Atmadharma magazine - Ank 324
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૩૯ :
“વાંચકો સાથે વાતચીત” નો આ વિભાગ સર્વે જિજ્ઞાસુઓને પ્રિય છે, ને તેના
દ્વારા આપણું સૌનું પરસ્પર મિલન તથા વિચારોની આપ–લે થાય છે. આ
વિભાગદ્વારા આપના વિચારો જણાવવા, તત્ત્વને લગતા શંકા સમાધાન કરવા,
કોઈ નવીન સમાચારો મોકલવા, તેમ જ કોઈ ઉત્તમ રચનાઓ મોકલવા, અને
આ રીતે આ વિભાગમાં સહકાર આપવા સર્વે વાંચકોને સાદર આમંત્રણ છે. આ
વિભાગને વધુ ને વધુ સમુદ્ધ બનાવવો તે ઉત્સાહી વાંચકોનું કામ છે.
ઘાટકોપરથી નગીનદાસ જૈન લખે છે કે આત્મધર્મમાં પાર્શ્વનાથ ભગવાનના
પૂર્વભવોનું વર્ણન વાંચીને ઘણો આનંદ થયો. પાઠશાળાના બાળકો પાસે તે
વાંચતાં બધા બાળકો પણ ખૂબ ખુશી થયા હતા. આવી કથાઓ દ્વારા બાળકોમાં
ઉત્તમ સંસ્કાર પડે છે. (પારસનાથ પ્રભુના જીવનચરિત્ર સંબંધી પ્રસન્નતા વ્યક્ત
કરતા બીજા પણ અનેક પત્રો આવ્યા છે.)
મોરબીના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પર્યુષણ દરમિયાન જીવ–અજીવના ભેદજ્ઞાન
સંબંધી સંવાદ (જૈન બાળપોથીમાંથી સો રાજકુમારોની વાર્તાના આધારે) કર્યો
હતો; યુવાનોનો ઉત્સાહ દેખીને સૌ ખુશી થયા હતા.
લખતરથી કાન્તિભાઈ લખે છે: ‘આત્મધર્મ’ માટે હંમેશા ઈંતેજારીમાં જ હોઈએ
છીએ કે ક્યારે નવો માસ બેસે ને પ્રિય વાંચન મળે! એવો આનંદ થાય છે કે
ખરેખર બીજી કોઈ ચીજ જીવનમાં એવો આનંદ આપતી નથી. મુખપૃષ્ઠ ખૂબ જ
ગમે છે. ઘરમાં દરેક વ્યક્તિને સમજવું બહુ સુલભ અને સરળ પડે છે.....અને
ખરેખર ખૂબ ગમે છે.–ધન્યવાદ!
મહાવીરપ્રભુનો નિર્વાણકલ્યાણક ક્યારે ગણવો?
વીરપ્રભુ પાવાપુરીના ઉદ્યાનમાં આસો વદ ચૌદસની રાતના છેલ્લા ભાગમાં
એટલે કે અમાસનો દિવસ ઊગ્યા પહેલાં નિર્વાણ પામ્યા છે. અને તે મુજબ
પાવાપુરીમાં નિર્વાણકલ્યાણક દર વર્ષે ઉજવાય છે. (શ્વેતાંબરસમાજ એક દિવસ
મોડા એટલે કે અમાસની રાતે ને એકમની સવારે નિર્વાણ માને છે.)
વવાણીયાથી શ્રી પુણ્યવિજયજી મ. લખે છે કે જૈનબાળપોથીનું સંકલન
ધર્મસંસ્કારનું સિંચન કરીને બાળકોમાં સદ્ધર્મના સંસ્કાર પાડે તેવું બન્યું છે.
તેનો બહોળો પ્રચાર જૈનધર્મને માટે બાળ–મધ્યમ–યુવાન સૌને માટે

