Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
સમ્યકત્વની જે વાતના ભણકાર તેમને આવ્યા છે તેવા જ ભાવ હજારવર્ષ પહેલાંંની
પ્રવચનસારની આ ટીકામાં ભર્યા છે. પંચમકાળના આચાર્ય કહે છે કે અમને આ કાળે
ક્ષયોપશમ સમ્યક્ત્વ હોવા છતાં ક્ષાયકભાવ સાથે તેની સંધિ જોડી દેશું, તેમાં વચ્ચે કદી
મોહદ્રષ્ટિ ઉત્પન્ન થવાની નથી. આ વાત ઘણા જ પ્રમોદથી (વારંવાર પૂ. શ્રી
ચંપાબેનના જાતિસ્મરણજ્ઞાનની સાક્ષીપૂર્વક) કરી હતી, ને તેનું શ્રવણ કરતાં
શ્રોતાજનોને પણ હર્ષોલ્લાસ થતો હતો.
વાહ રે વાહ! જુઓ તો ખરા, આ ચૈતન્યની અનુભૂતિનું જોર! આ કાળે પણ
આવી અનુભૂતિ થઈ શકે છે. ભગવાન મહાવીરનું પરમ ધર્મતીર્થ અત્યારે પણ વર્તી રહ્યું
છે. આ કાળે પણ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માને ક્ષાયિકભાવ જેવી દ્રઢતા હોઈ શકે છે. અરે,
આત્માની અનુભૂતિમાં તો ક્ષાયિક કે ક્ષાયોપશમિકનો કોઈ ફેર અમને નથી દેખાતો;
વાહ રે વાહ! ભગવાનને ભેટેલા સંતોની વાણી તો જુઓ! શૂરવીર જીવો જ આ વાત
ઝીલી શકે છે. સમ્યગ્દર્શન કેમ થાય! તે પામવાની અફર રીત સંતોએ પ્રગટ કરી છે; ને
એવી અનુભૂતિ જે કરે તેની તો શી વાત! આ કાળેય એવી અનુભૂતિ ને ક્ષાયક જેવું
સમ્યક્ત્વ થઈ શકે છે. (પંચમકાળના જીવને ક્ષાયિકભાવ નથી હોતો એ વાતની તો
અમને ખબર છે, પણ ભાઈ! પંચમકાળમાંય ધર્મીને ક્ષયોપશમ–સમ્યક્ત્વમાંયે ક્ષાયક
જેવું જોર હોય છે–એ વાતની તને ખબર નથી. અહીં વીતરાગી સંતોની વાણીમાં, ને
બેનના જાતિસ્મરણમાં એ વાતના સ્પષ્ટ રણકાર છે.)
–અહો, આત્માની આવી નિઃશંક વાત મહાભાગ્યે મુમુક્ષુઓને અત્યારે મળે છે, તે
મંગળ છે; જ્ઞાની સંતોનો મહાન ઉપકાર છે. સાધર્મીઓ! અત્યારે ‘આત્મલાભ’ નો આ
મંગલઅવસર છે. લાભ લેવાના આ ટાણે જરૂર લાભ લઈ લેજો!
ચૈતન્યભાવ–
સ્વસંવેદન પ્રત્યક્ષ એ સૌથી શ્રેષ્ઠ પ્રમાણ છે. ત્યાં બીજા
પ્રમાણની અપેક્ષા રહેતી નથી. જ્ઞાન પોતે પોતાને જાણવા માટે
બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, કેમકે તે સ્વસંવેદ્ય છે.
સ્વસંવેદ્યપણું માત્ર જ્ઞાનમાં જ છે.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૩૯ :
વીરનિર્વાણ–મહોત્સવમાં વીર–બાળકોનો ઉત્સાહ
ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષીય નિર્વાણમહોત્સવ નિમિત્તે
અઢીહજાર પૈસા (પચીસ રૂપિયા) બચાવવાની યોજનામાં બાળકો
(અને વડીલો પણ) ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જૈન બાળકો–
યુવાનો–વિદ્યાર્થીઓ જાગ્યા છે; અને હવે ‘વિદ્યાર્થી–યુવાનો ધર્મમાં રસ
નથી લેતા’ એમ કોઈથી કહી શકાય તેમ નથી. હવે તો ઉલ્ટું, આપણા
બાળકોને જે ઢગલાબંધ ધાર્મિક સાહિત્ય જોઈએ છે તે આપણે પૂરું પાડી
શકતા નથી–એ વડીલોની જવાબદારી આવીને ઊભી છે. બાળકો જાગ્યા
છે તો આપણે પણ જાગીએ ને બાળકો ઉત્સાહથી વાંચી શકે એવું
ઢગલાબંધ સાહિત્ય તેમને આપીએ. જેમના તરફથી પચ્ચીસ રૂપિયા
આવેલ છે તેમના નામો (ગતાંક પછી) અહીં આપ્યા છે.
