાગ જ વાણીમાં આવે છે; છતાં તે
વાણીમાં અનંતાનંત પદાર્થોના સ્વરૂપનો ઉપદેશ આવ્યો છે. પણ તેનો સાર શું? કે
શુદ્ધાત્માનો અનુભવ કરવો તે જ ભગવાનના સર્વ ઉપદેશનો સાર છે; ને તેનાથી જ

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
શુદ્ધદ્રષ્ટિ (સમ્યગ્દર્શન) થાય છે. આવો શુદ્ધઉપદેશ અર્હન્તદેવના શાસન સિવાય
બીજામાં હોય નહિ. ભગવાને અનંતાનંત પદાર્થો જાણીને કહ્યાં છે, તેને જે ન માને ને
સર્વથા અદ્વૈત એક માને તો તેના મતમાં સાચો ઉપદેશ હોઈ શકે નહિ. પોતપોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયથી ગંભીર અનંતપદાર્થો ભગવાને બતાવ્યા છે. જગતમાં અનંતપદાર્થો,
દરેક પદાર્થમાં અનંતગુણો અનંતીપર્યાયો–આવા અર્થગંભીર જિનોપદેશને જે ન સ્વીકારે
તેને સાચી શ્રદ્ધા કે સાચું જ્ઞાન થાય નહિ. ભગવાનના ઉપદેશની સાથે અજ્ઞાનીઓના
ઉપદેશનો મેળ મળે નહિ. અજ્ઞાનીમાં ક્યાંક ને ક્યાંક વિપરીતતા હોય છે. ભગવાન
જિનેન્દ્રદેવ અને તેમની પરંપરામાં થયેલા કુંદકુંદાચાર્ય, સમંતભદ્રાચાર્ય વગેરે જૈનસન્તો
સિવાય બીજાના માર્ગમાં શુદ્ધવસ્તુનો ઉપદેશ નથી. જેના મતમાં અનંતા દ્રવ્ય–ગુણ–
પર્યાયોનો સ્વીકાર નથી તેનો ઉપદેશ મિથ્યા છે. અહા, અનંતા દ્રવ્ય–ગુણ–પર્યાયને
જાણનારા સર્વજ્ઞભગવાનનો ઉપદેશ પામીને ઘણા જીવો ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે.
જિનેન્દ્રભગવાનનો ઉપદેશ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. ભગવાને જેવો કહ્યો
તેવા શુદ્ધસ્વભાવને દ્રષ્ટિમાં લેતાં જરૂર સમ્યગ્દર્શન થશે, ને પછી ક્ષાયિક દ્રષ્ટિ થઈને
કેવળજ્ઞાન થશે. આવો શુદ્ધઉપદેશ મહાન ભાગ્યે જીવને સાંભળવા મળે છે.
સાચા દેવ કેવો ઉપદેશ આપે? તો કહે છે કે તેઓ જ્ઞાનસ્વભાવનો જ ઉપદેશ
આપે છે. જો કે ભગવાનના ગંભીર ઉપદેશમાં અનંતાનંત પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું છે,
પણ તેમાં ઉપાદેયભૂત તો જ્ઞાનસ્વભાવ જ કહ્યો છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન
નિજસ્વભાવમાં આવ્યું; તે જ્ઞાન જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વયમેવ વૃદ્ધિગત થતું થતું
કેવળજ્ઞાન થાય છે. માછલીનાં ઈંડાનું દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ રેતીમાં દાટેલું
માછલીનું ઇંડું સ્વયંવધે છે, તેમ સ્વભાવ તરફ ઝુકેલું જ્ઞાન સ્વયં વધતું વધતું કેવળજ્ઞાન
થાય છે. આવું જ્ઞાન આનંદકારી છે, મુક્તિનું સહકારી છે; ને તેનો ઉપદેશ ભગવાને દીધો
છે. સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનના વેદન વડે જ્ઞાન સ્વયં વધતું જાય છે. પરમ આનંદથી ભરેલો
સર્વજ્ઞસ્વભાવ અંદર છે તેનો ઉપદેશ ભગવાન દે છે. તે સ્વભાવના લક્ષે એકાગ્ર થતાં
થતાં કેવળજ્ઞાન થાય છે. જ્ઞાનની વૃદ્ધિ ઈન્દ્રિયોથી કે રાગથી થતી નથી પણ સ્વભાવના
સમ્યગ્જ્ઞાન વડે જ જ્ઞાનની શુદ્ધિ ને વૃદ્ધિ થાય છે; જ્ઞાનસ્વભાવના આશ્રયે જ્ઞાન
સ્વયમેવ વધે છે ને કેવળજ્ઞાન થાય છે. આનું નામ મોક્ષનો માર્ગ ને આ વીતરાગ
ભગવાનનો ઉપદેશ!