PDF/HTML Page 42 of 52
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
ઉપકારક છે. દરેક પાઠશાળામાં ચલાવવા જેવું છે. (જૈનબાળપોથી ભાગ–૧ કિં
૨પ પૈસા; ભાગ બીજો કિંમત ૪૦ પૈસા.)
“મંગલ તીર્થયાત્રા” ગુજરાતી કિં. રૂા. ૬/–: આ પુસ્તક વાંચીને ખંડવાના
શિક્ષકબંધુ શ્રીમંધર જૈન પ્રમોદથી લખે છે: મંગલ તીર્થયાત્રા ગ્રંથકો દેખતે હી
અતિ હર્ષ હુઆ. પૂજ્ય સ્વામીજીકે સાથ મંગલ તીર્થયાત્રાકે સંસ્મરણ વાસ્તવમેં
એક અપૂર્વ હર્ષ કે રૂપમેં ભવિષ્યકી પીઢિકો પ્રેરણા દેતે રહેંગે. યાત્રાકે કુછ
પ્રસંગોંકો પઢકર ઐસા અનુભવ હુઆ કિ વાસ્તવમેં હમ સ્વયં ભી યાત્રાકે
પ્રસંગોંકે પ્રત્યક્ષદર્શી હોં. પઢતે પઢતે આંખોંસે હર્ષકે અશ્રુ આને લગતે હૌં.–અહો!
ઐસે હૈ હમારે તીર્થધામ! (આ પુસ્તકમાં ૪પ૦ જેટલા પાનાં અને ૨૦૦ જેટલાં
ચિત્રો છે. ૧૮ રૂા. ની લાગત હોવા છતાં આ પુસ્તકની કિંમત માત્ર ૬ રૂા. છે.
હવે થોડી જ નકલ બાકી છે.)
બેંગલોર:– અહીંની ભાષા કન્નડ છે; કેટલાક ગુજરાતી મુમુક્ષુ ભાઈઓ પણ વસે
છે; તેમની વિનંતિથી રખિયાલવાળા ભાઈશ્રી નેમિચંદભાઈ ત્યાં ગયેલા ને દોઢેક
માસ રહ્યા હતા. ત્યાં એક વિદ્વાનને રોકીને પાઠશાળા પણ શરૂ કરેલ છે.
કન્નડભાષી ૪પ બાળકો પાઠશાળામાં ભણવા આવે છે. (ધન્યવાદ!)
પાઠશાળામાં શીખવવા માટે જૈનસિદ્ધાંત પ્રવેશીકા, જૈનબાળપોથી અને છહઢાળા
કન્નડ ભાષામાં છપાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ ધાર્મિક–
કલાસનો લાભ લીધો હતો ને ખૂબ પ્રસન્ન થયા હતા. અને હવે, સૌરાષ્ટ્ર–
ગુજરાત–મહારાષ્ટ્ર તેમજ ઉત્તરપ્રદેશ–મધ્યપ્રદેશની જેમ ભારતના આ દક્ષિણ
ભાગમાં પણ અધ્યાત્મની મહાન જાગૃતિ લાવવી જોઈએ–એમ ત્યાંના ઉત્સાહી
મુમુક્ષુઓની ભાવના છે. (લી: મનુભાઈ પી. જૈન)
ઉજ્જૈનમાં તા. ૧૪–૧૦–૭૦ થી તા. ૨પ–૧૦–૭૦ સુધી જૈનધર્મની શિક્ષણ
શિબિર ચાલશે.
તલોદ (ગુજરાત) માં તા. ૨૭–૯–૭૦ થી તા. ૮–૧૦–૭૦ સુધી જૈનધર્મની
શિક્ષણશિબિર ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ચાલી હતી. મોટી સંખ્યામાં
જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો. તલોદમાં આ ચોથીવાર શિક્ષણશિબિર ચાલી હતી.
ભાઈશ્રી ચંપકલાલ માસ્તર (કચ્છી) જેઓ કેટલોક વખત સોનગઢ રહી ગયેલ
છે, ને મુંબઈ દાદરમાં પાઠશાળા ભણાવતા હતા, તેઓ ઘાટકોપર–
ઈસ્પિતાલમાંથી

PDF/HTML Page 43 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
પત્ર લખે છે કે– દરમહિને આત્મધર્મ વાંચી આનંદ થાય છે. આ વખતે અંક
મળ્‌યો ત્યારે, આ ક્ષણભંગુર દેહની પર્યાયમાં અનેરો પરિવર્તન હતો! (–કચ્છી
ભાષા છે.) જડ દેહથી ભિન્ન જ્ઞાનપિંડલો એવા આત્માનો જે બોધ ગુરુદેવે
આપ્યો છે તેનો વારંવાર વિચાર આવે છે. આ જડ શરીર પારકું દ્રવ્ય છે તે તારું
નથી. આત્મધર્મનું ૩૨૨ મું અંક ખૂબ થનગનાટ કરાવી ગયું...તે વાંચતાં રોમ
રોમ ખડા થઈ જાય છે. દ્રવ્યમાં સૂપ્ત પર્યાયો જાગૃતી પામે છે...પરાઙ્મુખ ભાવો
દુઃખરૂપ લાગે છે ને આનંદધામ આત્મામાં ઝણઝણાટ પ્રગટાવવાનો પુરુષાર્થ
કરવાનું અદ્ભુત સીગ્નલ (નિશાન) મળે છે. અહો, ગુરુદેવનો અનંત ઉપકાર છે.
ખૈરાગઢ (મધ્યપ્રદેશ) માં જૈન–પાઠશાળા ચાલુ થઈ છે, ને ત્રીસ જેટલા બાળકો
ઉત્સાહથી ભણે છે. દૂરદૂરના નાનાં ગામોમાં પણ પાઠશાળા ચાલુ થાય છે–તો
સૌરાષ્ટ્ર ક્યારે જાગશે?
૩૬ વર્ષ પહેલાંની વાત છે: રાજકોટના એક ભાઈ જેઓ તે જમાનામાં
રાજકોટમાં સ્થા. જૈનશાળાના શિક્ષક હતા, તેઓ હાલમાં કલકત્તાથી લખે છે કે
તે વખતે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં હાજરી આપવાને કારણે મારો ખુલાસો
માગવામાં આવ્યો હતો ને મારે શિક્ષકમાંથી રાજીનામું આપવું પડેલ હતું! (ક્યાં
એ જમાનો! ને ક્યાં આજની પરિસ્થિતિ!) ગુરુદેવ તો સુવર્ણપુરીમાં બેઠાબેઠા
આત્માના રત્નોનો વેપાર કરી રહ્યા છે. આત્મા આ દેહથી જુદો જ છે–તે વાત
તો ગુરુદેવે જ બતાવી. (–જે શિક્ષકે પોતે જ દેહથી ભિન્ન આત્માની વાત જાણી
ન હતી તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીને જૈનધર્મનું સાચું જ્ઞાન ક્યાંથી મળે? અને જે
સમાજના શિક્ષક દેહથી ભિન્ન આત્માની વાત સાંભળવા પણ ન જઈ શકે–તે
સમાજમાં આત્મિકજ્ઞાનનો પ્રચાર તો ક્્યાંથી હોય?) વિશેષમાં તેઓ લખે છે કે
ગુરુદેવ તો પંચમકાળનું કલ્પવૃક્ષ છે; તેનો જે લાભ લેશે ને આત્માને ઓળખશે
તેણે એકાદ બે ભવ બાદ માતાને પેટે અવતાર નહીં લેવો પડે. માટે જલ્દી
ચાલો!–ક્યાં? સોનગઢ! ભલે કોઈ રેતીમાંથી સોનું બનાવે, પણ આ તો જડ
દેહથી આત્માને જુદો પાડીને પરમાત્મા બનાવે છે. આવો સુવર્ણ અવસર ચુકશો
તો પસ્તાવાનો કોઈ પાર નહીં રહે. અંતરમાં ચૈતન્યનો ભરપૂર ખજાનો છે તેની
ચાવી ગુરુદેવ બતાવે છે. એ ચૈતન્ય ખજાનાના દર્શન થતાં તેની પાસે જગતની
કોઈ ચીજ કે કોઈ વૈભવ કાંઈ વીસાતમાં નથી. ગુરુદેવનો ઘણો જ અસીમ
ઉપકાર છે.
(– શાં. કે. શાહ)

