Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
કાઢીએ છીએ, તે દ્વારા આપણે આપણા ભગવાનનું બહુમાન કરીએ છીએ,
ધર્મનો હર્ષોલ્લાસ પ્રગટ કરીએ છીએ, અને બીજા જીવોમાં પણ તે દેખીને ધર્મનો
મહિમા પ્રસિદ્ધ થાય છે તથા પ્રભાવના થાય છે. વળી રથયાત્રામાં ચાલતી વખતે
જાણે કે ભગવાનના સમવસરણની સાથે આપણે વિહાર કરતા હોઈએ – એવા
ભાવ જાગે છે. આપણો જે ઉત્સવ હોય તે રથયાત્રા દ્વારા સમાજમાં પ્રસિદ્ધ થાય
છે. રથયાત્રા નિમિત્તે સાધર્મીઓનું પરસ્પર મિલન થાય છે.
૬૬ પ્રશ્ન :– ચૌદ ગુણસ્થાનક શું છે?
ઉત્તર :– મોહ અને યોગના નિમિત્તે આત્માના શ્રદ્ધા – ચારિત્ર વગેરે ગુણોની
અવસ્થાનાં જે સ્થાનો છે તેને ગુણસ્થાન કહેવાય છે. આમ તો તેના અસંખ્ય
પ્રકાર છે, પણ સિદ્ધાંતમાં ૧૪ પ્રકાર પાડીને તેનું સ્વરૂપ સમજાવ્યું છે. આ
સંબંધી વિશેષ વિવેચન કોઈવાર આપીશું.
૬૭ પ્રશ્ન :– મોક્ષસુખ માટે શું કરવું જોઈએ?
ઉત્તર :– મોક્ષસુખનો ભંડાર જેમાં ભરેલો છે એવા પોતાના આત્માને જાણીને
તેમાં લીનતા કરતાં મોક્ષસુખ થાય છે. (જે સુખ પોતામાં છે – તે અનુભવાય
છે; સુખ બીજેથી આવતું નથી. માટે પહેલાંં નક્ક્ી કરવું કે ‘હું સુખી છું’ આત્મા
જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ સુખસ્વરૂપ પણ છે.)
૬૮ પ્રશ્ન :– શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા પોતે વિકારનું કારણ છે?
ઉત્તર :– ના.
૬૯ પ્રશ્ન :– આત્માથી ભિન્ન એવું પરદ્રવ્ય આત્માને વિકારનું કારણ છે?
ઉત્તર :– ના.
૭૦ પ્રશ્ન :– નથી તો આત્મા વિકારનું કારણ, નથી પરદ્રવ્ય વિકારનું કારણ, તો
રાગાદિ વિકારનું કારણ છે કોણ?
ઉત્તર :– જ્ઞાનસ્વભાવી આત્મા પોતાના સ્વભાવનો સંગ છોડીને, બાહ્ય–વલણ
વડે પરદ્રવ્યનો સંગ કરે છે, આ પરસંગનો જે વિકારી ભાવ છે જ વિકારનું
કારણ છે. જીવ જો પરસંગ ન કરે ને પોતાના જ્ઞાનસ્વભાવમાં જ સ્થિર રહે તો
તેને રાગાદિ વિકાર થતો નથી. માટે સ્વ–પરના ભેદજ્ઞાન વડે રાગ સ્વભાવ
સાધી લેવો, તેમાં શુદ્ધચેતના પ્રગટે છે, તથા વચનાતીત સુખશાંતિ અનુભવાય
છે. આવા

