Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 69
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
શકતું નથી, અનુભવી શકતું નથી. પણ તે પર તરફનો ઝુકાવ છોડીને જ્ઞાનને
આત્મસન્મુખ કરવું તે જ આત્માની પ્રસિદ્ધિની રીત છે, તે જ અનુભવનો ઉપાય છે.
‘આ હું જ્ઞાનસ્વભાવ આત્મા છું’–એવું જ્ઞાન ઈન્દ્રિય કે મન તરફની બુદ્ધિવડે થતું
નથી, ઈંદ્રિય કે મન તરફની બુદ્ધિવડે તો પરનું જ્ઞાન થાય છે. બધા વિકલ્પોથી
પાર થઈને આત્મસ્વભાવ તરફ જ્ઞાનનો ઝુકાવ (આત્મસન્મુખતા) તે જ
સમ્યક્પણે આત્માને દેખવાની અને અનુભવવાની રીત છે. તેમાં સ્વસંવેદન–
પ્રત્યક્ષપણે આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન થાય છે.
સમ્યગ્દર્શન થતાં આત્મા સમસ્ત વિશ્વ ઉપર તરે છે;–તરે છે એટલે શું?
તરે છે એટલે જુદો રહે છે; જેમ પાણીમાં તરતો માણસ પાણીમાં ડુબતો નથી પણ
ઉપર રહે છે. તેમ જ્ઞાનસ્વભાવરૂપે પોતાને અનુભવતો આત્મા, વિકલ્પોમાં
ડુબતો નથી, વિકલ્પોમાં એકાકાર થતો નથી, પણ તેના ઉપર તરે છે એટલે કે
તેનાથી ભિન્નપણે જ પોતાને અનુભવે છે. તેમાં આત્માની કોઈ અચિંત્ય પરમ
ગંભીરતા અનુભવાય છે.
સમ્યક્ત્વના પ્રયત્નની શરૂઆત કેવી છે?
અપૂર્વ છે,–પૂર્ણતાના લક્ષે તે શરૂઆત છે. ‘જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય’
એટલે પૂર્ણતાનું લક્ષ; આ પૂર્ણતાના લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.
એવી શરૂઆત કરનાર જીવને જગતમાં બીજા બધાનો રસ છૂટીને એકલા
ચૈતન્યનો જ રસ ઘૂંટાય છે, નિરંતર અંતરમાં ચૈતન્યરસને ખૂબ ઘૂંટતાં ઘૂંટતા
અંતે પોતાનો આત્મા જ તે ચૈતન્યરસરૂપે પરિણમીને, ચૈતન્યનો સ્વાનુભવ કરે
છે. આ–સમ્યગ્દર્શન છે, આ જ તેની રીત છે.
[સમ્યગ્દર્શન સંબંધી આવા અનેક લેખોના સંગ્રહ માટે ‘સમ્યગ્દર્શન પુસ્તક ચોથું
અને પાંચમું વાંચો દરેકની કિંમત ૧–પ૦ તથા પોસ્ટેજ ૦–૩૦]
જૈન વિદ્યાર્થી ગૃહ સોનગઢ
સોનગઢમાં આ વિદ્યાર્થીગૃહ ૨૧ વર્ષથી ચાલે છે. ધોરણ પ થી ૧૧ સુધીના
કોઈપણ ફીરકાના જૈન વિદ્યાર્થીને દાખલ કરવામાં આવે છે. માસીક પૂરી ફી રૂા.
૪૦ અને ઓછી ફી રૂા. ૨પ છે. વિદ્યાર્થીને સોનગઢમાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં
ધાર્મિક પ્રવચનોનો તેમજ ધાર્મિક શિક્ષણનો લાભ પણ મળે છે. દાખલ થવા
ઈચ્છનારે પચીસપૈસાની ટિકીટ મોકલીને પ્રવેશપત્ર તથા નિયમો મંગાવી લેવા.
–શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 62 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫૧ :
દિલ્હી–કલકત્તા–ગોૈહત્તી–મુંબઈનો પ્રભાવશાળી પ્રવાસ
ભારતની મહાનગરી કલકત્તામાં ઉજવાયેલો
ગુરુદેવની ૮૪ મી જન્મજયંતિનો ઉત્સવ
તા. ૨૨–૪–૭૩ ના રોજ વાજિંત્રના મંગલનાદ વચ્ચે સોનગઢથી મંગલપ્રસ્થાન
કરતાં વહેલી સવારમાં ગુરુદેવે કહ્યું કે જ્ઞાનસ્વભાવમય થઈને અબંધભાવરૂપે
પરિણમતા સમ્યગ્દ્રષ્ટિને નિઃશંકતા છે; તેને બંધાવાની શંકા થતી નથી, બંધભાવથી તો
તે છૂટો પડી ગયો છે, તેના સમ્યક્ત્વ–જ્ઞાનાદિભાવો અબંધ છે, એટલે મોક્ષ માટે તે
નિઃશંક છે. મકાનનું ચણતર વગેરે બહારનાં કામ તો પૂરા થશે કે કેમ? અથવા ક્્યારે
પૂરા થશે.–તેનો સંદેહ હોય, પણ સમ્યગ્દ્રષ્ટિને ભેદજ્ઞાનવડે અબંધભાવ પ્રગટ્યો છે, તેથી
મોક્ષનો મહેલ ચણવામાં ને તે પૂરો થવામાં હવે તેને શંકા નથી. અહો, સ્વભાવના
ભરોસે તે મોક્ષને સાધી જ રહ્યો છે, ત્યાં હવે શંકા કેવી?
અહો, આવા કપરા કાળે પણ જે જીવ સમ્યગ્દર્શનની તીવ્ર આરાધના કરે છે તે
જીવ બેત્રણ ભવમાં જ પોતાનું કામ પૂરું કરીને મોક્ષને સાધી લ્યે છે.
–આમ સમ્યગ્દ્રષ્ટિની આરાધનાનો ઉત્તમ મહિમા કરીને, ગુરુદેવે મંગલપ્રસ્થાન
કર્યું.... ત્યારે મંગલ વાજિંત્રો પણ એ સમ્યક્ત્વના મહિમામાં સૂર પૂરાવતા હતા....
એક દિવસ મુંબઈ રોકાઈને બીજે દિવસે ગુરુદેવ ભારતના પાટનગર દિલ્હી
શહેરમાં પધાર્યા. ત્યાંનો ચાર દિવસનો કાર્યક્રમ પૂરો થતાં તા. ૨૭–૪–૭૩ ના રોજ
ગુરુદેવ કલકત્તા શહેર પધાર્યા. કલકત્તા એટલે ભારતની સૌથી મોટી નગરી,–ત્યાંના
મુમુક્ષુઓએ આનંદપૂર્વક ભારતના મહાનસંતનું સ્વાગત કર્યું. પ્રથમ દિવસ બેલ–
ગછીયામાં રહ્યા, ત્યાં પાર્શ્વનાથપ્રભુનું સુંદર જિનમંદિર છે, ત્યાંના ઉપશાંત વાતાવરણમાં
ગુરુદેવનું અધ્યાત્મ પ્રવચન થયું. તે સાંભળતાં એમ થતું હતું કે અહા, કલકત્તા શહેરની
આવી ધમાલ વચ્ચે પણ ચૈતન્યમાંથી શાંતિનું કેવું મધૂરું ઝરણું વહે છે! આવો શાંતરસ
પીવડાવનારા સંત પધાર્યા ને તેમનો મંગલ જન્મોત્સવ અમે પહેલી જ વાર આનંદથી
આ નગરીમાં ઉજવીશું–એવી ભાવનાથી કલકત્તાના મુમુક્ષુઓ હર્ષવિભોર બન્યા હતા.

