Atmadharma magazine - Ank 370
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
વ્રતના પ્રભાવથી યમપાલ જેવો ચાંડાલ પણ દેવ અને રાજાથી સન્માનિત થઈને
સ્વર્ગમાં ગયો. શાસ્ત્રકાર કહે છે કે અહિંસાના એક અંશના પાલનથી પણ ચંડાળ જેવો
જીવ આવું ફળ પામ્યો, તો સંપૂર્ણ વીતરાગભાવરૂપ શ્રેષ્ઠ અહિંસાના પાલનથી જે ઉત્તમ
ફળ મળે–તેનો મહિમા કોણ કહી શકે? આમ જાણીને હે ભવ્ય જીવો! તમે અહિંસાવ્રતનું
પાલન કરો. (હિંસાને માટે દૂષ્ટ ધનશ્રીની કથા પ્રસિદ્ધ છે કે જેણે વિષયવાસનાવશ
પોતાના પુત્રની જ હિંસા કરાવી, ને પાપથી દુર્ગતિ પામી.)
સત્પુરૂષોએ સત્યવગેરે વ્રતોનું વર્ણન અહિંસા વ્રતની રક્ષાને માટે કર્યું છે; તેથી
સર્વે જીવોનું હિત કરનાર અને શ્રેષ્ઠ વ્રતની સિદ્ધિનું કારણ એવું ઉત્તમ સત્યવ્રત કહેવામાં
આવે છે. જે ધર્માત્મા–શ્રાવક સ્થૂલ અસત્ય બોલતા નથી, બોલાવતા નથી કે બોલતાને
અનુમોદતા નથી, તેમને સત્ય–અણુવ્રત હોય છે.
સત્ને જાણનારા એવા બુધજન ગૃહસ્થોએ, સર્વેનું હિત કરનાર, મર્યાદિત અને
મધુર વચન કહેવા જોઈએ, કોઈની નિંદા કરવી ન જોઈએ અને સર્વે જીવોને સુખ દેનારી
ભાષા બોલવી જોઈએ.
હે ભવ્ય! સદાય તું એવા જ વચન બોલ કે જેનાથી પોતાના આત્માનું કલ્યાણ
થાય, જે ધર્મનું કારણ હોય, યશ દેનાર હોય અને સર્વથા પાપ વગરનાં હોય.
વળી બુધજનોએ બીજા જીવોનું પણ હિત કરનારાં, રાગ–દ્વેષ વગરનાં, અને ધર્મ
તથા મોક્ષમાર્ગનો ઉત્સાહ વધારનારાં વચનો જ સદા કહેવા જોઈએ.
જ્ઞાનીજનો સદાય જિનાગમ–અનુસાર, અનિંદ્ય–સુંદર પ્રસંશનીય, વિકથાદિકથી
રહિત અને ધર્મોપદેશથી ભરેલાં જ વચન બોલે છે.
શ્રાવક દ્વારા બીજાના હિતને માટે કદાચિત કઠણ વચન પણ કહેવામાં આવે,
અથવા બીજા જીવની રક્ષા માટે કે હિત માટે (પણ કોઈનું અહિત ન થાય એ રીતે)
કથંચિત્ અસત્ય પણ કહેવામાં આવે તો તે પણ (તેમાં અહિંસાનો જ અભિપ્રાય
હોવાથી) સત્ય ગણવામાં આવ્યું છે. અને, જે બીજાને દુઃખ દેનાર હોય, સાંભળતાં ભય
કે દુઃખ

PDF/HTML Page 22 of 49
single page version

background image
: શ્રાવણ–ભદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧પ :
ઉત્પન્ન કરનારાં હોય, જીવોના વધનું કે બંધનનું કારણ હોય, એવા સત્ય વચનને પણ
વિદ્વાનો અસત્ય જ ગણે છે.
સત્ય છે તે અમૃત સમાન છે; તેનાથી જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે. અહા, આ
જગતમાં સર્વે જીવોને સુખ દેનારાં, બધાયનું ભલું કરનારાં અને પ્રસંશનીય એવાં
સત્યવચનરૂપી અમૃત વિદ્યમાન છે–તો પછી ભલા એવો તે કોણ બુદ્ધિમાન હોય કે જે
જૂઠા, કડવા અને નિંદ્યવચન બોલે?
હે મિત્ર! પ્રાણ જવાનો પ્રસંગ આવી પડે તોપણ તું એવા નિંદ્ય, ધર્મવિરૂદ્ધ વચન
બોલીશ નહિ. જે વચન કર્કશ કઠોર ને ખરાબ હોય, જે પાપનાં ઉપદેશથી ભરેલાં હોય,
ને ધર્મથી રહિત હોય, જે ક્રોધ ઉપજાવનારાં હોય કે બીજાની નિંદા કરનારાં હોય, જે
જીવોને ભય ઉપજાવનારાં હોય, જે વિષય–કષાયનાં પોષક હોય, જે દેવ–ગુરુ–ધર્મમાં
દોષ લગાડનારાં હોય, જે શાસ્ત્રવિરૂદ્ધ હોય, ધર્મવિરૂદ્ધ હોય કે દેશવિરૂદ્ધ હોય, જે નીચ
લોકો દ્વારા જ બોલાય તેવાં હોય,–ઈત્યાદિ સર્વ પ્રકારનાં અસત્ય વચનોને હે મિત્ર! તું
સર્વથા છોડજે; મરણ આવે તો પણ એવા નિંદ્ય–અસત્ય વચન ઉચ્ચારીશ નહીં.
મિથ્યામાર્ગનો ઉપદેશ તે અનેક જીવોનું અહિત કરનાર મહાન અસત્ય છે. દુષ્ટ
જીવોએ અસત્ય વચનો વડે કુશાસ્ત્ર રચીને લોકોને હિંસક, અને ધર્મથી વિમુખ કરી દીધાં
છે, કુશાસ્ત્ર રચનારા જીવોએ અસત્યમાર્ગની પુષ્ટિ વડે, સ્વ–પરનું અહિત કર્યું છે. અસત્ય
વચનના પ્રભાવથી જ જિનશાસનમાં તેમજ અન્યમાં અનેક મતાંતર ઉત્પન્ન થયા છે.
જિનશાસનઅનુસાર સત્યમાર્ગનો ઉપદેશ–તેના જેવું મહાન સત્ય બીજું કોઈ નથી; તે સ્વ–
પર સમસ્ત જીવોનું હિત કરનાર છે, અને અહિંસાદિનું પોષક છે. માટે હે ભવ્યજીવ!
આવા સત્ય જિનમાર્ગને જાણીને તું તેને આદર; ને જિનમાર્ગ અનુસાર સત્ય જ બોલ.
નીચ માણસના મોઢારૂપી જે બખોલ, તેમાં સર્પિણી જેવી જીભ રહે છે, તે
અસત્યરૂપી હળાહળ ઝેર વડે અનેક જીવોને ખાઈ જાય છે (–જીવોનું બૂરું કરે છે).
અરેરે! વિષ્ટા ખાઈ લેવી સારી પણ પોતાની જીભથી હિંસા કરનારા, મિથ્યામાર્ગનાં
પોષક કે પાપ અને દુઃખ ઉત્પન્ન કરનારાં અસત્ય વચન કદી પણ બોલવા સારાં નથી.
માટે હે મિત્ર! ઝેર જેવા આ અસત્યને તું શીઘ્ર છોડી દે. અસત્ય વચનરૂપી પાપના
ફળમાં જીવો મૂંગા–બહેરા થાય છે, અને સત્યના સેવનથી જ્ઞાન–વિદ્યા વગેરે વધે છે.
[સત્યવ્રતના પાલનમાં ધનદેવની કથા પ્રસિદ્ધ છે; અને
અસત્યસેવનમાં શ્રીભૂતિ તથા વસુરાજાની કથા પ્રસિદ્ધ છે.]

