Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
હમણાં દીવાળી આવશે ને આપણા મહાવીરતીર્થંકરના મોક્ષગમનના પચ્ચીસસો
વર્ષ પૂરા થશે...અહા, મોક્ષપદ એટલે જગતનું સર્વોત્કૃષ્ટ પદ,–તે મોક્ષનો મહોત્સવ એ
જગતનો સર્વોત્કૃષ્ટ મંગલ મહોત્સવ છે.–આવો ઉત્સવ, અને તેમાં પણ અઢીહજાર વર્ષની
પૂર્ણતાનો ભવ્ય ઉત્સવ, આપણા જીવનના અવસરમાં જ ઉજવવાનું સૌભાગ્ય આપણને
મળી રહ્યું છે.–તો અંતરમાં આપણે આપણા આત્માને મોક્ષસન્મુખ કરીને, અને બહારમાં
તન–મન–ધન–સર્વ પ્રકારથી, આ મહાન મોક્ષઉત્સવને શોભાવીએ...ને વીરનાથના
શાસનની ખૂબ–ખૂબ સેવા કરીએ તે આપણું કર્તવ્ય છે; ને તેમાં આપણે સમસ્ત જૈનો
એકમત છીએ.
હવે એકમતથી નક્કી થયેલું જે આપણું કર્તવ્ય, તેની સિદ્ધિ માટે આપણે શું
કરવું? તેનો થોડોક વિચાર અહીં રજુ કરીએ છીએ–
સૌથી પહેલાંં આપણા સર્વજ્ઞ–વીતરાગ મહાવીર ભગવાનનું સ્વરૂપ ઓળખીને,
તેમણે કહેલા મોક્ષમાર્ગનું (–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું) સત્ય સ્વરૂપ ઓળખીને, તે
માર્ગને સાધવા માટે તત્પર બનીએ, ને તેનો પ્રચાર કરીએ. મહાવીર પ્રભુના સર્વોત્કૃષ્ટ
વીતરાગમાર્ગને જગતના બીજા કોઈ માર્ગ સાથે ન સરખાવીએ, બીજા માર્ગ તરફ ન
જઈએ, ને મહાવીરપ્રભુના જ માર્ગે જઈએ.–આ મૂળભૂત પાયો દરેક જૈનમાં હશે તો જ
આપણે મહાવીરભગવાનના મોક્ષના ભવ્ય ઉત્સવનો મહેલ તૈયાર કરી શકીશું.
સમાજદ્રષ્ટિએ, એટલે કે મહાવીરભગવાનના ભક્ત તરીકે બધા જૈનસમાજે,
પરસ્પરના વેરવિરોધ વગર એક થઈને રહેવાનું છે.–કઈ રીતે?–જાણે કે
મહાવીરભગવાન આજે આપણી સન્મુખ બિરાજી રહ્યા છે, ને આપણે સૌ પ્રભુના
ધર્મદરબારમાં બેઠા

PDF/HTML Page 42 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩પ :
છીએ...જેમ ભગવાનની ધર્મસભામાં કોઈને (સિંહ અને હરણને, સર્પ અને નોળીયાને–
વગેરે જાતિ–વિરોધીઓને પણ) વેરવિરોધની લાગણીઓ રહેતી નથી, મૈત્રીભાવ જ રહે
છે, તેમ આપણામાં સૌમાં (મહાવીરના સમસ્ત ભક્તોમાં) ક્્યાંય પરસ્પર કલેશ કે
વેરવિરોધની વૃત્તિ ન હોય, હોય તો દૂર થઈને અત્યંત મૈત્રીભાવ વર્તે, ધાર્મિકસ્નેહની
પવિત્ર ધારા વધુ ને વધુ વહેતી થાય; એકબીજાના સુખના પોષક ને દુઃખના હારક
બનીએ, એ સૌનું કર્તવ્ય છે. ‘
सत्वेषु मंत्रो गुणीषु प्रमोदं... ’ અહા, કેવી મજાની સુંદર
ભાવના આપણા વીતરાગશાસનમાં ભરી છે!
