Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 56
single page version

background image
૩૩૨
• जयपुर •
એક જ્ઞાયકભાવ તે આત્મા છે. આવા
જ્ઞાયકસ્વભાવપણે જે પોતે પોતાને અનુભવે તેને
‘શુદ્ધ’ કહીએ છીએ. આવું શુદ્ધતત્ત્વ જ બધા
તત્ત્વોમાં સર્વોપરી શ્રેષ્ઠ સારરૂપ છે. અને તે
શુદ્ધતત્ત્વ ધર્મીના અંતરમાં ધ્યેયપણે જયવંત
વર્તે છે.
‘जयति समयसारं सर्व तत्त्वैक सारं।’
सुखजलनिधि पूरः क्लेशवाराशि पारः।।
જુઓ, જયપુરના મંગલમાં આત્માના
જયની અને સુખના પૂરની વાત આવી. સર્વે
તત્ત્વોમાં ઉત્તમ એવો એક આત્મા તેનો जय છે,
અને તે સુખજલનિધિનું पूर છે. આવું ચૈતન્યતત્ત્વ
તે સારમાં સાર છે, તે મંગળ છે.

PDF/HTML Page 2 of 56
single page version

background image
હૃદયના ઉદ્ગારપૂર્વક કહે છે કે–
‘અમે મુનિઓના ચરણના દાસ છીએ.’
શ્રી પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યેની ભક્તિપૂર્વક
કાનજીસ્વામી ઘણી વાર કહે છે કે અહો! મુનિવરો તો
આત્માના પરમ આનંદમાં ઝુલતા ઝુલતા મોક્ષને સાધી રહ્યા
છે. આત્માના અનુભવપૂર્વક દિગંબર ચારિત્રદશાવડે મોક્ષ
સધાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત્ મોક્ષનો માર્ગ... એ તો
નાના સિદ્ધ છે... અંતરના ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં ઝુલતાં
વારંવાર શુદ્ધોપયોગવડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે.
પંચપરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિના
મહિમાની શી વાત! એવા મુનિનું દર્શન મળે તે પણ મહાન
આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનુદાસ
છીએ... તેમના ચરણોમાં અમે નમીએ છીએ... ધન્ય એ
મુનિદશા! અમે પણ એની ભાવના ભાવીએ છીએ.

PDF/HTML Page 3 of 56
single page version

background image
વાર્ષિક વીર સં. ૨૪૯૭
લવાજમ જેઠ
ચાર રૂપિયા Jun. 1971
* વર્ષ ૨૮ અંક ૮ *
ભગવાન મહાવીરનો ૨પ૦ મો નિર્વાણમહોત્સવ
તે નિમિત્તે પૂ. કાનજી સ્વામીના આશીર્વાદ
ભગવાન મહાવીરનો અઢી હજારમો નિર્વાણ મહોત્સવ ઈ. સ.
૧૯૭૪ માં આખું વર્ષ ધામધૂમથી સર્વત્ર મનાવવા માટે જે કમિટિ
નીમાયેલી છે તેની મિટિંગ તા. ૧૯–૨૦ ના રોજ જયપુરમાં હતી; તે
પ્રસંગે કમિટિના અધ્યક્ષ શ્રી શાંતિપ્રસાદજી શાહુએ – નિર્વાણ મહોત્સવની
રૂપરેખા સમજાવીને તેમાં સમસ્ત સમાજનો સહકાર માંગ્યો તથા પૂ.
કાનજીસ્વામીના આશીર્વાદ તથા માર્ગદર્શનની વિનતિ કરી, ત્યારે ગુરુદેવે
આશીર્વાદ સહિત કહ્યું કે –
બધા જૈનોએ ભેગા થઈને આનંદથી ભગવાનના નિર્વાણનો
ઉત્સવ કરવો તે સારું છે; તે જૈનધર્મની પ્રસિદ્ધિનું અને પ્રભાવનાનું કારણ
છે. તેમાં મતભેદ ભૂલીને સૌએ સાથે આપવો જોઈએ. જૈનના બધા
સંપ્રદાયોએ મળીને ભગવાન મહાવીરના માર્ગની પ્રસિદ્ધિ થાય તે કરવા
જેવું છે; તેમાં કોઈએ વિરોધ કરવો ન જોઈએ. અરસ–પરસ કોઈ જાતના
કલેશ વગર સૌ સાથે મળીને મહાવીર ભગવાનનો ઉત્સવ થાય તે તો
સારી વાત છે. મહાવીર ભગવાનના વીતરાગ માર્ગમાં પરસ્પર કલેશ
થાય – એવું કોઈએ કરવું જોઈએ નહીં. જૈનોની સંખ્યા બીજા કરતાં ભલે
થોડી હોય પણ જૈન સમાજની શોભા વધે, દુનિયામાં તેનો મહિમા પ્રસિદ્ધ
થાય ને ભગવાનના ઉપદેશની શોભા વધે, દુનિયામાં તેનો મહિમા પ્રસિદ્ધ
થાય ને ભગવાનના ઉપદેશની પ્રભાવના વધે – તેમ કરવું જોઈએ.
(ખાસ નોંધ: – આપણા બાલવિભાગના નાના–મોટા સૌ સભ્યો
ભાગ લઈ શકે એવી એક સુંદર યોજના આ નિર્વાણ – મહોત્સવને
અનુલક્ષીને તૈયાર થઈ રહી છે. જે યોગ્ય સમયે રજુ થશે.)
(– બ્ર. હ. જૈન)

PDF/HTML Page 4 of 56
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
ભગવાન આત્મા નિજશક્તિથી ઉલ્લસે છે
રાજકોટ શહેરમાં વીર સં. ૨૪૯૭ના વૈશાખ સુદ પાંચમથી વૈશાખ વદ ત્રીજ
સુધી સમયસારની ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનોમાંથી
* સર્વજ્ઞભગવાન કહે છે કે હે ભાઈ! તું આત્મા છો, તારામાં સર્વજ્ઞ – સ્વભાવ
વગેરે અનંત શક્તિઓ છે. તે શક્તિઓનું વર્ણન આ સમયસારમાં કર્યું છે.
અનુભવમાં કલમ બોળીબોળીને આ સમયસારની રચના થઈ છે.
* અનંતશક્તિઓ આત્મામાં એક સાથે છે; તે શક્તિમાન આત્મદ્રવ્યને ઓળખીને
અનુભવમાં લેતાં અનંતી શક્તિનો સ્વાદ એક સાથે આવે છે, અનંતી શક્તિઓ
એકસાથે નિર્મળપણે પરિણમે છે, ઉલ્લસે છે.
* પોતાની અનંતશક્તિઓને ન ઓળખી, ને પોતાને રાગાદિ જેટલો માન્યો તેથી
પર્યાયમાં જીવની શક્તિ બીડાઈ ગઈ છે, ને દુઃખથી તે સંસારમાં રખડે છે. આ
રીતે નિજશક્તિનું અજ્ઞાન તે અધર્મ છે.
* પોતાના સ્વભાવની શક્તિનું ભાન થતાં રાગાદિમાંથી આત્મબુદ્ધિ ઊડી જાય, ને
સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવમાં આવે તે ધર્મ છે, ને તે
મોક્ષમાર્ગ છે.
* અહીં આચાર્યદેવ કહે છે કે હે જીવ! તારું સ્વરૂપ જ્ઞાન છે, એકલું જ્ઞાન નહિ પણ
જ્ઞાન સાથે અનંતગુણોનું પરિણમન ભેગું છે. સર્વશક્તિમાન પરમેશ્વર તું જ છો.
* શક્તિઓ તો દરેક દ્રવ્યમાં અનંતી છે, જડમાં પણ જડની અનંતી શક્તિઓ છે;
પણ અહીં જ્ઞાનસ્વરૂપ આત્માની શક્તિઓનું વર્ણન છે; કેમકે આત્માના
સ્વભાવને ઓળખવાનું પ્રયોજન છે.
* પ્રથમ જીવત્વશક્તિ કહીને આત્માનું જીવન બતાવે છે. આત્માનું જીવન શેનાથી
ટકે છે? કે ચૈતન્યમય ભાવપ્રાણરૂપ જીવત્વશક્તિથી આત્મા સદા જીવે છે,
જીવપણે ટકે છે.