૧૦૪ રાજેશકુમાર રતિલાલ જૈન દાદર ૧૨૧ ભાવિન ચંદ્રવદન જૈન દાદર
૧૦૫ રાજેશ હિંમતલાલ જૈન દાદર ૧૨૨ પારૂલબેન અનીષકુમાર જૈન
૧૦૬ સ્મિતાબેન બાબુલાલ જૈન ખાર, મુંબઈ ૧૨૩ અવનીશભાઈ ચીમનલાલ જૈન
૧૦૭ જગદીશ બાબુલાલ જૈન ખાર, મુંબઈ ૧૨૪ ભરતકુમાર મનુભાઈ જૈન
૧૦૮ કિરણ બાબુલાલ જૈન ખાર, મુંબઈ ૧૨૫ કન્યા નિરંજનભાઈ જૈન માટુંગા
૧૦૯ જ્યોતિબેન બાબુલાલ જૈન ખાર, મુંબઈ ૧૨૬ હરગોવિંદદાસ મોતીચંદ જૈન દાદર
૧૧૦ રૂપાબેન ચંદ્રકાંત જૈન દાદર ૧૨૭ ઉષાબેન નટવરલાલ જૈન
૧૧૧ મીરાબેન કેવળચંદ જૈન ૧૨૮ ઝવેરબેન જૈન
૧૧૨ પરેશ પ્રકાશચંદ જૈન ૧૨૯ સમીબેન ત્થા સંજાતભાઈ જૈન
૧૧૩ બિન્દેશ પ્રકાશચંદ જૈન ૧૩૦ દર્શનાબેન મનહરલાલ જૈન મુંબઈ
૧૧૪ આશિષ પ્રકાશચંદ જૈન ૧૩૧ અભયકુમાર મનહરલાલ જૈન દાદર
૧૧૫ વર્ષાબેન, રાજચંદ્ર, જાગૃતિ, ચૈતન્ય ૧૩૨ દીગીશ જગદીશભાઈ જૈન
૧૧૬ દીગીશભાઈ ચીમનલાલ જૈન ૧૩૩ મગનલાલ નારાયણજી જૈન
૧૧૭ અમીતાબેન જિતુભાઈ જૈન ૧૩૪ સંજયકુમાર રમણીકલાલ જૈન
૧૧૮ કેતનકુમાર, વિરેન્દ્ર, શ્રેયાંસ, જૈન ૧૩૫ કુમુદબેન હિંમતલાલ જૈન
૧૧૯ નૈનેશ, ચેતન, વિજય, ભાવના ડાયાલાલ ૧૩૬ લાભુબેન અનીલકુમાર જૈન
૧૨૦ સંજય, ભરત, ગીતાબેન ચંપકલાલ ૧૩૭ વીણાબેન જગદીશભાઈ જૈન

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
૧૩૮ પ્રભાબેન સંઘરાજકા જૈન દાદર ૧૬૫ વસંતલાલ મણીલાલ જૈન દાદર
૧૩૯ અંજવાળીબેન પ્રાણલાલ જૈન દાદર ૧૬૬ ધીરેનભાઈ, સુલેખાબેન રજનીકાંત જૈન
૧૪૦ કંચનબેન ગુહ્યા જૈન દાદર ૧૬૭ ભરતકુમાર સુંદરજી ડોકટર મોરબી
૧૪૧ મધુબેન કિશોરભાઈ જૈન દાદર ૧૬૮ શૈલેષકુમાર ત્થા જયેશકુમાર
૧૪૨ પન્નાબેન જીતેન્દ્રકુમાર જૈન દાદર લહેરચંદ જૈન સાવરકુંડલા
૧૪૩ વસુબેન પ્રકાશચંદ્ર જૈન દાદર ૧૬૯ લીલાવતીબેન પોપટલાલ જૈન ગોંડલ
૧૪૪ માલતીબેન અમૃતલાલ જૈન દાદર ૧૭૦ બીનલબેન રોમેશકુમાર જૈન અમદાવાદ
૧૪૫ પ્રદીપભાઈ પ્રાણલાલ જૈન દાદર ૧૭૧ બીરજુ ભરતકુમાર કામદાર
૧૪૬ પંકજભાઈ પ્રાણલાલ જૈન દાદર ૧૭૨ દીપકકુમાર કનુભાઈ જૈન
૧૪૭ લત્તાબેન પ્રાણલાલ જૈન દાદર ૧૭૩ જાગૃતિબેન ચંદ્રકાંત જૈન
૧૪૮ દક્ષાબેન પ્રાણલાલ જૈન દાદર ૧૭૪ પ્રીતિબેન તથા પલ્લવીબેન બોરીવલી
૧૪૯ રાજુ મનહરકાંત જૈન દાદર ૧૭૫ કુંજલબેન ભરતકુમાર શેઠ રાજકોટ
૧૫૦ ચેતના વૃજલાલ જૈન દાદર ૧૭૬ જીતેન્દ્ર મણિલાલ શેઠ મુંબઈ
૧૫૧ અક્ષય વૃજલાલ જૈન ૧૭૭ જાગૃતીબેન મણીલાલ શેઠ
૧૫૨ સુકેતુ રશ્મીકાંત જૈન ૧૭૮ રાજેશ વસંતલાલ શેઠ
૧૫૩ નિલેશકુમાર અનીલભાઈ જૈન ૧૭૯ અનીતાબેન વસંતલાલ શેઠ
૧૫૪ દેવાંગકુમાર અનીલભાઈ જૈન ૧૮૦ સુનીલકુમાર પ્રવીણચંદ્ર કોઠારી રાજકોટ
૧૫૫ સમીર ધનપાલભાઈ જૈન ૧૮૧ ધારિણીબેન પ્રવીણચંદ્ર કોઠારી
૧૫૬ વસંતકુમાર વીરચંદ જૈન ૧૮૨ કુમારપાળ કાંતિલાલ મુલુન્દ
૧૫૭ ધવલકુમાર સર્વદમન જૈન ૧૮૩ વસંતરાય વૃજલાલ
૧૫૮ જનકકુમાર પંકજકુમાર જૈન ૧૮૪ હરીશકાંત મોહનલાલ મોદી દાદર
૧૫૯ પ્રફુલભાઈ ન્યાલચંદ જૈન ૧૮૫ શાંતાબેન રતિલાલ દોશી મુંબઈ
૧૬૦ સવિતાબેન બાબુલાલ જૈન ૧૮૬ પારુલ કાંતિલાલ જૈન
૧૬૧ લત્તાબેન, જયંત, મહેશ જૈન ૧૮૭ દીના મહાસુખલાલ જૈન ચોટીલા
૧૬૨ ચેતન, અર્ચના, કિશોરચંદ્ર જૈન ૧૮૮ કેતનાબેન રજનીકાંત જૈન મોરબી
૧૬૩ દિવ્યાબેન, જયોતીબેન, ચેતનાબેન, ૧૮૯ નિખીલકુમાર ઈંદુલાલ જૈન મોરબી
તૃપ્તીબેન ૧૯૦ જતીનકુમાર અરવિંદ જૈન
૧૬૪ રાજુ, રૂપાબેન, સોનલ રતીલાલ જૈન ૧૯૧ અમીત બી. શાયન

PDF/HTML Page 44 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૧ :
બેસતાવર્ષે પંચપરમેષ્ઠીની ઉત્તમબોણીમાં
શુદ્ધાત્માની પ્રસાદી
(પ્રવચનસાર ગા. ૧૭૨)
અંદર ભગવાન આત્મા, કે જે સમ્યગ્દર્શનમાં ધ્યેય છે, અને જે પરમાર્થ સ્વજ્ઞેય
છે, તે કેવો છે? તેનું આ વર્ણન છે. –જેને સ્વજ્ઞેય બનાવતાં આત્મામાં અપૂર્વ આનંદ
થાય એટલે મોક્ષને સાધવાનું અપૂર્વ નવું વર્ષ બેસે, તેની આ વાત છે. ભાઈ, આવો
આત્મા જાણવામાં–અનુભવવામાં આવે એવી તારી તાકાત છે. ‘મને નહિ સમજાય’
એવું શલ્ય રાખીશ મા.