PDF/HTML Page 22 of 56
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
અનુભવ વડે વિકારની ઉત્પત્તિ અટકી જાય છે.
૭૧ પ્રશ્ન :– ધર્મીનું જીવન કેવું છે?
ઉત્તર :– રાગ કરવાનો ચેતનાનો સ્વભાવ છે જ નહીં. રાગ વગર જ આત્મા
જીવે છે. આત્મા પોતાની ચેતનાથી જીવે છે, ચેતનાથી જ તેનું અસ્તિત્વ છે, તેને
માટે રાગની જરૂર નથી. રાગવડે આત્માનું જીવન માનવું તે તો આત્માને હણવા
જેવું છે, તેમાં મહાન દુઃખ છે. શરીર વિના હું ટકીશ ને રાગ વિના પણ હું ટકીશ,
તે બંનેથી રહિત આનંદમય ચેતનાથી આત્મા સ્વયં જીવન જીવે છે. – આવા
પોતાના જીવનને ધર્મી જાણે છે.
૭૨ પ્રશ્ન :– જ્ઞાની શું કરે છે? અજ્ઞાની શું કરે છે?
ઉત્તર :– જ્ઞાની શુદ્ધચેતનરૂપ પોતાના વસ્તુસ્વભાવને જાણે છે; આવા પોતાના
વસ્તુ સ્વભાવમાં રહેલો જ્ઞાની રાગાદિનો કર્તા થતો નથી, પણ ચેતનારૂપ જ રહે
છે; ચેતન સ્વભાવમાં રાગાદિક છે જ નહીં. જે જીવ પોતાના શુદ્ધ વસ્તુસ્વભાવને
નથી જાણતો અને રાગાદિક પરભાવરૂપે પોતાને અનુભવે છે તથા પરદ્રવ્યની
મમતારૂપે પરિણમે છે તે અજ્ઞાની જીવ રાગાદિ ભાવોનો કર્તા થાય છે.
૭૩ પ્રશ્ન :– મુક્તિનો ઉપાય શું? સંસારનું કારણ શું?
ઉત્તર :– જ્ઞાનસ્વભાવ અને રાગનું ભેદજ્ઞાન તે જ મુક્તિનો ઉપાય છે; અને
જ્ઞાન સાથે રાગની ભેળસેળરૂપ અજ્ઞાન તે જ સંસારનું કારણ છે.
૭૪ પ્રશ્ન :– પરદ્રવ્ય જીવ વિકાર કરાવે – એમ માનનારો જીવ કેવો છે?
ઉત્તર :– મૂરખો છે. પોતાના સ્વભાવને રાગાદિથી જુદો અનુભવીને સ્વયં
જ્ઞાનરૂપ થયેલ જ્ઞાનીને, જગતનો કોઈ પદાર્થ રાગાદિ કરાવી શકતો નથી.
પરદ્રવ્ય જીવને રાગાદિ કરાવે એમ જે માને છે તેને શાસ્ત્રકારોએ મૂરખ કહ્યો છે
(કોઈ મૂરખ યોં કહે – રાગાદિક પરિણામ, ઉદયકી જોરાવરી વરતે આતમરામ.
– સમયસાર નાટક)
૭પ પ્રશ્ન :– વિકારનો કર્તા કોણ ? રાગાદિ વિકારનો કર્તા જીવ માનો તો મિથ્યાત્વ
થાય છે? અને વિકારનો કર્તા જડકર્મને માનો તો તેમાં પણ મિથ્યાત્વ થાય છે?
એટલે વિકારનો કર્તા જડકર્મને માનો તો તેમાં પણ મિથ્યાત્વ થાય છે? એટલે
વિકારનો કર્તા જીવ કહેશો તોપણ તમને દોષ આવશે, ને વિકારનો કર્તા કર્મ
કહેશો તોપણ દોષ આવશે?
ઉત્તર :– ભાઈ! જરા શાંત થઈને આ વાત સમજવા જેવી છે. પ્રથમ, વિકાર તે