PDF/HTML Page 63 of 69
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
બીજે દિવસે સવારમાં ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું. આસપાસમાં ચારે બાજુ
સમ્મેદશિખર–ચંપાપુરી–પાવાપુરી–રાજગૃહી–ખંડગિરિ–ઉદયગિરિ વગેરે અનેક તીર્થોથી
ઘેરાયેલી આ નગરી આજે પોતે પણ તીર્થ જેવી લાગતી હતી...તીર્થંકરોએ બતાવેલા
માર્ગનો પવિત્ર પ્રવાહ આજે આ નગરીમાં વહી રહ્યો હતો. કલકત્તાના જિનાલયોના
દર્શન કરીને ગુરુદેવ પ્રસન્ન થયા. પાર્કમાં્ર ઊભા કરેલા અત્યંત સુશોભિત ઉન્નત્ત મંડપમાં
ગુરુદેવ પધાર્યા ને અદ્ભુત મંગલ પ્રવચન કરીને ચૈતન્યના સર્વોત્કૃષ્ટ મહિમાને પ્રસિદ્ધ
કર્યો. અહો, ચૈતન્યનો આવો અદ્ભુત મહિમા સાંભળતાં શ્રોતાજનોને તે ચૈતન્યનું
શ્રવણ કરાવનાર સંત પ્રત્યે ઘણો પ્રમોદ જાગતો હતો. શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ, પં.
ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, પ્રમુખશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, ભાઈશ્રી ખીમચંદભાઈ
શેઠ, ભાઈશ્રી બાબુભાઈ (ફત્તેપુર વાળા) શેઠશ્રી પૂરણચંદજી ગોદીકા તેમજ અનેક
જિજ્ઞાસુ ભક્તજનો જન્મજયંતીના ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા.
પ્રવચનમાં ગુરુદેવે સમયસારની ૭૩–૭૪ મી ગાથા વાંચી હતી. મંડપમાં રોજ
સવારમાં દુદુંભી વાજાં વાગતાં હતાં; અનેકવિધ પ્રકાશના ઝૂમર–તોરણો વગેરેથી મંડપ
શોભતો હતો, અને તેમાં પણ શુદ્ધાત્મરસની ગંગા શ્રીગુરુમુખથી વહેતી હતી ત્યારે તો
ચૈતન્યની એ અદ્ભુત શોભામાં મુમુક્ષુઓ મશગુલ થઈ જતા હતા. વૈશાખ સુદ બીજ
આવી ને મંગલ વધાઈ લાવી. ગુરુદેવનો ઊતારો શેઠાણી મનફૂલાબેન (વછરાજ
રતનલાલ ગંગવાલ) ને ત્યાં હતો; પોતાના આંગણે ગુરુદેવનો જન્મોત્સવ દેખીને તેમને
ઘણો ઉલ્લાસ થયો હતો. અને જન્મજયંતીની ખુશાલીમાં શ્રીમતી મનફૂલાદેવી
વછરાજજી (હસ્તે રતનલાલજી તથા ઘમંડીલાલજી ગંગવાલ) તરફથી ૨૦૧ * ૮૪
રકમ જાહેર કરવામાં આવી હતી. વૈશાખ સુદ બીજે વહેલી સવારમાં (–આ તરફ
સૂર્યોદય સૌરાષ્ટ્ર કરતાં એક કલાક જેટલો વહેલો થાય છે તેથી) ચાર વાગ્યા પહેલાંં તો
ગુરુદેવ મંડપમાં પધાર્યા. ભક્તજનો આનંદથી મંગલ જન્મવધાઈ લઈને
આવ્યા...પ્રવચન બાદ મુમુક્ષુ સમાજ વતી શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ, પ્રમુખશ્રી
નવનીતભાઈ વગેરેએ ભક્તિભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી; અભિનંદન–પત્ર ગુરુદેવને
અર્પણ થયું; ગામેગામથી અભિનંદનસન્દેશાઓનો પ્રવાહ વહેલા લાગ્યો. અને ૮૪ મી
જન્મજયંતી નિમિત્તે ૮૪ ની રકમોનું ફંડ થયું–જેમાં સોનગઢના પરમાગમમંદિર માટે રૂા.