ગુણના વિશેષ વડે જેનું ગ્રહણ થતું નથી, ગુણના વિશેષને એટલે કે ભેદને ગ્રહણ
કરતાં પરમાર્થ આત્માનું ગ્રહણ થતું નથી; આ રીતે આત્મા અલિંગગ્રહણ છે. ગુણભેદને
સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. માટે ગુણભેદને કે પર્યાયભેદને બર્હિતત્ત્વ કહ્યું છે, ને તે
ભેદરહિત અભેદ અનુભૂતિરૂપ તત્ત્વ તે અંર્તતત્ત્વ છે. (નિયમસાર ગા. ૩૮) એકેક
ગુણનો ભેદ પાડતાં અંર્તતત્ત્વ અનુભવમાં આવતું નથી. પરમાર્થ ચૈતન્યવસ્તુ ગુણના
ભેદમાં આવતી નથી. આવા આત્માને સ્વજ્ઞેય બનાવતાં તે જ્ઞાનમાં ભેદનું ગ્રહણ રહેતું
નથી. આવા સ્વજ્ઞેયનું ગ્રહણ કરીને જન્મ–મરણથી છૂટવાનો આ પ્રસંગ છે. મહાવીરનો
માર્ગ પામીને ભવનો અંત લાવવાની આ રીત છે. –સમ્યગ્દર્શન વડે જ ભવના અંતનો
(મોક્ષના આનંદનો) માર્ગ પ્રગટે છે.
ભાઈ, તારી ચૈતન્યસંપદા સર્વજ્ઞ મહાવીર તને બતાવીને સોંપી ગયા છે;
કુંદકુંદાચાર્ય જેવા વીતરાગી સંતો તને તે સંપદાનો ખજાનો ખોલવાની ચાવી આપે છે.
સમ્યગ્દર્શન તો સારામાં સારા આત્માને જ ગ્રહણ કરે ને! ‘સમ્યક્’ નો અર્થ
‘સુંદર’ થાય છે. સારામાં સારો સુંદર એવો જે ચૈતન્યસ્વરૂપ આત્મા, તેને અભેદપણે જે
ગ્રહણ કરે છે તે સમ્યગ્દર્શન છે. તેમાં ઓછું કરીને એટલે કે ગુણ–પર્યાયના ભેદ પાડીને
સમ્યગ્દર્શન તેને ગ્રહણ કરતું નથી. ભેદરૂપ લિંગોવડે તેનું ગ્રહણ થતું નથી. માટે આત્મા
અલિંગગ્રહણ છે. આત્મા કેવો? –કે ભેદના વિકલ્પને ન સ્પર્શે એવો.

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
ભાઈ, આવા અભેદતત્ત્વની અનુભૂતિરૂપ મંગળ ચાંદલો કરીને મોક્ષને સાધવાનો આ
અવસર છે...આ અવસરે આડું–અવળું જોવા રોકાઈશ મા.
અહા, સંતોએ આ સમયસાર–પ્રવચનસાર જેવા પરમાગમોની રચના કરીને
જૈનશાસનને શોભાવ્યું છે–ઊજળું કર્યું છે.
જ્ઞાનીને જ્ઞાન–દર્શન–ચારિત્ર નથી તેનો અર્થ એમ છે કે જ્ઞાન–દર્શન–ચારિત્ર
એવા ભેદો જ્ઞાનીની અનુભૂતિમાં નથી, અનંત ગુણોથી એકરસ એવા અભેદતત્ત્વની
અનુભૂતિ ધર્મીને હોય છે. એ વાત સમયસારની સાતમી ગાથામાં કરી છે, એ જ વાત
અહીં ૧૮ મા બોલમાં છે. જ્યાં ગુણભેદના વિકલ્પનોય પ્રવેશ કે સ્પર્શ નથી, ત્યાં બીજા
સ્થૂળ બાહ્ય શુભાશુભરાગની વાત તો ક્્યાં રહી? એકવાર તારા આવા ગુણ–પર્યાયથી
અભેદઆત્માને ઉપયોગમાં લઈને તેને આલિંગનકર...તો તારા આત્મામાં સમ્યક્ત્વનું
અભૂતપૂર્વ સોનેરી ચૈતન્યપ્રભાત ખીલી ઉઠશે.
અહા, તારા નિધાન તો જો! જે નિધાન પાસે ચક્રવર્તીપદનાં કે ઈન્દ્રપદના
નિધાનનીયે કાંઈ કિંમત નથી.
ધર્મીજીવની અનુભૂતિમાં આખો આત્મા પ્રસિદ્ધ થયો છે, વ્યક્ત છે; પણ ગુણ કે
પર્યાયના ભેદના ગ્રહણમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થતો નથી. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ
ભાવના ભેદ વગરની જે અખંડ નિર્વિકલ્પ વસ્તુ, તે ધર્મીના અનુભવનો વિષય છે.
આવી નિર્વિકલ્પ વસ્તુને ન જાણનારો અજ્ઞાની દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવના ભેદોવડે વસ્તુને
ખંડિત કરે છે, દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને ખંડ–ખંડરૂપ જુદા માને છે.
જેમ ગુણભેદથી આત્માનું ગ્રહણ થતું નથી તેમ પર્યાયભેદથી પણ આત્માનું
ગ્રહણ થતું નથી. આવું અભેદ આત્મતત્ત્વ સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં
આવે છે. આવા અનુભવની વસ્તુ સર્વજ્ઞભગવાન પાસેથી લાવીને, વીતરાગ સંતોએ
જગતના જીવોને ભેટ આપી છે. –આ જ પંચપરમેષ્ઠીની ઉત્તમ બોણી છે.