PDF/HTML Page 5 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૩ :
* તારું જીવન આ શરીર – મન –ઈન્દ્રિયો કે આયુવડે નથી; આયુષ્ય તે તો
શરીરના સંયોગની સ્થિતિનું કારણ છે, એના વડે કાંઈ જીવ નથી ટકતો, જીવ તો
પોતાના ચૈતન્યજીવન વડે જીવે છે. આયુ તે જીવનું નથી. આયુ ખૂટતાં જીવ મરી
જતો નથી, તે તો ચૈતન્યપ્રાણવડે જીવતો છે.
* અરિહંત ભગવંતો અને સિદ્ધભગવંતો આવું ચૈતન્યજીવન જીવે છે, તે જ સાચું
જીવન છે –
તારું જીવન ખરું તારું જીવન....
જીવી જાણ્યું નેમનાથે જીવન....
જીવી રહ્યા છે સાચું આત્મજીવન....
* નેમનાથની જેમ આપણો આત્મા પણ ચૈતન્યજીવને જીવનારો છે; પોતાના
જીવન માટે, પોતાના અસ્તિત્વ માટે કોઈ બીજાની જરૂર તેને પડતી નથી.
* જીવને જીવત્વનું કારણ પોતાના ચૈતન્યમાત્ર ભાવપ્રાણ છે, અને તે ભાવપ્રાણને
ધારણ કરવાનું કારણ જીવત્વશક્તિ છે. આત્મા પોતાની જીવત્વશક્તિથી
ચૈતન્યમાત્ર ભાવપ્રાણને ધારણ કરીને સદાય જીવંત છે. આત્મા પોતે
‘જીવંતસ્વામી’ છે.
* સીમંધરપરમાત્માને વિદેહક્ષેત્રના જીવંતસ્વામી કહેવાય છે; જીવંત એટલે
વિદ્યમાન. તેમ જીવનશક્તિનો સ્વામી એવો જીવંતસ્વામી આત્મા પોતાના
ચૈતન્યપ્રાણવડે સદા વિદ્યમાન છે.
* જેમ સરોવર છોડીને મૃગલાં ઝાંઝવાં પાછળ દોડીદોડીને હાંફે તોપણ તેને પાણી
મળતું નથી, – ક્્યાંથી મળે? ત્યાં પાણી છે જ ક્્યાં? તેમ અનંતશક્તિના જળથી
ભરેલું નિર્મળ ચૈતન્ય સરોવર, – જે પોતે જ છે, તેને ભૂલીને ઝાંઝવા જેવા
રાગમાં જીવ દોડે છે, ને તેની પાછળ દોડી દોડીને દુઃખી થાય છે, સુખનો છાંટોય
એને મળતો નથી, – ક્્યાંથી મળે? રાગમાં સુખ છે જ ક્્યાં? બાપુ! સુખનું
સરોવર તો તારામાં છલોછલ ભર્યું છે, તેમાં જો.... તો તારા આત્મસરોવરમાંથી
તને સુખનાં અમૃત મળશે.... ને તારી તૃષા છીપશે.
* આત્મા અને રાગાદિભાવો, તેના સ્વાદમાં મોટો ફેર છે. પણ તે બંનેના સ્વાદને
જુદો પાડવારૂપ ભેદસંવેદનશક્તિ અજ્ઞાનીઓને બિડાઈ ગઈ છે, ને જ્ઞાનીને શુદ્ધ–

PDF/HTML Page 6 of 56
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
ચેતનાવડે તે ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે; રાગથી ભિન્ન આત્માનું ભાન
થતાં ચૈતન્યખજાના ખૂલી ગયા છે.
* આત્માની શક્તિવડે જેણે આત્માને, ઓળખ્યો તેને જન્મ – મરણનો અંત
આવ્યો, ને મોક્ષનાં ખજાના હાથમાં આવ્યા; પોતાનાં નિધાન પોતામાં દેખ્યા.
* એકેક શક્તિના ભેદવડે આત્માના ન પકડાય; આત્માના સ્વભાવના વેદનમાં
બધી શક્તિનું ભેગું વેદન સમાઈ જાય છે. પછી સમજાવવા માટે એકેક શક્તિના
ભેદ પાડીને જુદું જુદું વર્ણન કર્યું છે.
* આત્માનું જે જીવન છે તે ચૈતન્યમય છે. જડતા એનામાં જરાય નથી. એટલે
જ્ઞાનનું જ્ઞાનમય પરિણમન તે જ આત્માનું જીવન છે. ચેતના આત્માના સર્વ
ભાવોમાં વ્યાપક છે. આવી ચેતનાવાળા આત્માને પકડતાં તેની બધી શક્તિઓ
એક સાથે સ્વચ્છપણે ઉલ્લસે છે. પર્યાયમાં સ્વાદ આવ્યા વગર ‘આવ્યા દ્રવ્ય –
ગુણ છે’ એમ નક્ક્ી થાય કઈ રીતે? એટલે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં
નિર્મળશક્તિ વ્યાપી ગઈ છે, ને તે ત્રણેમાં રાગનો અભાવ છે. – આવા
આત્માને જ્ઞાની જાણે છે.
* અનંતશક્તિવાળા આત્માનો અનુભવ થયો તે નિર્વિકલ્પ શુદ્ધપ્રમાણ છે. આ
પ્રમાણમાં રાગ આવતો નથી.
* પરમભાવરૂપ જ્ઞાયકઆત્મા, તેની સન્મુખ થઈને અનુભવ કર્યો ત્યારે ‘મારો
આત્મા આવો શુદ્ધ છે’ એમ નક્ક્ી થયું, આવા અનુભવ વગર એકલી ધારણાથી
‘શુદ્ધ–શુદ્ધ’ કહે તેને ખરેખર શુદ્ધઆત્માની ખબર નથી.
* નિર્વિકલ્પ ચૈતન્યરસને અનુભવતાં સુખનો સ્વાદ આવે ત્યારે સુખશક્તિવાળો
આત્મા માન્યો કહેવાય. (સુખ સાથે અનંતગુણનું પણ વેદન છે.) પર્યાયમાં
અતીન્દ્રિય આનંદસહિત આખા સુખસ્વભાવની પ્રતીત થાય છે.
* પર તરફના ભાવોમાં શાંતિ નથી. ઠરીને હીમ થઈ ગયો હોય એવી શાંતિ
આત્માના વેદનમાં છે.
* હું પોતે સર્વજ્ઞ થવાને લાયક છું, મારામાં સર્વજ્ઞસ્વભાવ છે – એમ જેણે સ્વ
સન્મુખ થઈને પ્રતીત કરી તેના હૃદયના સર્વજ્ઞ બેઠા. સર્વજ્ઞની વાત કરે અને
પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીત ન કરે તો તેણે સર્વજ્ઞને ખરેખર ઓળખ્યા
નથી.