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
અચૌર્યવ્રતનું વર્ણન: અધ્યાય–૧૪
જેઓ પોતે અનંત ગુણના સાગર છે ને અનંત ગુણના પ્રદાતા છે એવા શ્રી
અનંત–જિનને, અનંતગુણની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરીને, અહિંસાવ્રતની રક્ષાના હેતુરૂપ
અચૌર્યવ્રત કહીએ છીએ.
હે ભવ્ય! દીધા વગર અન્યના ધન–ધાન્ય વગેરેનું ગ્રહણ ન કરવું તે અચોરી છે;
વગર દીધેલા અન્યના ધનને લેવાની વૃત્તિ તું દૂરથી જ છોડ; કેમ કે, સર્પને પકડવો તો
ભલો છે પણ બીજાનું ધન લઈ લેવું તે ઠીક નથી; ભીખ માંગીને પેટ ભરવું સારૂં પણ
અન્યનું દ્રવ્ય ચોરીને ઘી–સાકર ખાવા તે સારૂં નથી. ચોરીનું પાપ કરનારા જીવનું મન
કયાંય સ્વસ્થ રહી શકતું નથી...અરેરે, ચોરને તો શાંતિ ક્્યાંથી હોય? તેનું ચિત્ત સદા
શંકાશીલ રહે છે.
ત્રણલોકની ઉત્તમ લક્ષ્મી પુણ્યવાનના ઘરે નીતિમાર્ગથી જ આવે છે. (ચક્રવર્તી
વગેરે વિભૂતિ કાંઈ ચોરી કરીને કોઈને નથી આવતી, એ તો પુણ્યવંત જીવોને
નીતિમાર્ગથી સહેજે પ્રાપ્ત થાય છે.) ધનના લોભથી સદોષ (અભક્ષ્ય વગેરેનો) વ્યાપાર
કરવો પણ ઉચિત નથી. ધનનો નાશ થતાં સંસારી જીવોને મરણ જેવું દુઃખ થાય છે; ધન
તેમને પ્રાણ જેવું વહાલું છે તેથી જેણે બીજાનું ધન ચોર્યું તેણે તેના પ્રાણ જ ચોર્યા, એટલે
તેને જીવહિંસા જ થઈ. માટે હે બુદ્ધિમાન, હિંસા–પાપથી બચવા તું ચોરી પણ છોડ. અરે,
એવો તે કોણ બુદ્ધિમાન હોય કે જે થોડાક ધનને માટે ચોરીનું મહાપાપ કરીને નરકાદિ
દુર્ગતિમાં ભમે? કુટુંબીજનોના ઉપભોગને માટે પણ જે ચોરીનું પાપ કરે છે તે પણ તે
પાપનું ફળ ભોગવવા નરકમાં જવા ટાણે તો એકલો જ જાય છે, જેને માટે ચોરી કરી તે
કુટુંબ કાંઈ સાથે જતું નથી. આમ સમજીને હે ભવ્ય! તું વિષસમાન અભક્ષ્યસમાન,
પાપ–કલેશ તથા અપયશના કારણરૂપ એવી ચોરીને છોડ...પરધનહરણને છોડ...ને
સંતોષપૂર્વક અચૌર્યવ્રતનું પાલન કર. બીજાએ ચોરેલા ધનને પણ તું તારા ઘરમાં ન
રાખ. અચૌર્યવ્રતના પાલનમાં વારિષેણ–રાજપુત્ર પ્રસિદ્ધ છે. તેઓ સ્થિતિકરણમાં પણ
પ્રસિદ્ધ છે; તેમની કથા ‘સમ્યક્ત્વ કથા’ માંથી જાણી લેવી. (ચોરીના પાપસેવનમાં એક
દંભી–તાપસીની કથા પ્રસિદ્ધ છે.)

PDF/HTML Page 24 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૭ :
[અનુસંધાન પુષ્ઠ ૪ થી]
તથા પૂ. બહેનશ્રીબેનની વિશિષ્ટ ગુરુભક્તિ સૌને અતિ પ્રમુદિત કરતાં હતાં.
ત્યાર બાદ આશ્રમના સ્વાધ્યાયભવનમાં સમસ્ત મુમુક્ષુમંડળ પૂ. બહેનશ્રીનાં
દર્શન કરવા આવ્યું હતું. આ પ્રસંગે મુમુક્ષુ ભાઈઓએ સર્વપ્રથમ પૂજ્ય બહેનશ્રીને
આત્માર્થબોધક કંઈક મંગળ વચનો સંભળાવવા પ્રાર્થના કરી હતી. પૂજ્ય ગુરુદેવની
મંગળ વાણીમાં બધું આવી જાય છે–એમ કહીને પૂ. બહેનશ્રીએ જ્ઞાયકની મહત્તા, તેના
સિવાય અન્ય સર્વની તુચ્છતા તથા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાનો મહિમા
વગેરે અસરકારક સચોટ રીતે વ્યક્ત કરતા થોડા આત્મસ્પર્શી શબ્દો ઉચ્ચાર્યા હતા.
દર્શનનો આ શુભ પ્રસંગ પણ ભક્તિગીતો તથા જયકારના ગગનચુંબી મધુરા નાદોથી
વાતાવરણને ભરી દેતો હતો. પોતાની અનન્ય ધર્મમાતા પ્રત્યે સર્વસ્વાર્પણ–ભાવપ્રેરીત
હાવભાવથી વ્યક્ત થતાં બ્રહ્મચારી બહેનોનાં શ્રદ્ધા–ભક્તિ–ઉલ્લાસ ઉત્સવની
ધર્મપ્રભાવકતામાં વિશેષ અભિવૃદ્ધિ કરતાં હતાં.
આ શુભોત્સવની ખુશાલીમાં શ્રાવણ વદ બીજના રોજ–પૂ. બહેનશ્રીના મંગલ
જન્મદિને–જામનગરનિવાસી શ્રી છબલબેન ફૂલચંદ તંબોળી તરફથી ‘સાધર્મીવાત્સલ્ય’
હતું. આ હીરક જયંતી–મહોત્સવની ખુશાલીમાં આજે શ્રી સવિતાબેન વ્રજલાલ ડેલીવાળા
તરફથી દરેક વર્ષે પૂજ્ય બહેનશ્રીના જન્મદિને ‘સાધર્મીવાત્સલ્ય’ રાખવાનું હર્ષોલ્લાસ
સાથ જાહેર કરવામાં આવ્યું હતું. આ મંગલ મહોત્સવના હર્ષોપલક્ષ્યમાં શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ–સંસ્થા તરફથી આખા ગામમાં ઘર દીઠ પાંચ–પાંચ પેંડાની લહાણી
કરવામાં આવી હતી.
રાત્રે મહિલા–મુમુક્ષુસમાજમાં પૂજ્ય બહેનશ્રીનું અધ્યાત્મરસઝરતું આત્મસ્પર્શી
વાંચન થયું હતું. ત્યાર બાદ પૂજ્ય બહેન શાન્તાબેનના વાંચન પછી બ્રહ્મચારી બહેનો
વગેરે દ્વારા પ્રસ્તુત પ્રસંગદ્યોતક માંગલિક ભક્તિગીતો ઈત્યાદિપૂર્વક આજનો આ
આનંદકારી હીરક જન્મજયંતી–મહોત્સવ સાનંદ પૂર્ણતાને પામ્યો હતો.
આ રીતે આત્માર્થી ભક્તજનોને આહ્લાદકારી એવો આ મંગલમય હીરક
જયંતી–ઉત્સવ સુવર્ણપુરીમાં જયજયકારપૂર્વક ઉજવાઈ ગયો.

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
અનદમય ઝરઝર ઝરત
શ્રાવણમાસના અધુરા સરવણાં

જેમ શ્રાવણ માસમાં આકાશમાંથી ઝરઝર ઝરતા મધુર
સરવણાં લીલાછમ પાકને એકદમ પુષ્ટ કરે છે...તેમ શ્રાવણમાસમાં
જિનવાણીમાંથી ઝરેલા શ્રુતજ્ઞાનના મધુરા આનંદમય ઝરણાં
ભવ્યજીવોના અંતરમાં આનંદના પાક પકાવવા માટે પુષ્ટિકારક છે.
ચૈતન્યના શ્રુતજ્ઞાનના ઘોલન જેવી મીઠાસ રાગની કોઈ પણ
ક્રિયામાં કદી હોતી નથી. જ્ઞાનરસનું ઘોલન તે જ ચૈતન્યની
અનુભૂતિનું કારણ છે...રાગ નહીં. તેથી ગુરુદેવ ખાસ કહે છે કે–હે
ભાઈ! ચૈતન્યનું શ્રવણ–મનન કરતાં તેમાં જ્ઞાનરસનું જે ઘોલન
થાય છે તેને મુખ્ય કરજે, તે વખતના રાગને મુખ્ય ન કરીશ. એક
સાથે રહેલા હોવા છતાં રાગ અને જ્ઞાન–એ બંનેનું કામ તદ્ન જુદું
જુદું છે. આવો, શ્રાવણના શ્રુત–સરવણામાં ચૈતન્યના અસંખ્ય
પ્રદેશોને ભીંજવીને આનંદિત થાઓ. –સં.
* આનંદસ્વરૂપ આત્મા છે તે તો અંતર્મુખ, ઈંદ્રિયાતીત એવી અતીન્દ્રિય
જ્ઞાનપર્યાયનો વિષય છે; અને જેણે આ રીતે આત્માને સ્વવિષય બનાવ્યો તેને
બહારના સમસ્ત ઈંદ્રિયવિષયો નીરસ લાગે છે.
* ચૈતન્યના અમૃતરસ પાસે વિષયો તો વિષ જેવા લાગે છે. સર્પાદિકના ઝેર
કરતાંય વિષયોનું વિષ વધારે આકરું દુઃખદાયક છે...અરે, ચૈતન્યરસનું અમૃત
જેણે ચાખ્યું એને જગતના કોઈ વિષયો લલચાવી શકતા નથી, એમાં ક્્યાંય તેને
સુખ ભાસતું નથી.
* આત્મરસનો સ્વાદ જ્યાંસુધી નથી ચાખ્યો ત્યાંસુધી જ શુભ–અશુભ વિષયો