(વિશેષ હવે પછી)

PDF/HTML Page 44 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :

પ્રાણીને જ્યાં સુધી એવી પ્રતીત ન થાય કે ‘જેની હું પ્રાર્થના કરું છું તેમના જેવા
થવાની મારામાં પણ તાકાત છે,’–ત્યાં સુધી પોતાના ઈષ્ટની સાચી પ્રાર્થના તે કરી શકતો
નથી.
પ્રાર્થનાનો હેતુ એ છે કે–પોતે તેના જેવો થવા માંગે છે કે જેની પોતે પ્રાર્થના કરે
છે. (वन्दे तद्गुणलब्धये)
ભગવાનની પ્રાર્થના કાંઈ એટલા માટે આપણે નથી કરતા કે તેઓ તો ભગવાન
રહે ને આપણે સદા તેમના સેવક જ રહીએ; પરંતુ જેવા તે ભગવાન છે તેવા જ આપણે
થઈએ–તે ધ્યેયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે.
એટલે પ્રાર્થના કરવા યોગ્ય એવા દેવના સ્વરૂપમાં જેની ભૂલ તેનું ધ્યેય પણ
ભૂલવાળું.
જેવા દેવને પ્રાર્થના કરવા યોગ્ય માન્યા, તેમના જેવો પોતે થવા માંગે છે.
વીતરાગને દેવ તરીકે ઓળખીને તેની પ્રાર્થના કરનાર પોતે વીતરાગ થવા માંગે
છે.
રાગી પ્રાણીને દેવ તરીકે ભજનાર પોતે રાગી રહેવા માંગે છે.
હિંસક જીવોને પૂજનાર પોતે પણ હિંસક જ થવા માંગે છે.
આ રીતે પ્રાર્થના કરનારે પોતાના ઈષ્ટ દેવનું સ્વરૂપ નક્કી કરવાની મહાન
જવાબદારી છે. તેમાં જો ભૂલ થાય તો બધી પ્રાર્થના ખોટી પડે.
જેના ઈષ્ટ દેવ સાચા (વીતરાગી) તેની જ પ્રાર્થના સાચી.
એવા ઈષ્ટ દેવ તો અરિહંત અને સિદ્ધ ભગવાન જ છે.
તેમને ઓળખીને પ્રાર્થના કરો.

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
અહીં દશ પ્રશ્નો રજુ કર્યા છે; આ દશે
પ્રશ્નોના ઉત્તર આત્મધર્મના ગતાંકમાં
(અંક ૩૦૧ માં) સમાયેલા છે; તે
શોધવા માટે આપ તે અંકનું
પુનરાવર્તન કરો.
(૧) ઘણું મોટું કાર્ય–તે શું? અને તેનું મહાન સાધન ક્યું?
(૨) નંદીશ્વરની પૂજા કરવા જતાં જતાં વચ્ચે વિમાન અટક્યું ને વૈરાગ્ય પામ્યા–
તે કોણ? ને ક્યાં?
(૩) ગતાંકમાં પૂછેલા એક પ્રશ્નનો ઉત્તર છે–‘ચરમશરીરી જીવો.’ તે પ્રશ્ન શું
હતો?
(૪) શ્રીમદ્ રાજચંદ્રજીનો આત્મા અત્યારે ક્યાં છે? સ્વર્ગમાં, મોક્ષમાં કે
વિદેહમાં?