બહારના બાગ–બગીચા કે દવાખાના કરવા કરતાં સૌથી પહેલાંં સાધર્મીઓ તરફ
ધ્યાન આપશો. ભગવાનમહાવીરનું શાસન જૈન–સાધર્મીઓ વડે શોભશે. પરદેશીઓમાં
પ્રચારની ધૂન કરતાં સ્વદેશના સાધર્મીઓમાં મહાવીરપ્રભુના તત્ત્વજ્ઞાનનો પ્રચાર થાય,
ને ધર્મસેવનમાં કોઈ પણ સાધર્મીને કંઈ પણ કષ્ટ ન રહે–તેમ કરવું અત્યંત જરૂરી છે.
વિશેષ ઘણું કરવાનું છે તે હવે પછી લખીશું.
* *
પૂ. બેનશ્રીનો જન્મોત્સવ એટલે સ્વાનુભૂતિનો મંગલોત્સવ
ભારતના એકેએક મુમુક્ષુ જેમના પ્રસિદ્ધ મહિમાને જાણે છે, ને જેમની પ્રશંસાના
ઉદ્ગાર ગુરુદેવના શ્રીમુખથી પણ ઝરે છે, એવા સ્વાનુભૂતિસમ્પન્ન પૂ. બેનશ્રી
ચંપાબેનની ૬૧ મી જન્મજયંતીનો મહોત્સવ સોનગઢમાં ખૂબ આનંદ–ઉલ્લાસથી
ઉજવાયો હતો...બહારગામથી ઘણા મુમુક્ષુઓએ સોનગઢ આવીને આ મંગલ ઉત્સવમાં
ભાગ લીધો હતો, ને સૌએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આપણે અહીં તેના ખાસ
પ્રયોજનભૂત પ્રસંગોનું જ અવલોકન કરીશું.
• મંગલ સન્દેશ •
જન્મોત્સવની ખુશાલીમાં મુમુક્ષુસમાજ દર્શન કરવા ગયેલ ત્યારે પૂ. બેનશ્રીએ
ચૈતન્યની પ્રસાદીરૂપે મંગલ વચનોમાં કહ્યું કે–
“આનંદમય ચૈતન્યતત્ત્વ છે તે જ જગતમાં પરમ સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે.
આવા આત્માની આરાધના જીવનમાં કરવા જેવી છે. બાકી તો બધા બહારના
ઠાઠમાઠ છે. અંદર દેહથી જુદું, રાગથી જુદું ચૈતન્યતત્ત્વ ઉત્કૃષ્ટ છે, તેની
ઓળખાણ, શ્રદ્ધા ને લીનતા કરવી તે જ કરવા જેવું છે.”

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
અહા, ટૂંકામાં પણ કેવી મધુરી–મહત્વની વાત તેઓશ્રીએ કરી! ખરેખર,
આત્માની આરાધના એ જ સાચું કર્તવ્ય છે–એ સમજાવીને તેઓશ્રીએ આરાધનાનું
અમૃત પીવડાવ્યું છે. અને, તેઓશ્રીના અંતરમાં વર્તતી આવી આત્મ–આરાધનાને લીધે
જ તેઓશ્રીનું જીવન મહાન પવિત્ર–પૂજ્ય અને પ્રશંસનીય છે. તેમની એ આરાધનાને
ઓળખવી એ જ તેમના પ્રત્યેની સર્વોત્કૃષ્ટ ભક્તિ છે ને એ જ તેમનો સાચો મહોત્સવ
છે. અહા, જે જન્મમાં આવી આરાધના પ્રાપ્ત થઈ તેનો જેટલો ઉત્સવ કરીએ તેટલો
ઓછો છે. તેથી ગુરુદેવ પણ પ્રમોદથી કહેતા હતા કે લોકોને ઘણો ઉત્સાહ છે.–પણ
આરાધક ધર્માત્માનો તો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. વાહ! આત્મઆરાધના
એ જગતમાં સર્વોત્કૃષ્ટ સુંદર વસ્તુ છે. એવી આરાધના વડે શોભતા ધર્માત્મા, બીજા
જીવોને પણ આરાધનાની મહાન પ્રેરણા આપે છે.–અને, એવી આરાધનામાં પોતાના
આત્માને જોડીને જ આરાધક મહાત્માઓની સત્ય ભક્તિ થાય છે.