દોઢલાખ ઉપરાંત નોંધાયા હતા. આ રીતે કલકત્તામાં આનંદ પૂર્વક જન્મજયંતિ ઉજવાઈ
હતી, ને કલકત્તાના મુમુક્ષુઓએ હર્ષોલ્લાસથી ઉત્સવ શોભાવ્યો હતો.

PDF/HTML Page 64 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫૩ :
કલકત્તાથી તા. પ–પ–૭૩ ના રોજ ગુરુદેવ ગોૈહત્તી (આસામ) પધાર્યા હતા.
અનેક મુમુક્ષુ ભાઈ–બેનો ગુરુદેવ સાથે ગગનવિહાર કરતાં પ્રસન્ન થતા હતા....ને
નિરાલંબી તત્ત્વની ભાવનાઓ જાગતી હતી....બંગલાદેશ ઉપરથી પસાર થઈને થોડી જ
વારમાં ગૌહત્તી પહોંચ્યા...આસામભૂમિ તરફ પહેલી જ વાર પધારી રહેલા ગુરુદેવનું
ઉમંગભર્યું ભવ્ય સ્વાગત થયું....ને ત્રણદિવસ હર્ષપૂર્વક ગુરુદેવના પ્રવચનનો
મુમુક્ષુઓએ લાભ લીધો હતો....બ્રહ્મપુત્રા નદીના કિનારે ચૈતન્યનો બ્રહ્મોપદેશ
સભાંળતાં મુમુક્ષુઓ પ્રસન્ન થતા હતા. ત્યારબાદ ગૌહાતીથી કલકત્તા થઈને ગુરુદેવ
મુંબઈ પધાર્યા... ત્યાં મલાડ–ઘાટકોપર તથા દાદર જિનમંદિરના વાર્ષિકોત્સવ
ઉજવાયા...મુંબઈના હજારો જિજ્ઞાસુઓએ, જાણે ફરી ગુરુદેવની જન્મજયંતી ઉજવતા
હોય તેવા હર્ષોલ્લાસથી છ દિવસ પ્રવચન વગેરેનો લાભ લીધો. આ રીતે દિલ્હી–
કલકત્તા–ગૌહાતી–મુંબઈનો પ્રવાસ પૂરો કરીને ગુરુદેવ વૈશાખ સુદ ૧૩ (તા. ૧૪–પ–
૭૩) ના રોજ પુન: સોનગઢ પધાર્યા છે.... તેઓશ્રી સુખશાંતિમાં બિરાજે છે; સવાર–
બપોરના પ્રવચનમાં ચૈતન્યનો અધ્યાત્મરસ વહેવા લાગ્યો છે. સોનગઢના અત્યંત શાંત
વાતાવરણમાં, સંતોની મધુરી છાયામાં, ચૈતન્યરસની અનેરી શીતળતા અનુભવાય છે.
અહા, ચૈતન્યની શીતળતા પાસે સંસારનો તાપ આવી શકતો નથી. આવી શીતળ–
શાંતિના વેદનનો હે જીવો! તમે સતત અભ્યાસ કરો. એ જ ગુરુનો સેવા છે, એ જ
ગુરુની આજ્ઞા છે, ને એ જ ગુરુની સાચો ઉત્સવ છે. ગુરુ પણ ત્યારે જ સાચા પ્રસન્ન
થાય છે કે જ્યારે તેમણે બતાવેલો ભાવ આપણે પ્રગટ કરીએ.
[ગુરુદેવના મંગલ હસ્તાક્ષર]

PDF/HTML Page 65 of 69
single page version

background image
: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દિલ્હી અને કલકત્તાના પ્રવચનોની પ્રસાદી
દિલ્હી અને કલકત્તામાં ગુરુદેવે સમયસારની ગા. ૭૩–૭૪
ઉપર પ્રવચનો કર્યાં હતાં. અહા, આત્માની મધુર શાંતિની વાત કોને
ન ગમે? હજારો જિજ્ઞાસુઓ ચૈતન્યશાંતિની વાત પ્રેમથી સાંભળતા
હતા. આ આત્મા આસ્ત્રવોથી એટલે કે દુઃખોથી કેમ છૂટે ને તેને
પોતાના સુખની અનુભૂતિ કેમ થાય? તેની વિધિ સમજાવતાં કહ્યું કે –
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શન પૂર્ણ છું,
એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.