PDF/HTML Page 44 of 52
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
એક જિજ્ઞાસુ ભાઈ લખે છે–
‘હું થોડા વર્ષો થયાં આત્મધર્મ મંગાવું છું, ખૂબ જ વાંચન કરું છું. આવું
સાહિત્ય–વાંચન બીજું એકેય નથી–એટલું બધું વીતરાગી મધુર અને સર્વોત્કૃષ્ટ
જ્ઞાનવાળું છે. વર્તમાનકાળે પરમ પૂજ્ય ગુરુદેવનો મહાન ઉપકાર છે.
એક હરિજન ભાઈ લખે છે કે–
ભાદરોડ (મહુવા) થી સત્યદેવ જૈન (જેઓ હરિજન છે) લખે છે:
કહાનગુરુની દયાથી આપણા જૈનધર્મમાં સૌ મુમુક્ષુ મંડળની પાછળ ધીરે
ધીરે અમે પણ આવી રહ્યા છીએ, ગુરુદેવની દયાથી એટલું ખાસ નક્કી થયું
છે કે જૈનધર્મ સિવાય બીજા કોઈ ધર્મ આવું વસ્તુસ્વરૂપ સમજાવવા સમર્થ
નથી. જૈનધર્મનો અનેકાંતમાર્ગ છે, ને બીજાનો એકાંતવાદ છે...અમને
ગોત્રકર્મ નીચું બંધાયું એ તો અમારી કચાશથી, પણ અમને ગૌરવ તો એ છે
કે ગુરુકહાનની વાણીના યોગથી અમે જૈનધર્મ સ્વીકાર્યો.
વિશેષમાં તેઓ લખે છે કે:– અમારા મુમુક્ષુમંડળના ભાણીબેન (હરિજન
બેન) ને થોડા દિવસ અગાઉ એક ઝેરી સર્પે ડંશ દીધો...છતાં ખેતરે ગયા, કામ કર્યું,
ઝેર ચડયું, એકલા ખેતરથી ચાલીને ઘેર આવ્યા; અને અમારી જ્ઞાતિના બીજા
માણસો કહેવા લાગ્યા કે અમુક દાદાની માનતા માનો (–તેમની ફાળકી પહેરો) તો
ઝેર ઊતરી જશે. ત્યારે તે બહેને ચોકખી ના પાડી–કે કુદેવને નહીં જ માનું. જો
નિમિત્ત આવી ગયું હશે તો શરીરને રાખવા કોઈ સમર્થ નથી.–માટે એવી માનતા
માનવી નથી ને ગળામાં સુતરની આંટી પહેરવી નથી. આ રીતે કુદેવની મિથ્યાત્વ
ભાવના જરાપણ નહીં ને જૈનધર્મની અડગતા રાખી–તે બધો પ્રતાપ ગુરુકહાનની
વાણીનો છે. સર્પ કરડવા વખતેય હું આત્મા છું–જાણનાર છું એમ યાદ કરતા હતા.
તે બહેન અત્યારે ક્ષેમકુશળ છે,
[આપણા જૈનસમાજમાં પણ કુદેવને માની રહેલા ભાઈઓ–બાઈઓ આ
છે.]
ઝરીઆમાં જૈનપાઠશાળામાં જે. કે. કોઠારી તરફથી જૈનબાળપોથી વહેંચવામાં
આવી હતી. આ પ્રસંગે તેઓ લખે છે કે–જૈનબાળપોથી વાંચીને આનંદ થયો. જૈન–

PDF/HTML Page 45 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪૩ :
પાઠશાળાના બાળકોને માટે ખાસ ઉપયોગી છે, તેથી તેમાં વહેંચવાનો વિચાર
હમ હૈ જૈન.....જૈન....જૈન......લખાવો.....જૈન.....જૈન.....જૈન
ઈ. સ. ૧૯૭૧ (ફેબ્રુઆરી) ના વસ્તીપત્રકમાં “જૈન” લખાવો...અને ગામડે–
ગામડે ઘરેઘરે એ સંદેહ પહોંચાડો કે વસ્તીગણતરી વખતે દશમા ખાનામાં
‘તમારો ધર્મ ક્્યો?’ “જૈન” એમ લખાવે. આપણે જૈન હોવા છતાં, સરકારી
નોંધમાં આપણી ગણતરી બીજામાં થઈ જાય–તે કોઈ પ્રકારે યોગ્ય નથી...માટે
જૈનો જાગો...ને જૈન લખાવો.–
કૌનસા ધર્મ હમારા હૈ?.....જૈન.....જૈન.....જૈન.
આત્મિકધર્મ હમારા હૈ......જૈન.....જૈન.....જૈન.
જિનવરદેવના ભક્ત અમે.....જૈન....જૈન....જૈન.
ભારતમાં છે એક કરોડ?.....જૈન.....જૈન.....જૈન.
વસ્તીપત્રકમાં શું લખાવશો?....જૈન....જૈન...જૈન.
–પરંતુ, સાવધાન! માત્ર જૈન લખાવીને સંતુષ્ટ ન થઈ જશો. જૈનત્વને શોભે
એવા ઉત્તમ વિચાર ને ઉત્તમ આચાર પણ ઘરઘરમાં પ્રસરે તે વધુ જરૂરી છે.
સરકારી ચોપડે કદાચ જૈન ન નોંધાયું હોય પણ જો ઉત્તમ આચાર–વિચારથી
જૈનત્વને શોભે એવું આપણું જીવન છે તો તેનો આપણને લાભ જ છે. આપણે
સરકારી કાગળમાં નહીં પણ આપણા આત્મામાં જૈન બનવાનું છે. અંદરોઅંદરના
કલેશ છોડીને, વીતરાગતાપ્રેરક વિચારો અને આચારોને ઓળખીને તેનું પાલન
કરવાનું છે...ઘરઘરમાં તેનો પ્રચાર કરવાનો છે.