PDF/HTML Page 26 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૧૯ :
અજ્ઞાનથી ઈષ્ટ લાગે છે. જ્ઞાનીને પોતાનો આત્મરસ જ પરમ ઈષ્ટ લાગ્યો છે,
એના સિવાય બીજું કાંઈ તેને ઈષ્ટ નથી.
* હે ભાઈ, આત્માના અનુભવ પહેલાંં પણ અંતરમાં ‘જ્ઞાનના વિચાર વડે’ તેને
શોધ. જ્ઞાન વડે તેને શોધવાના પ્રયત્ન વડે પણ આત્માનો રસ વધતો જશે ને
રાગનો રસ છૂટતો જશે–એ રીતે અંતરમાં શોધતાં તને જરૂર રાગથી ભિન્ન
આત્માનો અનુભવ થશે.
* જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ આત્મા, કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ એવો વિશ્વનાથ
છે, હે જીવ! તેનો તું વિશ્વાસ કર. પોતાના વિશ્વનાથનો વિશ્વાસ કરતાં એની
અંદરથી કોઈ અપૂર્વ આનંદની અનુભૂતિ સહિત જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટે છે તે
જ્ઞાન જ મોક્ષનું સાધક છે. વિશ્વનાથના વિશ્વાસ વગરનું બીજું બહારનું ગમે
તેટલું જાણપણું હોય તે મોક્ષને સાધવામાં કામ નથી આવતું, એટલે તે તો બધુંય
અજ્ઞાન છે.
* આત્મઅનુભવી સંતો જગતને જગાડે છે કે હે જીવો! સંસાર તો તમે જોયો–એ
તો જોઈ લીધો,–એમાં કાંઈ જોવા જેવું નથી, પણ અંતરમાં આનંદમય
ચૈતન્યતત્ત્વ છે તે જોવા જેવું છે. એકત્વ–વિભક્ત આત્મા, જગતમાં મહા સુંદર
છે, તે જોવા જેવો છે.–જેને જોતાં મહાન આનંદ થાય છે, એવા આત્મપ્રભુ તારા
અંતરમાં બિરાજે છે. ખરેખરી જોવા જેવી વસ્તુ તો તારો આત્મા છે. તેની સમીપ
જઈને–તેમાં તન્મય થઈને જ્યાં સુધી તેને તું જોતો નથી, ને બહારના પદાર્થોને
જ જુએ છે ત્યાંસુધી તને સમ્યક્ત્વાદિ સુખ કે મોક્ષનો માર્ગ હાથમાં નહીં આવે.
અહા, અંતરમાં બિરાજમાન ચૈતન્યપ્રભુ, તેમાં તન્મય થઈને તેને જોતાં અપૂર્વ
આનંદમય મોક્ષમાર્ગ હાથમાં આવે છે, ને જગતના પદાર્થોનું આશ્ચર્ય રહેતું નથી.
* રાગથી ભિન્ન જ્ઞાનનો સ્વાદ જેને અનુભવમાં નથી આવતો, તેને મોક્ષના હેતુરૂપ
ધર્મની ખબર નથી; રાગનું વેદન તો દુઃખરૂપ છે, ને તેનું ફળ તો બાહ્યસામગ્રી
છે, તેથી શુભરાગને જે ઈચ્છે છે,–તેને સારો માને છે, તે જીવ સંસાર–ભોગને જ
ઈચ્છે છે. મોક્ષ તો જ્ઞાનમય છે, તેની આરાધના જ્ઞાનવડે થાય છે. આવા જ્ઞાનનું
વેદન કરવું તેનું નામ ઉત્તમ શીલ છે; ને તે શીલ મોક્ષનું કારણ છે. આવું શીલ
આત્માને મહાન આનંદદાયક છે; તેમાં પરસંગ નથી, આત્મા પોતાના એકત્વમાં
શોભે છે.
* રાગનું વેદન તે કુશીલ છે; તેમાં પરસંગ છે, ને તેનું ફળ દુઃખ છે. અહો, ચૈતન્ય–

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ર૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
સ્વભાવના આશ્રયે રાગવગરનો મોક્ષમાર્ગ શોભે છે. આવા મોક્ષમાર્ગમાં
આવેલો જીવ ચૈતન્યસન્મુખ થઈને આનંદનું વેદન કરતો કરતો મોક્ષને સાધે છે.
અહો, વીરનો માર્ગ તો નિર્વાણસુખ આપનારો છે.
* હે જીવ! અંતર્મુખ થઈને ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરતાં તારા આત્મામાં
સમ્યકત્વ, અતીન્દ્રિય આનંદ વગેરે અનંતગુણની શાંતિના ઝરણાં ઝરશે.
અનાદિકાળનો તારો દુષ્કાળ મટી જશે, ને રત્નત્રયના લીલાછમ અંકુરથી તારા
આત્માનો બગીચો ખીલી ઊઠશે.
* અહા, આવું સરસ ચૈતન્યતત્ત્વ, પોતાના જ અંતરમાં બિરાજમાન હોવા છતાં
તેને જે નથી દેખતો, તે બહારમાં બીજું ભલે દેખતો હોય તોપણ અંધ છે. ભાઈ,
જગતના અસાર બાહ્ય પદાર્થોને તેં જોયા પણ સારભૂત તારા આત્મતત્ત્વને તેં
અંતરમાં ન દેખ્યું તો, જ્ઞાની કહે છે કે તું અંધ છો. અરે, આંખવાળા માણસને
કોઈ આંધળો કહે તો તે શરમની વાત છે...તેમ તું જ્ઞાનચક્ષુવાળો આત્મા, પોતે
પોતાને દેખવામાં આંધળો રહે–એ તો શરમની વાત છે. અરે જીવ! જ્ઞાનને
પામીને તું તારા આત્માને જરૂર જાણ.
* અરેરે જીવો! રાગના માર્ગમાં તમને શું મજા આવે છે! રાગના માર્ગમાં ન
છે...આ ચૈતન્યતત્ત્વ તરફ આવો...ચૈતન્યભાવમાં જે મજા છે તેવી મજા જગતમાં
બીજે ક્્યાંય નથી.
* ધર્માત્મા જીવની જેટલી પરિણતિ રાગથી વિરક્ત છે તેટલું શીલ છે, ને તે મોક્ષનું
કારણ છે. નરકના સંયોગની વચ્ચે રહેલા જીવને પણ જે સમ્યગ્દર્શનાદિ ભાવો છે
તે તો વીતરાગી છે, તે વીતરાગી ભાવની શાંતિનાં વેદન પાસે નરકનું દુઃખ પણ
ઓછું થઈ જાય છે.
* સમ્યગ્દર્શન પોતે અતીન્દ્રિયભાવ છે; તેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિયજ્ઞાન ને
સુખરૂપ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અતીન્દ્રિયભાવની શરૂઆત ચોથા
ગુણસ્થાનથી થઈ જાય છે.
* ધર્મી જાણે છે કે–
મારા ચૈતન્યસ્વરૂપ આત્માના શુદ્ધ દ્રવ્્ય, શુદ્ધ ગુણ ને શુદ્ધપર્યાય–તે મારું
સ્વ છે. મારા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં હું વસનારો છું, તેનો જ હું સ્વામી છું ને
તે મારું સ્વ છે. રાગાદિ અશુદ્ધતામાં હું તન્મય નથી, તેનો હું સ્વામી નથી, તે મારું

PDF/HTML Page 28 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૧ :
સ્વ નથી.–આમ ધર્મી શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં તન્મય પોતાને અનુભવે છે. તેની
અનુભૂતિમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદ પણ નથી. આવી આત્મઅનુભૂતિ તે
મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી અનુભૂતિમાં સમાય છે.
* હે જીવ, અનંતકાળથી સંસારની ચારગતિમાં ભમતાં જેવું સુખ તું ક્યાંય નથી
પામ્યો, તેવું અદ્ભુત સુખ ચૈતન્યની અનુભૂતિમાં તને પ્રત્યક્ષ વેદનમાં આવશે,
કેમકે આત્મા અદ્ભુત સુખનો નિધાન છે.
* ભાઈ, તું ચૈતન્યસત્તા છો; જેટલા ચૈતન્યપર્યાયો છે તેનાથી ભિન્ન આત્મસત્તા
નથી, એક જ સત્ત્વ છે. પર્યાયના ભેદનો વિકલ્પ છૂટી જતાં, પર્યાયો કાંઈ
આત્માથી જુદી નથી પડી જતી; અનુભૂતિસ્વરૂપ આત્મામાં દ્રવ્ય–ગુણ–પર્યાયના
ભેદ મટીને ત્રણેથી અભેદ એવું જ્ઞાયકસ્વરૂપ પ્રસિદ્ધ થાય છે. ભેદો જેમાં
સમાયેલા હોવા છતાં જે અભેદપણે અનુભવાય છે એવું અદ્ભુત અનેકાંતસ્વરૂપ
મારું તત્ત્વ છે,–એમ ધર્મીજીવ સ્વતત્ત્વને શુદ્ધદ્રષ્ટિમાં લ્યે છે.
* ઉપસર્ગ પ્રતિકૂળ અને અનુકૂળ બંને પ્રકારનાં હોય છે; જેમ પ્રતિકૂળતા વચ્ચે
જ્ઞાનીનું જ્ઞાન ઘેરાતું નથી, તેમ અનુકૂળતા વચ્ચે જ્ઞાનીનું જ્ઞાન લલચાતું નથી.
આ રીતે અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં જ્ઞાનીનું જ્ઞાન પોતાના સ્વધ્યેયને વળગી
રહે છે ને તેમાં જ બુદ્ધિને પ્રેરે છે, તે જ પરમ ધીરતા છે...સ્વ–ધ્યેય પ્રત્યે બુદ્ધિને
જોડવી તે જ સાચું ધૈર્ય છે. કોઈ પ્રસંગે જ્ઞાનીની બુદ્ધિ સ્વધ્યેયથી ડગતી નથી;
એવા ધીર જ્ઞાની મોક્ષને સાધે છે.
* અહો, જિનમાર્ગી સંતો રત્નત્રયના ખીલેલાં આનંદમય પુષ્પોથી શોભે છે, ને
જગતને ઉપકાર કરે છે, જેમ ઉત્તમ વૃક્ષ સ્વયં પત્ર–પુષ્પથી પલ્લવિત શોભે છે ને
તેની શીતળછાયામાં આવેલા જીવોને પણ છાયો આપીને તે પરોપકાર કરે છે; તેમ
ચૈતન્યસાધક મુનિ તે ધર્મનું મધુરું વૃક્ષ છે, તે પોતે તો આનંદમય રત્નત્રયપુષ્પો
વડે પલ્લવિત થઈને શોભે છે, તેમજ તેમની વીતરાગી છાયા લેનારા ભવ્યજીવોને
પણ શાંતિનો માર્ગ બતાવીને પરોપકાર કરે છે. ધન્ય તે મુનિવરા!
જેમ ઝાડ કોઈ જાતના ભેદભાવ વગર બધાને છાયો જ આપે છે, પાપી
હો કે ધર્મી હો, બધાયને રાગ–દ્વેષ વગર તે છાયો જ આપે છે, તેમ જ્ઞાની–સંતો
નિસ્પૃહપણે સર્વે જીવોને વીતરાગી શાંતિનું જ નિમિત્ત થાય છે, બધાયને
ચૈતન્યના હિતનો માર્ગ દેખાડે છે.