અહો, મારો આત્મા જ્ઞાનદર્શનની અનુભૂતિસ્વરૂપ છે–એમ આત્માના
સ્વભવાનો નિર્ણય કરીને તેમાં નિશ્ચલ રહેતાં, આત્મા પોતે પોતાના ચૈતન્યસ્વરૂપમાં
મગ્ન થઈને સમસ્ત ક્રોધાદિ આસ્રવોને છોડી દે છે.–આ રીતે આત્મા દુઃખથી છૂટે છે.
અરે, અજ્ઞાનથી ચારગતિનાં તીવ્ર દુઃખો જીવે અનંતવાર ભોગવ્યાં; એ દુઃખનાં
દાવાનળથી આત્મા કેમ છૂટે ને આત્માને શાંતિનું વેદન કેમ થાય?–એવી જિજ્ઞાસાનો
પ્રશ્ન પણ કોઈ વિરલાને જ ઊઠે છે. ને એવા જીવને દુઃખથી છૂટવાની રીત આ
સમયસારમાં બતાવી છે. સીમંધર ભગવાનના સમવસરણમાં જઈને કુંદકુંદાચાર્ય દેવ
આત્માના અનુભવનું આ ભાતું લાવ્યા છે; ભગવાનના આડતીયા તરીકે ઊંચો માલ
આ ભરતક્ષેત્રના જીવોને સમયસાર દ્વારા આચાર્ય દેવે આપ્યો છે.
હે જીવ! પહેલાંં તું તારા આત્મસ્વભાવનો નિર્ણય કર. જ્ઞાનદર્શનમય
ચૈતન્યભાવથી ભરેલો આત્મા પોતે પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે, અખંડ વિજ્ઞાનઘન
હોવાથી એક છે, કર્તા–કર્મ વગેરેના ભેદોથી–વિકલ્પોથી પાર એવી નિર્મળ ચૈતન્ય–
અનુભૂતિસ્વરૂપ છે તેથી શુદ્ધ છે, તેની ચેતનામાં ક્રોધાદિ પરભાવોના કોઈ અંશનું
સ્વામીપણું નથી; જેમ આકાશ એક સ્વાધીન નીરાલંબી અમૂર્ત વસ્તુ છે તેમ હું
ચૈતન્યસ્વભાવે પૂરો, સ્વાધીન નીરાલંબી અમૂર્ત મહાન પદાર્થ છું.–આમ પોતાના

PDF/HTML Page 66 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫૫ :
આત્મસ્વરૂપને નકકી કરીને, તેના જ અનુભવમાં પરિણામ એકાગ્ર કરતાં
આત્મા સમસ્ત ક્રોધાદિ પરભાવોથી છૂટો પડી જાય છે... ભગવાન ચૈતન્યસમુદ્ર પોતે
પોતામાં સ્થિર થતાં વિકલ્પના વમળ રહેતા નથી એટલે આસ્રવો પણ છૂટી જાય છે.
અહો, આવા ચિદાનંદ આત્માની વાત પ્રેમથી સાંભળવી તે પણ મહા ભાગ્ય
છે. પર તરફના ભાવોમાં (અશુભમાં કે શુભમાં) જેને દુઃખ લાગ્યું હોય ને અંતરમાં
સુખસ્વભાવનું વેદન કરવા માટે જેને ઝંખના થઈ હોય એવા શિષ્યને આ વાત
સમજાવે છે. ભાઈ, આ જડ શરીરના રજકણોથી તારું ચૈતન્યતત્ત્વ તદ્ન જાદું છે.