જેમ જેમ જ્ઞાનીના અંતરના ઊંડા ગંભીર મહિમાનો ખ્યાલ આવે છે તેમ તેમ
મુમુક્ષુના પોતાના પરિણામ પણ બહારમાં ઊછાળા મારતા અટકીને અંતરમાં ગંભીર
થતા જાય છે, ને તેના જ્ઞાનમાં ધર્માત્માના ગુણોનું વધુ ને વધુ બહુમાન જાગતું જાય છે;
અંતે તેની પરાકાષ્ઠાએ પહોંચતાં પોતે પણ તેવા ગુણોની અનુભૂતિ કરે છે.
હજારો મુમુક્ષુ ભાઈ–બહેનો દ્વારા પૂ. બેનશ્રીને અભિનંદનની શરૂઆતમાં, સૌથી
પ્રથમ અભિનંદન પૂ. શ્રી શાંતાબેન દ્વારા થયું હતું. ૪૦ વર્ષોથી પૂ. બેનશ્રીના અત્યંત
અંતેવાસી એવા પૂ. શાંતાબેને વાંચનમાં પણ પૂ. બેનશ્રી ચંપાબેન પ્રત્યે ઉપકાર–બુદ્ધિથી
કહ્યું કે પૂ. બેનશ્રીનો મારા ઉપર તો મહાન ઉપકાર છે; તેમના પ્રતાપે મને આત્માનો
મહાન લાભ થયો છે. ’ બેન દ્વારા પૂ. બેનશ્રીને શ્રીફળ અર્પણ કરીને અભિનંદવાનું એ
સમયનું દ્રશ્ય મુમુક્ષુઓને ભાવવિભોર કરતું હતું.
આ ઉત્સવપ્રસંગની મુખ્ય નવીનતામાં એક ચાંદીનું પ્રતીક હતું. જાતિસ્મરણના
સુમધુર પ્રસંગને અનુલક્ષીને આ પ્રતિકૃતિ કરાવવામાં આવી છે. તેઓ ભૂતકાળમાં
તીર્થંકરપ્રભુની સભાનું દ્રશ્ય તથા ભવિષ્યની તીર્થંકરસભાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે,
ને પૂ. બેનશ્રીના આત્મા તે બંને પર્યાયમાં તીર્થંકરનો ઉપદેશ ઝીલી રહેલ છે; તથા વચ્ચે
તેમની વર્તમાનદશાની શાંતમુદ્રાનું દર્શન થાય છે.–આ જે ચાંદીની પ્રતિકૃતિ છે તેમાં જાતિ–

PDF/HTML Page 44 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૭ :
સ્મૃતિનો આંશિક ઉલ્લેખ છે; તેની સાચી ને પૂરી વિગત સમજવા માટે આપણે છવ્વીસ
વર્ષ પહેલાંંના એક પાવન પ્રસંગને યાદ કરીશું. છવ્વીસ વર્ષ પૂર્વે એટલે કે સંવત
ર૦૦૪ના પોષ માસમાં (ગુરુદેવના એક સ્વપ્નના અનુસંધાનમાં) પૂ. બેનશ્રીને જે
વિશેષ જાતિસ્મરણ આવ્યું તેમાં, પૂર્વભવે ભગવાન પાસે એમ સાંભળેલું કે આ
રાજકુમાર (એટલે કે કહાનગુરુ) નો જીવ ભવિષ્યમાં ધાતકીખંડમાં સૂર્યકીર્તિ નામના
તીર્થંકર થશે, ને તે વખતે દેવાભાઈ તથા લાભભાઈ બંને (એટલે કે ચંપાબેન અને
શાંતાબેન) ના જીવો તે તીર્થંકરના પુત્રો થઈને, અનુક્રમે દેવેન્દ્રકીર્તિ તથા ચંદ્રકીર્તિ
નામના તેમના ગણધરો થશે.
–અહા, ગુરુદેવે જ્યારે પૂ. બેનશ્રીના શ્રીમુખથી આ મહાન મંગળકથા સાંભળી,
ત્યારે તેમને જે અદ્ભુત પ્રમોદ થયેલો–તે અમે નજરે જોયો છે, ને તેની યાદી આજેય
રોમાંચ ખડા કરી દે છે. હજારો મુમુક્ષુઓ ગુરુદેવના શ્રીમુખથી એ ભૂત–ભવિષ્યની
પાવન કથા સાંભળીને, તથા વર્તમાનને નજરે નીહાળીને ધન્ય બન્યા છે. ગુરુદેવના
મહાન પ્રમોદને લીધે, તે મંગલ જાતિસ્મૃતિના અનુસંધાનમાં તે વર્ષે (એટલે કે આજથી
ર૬ વર્ષ પહેલાંં) ગુરુદેવની પ૯મી જન્મજયંતિ પ્રસંગે અતિ ભવ્ય ઉલ્લાસપૂર્વકનો
ઉત્સવ સોનગઢમાં ઉજવાયો હતો.–કોણ ભૂલી શકે એનાં મધુર સંભારણાં! એવા
આનંદના સંભારણાં સોના–ચાંદીમાં કોતરવાની ભાવના મુમુક્ષુઓને થાય–એ કાંઈ
આશ્ચર્યની વાત નથી.