(પ) આત્માનું સાચું ધન કોણે પ્રાપ્ત કર્યું?–સાચો આત્મા કોણ?
(૬) સિદ્ધનો સાધર્મી કોણ?
(૭) ‘આત્મા અનાદિ અનંત મંગળરૂપ છે’–એ અલૌકિક વાત ક્યા
મહાનશાસ્ત્રમાં આવે છે?
(૮) ટૂંકી ટચ વાત...જાણો હે ભ્રાત;...............(દોહરો પૂરો કરો)
(૯) એક ઉત્તમ ઝાડ ગુરુદેવે બતાવ્યું તે ઝાડનું બીજ શું છે?
(૧૦) “–એ રસ્તે ચાલનાર સમ્યક્ત્વપુરીમાં જરૂર પહોંચશે જ...ગુરુદેવના એ
આશીર્વાદ છે. (–એ ક્યો રસ્તો?)
પાંચ પ્રશ્નો *
(જેના ઉત્તર આપ આવતા અંકમાં વાંચશો.)
(૧) જગતમાં આરાધક જીવો ઝાઝા, કે આરાધ્ય જીવો ઝાઝા?
(૨) પંચ પરમેષ્ઠીમાં સૌથી ઝાઝી સંખ્યા કોની?
(૩) જગતમાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જીવો કેટલા?
(૪) સમયસારમાં અધિકાર કેટલા?–તેનાં નામ?
(પ) ‘ક’ ઉપર નામવાળા તીર્થંકર કેટલા? (ર૪ માંથી)

PDF/HTML Page 46 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
–: વિવિધ સમાચાર:–
* પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજમાન છે. સવારે સમયસાર ઉપર તથા બપોરે
પ્રવચનસાર ઉપર અદ્ભુત પ્રવચનો ચાલે છે...ચૈતન્ય–શાંતિના ગંભીર સમુદ્રની મધુરી
લહેરોથી ભીંજાતું મુમુક્ષુચિત્ત સવાર–બપોર અઢી–અઢીઘડી સુધી તો ગુરુદેવના અંતર
સાથે તન્મયતા અનુભવે છે.
* કારતક માસની અષ્ટાહ્નિકા દરમિયાન તેરહદ્વીપ મંડલવિધાનમાંથી પ્રથમ
સુદર્શન મેરુ સંબંધી જિનાલયોનું પૂજન થયું હતું.
* આ માગશર સુદ છઠ્ઠના રોજ ભાવનગરમાં નુતન દિ. જિનમંદિરના
શિલાન્યાસનું મંગલમુહૂર્ત છે.–પૂ. ગુરુદેવ પણ તે દિવસે ભાવનગર પધારવાના છે.
(આપ આ વાંચતા હશો ત્યારે તો તે શિલાન્યાસ થઈ ગયું હશે.) માગશર સુદ ૧૨ ના
રોજ ઘાટકોપરમાં પણ નુતન દિ. જિનમંદિરના શિલાન્યાસનું મંગલમુહૂર્ત છે. ગત
માસમાં મલાડ મુકામે જે શિલાન્યાસ થયું તે ભાઈશ્રી બલુભાઈ ચુનીલાલના સુહસ્તે થયું
હતું. ને તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
* પૂ. ગુરુદેવના આ સાલમાં મંગલ પ્રવાસ બાબતનો જે કાર્યક્રમ તૈયાર થઈ
રહ્યો છે તેની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે છે: સોનગઢમાં ફાગણ સુદ બીજે
જિનમંદિરનો મંગલદિવસ ઉજવાશે; ત્યારબાદ પ્રસ્થાન કરી, સાવરકુંડલા અમદાવાદ
વગેરે ગામો થઈ ફાગણ સુદ ૧૧ રણાસણગામે (ગુજરાત) પહોંચશે; ત્યાં
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવ થશે. (અમદાવાદનો પ્રતિષ્ઠા મહોત્સવ હમણાં મુલતવી
પધારશે ને ત્યાં તેર દિવસ બિરાજશે.