તારા ચૈતન્યને ભૂલીને તું અનંત દુઃખ પામ્યો. ભૂંડના બચ્ચાંને બાંધીને અગ્નિના
ભઠ્ઠામાં જીવતું સેકે ને તેને જે દુઃખ થાય, એથીયે અનંતગણા દુઃખ આ સંસારમાં
અનંતવાર તું ભોગવી ચુક્્યો છો, રાગાદિભાવોમાં ક્્યાંય તને શાંતિ ન મળી, તો હવે
તારું ચૈતન્યસ્વરૂપ કે જે અશાંતિ વગરનું છે, દુઃખ વગરનું છે, છ કારકના ભેદનો
વિકલ્પ પણ જેમાં પાલવતો નથી, જ્ઞાન–દર્શન – સુખથી જે પૂરું છે – એને તું જાણ;
એનો નિશ્ચય કર. અરે, જેની વાર્તા સાંભળતાં ને જેનો નિર્ણય કરતાં પણ મુમુક્ષને
આનંદ આવે એના સાક્ષાત્ અનુભવની શી વાત! ભગવાન આત્મા પોતે
અનુભૂતિનો નાથ છે. પોતે અનુભૂતિ સ્વરૂપ છે. પોતે પોતાની અનુભૂતિ માટે વચ્ચે
કોઈ વિકલ્પ કરવો પડે એવું તેનું સ્વરૂપ નથી; વિકલ્પોથી તો તેની અનુભૂતિ પાર
છે.–આવા આત્માને ઓળખે તેનો અવતાર સફળ છે. આવા આત્માને અનુભવમાં
લેતાં અનંતસુખ પ્રગટે છે ને ચોરાશીલાખના ચક્કરનો અંત આવે છે. અહા,
અનંતકાળ ટકે એવો મહા આનંદ, તેનો ઉપાય પણ એવો જ હોય ને! પુણ્યથી ને
રાગથી કાંઈ એ ઉપાય હાથ ન આવે. અંતરના જ્ઞાન સમુદ્રમાં ડુબકી માર, તો અપૂર્વ
સુખ પ્રગટે, ને દુઃખનો અંત આવે. આત્માનો સ્વભાવ પરમ અદ્ભુત છે. તેને લક્ષમાં
લેતાં પોતાને વિશ્વાસ આવી જાય છે કે બસ, હવે આ આત્મા સંસારથી પાછો વળ્‌યો
છે ને મોક્ષને સાધી રહ્યો છે. બીજ ઊગી છે....તે વધીને પુનમ થવાની છે.
વૈશાખ સુદ બીજના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે આત્માનો ચિદાનંદ સ્વભાવ
નિત્ય–ધ્રુવ–ટકતો છે, ને શુભાશુભ આસ્રવો અનિત્ય–અશરણ–ક્ષણિક છે, આત્માનો
સ્વભાવ દુઃખ વગરનો સુખમય છે. ને આસ્રવો તો દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખ જ
છે; –આવો નિર્ણય કરતાં આત્મા પોતે આસ્રવોથી જુદો પડીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ
થાય છે. દયાદિ શુભરાગ કે હિંસાદિ અશુભરાગ તે બંનેથી પાર વિજ્ઞાનઘનસ્વભાવ

PDF/HTML Page 67 of 69
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
આત્મા છે તેના લક્ષે જ સમ્યગ્દર્શનાદિ થાય છે. જ્ઞાન અને આસ્રવની
ભિન્નતાનું જેને ભાન નથી તેને સમ્યગ્દર્શન થતું નથી, ને જન્મ–મરણ મટતા નથી;
સમ્યગ્દર્શન વગર અનંતવાર વ્રત–તપ–દયા–દાનાદિ કરવા છતાં જીવ લેશ પણ સુખ
ન પામ્યો કે તેના જન્મ–મરણનો અંત ન આવ્યો. બાપુ! અત્યારે આત્માને
ઓળખીને જન્મ–મરણના ફેરાથી છૂટવાનો આ અવસર છે.–સુખી થવું હોય તો આ
વાત સમજયે જ છૂટકો છે. બાપુ! તારા ચૈતન્યતત્ત્વનો અપાર મહિમા એકવાર તો
હોંશથી સાંભળ! સાંભળીને તે લક્ષમાં લે, તો તને રાગાદિ સર્વે પરભાવોનો રસ
છૂટી જશે; એટલે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન થઈને આત્મા પોતે જ્ઞાન–
આનંદરૂપે થઈ જશે. આ તારાથી થઈ શકે તેવું છે, માટે ભગવાને અને સંતોએ
ઉપદેશ્યું છે.
