PDF/HTML Page 21 of 53
single page version
અભૂતપૂર્વ ઉત્સાહથી ભારતભરમાં પ્રારંભ થઈ ચુક્્યો છે. –જે
પરમ સુખને પ્રભુ પામ્યા, જે ઈષ્ટ પદ પ્રભુએ પ્રાપ્ત કર્યું, તે
પરમ સુખ, ને પરમ ઈષ્ટ પદ આપણને પણ કેમ મળે તે વાત
ભગવાન કુંદકુંદસ્વામીએ પ્રવચનસારમાં પ્રસિદ્ધ કરી છે;
મુમુક્ષુઓ તે માર્ગે પરમ સુખને પામો....ને મોક્ષનો ઉત્સવ
આનંદથી ઊજવો.
શુદ્ધોપયોગદ્વારા મોહ–રાગ–દ્વેષનો ક્ષય થાય છે ત્યાં આત્માના સ્વભાવનો ઘાત થતો
નથી; એ રીતે શુદ્ધોપયોગવડે સ્વભાવ–પ્રતિઘાતનો અભાવ થતાં, જ્ઞાન અને સુખ
પોતાના સ્વભાવપણે ખીલી જાય છે; આ રીતે સર્વજ્ઞ થયેલા આત્માને પોતાના
સ્વભાવથી જ પરિપૂર્ણ જ્ઞાન ને સુખ હોય છે. પોતાના સ્વભાવથી જુદું બીજું કોઈ સુખનું
સાધન નથી.
વાસ્તુ છે, ને તેમાં પરમ સુખ છે.
PDF/HTML Page 22 of 53
single page version
સુખસ્વભાવ કહો કે આત્મા કહો. આવા સ્વભાવરૂપ આત્મા જેની પ્રતીતમાં આવ્યો તે
જીવ પોતાનું સુખ પોતામાં જ દેખે છે. સુખ તે જ ઈષ્ટ છે; એટલે પોતાનું ઈષ્ટ પોતામાં
દેખ્યું; તેને સુખ માટે બહારમાં ભટકવાનું મટયું. –સુખરૂપ પોતાના આનંદધામ–
ચૈતન્યધામમાં આવીને તે વસ્યો.
પ્રવાહ આવે છે, ને પૂર્ણતા થતાં લોકાલોકને જાણનાર કેવળજ્ઞાન પ્રગટે છે. અહો,
કેવળજ્ઞાન મહાન સ્વતંત્ર છે, સર્વોત્કૃષ્ટ મંગળ છે, ને તેમાં કાંઈપણ અનિષ્ટ (મોહાદિ)
રહ્યું નથી, પૂર્ણસુખરૂપ ઈષ્ટની તેમાં પ્રાપ્તિ છે, અહો, અરિહંતપદમાં સર્વઈષ્ટની પ્રાપ્તિ છે,
દુઃખનો નાશ છે.
અભેદપણે છે. આ જ્ઞાન, આ સુખ, એવા ભેદો સુખની અનુભૂતિમાં રહેતા નથી.
અનંતગુણનો સ્વાદ અભેદ એકરસપણે સુખના વેદનમાં ભર્યો છે. આવા આત્માને જે
જાણશે–અનુભવશે ને તેમાં ઠરશે તે પોતે જ ઉત્તમસુખરૂપ થઈ જશે–એમ આચાર્યદેવે
સમયસારની છેલ્લી ગાથામાં કહ્યું છે. તેને સર્વઈષ્ટની પ્રાપ્તિ થઈ છે; તેથી જગતના
જીવોને માટે પણ તે પરમ–ઈષ્ટ (પરમેષ્ઠી) છે.
અઢીહજારવર્ષનો મહોત્સવ, –તેમાં ખરું તો આ કરવાનું છે; આવા આત્માની સમજણ તે
મહાવીરપ્રભુનો ઉપદેશ છે. એવા સ્વભાવની સમજણ જેણે કરી તેણે જ મહાવીરપ્રભુની
આજ્ઞા માની, ને તેણે જ ભગવાનના મોક્ષનો સાચો મહોત્સવ પોતાના આત્મામાં
ઉજવ્યો. એના વગર બહારની એકલી ધામધૂમથી આત્માને ધર્મની કમાણી થતી નથી.
–શુભરાગ થાય પણ તેનાથી મોક્ષરૂપ ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી.
PDF/HTML Page 23 of 53
single page version
પરમાત્મા પાસે પહોંચી ગયો. હવે દુનિયામાં બીજે ક્્યાંય તેને સુખ ભાસતું નથી; આત્મા
સિવાય જગતમાં બીજે ક્્યાંય તેનું ચિત્ત ચોટતું નથી, ને બીજું કાંઈ તેને ઈષ્ટ લાગતું
જીવ તે કષાયની (શુભ કે અશુભરાગરૂપ) ગરમીમાં કેમ રહી શકે? જેમ શીતળજળમાં
રહેલું માછલું તડકામાં કે અગ્નિમાં રહી શકતું નથી, તેમ ચૈતન્યના શાંત–શીતળ અમૃતનો
સ્વાદ ચાખનારા ધર્માત્માને શુભરાગમાં કે અશુભરાગમાં ક્્યાંય ચેન પડતું નથી, તેમાં
ક્્યાંય શાંતિ લાગતી નથી. શાંતિનું ધામ તો પોતામાં છે.