PDF/HTML Page 46 of 52
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
ભારતના ભગવાન અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના જન્મ–
કલ્યાણકનો દિવસ ચૈત્ર સુદ તેરસ; તે દિવસે ગુજરાત–રાજસ્થાન–બિહાર–
મહારાષ્ટ્ર વગેરે અનેક રાજ્યોમાં તો રજા પડતી હતી; પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તે
દિવસ જાહેર રજાના દિવસ તરીકે અત્યારસુધી મંજુર થયો ન હતો, તે હાલમાં
જૈનસમાજની જાગૃતીને કારણે મંજુર થયેલ છે. જૈનસમાજ મતભેદોને એકકોર
મુકીને પરસ્પર પ્રેમ અને સહકાર પૂર્વક ઉત્થાન કરે અને ભગવાનની મુક્તિના
અઢીહજારમા મહોત્સવને આનંદથી ઉજવે તેમાં જ વીરશાસનની શોભા છે.
આત્મધર્મ ના બાલવિભાગના અઢી હજાર જેટલા સભ્યો પણ
વીરપ્રભુના નિર્વાણની અઢી હજારમી (૨પ૦૦ મી) જયંતિ વિશેષ પ્રકારે
ઉજવવા અને તેમાં સહકાર આપવા માટે થનગની રહ્યા છે.–બંધુઓ! થોડા જ
વખતમાં આપણે કોઈ સુંદર યોજના વિચારીશું કે જેમાં જૈન સમાજનો હરેક
બચ્ચો આનંદ ઉલ્લાસથી ભાગ લેશે ને વીરમાર્ગના ઉત્તમ સંસ્કારો મેળવશે...
આપ ઉત્સાહપૂર્વક રાહ જુઓ.
‘અમે જિનવરનાં સંતાન’ (નવા સભ્યોનાં નામ)
૨પ૮૬ હર્ષિતકુમાર નવનીતલાલ જૈન કલોલ ૨૬૦૦ નિર્મળાબેન જૈન खरगपुर
૨પ૮૭ સોનલબાળા નવનીતલાલ જૈન કલોલ ૨૬૦૧ મિલનકુમાર ચિનુલાલ જૈન મહેતાપુરા
૨પ૮૮A મીતાબેન ધીરજલાલ જૈન ભાવનગર ૨૬૦૨ અજયકુમાર રતિલાલ જૈન રાજકોટ
૨પ૮૮B નીતાબેન ધીરજલાલ જૈન ભાવનગર ૨૬૦૩ પરેશકુમાર દેવેન્દ્રબાબુ જૈન સાણોદા
૨પ૮૯ અતુલકુમાર મનસુખલાલ જૈન ભાવનગર ૨૬૦૪ દિપકકુમાર દેવેન્દ્રબાબુ જૈન સાણોદા
૨પ૯૦ નીશાબેન મનસુખલાલ જૈન ભાવનગર ૨૬૦પ મીનાકુમારી રમણીકલાલ જૈન ધોળકા
૨પ૯૧ નીતીનકુમાર કિશોરકાંત જૈન મુંબઈ ૨૬૦૬ રીટાકુમારી રમણીકલાલ જૈન ધોળકા
૨પ૯૨ શીલ્પાબેન કિશોરકાંત જૈન મુંબઈ ૨૬૦૭ સંજયકુમાર ચંપકલાલ જૈન મુંબઈ–૬૭
૨પ૯૩ સૌરભકુમાર કિશોરકાંત જૈન મુંબઈ ૨૬૦૮ ભરતકુમાર ચંપકલાલ જૈન મુંબઈ–૬૭
૨પ૯૪ મનોજકુમાર કનેયાલાલ જૈન ભાવનગર ૨૬૦૯ અલયકુમાર નવીનભાઈ જૈન મુંબઈ–૨૨
૨પ૯પ અજયકુમાર કનૈયાલાલ જૈન ભાવનગર ૨૬૧૦ દિવ્યાંગકુમાર નવીનભાઈ જૈન મુંબઈ–૨૨
૨પ૯૬ જયેશકુમાર રસીકલાલ જૈન નંદરબાર ૨૬૧૧ રૂપાબેન ચંદુલાલ જૈન અમદાવાદ
૨પ૯૭ નરેન્દ્રકુમાર વનેચંદ જૈન મોરબી ૨૬૧૨ જીગીશકુમાર જયંતિલાલ જૈન અમદાવાદ
૨પ૯૮ ભરતકુમાર વનેચંદ જૈન મોરબી ૨૬૧૩ પ્રીતિબેન કાન્તિલાલ જૈન લખતર
૨પ૯૯ શ્રેયાંસકુમાર હિંમતલાલ જૈન મુંબઈ ૨૬૧૪ અશ્વીનકુમાર કનૈયાલાલ જૈન દાહોદ