ભાઈ, આવા આત્માને સાધવા માટે તું જગતની દરકાર છોડ. જગત તને
કાલોઘેલો કહે તો ભલે કહે... પણ પ્રભુના માર્ગમાં તારો સ્વીકાર થયો પછી જગતનું
શું કામ છે? (જગતડાં કહે છે કે ભગતડાં ઘેલાં છે...પણ ઘેલાં ન કહેશો રે...એ તો
પ્રભુને ઘેર પેલાં છે.) પોતાના આત્માનું હિત થતું હોય તો પછી જગતની નિંદા–
પ્રશંસા સામે શું જોવું? જગત ગમે તેમ બોલે, આ તો પોતે પોતાના આત્માનું હિત
કરી લેવાની વાત છે.
એક તરફ આત્માના જ્ઞાનસ્વભાવની અપૂર્વ શાંતિ, અને બીજી તરફ દુઃખરૂપ
આસ્રવો – એ બંનેનું અત્યંત જુદાપણું અનેક દષ્ટાંત દ્વારા ગુરુદેવ સમજાવતા હતા.
ભાઈ, ચોરાશીના ભવચક્રમાં રખડતાં તેં અનંત દુઃખ વેદ્યા, પણ તારો જ્ઞાનાનંદ
સ્વભાવ અપૂર્વ સુખથી ભરેલો છે, તેને ઓળખવાની ફૂરસદ એક ક્ષણ પણ તેં લીધી
નથી. બહુ તો ધર્મના નામે શુભરાગમાં અટક્યો, પણ તારું સ્વરૂપ રાગથી પાર,
ચૈતન્યસ્વભાવરૂપ છે તેને તેં કદી લક્ષમાં ન લીધું. અત્યારે તને તે સ્વરૂપ
સમજવાનો અવસર મળ્‌યો છે.–બાપુ! આવા ટાણે નહિ સમજ તો કયારે સમજીશ?
ભાઈ, તારો અસલી સ્વભાવ કેવો છે–તેનો નિશ્ચય તો કર. તો તારા ચોરાશીના
ફેરા ટળી જશે.
આ રીતે ૮૪ મી જન્મજયંતી પ્રસંગે ચોરાશી લાખના ચક્કરથી છૂટવાની
રીતે ગુરુદેવના શ્રીમુખથી સાંભળીને સૌને પ્રસન્નતા થઈ... અહા ગુરુદેવ! અમને
ચોરાશીના ફેરામાંથી બહાર કાઢીને મોક્ષના પંથે લઈ જવા માટે જ આપનો
અવતાર છે.

PDF/HTML Page 68 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫૭ :
મંગલ વધાઈ
અહા, ધન્ય બની કલકત્તાનગરી....
કે જ્યાં ગુરુદેવની જન્મજયંતીનો
મંગલઉત્સવ ઉજવાયો–ધન્ય બન્યા મુમુક્ષ–
હૃદયો કે ચૈતન્યનો અગાધ મહિમા
દેખાડનાર સંતનો જન્મોત્સવ ઉજવવાનું
અને તેમની વાણી સાંભળવાનું સૌભાગ્ય
મળ્‌યું. ભારતના સૌથી મહાન સંતનો
જન્મોત્સવ ભારતની સૌથી મોટી નગરીમાં
ઉજવાયો. ‘કલકત્તા’ એ તો ‘કર્મ–કટા’
બની ગયું. કર્મને કાપીને ચોરાશીના
ચક્કરથી છૂટવાનો ને સિદ્ધાલયના માર્ગે
જવાનો રસ્તો બતાવીને સંતોએ જગતના
જીવો પર જે ઉપકાર કર્યો છે – તેથી મોટો
બીજો કોઈ ઉપકાર આ જગતમાં નથી.