ખાસ સૂચના
શ્રી પરમાગમ–મંદિર–પ્રતિષ્ઠા–મહોત્સવ સમિતિનો હિસાબ બંધ કરેલ હોઈ
તે અંગેના જે પૈસા બાકી હોય તેનો ચેક કે ડ્રાફટ બેન્ક ઓફ ઈન્ડીયા સોનગઢ કે
ભાવનગરની ગમે તે બેન્ક ઉપરનો “શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ” ના નામનો મોકલવા વિનંતી છે. –પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ, સોનગઢ

PDF/HTML Page 46 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૩ :
સોનગઢમાં મંગલ દીપાવલીપર્વ
મહાવીરપ્રભુના ૨૫૦૦ વર્ષીય નિર્વાણમહોત્સવનો ઉમંગભર્યો પ્રારંભ
જેમ જેમ આસોવદ અમાસ નજીક આવતી હતી તેમ તેમ નિર્વાણપ્રેમી
મુમુક્ષુઓના અંતર નિર્વાણમહોત્સવ જોવા માટે–ઉજવવા માટે આતુર બનતા હતા.
મુમુક્ષુનાં મન અને ઘર બંનેમાં પરિવર્તન થવા માંડયું હતું...જાણે મોક્ષના
મંગલપ્રભાતની ઉષા પ્રગટવા માંડી હતી...ચૌદસની રાત ગઈ...હજી અમાસ ઊગી ન
હતી–ત્યાં તો મંગલ શરણાઈઓ ગુંજી ઊઠી, હજારો દીવડાથી મંદિરો ઝગઝગી ઊઠયા,
વીરનાથના મંગલ ગીત ઘરેઘરે ગાજી ઊઠયા. નિર્વાણની અપૂર્વ ઘડી આવી પહોંચી.
હજારો મુમુક્ષુઓ દેવ–ગુરુના દર્શન માટે આવી પહોંચ્યા. કહાનગુરુને પણ નિર્વાણોત્સવ
માટે ઘણો ઉમંગ હતો, અનેક દિવસોથી આ મંગલપ્રસંગને યાદ કરી કરીને તેઓ કહેતા
કે અહા, આ ઉત્સવ સૌએ ઉજવવા જેવો છે. અઢીહજાર વર્ષનો આવો અવસર જીવનમાં
આવ્યો, તે મહાભાગ્ય છે; નિર્વાણના મંગલપ્રભાતમાં જ આત્મિકશક્તિઓને યાદ કરીને
તેનો મહિમા કરતાં કહ્યું કે આવી શક્તિવાળો આત્મા છે–તે આત્મામાં નિર્વાણઉત્સવ
ઉજવાય છે. મહાવીર ભગવાન મોક્ષ પામ્યા તેનો આજે મંગળ દિવસ છે; નિર્વાણપ્રેમી
જીવો ભગવાનના નિર્વાણનો ઉત્સવ ઊજવે છે; તે મહાન ઉત્સવ આજથી શરૂ થાય છે.
આવા મંગલપૂર્વક ઉત્સવ શરૂ થયો. સૌ પ્રથમ શ્રી મહાવીર–પરમાગમ મંદિરમાં
બિરાજમાન મહાવીરભગવાનની ભાવભીની પંચકલ્યાણક પૂજા થઈ...અહા, વીરનાથને
દેખી દેખીને સાધકજીવોનું આત્મવીર્ય ઉલ્લસિત થાય છે. આવી ભાવભીની પૂજા કરતાં
ભક્તોનું હૈયું આનંદિત થતું હતું. શ્રી વીરનાથભગવાનથી આપણે દૂર નથી પણ તેમની
નજીક જ છીએ એવા ભાવોથી પૂજન કર્યું.
પૂજન બાદ મંગલ ગીત–ગાન–ભજનો થયા પછી ગુરુદેવનું પ્રવચન થયું.
પ્રવચનમાં વીરમાર્ગનો ઘણો મહિમા બતાવતાં ગુરુદેવે કહ્યું કે, ભગવાન મહાવીરનો
નિર્વાણમહોત્સવ ઉજવવાની સાચી રીત એ છે કે ભગવાને ઈષ્ટઉપદેશમાં જેવો
આત્મસ્વભાવ બતાવ્યો છે તેવો પોતાના જ્ઞાનમાં–અનુભવમાં લઈને, મોક્ષમાર્ગમાં
આત્માને સ્થિત કરવો. ભગવાને દેખાડેલા નિર્વાણમાર્ગમાં પરિણમવું તે જ સાચો
નિર્વાણમહોત્સવ છે.
વીરનાથના નિર્વાણમહોત્સવ પ્રસંગે, પ્રવચનમાં વીરમાર્ગનું શ્રવણ કરતાં ઉલ્લાસ થતો

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
હતો. ચારેકોર વીરવાણીના પરમાગમોની વચ્ચે, વીરનાથના ભવ્ય મંડપમાં બેસીને
જિનવાણીનું શ્રવણ કરતાં, જાણે વીરપ્રભુના સમવસરણમાં જ બેઠા હોઈએ...એવું ભવ્ય
વાતાવરણ પરમાગમ–મંદિરમાં સર્જાઈ ગયું હતું.
પ્રવચન પછી તરત વીરનાથપ્રભુની રથયાત્રા નીકળી, –જાણે વીરનાથપ્રભુની
સાથે વિહાર કરતાં હોઈએ–તેમ રથયાત્રામાં ભક્તજનો ઉમંગથી ભાગ લેતા હતા. આમ
ઉત્સવના દિવસોમાં સોનગઢનું વાતાવરણ કોઈ અનેરું હતું. ગામેગામથી કેટલાય
મુમુક્ષુઓ નિર્વાણમહોત્સવ જોવા આવ્યા હતા, ને ઉત્સવ દેખીને આનંદિત થતા હતા.
બપોરે પ્રવચન બાદ પૂ. બેનશ્રીબેને વીરનાથપ્રભુની અદ્ભુત ભક્તિ કરાવી હતી:
“ અહો, વીરનાથ પરમદેવ! આપે અમને ચૈતન્યની અનુભૂતિનો માર્ગ આપીને મહાન
ઉપકાર કર્યો છે. આપની જેટલી ભક્તિ કરીએ તેટલી ઓછી છે.”
આજના મંગલદિવસે કેટલાક સાહિત્યનું પ્રકાશન થયું હતું; જૈનબાળપોથીની
‘રજતજયંતિ આવૃત્તિ’ (પચીસમી આવૃત્તિ) પ્રગટ થઈ હતી (કુલ પ્રત એકલાખ
તેત્રીસ હજાર.) આ ઉપરાંત ‘ભગવાન મહાવીર’ ની નાનકડી પુસ્તિકા ગુરુદેવ સર્વ
મુમુક્ષુઓને સ્વહસ્તે ભેટ આપતા હતા. ગુરુદેવના હસ્તે દીવાળીની બોણીમાં મંગળ ભેટ
મેળવીને સૌ આનંદિત થતા હતા.