PDF/HTML Page 29 of 49
single page version

background image
: રર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
* આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તેમાં રાગને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી,
જ્ઞાનપર્યાયોને ઉત્પન્ન કરે એવું તેના સ્વભાવનું બળ છે. જ્ઞાનપર્યાયોથી
અભિન્નપણે આત્મા પરિણમે છે. સ્વપર્યાયોથી જુદી ચૈતન્યસત્તા નથી, પણ
એકરસ છે. જ્ઞાનપર્યાય થવાનો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ ઉપાધિ નથી,
પણ તે તો પોતાનું સ્વાભાવિક સામર્થ્ય છે.
* ચેતનપણે વિદ્યમાન વસ્તુરૂપ જે જ્ઞાયકભાવ છે, તેનો જ્ઞાનરૂપે પરિણમવાનો
સ્વભાવ છે; તે જેટલા જ્ઞાનપર્યાયોરૂપે પરિણમે છે તે બધા પર્યાયો અભેદમાં
તન્મય થઈને એક અભેદને અભિનંદે છે; એવા નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપે ધર્મી
પોતાને અનુભવે છે. જ્ઞાનપર્યાયો અસત્ નથી પણ તેના ભેદના વિકલ્પો કરવા
તે વસ્તુસ્વરૂપમાં અસત્ છે, રાગ–વિકલ્પો તે વસ્તુનું સ્વરૂપ નથી.
* શુદ્ધ જ્ઞાનના અનુભવનશીલ આત્મા, અનાકુળતારૂપ પરમ સુખને આસ્વાદે છે,
તે વિકલ્પના સ્વાદને પોતામાં ભેળવતો નથી. શાંતરસનો સ્વાદ લેનારું જ્ઞાન
વિકલ્પનો સ્વાદ લેવાને અસમર્થ છે; વિકલ્પનો બોજો જ્ઞાનને અસહ્ય છે.
ચૈતન્યનો સુખરસ જેણે ચાખ્યો છે ને તેમાં જ જે તન્મય થયેલું છે તે જ્ઞાનમાં
દુઃખરૂપ વિકલ્પોનો સ્વાદ કેમ સમાય? ઈંદ્રિયવિષયોના દુઃખને તે જ્ઞાન કેમ
વેદે? અજ્ઞાનીજનોને જે રાગ અને વિષયોમાં સુખ લાગે છે, જ્ઞાનીને તે બધા
દુઃખરૂપ લાગે છે, ને જ્ઞાનમય શુદ્ધસ્વરૂપમાં તદ્રૂપ પરિણમતો થકો તેના
સુખસ્વાદને જ તે વેદે છે. અહો, એ સુખનો મહિમા જ્ઞાનીને જ ગોચર છે.
* જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, પોતાના જ્ઞાનકલ્લોલોરૂપે સ્વબળથી જ પરિણમી રહ્યો
છે, એટલે તે તો સ્વભાવ જ છે, તે કાંઈ રાગ–દ્વેષની જેમ ઉપાધિ નથી. જેટલા
જ્ઞાનપર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. સત્તાસ્વરૂપે
જ્ઞાયકભાવ એક છે, તથાપિ અંશભેદ કરતાં અનેક છે. આવા આત્માના
અનુભવનું જે મહાન સુખ છે તે સુખ બીજે ક્્યાંય નથી. જીવ અનંતકાળથી ચારે
ગતિઓમાં ભમતાં જેવું સુખ ક્્યાંય પામ્યો નહિ એવા અદ્ભુત સુખનો નિધાન
આત્મા છે, ને તે સુખ ધર્મીને આસ્વાદમાં આવ્યું છે.
* કોઈ કહે કે એક જ્ઞાનના પાંચ પ્રકાર કેમ છે? તો કહે છે કે જ્ઞાનપર્યાય તે વસ્તુનું
સહજ સ્વરૂપ છે, તે જ્ઞાનના પર્યાયો કાંઈ વસ્તુથી વિરુદ્ધ તો નથી. વિકલ્પો જુઠા
છે ને જ્ઞાનથી વિરુદ્ધ છે પણ જ્ઞાનપર્યાયો કાંઈ વિરુદ્ધ કે જુઠા નથી; આત્મા
જ્ઞાનમાત્ર છે; તેની સંવેદન વ્યક્તિઓ અત્યંત નિર્મલ છે.

PDF/HTML Page 30 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૩ :
* કોઈ એમ માને કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધ છે,–પરંતુ એમ તો
નથી, કારણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી
શુદ્ધસ્વરૂપ છે.
* વિશેષ એટલું સમજવું કે, માત્ર પર્યાયભેદને પકડતાં વિકલ્પ ઊપજે છે, જ્ઞાનનો
અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ
જ્ઞાનમાત્ર છે.–આવો જ્ઞાનમાત્ર આત્મા અનુભવયોગ્ય છે. તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન,
તેનું આચરણ તે મોક્ષમાર્ગ છે. આવી આત્મઅનુભૂતિ તે આનંદ દેનારી દિવ્ય
ઔષધિ છે, તેના સેવનથી આત્માના સર્વપ્રદેશે આનંદનો ઝણઝણાટ થાય છે.
ધર્માત્માનું પ્રમાણજ્ઞાન દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણે છે
જેનાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે શુદ્ધ ચેતનમય છે એવા આત્માનું સ્વરૂપ જાણતાં
પ્રમાણજ્ઞાન થયું, એટલે ભેદજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન થયું. સમ્યગ્જ્ઞાને આત્માનું
જેવું સ્વરૂપ જાણ્યું તેવા જ આત્માની નિઃશંક શ્રદ્ધા કરી તે સમ્યગ્દર્શન થયું.
સમ્યગ્જ્ઞાન (–પ્રમાણજ્ઞાન) ની સાથે જ સમ્યગ્દર્શન નિયમથી હોય છે; આ રીતે
સમ્યગ્જ્ઞાને જાણેલા આત્મતત્ત્વનું શ્રદ્ધાન તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્જ્ઞાને જે
વસ્તુસ્વરૂપ જાણ્યું તેનાથી વિરુદ્ધ શ્રદ્ધા હોતી નથી. એટલે જાણેલાનું શ્રદ્ધાન તે જ
સમ્યગ્દર્શન છે; જાણ્યા વગર શ્રદ્ધા કોની? જ્ઞાન વગરની શ્રદ્ધાને તો ‘સસલાના
શીંગડા’ ની જેમ અસત્ની શ્રદ્ધા કહી છે, એટલે કે એવી શ્રદ્ધા મિથ્યા છે. માટે
યર્થાથ જ્ઞાનથી વસ્તુસ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરવી જોઈએ.
* ચેતનમય શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ જેવું આત્મસ્વરૂપ છે તેવા આત્માનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે, ને તેમાં એકાગ્રતારૂપ વીતરાગ
પરિણતિ તે સમ્યક્ચારિત્ર છે.–આ રીતે આત્માના જ આશ્રયે મોક્ષમાર્ગ છે.
ખાસ સૂચના:– માનનીય પ્રમુખશ્રી તરફથી ખાસ જણાવવામાં આવે છે કે
પ્રતિષ્ઠામહોત્સવનો હિસાબ બંધ કરવાનો હોવાથી, જેમની ઊછામણી વગેરેની રકમો
બાકી છે તેમને “શ્રી પરમાગમ મંદિર પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ” ના
નામથી બેન્ક ઓફ ઈન્ડિયા (સોનગઢ) ઉપરનો, અથવા તો ભાવનગરની ગમે તે બેન્ક
ઉપરનો, ડ્રાફટ જેમ બને તેમ તુરત મોકલી આપવા વિનંતી છે.
શ્રી પરમાગમ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ, સોનગઢ (૩૬૪રપ૦)