ભારતીય દિ. જૈનસમાજના નેતા
શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂ વૈશાખસુદ બીજે
ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપતાં કહે છે કે–મૈં
અપનેકો બહુત ભાગ્યશાલી સમઝતા હૂં કિ
જબ આપ યહ ઉપદેશ દે રહે હૈ ઉસી કાલમેં
મેરા જન્મ હુઆ, ઔર મુઝે યહ સુનનેકા
અવસર બારબાર મિલા રહા હૈદૂરસે ભી
આપકા નામ જો સુનતે હૈ ઔર આપકી
પાસ જો આતે હૈ, વે એક હી લગનસે
આતે હૈ કિ આપ હમેં સમ્યગ્દ્રષ્ટિ હોનેકા
જો રાસ્તા બતલા રહે હૈ ઉસ રાસ્તેસે હમ
સમ્યગ્દ્રષ્ટિ બને. ઢાઈ હજાર વર્ષ પહલે
ભગવાન મહાવીરને યહી બાત કી થી,
ભગવાન કુંદકુંદાચાર્યને ભી યહી બાત કી,
યહી બાત આજ આપ દિખલા રહે હૈ;
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત :
૩૨પ૦
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : વૈશાખ
(૩પપ)

PDF/HTML Page 69 of 69
single page version

background image
મુ મુ ક્ષુ નું જી વ ન ધ્ યે ય
જ્ઞાનીસંતોનાં શરણમાં વસતો મુમુક્ષુ પોતાના જીવનમાં એક જ ધ્યેય
રાખે છે કે હું મારા આત્માને સાધું.
પોતાના આ સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિને માટે તે દિન–રાત ઉત્કૃષ્ટ
ઉત્સાહ–પૂર્વક પ્રયત્ન કરે છે.
આવો ઉદ્યમ કરનારા બીજા સાધર્મીજનો પ્રત્યે પણ તેને અત્યંત
વાત્સલ્યભાવ ઉલ્લસે છે.
પોતાના ઉત્તમ ધ્યેયને સાધવા માટે મુમુક્ષુને જ્ઞાનભાવના અને
વૈરાગ્ય–ભાવના જીવનમાં સદાય સાથીદાર છે. જગતની ખોટી પંચાતમાં તે
રસ લેતો નથી....આત્માના ઘોલનમાં જ તેને રસ છે.
દેવ–ગુરુ–શાસ્ત્રની સેવામાં તે ખૂબ ઉત્સાહથી વર્તે છે, અને તેમના
આદર્શવડે પોતાના ધ્યેયને તાજું રાખે છે. દેવ–ગુરુના આત્મગુણોને
ઓળખીને પોતામાં તેની પ્રેરણા લ્યે છે.
જીવનમાં સુખ–દુઃખની ગમે તેવી ઉથલપાથલમાંય તે પોતાના
ધ્યેયને કદી ઢીલું પડવા દેતો નથી. પણ ઉત્તમ પુરુષોના આદર્શજીવનને
નજરસમક્ષ રાખીને તે આરાધનાનો ઉત્સાહ વધારે છે... આત્માનો મહિમા
વધારતો જાય છે.
આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે, તેથી તેની એક ક્ષણ
પણ નિષ્ફળ ન વેડફાય, ને પ્રમાદ વગર આત્મસાધના માટે જ પ્રત્યેક ક્ષણ
વીતે, તે માટે તે જાગૃત રહે છે. અને જીવનમાં ઉથલ–પાથલના ગમે તેવા
પ્રસંગે પણ તે પોતાના આત્માને સાધવાના ધ્યેયને ઢીલું કરતો નથી.
હરરોજ આત્મામાં ઊંડો ઊતરવાનો અભ્યાસ કરે છે. એકલો–એકલો
આત્માના એકત્વને શોધી–શોધીને અંદરની શાંતિનો સ્વાદ લેવા મથે છે.
(આવો મુમુક્ષુ આત્માને જરૂર સાધે છે, ને અપૂર્વ શાંતિને પામે છે.)