રાજકોટ પછી વચ્ચેના ગામો થઈ ચૈત્ર વદ ૨–૩–૪ પાલેજ અને પ–૬ સુરત,
સ્વાગત થશે. ત્યાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તેમ જ ૮૦મી જન્મજયંતિ ઉજવાશે.
(વિગતવાર સંપૂર્ણ કાર્યક્રમ હવે પછીના અંકમાં આપીશું.
* કારતક સુદ પૂનમે શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૦૧ મી જન્મજયંતિ નિમિત્તે વીંછીયામાં
બાલિકાઓએ “મહારાણી ચેલણા” નું ભાવભીનું ધાર્મિક નાટક કર્યું હતું, જેથી સૌ પ્રસન્ન
થયા હતા ને ઈનામો પણ વહેંચાયા હતા. વીંછીયામાં ભાઈશ્રી નગીનભાઈએ

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
પાઠશાળા વગેરે શરૂ કરેલ હોવાથી અહીંના બાળકોમાં સારી જાગૃતિ આવેલ છે...ને
ધાર્મિક કાર્યક્રમોમાં સૌ ઉલ્લાસથી ભાગ લ્યે છે. નગીનભાઈનો ઉત્સાહ પ્રશંસનીય છે, ને
સૌ વડીલો પણ સાથ આપી રહ્યા છે.
આ રીતે ગામેગામ યુવાનો જાગે, પાઠશાળા ચાલુ કરે ને વડીલો તેમને સાથ
આપે તે જૈનશાસનની પ્રભાવના માટે અત્યંત જરૂરી છે. અને આજે ગામેગામ થોડીઘણી
જાગૃતી આવવા માંડી છે. નાના બાળકોની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ન કરતાં તેમને
પ્રોત્સાહન મળે તેમ કરવું અત્યંત જરૂરી છે. આત્મધર્મમાં જ્યારે બાલવિભાગ શરૂ થયો
ત્યારે એક બે સજ્જનો કહેતા કે નાના બાળકો વળી ધર્મની વાતમાં શું સમજે!–તેનો જવાબ
એ વખતે કોઈએ આપ્યો ન હતો, પરંતુ આજે બે હજાર ઉપરાંત બાળકો પોતાના ધાર્મિક
ઉત્સાહ વડે તેનો જવાબ આપી રહ્યા છે. બાળકોમાં કેટલો ધાર્મિક ઉત્સાહ છે તેનો થોડોક
ખ્યાલ આ ઉપરથી પણ આવી શકશે કે બે વર્ષમાં જ બાળકોએ સાત આઠ હજાર રૂા. જેટલી
રકમ બાલવિભાગના વિકાસમાં વાપરવા માટે સોનગઢ–સંસ્થામાં આપી છે.
* વૈરાગ્ય સમાચાર: સુરેન્દ્રનગરના શેઠશ્રી જગજીવન ચતુરભાઈના પુત્ર
ભાઈશ્રી જયંતિલાલ જગજીવન તા. ૨૦–૧૧–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા; છેલ્લા કેટલાક વખતથી બિમાર રહેતા છતાં
સ્વાધ્યાય વગેરે કરતા હતા. તેમની બે બ્ર. બહેનો (શારદાબેન અને સુશીલાબેન) જેઓ
સોનગઢ–આશ્રમમાં રહે છે તેઓ પણ આગલે જ દિવસે સુરેન્દ્રનગર પહોંચી ગયા હતા.
દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
“ઉપકાર–અંજલિ” ના લખાણ બાબત બાલ સભ્યોને ખાસ જણાવવાનું કે બાલવિભાગ
તરફથી ગુરુદેવ પ્રત્યે અંજલિ અર્પણ કરવાનો આપણે આ પહેલો જ પ્રસંગ છે, તો તમે સૌ અત્યંત
ઉત્સાહથી જરૂર ભાગ લેજો. તમને આવડે તેવું લખાણ, કવિતા, ચિત્ર, ટૂચકા, કોયડા, વગેરે
હોંશેહોંશે લખી મોકલો. તમારું લખાણ હજી બે માસ સુધી (માહ સુદ પુનમ સુધી) સ્વીકારીશું.