PDF/HTML Page 7 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
સર્વજ્ઞને ખરેખર ત્યારે ઓળખ્યા કે જ્યારે સ્વસન્મુખ થઈને આત્માના એવા
સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર કર્યો.
* આવા સર્વજ્ઞસ્વભાવનો ભરોસો કરવા જાય તે રાગમાં ઊભો ન રહે. રાગથી
જુદો થઈને જ્ઞાનસ્વભાવમાં આવ્યો ત્યારે અરહિંતના માર્ગમાં આવી ગયો; તે
અલ્પકાળમાં અરિહંત થશે – એમ જ અરહિંતોએ જ્ઞાનમાં દીઠું છે. એને અનંત
ભવ હોતાં નથી, ને ભગવાન પણ એમ જ દેખે છે.
* ધર્મીજીવ સાધક થઈને કેવળજ્ઞાનને બોલાવે છે. જે સ્વભાવની સન્મુખતા વડે
સમ્યગ્જ્ઞાનરૂપી બીજ ઊગી, તે જ સ્વભાવની સન્મુખતા વડે કેવળજ્ઞાનરૂપી
પૂનમ થવાની છે. જગતમાં સર્વજ્ઞો છે ને હું પણ સર્વજ્ઞતા તરફ જ જઈ રહ્યો છું
– એમ ધર્મીને નિઃશંકતા છે.
* અહા, લોકાલોકને જાણવાનું સામર્થ્ય તો મારી શક્તિમાં બેઠું છે. આવા જાણનાર
સ્વભાવને શ્રદ્ધામાં લીધો ત્યાં ધર્મીને પરજ્ઞેય તરફની આકુળતા રહેતી નથી.
સર્વજ્ઞતા તો મારા સ્વઘરમાં જ પડી છે.
* આત્માની પ્રતીતમાં સર્વ ગુણોની પ્રતીત આવી જાય છે. ગુણોની પ્રતીત માટે
ગુણોના ભેદ પાડવા નથી પડતા. ગુણના ભેદ પાડતાં તો વિકલ્પ થાય છે.
નિર્મળ શક્તિમાં વિકલ્પ વડે નિર્મળશક્તિ પ્રતીતમાં આવતી નથી.
* આત્મા પોતે પોતાને સ્વસંવેદન–પ્રત્યક્ષ થાય છે; તેના સ્વસંવેદનમાં કોઈ
બીજાનું આલંબન નથી. જેને રાગમાં લાભબુદ્ધિ છે એટલે કે રાગમાં એકત્વબુદ્ધિ
છે તેને આત્માનું સ્વસંવેદન થતું નથી. સ્વસંવેદન રાગથી અત્યંત જુદું છે.
* સ્વસંવેદનમાં તો અતીન્દ્રિય આનંદ છે, અને તેને ‘આત્મા’ કહ્યો છે;
સ્વસંવેદનમાં સ્વભાવની સ્વભાવની એકતા થતાં વિકલ્પ સાથેની એકતા તૂટી
જાય છે.
* પોતાના શુદ્ધ ગુણ–પર્યાયોથી જે લક્ષિત થાય છે તેટલો જ આત્મા છે; આ શુદ્ધ
પ્રમાણનો વિષય છે; તેમાં રાગાદિ પરભાવો ન આવે.
* પ્રકાશત્વ સ્વભાવને લીધે આત્મા સ્વયં પ્રકાશમાન એવા સ્પષ્ટ સ્વસંવેદનરૂપ
છે. પોતાની ચેતનાવડે પોતે પોતાને અત્યંત સ્પષ્ટ પ્રકાશે છે. આત્માને પોતે

PDF/HTML Page 8 of 56
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
પોતાને જાણવામાં કોઈ રાગનું કે ઈન્દ્રિયોનું આલંબન નથી. રાગના અને
ઈન્દ્રિયોના આલંબનથી જે જણાય તે આત્મા નહિ. સ્વાનુભવમાં સ્વયં પોતે
પોતાને પ્રત્યક્ષ રૂપ કરે છે – એવો પ્રકાશસ્વભાવી આત્મા છે.
* બાપુ! ઈન્દ્રિયો જડ છે, તેના વડે તારું જ્ઞાન થતું નથી. ઈન્દ્રિયોનું આલંબન લેવા
જઈશ તો તારા આત્માને જાણી નહિ શકે. માતિ–શ્રુતજ્ઞાન ચોથા ગુણસ્થાને પણ
ઈન્દ્રિય – મનનું આલંબન છોડીને, આત્મસન્મુખ થઈને અતીન્દ્રિય – પ્રત્યક્ષરૂપ
થઈને પોતે પોતાના આત્માનો અનુભવ કરે છે. મતિ–શ્રુતજ્ઞાન પણ નિર્વિકલ્પ
થઈને સીધા આત્મસ્વભાવમાં પહોંચી વળે છે. આવું સ્વસંવેદન જ્ઞાન પ્રગટે
ત્યારે ધર્મ થયો કહેવાય.
* અરે, તારા જ્ઞાનથી તું પોતે છાનો રહે – એ કેમ બને? આત્મા જેમાં પ્રત્યક્ષરૂપ
ન થાય – એ જ્ઞાન નથી. સમ્યગ્દર્શન ત્યારે થાય છે કે જ્યારે જ્ઞાન અંતર્મુખ
થઈને પોતે પોતાના આત્માને પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ કરે છે.
* સ્વસંવેદનપ્રત્યક્ષપણું તેમાં રાગનું – વ્યવહારનું આલંબન નથી, તેમાં પરમાર્થ
સ્વભાવનું જ આલંબન છે. આવું પ્રત્યક્ષપણું તે સ્વસત્તા અવલંબી છે, તેથી તે
નિશ્ચય છે; અને પરોક્ષપણું રહે તે પરસત્તાવલંબી હોવાથી વ્યવહાર છે.
* હજી તો આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે – એવી સ્વઘરની
જેને ખબર ન હોય તેને ધર્મ ક્્યાંથી થાય? ને પરઘરમાં ભ્રમણ ક્્યાંથી અટકે?
આત્માની સ્વસંવેદન શક્તિને જે ઓળખે તે પોતાના સ્વાનુભવ માટે કોઈપણ
રાગાદિ પરભાવનું અવલંબન નહીં; અને જે પરભાવનું આલંબન માને તે
આત્મશક્તિને જાણે નહીં.
* તે જ ખરો વિદ્વાન છે કે જે પોતાના જ્ઞાનને અંતરમાં વાળીને પૂર્ણનંદ–સર્વજ્ઞ
સ્વભાવી આત્માને પ્રતીતરૂપ તથા સ્વસંવેદનરૂપ કરે છે. આત્માના સ્વસંવેદન
વગરનું જેટલું જાણપણું છે તે તો બધું થોથાં છે. જગતના જાદુમાં જીવ મોહાઈ
જાય છે પણ પોતાના ચૈતન્યનો મહાન ચમત્કાર છે તેની તેની ખબર નથી.
અહો, ચૈતન્ય ચમત્કાર જગતમાં સર્વોત્કૃષ્ટ છે.... જેનું ચિંતન કરતાં અપૂર્વ
આનંદ થાય છે.
* ચૈતન્યના સ્વસંવેદનની અદ્ભુત મહાનતા છે; ને મિથ્યાત્વમાં અત્યંત હીનતા છે.
– પણ જગતને એની ખબર નથી.