શત્રુંજય ઉપર ધ્યાનમાં અપૂર્વ સુખને વેદતા હતા. ત્યાં દુર્યોધનના ભાણેજે ભયંકર
અગ્નિનો ઉપસર્ગ કર્યો. પાંડવોનું શરીર બળવા લાગ્યું, પણ યુધિષ્ઠિર–ભીમ–અર્જુન તો
દેહનું કે પોતાના ભાઈઓનું પણ લક્ષ છોડીને, ચૈતન્યની શાંતિના વેદનમાં એવા
મશગુલ થયા કે તે જ વખતે કેવળજ્ઞાન પામીને દેહાતીત સિદ્ધપદને પામ્યા. બીજા બે
મુનિઓને, પોતાના શરીરનો તો વિકલ્પ ન આવ્યો, પણ વાત્સલ્યને લીધે આટલો
વિચાર આવ્યો કે યુધિષ્ઠિર વગેરેનું શું થતું હશે! ચૈતન્યની શાંતિના વેદનમાંથી જરાક
બહાર આવીને આટલો શુભવિચાર ઊઠ્યો તેનાથી સ્વભાવનો પ્રતિઘાત થયો, ને
કેવળજ્ઞાન અટકી ગયું; રાગને લીધે તેમને સર્વાર્થસિદ્ધિનો અવતાર થયો.
ચૈતન્યનાથ! આવો ઈષ્ટ તારો સ્વભાવ–તેના પ્રેમથી એકવાર ડોલએ જા!–આનંદિત
થા! તારો આવો સ્વભાવ, તેનાથી સુંદર બીજું કાંઈ જગતમાં નથી.
સ્વીકાર કરે છે તે અલ્પકાળમાં જ મોક્ષને સાધે છે, ને ફરીને માતાના ઉદરમાં આવતો
નથી. –અશરીરી થઈને સદાકાળ સિદ્ધાલયમાં વસે છે. –એણે જ સ્વઘરમાં વાસ્તુ કર્યું.
PDF/HTML Page 24 of 53
single page version
રૂઢિથી જ તેને સુખ કહેવાય છે, ખરેખર તો પુણ્યફળ ભોગવવાનું વલણ તે આકુળતા
છે–દુઃખ છે. અરે, ક્્યાં ચૈતન્યનું અતીન્દ્રિયસુખ! ને ક્્યાં ઈન્દ્રિયવિષયોની આકુળતા!
એ બંનેને એક કોણ કહે? ચૈતન્યસુખના સ્વાદને જેણે જાણ્યો છે તેને તો સર્વે
ઈન્દ્રિયવિષયો (–પુણ્યો અને તેનાં ફળો) માં જરાય સુખ ભાસતું નથી, અને તે જ
સર્વજ્ઞના પરમાર્થ આત્મિકસુખનો સ્વીકાર કરી શકે છે.
થોડું–પણ ઈન્દ્રિયવિષયો વગરનું, આત્મામાંથી જ આવેલું સુખ સમ્યગ્દ્રષ્ટિધર્માત્મા વેદે
છે. છતાં હજી તેનેય જેટલો ઈન્દ્રિયો સાથે સંબંધ છે તેટલું દુઃખ છે. એટલે તેને
‘એકાંતસુખી’ ન કહ્યા; સુખી તો છે, પણ એકાંત સુખી (પૂર્ણ સુખી) નથી; પૂર્ણ સુખ
સર્વજ્ઞોને છે, તેથી તેઓને જ ‘એકાંતસુખી’ કહ્યા છે. અહો, આવા એકાંત સુખી
સર્વજ્ઞભગવંતોના અસ્તિત્વનો જે જ્ઞાનમાં સ્વીકાર થયો તે જ્ઞાન રાગમાં–પુણ્યમાં–
વિષયોમાં ક્્યાંય અટકે નહિ, તે અતીન્દ્રિયસુખને સ્વીકારનારું જ્ઞાન પોતે અતીન્દ્રિય
થઈને આત્માના સુખનું સંવેદન કરે છે.
આત્માને ભેગો ભેળવીને જ તેની પ્રતીત થાય છે. સર્વજ્ઞના અતીન્દ્રિયસુખનો સ્વીકાર
કરનારને તેના સુખનો અંશ પોતામાં ન પ્રગટે–એમ બને નહીં. –માટે આચાર્ય ભગવાન
સુખપ્રત્યેના પ્રમોદથી કહે છે કે અહો, સર્વજ્ઞના આવા સુખનો જે હમણાં જ
(સાંભળતાવેંત જ) સ્વીકાર કરે છે–શ્રદ્ધા કરે છે–તે જીવ આસન્નભવ્ય છે–મોક્ષસુખનો
ભાજન છે, એટલે કે વર્તમાનમાં સાધક તો થયો છે ને પૂર્ણ મોક્ષસુખને અલ્પકાળમાં
જ પામશે.
તેમ સુખ પણ તારો સહજ સ્વભાવ છે. તારો સ્વભાવ જ પરિણમીને એવા ઉત્કૃષ્ટ
સુખરૂપે થશે. –માટે બાહ્યવિષયોની અપેક્ષા છોડીને, તારા આત્મસ્વભાવને જ સાધન
બનાવ. તારું સુખ તને તારામાં વેદાશે.
PDF/HTML Page 25 of 53
single page version
ગયા. આંખ–કાન–હાથ વગેરે ઈન્દ્રિયો વગર જાણે હું જાણી જ નહીં શકું, એના વગર
જાણે હું જીવી જ નહિ શકું –એમ માનતો થકો અજ્ઞાનીજીવ ઈન્દ્રિયોવડે જ પોતાનું જીવન
માનતો થકો તે ઈન્દ્રિયોની મિત્રતા કરે છે. ઈન્દ્રિયોની સાથે મિત્રતાનો સંબંધ માન્યો
એટલે અતીન્દ્રિયસ્વભાવ સાથેનો સંબંધ છોડયો, તેથી તે જીવ મોહથી ઈન્દ્રિયવિષયોમાં
આકુળ–વ્યાકુળ વર્તતો થકો દુઃખને જ ભોગવતો થકો સંસારમાં રખડે છે. પણ જે
ધર્માત્માએ સર્વજ્ઞને ઓળખીને પોતાના આત્માના અતીન્દ્રિયસુખને પ્રતીતમાં લીધું છે તે
જીવ ઈન્દ્રિયવિષયોમાં જરાય સુખ માનતો નથી એટલે ઈન્દ્રિયો સાથે જરાય મિત્રતા
નથી કરતો પણ તેનાથી અત્યંત જુદાઈ કરે છે ને પોતાના અતીન્દ્રિયસુખની સાથે
પરિણતિને જોડીને તેની મૈત્રી કરે છે, તેમાં જ વર્તતો થકો તે મોક્ષસુખને સાધે છે.