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ર૪ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ
[મિટિંગ સંબંધી સૂચના] તા. ૮–૮–૭૪
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ/સંઘ/સમાજ મુ
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે આ વર્ષે શ્રી જૈન અતિથિ સેવા સમિતિ તથા
આપણા મહામંડળની શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ તથા શ્રી સામાન્ય સભા અત્રે સોનગઢ
મુકામે નીચે મુજબ રાખવામાં આવી છે, તો આપના ગામના પ્રતિનિધિઓને હાજર રહેવા
સૂચના આપશોજી.
એજન્ડા
(૧) સને ૧૯૭૩–૭૪ વર્ષના વાર્ષિક હિસાબી સરવૈયા, કમિટિઓના હિસાબો અને
અહેવાલો મંજૂર કરવા.
(ર) સને ૧૯૭૪–૭પ ના વર્ષ માટેના નવાં બજેટો મંજૂર કરવા.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
તારીખ
વાર સમય
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ ૧૬–૯–૭૪ સોમવાર સવારે ૯–૧પથી૯–૪પ
શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ ૧૬–૯–૭૪ સોમવાર સવારે ૯–૪પ
શ્રી સામાન્ય સભા ૧૭–૯–૭૪ મંગળવાર સવારે ૯–૧પ
શ્રી ટ્રસ્ટીઓની મીટિંગ ૧૭–૯–૭૪ મંગળવાર બપોરે ૪–૧પ
આ ઉપરાંત શ્રી જૈન વિદ્યાર્થી–ગૃહ સોનગઢની વાર્ષિક મીટિંગો નીચે મુજબ રાખવામાં
આવી છે. તો તે પ્રમાણે હાજર રહેવા સૂચના છે.
(૧) પ્રથમ ભાદરવા વદ ૦)) સોમવાર તા. ૧૬–૯–૭૪ સાંજે ૪–૧પ વાગે
ટ્રસ્ટીઓની તથા વ્યવસ્થાપક કમિટિની મીટિંગ.
(ર) બીજા ભાદરવા સુદ મંગળવાર તા. ૧૭–૯–૭૪ સવારે ૯–૪પ શ્રી સામાન્ય સભા.
નોંધ :– બધી મીટિંગોનું સ્થળ : – પ્રવચનમંડપ
લિ. લિ.
નેમીદાસ ખુશાલ શેઠ નવનીતલાલ ચુનીલાલ જવેરી
ટ્રસ્ટી પ્રમુખ
શ્રી જૈન વિદ્યાર્થી–ગૃહ, સોનગઢ શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ

PDF/HTML Page 32 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : રપ :
પંચપરમેષ્ઠી ભગવંતોને આત્મામાં
બોલાવીને શુદ્ધોપયોગની ઝણઝણાટી
બોલાવતું અપૂર્વ મંગલાચરણ
(વીર સં. રપ૦૦ શ્રાવણ સુદ ૧૦)
પ્રવચનસારની મંગળગાથાઓ આજે શરૂ થાય છે. તેના ઉપોદ્ઘાતમાં
અમૃતચંદ્રાચાર્યદેવ શ્રી કુંદકુંદાચાર્યદેવની ઓળખાણ આપે છે–
અહો, આ સૂત્રકર્તા આચાર્ય પરમદેવને સંસારસમુદ્રનો કિનારો નજીક આવી
ગયો છે...મોક્ષદશા એકદમ નજીક આવી ગઈ છે એટલે તેઓ આસન્નભવ્ય છે. હજાર
વર્ષ પહેલાંં થયેલા આચાર્યદેવની અંતરંગ અનુભવદશાને પોતાની સ્વાનુભૂતિ સહિત
ઓળખીને કહે છે કે અહો, આવા અલૌકિક આત્મવૈભવવાળા વીતરાગી સંતનું આ
કથન છે.
તે કુંદકુંદાચાર્યદેવ સાતિશય–ભેદજ્ઞાન જ્યોતિવાળા છે. જેમ સાતિશય સાતમા
ગુણસ્થાનવાળા ઉપર શ્રેણી ચડે છે, તેમ આચાર્યદેવની ભેદજ્ઞાનજ્યોતિ એવી અતિશયવાળી
છે કે કેવળજ્ઞાન લેશે,–અપ્રતિહતરૂપે આગળ વધીને કેવળજ્ઞાનને પ્રગટ કરશે.
ભેદજ્ઞાનની અનેકાન્તવિદ્યાવડે, મિથ્યારૂપ એકાંતવિદ્યાનો જેમને અસ્ત થઈ ગયો
છે. અહો, અનેકાંતનો અમોઘ–મંત્ર સર્વ અવિદ્યાનો નાશ કરી નાંખે છે. આચાર્યદેવને
અનેકાંતરૂપ મહાન વીતરાગીવિદ્યા ખીલી ગઈ છે, તે તો જિનેશ્વરી–વિદ્યા છે. આવી
પારમેશ્વરીવિદ્યા ઉપરાંત શુદ્ધોપયોગના બળે રાગ–દ્વેષનો અભાવ કરીને એવા મધ્યસ્થ
થયા છે કે ક્્યાંય પક્ષપાત નથી. કોઈને રાજી કરવા માટે કે કોઈની નિંદા કરવા માટે
તેમની પ્રવૃત્તિ નથી, વીતરાગભાવથી મોક્ષને સાધવા માટે શુદ્ધોપયોગી ચારિત્રમાં
જેમની પ્રવૃત્તિ છે, વચ્ચે જરાક રાગ આવે તેને ઓળંગી જવા માંગે છે.
મોક્ષલક્ષ્મીને જ આચાર્યદેવે ઉપાદેયપણે નક્કી કરી છે. સર્વ પુરુષાર્થમાં સારભૂત

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ર૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
એવી મોક્ષદશા જ આત્માને સર્વથા હિતરૂપ છે; ને પંચપરમેષ્ઠીના પ્રસાદથી તે ઉત્પન્ન
થાય છે; તે જ અવિનાશી છે ને ઉપાદેય છે.
અહો, પંચપરમેષ્ઠી ભગવંતો! તમારા માર્ગને અનુસરતાં મોક્ષલક્ષ્મી પ્રગટે છે.
શ્રીગુરુઓએ પ્રસન્ન થઈને અનુગ્રહપૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ અમને પ્રસાદીરૂપે
આપ્યો, તેનાથી અમને નિજવૈભવ પ્રગટ્યો છે,–એમ સમયસારની પાંચમી ગાથામાં કહ્યું
છે; અહીં પંચપરમેષ્ઠીના પ્રસાદથી મોક્ષ થવાની વાત કરી; એટલે તેમણે જેવો કહ્યો તેવો
ભાવ લક્ષમાં લેતાં આત્માનો અનુભવ થઈને પરમ આનંદ સહિત મોક્ષના દરવાજા
ખુલી જાય છે.–આવી દશારૂપે થયેલા પ્રભુ કુંદકુંદસ્વામી અનુગ્રહપૂર્વક આ પ્રવચનસાર
સંભળાવે છે...મોક્ષના મંગલ માંડવા રોપે છે ને તેમાં પંચપરમેષ્ઠીને બોલાવે છે.
અહો, આવા સમર્થ આચાર્યભગવાન જિનપ્રવચનના સારભૂત આ પરમાગમ
સંભળાવે છે, તો હે ભવ્યજીવો! તમે પરમ આનંદના પિપાસુ થઈને, પ્રશમભાવના લક્ષે
અત્યંત બહુમાનથી તેનું શ્રવણ કરજો. તેના ફળમાં મોહનો નાશ થઈને તમને પરમ
અતીન્દ્રિય આનંદની અનુભૂતિ થશે.
પાંચમી ગાથામાં કહ્યું કે–મારા આત્મવૈભવથી હું જે શુદ્ધ એકત્વ–વિભક્ત આત્મા
દેખાડું છું તેને હે ભવ્યજીવો! તમે તમારા સ્વાનુભવથી કબુલ કરજો. અમારી
નિજવૈભવની વાત સાંભળીને તેના ભાવને સમજતાં જરૂર શુદ્ધઆત્મા અનુભવમાં
આવશે. જેણે આવો અનુભવ કર્યો તે કહે છે કે અહો પ્રભો! આપના પ્રસાદથી મને
શુદ્ધાત્મપ્રાપ્તિ થઈ...મારા ઉપર આપની કૃપા થઈ...આપ મારા ઉપર પ્રસન્ન થયા.
આપના પ્રસાદથી શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક અમે પરમહિતરૂપ મોક્ષલક્ષ્મીને ઉપાદેય
કરી છે.
જુઓ, આવી શુદ્ધદશારૂપે પરિણમેલા આચાર્યદેવ મોક્ષને સાધવાના મહાન
આનંદપ્રસંગે, શ્રી વર્દ્ધમાનદેવ સહિત પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કારપૂર્વક સંભાવે છે,
તેમનો આદર કરે છે, અને સર્વ ઉદ્યમપૂર્વક પોતે પણ મોક્ષમાર્ગરૂપે પરિણમે છે...
મોક્ષમાર્ગરૂપે પરિણમીને મોક્ષને સાધતાં–સાધતાં આચાર્યદેવે આ રચના કરી છે. ગાથા
૧૯૯ માં કહે છે કે અમે મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે ને કૃત્ય કરાય છે. મોક્ષને
સાધવાનું કામ ચાલી જ રહ્યું છે. અમારા આત્માએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે...ને
તેમાં પણ શુદ્ધોપયોગને અંગીકાર કરીએ છીએ.
એ વાત પાંચ રત્નો જેવી પાંચ મંગલ ગાથા દ્વારા કહે છે–