વીરપ્રભુના મંગલગીતગાન આખો દિવસ ચાલ્યા કરતા હતા; ઘરેઘરે વીરપ્રભુના
જયકાર ગવાતા હતા, નાટકો થતા હતા...સાકર વહેંચાતી હતી; સૌને ઉત્સાહ એવો હતો
કે વીરપ્રભુના ઉત્સવમાં શું–શું કરીએ!
બીજે દિવસે (કારતક સુદ એકમે) પણ એવું જ આનંદમય વાતાવરણ ચાલ્યા
કર્યું હતું. ગઈકાલે વીરનિર્વાણનું નવું વર્ષ (૨૫૦૧ મું) બેઠું; આજે વિક્રમસંવતનું નવું
વર્ષ બેઠું. અત્યારના બધા સંવતોમાં વીરનિર્વાણ સંવત સૌથી પ્રાચીન છે, ને
વીરનિર્વાણનો ઉત્સવ (દીપાવલી) ભારતવર્ષમાં સૌથી શ્રેષ્ઠ અને સર્વમાન્ય ઉત્સવ છે.
આ નિર્વાણઉત્સવ વખતે માત્ર સોનગઢ નહિ, આખુંય ભારત મહાવીરપ્રભુના
મંગલ ગીતગાનથી ગાજી ઉઠયું હતું. દેશના બધા રેડિયા પણ મહાવીરસન્દેશ સુણાવી
રહ્યા હતા. –બહારમાં પણ જેમના નામના ઉત્સવનો આવો પ્રભાવ...તો સાધકના
અંતરમાં એ પ્રભુના માર્ગને સાધતાં કેવો ઉત્સવ ને કેવી અદ્ભુતતા હશે! !–એની હે
વાંચક બંધુઓ! તમે કલ્પના તો કરજો...તમને કંઈક બીજું જ (મહાવીરનું અદ્ભુત અંતરંગ
સ્વરૂપ) દેખાશે...ને ચૈતન્યના દીવડા ઝગઝગાટ કરતા પ્રગટ થશે. ‘જય મહાવીર’

PDF/HTML Page 48 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૫ :
બંધુઓ, તમે સૌએ પણ ઉત્તમ ભાવનાપૂર્વક આ આનંદમય ઉત્સવ ઉજવ્યો હશે.
હવે કારતક વદ દસમે મહાવીર ભગવાનના દીક્ષાકલ્યાણકનો મંગલ દિવસ છે. પોતાના
અંતરમાં જેમણે ચૈતન્યનું અતીન્દ્રિયસુખ જોયું છે એવા ભગવાનને દૈવીઉપભોગો કે
રાજવૈભવ આકર્ષી ન શક્્યા; ભગવાનને લગ્ન કરવા માતા–પિતાએ બહુ વિનવ્યા; પણ
સંસારથી વિરક્ત ભગવાન તો ત્રીસ વર્ષની વયે સાધુ થયા...સાડા બારવર્ષમાં
આત્મસાધના પૂરી કરીને સર્વજ્ઞપરમાત્મા બન્યા, ને તીર્થંકરપણે ભવ્ય જીવોને પરમ
મધુર ઈષ્ટ ઉપદેશ આપ્યો. આવા સર્વજ્ઞપરમાત્માના સ્વરૂપને ઓળખીને તેમના
ગુણગાન ગાતું, અને તેમના ઈષ્ટઉપદેશને સમજાવતું એક અભૂતપૂર્વ સુંદર પુસ્તક
(“સર્વજ્ઞ–મહાવીર અને તેમનો ઈષ્ટઉપદેશ”) સંપાદક દ્વારા લખાય છે.
કારતક વદ દશમે આપણે સૌ મુમુક્ષુઓ, આપણા વીરનાથ ભગવાનની પરમ
વૈરાગ્યદશાને યાદ કરીને આપણા જીવનમાં પણ ઉત્તમ વૈરાગ્યનું સીંચન કરીશું. પ્રભુને
દીક્ષા પહેલાંં જાતિસ્મરણજ્ઞાન થયું હતું. (શાસ્ત્રમાં કે પૂજનમાં માગશર વદ દશમ લખેલ
હોય, તે આપણા ગુજરાતી પ્રમાણે કારતક વદ દશમ સમજવી.)
આસોવદ પાંચમે લાઠીના ભાઈશ્રી કાન્તિલાલ રામજીભાઈ મોટાણીના મકાનના
વાસ્તુનિમિત્તે સોસાયટીમાં પ્રવચન થયું હતું, જે આપ આ અંકમાં વાંચશો.
આસોવદ અમાસે ભાઈશ્રી શંકરભાઈ, જેઓ હરિજન છે, અને બાલબ્રહ્મચારી
છે, તેમણે પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે; કારતક સુદ
એકમના રોજ રાજકોટના ભાઈશ્રી દયાળજી ઓધવજી, જેઓ લુવાણા છે, અને B. A.
LL. B. છે તથા બાલબ્રહ્મચારી છે, તેમણે પણ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. –બંને જિજ્ઞાસુભાઈઓને ધન્યવાદ!