સદાકાળ પોતાના સ્વભાવથી જ તે મહાન સુખરૂપે પરિણમ્યા કરે છે.
પરમાં સુખ છે’ –એમ માનનારા જીવો આત્માના દુશ્મન અને વિષયોના મિત્ર થઈને
સંસારમાં ન રખડે તો ક્્યાં જાય? વિષયોમાં સુખ માનનારા બધા અજ્ઞાની જીવો
(સ્વર્ગના દેવો પણ) એકાંતદુઃખી જ છે. સાધક જ્ઞાની ભલે છદ્મસ્થ હોય તોપણ તે
આત્માના સુખને જાણનારા છે ને વિષયોમાં ક્્યાંય સુખની કલ્પના કરતા નથી, તેથી
તેઓ એકાંત દુઃખી નથી, પણ જેટલો અતીન્દ્રિયસ્વભાવ પ્રગટ્યો છે તેટલું તેમને
અતીન્દ્રિયસુખ નિરંતર વર્તે છે.
અલૌકિક ટીકા વડે કુંદકુંદપ્રભુના હૃદયના ગંભીર રહસ્ય ખોલીને ગણધર
જેવું કામ કર્યું છે. વાહ! અંદરથી ચૈતન્યનો પાવર ફાટી જાય–એવી ટીકા
છે, જરાક અંદર લક્ષમાં લ્યે તો મુમુક્ષુને તો અંદરની દશા ફરી જાય.
PDF/HTML Page 26 of 53
single page version
જ સુખનું કારણ છે, ને તે પોતાનું સ્વરૂપ છે. માટે કરોડો ઉપાયવડે પણ સ્વ–પરનું
ભેદજ્ઞાન કરીને અંતરમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો–
જ્ઞાન આપકો રૂપ ભયે, ફિર અચલ રહાવે.
તાસ જ્ઞાનકો કારણ સ્વ–પર વિવેક વખાનો,
કોટિ ઉપાય બનાય ભવ્ય! તાકો ઉર આનૌ. ૭.
નથી; તારા હિતનું કારણ તો સમ્યગ્જ્ઞાન છે; તે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, એટલે તે જ્ઞાન
થયા પછી અચળ રહે છે, સ્વ–પરના વિવેકરૂપ ભેદજ્ઞાન તે આવા સમ્યગ્જ્ઞાનનું કારણ
કહ્યું છે. શાસ્ત્રોએ આ ભેદજ્ઞાનને વખાણ્યું છે–પ્રશંસ્યું છે; માટે હે ભવ્યજીવો! તમે કરોડો
ઉપાય વડે પણ આ ભેદજ્ઞાનને અંતરમાં પ્રગટ કરો તેનાથી તમારું હિત અને મોક્ષ થશે.
આનંદકંદ જિનેન્દ્ર છે, માટે કરોડો ઉપાય કરીને પણ, ગમે તેવી પ્રતિકૂળતા આવે તે
સહન કરીને પણ, સ્વ–પરના ભેદજ્ઞાનવડે આત્માને ઓળખો સમયસારમાં તો એમ કહ્યું
છે કે તું મરીને પણ ચૈતન્યતત્ત્વને જાણવાનો કુતૂહલી થા અને શરીરાદિથી ભિન્ન
આત્માને
PDF/HTML Page 27 of 53
single page version
મરણ જેટલી પ્રતિકૂળતા આવી પડે તોપણ તેને ગણકાર્યા વગર, ચૈતન્યતત્ત્વને
ઓળખવાનો ઉત્કૃષ્ટ રસ જગાડ.
તેથી આત્માને શું લાભ? અરે, બીજી ચીજ તો કામ ન આવે, પણ પોતાનો શુભભાવ
પણ આત્માના હિતમાં કામ નથી આવતો. હિતનું કારણ તો એક જ છે કે રાગથી પાર
આત્માનું સાચું જ્ઞાન કરવું. તે જ્ઞાન કોઈ બહારના ઉપાયથી નથી આવતું પણ આત્માનું
જ સ્વરૂપ છે; અને આત્મા સાથે સદા મોક્ષમાંય અવિચળપણે રહે છે રાગ અને સંયોગ
તો છૂટી જાય છે કેમકે તે આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તે કદી છૂટતું
નથી. સ્વ–પરના ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આવું સમ્યગ્જ્ઞાન થાય છે. માટે હે ભાઈ!