PDF/HTML Page 9 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
* ચૈતન્યનું સ્વસંવેદન કરવા માટે વીરતાથી જે જાગ્યો તે એવું વેવલાપણું –
દીનપણું ન કરે કે મારે કાંઈક ઈન્દ્રિયનું આલંબન જોઈશે, કે શુભવિકલ્પનો
આધાર જોઈશે. એ તો ચૈતન્યની વીરતાથી કહે છે કે હું ચૈતન્ય – એકલો મારી
સ્વસંવેદન શક્તિથી મારા આત્માને પ્રત્યક્ષ કરીશ, તેમાં બીજા કોઈની મદદ મને
નથી. મારા ચૈતન્યના અતીન્દ્રિભાવથી હું જાગ્યો–તેમાં બીજાના સહારા કેવા?
* જેમ ખરે ટાણે રજપૂતની શૂરવીરતા ઉલ્લસી જાય છે તેમ ચૈતન્યને સાધવાના
ખરા ટાણે મુમુક્ષુ આત્માની શૂરવીરતા જાગી ઊઠે છે, ને સ્વભાવ તરફ તેની
પરિણતિ ઉલ્લસી જાય છે. પોતાના સ્વભાવના ઉલ્લાસ પાસે બીજા કોઈ બાહ્ય
ભાવની સામે તે જોતો નથી.
* શુદ્ધનયના આશ્રયે થયેલી જે શુદ્ધપર્યાય, તેને પણ શુદ્ધનયના વિષયમાં ભેળવી
દીધી છે, ને તેને જ આત્મા કહ્યો છે; આ રીતે સમયસારની ૧૪મી ગાથાં માં
શુદ્ધાત્માની અનુભૂતિને ‘આત્મા’ જ કહી દીધો છે. તે અનુભૂતિમાં કોઈ ભેદ
વિકલ્પ નથી, એકલા આનંદસ્વરૂપ આત્માનું સીધું વેદન વર્તે છે.
* વિકલ્પ અને આત્મા વચ્ચે પ્રજ્ઞાનો સીધો ઘા પડે એવો ભાવ જે સમજે તે જ
ભગવાનની વાણીને સમજ્યો છે. અહો, ભગવાનની વાણી આત્મા અને વિકલ્પ
વચ્ચે ઘા કરીને ભેદજ્ઞાન કરાવે છે, ને અજ્ઞાનરૂપી તાળાં તોડીને ચૈતન્યનાં
નિધાન ખોલી નાંખે છે.
* વિકલ્પ અને આત્મા વચ્ચે ઘા કરીને તેને જુદા કરવાના છે, તે ઘા વિકલ્પવડે ન
થઈ શકે પણ જ્ઞાનવડે જ તે ઘા થઈ શકે છે. તે જ્ઞાને આત્માને તો પોતાના
જ્ઞાનસ્વરૂપમાં મગ્ન કર્યો ને વિકલ્પને જુદો કર્યો. આમ રાગથી જુદું પડીને તે
જ્ઞાન મોક્ષ તરફ પરિણમ્યું, આનંદસ્વભાવમાં એકાગ્ર થયું.
* અહો, આવું તત્ત્વ અનુભવમાં લઈને પ્રાપ્ત કરે એવા જીવો તો વિરલા લાખો
કરોડોમાં કોઈક હોય છે. આવા તત્ત્વનો પ્રેમ કરીને તેની પ્રાપ્તિની ઝંખના
કરનારા જીવો હોય પણ અનુભવ કરનારા તો બહુ જ વિરલા હોય છે. આવી
વિરલતા જાણીને, અંતરના અપૂર્વ ઉદ્યમવડે પોતે તે વિરલામાં ભળી જવું.

PDF/HTML Page 10 of 56
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
“नाटक सुनत हिये फाटक खुलत है”
સમયસાર નાટક દ્વારા શુદ્ધાત્માનું શ્રવણ
કરતાં હૈયાનાં ફાટક ખુલ્લી જાય છે
[સમયસાર–નાટકનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનોમાંથી (લેખાંક પ)]
હૈયાનાં ફાટક ખોલીને આત્માનો અનુભવ કરાવનારાં આ પ્રવચનો
સર્વે જિજ્ઞાસુઓને ખૂબ જ ગમ્યાં છે... તેથી આત્મધર્મમાં
આ લેખમાળા ચાલુ જ રહેશે... તદુપરાંત સમયસાર નાટક
ઉપરનાં પ્રવચનો પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાનું પણ
માનનીય પ્રમુખશ્રી દ્વારા વિચારવામાં આવ્યું છે.
* આત્માના અનુભવ વડે પરમ મોક્ષસુખ પમાય છે. અહો, આવા અનુભવરસનું
હે જીવો! તમે સેવન કરો. આત્માના અનુભવનો. અને એવા સ્વાનુભવી
સંતોનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે. પોતે આવો અનુભવ કરવો તે
જ સાર છે. આવો અનુભવ કરવાનું સમયસારમાં બતાવ્યું છે, તેથી કહે છે के –
‘नाटक सुनत हिये फाटक खुलत है। ’
* આત્માના અનુભવમાં અત્યંત પવિત્રતા છે તેથી અનુભવ તે જ પરમાર્થ તીર્થ
છે. સમ્મેદશિખર – ગીરનાર – શત્રુંજય વગેરે સિદ્ધક્ષેત્રો શુભભાવના નિમિત્તરૂપ
વ્યવહારતીર્થ છે; પણ અહીં તો કહે છે કે મોક્ષને માટે તો આવો અનુભવ તે જ
ખરું તીર્થ છે; જેણે સ્વાનુભવ કર્યો તેનો આત્મા પોતે જ પવિત્ર તીર્થ બની ગયો
–કેમકે તે ભવસાગરને તરે છે. અસંખ્યપ્રદેશી આત્મા પોતે સ્વાનુભવરૂપ
મોક્ષસાધનાની ભૂમિ છે તેથી તે જ તીર્થધામ છે; તેની યાત્રા કરતાં મોક્ષ પમાય
છે. શુભરાગને પણ પરમાર્થે તીર્થ નથી કહેતા, શુદ્ધ રત્નત્રયરૂપ અનુભવને જ
તીર્થ કહે છે – કે જેના વડે નિયમથી ભવસમુદ્રને તરાય છે.
(– અનુસંધાન પાના: ૩૩ ઉપર)

PDF/HTML Page 11 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૯ :
મોક્ષને માટે શુદ્ધઆત્માનું ઘોલન
રાજકોટ શહેરમાં વીર સં. ૨૪૯૭ ના વૈશાખ સુદ
પાંચમ વૈશાખ વદ ત્રીજ સુધીના પ્રવચનમાંથી પ્રસાદી
* મોક્ષને માટે હે જીવ! તારે શુદ્ધ રત્નત્રય કરવા યોગ્ય છે; તે રત્નત્રયના કારણ
રૂપ એવા કારણ પરમાત્માને તું અત્યંત શીઘ્ર ભજ, – તે તું જ છો.
* આત્મા પોતે પરમ સ્વભાવરૂપ કારણ પરમાત્મા બિરાજે છે; પર્યાયમાં પરભાવ
હોવા છતાં ધર્મી જીવ શુદ્ધ દ્રષ્ટિથી પોતાને કારણ પરમાત્મા રૂપે દેખે છે, તેથી
કોઈ પરભાવમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
* આત્મવસ્તુ પરમ મહિમાવંત છે. જો આત્માનો મહિમા ન હોય તો પછી જગતમાં
બીજા કોનો મહિમા કરવો? મહિમાવંત વસ્તુ જ પોતાનો આત્મા છે, તેનો
મહિમા લાવીને તેને ધ્યેય કર. તેને ધ્યેય કરતાં સમ્યગ્દર્શનરૂપ કાર્ય સહેજે થઈ
થશે.
* પરભાવો છે તે પરભાવમાં છે, – તે વખતે હું કેવો છું, હું સહજ ગુણમણિની
ખાણ છું, પૂર્ણજ્ઞાન જ મારું સ્રૂપ છે. – એમ પરભાવથી પૃથક્કરણ કરીને ધર્મી
પોતાને શુદ્ધ દેખે છે. ને શુદ્ધતાને ભજે છે, પરભાવને ભજતા નથી.
* આત્મા રાગની ખાણ નથી, આત્મા તો શુદ્ધ રત્નોની ખાણ છે. બધા પરભાવોને
બાદ કરીને આવા ગુણનિધાન આત્માને એકને જ જે અનુભવે છે તે તીક્ષ્ણ બુદ્ધિ
છે, ઈન્દ્રિયોથી પાર થઈને તીક્ષ્ણબુદ્ધિ વડે એટલે કે અતીન્દ્રિય જ્ઞાન વડે તેણે
પોતાના શુદ્ધઆત્માને અનુભવમાં લીધો છે.
* શુભરાગમાં ભક્તિમાં દયા–દાનમાં કે શાસ્ત્રના ભણતરમાં રોકાયેલી બુદ્ધિને
તીક્ષ્ણબુદ્ધિ નથી કહેતા, તે તો સ્થૂળ છે, અજ્ઞાનીને પણ એવા સ્થૂળભાવ તો
આવડે છે. ગુણભેદના વિકલ્પો તે પણ સ્થૂળમાં જાય છે.
* ભગવાન આત્મા, તેના બે અંશ: એક ત્રિકાળ ધ્રુવ અંશ, એક ઉપજતો–