ઘણાય સભ્યોનું સુંદર લખાણ આવી ગયું છે, બાકીનાં સભ્યો પણ તરત મોકલી આપો:–
જાગો જાગો આજ...હે બાળકો તમામ;
આપણે સૌ હોંશે કરીએ, અંજલિનું કામ.
વીરપ્રભુમાર્ગ આજે બતાવે ગુરુ કહાન,
એને સમજી સહુ બનો વીરનાં સન્તાન.

PDF/HTML Page 48 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
વીતરાગી વાત
‘પુણ્ય પણ દુઃખનું સાધન છે’
–આવી વાત વીતરાગ સિવાય
બીજું કોણ કહી શકે? અને
વીતરાગમાર્ગને અનુસરનાર સિવાય કોણ
એને ઝીલી શકે?
પ્રવચનસાર ગા. ૭૬ માં
આચાર્યદેવે એ વાત સમજાવીને, પુણ્ય–
પાપથી પાર એવું અતીન્દ્રિય સુખ બતાવ્યું
છે. ભાઈ! પુણ્યના ફળ બાહ્યવિષયો છે, તે
પુણ્યફળ તરફ લક્ષ જતાં તો તને આકુળતા
અને દુઃખ જ થાય છે. તોપછી એવા
પુણ્યને સુખનું સાધન કોણ કહે? એ તો
દુઃખનું સાધન છે.
ડર નહિ,–એ પુણ્યથી પાર એવું
પરમ અતીન્દ્રિય ચૈતન્યસુખ તારામાં ભર્યું
છે તેને શુદ્ધોપયોગવડે અનુભવમાં લે.
પુણ્ય વગરનું કોઈ પરમ અચિંત્યસુખ તને
તારામાં અનુભવાશે.
ઓળખી કાઢો
નીચે બબ્બે વ્યક્તિનાં નામ આપ્યાં
છે, તેઓ એકબીજાનાં શું સગા થાય તે
તમારે ઓળખી કાઢવાનું છે:–
(૧) અભયકુમાર અને વારિષેણ મુનિ
(૨)ઋષભદેવભગવાન અને મરિચીકુમાર
(મહાવીરનો જીવ)
(૩) ચેલણારાણી અને ચંદનાસતી
(૪) ત્રિશલામાતા અને ચંદનબાળા
(પ) શ્રીકૃષ્ણ અને પ્રદ્યુમ્નકુમાર
(૬) નેમનાથ અને સત્યભામા
(૭) બાહુબલી અને બ્રાહ્મી–સુંદરી
(૮)ગૌતમગણધર અને ઈન્દ્રભૂતિ ગણધર
(૯)ગૌતમગણધર અને અગ્નિભૂતિ ગણધર
(૧૦) શાંતિનાથભગવાન અને
ચક્રાયુધગણધર
આ મરણ ચાલ્યું આવે નજીક!
ભલે આવે, હું તો અમરપણારૂપી તલવાર લઈને બેઠો છું,
પછી મરણની બીક શી? હું તો અમર છું–પછી
મરણ કોને મારશે? મરણ મને નહિ મારે, પણ
હું મરણને એવું મારીશ કે ફરી મારી પાસે આવે નહિ.
અમરને મરણની બીક શી?

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
ચાલો શીખીએ.....જૈન બાળપોથી * વીરતણાં સન્તાન
અમે તો વીરતણાં સન્તાન અમારે
ભણવા જૈનસિદ્ધાંત; ભણવું–ગણવું અમને
વહાલું, ગુરુજી પર છે વહાલ...અમે તો૦
ભણતાં ભણતાં મોટા થઈશું, કરશું
આત્માનું ભાન; ઉપકાર એ ગુરુજી તણો
છે, વંદીએ વારંવાર અમે તો૦
બંધુઓ, અહીં આપેલા ત્રીસ
પ્રશ્નોની સમજણ તમને ‘જૈન બાળપોથી’
માંથી મળી જશે.
(૧) હું કોણ છું? (૧૬) જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય, તેમનામાં શું ફેર?
(૨) મારામાં શું છે? (૧૭) શરીર કોણ છે?