શ્રી અખિલભારત ભગવાન મહાવીર નિર્વાણમહોત્સવ સોસાયટી (દિલ્હી) ને
મળેલા અનુદાન માટે ઈન્કમટેકસ ખાતા તરફથી ટેકસમાં મુક્તિ આપવામાં આવેલી,
તેની મુદત તા. ૩૧–૧૦–૭૪ સુધીની હતી તેમાં વધારો કરીને તા. ૩૧–૩–૭૫ સુધીની
મુદત કરવામાં આવી છે. નિર્વાણમહોત્સવની આ રકમ રૂા. ૨૫૦/– અઢીસો કે તેથી વધુ
હોય ને ઉપરની તારીખ સુધીમાં ભરવામાં આવે તો ટેકસમાં તે કાપી અપાય છે. આ
રકમો સ્વીકારવાની સોનગઢમાં પણ વ્યવસ્થા છે; અને રકમની પહોંચ સાથે ઈન્કમટેક્ષ
ફ્રી નું સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
[અનુસંધાન પાનું ૪૦ થી ચાલુ]
૧૯૩ સ્મીતાબેન નૌતમલાલ જૈન રાજકોટ ૨૨૦ હરીશકુમાર કાંતિલાલ ભાયાણી સોનગઢ
૧૯૪ હસમુખલાલ છોટાલાલ શાહ મુંબઈ ૨૨૧ મયંકકુમાર હસમુખલાલ ભાયાણી ભાવનગર
૧૯૫ રાજેશ હસમુખલાલ શાહ ૨૨૨ સુનીલ રજનીકાંત ઢાંકી પોરબંદર
૧૯૬ રમણલાલ મણીલાલ જૈન ઉમરાળા ૨૨૩ દીપ્તિબેન વીરચંદ જૈન મુડેટી
૧૯૭ ઈન્દ્રવદન રમણલાલ જૈન ગોધરા ૨૨૪ સમીર તથા સુનીલકુમાર જૈન
૧૯૮ અરવિંદકુમાર સંપતરામ જૈન ગુલાબગંજ ૨૨૫ મણિલાલ પોપટલાલ બેંગ્લોર
૧૯૯ મુકુન્દરાય ગોવિંદજી જૈન ૨૨૬ વૃજલાલ પોપટલાલ
૨૦૦ સંદીપ રસિકલાલ શાહ મુંબઈ ૨૨૭ ભારતી મનહરલાલ
૨૦૧ કુમારી મીનાક્ષી પ્રવીણભાઈ ગુલાબનગર ૨૨૮ આનંદકુમાર જસુભાઈ અમદાવાદ
૨૦૨ મીનાકુમારી નગીનદાસ જૈન કોઈમ્બતુર ૨૨૯ કીર્તિકુમાર લક્ષ્મીચંદ શાહ લાતુર
૨૦૩ જીતેન્દ્ર નગીનદાસ જૈન ૨૩૦ સીમાબેન નાનાલાલ મુંબઈ
૨૦૪ મીનળ નગીનદાસ જૈન ૨૩૧ સુનીલ પ્રાણલાલ જૈન રાજકોટ
૨૦૫ હેમંત નગીનદાસ જૈન ૨૩૨ તારાબેન પાનાચંદ જૈન મુંબઈ
૨૦૬ સમતાબેન રતિલાલ સોનગઢ ૨૩૩ વીણાબેન રતિલાલ શાહ મુલુન્દ
૨૦૭ કાન્તાબેન એમ. અજમેરા નાગપુર ૨૩૪ ચંપકલાલ સુખલાલ સુરત
૨૦૮ બ્ર. નીલાબેન ટી. શાહ સોનગઢ ૨૩૫ બ્ર. ચંદુલાલ ખીમચંદ જૈન સોનગઢ
૨૦૯ પ્રકાશચંદ્ર ગોધા મંદસૌર ૨૩૬ ચેતનકુમાર તથા મનોજકુમાર એન. મુંબઈ
૨૧૦ પરેશકુમાર નંદલાલ ટોળીયા કોઈમ્બતુર ૨૩૭ વિકાસચંદ મણિલાલ શાહ પોરબંદર
૨૧૧ ભરત કાંતિલાલ વારીયા જામનગર ૨૩૮ પ્રદીપ જૈન દિલ્હી
૨૧૨ મુનિશ હરકીશન જૈન ૨૩૯ વંદનાબેન શેઠી પુના
૨૧૩ દર્શનાબેન હરકીશન જૈન ૨૪૦ હરીશ અમૃતલાલ જૈન ઘાટકોપર
૨૧૪ કલ્પનાબેન પ્રફૂલ્લચંદ્ર જૈન ૨૪૧ દીપકકુમાર મનુભાઈ કામદાર વડોદરા
૨૧૫ જયશ્રી પ્રફૂલ્લચંદ્ર જૈન ૨૪૨ હેમાંશુ મનુભાઈ કામદાર
૨૧૬ સાધનાબેન પ્રફૂલ્લચંદ્ર જૈન ૨૪૩ ફાલ્ગુનીબેન મનુભાઈ કામદાર
૨૧૭ પ્રીતિબેન પ્રફૂલ્લચંદ્ર જૈન ૨૪૪ દિવ્યેશ ચંદ્રકાન્ત મહેતા
૨૧૮ શશાંક પ્રફૂલ્લચંદ્ર જૈન ૨૪૫ પ્રભાબેન જી. શાહ ગોરેગાંવ
૨૧૯ પ્રદીપ શિવલાલ જૈન જેતપુર ૨૪૬ અજિતકુમાર હિંમતલાલ મુંબઈ

PDF/HTML Page 50 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૪૭ :
૨૪૭ લલિતકુમાર અમુલખભાઈ શેઠ જોરાવરનગર ૨૭૫ સુરેશ રતિલાલ શાહ જોરાવરનગર
૨૪૮ તેજલ કનકરાય જામનગર ૨૭૬ ભુપેન્દ્રકુમાર અમુલખ જૈન
૨૪૯ બીના વસંતરાય કામદાર સીકંદરાબાદ ૨૭૭ અતુલ એ. ગાંધી સોનગઢ
૨૫૦ શીલા પ્રભુદાસ હૈદરાબાદ ૨૭૮ ઈલાકુમારી નંદલાલ
૨૫૧ અરવિંદ જેઠાલાલ સિકંદરાબાદ ૨૭૯ નીલાબેન પ્રવીણચંદ્ર સુરેન્દ્રનગર
૨૫૨ લીલાવતી શાંતિલાલ અમલનેર ૨૮૦ કુમારી જ્યોતિબેન શાંતિલાલ ગુલાબગંજ
૨૫૩ ચંપકલાલ મંગળદાસ વડલી ૨૮૧ બેટીલાલજી (ગોવિંદદાસજી) ખંડેરી
૨૫૪ મંગળદાસ ગીરધરલાલ ગોધરા ૨૮૨ પ્રવીણચંદ્ર રતિલાલ જૈન મોરબી
૨૫૫ મુકેશકુમાર મણિલાલ મહેતા મદ્રાસ ૨૮૩ હિતેન મોટાણી મુંબઈ
૨૫૬ બિપિનકુમાર શાંતિલાલ ૨૮૪ રાજેન્દ્ર શાંતિલાલ શાહ રાજકોટ
૨૫૭ પ્રભાબેન જયંતિલાલ કામદાર ” ૨૮૫ ચેતન, અતુલ, જિનેશ દોશી ઘાટકોપર