PDF/HTML Page 47 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪પ :
હે જીવ! તારી પર્યાયમાં
તારા સ્વદ્રવ્યને અનન્ય જાણ.
(એકલી પર્યાયને જો; પર્યાયથી અનન્ય એવા સ્વદ્રવ્યને દેખ)
(સ. ગા. ૩૦૮ થી ૩૧૧ નાં પ્રવચનમાંથી: અંક ૩૨૧ થી ચાલુ)
જીવ કે અજીવ જે દ્રવ્ય, પોતાની જે–જે પર્યાયરૂપે ઉપજે
છે તે–તે પર્યાય સાથે તેને અનન્યપણું છે. એટલે જીવની
પર્યાયોને પોતાના જ્ઞાનસ્વભાવ સાથે એકતા છે.–આમ પોતાના
સર્વજ્ઞસ્વભાવની સાથે પર્યાયની એકતાનો જ્યાં નિર્ણય કર્યો
ત્યાં સર્વજ્ઞસ્વભાવથી વિરુદ્ધ એવા રાગાદિ સાથે જ્ઞાનપર્યાયની
એકતા ન રહી. રાગ સાથેની એકતા તુટીને જ્ઞાન સાથે એકતા
થઈ, એનું નામ ભેદજ્ઞાન...ને એ મોક્ષનો માર્ગ. આ સંબંધી
પ્રવચનનો એક ભાગ આત્મધર્મ અંક ૩૨૧ માં વાંચ્યો, બાકીનો
ભાગ અહીં વાંચો.
જીવનમાં જે મુખ્ય કરવા જેવું છે તેની આ વાત છે. ભાઈ, તારા સ્વભાવની
અપૂર્વ સમજણ કરવાની આ વાત છે. જીવ જ્ઞાયકસ્વભાવ છે; તે પોતાના
જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને શુદ્ધજ્ઞાનપણે ઊપજ્યો ને તે પરિણામમાં અભેદ થયો,
તે જ ખરેખર જીવ છે. રાગમાં અભેદ થઈને જે ઉપજે તેને ખરેખર જીવ કહેતા નથી, તે
તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનીના પરિણમનમાં રાગની મુખ્યતા નથી, તેને તો જ્ઞાયકની
એકની જ મુખ્યતા છે, રાગને તો ભેદજ્ઞાનવડે પરજ્ઞેય બનાવ્યું છે.
પ્રભુ! તારો આત્મા જ્ઞાયક છે. ‘જ્ઞાયક’ ઉપજીને તો જ્ઞાનભાવને રચે કે રાગને
રચે! સોનુંં પોતે ઉપજીને સોનાની અવસ્થાને રચે, પણ સોનું કાંઈ લોઢાની અવસ્થાને ન
રચે, તેમ આત્મા જ્ઞાયકભાવરૂપી સોનું છે તે જ્ઞાનને જ રચનાર છે, તેના આધારે
સમ્યગ્દર્શનાદિ જ્ઞાનમય ભાવો જ થાય છે, પણ તેના આધારે રાગ થતો નથી, ‘જ્ઞાન’
માં તન્મય થયેલો રાગમાં પણ તન્મય કેમ થાય? ન જ થાય, કેમકે જ્ઞાન ને રાગ
એકબીજાથી વિરુદ્ધ છે. માટે જ્ઞાની જ્ઞાનમાં જ તન્મય થઈને જ્ઞાનને જ કરે છે, પણ
રાગને કરતો નથી, રાગમાં તન્મય થતો નથી. અહો! આવું કરે તો આત્માની ખરી
કિંમત ભાસે.

PDF/HTML Page 48 of 52
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૬
આત્માનો અકર્તાસ્વભાવ બતાવીને પછી (ગા. ૩૧૨–૩૧૩ માં) કહેશે કે
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં સમકિતીને સંસાર જ નથી; જેની દ્રષ્ટિ કર્મ ઉપર જ છે એવા
મિથ્યાદ્રષ્ટિને જ સંસાર છે. સમકિતી તો જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિથી પોતાના શુદ્ધ
સ્વભાવમાં નિશ્ચળ હોવાથી ખરેખર મુક્ત જ છે,–
शुद्धस्वभावनियतः स हि मुक्त एव।’
(જુઓ કળશ ૧૯૮)
જ્ઞાનીને જ્ઞાયકસ્વભાવ સાથે સંધિ થઈ છે અર્થાત્ પર્યાય જ્ઞાયકસ્વભાવ તરફ
વળી ગઈ છે એટલે કર્મ સાથેની સંધિ તેને તૂટી ગઈ છે, તેને કર્મ સાથે નિમિત્ત
નૈમિત્તિકપણું નથી. એટલે સંસાર જ નથી. જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી એવા
મિથ્યાદ્રષ્ટિને જ કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિકભાવથી સંસાર છે. અહો, અંતર્મુખ
જ્ઞાયકસ્વભાવરૂપ પરિણમ્યો તેમાં સંસાર કેવો?
જુઓ, આ સીધી–સાદી છતાં મૂળભૂત વાત છે કે દરેક દ્રવ્ય જીવ કે અજીવ સૌ
પોતપોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજે છે, બીજો કોઈ તેને ઉપજાવતો નથી. પોતાની
પર્યાયમાં અનન્યપણે વર્તતું દ્રવ્ય જ તેને કરે છે; બીજો તેમાં તન્મય થતો નથી તો બીજો
તેમાં શું કરે? મારી પર્યાયમાં કોણ તન્મય છે?–કે મારૂં સર્વજ્ઞસ્વભાવી જીવદ્રવ્ય જ મારી
પર્યાયમાં તન્મય છે. આવો નિર્ણય થતાં અંદરમાં જ્ઞાન અને રાગનું પરિણમન જુદું પડી
જાય છે એટલે કે અપૂર્વ ભેદજ્ઞાન થાય છે. ‘જ્ઞાન અને રાગ જુદા છે’–એમ કહે પણ
અંતરમાં આવું ભેદજ્ઞાન થયા વગર જ્ઞાન અને રાગને ખરેખર જુદા જાણ્યા કહેવાય
નહીં. આ તો અંતરમાં ઊતરવાના કોઈ અલૌકિક રસ્તા છે.
ધર્મીજીવ રાગના કર્તાપણે નથી ઊપજતો.–તો શું કૂટસ્થ છે?–ના; તે પોતાના
જ્ઞાનભાવપણે ઉપજે છે. ‘જીવ ઊપજે છે’ એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની
પર્યાયને દ્રવે છે, તે ક્રમબદ્ધ–પર્યાયરૂપે પરિણમે છે. તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો
પરિણમાવનાર નથી. માટે હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! સ્વસન્મુખ થઈને સમયે સમયે
જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.
અજ્ઞાની પોતાના જ્ઞાયકતત્ત્વને ભૂલીને, કર્મ તરફના ભાવોમાં જ અનન્યપણું
માનીને સંસારપણે ઊપજે છે; જ્ઞાની તો પોતાના જ્ઞાયક ભાવમાં જ અનન્યરૂપે ઊપજતો
થકો કર્મને અનુસરતો નથી, જ્ઞાયકને જ અનુસરે છે, જ્ઞાયક સ્વભાવમાં એકતા કરીને
કર્મ સાથેનો નિમિત્તસંબંધ તેણે તોડી નાખ્યો છે એટલે તે સંસારપણે ઊપજતો નથી,