કરોડો ઉપાય કરીને પણ આવા જ્ઞાનને અંતરમાં પ્રગટ કરો. ભલે બહારમાં ચારેકોરની
હજારો પ્રતિકૂળતા હો, ધન ન હોય, કુટુંબ ન હોય, શરીર સરખું ન હોય, સમાજમાં
માન–આબરૂ ન હોય, તિરસ્કાર થતો હોય, તે બધાનું લક્ષ છોડીને, તે બધાથી ભિન્ન
એવા તારા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખવાનો સર્વપ્રકારે ઉદ્યમ કર; કરોડો ઉપાય કરીને
પણ આત્માને જાણ એટલે કે કરોડો પ્રતિકૂળતાની વચ્ચે પણ હિંમત ન હારતાં નિરંતર
આત્માને જાણવાના પ્રયત્નમાં લાગ્યો જ રહે. બહારની કોઈ પ્રતિકૂળતા આત્માને
જાણવામાં નડી શકતી નથી, તેમ જ બહારમાં ધન વગેરેની અનુકૂળતા આત્માને
જાણવામાં મદદ પણ કરી શકતી નથી. બહારની પ્રતિકૂળતા કે અનુકૂળતા એ બંનેથી
આત્મા જુદો છે. આવા જુદાપણાના અભ્યાસવડે સ્વ–પરનું ભેદજ્ઞાન કરતાં સમ્યગ્જ્ઞાન
થાય છે; તે જ્ઞાન જ તને શરણરૂપ છે, બીજા ભવમાં કે મોક્ષમાં પણ તે તારી સાથે જ
રહેશે, કેમકે તે આત્માના સ્વભાવની ચીજ છે.
વાત? આત્માના સ્વરૂપની ચીજ તો સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન કહેતાં અનંતા ગુણો પણ
સાથે સમજવા. ભાઈ, તારો ચેતનસ્વભાવ તને સુખનું કારણ છે. જડલક્ષ્મીના ઢગલા
કાંઈ તને સુખનું કારણ નથી; તેના લક્ષે તું મમતા કરીશ તો તે તને પાપનું નિમિત્ત થશે.
કદાચિત દાનાદિમાં રાગની મંદતા કરીશ તો તે રાગ પણ કાંઈ આત્માને શરણ દેનાર
નથી. ચૈતન્ય–
PDF/HTML Page 28 of 53
single page version
અતીન્દ્રિય આનંદ વેદાય છે, તે આનંદ આપવાની તાકાત જગતના કોઈ પદાર્થમાં નથી.
તો શરીરને એક વસ્ત્રસમાન પોતાથી જુદું જાણે છે; શરીરરૂપી વસ્ત્ર ફાટે–તૂટે–બદલે તેથી
હોય ને અંદર આત્મા તો આનંદસમુદ્રમાં પરમશાંતિ વેદતો હોય. –કેમકે શરીર જુદું છે,
મશગુલ છે કે શરીર બાળનાર પ્રત્યે ક્રોધનો વિકલ્પ પણ થતો નથી. અરે! સાથેના બીજા
શરીર બળે છે, આત્મા ઠરે છે–એમ બંને તત્ત્વોની ક્રિયા તદ્ન જુદી છે. આમ ભેદજ્ઞાન
અવિવેક છે, તેમાં આત્માનું અહિત છે. ભલે બહારમાં બીજા અનેક ડહાપણ દેખાડતો
ન આવડતા હોય, પણ અંતરમાં સ્વ–પરની ભિન્નતાના વિવેક વડે જેણે આત્માનું
લીનતાને લીધે નરકમાં ગયો; ત્યાં તેને કોઈ સહાયરૂપ થયું નહીં, તો બીજાની શી વાત?
ખંડના રાજમાં ક્્યાંય સુખ માનતા ન હતા, તેનાથી ભિન્ન આત્માના ચૈતન્યસુખને
PDF/HTML Page 29 of 53
single page version
હોય, છતાં તેનાથી ભિન્ન આત્મા હું છું ને મારા આત્મામાં મારા અનંતગુણનું સામ્રાજ્ય
છે, –એવું ભેદજ્ઞાન તેને વર્તે છે. રાજપાટને આત્માથી જુદા જાણીને જ્ઞાનીનું જ્ઞાન
તેનાથી વિરક્ત જ વર્તે છે. રાજ અને રાગ બંનેથી જુદું પડેલું જ્ઞાન આત્માના સ્વભાવમાં
એકત્વરૂપ થયું છે, તે અતીન્દ્રિયશાંતિ સહિત છે. અહા, આ સમ્યગ્જ્ઞાનનો મહિમા અપૂર્વ
છે. તે જ સર્વત્ર સદાકાળ જીવને શરણરૂપ છે. બીજું કાંઈ જીવને આત્મહિત માટે કામ
આવતું નથી. મરવા ટાણે હજારો નોકર–ચાકર ને સ્ત્રી–પુત્રાદિ સેવામાં હાજર હોય,
સ્વર્ગમાં મોટા દેવ પાસે બીજા હજારો દેવો ખમા–ખમા કરીને સેવા કરતા હોય, –પણ
કોની સેવા? શરીરની સેવા કરે અંદર આત્મા તો અજ્ઞાનને લીધે મિથ્યાભાવોથી દુઃખી
થઈ રહ્યો છે, તેને બીજા શું કરે? શું નોકર–ચાકર, સ્ત્રી–પુત્ર, ધનના ઢગલા કે દેવો–તે
કોઈ તે આત્માને અજ્ઞાનના દુઃખથી છોડાવવા સમર્થ છે? –ના; માટે હે જીવ! તું વિચાર
કે એ કોઈ ચીજ આત્માની શાંતિ માટે કામની નથી. તો તે સિવાયની પોતાની ચીજ શું
છે કે જે પોતાની શાંતિ માટે સદાય ગમે તે પ્રસંગે કામ આવે! –એવું તો સમ્યગ્જ્ઞાન છે,
તે પોતે શાંતિસ્વરૂપ છે એટલે જ્યારે જોઈએ ત્યારે સદાય શાંતિ આપે છે, તે પોતાની જ
ચીજ છે. હે ભાઈ! આવા સમ્યગ્જ્ઞાનને લક્ષમાં લઈને તેનો તું ઉદ્યમ કર. થોડોક ઉદ્યમ
કરીને અટકી ન જઈશ, કરોડો ઉપાય વડે પણ આવું સમ્યગ્જ્ઞાન કરજે.