PDF/HTML Page 23 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
જીવની પર્યાય છે એટલે તેનો કર્તા પણ જીવ છે, ને પુદ્ગલકર્મ તેનું કર્તા ખરેખર
નથી.
હવે જીવની પર્યાયમાં જે વિકાર છે તેનું કર્તૃત્વ પણ તેની પર્યાયમાં જ છે, – અને
એમ જાણવું તે કાંઈ મિથ્યાત્વ નથી, તે તો પર્યાયનું યથાર્થ જ્ઞાન છે.
સાથે મુખ્ય વાત એ છે કે, પર્યાયમાં વિકારનું જે કર્તૃત્વ છે તે જીવનો મૂળ
સ્વભાવ નથી; જીવના મૂળ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે ત્યારે જીવમાં
રાગાદિ વિકારનું કર્તૃત્વ નથી. તેમજ તે સ્વભાવ તરફ ઝુકેલી જે શુદ્ધપર્યાય છે તે
શુદ્ધપર્યાયમાં પણ રાગાદિનું કર્તૃત્વ નથી. આ રીતે શુદ્ધસ્વભાવને અનુભૂતિમાં લઈને
રાગાદિના અકર્તાપણે પરિણમવું તે ધર્મીનું કાર્ય છે. (અને આ રીતે ધર્મીની દશાનું
રાગથી ભિન્નપણું બતાવવા, તથા તેનું કર્તૃત્વ છોડાવીને શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરાવવા તે
રાગાદિનો કર્તા જીવ નથી એમ પણ કહેવાય છે.)
ધર્મીને સાધકભાવ વખતે એક પર્યાયમાં જ્ઞાન અને રાગ બંને પરિણામ એક
સાથે વર્તતા હોય છતાં તેમાં જે જ્ઞાનપરિણતિ છે તેમાં રાગનું કર્તૃત્વ નથી; તે જ્ઞાન
પરિણતિ રાગથી જુદી જ છે – આમ બંનેની ભિન્નતાની સૂક્ષ્મ ઓળખાણ તે અપૂર્વ ભેદ
જ્ઞાન છે. એવા ભેદજ્ઞાનના બળે વીતરાગતા થતાં રાગનું કર્તૃત્વ કોઈ પ્રકારે રહેતું નથી,
રાગ ઉત્પન્ન જ થતો નથી. આ રીતે દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુધર્મને, અને તેમાં સ્વભાવ તથા
વિભાવને બરાબર જાણતાં કોઈપ્રકારે મિથ્યાપણું રહેતું નથી, સમ્યગ્જ્ઞાન થાય છે, ને
જ્ઞાનના બળે વિકાર છૂટીને શુદ્ધતા થતી જાય છે.
(– વિશેષ આવતા અંકે)
રત્નત્રયનો ભક્ત
રત્નત્રયનો જે ભક્ત છે એટલે કે રત્નત્રયનો જે આરાધક છે
તે જીવ પોતાના ગુણધામ આત્માને જ ધ્યાવે છે, આત્માથી ભિન્ન
અન્ય કોઈ પદાર્થને તે ધ્યેયરૂપ માનતો નથી. રત્નત્રયની આરાધના
તો શુદ્ધઆત્માના જ આશ્રયે થાય છે. તેથી શુદ્ધઆત્માને જે ધ્યાવે છે
તે જ રત્નત્રયનો ભક્ત છે, તે જ મોક્ષમાર્ગનો સાધક છે.

PDF/HTML Page 24 of 56
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
ગુરુદેવ સાથે ગનયાત્રા
(લે. બ્ર. હરિલાલ જૈન)
અમદાવાદથી જયપુર જતાં ગુરુદેવ સાથે વિમાનમાં બેઠા બેઠા આકાશમાં
અગિયાર હજાર ફૂટ જેટલી ઊંચાઈએથી આ લખાઈ રહ્યું છે. વૈશાખ વદ પાંચમની
બપોરે પૂ. ગુરુદેવ સાથે અમદાવાદથી જયપુર જઈ રહ્યા છીએ. ત્રીસ મુમુક્ષુ યાત્રિકોને
લઈને વિમાન આકાશમાં ઊડી રહ્યું છે. વિમાનને કદાચ ગૌરવ થતું હશે કે જેમ હું
ગગનમાં ઊંચે ઊંચે ઊડું છું તેમ અંતરના નિરાલંબી જ્ઞાનગગનમાં ઊડનારા ત્રણ ત્રણ
પવિત્ર સંતોની ચરણરજ આજ મને પ્રાપ્ત થઈ છે! સાથે એમના ભક્તો મને એ સંતોનો
મહિમા સમજાવી રહ્યા છે.... આવા ગૌરવ પૂર્વક વિમાન તો ઊંચે ને ઊંચે ઊડી રહ્યું છે.
નીચે તદ્ન નાનકડી દેખાતી વિશાળ પૃથ્વી જ્ઞાનની મહાનતાને પ્રસિદ્ધ કરી રહી છે.
અઢીસો માઈલ જેટલી ઝડપથી ગમન થતું હોવા છતાં, જાણે અત્યંત ધીરે ધીરે શાંતિથી
પ્રવાસ થતો હોય – એવું જ લાગે છે, તે એમ બતાવે છે કે ગમે તેટલું ઝડપથી કામ
કરવા છતાં જ્ઞાન પોતે શાંત અને ધીરા સ્વભાવવાળું છે – તેમાં આકુળતા નથી. દુનિયા
તો ઘણી નાની છે, જ્ઞાન ઘણું વિશાળ છે.
અહા, ગુરુદેવ સાથે દુનિયાથી અત્યંત દૂર દૂર કોઈ ધર્મનગરીમાં જઈ રહ્યા
છીએ.... એવું જ લાગે છે. અને, માર્ગદ્રષ્ટા સન્તો આમ ને આમ અત્યંત દૂર દૂર લઈ
જઈને અમને ઠેઠ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાનના દર્શન કરાવશે કે શું! – એમ
વિદેહના પ્રભુજીના દર્શનની ભાવના જાગે છે.... ગુરુદેવ સાથે મોક્ષવિહારની ભાવના
જાગે છે.
અમદાવાદથી સેંકડો ભક્તોએ જયજયકાર પૂર્વક વિદાય આપી ને ત્રણ ને દશ
મિનિટે વિમાન ઊપડ્યું ત્યારબાદ તરત જ ગુરુદેવ તો પોતાના કોઈ ગંભીર ચિંતનમાં
બેઠા છે... ને કોઈવાર જ્ઞાનથી ભિન્ન એવી દુનિયાનું દ્રશ્ય વિમાનની બારીમાંથી દેખી
રહ્યા છે – ત્યારે બીજા ભક્ત યાત્રિકો તો ગુરુદેવ સાથેની ગગનવિહારી યાત્રાના
હર્ષોલ્લાસમાં મગ્ન બની રહ્યા છે, ને હૃદયની ભક્તિ વ્યક્ત કરવા ઈન્તેજાર બની રહ્યા
છે... પૂ. બેનશ્રી – બેનની અદ્ભુત જોડલી પણ ગુરુદેવ સાથેના આ ગગનવિહારી પ્રસંગે
વિદેહક્ષેત્રના મધુર સંભારણામાં મશગુલ દેખાય છે.... ને અનેરી ભાવનામાં ઝુલે છે.