(૩) આપણે કોનાં સન્તાન? (૧૮) તમે કોણ છો?
(૪) તમને શું ભણવું ગમે? (૧૯) જીવ શરીરનાં કામ કરે?
(પ) મોટા થઈને શું કરશો? (૨૦) જીવ શરીરને જાણે?
(૬) તમે જીવ કે શરીર? (૨૧) શરીરમાં જ્ઞાન હોય?
(૭) જ્ઞાન જીવમાં હોય કે શરીરમાં? (૨૨) સુખી થવા માટે તમે શું કરશો?
(૮) જીવ અને શરીરમાં શું ફેર? (૨૩) ધર્મ કરવાથી શું થાય?
(૯) જીવ અને શરીર એક કે જુદાં? (૨૪) આત્માને ઓળખ્યા વગર સુખ થાય કે નહીં?
(૧૦) તમે શેનાથી જાણો છો? (૨પ) પૈસાથી સુખ મળે કે નહીં?
(૧૧) આ આંખ વગર જાણી શકાય? (૨૬) ધર્મ ન કરે તો જીવને શું થાય?
(૧૨) શરીર કોને જાણે છે? (૨૭) ધર્મ જીવમાં થાય કે શરીરમાં?
(૧૩) તમે ક્યું દ્રવ્ય છો?–જીવ કે
અજીવ? (૨૮) ધર્મ તે દ્રવ્ય છે કે પર્યાય?
(૧૪) તમારામાં ક્યો ગુણ છે? (૨૯) ધર્મ તે કોની પર્યાય છે?
(૧પ) જાણવું તે કોની પર્યાય છે? (૩૦) તમે કેવી રીતે ધર્મ કરશો?
(આ બધા પ્રશ્નોના જવાબ પાઠ ૧ થી ૭ માં મળશે.)

PDF/HTML Page 50 of 53
single page version

background image
: માગશર : ૨૪૯પ આત્મધર્મ : ૪૩ :
જૈન બાળપોથી મંગાવો....શીખો....ને પરીક્ષા આપો
વહાલા વીરનાં સન્તાનો!
વીર થવા માટે આપણે વીરના માર્ગને જાણવો જોઈએ, અને તે માટે જૈન
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. તે માટે સમયસાર વગેરે મહાન શાસ્ત્રો ઘણાંય છે.
નાના બાળકોને, એટલે કે વીરપ્રભુનાં સંતાનોને શરૂઆતમાં અભ્યાસ માટેનું એક
નાનકડું ધર્મપુસ્તક જૈનબાળપોથી છે, તેમાં નાના પાઠોવડે જીવ–અજીવનું, દેવ–ગુરુ–
ધર્મનું તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે. આ જૈનબાળપોથીની ૭પ૦૦૦
જેટલી નકલ આજે તો જૈનસમાજમાં ઘરેઘરે વંચાય છે. પણ તેના વ્યવસ્થિત અભ્યાસ
માટે અને પછી તેની પરીક્ષા માટે એક નાની યોજના અહીં રજુ થાય છે–
* પ્રથમ તો આપના ઘરમાં જૈનબાળપોથી ન હોય તો તા. ૩૧ જાન્યુઆરી
સુધીમાં (આત્મધર્મ બાલવિભાગ, સોનગઢ સૌરાષ્ટ્ર) એ સરનામે લખવાથી આપને તે
ઘેરબેઠા ભેટ મળશે. એકથી વધુ પ્રત જોઈએ તો દરેક પ્રતદીઠ પચીસ પૈસા કિંમત છે.
* આ જૈનબાળપોથીમાં ૨૮ પાઠ છે; તમે દરરોજ એક પાઠ પાકો કરો અને
વડીલો પાસેથી બરાબર સમજો, તો એક મહિનામાં આવડી જશે. તે ઉપરાંત
આત્મધર્મમાં તેને લગતું લખાણ–પ્રશ્નોતર વગેરે આવે તે પણ બરાબર સમજીને યાદ
રાખો. નાના–મોટા સૌ આમાં રસ લઈ શકે છે.