ભેળવતું નથી. એકકોર જ્ઞાન તે આત્મા, બીજીકોર રાગ અને રાગનાં ફળ તે બધાય
જ્ઞાનથી જુદા, આત્માથી જુદા, –એમ બે ભાગ પાડીને ભેદજ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાનનો
ઉપાય છે.
પોતાનું નિજરૂપ છે, તેમાં શુભાશુભવિકલ્પો નથી. આવું નિજરૂપ જ્ઞાન તે જ આત્માને
સર્વત્ર શાંતિ દેનારું છે. આવું સમ્યગ્જ્ઞાન થયું તે આત્માની પોતાની ચીજ છે, તે
આત્માના સ્વભાવમાંથી થયેલું છે તેથી આત્મા સાથે તે અચલ રહે છે. તેની સાથે
સમ્યક્શ્રદ્ધા–શાંતિ–સુખ–વીતરાગતા વગેરે અનંત સ્વભાવો છે; પરંતુ રાગ કે પુણ્ય તે
કાંઈ જ્ઞાનમાં સમાતા નથી; તે તો જ્ઞાનથી જુદા છે, પરભાવ છે, ને બીજી ક્ષણે આત્માથી
છૂટા પડી જાય છે, આત્માની સાથે તે અચલ રહેનારાં નથી, કેમકે તે આત્માનું નિજરૂપ નથી.
PDF/HTML Page 30 of 53
single page version
હિતને માટે કામ આવતું નથી. –આ પ્રમાણે હે ભવ્ય જીવ! તું શુભાશુભરાગથી પણ રહિત
એવા ચૈતન્યમય નિજરૂપને ઓળખ. સ્વ–પરના વિવેકમાં રાગને પણ ચૈતન્યથી જુદો
જાણવાનું આવ્યું. અહો, આવું સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રશંસનીય છે. સર્વે સંતોએ ભેદજ્ઞાનની
પ્રશંસા કરી છે. કેવું ભેદજ્ઞાન? –કે જે ઉપયોગમાં રાગના કોઈ અંશને ન ભેળવે; રાગથી
સર્વથા જુદો થઈને ઉપયોગ અંતર્મુખ થઈને ઉપયોગમાં જ તન્મયપણે ઠરે,–એવું ભેદજ્ઞાન
અત્યંત પ્રશંસનીય છે. આવું ભેદજ્ઞાન જીવને અપૂર્વ આનંદ પમાડતું પ્રગટે છે, તે પરમ
હિતરૂપ મોક્ષનું કારણ છે. આવા ભેદજ્ઞાન વગર શુભરાગ કરે તોપણ તેમાં આત્માનું હિત
જરાય નથી; ઉલ્ટું એમાં સંતોષ માનીને મનુષ્યભવ હારી જવા જેવું છે.–
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અરેરે! એક ક્ષણ તમને હવો.!
સુખ નથી; અરે, પુણ્યનું વધવાપણું એ પણ સંસાર જ છે, એમાં કાંઈ આત્માનું સુખ
નથી. બાપુ! અત્યારે તો હવે સંસાર છેદાય ને આત્માનું સુખ મળે એવો ઉપાય કર.
સમ્યગ્જ્ઞાન વડે આત્માને ઓળખવાનો શીઘ્ર ઉદ્યમ કર. આત્માને ભેદજ્ઞાન–પર્યાયરૂપી જે
સુપુત્ર છે તે જ આત્માનું કલ્યાણ કરનાર છે. બહારના સુપુત્ર કાંઈ આત્માને શરણરૂપ
થતા નથી. સંયોગો તો ચલાયમાન છે, તે ચાલ્યા જશે; સવારનો સંયોગ સાંજે નહિ
દેખાય; સવારમાં જેનો રાજ્યાભિષેક થતો જોયો હોય, સાંજે જ તેની ચિતા બળતી
દેખાય! એ સંયોગ કાંઈ આત્માની ચીજ નથી. જ્ઞાન તે આત્માનું નિજસ્વરૂપ હોવાથી
આત્મા સાથે અચલ રહે છે. શુભરાગ પણ ચલાયમાન છે, તે કાંઈ અચલ નથી–સ્થિર
નથી–શરણ નથી–આત્માનું નિજરૂપ નથી. રાગથી ભિન્ન આત્માના ધ્યાન વડે
પરિણમેલું જ્ઞાન તે અચલ છે. તે આત્માનું નિજરૂપ હોવાથી આ લોકમાં કે પરલોકમાં
પણ એવું ને એવું ટકી રહેશે. આત્મા જ પોતે પોતાના સ્વભાવથી તેના જ્ઞાનરૂપ થયો તે
હવે કેમ છૂટે? તે જ્ઞાન સદાય
PDF/HTML Page 31 of 53
single page version
સમ્યગ્જ્ઞાન પ્રગટ કર. સર્વપ્રકારના ઉદ્યમ વડે વારંવાર ભેદજ્ઞાનના અભ્યાસથી અંતર્મુખ
થઈને તું જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર.
આનંદિત થાજે; ઈર્ષા કરીશ નહીં.
મહાન પાપ છે.
પોતે પૂર્વે દેવ–ગુરુ–સાધર્મીની નિંદા–વિરાધના કરેલી હોય તેનું જ ભયંકર
આરાધના કર, ગુરુઓની સેવા કર ને સાધર્મીને સ્વજનરૂપે દેખીને પ્રસન્ન થા.
વીતરાગમાર્ગને સાધી રહ્યો છે તે જ માર્ગમાં પોતાના સાથીદાર સાધર્મીઓને
દેખીને તેનું ચિત્ત હર્ષથી ખીલી ઊઠે છે; તથા પોતાને આવો સર્વોત્તમ માર્ગ
જેમના પ્રતાપે મળ્યો છે એવા દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ બહુમાનથી તેનું ચિત્ત
ભીંજાઈ જાય છે. આથી જગતના લૌકિક સંબંધો કરતાં સાધર્મી પ્રત્યેનો તેનો
તો ઉત્તમ છે ને બહારનો વ્યવહાર પણ મોક્ષમાર્ગની સાથે શોભે તેવો ઉત્તમ હોય
છે. એવા મુમુક્ષુના ઉત્તમ નિશ્ચય–વ્યવહારથી જિનમાર્ગ શોભી રહ્યો છે.