૨૫૮ કુમારી મોનાબેન પ્રવીણચંદ્ર મુંબઈ ૨૮૬ દર્શનાબેન કોઠારી રાજકોટ
૨૫૯ નીપાબેન પ્રવીણચંદ્ર જૈન ૨૮૭ દેવાંશ કોઠારી
૨૬૦ દીપકકુમાર મનસુખલાલ દેસાઈ સોનગઢ ૨૮૮ શાંતિલાલ બાપાલાલ ગાંધી ઘાટકોપર
૨૬૧ સજ્જન જૈન મહેતા ઈન્દોર ૨૮૯ મંજુલાકુમારી તખતરાજ શેઠ કલકત્તા
૨૬૨ નીલાબેન વર્દ્ધમાન જૈન લાતુર ૨૯૦ વિનયકુમાર બી. ગાંધી અમદાવાદ
૨૬૩ હરીશચંદ્ર જેઠાલાલ જૈન મોરબી ૨૯૧ શાંતિલાલ ખીમચંદ જાંબુઆ
૨૬૪ વિજય જૈન મુંબઈ ૨૯૨ છોટાલાલ રાયચંદ ગાંધી લવારી
૨૬૫ રાજેન્દ્ર જૈન ૨૯૩ ચંચળબેન શાહ મુંબઈ
૨૬૬ હર્ષાબેન જૈન ૨૯૪ ભદ્રેશ રમણીકલાલ દોશી ઘાટકોપર
૨૬૭ બિપીન ભાઈલાલ દોશી માટુંગા ૨૯૫ સ્મીતાબેન રમણીકલાલ દોશી
૨૬૮ ગૌતમ ભાઈલાલ દોશી ૨૯૬ દયાબેન હિંમતલાલ બેંગ્લોર
૨૬૯ ઉદય ભાઈલાલ દોશી ૨૯૭ ભરતેશ ચંદ્રકાન્ત મહેતા ચેમ્બુર
૨૭૦ નવલચંદ છગનલાલ જૈન જામનગર ૨૯૮ શૈલાબેન ચંદ્રકાન્ત મહેતા
૨૭૧ ગંગાબેન રતિલાલ જૈન સોનગઢ ૨૯૯ શૈલાબેન રમેશચંદ્ર ઘાટકોપર
૨૭૨ બ્ર. ભદ્રાબેન શાંતિલાલ જૈન ” ૩૦૦ મુક્તાબેન હિંમતલાલ ડગલી વીંછીયા
૨૭૩ આર. ડી. દેસાઈ મુંબઈ ૩૦૧ ચેતનાબેન જયકર થાનગઢ
૨૭૪ કમળાબેન એન. પારેખ ૩૦૨ પ્રશાંત જયકર

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
૩૦૩ ગોસળીયા જ્યોતિબેન વર્ધમાન ગઢડા ૩૦૮ મીનાબેન મનહરલાલ પારેખ સોનગઢ
૩૦૪ દફતરી નૌતમલાલની કાું. રાજકોટ ૩૦૯ કિરણકુમાર મનહરલાલ પારેખ સોનગઢ
૩૦૫ મનોજકુમાર મગનલાલ અમદાવાદ ૩૧૦ ધનલક્ષ્મી ગુણવંતરાય મુંબઈ
૩૦૬ પારૂલબેન ભોગીલાલ ખંધાર મુંબઈ ૩૧૧ કંચનબેન ભગવાનદાસ નરોડા
૩૦૭ મંજુલાબેન મનહરલાલ પારેખ સોનગઢ ૩૧૨ ખીમચંદ સુખલાલ કામદાર બોટાદ
[તા. ૧૫–૧૧–૭૪ સુધી: બીજાં નામો આવેલ છે તે આવતા અંકમાં આપીશું.]
વૃદ્ધજનો માટેનો ખાસ વૈરાગ્ય વિભાગ –
હે વૃદ્ધજન! તમે ગભરાશો મા! મારું કોઈ નથી એમ હતાશ થશો મા! તમારા
જીવનના ઉત્તમ સંસ્કારોની મોંઘી મુડી તમારી પાસે જ છે. અંતિમ જીવનની તમારી
ઉત્તમ ભાવનાઓ જ તમને શાંતિ આપનાર છે. માટે તેના ઉપર જ જોર આપો.
શરીરનું મમત્વ તો છોડવાનું છે, મમત્વ રાખવા જેવું શરીરમાં છેય શું? તો એવા
શરીરની સેવા કરનાર કોઈ હો–ન હો, તેની શી ચિંતા! આત્માની ચિંતા કરો કે જેથી
તેનું ભવિષ્ય ઉત્તમ બને.
જુવાનીમાં પણ જે ન થઈ શક્્યું તે શૂરવીર થઈને અત્યારે કરી લ્યો. શૂરવીર
આત્માની શૂરવીરતાને વૃદ્ધાવસ્થા કાંઈ ઢીલી કરી શકતી નથી.
હૃદયમાં જિનભક્તિ કરો....પંચપરમેષ્ઠીને યાદ કરો....મુનિપદની ભાવના કરો....
શરીરની ક્ષણભંગુરતા અને આત્માની નિત્યતા વિચારીને વૈરાગ્યની ઉત્તમ ભાવનાઓ
કરો....બસ, તમને કાંઈ દુઃખ નહિ રહે. અંદરમાં જિનભાવના છે–તો બહારની પ્રતિકૂળતા
શું કરી શકવાની છે?
• ધર્મ..... ક્્યારે? •
વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું–એમ કહેતાં કહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા
વગર જ મરી ગયા.
અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી? મુમુક્ષુને જીવનમાં પહેલું
સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની....પહેલું કામ ધર્મનું.
એકસાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બંનેને ગૌણ
કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી, તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે.
ભાઈ, તારે દુઃખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે તેનો જ
સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે.