* જૈનબાળપોથી આપ સૌ બે–ત્રણ માસમાં તો બરાબર ભણી જશો. ત્યારપછી
ચૈત્ર કે વૈશાખ માસમાં સોનગઢથી એક પ્રશ્નપત્ર (પરીક્ષાનું પેપર) મોકલીશું, તેના
જવાબો લખીને મોકલજો...ને વધુ માર્ક મેળવીને ઈનામ મેળવજો.
ઠીક ત્યારે, ઘરમાંથી બાળપોથી શોધી કાઢો...ને ‘અમે તો વીરતણાં સન્તાન’ થી
શરૂ કરો. તમને જરૂર આનંદ થશે.
जयजिनेन्द्र.

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : માગશર : ૨૪૯પ
–: વૈરાગ્ય સમાચાર:–
લાડનૂવાળા શેઠ શ્રી વછરાજજી
ગંગવાલ કલકત્તામાં તા. ૩–૧૧–૬૮ (કારતક
સુદ ૧૪) ના રોજ સ્વર્ગવાસ પામી ગયા.
છેલ્લા દોઢેક વર્ષથી તેઓ બિમાર હતા ને
ગુરુદેવના દર્શનની તેમને ખૂબ તમન્ના હતી.
સત્તર વર્ષ પહેલાં (સં. ૨૦૧૭ના ફાગણમાં)
તેઓ સોનગઢ આવ્યા ને ગુરુદેવના પ્રવચનથી
તેમ જ અધ્યાત્મ–વાતાવરણથી ખૂબ પ્રભાવિત
થયા, એટલું જ નહિ પણ લગભગ સવાલાખ
રૂા. ના ખર્ચે સોનગઢમાં બહેનો માટે શ્રી
ગોગીદેવી–શ્રાવિકાબ્રહ્મચર્યાશ્રય પણ તેમણે
ઘણા ભાવથી બંધાવી આપ્યો; ત્યારપછી
અવારનવાર સોનગઢ આવીને તેઓ લાભ
લેતા. માનસ્તંભપ્રતિષ્ઠા પ્રસંગે તેઓ સૌધર્મેન્દ્ર
થયા હતા. સમ્મેદશિખર વગેરેની યાત્રા વખતે તેઓ સાથે જ હતા. સં. ૨૦૨૩ની
યાત્રામાં પણ, નરમ તબીયત છતાં લાડનૂથી કલકત્તા સુધી તેઓ ગુરુદેવની સાથે જ
રહ્યા હતા. તેમના ખાસ આગ્રહથી ગુરુદેવ સંઘસહિત બે વાર (સં. ૨૦૧૩ તથા
૨૦૨૩ માં) લાડનૂશહેર પધાર્યા હતા ને તે વખતે શેઠજીએ ઘણા ઉલ્લાસથી
આગતાસ્વાગતા કરી હતી. પોતાની નરમ તબીયત છતાં ગુરુદેવની સાથે યાત્રાપ્રવાસ
વગેરેમાં રહેવાનું તેમને ખૂબ ગમતું; તેમજ પૂ. બેનશ્રી–બેન પ્રત્યે પણ તેમને ઘણો
આદર હતો; તેઓ છેવટ સુધી સોનગઢનું ને ગુરુદેવના દર્શનનું રટણ કરતા હતા.
પંચપરમેષ્ઠી ભગવંતોનો આશ્રય પામીને તેમનો આત્મા પોતાનું આત્મહિત સાધે–
એમ ઈચ્છીએ.
* બોટાદના ભાઈશ્રી વૃજલાલ મગનલાલ કારતક સુદ આઠમના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. અવારનવાર સોનગઢ આવીને તેઓ ગુરુદેવનો લાભ લેતા હતા. દેવ–ગુરુના
શરણે તેમનો આત્મા આત્મહિત પામો.

PDF/HTML Page 52 of 53
single page version

background image
સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા વખતે સૌધર્મેન્દ્ર તરીકે શ્રી વછરાજજી શેઠ ઐરાવત
હાથી ઉપર બેઠા છે; તેમની ગોદમાં બાલતીર્થંકર શ્રીનેમકુમારનાં દર્શન થાય છે.