PDF/HTML Page 49 of 52
single page version

background image
: આસો : ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
તેથી તે મુક્ત જ છે–એમ કહેવામાં આવ્યું છે. સ્વદ્રવ્યના સ્વભાવને લક્ષમાં લઈને સમજે
તેને જ આ સમજાય તેવું છે. અહા, જેમ ભગવાન એકલા જ્ઞાયકભાવપણે જ પરિણમે છે
તેમ સાધકજ્ઞાની પણ પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાનભાવમાં જ તન્મયપણે
પરિણમે છે; તેમાં રાગનું કર્તૃત્વ જરાય નથી.
જુઓ, આ જીવની પ્રભુતા! પ્રભુ! તારી પ્રભુતા તારા જ્ઞાયક–સ્વભાવના
અવલંબનમાં છે, અજીવના અવલંબનમાં તારી પ્રભુતા નથી, તેમાં તો તારી પરાધીનતા
છે. રાગ પરિણામમાંય તારી પ્રભુતા નથી, તારા જ્ઞાયકભાવના પરિણમનમાં જ તારી
પ્રભુતા છે. પર્યાયે–પર્યાયે અખંડ પ્રભુતા વર્તી રહી છે તેને તું દેખ?–કેમકે દરેક પર્યાયમાં
સ્વદ્રવ્ય જ તન્મયપણે વર્તી રહ્યું છે. એક્કેય પર્યાય સ્વદ્રવ્યને છોડીને થતી નથી. આમ
ધર્મી સ્વદ્રવ્યની સન્મુખતાથી નિર્મળ જ્ઞાનને જ કરે છે. જ્ઞાન કહેતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર બધી નિર્મળપર્યાયો સમજવી.
હે ભાઈ! એકવાર તું સ્વભાવસન્મુખ થા, ને જ્ઞાયકસ્વભાવને પ્રતીતમાં લઈને
તારા શ્રદ્ધા–જ્ઞાનને સાચા બનાવ. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક છું’ એવું
જ્યાંસુધી વેદન ન થાય ત્યાંસુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા મટે નહીં.
જ્ઞાનને અંતરમાં વાળીને આત્મામાં એકાગ્ર કર્યું ત્યાં તે જ્ઞાનપર્યાય રાગથી જુદી
પરિણમી, તેમાં મોક્ષમાર્ગ આવી ગયો; ને જૈનશાસનનો સાર તેમાં સમાઈ ગયો.
*****
પર્યાયને સ્વદ્રવ્ય સાથે તન્મયતા થતાં તે પર્યાયમાં નિર્મળ જ્ઞાન ને
આનંદ થાય પણ રાગ–દ્વેષ ન થાય. કેમકે આત્માના સ્વભાવમાં રાગ–
દ્વેષ નથી.
પરચીજમાં આત્માના ગુણ નથી એટલે પરચીજ આત્માને ગુણ આપતી
નથી, માટે પરચીજ ઉપર એકત્વબુદ્ધિથી રાગ ધર્મીને થતો નથી.
રાગ તે કાંઈ જીવનો જ્ઞાનભાવ નથી. જ્ઞાનભાવ તે જ જીવ છે, તેમાં
રાગ નથી; રાગ તે અજ્ઞાનમય ભાવ છે, તે જ્ઞાનમય નથી.
ધર્મીની દ્રષ્ટિ જ્ઞાનમય આત્મામાં છે તેથી તેની પર્યાયો પણ જ્ઞાનમય જ
છે; એટલે તે ‘ધર્મીના દ્રવ્યમાં––ગુણમાં કે પર્યાયમાં’ ક્યાંય રાગ નથી.
બહારમાં પરદ્રવ્યમાં ફાં–ફાં મારવાનું છોડ અને સીધો તારા
જ્ઞાનસ્વભાવમાં ઘૂસીને તેને અનુભવમાં લે,–એ સિવાય ક્યાંય આરો
આવે તેમ નથી.