PDF/HTML Page 12 of 56
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
વિનશતો વર્તમાન અંશ. મોક્ષ અને મોક્ષમાર્ગરૂપ કાર્ય તે બંને પર્યાયરૂપ અંશ
છે; તેના વડે પોતાના કારણ પરમાત્માને જ તે ભજે છે. પરમાત્મા પોતાથી કોઈ
બીજો નથી, પોતે જ તે છે.
* હે ભવ્ય! પરભાવ હોવા છતાં તેનાથી રહિત જે કારણ પરમાત્માને તું ભજી રહ્યો
છે તે બહુ ઉત્તમ કાર્ય છે, માટે હજી વધુ ને વધુ તેને તું ભજ.
* પ્રવીણ બુદ્ધિ તેને કહેવાય કે જે પોતાના પરિપૂર્ણ તત્ત્વને પોતામાં દેખે. પોતે
પોતાને જ જે ન દેખી શકે એને પ્રવીણ કેમ કહેવાય? – એ તો અંધ છે.
* ભાઈ, બીજું તને આવડે કે ન આવડે, તારા આનંદમય સ્વતત્ત્વને દેખવાના
અભ્યાસમાં તું પ્રવીણ થા. ‘સમયસાર એવું જે પરમ તત્ત્વ, તેના સિવાય બીજું
કાંઈપણ મારામાં નથી’ – એમ જે સ્વતત્ત્વને દેખે છે તે શુદ્ધદ્રષ્ટિવંત છે.
* શુદ્ધદ્રષ્ટિથી જોતાં પરમ તત્ત્વ એક જ દેખાય છે. વિભાવ તેમાં નથી. આ રીતે
અમારા સહજ તત્ત્વમાં વિભાવ અસત્ છે. વિભાવ અસત્ હોવાથી તેની અમને
ચિંતા નથી. સત્રૂપ એવું શુદ્ધ આત્મતત્ત્વ જ અમારા હૃદયમાં સ્થિત છે. તેને જ
અમે સતત અનુભવીએ છીએ; તે જ મુક્તિની રીત છે. આ સિવાય બીજી રીતે
મુક્તિ નથી – નથી.
* સહજ ચેતનારૂપ અમારા સ્વભાવને જ અમે ચિંતવીએ છીએ, તેનું ચિંતન કરતાં
રાગાદિ પરભાવો તો અસત્ થઈ જાય છે; આવા સ્વભાવની કથા તે ધર્મકથા છે.
* ધર્મકથા તેને કહેવાય કે જે રાગને છોડાવે ને વીતરાગતાને પુષ્ટ કરે. જે કથા
રાગથી લાભ મનાવીને રાગની પુષ્ટિ કરે તે ધર્મકથા નથી, તે તો અધર્મકથા છે,
– પાપકથા છે.
* અમારા સ્વભાવમાં રાગનો કોઈ અંશ છે જ નહિ, અને તે સ્વભાવને અમે
અનુભવીએ છીએ, – ત્યાં પરભાવની ચિંતા રહેતી નથી. પરભાવ વગરનો
અમારો સત્ સ્વભાવ તેને એકને જ અમે ચિંતવીએ છીએ. તેના ચિંતનમાં
મોક્ષનો આનંદ વેદાય છે.
* આત્મામાં સંસારદશા અને સિદ્ધદશા એવી અવસ્થાઓ છે, જો અવસ્થા ન જ
હોય તો કાર્ય કરવાનું રહેતું નથી, ને વસ્તુ જ રહેતી નથી; એટલે અશુદ્ધ કે શુદ્ધ
અવસ્થાઓ આત્મામાં છે – એમ જાણવું જોઈએ. – આ વ્યવહાર છે. તે
વ્યવહારના આશ્રયે નિર્વિકલ્પ જીવનો અનુભવ થતો નથી. નિર્વિકલ્પ સહજ
તત્ત્વના અનુભવ વડે બુધપુરુષોને શુદ્ધતા પ્રગટે છે.

PDF/HTML Page 13 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૧ :
* નિર્ણય કરનાર પર્યાય અંદર સ્વભાવ તરફ એકાગ્ર થાય છે. રાગમાં એકાગ્રતા
વડે કે પર્યાયમાં એકાગ્રતા વડે સહજ સ્વભાવનો નિર્ણય થતો નથી. જેનો
નિર્ણય કરવાનો છે તેની સન્મુખ થવાથી જ તેનો સાચો નિર્ણય થઈ શકે.
બીજાની સન્મુખ જોઈને આત્મસ્વભાવનો સાચો નિર્ણય ન થાય.
* શુદ્ધ દ્રષ્ટિવાળા અતિ આસન્ન ભવ્ય જીવોને પોતાનાં અંતરમાં પરમ કારણ
પરમાત્મા જ ઉપાદેય છે; તેમાં સહજ સુખનો સાગર ઊછળે છે. કલેશનો જેમાં
પ્રવેશ નથી ને સુખનો જે સમુદ્ર છે આવા ઉત્તમ સારભૂત સ્વતત્ત્વમાં બુદ્ધિ
જોડીને તેને જ તમે ઉપાદેય કરો.
* બંધ હો કે ન હો, સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ શુદ્ધ જીવના ૩પ થી રહિત છે –
એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે – હે ભવ્ય! આ જગપ્રસિદ્ધ
સત્યને તું જાણ.
* જુઓ, પરથી ભિન્ન શુદ્ધ જીવને જે બતાવે તેને જ શુદ્ધ વચન કહીએ છીએ.
મહાવીર ભગવાન આજે (વૈ૦ સુદ દશમે) કેવળજ્ઞાન પામ્યા.... તેમણે શુદ્ધ
વચન વડે આવો શુદ્ધ આત્મા બતાવ્યો.
* શુદ્ધતત્ત્વ ઉપર મીટ માંડતાં શુદ્ધપર્યાય ખીલે છે. આવી શુદ્ધદ્રષ્ટિમાં ધર્મી
સમ્યગ્દ્રષ્ટિને કારણ – કાર્ય બંને શુદ્ધ છે. શાસ્ત્રકાર કહે છે કે અહો! પરમાગમના
આવા મહાન અર્થને સાર–અસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે જાણે છે તે
સમ્યગ્દ્રષ્ટિ છે; તેને અમે વંદન કરીએ છીએ.
* પર્યાયને ગૌણ કરીને શુદ્ધ અંતરતત્ત્વને દેખો. દ્રષ્ટિની દિશાને દ્રવ્ય તરફ ફેરવીને
તેમાં એકાગ્ર થાઓ.
* સર્વજ્ઞના સર્વાંગેથી જે વીતરાગ વાણીનો ધોધ વહ્યો તેમાં ચૈતન્યનું
અદ્ભુતસ્વરૂપ એવું શુદ્ધ બતાવ્યું કે જેમાં પરભાવનો પ્રવેશ નથી, ઉદયભાવો તો
નથી, ને ક્ષાયિકાદિ ભાવોના ભેદોથી પણ જે પાર છે. આવું તત્ત્વ સર્વે
વિકલ્પોના રાગથી પાર છે તેથી તે સહજ વૈરાગ્યમય છે.
* આવું સહજ ચૈતન્યતત્વ છે તે સર્વે પરદ્રવ્યોથી ને પરભાવોથી સર્વથા પરાડમુખ
છે, એટલે પરથી પરાડમુખ થઈને શુદ્ધ સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ કરતાં આવો આત્મા
અનુભવાયા છે. અહો, એકલા સ્વદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ છે.
* સાચો વૈરાગ્ય શુદ્ધ આત્માના આશ્રયે થાય છે. રાગના અંશમાંય લાભની બુદ્ધિ
રહે ત્યાં સાચો વૈરાગ્ય નથી. અહીં તો કહે છે કે આત્માનું સહજ તત્ત્વ ત્રણે કાળ
રાગવગરનું વૈરાગ્યસ્વરૂપ જ છે,