PDF/HTML Page 32 of 53
single page version
કેવળજ્ઞાન એકસાથે પાર પામી જાય છે; અનંત દ્રવ્યો છે, અનંત ક્ષેત્ર છે, અનંત કાળ છે
ને અનંત ભાવો છે–તે સમસ્ત દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને જ્ઞાન પોતાની અચિંત્ય–અદ્ભુત
પરમ તાકાત વડે એક સમયમાં રાગ–દ્વેષ વગર જાણે છે. –આવો જ્ઞાનસ્વભાવી આત્મા
છે. એની પ્રતીત કરે તો જ સર્વજ્ઞ–અરિહંતદેવનો સાચો સ્વીકાર થઈ શકે છે, કેમકે
સર્વજ્ઞને એવો જ્ઞાનસ્વભાવ પ્રગટ છે. –આવા કેવળજ્ઞાનનો દિવ્યમહિમા લક્ષમાં આવતાં
તેના ફળમાં જરૂર સમ્યગ્દર્શન થાય છે. કેવળજ્ઞાનનો આ મહિમા કાંઈ કેવળીભગવાનને
–એવા ભવ્ય જીવને જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે, –તે સ્વરૂપને ઓળખતાં જ રાગને
ઓળંગીને તે જીવ જ્ઞાનસ્વભાવની સન્મુખતા વડે અદ્ભુત જ્ઞાન–શ્રદ્ધાનરૂપે પરિણમવા
માંડે છે. એટલે આ સમ્યગ્દર્શન પામવાની રીત છે.
૧. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને રાગની અદ્ભુતતા લાગે નહિ.
૨. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જેમાંથી સર્વજ્ઞતા આવી તેમાં જાય.
૩. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે રાગથી છૂટો પડીને જ્ઞાનરૂપ થઈ જાય.
૪. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતામાં ચૈતન્યનો ચમત્કાર ભાસે.
૫. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જગતના કોઈ પદાર્થનું આશ્ચર્ય ન રહે.
૬. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થાય.
૭. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતામાં ભવઅંતના ભણકાર આવી જાય.
૮. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જ અરિહંત અને સિદ્ધની ભક્તિ હોય.
૯. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને પોતાનો પૂર્ણ આત્મા પ્રતીતમાં આવે.
૧૦. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેણે જ સર્વજ્ઞની વાણી ને જાણી છે.
૧૧. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તેને જ મોક્ષતત્ત્વની શ્રદ્ધા થાય છે.
૧૨. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જ સર્વજ્ઞના માર્ગમાં આવ્યો છે.
PDF/HTML Page 33 of 53
single page version
૧૬. અહો, સર્વજ્ઞતા સુંદર છે, કલ્યાણરૂપ છે, આનંદકારી અનુપમ અને અદ્ભુત છે!
અઢીહજારવર્ષના આ ભવ્ય મહોત્સવની ઉજવણી પ્રસંગે ઘણી જ ભક્તિભાવભીની
શ્રદ્ધા–અંજલી આપણે અર્પણ કરીએ છીએ.
મંત્ર છે.
બસ, શાંતિ માટે સહનશીલતા એ જ શ્રેષ્ઠ મંત્ર છે, કે જે મંત્ર કોઈ પરિસ્થિતિમાં
PDF/HTML Page 34 of 53
single page version
ક્્યાં આજના સિનેમાના કુસંસ્કારો! ને ક્્યાં આપણા પુરાણોમાં
ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્યસંસ્કારો! યુવાન
રાજપુત્ર વજ્રબાહુના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ
શું તમે સિનેમા જોવાનું નહીં છોડી દો?
વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. તેમાંથી કોઈકોઈ પ્રસંગ આપણે આત્મધર્મમાં
રજુ કરતા રહીશું; તે વાંચીને હે સાધર્મીજનો! તમારા આત્મામાં પરમવૈરાગ્યનું સીંચન
કરજો. મહાપુરુષોએ તો આખા સંસારને ક્ષણમાત્રમાં છોડયો છે, તો તમે બહાદૂર–મુમુક્ષુ
થઈને પાપના કારણભૂત પ્રસંગોને શું ક્ષણમાં નહીં છોડી શકો? સાંભળો,
ભરયુવાનવયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને વજ્રબાહુ રાજકુમારે
એકક્ષણમાં છોડી દીધા....તો હે યુવાન બંધુઓ! નિર્વાણના આ ૨૫૦૦ વર્ષીય
મહોત્સવમાં તમે પણ બહાદૂર થઈ જાઓ....તમારા જીવનને આત્મસંસ્કારોથી ઉન્નત
બનાવીને પાપોથી મુક્ત થઈ જાઓ....ને વીરમાર્ગમાં આત્મહિત કરી લ્યો..
મોક્ષગમન પછી અયોધ્યાનગરીમાં વિજયરાજાના પૌત્ર વજ્રબાહુકુમાર થયા.
હસ્તિનાપુરની રાજપુત્રી મનોદયા સાથે તેના લગ્ન થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં
કન્યાનો ભાઈ ઉદયસુંદર પોતાની બહેનને તેડવા આવ્યો. મનોદયા તેની સાથે જવા
લાગી; ત્યારે વજ્રબાહુકુમાર પણ મનોદયા પ્રત્યેના તીવ્ર પ્રેમને લીધે તેની સાથે જ
PDF/HTML Page 35 of 53
single page version
અને વનોની રમણીય શોભા જોતાં–જોતાં સૌ ચાલ્યા જાય છે. ત્યાં યુવાન રાજકુમાર
વજ્રબાહુની નજર એકાએક થંભી થઈ...અરે, દૂર આ કાંઈક અદ્ભુત શોભા દેખાય છે
–તે શેની છે! એ તે કોઈ ઝાડનું થડ છે? સોનાનો થાંભલો છે? કે કોઈ મનુષ્ય છે?