–આવા અનેકવિધ ઉત્સવો વડે જેમની ભક્તિ–બહુમાન કરવામાં આવે છે તેઓ
ચેતનારી ચેતના, તે તો કેવી અલિપ્ત છે! આવી જ્ઞાનચેતનારૂપે પરિણમતા સંતોની
તૂલના કે ઓળખાણ બહારના ગમે તેવા ઠાઠ–માઠવડે થઈ શકે નહિ. અરે, ત્રણલોકનો
વૈભવ પણ જેની પાસે નાનો છે એવી મહાન આત્મ–અનુભૂતિ–તેની ગંભીરતાને
ઓળખતાં તેવો ભાવ પોતામાં પ્રગટ થાય–તે જ ધર્માત્માની સાચી ઉપાસના છે, તે જ
સર્વોત્કૃષ્ટ મહોત્સવ છે.–આવા મંગલ ઉત્સવવડે સર્વે સાધર્મીઓ પોતાનું કલ્યાણ કરો.
અહો માતા! દુનિયાના ગમે તેવા ઊંચા રત્નસિંહાસન ઉપર આપને બિરાજમાન
કરવામાં આવે, પણ સ્વાનુભૂતિવડે જે અંતરના નિજપદના સિંહાસને આપ બિરાજ્યા
છો તેની તુલના બીજું કોઈ સિંહાસન કરી શકે તેમ નથી. તમારા ચૈતન્યપદ પાસે ઈન્દ્રનું
ઈંદ્રાસન પણ અપદ લાગે છે. ભક્તલોકોએ તમને ચપટી હીરાથી વધાવ્યા,–અરે! ત્રણ
લોકના હીરા–પન્ના માણેક ભેગા કરીને વધાવીએ તોપણ, જે ચૈતન્યહીરો આપના અંતરમાં

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
ઝળકી રહ્યો છે તેની તૂલના થઈ શકે તેમ નથી. હજારો વીજળીના ઝબકારા પણ તમારી
સ્વાનુભૂતિના અતીન્દ્રિયપ્રકાશના એક નાનકડા અંશનેય પહોંચી શકે તેમ નથી. તમારા
સ્વાનુભવરસના અતિમધુર સ્વાદ પાસે જગતના બધા મિષ્ટાનો સર્વથા નીરસ લાગે છે.
બસ, આ રીતે આપના અંતરની આત્મિક ઓળખાણ વડે જીવને પોતાને જ્યારે
સ્વાનુભૂતિપ્રકાશ જાગે, જ્યારે તે નિજચૈતન્યપદમાં આરૂઢ થાય, ને જ્યારે સમ્યક્ત્વાદિ
ચૈતન્યરત્નોથી તે અલંકૃત થાય ત્યારે જ આપના જેવા ધર્માત્માનો સાચો મહિમા તે
ઓળખી શકે છે...ને ઓળખાણપૂર્વકનો જે મહિમા આવે છે તે કોઈ અદ્ભુત હોય છે.
સ્વાનુભૂતિ અનુપમ છે, સ્વાનુભૂતિથી બાહ્ય બીજા કોઈપણ પદાર્થ વડે તેની કિંમત કે
તેનો મહિમા પૂરો પડી શકે જ નહિ. માત્ર આવી સ્વાનુભૂતિ વડે જ હે માતા! આપ
મહાન છો, ને આપનું પવિત્ર જીવન મુમુક્ષુઓ ને પણ તે સ્વાનુભૂતિની પ્રેરણા આપી
રહ્યું છે. અહો, સાધર્મીજનો! ધર્માત્માઓની સ્વાનુભૂતિને ઓળખો ને તમે પણ એવી
સ્વાનુભૂતિ કરો...એ જ સવોત્કૃષ્ટ ભક્તિ છે, એ જ સાચી ધર્મપ્રભાવના છે, ને એ જ
માતાજીની આજ્ઞા છે.