PDF/HTML Page 34 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૭ :
સૂત્ર ૧ – ર – ૩ – ૪ – પ
આ પાંચ મંગળ ગાથા દ્વારા, પંચ પરમેષ્ઠીભગવંતોને આત્મામાં બોલાવીને,
આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું અપૂર્વ મંગલાચરણ કર્યું છે.
અહા, કુંદકુંદાચાર્ય જેવા મહા સંત જેમને નમસ્કાર કરે છે એ સાધુ કેવા? એ
પરમેષ્ઠીભગવંતો કેવા? એમના મહિમાની શી વાત! પાંચ ગાથામાં પાંચ પરમેષ્ઠી
ભગવંતોને જ્ઞાનમાં હાજર કરીને ચૈતન્યરત્નો વરસાવ્યા છે...આત્મામાં શુદ્ધોપયોગની
ધારા ઉલ્લસાવી છે.
નમસ્કાર કરતાં, હું નમસ્કાર કરનાર કેવો છું?–કે હું જ્ઞાનદર્શનસ્વરૂપ
સ્વસંવેદનપ્રત્યક્ષ છું. મારા આત્માના સ્વસંવેદનપ્રત્યક્ષપૂર્વક હું પંચપરમેષ્ઠી ભગવંતોના
શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. તેમના આશ્રમમાં પ્રથમ તો વિશુદ્ધ સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ચારિત્ર દશા પણ પ્રગટી છે, ને હવે ચારિત્રદશામાં હું
શુદ્ધોપયોગરૂપ સામ્યદશાને પ્રાપ્ત કરું છું.–જુઓ તો ખરા, આચાર્યદેવની વીતરાગી
ભાવના! શુદ્ધોપયોગપૂર્વક ચારિત્રદશા પ્રગટી તો છે, ને શુદ્ધોપયોગમાં એકદમ ઠરવા
માંગે છે...કે જેનાથી સાક્ષાત્ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
પોતાના જ્ઞાનદર્શનસ્વરૂપ આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કરીને જ પંચપરમેષ્ઠી
ભગવંતોને સાચા નમસ્કાર થાય છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા જેણે સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કર્યો તેને રાગાદિભાવોને
ચૈતન્યથી ભિન્ન જાણ્યા. સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય એવો આત્મસ્વભાવ છે. રાગમાં કે
ઈંદ્રિયજ્ઞાનમાં આવે એવો તે સ્વભાવ નથી. આ રીતે અતીન્દ્રિય સ્વભાવરૂપ થઈને,
તેના અનુભવપૂર્વક ભગવંત પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે, તેમાં ઘણી ગંભીરતા છે.
પંચપરમેષ્ઠીને નમસ્કાર કરતાં પોતાના સ્વસંવેદનની વાત તેમાં ભેગી લીધી છે.
પહેલા જ સૂત્રમાં एस શબ્દથી શરૂઆત કરી છે, ऐष એટલે ‘स्वसंवेदनप्रत्यक्ष
दर्शनज्ञानसामान्यात्माहं’–એમ કહીને આત્માના સ્વસંવેદનપ્રત્યક્ષપૂર્વક
આચાર્યભગવંતોએ આ પરમાગમનો પ્રારંભ કર્યો છે. નમસ્કાર કરનારે પોતે પોતાને
ઓળખીને પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કર્યા છે, એટલે પોતે તેમની પંક્તિમાં
ભળીને તેમને નમસ્કાર કરે છે.
પંચપરમેષ્ઠીમાં સૌથી પહેલાંં વર્તમાન તીર્થના નાયક એવા ભગવાન
વર્દ્ધમાનદેવને નમસ્કાર કર્યા છે. અહો ભગવાન! આપનું શાસન એવું છે કે જેનાથી ધર્મની

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ર૮ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
વૃદ્ધિ જ થાય છે. આપનું મંગલ શાસન આજે પણ વર્તી રહ્યું છે. ધર્મની વૃદ્ધિ કરનાર
એવા આપ ‘વર્દ્ધમાન’ છો.
જુઓ તો ખરા, ‘वर्द्धमान ’ નામ પણ કેવું સુંદર છે! અહો, વર્દ્ધમાન દેવ!
અત્યારે અહીં આપનું ધર્મશાસન પ્રવર્તી રહ્યું છે; એટલે આપે ઉપદેશેલા શુદ્ધ જ્ઞાન–
દર્શનના ભાવો અત્યારે અમારા આત્મામાં વર્તી રહ્યા છે, તે જ આપનું શાસન છે.
જે અતીત તીર્થંકરો થયા તેઓ અત્યારે સિદ્ધપણે બિરાજે છે. અનંત
સિદ્ધભગવંતો છે તેઓ બધાય, શરીરાદિથી રહિત હોવા છતાં, ચૈતન્યની વિશુદ્ધ સત્તાપણે
સદ્ભાવવાળા છે. દ્રવ્યથી–ગુણથી–પર્યાયથી સર્વપ્રકારે વિશુદ્ધ જેમનો સદ્ભાવ છે,
ચૈતન્યની અત્યંત શુદ્ધ સત્તારૂપે જેમનું જીવન છે, એવા સિદ્ધભગવંતોને જ્ઞાનમાં લઈને
હું પ્રણમું છું.
અહા, કુંદકુંદાચાર્યદેવ મહાત્મા પણ જેમને પ્રણામ કરે તે પંચ પરમેષ્ઠીપદના
મહિમાની શી વાત! વંદન કરનારા આવડા મોટા, તો જેમને વંદન કરે છે તેમની
શુદ્ધતાની શી વાત!
અરિહંતો–તીર્થંકરો અને સિદ્ધભગવંતોની સાથે, આચાર્ય–ઉપાધ્યાય–સાધુ
ભગવંતોને પણ હું પ્રણમું છું.–કેવા છે તે શ્રમણ ભગવંતો?–જેમણે પરમ
શુદ્ધોપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે. ઉપયોગભૂમિકા તેમાં પુણ્ય–પાપ ન આવે, રાગ ન
આવે. શુદ્ધઉપયોગપરિણતિવડે જ સમ્યગ્દર્શન થાય છે ને ધર્મ શરૂ થાય છે. તે
ઉપયોગની શુદ્ધતા જેમને ઘણી વધી ગઈ છે–એવા શ્રમણભગવંતોને હું પ્રણમું છું. જુઓ,
મુનિની ઓળખાણ શુદ્ધ ઉપયોગ વડે આપી. અરે, આવી મુનિદશાની ઓળખાણ પણ
અત્યારે તો કેવી દુર્લભ થઈ ગઈ છે!
પોતાના જ્ઞાનમાં ‘સર્વજ્ઞ–વીતરાગ–અર્હંત પરમાત્મા આવા છે ’ એમ જ્યાં
તેમનું સ્વરૂપ નક્કી કર્યું ત્યાં, પૂર્વે થયેલા બધાય અર્હંત ભગવંતો પણ આવા જ હતા...
એમ બધાય ભગવંતો પોતાના જ્ઞાનમાં વર્તમાનકાળગોચર થઈ જાય છે.
અહા, જાણે બધાય પંચ પરમેષ્ઠીભગવંતો ભેગા થઈને એક સાથે મારા ઘરે–મારા
જ્ઞાનમંદિરમાં પધાર્યા હોય! એમ સાધકના આત્મામાં આનંદનો મહોત્સવ મંડાયો છે.
અહા, મારા આત્મામાં મોક્ષનો અપૂર્વ મંગલમહોત્સવ, તેમાં મેં પંચપરમેષ્ઠીભગવંતોને
બોલાવ્યા છે, ને પંચપરમેષ્ઠીભગવંતો મારા મંડપમાં પધાર્યા છે; અનંતા સિદ્ધભગવંતો,
લાખો અરિહંત ભગવંતો, કરોડો મુનિભગવંતો–એ સૌ એક સાથે મારા નિર્ગ્રંથ–