જરા નજીક જઈને જોયું ત્યાં કુમાર તો આશ્ચર્ય પામી ગયો–અહા! નગ્નદિગંબર મુનિરાજ
ધ્યાનમાં ઊભા છે...મીંચેલી આંખ ને લટકતા હાથ; –દુનિયાને ભૂલીને આત્મામાં ઊંડે–
ઊંડે ઊતરીને કોઈ અદ્ભુત મોક્ષસુખને વેદી રહ્યા છે...જાણે શાંતરસના દરિયામાં
મશગુલ છે! શરીર તપવડે દૂબળું છે તોપણ ચૈતન્યના તેજનો પ્રતાપ સર્વાંગે ઝળકી રહ્યો
છે...હરણ અને સિંહ શાંત થઈને તેમની નજીક બેઠા છે, અરે, એમની શાંતમુદ્રા વનના
પશુઓને પણ એવી વહાલી લાગે છે કે તેઓ પણ શાંત થઈને બેસી ગયા છે.
ડૂબી રહ્યો છું. આ ભોગોથી છૂટીને હું પણ આવી યોગદશા ધારણ કરીશ ત્યારે જ મારો
જન્મ કૃતાર્થ થશે. અત્યારે તો, સમ્યક્આત્મભાન હોવા છતાં જેમ કોઈ ચંદનવૃક્ષ ઝેરી
સર્પથી લપેટાયેલું હોય તેમ હું વિષયભોગોના પાપોથી ઘેરાઈ રહ્યો છું. જેમ કોઈ મૂર્ખ
પહાડના શિખર ઉપર ચડીને ઊંઘે...તેમ હું પાંચઈન્દ્રિયના ભોગરૂપ પર્વતના ભયંકર
શિખર પર સૂતો છું. –ધિક્કાર છે–ભવભ્રમણ કરાવનાર આ ભોગોને! અરે, એક સ્ત્રીમાં
આસક્ત થઈને મોક્ષસુંદરીને સાધવામાં હું પ્રમાદી થઈ રહ્યો છું...પણ ક્ષણભંગુર
જીવનનો શો ભરોસો? મારે તો હવે પ્રમાદ છોડીને આવી મુનિદશા ધારણ કરીને
મોક્ષસાધનામાં લાગી જવું યોગ્ય છે.
છે તેનોય ખ્યાલ રહ્યો નથી...બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે...ને તેની
ભાવના ભાવી રહ્યા છે.
PDF/HTML Page 36 of 53
single page version
તમારા ભાવ શું છે–તે પણ કહો!
તૈયાર છું. જો–જો! તમે ફરી ન જતા!! (ઉદયસુંદરને તો મનમાં હજી એમ જ હતું કે
વજ્રકુમાર તો મનોદયા પ્રત્યે તીવ્ર રાગી છે, –એ શું દીક્ષા લેવાનો હતો! એટલે તેણે તો
હાસ્યમાં ને હાસ્યમાં ઉપર પ્રમાણે બોલી નાંખ્યું...અથવા, ‘શુકનથી શબ્દ આગળ’ એ
ઉક્તિ અનુસાર વજ્રકુમારના ઉત્તમ ભવિતવ્યથી પ્રેરાઈને તેને વૈરાગ્ય જગાડનારા શબ્દો
નિમિત્તપણે આવી ગયા...)
અંગીકાર કરીશ...આ સંસાર અને ભોગોથી ઉદાસ થઈને મારું ચિત્ત હવે મોક્ષમાં ચોંટયું
છે...સંસાર કે સંસાર તરફના ભાવ હવે સ્વપ્નેય મારે જોઈતા નથી...આપ સૌ ખુશીથી
સીધાવો....હું તો મુનિ થઈશ ને અહીં જ રહીશ.
ઉદયસુંદરે પણ આંસુભીની આંખે કહ્યું–અરે કુંવરજી! મેં તો હસતાં–હસતાં
મને ક્ષમા કરો....પણ તમે દીક્ષા ન લ્યો..
છોડો. હું સંસારના કુવામાં પડતો હતો તેમાંથી તમે તો મને બચાવ્યો, તમે મારા
PDF/HTML Page 37 of 53
single page version
સ્વર્ગના દિવ્ય વિષયોમાં પણ તેને ક્્યાંય સુખ મળ્યું નથી, તો બીજા વિષયોની શી
વાત! આ શરીર ને સંયોગ બધું ક્ષણભંગુર છે. વીજળીના ઝબકારા જેવું જીવન, તેમાં
આત્મહિત ન કર્યું તો આ અવસર ચાલ્યો જશે. વિવેકી પુરુષોએ સ્વપ્ના જેવા આ
સંસાર–સુખોમાં મોહિત થવું યોગ્ય નથી. મિત્ર! તમારી મશ્કરી પણ મને તો કલ્યાણનું
જ કારણ થઈ છે. હસતાં–હસતાં પણ ઉત્તમ ઔષધ પીવાથી શું તે રોગને નથી હરતી?
હરે જ છે; તેમ હસતાં–હસતાં પણ તમે મુનિદશાની વાત કરી, તો તે મુનિદશા
ભવરોગને હરનારી ને આત્મકલ્યાણ કરનારી છે; માટે હું જરૂર મુનિદશા અંગીકાર
કરીશ. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો..