આ ઉત્સવ દરમિયાન ધર્માત્મા–સંતોની ચેતનાપરિણતિનો અચિંત્ય મહિમા
ગુરુદેવના શ્રીમુખે સાંભળતાં એમ થતું કે ‘વાહ! ચંપાબેન તો ખરેખરા ચેતનાબેન છો!
અહો, જેમની ચેતના અને જેમનું જીવન સ્વાનુભૂતિમાં પરમ નિમિત્ત થયા છે તેમના
ઉપકારની શી વાત! અસંખ્યપ્રદેશે અનુભૂતિમાં વણાઈ ગયેલા તે ઉપકારને માત્ર
શાબ્દિક અંજલિ વડે વર્ણવી શકાય તેમ નથી. શબ્દાતીત તેમની સ્વાનુભૂતિ જયવંત
વર્તો...તે અભિનંદનીય છે, તેને મારા નિરંતર ભાવનમસ્કાર છે. –હરિ.
આ.ત્મ.ધ.ર્મ.
* સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય આત્મધર્મ–માસિક હિન્દી ગુજરાતી બંને ભાષામાં પ્રગટ
થાય છે. ગુજરાતી–અંક દરમહિનાની વીસમી તારીખે પોસ્ટ થાય છે. (અત્યાર
સુધી દસમી તારીખે પોસ્ટ થતું તેને બદલે હવેથી દસ દિવસ મોડું કરીને વીસમી
તારીખે પોસ્ટ થશે.)
* આ અંક શ્રાવણ તથા અધિક ભાદરવા માસના સંયુક્તઅંક તરીકે ગણેલ છે.
એટલે અધિકમાસનો વધારાનો અંક પ્રગટ થશે નહિ. હવેનો અંક બીજા
ભાદ્રમાસમાં સપ્ટેમ્બરની વીસમી તારીખે પોસ્ટ થશે.

PDF/HTML Page 46 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૯ :
* ગુજરાતી આત્મધર્મનું વર્ષ કારતકથી આસો સુધી ગણાય છે, ને તે મુજબ એક
વર્ષનું લવાજમ લેવાય છે. પાછળથી ગ્રાહક થનારને જુના અંકો જે સ્ટોકમાં હોય
તે મોકલાય છે. આજીવન સભ્ય ફી રૂા. ૧૦૧ છે. તેમને આત્મધર્મ કાયમ ફ્રી
મોકલાય છે.
* ગત માસમાં અનેક જિજ્ઞાસુઓ તરફથી લાગણીભર્યા પત્રો આવ્યા છે, સૌએ
સલાહ સૂચનાપૂર્વક આત્મધર્મ પ્રત્યે અને સંપાદક પ્રત્યે જે હાર્દિકભાવ બતાવ્યો
છે તે બદલ સૌના આભારી છીએ. ખાસ કરીને દિલ્હીથી શ્રી ભગતરામ જૈન
(મંત્રી), વારાણસીથી પં. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી, કલકત્તા, છિંદવાડા, ખંડવા,
મુંબઈ, મદ્રાસ, રાજકોટ વગેરે અનેક સ્થળેથી સાધર્મીઓના પત્રો આવેલ છે, તે
સૌના સૂચનો સંપાદકે લક્ષમાં લીધા છે; તેમના સહકાર બદલ ધન્યવાદ!
* પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજમાન છે; પ્રવચનમાં સવારે પ્રવચનસાર અને
બપોરે સમયસાર–કળશટીકા વંચાય છે. બીજા બધા કાર્યક્રમો પણ નિયમિત ચાલે
છે. શાંતિમય અધ્યાત્મવાતાવરણમાં મુમુક્ષુજીવે પરભાવની ઘોર અશાંતિથી
છૂટીને, ચૈતન્યની અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવાનો આ અવસર છે.–એવા શાંતરસના
પિંડરૂપ થયેલા દેવ–ગુરુ આપણને મળ્‌યા છે ને તેઓ શાંતિનો
ભંડાર બતાવી રહ્યા છે...તો હવે ક્્યો મુમુક્ષુ જીવ તે આત્મશાંતિને લેતાં
વાર લગાડશે?