PDF/HTML Page 14 of 56
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
રાગનો પ્રવેશ તેમાં કદી છે જ નહિ; આવા આત્માને અનુભવનારા જીવો જ સાચા
વૈરાગ્યવંત છે.
* પુણ્ય અને પાપ બંનેથી પાર એકલા જ્ઞાનમય જે ભાવ છે તેને જ વૈરાગ્ય કહ્યો છે,
ને એવા વિરક્ત જીવો જ જ બંધનથી છૂટે છે; પુણ્યના રાગમાં પણ જે રક્ત છે તે
તો બંધાય છે. પુણ્ય સ્વયંબંધન છે, તેના વડે મુક્તિ થતી નથી.
* સ્વદ્રવ્યનું ગ્રહણ કર્યાં વિના, અને પર દ્રવ્યનું ગ્રહણ છોડ્યા વિના, જીવનું કલ્યાણ
થાય નહીં. માટે શ્રીમદ્ રાજ રાજચંદ્રજી (નાની વયમાં પણ અંતરના સંસ્કારથી)
લખે છે કે –
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ,
પરદ્રવ્યનું ગ્રાહકપણું ત્વરાથી છોડો.
સ્વદ્રવ્યનું તો અતીન્દ્રિય મહાન આનંદથી ભરેલું છે; તે આનંદમાં રમણતા
કરો ને પરદ્રવ્યમાં રમણતા છોડો. પરદ્રવ્યમાં રમણતા તે દુઃખ છે, તેને ત્વરાથી
છોડો ને સ્વદ્રવ્યના સુખમાં ત્વરાથી લીન થાઓ.
* કોઈને એમ લાગે કે જંગલમાં મુનિને એકલા – એકલા કેમ ગમતું હશે! અરે
ભાઈ! જંગલ વચ્ચે નિજાનંદમાં ઝુલતા મુનિઓ તો પરમ સુખી છે; જગતના
રાગ–દ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પર વસ્તુ સાથે આત્માનું મિલન જ નથી,
એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે.
પરના સંબંધથી આત્માને સુખ થાય એવું તેનું સ્વરૂપ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો
પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે.
* તીક્ષ્ણ બુદ્ધિ એટલે સ્વસન્મુખ જ્ઞાન, તેમાં પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
તેમાં બીજું કાંઈ ઉપાદેય નથી, પર્યાય તે શુદ્ધઆત્મામાં ઘૂસી ગઈ ત્યારે તેમાં
શુદ્ધાત્મા ઉપાદેય થયો.
* વિકલ્પભાવમાં શુદ્ધ આત્મા ઉપાદેય થતો નથી, અનુભવાતો નથી; શુદ્ધઆત્મા તો
સ્વસન્મુખ બુદ્ધિમાં જ ઉપાદેય થાય છે; સ્વસન્મુખબુદ્ધિ તે નિર્વિકલ્પ ભાવ છે, તે
વિકલ્પથી પાર છે.
* જુઓ, આ શુદ્ધઆત્માને ઉપાદેય કરવાની રીત! તેને પ્રાપ્ત કરવાની એટલે કે
અનુભવમાં લેવાની આ રીત છે.
‘આત્મા ઉપાદેય છે’ એમ શાસ્ત્રની ધારણા કરી લીધી તેથી આત્મા ઉપાદેય
થઈ જતો નથી; પણ જેની બુદ્ધિ સ્વદ્રવ્યમાં ઘૂસી ગઈ છે એવા શુદ્ધદ્રષ્ટિવાળા
પુરુષોને પરમાત્મતત્ત્વ ઉપાદેય છે, એમ કહીને અપૂર્વ વાત સમજાવી છે.
* તારે સુખ જોઈતું હોય તો તારા સહજ આત્મસ્વભાવને જ ઉપાદેય કર, એ

PDF/HTML Page 15 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. પોતાના આત્માને ઉપાદેય કેમ કરવો તેની આ
વાત છે.
* અરે બાપુ! તારા તત્ત્વને કઈ રીતે ઉપાદેય કરવું તેની પણ તને ખબર નથી! તેં
રાગાદિ પરભાવને ઉપાદેય માન્યા, પણ તારા જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને
ઉપાદેય કરતાં તને ન આવડયું!
* અતિ આસન્નભવ્ય એવા સમ્યગ્જ્ઞાની મુમુક્ષુ જીવો અંતરદ્રષ્ટિ વડે પોતાના
પરમાત્મતત્ત્વને જ ઉપાદેય કરે છે. તે પરમાત્મતત્ત્વ કેવું છે? – કે જયવંત છે. સર્વે
તત્ત્વોમાં તે જ એક ઉત્કૃષ્ટ સારભૂત તત્ત્વ છે. સમસ્ત પરભાવોથી તે દૂર છે, ને
સુખસાગરનું પૂર છે. મિથ્યાત્વાદિ પાપોને છેદવા માટે તે કુહાડા સમાન છે, અને
શુદ્ધજ્ઞાનનો તે અવતાર છે. આવું સારભૂત પરમાત્મતત્ત્વ પોતામાં જયવંત વર્તે છે.
* શુદ્ધ આત્માને જેણે પોતામાં જયવંત સ્વીકાર્યો તેણે પરભાવનો પોતામાં અભાવ
કર્યો છે, તેનો તો નાશ કર્યો. નિર્મળ પર્યાય થઈ પણ તે ક્ષણિક પર્યાયના ભેદ
ઉપર એનું લક્ષ નથી. તે પર્યાયને અંતરમાં વાળીને શુદ્ધ સમયસાર ઉપર જ મીટ
માંડી છે. આવો શુદ્ધઆત્મા તે જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, તે જ આપણું ધ્યેય છે,
તે જ સારભૂત છે, તે જ આનંદનો દાતાર છે, સંસારના સર્વ કલેશથી તે પાર છે.
* અહો, આવું તારું તત્ત્વ, તારામાં જ હાજર છે, તેને તું લક્ષમાં તો લે. આવા
નિર્ણયમાં જ્ઞાનને રોકવા જેવું છે. બહારની વિદ્યામાં તો કાંઈ સાર નથી, તે તો
અસાર છે; સારરૂપ તો શુદ્ધઆત્મા છે.
* તારું સહજ ચૈતન્યતત્ત્વ છે તે સુખનું જ બનેલું છે, તે રાગનું બનેલું નથી, તેમાં
પ્રીતિ કે અપ્રીતિ એટલે રાગ કે દ્વેષ નથી, એ તો સહજ આનંદનું જ ધામ છે.
રાગ તો બહિર્મુખ છે, ને ચૈતન્યતત્ત્વ તો સર્વથા અંતર્મુખ છે. આવા પોતાના
તત્ત્વને અનુભવગોચર કરવું તે ડાહ્યા પુરુષોનું કર્તવ્ય છે. તેઓ જ ખરેખર ડાહ્યા
અને વિચારવંત છે કે જેઓ અંતરમાં પોતાના સહજ તત્ત્વની રુચિ કરીને તેને
અનુભવગોચર કરે છે.
જેણે સુખનું જ બનેલું એવું પોતાનું શાશ્વતપદ દેખ્યું તે સંસારના
દુષ્કૃતરૂપ સુખને કેમ વાંછે? આકાશ જેવો અકૃત આત્મા તે સુખામૃતનો સમુદ્ર
છે, તેની રુચિ કરતાં જ સંસારના સુખોની વાંછા છૂટી જાય છે. ચૈતન્યની સુખની
સન્મુખ થતાં