PDF/HTML Page 25 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
હવે ગુજરાતની સરહદ પસાર કરીને રાજસ્થાનમાં પ્રવેશી રહ્યા છીએ.... ને
લગભગ આબુ પરથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, પૂ. બંને માતાઓએ આનંદ પ્રમોદ
પૂર્વક જ્ઞાનગગનમાં વિહરનારા ગુરુદેવના જયજયકાર કરીને ભક્તિ ગગડાવવી શરૂ
કરી–
* જય બોલો જય બોલો શ્રી વીરપ્રભુકી જય બોલો.....
જય બોલો જય બોલો ગગનવિહારી ગુરુકી જય બોલો.....
* હિલમિલકર સબ ભક્તો ચાલો.... જિનેંદ્રોકે ધામમેં.....
ગગનવિહારી યાત્રા થાયે.... કહાનગુરુકી સાથમેં.....
ગુરુદેવકી સાથે ચાલો.... જૈનપુરીકે ધામમેં.....
જૈનપુરીકે ધામમેં.... જિનેન્દ્રોં કે ધામમેં.....
ટોડરમલકે ગામમેં.... શ્રી ગુરુવરકી સાથમેં.....
* તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે;
તારા ક્્યાં દર્શન અહા! તે લોક પણ કૃતપુણ્ય છે.
* સાગર ઊછળ્‌યો ને જાણે લહેરીઓ ચડી,
મારા ગુરુજીની વાણી એવા ગગને અડી.....
––એમ અનેકવિધ ભક્તિ કરતાં કરતાં જયપુર તરફ જઈ રહ્યા છીએ. વૈશાખ
માસની ધોમધખતી ગરમીના ચાર વાગ્યા છે, પણ અમને સૌને તો ઠંડક જ અનુભવાય
છે.... ગુરુચરણની શીતલ છાયામાં તો ચૈતન્યની ઠંડક જ હોય ને? – જ્યાં જગતના
કોઈ આતાપ ન પહોંચી શકે ત્યાં સૂર્યનો આતાપ ક્્યાંથી પહોંચે?
હજી તો ભક્તિની ધૂન જામી રહી છે ત્યાં તો વિમાન નીચે ઊતરવા લાગ્યું....
કેમકે વચ્ચે ઉદેપુર આવ્યું.... ઉદેપુરના વિમાન મથકે સેંકડો મુમુક્ષુ ભક્તજનોએ
ગુરુદેવના દર્શન કરીને, ગુરુદેવ સહિત યાત્રિકોનું સ્વાગત કર્યું.... ગુરુદેવે આનંદપૂર્વક
ચૈતન્યતત્ત્વનો અદ્ભુત મહિમા સંભળાવ્યો... અહા, ગુરુદેવે તો આકાશમાંથી ઊતરીને
અમને આત્મસ્વભાવ સંભળાવ્યો! – એમ ઉદેપુરના મુમુક્ષુજનો ખૂબ પ્રસન્ન થયા.
ઉદેપુર લગભગ અડધી કલાક રોકાઈને સાડાચાર વાગે ફરી ગગનવિહાર શરૂ
થયો..... ભક્તિ પણ ચાલુ થઈ... એમ સંતો સાથે આનંદ કરતાં કરતાં, ઉત્તમ ભાવના
ભાવતાં ભાવતાં જૈનપુરી – જયપુર તરફ જઈ રહ્યા છીએ... જયપુર તરફ સવાર અને