PDF/HTML Page 36 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ર૯ :
દીક્ષાના આનંદ–ઉત્સવમાં પધાર્યા છે, આનંદમેળામાં તે સૌ પધાર્યા છે, તે સર્વને હું
સન્માનું છું...પ્રણમું છું...આરાધું છું.
* * *
અહો, અમારો આત્મા તો અમને પ્રત્યક્ષ છે, ને પંચ પરમેષ્ઠી ભગવંતો પણ
અમારા જ્ઞાનમાં સાક્ષાત્ વર્તે છે, તેમનો અમને વિરહ નથી. ભલે અત્યારે આ
ભરતક્ષેત્રના નાના ક્ષેત્રમાં તીર્થંકરની ઉત્પત્તિ નથી દેખાતી, પણ મનુષ્યક્ષેત્ર તો ઘણું
મોટું છે, આ મનુષ્યક્ષેત્રના જ વિદેહક્ષેત્રમાં અત્યારે પણ સર્વજ્ઞતા સહિત અરિહંત
ભગવંતો સાક્ષાત્ વિચરી રહ્યા છે, તેઓ અમારા જ્ઞાનમાં વિદ્યમાન વર્તી રહ્યા છે, તેથી
અમારા જ્ઞાનમાં તેમને પ્રત્યક્ષગોચર કરીને તેમને નમસ્કાર કરું છું. જેમ સિદ્ધભગવંતો
અસંખ્યાત યોજન દૂરક્ષેત્રે બિરાજતા હોવા છતાં, સાધક ધર્માત્માના જ્ઞાનમાં તેઓ દૂર
નથી, સાધકના જ્ઞાનમાં સિદ્ધભગવંતો વિદ્યમાન જ વર્તે છે એટલે તેને સિદ્ધનો સદ્ભાવ
જ છે; તેમ અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ થયેલા અરિહંત ભગવંતો પણ સાધકના જ્ઞાનમાં
વિદ્યમાન જ વર્તે છે; ક્ષેત્રનું અંતર જ્ઞાનમાં નડતું નથી. વાહ, જુઓ તો ખરા! રાગથી
જુદા પડેલા સાધકના અતીન્દ્રિય જ્ઞાનની તાકાત કેટલી મહાન છે!
આરાધકભાવ સહિત પંચપરમેષ્ઠીભગવંતને નમસ્કાર ચાલે છે. શુદ્ધાત્મભાવરૂપ
પંચપરમેષ્ઠીઓ તે ભાવ્ય, ને હું તે શુદ્ધાત્માનો ભાવક,–એમ ભાવ્ય–ભાવકનું સ્વરૂપ
ચિંતવીને, ભાવ્યરૂપ શુદ્ધાત્મા પ્રત્યે જ્યાં અતિગાઢ ભાવના જાગે છે ત્યાં ભાવક પોતે
તેવી શુદ્ધાત્મદશારૂપ થઈ જાય છે, જેવા ‘ભાવ્ય’ શુદ્ધ છે તેવી શુદ્ધતારૂપે (સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપે) ભાવક પોતે થઈ જાય છે, એટલે ત્યાં ભાવ્ય ને ભાવકનું દ્વૈત રહેતું
નથી.–આવા અદ્વૈતભાવરૂપ નમસ્કાર કરીને હું પંચપરમેષ્ઠીના આશ્રમમાં પ્રવેશ્યો છું...
પંચ પરમેષ્ઠીનો આશ્રમ એટલે શુદ્ધાત્માનો આશ્રમ,–તેમાં પ્રવેશતાં સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન જરૂર થાય છે. જેમ કોઈ ‘આશ્રમ’ માં જતાં જીવો શાંતિ પામે છે, તેમ
પંચપરમેષ્ઠીનો વીતરાગી–આશ્રમ, આત્માનો સહજ શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવ બતાવીને
જીવને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાનનો સંપાદક છે. જ્ઞાનસ્વભાવી આત્માના શ્રદ્ધા–જ્ઞાન વડે
જ પંચ પરમેષ્ઠીના આશ્રમમાં જવાય છે. શુદ્ધ આત્માના સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન
વગર પંચપરમેષ્ઠીની પણ સાચી ઓળખાણ થતી નથી. જે જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માને
સ્વસંવેદનપ્રત્યક્ષ કરે તે જ સાચું
णमो अरिहंताणं કરી શકે.
શ્રી षट्खंडागम ના મહાન મંગલાચરણમાં ‘णमो लोए त्रिकालवर्ती सव्व अरिहंताणं

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
એમ કહીને ત્રિકાળવર્તી પરમેષ્ઠીભગવંતોને જ્ઞાનમાં લઈને નમસ્કાર કર્યા છે, તેમાં ઘણી
ગંભીરતા છે. જેના જ્ઞાનમાં ત્રણકાળવર્તી અરિહંતોનો સ્વીકાર થયો તેનું જ્ઞાન, રાગથી
છૂટું પડીને અરિહંતપદનું સાધક થઈ ગયું; એટલે ‘
णमो लोए सव्व त्रिकालवर्ती
अरिहंताणं ’ તેમાં પોતાનો આત્મા પણ આવી ગયો, પોતે પોતાને પણ નમસ્કાર
કર્યો...એટલે કે પોતે પોતાના આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ કરીને તેમાં નમ્યો... એકાગ્ર
થયો...તે અભેદ નમસ્કાર છે.
અહા, સાચા નમસ્કારનો વિષય પણ કેટલો મોટો છે! સમ્યગ્દર્શનના વિશ્વાસનો
વિષય તો સર્વોત્કૃષ્ટ મહાન સુંદર ચૈતન્યતત્ત્વ છે. ને ત્રિકાળવર્તી પંચ
પરમેષ્ઠીભગવંતોને નમસ્કાર કરવામાં પણ, પોતાના આત્માને ભેગો ભેળવીને ઘણી
ગંભીરતા છે: અનંતા જીવો મુક્ત થયા, ને ભવિષ્યમાં હું પણ મુક્ત થવાનો છું; એટલે
અનંતા જીવો છે, હું પણ ત્રિકાળ છું, મારા સ્વભાવમાં પણ અરિહંત જેવા સર્વગુણ
ભરેલા છે, ને તે સ્વભાવના સ્વીકાર વડે, તેની સન્મુખતાથી, મોહનો અભાવ કરીને
સમ્યક્ત્વાદિ વડે હું મોક્ષને સાધી રહ્યો છું,–એટલે મારા શુદ્ધઆત્માને હું નમી રહ્યો છું.–
આટલા મહાન વિશ્વાસપૂર્વક પંચપરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે. જુઓ તો ખરા,
એક ‘
णमो अरिहंताणं ’ માં પણ કેટલી ગંભીરતા છે!
વાહ રે વાહ! જૈનદર્શન...તારા રહસ્યો ઘણાં ગંભીર છે.
એકલા રાગ વડે અરિહંતોને સાચા નમસ્કાર નથી થતા. રાગથી છૂટા પડેલા
અતીન્દ્રિય જ્ઞાનમાં જ, અતીન્દ્રિયજ્ઞાનાનંદસ્વરૂપ અરિહંતોનો સ્વીકાર થઈ શકે છે, ને
એવો સ્વીકાર કરે ત્યારે જ સાચું ‘નમો અરિહંતાણં’ થાય છે. આવા ભાવથી અરિહંતોને
નમસ્કાર જેણે કર્યા તે જીવ પોતે પણ અલ્પ સમયમાં અરિહંતોની પંક્તિમાં બેસી જાય છે.
વાહ રે વાહ! અરિહંતોનો માર્ગ કેવો અલૌકિક, કેવો સુંદર છે!
અરે, મહાવીરનો માર્ગ...એ તો વીરોનો વીતરાગમાર્ગ છે. કાંઈ રાગના
અકષાયવડે તો એ માર્ગે જવાતું હશે!–ના; કષાયનો કોઈ પણ કણિયો દુઃખનું જ કારણ
છે, તે કષાયને ઓળંગી જઈને, તેના અભાવથી શુદ્ધ વીતરાગચારિત્ર પમાય છે. છઠ્ઠા
ગુણસ્થાનનો (સંજ્વલનરૂપ) કષાયકણ તે પણ ચારિત્રનો વિરોધી છે, કલેશ દેનાર છે;
વીતરાગચારિત્ર કે જે નિર્વાણનું સાધન છે–તે તો સમસ્ત કષાયના કલેશરૂપ કલંક
વગરનું છે.–તે જ