PDF/HTML Page 50 of 52
single page version

background image
વૈરાગ્ય સમાચાર–
* લાઠી નિવાસી જયંતિલાલ મણિલાલ ભાયાણીના પુત્રી જ્યોત્સના શરદચંદ્ર
અદાણી ભાદરવા સુદ ૧૪ નારોજ ૩૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામેલ છે. તેઓ અવારનવાર
સોનગઢ આવીને લાભ લેતા, ને છેવટ સુધી દેવ–ગુરુ–ધર્મનું સ્મરણ કર્યું હતું.
* ઉમરાળાવાળા ધનલક્ષ્મીબેનના માસીબા અનુપબેન ભાવનગર મુકામે તા.
૧૭–૯–૭૦ ના રોજ ૯૭ વર્ષની વયે સ્વર્ગવાસ પામેલ છે.
* વાંકાનેરવાળા શેઠશ્રી વનેચંદભાઈના ધર્મપત્ની શ્રી દીવાળીબેન તા. ૨૩–૯–
૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. એક કલાક પહેલાં મુમુક્ષુ મંડળના ભાઈ–બહેનો
તેમનાખબર કાઢવા ગયેલા ને ધર્મશ્રવણ કરાવેલું, તે તેમણે ઉત્સાહથી સાંભળ્‌યું હતું.
તેઓ ભદ્રિક અને ઉત્સાહી હતા. તેમને તથા વનેચંદભાઈ શેઠને ગુરુદેવ પ્રત્યે ખૂબ
ભક્તિભાવ હતો. વાંકાનેરમાં દિ. જિનમંદિર થયા પહેલાં મુમુક્ષુ મંડળનું વાંચન તેમની
મેડી ઉપર થતું હતું.
* તા. ૧૬–૭–૭૦ ના રોજ નાઈરોબી મુમુક્ષુ મંડળના ભાઈશ્રી લાલજી
નથુભાઈના યુવાન પુત્ર વિપિનકુમાર ૧૭ વર્ષની વયે મોમ્બાસા મુકામે મોટર
અકસ્માતમાં સ્વર્ગવાસ પામી ગયા. હજી તો ગત વર્ષે મેટ્રિકની પરીક્ષામાં તેઓ ફર્સ્ટ
ગ્રેઈડમાં પાસ થયા હતા, અને આગળ ભણવાની તૈયારી હતી પણ ત્યાં તો આમ બની
ગયું. માટે જ જ્ઞાનીઓ વારંવાર કહે છે કે ભાઈ! તું ચૈતન્યવિદ્યાનાં વીતરાગી ભણતર
ભણ...બહારની આ વિદ્યાઓ તને જરાય શરણરૂપ નથી.
* રાજકોટ (હાલ સોનગઢ) ના ભાઈશ્રી મગનલાલ સુંદરજીના પુત્ર શ્રી
વજુભાઈ (તરૂણ સીલ્ક મીલ્સવાળા) ના ધર્મપત્ની શ્રી પુષ્પાબેન ૪પ વર્ષની વયે તા.
૨૯–૯–૭૦ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રિક હતા, અવારનવાર
ગુરુદેવનો લાભ લેતા હતા; છેલ્લા કેટલાક વખતથી તેમને કેન્સરની બિમારી હતી.
* દામનગરના ભાઈશ્રી રતિલાલ કાળીદાસના ધર્મપત્ની અજવાળીબેન તા. ૨–
૧૦–૭૦ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. અવારનવાર તેઓ સોનગઢ આવતા હતા, અને
અંત સમય સુધી ધર્મશ્રવણ કરતાં કરતાં દેવ–ગુરુના સ્મરણપૂર્વક તેમણે દેહ છોડ્યો હતો.
* વઢવાણ શહેરના ભાઈશ્રી ગાંડાલાલ કેશવજી તા. ૨૩–૯–૭૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તથા અષાડ સુદ સાતમના રોજ કલકત્તા મુકામે કાશીબેન
નરભેરામ દફતરી (તે કનૈયાલાલ નરભેરામના માતુશ્રી) ૭૨ વર્ષની વયે સ્વર્ગવાસ
પામ્યા છે.
–આ ક્ષણભંગુર સંસારમાં વીતરાગી દેવ–ગુરુ–ધર્મ જ શરણરૂપ છે. સ્વર્ગસ્થ
આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસનાવડે આત્મહિતને પામો.

PDF/HTML Page 51 of 52
single page version

background image
સોનગઢના એક બ્રહ્મચારી બહેનનો સ્વર્ગવાસ–
સોનગઢના બ્રહ્મચારી બેન રમાબેન રામજીભાઈ
કોઠારી આસો સુદ પાંચમના રોજ ત્રીસ વર્ષની વયે
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ મૂળ માળીયા (હાટીના)
ના રહીશ હતા, ને તપસીજીના ભત્રીજી થાય. નાની
ઉંમરથી તેઓ સોનગઢ રહેતા હતા. ગુરુદેવ સાથેના
યાત્રાસંઘમાં દરેક વખતે સાથે રહીને બધા તીર્થોની યાત્રા
તેમણે કરી હતી; સં. ૨૦૧પ માં તેમણે ગુરુદેવ પાસે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી, ને તેઓ
સોનગઢ–બ્રહ્મચર્યાશ્રમમાં રહેતા હતા. અનેક વર્ષોથી
સંતોની છાયામાં તેમણે જ્ઞાન–વૈરાગ્યના સંસ્કારો મેળવ્યા હતા. છેલ્લા દિવસોમાં તેઓ
‘ભગવતી આરાધના’ વાંચતા હતા, ને તેમાં સમાધિમરણનું વર્ણન વાંચીને તેની
ભાવના કરતા હતા. ‘ભગવતી આરાધના વાંચતાં વાંચતાં સમાધિમરણ થાય છે’ એવું
સ્વપ્નુંં પણ તેમને અગાઉ આવેલું.
આસો સુદ ચોથની સવારમાં કીડનીના વિશેષ દર્દથી તેમને બેશુદ્ધી થઈ ગઈ
હતી; તે વખતે પૂ. ગુરુદેવ પણ ત્યાં પધાર્યા હતા. દરદની ગંભીરતા જણાતાં તેમને
ભાવનગર–ઈસ્પિતાલમાં લઈ જવાયા હતા. પાંચમની સવારમાં તેઓ શુદ્ધીમાં આવી
ગયા હતા, ને સાથેના બ્રહ્મચારી બહેનો સાથે ધર્મની વાતચીત પણ કરી હતી. ગુરુદેવનું
પ્રવચન સાંભળવાની, તેમ જ પૂ. ધર્મમાતાઓનું વાંચન સાંભળવાની ભાવના કરી હતી.
તેમની તબીયત ગંભીર જણાતાં બ્રહ્મચારીબેનોએ ઠેઠ સુધી ઉત્તમ ધર્મશ્રવણ કરાવ્યું હતું.
તે સાંભળતાં–સાંભળતાં રમાબેન સ્વર્ગવાસ પામી ગયા હતા.
તેમના અંતિમ સંસ્કાર સોનગઢમાં કરવામાં આવ્યા હતા. ખૂબ જ કરૂણ અને
વૈરાગ્યગંભીર વાતાવરણ વચ્ચે, આશ્રમના બહેનોએ આંસુભીની આંખે પોતાની સાધર્મી
બેનને અંતિમ વિદાય આપી હતી.
બ્ર. રમાબેન સરલ અને ભદ્રિક હતા; અનેક વર્ષ સુધી ગુરુદેવના ઉપદેશનું તેમણે
શ્રવણ કર્યું હતું, તેમજ ધર્મમાતા પૂ. બેનશ્રી–બેનની મંગલ છત્રછાયામાં રહીને જ્ઞાન–
વૈરાગ્યના ઉત્તમ સંસ્કારો મેળવ્યા હતા. તે સંસ્કારના બળે આગળ વધીને તેમનો
આત્મા પોતાની આત્મહિતની ભાવનાઓ પૂરી કરે–એવી ભાવના છે.
(આપ જ્યારે આ વૈરાગ્ય સમાચાર વાંચો ત્યારે દરેક વાંચક, આપણી આ
સ્વર્ગસ્થ બ્રહ્મચારી બહેન પ્રત્યે અંજલિરૂપે નવ નમોક્કારમંત્રનો જાપ કરજો.)
–બ્ર. હ. જૈન.