PDF/HTML Page 26 of 56
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
સાંજ બંને (સૌરાષ્ટ્ર કરતાં) અડધો કલાક વહેલા થાય, એટલે સવાપાંચ વાગતાં સાંજનું
ભોજન ગુરુદેવે વિમાનમાં જ કરી લીધું... આકાશમાં આહારદાનનો પ્રસંગ દેખી ભક્તો
ખુશી થયા... એવામાં તે જયપુર આવી ગયું... સાડાપાંચ વાગે વિમાન જયપુર મથકે
ઉતર્યું..... શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાની અધ્યક્ષતામાં જયપુરના મુમુક્ષુઓએ ઉમંગથી
સ્વાગત કર્યું... ને ગુરુદેવ સાથેની આ વિમાન યાત્રા પૂરી થઈ... (લગભગ આપ આ
વાંચતા હશો ત્યારે તા. પ જુને, ગુરુદેવ યાત્રિકો સહિત ફરીને જયપુરથી અમદાવાદની
ગગનયાત્રા કરી રહ્યા હશે... સંતત્રિપુટી સાથે ગગનયાત્રાનો જય હો!)
* * *
જૈનધામ જયપુર નગરીમાં–
જયપુર નગરીમાં બીજે દિવસે વૈશાખ વદ છઠ્ઠને રવિવારે શહેરના બડા
મંદિરજીમાં દર્શન કર્યાં બાદ, ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું. જયપુરના તેમ જ
બહારગામથી આવેલા હજારો મુમુક્ષુઓએ ભાવભીનું સ્વાગત કર્યું. એક તો જયપુર
નગરી પોતે જ સુશોભિત છે, તેમાં વળી અનેક ઠાઠ – માઠ સહિત ઉલ્લાસપૂર્ણ ભાવથી
સ્વાગત થયું, તે વખતે જયપુર ખરેખર જૈનપુરી જ બન્યું હતું... ગુજરાતી લોકોનો સફેદ
પોષાક અને રાજસ્થાની લોકોનો પચરંગી પોષાક ભેળસેળ થઈને સાધર્મી મિલનનું
સુંદર વાતાવરણ સર્જાતું હતું, ને એમ બતાવતું હતું કે ધાર્મિક ભાવનામાં દેશ વેષના
કોઈ ભેદ નડતા નથી............ સાધર્મી મિલનનું સુંદર દ્રશ્ય જોઈને આનંદ થતો હતો.
નગરીના મુખ્ય રસ્તાઓ પર ફરતું ફરતું. પચાસ જેટલા દ્વારો (અકલંક દ્વાર,
કુંદકુંદ દ્વાર, ટોડરમલ દ્વાર, જયચંદ દ્વાર, વગેરે) વચ્ચેથી પસાર થઈને જૈન વિદ્વાનો ને
સંતોનો મહિમા ફેલાવતું સ્વાગત રામલીલા મેદાનમાં પહોંચ્યું ને ત્યાં ગુરુદેવે માંગલિક
સંભળાવીને ચૈતન્યતત્ત્વનો પરમ મહિમા પ્રસિદ્ધ કર્યો.
જયપુરમાં શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાના ભવનમાં ગુરુદેવ વિરાજમાન છે.... ને
સવાર બપોર પં. ટોડરમલ – સ્મારક ભવનના વિશાળ સુસજ્જ હોલમાં પ્રવચન દ્વારા
અધ્યાત્મરસ વરસાવી રહ્યા છે. જયપુરની અને ગામેગામની મુમુક્ષુ જનતા આનંદથી
લાભ લઈ રહી છે. પ્રવચન પછી ઠેરઠેર વીતરાગ વિજ્ઞાનના શિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે.
જયપુરમાં જુદા જુદા વીસ જેટલા શિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે ને નાના–મોટા હજારો
જિજ્ઞાસુઓ વીતરાગી વિદ્યાનો લાભ લઈ રહ્યા છે. વીતરાગ વિજ્ઞાનના પ્રચારનો મોટો
ઉત્સવ ચાલી