PDF/HTML Page 38 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૧ :
પરમ સમભાવરૂપ છે. કુંદકુંદસ્વામી કહે છે કે મોક્ષને માટે હું આવા વીતરાગચારિત્રને
અવલંબ્યો છું.
વાહ રે વાહ! વીતરાગી સંતો, તમારી દશા! તમે ચૈતન્યની વીતરાગી
શાંતિના બરફમાં જામી ગયા છો. તેમાં કષાય–અગ્નિનો કણિયો રહી શકે નહિ.
નમસ્કાર હો આવા વીતરાગ સંત ભગવંતને.
અમૃતચંદ્રદેવ કહે છે કે ‘આમણે–મારા ગુરુએ આ રીતે સાક્ષાત્
મોક્ષમાર્ગને અંગીકાર કર્યો. ’–આ સાંભળતાં મુમુક્ષુ શ્રોતાને પણ એમ પ્રમોદ
આવે છે કે વાહ, મારા ગુરુ કેવા મહાન છે! એમની અંતરસ્થિતિ કેવી
વીતરાગભાવથી શોભી રહી છે! આવા મહાત્મા ગુરુ અમને મળ્‌યા...તો અમે
પણ તેમના પંથને અનુસરીને મોક્ષમાર્ગને અંગીકાર કરી રહ્યા છીએ. વાહ!
મોક્ષના માર્ગમાં ગુરુ–શિષ્યના ભાવોની કેવી અપૂર્વ સંધિ છે!
જ્ઞાન ગોષ્ઠી–
–વા–વ–વા–વા–વ–વ–વ–વા–વા–વ–વ
ઉપરના શબ્દોમાં ૧૧ લીટી છે તે જગ્યાએ એક જ અક્ષર મુકવાથી આત્માની
સાત શક્તિ પ્રાપ્ત થવાનું જણાવ્યું હતું. તે અક્ષર ‘भा’–બધી લીટીની જગ્યાએ भा અક્ષર
મુકવાથી નીચે મુજબ થાય છે–
ભાવાભાવભાવાભાવાભાવભાવભાવભાવાભાવાભાવભાવ
હવે યોગ્ય રીતે સંધી છૂટી પાડતાં તેમાં નીચે મુજબ સાત શક્તિનાં નામ થાય છે–
ભાવ, અભાવ, ભાવાભાવ, અભાવભાવ, ભાવભાવ, અભાવઅભાવ, ભાવ
સમયસારમાં આત્માની જે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે તેમાં નંબર ૩ર થી ૩૯
માં ઉપરની સાત શક્તિનું વર્ણન છે; તેની વ્યાખ્યા સમયસારમાંથી જોઈ લેવી; અને
વિસ્તારથી તેનું સ્વરૂપ સમજવા માટે ‘આત્મવૈભવ’ નામનું ઘણું જ સુંદર પુસ્તક
વાંચવું. ૪૮૦ પાનાં અને કિંમત માત્ર ૩=પ૦ (પોસ્ટેજ ૧=પ૦)

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩ર : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા
[સર્વ જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ]
તાંકમાં, જવાબ શોધી કાઢવા માટે જે ત્રણ પ્રશ્નો આપેલા તેના જવાબ નીચે મુજબ છે–
જગતમાં એક પ્રાણી એવું છે કે જો એને બાંધી રાખો તો તે બધે ઠેકાણે ફર્યા કરે; પણ
જો તેને છૂટું મુકો તો તે ક્્યાંય એક પગલું પણ ન જાય!
–તે પ્રાણી છે જીવ. જીવતત્ત્વ એવું છે કે જ્યારે તે બંધનમાં હોય ત્યારે તો તે ચારે
ગતિમાં બધે ફર્યા કરે છે; પણ જો તે છૂટું હોય એટલે મુક્ત હોય તો તે સદાકાળને માટે
સિદ્ધાલયમાં સ્થિર રહે છે, પછી તેને ક્્યાંય ગમનાગમન થતું નથી.
જગતમાં સર્વજ્ઞભગવાન ઝાઝા? કે સર્વજ્ઞભગવાનના ભક્તો ઝાઝા?
જગતમાં સર્વજ્ઞભગવંતો (–સિદ્ધભગવંતો) અનંતા છે; તે સર્વજ્ઞના ભક્તો એટલે કે
સાધકજીવો તો અસંખ્યાત જ છે.–આ રીતે ભક્તો થોડા છે ને ભગવંતો ઝાઝા છે.
• મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ–સમુદ્રો, તેમાં સૌથી મોટો સ્વયંભૂરમણ–સમુદ્ર; તે
સ્વયંભૂરમણસમુદ્રના પ્રદેશો કરતાંય અસંખ્યાતગણા પ્રદેશોવાળો મોટો એકેક જીવ છે.
આખા લોકના પ્રદેશો જેટલા જ એકેક જીવના પ્રદેશો છે, ને તે અસંખ્યાતપ્રદેશો બેકી
સંખ્યામાં છે.
જીવના પ્રદેશો બેકી–સંખ્યામાં કેમ છે તેનો ખુલાસો–
જે વસ્તુનો, કે જે સંખ્યાનો બરાબર વચલો ભાગ બેકી હોય તે વસ્તુના સમસ્ત
પ્રદેશો પણ બેકી સંખ્યામાં જ હોય; અને જે વસ્તુનો બરાબર વચલો ભાગ એકી હોય તે
વસ્તુના સમસ્ત પ્રદેશો પણ એકીસંખ્યામાં જ હોય. હવે જીવ જ્યારે કેવલિ–સમુદ્ઘાત કરે છે
ત્યારે તે લોકવ્યાપી થાય છે, ને લોકના પ્રત્યેકપ્રદેશે જીવનો એકેક પ્રદેશ રહે છે; ત્યારે લોકની
બરાબર મધ્યના જે આઠ પ્રદેશો (–કે જેનું સ્થાન મેરૂપર્વતના તળીયે છે તે આઠ મધ્ય પ્રદેશો)
માં જીવના આઠ પ્રદેશો રહે છે, જેને ‘રુચકપ્રદેશ’ કહેવાય છે. આ રીતે જેના મધ્યપ્રદેશો આઠ
છે એવા જીવના અસંખ્યપ્રદેશો બેકી સંખ્યામાં જ છે.
–અસંખ્યને કે અનંતને પણ એકી કે બેકી કહી શકાય?
–હા; અસંખ્યમાં કે અનંતમાં પણ એકી કે બેકીનો વ્યવહાર સંભવી શકે છે. જેમકે–
ગણતરીથી સ્પષ્ટ સમજવા માટે–

PDF/HTML Page 40 of 49
single page version

background image
: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૩૩ :
એકસરખા બે અસંખ્ય લ્યો; તેમાંથી પહેલાંમાં એક ઉમેરો (અસંખ્ય+૧) અને
બીજામાં બે ઉમેરો (અસંખ્ય+ર); તો તે બંને અસંખ્યમાંથી એક ‘એકી’ હશે ને એક
‘બેકી’ હશે. ષટ્ખંડાગમમાં પણ કર્મપ્રદેશોની સંખ્યામાં એકી–બેકી (
ओज–युग्म) નું
વર્ણન આવે છે.
* જ્ઞાનની મહાનતા *
અહા, ચૈતન્ય–મહાતત્ત્વને જેણે સાક્ષાત્ પકડયું તે ક્ષયોપશમજ્ઞાનને અલ્પ કેમ
કહેવું? મહાન અતીન્દ્રિય સ્વસંવેદનપણે ખીલી ગયેલું તે જ્ઞાન તો મહાન છે. ઈન્દ્રિયો કે
રાગવડે જેની તાકાતનું માપ ન થઈ શકે–એવી મહાન ગંભીર તાકાત તે જ્ઞાનમાં છે.
રાગથી છૂટું પડ્યું તે જ્ઞાનની તાકાતની શી વાત!
* શુદ્ધતારૂપે પરિણમેલો આત્મા શુદ્ધ છે *
સ્વભાવથી બધા આત્મા જ્ઞાયક શુદ્ધ છે...પણ તેની સન્મુખ થઈને જેણે
અનુભવમાં લીધો તેને તે શુદ્ધ પરિણમ્યો છે. રાગથી ભિન્ન થઈને અને જ્ઞાયકસ્વરૂપમાં
અભિન્ન રહીને જેણે એકત્વ–વિભક્ત આત્માને ઉપાસ્યો તેને જ તે શુદ્ધપણે અનુભવમાં
આવ્યો છે. પોતાને સ્વાનુભૂતિ થયા વગર ‘મારો આત્મા શુદ્ધ છે ’ એમ કઈ રીતે જાણી
શકાય? માટે શુદ્ધરૂપે પરિણમેલો આત્મા જ અનન્યપણે પોતાને શુદ્ધ અનુભવે છે.
–આવી અનુભૂતિ તે જ સમ્યક્ત્વ છે.
* સમ્યગ્દ્રષ્ટિનું સ્વસંવેદનજ્ઞાન સિધ્ધકે સમાન *
પંચાધ્યાયીના બીજા અધ્યાયના ૪૮૯ મા શ્લોકમાં કહે છે કે–“ સમ્યગ્દ્રષ્ટિ જીવકે
આત્મા કો જાનનેવાલા સ્વસંવેદન–પ્રત્યક્ષ નામકા જ્ઞાન હોતા હૈ–જો સિદ્ધોંકે સમાન શુદ્ધ
હોતા હૈ.”
–અહો, આત્માને જાણનારું સમ્યગ્દ્રષ્ટિનું સ્વસંવેદનપ્રત્યક્ષજ્ઞાન સિદ્ધભગવાન
સમાન શુદ્ધ છે. સિદ્ધનું જ્ઞાન અને સાધકનું જ્ઞાન એક જાતના છે. વાહ! જે જ્ઞાનને
સિદ્ધની ઉપમા લાગુ પડી તે જ્ઞાનમાં કષાયની મલિનતા ક્્યાં રહે? વીતરાગી–
શાંતરસના સ્વાદવાળું તે જ્ઞાન છે.