PDF/HTML Page 16 of 56
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
સંસારનાં સુખો પણ એકાંત દુઃખ જ લાગે છે.
* અહો, અંતર્મુખ થઈને જેઓ આ પરમ તત્ત્વની ભાવનારૂપે પરિણમે છે. તે ભવ્ય
જીવો ભવદુઃખથી છૂટીને મોક્ષસુખને પામે છે. આવું તત્ત્વ દરેક જીવમાં સત્ છે;
તેની ભાવના કરતાં ભવનો નાશ થાય છે. રાગ વડે તેની ભાવના નાશ થાય છે.
રાગ વડે તેની ભાવના ન થાય, તેમાં અંતર્મુખ પરિણતિ વડે જ તેની ભાવના
થાય છે; આ ભાવના રાગ વગરની છે, ને મોક્ષનું કારણ છે.
* સિદ્ધ લોકમાં જેવા સિદ્ધભગવંતો નિજ ગુણ સહિત બિરાજે છે, તેવા જ નિજ
ગુણ સહિત તારું તત્ત્વ પણ તારામાં જ બિરાજી રહ્યું છે. આવા તત્ત્વની ભાવના
રૂપે પરિણમેલા જીવો વંદનીય છે.
* ધર્મીનું ધ્યેય પોતામાં જ છે, બહારમાં નથી. ધર્મી જાણે છે કે સર્વે વિભાવ ગુણ–
પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ રૂપ મારું સ્વદ્રવ્ય જ મારે ઉપાદેય છે
* –આવા ઉપાદેય તત્ત્વને નકકી કરીને તેની સન્મુખ ઢળ્‌યો ત્યાં સમસ્ત વિભાવ
ભાવોનું લક્ષ છૂટી ગયું એટલે તે હેય થઈ જ ગયા. આને હેય કરું એવા વિકલ્પ
વડે કાંઈ પરભાવ છૂટતા નથી. શુદ્ધ સ્વદ્રવ્યનું ગ્રહણ થતાં પરભાવો છૂટી જાય છે.
બાપુ! બીજા ભાવો તો તેં અનંતવાર કર્યો છે, હવે આ તારા પોતાના
શુદ્ધતત્ત્વની ભાવના કર તો તેમાંથી પરમ આનંદના ફુવારા છૂટશે. અહો, આવું
મારું તત્ત્વ! – એમ અંતરમાં વિચાર અને નિર્ણય કરીને તેનો અનુભવ કરતાં
સ્વ સંવેદન – મહિમા
અહા, આત્માના સ્વસંવેદનનો અપાર મહિમા છે. બધા
ગુણોનો રસ સ્વસંવેદનમાં સમાય છે. સ્વસંવેદનવડે મોક્ષનાં દ્વાર
ખુલ્લી જાય છે. આ સ્વસંવેદનમાં બીજા કોઈનું અવલંબન નથી;
એ રાગ વગરનું છે ને ઈન્દ્રિયાતીત મહા આનંદથી ભરેલું છે.

PDF/HTML Page 17 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
સમ્યગ્દ્રર્શના આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિએ,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
(૩) નિર્વિચિકિત્સા – અંગમાં પ્રસિદ્ધ ઉદાયન રાજાની કથા
[પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા અને બીજી
નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ સતી અનંતમતિની કથા આપે વાંચી; ત્રીજી કથા આપ અહીં
વાંચશો.]
સૌધર્મ – સ્વર્ગમાં દેવસભા ભરાણી છે, અને ઈન્દ્રમહારાજ દેવોને સમ્યગ્દ્રર્શનનો
મહિમા સમજાવી રહ્યા છે: અહો દેવો! સમ્યગ્દ્રર્શનમાં આત્માનું કોઈ અનેરું સુખ છે. એ
સુખ પાસે સ્વર્ગના વૈભવની કાંઈ જ ગણતરી નથી. આ સ્વર્ગલોકમાં સાધુદશા નથી
થઈ શકતી, પરંતુ સમ્યગ્દ્રર્શનની આરાધના તો અહીં પણ થઈ શકે છે.
મનુષ્યો તો સમ્યકત્વની આરાધના ઉપરાંત ચારિત્રદશા પણ પ્રગટ કરીને મોક્ષ
પામી શકે છે. ખરેખર, જે જીવો નિઃશંક્તા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા વગેરે આઠઅંગ
સહિત શુદ્ધ સમ્યગ્દર્શનના ધારક છે તેઓ ધન્ય છે. એવા સમ્યગ્દ્રષ્ટિ જીવોની આપણે
અહીં સ્વર્ગમાં પણ પ્રશંસા કરીએ છીએ.
અત્યારે કચ્છ દેશમાં ઉદાયન રાજા આવા સમ્યકત્વથી શોભી રહ્યા છે, ને
સમ્યકત્વના આઠ અંગોનું પાલન કરી રહ્યા છે; તેમાં પણ નિર્વિચિકિત્સાઅંગના
પાલનમાં તેઓ ઘણા દ્રઢ છે. મુનિવરોની સેવામાં તેઓ એવા તત્પર છે કે ગમે તેવા
રોગાદિ હોય તો પણ તેઓ જરાય જુગુપ્સા કરતા નથી, ને દુર્ગંછા વગર પરમભક્તિથી
ધર્માત્માઓની સેવા કરે છે. ધન્ય છે એને! તેઓ ચરમશરીરી છે.