PDF/HTML Page 27 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
જય
પરના
વિ
માન મથ
ક પ
સ્
વગ
ત મા
તુ
ર ભ
ક્તજનો
ભક્ત
જનો આકાશ તરફ મી
ટ મા
ંડી રહ્યા છે: ‘એ.
... વિ
માન આવ્યું....
હમણાં ગ
રુદ
ેવ ઊતરશે ને આપ
ણે દ
ર્ન કરી
ું... ’

PDF/HTML Page 28 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
તુજ પ
દપ


જ જ્
ય થ
ા તે
દેશને
પણ
ધન્ય
છે

રુદે
પ્રસન્
ચિત્તિ
વમનમ


થી ઊતરી રહ્ય
ા છ
. શે
શ્ર
ી પ
રણચં
દજી ગ
દકિ
વગ
ોર્લ્લાસપ
ર્વ
ત કર
તાં કહે છે કે

PDF/HTML Page 29 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
ધરો
ગુરુદ
ેવ પધ
ારો... અમ
ારી જયપુર નગ
રી
આજ
પાવન થઈ
વશા
ખ વદ
પાંચ
મ (ત
–પ–૭
)

ંજે સ
ડા
પાંચ

ગે જયપુર
વમિા
ન મથ
ક પર
ભક્ત
જન

રુદે


સ્વાગ
ત ક
ી રહ્ય
ા છે.

PDF/HTML Page 30 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []

રુદેવ સાથેના ગ
નવિહ



યાત્રિકો.... વિમ
ન મ
થન
બાર
આવત
ગરુદ
ેવ! આપ
ગન
–યાત્રા તો કરાવ
હવ
ે વિ–દ
ેહયાત્રા કરાવ
ો...
ને ઠ


શિખર સુ

ની સિદ્ધાલ
યત્ર
અમ
ને આપ
ી સાથ

રાખો,

વી ભા
વના ભ

વી રહ્ય
ા છ

PDF/HTML Page 31 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []

રુદેવ સાથે
યાત્રા ક

તાં આનંદ
નનહિ
પાર જા

....
ગુરુ
ેવ

થે અમે પણ
ગગન
વહિા
યા
ત્રા કર


– એવ

પ્ર
સન

પૂર્વક
બન
ો વિમ
નમ
ાં
થી બ

ાર આ
વી રહ્ય
ા છે

PDF/HTML Page 32 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
જય
પુર શહ
ેરમ

ં સ્વાગ
તન
ી શ
તન
ું ભવ્ય દ્ર

શાખ વ

છઠ્ઠે જયપ
રનગ
ાં બડા મંદિ
રેથ પ
રુદ
ેવના સ્
વાગ
તનું ભ
વ્
ય જુલુસ શરૂ થ
ું...
ઝવી બ
જારમ


થઈન

રામ
લલ

દાનમ
ાં
આવ્ય

PDF/HTML Page 33 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
ઝવેરી બજાર
ાંથી પસાર થઈ
રહ
ેલ સ્
વાગ
તય
ાત્રા
ું દ્ર
આ જૈનનગ
રી આજે જૈનધર્મના જયજયકારથ

જી રહી
છે... જ્
યાં
સેંકડો જિનાલયો છે... ને
લાખો જિનબિંબો
છે. તે
નગરી
માં ગ
રુદ
ેવ જૈનધર્મનું
સ્વરૂપ
સમ
જાવ

PDF/HTML Page 34 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
આવા આત્મ
ાનું લ
ક્ષ ક

વું ત

અપૂર્વ મ
ળ છ
––
જયપ
રમ
ાં
સ્વાગ
ત પ
છી મ
ાચરણમ

રુદે
અતિ પ્રમ
ોદથ ક
છે
ભગ
વન આ
ત્મા
ેર્ તત્ત્વ
મા
ં સા
ૂત છે; તેના
અચિ

ત્ય મહિમા
ને
લક્ષમા
ં લેતા
ં આ
નંદન
ું પૂર

છે,
તે મંગળ
છે.