દેખો, આ છે હાથીનું
નાનકડું બચ્ચું!
એ કાંઈ સરકસના
ખેલ નથી કરતું હો,
એ તો, ભાવપૂર્વક
નમસ્કાર કરી રહ્યું છે.
કોને, ક્યાં અને ક્યારે?
(તે આવતા અંકમાં
જાણશોજી)

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં : ૩૪ “આત્મધર્મ” Regd. No. G 182
જરૂર છે – પ્રોત્સાહન આપવાની : સંપાદકીય:
હમણાં ઘણા પત્રકારો ને કાર્યકરો વારંવાર એમ કહે છે કે સમાજના બાળકોમાં
ધર્મસંસ્કારોનું સીંચન થતું નથી...પણ એ તો માત્ર રૂઢીગત પ્રલાપ જ છે. આજે જ્યારે
હજારો બાળકો જાગ્યા છે ને ઘરે ઘરે ધાર્મિક સંસ્કારની સુગંધ રેલાવી રહ્યા છે, ત્યારે
કોણ કહી શકશે કે બાળકોમાં ધર્મસંસ્કાર નથી? દેશભરમાં હજારો બાળકો આજે જીવ–
અજીવના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે છે, ભગવાનના દર્શન કરે છે, બીજા અનેક પ્રકારે ઉચ્ચ
સંસ્કારોથી ધર્મમાં રસ લ્યે છે. એ જ રીતે આજના હજારો કોલેજિયન યુવાનો પણ
જૈનધર્મના ઉત્તમ સંસ્કારો વડે પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ છે;
એટલે સુધી કે ઘણાએ તો સીનેમા જોવાનું ને રાત્રે ખાવાનું પણ છોડી દીધું છે.
દીવાળીના તહેવારમાં એક યુવાને મિત્રો સાથે ફિલ્મ જોવાના કાર્યક્રમનું વિચારેલું,–પણ
તરત ધાર્મિકસંસ્કારથી તેને એમ વિચાર આવ્યો કે ‘આપણે જિનવરનાં સન્તાન છીએ’–
આવી ફિલ્મ આપણે જોવી ન જોઈએ. અને તેણે એ કાર્યક્રમ પડતો મૂક્્યો ને તેને બદલે
ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગ ભલે નાનો લાગે, પણ તેની પાછળ
બાળકોમાં–યુવાનોમાં જે ધર્મસંસ્કારનું બળ છે તે નાનું નથી.....ભવિષ્યમાં એ
સંસ્કારબીજમાંથી જ જૈનશાસનનો મોટો વડલો ઊગશે.
માટે, ‘આજના બાળકોમાં–યુવાનોમાં ધર્મસંસ્કાર નથી’ એમ કહીને તેમને ઉતારી
નાંખવાની જરૂર નથી; આજે તો બાળકો–યુવાનો, બહેનો ને માતાઓ બધાય જાગૃત
બનીને ધર્મસંસ્કારનું મહત્ત્વ સમજ્યા છે ને તેના વડે પોતાના જીવનને ઉજ્જવળ
બનાવવા સૌ તત્પર બન્યા છે.–જરૂર છે માત્ર તેમને પ્રોત્સાહન આપવાની.
વડીલો, પત્રકારો ને કાર્યકરો ઉદારદિલે વધુ ને વધુ પ્રોત્સાહન આપશે ત્યારે
તેમને પણ દેખાશે કે આજના બાળકોમાં ને શિક્ષિત યુવાનોમાં પણ ધર્મ પ્રત્યેનો કેટલો
થનગણાટ ભર્યો છે! અને મોટા–નાના સૌ એકી અવાજે ગગનને ગજાવીશું કે–
અમે તો વીરતણાં સન્તાન......છૈ તૈયાર.....છૈ તૈયાર!
વીર પ્રભુના પંથે જાવા.......છૈ તૈયાર.....છૈ તૈયાર!
જૈનશાસનને ઉજ્જવળ કરવા છૈ તૈયાર છૈ તૈયાર!
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)