કરી જોઈ–હે કુમાર! આ મનોદયા ખાતર પણ તમે રોકાઈ જાઓ....તમારા વગર મારી
બહેન અનાથ થઈ જશે...માટે તેના પર કૃપા કરીને આપ રોકાઈ જાઓ–હમણાં દીક્ષા ન
લ્યો.
તેઓ વિષયભોગોથી છૂટીને આત્મકલ્યાણ કરશે, તો શું હું વિષયોમાં ડુબી મરીશ?
–નહીં; હું પણ તેમની સાથે જ સંસાર છોડીને અર્જિકા બનીશ ને આત્માનું કલ્યાણ
કરીશ. ધન્ય છે કે મને આત્મહિતનો આવો સુંદર અવસર મળ્યો! રોકો મા ભાઈ, તમે
કોઈને રોકો મા! કલ્યાણના પંથે જતા કોઈને રોકો મા! મોક્ષના પંથે જનારને સંસારના
માર્ગમાં ખેંચો મા!
વજ્રકુમાર! અને વાહ મનોદયાબેન! ધન્ય છે તમારી ઉત્તમ ભાવનાઓને! તમે બંને
અહીં જ દીક્ષા લેશો તો શું અમે તમને મુકીને પાછા રાજ્યમાં જઈશું? –નહીં; અમે પણ
તમારી સાથે જ મુનિદીક્ષા લઈશું.
PDF/HTML Page 38 of 53
single page version
મહિલાઓના ટોળામાંથી રાજરાણીઓનો પણ અવાજ આવ્યો કે અમે બધા પણ
મનોદયાની સાથે અર્જિકાવ્રત લઈશું...
રાજકુમારોને તથા રાજરાણીઓને અહીં છોડીને એકલા એકલા રાજ્યમાં પાછા કઈ રીતે
જવું? જઈને આ રાજકુમારોના માતા–પિતાઓને શું જવાબ દેવો!
ચાલો ને માતા–પિતાની રજા લઈને પછી દીક્ષા લેજો...
અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા–પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો
મોક્ષને સાધવા ગયા છે માટે તમે દુઃખી ન થશો.
સંસાર ગમતો નથી આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા...ને મુનિરાજ પાસે
આવ્યા...
થયું છે ને હવે હું ભવસાગરને પાર કરનારી એવી ભગવતી દીક્ષા અંગીકાર કરીને આ
સંસારના કીચડમાંથી નીકળવા ઈચ્છું છું–માટે હે પ્રભો! મને દીક્ષા આપો!
મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તું અત્યંત નીકટ ભવ્ય છો કે તને મુનિવ્રતની
PDF/HTML Page 39 of 53
single page version
કોમળ કેશનો સ્વહસ્તે લોચ કર્યો, રાજપુત્રી અને રાગપરિણતિ બંનેનો ત્યાગ કર્યો,
દેહનો સ્નેહ છોડીને ચૈતન્યધ્યાનમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને મુનિદશા પ્રગટ
કરી. તેની સાથે ઉદયસુંદર વગેરે ૨૬ રાજકુમારો પણ જિનદીક્ષા લઈને મુનિ થયા.
મનોવતીએ પણ પતિ અને ભાઈનો મોહ છોડીને, સર્વે આભૂષણ દૂર કરી વૈરાગ્યપૂર્વક
આર્યિકાવ્રત ધારણ કર્યા, સાથે અનેક રાણીઓ પણ અર્જિકા થઈ, ને એકમાત્ર સફેદ
સાડીથી ઢંકાયેલા દેહમાં ચૈતન્યની સાધના વડે શોભવા લાગી. રત્નમણિના આભૂષણ
કરતાં શુદ્ધોપયોગના આભૂષણથી આત્મા વધારે શોભી ઊઠે છે; તે રીતે વજ્રકુમાર વગેરે
સૌ મુનિદશામાં શુદ્ધોપયોગ વડે શોભવા લાગ્યા.
સંસાર છોડીને મુનિ થયો; ને હું બુઢ્ઢો થવા છતાં હજી સંસારના વિષયોને નથી છોડતો!
આ રાજકુમારે તો સંસાર–ભોગોને તૃણવત્ સમજીને છોડી દીધા ને મોક્ષને અર્થે
યુવાનદશામાં દેહનું જે રૂપ હતું તે પણ વૃદ્ધાવસ્થામાં કુરૂપ થઈ ગયું. દેહ અને વિષયો
ક્ષણભંગુર છે; આમ જાણવા છતાં પ્રમાદી થઈને હું તેમાં અત્યાર સુધી પડ્યો રહ્યો!
અરે, યુવાન પૌત્રે દીક્ષા લેવા છતાં હું વિષયભોગોમાં ભમ્યા કરું તો મારા જેવો મૂર્ખ
કોણ? –આમ વિચારી બાર વૈરાગ્યભાવના ભાવી, સર્વે જીવો પ્રત્યે ક્ષમાભાવપૂર્વક તે
વિજય રાજા પણ જિનદીક્ષા લઈને મુનિ થયા...પૌત્રના પંથે દાદાએ પ્રયાણ કર્યું.
પંદર દિવસની વયના પુત્ર સુકૌશલને રાજતિલક કરીને જિનદીક્ષા લઈ લીધી....તે
સુકૌશલકુમારે પણ (ગર્ભસ્થબાળકને રાજતિલક કરીને) પોતાના પિતાની પાસે જ
દીક્ષા અંગીકાર કરી...એટલું જ નહિ પણ તેની મા વાઘણ થઈને તેને ખાઈ ગઈ તોપણ
તે આત્મધ્યાનથી ન ડગ્યા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
PDF/HTML Page 40 of 53
single page version
મંગલબોણીરૂપે અહીં વાંચતાં મુમુક્ષુઓ આનંદિત થશે.