PDF/HTML Page 35 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર []
જય
પુર

મંગ
–સભાનું એક
દ્રશ્
ય––
જા
રો શ્રોતાજ
નો આ
નંદપ

રુદે
ના શ્રીમ

ખથી મ
ળ ઝ

રહ્ય
ા છે.
ગજ
રાતી અને
ારવાડી બ
ોના રં
ગબ
ી પષ
મિ
શ્રણ એ
ગો

જેવું વ
તા
વરણ સર્જે છે.

PDF/HTML Page 36 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર [૧૦]
શ્ર ટ
ડર
મલ
સ્મ
ારક
ભવન


પ્ર
વચ
ન શ
રૂ
થાય છ
આ સમયસારની છઠ્ઠી ગ

. આનંદનો પિ

સુ જીવ

છે છે કે
પ્રભ

! કે શુદ્ધઆ
મા
નું સ્
વપ
કેવું છે?
તેને આ

ર્યદ
જ્ઞાયકભ
સમજા
ે છે.

PDF/HTML Page 37 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર [૧૧]

રુદેવ! અમ
ન બહ
ુ ગમ

છે આ શ
દ્ધ
ત્મ
ાની વાત...
મગ
પ્રવચનમ
શુ
દ્ધાત્મ
ાના મ
ાની વાત હ
જારો શ્રોતાજ
નો
એકતાપણે ઝી
લી રહ્યા છે. શ્રોતાઓની
વશિા
ળસભ
ું એક દ્ર

PDF/HTML Page 38 of 56
single page version

background image
આત્મધર્મ : જયપુર [૧૨]
જય
પુર નગરીમ

ં સ્વાગ
તન
ું એક
દ્રશ્
આનંદ
મંગ
આજ હમારે,
આનંદ
મંગ
આજ જી...
જયપ

ર શહ

રુજી પ
ધાય
ાર્
, વત્ય
યજય


રજી...

PDF/HTML Page 39 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં વીતરાગ વિજ્ઞાનનું ભણતર અને તેની જ ચર્ચા દેખાય છે.
સવારમાં તો સીમંધર ભગવાન સન્મુખ સેંકડો ભક્તોની ભીડ જામે છે ને પૂજન
ભક્તિથી આખો મંડપ ગૂંજી ઊઠે છે. ચારેકોર ધર્મવર્ષા ચાલી રહી છે.
આવી સરસ ધર્મવર્ષા દેખીને વર્ષાને પણ જાણે એમ થયું કે અરે, મારું સ્થાન આ
ધર્મવર્ષા લઈ લેશે કે શું? એટલે તે જલવર્ષા તો ધમધમાટ કરતી દોડતી આવી પણ તે
આવી પહોંચે ત્યાર પહેલાંં તો ગુરુકહાનના મુખેથી ધર્મવૃષ્ટિ શરૂ થઈ ચુકી હતી અને
લોકો તે આનંદથી ઝીલી રહ્યા હતા. આથી તે જલવર્ષાને પણ કબુલ કરવું પડ્યું કે
જીવોને મારા કરતાં પણ આ ધર્મવર્ષાની વધારે જરૂર છે.... તેથી તેણે પોતાનું સ્થાન
ધર્મવર્ષાને સોંપી દીધું. અત્યારે જયપુરમાં ધોધમાર ધર્મવર્ષા થઈ રહી છે ને મુમુક્ષુ જીવો
તે આનંદપૂર્વક ઝીલીને આત્મામાં ધર્મના બીજ વાવી રહ્યા છે........
[જયકાર ગાજી રહ્યા છે વીતરાગ વિજ્ઞાનના જયપુર શહેરમાં]
* * *
જયપુર શહેરનું ધર્મવાતાવરણ અહીં રજુ કર્યું છે.... હજી ઉત્સવ ચાલી રહ્યો છે ને
ગુરુદેવ ત. ૪–૬–૭૧ સુધી જયપુર બિરાજમાન છે, એટલે હવે પછીના વિશેષ પ્રસંગોના
સમાચાર આવતા અંકમાં આપીશું. તા. પાંચમી જુને, ગુરુદેવ જયપુરથી અમદાવાદ
પધારશે; તા. ૬ થી ૯ ભાવનગર પધારશે; અને તા. દશમી જુને, સોનગઢમાં મંગલ
પધરામણી થશે. શ્રાવણ માસનો પ્રૌઢ શિક્ષણવર્ગ સોનગઢમાં ચાલશે.
સુખથી ભરપૂર ચૈતન્યલક્ષ્મીને લક્ષમાં લે
દુનિયાના વૈભવ કરતાં આત્માનો વૈભવ જુદી જાતનો છે. અરે, સંસારમાં
લક્ષ્મી માટે જીવો કેટલા દગા–પ્રપંચ ને રાગ–દ્વેષ કરે છે? તેમાં જીવન ગુમાવે છે ને
પાપ બાંધે છે. ભાઈ, તારા સ્વઘરની ચૈતન્યલક્ષ્મી મહાન છે, તેની સંભાળ કરને!
તેમાં ક્્યાંય દગા– પ્રપંચ નથી, રાગ–દ્વેષ નથી, કોઈની જરૂર નથી, છતાં તે મહા
આનંદરૂપ છે. બહારની લક્ષ્મી મળે તોપણ તેમાંથી સુખ મળતું નથી. આ
ચૈતન્યલક્ષ્મી પોતે મહા આનંદરૂપ છે. આવો અપાર વૈભવ આત્મામાં પોતામાં ભર્યો
છે. – એને લક્ષમાં લેતાં સુખ છે.