PDF/HTML Page 52 of 53
single page version

background image
‘આત્મધર્મ’ (વીતરાગ સાહિત્ય) ના પ્રચાર માટે આવેલ રકમોની યાદી
૧૫ ભુપેન્દ્ર ભોગીલાલ જૈન લખતર ૧૧ સુશીલાકુમારી ભગવાનદાસ નરોડા
૫૦ દયાબેન (શ્રીપાલજી જૈન) દિલ્હી ૧૧ શાંતાબેન ભગવાનદાસ
ર૧ બ્ર. ગુણીબેન મહાસુખલાલ સોનગઢ ૧૧ ભગવાનદાસ છગનલાલ
૧૧ વસંતબેન નગીનદાસ ભાવનગર ૪૦૧ મીનાબેન નગીનદાસ કોઈમ્બતુર
૨૧ સમીર પ્રાણલાલ ઘાટકોપર ૨૦૧ મગનલાલ તલકશી શાહ સુરેન્દ્રનગર
૫૧ જેકુંવરબેન શાહ કલકત્તા ૨૦૧ વિજયાબેન મણિલાલ ડગલી વીંછીયા
૨૦૧ પ્રાણલાલ પરસોત્તમ મુંબઈ ૫૦ પીતાંબર ત્રિભોવનદાસ કોઠારી ચોટીલા
૨૦૦ અમૃતલાલ સેજપાલ ૫૦ કોઠારી શાંતાબેન પીતાંબરદાસ
૨૧ ખીમચંદ લહેરભાઈ સુરેન્દ્રનગર ૫૧ મગનલાલ ન્યાલચંદ વાંકાનેર
૩૦ વિપુલ મોટાણી મુંબઈ ૫૧ હરેશ અમૃતલાલ જૈન ઘાટકોપર
૧૧ અરૂણકુમાર ચંદ્રશંકર વઢવાણ ૫૧ હિંમતલાલ છોટાલાલ જૈન સોનગઢ
૧૧ સંદીપકુમાર ભગવાનદાસ નરોડા ૨૧ મંગળાબેન મહેતા
(તા. ૧૫–૧૧–૭૪ સુધી)
[મહાવીર–નિર્વાણમહોત્સવ નિમિત્તે બાલવિભાગના સભ્યોએ બચાવેલા રૂા.
૨૫/– ઘાટકોપરમાં મુમુક્ષુ મંડળના મંત્રી શ્રી રસિકભાઈ ધોળકીયાને પણ ભરી શકાશે.
બાળકોની આ યોજનામાં તેમને પણ સારો રસ અને ઉત્સાહ છે.
]
આત્મધર્મમાં પાનાં વધારવાની યોજનામાં મુમુક્ષુ વાંચકો તરફથી સારો આવકાર
મળી રહ્યો છે, ને ત્રણ નામો આવેલ છે. ભગવાન મહાવીરના આ અઢીહજાર વર્ષીય
નિર્વાણમહોત્સવમાં વીતરાગી સાહિત્યનો ખૂબ ખૂબ પ્રચાર થાય તે સૌથી મુખ્ય કાર્યક્રમ
છે; ને વીરભક્ત મુમુક્ષુઓ ઉત્સાહથી તેમાં રસ લઈ રહ્યા છે–તે આનંદની વાત છે.
વીતરાગી સાહિત્ય દ્વારા વીરશાસનનો આ મહાન ઉત્સવ જરૂર શોભી ઉઠશે.
આત્મધર્મના આ દીપાવલી–અંકમાં વધુ એક ફરમો (૩૬૦૦
નકલ) એટલે કુલ ૨૮, ૮૦૦ પાનાં છાપવાનો કુલ ખર્ચ રૂા. ૪૦૧/–
કોઈમ્બતુરના શ્રી મીનાબેન નગીનદાસ જૈન તરફથી આપવામાં આવેલ
છે, તે બદલ ધન્યવાદ!

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ ” Regd. No. G. 128
નિર્વાણમહોત્સવના પ્રારંભે મંગલવાણી
મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા તેનો આજે મંગળ–કલ્યાણક દિવસ છે.
નિર્વાણના પ્રેમી જીવો ભગવાનના નિર્વાણનો ઉત્સવ ઊજવે છે; તે મહાન
ઉત્સવ આજથી શરૂ થાય છે.
ભગવાનનો નિર્વાણમહોત્સવ ઉજવવાની સાચી રીત એ છે કે ભગવાને ઈષ્ટ–
ઉપદેશમાં જેવો આત્મસ્વભાવ બતાવ્યો છે તેવો પોતાના જ્ઞાનમાં–
અનુભવમાં લઈને, મોક્ષમાર્ગમાં આત્માને સ્થિત કરવો. –ભગવાને દેખાડેલા
નિર્વાણમાર્ગમાં પરિણમવું તે જ સાચો નિર્વાણમહોત્સવ છે.
નિર્વાણપદ–સિદ્ધપદમાં ભગવાનને જેવું પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ છે–
તેવા પોતાના આત્માના પરિપૂર્ણ સ્વભાવને જે ઓળખે–તેમાં ઉપયોગ
જોડીને તેનો અનુભવ કરે, તેણે આનંદરસના સ્વાદ સહિત મોક્ષના
મહોત્સવનો મંગલપ્રારંભ પોતાના આત્મામાં કર્યો.
[આસોવદ અમાસે, ગુરુદેવના મંગલઉદ્ગાર]
હે મુમુક્ષુ! ખેદ છોડ...પ્રસન્નતાથી આત્માને સાધ!
હે મુમુક્ષુ! મહાવીરશાસનને પામીને હવે જીવનમાં તું ખેદભિન્ન થઈને જીવીશ
નહિ, આનંદમય જીવન જીવજે. તારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ
છે. અહા, આવા આનંદ સાધવાના અવસરમાં ખેદ શો! મુમુક્ષુને તો નિજાનંદની
પ્રાપ્તિના અવસરમાં પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! તને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તારે ખેદ
કરવો પડે? તારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે...તો
પ્રસન્નચિત્તે આત્માને સાધવામાં લાગી જા. ખેદ છોડ! જો તો ખરો, તને કેવા સરસ
દેવ–ગુરુ મળ્‌યા છે? કેવો સરસ માર્ગ મળ્‌યો છે! ને અંદર કેવો મજાનો સુંદર આત્મા
બિરાજી રહ્યો છે!! જગતમાં આવો સરસ યોગ મળ્‌યો, પછી હવે ખેદ કરવાનું ક્યાં
રહે છે? ખેદની ટેવ છોડ ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તારા આનંદધામમાં જો...
તારું જીવન અપૂર્વ ચેતનવંતુ બની જશે.
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૬૦૦
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (364250) : કારતક (૩૭૩)