PDF/HTML Page 18 of 56
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
રાજાના ગુણની આવી પ્રશંસા સાંભળીને વાસવ નામના એક દેવને તે નજરે
જોવાનું મન થયું...... અને તે સ્વર્ગમાંથી ઊતરીને મનુષ્યલોકમાં આવ્યો.
* * *
ઉદાયનરાજા એક મુનિરાજને દેખીને ભક્તિપૂર્વક આહારદાન માટે પડગાહી રહ્યા
છે: પધારો.....પધારો....પધારો...રાણીસહિત ઉદાયન રાજા નવધાભક્તિપૂર્વક મુનિરાજને
આહારદાન દેવા લાગ્યા.
અરે, પણ આ શું! ઘણા માણસો ત્યાંથી દૂર ભાગવા લાગ્યા; ઘણા માણસો મુખ
આગળ કપડું ઢાંકવા લાગ્યા. કેમકેમ એ મુનિના કાળા – કુબડા શરીરમાં ભયંકર કોઢનો
રોગ હતો ને તેમાંથી અસહ્ય દુર્ગંધ છૂટતી હતી; હાથપગના આંગળાંમાંથી પરુ વહેતું હતું.
પરંતુ રાજાને તો એનું કાંઈ લક્ષ નથી; તે તો પ્રસન્ન થઈને પરમ ભક્તિથી
એકચિત્તે આહારદાન દઈ રહ્યા છે, ને પોતાને ધન્ય માને છે કે, અહા! રત્નત્રયધારી
મુનિરાજ મારા આંગણે પધાર્યા! એમની સેવાથી મારું જીવન સફળ છે.
એવામાં મુનિના પેટમાં એકાએક ઉછાળો આવ્યો, ને એકદમ ઊલટી થઈ; તે
ગંદી ઊલટી રાજા – રાણીના શરીર ઉપર પડી. એકદમ ગંધાતી ઉલટી પોતાના ઉપર
પડવા છતાં રાજા – રાણીને જરાપણ ગ્લાનિ ન થઈ, કે મુનિરાજ પ્રત્યે જરાપણ
અણગમો ન આવ્યો. પણ અત્યંત સાવધાનીથી તેઓ મુનિરાજનું દુર્ગંધી શરીર સાફ
કરવા લાગ્યા, અને એમ વિચારવા લાગ્યા કે અરેરે! અમારા આહારદાનમાં કાંઈક ભૂલ
થઈ ગઈ લાગે છે કે જેને કારણે મુનિરાજને આટલું બધું કષ્ટ પડ્યું.... મુનિરાજની પૂરી
સેવા અમારાથી ન થઈ શકી....
હજી તો રાજા આ વિચારે છે, ત્યાં તો તે મુનિ એકાએક અલોપ થઈ ગયા, ને
તેમના સ્થાને એક દેવ દેખાયો; અત્યંત પ્રશંસાપૂર્વક તેણે કહ્યું: ‘હે રાજન! ધન્ય છે
તમારા સમ્યકત્વને, અને ધન્ય છે તમારી નિર્વિચિકિત્સાને! ઈન્દ્રમહારાજે તમારા ગુણની
જેવી પ્રશંસા કરી હતી એવા જ ગુણ મેં નજરે જોયા. રાજન્! મુનિના વેશે હું જ તમારી
પરીક્ષા કરવા આવ્યો હતો. ધન્ય છે આપના ગુણોને...’ એમ કહીને દેવે તેને નમસ્કાર કર્યાં.
ખરેખર કોઈ મુનિરાજને કષ્ટ નથી થયું – એમ જાણીને રાજાનું ચિત્ત પ્રસન્ન થયું

PDF/HTML Page 19 of 56
single page version

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૭ :
અને તેણે કહ્યું: હે દેવ! આ મનુષ્ય શરીર તો સ્વભાવથી જ મલિન છે, ને રોગાદિનું
ઘર છે; તે અચેતન શરીર મેલું હોય તેથી આત્માને શું? ધર્મીનો આત્મા તો
સમ્યક્ત્વાદિ પવિત્ર ગુણોથી જ શોભે છે. શરીરની મલિનતા દેખીને ધર્માત્માના ગુણ
પ્રત્યે જે અણગમો કરે છે તેને આત્માની દ્રષ્ટિ નથી પણ દેહની જ દ્રષ્ટિ છે. અરે,
ચામડાના શરીરથી ઢંકાયેલા આત્મા અંદર સમ્યગ્દ્રર્શનના પ્રભાવથી શોભી રહ્યો છે,
તે પ્રશંસનીય છે.
ઉદાયન રાજાની આવી સરસ વાત સાંભળીને તે દેવ ઘણો પ્રસન્ન થયો, અને
તેમને અનેક વિદ્યાઓ આપી, વસ્ત્રાભૂષણ આપ્યાં; – પણ ઉદાયન રાજાને ક્યાં તેની
વાંછા હતી? તેઓ તો બધો પરિગ્રહ છોડીને વર્દ્ધમાન ભગવાનના સમવસરણમાં ગયા,
અને દીક્ષા લઈ મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. સમ્યગ્નર્શનના પ્રતાપે તેઓ
સિદ્ધ થયા, તેમને નમસ્કાર હો.
[આ નાની કથા આપણને એવો મોટો બોધ આપે છે કે – ધર્માત્માના
શરીરાદિને અશુચી દેખીને પણ તેના ધર્મ–પ્રત્યે ગ્લાનિ ન કરો, તેના
સમ્યક્ત્વાદિ પવિત્ર ગુણોનું બહુમાન કરો.
]
અષ્ટપ્રાભૃતની પૂર્ણતા પ્રસંગે
અમારો આત્મા જ્ઞાન–દ્રર્શન– ચેતનાસ્વરૂપ છે; આવો
સ્વભાવ તે અમારું શીલ છે. અંતરના આવા સ્વભાવની ભાવનાથી
શીલરૂપ થઈને જેઓ મોક્ષ પામ્યા તેમને નમસ્કાર હો.
પંચપરમેષ્ઠી ભગવંતો શીલસ્વરૂપ છે; બ્રહ્મરૂપ આત્માનો
ચેતન સ્વભાવ, તેની આરાધનારૂપ શીલ છે, તે મોક્ષનું કારણ છે.
આત્મા તરફ વળેલું જ્ઞાન તે પરવિષયોથી વિરક્ત છે, તેથી તે
બ્રહ્મરૂપ છે – શીલરૂપ છે. આવા શીલસ્વરૂપ પંચપરમેષ્ઠી ભગવંતો
ઉત્તમ અને મંગલરૂપ છે. તેમનું હું શરણ લઉં છું – જેથી જન્મ–
મરણનો અંત થઈને મને જિનપદની પ્રાપ્તિ થાય.

PDF/HTML Page 20 of 56
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
આપના પ્રશ્નોના જવાબ
વૈશાખ સુદ બીજ નિમિત્તે રજુ કરેલી આ પ્રશ્નોત્તરી
યોજનામાં સર્વે જિજ્ઞાસુઓએ ઉત્સાહ બતાવ્યો છે. રાજકોટ
વગેરેમાં અનેક જિજ્ઞાસુઓએ આ વિભાગ ચાલુ રહે એવી ઈચ્છા
બતાવી છે. તે હમણાં દીવાળી સુધી આ વિભાગ ચાલુ રહેશે.
ગતાંકમાં ૬૦ પ્રશ્નોના જવાબ આવેલા હતા. આ અંકે બીજા પ્રશ્નો
તથા તેના જવાબ આપવામાં આવે છે. આપ પણ આપના પ્રશ્નો
મોકલી શકો છો. (સં)
૬૧ પ્રશ્ન :– રત્નત્રયને કેમ શોધવા? (પોરબંદર)
ઉત્તર :– ચૈતન્ય દરિયામાં ડુબકી મારીને.
૬૨ પ્રશ્ન :– ત્રણ જાતની ક્રિયા કઈ?
ઉત્તર :– ચેતનારૂપ ક્રિયા; રાગાદિ વિકારરૂપ ક્રિયા; અને ત્રીજી જડની ક્રિયા.
૬૩ પ્રશ્ન :– જ્ઞાનીની ક્રિયા કઈ?
ઉત્તર :– જડથી જુદી ને રાગથી રિહત એવી ચૈતન્યક્રિયા તે જ્ઞાનીની ક્રિયા છે, તે
ધર્મની ક્રિયા છે, તે મોક્ષની ક્રિયા છે.
૬૪ પ્રશ્ન :– શાસ્ત્રમાં જ્ઞાન નથી, અને છતાં શાસ્ત્રો આત્મા સમજાવે છે–એ કઈ રીતે?
ઉત્તર :– શબ્દરચનાના સમૂહરૂપ જે શાસ્ત્ર છે તે પુદ્ગલની બનેલી છે, તેથી
તેનામાં જ્ઞાન નથી; પણ જ્ઞાનીને પોતાનો જે અંતરનો ભાવ હતો તે તેમણે
વાણી દ્વારા વ્યક્ત કર્યો છે, અને તે વાણીનું વાચ્ય જો સમજીએ તો આપણને
આત્મા જરૂર સમજાય છે.
૬પ પ્રશ્ન :– પર્યુષણમાં આપણે રથયાત્રા કેમ કાઢીએ છીએ? (રંજનબેન એમ. જૈન
વઢવાણ)
ઉત્તર :– માત્ર પર્યુષણમાં નહિ પણ ધાર્મિક ઉલ્લાસના કોઈપણ પ્રસંગે રથયાત્રા