PDF/HTML Page 40 of 56
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
जयपुर शहेर – प्रवचनो
જયપુર શહેરમાં વૈશાખવદ છઠ્ઠથી શરૂ કરીને ૨૦ દિવસનો
ધાર્મિક શિક્ષણનો જે ભવ્ય સમારોહ ચાલી રહ્યો છે તેમાં શ્રી ટોડરમલ
– સ્મારકભવનમાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મ–પ્રવચનોનો લાભ
હજારો શ્રોતાજનો લઈ રહ્યા છે. પ્રવચનમાં સવારે પ્રવચસાર ગાથા
૧થી અને બપોરે સમયસાર ગાથા છઠ્ઠીથી શરૂ થયેલ છે. તેમાંથી થોડુંક
દોહન અહીં આપ્યું છે.
– બ્ર. હ. જૈન
શિષ્ય એમ પૂછે છે કે હે પ્રભો! શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે? આનંદનો પિપાસુ
શિષ્ય બીજું કાંઈ નથી પૂછતો, પણ જેને જાણવાથી આનંદ થાય એવા શુદ્ધઆત્માનું
સ્વરૂપ જ પૂછે છે. મારા આત્માના શુદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ સાથે મારે પ્રયોજન
નથી.– આમ આત્માનો અભિલાષી થઈને તેનું સ્વરૂપ પૂછનાર શિષ્યને આત્માનું
શુદ્ધસ્વરૂપ સમજાવવા માટે આ છઠ્ઠી ગાથા આચાર્યદેવ કહે છે:–
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયકભાવ છે;
એ રીતે શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે.
જુઓ, આ માંગળિક ગાથા છે, કુંદકુંદાચાર્યદેવે આ સમયસારમાં અપૂર્વ માંગળિક
કર્યું છે. શરૂઆતમાં શુદ્ધઆત્માના પ્રતિબિંબરૂપ એવા સિદ્ધભગવંતોને આત્મામાં જ
સ્થાપીને નમસ્કાર કર્યાં. પછી નિજવૈભવથી આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા
કરી, પણ તે કોને બતાવે છે? જે શિષ્ય ચાર ગતિનાં દુઃખથી થાકીને શુદ્ધ આત્માનો
અભિલાષી થયો છે, તેને આ છઠ્ઠી ગાથાના ભાવ સમજવા તે અપૂર્વ મંગળ છે, એટલે
ગાથા પણ મંગળ છે.
સીમંધર તીર્થંકર અત્યારે પૂર્વ વિદેહમાં સાક્ષાત્ બિરાજમાન છે;