* વહાલા બાલસભ્યો! મહાવીરભગવાનના રપ૦૦ મા નિર્વાણમહોત્સવનું મહાન
વર્ષ દોડતું નજીક આવી રહ્યું છે. તમે શું કરશો–એ વર્ષમાં? તમારી
આત્મશક્તિને કામે લગાડીને, આત્માનું હિત થાય એવું ઘણું ઘણું કરજો...જીવન
આખું પલટી જાય ને મહાવીરના શાસનમાં આવીને આત્મા શોભી ઊઠે–એવું
કરજો.–આ થઈ અંદરની વાત!
અને, બહારમાં પણ આવા સુંદર મહાવીરમાર્ગને શોભાવવા માટે તન–મન–ધન
સર્વશક્તિથી ભાગ લેજો. અમે આપને કેટલુંક માર્ગદર્શન આપીશું...તે હોંશથી
અપનાવજો, ને બધી યોજનાઓમાં નિયમિત ભાગ લેજો તે માટે, હાલ તો અઢીહજારમા
નિર્વાણમહોત્સવમાં વાપરવા માટે દિવાળી સુધીમાં તમારા બીજા બધા ખર્ચામાં કાપ
મુકીને ‘અઢીહજાર પૈસા’ (પચીસ રૂપિયા) બચાવી રાખજો. પછી તેનું શું કરવું–તે નક્કી
થશે
એટલે જણાવશું. जय महावीर

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
નાનીશી આંખમાં મોટા દરિયાનું પાણી સમાય નહિ, પણ તે પાણીને જાણી લ્યે
એવી તાકાત આંખમાં છે; તેમ નાનોશો આત્મા, એટલે કે મધ્યમ ક્ષેત્રવાળો
અસંખ્યપ્રદેશી આત્મા, તેના ક્ષેત્રમાં જગતના અનંતા જીવ–અજીવ પદાર્થો પ્રવેશી ન
શકે, પણ તેનું જ્ઞાન તે બધા પદાર્થોને (મોટા અલોકને પણ) જાણી લ્યે એવી તાકાત
આત્મામાં છે. તેનું ક્ષેત્ર ભલે મર્યાદિત છે પણ ચૈતન્યશક્તિઓ અમર્યાદિત છે. અહો!
આવો અચિંત્ય સર્વજ્ઞસ્વરૂપી, હે જીવ! તું પોતે જ છો. તેની સન્મુખ થઈને અનુભવ
કરતાં જ પરમાત્મપદનો મહા આનંદ તને તારા અનુભવમાં આવશે...ભાઈ, આવો
અનુભવ કરવાનું આ ટાણું. આવા અવસરમાં નહિ કર તો ક્્યારે કરીશ?
‘મોટો...જીવ’
જીવ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય મોટો છે?... જી હા!
* એકલાખ યોજનના આપણા આ જંબુદ્વીપ કરતાં સ્વયંભૂરમણસમુદ્રના પ્રદેશો
અસંખ્યગુણા છે. તે સ્વયંભૂરમણસમુદ્રના અસંખ્યપ્રદેશો કરતાં પણ જીવના
અસંખ્ય આત્મપ્રદેશો ઘણા વધારે (અસંખ્યગુણા) છે. એટલે પ્રદેશની સંખ્યા
અપેક્ષાએ જીવ સ્વયંભૂરમણ કરતાં પણ મોટો છે.
* અને જીવના તે અસંખ્યપ્રદેશોમાં સર્વજ્ઞતા વગેરે જે અનંત ગુણો છે તેના અપાર
સામર્થ્યનું તો શું કહેવું?
* અહા, જીવ! આવડો મોટો તું છે...તારો વૈભવ અદ્ભુત આશ્ચર્યકારી છે.

*
જીવના અસંખ્યપ્રદેશોમાં દ્રવ્યના પ્રદેશો ઝાઝા કે પર્યાયના પ્રદેશો ઝાઝા?
દ્રવ્યના જે પ્રદેશો છે તે જ પર્યાયના પ્રદેશો છે, બંનેના પ્રદેશો જુદા નથી એટલે
તેમનામાં હીનાધિકતા નથી. હીનાધિકતા કે પ્રદેશભેદ માનતાં દોષ આવે છે. એક
વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયને પ્રદેશભેદ હોતાં નથી.