PDF/HTML Page 52 of 52
single page version

background image
ફોનં નં. : ૩૪ “આત્મ ધર્મ” Regd No. G 187
આત્મ ધર્મ
(૨૭મું વર્ષ પૂરું થાય છે)
બંધુઓ, દુનિયામાં સર્વોત્કૃષ્ટ નિધાન વીતરાગી દેવ–ગુરુ–ધર્મ છે; આપણા પરમ
ભાગ્યથી એ ઉત્કૃષ્ટ નિધાન આજે આપણને મળ્‌યા છે. તો એ નિધાનને યોગ્ય આપણું
હૃદય વિશાળ અને સ્વચ્છ બનાવીએ ને તેમાં એ નિધાનને પધરાવીને તેનો લાભ
લઈએ–એ આપણું કર્તવ્ય છે,– સમયમાત્રની આળસ વગર એ કામ કરવાનું છે. એ કાર્ય
કરીશું ત્યારે જ અમૂલ્ય નિધાનની સાચી કિંમત સમજાશે. ગુરુદેવનો મહાન ઉપકાર છે કે
આપણામાં રહેલા નિધાન આપણને બતાવે છે. તેઓ એમ નથી કહતા કે ‘હું તને
નિધાન આપું,’ પણ એમ કહે છે કે ‘તારા નિધાન તારામાં જ છે, બીજા પાસે તું માગ
મા.’ આવી રીતે આત્મસન્મુખદ્રષ્ટિ કરાવનારા સંતો આપણને મળ્‌યા છે; તેમને
અનુસરીને આપણે વીતરાગ–જિનમાર્ગમાં પ્રસ્થાન કરવાનું છે.
આજે પૂ. ગુરુદેવ જે વીતરાગ–જિનમાર્ગનો ઉપદેશ આપી રહ્યા છે તેમાંથી
મધુરસન્દેશ લઈને આવતું હોવાથી આત્મધર્મ સર્વે જિજ્ઞાસુઓને ખૂબ વહાલું છે, ઉચ્ચ
ભાવનાપૂર્વક હજારો વાંચકો તે બહુમાનથી વાંચે છે, મોટા વિદ્વાનો કે નાના બાળકો પણ
ઉમંગથી તે વાંચે છે. એ રીતે ગુરુદેવના પ્રતાપે આત્મધર્મ દ્વારા જિનધર્મની મહાન
પ્રભાવના થઈ રહી છે. આ અંકની સાથે આત્મધર્મનું ૨૭ મું વર્ષ પૂરું થાય છે; આવતા
અંકથી ૨૮મું વર્ષ શરૂ થશે. શરૂઆતનો મંગલ અંક અને તેના દ્વારા દીપાવલીનો તથા
બેસતાવર્ષનો સન્દેશ વેલાસર (દીવાળી પછી તરતમાં) મેળવવા માટે, આપનું લવાજમ
દીવાળી અગાઉ ભરી દેવાની વ્યવસ્થા કરશો.
પૂ. શ્રી કહાનગુરુની મંગલ આશીષ ઝીલીને, તેમની મંગલ છાયામાં ચાલતું
આપણું આત્મધર્મ ચાર મુખ્ય ઉદે્શ ધરાવે છે, સૌથી પહેલું આત્માર્થીતાનું પોષણ; (ર)
દેવ–ગુરુ–ધર્મની સેવા (૩) સાધર્મીઓમાં વાત્સલ્યનો વિસ્તાર અને (૪) બાળકોમાં
ધાર્મિક સંસ્કારોનું સીંચન. સંસારના ઝંઝટોને તે કદી સ્પર્શતું નથી; તે તો સદા પોતાના
ઉત્તમ ધ્યેય તરફ જ ચાલ્યું જાય છે.
અધ્યાત્મરસિક ઉચ્ચકક્ષાનો વિશાળ વાચકવર્ગ એ આત્મધર્મનું ગૌરવ છે. અને
સૌ સાધર્મીઓ પણ આત્મધર્મને પોતાનું જ સમજીને પ્રેમભર્યો સહકાર અને સૂચનાઓ
આપી રહ્યા છે, તે બદલ સૌના આભારી છીએ. जयजिनेन्द्र. – બ્ર. હ. જૈન.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર)
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