* ધર્મીજીવનો શુદ્ધ વીતરાગભાવ સફળ છે કે અફળ?
સંસાર માટે તે અફળ છે ને મોક્ષ માટે સફળ છે.
* અજ્ઞાનીનો શુભરાગ સફળ છે કે અફળ?
તે સંસાર માટે સફળ છે ને મોક્ષ માટે અફળ છે.

PDF/HTML Page 48 of 49
single page version

background image
યુગ યુગ જીવો ધર્મરત્ન








મંગલકારી ‘તેજ’ દુલારી પાવન મંગલ મંગલ હૈ,
મંગલ તવ ચરણોંસે મંડિત અવની આજ સુમંગલ હૈ,
શ્રાવણ દૂજ સુમંગલ ઉત્તમ, વીરપુરી અતિ મંગલ હૈ,
મંગલ જન્મમહોત્સવકા યહ અવસર અનુપમ મંગલ હૈ.
* * *
સાગર સમ ગંભીર મતિ–શ્રુત જ્ઞાન સુનિર્મલ મંગલ હૈ,
સમવસરણમેં કુંદપ્રભુકા દર્શન મનહર મંગલ હૈ,
સીમંધર–ગણધર–જિનધુનિકા સ્મરણ મધુરતમ મંગલ હૈ...મંગલકારી
શશિ–શીતલ મુદ્રા અતિ મંગલ, નિર્મલ નૈન સુમંગલ હૈ,
આસન–ગમનાદિક કુછ ભી હો, શાંત સુધીર સુમંગલ હૈ;
પ્રવચન મંગલ, ભક્તિ સુમંગલ, ધ્યાનદશા અતિ મંગલ હૈ...મંગલકારી
બેનની (ચંપાબેનની) વાત જ કોઈ જૂદી છે;....બેનનો આત્મા મંગલમય
આત્મા છે;....આખા હિંદુસ્તાનમાં એનો નમૂનો જડે એમ નથી;....બેન તો
આખા મંડળનો (મુમુક્ષુસમાજનો) હીરો છે, રતન છે, ધર્મરતન
છે;....બાઈઓનાં ભાગ્ય છે કે બેન જેવાં આ કાળે પાક્યાં છે,....હિંદુસ્તાનમાં
બેન જેવું સ્ત્રીઓમાં કોઈ છે નહિ, અજોડ રત્ન છે.
–પૂ. ગુરુદેવ

PDF/HTML Page 49 of 49
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
ભલે એકલો છું.....પણ પૂરો છું
હે માતા! મેં મારા શુદ્ધચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરી છે, તે સ્વરૂપને વધારે
સાધવા, હું મારા ચૈતન્યધામમાં જઈને ઠરવા માંગું છું, તે માટે હે માતા! હું હવે આ
મોહ છોડીને શુદ્ધોપયોગી ચારિત્રદશા અંગીકાર કરવા જાઉં છું...તું મને આનંદથી
રજા આપ–જ્ઞાની–પુત્ર પોતાની માતા પાસે આ રીતે વૈરાગ્યપૂર્વક રજા માંગતા હોય–
તે પ્રસંગ કેવો હશે!
વૈરાગ્યથી મુનિદશા લઈને વનમાં જવા તૈયાર થયેલા ધર્માત્માપુત્રને માતા કહે
છે–બેટા, આ ઘર–કુટુંબ વૈભવ બધાને છોડીને તું વનમાં એકલો–એકલો કઈ
રીતે રહીશ?
વૈરાગી પુત્ર કહે છે કે હે માતા! ભલે એકલો,–પણ હું પૂરો છું. એક હોવા છતાં
અનંતા નિજગુણથી ભરેલો હું પુરો છું. વનમાં એકલો–એકલો મારા અનંતા
નિજગુણોના પરિવાર સાથે હું કેલિ કરીશ. સર્વથા એકલો નથી, મારા અનંતા
ગુણનો નિજપરિવાર મારી સાથે જ છે...એકલો છતાં જ્ઞાનાનંદે પૂરો છું.
(છું ‘એક’ શુદ્ધ મમત્વહીન...હું જ્ઞાનદર્શન ‘પૂર્ણ’ છું)
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
(નિયમસાર ગા. ૧૦૧–૧૦૨)
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (364250) : શ્રાવણ–ભાદ્ર (૩૭૦)